Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 488
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७६ અધ્યાત્મ વૈભવ કેમ હોય? ભાઈ ! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ જે મોક્ષમાર્ગની પર્યાય છે તે નાશવંત છે, કારણ કે મોક્ષદશા પ્રગટ થતાં મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થઈ જાય છે; વ્યય થઈ જાય છે, માટે તે ધ્યેયરૂપ નથી. અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિત્ય અવિનાશી હોવાથી ધ્યેયરૂપ છે, પણ ધ્યાનરૂપ નથી. ધ્યાનપર્યાય વિનશ્વર છે. શુક્લધ્યાનની પર્યાય પણ વિનશ્વર છે. માટે તે ધ્યેય રૂપ નથી, ધ્યેયથી ભિન્ન છે. (૯-૧૬૨ ). (૧૩૪૪) અહા! ભગવાન આત્માની જેને ધૂન લાગી છે તેને પુણ્ય-પાપ તરફનું લક્ષ હોતું નથી. આત્માની ધૂનમાં પાપ-પુણ્યના ભાવ બિલકુલ હોતા નથી. હે ભાઈ ! નિર્મળાનંદનો નાથ પ્રભુ તું પરમાત્મદ્રવ્ય છો, તેની એકવાર ધૂન લગાવ; તને સમ્યગ્દર્શન થશે, સુખી થવાનો માર્ગ પ્રગટ થશે. (૯-૧૭૧) (૧૩૪૫) અહા! ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે અનંતશક્તિસ્વરૂપ આત્માનો અનુભવ થતાં અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે; સમકિતપણે શ્રદ્ધાનો અંશ પ્રગટ થાય છે, ભાવશ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે, ચારિત્રનો અંશ પ્રગટ થાય છે, વીર્યનો અંશ પ્રગટ થાય છે, સ્વચ્છતા ને પ્રભુતાનો અંશ પણ પર્યાયમાં વ્યક્ત થાય છે. તે બધી નિર્મળ પ્રગટ થયેલી પર્યાયો, અહીં કહે છે, ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય નથી. અહાહા..! ધ્યાતા પુરુષ આ પ્રગટ પર્યાયોને જાણે છે ખરા પણ તે પર્યાયોનું ધ્યાન કરતા નથી, તે પર્યાયોને ધ્યાવતા નથી. (૯-૧૭૨ ) (૧૩૪૬) અહા ! સચ્ચિદાનંદ નિજ ભગવાનના સ્વરૂપને કહેનારી ભગવાનના ઘરની આ ભાગવત કથા છે. કહે છે-સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલી ને વીતરાગવિજ્ઞાન દશા તેને ધર્માત્મા પુરુષ ધ્યાવતાં નથી, તો કોને ધ્યાવે છે? અહા! ધર્મી પુરુષ કોનું ધ્યાન કરે છે? તો કહે છે–સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધપારિણામિકપરમસ્વભાવરૂપ નિજે પરમાત્મદ્રવ્ય સદાય અંદર વિરાજી રહ્યું છે તેને ધર્માત્મા ધ્યાવે છે. અહા ! અંદર શક્તિસ્વરૂપ જે વસ્તુ આત્મા છે તે ત્રિકાળ નિરાવરણ છે. ભાઈ ! તારા દ્રવ્યનું દ્રવ્યમાન સ્વભાવથી સદાય નિરાવરણ છે, પર્યાયમાં રાગ સાથે અને કર્મ સાથે એક સમય પૂરતો વ્યવહારે ભલે સંબંધ હો, પણ અંદર વસ્તુ જે ભૂતાર્થ છે. ચિદાનંદમય સદા વિદ્યમાન છે તે નિરાવરણ છે. ભગવાન! તારી વસ્તુ અંદર પરમાનંદમય સદા નિરાવરણ છે, કર્મ અને રાગના સંબંધથી રહિત છે. હવે આવું કેમ બેસે એને ? તું માન કે ન માન; પણ વસ્તુ અંદર જ્ઞાનઘન છે તે સકળ નિરાવરણ છે, અને તેને ધર્મી પુરુષ ધ્યાવે છે. (૯-૧૭) (૧૩૪૭). વસ્તુ નિજ પરમાત્મતત્ત્વ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492