________________
શંકા-સમાધાન
૨૭૩
પ્રભુભક્તિ કે જિનમંદિર સિવાય કોઈ કામ ન કરાવી શકાય. પૂર્વે કહ્યું તેવા સ્થાન સિવાય બીજે ક્યાંય કોઈને ય દેવદ્રવ્યમાંથી પગાર ન આપી શકાય, તો કયા કયા કામો કરાવી શકાય અને ક્યા કયા કામો ન કરાવી શકાય, એ પ્રશ્નને જ અવકાશ રહેતો નથી.
આમ છતાંય જો કોઈ સ્થળે પૂજારીને કે જિનમંદિરનું કામ કરનારા માણસને દેવદ્રવ્યમાંથી પગાર અપાતો હોય તો તેની પાસે પ્રભુભક્તિ કે જિનમંદિર સિવાય કોઈ કાર્ય ન કરાવી શકાય. આવા માણસો પાસેથી ઉપાશ્રયનો કાજો ન કઢાવી શકાય. સાધુ-સાધ્વીજીઓને ગોચરીના ઘરો કે વિહારનો માર્ગ બતાવવા ન મોકલી શકાય. સંઘની પેઢીનું કે સંઘનું તથા ઉપાશ્રયનું કોઈ કામ ન કરાવી શકાય. ટૂંકમાં જિનભક્તિ કે જિનમંદિર સિવાય કોઈ કાર્ય ન કરાવી શકાય. જેને દેવદ્રવ્યનો પગાર અપાતો હોય, તેની પાસેથી જિનભક્તિ કે જિનમંદિર સિવાયનું કામ કરાવનારાઓ મહાદોષના ભાગીદાર બને છે.
શંકા- ૬૩૫. મુનીમને બધો પગાર દેવદ્રવ્યમાંથી અપાય ? મુનીમને દેવદ્રવ્યનું કામ ૧૦% થી ૨૦% હોય. બાકીનું કામ સાધારણને લગતું હોય. વાસણો ભાડે આપવા-પાછા લેવા વગેરે તેમજ મંડપો લેવા આવનારને આપવા વગેરે, ઉપરનું બધું વેચાણ કાર્ય કરવાનું તથા સાધારણના મકાનોના ભાડા ઉઘરાવવા વગેરે કામ હોય. આવા મુનીમને દેવદ્રવ્યમાંથી પગાર અપાય ?
સમાધાન– ન જ અપાય. પૂજારીને પણ દેવદ્રવ્યમાંથી પગાર ન અપાય તો મુનમને તો ક્યાંથી જ અપાય? તેમાં પણ આવું કામ જેની પાસે કરાવવાનું હોય તેવા મુનીમને તો સુતરાં ન અપાય. શંકા– ૬૩૬. દેવદ્રવ્યની રકમમાંથી કોને કોને પગાર અપાય ?
સમાધાન- પૂર્વે કહ્યું તેમ જયાં શ્રાવકનાં ઘર ન હોય, અગર હોય પણ સ્થિતિસંપન્ન ન હોય અને બીજી કોઈ રીતે પૂજારીના પગારની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય ત્યાં અપવાદે પૂજારીને કે મંદિરના નોકરને દેવદ્રવ્યની રકમમાંથી પગાર આપી શકાય. આ સિવાય કોઇને પણ દેવદ્રવ્યમાંથી પગાર ન આપી શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org