________________
શંકા-સમાધાન
૨૮૭ દોષની કોઈ સંભાવના જ ન રહે. કદાચ તેમ ન બની શકે અને દેરાસર સંબંધી, જ્ઞાનસંબંધી કે વેયાવચ્ચ સંબંધી વસ્તુની ખરીદી જૈન વેપારી પાસેથી કરવાની હોય, તો દેવદ્રવ્યની, જ્ઞાનદ્રવ્યની કે વેયાવચ્ચદ્રવ્યની રકમ ન આપતાં સાધારણ ખાતાની રકમ આપવી જોઇએ. કદાચ તેમ ન બની શકે તો કમમાં કમ નફાની રકમ તો સાધારણ ખાતાની જ આપવી જોઈએ. જેથી વેચનાર જૈનને દેવદ્રવ્યાદિના ભક્ષણનો દોષ ન લાગે. અન્યથા વેચનાર-ખરીદનાર બંને દોષના ભાગીદાર બને.
શંકા- ૬૬૮. દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યની રકમ ચૂકવીને જૈન વેપારી પાસેથી દેરાસરને યોગ્ય લાકડું, સુવર્ણ, ચંદન, પાટ-પાટલા, વાસણ વગેરે ખરીદી શકાય ?
સમાધાન- દેવદ્રવ્યની કે જ્ઞાનદ્રવ્યની રકમ ચુકવીને જૈન વેપારી પાસેથી કોઈ વસ્તુ ન ખરીદી શકાય. કારણ કે વેચનાર જૈન તેમાંથી થયેલા નફાની રકમનો પોતાના માટે ઉપયોગ કરીને દેવદ્રવ્યજ્ઞાનદ્રવ્ય ભક્ષણના દોષનો ભાગીદાર બને. ખરીદનાર તેમાં નિમિત્ત બનવાથી ખરીદનારને પણ દોષ લાગે.
શંકા– ૬૬૯. જૈનો દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય વગેરે દ્રવ્યમાંથી પગાર વગેરે લે તો તેમને દોષ લાગે અને જૈનેતરો દેવદ્રવ્ય વગેરે દ્રવ્યમાંથી પગાર લે તો તેમને દોષ ન લાગે, તેનું શું કારણ ?
સમાધાન શ્રાવકોને દેવદ્રવ્ય વગેરે દ્રવ્યમાંથી પગાર વગેરે લેવાની છૂટ આપવામાં આવે તો એવું બને કે અનુપયોગથી પોતાની મહેનત વગેરે કરતાં વધારે પગાર વગેરે લે અથવા કોઈ લોભના કારણે જાણી-જોઈને પણ વધારે પગાર લે. આમ બને તો તેમને દેવદ્રવ્ય વગેરેના ભક્ષણનો મોટો દોષ લાગે. આમ વારંવાર બને એટલે “દેવાદિદ્રવ્યનો ઉપભોગ કરવામાં મોટો દોષ છે.” એવા જ્ઞાનથી થયેલી દેવદ્રવ્યના ઉપભોગની સૂગ પણ જતી રહે, માટે જ્ઞાનીઓએ શ્રાવકને મૂળથી જ દેવદ્રવ્ય આદિમાંથી પગાર વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org