________________
શંકા-સમાધાન
૪૮૫
અગર તો વ્યાખ્યાન સમયે વંદન પચ્ચકખાણ માટે આવે એવી આચરણા છે. પણ હમણાં હમણાં કોઇક સ્થળે સાંજે પણ સાધ્વીજીઓ વંદન-પચ્ચકખાણ માટે આવતા હોય છે, એવું જોવામાં આવે છે. આ યોગ્ય નથી. સવારના કે વ્યાખ્યાનના સમયે વંદન પચ્ચખાણ માટે આવવાનું પૂર્વના મહાપુરુષોથી આચરાયેલું હોવાથી હજી આચરણારૂપ ગણી શકાય. ગીતાર્થ પુરુષોની આચરણા પણ જિનાજ્ઞારૂપ છે, પણ સાંજના વંદન પચ્ચકખાણ માટે આવવું એ જિનાજ્ઞારૂપ નથી. સાંજના સાધ્વીજીઓ વંદન-પચ્ચક્ખાણ માટે આવે, એ મેં આજ સુધી કોઈ વડીલોની નિશ્રામાં જોયું નથી, એટલે કોઈ પોતાને મનફાવતી આચરણા શરૂ કરે, તો તે જિનાજ્ઞારૂપ ન ગણાય. સાંજે વંદન પચ્ચકખાણ કરવા આવનારા કોઈ કોઈ સાધ્વીજીઓ તો અંધારું થવા આવે ત્યાં સુધી સાધુના ઉપાશ્રયમાં જ વંદનાદિ કરતા હોય તેવું પણ જોવા મળે છે. પહેલા નંબરમાં તો સાંજે વંદન-પચ્ચકખાણ માટે આવવું એ જ ખોટું છે, બીજા નંબરમાં અંધારું થવા આવે ત્યાં સુધી સાધુઓના ઉપાશ્રયમાં રહેવું એ તો વધુ ખોટું છે. આનાથી ક્યારેક અનર્થ થવાનો સંભવ છે. કેટલાક સાધુ ભગવંતોના અને સાધ્વીજીઓના ગ્રુપો બહુ મર્યાદા પાળનારા હોવાથી સાંજે પણ સાધ્વીજીઓ વંદન-પચ્ચખાણ માટે આવે તોય અનર્થ થવાનો કોઈ સંભવ પણ ન હોવા છતાં સાંજે વંદન-પચ્ચક્ખાણ માટે આવવામાં જિનાજ્ઞા ભંગરૂપ દોષ તો અવશ્ય લાગે. અનર્થ થાય કે ન થાય, એ મહત્ત્વનું નથી, કિંતુ જિનાજ્ઞાની આરાધના અને વિરાધના મહત્ત્વની છે. શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે, આરાધેલી જિનાજ્ઞા મોક્ષ માટે અને વિરાધેલી જિનાજ્ઞા સંસાર માટે થાય. માટે સાધુ-સાધ્વીજીઓમાં જિનાજ્ઞાની આરાધના થાય અને વિરાધના ન થાય, એ માટે જ પ્રયત્ન કરવો જોઇએ.
શ્રાવિકાઓએ પણ મુખ્યતયા વંદન-પચ્ચખાણ માટે વ્યાખ્યાનના સમયે સાધુ ભગવંતોના ઉપાશ્રયે જવું જોઈએ અથવા તો સવારે શ્રાવકોનું ઉપાશ્રયમાં ગમનાગમન થતું હોય ત્યારે જ જવું જોઈએ તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org