________________
શંકા-સમાધાન
૫૪૧
જ્ઞાન અને ક્રિયા(=સંયમની ક્રિયા) એ બે ભેગા થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. આ દષ્ટિએ પણ એમનો પંથ અપૂર્ણ છે.
રાજચંદ્ર શ્રાવક-ગૃહસ્થ હતા. ગુરુ બન્યા ન હતા, અર્થાત્ દીક્ષા લઈને કોઈના શિષ્ય બન્યા ન હતા. આમ છતાં તેમના અનુયાયીઓ તેમને ગુરુ તરીકે માનીને તેમની પૂજા કરે છે. આ તદ્દન ખોટું છે.
જોકે તેમનાં પુસ્તકોમાં આત્માની અને વૈરાગ્યની વાતો હોય છે. આમ છતાં તેમનાં પુસ્તકો ન વંચાય. કારણ કે એમનો પંથ પૂર્વે લખ્યું તેમ અપૂર્ણ છે. અપૂર્ણ હોવાથી જ પરમાત્માની આજ્ઞા મુજબનો નથી. જ્યાં પરમાત્માની આજ્ઞા ન હોય, ત્યાં સાચો ધર્મ કેવી રીતે હોય ? એમના પુસ્તકોમાં જેમ આત્માની અને વૈરાગ્યની વાતો હોય તેમ છે. મૂ. તપગચ્છના સાધુઓના પુસ્તકોમાં પણ તેમનાથી પણ અધિક સુંદર રીતે આત્માની અને વૈરાગ્યની વાતો હોય છે. જેમ કે પ્રશમરતિ, શાંતસુધારસ, ભવભાવના વગેરે અનેક ગ્રંથો ઉપર લખાયેલા વિવેચનોમાં અત્યંત વૈરાગ્યપોષક વર્ણન હોય છે. અધ્યાત્મકલ્પદ્રુમ પણ વૈરાગ્યવાહી ગ્રંથ છે. તદુપરાંત વર્તમાનકાલીન સાધુઓએ લખેલા ભાવના ભવનાશિની જીવન જીતવાની જડીબુટ્ટીઓ(ત્રમૈત્રી આદિ ચાર ભાવનાનું વિસ્તૃત વર્ણન) વગેરે અનેક ગ્રંથો આત્મહિત તરફ આગળ વધારે તેવા છે.
બધા ધર્મોનો અભ્યાસ કરવો એવું ધર્મમાં કહ્યું છે. પણ તે કોના માટે કહ્યું છે તે સમજવાની જરૂર છે. જેણે જૈનધર્મનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હોય અને એથી તે કોઈ પણ રીતે જૈનધર્મની શ્રદ્ધાથી ચલિત ન જ થાય, તેવાને જ બધા ધર્મનો અભ્યાસ કરવાનો કહ્યો છે. તે સિવાયનાને તો શુભગુરુ સિવાય કોઇનું પણ વ્યાખ્યાન સાંભળવાની ના કહી છે. બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા ગયેલા વિદ્વાન સિદ્ધર્ષિ પણ બૌદ્ધ ધર્મથી આકર્ષાઈ ગયા હતા તો પછી બીજા સામાન્ય માનવોની શી વાત કરવી ? વળી રાજચંદ્રના પુસ્તકોમાં કેટલીય વાતો જૈન સિદ્ધાંતથી વિપરીત લખાયેલી છે. એ જો સાચી લાગી જાય તો કેટલું બધું નુકસાન થાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org