________________
૩૪૨
શંકા-સમાધાન
વગેરેમાં તો માંગલિક કેવી રીતે સંભળાય ? વિશિષ્ટ કારણ હોય તોય રસ્તા વગેરેમાં માંગલિક ન સંભળાય. વિશિષ્ટ કારણ વિના માંગલિક સાંભળનારા અને સંભળાવનારા તથા વિશિષ્ટ કારણ હોય ત્યારે પણ રસ્તા વગેરેમાં માંગલિક સાંભળનારા-સંભળાવનારા અવિધિના પોષણનાં અને માંગલિકનું મહત્ત્વ ઘટાડવામાં નિમિત્ત બને છે. શંકા— ૭૭૩. સાધુ-સાધ્વીઓ “મેડી ક્લેમ" કરાવી શકે ? સમાધાન– ન કરાવી શકે. કારણ કે મેડી ક્લેમની ૨કમ મેડી ક્લેમ કરાવનાર સાધુ-સાધ્વીના નામે જમા થતી હોય છે. એથી એમ સાબિત થાય કે જૈન સાધુ-સાધ્વીઓ પૈસા રાખી શકે છે.
શંકા ૭૭૪. સાધુઓ શ્રાવકોને વાસક્ષેપની ડિકીઓ મોકલે તે યોગ્ય છે ?
સમાધાન– કોઇ ગાઢ બીમાર હોય, તેની સમાધિ માટે વાસક્ષેપની પિંડકી મોકલે એ અપવાદરૂપ ગણાય. આવા વિશિષ્ટ કારણ સિવાય સાધુઓ શ્રાવકોને વાસક્ષેપની પડિકી મોકલે તે શિથિલાચાર જણાય છે. શંકા- ૭૭૫. સૂર્યાસ્ત પછી રાત્રે સાધુઓએ આરતી માટે શ્રાવકો સાથે જવું એ યોગ્ય છે ?
સમાધાન– યોગ્ય જણાતું નથી.
શંકા— ૭૭૬. સાધુ-સાધ્વીઓ ગૃહસ્થને ગહુંલી કરવાનું શિખવાડી શકે ?
સમાધાન– ન શિખવાડી શકે. કારણ કે ગહુંલી દ્રવ્યપૂજા છે તેથી ગહુંલી કેવી રીતે કરાય એમ કહી શકાય, પણ જાતે કરીને શિખવાડી
ન શકાય.
શંકા— ૭૭૭. ધર્મશાળાના દ્વારોાટનમાં સાધુઓ નિશ્રા આપી શકે ?
સમાધાન– ન આપી શકે. કારણ કે તેમાં યાત્રાળુઓ, ઉતરનારા, ગૃહસ્થો, પોતાના અંગત રસોઇ, સ્નાન, સ્થંડિલ-માત્રુ વગેરે આરંભ-સમારંભના કામો કરતા હોય છે. આથી સાધુઓ દ્વારોદ્ઘાટનમાં નિશ્રા આપે તો આવા આરંભ-સમારંભના કાર્યોની
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International