________________
શંકા-સમાધાન
૪૫૮
દુઃખની અભિવ્યક્તિ ન કરે એ સહજ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ સ્વજનના વિયોગમાં શોક આદિ દ્વારા દુઃખની અભિવ્યક્તિ આર્તધ્યાનરૂપ હોવાથી દોષરૂપ છે. અન્યત્વ ભાવનાના ચિંતનથી પ્રગટેલા વિવેકના કારણે મમત્વભાવ ન રહેવાથી શોક આદિ દ્વારા દુઃખની અભિવ્યક્તિ ન કરવી એ આધ્યાત્મિક દૃષ્ટિએ ગુણરૂપ છે. સ્વજનો પ્રત્યે મમતાનો અભાવ બે રીતે થાય. ઉપર કહ્યું તેમ વિવેકના કારણે મમતાનો અભાવ થાય. તથા સ્વાર્થના કારણે સ્વજનો પ્રત્યે મમતાભાવ ન થાય. કેટલાક માણસો એટલા બધા સ્વાર્થી હોય છે કે જેથી તેને પોતાનો જ વિચાર આવે છે, બીજાનો વિચાર આવતો નથી. આવા સ્વાર્થી માણસોને પણ માતા-પિતા વગેરે સ્વજનો પ્રત્યે મમતાભાવ ન હોય અને એથી માતા-પિતાના વગેરેના વિયોગમાં એમને જરાય દુઃખ ન થાય. પણ આ દુઃખનો અભાવ ગુણરૂપ નથી. આજે વિવેકના કારણે મમતાનો અભાવ થવાથી વિયોગમાં દુઃખ-દર્દ ન થાય તેવા તો કોક વિરલા જ મળે. મોટા ભાગના માણસોને અતિસ્વાર્થના કારણે માતા-પિતાદિ સ્વજનો ઉપર મમતાભાવ ન હોવાથી વિયોગમાં દુઃખ-દર્દ થતું નથી. આનો અર્થ એ થયો કે આજે સ્વાર્થવૃત્તિ વધી છે. આજે જૈન ગણાતા પરિવારોમાં પણ સ્વાર્થવૃત્તિ વધી છે અને એથી સ્વજનના વિયોગમાં દુઃખ-દર્દ ખાસ જોવા મળતાં નથી.
શંકા- ૧૦૦૩. મૃત્યુ પ્રસંગે મૃતકને અડનાર જિનપૂજા કરી શકે ? સમાધાન– મૃતકને અડનાર સ્નાન કરીને જિનપૂજા કરી શકે છે. કારણ કે મૃતકને સ્પર્શ કરવાથી થયેલી અશુદ્ધિ સ્નાન કરવાથી દૂર થઇ જાય છે. હવે જો મૃતકને સ્પર્શ કરનાર પણ જો સ્નાન કરીને પૂજા કરી શકે તો પછી મૃતકને સ્પર્શ નહિ કરનારાઓ સ્નાન કરીને પૂજા કરી શકે તેમાં કોઇ પ્રશ્ન જ ન હોય તથા સ્નાન કર્યા પછી સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ પણ કરી શકે. જે ઘરે મૃત્યુ થયું હોય તે ઘરના માણસો પણ સ્નાન કરીને તે જ દિવસથી જિનપૂજા વગેરે સર્વ ધર્મક્રિયા કરી શકે છે. જેઓ મૃતકને સ્પર્થા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org