________________
શંકા-સમાધાન
૪૮૧ ક્રીત દોષથી યુક્ત હોય. આધાકર્મ અને મિશ્રદોષની અપેક્ષાએ ક્રિીત દોષ નાનો દોષ છે. જે શ્રાવકોને સાધુઓના સંયમની ચિંતા થતી હોય, તેમણે ખરેખર તો વ્હીલચેરનો ઉપયોગ વગેરે દોષો ઉપર ધ્યાન આપીને એ દોષો દૂર થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ.
વ્હીલચેરના ઉપયોગથી સંયમમાં કેવી હાનિ થાય છે, એ જાણવા માટે આચાર્ય શ્રી અશોકસાગરસૂરિજી મહારાજે લખેલી “સંયમની
જ્યોત” પુસ્તિકા વાંચવા જેવી છે. આ પુસ્તિકા શ્રી જંબૂદ્વીપ પેઢી પાલિતાણાથી પ્રકાશિત થઈ છે. આ સિવાય બીજી પણ અનેક પ્રકારની શિથિલતા અમુક સાધુઓમાં પેશી ગઈ છે. તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
શંકા- ૧૦૫૮. હવે સાધુભગવંતોના ચાતુર્માસ મુંબઈ જેવા પુષ્કળ વરસાદવાળા પ્રદેશોમાં થઈ રહ્યા છે. મુંબઈમાં વરસાદનો પ્રારંભ ૧૦મી જુન સુધીમાં પ્રાયઃ થઈ જ જાય છે. તેને અનુલક્ષીને ચાતુર્માસ પણ ૧લી જુનથી અથવા જેઠ સુદ ૧૪ થી શરૂ થઈ જવા જોઇએ, જેથી જીવોની વધુ જયણા થઈ શકે. જીવોની ઉત્પત્તિ અને જયણાના કારણસર ચાતુર્માસનો સમય ૧લી જુનથી દિવાળી પર્વતનો રાખવો ઉચિત નથી લાગતો શું ?
સમાધાન- ચાતુર્માસની વ્યવસ્થા તીર્થકર ભગવંતોએ જ કરી છે. તેથી એના સમયમાં આપણાથી ફેરફાર ન કરી શકાય. જો સૌ પોતપોતાની મતિકલ્પના પ્રમાણે ફેરફાર કરતા રહે, તો પ્રભુની સાચી આજ્ઞા શી છે તે જાણવાનું મુશ્કેલ બની જાય. હા, જીવવિરાધનાથી બચવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઇએ. જાણવા મળ્યું છે કે સંઘસ્થવિર પૂ. સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાના સમુદાયમાં આદ્રનક્ષત્ર પહેલાં ચાતુર્માસ પ્રવેશ કરવાની મર્યાદા છે. વિરાધનાથી બચવા માટે આ મર્યાદા સારી કહેવાય. કદાચ આટલું ન બની શકે તો પણ જો પૂ. સાધુ-સાધ્વીજીઓ જ્યાં ચાતુર્માસ કરવાનું હોય, તેનાથી ૮-૧૦ કિ.મી.ના અંતરાવાળા સ્થાનમાં વરસાદ શરૂ થાય એ પહેલાં આવી જાય, તો જીવવિરાધનાથી બચી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org