________________
શંકા-સમાધાન
૩૨૧
પચ્ચખાણ લેવામાં “ઇચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી” એમ કહેવામાં આવે છે. એથી એના માટે અલગ પૂછવાની જરૂર રહેતી નથી.
વેયાવચ્ચ કરવા માટે ગુરુને “મને અમુક વેયાવચ્ચ કરવાનો લાભ આપો” એમ વિનંતી કરવી જોઇએ. અહીં વિનંતી કરવી એ એક પ્રકારની પૃચ્છા જ છે.
શંકા– ૭૪૧. પૂજયશ્રીઓ ફંડફાળા અને વિવિધ યોજનાઓ બતાવીને છરી પાલક સંઘ કે ઉપધાન તપનું આયોજન પ્રેરણા કરીને કરાવી શકે ? વધેલી રકમ ક્યાં લઈ શકાય ?
સમાધાન- સંઘ અને ઉપધાન કરાવવા ઇત્યાદિ શ્રાવકનું કર્તવ્ય છે, એવો ઉપદેશ તથા માર્ગદર્શન પૂજ્યો આપી શકે. સંઘ કેવી રીતે કાઢવો, ઉપધાન કેવી રીતે કરાવવા ઈત્યાદિ બધું શ્રાવકોનું કર્તવ્ય છે. વધેલી રકમ યોજના કરતી વખતે કરેલા નિર્ણય મુજબ સાત ક્ષેત્રમાંથી ગમે તે ક્ષેત્રમાં લઈ જઈ શકે.
શંકા- ૭૪૨. ગુરુને આશ્રયીને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ અવગ્રહ કેટલો છે ?
સમાધાન- જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારનો અવગ્રહ ગુરુને આશ્રયીને નથી. કિન્તુ પ્રભુને આશ્રયીને છે. પ્રભુને આશ્રયીને જઘન્ય અવગ્રહ નવ હાથ છે, ઉત્કૃષ્ટ અવગ્રહ સાઠ હાથ છે. બાકીનો ( નવ હાથથી અધિક અને સાઠ હાથથી ઓછો) અવગ્રહ મધ્યમ છે. દહેરાસર નાનું હોય તો ૯ હાથથી પણ ઓછો અવગ્રહ રાખી શકાય. તેથી જ કોઈ આચાયોએ વગા-૧-૨-૩-૯-૧૦-૧૫૧૭-૩૦-૪૦-૫૦-૬૦ હાથ, એમ બાર પ્રકારના અવગ્રહ કહ્યા છે. અહીં તાત્પર્ય એ છે કે પ્રભુને પોતાના ઉચ્છવાસ વગેરે લાગી આશાતના ન થાય તે પ્રમાણે વર્તવું.
ગુરુને આશ્રયીને સ્વપક્ષ અને પરપક્ષ એમ બે પ્રકારનો અવગ્રહ કહ્યો છે. અહીં પુરુષને આશ્રયીને પુરુષ સ્વપક્ષ છે અને સ્ત્રી પરપક્ષ છે. સ્ત્રીને આશ્રયીને સ્ત્રી સ્વપક્ષ છે અને પુરુષ પરપક્ષ છે. સ્વપક્ષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org