________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૦
અધ્યાત્મ વૈભવ (૧૨૯૭) ધર્મની ધારાના બે પ્રકાર:- ૧. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળાને જે નિર્મળ સમ્યજ્ઞાન પ્રગટયું તે ધારાવાહી છે. ભલે ઉપયોગ રાગમાં-પરમાં જાય પણ અંદર સમ્યગ્દર્શનજ્ઞાન થયું છે તે ખસતું નથી.
૨. ઉપયોગરૂપ ધારા-નીચેના ગુણસ્થાનવાળાને (ચોથે, પાંચમે આદિ) ઉપયોગ અંદરમાં આવે, અંતર્મુહૂર્ત રહે અને પછી ખસી જાય છે.
આઠમે ગુણસ્થાનેથી ઉપયોગ અંદરમાં આવ્યો તે મુખ્યત્વે ખસી ન જાય પણ શ્રેણી ચઢીને કેવળજ્ઞાનને પામે, આઠમેથી ઉપયોગ ધારાવાહી રહે છે અને તે કેવલજ્ઞાનને પામે છે.
ભાઈ તારું ખરેખર સ્વરૂપ નિત્યાનંદમય છે. તેમાં એક જ વખત ઉપયોગ લાગે એટલે બસ. પછી ભલે થોડો વખત ઉપયોગ ખસી જાય તોપણ જે સમ્યજ્ઞાન થયું તે તો અખંડ ધારાવાહી રહે છે. (પુરુષાર્થની ઉગ્રતા કરીને તે કેવળજ્ઞાનપણે પરિણમશે જ). આવી વાત છે.
(૬-૪૧૩) (૧૨૯૮) ભગવાન આત્માઅતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે; તે સદાય વીતરાગીસ્વભાવ અકિંચનસ્વરૂપ છે. દશ ધર્મમાં અકિંચન્ય ધર્મ આવે છે ને? એ તો પ્રગટ અવસ્થાની વાત છે. જ્યારે આ તો આત્માનું સ્વરૂપ જ અકિંચન છે એમ વાત છે. આવા નિજસ્વરૂપનું ગ્રહણ અને પરના ત્યાગ કરવાની વિધિ વડે સમ્યગ્દષ્ટિ સ્વમાં ટકે છે અને પરથી-રાગથી વિરમે છે. જુઓ! આ વિધિ! પૂર્ણાનંદસ્વરૂપનું ગ્રહણ અને દુ:ખરૂપ રાગનો-અશુદ્ધતાનો ત્યાગ એ વિધિ છે. એકલી બહારની ચીજ ત્યાગી એટલે થઈ ગયો ત્યાગી-એવું સ્વરૂપ (ત્યાગનું) નથી. પરંતુ રાગથી ખસીને શુદ્ધનો આદર કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે અને અશુદ્ધતાનો અભાવ થઈ જાય છે. આ વિધિ, આ માર્ગ અને આ ધર્મ છે. હિતનો માર્ગ તો આવો છે બાપુ! જેમ શીરો કરવાની વિધિ એ છે કે પહેલાં લોટને ઘીમાં શકે અને પછી તેમાં સાકરનું પાણી નાખે તો શીરો થાય. તેમ સ્વરૂપના ગ્રહણ અને પરના ત્યાગની વિધિ વડે ધર્મ થાય છે. માર્ગ આ છે ભાઈ !
(૭-૫૫) (૧૨૯૯) પુણ્ય, પાપ, આસ્રવ અને બંધના ભાવ ખરેખર અજીવ તત્ત્વ છે, જ્યારે અંદર એક ચિદાનંદમય જ્ઞાયક સ્વરૂપી ભગવાન આત્મા જીવતત્ત્વ છે. આ પ્રમાણે આત્માને રાગ તથા આસ્રવથી ભિન્ન પાડીને જ્ઞાયકસ્વભાવને ગ્રહવો-અનુભવવો તે ધર્મ છે, અને આનું નામ સ્વભાવનું ગ્રહણ ને પરભાવનો ત્યાગ છે.
જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાનું વસ્તુત્વ વિસ્તાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com