________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
૪૩૫ ભગવાન કુંદકુંદની વાણીમાં થોડા શબ્દ અપાર ગાંભીર્ય અને સ્પષ્ટતા ભાસ્યાં તો તેમના પ્રતિ અહોભાવ-ભક્તિભાવ જાગ્યો. (એમાં બીજા મુનિવરો પ્રતિ અભક્તિનો ક્યાં સવાલ છે?)
જુઓને, દર્શનસારમાં શ્રી દેવસેનાચાર્ય શું લખ્યું છે? કે “શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો, મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?' લ્યો, આથી શું દેવસેનાચાર્યની પરંપરામાં બીજા સમર્થ ગુરુવરો-મુનિવરો હતા જ નહિ એવો અર્થ થાય છે? એવો અર્થ ન થાય ભાઈ !
અત્યારે તો કેટલાક અજ્ઞાનીઓ ટીકા કરે છે કે ભગવાન કુંદકુંદાચાર્ય શ્રી સીમંધર પરમાત્મા પાસે ગયા હતા એ વાત સંમત કરવા યોગ્ય નથી. ત્યાંથી (શ્રી સીમંધર ભગવાન પાસેથી) વાણી લઈને પાછા અહીં આવ્યા અને બોધ કર્યો એ વાત સાચી નથી એમ કોઈ કોઈ કહે છે. પણ ભાઈ ! આચાર્ય દેવસેન તો આ કહે છે કે ભગવાન! આપ સીમંધર પરમાત્મા પાસે જઈને આવી વાણી ન લાવ્યો હોત તો મુનિજનો સત્યાર્થ ધર્મ કેમ પામત? માટે યથાર્થ વાત સમજવી જોઈએ.
(૭-૩૩૪) (૧૨૨૨) પ્રશ્ન:- જ્ઞાનીને આ દ્રવ્યલિંગી છે એમ ઓળખાણ થઈ જાય?
ઉત્તર- હા, થોડો પરિચય કરે એટલે ખ્યાલમાં આવી જાય. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે આ દ્રવ્યલિંગી છે. પણ જો બહારમાં ૨૮ મૂલગુણ આદિ આચરણ સાચું-બરાબર (આગમાનુસાર) હોય તો જાહેર ન કરે.
જાહેર કેમ ન કરે?
વ્યવહારમાં બહારથી બરાબર છે ને? તો જાહેર ન કરે કેમકે એમ કરવાથી સંઘમાં વિરોધ થાય. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં (આઠમા અધિકારમાં) આવે છે કે -જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે અંદરમાં આને નિશ્ચય ધર્મ નથી તથાપિ બહારમાં આચરણ બરાબર આગમાનુસાર હોય તો તે બહાર ન પાડે. વળી ત્યાં બીજી એ વાત પણ કરી છે કે ધર્મીને ખબર પડે કે આને નિશ્ચય ધર્મ છે નહિ તોપણ બાહ્ય આચરણ, પ્રરૂપણા આદિ યથાર્થ છે તો તે તેનો વંદનાદિ વિનય કરે છે. વ્યવહાર સાચો હોવો જોઈએ, બરાબર નિર્દોષ આહાર લેતો હોય, પોતાના માટે કરેલો આહાર કદી ન લેતો હોય ઇત્યાદિ બાહ્ય વ્યવહાર આગમ પ્રમાણે ચોખ્ખો હોય તો સમકિતી તેને આચરણમાં બહારથી વડેરા છે એમ જાણી વંદન કરે છે. પણ જો બાહ્ય આચરણ બરાબર ન હોય તો સમકિતી તેને વંદનાદિ વિનય ન કરે. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com