________________
૩૫)
શંકા-સમાધાન
શંકા- ૭૯૦. સાધુથી છાપું વંચાય ?
સમાધાન- ગીતાર્થ સાધુ સિવાય બીજા સાધુથી છાપું વંચાય નહિ. ગીતાર્થ સાધુએ પણ ધર્મને લગતી બાબતો જ વાંચવી જોઇએ. ગીતાર્થ સાધુ છાપું વાંચે તો કયા કાયદા ધર્મવિરુદ્ધ છે, કઈ સામાજિક પ્રવૃત્તિ ધર્મવિરુદ્ધ છે ઇત્યાદિ તેના ખ્યાલમાં આવે અને પછી તે અંગે જે કરવું ઉચિત જણાય તે કરે. પણ જો તે જાણે જ નહિ તો શું કરી શકે ? આજે સરકારનું અને સમાજનું પ્રતિબિંબ છાપામાં પડતું હોય છે. માટે ગીતાર્થ સાધુએ છાપું વાંચવું જોઈએ. હા, ધર્મને લગતી બાબતો સિવાય દુનિયામાં ક્યાં શું બન્યું વગેરે વાંચવાની કોઈ જરૂર નથી. આમ છતાં કોઇ કોઇ સાધુ છાપું જાણે ભણવાનું પુસ્તક હોય તેમ નિરાંતે ઘણાં સમય સુધી છાપું વાંચીને સમય વેડફે છે તે બરોબર નથી. ધર્મને લગતી બાબત સિવાય છાપામાં કશું જ વાંચવા જેવું નથી. જૈન શાસ્ત્રોમાં જાણવા જેવું બધું જ છે. સાધુએ સંયમની ક્રિયા સિવાય લગભગ આખો દિવસ સ્વાધ્યાયમાં જ ઓતપ્રોત રહેવાનું છે. આ રીતે સ્વાધ્યાયમાં ઓતપ્રોત રહેનારા સાધુઓ જ શાસ્ત્રોનું રહસ્ય પામીને ગીતાર્થ બનીને શાસનની સાચી રક્ષા-પ્રભાવના કરવા સમર્થ બને છે. ભગવાને કહેલાં શાસ્ત્રો વાંચવાથી જે જ્ઞાન મળે તે જ્ઞાન છાપાં વાંચવાથી ન જ મળે. છાપું એટલે ચાર વિકથાનો ચોતરો !
શંકા- ૭૯૧. સાધુ-સાધ્વીજીઓને અંડિલ જવા માટે વાડા કરવાનું શું કારણ ? સંડાસમાં ન જઈ શકે ?
સમાધાન– આમાં મુખ્ય મુદ્દો એ સમજી લેવાની જરૂર છે કે પૌષધશાળામાં પૌષધ કરનારા માટે પારિષ્ઠાપનિકા માટે આવી વ્યવસ્થા હોવી જોઇએ. પોસાતી શ્રાવકો માટે આપેલી વ્યવસ્થાનો ન છૂટકે સાધુ ઉપયોગ કરે. સાધુ-સાધ્વીજીએ પાંચ મહાવ્રતો ઉચ્ચર્યા હોવાથી એના પાલન માટે બહાર સ્થડિલ જવું જોઈએ. આથી આજે પણ ઘણા મહાત્માઓ શહેરમાં પણ બહાર અંડિલ જાય છે. પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org