Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 487
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધ્યાન-ધ્યેય ૪૭૫ રાગ ને પર્યાયની રુચિવાળા જન્માંધને ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા દેખાતો નથી અર્થાત્ ભાવઘાતી આવરણ વડે પર્યાયનયે ઢંકાઈ ગયો છે, લ્યો, આવી વાત! (૯-૧૧૮) (૧૩૪૨) દયા, દાન, વ્રત, તપના પરિણામ તે બંધના કારણરૂપ ક્રિયા છે, તે આત્મદ્રવ્યમાં નથી; અને શુદ્ધભાવના પરિણતિ જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ છે તે મોક્ષના કારણરૂપ ક્રિયા છે, તે પણ આત્મદ્રવ્યમાં નથી. માટે કહે છે, એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણમિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. આ શું કીધું? કે શુદ્ધપારિણામિકભાવરૂપ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ તે ધ્યાનનું ધ્યેય છે, ધ્યાન નથી. અહાહા..જેમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે એવાં નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થવામાં ત્રિકાળી શુદ્ધ ચિન્માત્ર વસ્તુ એના ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી, કેમકે ત્રિકાળી વસ્તુ છે તે અક્રિય છે. હવે ધ્યેય શું ને ધ્યાન શું? –એની ખબરેય ન મળે ને મંડી પડે ધ્યાન ધરવા આસન લગાવીને ધૂળમાંય ધ્યાન નથી સાંભળને, એ તો બધી મિથ્યા રાગની ક્રિયા છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી છે તે શુદ્ધચૈતન્યનો મહા દરિયો છે. “શુદ્ધચેતનાસિંઘુ હુમારો રૂપ હેં-એમ આવે છે ને? અહાહા..! અનંત. અનંત. અનંત ગુણનું એકરૂપ દળ પ્રભુ આત્મા છે. તે કહે છે, ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. સમ્યગ્દર્શનની પર્યાય ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે, આત્માનું સ્વસંવેદનશાન તે ધ્યાનરૂપ છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે. આત્મરણિતા ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તેનું ધ્યેય છે. ધ્યાન તો ધ્યેયમાં એકાગ્ર થયેલી પર્યાય છે, ને ધ્યેય ત્રિકાળ ધૃવસ્વભાવ છે. ધ્યાનની પર્યાય તો ધ્યેયમાં એકાગ્ર થયેલી પર્યાય છે, ને ધ્યેય ત્રિકાળ ધૃવસ્વાવ છે. ધ્યાનની પર્યાય ધ્યેયને ધ્યાવે છે તોપણ ધ્યય છે તે ધ્યાનરૂપ નથી. અહો ! આઅલૌકિક વાત છે. ભગવાન ! નિજ ધ્યેયને ભૂલીને પોતાની નજરને તે રાગમાં રોકી રાખી છે. તેથી ધ્યેયરૂપ નિજ જ્ઞાનાનંદનો દરિયો તને દેખાતો નથી. અરે ! નજરને વર્તમાન પર્યાયની રુચિમાં રોકી દીધી છે તેથી અનંતગુણનિધિ શુદ્ધચેતનાસિંધું એવો ભગવાન આત્મા તને ભાસતો નથી. અરે ભાઈ! ધ્યાનરૂપ પર્યાય રાગ વગરના નિર્મળભાવરૂપ છે અને એનું ધ્યેય પરમસ્વભાવભાવરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. માટે રુચિ પલટી નાખ ને ધ્રુવસ્વભાવમાં ઉપયોગને સ્થિર કરીને તેને ધ્યાન અહા ! ઉપયોગને ધ્યેયમાં એકાગ્ર કરીને ધ્યાવતાં જે ધ્યાન પ્રગટ થશે તેમાં અતીન્દ્રિય આનંદની ધારા ઉલસશે. (૯-૧૬૧) (૧૩૪૩). દષ્ટિનો ફેર છે બાપા! ધ્રુવની દષ્ટિ કરવાને બદલે તે પોતાની નજર પર્યાય ઉપર, રાગ ઉપર, નિમિત્ત ઉપર ને બહારના પદાર્થ ઉપર રાખે છે અને તેથી તેને અંદરનું ચૈતન્યનિધાન જોવા મળતું નથી. આ ધ્યાન છે તે પર્યાય છે, ઔપશમિકાદિભાવરૂપ છે અને તે પલટી જાય છે. તેથી તે પર્યાય ધ્યેયરૂપ નથી. ધ્યેયરૂપ તો એક શુદ્ધપારિણામિકભાવ છે કેમકે તે અવિનશ્વર છે, નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ એકરૂપ છે; તે ધ્યાનરૂપ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492