________________
૩૭૨
શંકા-સમાધાન
અહીં ભગવાને આપ મને આપના શિષ્ય તરીકે સ્વીકારો એવા ગોશાળાના વચનનો સ્વીકાર કર્યો એટલે ભગવાને દીક્ષા આપી એમ ઉપચારથી કહેવાય તથા તેજોવેશ્યાને પ્રાપ્ત કરવાનો વિધિ બતાવ્યો અને પાર્શ્વનાથ પ્રભુના શિષ્યોએ અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન આપ્યું, એથી ઉપચારથી પ્રભુએ જ એને શિક્ષણ આપ્યું-અપાવ્યું કહેવાય. ગોશાળા દ્રવ્યસાધુ હતો એ અપેક્ષાએ સંયત હતો અને દ્રવ્યસાધુ વાસ્તવિક સાધુ જ નથી એ અપેક્ષાએ ગોશાળો અસંયત હતો. આમ બંને વાત બરાબર ઘટી શકે છે.
શંકા- ૮૩૦. પર્યુષણ પર્વની આસપાસ અંતરાયમાં થવાવાળી બહેનો કે પૂ. સાધ્વીજી ભગવંતો ગોળીઓ લઈને અંતરાયના સમયને–પીરિયડને પાછળ ધકેલીને આરાધના કરી-કરાવી શકે ?
સમાધાન- જો ગોળીઓ લેવાથી શરીરને હાનિ ન પહોંચતી હોય તો આમાં શાસ્ત્રીય કોઇ બાધ જેવું જણાતું નથી પણ આવું કરતાં પૂર્વે પાકી ખાતરી મેળવી લેવી જોઇએ.
શંકા- ૮૩૧. ઇન્દ્રભૂતિ વગેરે બધાના શિષ્યો ગુરુસ્તુતિ કરતાં ભગવાન પાસે જતા હતા. પર્યુષણના વ્યાખ્યાનમાં સાંભળવા મળતું આ વાક્ય છે. ગુરુની સ્તુતિ ભક્ત કરવી જોઇએ. તો પૂર્વે થઇ ગયેલા પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ., પૂ.આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. વગેરે મહાપુરુષોની સ્તુતિ કેમ થતી નથી ?
સમાધાન- ઇન્દ્રભૂતિ વગેરે બધાના શિષ્યો ગુરુસ્તુતિ કરતા કરતા નહિ, કિન્તુ બિરુદો બોલતા બોલતા જતા હતા. બિરુદો બોલવા અને સ્તુતિ કરવી એ બંને ભિન્ન છે. વળી ઇન્દ્રભૂતિ વગેરે જૈનેતર ગુરુ હતા. જૈન ગુરુ ન હતા. જૈન ગુરુની ભક્તિ જિનાજ્ઞા મુજબ કરવાની છે. ગુરુ જાય ત્યારે શિષ્યો ગુરુના બિરુદો બોલે એવી જિનાજ્ઞા નથી. સ્તુતિ કરવા અંગે પણ વિચારવામાં આવે તો સાક્ષાત્ ગુરુ વિદ્યમાન હોય ત્યારે તેમની સ્તુતિ બોલવી એવી જિનાજ્ઞા નથી. આથી જ વિ.સં. ૨૦૧૫માં સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org