________________
શંકા-સમાધાન
૩૫૩ લખી-લખાવી શકાય કે નહિ? અને આવા યાત્રા સંઘોમાં છરી પાલક સંઘ જેવી જ સંઘમાળ પૂજયશ્રીઓની નિશ્રામાં યોજી શકાય કે નહિ?
સમાધાન– પોતાના ધનવ્યયથી બીજાઓને યાત્રા કરાવવા માટે બસ-રેલવેથી નીકળતા યાત્રા પ્રવાસમાં ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ, રાત્રિભોજનનો ત્યાગ, ભોજનમાં અભક્ષ્ય કોઈ વસ્તુનો વપરાશ ન થાય, દરેક સ્થળે જિન દર્શન-પૂજનની પ્રધાનતા હોય, પર્વ તિથિઓમાં લીલોતરીનો ઉપયોગ ન થાય, ઇત્યાદિ જૈન આચારોની પ્રધાનતા રહેતી હોય, યાત્રા પ્રવાસ કરનાર-કરાવનારના દિલમાં આ રીતે પણ યાત્રાથી આપણો આત્મા નિર્મળ બને એવી ભાવના હોય, તો બસ-રેલવેથી નીકળતા યાત્રા પ્રવાસોની આમંત્રણ પત્રિકાઓમાં આશીર્વાદદાતા કે પ્રેરણાદાતા તરીકે પૂજ્યશ્રીઓના નામ લખી-લખાવી શકાય. પણ સંઘમાળ પહેરવી કે પહેરાવવી એ યોગ્ય જણાતું નથી. કારણ કે છરી પાલક સંઘ કાઢનાર જ સંઘમાળ પહેરવાનો અધિકારી છે. બસ-રેલવેથી યાત્રા કરાવનારને સંઘમાળ પહેરાવવામાં છરી પાલક સંઘનો મહિમા ઘટી જાય. બસ-રેલવેથી યાત્રા કરાવનાર શ્રાવકને સંઘમાળ પહેરાવવા દ્વારા સાધુઓએ છરી પાલક સંઘનો મહિમા ઘટાડવામાં નિમિત્ત ન બનવું જોઈએ. બહુમાન રૂપે માળા પહેરાવી શકાય પણ નાણ સમક્ષ વિધિ કરાવવી ઉચિત જણાતી નથી.
શંકા- ૭૯૫. કોઈ આચાર્ય ભગવંત અંગત પરિચિત હોય, રાત્રે લાઇટમાં વગર કામળીએ બેસે અને પંખા ચાલુ રાખે, તો એમને વંદન કરાય ખરું ? દોષ લાગે ખરો ?
સમાધાન– તેમને બે હાથ જોડીને એકાંતમાં આમ ન કરવા વિનવવું. છતાં ન માને તો બીજાઓ દ્વારા આમ ન કરવા વિનંતિ કરાવવી. છતાં ન જ માને તો તેમને વંદન ન કરવું જોઇએ. વંદન કરવામાં દોષ લાગે. આ રીતે જ શિથિલાચારનું પોષણ થતું હોય છે. જૈનશાસનમાં કાચા પાણીનો ઉપયોગ, અગ્નિનો સમારંભ અને મૈથુન આ ત્રણનો એકાંતે નિષેધ છે. ગુરુવંદન ભાષ્યના આધારે પણ વિચાર કરવાથી આ બાબતમાં સ્પષ્ટ માર્ગદર્શન મળી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org