________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧. ધ્યાન-ધ્યેય
')
TV
TA
(૧૩ર૯) અહીં પર્યાયનું ધ્યાન કરવાની વાત નથી. અહીં તો મારું દ્રવ્ય જ સિદ્ધ-સ્વરૂપ છે, સ્વભાવથી શક્તિરૂપે હું સિદ્ધ જ છું. નિયમસારમાં આવે છે ને? બધા સંસારી જીવો (નિશ્ચયનયનાબળે) સિદ્ધ સમાન જ છે, અષ્ટગુણથી પુષ્ટ છે. આ સ્વભાવની વાત છે. દ્રવ્ય પોતાનું સિદ્ધસ્વરૂપ છે અને ધ્યાવીને, પોતાના ત્રિકાળી સ્વરૂપનું ધ્યાન કરીને તેના જેવો થઈ જાય છે. અહા ! નિર્મળ પર્યાયમાં ધ્યાન કોનું છે? દ્રવ્યનું, કે જે સ્વરૂપે પૂર્ણ, આનંદસ્વરૂપ એકરૂપ છે, એને પર્યાય વિષય બનાવીને ધ્યાન કરે છે. પરમ અધ્યાત્મતરંગિણીમાં ત્રણ ઠેકાણે આવે છે કે “ધ્યાન વિષય કુરુ” પર્યાયમાં દ્રવ્યને વિષય બનાવ. એનો અર્થ એ નથી કે આ પર્યાય છે તે દ્રવ્યમાં વાળું છું. પણ પર્યાય દ્રવ્ય તરફ વળી એ દ્રવ્યનું ધ્યાન છે. સિદ્ધનું ધ્યાન-એટલે જેવો પોતે સિદ્ધ સમાન સ્વભાવથી છે-તેનું ધ્યાન કરતાં સિદ્ધ સમાન થઈ જાય છે; ન થાય એ પ્રશ્ન જ નથી. તેથી ચારેય ગતિથી વિલક્ષણ એવી પંચમગતિ-મોક્ષને પામે છે. બીજી ગતિઓ તો વિકારવાળી છે, ત્યાંથી તો પાછું આવવું પડે છે. પણ આ મોક્ષગતિ તો થઈ એ થઈ, “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં.” સાદિઅનંતકાળ સિદ્ધમાં જ રહેશે. અહો ! અમૃતચંદ્ર અમૃતના નાથને અમૃત ગતિ પ્રાપ્ત કરાવવાની અદ્દભુત વાત કરી છે. અમૃત રેલાવ્યા છે! “રે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યાં રે પંચમ કાળમાં”
(૧-૩૬ ) (૧૩૩૦) શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. અખંડ આનંદ, ચૈતન્ય, ધ્રુવ, પ્રભુ, પરમાત્મસ્વરૂપ એ ધ્યેય બતાવવાનું પ્રયોજન છે. જાણે છે પર્યાય પણ ધ્યેય ત્રિકાળી શુદ્ધ આત્મા છે. ત્રિકાળીશુદ્ધ, ધ્રુવસ્વરૂપ, એકરૂપ ત્રિકાળ જેમ પર્યાયનો ભેદ પણ નથી એવા શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે.
(૧–૩૯) (૧૩૩૧) ધ્રુવ દ્રવ્ય જે ધ્યેય તેને જ્ઞાનની પર્યાય જાણે છે. શ્રદ્ધાની પર્યાય ધ્રુવને ધ્યેય બનાવીને શ્રદ્ધા છે. ત્યારે કહે છે કે પર્યાય જે ભેદ અને વ્યવહાર છે તે અભેદને જાણે છે. વાણી બધું બતાવે છે. વાણી બધુ બતાવે છે કે જ્ઞાનની પર્યાય છે તે જાણે છે આ તો અનાદિ સનાતન સત્ય છે. ધ્યેય તો ધ્યેય છે, પણ જ્યારે પર્યાય ધ્યેયને જાણે છે, તેને ધ્યેય બનાવે છે, ત્યારે ધ્યેય ખરેખર થયું કહેવાય. અભિધેય એટલે શું? કે શુદ્ધ આત્મા. શાસ્ત્ર કહ્યું કે અભિધેય શુદ્ધ આત્મા ધ્રુવ છે. પણ કોને ? જે જાણે એને.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com