________________
શંકા-સમાધાન
૩૯૭ વાણી છે. હોઠથી જે બોલાય તે મધ્યમા વાણી છે. મોટેથી બોલાય તે વૈખરી વાણી છે.
શંકા- ૮૮૫. શ્રાવકો કેટલા આગમ ભણી શકે ? સમાધાન– આ અંગે નિશીથસૂત્રના દશમા ઉદ્દેશાની ચૂર્ણિમાં અને આવશ્યક સૂત્રના છઠ્ઠા અધ્યાયની ચૂર્ણિમાં કહ્યું છે કે- દીક્ષા લેવાની ભાવનાવાળો શ્રાવક શ્રી દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનો સૂત્ર અને અર્થથી તથા પાંચમું અધ્યયન કેવલ અર્થથી ભણી શકે.
શંકા- ૮૮૬. ઉત્તરાધ્યયન-આચારાંગ આદિ સૂત્રો આખો દિવસ કેમ ન ભણાય ?
સમાધાન– આચારાંગ અને ઉત્તરાધ્યયન સૂત્ર કાલિક હોવાથી પહેલા અને ચોથા પ્રહરમાં જ ભણાય. કાલિક એટલે જે સૂત્ર કાળે જ ભણાય. એટલે કે દિવસના કે રાત્રિના પહેલા અને ચોથા પ્રહરમાં જ ભણાય તે કાલિક. જે સૂત્ર અસરઝાય સિવાય ગમે ત્યારે ભણી શકાય તે ઉત્કાલિક. ..
શંકા- ૮૮૭. નમુત્થણ સૂત્રમાં નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે એ પદોનો અર્થ “અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ એવો છે કે “હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું' એવો છે ? તથા આ બે અર્થમાં શો ભેદ છે ?
સમાધાન નમુત્યુ એ બે પદો છે. તેની સંસ્કૃતમાં છાયા નમોડસ્તુ એ પ્રમાણે થાય. મસ્તુ એટલે થાઓ. આથી અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ એવો અર્થ છે. “હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું એવો અર્થ નથી.
ભાવથી કરેલો નમસ્કાર સાચો નમસ્કાર છે. આરાધક જીવો પ્રારંભમાં ભાવથી નમસ્કાર કરવા સમર્થ બનતા નથી. કિંતુ દ્રવ્ય નમસ્કાર કરે છે. આથી આરાધકો ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે “અરિહંતના પ્રભાવથી મારો નમસ્કાર ભાવથી થાઓ અરિહંતના પ્રભાવથી મને ભાવથી નમસ્કાર કરવાનું મળો.' આ રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org