________________
શાસ્ત્ર
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૧
કોઈ એમ માને કે-બીજા જીવની રક્ષા કરવા માટે કે બીજા જીવને હણવા માટે ભગવાનની દિવ્યધ્વનિ છૂટી છે તો તે બરાબર નથી. ભગવાને તો આત્માથી પૂર્ણ આનંદની અને વીતરાગી શાન્તિની દશા પ્રગટ કરવા માટે વાણીમાં કહ્યું છે. ભગવાનની દિવ્યધ્વનિમાં તો એમ આવ્યું છે કે ૫૨ જીવને તું હણી શકતો જ નથી કે ૫૨ જીવની તું રક્ષા પણ કરી શકતો જ નથી. તથા પર જીવની રક્ષા કરવાના જે ભાવ થાય છે એ રાગ છે. અને રાગ છે તે ખરેખર તો પોતાના આત્માની હિંસા કરનારો પરિણામ છે. પ૨ જીવની દયા પાળવાનો ભાવ રાગ છે, તેથી તે સ્વરૂપની હિંસા કરનારો છે. પુરુષાર્થ સિદ્ધયુપાયમાં અમૃતચંદ્રાચાર્યે રાગાદિના પ્રાદુર્ભાવને હિંસા કહી છે, અને રાગાદિના અપ્રાદુર્ભાવને અહિંસા કહી છે. આવો ધોધમાર્ગ છે અને એ ધોધમાર્ગને કહેનારું વીતરાગ સર્વજ્ઞદેવનું વચન છે તે આગમ છે. તે આગમમાં રાગને જડસ્વભાવ અજીવ કહ્યો છે, તે જીવને લાભ કેમ કરે? જીવને જીવનો સ્વભાવ લાભ કરે, પણ રાગાદિ કદીય લાભ ન કરે. (3-23)
(૧૧૪૨ )
શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં ૧૫ મા પાના ઉપ૨ લખ્યું છે કે-જે શાસ્ત્રોમાં વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય છે. રાગની મંદતાની સંસાર ઘટે એમ જેમાં કહ્યું હોય તે શાસ્ત્ર નથી, કેમકે એણે તો અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવને પ્રગટ કર્યો છે. આવું શાસ્ત્ર તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે, કારણ કે રાગ-દ્વેષ-મોહ વડે જીવ અનાદિથી દુ:ખ થઈ રહ્યો છે. શુભરાગની વાસના તો તેને વગર શિખવાડે પણ હતી અને આ શાસ્ત્ર વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલું થવાની શું શિક્ષા આપી? આવી વાત આકરી લાગે પણ શું થાય? પોતાના વાડાનો આગ્રહ હોય તેથી દુઃખ થાય પણ તેથી શું ? (જેણે હિત કરવું હોય તેણે મધ્યસ્થ થઈ વિચારવું જોઈએ. )
શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭૨ માં પણ કહ્યું છે કે સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે. જુઓ, દિગંબરોનાં બધાંય શાસ્ત્રોની વાત મેળ ખાતી અને અવિરુદ્ધ છે. સર્વ શાસ્ત્રોમાં વીતરાગતાનું જ પોષણ કર્યું છે. સવારમાં આવ્યું હતું ને કે અરિહંતોએ મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. એવા અરિહંતોને એમની સર્વજ્ઞતા અને વીતરાગતાને ઓળખીને નમસ્કાર કરું છું. જુઓ, આ નિગ્રંથ સંતોની અમૃત વાણી ! આનું નામ પરમાગમ અને શાસ્ત્ર છે. ( ૩–૩૬ )
(૧૧૪૩)
સર્વજ્ઞ ૫૨મેશ્વરની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અનુસાર આ શાસ્ત્રો રચાયાં છે, તે શાસ્ત્રોમાંનું આ ‘સમયસાર' એક શાસ્ત્ર છે. આચાર્યદેવે ભવ્યજીવોને આ ‘સમયસાર ’ રૂપ ભેટણું આપ્યું છે. ભગવાનને ભેટવું હોય તો આ ‘સમયસાર’ ને સમજ. અહો !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com