________________
શંકા-સમાધાન
૪૩૭
સમાધાન– શાસ્ત્રોમાં આત્મમુક્તિ માટે પાપકર્મનો નાશ કરવાનું કહ્યું છે, પણ શુભકર્મનો નાશ કરવાનું કહ્યું નથી. ‘તસ્સ ઉત્તરી’ સૂત્રમાં ‘પાવાળું માળે નિખાયળટ્ટા' (પાપ કર્મોના નાશ માટે) એમ કહ્યું છે. ‘પુળાનું મ્માનં નિખાયળઠ્ઠા' (પુણ્ય કર્મોના નાશ માટે) એમ નથી કહ્યું. એટલે આત્મમુક્તિ માટે અશુભ કર્મોનો જ નાશ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. શુભ કર્મનો નાશ કરવા પ્રયત્ન કરવાની જરૂર નથી. સર્વ અશુભ કર્મોનો નાશ થાય, એટલે સર્વ પુણ્યનો નાશ થયા વિના ન રહે. પુણ્ય પેટમાં ગયેલા રેચક દિવેલ જેવું છે. પેટમાં ગયેલું દિવેલ પેટમાં રહેલ કચરાને કાઢીને પોતે પણ નીકળી જાય છે. તેમ પુણ્યકર્મ પાપકર્મને કાઢીને પોતે પણ નીકળી જાય છે. મોક્ષની પ્રાપ્તિ માટે મહેનત કરનાર સાધકને પુણ્યકર્મ મોક્ષ સાધનામાં સહાયક બને છે. મોક્ષની સાધના કરવા માટે ત્રસપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યભવ વગેરેની પ્રાપ્તિ થવી જોઇએ. એ બધી વસ્તુઓ પુણ્યથી જ મળે. આ વસ્તુઓ જેટલી ઓછી મળે, તેટલી મોક્ષ સાધના ઓછી થાય. ક્ષત્રિયમાં હજારો સામે લડી શકે તેટલી તાકાત હોય, શત્રુને જીતવાની ઇચ્છા હોય, પણ તેની પાસે તલવાર આદિ શસ્ત્ર ન હોય તો એ શું કરે ? સમ્યગ્દષ્ટિ દેવોને મોક્ષ મેળવવાની પ્રબળ ઇચ્છા હોય છે. મોક્ષ મેળવવાની ઇચ્છા એટલે પાપરૂપ શત્રુનો નાશ કરવાની ઇચ્છા. સમ્યગ્દષ્ટિ દેવોને પાપનો નાશ કરવાની ઇચ્છા હોવા છતાં મનુષ્યભવ આદિ સામગ્રી ન હોવાથી બિચારા લાચાર બની જાય છે. આમ પુણ્યકર્મનો નાશ કરવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. માટે નમસ્કાર મહામંત્રમાં ‘જ્ઞો પંત્ત નમુધારો સવ્વપાવપ્પાતળો' એમ કહ્યું છે, પણ સપુષ્પાસનો એમ નથી કહ્યું.
શંકા- ૯૬૯. જીવ પરમાત્માનું નામ લે તેમાં શું કારણ છે ? જેવી રીતે માતા-પુત્ર, પતિ-પત્ની વગેરે સંબંધોમાં બંનેનાં કર્મો કા૨ણ છે, તેમ જીવનો ૫રમાત્માનું નામસ્મરણ વગે૨ે રીતે પરમાત્મા સાથે સંબંધ થાય તેમાં બંનેના કર્મો કારણ છે કે બીજું કાંઇ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org