Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 485
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધ્યાન-ધ્યેય ४७३ (૧૩૩૬) હમણાં ધ્યાન કરાવો, ધ્યાન કરાવો એમ ધ્યાનનું ખૂબ ચાલ્યું છે. એમ કે આ સોનગઢવાળા અધ્યાત્મ –અધ્યાત્મ કરે છે તો આપણે ધ્યાનનું ચલાવો. હમણાં હમણાં તો છાપામાં ધ્યાન કરવા બેઠા હોય એના ફોટા પણ આવે છે. પણ ધ્યાન કોને કહેવાય, બાપુ! અંદર શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈ ઠરવું તે ધ્યાન છે. પણ જેને હુજ આત્માની પ્રતીતિ થઈ નથી તે ઠરશે શામાં? પોતાની ચીજ જે ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદ સ્વરૂપ છે તે હજી દષ્ટિમાંવેદનમાં અનુભવમાં આવી નથી તો એ ચીજમાં મગ્ન થઈ ઠરવારૂપ ધ્યાન ક્યાંથી આવે ? બાપુ! આ ધ્યાનના જે બાહ્ય વિકલ્પ છે એ તો રાગ છે અને તે કુશીલ છે, બંધનું કારણ છે. (૬-પ૦) (૧૩૩૭) બે પ્રકારનો મોક્ષમાર્ગ – સાચો અને આરોપિત મોક્ષમાર્ગ-મુનિને ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. અહાહા..! અંદર ધ્યેયને (શુદ્ધ આત્મદ્રવ્યને) ગ્રહતાં-પકડતાં જે વિકલ્પ વિનાની એકાકાર-ચિદાકાર દશા થાય છે તે ધ્યાન છે અને એ ધ્યાનમાં બે પ્રકારનો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. ત્યાં શુદ્ધ રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિશ્ચય (સત્યાર્થ) મોક્ષમાર્ગ છે, જ્યારે તેની સાથે જે રાગ બાકી રહે છે તે વ્યવહાર (આરોપિત ) મોક્ષમાર્ગ છે. આ બન્ને મોક્ષમાર્ગ પ્રભુ ! તને ધ્યાનમાં પ્રાપ્ત થશે. અરે ! પરંતુ જેને હજુ પોતે કેવો છે, કેવડો છે-એની ખબરેય નથી તેને ધ્યાન કેવું? તેને મોક્ષમાર્ગ કેવો? અહીં કહે છે–પ્રભુ! તું શુદ્ધ આત્મદ્રવ્યમાં લીન થા, એમાં જ સંતુષ્ટ થા, એમાં જ તૃત થા અર્થાત્ એમાં જ તારું ધ્યાન લગાવ. તેથી તને વર્તમાનમાં આનંદનો અનુભવ થશે અને થોડા જ કાળમાં (ધ્યાનના દઢ -દઢતર-દઢતમ અભ્યાસથી) તને જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. અહાહા..! ધ્યાન વડે પ્રભુ! તને અલ્પકાળમાં પૂર્ણદશાની પ્રાપ્તિ થશે. વળી કહે છે- “આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.' (બ્રહ્મલીન પુરુષ જ પરમાનંદને અનુભવે છે, બીજા મિથ્યાષ્ટિઓને અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થતો નથી). આવી વાત છે. (૭-૨૨૪) (૧૩૩૮). ભાઈ ! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે બાપા! અંદર ભગવાન આત્મા પૂરણ શુદ્ધ નિત્યાનંદ પ્રભુ એક જ્ઞાયકભાવપણે પરમ પરિણામિકભાવે નિત્ય વિરાજે છે તે સમ્યગ્દર્શનનો વિષય ને ધ્યેય છે. એનું-પૂરણ પરમાત્મસ્વરૂપનું-દર્શન તે જૈનદર્શન છે. અહા! અનંત તીર્થકરોએ, અનંતા કેવળીઓ, ગણધરો ને મુનિવરોએ એ જ કહ્યું છે કે-જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે એનું ધ્યેય ત્રિકાળી ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ આત્મા છે, પણ વ્યવહાર એનું કારણ નથી. (૭-૨૭૭) (૧૩૩૯) વિશુદ્ધ ધર્મધ્યાન' એટલે શુભભાવ જે પુણ્યબંધનું કારણ છે એને અહીં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492