________________
४४६
શંકા-સમાધાન દુઃખ આપે કે આપણા દુઃખમાં બીજાઓ નિમિત્ત બન્યા હોય, ત્યારે તેમના ઉપર આપણે ક્રોધ કે દ્વેષ ન કરવો જોઇએ. જો આપણા પાપકર્મનો ઉદય ન હોય, તો અન્ય માણસ આપણને દુઃખ આપવા માટે પ્રયત્ન કરે, તો પણ તેમાં તે સફળ ન બને. આપણા પાપકર્મનો ઉદય હોય, તો જ એ સફળ બને. જેમ કે શ્રીપાળ મહારાજાના ચરિત્રમાં આવે છે કે ધવલ શેઠની બુદ્ધિ બગડવાથી તેણે શ્રીપાળ મહારાજાને મારી નાખવા માટે દરિયામાં ફેંકી દીધા. આ વખતે શ્રીપાળ મહારાજાનો પુણ્યકર્મનો ઉદય તીવ્ર હતો, તેથી શ્રીપાળ મહારાજા દરિયાને તરીને સામે કિનારે પહોંચી ગયા, એટલું જ નહિ, કિંતુ તેઓ ત્યાં એક રાજકન્યાને પરણ્યા. અજ્ઞાન જીવો આવા સમયે કર્મનું તત્ત્વજ્ઞાન ભૂલી જતા હોય છે. એથી દુઃખમાં નિમિત્ત બનનાર ઉપર દ્વેષ અને ક્રોધ કરીને પોતે દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે, તેથી ભવાંતરમાં પણ તે નિમિત્તે ફરી દુઃખ આવે છે.
તિથિ સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૭૮. ઘણીવાર એકતિથિ-બેતિથિ બંનેની માન્યતા મુજબના પંચાંગમાં સુદ એકમ લખી હોય છતાં સાંજે બીજના જેવું ચંદ્રદર્શન થાય છે તેનું શું કારણ ?
સમાધાન– સૂર્યોદય વખતે એકમ હોય પણ પછી બીજ શરૂ થઈ જતી હોય છે. આથી સાંજે બીજ જેવું ચંદ્રદર્શન થાય.
શંકા- ૯૭૯. હમણાં હમણાં જૈન પંચાંગોમાં તીર્થકર પરમાત્માઓની કલ્યાણક તિથિઓ કે જે શાશ્વત તિથિઓ ગણાય છે, તે તિથિઓને બદલીને ગુજરાતી તિથિઓ આપવાનો રિવાજ ચાલુ કરેલ છે, તે શું યોગ્ય છે ? જેમ કે મૂળતિથિ અષાઢ વદ ૪ છે, તો અષાઢ વદ ૪ (ગુજ. જેઠ વદ ૪) આમ લખાય, ત્યાં સુધી તો હજી બરાબર ગણી શકાય. પણ જેઠ વદ ૪ જ લખાય, તો તેમાં ઉસૂત્રતાનો દોષ લાગે કે નહિ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org