________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭
ભગવાન આત્મા તારું કલ્યાણ થઈ જશે. અંશીમાંથી અંશ કાઢ તો તે અંશમાં પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ, તને આનંદ થશે, સંતોષ થશે અને તું તૃ-તૃ-તૃત થઈ જઈશ. જાણે સિદ્ધપદ પ્રાપ્ત ન થયું હોય એવી તૃપ્તિ થશે. તારી અંદર સ્વરૂપમાં દષ્ટિ પડતાં ચૈતન્યરત્નાકર ભગવાન આત્મા નિર્મળથી પણ નિર્મળ પર્યાયે ઊછળશે અને છતાં તે અભિન્ન રહેશે; તેમાં ખંડ ખંડ નહિ પડે એમ કહે છે...
ભાઈ ! તને તારા ભગવાનની અહીં ઓળખાણ કરાવે છે કે ભગવાન! તું આવો છો. અહાહાહા... ! નાથ ! તું ત્રણલોકના નાથ ભગવાનની હોડમાં બેસી શકે એવી તારી વાત છે
(૭-૧૯૮) (૧૦૭) જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે આત્મા ડોલાયમાન થાય છે. જેમ સમુદ્ર ભરતીની છોળો મારતો ઊછળે છે તેમ ભગવાન આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ જ્ઞાનપર્યાયોરૂપી તરંગોની છોળો મારતો ઊછળે છે. અહા ! અનંતગુણથી ભરેલો ભગવાન આત્મા અંદરમાં અંતરએકાગ્રતાનું દબાણ થતાં, જેમ ફુવારો ફાટીને ઊડે છે તેમ, અનંત પર્યાયોથી ઊછળે છે. છે અંદર? કે ડોલાયમાન થાય છે-ઊછળે છે. ' અહાહા..! એક એક કળશ તો જુઓ ! ભગવાન ! આ તારાં ગાણા ગાય છે હો. તું જેવો છો તેવાં તારાં ગાણાં ગાય છે ભાઈ ! તને તારી મોટપ બતાવવા-મોટપ તરફ નજર કરાવવા-તારી મોટપ ગાઈ બતાવે છે. આવી વાત છે...
અહાહા...! તારા આત્મદ્રવ્યનો મહિમા શું કહેવો? જેમ આકાશના અનંત પ્રદેશ છે તેનાથી અનંતગણ ગુણરત્નોથી ભરેલો આત્મા જ્ઞાનસમુદ્ર છે. તે એક જ્ઞાનજળથી જ ભરેલો છે. અહાહા...! તેની નિર્મળથી નિર્મળ ઉદ્ભવતી પર્યાયનો પણ શું મહિમા કહેવો?
(૭–૧૯૯) (૧૦૮). -હું ભવ્ય! એટલો જ સત્ય આત્મા છે, એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. અર્થાત્ આત્મા જ્ઞાનપ્રમાણ છે, અને જ્ઞાન આત્માપ્રમાણ છે. એમ તો આત્મા જ્ઞાનપ્રમાણ. દર્શન પ્રમાણ આનંદપ્રમાણ ઇત્યાદિ અનંત-ગુણપ્રમાણ છે. પણ જ્ઞાન પ્રધાન છે ને? તેથી અહીં કહ્યું કે એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. મતલબ કે જ્ઞાનથી અન્ય જે કાંઈ છે તે આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઊઠે છે તે આત્મા નથી.
અહાહાહા...શુદ્ધ ચૈતન્યપ્રકાશથી પ્રકાશતો ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા એટલો જ છે કે જેટલું આ જ્ઞાન છે. કહે છે-આવો નિશ્ચય કરીને એટલે કે જ્ઞાનસ્વરૂપી-જ્ઞાન-માત્ર પોતાનો આત્મા છે એમ નિશ્ચય કરીને એમાં જ-જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ પામ. જુઓ આ નિશ્ચય કહ્યું કે જ્ઞાનમાત્ર ભગવાન આત્મામાં જ રતિ પામ; કેમકે ત્યાં તને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com