________________
૫૩૮
શંકા-સમાધાન
ક્યાં સુધી ? વધારેમાં વધારે આ ભવ સુધી જ તકલીફો દૂર કરી શકાય. જ્યારે આંતરિક તકલીફો દૂર કરવાથી કાયમ માટે તકલીફો દૂર થાય. જે પોતાનું આત્માનું કલ્યાણ કરનારો બને છે તે જ બીજાની આંતરિક તકલીફો દૂર કરવા સમર્થ બને છે. પોતાનું આત્મકલ્યાણ કરવું એટલે પોતાની આંતરિક તકલીફોને દૂર કરવી. જે પોતાની આંતરિક તકલીફોને દૂર ન કરી શકે તે બીજાની આંતરિક તકલીફોને કેવી રીતે દૂર કરી શકે ?
શંકા- ૧૧૫૪. પ્રભુજીનો ૨થ બળદો વડે વહન કરવા યોગ્ય છે. પાલખી માનવો વડે વહન કરવા યોગ્ય છે. આમ પશુઓ વડે અને માનવો વડે વહન કરવા યોગ્ય વાહનો જુદા જુદા છે. માનવ વડે વહન કરવા યોગ્ય પાલખી વગેરે માનવો વડે વહન કરાય તે ઉચિત છે. પશુઓ વડે વહન કરવા યોગ્ય વાહનો માનવો વડે વહન કરાય તે ઉચિત છે ?
સમાધાન– આમાં ભક્તિની મુખ્યતા છે. ભક્તિ કરવા માટે શ્રાવકો રથ ખેંચે એમાં જરાય અનુચિત નથી. પ્રભુ આગળ પોતે પશુ સમાન છે એમ માનીને ઇન્દ્ર ચાર બળદોનું રૂપ ધરીને આઠ શિંગડાઓથી પ્રભુનો જન્માભિષેક કરે છે. તેથી શ્રાવકો પણ પ્રભુની આગળ અમે પશુ સમાન છીએ એમ માનીને રથને વહન કરે તેમાં હૃદયમાં રહેલી પ્રભુ પ્રત્યેની ભક્તિ પ્રગટ થાય છે. માટે શ્રાવકો રથને વહન કરે તે ઉચિત જ છે.
શંકા- ૧૧૫૫. પૂર્વકાળમાં લોકો ‘મહાવીર જન્મકલ્યાણ દિન' વગેરે ધાર્મિક તહેવારોના દિવસે ધર્મસ્થાનમાં રહીને ધર્મધ્યાન કરતા. હાલના સમયમાં રજાના દિવસે નવરા પડેલા લોકો ધર્મધ્યાન કરવાને બદલે ટી.વી. જોવું, છાપા વાંચવા, રમતગમત કરવી વગેરે પાપપ્રવૃત્તિઓ કરતા જોવામાં આવે છે. તો સરકારમાં આપણા ધાર્મિક તહેવારોની રજા રખાવવાથી શો લાભ ?
આમ
સમાધાન– આ વિગત મોટા ભાગના લોકો માટે સાચી છે. છતાં થોડી સંખ્યામાં પણ એવા લોકો હોય છે કે રજાના દિવસે
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org