________________
૪૨૦
પદાર્થ સંબંધી શંકા-સમાધાન
શંકા– ૯૪૨. શાસ્ત્રોમાં માર્ગાનુસારી, માર્ગાભિમુખ, માર્ગપતિત આવા શબ્દો જોવામાં આવે છે. તેનો શો અર્થ છે ?
સમાધાન– અહીં માર્ગ એટલે જેનાથી સમ્યગ્દર્શન આદિ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય તેવો વિશિષ્ટ ક્ષયોપશમ. આવા માર્ગની દિશામાં હોય તે માર્ગાનુસારી કહેવાય. આવા માર્ગની સન્મુખ બનેલા(=માર્ગમાં પ્રવેશવા યોગ્ય બનેલા) હોય તે માભિમુખ કહેવાય. આવા માર્ગમાં પતિત થયા હોય=પ્રવેશ્યા હોય તે માર્ગપતિત. જેમ કે, માર્ગ ભૂલેલો મુસાફર પોતાના ઇષ્ટ સ્થાનમાં જવાનો માર્ગ કોઇને પૂછે ત્યારે તે કહે કે, તમે આ દિશામાં ચાલ્યા જાઓ. થોડું આગળ જતાં સાચો માર્ગ આવશે. અહીં મુસાફર સાચા માર્ગની દિશામાં ચાલ્યો એટલે માર્ગાનુસારી બન્યો, સાચા માર્ગની તદ્દન નજીકમાં આવ્યો એટલે માભિમુખ બન્યો અને માર્ગમાં પગ મૂક્યો એટલે માર્ગપતિત બન્યો. તેમ પ્રસ્તુતમાર્ગ વિષે પણ સમજવું. સૌ પ્રથમ જીવ માર્ગાનુસા૨ી બને, પછી માભિમુખ બને અને પછી માર્ગપતિત બને. આ ત્રણે અવસ્થા અપુનર્બંધકજીવની જ છે. અપુનર્બંધક કોઇ જીવ માર્ગાનુસારી હોય, કોઇ માર્ગાભિમુખ હોય, તો કોઇ જીવ માર્ગપતિત હોય. માર્ગપતિત અપુનર્બંધક જીવ આગળ વધતાં સમ્યગ્દષ્ટિ બને છે અને એથી પહેલા ગુણસ્થાનની ચોથા ગુણસ્થાને આવે છે.
શંકા- ૯૪૩. માર્ગપતિત, માર્ગાભિમુખ - સમૃદ્બંધક અને બીજા બધા મિથ્યાદષ્ટિ જીવો વંદના માટે અયોગ્ય છે એમ ચૈત્યવંદન મહાભાષ્યમાં ૧૧મી ગાથાના વિશેષાર્થમાં જણાવ્યું છે, ત્યાં માર્ગપતિત-માર્ગાભિમુખનો શો અર્થ છે ?
સમાધાન– જે માર્ગે પડી ગયો હોય, અર્થાત્ માર્ગમાં જેનો પ્રવેશ થઇ ગયો હોય તે માર્ગપતિત. જે માર્ગની અભિમુખ-સન્મુખ થયો
હોય તે માભિમુખ.
Jain Educationa International
શંકા-સમાધાન
For Personal and Private Use Only
www.jainelibrary.org