Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali
Catalog link: https://jainqq.org/explore/008203/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ. પૂ. આચાર્યશ્રી કુંદકુંદ હિસાબ્દી મહોત્સવ તથા પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી જન્મશતાબ્દી વર્ષ અંતર્ગત પ્રકાશન (ર) | T w ભા ; ; મકલનકર્તા છે આ આપ શ્રી રાજકુમારજી જે શાસ્ત્રી મુ મઉ (મ, પ્ર. ) છે , મારી પ્રશંશક છે . પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી તો Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન: પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી ઠે. ૧૭૩/૧૭૫, મુમ્બાદેવી રોડ મુંબઈ-૪૦૦ ૦૦૨ પ્રથમ આવૃત્તિ: સંવત ૨૦૪૬ માગશર વીર સંવત ૨૫૧૬ ઇ. સ. ૧૯૮૯ ડિસેમ્બર કહાન સંવત વર્ષ ૧૦ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Shree Digamber Jain Association, London, UK (from the surplus of the Swami Vatsalya Bhojan, September 2002) who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Adhyatma Vaibhav Part - 1 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates Version Number 001 Version History Date Changes 15 June 2004 First electronic version, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન આ ગ્રંથનું પ્રકાશન પ. પૂ. આચાર્યશ્રી કુંદકુંદ દ્વિ-સહસ્ત્રાબ્દી મહોત્સવ તથા પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી જન્મ-શતાબ્દી વર્ષ અંતર્ગત કરવામાં આવેલ છે. પરમ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રભાવના ઉદય વર્તમાનમાં આધ્યાત્મિક શાસ્ત્રોનું પઠન-પાઠન સમાજમાં વધતું જાય છે. પ્રાચીન શાસ્ત્રો પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં લખાયાં હતાં. પ્રવૃત્તિમય જીવનમાં “સ્વાધ્યાય માટે જે કાંઈ સમય ફાળવી શકાય તેમાં જૈનદર્શનના સૂક્ષ્મ તેમજ ગહન સિદ્ધાંતોને સાદી ભાષામાં મુમુક્ષુઓને પીરસી શકાય એ હેતુથી શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ દ્વારા પરમાગમ સમયસારજી પર પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું સંકલન ૧૧ ગ્રંથરૂપે થયું. મુ. શ્રી લાલચંદભાઈની પ્રેરણાથી અગિયારે ભાગોમાંથી નવનીત તારવી ૫. રાજકુમારજીએ નિઃસ્પૃહભાવે સંકલન કર્યું અને “અધ્યાત્મ વૈભવ” ગ્રંથાકારે તૈયાર થયું. આ ગ્રંથ બે ભાગમાં છાપવા નક્કી કરેલ છે. હાલ ભાગ ૧ આપની સમક્ષ પ્રસ્તુત કરતાં અમે સૌ આનંદ અનુભવીએ છીએ. આ સંકલનકાર્ય યુવાવિદ્વાન પં. રાજકુમારજી જૈન દ્વારા થયેલ તેથી અમે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ. જિજ્ઞાસુઓને અધ્યાત્મ વૈભવ” ગ્રંથ પ્રેરણારૂપ બની રહે તેવી ભાવના સાથે સત્ ધર્મપ્રેમી મુમુક્ષુ બેન શાંતાબેન શાંતિલાલ ઝવેરીના આર્થિક સહયોગથી આ કાર્ય ત્વરાએ સંપૂર્ણ થયું છે. તે માટે અમે સૌ તેમનાં આભારી છીએ. તા. ૨૨-૧૨-૧૯૮૯ પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી (દેવલાલી ) સંકલનકાર શ્રી રાજકુમાર (શાસ્ત્રી) નો સંક્ષિપ્ત પરિચય યુવાવિદ્વાન પં. શ્રી રાજકુમારજી જૈન, મૂળ ખાનીયાધાના (મ. પ્ર.) ના વતની છે. તેમનું ધાર્મિક અધ્યયન શ્રી ટોડરમલ દિગંબર જૈન સિદ્ધાંત મહાવિદ્યાલયમાં થયું. શાંત અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા શ્રી રાજકુમારજી જૈનદર્શનના શાસ્ત્રી છે અને વર્તમાનમાં મૌ (મ. પ્ર.) ખાતે એક ઉત્સાહી આધ્યાપક તેમ જ પ્રવચનકાર છે. બાલ્યવયથી જ તેમની અભિરુચિ સ્વાધ્યાય, ચિંતન, મનન ને લેખન છે. તેમની સ્વયંલિખિત કૃતિઓ “કહાની સંગ્રહ’, ‘વિરાગવાટિકા”, “સમક્તિ સાવન', તેમ જ “ધન્યભાગ્ય’ વિ. ને મુમુક્ષુસમાજે હર્ષપૂર્વક વધાવી લીધેલ છે. તે ઉપરાંત તેમણે “વિરાગસરિતા', “આધ્યાત્મિક રત્નત્રય', મંગળવચનામૃત' વિ. નું સંકલન તેમ જ અનુવાદન બહુ જ સફળતાપૂર્વક કર્યું છે. પરમ પૂ. સદ્ગદેવ શ્રી કાનજી સ્વામીનાં આચાર્ય કુંદકુંદ વિરચિત મહાન અધ્યાત્મિક ગ્રંથ શ્રી સમયસારજી” પર પ્રકાશિત થયેલાં પ્રવચનોના અગિયાર ભાગોનું સંક્ષિપ્તમાં સંકલન કરવાનું આદરણીય શ્રી લાલચંદભાઈ મોદીએ વિચાર્યું ને તેની ફલશ્રુતિમાં, પં. રાજકુમાર દ્વારા, બે વર્ષ સુધી ચીવટપૂર્વક સતત અભ્યાસ કરી. આ સંકલન તૈયાર કરવામાં આવ્યું, ને ગ્રંથરૂપે “આધ્યાત્મ વૈભવ” નો જન્મ થયો. જૈનદર્શનના સિદ્ધાંતોને આધ્યાત્મિક આંખોએ પૂ. સદ્દગુરુદેવે જોયાં અને તેનો નિચોડ તે “અધ્યાત્મ વૈભવ”! તા. ૨૨–૧૨–૧૯૮૯ પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ દેવલાલી (દેવલાલી) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રસ્તાવના || ૐ નમ: સિદ્ધભ્યઃ || મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી | મંગલ કુન્દકુન્દાચાર્યો, જૈનધર્મોડસ્તુ મંગલમ્ | કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ ભગવદ્ શ્રી કુન્દકુન્દાચાર્ય દેવ વિરચિત ગ્રંથાધિરાજ શ્રી સમયસાર પરમાગમ વર્તમાન સૈકાનો સર્વાધિક ચર્ચિત ગ્રંથ છે, અને આધ્યાત્મિક સપુરુષ પૂ. શ્રી કાનજી સ્વામી વર્તમાન સૈકાના સર્વથી અધિક ચર્ચિત મહાપુરુષ રહ્યા છે. સમયસાર અને કાનજી સ્વામી આજે પર્યાયવાચી બની ગયા છે. આજે જ્યારે મોક્ષમાર્ગ પ્રાયઃ લુપ્ત જેવો થઈ રહ્યો હતો અને રૂઢિવાદ-ક્રિયાકાંડને જ (ભ્રમથી) ધર્મ સમજવામાં આવી રહ્યો હતો ત્યારે પૂ. ગુરુદેવશ્રી જેવા પ્રચંડ સૂર્યનો પરમ મંગલમય ઉદય થયો અને આપશ્રીએ પરમ સત્ય સર્વશદેવ પ્રણીત મોક્ષમાર્ગને પ્રકાશિત કીધો, જ્યારે શુષ્કજ્ઞાન અને ક્રિયાકાંડોએ ધર્મને નીરસ અને બોજારૂપી કરી દીધો હતો ત્યારે આપશ્રીએ એમાં અધ્યાત્મરૂપ અમૃતરસની જીવન્ત શાન્તિધારા પ્રવાહિત કરી. આપશ્રી જાતિકુલધર્મની અનેક પરંપરાઓ અને બંધનોને તોડીને જૈનજગતના વિશાળ પ્રાંગણમાં કેસરી સિંહની જેમ સ્વતંત્રપણે વિચર્યા. આપની મહા બલશીલ અદ્ભુત સિંહગર્જનાથી મિથ્યાત્વ-અજ્ઞાનના મૂળ હુચમચી ગયાં-ઊખડી ગયાં. પહેલાં આપે સ્વયં જિનવાણી-ગંગામાં ગોતાં લગાવીને આનંદામૃતનું પાન કીધું, પછી સંપૂર્ણ જગતને આ સરિતામાં કેલિ કરવા માટે મંગલ આહ્વાન દીધું. અધ્યાત્મયુગ સ્ત્રષ્ટા: હું આધ્યાત્મિક યુગપુરુષ! જૈનદર્શનનો મૂળ આનંદસ્ત્રોત તો અધ્યાત્મ જ છે. અધ્યાત્મશૂન્ય જીવન મડદા સમાન છે. અધ્યાત્મ જ જીવનની સંજીવનીરૂપ જડીબુટ્ટી છે; અને આ આધ્યાત્મિક ફુલબાગનું કેન્દ્રબિંદુ આત્મા જ છે. આત્મા સાથે આત્માનું અનુભવ (મિલન) એ જ અધ્યાત્મ છે. આપશ્રીએ અધ્યાત્મની આનંદસુધાસ્પન્દી સરિતા વહાવી જેમાં કેલિ-ક્રિીડા કરીને અનેક ચૈતન્ય-હંસ પુલક્તિ થયા, કૃતકૃત્ય થયા ! જીવન- શિલ્પી હે જીવન શિલ્પી: “ભગવાન આત્મા” ના મધુર ટંકાર વડે આપશ્રીએ સૂતેલાં પ્રાણીઓને જાગ્રત કર્યા. અરે! ભગવાન હોવા છતાં તું પામર થઈ રહ્યો છે? પ્રભુ! તારે આ શરમની વાત છે! આ પ્રમાણે સ્વભાવથી સર્વ જીવોને ભગવાન સ્વરૂપે દેખવાવાળા પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીએ અમારા જીવનને એક કુશળ શિલ્પીની જેમ ઘડયું છે. દ્રવ્યદૃષ્ટિદાતા-જીવનનિર્માતા એવા આપનો અનુપમ બોધ નિત્ય સ્મરણીય રહેશે. ક્રાન્તિકારી જીવન આપશ્રીનું જીવન પહેલેથી જ ક્રાન્તિકારી રહ્યું છે. અંતરચેતનામાંથી ઊઠનારા આપના અવાજને કોઈ દબાવી શક્યું નહિ, અને સત્યના માર્ગ પર વિચરતાં આપને કાંઈ રોકી શક્યું નહિ. સાચા સુખના માર્ગને શોધનારની તીવ્ર પિપાસાને એક દિવસ માર્ગ મળી જ ગયો. શ્રી ગ્રન્થાધિરાજ સમયસાર મળતાની સાથે જ અંતર્મનવીણાના તાર ઝણઝણી ઊડ્યા અને આપનું અંતર બોલી ઊઠયું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫ “અહો ! મળી ગયું, જે જોઈતું હતું તે બધું મળી ગયું. આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે! સત્યપંથ મળી ગયો, સુખ-શાન્તિનો અનંતઅક્ષય ભંડાર ખુલી ગયો!” આપનું મન નાચી ઊઠયું. દિનરાત સમયસારની એવી ધૂન ચઢી ગઈ કે નિરંતર એનું જ ચિંતન, મનન, અનુભવન! ત્યાં સુધી કે આહારાદિ પ્રવૃત્તિ પણ ભારરૂપ લાગવા માંડી. આ પ્રમાણે અંત૨ક્રાન્તિ ઉગ્ર થતી ગઈ એટલે આપે ૫૨મ દઢતાથી મંગળ ઉદ્દઘોષણા કરી કે – “પરમ નિગ્રન્થ દિગંબર પંથ જ સત્પંથ છે, અન્ય કોઈ સત્ય માર્ગ નથી.’ આપની આ ઘોષણાથી લોકોમાં ખળભળાટ મચી ગયો, જાણે તોફાન ઊઠયું! પરંતુ ધીમે ધીમે બધું શમી ગયું અને આધ્યાત્મિક ક્રાન્તિએ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી લીધું. અનેક વિદ્યો- બાધાઓ આવી પડવા છતાં આપ તીર્થસંરક્ષક મહાપુરુષ સુમેરુની જેમ અચલ રહીને સત્ય સનાતન વીતરાગ દિગંબર જૈનધર્મની દુંદુભિ બજાવતા બજાવતા આગળ વધતા જ ગયા, કદીય પાછું વળીને જોવા ન રહ્યા. મુક્તિવાહકઃ ગહન ભવાટવીના પરિભ્રમણથી ત્રસ્ત-સંત પ્રાણીઓને મુક્તિનો માર્ગ દર્શાવનાર · મુક્તિ વાહક! આપ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને કુંદકુંદાચાર્યદેવના સંદેશા લઈને મુક્તિદૂતરૂપે અવતિરત થયા અને સંસારસમુદ્ર પાર કરવા માટે આપે આપની અમૃતવાણી દ્વા૨ા અદ્ભુત બોધનૌકાનાં દાન દીધાં. આપશ્રી કહેતા-“ જ્ઞાનીના અંતરમાં તીર્થંકરનો વાસ હોય છે; એટલે જ તીર્થંકર જે કહે છે એ જ વાત જ્ઞાનીની વાણીમાં આવે છે.” આથી હું ગુરુદેવ! આપનો અમારા ૫૨ તીર્થંકરતુલ્ય અસીમ ઉપકાર છે. આપનો તરણ-તારણ સંદેશ પામીને અમારી નૌકા પણ ભવસાગર તરી જશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. મોક્ષમાર્ગ પ્રણેતાઃ હે ગુરુદેવ! આપશ્રીના અવતારે તો તીર્થંકરોનો વિરહ ભુલાવી દીધો છે. આખુંય જગત દેહાશ્રિત ક્રિયા અને પુણ્ય-પરિણામોથી જ મોક્ષમાર્ગ માની રહ્યું હતું, અને પ્રતિપાદન પણ એમ જ કરી રહ્યું હતું; તેવા સમયે આપે સાચો મોક્ષમાર્ગ પ્રકાશિત કરતાં ડંકાની ચોટ ૫૨ જાહેર કર્યું કેદેહની ક્રિયા અને શુભભાવરૂપ ક્રિયાકાંડમાં ત્રણ કાળમાં મોક્ષમાર્ગ સંભવિત નથી. એકમાત્ર આત્માનુ-ભૂતિરૂપ જે શુદ્ધોપયોગ બસ એ જ સાચો મોક્ષમાર્ગ છે. સ્વાનુભવશોભા મંડિતઃ હૈ મહાપુરુષ! આત્માનુભૂતિ અને તત્ત્વવિચાર એ તો આપનું જીવન હતું. આત્માનુભવની આનંદમયી ધારામાં જ આપનું સમગ્ર જીવન વ્યતીત થયું છે. આપની વાણીનો એક એક શબ્દ સ્વાનુભૂતિની રસધારામાં સ્નાન કરીને જ મુખરિત થતો. “ આત્માનુભવ વિના બધું વ્યર્થ છે, ફોગટ છે, એકમાત્ર આત્માનુભવ જ સર્વ દુઃખોથી છૂટવાનો ઉપાય છે.” –એમ આત્માનુભૂતિનો આપે અપાર મહિમા ગાયો છે. અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખકો, અનુભવ મોખસ્વરૂપ. આ પ્રમાણે આપે સ્વયં અનુપમ સ્વાત્મરસ-આનંદરસની ધારાનું ભરી ભરીને પાન કર્યું અને એ જ અનાકુળ રસનું પાન કરવા આખાય જગતને આપની પ્રેરક વાણી દ્વારા આમંત્રિત કીધું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ વૈરાગ્યમૂર્તિઃ આપનું મનોરમ શાંત જીવન જ્ઞાન-વૈરાગ્યની જીવંત મૂર્તિરૂપ હતું. આપની વાણીમાં સતત વૈરાગ્યનું ઝરણું વહેતું હતું. સંસાર અને ભોગોથી ઉદાસીન આપનું અંતર્મુખી જીવન સંતોની જેમ નિર્લિપ્ત હતું. ભગવાનના દીક્ષાકલ્યાણક આદિ પ્રસંગો પર વિશેષપણે મુનિદશાની ભાવના ભાવતાં ભાવતાં આપનો દેહ રોમાંચ અનુભવતો અને “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે” એવી ભાવના સાથે આપની આંખો આનંદ-અશ્રુથી ભીંજાઈ જતી. આપ વારંવાર વિનમ્રભાવે કહેતા “ભાવલિંગી દિગંબર સંત મુનિ ભગવંત તો જાણે હાલતા-ચાલતા સિદ્ધ છે, કેવળજ્ઞાનની તળેટીમાં નિવાસ કરે છે. અરે! અમે તો એમના દાસાનુદાસ છીએ.” અહા ! વૈરાગ્યથી તરબોળ આપનું હૃદય નિરંતર જગતને જાગ્રતપણે સાવધાન કરતું. પ્રભુ! આત્મતિ કરી લે; મોત માથે નગારાં વગાડી રહ્યું છે. અહો ! આવું આપનું વૈરાગ્યમય જીવન હતું. સ્પષ્ટવક્તા: સ્પષ્ટ વકતૃત્વ અને નિચ્છલ પવિત્ર વ્યકિતત્ત્વના કારણે આજ આપ જન-જનના હૃદયમાં ટંકોત્કીર્ણ જેમ વસી રહ્યા છો. આપની સ્પષ્ટ મધુર નિરૂપણશૈલીથી અધ્યાત્મ પ્રતિ મોટા મોટા વિદ્વાન-મનીષીઓ પ્રભાવિત થયા. આપે નિર્ભીક થઈને નિઃસંકોચપણે જગત સામે શાશ્વત સત્ય જાહેર કર્યું. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કર્તા-ભોક્તા નથી, આત્મા જ્ઞાતાસ્વરૂપ જ છે; પ્રત્યેક દ્રવ્યની ત્રણે કાળની પર્યાયોનું પરિણમન સ્વતંત્ર અને ક્રમબદ્ધ જ છે, તેમાં કોઈ ફેરફાર કરવાવાળો નથી. પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાય પોતાના ષટ્કારથી પ્રગટ થાય છે. જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાય તે ભાવ પણ હૈય છે. કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્તથી નહિ. આ પ્રમાણે આપે દૃષ્ટિનો વિષય, નિશ્ચય વ્યવહાર, નિમિત્ત-ઉપાદાન, ક્રમબદ્ધ પર્યાય, આત્માનુભૂતિ, કારણ શુદ્ધપર્યાય, અનેકાન્ત આદિ અનેકાનેક વિષયોનું સ્પષ્ટ, વિશદ, અને વિશાળ પ્રતિપાદન કર્યું છે. આપનું ધીરગંભી૨ વ્યક્તિત્ત્વ અને આત્મસ્પર્શી આહ્લાદજનક અપૂર્વ વાણી મુમુક્ષુઓને લોહચુંબકની જેમ આકર્ષિત કરી એમના ચિત્તને અદ્દભુત પ્રભાવથી ભરી દેતાં. પ્રભાવના ઉદય-સૂર્યઃ પ્રાતઃકાળના સૂર્યની જેમ આપનો ધર્મપ્રભાવના-ઉદય પણ નિરંતર અજ્ઞાન-અંધકારને ભેદતો થકો ઝગમગ જ્યોતિની જેમ પ્રગટ પ્રકાશમાન થયો. આપની પ્રેરણાથી અનેક વીતરાગી જિનમંદિર નિર્માયિત થયાં, અને અનેક જીવ મત-મતાન્તર ભૂલીને સાચા દિગંબર જૈનધર્માનુયાયી થયા. એ આ કાળનું મંગલમય આશ્ચર્ય પ્રગટ થયું ગણાશે કે આજ ઘેર-ઘેર સમયસાર આદિ શાસ્ત્રોનો નિયમિત આત્મહિતકારી સ્વાધ્યાય થઈ રહ્યા છે. સમન્વિત વાણી: આપની વાણી વીતરાગ સર્વજ્ઞદેવ-અનુસારિણી રહી છે, જેમાં હંમેશાં અનેકાન્ત-સ્યાદ્વાદ, નિશ્ચય-વ્યવહારરૂપ શાસનશૈલીનો યથાવત સમન્વિત પ્રયોગ થયો છે. પ્રયોજનવશ બન્ને નયોને મુખ્ય-ગૌણ કરવામાં આવે છે. આપની વાણીમાં નિશ્ચયનયની મુખ્યતાથી વસ્તુ-સ્વરૂપનું પ્રતિપાદન થયું જે પૂર્ણતઃ ન્યાયસંગત છે. આપની શૈલીમાં સહજ જ ચારે અનુયોગ સમાહિત રહ્યા છે. દ્રવ્યાનુયોગ તો આપની વાણીનું કેન્દ્રબિંદુ છે. આ પ્રમાણે સ્યાદ્વાદ–અનેકાન્ત, નિશ્ચય-વ્યવહા૨ અને ચારે અનુયોગોની સમન્વિત શૈલીનો બહુ કુશળતાપૂર્વક આપે પ્રયોગ કર્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ৩ આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે પૂ. ગુરુદેવશ્રીનું સંપૂર્ણ જીવન એક આદર્શ મહાપુરુષ જ્ઞાની ધર્માત્મા શ્રાવકનું જીવન રહ્યું છે. સરળતા સૌમ્યતા, નિચ્છલતા, મૃદુતા, કોમળતા, પવિત્રતા, સ્પષ્ટવાદિતા અને આત્મસન્મુખતા એમના જીવનનાં એવાં અંગો છે જે આખાય જગત માટે આકર્ષણનાં કેન્દ્ર બન્યાં. જોકે એમનો પાર્થિવ દેહ આજ આપણી વચ્ચે વિધમાન નથી, તથાપિ એમનું અધ્યાત્મ પૂર્ણ વ્યક્તિત્ત્વ આપણા મનઃપટ ઉપર ચિત્રામની જેમ ઉત્કીર્ણ થઈ ગયું જે આપણને નિરંતર આત્મહિતની પ્રેરણા દેતું રહેશે. “તું પરમાત્મા છે, પરમાત્મા થવાને લાયક જ છે આવા આવા એમના અંતરમાંથી નીકળેલા શબ્દો-એકએક આજે આપણા કાનમાં ગુંજી રહ્યા છે. હું ૫૨મોપકારી પૂજ્ય ગુરુદેવ! આપે વાવીને ઉછેરેલા આ અધ્યાત્મ-બાગના સિંચન અને પ્રબળ પોષણના હેતુએ આ અધ્યાત્મ વૈભવ નામનું સંકલન આપના ચરણકમળમાં અપર્ણ કરતાં મહાન હર્ષ અનુભવું છું. "" આપશ્રીના મહાન અસાધારણ વિમલ વિરાટ વ્યક્તિત્ત્વની ગુણમાલા ગૂંથવામાં અમો મંદબુદ્ધિ અસમર્થ છીએ. આપના અનંત ઉપકારના યશોગાન કરવા આ તુચ્છ વાણી પણ અક્ષમ છે. શું કહીએ ? જ્યાં લગી આકાશમાં સૂર્ય ચમકતો રહેશે ત્યાં સુધી આપના દ્વારા મુખરિત સન્માર્ગદર્શક બોધ જયવંત રહેશે. આપનો આ અદ્દભુત પ્રભાવના-યોગ આ કાળનો સ્વર્ણયુગ બની રહેશે, ઇતિહાસમાં સ્વર્ણાક્ષરોમાં અંકિત થશે. અંતમાં આપનો માર્ગાનુસારી બની, આપના ચરણકમલમાં અનંત ભાવભીનાં શ્રદ્ધા-સુમન સમર્પિત કરું છું. 66 અધ્યાત્મ વૈભવ ” શ્રી સમયસાર પૂ. ગુરુદેવશ્રીનું સર્વાધિક પ્રિય પરમાગમ રહ્યું છે, જે તેમના જીવન-પરિવર્તન અને સન્માર્ગદર્શનનું મુખ્ય કારણ બન્યું. એમનું જીવન-જીવનનો પ્રત્યેક શ્વાસ સમયસારના રંગથી રંગાયેલો હતો. એમણે અંદર એકલાએ એનો સેંકડો વાર સ્વાધ્યાય કર્યો અને પોતે જાતે જ એનું દોહન કર્યું, ઉપરાંત ૧૯ વાર તો જાહેર સભામાં એનું આઘોપાન્ત વ્યાખ્યાન કર્યું. જગતના જીવોનું પરમ હિત એમને સમયસારના સ્વાધ્યાયમાં જ દેખાયું. આથી અઢારમી વારનાં એમનાં થયેલાં માર્મિક પ્રવચનોને સંકલિત કરીને ‘ પ્રવચન રત્નાકર' ના રૂપમાં ૧૧ ભાગો પ્રકાશિત કરવામાં આવ્યા. આ અગિયાર ભાગોમાંથી અનેક મહત્ત્વપૂર્ણ અંશોનું સંકલન કરીને ગાગરમાં સાગર સમાન આ અનુપમ સંક્લન ‘અધ્યાત્મ વૈભવ ” સમાજની સામે બહાર મૂકવામાં આવ્યું છે. આ ગ્રંથની આ વિશેષતા છે કે એમાં સમયસારના પ્રવચનોના અંશોને એકત્રિત કરીને વિષયવાર અલગથી સંકલિત કરવામાં આવ્યા છે. જૈન સિદ્ધાંતમાં સમાવિષ્ટ અધિકાંશ વિષય આમાં સમાયા છે, જે લગભગ પચાસ જેટલા છે. પૂ. ગુરુદેવશ્રીની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે એમણે જૈન દર્શનનાં સંપૂર્ણ વિષયો અને સિદ્ધાંતોને વળ આત્મહિતકારી આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જ દેખ્યા છે, તથા કેવળ આત્મા પ્રતિ કેન્દ્રિત થઈને જ એમનું વિવેચન કર્યું છે; કેમકે એ જ (આત્મા જ) દ્વાદશાંગનું રહસ્ય અને જિનવાણીનું મૂળ પ્રતિપાદન કેન્દ્રબિંદુ છે. આમાં સંપૂર્ણ પ્રવચન રત્નાકરના અગિયાર ભાગોમાંથી એકએક વિષયને જુદો પાડી એકત્રિત કરી સંક્લન કરવામાં આવ્યું છે. આનો સૌથી મહાન લાભ આ છે કે આપણે કોઈ એક વિષયનું એક જગાએ અધ્યયન કરીને તે સંબંધમાં પૂ. ગુરુદેવશ્રીનો અભિપ્રાય સરળતાથી જાણી શકીએ છીએ; આ રીતે અનેક વિષય પર આપણે સર્વાંગીણ સ્વાધ્યાય પ્રાપ્ત કરી શકીએ છીએ. જોકે અનેક સ્થળે વિષયની પુનરાવૃત્તિ થઈ છે, પરંતુ અધ્યાત્મમાં એ કોઈ દોષ નથી, બલ્કે ગુણ જ છે; વળી વિષયને વારંવાર ઘૂંટીઘૂંટીને સ્પષ્ટ કરવાની પૂ. ગુરુદેવશ્રીના તો શૈલી જ છે. સંપૂર્ણ વિષય બોધબહુલ હોવા ઉપરાંત વૈરાગ્યરસથી ઓતપ્રોત છે; વૈરાગ્યની રસધારા વિષયને સરળ, સરસ અને ભાવપૂર્ણ બનાવી દે છે. જૈનદર્શનનાં અનેક મૂળભૂત રહસ્યો વિસ્તારથી સ્પષ્ટ વિશદરૂપે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રગટ થયાં છે, જે સાદી બોધગમ્ય ભાષાશૈલી દ્વારા સહજ જ હૃદયંગમ થવા યોગ્ય છે. આ પ્રમાણે અનેક વિશેષતાઓથી ભરપુર આ “અધ્યાત્મ વૈભવમાં અવગાહના કરીને આવો આપણે કૃતાર્થ થઈએ. આ ભગીરથ કાર્યના મૂળ પ્રેરણાસ્ત્રોત પરમ આદરણીય અધ્યાત્મરસી શ્રી લાલચંદભાઈ મોદી (રાજકોટ) છે, તથા સમયસમય પર આદરણીય પં. શ્રી જ્ઞાનચંદજી વિદિશા અને શ્રી શાન્તિભાઈ ઝવેરી દ્વારા મને અમૂલ્ય માર્ગદર્શન અને ભારે પ્રોત્સાહન સાંપડયાં છે. વળી પૂ. ગુરુદેવશ્રીની અમૃતવર્ષિણી પરમ હિતકારી વાણી પ્રતિ બેહદ અનુરાગ હોવાથી કાર્ય પ્રતિ નિરંતર જાગૃતિ અને ઉત્સાહુ રહ્યાં છે. આ કાર્યના નિમિત્તે મને ત્રણ વર્ષ સુધી ગહન સ્વાધ્યાયનો લાભ મળ્યો છે, તદુપરાંત પૂ. ગુરુદેવશ્રીના હૃદયને બહુ બારીકાઈથી અને ઉંડાઈથી સમજવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને શ્રદ્ધા છે કે આ અનુપમ સંકલન આત્માર્થી જિજ્ઞાસુ જીવોને અત્યંત લાભકારી નીવડશે. આ “અધ્યાત્મ વૈભવ” ના દિવ્ય પ્રકાશથી પ્રકાશમાન થઈ મોક્ષાર્થી જીવો નિજ ચૈતન્યલોકમાં વિહરો અને મોક્ષમાર્ગમાં કેલિ કરતા થકા નિજ આ આત્મવૈભવને પ્રાપ્ત થાઓ એવી મંગલ ભાવના સાથે વિરામ લઉં છું. તા. ૨૨-૧૨-૧૯૮૯ – રાજકુમાર જૈન શાસ્ત્રી અનુક્રમણિકા પૃષ્ઠ ૧૧૫ ૧૨) ૧૩૯ ૧૭૪ ૨૩) ૨૬૧ ૨૯૦ ૨૯૮ ૧. ભગવાન આત્મા ૨. આત્માનુભૂતિ ૩. શુદ્ધોપયોગ ૪. ભેદજ્ઞાન ૫. મોક્ષમાર્ગ-રત્નત્રય ૬. સમ્યકદર્શન (દષ્ટિનો વિષય) ૭. સમ્યજ્ઞાન ૮. સમ્યફચારિત્ર ૯, જીવા ૧૦. અજીવ ૧૧. આસ્રવ ૧૨. બંધ ૧૩. સંવર ૧૪. નિર્જરા ૧૫. મોક્ષ ૧૬. પુણ્ય-પાપ ૧૭. દેવ ૧૮. શાસ્ત્ર ૧૯. ગુરુ અથવા મુનિ ૨૦. ધર્મ ૨૧. ધ્યાન-ધ્યેય ૩૦૬ ૩૧૬ ૩૪૩ ૩૪૯ ૩પ૭ ૩૬૮ ૪૦૨ ४०८ ૪૨૩ ૪૫૧ ૪૭૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates . ભગવાન શ્રી કુંદકુંદચાર્યદેવ વનમાં તાડપત્ર ઉ૫૨ શાસ્ત્ર લખે છે. Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧. ભગવાન આત્મા Tછે (1) છે. Apr (૧) સમયસાર કહેતા ભગવાન આત્મા જિનરાજ છે. જિનરાજ પર્યાય જે થાય છે તે જિનરાજ-સ્વરૂપમાંથી થાય છે. અહીં તો કહે છે કે આત્માનું સ્વરૂપ જ જિનરાજ છે. (૧-૮) (૨) પર્યાયમાં રાગ હોવા છતાં ભગવાન આત્મા તો પૂર્ણાનંદનો નાથ છે. પર્યાય તરફના વલણને-લક્ષને છોડીને એક સમયની પર્યાયથી પણ અધિક અને રાગની પર્યાયથી પણ અધિક (ભિન્ન) એવા આત્મ-ભગવાનનો આશ્રય કરવો, એને ઉપાદેય કરવો એ એને નમસ્કાર છે. (૧-૧૦) અરેરે ! અનાદિથી જન્મ-મરણ કરીને ભાઈ તું દુઃખી છે. સંસારમાં ગરીબ થઈને ભટકતો-રાંકો થઈને રખડે છે. પોતાની બાદશાહી શક્તિની ખબર નથી. પોતે બાદશાહ? હા, ભાઈ ! ભગવાન પૂર્ણાનંદનો નાથ બાદશાહ છે. તે બાદશાહનો જે સ્વીકાર કરે તેને સ્વતંત્ર અતીન્દ્રિય સુખસ્વરૂપ પર્યાય પ્રગટે છે. (૧-૧૬) (૪). આ પ્રગટ થયેલ શુદ્ધાત્માનાં નામ છે. આ શુદ્ધ ચૈતન્ય ભગવાન નિત્ય “નિરંજન” છે. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયમાં ‘નિરંજન' છે. અંજન કહેતાં મેલ જેમાં નથી તે “નિરંજન' કહેવાય છે. સર્વજ્ઞ વીતરાગ પર્યાયમાં “નિષ્કલંક ' છે, એમ ભગવાન આત્મા વસ્તુપણે “નિષ્કલંક' છે. સર્વજ્ઞ ભગવાન પર્યાયપણે ક્ષય ન પામે એવી “અક્ષય' ચીજ છે, તો આત્મા પોતે સ્વરૂપથી અક્ષય ” છે. | સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ “શુદ્ધ' છે, એ ઇષ્ટદેવ છે. ભગવાન આત્મા પરમાર્થે શુદ્ધ' છે, અને એ જ આત્માને ઈષ્ટ છે. સર્વજ્ઞ પરમાત્મા પર્યાયમાં “બુદ્ધ' છે. એક સમયમાં જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થતાં પોતે અને આખું લોકાલોક જ્ઞાનમાં આવ્યું એવા ભગવાનને “બુદ્ધ' કહે છે. આ ભગવાન આત્મા દ્રવ્ય “બુદ્ધ” છે, જ્ઞાનસ્વરૂપ બુદ્ધની મૂર્તિ છે. સર્વજ્ઞ પરમેશ્વર “અવિનાશી” છે, એમ આ આત્મા પણ અવિનાશી ” છે. એક સમયમાં સર્વજ્ઞદશા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ જેમને પ્રગટ થઈ છે એવા ભગવાન “અનુપમ કહેતાં કોઈની સાથે ઉપમા ન આપી શકાય તેવા છે. ભગવાનને ઉપમા કોની? એમ ઇષ્ટસ્વરૂપ શુદ્ધ આનંદનો નાથ ભગવાન આત્મા જે દષ્ટિનો વિષય છે તે ત્રિકાળ “અનુપમ’ છે. સર્વજ્ઞ વીતરાગ કોઈથી છેદાય નહિ એવા “અચ્છધ' છે, એમ ભગવાન આત્મા પણ અચ્છધ' છે, છેદ-ખંડ થાય નહીં એવી ચીજ છે. ભગવાન સર્વજ્ઞ પર્યાયમાં “અભેધ છે, એટલે કોઈથી ભૂદાતા નથી. એમ ભગવાન આત્મા પણ “અભેદ્ય છે. જે પર્યાયથી ભેદાતો નથી એવો આત્મા અભેદ્ય છે. સર્વજ્ઞને “પરમ-પુરુષ' કહેવામાં આવે છે, એમ આત્મા વસ્તુપણે “પરમ પુરુષ' છે. અંદર આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ-સ્વરૂપ એ “પરમ પુરુષ' છે. સર્વજ્ઞ પરમાત્મા બાધા રહિત “નિરાબાધ' છે. સર્વજ્ઞને બાધા કેવી? ભગવાનનો સર્વજ્ઞ ઉપયોગ-તેનો કદી નાશ થતો નથી. અલિંગ-ગ્રહણના નવમા બોલમાં આવે છે કે ઉપયોગનું કદીય પરથી હરણ થઈ શકતું નથી. એમ આત્મા વસ્તુપણે “નિરાબાધ” છે. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ અરિહંતદેવ “સિદ્ધ' છે, એમ ભગવાન આત્મા “સિદ્ધ' સ્વરૂપ છે; “તું છો સિદ્ધસ્વરૂપ’ . સર્વજ્ઞ પરમેશ્વર એ સાચા “સત્યાત્મા” છે, કેમકે પર્યાયમાં સત્યાર્થપણું પ્રગટ થઈ ગયું છે. એમ દ્રવ્ય પોતે “સત્યાત્મા' , સત્યાર્થ-બૃતાર્થ ત્રિકાળ છે. આ વાત સમયસાર ગાથા અગિયારમાં આવે છે. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયે “ચિદાનંદ' છે, એમ ભગવાન આત્મા શક્તિએ “ચિદાનંદ' છે. ચિદાનંદ સ્વભાવ છે તો ચિદાનંદ પર્યાય પ્રગટ થાય છે. ઇષ્ટદેવ “સર્વજ્ઞ છે. આ આત્મા પણ સ્વભાવે “સર્વજ્ઞ” છે. સર્વજ્ઞ પરમેશ્વર “વીતરાગ' છે, આ આત્મા પણ “વીતરાગ' સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વરૂપથી જ વીતરાગ સ્વરૂપ છે જેમાંથી વીતરાગ પર્યાય પ્રગટ થાય છે. સર્વજ્ઞ પરમાત્મા “અહુત” એટલે સર્વને પૂજનીય છે, પર્યાયમાં બધાને પૂજવા લાયક છે. એમ ભગવાન આત્મા પણ પૂજનીય- “અ” છે, પૂજનાર પર્યાય છે, પૂજવા યોગ્ય ભગવાન આત્મા છે. સર્વજ્ઞ પરમેશ્વર “જિન” છે, આ આત્મા પણ “જિન સ્વરૂપ છે. જિન સ્વરૂપ જ પોતે છે. સર્વજ્ઞ પરમેશ્વર “આત” છે, એમ આત્મા પણ નિશ્ચયથી “આમ” છે. વીતરાગ પૂર્ણ હિતને માટે માનવા લાયક છે એમ આ આત્મા પણ હિતને માટે માનવા લાયક છે. સર્વજ્ઞદેવ “ભગવાન” છે. પરમેશ્વર સાક્ષાત્ કેવળજ્ઞાની બિરાજે છે એવો જ આ આત્મા શક્તિએ “ભગવાન” છે. સર્વજ્ઞ ભગવાન “કાર્ય સમયસાર” છે, તો આત્મા પોતે “કારણ સમયસાર' છે. ઇત્યાદિ હજારો નામો કહી શકાય છે. જેટલાં નામ સર્વજ્ઞ વીતરાગને કહેવામાં આવે છે એટલાં જ નામ પર્યાયથી વ્યતિરિક્ત ભગવાન દ્રવ્યસ્વભાવને કહેવામાં આવે છે. જે નામ સર્વજ્ઞ પરમાત્માને લાગુ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા પડે છે તે જ નામ અનંત અનંત સ્વભાવથી સંયુક્ત ત્રિકાળી, ધ્રુવ, ભગવાન આત્માને લાગુ પડે છે. (૧–૧૭) અહાહા..! શું અપ્રતિહત દષ્ટિ! શું ચૈતન્યના અનુભવની બલિહારી !! અને શું ચૈતન્યના પૂર્ણસ્વભાવના સામર્થ્યની ચમત્કારી રમત !!! પ્રભુ! તું સાંભળ. તું સર્વજ્ઞસ્વરૂપી છો કે નહીં? નાથ ! તું કોણ છો અને કેવડો છો? તું જેવો છો તેવો જો ખ્યાલમાં આવી જાય તો ક્રમબદ્ધ, અકર્તાપણું અને જ્ઞાતાપણું સિદ્ધ થઈ જાય. આમાં નિયતવાદ છે પણ પાંચેય સમવાય એકીસાથે છે. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ, કર્મના ઉપશમાદિ-બધા એકસાથે છે. (૧-૨૭) ભગવાન સર્વજ્ઞદેવે અનંત અનંત આનંદ અને શાંતિથી ભરેલો ભગવાન આત્મા અનંત જ્ઞાનલક્ષ્મીનો ભંડાર કહ્યો છે. પણ પ્રભુ! તને તારી લક્ષ્મીની ખબર નથી અને બહાર દોડાદોડી કરી દુઃખી થઈ રહ્યો છે. અહીં! દુનિયા મૂર્ખ છે, આત્માને સમજ્યા વિના મૂર્ખ છે. રાગ અને પુણ્યની ક્રિયા મારી એમ માનનારા સૌ મુર્ખ છે. અરે ! અનંત અનંત અનાકુળ આનંદની મૂર્તિ ભગવાન આત્મા છે એની ખબર ન મળે, અને આ કરો ને તે કરો, એમ પુણ્ય-પાપ કરવાની વાત અનાદિથી સાંભળી સાંભળી, અનંત ભવનાં કષ્ટ સહ્યાં છે, ભાઈ ! નિગોદનાં દુઃખોની કથા તો કોણ કહી શકે? આ રાગકથા, બંધકથા આત્માનું અત્યંત બૂરું કરનારી છે. (૧-૭ર) (૭) અરે! ભગવાન, તેં તારી જાતને જાણી નહીં! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનો આ સંદેશ છે કે ભગવાન આત્મા નિત્યધ્રુવ, ત્રિકાળ એકરૂપ, પરમ પારિણામિકભાવરૂપ જ્ઞાયકરૂપ છે, શુદ્ધ છે, પવિત્ર છે, પ્રગટ છે. પણ કોને? કે પરનું લક્ષ છોડી જેણે અંતર સન્મુખ થઈ એક આ જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરી તેને પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન તથા ચારિત્રનો અંશ પ્રગટ થયો. ત્યારે તેને જ્ઞાયકભાવ પરમ શુદ્ધ છે એમ જણાયું. તેને જ્ઞાયક શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. (૧-૯૧) (૮) અહાહા...! દ્રવ્યસ્વભાવ, પદાર્થસ્વભાવ, તત્ત્વસ્વભાવ કે વસ્તુસ્વભાવ જે ચૈતન્યભાવ તેને તેના નિજ સ્વરૂપથી જોઈએ તો પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર જે સમસ્ત અનેક શુભઅશુભભાવ તેરૂપ કદીય પરિણમતો નથી. અહિંસા, સત્ય, દયા-દાન, વ્રત, તપ, ભક્તિ-પૂજા ઇત્યાદિ શુભરાગ તે શુભભાવ છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસના ઇત્યાદિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ અશુભરાગ તે અશુભ ભાવ છે. આ બન્ને ભાવ જડ અને મલિન છે. અહીં કહે છે કે નિર્મળાનંદ ચૈતન્ય પ્રભુ આત્મા કદીય શુભ-અશુભભાવપણે જડરૂપ કે મલિનતારૂપ થયો નથી, તેથી પ્રમત્ત પણ નથી કે અપ્રમત્ત પણ નથી. (૧-૯૪). અહો ! આ છઠ્ઠી ગાથા અલૌકિક છે. આ તો છઠ્ઠીના અફર લેખ. લૌકિકમાં છઠ્ઠીના લેખ કહેવાય છે. કહે છે બાળક જન્મ્યા પછી છકે દિવસે વિધાતા ભાગ્ય-લેખ લખવા આવે છે. ત્યાં કાગળ વગેરે મૂકે છે. પરંતુ ત્યાં તો કાગળ એવો ને એવો કોરો રહે છે, કેમકે ત્યાં કોઈ વિધાતા નથી. પણ આ ભગવાન ચિદાનંદનો નાથ પોતે જે પર્યાયમાં જણાયો તે નિશ્ચય વિધાતા છે. તેણે આ લેખ લખ્યો કે હવે આ આત્માને અલ્પકાળમાં મુક્તિ છે. જ્ઞાયકની સન્મુખ થતાં જ્યાં જ્ઞાયક શુદ્ધ જણાયો ત્યાં મુક્તિ-લેખ નિશ્ચિત લખાઈ જાય છે. (૧-૯૨) (૧૦) -આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. જુઓ સ્પષ્ટ કરે છે કે ચૈતન્યરસનો કંદ પ્રભુ આત્મા એક જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક જ છે, તેમાં પર્યાય નથી, પ્રમત્તઅપ્રમત્ત અવસ્થાઓ નથી. અહાહા...! સમ્યગ્દર્શનની પર્યાય જ્ઞાયકને વિષય કરે, પણ એ પર્યાય જ્ઞાયકમાં નથી. જ્ઞાયક પર્યાયના ભેદરૂપ થતો નથી. જાણનાર, જાણનાર, જાણનાર, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ એવા જ્ઞાયકમાં કોઈ ભેદ નથી. કોઈ કહે કે અનેકાન્ત કરો ને? કે આત્મા જ્ઞાયક પણ છે અને વિકારી પણ છે. તો અહીં કહે છે કે આત્મા વસ્તુ એકાંત જ્ઞાયક જ છે, અભેદ છે તેથી પ્રમત્ત-અપ્રત્તમ નથી. અહો ! કુંદકુંદાચાર્યદવે જગત સમક્ષ પરમ સત્ય જાહેર કર્યું છે. (૧-૧૦૨) (૧૧) જેમ હરણની નાભિમાં કસ્તૂરી છે એની એને કિંમત નથી. એમ ભગવાન આત્મા આનંદનું દળ છે. પોતાના અનંત સામર્થ્યની અજ્ઞાનીને કિંમત નથી. એની શક્તિઓ એટલે ગુણો-જ્ઞાન, દર્શન, આનંદ શાન્તિ, સ્વચ્છતા વગેરે છે. આ શક્તિઓનું માપ નથી. જે સ્વભાવ હોય એનું માપ શું? અમાપ જ્ઞાન, અમાપ દર્શન, અમાપ સ્વચ્છતા એમ અનંત શક્તિઓ ભરેલી છે. પોતે પૂર્ણ ઈશ્વર છે. આવો ભગવાન પૂર્ણ આનંદસ્વરૂપ છે. (૧-૧૬૬ ) (૧૨) એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે તમે ત્રિકાળી આત્માને કારણ-પરમાત્મા કેમ કહો છો? કારણ હોય તો કાર્ય આવવું જોઈએ ને? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા સમાધાનઃ-- ત્રિકાળી આત્મા, કારણપરમાત્મા, કારણભગવાન, સ્વભાવભાવ, ભૂતાર્થભાવ, જ્ઞાયકભાવ એ બધું એકાર્યવાચક છે. એ કારણ તો કાર્ય આપે જ, પણ કોને? કે જેણે કારણપરમાત્માને માન્યો તેને. કારણ-વસ્તુ તો છે જ, ચૈતન્યના તેજથી ભરપૂર અને અનંત અનંત શક્તિઓના સામર્થ્યથી પરિપૂર્ણ ભરેલો ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા પ્રકાશમાન તો છે જ, પણ કોને? કે જેને જ્ઞાનની પર્યાયમાં જણાયો તેને પર્યાય જ્ઞાયકમાં ભળ્યા વિના, પર્યાય પર્યાયપણે રહીને જ્ઞાયકની પ્રતીતિ કરે છે. (૧–૧૭૫ ) (૧૩) ભગવાન આત્માનું કોઈ અદ્દભુત સ્વરૂપ છે. તેનું પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ આદિ અનેક (અનંત) પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. એની શાન્તિની પર્યાયને કરે એવા કર્તા ગુણથી પૂર્ણ છે, એનું જે કાર્ય આનંદ આદિ થાય એવી કર્મશક્તિથી પૂર્ણ છે, જે સાધન થઈને નિર્મળદશા પ્રગટ થાય એવા સાધનગુણથી પૂર્ણ છે, જે નિર્મળતા આદિ પ્રગટે તે પોતે રાખે એવી સંપ્રદાનશક્તિથી પૂર્ણ છે, ઇત્યાદિ. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપ કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે. (૧-૧૮૨) (૧૪) જેમ કાશીઘાટનો લોટો હોય અને તેમાં પાણી ભર્યું હોય તો લોટા જેવો પાણીનો આકાર દેખાય છે, છતાં લોટાના અને પાણીના પોતપોતાના આકારો તદ્દન ભિન્ન છે. તેમ ચિદાનંદજ્યોતિ, જ્ઞાનજળ ભગવાન આત્મા, જ્ઞાન જેનો આકાર છે એવો આત્મા દેહદેવળમાં રહેલો છે. તે દેહાકાર હોવા છતાં દેહના આકારથી તદ્દન જુદો છે. શરીર તો પુદગલાકાર છે, ભગવાન આત્મા ચૈતન્ય-આકાર છે. બંને જુદ-જુદો છે. (૧-૧૮૨ ) (૧૫) આત્માની એકે-એક શક્તિ પરિપૂર્ણ છે. એવી અનંત શક્તિઓનો પિંડ આત્મવસ્તુ પરિપૂર્ણ એકસ્વરૂપ છે. તે નવતત્ત્વોમાં રહેલો દેખાતો હોવા છતાં પોતાનું એકપણું છોડતો નથી. જ્ઞાયક છે તે રાગમાં છે, વૈષમાં છે એમ દેખાય, શુદ્ધતાના અંશમાં દેખાય, શુદ્ધતાની વૃદ્ધિ થાય એમાં દેખાય છતાં જ્ઞાનક ચૈતન્યજ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. જેમ અગ્નિ લાકડું, છાણું ઇત્યાદિ આકારે ભેદપણે પરિણામેલો દેખાય છતાં અગ્નિ પોતાનું અગ્નિપણુંઉષ્ણપણું છોડતો નથી, તે ઉષ્ણપણે જ કાયમ રહે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ છે. તેમ ભગવાન આત્મા નવતત્ત્વમાં ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એમ જ્ઞાયકસામાન્ય એકપણે જ રહે છે. (૧-૧૮૩) (૧૬) ભાઈ ! આ આત્મા ક્યાં અને કેવડો છે એ તેં જોયો નથી. એ તો પોતામાં પરિપૂર્ણ વસ્તુ છે. સાકર અને સેકીન બન્નેમાં મીઠાશ છે. પણ સાકરના બહુ મોટા ગાંગડા કરતાં પણ બહુ અલ્પ પ્રમાણ સેકેરીનમાં અનેકગણી મીઠાશ છે. તેથી વસ્તુનું કદ મોટું હોય તો શક્તિ વધારે એમ નથી. ભગવાન આત્મા શરીરપ્રમાણ (શરીરપણે નહીં) હોવા છતાં પોતાના જ્ઞાન, દર્શન આદિ સામર્થ્યથી પરિપૂર્ણ છે. અનેક અવસ્થાઓમાં વ્યાપ્ત તે ચૈતન્યસામાન્ય એકમાત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની-સામાન્યસ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કર્યું છે. (૧-૧૮૩) (૧૭) બાપૂન' આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે એમ પ્રગટ કરે છે. જ્ઞાનથી પૂર્ણ, દર્શનથી પૂર્ણ, આનંદથી પૂર્ણ, શાંતિથી પૂર્ણ, સ્વચ્છતાથી પૂર્ણ, પ્રભુતાથી પૂર્ણ, કર્તાથી પૂર્ણ, કર્મથી પૂર્ણ ઇત્યાદિ સમરત અનંત શક્તિઓથી આત્મસ્વભાવ પરિપૂર્ણ છે. ત્રણ લોકમાં ( સંખ્યાએ) અનંત જીવ છે. એનાથી અનંતગુણા પરમાણુ છે. એનાથી અનંતગુણા ત્રણ કાળના સમયો છે. એનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે. એનાથી અનંતગુણા એક જીવમાં ગુણ છે. આ બધા ગુણ પૂર્ણ છે. અને આવા અનંત ગુણશક્તિઓથી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે. શુદ્ધનય આવા પૂણશક્તિઓથી મંડિત જે સમસ્ત લોકાલોકને જાણવાના સામર્થ્યવાળો આત્મસ્વભાવ છે તેને પ્રગટ કરે છે. વસ્તુ ત્રિકાળી પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મા છે. એ આદિ-અંતવિમુક્ત છે. જેવો આત્મા આદિ–અંતરહિત છે તેવો સ્વભાવ પણ આદિ-અંત રહિત છે. “છે” એની આદિ શું? “છે' એનો અંત શું? “છે” એમાં અપૂર્ણતા શું? “છે” એમાં વિકાર શું? ચીજ છે તે જ્યારે નજર નાખે ત્યારે ચીજ છે. (૧-૧૨૬) (૧૮) નિશ્ચયથી આ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા અબદ્ધસ્પષ્ટ છે. અબદ્ધ કહેતાં રાગ અને કર્મના બંધથી રહિત છે. તથા અસ્પષ્ટ કહેતાં જે વિસ્મસા પરમાણુઓ (કર્મ બંધાવાને યોગ્ય પરમાણુઓ જે એક-ક્ષેત્રાવગાહી છે, તેના સ્પર્શથી રહિત છે. વળી તે અનન્ય છે. અનેરી અનેરી જે નર-નરકાદિ પર્યાયો તેથી રહિત છે. વળી તે નિયત છે. જ્ઞાન અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા બીજા અનંત ગુણોની પર્યાયોમાં હીનાધિકપણું થાય છે એ અનિયત છે. એનાથી રહિત ભગવાન આત્મા નિયત છે. જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોના જે વિશેષો-ભેદો એ દ્રવ્ય સામાન્યમાં નથી તેથી અવિશેષ છે. તથા કર્મના નિમિત્તથી જે વિકારી શુભાશુભભાવો પર્યાયમાં ઉત્પન્ન થાય છે એનાથી ભગવાન આત્મા અસંયુક્ત છે, સંબંધ રહિત છે. (૧-૨૨૬) (૧૯) આત્મસ્વભાવમાં વૃદ્ધિ-હાનિ નથી, ઉત્પાદ-વ્યયમાં વૃદ્ધિ-હાનિ ભલે હો. પર્યાયમાં કેવલજ્ઞાન થાય તોપણ ધ્રુવસ્વભાવમાં કાંઈ ઓછપ ન આવે અને નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે ક્ષયોપશમ થઈ જાય એટલે નિત્ય-સ્વભાવ, ધ્રુવસ્વભાવમાં કાંઈ વધી જાય એમ નથી. પર્યાયમાં હીનાધિકતા હો, વસ્તુ તો જેવી છે તેવી ધ્રુવ ધ્રુવ ધ્રુવસ્વભાવ જ રહે છે. (૧-૨૩૪) (૨૦) ગગનમંડળમાં આત્મા શરીરથી, કર્મથી અને વર્તમાન પર્યાયથી ભિન્ન અધબીચઅધ્ધર રહેલો છે. એ આખા આત્મામાં અમૃત ભર્યું છે. અંદરમાં અતીન્દ્રિય આનંદથી ભરેલો અમૃતનો સાગર છે. જેને માથે સુગુરુ છે, જેને સુગુરુની દેશના પ્રાપ્ત થઈ છે કે-સત્યાર્થ ચીજવસ્તુ આત્મા અનાકુળ અતીન્દ્રિય સુખથી ભરચક ભરેલો છે, તે એમાં અંતર્મુખ દષ્ટિ કરી સુખામૃતનું પાન ભરીભરીને કરે છે. પરંતુ જે અજ્ઞાની છે તે બહારમાં-ધન, પૈસા, સ્ત્રી, આબરૂમાં સુખ શોધે છે તેની પ્યાસ બુઝાતી નથી. તે દુઃખી જ રહે છે. (૧-૨૪૬) (૨૧) ભાઈ ! આત્મા વીતરાગસ્વરૂપ જ છે. ચારિત્રની અપેક્ષાએ વીતરાગસ્વરૂપ, આનંદની અપેક્ષાએ પૂર્ણઆનંદસ્વરૂપ, જ્ઞાનની અપેક્ષાએ પૂર્ણજ્ઞાનસ્વરૂપ, શ્રદ્ધાની અપેક્ષાએ પૂર્ણશ્રદ્ધાસ્વરૂપ, પ્રભુતાની અપેક્ષાએ પૂર્ણઈશ્વરસ્વરૂપ આત્મા છે. (૧-૨૪૬) (૨૨) આત્મતત્ત્વ નિત્ય ધ્રુવ, ચિદાનંદઘનસ્વભાવી, ચૈતન્યદળ છે. એમાં અગિયાર અંગનો ક્ષયોપશમ હો કે અનુભવની પર્યાય હો, એ સર્વ ઉપર ઉપર રહે છે, અંદર પ્રવેશ પામતી નથી. ભાઈ ! આ દ્રવ્યસ્વભાવમાં પર્યાયની હીનાધિકતા પ્રવેશ ન પામે તો સ્ત્રી, પુત્રાદિ કેમ પામે ? દૃષ્ટિમાં આવા સ્વભાવનો મહિમા આવવો જોઈએ. પોતાનો મહિમા આવ્યા વિના પર્યાયમાં જે રાગનો મહિમા આવે છે તે આત્મજીવનનો ઘાત કરે છે. એ જ મિથ્યાત્વ છે. (૧-૨૫૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ८ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ (૨૩) દેદેવળમાં દેહથી ભિન્ન પવિત્ર મહાચૈતન્યસત્તા અંદર ૫રમાત્માસ્વરૂપે નિત્ય બિરાજમાન છે. ૫૨માત્મસ્વરૂપે ન હોય તો પ્રગટ થાય ક્યાંથી? આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપ દેવ છે. પણ અરે! ‘નજરની આળસે રે, નયણે ન નીરખ્યા હરિ' –નજ૨ની આળસમાં અંદર આખો ભગવાન છે તે દેખાતો નથી, અંદરનું નિધાન દેખાતું નથી. નજ૨ને (પર્યાય ઉપરથી ખસેડી) અંતરમાં વાળીને અનુભવ કર તો આત્મદેવનાં દર્શન થયા વિના રહે નહીં. ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને આવો આત્મા અનુભવમાં આવે છે. પાંચમે શ્રાવક અને છà–સાતમે ઝૂલનારા સંતની (મુનિરાજની ) વાત તો અલૌકિક છે. (૧-૨૫૩) (૨૪) ભગવાન અમૃતચંદ્રાચાર્ય ટીકાકાર કહે છે કે પ્રભુ! તું તો જાણનાર સ્વરૂપ સદાય રહ્યો છે ને? જાણનાર જ જણાય ને? અહાહા! જાણનાર જ્ઞાયક છે તે જણાય છે એમ ન માનતાં બંધના વશે જે જ્ઞાનમાં પર રાગાદિ જણાય તેના એકપણાનો નિર્ણય કરતો મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. ઝીણી વાત, ભાઈ ! આ ટીકા સાધારણ નથી. ઘણો મર્મ ભર્યો છે. ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ધ્રુવ વસ્તુ છે એ તો જાણનસ્વભાવે પરમપારિણામિકભાવે સ્વભાવભાવરૂપે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી; પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાન પર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતાં કર્મને રાગને વશ પડયો થકો બહારમાં જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. અહા! આચાર્યે સાદી ભાષામાં મૂળ વાત મૂકી દીધી છે. ત્રિલોકીનાથ તીર્થંકર અને ગણધરોની વાણીની ગંભીરતાની શી વાત! પંચમઆરાના સંતે આટલામાં તો સમ્યગ્દર્શન પામવાની કળા અને મિથ્યાદર્શન કેમ પ્રગટ થાય છે તેની વાત કરી છે. (૨-૩૪ ) (૨૫) પુણ્ય-પાપરૂપ ભાવકર્મ, જડ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મ એ ત્રણેય પુદ્દગલની જાત છે; ભગવાન આત્મા જ્ઞાનની જાત છે. પુણ્ય-પાપમાં જ્ઞાનના અંશનો અભાવ છે. એ ત્રણેય પુદ્દગલપરિણામોનો ચૈતન્યભાવમાં અભાવ છે. એ ત્રણેય ભગવાન આત્માના પરિણામ નથી, કેમકે ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ હોવાથી એનાં પરિણામ જ્ઞાનરૂપ હોય; જ્યારે આ ત્રણેયમાં ચૈતન્યના અંશનો અભાવ છે. વ્યવહા૨૨ત્નત્રય એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સં. ૨૦૩૯ વૈ. સુ. ૨ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૯ શુભરાગ છે, એ પુદ્દગલના પરિણામ છે કેમકે એ (રાગ) ચૈતન્યથી ખાલી છે. આવી વાત બહુ ભારે, ભાઈ. ( ૨-૫૧ ) (૨૬) એ શુભરાગાદિ ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મ એ બાહ્ય વસ્તુઓ સાથે જ્યાં સુધી એકપણાની અભેદપણે અનુભૂતિ છે ત્યાં સુધી તે અપ્રતિબુદ્ધ છે, બહિરાત્મા છે તથા એ ત્રણેય પુદ્દગલપરિણામો બાહ્ય ચીજ હોવાથી મારા-પોતાનામાં નથી એમ માની જ પોતાનો દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવરૂપ એક જ્ઞાયકભાવ આત્મા છે તેવી શ્રદ્ધા કરી તેની સાથે જે એકપણાની નિર્મળ જ્ઞાન, આનંદની અનુભૂતિ કરે તે અંતરાત્મા છે. પોતાના દર્શન-જ્ઞાનચારિત્ર આદિની પૂર્ણદશા પ્રગટ થવી એ પરમાત્મા છે. આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વ્યાખ્યા છે. (૨-૫૩) (૨૭) સમયસાર, જયસેનાચાર્યની ટીકામાં અગ્નિના ત્રણ મુખ્ય ગુણો વર્ણવ્યા છે. પાચક, પ્રકાશક અને દાહક. અગ્નિ અનાજને પકવે એ પાચક, અગ્નિ પોતાને અને ૫૨ને પ્રકાશે તે પ્રકાશક અને લાકડાં આદિને બાળે તે દાહક. તેમ ભગવાન આત્મામાં ત્રણ મુખ્ય ગુણો છે. પાચક–સમ્યગ્દર્શન પૂર્ણાનંદને પચાવે છે તે પાચક. એક સમયની સમ્યગ્દર્શનની પર્યાય પૂર્ણાનંદસ્વરૂપને પચાવે છે. પ્રકાશકઃ જ્ઞાન સ્વ અને ૫૨ને જાણવાનો પ્રકાશ કરે છે તે પ્રકાશક અને દાહક: વીતરાગી ચારિત્ર રાગાદિને બાળી મૂકે છે તે દાહક. જ્યાં આત્મામાં સ્થિરતા થઈ ત્યાં રાગ રહેતો નથી એ દાહક. આમ અગ્નિના દષ્ટાંતે આત્મામાં ત્રણ ગુણ કહ્યા. (૨-૬૯ ) (૨૮) વસ્તુ જ્ઞાયક ચૈતન્યસૂર્ય તો શાંતરસવાળો ઉપશમરસથી ભરેલો શાંત-શાંત સમુદ્રદરિયો છે. (જગતનો ) સૂર્ય તો ઉષ્ણ છે, પણ આ ચૈતન્યસૂર્ય તો ઉપશમરસનો દરિયો છે. આનંદમૂર્તિ ભગવાન ચૈતન્યપ્રકાશની ઝળહળ જ્યોતિ ત્રિકાળ એવી ને એવી રહી છે, રાગપણે-દુ:ખપણે થઈ જ નથી. તેથી તું સર્વ પ્રકારે (ગ્લાનિ અને નિરાશા છોડીને) પ્રસન્ન થા. અહાહા! એક વાર હા પાડ, એક વાર આ ચૈતન્યસ્વરૂપ ભગવાનનો આદર કર. એક વાર તેમાં દૃષ્ટિ કર તો અંદરમાં એકલી વીતરાગમૂર્તિ જિનસ્વરૂપે ભગવાન વિરાજે છે તેનાં તને દર્શન થશે. (૨-૯૨ ) (૨૯) અહો ! અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં અદ્ભુત અમૃત રેડયાં છે. કહે છે સર્વ પ્રકારે પ્રસન્ન થા. વીર્યને ઉછાળી એવી ને એવી જે જ્ઞાનાનંદસ્વરૂપ ચીજ પડી છે એની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ અધ્યાત્મ વૈભવ અંદર જા. તેથી તને આનંદ-અમૃતનો સ્વાદ આવશે. કરવાનું તો આ છે, ભાઈ. આ કર્યું નહીં તો કાંઈ કર્યું નહિ. દુનિયા આવી સરસ વાતોને છોડી તકરાર, વાદવિવાદ અને ઝઘડામાં પડે, પણ એમાં આત્મા ક્યાં મળે? અનંતવાર નરકમાં ગયો, નિગોદમાં ગયો, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કર્યા, મિથ્યાત્વભાવ સેવ્યા, પરંતુ વસ્તુ જ્ઞાયક ભગવાન તો એવો ને એવો જ રહ્યો છે. તેથી કહે છે કે તું પ્રમુદિત થઈ, પ્રસન્ન થઈ ચિત્તને ઉજ્જવળ કર. પરના લક્ષે જે તારું ચિત્ત મલિન છે તે સ્વનું લક્ષ કરી નિર્મળ કર અને અંદર એકરૂપ જ્ઞાયકભાવમાં જ સાવધાન થઈ એ સ્વદ્રવ્યને જ “આ મારું છે' એમ અનુભવ. અહાહા ! સ્વદ્રવ્ય જે નિજ ત્રિકાળી જ્ઞાયકભાવ ચિદાનંદસ્વરૂપ એ જ હું છું એમ વર્તમાન પર્યાયને ત્યાં જડી દે, એમાં સ્થિર કરી દે. અહો ! કેવી શૈલી! તદ્દન સાદી ભાષામાં ઊંચામાં ઊચું તત્ત્વ ભર્યું છે. કહે છે કે – પ્રસન્ન થઈ અંતરંગમાં સાવધાન થઈ પરિણતિને એક જ્ઞાયકમાં જ લીન કરી દે, ડૂબાવી દે. લ્યો, આ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. (૨-૯૩) (૩૦) અહા! ભગવાને અનંત ઋદ્ધિથી ભરેલી પોતાની ચીજ પરિપૂર્ણ છે એને બતાવી છે. છતાં અજ્ઞાનીને અનાદિનું રાગ અને શરીરનું લક્ષ હોવાથી આત્માનું લક્ષ નથી. તેથી જાણે ભગવાન આત્મા છે જ નહિ એમ એને થઈ ગયું છે. એને આત્મા જાણે મરણતુલ્ય થઈ ગયો છે. ભાઈ ! દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી લાભ માનતાં ચૈતન્યનું મરણ (ઘાત) થઈ જાય છે. રાગની એકતામાં આત્મા જણાતો નથી, રાગ જ જણાય છે. પૂર્ણાનંદ પ્રભુ ચૈતન્યજ્યોતિ આખ પડી છે તેનો પ્રેમ છોડીને જેને શુભાશુભ રાગનો પ્રેમ છે તેને માટે આત્મા મરણ-તુલ્ય થઈ ગયો છે. રાગ મારો છે, હું રાગમાં છું અને રાગ મારું કર્તવ્ય છે એમ જે માને છે તેને વીતરાગસ્વરૂપ આત્માનો અનાદર છે. તેથી તેને આત્મા જાણે સત્ત્વ જ નથી. એમ ભ્રાંતિ રહે છે. આ ભ્રાંતિ પરમગુરુ પરમેશ્વર ત્રિલોકીનાથ તીર્થંકરદેવનો ઉપદેશ સાંભળતાં મટે છે. સર્વજ્ઞ પરમેશ્વરનો એ ઉપદેશ છે કે - ભગવાન ! તું તો આનંદકંદ છે ને! અમને પર્યાયમાં જે પરમાત્મપદ પ્રગટ થયું છે તેવું જ પરમાત્મપદ તારી સ્વભાવ-શક્તિમાં પડ્યું છે. તારો આત્મા (શક્તિપણે) અમારા જેવો જ છે. અલ્પજ્ઞ પર્યાયવાળો કે રાગવાળો તે તું નથી. તું તો પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છો આવો તીર્થકર ભગવાનનો ઉપદેશ છે. અમારી ભક્તિ કરો તો કલ્યાણ થઈ જશે એવો ભગવાનનો ઉપદેશ હોય જ નહિ. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પૂર્ણ જ્ઞાન અને સુખથી ભરેલો ભગવાન છે. તે અલ્પજ્ઞ, રાગમય કે શરીરરૂપ નથી. છતાં પણ “હું અલ્પજ્ઞ, રાગમય છું” એમ માનતાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૧૧ આત્મા મરણતુલ્ય થઈ જાય છે. આમ માનનારે આખા ચૈતન્યતત્ત્વને મારી નાંખ્યું છે. આવા અજ્ઞાનીને ભગવાનની વાણી સજીવન કરે છે. એટલે કે પોતે પોતાથી સજીવન થાય તો ભગવાનની વાણીએ સજીવન કર્યો એમ કહેવાય છે. એ ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે – પ્રભુ! તું રજકણ અને રાગથી ભિન્ન એવો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છો. દાય, દાન, ભક્તિ આદિ તથા કામ, ક્રોધાદિના જે (શુભાશુભ) વિકલ્પો થાય છે તે રાગાદિ સ્વરૂપ હોવાથી તેમાં ચૈતન્યનો અંશ નથી. માટે તું એ બધાથી ભિન્ન છો. (૨-૧૫૩) (૩૧) અહાહા ! જીવતી-જાગતી ચૈતન્યજ્યોત અંદર પડી છે તે જ્ઞાન-દર્શનમય ચૈતન્યપ્રાણથી ત્રિકાળી ટકી રહી છે. આવા ત્રિકાળ ટકતા તત્ત્વને ન માનતાં, દેહની ક્રિયા મારી, જડ કર્મ મારું, દયા, દાન ઇત્યાદિ વિકલ્પ મને લાભદાયક એમ માનીને અરેરે ! જીવતી જ્યોતને ઓલવી નાખી છે. માન્યતામાં એના ત્રિકાળ સત્ત્વનો નકાર કર્યો છે. (૨-૧૫૪) (૩૨) ભાઈ ! જે સમ્યગ્દર્શનના અનુભવમાં જણાય છે તે ચૈતન્યસત્તા પરિપૂર્ણ મહાન છે. તે પરિપૂર્ણ સત્તામાં રાગનો કણ કે શરીરનો રજકણ સમાય એમ નથી. અહાહા! તે જ્ઞાયક ચૈતન્યચંદ્ર એકલો શીતળ-શીતળ-શીતળ, શાંત-શાંત-શાંત અકષાય સ્વભાવનું પૂર છે. ભાઈ ! તું જ આવડો મહાન છો પોતાની અનંત રિદ્ધિ-ગુણસંપદાની ખબર નથી તેથી જે પોતાની સંપત્તિ નથી એવાં શરીર, મન, વાણી, બાગ, બંગલા ઇત્યાદિને પોતાની સંપત્તિ માની બેઠો છે. અરે પ્રભુ! તું ક્યાં રાજી થઈ રહ્યો છો? રાજી થવાનું સ્થાન તો આનંદનું ધામ એવો તારો નાથ અંદર પડ્યો છે ને! એમાં રાજી થા ને. બહારની ચીજમાં રાજી થવામાં તો તારા આનંદનો નાશ થાય છે. (૨-૧૫૪ ) (૩૩) આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય ’ –જુઓ “ભગવાન” થી ઉપાડ્યું. ભગવાન સ્વરૂપ જ આત્મા છે. ક્યારે? અત્યારે અને ત્રણેકાળ. જો અત્યારે ભગવાન સ્વરૂપ ન હોય તો પર્યાયમાં ભગવાનપણું ક્યાંથી આવશે? શું તે ક્યાંય બહારથી આવે છે? (ના). સ્વભાવથી ભગવાનસ્વરૂપ છે તે પર્યાયમાં “એલાર્જ' પ્રગટ થાય છે. જો અત્યારે ભગવાન સ્વરૂપ ન હોય તો ક્યારેય પણ ભગવાન થઈ શકે નહિ. ૩૧-૩ર ગાથામાં પણ “ભગવાન જ્ઞાનસ્વભાવ” એમ આવી ગયું છે. અહીં સંસ્કૃત ટીકામાં “ભવિત’ શબ્દ પડ્યો છે. ભગનામ લક્ષ્મી વત્ એટલે વાળો. આત્મા અનંત-અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો પરિપૂર્ણ ભગવાન છે. “આ ભગવાન જ્ઞાતૃદ્રવ્ય” એમ કહીને તેનું પ્રત્યક્ષપણું કહ્યું છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ અધ્યાત્મ વૈભવ કારણ કે જ્ઞાનીને ભગવાન આત્માનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન થઈ ગયું છે, અનુભવ થઈ ગયો છે. (૨-૧૬ર) (૩૪) અહાહા ! ભગવાન આત્માની સત્તા-હોવાપણું પરમેશ્વરપણાના સ્વભાવથી ભરેલું છે. અનંત સામર્થ્યમંડિત એક એક શક્તિ એમ અનંત શક્તિ ગુણ-સ્વભાવથી ભરેલો પરમેશ્વર પોતે છે. તે સર્વ સામર્થ્યનો ધરનાર અનંતબળથી ભરેલો ભગવાન છે. એવા પોતાના પરમેશ્વર આત્માને પોતે ભૂલી ગયો હતો તેને યાદ કરીને જાણી લે છે. એનામાં નજર કરતાં ક્ષણમાં નારાયણ થાય એવી તાકાતવાળો એ જણાય છે. ભાઈ ! શક્તિમાં જો પરમેશ્વરપણું ન હોય તો પર્યાયમાં ક્યાંથી આવે? કૂવામાં ન હોય તો અવેડામાં ક્યાંથી આવે ? આત્મામાં જ્ઞાનનું સામર્થ્ય પૂર્ણ છે, દર્શનનું સામર્થ્ય પૂર્ણ છે. એવા અનંતગુણોના પૂર્ણ સામર્થ્યવાળો પ્રભુ આત્મા છે. આત્મામાં પ્રભુતાનો ગુણ છે. તેના નિમિત્તે અનંતગુણોમાં પ્રભુતાનું રૂપ છે. (૨-૨૧૭) (૩૫) આવો “સિદ્ધ સમાન સદા પદ મેરો' – જેનું સદાય સિદ્ધ સમાન પદ એવા પોતાના સચ્ચિદાનંદ પરમેશ્વરને ભૂલી ગયો હતો તે જ્યાં આત્માનું ભાન થયું ત્યાં વિકાર અને પરને ભૂલી ગયો. પહેલાં આત્મા ભૂલી ગયો હતો, હવે આત્મામાં નજર કરતાં જે પુણ્યપાપને અને પરને પોતાના માન્યા હતા તેને ભૂલી ગયો. હવે તેણે જાણી લીધું કે પોતાની શાંતિ અને આનંદનો લાભ રાગ અને પરમાંથી નહિ પણ પોતાના પરમેશ્વર આત્મામાંથી મળે છે. (૨-૨૧૯) (૩૬) ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ-પૂર્ણ-પૂર્ણ અનંત ગુણોનું એક પાત્ર છે. અનંત ગુણોથી ભરપૂર ભરેલો તે ભગવાન ઉપાદેય છે–એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. તે એક આદરણીય છે, તે એક સ્વીકાર કરવા લાયક છે, તે એક સત્કાર કરવા યોગ્ય છે. પ્રભુ! તું એની પૂજા કર, એની આરતી ઉતાર. તારા નિર્મળ પરિણામની ધારાથી એક એની ભક્તિ કર, એને ભજ. (૨-૨૨૮) (૩૭). ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણથી ભરેલો શાન્તરસનો સમુદ્ર છે. એને ઉપાદેય કરી એમાં એકાગ્ર થતાં વિભ્રમનો નાશ થઈને શક્તિનો જે સંગ્રહ છે. તે પર્યાયમાં બહાર આવ્યો છે. પૂનમને દિવસે જેમ દરિયો ભરતીમાં પૂરો ઊછળે છે તેમ આ પૂર્ણ વસ્તુ પૂર્ણપણે ઊછળી રહી છે. અહાહા ! આચાર્ય કહે છે શાંતરસ જેને ઉત્કૃષ્ટપણે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૧૩ ઊછળી રહ્યો છે એવા ભગવાન આત્મામાં હે ભવ્ય જીવો! તમે અત્યંત નિમગ્ન થાઓ જેથી શાંતપણું એટલે ચારિત્રની શાંતિની દશા અને અનંત આનંદરૂપ સુખની દશા એવી ઉત્કૃષ્ટદશાપણે ભગવાન આત્મા પર્યાયમાં પરિણમી જશે, અહો! શું વાણી ! શું સમયસાર! (૨-૨૨૯) (૩૮) શુભભાવથી રહિત આત્મા ચૈતન્યસ્વરૂપ છે એમ વ્યવહારશ્રદ્ધામાં એણે માન્યું હતું, વ્યવહા૨શ્રદ્ધામાં એટલે અચેતન શ્રદ્ધામાં (રાગમાં) માન્યું હતું. પણ વસ્તુ જે ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ એકલો જ્ઞાયકસત્ત્વપણે બિરાજમાન છે તેનું અંતરમાં માહાત્મ્ય કર્યું નહિ. માહાત્મ્ય એને પુણ્ય અને પાપમાં રહી ગયું. એણે એમ તો સાંભળ્યું હતું કે આત્માનું શુદ્ધ વેદન કરે તે આત્મા છે, પણ એ પુણ્ય-પાપ સહિતના વેદનની ધારણા હતી. જે જ્ઞાયક અખંડ ચૈતન્યશક્તિ નિત્યાનંદરૂપ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એકાકાર એ જ ખરેખર આત્મા છે. પર્યાયમાં એનો સ્વીકાર કરીને આ ચૈતન્યતત્ત્વ એ જ હું છું એમ વેદન કર્યા વિના આ હું છું એમ વિકલ્પમાં ધારણા કરી હતી. પરંતુ પ્રત્યક્ષ વેદન કરીને એમાં અહંપણું એણે ન કર્યું. સ્વભાવની અંતરમાં જઈને ‘આ હું છું' એવી પ્રતીતિ કરી નહિ. અંતરમાં જઈને એટલે કાંઈ વર્તમાન પર્યાય ધ્રુવમાં એક થઈને એવો તેનો અર્થ નથી. અંતરમાં જઈને એટલે સ્વસન્મુખ થઈને. પર્યાય જ્યારે ધ્રુવની સન્મુખ થાય છે ત્યારે પરિપૂર્ણ તત્ત્વનો પ્રતિભાસ થાય છે. ( ૩–૧૮ ) ( ૩૯ ) અરે ભાઈ! આત્મા કોઈ અલૌકિક વસ્તુ છે!! એ તો ભગવત્સ્વરૂપ ૫રમાત્મારૂપ સમયસાર છે. ત્રિકાળ ધ્રુવ ૫૨માનંદસ્વરૂપ ચિહ્નન વસ્તુ છે તે ભૂતાર્થ છે, સત્ય છે. અને તે જ આત્મા અને સમયસાર છે. ભાઈ! આ વાત ઝીણી છે. પણ પ્રયત્ન કરે તો સમજાય તેવી છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરનાં આ વચનો છે તે સંતોએ પ્રસિદ્ધ કર્યાં છે. તેનું વાચ્ય બહુ ઊંડું અને રહસ્યમય છે. ગંભીર કથન છે! શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ નિત્યાનંદ ધ્રુવ પ્રભુ વિકારના, રાગના વિસ્તારમાં વ્યાપે તે અશક્ય છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવો હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કામ, ક્રોધાદિ અશુભભાવો તથા અસંખ્યાત મિથ્યાત્વના ભાવો-એમ અસંખ્ય પ્રકારના વિકારી ભાવો તેમાં સત્યાર્થ શુદ્ધ ચીજવસ્તુ વ્યાપતી નથી કેમકે તે અનાદિ અનંત ધ્રુવ એકસ્વરૂપ છે. સર્વજ્ઞ સિવાય ક્યાંય મળે એમ નથી. અહો ! દ્રવ્યસ્વભાવ શું અદ્ભુત પારલૌકિક ચીજ છે!! આ વાત બીજે ( ૩-૫૬ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ અધ્યાત્મ વૈભવ (૪૦) –આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. પરમાર્થ એટલે પરા કહેતાં ઉત્તમ અને મા એટલે લક્ષ્મી. અર્થ એટલે પદાર્થ-ઉત્તમ લક્ષ્મીવાળો પદાર્થ. ચૈતન્યની ઉત્તમ લક્ષ્મીવાળો જીવ પદાર્થ છે-એ પરમાર્થ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે. જાણે ઘડતર કરીને અંદરથી કાઢયું હોય એવો એકરૂપ શાશ્વત તથા ભિન્ન ચૈતન્યજ્યોતિરૂપ ભગવાન બિરાજમાન છે તેને આત્મા કહેવામાં આવે છે. (૩-૮૧) (૪૧) જેમ સમુદ્રમાં અવગાહન કરે છે એમ આ ચૈતન્યમાત્ર સમુદ્રમાં અવગાહન કર. વર્તમાન પર્યાય દ્વારા ત્રિકાળી જ્ઞાનસ્વભાવી શુદ્ધ ચૈતન્યસિંઘુમાં પ્રવેશ કર. પુણ્ય-પાપના ભાવનું અવગાહન તો અનાદિનું છે, પણ એ તો મિથ્યાભાવ છે, ચૈતન્યથી ખાલી છે. -આત્મા લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો પદાર્થ છે. વિકલ્પથી માંડીને આખા જગતથી એ જુદો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. સુંદર રીતે પ્રવર્તતો એટલે કે અતીન્દ્રિય આનંદ સ્વરૂપે પ્રવર્તતો પદાર્થ છે. પુણ્ય-પાપમાં પ્રવર્તન એ તો દુઃખરૂપ પ્રવર્તન છે. આત્મા તો અતીન્દ્રિય આનંદસ્વરૂપે પ્રવર્તતો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. ભગવાન આત્મા ચારિત્રની અપેક્ષાએ વીતરાગસ્વભાવી છે, જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનસ્વભાવી છે અને આનંદની અપેક્ષાએ આનંદસ્વરૂપ છે. એવાં જ્ઞાન, આનંદ અને વીતરાગતા ઇત્યાદિ અનેક ગુણ-સ્વભાવોથી ભરેલો અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન છે. અહીં કહે છે કે પુણ્ય-પાપ આદિ સઘળા અચેતન ભાવોનું લક્ષ છોડી પ્રગટ ચિન્માત્ર એક આત્મામાં આવગાહન કર. અનુભવ થવાની આ જ પદ્ધતિ અને રીત છે. (૩-૮૨) (૪૨) જેમાં ભાવ અને ભવના ભાવનો અભાવ છે એવો ભગવાન આત્મા શુદ્ધ ચેતના-સિંધુ છે. આ રાગાદિ ભાવ ચાહે શુભરાગ હોય તોપણ તે ભ્રમનો કૂવો છે, ભવનો કૂવો છે. જેનો બેહદ અપરિમિત જ્ઞાનસ્વભાવ છે. એવો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. એવા ચૈતન્યસમુદ્રમાં અવગાહન કર, એની સન્મુખ થઈ એમાં મગ્ન થઈ જા. તેથી આખા વિશ્વના ભાવોથી ભિન્ન એવા આનંદમાં તારું પ્રવર્તન થશે. આનું નામ ધર્મ છે. (૩-૮૩) (૪૩) જેની પર્યાયમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય ખીલી નીકળ્યાં છે તે પરમાત્મા છે. જેમ ગુલાબ હજાર પાંખડીએ ખીલી ઊઠે છે તેમ આ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ ભગવાન આત્મા પરમાત્મા અનંત પાંખડીએ ખીલી ગયા છે. એ પ્રભુની પ્રસિદ્ધિ છે. ભગવાન! તારાં વખાણ કઈ રીતે કરીએ? અહા! અનંત આનંદ-જ્ઞાન આદિ અનંત ગુણની નિર્મળ પર્યાયનો ઉત્પાદવ્યય થવો અથવા ગુણના આશ્રયે ઉત્પાદ-વ્યય થવો એ આત્માની પ્રસિદ્ધિ છે. પરંતુ પરના આશ્રયે જે રાગાદિ થાય છે તે આત્માની પ્રસિદ્ધિ નથી. (૩–૧૫૭) (૪૪). અંદર ઝળહળજ્યોતિરૂપ ચૈતન્યભગવાન છે તેને જાણવાનો અભ્યાસ કરવો જોઈએ. બાપુ! અંદર જે આ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે એ જ આત્મા છે, હોં. આ જાણનાર-જાણનાર જે જ્ઞાયકમાત્ર વસ્તુ છે એ આત્મા છે. ભાઈ ! એ શરીરાદિવાળો નથી, હોં. આ શરીરાદિ છે એ તો ધૂળ-માટી-પુદ્ગલ છે. અરે, આ શુભાશુભ રાગ અને ગુણસ્થાન આદિ ભેદ પણ રૂપી પુદગલમય છે એમ કહે છે. (૩-૧૬૬) (૪૫) આત્માનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન કરતાં સમ્યગ્દર્શન થાય છે. પરંતુ તે આત્મા કેવો છે? તો કહે છે કે રંગ-રાગ અને ભેદથી રહિત જે અભેદ શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે તે આત્મા છે. તથા જે રંગ-રાગ અને ભેદ સહિત છે એ તો મૂર્તિક પુદ્ગલ છે. આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે મૂર્તિક પુદ્ગલરૂપ છે. જો તો સ્વનું જ્ઞાન હોય તો સાથે અતીન્દ્રિય આનંદ આવવો જોઈએ. પરંતુ શાસ્ત્રજ્ઞાન સાથે આનંદનો સ્વાદ તો આવતો નથી. માટે શાસ્ત્રજ્ઞાન પુગલમય છે. તેવી રીતે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા અને પંચમહાવ્રતના પાલનનો ભાવ ઇત્યાદિ સર્વ પુદ્ગલરૂપ છે. અને આ ભાવ જો આત્માના થઈ જાય તો આત્મા જડ-પુદ્ગલમય થઈ જાય એમ કહે છે. (૩–૧૭૧) (૪૬) ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે, એ ચૈતન્યસૂર્યનો ઝબકારો ચૈતન્યમય જ હોય. એમાં શું રાગનો અંધકાર હોય ? એ રાગનો અંધકાર તો અચેતન પુદ્ગલનું જ કાર્ય છે. આવો ભગવાનનો માર્ગ છે ભાઈ ! ખૂબ ધીર અને શૂરવીરનું કામ છે. (૩–૧૮૭). (૪૭) આત્મા રંગ-રાગ-ભેદથી વ્યાપ્ત નથી, ભિન્ન છે, તો તે શું છે? તો કહે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે. આવો ચૈતન્યસ્વભાવ સદાય પ્રગટ છે, ફુટ છે, પ્રત્યક્ષ છે. અહાહા! શુદ્ધ ચૈતન્યની પરિણતિથી જણાય એવો તે વર્તમાનમાં પ્રત્યક્ષ છે. મતિશ્રુતજ્ઞાનની પર્યાયમાં એ જણાય એવો વર્તમાનમાં પ્રત્યક્ષ, પ્રગટપણે બિરાજમાન છે. રાગની અપેક્ષાએ તે ચૈતન્યસ્વરૂપ આત્મા ગુપ્ત છે, ઢંકાયેલો છે, કેમકે રાગમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ અધ્યાત્મ વૈભવ તે આવતો નથી, જણાતો નથી. પરંતુ નિર્મળ પરિણતિ દ્વારા તે સ્કુટ-પ્રગટ જ છે, છૂપાયેલો નથી. શું કહ્યું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પકાળે વસ્તુ પ્રસિદ્ધ નથી, ગુસ છે કેમકે એ વિકલ્પોમાં વસ્તુ આવતી નથી. વસ્તુ તો નિર્વિકલ્પ ચૈતન્યમય શુદ્ધ છે, અને તે શુદ્ધ પરિણતિની અપેક્ષાએ પ્રગટ-પ્રત્યક્ષ જ છે. ચૈતન્યતત્ત્વ નિર્મળ પરિણતિથી પ્રસિદ્ધપ્રગટ જ છે. અહા ! શૈલી તો જુઓ! કેવી સ્પષ્ટ વાત છે! જુઓ, આ આત્મા ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય છે અને તે જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ છે, પ્રગટ છે એમ જણાય છે. તે પરોક્ષ છે, અપ્રગટ છે–એ તો જે રાગની રમતમાં (પ્રેમમાં) બેઠો છે એને માટે છે. જે વ્યવહારરત્નત્રયની રમતમાં (પ્રેમમાં) પડ્યો છે તેને તો ભગવાન આત્મા અપ્રત્યક્ષ-ગુપ્ત છે, કેમકે તેને એ જણાતો જ નથી. (૩-૩૨૩) (૪૮) અહાહા! “રૂમ ચૈતન્ય' –ફરમ્ એટલે આ. એટલે આ અનાદિ, અનંત, ચળાચળતા રહિત, સ્વસંવેદ્ય પ્રગટ વસ્તુ છે તે ચૈતન્યસ્વભાવમય છે. આત્મા વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ ચૈતન્યસ્વભાવમય છે અને તે ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રણલોકના નાથ સભામાં ઇન્દ્રોને એમ કહેતા હતા કે પ્રભુ! જેમ અમે વીતરાગ સર્વજ્ઞ છીએ એમ તું પણ વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ છે. અમે વીતરાગસ્વભાવમાંથી જ વીતરાગ થયા છીએ. માટે કહીએ છીએ કે વીતરાગ ચૈતન્યસ્વરૂપ આત્મા વીતરાગ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. અહાહા ! વીતરાગદેવે વસ્તુ વીતરાગ જ્ઞ-સ્વરૂપ કહી છે અને એને જાણનારી પરિણતિ પણ વીતરાગતામય જ કહી છે. પ્રભુ ! જો તું જિનસ્વરૂપ ન હોય તો જિનપણું પર્યાયમાં ક્યાંથી પ્રગટ થશે? અહા ! તું ચૈતન્યસ્વભાવી આત્મા જિનસ્વરૂપ જ છો અને તેને જાણનારી પર્યાય વીતરાગ-પરિણતિ જ છે. આ વીતરાગ પરિણતિ ધર્મ છે. (૩-૨૨૫) (૪૯) જેમ સૂર્ય જાજ્વલ્યમાન પ્રકાશે છે તેમ આ ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશ વડે અતિશયપણે ચકચકાટ પ્રકાશી રહ્યો છે. પ્રશ્ન-- તો એ દેખાતો તો નથી ? ઉત્તર:- - ભાઈ ! રાગના અંધારામાં એ તને દેખાતો નથી. રાગનાં અંધારાં તો અચેતન છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે રાગ છે એ તો અંધારું છે. એ અંધારામાં ચૈતન્ય કેમ દેખાય? અચેતનમાં ચૈતન્ય કેમ જણાય? એ તો ચકચકાટ જ્ઞાનસ્વભાવની વીતરાગી પરિણતિ દ્વારા જણાય છે. અને ત્યારે વ્યવહાર-રાગનું પણ જ્ઞાન થાય છે. આવો વીતરાગનો માર્ગ યથાર્થ સમજ્યા વિના લોકો બિચારા કંઈકને કંઈક માનીને, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૧૭ કંઈકનું કંઈક કરીને જીવન અફળ કરીને સંસારમાં-અનંતકાળની રખડપટ્ટીમાં ચાલ્યા જાય છે! (૩–૨૨૬) (૫૦) અહાહા! ભગવાન આત્મા અંદર ચૈતન્યનું બિંબ પ્રભુ જ્ઞાનનો ગાંઠડો છે. એમાંથી અનંત અનંત કેવળજ્ઞાનાદિ પ્રગટે તોપણ કાંઈ ખૂટે નહિ એવો એ જ્ઞાનનો રસકંદ છે. એ તો જ્ઞાનનું મૂળ છે જેમાંથી જ્ઞાન અખૂટપણે નીકળ્યા જ કરે આવો આત્મા વર્તમાન જ્ઞાનની પર્યાય વડે જણાય છે. એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાયકસ્વભાવી આત્માનું લક્ષ કરે ત્યાં ‘આ જ્ઞાયબિંબ છે' એમ આત્મા જણાય છે. આનું નામ સભ્યજ્ઞાન છે. આ જ્ઞાનની ક્રિયા એ ધર્મની ક્રિયા છે. આ પ્રમાણે જ્ઞાનલક્ષણ એ આત્માનું સમુચિત એટલે યોગ્ય લક્ષણ છે. (૩–૨૨૯) (૫૧) ગજબ વાત ! અહા ! આત્મા તો ‘અજાયબઘર' છે. તે અનંતગુણોરૂપ અજાયબી ઓથી ભરપુર છે. વર્તમાન જ્ઞાનપર્યાય તેને જાણે, પણ ત્યાં જે જણાય છે તે જ્ઞાન (આત્મા) તો અહાહા! અનંત અને અમાપ છે. (૩–૨૨૯) (૫૨ ) ભગવાન આત્મા જ્ઞાનાનંદ કંદ પ્રભુ છે, તે અનાદિનો એવો ને એવો છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણ-જ્ઞાનની પર્યાય ‘આ ચીજ આવી છે' એમ પ્રગટ કરે છે. પ્રશ્ન:-- પણ આવો આત્મા દેખાતો નથી ને? ઉત્ત૨:- - ભાઈ ! એને તું અંદર દેખવા જાય છે જ ક્યાં? દેખવા જાય તો દેખાય ને? જ્ઞાનનેત્ર ઉઘાડીને અંદર જુએ તો દેખાય ને? ભાઈ ! ‘આત્મા નથી દેખાતો ’, ‘મને હું નથી દેખાતો ’ એવો નિર્ણય કર્યો કોણે ? એવો નિર્ણય કર્યો શામાં? એવો નિર્ણય પોતે જ્ઞાનની પર્યાયમાં કર્યો છે, અને એ જ જ્ઞાન આત્મા છે. એ જ્ઞાનની પર્યાયને પકડીને અંદર જા તો આનંદનો નાથ ભગવાન જરૂર દેખાશે. બાપુ! આ તો જન્મમરણના ચક્રાવાનો અંત લાવવાની અપૂર્વ વાત છે. બાકી બીજું બધું (વ્રત, તપ આદિ ) તો ઘણું કર્યું છે. (૩–૨૩૦) (૫૩) રાગના કાળે, રાગથી ભિન્ન જે જ્ઞાનની પર્યાય છે એનાથી આત્મા જણાય એવો છે. અહાહા જ્ઞાનની પર્યાય રાગને પણ જાણે છે છતાં જ્ઞાન એ રાગનું લક્ષણ નથી. જ્ઞાનનું, રાગ લક્ષણ નથી અને રાગનું, જ્ઞાન લક્ષણ નથી. જ્ઞાન તો ભગવાન ચૈતન્ય સ્વભાવમય આત્માનું લક્ષણ છે અને તેણે (જ્ઞાન પર્યાય ) જીવ તત્ત્વને પ્રગટ કર્યું છે. અહાહા ! કેવી અજબ વાત ! (૩–૨૩૧ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ (૫૪) પ્રશ્ન:-- તો ‘ જ્ઞાનળિયાખ્યાન્ મોક્ષ: ' એમ કહ્યું છે ને ? ઉત્ત૨:- - પણ ભાઈ! જ્ઞાનક્રિયાભ્યામ્ એટલે શું? આત્મા જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે એનું જ્ઞાન કરવું અને તે જ્ઞાનમાં ઠરવું એનું નામ ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ' છે. અહીં તો સંતો એમ જાહેર કરે છે કે પ્રભો! તું પોતે પોતાને જ્ઞાનની પર્યાયથી જણાય એવું તારું સ્વરૂપ છે. લાખ વાતની વાત કે ક્રોડ વાતની વાત આ જ છે. જે જ્ઞાનની પર્યાય પ૨ને જાણવાનું કામ કરે છે તે કાંઈ પરનું લક્ષણ નથી. માટે જાણનારી વર્તમાન પર્યાયને, તે જેનું લક્ષણ એવા જ્ઞાયકસ્વભાવમાં વાળ. તેથી તને શાયકનું સ્વરૂપ વ્યંજિત એટલે પ્રગટ થશે-જણાશે. આવી વાત છે. અહીં બે વાત કરી છે. જીવતત્ત્વને ચૈતન્યલક્ષણે કરીને જાણવું કેમકે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું છે અને તે યોગ્ય છે-એક વાત; તથા તે લક્ષણ પ્રગટ છે-બીજી વાત. શું કહ્યું ? કે જાણવાની જે પર્યાય પ્રગટ છે તે જાણવાના પરિણામથી આત્મા જણાય છે અને એનાથી જે જણાય છે તે આત્મા પણ પ્રગટે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે તે દ્વારા જાણતાં જ્ઞાયક જે શક્તિરૂપે છે તે ‘આ પ્રગટ છે' એમ પ્રગટ જણાય છે. અહાહા ! કેટલું સમાવ્યું છે! થોડા શબ્દોમાં ‘ગાગરમાં સાગર' ભરી દીધો છે. દિગંબર સંતોએ – કેવળીના કેડાયતીઓએ શું ગજબ કામ કર્યાં છે! તેઓ જિનેશ્વ૨૫દ અલ્પભવમાં જ પામવાના છે. ( ૩–૨૩૧ ) (૫૫ ) પ્રશ્ન:-- પરંતુ હમણાં તે કેમ જણાતો નથી ? ઉત્તર:- તેને જાણવા માટે જેટલી ગરજ જોઈએ તેટલી ગરજ ક્યાં છે? જે ઉપયોગથી તે પકડાય તે ઉપયોગ ક્યાં પ્રગટ કરે છે? સ્થૂળ ઉપયોગથી આત્મા પકડાતો નથી પણ સૂક્ષ્મ ઉપયોગથી તે પકડાય છે. અજ્ઞાની ઉપયોગને સૂક્ષ્મ કરતો નથી તેને આત્મા જણાતો નથી. ન્યાયથી વાત છે ને! જ્ઞાયક તરફ ઢળેલી મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે સૂક્ષ્મઉપયોગ છે. એ સૂક્ષ્મ-ઉપયોગ વડે જ જ્ઞાયક આત્મા પકડાય છે અરે! કેટલાક તો વ્રતતપ કરવામાં અટકયા છે. તો વળી કેટલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં કલ્યાણ છે એમ માની અટકયા છે. બન્નેય એક જાતના મિથ્યાત્વમાં અટકેલા છે. તેને કહે છે કે ભાઈ! વર્તમાન જ્ઞાનપર્યાય, જે લક્ષણ છે તેને જ્ઞાયક ભણી વાળી દે તો તને આત્મા અવશ્ય જણાશે. (૩–૨૩૨ ) (૫૬) ચૈતન્યલક્ષણ ચળાચળતારહિત છે અને સદા મોજૂદ છે. અહાહા! તે ચૈતન્યલક્ષણ સ્વમાંથી ખસીને જડમાં કે રાગમાં જાય એવું નથી, અને તે સદા હયાતી ધરાવે છે, ત્રિકાળી જ્ઞાનલક્ષણ તો ધ્રુવ છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણથી-જ્ઞાનપર્યાયથી જાણતાં જણાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૧૯ એવો છે, માટે કહે છે કે-હે જગતના જીવો! “ગીનભ્યતામ્’ તેનું જ અવલંબન કરો. લક્ષણની પર્યાયને આલંબન દ્રવ્યનું આપો. જેનું તે લક્ષણ છે એવા જ્ઞાયક દ્રવ્યનું એને આલંબન આપો. જગતના જીવો જ્ઞાનલક્ષણનું જ આલંબન કરો, કેમકે તે વડે જ યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. હે જગતના જીવો, ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાનનું આલંબન લો અને રાગ અને નિમિત્તનું આલંબન છોડો, કેમકે રાગ અને પરના આલંબનથી કલ્યાણ થતું નથી. જ્ઞાનની પર્યાય દ્વારા અંદર જતાં યથાર્થ જીવનું-જ્ઞાયકતત્ત્વનું ગ્રહણ થાય છે માટે એનું આલંબન લો. (૩-૨૩૩) (૫૭) જેમ સક્કરકંદમાં તેના ઉપરની લાલ છાલ સિવાયનો આખો સાકરનો કંદ છે તે મીઠાશનો પિંડ છે અને તેની મીઠાશનો સ્વાદ આવે તે સક્કરકંદ છે. તેમ આ આત્મા પુણ્યપાપના વિકલ્પની છાલ સિવાયનો આખો અનાકુળ આનંદનો કંઠ છે. તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ આવે તે આત્મા છે. પુણ્ય-પાપના વિકલ્પ તો છાલ જેવા દુઃખરૂપ છે, તે કાંઈ નિરાકુળ ચૈતન્ય નથી. આ શરીરના ચામડાં જુદાં છે, જડ કર્મ જુદાં છે અને પુણ્યપાપની છાલ પણ જુદી છે. એથી ભિન્ન ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ-સત્ કહેતાં શાશ્વત, ચિત્ એટલે જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. તેનો પ્રત્યક્ષ સ્વાદ-અનુભવ તે મોક્ષનો માર્ગ છે. (૩-૨૪૨). (૫૮) ૧. જ્ઞાન અને આત્માનો તાદાભ્યસિદ્ધ સંબંધ. ૨. રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ. ૩. કર્મ અને આત્માનો પરસ્પર અવગાહસિદ્ધ સંબંધ. વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બેનો તાદાભ્યાસિદ્ધ સંબંધ છે અને તેમાં અભેદભાવે પરિણમવું તે ધર્મ છે. રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ છે છતાં બેને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે. કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહુ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં વ્યાપીને સંનિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુદ્ગલો એક ક્ષેત્રે અવગાહીને રહે છે તોપણ ભાવથી તદ્દન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે. (૪–૧૮) (પ૯) અહાહા...આત્મા વસ્તુ જ્ઞાનસ્વભાવી, સર્વજ્ઞસ્વભાવી ત્રિકાળી ધ્રુવ સહજ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ અધ્યાત્મ વૈભવ શુદ્ધ દ્રવ્ય છે. એમાં રાગ નથી, પુણ્ય નથી, પાપ નથી, વિકાર નથી કે અલ્પજ્ઞતા નથી. એ તો અનંત શક્તિઓનો પિંડ પરિપૂર્ણ ચૈતન્ય ભગવાન છે. એમાં જ્યાં દષ્ટિ એકાગ્ર થઈ ત્યાં પરિણમન નિર્મળ થયું. એ નિર્મળ પરિણમન આત્માની સ્વભાવભૂત ધાર્મિક ક્રિયા છે. (૪-૨૦) (૬૦). આચાર્યદવે આત્માને “ભગવાન આત્મા” –એમ કહીને સંબોધન કર્યું છે. પ્રશ્ન-- શું તે હમણાં પણ ભગવાન છે? ઉત્તર- - હા, તે હમણાં પણ ભગવાન છે અને ત્રણે કાળે ભગવાન છે. જો ભગવાન (શક્તિએ) ન હોય તો ભગવાનપણું પ્રગટશે ક્યાંથી ? “સદાય” એમ કહ્યું છે ને? અહાહા..! આચાર્યદેવ એને “ભગવાન આત્મા” -એમ કહીને મોહની નિદ્રામાંથી જગાડે છે. જેમ માતા પોતાના બાળકને ઘોડિયામાં સુવાડીને તેનાં વખાણ કરીને ઉંઘાડ છે. “દીકરો મારો ડાહ્યો અને પાટલે બેસી નાહ્યો, ભાઈ, હાલા!' –એમ મીઠાં હાલરડાં ગાઈને માતા બાળકને ઉઘાડી દે છે; તેમ અહીં સંતો એને “ભગવાન આત્મા” કહીને જગાડે છે. જાગ રે જાગ ભગવાન! જાગવાનાં હવે ટાણાં આવ્યાં ત્યારે નિંદર પાલવે નહિ. આમ મીઠાં હાલરડાં ગાઈને જિનવાણી માતા અને મોહનિંદ્રામાંથી જગાડે છે. (૪-૩૫) (૬૧) પુણ્ય અને પાપના ભાવ તો મલિન છે અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ છે. સદાય એટલે ત્રણેય કાળ આત્મા અતિનિર્મળ છે. એકેન્દ્રિય-નિગોદમાં હો કે પંચેન્દ્રિયમાં હો, વસ્તુ જે દ્રવ્ય છે એ તો ત્રિકાળ નિર્મળાનંદ ચૈતન્યમય પ્રભુ જ છે. અહીં નિર્મળ ન કહેતાં અતિનિર્મળ કહ્યો છે. એટલે આત્મા-દ્રવ્ય નિર્મળ, તેના ગુણ નિર્મળ અને તેની કારણપર્યાય પણ નિર્મળ-એમ ત્રણે કાળે આત્મા અતિનિર્મળ છે. અહાહા..! પવિત્રતાના સ્વભાથી ભરેલો, નિર્મળાનંદનો નાથ, ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સદાય અતિનિર્મળ છે, પવિત્ર છે. જાણગજાણગ-જાણગ –એમ જાણગસ્વભાવપણે જ્ઞાયક હોવાથી તે અત્યંત પવિત્ર જ છે, ઉજ્જવળ જ છે. તેનું સ્વરૂપ જ આવું છે. (૪-૩૬ ). | (દર). આત્મા સદાય વિજ્ઞાનઘનસ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે જ્ઞાનો ઘનપિંડ છે, નિબીડ, નકોર છે. ત્રણેકાળ એવો નકોર છે કે એમાં પરનો કે રાગનો પ્રવેશ થઈ શકતો નથી. વિજ્ઞાનઘનસ્વભાવપણે હોવાથી પોતે જ ચેતક-જ્ઞાતા છે, પોતાને અને પરને જાણે છે. પોતાનો વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી પોતાને જાણે છે અને જે રાગ થાય તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૨૧ પણ જાણે છે. અહાહા ! પર પદાર્થના અનંત ભાવોને જાણવા છતાં પરનો અંશ પણ પ્રવેશી ન શકે એવો તે વિજ્ઞાનઘનરૂપ નિબીડ છે. (૪-૩૭) (૬૩). આત્માનું ક્ષેત્ર ભલે અસંખ્યાત્વદેશી શરીર પ્રમાણ હોય. પરંતુ તેના સ્વભાવનું સામર્થ્ય અનંત, અપાર-બેહદ છે. ક્ષેત્રની કિંમત નથી, સ્વભાવના સામર્થ્યની કિંમત છે. સાકરના ગાંગડા કરતાં સેકેરીનની કણીનું ક્ષેત્ર ખૂબ નાનું છે. પણ સેકેરીનની મીઠાશ અનેકગણી છે. એમ ભગવાન આત્મા શરીર પ્રમાણ થોડા ક્ષેત્રમાં રહેવા છતાં એનું વિજ્ઞાનઘનસ્વભાવરૂપ સામર્થ્ય અનંત છે. ભાઈ ! જ્યાં જેટલામાં તે છે ત્યાં ધ્યાન લગાવવાથી તે પ્રગટ થાય છે. (૪-૫૯) (૬૪) જેમ માટી ઘડામાં અંતર્થાપક થઈને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે, ઘડારૂપે ઊપજે છે તેમ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ બાહ્યસ્થિત એવા પરદ્રવ્યનાં પરિણામમાં એટલે કે વ્યવહારરત્નત્રયના શુભરાગમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી. શુભરાગની આદિમાં આત્મા નથી, મધ્યમાં આત્મા નથી, અંતમાં આત્મા નથી. રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે. ધર્મી જીવ જેમ વીતરાગી શુદ્ધ રત્નત્રયના પરિણામમાં અંતર્થાપક થઈને, તેના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તે નિર્મળ પરિણામને ગ્રહે છે તેમ વ્યવહારના શુભરાગને તેના આદિ-મધ્યમ-અંતમાં વ્યાપીને ગ્રહતો નથી. રાગ છે એ તો પુગલનું પ્રાપ્ય કર્મ છે. પુદ્ગલ તેને ગ્રહે છે, પુદ્ગલ તે-રૂપે પરિણમે છે; પુદ્ગલ તે-રૂપે ઊપજે છે. ભાઈ ! ધ્યાન રાખે તો આ સમજાય એવું છે. આ તો સના શરણે જવાની વાત છે. દુનિયા ન માને તેથી શું? સત તો ત્રિકાળ સત જ રહેશે. આત્મા અનંત શક્તિનું ધામ ચૈતન્યસ્વભાવી ભગવાન છે. એ ત્રિકાળી ધ્રુવ પ્રભુને ગ્રહતા, એનો આશ્રય લેતાં જે શક્તિરૂપે છે તે વ્યક્તિરૂપે પ્રગટ થયો. ત્યાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં નિર્મળ પરિણામ થયાં તેની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. પરંતુ રાગના આદિ–મધ્ય-અંતમાં આત્મા નથી. (૪–૧૩ર) (૬૫) ભાઈ ! દરેક આત્મા ઈશ્વર છે. એમ જડ પણ જડેશ્વર છે. પરમાણુ જડેશ્વર છે. વિભાવ જીવ સ્વતંત્રપણે કરે છે માટે તેને વિભાવેશ્વર પણ કહે છે. ચૈતન્ય ભગવાન ચેતન ઈશ્વર છે. ભાઈ ! ભગવાનનું કહેલું આ તત્ત્વનું સ્વરૂપ સમજવું પડશે. આમાં વિરોધ કરવા જેવું નથી. તે સાંભળ્યું ન હોય એટલે સત્ય કાંઈ અસત્ય થઈ જાય ? મિથ્યાત્વ અને રાગદ્વેષની પર્યાયની આદિ–મધ્ય-અંતમાં આત્મા છે, અને સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની નિર્વિકારી દશાની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. કર્મનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ અધ્યાત્મ વૈભવ ઉદય છે માટે વિકાર થયો છે એમ નથી અને કર્મનો ઉદયનો અભાવ છે માટે સમ્યગ્દર્શન આદિ થયાં એમ નથી. સંસારની અને મોક્ષમાર્ગની પર્યાય આત્મા સ્વયં સ્વતંત્રપણે કરે છે; એમાં કર્મનું કાંઈ કાર્ય નથી. (૪–૧૮૧). (૬૬) અહાહા...! આત્મામાં નિજરસથી ચૈતન્યમયસ્વભાવનો અનુભવ થઈને પરિણમન થાય એવું એનું સામર્થ્ય છે. આત્માના દ્રવ્ય ગુણ અને તેનો વર્તમાન વર્તતો અંશ કારણ શુદ્ધપર્યાય તો શાંતરસ, ચૈતન્યરસ, અકષાયરસ વડે શુદ્ધ, પવિત્ર છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિરૂપે પરિણમન કરે એવું એનું સામર્થ્ય છે. અહાહા..! ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદરસ અને અતીન્દ્રિય જ્ઞાનરસનો સ્વામી થઈને અતીન્દ્રિય આનંદરૂપે પરિણમે એવું એનું સામર્થ્ય છે. તથાપિ અનાદિ કાળથી અન્ય વસ્તુ જે જડ મોહ તેની સાથે સંબંધ કર્યો છે તે કારણે તેના ઉપયોગમાં વિકારપરિણામ ઉત્પન્ન થાય છે. ભગવાન આત્માનો જાણવા-દેખવાનો ઉપયોગ તો સદા નિર્મળ, શુદ્ધ છે. તેમાં અનાદિ મોહકર્મના સંયોગના વિશે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારે વિકારપરિણામની પોતાથી ઉત્પત્તિ છે. (૪-૨૭૯) (૬૭). જુઓ! આચાર્યદવે શું અદ્ભુત વાત કરી છે! કહે છે કે પરમાર્થથી ઉપયોગ શુદ્ધ છે, નિરંજન છે, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. અહાહા..! આત્માનો ત્રિકાળી જ્ઞાનદર્શનનો જે ઉપયોગ છે તે શુદ્ધ છે. વસ્તુ-દ્રવ્ય શુદ્ધ, તેના ગુણ શુદ્ધ અને તેનો વર્તમાન વર્તતો ત્રિકાળી કારણપર્યાયરૂપ અંશ પણ શુદ્ધ છે, નિરંજન એટલે અંજન રહિત-મલિનતા રહિત છે અને અનાદિનિધન એટલે અનાદિ અનંત છે. જ્ઞાનદર્શનનો આ ઉપયોગ વસ્તુના સર્વસ્વભૂત છે, સંપૂર્ણ છે. તે ઉપયોગ ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. આમ પરમાર્થથી આત્મા પરિપૂર્ણ શુદ્ધ છે. (૫-૨) (૬૮) અરે પ્રભુ! તું ચૈતન્યનો નાથ છો; તેને તારી પર્યાયમાં પધરાવ ને ! ભગવાન! એમાં તારી શોભા છે અને એમાં તને આનંદ થશે. ભગવાનને તું અંતરમાં બેસાડ. અજ્ઞાનીને અનાદિથી પર્યાય ઉપર દષ્ટિ છે તેથી તેને શુદ્ધ ચૈતન્યતત્ત્વનો-ત્રિકાળી દ્રવ્યનો મહિમા આવતો નથી. પણ પ્રભુ! તું શુદ્ધ ચેતનાસિંધુ જ્ઞાનનો દરિયો છું. તેમાંથી તો જ્ઞાનની પર્યાય ઊછળે. નદીમાં તરંગ ઊઠે તો પાણીના તરંગ ઊઠે, કાંઈ રેતીના તરંગ ઊઠે? તેમ જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે. તેમાં તો જ્ઞાનની પર્યાયના કલ્લોલો ઊછળે; તેમાંથી રાગની પર્યાય ન ઊછળે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. (૫-૩૧). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૨૩. (૬૯) ભગવાન આત્મા પરમાર્થથી વિજ્ઞાનઘન છે. દશ મણ બરફતી શીતળ પાટ હોય છે ને! તેમ આત્મા આનંદની પાટ છે. બરફની પાટ તોલદાર છે, પણ આ આત્મપાટ તો અરૂપી ચૈતન્યબિંબ છે. અાહા...! અંતરમાં દેખો તો આત્મા રાગ વિનાની ચીજ એકલા જ્ઞાન અને આનંદનું અરૂપી બિંબ છે તો પણ અજ્ઞાનથી જીવ અનેક વિકલ્પોથી ક્ષુબ્ધ થયો થકો કર્તા થાય છે. અનાદિથી જીવ કર્તા થઈને દુઃખી થાય છે. સમ્યજ્ઞાન થાય તો કર્તાપણું મટે છે અને જ્ઞાતાપણે રહે છે. (પ-૮૮) (૭૦) આ આત્મા પરમહંસ છે, અને રાગ છે તે પાણી છે. હંસ જેમ પાણી અને દૂધને જુદાં પાડી દે છે તેમ આ આતમ-હંસલો દૂધસમાન પોતાનો જ્ઞાનસ્વભાવ અને જળસમાન જે રાગ તે બન્નેને ભિન્ન કરી દે છે. અને તેને આત્મહંસ કહીએ; બાકી તો કૌઆ-કાગડા કહેવામાં આવે છે. પ્રભુ! તારી મોટપની તને ખબર નથી ! આત્મા અરૂપી છે. અરૂપી છે છતાં તે વસ્તુ છે. જેમ રૂપી વસ્તુ છે તેમ અરૂપી પણ વસ્તુ છે. અરૂપી એટલે કાંઈ નહિ એમ નથી. અરૂપી એટલે રૂપી નહીં પણ વસ્તુ તો છે. અાહી...! અંનત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ ઇત્યાદિ અનંત અનંત ગુણનો ત્રિકાળી પિંડ પ્રભુ આત્મા છે. આત્મા અરૂપી મહીન પદાર્થ છે. ધર્માત્મા પોતાનું સ્વરૂપ જે જ્ઞાન અને પર જે રાગ તે બન્નેને ભિન્ન જાણે છે અને તેથી તે ભેદજ્ઞાનસહિત હોવાથી, હંસ જેમ દૂધ અને પાણીને જુદાં કરી દે છે તેમ જ્ઞાન અને રાગને જુદા કરી દે છે. (પ-૮૯) (૭૧) આત્માનાં ઘણાં વિશેષણો આપવામાં આવે છે, જેમકે-અનંતગુણના વૈભવની વિભૂતિ, પરમેશ્વર, પુરુષાર્થનો પિંડ, ગુણોનું ગોદામ, શક્તિનું સંગ્રહાલય, સ્વભાવનો સાગર, શાન્તિનું સરોવર, આનંદની મૂર્તિ, ચૈતન્યસૂર્ય, જ્ઞાનનો નિધિ, ધ્રુવધામ, તેજના નૂરનું પૂર, અતીન્દ્રિય મહાપ્રભુ, જ્ઞાનની જ્યોતિ, વિજ્ઞાનઘન, ચૈતન્ય ચમત્કાર ઇત્યાદિ. વળી ભૈયા ભગવતીદાસે અક્ષરબત્તીસી લખી છે તેમાં આત્માની વાત ક, ખ, ગ... ઇત્યાદિ કક્કાવારીમાં ઉતારી છે, જેમકે-કક્કો કેવળજ્ઞાનનો કંદ, ખખ્ખો ખબરદાર આત્મા, ગગ્ગો જ્ઞાનનો ભંડાર ઇત્યાદિ. અહીં કહે છે કે આવો આત્મા પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં સદાય વર્તે છે. આત્મા પરદ્રવ્યમાં જતો નથી અને પારદ્રવ્ય આત્મામાં આવતા નથી. પોતાની પર્યાય પોતાથી થાય છે, નિમિત્તથી નહિ અને પારદ્રવ્યનું કાર્ય તે પરદ્રવ્યથી થાય છે, આત્માથી નહિ. આવી જ અચલિત વસ્તુસ્થિતિ છે. (૫-૧૪૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ અધ્યાત્મ વૈભવ (૭ર) પ્રભુ! તું અનંત અનંત ગુણોનો પિંડ ચિન્માત્ર ચૈતન્યહીરલો છો. અહાહા...! તેની કિંમત શું? અણમોલ-અણમોલ ચીજ ભગવાન સ્વરૂપે જિનસ્વરૂપે અંતરમાં વિરાજી રહી છે! (૫-૧૯૨) (૭૩) પુણ્યપાપના ભાવ અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ બધા આસ્રવો, પ્રત્યયો છે, શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ છે અને જ્ઞાનાવરણાદિ આઠ જડકર્મ છે. તે બધાને જો આત્મા કરે તો તે બધાથી આત્મા અનન્ય એટલે એક થઈ જાય અને તો પછી તે બધા જડસ્વરૂપ હોવાથી આત્મા જડ થઈ જાય અર્થાત્ ચૈતન્યદ્રવ્યનો લોપ થઈ જાય. ભગવાન આત્મા તો સ્વરૂપથી શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા છે. પુણ્યપાપના ભાવનો જ્ઞાતાદ્રષ્ટા, શરીરમન-વાણીનો અને નોકર્મ-કર્મ સર્વનો જ્ઞાતાદ્રષ્ટા છે જ્ઞાતાદ્રષ્ટા છે તે પરનો થતો નથી અને પરપદાર્થો જ્ઞાતાદ્રષ્ટાના થતા નથી. અરે ભાઈ ! તારું ચૈતન્યતત્ત્વ કોણ છે તેની તને ખબર નથી. પ્રભુ! તારું ચૈતન્યતત્ત્વ જ્ઞાનાદિ અનંત ગુણનું ગોદામ છે, અનંત સ્વભાવનો સાગર છે, અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન છે. તે ક્રોધનું, રાગાદિ ભાવનું સ્થાન નથી. અહાહા...! અમૃતથી તૃતૃત (પૂર્ણ ભરેલો) અંદર અમૃતનો સાગર પ્રભુ ઊછળી રહ્યો છે. ધ્રુવ-ધ્રુવધ્રુવસ્વરૂપ ત્રિકાળ ચિદાનંદઘનસ્વરૂપ વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. તેને રાગવાળો માને વા રાગનો કર્તા માને તો તે જડરૂપ થઈ જાય. માટે ભગવાન આત્મા અન્ય છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય છે એ જ નિર્દોષ સ્વરૂપસ્થિતિ છે. (પ-૧૯૯) (૭૪) ભગવાન આત્મામાં બીજાં દ્રવ્યોમાં છે એવા પોતાના અનેક સાધારણ ધર્મો છે. પોતામાં હોય અને બીજાં દ્રવ્યોમાં પણ હોય તેવા ધર્મોને સાધારણ ધર્મો કહે છે. એ રીતે આત્મામાં અસ્તિત્વ, વસ્તુતત્ત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુસ્લઘુત્ર આદિ પોતાના સાધારણ ધર્મો અનંત છે; અને અસાધારણ ધર્મ પણ અનેક છે. ચિસ્વભાવ, જાણગસ્વભાવ ભગવાન આત્માનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. પોતાનો ચૈતન્યસ્વભાવ બીજાં દ્રવ્યોમાં નથી. પોતામાં અસ્તિત્વ ગુણ છે તેવો ગુણ બીજાં દ્રવ્યોમાં છે, પણ ચૈતન્યધર્મ પોતામાં છે અને બીજામાં નથી. તે ચૈતન્યધર્મ અનુભવમાં આવી શકે તેવો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. જે વિકલ્પ ઊઠે છે તે તો અંધકાર છે, કેમકે તેમાં ચૈતન્યનો અભાવ છે. તે ચૈતન્યસ્વભાવને-પ્રકાશ-સ્વભાવને પ્રાપ્ત કરાવી શકે નહિ. અંધકાર પ્રકાશનું કારણ કેમ થાય? ન થાય. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું બાહ્ય જ્ઞાન, અને પંચમહાવ્રતના પરિણામ-એ બધા વિકલ્પરૂપ છે તેથી તેનાથી ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગાન આત્મા ૨૫ ચૈતન્ય આત્માનો અસાધારણ ધર્મ છે. આત્મા ઉપરાંત ધર્માદિ દ્રવ્યો પણ અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ અરૂપી છે અને એક પુદ્ગલરૂપી છે. તેમાં આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન નહિ, પણ જેમ સાકરનો ગળપણ સ્વભાવ છે તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ચિસ્વભાવ છે. તે પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ હોવાથી અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે. (૫-૩ર૧) (૭૫) –ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં જ્યાં એકાગ્રતારૂપ ટંકાર થયો કે તરત જ બધા વિકલ્પો નાશ પામી જાય છે. ચૈતન્યજ્યોતિ જાગ્રત થતાં જ્યાં શ્રદ્ધા અને જ્ઞાનમાં જાણ્યું કે હું તો ચિસ્વરૂપ પરમાત્મા છું ત્યાં સમસ્ત વિકલ્પો દૂર ભાગી જાય છે, નાશ પામી જાય છે. જ્ઞાનની ધારાના ટંકારમાત્રથી રાગનો નાશ થઈ જાય છે. બાપુ! આત્માનું સામર્થ્ય કેટલું છે તેની તેને ખબર નથી. અનંત પુરુષાર્થનો પિંડ પ્રભુ આત્મા છે. જ્ઞાન કહો તો જ્ઞાનનો પિંડ, શ્રદ્ધા કહો તો શ્રદ્ધાનો પિંડ, આનંદ કહો તો આનંદનો પિંડ, વીર્ય કહો તો વીર્યનો પિંડ, - અહાહા..! અનંત સામર્થ્યની ભરેલા એક એક એમ અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. આવો પૂર્ણ પુરુષાર્થ ભરેલો ભગવાન જ્યાં અંતરસ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યાં સર્વ વિકલ્પો તત્પણ ભાગી જાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે કે તેનું ફુરણમાત્ર વિકલ્પોને ભગાડી દે છે. આવો ચિત્માત્ર તેજ:પુંજ હું છું. ભગવાન આત્મા અનુભવમાં આવતાં સમસ્ત નયના વિકલ્પની ઇન્દ્રજાળ ક્ષણમાં વિલય પામે છે, અદશ્ય થઈ જાય છે. આ રીતે આત્મા પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે આત્મા પ્રાપ્ત થાય તેમ નથી. નિમિત્તથી કે વ્યવહારથી આત્મા પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. નિમિત્ત છે ખરું, વ્યવહાર છે ખરો, પણ એનાથી આત્મા પ્રાપ્ત થાય નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે. (૫-૩ર૬) (૭૬ ) નિજરસથી જ પ્રગટ થતો તે સમયસાર કેવો છે? તો કહે છે૧. આદિ-મધ્ય-અંતરહિત છે અર્થાત્ અનાદિઅનંત, ત્રિકાળ, શાશ્વત, નિત્યવસ્તુ છે. ૨. અનાકુળ છે. શ્રુતજ્ઞાનમાં જે વિકલ્પ ઊઠે છે તે આકુળતારૂપ અને ભગવાન આત્મા નિરાકુળ આનંદસ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે. ૩. કેવળ એક છે. આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ જેમાં નથી એવો કેવળ એક છે. અનંતગુણનો પિંડ પ્રભુ ગુણ-ગુણીના ભેદથી રહિત અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ છે. ૪. આખાય વિશ્વ ઉપર જાણે કે તરતો હોય એવો છે. એટલે કે રાગથી માંડીને આખાય લોકાલોકથી ભિન્ન વસ્તુ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬ અધ્યાત્મ વૈભવ ૫. અખંડ પ્રતિભાસમય છે. સ્વસંવેદનજ્ઞાનમાં જેવો પૂર્ણ સ્વરૂપ છે તેવો પ્રતિભાસમાન થાય છે. જિનસ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે તેવો જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. કહ્યું છે ને કે જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ; યહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ. જેમાં ગુણ-પર્યાયના ખંડ નથી, ભેદ નથી, ભંગ નથી એવો અભેદ આત્મા પરિપૂર્ણરૂપે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે અખંડ પ્રતિભાસમય છે. જ્ઞાનમાં અખંડનો પ્રતિભાસ થવો તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ૬, અનંત, વિજ્ઞાનઘન છે. જેમાં સૂક્ષ્મ રાગનો પણ કદી પ્રવેશ નથી એવો અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ સમયસાર છે. ૭. આવો પરમાત્મરૂપ સમયસાર છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન ચિસ્વરૂપ સદા સિદ્ધસ્વરૂપ એવો પરમાત્મરૂપ સમયસાર છે. આવા સમયસારને જ્યારે આત્મા વિકલ્પરહિત થઈને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે શ્રદ્ધામાં આવે છે અને જ્ઞાનમાં જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. (૫-૩૬૧) (૭૮) અહાહા....! પ્રભુ! તું ભગવાન છો ને! ભગ કહેતાં જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણોથી ભરેલી સ્વરૂપલક્ષ્મી; અને એનો તું સ્વામી એવો ભગવાન છો. પ્રભુ! તારાં સ્વરૂપ સંપદાના અનંતા અખૂટ નિધાન છે. તે તરફ અંતર્મુખ થઈ અંતર્દષ્ટિ કર. રાગથી ખસીને અંતર્દષ્ટિ કરતાં તને તારી સ્વરૂપ સંપદા પ્રાપ્ત થશે. પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ કેમકે તારી ચૈતન્યસંપદા અનંત શાંતિનું કારણ છે... પ્રભુ! તું વિજ્ઞાનઘનસ્વરૂપ છો ને! જગતથી તદ્દન ભિન્ન તું જગદીશ છો ને! રાગથી માંડીને આખું લોકાલોક છે તે જગત છે. એ જગતથી ભિન્ન, એનો જાણનાર દેખનાર તું જગદીશ છો. પરને જીવાડી શકે વા મારી શકે એવું ભગવાન! તારું સ્વરૂપ નથી. (૫-૩૭૫) (૭૯). અહાહા...! આત્માના જ્ઞાન અને આનંદના ગંભીર સ્વભાવનું શું કહેવું? એની શક્તિના સત્ત્વની મર્યાદા શું હોય? અહાહા...! અનંત અનંત અનંત એવું જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત વીર્ય, અનંત પ્રભુતા-અહાહા...! આવી અનંત ચિ7ક્તિના સમૂહથી ભરેલો અત્યંત ગંભીર ભગવાન આત્મા છે. ચિક્તિ કહો કે ગુણ કહો; જ્ઞાનગુણ એવા અનંત ગુણોનો સમૂહ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૨૭ પ્રભુ આત્મા છે. અત્યંત ગંભીર છે અર્થાત્ એની શક્તિની ઊંડપનો પાર નથી, અપરિમિત શક્તિના સમૂહથી ભરેલો છે. સંખ્યાએ શક્તિઓ અનંત છે અને એકેક શક્તિનો સ્વભાવ પણ અનંત છે. આવા અનંત સ્વભાવથી ભરેલા અનંત મહિમાવંત પોતાના આત્માને જાણે નહિ અને આ પરની દયા કરે તે આત્મા અને દાન આપે તે આત્મા એમ ખોટી માન્યતા કરી કરીને પ્રભુ! તું અનંતકાળથી સંસારમાં આથડે છે. અહીં કહે છે-ભગવાન! જેનો દેખવા-જાણવાનો બેહદ સ્વભાવ છે એવા દેખનારાને દેખ અને જાણનારાને જાણ. તેથી તારું અવિચળ કલ્યાણ થશે. (૫-૩૯૧) (૮૦) અહાહા...આત્મા પોતે સામાન્ય છે તે વિશેષને સ્પર્શતું નથી. આ વિશેષ તે કોણ? કે શુભાશુભ ભાવરહિત નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ શાંતિચારિત્ર જેને શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે તેને દ્રવ્યસામાન્ય સ્પર્શતું નથી. (૬-૪૯) (૮૧) -ભગવાન! તને ખબર નથી. તું શિવનગરીનો રાજા અનંતગુણની ખાણ પ્રભુ ચૈતન્યરત્નાકર છો. એમાં એકાગ્ર થતાં એક એક ગુણની અનંત નિર્મળ પર્યાયો નીકળે એવી તારી ચીજ છે. આવાં અનંત ગુણ-રત્નોથી ભરેલો પ્રભુ તું આત્મા છો. હવે બે સરખાઈની બીડી પીવે ત્યારે તો ભાઈ સાહેબને પાયખાનામાં દસ્ત ઊતરે, આવાં જેનાં અપલક્ષણ એને કહીએ કે તું ચૈતન્યરત્નાકર છો તે એને ગળે કેમ ઊતરે? અરે ! શુભભાવની આદત પડી ગઈ છે તેને પોતે ચૈતન્યરત્નાકર છે એ કેમ બેસે ? (૬–૭૬) (૮૨). આત્મા ચૈતન્યમહાપ્રભુ ચિદાનંદની ગાંઠ છે. જેમ રત્નની ગઠડી હોય અને ખોલે તો રત્ન નીકળે તેમ જ્ઞાનાનંદરત્નની ગાંઠ પ્રભુ આત્માને ખોલે એટલે રાગનું એકત્વ છોડીને સ્વભાવમાં એકત્વ કરે તો તે ખુલી જતાં એમાંથી જ્ઞાન અને આનંદ પ્રગટ થાય છે. આ જ્ઞાનાનંદના સ્વાદને અજ્ઞાની જાણતો નથી. દયા, દાન, ભક્તિ આદિ કષાયભાવમાં લીન કષાયી જીવો અકષાયસ્વભાવી જ્ઞાનાનંદસ્વરૂપના સ્વાદને કેમ જાણે? (૬-૮૧) (૮૩). અનંત જ્ઞાન, દર્શન અને આનંદનો નાથ જે ભગવાન આત્મા છે તેની સેવા - ઉપાસના-પ્રાપ્તિ અનાદિકાલીન અણઅભ્યાસને લીધે દોહ્યલી છે. દેવો પણ સિવાય સમ્યગ્દર્શન અંતરસ્થિરતા કરી શકતા નથી. જોકે પોતે સદાય સસ્વરૂપે અંતરમાં વિરાજમાન છે અને અંતર્મુખ થઈ એકાકારરૂપે-ચિદાકારપણે પરિણમતાં એની પ્રાપ્તિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ અધ્યાત્મ વૈભવ સુલભ છે તોપણ સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી પર્યાયમાં એની પ્રાપ્તિ થવી દોહ્યલીદુર્લભ કહી છે. આત્માનો અનુભવ કર્યા વિના રાગ વડે આત્મપ્રાપ્તિ થવી દુર્લભ છે. (૬-૧૦૧) (૮૪). ભગવાન! તું પરમાત્મસ્વરૂપ છો. જેમ પરમેશ્વર-પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાયપણે છે તેમ તું સર્વજ્ઞ-સર્વદર્શી ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ છો. આવા ત્રિકાળી દ્રવ્યસ્વરૂપને ન જોતાં રાગને જોવામાં અટક્યો છે તેથી સર્વ પ્રકારે સંપૂર્ણ-અનંતજ્ઞાન, અનંતસુખ ઇત્યાદિ અનંત સામર્થ્યથી ભરેલા અનંતગુણમંડિત પરિપૂર્ણ–એવા આત્માને (પોતાને) જાણતો નથી; સર્વ પ્રકારે સર્વજ્ઞયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. જુઓ, અહીં રાગમાં રોકાયેલો જીવ સર્વજ્ઞયોને જાણતો નથી એમ ન કહ્યું પણ સર્વજ્ઞયોને જાણનાર એવા પોતાને (આત્માને) જાણતો નથી એમ કહ્યું છે. (પોતાને જાણવું એ મુખ્ય છે કેમકે પોતાને જાણે છે તે સર્વને જાણે છે અને પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી). (૬-૧૬૦) (૮૫). સ્વદ્રવ્ય (–જીવ) અનંતા પરદ્રવ્ય (પુલાદિ સર્વ) ના અભાવથી જ ટકી રહ્યું છે. જુઓ, આ બે આંગળી છે ને? તેમાં આ એકમાં બીજીનો અભાવ છે. બીજીનો અભાવ છે તો આ એક પોતાના ભાવે ટકી રહી છે. તેમ સચ્ચિદાનંદ નિર્મળાનંદસ્વરૂપ આ ચૈતન્ય મહાપ્રભુમાં કર્મ-દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્માદિનો અભાવ છે એટલે એ ત્રિકાળ અસ્તિપણે ટકી રહ્યો છે. ભાઈ ! આ શરીર, બાયડી-છોકરાં અને ધૂળના (-ધનના) ઢગલા-એ બધાનો એમાં અભાવ છે, સદાકાળ અભાવ છે. એ બધાના વિના જ એનું જીવન ચાલે છે એટલે એ ટકી રહ્યો છે. વસ્તુ સદાય પોતાના ભાવથી અને પરના અભાવથી સ્વયં ટકી રહી છે. (૬-૨૧૭) (૮૬) અહા! ભગવાન! તું અતીન્દ્રિય આનંદનો દરિયો છો. પ્રભુ! તને એની ખબર નથી, તને એનો વિશ્વાસ આવતો નથી. અરે! પોતાને પોતાનો ભરોસો નહિ અને પરના ભરોસે (આંધળ-બહેરો ) ચાલ્યો જાય છે ! પ્રશ્ન:-- આત્મા આવો હોઈ શકે એટલો બધો વિશ્વાસ કેમ આવે? ઉત્તર:-- અરે ભાઈ ! તે જેની સાથે લગ્ન કર્યા છે તે કન્યાને પહેલાં ઓળખતો હતો ? (ના). બીલકુલ અજાણી હોવા છતાં તને કદી શંકા પડી કે આ મારું અહિત કરશે તો? મને મારી નાખશે તો? ભગવાન! તને વિષયમાં રસ-રુચિ છે તેથી ત્યાં શંકા પડતી નથી અને વિશ્વાસ પાકો થઈ ગયો છે. તેના સંગે રહે છે અને તેના સંગે રમે છે. બીજા કોઈ બીજી વાત કરે તો પણ શંકા જ પડતી નથી. વિષયમાં રસ-રુચિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૨૯ છે ને? તેમ જેને અંતરમાં રસ-રુચિ થઈ તેને ભગવાન આત્માનો એવો વિશ્વાસ આવે છે કે ત્રણકાળમાં ફરે નહિ. અજાણી કન્યાને જોઈને જેમ પહેલી ઘડીએ વિશ્વાસ આવી ગયો, શંકા પડી નહિ તેમ પહેલી ઘડીએ જ જ્યાં ચિજ્ઞાનને ચિદાનંદ ભગવાનનો ભેટો થાય ત્યાં તે જ ક્ષણે અતીન્દ્રિય આનંદની લહર સાથે તેનો વિશ્વાસ પાકો થઈ જાય છે, શંકા રહેતી નથી. પૂર્ણાનંદના નાથને જ્યાં અંદર જઈ જોયો અને એનો ભેટો કર્યો ત્યાં તે જ ક્ષણે તેનો પાકો વિશ્વાસ આવી જાય છે, અને અતીન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે છે. ભાઈ! આવો અતીન્દ્રિય આનંદ તે આનંદ છે, બાકી બધી વાતો છે. આવો આનંદ માત્ર જ્ઞાનીને જ હોય છે. સમજાણું કાંઈ...? (૬-૨૩૧) (૮૭) -અનાદિ સંસારથી જ્ઞાયક જ્ઞાયકભાવપણે જ રહ્યો છે. અનેક શેયને જાણવાપણે પરિણમ્યો હોવા છતાં સહજ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી. અજ્ઞાની જીવોને મોહને લઈને તે અન્યથા અધ્યવસિત થાય છે. અહાહા...! ભગવાન આત્મા તો સદા નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ગોળો ભગવાન આત્મા છે. ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અનાદિ-અનંત જ્ઞાયકભાવ જ્ઞાયકભાવરૂપે જ છે. ૫૨શેયને જાણવા છતાં શુદ્ધ તત્ત્વ પરજ્ઞેયપણું થયું નથી, છે નહિ અને થશે નહિ. (૬-૨૬૪) (૮૮ ) ભાઈ! તું એકલો જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંજ, જ્ઞાનનું સ્થાન-ધામ છો. અહાહા...! જ્ઞાનસ્વરૂપ જ આખી ચીજ છે. (૬–૩૨૬ ) (૮૯ ) અહાહા...! આત્મા ત્રણલોકનો નાથ ભગવાન પોતે જ્ઞાનાનંદસ્વભાવનો મોટો મહેરામણ-દરિયો છે. અંતરમાં આવો અતીન્દ્રિય આનંદનો સાગર ઊછળે તે કદી માઝા ન મૂકે. અહીં કહે છે-આત્મા સચ્ચિદાનંદ જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ એની માઝા મૂકીને (સ્વભાવ મૂકીને ) રાગમાં ન જાય અને અરાગી આત્માની દૃષ્ટિ જેને થઈ છે તે જ્ઞાની સ્વભાવને છોડીને વ્રતાદિના પ્રેમમાં-રુચિમાં ન જાય. આવી વાતુ! સમજાણું કાંઈ... ? બાપુ! એણે (સ્વરૂપની ) સમજણ વિના દુઃખના પંથે અંતકાળ કાઢયો. આ શરીરની જુવાની અને પાંચપચાસ લાખ રૂપિયાની હોશું એ તો બધી ઝેરની હોશું છે. અરે! અંદર અમૃતનો સાગર ભગવાન આત્મા છે તેની એણે ઓળખાણ અને રુચિ કરી નહિ! (૬–૩૪૩) (૯૦) ત્રિલોકીનાથ પરમાત્મા એમ કહે છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદઘન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦ અધ્યાત્મ વૈભવ ભગવાન આત્માની રુચિ-દષ્ટિ છોડીને રાગનો-શુભરાગનો પ્રેમ અને આદર કરે છે એ અજ્ઞાની બહિરાત્મા બાળક છે. અને જેણે દષ્ટિમાંથી રાગનો ત્યાગ કરી નિજ શુદ્ધ ચૈતન્યતત્ત્વનો આદર કર્યો તે અંતરાત્મા યુવાન છે અને એમાંથી ૫૨માત્મા થાય ત્યારે તે વૃદ્ધ (વર્ધમાન ) થયો. બાકી આ શરીરની બાળ, યુવા અયે વૃદ્ધાવસ્થા એ તો જડરૂપ જડની છે. (૬–૩૪૮ ) (૯૧) એક ભાઈ પૂછતા હતા કે તમે આત્માને કારણપરમાત્મા કહો છો તો કાર્ય જે આવવું જોઈએ તે કેમ આવતું નથી ? સમાધાનઃ- - ભાઈ ! જેણે વિશ્વાસમાં ભગવાન પૂર્ણાનંદમય કા૨ણપ૨માત્માનો સ્વીકાર કર્યો તેને કારણનું કાર્ય સમકિત આવ્યા વિના રહે નહિ. પણ કા૨ણપ૨માત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનો વિશ્વાસ છે તને? અનાદિથી એક સમયની પર્યાયમાં રમતું માંડી છે, પર્યાયને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. ભાઈ! તું પુણ્ય કરી-કરીને અનંતવા૨ નવમી ત્રૈવેયક ગયો, તને નવપૂર્વની લબ્ધિ પણ થઈ, પરંતુ કારણપરમાત્મામાં દષ્ટિ કરી તેને જાણ્યો નહિ; શુભભાવ અને જ્ઞાનના ઉઘાડની પર્યાયની રુચિ કરી પણ બાપુ! ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય કારણ પરમાત્મા પ્રભુ એક સમયની પર્યાય જેટલો નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી ભગવાન જ્ઞાયકનું જ્ઞાન આવે પણ ભગવાન જ્ઞાયક ન આવે. અહાહા...! અનંતગુણનો સાગર ભગવાન આત્મા છે; તેનું પૂરું જ્ઞાન પર્યાયમાં આવે, એની પૂરી શ્રદ્ધા પર્યાયમાં થાય પણ વસ્તુ ત્રિકાળી તો ભિન્ન જ રહે. આવા ત્રિકાળી અખંડ એકરૂપ ચૈતન્યદ્રવ્ય-કારણ૫૨માત્માનો અંતઃસન્મુખ થઈ વિશ્વાસ કરતાં સમતિ આદિ કાર્ય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...? ભાઈ... ! આત્મા તો આત્મા છે; એની દૃષ્ટિ અને સ્થિરતાની જરૂર છે. એના કાર્ય માટે બહુ પંડિતાઈની-ક્ષયોપશમની જરૂર છે એમ નથી. પશુનો આત્મા પણ એની રુચિ કરીને સમકિત પામે છે. (૬-૩૬૭ ) (૯૨ ) આત્મસ્વભાવની અરુચિરૂપ જે ભાવ-ક્રોધ, માન, માયા અને લોભ તેને ક્રોધાદિ કહ્યા છે. સ્વરૂપની અરુચિના બે પ્રકાર-રાગઅ અને દ્વેષ. તેમાં સ્વરૂપની અરુચિ એવો જે દ્વેષભાવ તેના બે પ્રકાર-ક્રોધ અને માન અને સ્વરૂપ પ્રત્યેનો અનાદર એવો જે રાગ તેના બે પ્રકારમાયા અને લોભ. આત્મા સદા ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદસ્વરૂપે અંદર વિરાજે છે. તેને છોડી જેને પુણ્યભાવની રુચિ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. અહીં કહે છે-આત્માની અરુચિરૂપ ક્રોધાદિ પરિણામની ક્રિયા થઈ તેના આધારે ક્રોધાદિ છે. વિકારના પરિણમનની ક્રિયાના આધારે વિકાર છે, આત્માના આધારે વિકાર નથી. રાગની ક્રિયા તે આત્માના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧ વિરોધની-ક્રોધાદિ ક્રિયા છે. જીવની ક્રોધાદિકની પર્યાય અનાદિથી ક્રોધાદિ ક્રિયામાં છે; તેની પરિણતિમાં ક્રોધાદિ વિકારભાવ આત્માને લઈને નથી. વિકાર પણ પોતાના ષટ્કારકથી પરિણમે છે, ક્રોધાદિ ક્રિયા એટલે વિકારનું ષટ્કારકરૂપ જે પિરણમન તેમાં ક્રોધાદિ છે, આત્મા નથી અને આત્મામાં ક્રોધાદિ નથી. સ્વરૂપની વિપરીત માન્યતારૂપ જે મિથ્યાત્વની ક્રિયા એના પરિણમનમાં વિકાર છે, આત્માના પરિણમનમાં મિથ્યાત્વાદિ વિકાર નથી. (૫-૩૭૭) ભગવાન આત્મા (૯૩) ક્રોધાદિ વિકારમાં, કર્મ કે નોકર્મમાં જ્ઞાન-આત્મા નથી અને જ્ઞાનમાં-આત્મામાં ક્રોધાદિ વિકાર, કર્મ કે નોકર્મ નથી. કેમ નથી ? તો કહે છે–તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. પુણ્ય-પાપના ભાવને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. તેવી જ રીતે કર્મને શરીરાદિને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. આત્માનું તો જાણનસ્વરૂપ છે અને ક્રોધાદિનું એનાથી વિરુદ્ધ જડસ્વરૂપ છે. તેથી આત્મામાં રંગ-રાગના ભાવ છે જ નહિ. (૬-૩૭૯ ) (૯૪) આત્મા શુદ્ધ પવિત્ર ચિદાનંદઘનસ્વરૂપ છે. સર્વજ્ઞ પરમેશ્વરે આવો આત્મા જોયો છે. એનું જે રાગથી ભિન્ન થઈને શ્રદ્ધાનની ક્રિયારૂપ, શાન્તિની ક્રિયારૂપ, આનંદની ક્રિયારૂપ શુદ્ધપણે પરિણમવું એને જાણનક્રિયા કહે છે; અને દયા, દાન, વ્રતાદિ રાગની રુચિરૂપે પરિણમવું તેને ક્રોધાદિક્રિયા કહે છે. એ બન્નેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જાણનક્રિયાથી ક્રોધાદિક્રિયા વિરુદ્ધ છે. જાણનક્રિયારૂપે પરિણમવું તે મોક્ષમાર્ગ છે અને એનું ફળ મોક્ષ એટલે અનંત સુખ છે. જ્યારે ક્રોધાદિક્રિયારૂપે પરિણમવું એ બંધમાર્ગ છે અને એનું ફળ સંસાર અને અનંત દુ:ખ છે. જાણનક્રિયા ધર્મની ક્રિયા છે અને રાગની રુચિરૂપ જે ક્રોધાદિક્રિયા થાય તે સ્વભાવથી વિરુદ્ધ હોવાથી અધર્મની ક્રિયા છે. એક ક્ષમાદિના પરિણમનરૂપ છે અને બીજી ક્રોધાદિના પરિણમનરૂપ છે. અનાદિથી રાગ સાથે એકત્વની ક્રિયા છે તે ક્રોધાદિક્રિયા છે અને સ્વભાવ સાથે જે એકત્વ થયું એ જાણનક્રિયા સમ્યગ્દર્શનની ક્રિયા, આનંદની ક્રિયા, શુદ્ધતાની ક્રિયા, સ્વરૂપની રચનારૂપ વીર્યની ક્રિયા છે અને તે ધર્મ છે. બાપુ! આ નિર્ણય તો કર. આ અંતરની વાતો છે, બહારના ક્રિયાકાંડથી મળે એવી આ ચીજ નથી. ભાઈ! આ નિર્ણય કરવાનાં ટાણાં છે હોં. (૬–૩૮૧) (૯૫ ) જેમ જ્ઞાનમાં આકાશને લક્ષમાં લેતાં આકાશનો બીજો કોઈ આધાર દેખાતો નથી એમ બુદ્ધિમાં જ્ઞાનને વિચારતાં જ્ઞાનને કોઈ બીજી ચીજનો આધાર છે એમ દેખાતું નથી. જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે અર્થાત્ આત્મા આત્મામાં જ છે કોઈ અન્ય દ્રવ્યમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨ અધ્યાત્મ વૈભવ નહિ. બીજા દ્રવ્યનો જ્ઞાનને-આત્માને આધાર નથી; આત્મા શરીરમાં કે રાગમાં નથી. આત્મા એકલા જ્ઞાનના પરિણમનમાં કે જે આત્માનું સ્વરૂપ છે એમાં છે. રાગ આધાર અને આત્મા આધેય એમ છે નિહ. ભાઈ ! એક વાર તું આવું યથાર્થ શ્રદ્ધાન તો કર કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, રાગમાં-ક્રોધાદિમાં નહિ અને ક્રોધાદિક ક્રોધાદિકમાં જ છે, આત્મામાં નહિ. ભાઈ ! આવું શ્રદ્ધાન કરે એ તો અંદર (સ્વરૂપમા ) ચાલ્યો જાય. (૬-૩૮૪ ) (૯૬) પોતે સહજ ચેતિયતા છે. પહેલાં દર્શનજ્ઞાનરૂપ કહ્યો હતો, અહીં બન્નેને ભેગા કરી ચેતિયતા કહ્યો. આહાહા...! ભગવાન આત્મા ચેયિતા માત્ર ચેતનાર એટલે જાણનારદેખનાર છે; જગતનો બનાવનાર કે જગતમાં ભળનાર નથી. ગંભીર વાત છે પ્રભુ! પોતે જગતથી નિરાળો ભગવાન ચેતિયતા માત્ર ચેતનારો છે. સહજ ચેતિયતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે. જ્ઞાનસ્વરૂપી આત્મા એકલા જ્ઞાનને જ ચેતે છે-અનુભવે છે, પણ રાગને ચેતે છેઅનુભવે છે એમ નહિ... આત્માને જાણવો ( અનુભવવો ) એ પ્રથમ કર્તવ્ય છે. ભાઈ! તું ભગવાન આત્માને અનાદિથી ભૂલ્યો છુ તેને પ્રથમ જાણ. ભગવાન! તેં તને ન જાણવાની ભૂલ કરી છે તે ભૂલ સુધારીને તું તને (–પોતાને) જાણ અને તેમાં એકાકાર થા. જગતની બધી ચીજો ૫૨જ્ઞેય છે. એમાં કોઈ ઠીક નથી, અઠીક પણ નથી. અહીં કહે છે-આત્માને સહજ ચેતિયતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે. અહાહા...! તે બધા શેયોને એક પર્ણ-સમાનપણે પરશેય તરીકે જાણે છે. ભગવાન પંચપરમેષ્ઠી ઠીક એવો ભેદ જ્ઞેયમાં નથી અને જાણનારના જ્ઞાનમાં પણ નથી. એકરૂપે બધી ચીજો જ્ઞેયપણે ભાસે છે, અર્થાત્ પોતે પોતાને ચેતતો-અનુભવતો થકો જ્ઞાન ચેતનાપણે રહે છે, જ્ઞેય પ્રતિ રાગને પ્રાપ્ત થતો નથી.... અરેરે! મોઢે જગતને મારી નાખ્યું છે! માટે અહીં કહે છે-મોહરહિત થઈને ૫દ્રવ્યથી ભિન્ન નિજ ચૈતન્યચમત્કારને ધ્યાવો. જેની જ્ઞાનની દશામાં અનંતુ જાણવું થાય, જેના દર્શનમાં અનંતુ દેખવું થાય એવો ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે. જગતના બીજા ચમત્કાર તો થોથેથોથાં છે, સમજાણું કાંઈ...? (૬-૪૧૮ ) (૯૭) પ્રભુ! એકવાર તારી મોટપનાં ગીત તો સાંભળ. નાથ! તું એકલા ચિદાનંદરસથી ભરેલો ભગવાન છો. અહા ! તું રાગના કણમાં જાય (અર્ખાઈ જાય) તે તને કલંક છે પ્રભુ! રાગનો ણ-અંશમાત્ર પણ રાગ જેને (પોતાપણે ) હયાત છે તે શ્રુતકેવળી જેવો હોય તોપણ મિથ્યાદષ્ટિ છે એમ અહીં કહે છે. અહા! શાસ્ત્રનાં પાનાંનાં પાનાં પાણીના પૂરની જેમ મોઢે બોલી જતો હોય તોપણ એથી શું? કાંઈ સાચું જ્ઞાન નથી. ( ૭–૧૧૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ ભગવાન આત્મા (૯૮) કહે છે જેને રાગાદિથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન નથી તેને રાગાદિ અનાત્માનું પણ જ્ઞાન હોતું નથી; કારણ કે આત્મા સ્વરૂપથી-ચૈતન્યસ્વરૂપથી સત્તા છે અને પરરૂપથીરાગથી અસત્તા છે. વસ્તુ સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા છે; છે અંદર? ભાઈ ! પોતાના સ્વરૂપથી આત્મા છે અને પરરૂપથી તે અસત્તા છે. આ પંચપરમેષ્ઠી જગતમાં છે તેનાથી પણ આ આત્મા અસત છે. તેવી રીતે જે પંચપરમેષ્ઠી છે તે પોતાથી સત્ છે અને પરથી અસત્ છે, આ આત્માથી અસત્ છે. માટે જેને પોતાના સતનું યથાર્થ જ્ઞાન નથી તેને સથી વિરુદ્ધ રાગનું પણ યથાર્થ જ્ઞાન નથી. નિશ્ચય નિજ પરમાત્મદ્રવ્યનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન નથી. (૭-૧૧૫) (૯૯) જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ છે તે તારું સ્વપદ છે. અહીં શુદ્ધ-શુદ્ધ એમ બે વાર કહ્યું છે; મતલબ કે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ છે અથવા દ્રવ્ય ને ગુણે શુદ્ધ છે. જો પર્યાય લઈએ તો ત્રિકાળી કારણ શુદ્ધ-પર્યાયે શુદ્ધ છે એમ અર્થ છે. બાકી તો દ્રવ્ય શુદ્ધ છે અને ગુણેય શુદ્ધ છે-આવી ચૈતન્યધાતુ છે. અહાહા..! જેણે માત્ર ચૈતન્યપણું ધારી રાખ્યું છે અને જેણે રાગ ને પુણ્ય-પાપને ધારી રાખ્યા નથી તે ચૈતન્યધાતુ છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા અંદર ચૈતન્યધાતુ છે કેમકે તેણે ચૈતન્યમાત્રપણું ધારી રાખ્યું છે. આચાર્ય કહે છે નિજરસની અતિશયતા વડે જે સ્થિર છે એવું શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ જ્યાં છે તે આત્મા તારું સ્વપદ છે; તેમાં તું નિવાસ કર. અહાહા! આત્મા નિજરસની અતિશયતાથી ભરેલો છે. એના ચૈતન્યરસમાં આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગતારસ, સ્વચ્છતારસ, પ્રભુતારસ ઇત્યાદિ આવા અનંતગુણના રસ એકપણે ભર્યા છે. અહો! આત્મામાં નિજરસનો અતિશય એટલે વિશેષતા છે. એટલે શું? એટલે કે આત્માને છોડીને આવો નિજરસ-ચૈતન્યરસ બીજે ક્યાંય (પુણ્યપાપ આદિમાં) છે નહિ. ગજબ વાત છે પ્રભુ! આચાર્યદેવે શબ્દ શબ્દ ભેદજ્ઞાનનું અમૃત વહાવ્યું છે.. આત્મા “સ્વર –ભરત:' નામ નિજ શક્તિના રસથી ભરેલો છે. અહાહા..! અનંત ગુણરસના પિંડ પ્રભુ આત્મામાં ચૈતન્યરસ, આનંદરસ, ભર્યો પડયો છે. અનંત અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, શાંતિનો આનંદ-એમ અનંતગુણના આનંદના રસથી પ્રભુ આત્મા ભર્યો પડ્યો છે, અને તે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે. શું કહ્યું? કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી-પુત્ર-પરિવાર અને પુણ્ય-પાપના ભાવ એ સર્વ તો નાશવાન છે, પણ ભગવાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ અધ્યાત્મ વૈભવ આત્મા નિજરસની અતિશયતા વડે સ્થિર-અવિનાશી છે, અંદર ત્રિકાળ સ્થાયી રહેવા વાળો છે, કાયમ રહેવાવાળો છે. (૭-૧૩૨) (૧૦૦) –ભગવાન આત્મા અંદર સ્થાયીભાવ-સ્થિર નિત્ય છે. આવું ત્રિકાળી ધ્રુવધામ પ્રભુ આત્મા તારું નિજપદ છે. કહે છે–સર્વ અપદથી છૂટી અહીં નિજપદમાં આવી જા; તેથી તું જન્મમરણથી રહિત થઈ જઈશ. જેમ પુરાણપોળી ઘીના રસમાં તરબોળ હોય છે તેમ ભગવાન આત્મા ચિદાનંદરસથી તરબોળ ભર્યો પડ્યો છે. તેમાં દષ્ટિ કરી અંદર નિવાસ કર; તેથી તારી પર્યાયમાં પણ આનંદરસ ટપકશે. ભાઈ ! આ ચૈતન્યપદ છે તે તારું ધ્રુવપદ છે. તેને ભૂલીને તું અપદમાં ક્યાં સૂતો છે પ્રભુ? જાગ નાથ! જાગ; અને આવી જા આ ધ્રુવપદમાં; તને મોક્ષપદ થશે. (૭–૧૩૪). (૧૦૧). પ્રભુ! તું અંદર આત્મા છો કે નહિ? અહા.. હા. હા.. ! તું અતીન્દ્રિય આનંદરૂપ અમૃતથી ભરેલો એકલો અમૃતનો સાગર છો; જ્યારે પરદ્રવ્યના વલણથી ઉત્પન્ન આ ઈન્દ્રિયોનાં સુખ તો દુઃખના-ઝેરના પ્યાલા છે, ભગવાન આત્માથી વિરુદ્ધ જે શુભ વિકલ્પ ઊઠે છે તે ઝેર છે ભાઈ ! અને એમાં આ ઠીક છે એવો હરખનો ભાવ પણ ઝેર છે પ્રભુ! અરે! તું એમાં નચિંત થઈને સૂતો છે? ભગવાન! એ તારું રહેવાનું સ્થાન નથી; એ તો અપદ છે, માટે જાગ નાથ! જાગ. તારું પદ તો અંદર શુદ્ધ ચૈતન્યધાતુમય છે; ત્યાં જા, એમાં નિવાસ કર. અહો ! સંતો નિસ્પૃહ કરુણા કરીને જગાડે છે. કહે છે-રાગમાં એકાકાર થઈને સૂતો છો પણ તે તારું પદ નથી પ્રભુ! તારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે. અહીં.. હા... હા.. ! એક જ્ઞાયકસ્વભાવથી ભરેલો ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્યધાતુમય છે અને તે તારું પદ છે. આમ શુભાશુભરાગમાં-અપદમાં રખડવા જા” છો એના કરતાં એમાં જા ને! ત્યાં વસ ને! ત્યાં જ ઠરી જા ને. લ્યો, આ કરવાનું છે. (૭–૧૩૯ ) (૧૦૦) આત્મા જ્ઞાન અને આનંદ જેનું સ્વરૂપ છે એવી સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર છે. કેવળજ્ઞાનાદિ પર્યાયો અનંતી પ્રગટે તોયે અનંતકાળે ન ખૂટે એવું અખૂટ નિધાન છે. અહાહા..! જેનો સ્વભાવ જ જ્ઞાન છે તેની વાત શું? આવા ભગવાન આત્માનું આલંબન લેતાં ભ્રાન્તિનો નાશ થઈ આત્મલાભ થાય છે. જો ખેતરમાં દટાયેલો ચરુ નીકળે તો તેમાં કોડો મણિ-રત્ન ભાળીને “ઓહોહોહો... ' એમ થઈ જાય છે. પણ અહીં આત્મામાં જોડો તો શું અનંત-અનંત-અનંત ક્રોડો રતન ભર્યા છે. ભાઈ ! તું એમાં અંતર્દષ્ટિ કર, તને ભગવાનનો ભેટો થશે, અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને અશુદ્ધતાનું પરિહાર થશે. (૭–૧૮૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૩૫ (૧૦૩) અરે ભાઈ ! જેને સ્વરૂપનો મહિમા જાગ્યો અને પ્રસન્ન ચિત્તે તેના સ્વરૂપને સાંભળ્યું તેને “હું અબદ્ધ છું' એવો નિર્ણય થયો છે. ભલે તે વિકલ્પરૂપ હો, પણ “આ હું છું” એમ સ્વરૂપનો પક્ષ કરનારને રાગનો-વ્યવહારનો પક્ષ છૂટી જાય છે અને તેથી તે સ્વરૂપનો આશ્રય કરી અલ્પકાળમાં મુક્તિને પાત્ર થઈ જાય છે. અહાહા...! જેણે ચિત્યમત્કારસ્વરૂપ ભગવાન આત્માના અપરિમિત સામર્થ્યની વાત ઉલ્લસિત વીર્યથી સાંભળી છે તેને “હું અબંધ છું, મુક્તસ્વરૂપ છું, આનંદનું ધામ છું” –એમ અંતરમાં પક્ષ-પ્રેમ થયો છે અને તેથી તે રાગથી ભિન્ન પડીને ભાવિમાં સ્વરૂપનો આશ્રય લઈ અવશ્ય મુક્તિને પાત્ર થઈ જશે. જુઓ ! આ સ્વરૂપની વાર્તા સાંભળવાનો મહિમા ! સ્વરૂપના આશ્રયનું તો કહેવું જ શું? અહીં દશ બોલથી કહે છે૧. જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, કેમકે ૨. તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે, ૩. તે વડ ભ્રન્તિનો નાશ થાય છે, ૪. ભ્રાન્તિનો નાશ થતાં આત્માનો લાભ થાય છે, ૫. તે વડે અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, અને ૬. તેનાથી કર્મ જોરાવર થઈ શકતું નથી, તથા ૭. રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતા નથી, ૮. તેનાથી કર્મ આસ્રવતું નથી, નવું કર્મ બંધાતું નથી, ૯. પૂર્વનાં બંધાયેલાં કર્મ નિર્જરી જાય છે તથા ૧૦. સમસ્ત કર્મનો અભાવ થતાં સાક્ષાત્ મોક્ષ થાય છે. (૭-૧૮૮) (૧૦૪) ભગવાન આત્મા અદ્ભૂતનિધિ છે. અહાહા...! જેમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા ઇત્યાદિ અનંત અનંત સ્વભાવો ભર્યા છે એવો મહા આશ્ચર્યકારી ખજાનો ભગવાન આત્મા છે. ભાઈ ! તને અબજો ની નિધિ હોય તો પણ તે સંખ્યાત છે, તેની હદ છે; જ્યારે આ અદ્દભુત ચૈતન્યરત્નાકરની નિધિ બેહદ-અપાર છે. આકાશના પ્રદેશોની સંખ્યા અનંત છે. તેના કરતાં પણ અનંતગુણાં ગુણરત્નો ચૈતન્યરત્નાકરમાં ભર્યા છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં રેતીની જગ્યાએ નીચે રત્નો ભર્યા છે. તેમ આ સ્વયંભૂ ભગવાન આત્મામાં-જે સ્વયંથી રહેલો-થયેલો છે અને સ્વયંથી પ્રગટ થાય તેવો છે એવા સ્વયંભૂ ભગવાન આત્મામાં-અનંત ચૈતન્યનાં રત્નો ભર્યા છે. અહો ! પરમ આશ્ચર્યકારી સ્વરૂપ ભગવાન આત્માનું છે ! માટે કહે છે-ભાઈ ! આ બધા બહારના જડના-ધૂળના ભપકાના આકર્ષણ છોડી દે અને આશ્ચર્યોનું નિધાન એવો ત્રણલોકનો નાથ ભગવાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ અધ્યાત્મ વૈભવ આત્મા અંદર વિરાજી રહ્યો છે ત્યાં જા, તેમાં આકર્ષણ કરી તલ્લીન થા; તેથી અદભુત આશ્ચર્યકારી આનંદ પ્રગટશે. (૭–૧૯૬ ) (૧૦૫ ) માણસને કરોડ-બે કરોડ કે અબજ-બે અબજની સંપત્તિ થઈ જાય તો ઓહોહોહો...! એમ એને (આશ્ચર્ય) થઈ જાય છે. પણ ભાઈ ! એ તો બધી ધૂળની ધૂળ છે. અહીં કહે છેઅંદર ત્રણલોકનો નાથ ચૈતન્યરત્નાકર પ્રભુ અદભુત-આશ્ચર્યકારી નિધિ છે. અહાહા... જેમાં આખું વિશ્વ જણાય એવી નિર્મળ નિર્મળ જ્ઞાનપર્યાયો જેને આપો આપ ઊછળે છે એવો આ ભગવાન આત્મા અદ્ભુતનિધિ ચૈતન્યરત્નાકર છે. છે અંદર? ગજબ વાત છે ભાઈ ! ભગવાન આત્મા જ્ઞાનનો, આનંદનો, શાન્તિનો, વીતરાગતાનો ઇત્યાદિ અનંત અનંત ગુણરત્નોનો દરિયો છે દરિયો. જગતમાં તો પૈસાની ગણતરી હોય કે-કરોડ બે કરોડ આદિ. પણ આ તો અમાપ-અમાપ-અમાપ ગુણરત્નોનો પ્રભુ આત્મા દરિયો છે; મહા આશ્ચર્યકારી છે. જગતમાં એવું કોઈ તત્ત્વ નથી કે અનંતકાળમાં પણ તેની હાનિ કરી શકે. આવો આ ભગવાન ચૈતન્યરત્નાકર છે. સ: gs: મ/વીન' એમ કહ્યું ને? મતલબ કે તે “આ” કહેતાં આ પ્રત્યક્ષ વેદનમાં આવે તેવો ભગવાન આત્મા અદ્ભુતનિધિ છે. અહાહા..! જેનું પ્રત્યક્ષ વેદના થાય એવો ભગવાન આત્મા અભુત ચૈતન્યરત્નાકર છે એમ કહે છે. અરે! આવા પોતાના ભગવાનનો મહિમા છોડીને આ ચામડે મઢેલા રૂપાળા દેખાતા શરીરનો મહિમા ! પૈસાનો-ધૂળનો જડનો મહિમા! પુત્રાદિ પરનો મહિમા! પ્રભુ! પ્રભુ? શું થયું તને આ કે અંદર જ્ઞાનાનંદનો આશ્ચર્યકારી દરિયો ડોલી રહ્યો છે તેને છોડી તને બહારમાં મહિમા આવે છે? ભાઈ ! વિશ્વાસ કર કે-હું પ્રત્યક્ષ વેદનમાં આવે એવો ભગવાન અભૂતનિધિ ચૈતન્યરત્નાકર છું. અહાહા...! ભાષા તો જુઓ! કે “અદ્દભુતિનિધિ” એટલે કે મહા વિસ્મયકારી નિધિ પ્રભુ આત્મા છે. પ્રભુ! આવો ચૈતન્યનો દરિયો તને નજરે પણ પડે નહિ? જોવામાં ન આવે? તેની સામું તું જુએ પણ નહિ? આમ બીજાની સામે જોયા કરે છે તો શું છે પ્રભુ! તને આ? સ્ત્રી રૂપાળી હોય તો તેની સામું જોયા કરે છે અને બે-પાંચ લાખના પૈસા-ધૂળ હોય તો જોઈને રાજી રાજી થઈ જાય છે તો શું થયું છે પ્રભુ! તને? આવું રાંકપણું તને ક્યાંથી પ્રગટયું પ્રભુ? અને આવી ઘેલછા !! પ્રભુ! તું જો તો ખરો તું અદ્દભુત નિધિ છો, ભગવાન છો, ચૈતન્યરત્નાકર છો. અહાહાહા અંદર જોતાં વેંત જ તને અનુપમ આનંદનું પ્રત્યક્ષ વેદન થશે. અહા ! આવો ભગવાન ચૈતન્યરત્નાકર આત્મા છે. (૭-૧૯૭) (૧૮૬) ભાઈ ! જો તારે કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે અને આ કરવું પડશે. અહાહા..! કહે છે-કલ્યાણનો સાગર પ્રભુ તું છો ને? તેમાંથી કણ કાઢ તો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ ભગવાન આત્મા તારું કલ્યાણ થઈ જશે. અંશીમાંથી અંશ કાઢ તો તે અંશમાં પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ, તને આનંદ થશે, સંતોષ થશે અને તું તૃ-તૃ-તૃત થઈ જઈશ. જાણે સિદ્ધપદ પ્રાપ્ત ન થયું હોય એવી તૃપ્તિ થશે. તારી અંદર સ્વરૂપમાં દષ્ટિ પડતાં ચૈતન્યરત્નાકર ભગવાન આત્મા નિર્મળથી પણ નિર્મળ પર્યાયે ઊછળશે અને છતાં તે અભિન્ન રહેશે; તેમાં ખંડ ખંડ નહિ પડે એમ કહે છે... ભાઈ ! તને તારા ભગવાનની અહીં ઓળખાણ કરાવે છે કે ભગવાન! તું આવો છો. અહાહાહા... ! નાથ ! તું ત્રણલોકના નાથ ભગવાનની હોડમાં બેસી શકે એવી તારી વાત છે (૭-૧૯૮) (૧૦૭) જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે આત્મા ડોલાયમાન થાય છે. જેમ સમુદ્ર ભરતીની છોળો મારતો ઊછળે છે તેમ ભગવાન આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ જ્ઞાનપર્યાયોરૂપી તરંગોની છોળો મારતો ઊછળે છે. અહા ! અનંતગુણથી ભરેલો ભગવાન આત્મા અંદરમાં અંતરએકાગ્રતાનું દબાણ થતાં, જેમ ફુવારો ફાટીને ઊડે છે તેમ, અનંત પર્યાયોથી ઊછળે છે. છે અંદર? કે ડોલાયમાન થાય છે-ઊછળે છે. ' અહાહા..! એક એક કળશ તો જુઓ ! ભગવાન ! આ તારાં ગાણા ગાય છે હો. તું જેવો છો તેવાં તારાં ગાણાં ગાય છે ભાઈ ! તને તારી મોટપ બતાવવા-મોટપ તરફ નજર કરાવવા-તારી મોટપ ગાઈ બતાવે છે. આવી વાત છે... અહાહા...! તારા આત્મદ્રવ્યનો મહિમા શું કહેવો? જેમ આકાશના અનંત પ્રદેશ છે તેનાથી અનંતગણ ગુણરત્નોથી ભરેલો આત્મા જ્ઞાનસમુદ્ર છે. તે એક જ્ઞાનજળથી જ ભરેલો છે. અહાહા...! તેની નિર્મળથી નિર્મળ ઉદ્ભવતી પર્યાયનો પણ શું મહિમા કહેવો? (૭–૧૯૯) (૧૦૮). -હું ભવ્ય! એટલો જ સત્ય આત્મા છે, એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. અર્થાત્ આત્મા જ્ઞાનપ્રમાણ છે, અને જ્ઞાન આત્માપ્રમાણ છે. એમ તો આત્મા જ્ઞાનપ્રમાણ. દર્શન પ્રમાણ આનંદપ્રમાણ ઇત્યાદિ અનંત-ગુણપ્રમાણ છે. પણ જ્ઞાન પ્રધાન છે ને? તેથી અહીં કહ્યું કે એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. મતલબ કે જ્ઞાનથી અન્ય જે કાંઈ છે તે આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઊઠે છે તે આત્મા નથી. અહાહાહા...શુદ્ધ ચૈતન્યપ્રકાશથી પ્રકાશતો ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા એટલો જ છે કે જેટલું આ જ્ઞાન છે. કહે છે-આવો નિશ્ચય કરીને એટલે કે જ્ઞાનસ્વરૂપી-જ્ઞાન-માત્ર પોતાનો આત્મા છે એમ નિશ્ચય કરીને એમાં જ-જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ પામ. જુઓ આ નિશ્ચય કહ્યું કે જ્ઞાનમાત્ર ભગવાન આત્મામાં જ રતિ પામ; કેમકે ત્યાં તને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ અધ્યાત્મ વૈભવ તારા ભગવાનના (આત્માના) ભેટા થશે. અહાહા...! જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહિ, મન-વાણી-ઇન્દ્રિય નહિ, રાગેય નહિ પણ જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્યાર્થ આત્મા છે-આમ નિશ્ચય કરીને, કહે છે, એમાં જ રતિ પામ, એમાં જ રુચિ કર, એમાં જ પ્રીતિ કર. બાકી તો બીજું બધું થોથેથોથાં-દુઃખી થવાનો માર્ગ છે. શુભરાત્રેય દુઃખી થવાનો માર્ગ છે. (૭-૨૧૫) (૧૦૯) અહાહાહા... ! આ અરિહંત દેવ અને એમનાં શાસ્ત્ર એમ કહે છે કે તું જ્ઞાનમાત્ર છો પ્રભુ! ત્યાં પ્રીતિ કર. ને અમારા પ્રત્યેથી પણ પ્રીતિ છોડી દે. અહાહા....! તારો ભગવાન તો અંદર શીતળ–શીતળ ચૈતન્યચંદ્ર છે, જિનચંદ્ર છે; ત્યાં પ્રીતિ કર. જગતમાં ચંદ્ર છે તે શીતળ હોય છે પણ એ તો જડની શીતળતા જડરૂપ છે. જ્યારે આ શાંત-શાંત-શાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાન્તિમય છે. અહાહા...! આ ચૈતન્યચંદ્ર તો એકલી શાંતિનું ઢીમ છે. એને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો એક જ છે. પણ અહીં જ્ઞાનને પ્રધાન કરીને કહ્યું છે ને? તેથી કહ્યું કે-આ જેટલું જ્ઞાન છે એટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ રતિ કર. ગજબ વાત છે ભાઈ ! કહે છે-સદાય જ્ઞાનમાત્ર વસ્તુ પ્રભુ તું છો તેમાં દષ્ટિ કર; તારી દષ્ટિનો વિષય જ્ઞાનમાત્ર આત્માને બનાવ અને એમાં જ રતિ કર. (૭-૨૧૬) (૧૧૦) અહાહા...! જેટલું અંદર જ્ઞાનસ્વરૂપ છે તેટલું જ સત્યકલ્યાણ છે. અહાહા....! જ્ઞાનસ્વરૂપ છે તે જ કલ્યાણ સ્વરૂપ છે અને કલ્યાણ સ્વરૂપ છે તે જ જ્ઞાનસ્વરૂપ છે અને એ જ આત્મસ્વરૂપ છે. માટે, તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણસ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ. અહાહા...! આ જ્ઞાન એ જ કલ્યાણ સ્વરૂપ છે એમ નિશ્ચય કરીને–નિર્ણય કરીને જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. (૭-૨૧૭) (૧૧૧) અહીં ત્રણ બોલ કહ્યા૧. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ રતિ કર. ૨. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ સંતોષ પામ. ૩. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેનો અનુભવ કરી સદાય તેમાં જ તૃતિ પામ. ભાઈ ! પહેલાં નિર્ણય તો કર કે વસ્તુ આ છે, અંતરમાં અનુભવ કરવાલાયક ચીજ હોય તો આ એક આત્મા જ છે. આમ નિર્ણય કરીને ત્યાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને તેમાં જ તૃતિ પામ. (૭-૨૧૯) (૧૧) ભગવાન! તારા ગુણ શું કહું? એ તો અપાર છે. અનંતા મુખ કરું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૩૯ અને એક મુખમાં અનંત જીવ મૂકું તોય પ્રભુ! તારા ગુણના કથનનો પાર આવે તેમ નથી. આખી ધરતીનો કાગળ બનાવું, સમદ્રના જળની શાહી બનાવું અને આખી-બધીય વનસ્પતિની કલમ બનાવું તોય ભગવાન! તારા ગુણ લખ્યા લખાય તેમ નથી. અહીં...! આવા અનંત અનંત સામર્થ્યથી યુક્ત અનંત ગુણરત્નોનો ભગવાન આત્મા દરિયો છે. અહીં કહે છે–પ્રભુ! તું ત્યાં જા ને! નાથ ! તું એની રુચિ કર ને! ત્યાં જ સંતોષ કરીને તૃપ્ત થઈ જા ને! અહાહા....! એમ કરતાં તને વચનથી અગોચર સુખ થશે. (૭-૨૨૧) (૧૧૩) અરે પ્રભુ! તું બહારમાં ભટકી ભટકીને ને પુણ્ય-પાપના ભાવ કરી-કરીને હેરાન હેરાન થઈ ગયો છો. અહીં આચાર્ય તને નિજઘર બતાવે છે. તારું નિજઘર તો પ્રભુ! જ્ઞાનાનંદના સ્વભાવથી પૂરણ ભરેલું પુણ્ય-પાપના ભાવથી પાર છે. ભગવાન! તું બીજે દોરાઈ ગયો છો અને બીજે ઘેરાઈ ગયો છો પણ નાથ ! પરઘરમાંથી નીકળીને અઘરમાં આવી જા. તારું સ્વઘર તો એકલું શીતળ-શીતળ-શીતળ શાન્તિનું ધામ છે. ભાઈ! વિશ્વાસ કર; વિશ્વાસે વહાણ તરશે અર્થાત્ અંદર જવાશે અને તે જ ક્ષણે તને તારાથી જ સુખનો અનુભવ થશે. અહાહાહા...! અંદર તો ભગવાન! સુખનો સાગર ઊછળે છે!!! જો, અંદર જા ને અનુભવ કર. તને તે જ ક્ષણે સ્વયમેવ સુખ અનુભવાશે. હવે આનાથી વિશેષ શું કહે ? પણ અરે! અજ્ઞાનીને એનો વિશ્વાસ-પ્રતીતિ આવતાં નથી. એને તો વ્યવહારથી ધર્મ થશે એમ પ્રતીતિ છે. અરે ભગવાન ! જે તારામાં નથી એનો તને ભરોસો? અને જે તારામાં છે તેનો ભરોસો નહીં ? (૭-૨૨૨) (૧૧૪) ભગવાન આત્મા અચિજ્યશક્તિવાળો એટલે કે ચિંતનમાં-વિકલ્પમાં ન પ્રાપ્ત થાય એવો દેવ-પ્રભુ છે. તથા તેનો જેણે અંતરમાં અનુભવ કર્યો છે તે જ્ઞાની પણ પોતે અચિજ્યશક્તિવાળો દેવ છે. અહાહા..! જે ચિંતવનાથી જાણી શકાય નહિ તે અચિજ્યશક્તિવાળો આત્મા પોતે જ દેવ અને ભગવાન છે. અહાહા...! એ તો પોતે પોતાના સ્વભાવથી (સ્વભાવના લક્ષ, સ્વાનુભૂતિમાં) જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી પ્રભુ આત્મા છે.... અહાહા...! જેણે સ્વાનુભવમાં આત્મા પ્રગટ અનુભવ્યો છે એવો ધર્મી જ્ઞાની અચિત્ય દેવ છે તથા “વિન્માત્ર–વિન્તામળિ: ' તે ચિત્માત્ર-ચિંતામણિ છે. જુઓ, ધર્મી જીવ ચૈતન્યચિંતામણિ રત્ન છે; કેમકે ચિત્માત્ર-ચિંતામણિ એવો આત્મા તેણે હસ્તસિદ્ધ કર્યો છે. જેમ ચિંતામણિ રત્ન જેના હાથમાં હોય તેને તે જે ચિંતવે તે પ્રાપ્ત થાય છે; તે માં ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ છે. એટલે શું ? કે તેમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ અધ્યાત્મ વૈભવ જે એકાગ્ર થાય તેને નિર્મળ ચૈતન્યરત્નો (જ્ઞાન, દર્શન આદિ) પ્રાપ્ત થાય છે. ભાઈ ! રાગ ચૈતન્ય-ચિંતામણિ નથી. આ દયા, દાનના વિકલ્પ કે વ્યવહાર-રત્નત્રયના વિકલ્પ જે છે તે ચૈતન્યચિંતામણિ નથી કેમકે તેમાં એકાગ્ર થતાં ચૈતન્યરત્નો (સમ્યગ્દર્શન આદિ) પ્રગટતાં નથી, પણ જીવ પામર દશાને જ પ્રાપ્ત થાય છે. (ચતુર્ગતિને જ પ્રાપ્ત થાય છે). (૭-૨૨૫). (૧૧૫) જેને અનંત ગુણનું ગોદામ-સંગ્રહાલય એવો ચિંતામણિસ્વરૂપ ભગવાન આત્મા જ્યાં મળ્યો ત્યાં એને આવા (જડ) વિકલ્પોનો સંગ્રહ કરીને શું કામ છે? જેમ કોઈને ચિંતામણિ રત્ન હાથ આવ્યું છે તે પૈસા આદિ સામગ્રીને સંઘરતો નથી કેમકે તેને જ્યારે જે જોઈએ ત્યારે તે સર્વ ચિંતવેલું મળી જાય છે. તેમ ભગવાન આત્મા જે ચૈતન્યચિંતામણિ દિવ્યશક્તિનો ધારક પોતે દેવ છે તે જેને પ્રાપ્ત થયો તે વિકલ્પોના પરિગ્રહણમાં પડતો નથી કેમકે સ્વરૂપમાં જ એકાગ્ર થતાં નિરાકુલ આનંદની પ્રાપ્તિ થઈ જાય તેવો આત્મા પોતે જ દેવ છે. આવું પોતાનું સ્વરૂપ છે તોપણ અરે! પૈસાના ઢગલા અને શરીરની સુંદરતા-નમણાઈ અને વચનની મધુરતા ઇત્યાદિની રુચિ આડ અજ્ઞાનીને તેનો મહિમા આવતો નથી ! પરના માહામ્યમાં રોકાઈને તે અને ભૂલી ગયો છે! પણ ભાઈ ! એનું ફળ બહુ આકરું આવશે બાપા! (૭-રર૭) (૧૧૬) આત્મા જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. તેમાં નથી રાગ કે નથી સંસાર, નથી શરીર કે નથી કર્મ. આવું જે આત્મતત્ત્વ છે તે જ્ઞાનમૂર્તિ છે અને તે જ પોતે અનંત શક્તિનો ધારક દેવ છે. ભાઈ ! આ અરિહંત દેવ તો તારે માટે પર છે; તે કાંઈ તારા દેવ નથી. તારો દેવ તો અનંત શક્તિનો ધારક એવો જ્ઞાનમૂર્તિ ભગવાન તું પોતે જ છો. વળી તે સર્વ કાર્યની સિદ્ધિ કરે એવો ચૈતન્યચિંતામણિ છો. તું પોતાથી કાર્યની સિદ્ધિ કરનારો દેવ છો. મતલબ કે રાગના કારણે વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે એમ નથી. (૭–૨૨૯) (૧૧૭) શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ. ” આ સ્ત્રીનું (દેહનું) રમણ તને ન હોય ભગવાન! તું તો મોક્ષરૂપી લક્ષ્મીનો રમનાર દેવ છો, દેવનો દેવ છો, દેવાધિદેવ છો. અહાહા...! સબ દેવન કે દેવ-એવું અચિત્ય તારું સ્વરૂપ છે ભગવાન ! જુઓને, શું કહે છે? – કે “ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે. ' એટલે કે તેના કાર્ય માટે પર કે નિમિત્ત સામે તાકવું પડે એમ નથી. સંવર ને નિર્જરાની પર્યાય પ્રગટ કરવામાં તેને પરની-નિમિત્તની સામું જોવાનું નથી, પરંતુ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૪૧ સ્વ સામું જોતાં જ સંવર-નિર્જરાના પરિણામ પ્રગટ થાય એવો ચૈતન્યચિંતામણિ દેવ પોતે છે. હવે આવી વાત બિચારો ધંધો-રોજગાર ને બૈરાં-છોકરાં સાચવવામાંથી નવરો પડે તો સાંભળે ને? ભાઈ ! બધા મજૂર છે મજૂર! આખો દિ' પાપની મજૂરી કરનારા મજૂર છે! આ કરું ને તે કરું-એમ કર્તાપણાની હોળીથી બિચારા બળી રહ્યા છે!! હવે તેમાં “હું અચિજ્ય દેવ છું” – એ ક્યાંથી ભાસે? અરેરે! જેને પરમાં દિવ્યતા ભાસે છે તેને આત્મા જે પોતે દેવ છે તેની દિવ્યતા ક્યાંથી ભાસે? પણ ભાઈ ! આ સમજણ ના કરી તો અવસર ચાલ્યો જશે હોં. (મતલબ કે ભવભ્રમણ ઊભું રહેશે). (૭-૨૩૦) (૧૧૮ ) આપે તો આત્માને સાવ પાંગળો બનાવી દીધો. ભાઈ ! આત્મા પરમાં પાંગળો એટલે પંગુ જ છે. આહાહા...! પોતામાં તે પૂર્ણ પુરુષાર્થી છે; પોતાની સત્તામાં તે ઉલટો કે સુલટો પુરુષાર્થ કરી શકે છે પણ પરમાં કાંઈ જ કરી શકે નહિ એવો તે પંગુ છે. (૭–૨૫૪) (૧૧૯) ભાઈ ! તમે પણ ભગવાન છો બાપુ! અહા ! એક સમયની ભૂલ છે, બાકી એક સમયની ભૂલ ટળી જાય એવા સામર્થ્યથી યુક્ત તમે પણ ભગવાન છો. ત્રિકાળી આનંદકંદ જ્ઞાનાનંદ પ્રભુ આત્મા તો ભગવાન છે ને! ભલે અત્યારે તેને આ વિરુદ્ધ બેસે પણ પોતાની ભૂલ ટાળશે ત્યારે એક સમયમાં ટાળી દેશે. અહા! ભગવાન જિનેશ્વદેવનો-વીતરાગદેવનો માર્ગ સમજવો બહુ કઠણ છે ભાઈ ! પુરુષાર્થ વિશષથી-સ્વભાવસભુખ પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય એમ છે. (૭-૪૦૩). (૧૨) ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવ જેનું શરીર છે તે આત્મા છે. જાણગ-જાણગ-જાણગ એવા સ્વભાવનો પિંડ તે ભગવાન આત્માનું શરીર છે. અને તે જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે અર્થાત્ કોઈથી કદીય હણી શકાય નહિ એવું છે. અહાહા..! ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવા જ્ઞાનશરીરી ભગવાન આત્માનો કોણ વધ કરે? એ તો અવધ્ય છે. અહાહા...! ભગવાન! તું કોણ છો? તો કહે–આત્મા; તો એનું શરીર શું? જ્ઞાન તેનું શરીર છે. આ ઔદારિક દેહ, કે કમદહુ કે રાગદેવું–તે આત્મા નહિ. અહાહા..! આ શરીર, મન, વાણી, કર્મ-તે આત્મા નહિ અને એક સમયની પર્યાય તે પણ આત્મા નહિ. આત્મા તો જ્ઞાન જેનું શરીર છે તે આત્મા છે. આત્મા ત્રિકાળી ધ્રુવ-ધ્રુવ જ્ઞાનશરીરી છે ને તે અવધ્ય છે. (૭-૪૩૪) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ અધ્યાત્મ વૈભવ (૧૨૧) ભગવાન આત્મા સ્વયમેવ સત્-સલ્વરૂપ વસ્તુ છે. સ્વયમેવ સત્ નામ પોતે પોતાથી જ સત્ છે, કોઈ ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નહિ અને એ કદી નાશ પામી જશે એમેય નહિ. અહાહા..! આત્મા સ્વયમેવ અનાદિ અનંત અવિનાશિક અકૃત્રિમ વસ્તુ ત્રિકાળ સત છે....... શું કહ્યું? કે ભગવાન આત્મા ત્રિકાળી સત્ પ્રભુ પોતે પોતાથી જ સુરક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. વસ્તુ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતે પોતાથી જ સત્ શાશ્વત પદાર્થ છે. તેનું કોઈ રક્ષણ કરે તો તે રહે એમ તો છે નહિ. એ તો સ્વભાવથી જ શાશ્વત સદા સુરક્ષિત વસ્તુ છે. તેથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. (૭-૪૫૫) (૧રર) વસ્તુ પોતે જ પોતામાં ગુપ્ત છે. તેમાં બીજાનો કોઈનોય પ્રવેશ નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પરનો તેમાં પ્રવેશ નથી એ તો ઠીક, તેમાં રાગાદિ વિકલ્પનોય પ્રવેશ નથી. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ અખંડ એક જ્ઞાયકસ્વભાવની મૂર્તિ છે. તે સ્વરૂપથી જ પરમ ગુપ્ત છે. તેમાં દયા, દાન આદિ વિકલ્પનોય પ્રવેશ નથી. જુઓ, જેમ કિલ્લો હોય અને તેમાં કોઈ પ્રવેશી શકે નહિ તેમ પોતે જ ગુસ કિલ્લો છે, ધ્રુવ અભેદ્ય કિલ્લો છે. તેમાં શરીરાદિ તો શું? વ્યવહાર-રત્નત્રયના વિકલ્પનો ને એક સમયની નિર્મળ પર્યાયનો પણ પ્રવેશ નથી. અહા! અંદર પરમ ગુપ્ત પદાર્થ પ્રભુ આત્મા છે તેને પર્યાય જુએ છે, અનુભવે છે પણ તેમાં તે પર્યાયનો પ્રવેશ નથી. અકૃત જ્ઞાન ( -જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાની પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે. પર્યાય તો નવી થાય છે, પણ જ્ઞાન અકૃત છે. જાણગ... જાણગ.. જાણગ-એવો જે ભાવ તે અકૃત નામ અકૃત્રિમ છે, અને તે આત્માનું સ્વરૂપ છે. તેથી જ્ઞાન આત્માની પરમ ગુતિ છે, અર્થાત્ જ્ઞાનસ્વભાવી આત્મા પરમ ગુણ જ છે. (૭–૪૫૮) (૧૨૩) -જ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે. હવે, જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ (રૂપે) જ છે; પરંતુ પર્યાયમાં તે જણાયો તો જ્ઞાયકભાવ આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. અહા! ભાષા તો એવી છે કે જ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે, પ્રગટે છે. અરે ભાઈ! મોર જેમ પોતાની પાંખોની કળાથી ખીલી નીકળે છે તેમ ભગવાન આત્મા પોતાના અનંતગુણની પર્યાયથી અંદર ખીલી નીકળે છે, પણ જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. જ્ઞાયકનો જ્યાં આશ્રય લીધો ત્યાં આશ્રય કરનારી પર્યાયમાં જ્ઞાયક જણાયો તો જ્ઞાયક આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. સમજાણું કાંઈ...? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૪૩ અજ્ઞાનીએ ભગવાન જ્ઞાયકભાવને પર્યાય ને રાગબુદ્ધિની આડમાં તિરોભૂત કર્યો હતો, ઢાંકી દીધો હતો. અહા ! જ્ઞાયકભાવ કાંઈ તિરોભાવ કે આવિર્ભાવ પામતો નથી; એ તો છે તે છે. પરંતુ રાગ ને પર્યાયબુદ્ધિની આડમાં તે જણાતો નહોતો તો પર્યાયમાં તે છતી ચીજ જે જ્ઞાયકભાવ તે ઢંકાઈ ગઈ છે એમ કહેવાય છે. છે તો ખરી, પરંતુ પ્રગટ પર્યાયમાં રાગનુંપર્યાયનું જ અસ્તિત્વ સ્વીકાર્યું તો જ્ઞાયકભાવનો સ્વીકાર છૂટી ગયો. પણ જ્યારે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવનો પર્યાયમાં સ્વીકાર કર્યો ત્યારે તેને જ્ઞાયકભાવ આવિર્ભત થયો-પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. ભાષા તો એમ આવે કે-જ્ઞાયકભાવ પ્રગટ થયો, પણ બાપુ! કઈ અપેક્ષાએ વાત છે તે યથાર્થ સમજવું જોઈએ. જ્ઞાયકભાવ કાંઈ નવો પ્રગટે છે એમ છે નહિ; પણ જ્ઞાયકભાવ પ્રતિ અંતર્મુખ થયેલી પર્યાયમાં- “આ હું છું” -એમ જ્ઞાયકભાવનો પોતાપણે સ્વીકાર થયો તો જ્ઞાયકભાવ પ્રગટયો એમ કહેવાય છે. અને રાગના એકત્વમાં જ્ઞાયકભાવનો સ્વીકાર નહોતો તો જ્ઞાયકભાવ તિરોભૂત–ઢંકાઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે. આવો મારગ બહુ સૂક્ષ્મ બાપા ! હવે, આવી અજ્ઞાનીને ખબર ન મળે ને મંડી પડે બહારમાં સામાયિક ને પોસા ને પ્રતિક્રમણ કરવામાં પણ ભાઈ ! એમાં તો તારો અખંડ એક જ્ઞાયકપ્રભુ ઢંકાઈ ગયો છે ભગવાન! એ કાંઈધર્મ પદ્ધતિ નથી બાપા! અરેરે ક્ષણ ક્ષણ કરતાં અવસર તો વીતતો જાય છે! પછી ક્યાં જઈને ઉતારા કરવા છે પ્રભુ! તારે? હમણાં જ પોતાની શાશ્વત ચીજની સંભાળ નહિ કરે તો ક્યારે કરીશ ભાઈ ! “પછી કરશું” માં તો પછી જ રહેશે. (૭-૪૬૦) (૧૨૪) -સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશ કદી કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુતિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. અહીં ! ચિદાનંદઘન પ્રભુ આત્મામાં કોણ પ્રવેશ કરે? જેમ ચક્રવર્તીના દરબારમાં કોઈ દુશ્મન પ્રવેશી ન શકે તેમ ત્રણ લોકના નાથ ચિદાનંદ ભગવાનના દરબારમાં બીજું કોઈ ન પ્રવેશી શકે. અહા ! આવા પોતાના ચિદાનંદસ્વરૂપને અંદરમાં જ્યાં સ્વીકાર્યું ત્યાં શું બાકી રહ્યું? આનંદની બાદશાહી જ્યાં સ્વીકારી ત્યાં પામરતા ક્યાં રહી? તેને તો પર્યાયમાં પ્રભુતા પ્રગટી. (૭-૪૬ર ) (૧૨૫) જેમ જંગલનો સ્વામી સિંહ નિર્ભય છે તેમ અનંતગુણનો સ્વામી ભગવાન આત્મા અંદર નિર્ભય છે. કેમ? કેમકે અંદર બીજો પ્રવેશી ન શકે તેવો તે અભેદ્ય કિલ્લો છે. અહા ! પુણ્ય-પાપનો તો તે થાય મારીને ક્ષણમાં ખાતમો કરી દે તેવો તે સિંહું જેવો પરાક્રમી છે. અનંતવીર્યનો સ્વામી છે ને ! અહા ! તેના બળનું અને તેના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४ અધ્યાત્મ વૈભવ સ્વભાવના સામર્થ્યનું શું કહેવું? અહાહા....! જેના સ્વભાવના અનંત-અનંત સામર્થ્યનું વર્ણન ન થાય એવો આત્મા અંદર સિંહ છે. મુનિરાજને “સિંહવૃત્તિવાળા' નથી કહેતા? મુનિવરોને સિંહવૃત્તિ હોય છે. અહો ! ધન્ય અવતાર કે જેમને અંદરમાં સિંહવૃત્તિ પ્રગટ થઈ છે અને જેઓ રાગ ઉપર થાપ મારીને ક્ષણવારમાં તેના ભુક્કા બોલાવી દે છે. (૭-૪૬૩). (૧ર૬) ઇન્દ્રિયાદિ જડ પ્રાણ અસદભૂત વ્યવહારનય છે, અને અશુદ્ધ ભાવપ્રાણ જે વર્તમાનવર્તમાન યોગ્યતારૂપ છે તે અશુદ્ધ નિશ્ચયનય છે. માટે તે સ્વરૂપમાં તો છે નહિ. સ્વરૂપભૂત પ્રાણ તો શુદ્ધ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ને પ્રભુતા છે. અહાહા આત્મા પોતે પ્રભુ પરમાત્મા છે જેના પ્રભુત્વ પ્રાણ છે. અહા ! જ્ઞાનની પ્રભુતા, દર્શનની પ્રભુતા, આનંદની પ્રભુતા, સત્તાની પ્રભુતા, વીર્યની પ્રભુતા-એ જેના પ્રાણ છે તે જીવ છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદના પ્રાણથી જીવી રહ્યો છે, ટકી રહ્યો છે. આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે... શું કહ્યું? કે આત્માના જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, સત્તા તો શાશ્વત છે. તેમનો કદીય નાશ થતો નથી. જ્ઞાન-દર્શન-આનંદ-સત્તા જે સ્વરૂપભૂત પ્રાણ છે તેમનો કદી નાશ થતો નથી. દેહનો નાશ તો થાય, કારણ કે એ તો નાશવંત છે, પણ જ્ઞાન-દર્શનાદિ નિશ્ચયપ્રાણનો નાશ થતો નથી. માટે આત્માનું મરણ બીલકુલ થતું નથી. (૭-૪૬૪) (૧૨૭) ભાઈ ! તું ભગવાન આત્મા સિવાય બધું ભૂલી જા. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગને ભૂલી જા ને રાગરહિત અંદર ચૈતન્ય ભગવાન છે તેને યાદ કર. (૧૨૮) અહો! ત્રણલોકના નાથની અમૃત ઝરતી વાણીમાં એમ આવ્યું કે ભગવાન! તું નિર્મળાનંદનો નાથ પ્રભુ અમૃતનો સાગર છો. અહા! આવો અમૃતનો સાગર જેને પર્યાયમાં ઊછળ્યો-પ્રગટ થયો તે હવે તેમાં રાગના ઝેરને કેમ ભેળવે? અંદરમાં પ્રભુત્વશક્તિ જેને પ્રગટ થઈ છે તે અખંડિત પ્રતાપ વડે સ્વતંત્ર શોભાયમાન પોતાના પ્રભુમાં પામર રાગને કેમ ભેળવે! અહો! દિગંબર સંતોએ અમૃત રેડ્યાં છે. ભાઈ ! આ તો અજર-અમર પ્યાલા છે પ્રભુ ! એ જીરવાય તો સંસાર છૂટી જાય એવી વાત છે. એને પચાવતાં આવડવું જોઈએ. (૮-૩૫) (૧૨૯ ) અહા ! આત્મા અંદર ચિત્માત્ર એક પૂરણ પરમાત્મસ્વરૂપ પ્રભુ છે. એ પરનું શું કરે? અને એ પરમાંથી શું લે? એનામાં શું ખામી છે કે તે પરને ઇચ્છે? અરે! પોતાના પૂરણ પરમાત્મપદના ભાન વિના તે અનાદિથી પરાધીન થઈ રહ્યો છે ! આ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૪૫ તો જેમ ચક્રવર્તીને કોઈ ભૂલથી વાઘરણ પરણી હોય તે પોતે મહારાણી છે તોપણ જૂની ટેવ પ્રમાણે ગોખમાં ટોપલી મૂકીને કહે–બટકું રોટલો આપજો બા! –તેમ આ મોટો ચૈતન્યચક્રવર્તી પૂરણ આનંદનો નાથ પ્રભુ પોતે છે છતાં પોતાની પ્રભુતાના ભાન વિના ભિખારીની પેઠે બહારથી–પરથી માગે કે-સુખ દેજો મને. આ ભોગમાંથી – વિષયમાંથી-પૈસા-ધૂળમાંથી સુખ માગે છે. (૮-૧૦૩) (૧૩૦) અહાહા.! ભગવાન તું વસ્તુ છો કે નહિ? અનંત-અનંત ગુણનું વાસ્તુ એવી તું વસ્તુ છો પ્રભુ! તારી પ્રભુતાની તને ખબર નથી પણ જેમાં અનંત શક્તિઓ એકપણે વસેલી છે એવો તું અનંત ગુણોનું સંગ્રહાલય-ગોદામ ભગવાન આત્મા છો. જેમ ગળપણ સાકરનો સ્વભાવ છે તેમ જ્ઞાન અને આનંદ તારો સ્વભાવ છે નાથ! એમાંથી કાઢવું હોય તેટલું કાઢ, તોય કદી ખૂટે નહિ એવો તારો બેહદ સ્વભાવ છે. આવો જ્ઞાનાનંદરૂપ સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર પ્રભુ તું, અને આ દેહમાં ને રાગમાં ને વિષયોમાં ક્યાં મૂંઝાઈ ગયો ! એનાથી (દેહ, રાગ ને વિષયોથી) હું સુખી છું એ વાત (–અધ્યવસાય) જવા દે પ્રભુ! આનંદનો ભંડાર તું પોતે છે એમાં જા. આ બીજાની દયા કરું, ને બીજાને દાન દઉં ને બીજાની ભક્તિ કરું એમ રાગનો અભિપ્રાય છોડી દે; અને પોતાની દયામાં, પોતાને દાન દેવામાં ને પોતાની ભક્તિમાં પોતાને લાગાવી દે. આ તારા હિતનો માર્ગ છે. (૮-૧૦૪). (૧૩૧) અહાહા...! આત્મા દિવ્ય શક્તિમાન પ્રભુ વીતરાગી પરમાનંદથી ભરેલો અનંત શક્તિઓનો ભંડાર ચિત્યમત્કારસ્વરૂપ ભગવાન છે. તેને “આ પરનું કરું' એવો મિથ્યા અધ્યવસાય જંજીર નામ જેલ છે. (૮-૧૭૫) (૧૩૨) ભાઈ ! તારે દુઃખથી મુક્ત થઈને સુખી થવું હોય તો એ વ્યવહારના આશ્રયની દૃષ્ટિ છોડીને એક શુદ્ધ નિશ્ચયમાં દષ્ટિ જોડી દે. અહા! અંદર નિર્મળાનંદનો નાથ જ્ઞાનાનંદનો દરિયો સદાય ભગવાન જ્ઞાનસ્વરૂપે રહેલો છે તેને ભાળ્યા વિના આ બધા મોટા મોટા રાજાઓ, રાજકુંવરો, શેઠિયાઓ અને દેવતાઓ દુઃખી છે ભાઈ ! અંદર જે રીતે ભગવાન જ્ઞાયક (દ્રવ્ય), જ્ઞાનગુણ ને જ્ઞતિક્રિયાવાળો ભગવાન આત્મા છે તેને તે રીતે માન્યા વિના સર્વ સંસારી જીવો દુઃખી છે. માટે ભગવાન ! તારી દષ્ટિને ભગવાન જ્ઞાયકમાં જોડી દે. અહાહા...! ભગવાન જ્ઞાયકભાવ દ્રવ્ય, જ્ઞાનગુણ અને અનંતગુણની નિર્મળ પર્યાય જ્ઞતિક્રિયા-એ પોતાનું સ્વ ને પોતે એનો સ્વામી છે. આ જ્ઞાનની પ્રધાનતાથી સ્વજ્ઞયની વાત છે. દષ્ટિની પ્રધાનતામાં તો જે એકનો આશ્રય કરવા યોગ્ય છે, તથા જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ એકમાત્ર ધ્યેય છે. અહા ! જેમાં આશ્રયસ્થાન છે. અધ્યાત્મ વૈભવ એવો ત્રિકાળી ધ્રુવ અભેદ એક શુદ્ધ નિશ્ચયસ્વરૂપ ભગવાન જ્ઞાયક જ મુખ્ય ગુણભેદ કે પર્યાયનો પ્રવેશ નથી એવો ભગવાન જ્ઞાયક જ આનું ( ૮–૧૯૮ ) (૧૩૩) તે અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવસ્વરૂપ દ્રવ્ય, જ્ઞાનસ્વભાવ તે એનો ગુણ અને તેની વર્તમાન જાણવા-દેખવાની પરિણતિ તે જ્ઞતિક્રિયારૂપ પર્યાય બસ એટલામાં એનું અસ્તિત્વ છે. આહાહા...! સદ્રવ્ય, સગુણ ને સત્પર્યાય. (૮–૧૯૫ ) (૧૩૪) અહાહા...! અંદરમાં પોતાનું પરમ ચૈતન્યનિધાન પડયું છે. જેમાં જીવત્વ, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સ્વચ્છતા, પ્રકાશ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓ પ્રત્યેક ૫૨મ પારિણામિકભાવે સ્થિત છે એવો પરમ પદાર્થ પ્રભુ આત્મા છે. ૫૨મ પારિણામિક ભાવે એટલે શું? કે તે સહજ છે અને કોઈ કર્મના સદ્દભાવ કે અભાવની અપેક્ષાથી રહિત છે. શું કીધું ? કે વસ્તુની શક્તિઓ સહજભાવે છે, એને કોઈની અપેક્ષા નથી. જુઓ, પર્યાયમાં વિકાર થાય તો કર્મના ઉદયનું નિમિત્ત છે, ને નિર્વિકાર થાય તો કર્મના અભાવનું નિમિત્ત છે. પણ વસ્તુ આત્મા ને એની શક્તિઓ કોઈની અપેક્ષાથી રહિત પરમ પારિણામિક ભાવે સ્થિર છે. આવી મહાન વસ્તુ પોતે છે, પણ એની ખબર વિના બિચારો ક્રિયાકાંડ કરી કરીને મરી ગયો છે. એને કહે છે–ભાઈ ! વ્યવહારની રુચિ છોડીને હવે તારા ચૈતન્યનિધાનનો-૫૨મ સ્વભાવભાવનો નિશ્ચયનો આશ્રય કર. તારા સુખ માટે આ જ કર્તવ્ય છે. (૮-૨૦૯ ) (૧૩૫ ) ટંકોત્કીર્ણ એટલે જેમ પર્વતની શિલાને ટાંકણાથી કોતરી કાઢીને મૂર્તિ બનાવે તેમ ભગવાન આત્મામાંથી પુણ્ય-પાપના વિકલ્પને કાઢી નાખીને એકલો ચૈતન્યધન બિંબ પ્રભુ છે તેને જુદો તા૨વી કાઢે તે ટંકોત્કીર્ણ; આવો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ-સ્વરૂપ પ્રભુ આત્મા છે; અહાહા...! એકલા ચૈતન્યપ્રકાશના પુંજરૂપ મૂર્તિ! જેમ સૂર્ય પ્રકાશનું બિંબ છે તેમ આત્મા એકલા ચૈતન્યપ્રકાશનું બિંબ છે. આહાહા... ! આવું ચૈતન્યપ્રકાશનું બિંબ જેની દૃષ્ટિમાં આવ્યું છે તે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ-સ્વરૂપ જ્ઞાની છે. (૮-૩૧૦) ( ૧૩૬ ) દ્રવ્યદૃષ્ટિએ આત્મા અપરિણમનસ્વરૂપ છે એટલે શું? કે વસ્તુ જે ત્રિકાળ છે તે, એક સમયની પરિણમનરૂપ-પલટાવા રૂપ જે દશા એનાથી ભિન્ન છે, જે પરિણમનરૂપ નથી તે અક્રિય અપરિણમનરૂપ છે. ત્રિકાળ ધ્રુવ વસ્તુમાં પલટના-પલટતી દશા નથી. પરમાત્મ પ્રકાશમાં (ગાથા ૬૮માં) આવે છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ‘ण वि उप्पजइ ण वि मरइ बन्धु ण मोक्खु करेइ' અહાહા...! જેને ત્રિકાળી કહીએ તે ભગવાન આત્મા જન્મ-મરણેય કરતો નથી કે બંધ-મોક્ષનેય કરતો નથી. અહા ! દ્રવ્ય ત્રિકાળી પર્યાયને કરતું નથી એવું અપરિણમનરૂપ છે. પર્યાય જે પલટતી દશા છે તેમાં વિકાર છે, સંસાર છે ને મોક્ષનો મારગ ને મોક્ષ પણ એ પલટતી દશામાં-પર્યાયમાં છે, દ્રવ્યદૃષ્ટિએ દ્રવ્યમાં બંધ-મોક્ષ આદિ છે નહિ એવું એ અપરિણમનરૂપ છે. (૮-૩૧ર) (૧૩૭) આત્મામાં બે પ્રકાર: એક ત્રિકાળ ધ્રુવતા ને એક વર્તમાન પલટતી દશા. આ વિચાર પલટે છે ને? એ એની પલટતી દશામાં છે; વસ્તુ જે ધ્રુવ ત્રિકાળ છે એમાં પલટના-બદલવું નથી. અહા ! આ દ્રવ્ય (ત્રિકાળી) જે છે એ પરને કરતું નથી, શરીર-મન-વાણી ઇત્યાદિનેય કરતું નથી અને પોતાની પર્યાયનેય એ કરતું નથી એવું એ અપરિણમન સ્વભાવી છે. એને પર્યાયદષ્ટિએ અર્થાત્ કર્મના નિમિત્તથી થતી વર્તમાન અવસ્થાની દશાથી જોઈએ તો પર્યાયમાં એ રાગાદિ વિકારરૂપે થાય છે અને મોક્ષમાર્ગરૂપ ધર્મદશારૂપે પણ તે થાય છે. મોક્ષમાર્ગ ને મોક્ષની દશા પણ એની પર્યાયમાં થાય છે. પણ દ્રવ્યદષ્ટિએ એ બદલતું નથી એવું અપરિણમન સ્વરૂપ છે. (૮-૩૧ર) (૧૩૮). આત્મા દ્રવ્યદષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે” એમ ન્યાલભાઈના “દ્રવ્યદૃષ્ટિપ્રકાશ” માં પણ આવે છે. એમાં એવું ખૂબ આવે છે કે-આત્મા બિલકુલ અક્રિય છે, નિષ્ક્રિય છે. દ્રવ્યદૃષ્ટિએ એને અક્રિય કહો કે અપરિણમનસ્વરૂપ કહો-એ એક જ છે. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ આત્મા તેને શું કોઈએ કરેલો છે? (ના). એનો કોઈ ઈશ્વર કર્તા છે? (ના). તો કહે છે એ અનાદિઅનંત ધ્રુવ શાશ્વત અકૃત્રિમ દ્રવ્ય છે તેમાં બદલવું નથી, ક્રિયા નથી. બદલવું છે એ પર્યાયમાં છે, ધ્રુવમાં નહિ. કોઈને થાય કે આ ધ્રુવ શું હશે? ઓલો ધ્રુવનો તારો હશે? અહા ! જેમ ધ્રુવના તારાના લક્ષે સમુદ્રમાં વહાણ હાંકે તે સમુદ્ર પાર કરી જાય છે તેમ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમાત્ર આત્માના લક્ષે પરિણમે તેને સમક્તિ થાય છે, ધર્મ થાય છે ને તે સંસારસમુદ્રને તરી જાય છે. અહો ! આવો વસ્તુનો ધ્રુવસ્વભાવ મહા મહિમાવંત પદાર્થ છે. અહો ધ્રુવ સ્વભાવ !! (૮-૩૧૩) (૧૩૯) અહાહા....! ચૈતન્યપ્રકાશનું પૂર, ચૈતન્યજ્યોતિ સ્વરૂપ પ્રભુ આત્મા અંદર ઝળહળ ઝળહળ પ્રકાશે છે. એમાં આ શુભાશુભ પુણ્ય-પાપના ભાવ ક્યાં છે! અહા ! પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ અધ્યાત્મ વૈભવ આવી વાત એને-રાંકને બેસે નહિ, હવે એક બે બીડી સરખી પીવે ત્યારે તો ભાઈ સા” બને દસ્ત ઊતરે કપ બે કપ ચા પીવે ત્યારે મગજ ઠેકાણે આવે-આવાં તો જેનાં અપલખ્ખણ છે એને કહીએ કે-ભગવાન! તું ચિન્માત્રજ્યોતિ સ્વરૂપ પૂરણ આનંદનો નાથ છો, ને આ વિકાર ઉત્પન્ન થાય તે તારું સ્વરૂપ નથી; પણ એને એ કેમ બેસે? બેસે કે ન બેસે, ભગવાન! તું સચ્ચિદાનંદ સ્વરૂપ શાશ્વત ચૈતન્ય ને આનંદનું ધામ છો. અહા ! આવા પોતાના સ્વરૂપમાં ધ્યાનારૂઢ થઈને આઠ આઠ વર્ષના બાળકો પણ કેવળજ્ઞાન પામીને મોક્ષ પધાર્યા છે. અહા ! આવી જ પોતાની શક્તિ છે, પણ શું થાય? એણે કદી પરવા જ કરી નથી. પરના મહિમા આડે એને પોતાનો મહિમા ભાસ્યો નથી. (૮-૩૬૮) (૧૪૦) પર્યાયોની પાછળ અંદર ત્રિકાળી ધ્રુવતત્ત્વ મહાકસવાળું વિદ્યમાન છે. અહાહા...! જેમાં જ્ઞાનકસ, આનંદકસ, વીર્યકસ, ઇત્યાદિ અનંત ગુણનો કસ પૂરણ ભર્યો છે એવું તારું તત્ત્વ નિત્ય વિદ્યમાન છે. અહા ! તે અનંત ચતુષ્ટયની ઉત્પત્તિનો ગર્ભ છે. અહા! આવી ભગવાન આત્માની અપરિમિત મોટપ છે. અરે! પણ એને એ બેસતું નથી. એને એમ છે કોઈ ભગવાન મહાન શિવપદનો દેનારો છે. (૮-૩૭૪) (૧૪૧) ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે કેમકે તે પુદગલાદિ સર્વ અન્ય દ્રવ્યોમાં નથી. પોતામાં હોય ને પરમાં ન હોય તે અસાધારણ છે. આ રીતે ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે... જુઓ, શું કહે છે? કે તે ચૈતન્ય પ્રવર્તતતું થયું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે તે તે સમસ્ત સહવર્તી પર્યાયો (–ગુણો) આત્મા છે-એમ લક્ષણથી ઓળખવું. જુઓ, અહીં ગુણને પર્યાય કહ્યું છે. દ્રવ્યમાં એટલો ભેદ પડયો ને? માટે ગુણને પર્યાય કહ્યું છે. જ્ઞાનગુણની સાથે જે જે બીજા અનંત ગુણ સહવર્તી છે તેમાં ચૈતન્ય વ્યાપીને પ્રવર્તે છે માટે તે આત્મા છે એમ જાણવું. વળી તે ચૈતન્ય નિવર્તિતું થયું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે સમસ્ત કમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું. શું કીધું? કે ચૈતન્ય જે જે નવી નવી પર્યાયને ગ્રહણ કરીને પૂર્વની પર્યાયથી નિવર્તે છે તે સમસ્ત ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ જાણવું. સંક્ષેપમાં જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે તે સમસ્ત ગુણ-પર્યાયો આત્મા છે એમ જાણવું. (આમાં નિર્મળ પર્યાયો લેવી.) (૮-૪૦૪) (૧૪૨). આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને તે ગુણ ને પર્યાયએમ બે રૂપે છે. સમયે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૪૯ સમયે નવી નવી પર્યાય જે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે તે પર્યાયના ઉત્પાદને ગ્રહણ કરતો, પૂર્વની પર્યાયને છોડતો (નિવર્તિતો), ગુણોપણે કાયમ રહેતો આત્મપદાર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે દ્રવ્ય, ગુણ ને પર્યાયરૂપ આત્મા જોયો એની આ વાત છે. આત્મામાં જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન, – આનંદ.. આનંદ.. આનંદ-એ બધા ગુણો સહવર્તી-એક સાથે રહે છે. (વર્તે છે), અહા ! સના સત્ત્વરૂપ ત્રિકાળી ગુણ-સ્વભાવોને અહીં સહવર્તી કહ્યા છે. ભગવાન આત્મા એ બધા ગુણોમાં પ્રવર્તે છે, વ્યાપે છે. અને જે જે નવી નવી અવસ્થા ક્રમે થાય છે તેને ક્રમવર્તી કહી છે, ગુણો નવા નવા થતા નથી. આ પ્રમાણે સહવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો-એ બધું આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું, કારણ કે આત્મા એ જ એક લક્ષણથી લક્ષ્ય છે. શું કીધું? ચૈતન્યના સહવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો-એ બધું આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે. જાણવાનો ગુણ અને જાણવાની પર્યાય-એ લક્ષણથી જ આત્મા જાણવામાં આવે છે. અહા! આ એક જ એનો ઉપાય છે. શરીરની કોઈ ક્રિયા કે રાગની કોઈ ક્રિયાથી આત્મા જાણવામાં આવે એવું એનું સ્વરૂપ જ નથી. (૮-૪૦૫) (૧૪૩) આત્માનું ચૈતન્ય લક્ષણ જે ગુણરૂપ ત્રિકાળ છે એ તો ચૈતન્ય... ચૈતન્ય. ચૈતન્ય એમ ચૈતન્યસામાન્યપણે ત્રિકાળ ધ્રુવ છે. એનાથી આત્માનું ગ્રહણ થતું નથી, અર્થાત આત્મા એનાથી-ધ્રુવ ચૈતન્યસામાન્ય જણાતો નથી. પરંતુ એની નવી નવી જે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં પ્રવર્તતો અને પૂર્વપર્યાયથી નિવર્તિતો આત્મા તે તે (નિર્મળ ) પર્યાયમાં જાણવામાં આવે છે. (કે આ ચૈતન્યગુણથી લક્ષિત છે તે આત્મા છે ). અહા ! અંતરમાં ચૈતન્યલક્ષણ આત્મા છે એમ જાણીને બર્ફિમુખ દષ્ટિ છોડી અંદર શુદ્ધ ચૈતન્યમાં અંતર્દષ્ટિ કરતાં જે જણાય છે તે ભગવાન આત્મા છે. આત્મા શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે. ચૈતન્યગુણ એ એનું શક્તિરૂપ લક્ષણ છે અને જ્ઞાન-દર્શનની પર્યાય તે વ્યક્ત લક્ષણ છે. અંતર્લક્ષ કરતાં આ જ્ઞાનગુણસ્વરૂપ છે તે આત્મા છે એમ જ્ઞાન (પ્રગટ) થવું તે સમ્યજ્ઞાન છે, ભેદજ્ઞાન છે. આ શાસ્ત્ર-ભણતર તે જ્ઞાન-એમ નહિ, પણ ભગવાન જ્ઞાનસ્વરૂપમાં અંતર ઢળેલી જ્ઞાનની દશા જે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જાણે છે-અનુભવે છે તે જ્ઞાન છે. અહા ! અનંતકાળમાં જે એક ક્ષણવાર પણ નથી કર્યું એવું આ જ્ઞાન-ભેદજ્ઞાન એનું પહેલામાં પહેલું કર્તવ્ય છે. (૮-૪૦૫ ) (૧૪૪) અહા ! આ જાણન... જાણન... જાણન ગુણ અને એની અવસ્થા આત્માની સાથે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ અધ્યાત્મ વૈભવ જેમ સદાય રહેતી દેખાય છે તેમ પુણ્ય-પાપના ભાવો આત્માની સાથે સદા રહેતા દેખાતા નથી. કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. જેમ શરીરાદિ વિના આત્મલાભ સંભવે છે તેમ રાગાદિ વિના પણ આત્મલાભ સંભવે છે. ભગવાન આત્મામાં રાગાદિ નથી, તેથી રાગથી ભિન્ન પડી જ્યાં અંતરમાં આત્માનુભવ કરે છે તો અંદર રાગરહિત આત્માનો લાભ થાય છે. વળી જ્યાં રાગાદિક હોતા નથી ત્યાં પણ ચૈતન્ય તો હોય છે. જેમકે સિદ્ધ ભગવાનમાં રાગ નથી છતાં ચૈતન્ય હોય છે. જો રાગાદિ અર્થાત્ પુણ્ય-પાપના ભાવ આત્મા હોય તો જ્યાં જ્યાં ચૈતન્ય હોય ત્યાં રાગાદિ હોવા જોઈએ. પરંતુ એમ છે નહિ. સિદ્ધ દશામાં જ્ઞાન-દર્શન હોય છે પણ રાગાદિ સર્વથા હોતા નથી. માટે રાગાદિ અર્થાત્ બંધ આત્માથી ભિન્ન છે, આત્માની ચીજ નથી. (૮-૪૦૮ ) (૧૪૫ ) અહાહા...! ચિત્ એટલે કા૨ણજીવ, કા૨ણપ૨માત્મા. તે કેવો છે? તો કહે છે-એક શુદ્ધ ચિન્મય છે, ત્રણેકાળ શુદ્ધ છે. વર્તમાન પર્યાયની અશુદ્ધતાના કાળે પણ એ અંદર તો શુદ્ધ જ છે. ગુણી જે વસ્તુ છે તે ગુણમય છે. જેમ સાકર છે તે મીઠાશથી તન્મય છે તેમ ચિત્ ચેતનાથી તન્મય છે, અભેદ એક ચિન્મય છે. અહા! આવા અભેદ એક આત્મામાં આ ગુણ ને આ ગુણી એમ ભેદ પાડવો તે અન્યભાવ છે કેમકે ભેદને લક્ષમાં લેતાં વિકલ્પરાગ જ ઊઠે છે. માટે ભેદને ગૌણ કરી એક અભેદનું જ લક્ષ કરવા યોગ્ય છે. અા દૃષ્ટિમાં લેવા યોગ્ય તો એક ચિન્મય આત્મા જ છે. (૮-૪૫૮) (૧૪૬) ૫૨મ મહિમાને ધરનારો તો ચૈતન્યરૂપી અમૃતનું પૂર પ્રભુ આત્મા છે. અહા! પાણીના પૂરનો જેમ પ્રવાહ ચાલે તેમ આત્મા ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ છે. અહાહા! ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય, અમૃત... અમૃત... અમૃત, આનંદ... આનંદ... આનંદ-એમ આત્મા ચૈતન્યરૂપી અમૃતનો ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવો અનાદિ અનંત પ્રવાહ છે. અહા! આવા પોતાના સ્વદ્રવ્યમાં લીન થતાં નિરપરાધપણું પ્રગટે છે, બંધ થતો નથી અને અંદર અતિ નિર્મળપણે આનંદ ઊછળે છે. આચાર્ય કહે છે-ભાઈ! અંદર જા ને કે જ્યાં આ ચૈતન્યરૂપી અમૃતનો ત્રિકાળ ધોધ વહે છે. આ પુણ્ય-પાપના ભાવ તો ભગવાન! ઝેરનો ધોધ-પ્રવાહ છે. ત્યાંથી નીકળી જા, ને અહીં ચૈતન્યના ત્રિકાળ અમૃતમય પ્રવાહમાં મગ્ન થઈ જા. તારું અવિનાશી કલ્યાણ થશે. (૮-૫૨૮ ) (૧૪૭) આ ચૈતન્યમાત્ર વસ્તુ અંદર છે તે કેવી છે? તો કહે છે-પદે પદે અર્થાત્ પ્રત્યેક પર્યાયે બંધ-મોક્ષની રચનાથી રહિત છે. અંદર જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપ છે તે બંધ મોક્ષની રચનાથી દૂર વર્તે છે. એટલે શું? કે રાગનું જે બંધન પર્યાયમાં છે તે બંધનથી અને રાગના અભાવસ્વરૂપ જે અબંધ મોક્ષની દશા તે મોક્ષથી એ બન્ને દશાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૫૧ વસ્તુ શુદ્ધ ચૈતન્યમય અંદર ભિન્ન છે, એ બન્ને દશાની રચનાથી રહિત ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ.. ? મિથ્યાત્વનું પહેલું ગુણસ્થાન હો કે અયોગી કેવળીનું ચૌદમું ગુણસ્થાન હો, નરક દશા હો કે તિર્યંચ, મનુષ્યદશા હો કે દેવ- એ પ્રત્યેક પર્યાયે પર્યાયની રચનાથી રહિત વસ્તુ અંદર જે એકલા ચૈતન્યનું દળ છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ પર્યાયથી ભિન્ન છે. અહાહા... ! કર્મના ક્ષયોપશમના નિમિત્તે થતી નવી નવી પર્યાય કે ગુણસ્થાનની પર્યાય કે એકેન્દ્રિયાદિ પર્યાય-તે સમસ્ત પર્યાયોથી અંદર વસ્તુ ચિદાનંદધન છે તે ભિન્ન છે. આવી વાત છે! (૯-૬) (૧૪૮) આ દેહમાં રહેલો ભગવાન આત્મા દેહથી તો ભિન્ન છે, કર્મથી તો ભિન્ન છે, પણ તેની એક સમયની દશામાં જે વિકારના–હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ પાપના ને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ પુણ્યના ભાવ થાય છે એનાથીય ભગવાન આત્મા અંદર ભિન્ન વસ્તુ છે. અહાહા.... ! ચૌદ ગુણસ્થાનથી વસ્તુ અંદર ત્રિકાળી ભિન્ન છે. લ્યો, આ જૈન પરમેશ્વર ભગવાન કેવળીનો ઢંઢેરો છે કે પર્યાયે પર્યાય બંધમોક્ષની પર્યાયની રચનાથી રહિત ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે તે ભિન્ન છે. અહા ! આવી પોતાની ચીજનો આદર અને સ્વીકાર કરી તેમાં લીન થતાં પર્યાયમાંથી મલિનતાનો નાશ થાય છે અને નિર્મળતા ઉત્પન્ન થાય છે. આનું નામ ધર્મ અને મોક્ષનો મારગ છે. (૯-૭) (૧૪૯). ભગવાન આત્મા જેનું પવિત્ર અચળ તેજ નિજરસના-ચૈતન્યરસના ફેલાવથી ભરપૂર છે એવો, અને જેનો મહિમા ટકોત્કીર્ણ પ્રગટ છે એવો છે. અહાહા... ! ભગવાન આત્મા કદીય ચળે નહિ એવા અચળ એક શુદ્ધ જ્ઞાનપ્રકાશનો પૂંજ છે. અહો! નિજરસથી-શુદ્ધ એક ચૈતન્યરસથી-ચિદાનંદરસથી ભરપૂર ભરેલી શું અદભુત આત્મવસ્તુ! શું એનો મહિમા અહીં કહે છે-એનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે અર્થાત્ સદા એકરૂપ પ્રગટ છે. અહા! આવો જેનો મહિમા સદા એકરૂપ પ્રગટ છે તે ભગવાન આત્મા સ્વાનુભવગમ્ય છે. સ્વસંવેધ છે. (૯-૭) (૧૫૦) શુદ્ધનયનો વિષય જ્ઞાનસ્વરૂપી ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. અહાહા...! જાણવું જાણવું જાણવું-એમ જાણવાપણું જેનો સ્વભાવ છે એવો જ્ઞાનનો પૂંજ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધનયનો વિષય છે અને તે કહે છે. કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે. એટલે શું? કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્યનું કરવું ને ભોગવવું તો એને (શુદ્ધ આત્મદ્રવ્યને) નથી, પણ એથીય વિશેષ એની એક સમયની પર્યાયમાં જે દયા-દાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨ અધ્યાત્મ વૈભવ આદિ વા હિંસાથી શુભાશુભ વિકલ્પ ઊઠે છે તે વિકલ્પનુંય કરવું ને ભોગવવું એને નથી. (૯–૮ ) (૧૫૧) આત્મા સ્વભાવથી તો અકર્તા છે. પણ એ સ્વભાવનું ભાન કરે ત્યારે અકર્તા છું એમ સમજાય ને ? દયા, દાન, આદિ રાગ ભલો છે. કર્તવ્ય છે એમ જ્યાં સુધી રાગની રુચિ છે ત્યાં સુધી અજ્ઞાન છે; અને અજ્ઞાનથી એ રાગાદિનો કર્તા છે. સ્વભાવની રુચિ વડે જ્યારે અજ્ઞાનનો અભાવ થાય ત્યારે અકર્તા છે. માટે તારી રુચિ પલટી દે. અહા ! એકલી પવિત્રતાનો પિંડ એવા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી પ્રભુ આત્માને પર્યાયમાં કર્તાપણું હોવું એ કલંક છે. માટે હૈ ભાઈ! રાગની રુચિ છોડીને સ્વભાવની રુચિ કર; તે વડે અજ્ઞાનનો અભાવ થતાં તે સાક્ષાત્ (-પર્યાયમાં ) અકર્તા થાય છે. (૯-૧૧ ) (૧૫૨ ) અહાહા.... ! ત્રણકાળ ત્રણલોકમાં જે અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે તે સમસ્ત ક્ષણમાત્રમાં જાણવાની શક્તિવાળો-સ્વભાવવાળો પ્રભુ આત્મા છે. અહીં અકર્તાસ્વભાવની લિદ્ધિ કરે છે ને! કહે છે-આખો લોકાલોક (સ્વને ૫૨) જેમાં જાણવામાં આવે છે એવો ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે; પરંતુ લોકાલોકની કોઈ ચીજને કરે વા રાગને કરે એવો એનો સ્વભાવ નથી. અહાહા...! આવી સ્વપરપ્રકાશક ચૈતન્યપ્રકાશની અતિ ઉજ્જવલ વિશદ્ધ જ્યોતિ ભગવાન આત્મા છે. ત્યારે કોઈ કહે છે-અમને આત્મા જાણવામાં આવતો નથી. તેને પૂછીએ કે–ભાઈ આત્મા જાણવામાં આવતો નથી એવો નિર્ણય તેં ક્યાં ઊભા રહીને કર્યો! સ્વભાવમાં કે વિભાવમાં? આત્માનો ચૈતન્યસ્વભાવ તો પ્રભુ! આવો છે કે સ્ફુરાયમાન થતી જ્ઞાનની જ્યોતિઓ વડે આખા લોકાલોકમાં વ્યાપી જાય. અહાહા.. ! સ્વ-પર સમસ્તને જાણવાનું ભવન-પરિણમન થાય એવો એનો સ્વભાવ છે. પણ બાપુ! તું પરના કર્તૃત્વમાં અને રાગના કર્તૃત્વમાં ઊભો છે તો તને આત્મા શેં જણાય ? ન જણાય; કેમકે ૫૨નું કાંઈ કરવું કે રાગનું કરવું એ એનો સ્વભાવ જ નથી. ( ૩-૩૯ ) (૧૫૩) ભગવાન આત્મા સેકન્ડના અસંખ્યાત ભાગમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. તે વિકલ્પથી નહિ પણ ભાવશ્રુતજ્ઞાનથી જણાય એવો નિર્વિકલ્પ અચિંત્ય પદાર્થ છે. અહાહા... ભાવશ્રુતજ્ઞાનમાં આખો આનંદનો નાથ એવો આત્મા સ્વñયપણે જણાય છે... અહીં અત્યારે મનુષ્યપણું મળ્યું ને થોડી સગવડતા મળી ત્યાં તું બધું ભૂલી ગયો! અરે ભાઈ! આ અવસરમાં જો સ્વરૂપનું જ્ઞાન ન કર્યું તો માથે નરકાદિનાં દુઃખ ઊભાં જ છે માનો. (૯-૭૯ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૫૩ (૧૫૪) ત્યારે કલકત્તાના એક સામયિકમાં આવ્યું છે કે-કાનજીસ્વામી તો બધાને “ભગવાન આત્મા’ કહીને સંબોધન કરે છે. હા, ભાઈ ! અમે તો સૌને ભગવાન આત્મા તરીકે દેખીએ છીએ, અમે તો તેને ભગવાન! બાળક, યુવાન કે વૃદ્ધપણે દેખતા જ નથી. અહાહા..! અંદરમાં તું પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપ છો ને પ્રભુ! “ભગ” નામ જ્ઞાનાનંદની લક્ષ્મીનો ધ્રુવ-ધ્રુવ ભંડાર એવો ભગવાન છો ને નાથ ! અહો ! આવા નિજસ્વરૂપને અનુભવ્યું તેની અંતરદશા અલૌકિક છે. (૯-૯૭) (૧૫૫) ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ ચૈતન્યચક્ષુ છે. જેમ આંખ દશ્ય પદાર્થને દેખતાં દશ્યમાં જતી નથી તેમ ચૈતન્યચક્ષુ પ્રભુ આત્મા પરને જાણતાં પરમાં જતો નથી, પરથી ભિન્ન રહીને પરને જાણે છે, આ સર્વ તત્ત્વજ્ઞાનનો નિચોડ છે. (૯-૯૮) (૧૫૬) પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિકનયે જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી અને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે. આ પરમસ્વભાવભાવ જે એક આનંદરૂપ, જ્ઞાયકરૂપ ધ્રુવ સ્વભાવભાવરૂપ શુદ્ધ-ઉપાદાનભૂત છે તે ત્રિકાળીની અહીં વાત છે. પર્યાયમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી દશા પ્રગટે છે તેને પણ (ક્ષણિક ) શુદ્ધ-ઉપાદાન કહેવાય છે. અહીં ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ-ઉપાદાન તરીકે લેવું છે. (૯-૧૦૪) (૧૫૭) અહાહા....! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ પરમભાવસ્વરૂપ છે. તે વર્તમાન નિર્મળ નિર્વિકાર વીતરાગી જ્ઞાનપર્યાયથી જણાવા યોગ્ય છે. અહાહા...! આવો આત્મા જેને દષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો તે, કહે છે, વ્યવહારના રાગનો કર્તા નથી, ભોકતાય નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગની વૃત્તિ ઊઠે તેનો કર્તા-ભોક્તા તો નથી પણ બંધ-મોક્ષનાં કારણ અને પરિણામથીય આત્મા શૂન્ય છે. અહાહા..! ભગવાન! તું કોણ છો? કે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પરમભાવસ્વરૂપ પરમાત્મા છો. અહાહા.! ત્રિકાળી ચૈતન્યનું બિંબ એકલું ચૈતન્યનું દળ છો ને પ્રભુ! તું! અહાહા..! તેને જાણનાર શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનય વડે જોતાં કહે છે, તે બંધ અને બંધના કારણથી તથા મોક્ષ અને મોક્ષના કારણથી રહિત છે. અહાહા...! સમ્યગ્દર્શનનું ધ્યેય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામથી રહિત છે. ઝીણી વાત છે પ્રભુ! બંધના કારણથી તો રહિત પણ મોક્ષના કારણથીય ભગવાન આત્મા રહિત છે. આવી વાત! (૯-૧૦૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ અધ્યાત્મ વૈભવ (૧૫૮) ભાઈ ! આ તો મૂળ મુદ્દાની રકમની વાત છે. ત્રિકાળી ધ્યેયસ્વરૂપ પૂરણ શુદ્ધ ચિન્માત્ર વસ્તુ ભગવાન આત્મા બંધ-પરિણામ અને બંધનાં કારણ જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તેને કરતો નથી. વળી તે મોક્ષના પરિણામ જે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ–તેને કરતો નથી તથા મોક્ષનું કારણ જે નિર્મળ રત્નત્રયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેને કરતો નથી. કેમ? કેમકે ભગવાન આત્મા ત્રિકાળી એકરૂપ ધ્રુવ વસ્તુ છે અને બંધ-મોક્ષ આદિ એક સમયની પર્યાય-અવસ્થા છે, ભાઈ ! આવો માર્ગ છે: સર્વજ્ઞથી સિદ્ધ થયેલો હોં. (૯-૧૦૫) (૧૫૯) આત્મા એક જ્ઞાયકભાવરૂપ શુદ્ધ દ્રવ્યાર્થિકનયે શુદ્ધ પારિણામિક પરમસ્વભાવભાવરૂપ છે. આવા પરમસ્વભાવભાવની ભાવનાથી મોક્ષમાર્ગ પ્રગટે છે. આ ભાવનારૂપ મોક્ષમાર્ગ તે પર્યાય છે. બંધ-મોક્ષની પલટના તે પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં નહિ. ધ્રુવ દ્રવ્ય છે તે બંધમોક્ષની પર્યાયરૂપ થતું નથી. પર્યાયનો કર્તા પર્યાયધર્મ છે. પર્યાય છે ખરી, પણ તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ નથી. દ્રવ્યદષ્ટિનો તે વિષય નથી. અર્થાત, દ્રવ્યને દેખનારી દષ્ટિમાં પર્યાય ગૌણ છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયે જીવદ્રવ્ય બંધ-મોક્ષના કારણ ને પરિણામથી રહિત છે... - જો તે પોતે (ધ્રુવ દ્રવ્યભાવ) બંધનું કારણ હોય તો ત્રિકાળ બંધ જ થયાકરે; જો તે મોક્ષનું કારણ હોય તો ત્રિકાળ મોક્ષ હોય. અથવા પરિણામિક ભાવ પોતે સર્વથા પર્યાયરૂપ થઈ જાય તો પર્યાયની સાથે તે પણ નાશ પામી જાય. આમ આ ન્યાયથી સિદ્ધ થયું કે બંધમોક્ષના પરિણામ અને તેનાં કારણ પર્યાયમાં છે પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય શુદ્ધ એક પરમભાવસ્વરૂપ વસ્તુ એનાથી શૂન્ય છે. ત્રિકાળીમાં-ધ્રુવમાં બંધ-મોક્ષ નથી. આવી વાત! અહો ! આ તો ચમત્કારી ગાથા અને ચમત્કારી ટીકા છે. (૯-૧૦૬) (૧૬O) ત્યારે કોઈ પંડિત વળી એમ કહે છે કે-પરિણામ અશુદ્ધ હોય ત્યાં દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું. અરે પ્રભુ! તું શું કહે છે આ! આ કાળના સાધારણ બુદ્ધિવાળા જીવોને કાંઈ ખબર ના પડે એટલે “હા જી હા ભણે, પણ બાપુ! આત્માની એક સમયની પર્યાયમાં બંધના અશુદ્ધભાવ છે માટે દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું એમ છે નહિ. પર્યાયની અશુદ્ધતાના કાળમાં પણ અંદર ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ ચૈતન્યનું દળ છે. તેમાં અશુદ્ધતા નામ બંધની પર્યાયનું પ્રવેશવું તો નથી. તેમાં શુદ્ધતારૂપ મોક્ષની પર્યાયનો પણ પ્રવેશ નથી. અહાહા..! ત્રિકાળી શુદ્ધ ચૈતન્યદ્રવ્ય તો બંધ-મોક્ષના કારણ અને પરિણામથી રહિત છે... Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૫૫ અહા ! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂર્ણ એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. અહાહા...! તે અનંત શક્તિઓનો એક પિંડ છે. તેનાં એક એક શક્તિ પૂરણ શુદ્ધ છે. જે શક્તિ શુદ્ધ છે તે અશુદ્ધતાને કેમ કરે ? ન કરે; અશુદ્ધતાને તો ન કરે, શુદ્ધતાના ઉત્પાદનેય એ ન કરે એમ કહે છે; કેમકે ઉત્પાદરૂપ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું સુધ્ધાં નથી. (૯-૧૦૭) (૧૧) –ચાર ભાવો પર્યાયરૂપ છે; તેમાં ઔપશમિકાદિ ત્રણ ભાવો નિર્મળ છે, મોક્ષના કારણરૂપ છે અને ઔદયિક ભાવ મલિન વિકારી છે ને બંધનું-સંસારનું કારણ છે. તથા જેના આશ્રયે નિર્મળ ભાવ પ્રગટ થાય છે તે શુદ્ધ પારિણામિક ભાવ ત્રિકાળ દ્રવ્યરૂપ છે. એમ પરસ્પર સાપેક્ષ દ્રવ્ય-પર્યાયનું જોડકું તે આખો આત્મા-પદાર્થ છે. અહો ! આ તો એકલું અમૃત પીરસ્યું છે; “અમૃત વરસ્યા રે પ્રભુ! પંચમ કાળમાં.” (૧૬) જુઓ, શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રિકાળ છે તેને ભાવ કહેવાય. પર્યાયને પણ ભાવ કહેવાય. રાગને પણ ભાવ કહેવાય ને દ્રવ્ય-વસ્તુ છે તેને પણ ભાવ કહેવાય. અહીં દ્રવ્યને શુદ્ધ પારિણામિકભાવ એવી સંજ્ઞા આપી છે. તે તો બંધ-મોક્ષપર્યાયની પરિણતિથી રહિત છે એમ કહે છે. અહાહા...! ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ અસ્તિરૂપ છે. અહાહા...! છે... છેછે ને છે. ધ્રુવ... ધ્રુવ. ધ્રુવ એવા અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ છે. તે, અહીં કહે છે. બંધ-મોક્ષની પરિણતિથી રહિત છે; રાગાદિના ભાવથી રહિત છે અને મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાયથી પણ રહિત છે. અહાહા! ત્રિકાળી સ્વભાવમાં પરવસ્તુ નથી, રાગ નથી, મલિન પર્યાય નથી, અને અપૂર્ણ કે પૂર્ણ નિર્મળ પર્યાય પણ નથી. અહાહા...! આવી પોતાની ચીજનો જેને અંદર દષ્ટિમાં સ્વીકાર થયો છે તેને જ શુદ્ધ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. બાકી તો બધું થોથેથોથાં છે. ભાઈ જન્મ-મરણના અંતનો ઉપાય આ એક જ છે. દુનિયા માને કે ન માને, દુનિયા ગમે તે કહે, સત્ય આ છે. આત્મા શુદ્ધિ-ચૈતન્યમહાપ્રભુ બંધ-મોક્ષની પર્યાયથી રહિત વસ્તુ છે. તે એકના આશ્રયે ધર્મરૂપ નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે. (૯-૧૧૫ ) (૧૬૩) અહાહા....! વસ્તુ આત્મા સહજ શુદ્ધપારિણામિકભાવલક્ષણ પરમાત્માદ્રવ્ય છે, બાપુ ! આ તો ઝેર ઉતારવાના મંત્રો છે. જેમ સર્પ કરડે અને ઝેર ચઢે તો તે મંત્ર દ્વારા ઊતરી જાય તેમ રાગની એકબુદ્ધિનાં એને અનાદિથી ઝેર ચઢેલાં છે તે ઉતારવાના આ મંત્રો છે. આ પુણ્યભાવ અને પુણ્યનાં ફળ જે ધૂળ (પૈસા આદિ), Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬ અધ્યાત્મ વૈભવ મળે તે મારાં એવી માન્યતા એ ભ્રાંતિ–મિથ્યાત્વનું ઝેર છે. અહા ! તે મિથ્યાત્વના ઝરે તેના સહજશુદ્ધસ્વભાવનો ઘાત કર્યો છે. (૯-૧૨૫) (૧૬૪) ભગવાન આત્મા શુદ્ધપારિણામિકભાવલક્ષણ વસ્તુ પૂર્ણ એક ચૈતન્યમય વસ્તુ છે તે ત્રિકાળ ભાવરૂપ છે, ભાવનારૂપ નથી, જ્યારે તેના આશ્રયે જે મોક્ષનો માર્ગ પ્રગટ થયો છે તે ભાવનારૂપ છે, ત્રિકાળભાવરૂપ નથી. ઝીણી વાત પ્રભુ! . ત્રિકાળી પારિણામિકને ભાવરૂપ કહીએ; એને પરિણામિક કહીએ, ધ્રુવ કહીએ, નિત્ય કહીએ, સદશ કહીએ, એકરૂપ કહીએ, અને જે આ પર્યાય છે તે અનિત્ય, અધુવ, વિદેશ કહીએ, કેમકે તેમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યય થાય છે. મોક્ષનો મારગ છે તે પણ ઉત્પાદવ્યયરૂપ છે. એટલે કે વર્તમાન જેનો ઉત્પાદ થાય તેનો બીજે સમયે વ્યય થાય છે, બીજે સમયે ઉત્પાદ થાય તેનો ત્રીજે સમયે વ્યય થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપ હોવાથી મોક્ષમાર્ગની પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. કેમ? કેમકે તે પર્યાય ભાવનારૂપ છે. (૯-૧૩૮) (૧૬૫) જુઓ, આંખ છે તે અગ્નિને જાણે, કાષ્ઠને જાણે, વીંછીને જાણે, પણ દૂરથી જ જાણે છે; એમાં ભળીને ન જાણે, આંખ કાંઈ અગ્નિ આદિમાં ન પ્રવેશે અને અગ્નિ આદિ પદાર્થ આંખમાં ન પેસી જાય. લ્યો, આ પ્રમાણે આંખ દૂરથી જ જાણે છે. તેમ, કહે છે, જ્ઞાન દૂરથી જ જાણે છે; જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે. અહાહા... આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને તે રાગાદિ પુણ્ય-પાપના પરિણામને દૂરથી જ જાણે છે, તેમાં ભળીનેએકમેક થઈને જાણે એમ નહિ. રાગાદિમાં ભળી જાય-એકમેક થઈ જાય એવો આત્માનો સ્વભાવ જ નથી. તેથી જ્ઞાન દૂરથી જાણે પણ એને કરવું ભોગવવું નથી. (૯-૧૮૮) (૧૬૬) -પ્રભુ! તું મોટા મહેલ ને મંદિર જોવા જાય છે તો એકવાર પરમ આશ્ચર્યકારી નિધાન એવા તારા જ્ઞાનધામને જોવા અંદર દષ્ટિ તો કર. અહાહા...! એ પરમ જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભેરલો ભંડાર છે. એને દષ્ટિમાં લેતાં તને પરમ આનંદ પ્રગટ થશે અને કર્તાપણું મટી જશે. ભાઈ ! રાગથી ભિન્ન પડીને ચૈતન્ય-ધ્રુવધામની દષ્ટિ કરવી-બસ આ એક કરવાયોગ્ય કર્તવ્ય છે, બાકી તો બધું ધૂળધાણી છે. આત્મા ઉદ્ધત બોધધામ છે. એટલે શું? આ ચૈતન્યવસ્તુ એવી ઉદ્ધત છે કે કોઈને ગણે નહિ-નિમિત્તને ગણે નહિ, રાગનેય ગણે નહિ ને પર્યાયનેય ગણે નહિ બધાને ગૌણ કરી દે. અહા ! આવો ઉદ્ધત બોધધામ પ્રભુ આત્મા છે. તેને વર્તમાન જ્ઞાનની પર્યાય અંતર્મુખ કરી પ્રત્યક્ષ જાણી લેવો એ કરવાયોગ્ય કામ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૫૭ અહીં કહે છે-આ ભગવાન આત્મા ઉદ્ધત બોધધામ સુંદર આનંદરૂપ પ્રભુરાગની એકતાના ઓઝલમાં પડયો છે. અહા ! તે ઓઝલને દૂર કરી તારી દષ્ટિને અંદર ધ્રુવધામમાં લઈ જા પ્રભુ! તારી જ્ઞાનની દશાને વાળીને અંતર્મુખ કર; તને જ્ઞાનને આનંદનો અનુપમ સ્વાદ આવશે. અહા! સ્વસંવેદનજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થતાં એની જે નિર્મળ પ્રતીતિ થાય એનું નામ સમ્યગ્દર્શન છે. (૯-૨૭) ) (૧૬૭) અહાહા..... ! અંદર અનાદિ-અનંત નિત્યાનંદસ્વરૂપ છો ને પ્રભુ! અનંત ગુણનો પિંડ નિત્ય જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છો ને! ભાઈ ! જેટલા પરમાત્મા થયા તે બધા અંદર શક્તિ હતી તે પ્રગટ કરીને થયા છે. તું પણ શક્તિએ નિત્ય જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. અહાહા....! તારા સ્વરૂપમાં ત્રિકાળ અતીન્દ્રિય ચૈતન્યમય અમૃત ભર્યું છે. હવે આવી વાત એને કેમ બેસે? એનાં માપ બધા ટૂંકાં (-પર્યાયરૂપ) અને વસ્તુ અંદર મોટી-મહાન (નિત્ય દ્રવ્યરૂપ છે. તે ટૂંકા માપે તે કેમ મપાય? બાપુ! ક્ષણિકની દષ્ટિ છોડી દે અને અંદર અમૃતનો નાથ ચિચમત્કાર પ્રભુ નિત્ય બિરાજે છે તેની દષ્ટિ કર; તેને આનંદનો-અમૃતનો સ્વાદ આવશે, ને ક્ષણિક છું એવી ભ્રાન્તિ મટી જશે. અહાહા...! પુણ્ય-પાપના ક્ષણિક ભાવોથી ભિન્ન અંદર નિત્ય આનંદકંદ પ્રભુ આત્મા બિરાજે છે તેનો જ્ઞાનજળ વડે અભિષેક કરે જેથી અમૃતની ધારા ઊછળશે. લ્યો, આનું નામ ધર્મ. અંદર વસ્તુ-પોતે ચૈતન્ય ચમત્કારસ્વરૂપ નિત્ય અમૃતના ઓધથી ભરેલી છે. તેનો દષ્ટિમાં સ્વીકાર કરી સત્કાર કરતાં અંદરઅતીન્દ્રિય આનંદની ધારા ઉલસે તે ધર્મ છે. (૯-૨૭૬ ) (૧૬૮) -એક આત્મા બીજા આત્માનો નથી, -એક આત્મા (અન્ય) જડ પરમાણુનો નથી, -એક પરમાણુ અન્ય પરમાણુનો નથી, અને -એક પરમાણુ (અન્ય) આત્માનો નથી. એટલે શું? કે-એક આત્મા બીજા આત્માનું કાંઈ કરતો નથી, -આત્મા જડ પરમાણુનું કાંઈ કરતો નથી, -જડ પરમાણુ અન્ય પરમાણુનું કાંઈ કરતો નથી, અને -જડ પરમાણુ આત્માનું કાંઈ કરતો નથી. આવી વાત! (૯-૩૩પ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ અધ્યાત્મ વૈભવ (૧૬૯) જુઓ, આ વસ્તુનો સ્વભાવ કહ્યો. શું? કે-એક આત્મા બીજા આત્માને પલટાવી ન શકે, -એક પરમાણુ બીજા આત્માને પલટાવી ન શકે, -એક પરમાણુ બીજા પરમાણુને પલટાવી ન શકે, અને -એક આત્મા બીજા પરમાણુને પલટાવી ન શકે. (૯-૩૩૬) (૧૭૦) શરીર સુંદર હોય એની મીઠાશમાં અરે! એણે અંદર ત્રિકાળી પ્રભુની સુંદરતા ખોઈ નાખી છે; તેમ શુભરાગની મીઠાશમાં એણે શુદ્ધ ચૈતન્યના અનંતા સુખની મીઠાશ મીટાવી દીધી છે. અરે ભગવાન! અહીં ત્રિલોકીનાથ ભગવાન કેવળીની વાણીમાં શું કીધું છે તે જરા સાંભળ! અહાહા.! કહે છે-જ્ઞાનસ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા વ્યવહારરત્નત્રયના અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગરૂપે થતો નથી. આત્માના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ ચેતનાગુણથી ભરેલા છે. તેની જ્ઞાનની પર્યાય જ્ઞાતાદખાપણે પરિણમે ત્યાં તે પરિણમન રાગને પોતારૂપ કરતું નથી. તેમ તે જ્ઞાનનું પરિણમન રાગરૂપે થતું નથી. રાગને અહીં પુદગલસ્વભાવ કહ્યો છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી, રાગની ચૈતન્યની જાતિ નથી; વળી તે પુદગલના સંગમાં પ્રગટ થાય છે. માટે રાગને અજીવ પુદગલસ્વભાવ કહ્યો છે. ભાઈ ! આ તારા હિતની વાત છે કે જ્ઞાન રાગરૂપે પરિણમે નહિ અને રાગને પોતારૂપે-જ્ઞાનરૂપે પરિણમાવે નહિ. (૯-૩૭૦) (૧૭૧) અહાહા....! કહે છે-આનંદનો સાગર શુદ્ધ ચૈતન્યનિધિ પોતે છે તેને વિશુદ્ધ જ્ઞાનની કળા વડે પ્રાપ્ત કરીને આજે જ નિરાકુળ આનંદપણે પરિણમો; એમ કે હમણાં નહિ એમ વાયદા મા કરો. હમણાં નહિ, હમણાં નહિ, દીકરા-દીકરીયું ઠેકાણે પડી જાય પછી વૃદ્ધાવસ્થામાં જોશું એમ વિચારે એ તો તારું અજ્ઞાન ને પાગલપણું છે ભાઈ ! કેમકે બીજાનું તું શું કરી શકે ? વાસ્તવમાં પરદ્રવ્ય સાથે તારે કોઈ સંબંધ નથી. તું વાયદા કરે છે પણ બાપુ! દેહ તો જોતજોતામાં છૂટી જશે અને મરીને તું ક્યાંય ચાલ્યો જઈશ, ભાવસમુદ્રમાં ખોવાઈ જઈશ. આવી વાત છે ભગવાન! ધંધા આડે, પરનાં કામ આડે હમણાં તું નવરો ન થાય પણ સ્વસ્વરૂપની સમજણ વિના તું દેહ છોડવાના કાળે ભારે મુંઝાઈ જઈશ પ્રભુ! અરે ! અજ્ઞાની જીવો રાગની એકતાની ભીંસમાં ને દેહની વેદનાની ભીંસમાં દેહ છોડીને ક્યાંય દુર્ગતિમાંતિર્યંચાદિમાં ચાલ્યા જાય છે. જ્યારે ધર્મી જીવને તો દેહ છૂટવાના કાળે પણ નિરાકુળતા અને શાંતિ જ શાંતિ હોય છે. (૯-૩૯૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૫૯ (૧૭૨ ) ભાઈ ! આવું વીતરાગનું તત્ત્વ સમજવા માટે તો ખાસ નિવૃત્તિ લેવી પડશે. અહાહા...! આત્મા અંદરમાં સદા રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ નિવૃત્તસ્વરૂપ પ્રભુ છે. ૫૨થી તો તે નિવૃત્ત જ છે, પણ અંતરસ્વરૂપની દષ્ટિ કરી રાગથી નિવૃત્ત થતાં તે પર્યાયમાં નિવૃત્ત થાય છે અને તેનું નામ નિવૃત્તિ છે. (૯-૪૧૭) (૧૭૩) અહાહા...! ભગવાન! આ તારી લીલા તો જો ભાઈ! કોઈ લોકો ઈશ્વરની લીલા કહે છે તે નહિ, આ તો તારી લીલા પ્રભુ! અનાદિ વિકારમાં રહ્યો તેય તું, અને નિર્વિકારમાં આવ્યો તેય તું! અદભુત ચમત્કારી વસ્તુ બાપુ! એની કેવળદર્શનની એક સમયની પર્યાય આખા લોકાલોકના પદાર્થોને આ જીવ કે અજીવ એમ ભેદ પાડયા વિના સામાન્ય અવલોકે, જ્યારે તે જ સમયે પ્રગટ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકના પ્રત્યેક પદાર્થને ભિન્ન-ભિન્નભિન્ન કરીને જાણે. વળી પ્રત્યેક સમય કેવળજ્ઞાનની પર્યાય અનંતકાળ પર્યંત થયા કરે તોય દ્રવ્ય તો એવું ને એવું રહે, કાંઈ વધઘટ વિનાનું. અહો! દ્રવ્યનો ચૈતન્ય-ચમત્કારી સ્વભાવ કોઈ ૫૨મ અદભુત છે. અહો ! આવો જ જ્ઞાનસ્વભાવ છે. સ્વભાવમાં તર્ક શું? સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન અદભુત અલૌકિક છે. તેનો પા૨ સમ્યજ્ઞાન જ પામી શકે. કેવળજ્ઞાનની પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિચ્છેદ છે. અનંતા કેવળીને તે એક સમયમાં જાણે છે. શ્રુતજ્ઞાનની પર્યાય પણ એવડી જ છે, પ્રત્યક્ષ-પરોક્ષનો ફેર છે. અહાહા...! જે પર્યાયમાં અનંત દ્રવ્ય-ગુણ-પર્યાય પ્રત્યક્ષ જણાય તે પર્યાયનું સ્વરૂપ જેટલું છે તેટલું જ બીજે સમયે, ત્રીજે સમયે-એમ અનંતકાળ પર્યંત રહે છે. અહો ! આવો કોઈ ચૈતન્યવસ્તુનો અદ્ભુત અદ્દભુત સ્વભાવ છે. અહીં સિદ્ધ કરવું છે કે–જ્ઞાન નામ આત્મા જ પુણ્ય-પાપ છે; કેમકે ત્રિકાળી જે અંશી તેના અંશમાં આ ભાવો ઉત્પન્ન થાય છે. ત્રિકાળી દ્રવ્ય તે એનું સામાન્ય સ્વરૂપ છે, અને નિર્મળ અને મલિન પર્યાયો તે એનું વિશેષ સ્વરૂપ છે. સામાન્ય અને વિશેષ બંને થઈને આખી વસ્તુ છે. તેનો એક અંશ (-પર્યાય) કાઢી નાખો તો વસ્તુ જ આખી સિદ્ધ ન થાય. અહીં દ્રવ્ય-પર્યાય બંને જીવનું સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. તેથી કહ્યું કે-આત્મા જ સંયમ છે, આત્મા જ પુણ્ય-પાપ છે. આવી વાત ! ( ૧૦–૧૯૫ ) (૧૭૪ ) જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. જ્ઞાન જ્ઞાનને જાણે, અનંતા ગુણને જાણે, આત્માને જાણે અને અનંતા ૫૨૫દાર્થોને પણ જાણે એવો આત્માનો અસાધારણ ગુણ છે, તેથી જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે, અભેદ વિવક્ષામાં લક્ષણમાં જ લક્ષ્યનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SO અધ્યાત્મ વૈભવ વ્યવહાર કરાય છે તેથી આચાર્યદવે આત્માને જ્ઞાન જ કહ્યો છે. અહીં લક્ષ્યનો લક્ષણમાં આરોપ કરીને તે લક્ષણને-જ્ઞાનને જ આત્મા કહ્યો છે, તેથી અહીં “જ્ઞાન” શબ્દ “આત્મા” સમજવો એમ કહ્યું છે.... અહો ! જ્ઞાન સ્વભાવી પ્રભુ આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાની અરૂપી–અમૂર્તિક ચીજ છે, ને કર્મ-નોકર્મ તો રૂપી-મૂર્તિક છે. હવે અરૂપી એવો આત્મા રૂપી કર્મ-નોકર્મને ગ્રહે– છોડે એ સંભવિત નથી, કેમકે ભગવાન આત્મા પરના ગ્રહણ ત્યાગથી રહિત-શૂન્ય છે. અહાહા..! પરને અડે નહિ તે પરને કેમ ગ્રહ-છોડે? માટે પરમાર્થ આત્માને પુદગલમય આહાર નથી. આ બહારના વેપારધંધા બધી પર ચીજ છે, તેને આત્મા પ્રહતો નથી કે છોડતો નથી. એ પરપદાર્થ તો એના જ્ઞાનનું ઝેય-પરણેય છે, વ્યવહારે હોં; નિશ્ચયે તો તત્સંબંધી જે જ્ઞાન પ્રગટ થયું તે તેનું જ્ઞય છે. અહા! નિજ જ્ઞાયકસ્વભાવને ય કરનારું જ્ઞાન સમ્યજ્ઞાન છે, બાકી તો બધાં થોથાં છે. (૧૦-૨૨૮). (૧૭૫) અહાહા.....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત શક્તિનું સંગ્રહસ્થાન છે. અહાહા ! અનંત શક્તિનો સાગર પ્રભુ આત્મા છે. આ અમાપ... અમાપ.... અમાપ એવું અનંત પ્રદેશી આકાશ છે. તેના અનંત પ્રદેશોથી અનંતગુણા આત્માના ગુણ છે. અહાહા...! જેની એક સમયની પૂર્ણ જ્ઞાનની દશા-કેવળજ્ઞાનની દશા વિશ્વનાં છ દ્રવ્ય, તેના અનંતા ગુણ, તેની ત્રણ કાળની અનંતી પર્યાય-તે સર્વને યુગપતું એક સમયમાં અડ્યા વિના જ જાણી લે એવો બેહદ જ્ઞાનસ્વભાવી પ્રભુ-આત્મા છે. આ શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન એમ નહિ, ખરેખર તો દ્રવ્યસ્વભાવને સ્પર્શીને એટલે તેની સન્મુખ થઈને પ્રગટ થાય તે જ્ઞાન જ્ઞાન છે. અહાહા... આવા અચિન્ય બેહદ જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ આત્માને, કહે છે, દેહ જ નથી.... દેહની સમય સમયની અવસ્થા થાય તે જડની જડમાં થાય છે; તે અવસ્થા આત્માની નહિ, આત્મામાં નહિ, આત્માથી પણ નહિ. દેહની અવસ્થામાં આત્મા નહિ, ને આત્માની અવસ્થામાં દેહની અવસ્થા નહિ, તેથી, કહે છે, જ્ઞાતાને ભગવાન આત્માને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. અહાહા..! આત્મા અને જાણે અનંતા પરદ્રવ્યોને જાણે એવો સ્વપરપ્રકાશક જ્ઞાતા પ્રભુ છે. પરંતુ જેને અંદરમાં સ્વસ્વરૂપનું જ્ઞાન થયું નથી તેને દેહાદિ પરનું યથાર્થજ્ઞાન નથી. જેને નિજસ્વરૂપગ્રાહી જ્ઞાન અંદર પ્રગટ થાય તેને જ સ્વપરપ્રકાશક યથાર્થ જ્ઞાન હોય છે. તે યથાર્થ જાણે છે કે દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. (૧૦-રર૬ ) (૧૭૬ ) પરમાર્થ એટલે પરની દયા પાળવી તે પરમાર્થ-એમ નહિ, પણ પરમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૬૧ અર્થ અર્થાત્ પરમ પદાર્થ ચૈતન્યચિ તામણિ પ્રભુ પોતે આત્મા છે તે ૫૨માર્થ છે. અહો ! બધા આત્મા અંદર ૫રમાર્થરૂપ ભગવાન છે. આ દેહને, રાગને ને પર્યાયને ન જુઓ તો અંદર બધા ભગવાનસ્વરૂપે વિરાજે છે. અહીં કહે છે-આવા પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાનચારિત્ર છે. પુણ્ય-પાપના પરિણામ તે પરમાર્થે આત્માના પરિણામ નથી. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે આત્માના પરિણામ નથી. માટે જ ભગવાન કહે છે-તું મારા સામું ન જો, જોઈશ તો તને રાગ જ થશે, કેમકે અમે પરદ્રવ્ય છીએ, અમે તારું દ્રવ્ય નથી. અમારા લક્ષે તારું કલ્યાણ નહિ થાય. રાગની રુચિ છે તે તો ભવની રુચિ છે. માટે અંદર ચિદાનંદસ્વરૂપ પ્રભુ તું છે તેની રુચિ કર, તેની દૃષ્ટિ કરી તેમાં જ ૨મણતા-લીનતા કર. બસ, આ જ ધર્મ છે, આ જ મોક્ષમાર્ગ છે, આ જ આત્માના વાસ્તવિક પરિણામ છે. (૧૦–૨૫૮ ) (૧૭૭) તારાથી વિરુદ્ધ સ્વભાવવાળાં તત્ત્વો છે. તેમાં તને રાજીપો અને કુતૂહલ થાય અને અનંત ગુણઋદ્ધિથી ભરેલી તારી ચીજને જાણવાનું તને કુતૂહલ નહિ? જરા વિચાર કર. વીતરાગ પરમેશ્વર ‘આત્મા, આત્મા’ નો પોકાર કરે છે તો તે શું છે તેનું કુતૂહલ તો કર. અંદર સ્વરૂપમાં જો તો ખરો, અંદર જોતાં જ તને તારાં દર્શન થશે, અતીન્દ્રિય આનંદ થશે, પરમાનંદની પ્રાપ્તિનો આ એક જ માર્ગ છે ભાઈ! અંદર શાન્તિનો સાગર પોતે તું આત્મા છો. બાપુ! તારે બહાર બીજે ડોકિયું શા સારું કરવું પડે? અંદર ડોકિયું કરી ત્યાં જ થંભી જા, ઉપયોગને ત્યાં જ થંભાવી દે. અહાહા...! ચિન્માત્રચિંતામણિ દેવોનો દેવ ભગવાન! તું અંદર મહાદેવ છો. ત્યાં જ દૃષ્ટિ કરી ત્યાં જ જામી જા; તને રત્નત્રય પ્રગટશે, અનાકુળ શાન્તિનાં નિધાન પ્રગટશે. આ એક જ માર્ગ છે. (૧૦–૨૬૧ ) (૧૭૮ ) સમયસાર એટલે શું? અહાહા....! શરીરથી, કર્મથી, રાગથી રહિત એકલું ચૈતન્યનું ધ્રુવ દળ-એનું નામ સમયસાર છે. હવે રાગને જ દેખનાર રાગના રસિયા રાગ વિનાના ભગવાનને કેમ દેખે ? –દેખતો નથી. થોડા શબ્દે કેટલું ભર્યું છે! અંદર અનંતી ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન સમયસાર છે તેને દેખતો નથી અને વિષયના–રાગના રસમાં ચઢી ગયો છે? જાણે બકરાંના ટોળામાં સિંહ ગરી ગયો ને સિંહને થયું કે હું બકરું છું! અરે, તું બકરું નથી ભાઈ ! તું સિંહ છો, અનંતા વીર્યનો સ્વામી ભગવાન ચૈતન્યસિંહ છો. અંતર્દષ્ટિરૂપ ગર્જના કર ને તને ખાત્રી થશે. ચૈતન્યસ્વભાવની સમીપ જઈ વિશ્વાસ કર, તને ભગવાનના ભેટા થશે અર્થાત્ તું પર્યાયમાં પૂરણ વીર્યનો સ્વામી થઈશ. (૧૦–૨૮૦) (૧૭૯ ) અહાહા.... ! આનંદનો નાથ અંદર પૂર્ણસ્વરૂપે પડયો છે ને પ્રભુ! પર્યાય જેટલું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ જ એનું અસ્તિત્વ નથી. મોક્ષની પર્યાય જેટલો પણ એ નથી, એ તો પૂર્ણ ચિદાનંદધન પરમાત્મા છે. તારા શ્રદ્ધાનને એનો રંગ ચઢાવી દે પ્રભુ ! તે શ્રદ્ધાન અને જ્ઞાનનું થયું તે જ જ્ઞાનસ્વરૂપ આત્માનું થયું છે. રાગ તો અન્યદ્રવ્યનું પરિણમન છે, એને જ્ઞાનના થવા સાથે કાંઈ સંબંધ નથી. માટે જો મોક્ષની ઈચ્છા છે તો વ્યવહારના ક્રિયાકાંડથી ધર્મ થશે એ વાત જવા દે. આ હિતની વાત છે ભાઈ! (૧૦-૨૮૨) (૧૮૧) કર્મનો ઉદય છે તે જડ છે, તે રાગને અડતો નથી, રાગભાવ છે તે કર્મને અડતો નથી. વળી રાગભાવ છે તે શુદ્ધ સ્વાનુભવની પર્યાયને અડતો નથી. આવી જ વસ્તુ છે. ભાઈ ! વસ્તુનું હોવાપણું જ આ રીતે ચમત્કારિક છે. લોકો બહાર ચમત્કાર માને છે પણ તેમને અંદર ચૈતન્યના ચમત્કારની ખબર નથી. વસ્તુનાં દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાં સ્વતંત્ર છે એવી વસ્તુની ચમત્કારિક શક્તિનો જાણનાર ભગવાન આત્મા ચૈતન્યચમત્કારી વસ્તુ છે. ભાઈ ! જેમાં સર્વ પ્રત્યક્ષ જણાય એવો જ્ઞાનની પૂર્ણતાનો કોઈ અદભુત અલૌકિક મહિમા છે, અને આવું જેનું સામર્થ્ય છે તે ભગવાન આત્મા પરમ અદભુત ચૈતન્યચમત્કારમય વસ્તુ છે. અહીં કહે છે-એ પરમાર્થવસ્તુને એકને જ અનુભવો. અહાહા... નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવા માત્ર જે સમયસાર તેનાથી ઊંચું બીજું કાંઈ નથી. અહાહા...! જે નિર્મળ પર્યાય પ્રગટ થવામાં કોઈ અન્ય દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવનો આશ્રય-સહાય નથી એવી જે નિજરસથી ભરપુર છે એવી અદ્દભુત... અદ્ભુત પર્યાય શક્તિની વિસ્ફરસામાત્ર સમયસાર વિશ્વમાં પરમ સારભૂત છે. આ પર્યાયની વાત છે હોં. સવારે આવ્યું હતું ને! કે એ (આત્મા) સુખદેવ સંન્યાસી છે; મતલબ કે સુખનો દેવ અને રાગનો ત્યાગી છે. આવી વાત ! (૧૦-૨૯૨) (૧૮૨) આત્માનો એવો સહજ અદ્દભુત વૈભવ છે કે અંતર્મુખ જુએ તો મુક્તસ્વરૂપ ભાસે છે, ને બહારમાં નજર કરે તો રાગ ભાસે છે; અંદર જુએ તો અભેદ એકરૂપ ભાસે છે; ને ભેદથી જુએ તો અનેકરૂપ ભાસે છે, અંતર્મુખ જુએ કપાયરહિત શાંતિનો પિંડ ભાસે છે, ને બહારમાં જુએ તો કષાયનો કલેશ ભાસે છે. અહા! આવો આત્માનો અભુતથી અદ્દભુત મહિમાવંત સ્વભાવ વર્તે છે. (૧૦-૨૯૩) (૧૮૩) અહીં કહે છે–સમયસારભૂત પરમસ્વરૂપ-પરમાત્માસ્વરૂપ એવો આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિથસમય છે. અહાહા...! ચૈતન્યના નૂરનું પૂર એવો ભગવાન આત્મા સ્વપરસહિત સંપૂર્ણ ત્રિકાળવર્તી લોકાલોકનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. અહાહા...! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૬૩ જાણવું... જાણવું... જાણવું. એમ જાણવાના પ્રવાહનું પૂર પ્રભુ આત્મા છે; તે સંપૂર્ણ વિશ્વનો પ્રકાશક છે. પ્રકાશક એટલે જાણનારો હોં જગતની કોઈ ચીજનો કરનારો-કર્તા નહિ. ભાઈ ! કોઈ પર પદાર્થની ક્રિયા કરી શકે એવો આત્માનો સ્વભાવ નથી, એવું એનું સામર્થ્ય નથી. રાગ આવે એનો પણ એ જ્ઞાતા છે, આ પ્રમાણે ભગવાન આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. આત્મા વિશ્વસમય છે. વિશ્વમાં અનંતા પદાર્થ છે. તે અનંત અનંતપણે પોતાના કારણે રહ્યા છે; જો પરના કારણે હોય તો અનંતપણું ન રહે. વિશ્વ એટલે અનંતા દ્રવ્યો તેના પ્રત્યેકના અનંત-અનંત ગુણ અને તેની અનંત-અનંત પર્યાયો-આ બધું પોતપોતાના કારણે છે. બધું સ્વતંત્ર છે, અને ભગવાન આત્મા એ બધાનો પ્રકાશક છે, જાણનારમાત્ર છે, કરનારો-કર્તા નહિ. આવો જ્ઞાનાનંદરૂપ લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. સમજાણું કાંઈ ? “કાંઈ ' એટલે કઈ પદ્ધતિએ કહેવાય છે તેની ગંધ આવે છે? પૂરું સમજાઈ જાય તો ન્યાલ થઈ જાય એવું છે. (૧૦-૩(૨) (૧૮૪) આત્મા ત્રિકાળી વસ્તુ તે અર્થ છે, અને તેનો જ્ઞાનસ્વભાવ તે તત્ત્વ છે. જેમ સોનું છે તે અર્થ કહેવાય, અને તેનાં પીળાશ, ચીકાશ, વજન ઇત્યાદિ તે તત્ત્વ કહેવાય. આત્મા ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે અર્થ છે, અને જ્ઞાન, આનંદ, સ્વચ્છતા પ્રભુના ઇત્યાદિ ગુણ સ્વભાવ તે તત્ત્વ છે. અર્થનું તત્ત્વ એટલે વસ્તુ-દ્રવ્ય તેનો ભાવ. ભાવવાન વસ્તુ તે અર્થ અને તેનો ભાવ તે અર્થનું તત્ત્વ છે. અહા! હિત કરવું હોય તેણે આ ભાવ સહિત જે ભાવવાન એવું નિજ દ્રવ્ય તેનો નિર્ણય કરવો પડશે.. આત્મા વસ્તુ અર્થ છે, ને જ્ઞાન તેનું તત્ત્વ છે. અહીં કહે છે-તેને જાણીને, તત્ત્વ સહિત અર્થને જાણીને, અર્થમાં ઠર; તારી દશા ઉત્તમ આનંદમય થઈ જશે. (૧૦-૩૦૩) (૧૮૫) અહાહા ! જાગવાનો આ અવસર આવ્યો છે ભગવાન! હમણાં નહીં જાગે તો ક્યારે જાગીશ? સમયસારભૂત તું ભગવાન આત્મા છો, તારામાં પૂર્ણ પરમાત્મશક્તિ ભરી પડી છે. ઓહો ! તું જ્ઞાન, ને આનંદ ને વીર્ય ઇત્યાદિ અનંત ગુણમણિરત્નોનો અંદર ડુંગર ભરેલો છો. અંદર જુએ તો ખબર પડે ને? તેનો નિર્ણય કર ભાઈ ! હમણાં જ નિર્ણય કર. હા, પણ તેમાં નવ તત્ત્વ તો ન આવ્યા? અરે ! ભાઈ ! આત્માનો નિર્ણય કરે છે તેમાં નવે તત્ત્વનો નિર્ણય આવી જાય છે. પુણ્ય-પાપનાં આચરણ અને બંધના ભાવ તે ભગવાન આત્માના અસ્તિત્વમાં નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ અધ્યાત્મ વૈભવ આત્માના અસ્તિ સ્વરૂપનો નિર્ણય કરતાં તેમાં જે નથી તેનો નિર્ણય પણ ભેગો આવી જાય છે. આત્મા દ્રવ્ય અને તેનું તત્ત્વ નામ ભાવ-એને જાણીને નિર્ણય કરતાં અન્ય નાસ્તિકરૂપ પદાર્થોનો તેમાં નિર્ણય આવી જાય છે. (૧૦-૩૦૪). (૧૮૬). આ તો વીતરાગનો મારગ બાપુ! એમાંથી તો વીતરાગપણે જ ઊભું થાય છે. અહા ! હું મારાપણે-જ્ઞાનમાત્રપણે છું એમ જેને અંતરમાં નિર્ણય થયો તેને પોતાપણે રહેવામાં કોઈ પરપદાર્થની જરૂર ભાસતી નથી. પર પ્રત્યેની તેની ઈચ્છા માત્ર વિરામ પામી જાય છે. હું શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું ક્યાં પર્યાયમાં જાણપણું થયું ત્યાં એને શરીરાદિ અનુકૂળ સંયોગની ભાવના રહેતી નથી. અરે! એની પરમ પ્રીતિ-ભક્તિનાં ભાજન એવા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ એને ગરજ (અપેક્ષા) ભાસતી નથી; કેમકે એ બધાંને એ પરણેય જાણે છે. આકરી વાત બાપુ! પણ આ સત્ય વાત છે, ધર્મીના અંતરની વાત છે. (૧૦-૩પર) (૧૮૭) ભાઈ ! પર-નિમિત્તનું ને વ્યવહારનું લક્ષ મટાડીને તારી હોંશ (ઉત્સાહ, વીર્યની ફુરણા) અંદરમાં જવી જોઈએ. તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે તે ત્રિકાળી દ્રવ્યમાં જવો જોઈએ, કેમકે હું સ્વપણે-જ્ઞાનમાત્રપણે છું એવો સમ્મનિર્ણય, પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળ્યા વિના ક્યાંથી થશે? હું પૂરણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છું એવો યથાર્થ નિર્ણય તો ત્રિકાળી દ્રવ્યમાં ઢળવાથી જ થાય છે. આવી જ વસ્તુસ્થિતિ છે, અર્થાત્ વસ્તુ પોતે જ આ પોકાર કરે છે. (૧૦-૩પ૩) (૧૮૮) અહાહા..... ! આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય પ્રભુ આત્મા છે તે દ્રવ્યરૂપથી નિત્ય છે, અને તે જ પર્યાયરૂપથી અનિત્ય છે. પર્યાય જે પ્રતિસમય પલટે છે તે વડે તે અનિત્ય છે. અહાહા.. ! આ હું ત્રિકાળી ધ્રુવ છું એમ નિર્ણય કોણ કરે છે? તો કહે છે-અનિત્ય એવી પર્યાય તે નિત્યનો નિર્ણય કરે છે. નિર્ણય પર્યાય કરે છે, ધ્રુવ કાંઈ નિર્ણય કરતું નથી. નિત્યનો-ધ્રુવનો કે અનિત્યનો નિર્ણય નિત્ય-ધ્રુવ ન કરે, નિર્ણય તો અંદર ઢળેલી અનિત્યપર્યાયમાં જ થાય છે. આવી વાત ! અહો! ત્રિલોકીનાથ ભગવાનની વાણીમાં આવેલું રહસ્ય સંતોએ બહુ ટૂંકા શબ્દોમાં જગત સમક્ષ જાહેર કર્યું છે. કહે છે-ભાઈ તું ધ્રુવ અવિનાશી નિત્ય છો. પહેલાં નિત્ય નહોતું માન્યું, અને હવે માન્યું તો તે શેમાં માન્યું? અંદર ઢળેલી અનિત્ય પર્યાયમાં માન્યું છે. ભાઈ ! વસ્તુ જ આવી નિત્ય-અનિત્ય છે, ને અનિત્ય પર્યાયમાં જ નિત્યનું જ્ઞાન-શ્રદ્ધાન થાય છે. સમજાણું કાંઈ.... ? -૩૫૫ ) ટૂંકમાં ત્રિકાળી એકરૂપ વસ્તુ તે સ્વદ્રવ્ય, તે જ સ્વક્ષેત્ર, તે જ સ્વકાળ અને તે જ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૫ સ્વભાવ છે. એમાં જે ભેદકલ્પના કરવામાં આવે તે ૫૨દ્રવ્ય, પરક્ષેત્ર પરકાળ અને પરભાવ છે. અહા ! આવી ભેદકલ્પના રહિત અભેદ એક જે સ્વદ્રવ્ય વસ્તુ તેને સ્યાદ્વાદી નિપુણપણે અવલોકે છે-અનુભવે છે. શા વડે? નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશ વડે. સમજાણું કાંઈ... ? લ્યો, આ ધર્મ અને આ સાચું જીવન. (૧૦-૪૨૦) ( ૧૮૯ ) આત્માનું જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે. એટલે શું? કે જ્ઞાનલક્ષણ આત્માની પ્રસિદ્ધિ કરે છે. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે ને! તેથી જ્ઞાન આત્માનું સત્યાર્થ લક્ષણ છે અને તે લક્ષ્ય એવા આત્માને પ્રસિદ્ધ કરે છે. અહાહા.....! જ્ઞાન આત્માને રાગાદિથી જુદો જાણી શુદ્ધ એક આત્માને પ્રસિદ્ધ કરે છે. હા, પણ ક્યું જ્ઞાન? ૫ર તરફ વળેલું જ્ઞાન નહિ, પરંતુ અંતર્મુખ થઈને આત્માને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે અને તે આત્માને પ્રસિદ્ધ-પ્રગટ કરે છે. જે જ્ઞાન શુદ્ધ આત્માને જ જાણે નહિ અને ૫૨માં ને રાગમાં એકાકાર થઈ પ્રવર્તે તે ખરેખર જ્ઞાન જ નથી, કેમકે તે શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ કરતું નથી, પણ પ૨ને-રાગને પ્રસિદ્ધ કરે છે. ભાઈ! રાગાદિ બીજી ચીજ હો ભલે, પણ એ રાગાદિ હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું એમ પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તે યથાર્થ લક્ષણ છે, અને તે લક્ષણના દોરે અંદર લક્ષ્યનું-શુદ્ધ આત્માનું ગ્રહણ થાય છે. લ્યો, આ રીતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ અર્થે તેને જ્ઞાનમાત્ર કહ્યો છે. ‘જ્ઞાનમાત્ર' કહીને એકલો જ્ઞાનગુણ સિદ્ધ નથી કરવો, પણ આખો (પૂરણ ) આત્મા પ્રસિદ્ધ કરવો છે. સમજાણું કાંઈ! આ શરીર તો જડ પુદગલમય છે, અને રાગાદિ ભાવો પણ આત્માથી વિપરીત સ્વભાવવાળા-જડ સ્વભાવવાળા છે. તેથી શરીર ને રાગાદિ આત્માનું લક્ષણ નથી, એક જ્ઞાન જ આત્માનો અસાધારણ ગુણ છે તેથી આત્માનું લક્ષણ છે. અસાધારણ ગુણ એટલે શું? કે આત્મા સિવાય અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી, અને આત્માના અનંતધર્મોમાં પણ એક જ્ઞાન જ સ્વપ૨પ્રકાશક છે. તેથી જ્ઞાનગુણ અસાધારણ છે જે વડે ભગવાન આત્માનું ગ્રહણ કરી શકાય છે. આ રીતે જ્ઞાનલક્ષણ તેઆત્માની ૫૨મ પ્રસિદ્ધિનું સાધન છે. અહાહા...! શરીર, રાગ, આત્મા આદિ અનેક ચીજ મળેલી (એકક્ષેત્રાવગાહમાં ) જણાય છે, ત્યાં જ્ઞાનલક્ષણ વડે જ ભિન્ન આત્માસ્વરૂપને ઓળખી શકાય છે, ગ્રહણ કરાય છે. આરીતે જ્ઞાનલક્ષણ ભિન્ન આત્મસ્વરૂપને ઓળખવાનું સાધન હોવાથી આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવ્યો છે. આવી વાતુ છે. ( ૧૧–૨ ) ( ૧૯૦) અહાહા..... ! જ્ઞાન. જ્ઞાન... જ્ઞાન... જાણપણું તો આત્મા-એટલો અભેદમાં પ્રથમ ભેદ પાડી પછી વૃત્તિ જ્યાં અંતર્મુખ થઈ લક્ષ્ય આત્માના લક્ષે એકાકાર-તદ્રુપ થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ છે ત્યાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે, જણાય છે. આનું નામ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ છે. લક્ષણના-વર્તમાન જ્ઞાનની દશાના-લક્ષે લક્ષ્ય જણાય એમ નહિ, પણ લક્ષણ-જ્ઞાનની વર્તમાન દશા, લક્ષ્ય નામ શુદ્ધ આત્માના લક્ષમાં જતાં શુદ્ધ આત્મા જણાય છે. અહો! સંતોએ સંક્ષેપમાં ઘણું ભર્યું છે. “લક્ષણની પ્રસિદ્ધિ વડે” –એમ કહ્યું ને! એમાં શું કહેવા માગે છે? કે જ્ઞાનનો વર્તમાન પર્યાય જે આત્માનું લક્ષણ છે તે પ્રગટ , ને તે વડ અપ્રગટ (શક્તિરૂપ) લક્ષ્ય (શુદ્ધ આત્મા) જણાય છે. અહાહા...! જાણનાર-જાણનાર એવું ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ તો પ્રગટ નથી, પણ તેના લક્ષણરૂપ જે વર્તમાન દશા છે તે પ્રગટ છે, તેમાં આ હું લક્ષ્ય-ભગવાન આત્મા છું-એમ જણાય છે. આમ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવ્યો છે. જ્ઞાન ગુણથી અહીં વાત કરી તેમાં જ્ઞાનગુણ તો ત્રિકાળ છે, તેથી તે કાંઈ આત્માને પકડતો નથી, પરંતુ તેની અંતર્મુખાકાર વર્તમાન પ્રગટ દશા ભગવાન આત્માને પકડે છે. તેથી, કહે છે. આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે. (૧૧-૨) (૧૯૧). જુઓ, શું કીધું? કે જેને જ્ઞાનલક્ષણ વડે લક્ષ્યનું લક્ષ અને ભાન થયું છે તેને (જ્ઞાનીને) લક્ષ્ય-લક્ષણના ભેદથી પ્રયોજન નથી એ તો બરાબર, પણ જેને લક્ષ્યની આત્માની ખબર જ નથી તેને યથાર્થ લક્ષણ વડે લક્ષ્ય ઓળખાવવો જરૂરી છે, કેમકે લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. અજ્ઞાનીને લક્ષણ અપ્રસિદ્ધ છે. તે દેહને ને રાગાદિને આત્મા માને છે. દેહ તે હું આત્મા, વા રાગ તે હું આત્મા એમ અજ્ઞાની માને છે. તેને કહીએ કે ભાઈ ! જે લક્ષ્યમાં ત્રિકાળ રહે અને લક્ષ્યને પરિપૂર્ણ ઓળખાવે તે લક્ષણ છે. જ્ઞાન છે તે જ તારું લક્ષણ છે, કેમકે આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ છે ને જ્ઞાન વડે ઓળખાય છે. જ્ઞાનને અંતર્મુખ કરી આત્મવસ્તુથી એકમેક થતાં આત્મા ઓળખાય છે, પ્રસિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્ઞાનલક્ષણની પ્રસિદ્ધિ દ્વારા આત્મા જે લક્ષ્ય છે તેની પ્રસિદ્ધિ થાય છે. જુઓ, આ લક્ષ્ય-લક્ષણનો ભેદ કીધો તે ભેદમાં અટકવા માટે નહિ, પણ અભેદ આત્માનું લક્ષ કરાવવા માટે છે. ભેદને ગૌણ કરી જે અભેદનું લક્ષ કરે છે તેને ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે. અને ત્યારે લક્ષ્ય-લક્ષણનો ભેદ તે વ્યવહાર કહેવાય છે. ભેદમાં (-વ્યવહારમાં ) અટકી રહે તેને આત્મ પ્રસિદ્ધિ થતી નથી, અને અભેદ સમજતાં વચ્ચે લક્ષ્યલક્ષણનો ભેદ આવે છે તેને જાણે નહિ તેનેય આત્મ પ્રસિદ્ધિ થતી નથી, કેમકે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. સમજાણું કાંઈ....? વળીય કોઈ કહે છે-જ્ઞાન તે લક્ષણ અને આત્મા લક્ષ્ય-એમ ભેદ શા માટે પાડો છો ? સીધો જ આત્મા બનાવો ને? લક્ષણ દ્વારા લક્ષ્ય બનાવો છો તેને બદલે સીધું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૬૭ લક્ષ્ય જ બતાવી દો ને! તેને કહે છે ભાઈ ! જે લક્ષણને જાણતો નથી તે લક્ષ્યને પણ જાણતો નથી, લક્ષણને ઓળખવાથી જ લક્ષ્ય ઓળખી શકાય છે. જેમ કોઈ કહે અમારે સાકર જોઈએ છે, ગળપણથી કામ નથી, તો તેને સાકરની પ્રાપ્તિ થતી નથી, તેમ જો કોઈ કહે અમારે લક્ષ્ય-આત્મા જોઈએ છે, જ્ઞાનથી-લક્ષણથી શું કામ છે? તો તેને આત્માની પ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે જ્ઞાનલક્ષણે આત્મા લક્ષિત થતો હોવાથી જ્ઞાનલક્ષણ કહીને નિશ્ચયાભાસનો નિષેધ કર્યો સમજાણું કાંઈ... ? (૧૧-૩) (૧૯૨) અહીં જ્ઞાન એટલે પરનું ને શાસ્ત્રનું જ્ઞાન એમ વાત નથી. અહીં તો રાગથી ભિન્ન પડેલું અંતરમાં વળેલું અંતર્મુખાકાર જ્ઞાન તે લક્ષણ લક્ષ્યથી ભિન્ન નથી, અભેદ છે એની વાત છે. જેમ સાકર મીઠી છે એમ કહીએ ત્યાં સાકરથી મીઠાશ કોઈ જુદી ચીજ નથી, તેમ જાનન... જાનન... જાનન સ્વભાવ અને આત્મા એકમેક છે. જેમ રાગ ને આત્મા જુદી ચીજ છે તેમ જ્ઞાન ને આત્મા જુદી ચીજ નથી. ભલે જ્ઞાન એક ગુણ છે, ને આત્મા અનંતગુણમય ગુણી છે, છતાં જ્ઞાન ને આત્મા વસ્તુપણે અભેદ છે. તેથી જે જ્ઞાનની પ્રસિદ્ધિ છે તે જ આત્માની પ્રસિદ્ધિ છે. આ રીતે લક્ષ્ય-લક્ષણની સિદ્ધિ એક સાથે જ છે અને એકવસ્તુમય છે. અહાહા...! જ્ઞાનની પર્યાય જ્યાં દ્રવ્ય સાથે અભેદ તન્મય થઈ આત્માદ્રવ્ય પ્રસિદ્ધ થયું, માટે જ્ઞાનલક્ષણથી જુદું કોઈ લક્ષ્ય નથી, અને એકમેક છે ને એક સાથે જ પ્રસિદ્ધ થાય છે. આવી વાત! સમજાણું કાંઈ.. ? હવે આ રહસ્ય પામ્યા વિના એ શાસ્ત્ર ભણી-ભણીને અનંતવાર અગિયાર અંગનો પાઠી થયો, ને દેવ-ગુરુ-શાસ્ત્રની પણ બહારમાં અનંતવાર શ્રદ્ધા કરી તથા અનંતવાર બાહ્ય વ્રતાદિ ધારણ કર્યા, પણ એથી શું? એ કોઈ આત્માનું લક્ષણ નથી, એનાથી આત્માની પ્રસિદ્ધિ સંભવિત નથી. અહા! ગજબ વાત કરી છે આ. આમાં તો બાર અંગનું રહસ્ય ખુલ્લું મૂક્યું છે. (૧૧-૪). (૧૯૩) કહે છે- “પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનવને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. ' જ્ઞાન છે તે પ્રસિદ્ધ છે. હું આ જાણું છું ને તે જાણું છું એમ સૌ કહે છે ને! મતલબ કે અજ્ઞાનમાં પણ જાણવું તો છે. કોઈ કહે કે-હું નથી; તો એને પૂછીએ કે “હું નથી ? -એવો નિર્ણય કોની સત્તામાં કર્યો ? જ્ઞાનની સત્તામાં એ નિર્ણય કર્યો છે. તેથી જ્ઞાન જેનું સત્ત્વ છે તે હું છું એમ તેમાં સિદ્ધ થઈ જાય છે. આમ આ જ્ઞાન છે તે હું છું એમ નિર્ણય કરતાં જ્ઞાનનું લક્ષ સ્વ-આત્મા તરફ જાય છે અને ત્યારે સ્વાનુભવમાં આત્મા પ્રસિદ્ધ થાય છે. જ્ઞાન પ્રસિદ્ધ છે. જે સત્તામાં આ દેહ છે, વાણી છે, રાગ છે, ઇત્યાદિ જણાય છે તે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તે આત્માનું જ્ઞાન છે. દેહાદિનું જ્ઞાન કહીએ તો વ્યવહાર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ અધ્યાત્મ વૈભવ છે, વાસ્તવમાં દેહાદિને જાણવાના કાળમાં જ્ઞાન જ જણાય છે. દેહાદિ પદાર્થ હો, પણ તેને જાણવાના કાળે જાણવામાં તો જ્ઞાન જ આવે છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. શું કીધું આ ? કે સૌ જીવોને જ્ઞાન પોતાના સ્વસંવેદન અર્થાત્ પોતાના વેદનથી પ્રસિદ્ધ છે. દેહાદિ પદાર્થ છે. માટે જ્ઞાન છે એમ નહિ, પણ પોતાના વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે. ઝીણી વાત ભાઈ! આ બધું જાણે છે તે જ્ઞાન આત્માનું છે, માટે તે જ્ઞાનને આત્મા તરફ વાળ; તને આત્મા પ્રસિદ્ધ થશે. , અહાહા...! કહે છે- ‘તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, તદ્દ–અવિનાભૂત અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે. શું કીધું ? કે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તદ્દ-અવિનાભૂત શ્રદ્ધા, સ્થિરતા, આનંદ, પ્રભુત્ત્વ, સ્વચ્છત્ત્વ આદિ અનંતધર્મોના સમુદાયરૂપ-પિંડરૂપ અભેદ એક ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પ્રસાધ્યમાન છે. પ્રસિદ્ધ જ્ઞાનલક્ષણ વડે પરદ્રવ્યો નેરાગાદિ જાણવા યોગ્ય છે એમ નહિ, પણ ત્રિકાળી અભેદ અનંતધર્મમય ચિદાનંદ પ્રભુ આત્મા પ્રસાધ્યમાન–સાધવા યોગ્ય છે. આમાં પ્રસિદ્ધ જ્ઞાનનું જ્ઞેય અને ધ્યેય કોને બનાવવું એની વાત છે. જ્ઞાનને અંતર્મુખ વાળીને તદ્દઅવિનાભૂત શુદ્ધ આત્માને ધ્યેય બનાવવાની આમાં વાત છે; કેમકે એ રીતે આત્માની પ્રસિદ્ધિ થાય છે. અર્થાત્ સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટે છે. ( ૧૧–૪ ) ( ૧૯૪ ) અહા ! અંતરમાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેને ધ્યેય બનાવ્યા વિના, તેનો આશ્રય કર્યા વિના બધું (જાણપણું) ધૂળ-ધાણી છે; કેમકે જ્ઞાન જે પ્રસિદ્ધ છે તેના વડે ( પ્રસાઘ્યમાન તો એક શુદ્ધ આત્મા છે. શું કીધું? જે દશામાં જાણપણું છે તે જાણવાની દશા પ્રસિદ્ધ છે, કેમકે તે પોતાના વેદનથી સિદ્ધ છે. જ્ઞાન સ્વને જાણે છે. ૫૨ને પણ જાણે છે, એને એમાં પરની જરૂર-અપેક્ષા નથી. જ્ઞાન સ્વને જાણે ને, જાણવારૂપ પ્રવર્તે, વળી જ્ઞાન પરને પણ જાણે, પણ ૫૨ને કરે નહિ ને પરમાં ભળે નહિ. અહાહા...! આવું જ્ઞાન પ્રસિદ્ધ છે, અને એ જ્ઞાન વડે પ્રસાઘ્યમાત સાધવાયોગ્ય અનંતધર્મોના સમુદાયરૂપ એક અભેદ ભગવાન આત્મા છે. અહાહા...! પ્રસિદ્ધ જાણવાની પર્યાય છે એ વડે, અહીં કહે છે, રાગ કે નિમિત્તને પકડવાં નથી, પણ અંતરંગમાં અનંતધર્મનો ધરનારો ધ્રુવધામ નિજધ્યેયરૂપ પ્રભુ આત્મા છે તે એકને પકડવો છે. જાણવાની દશા જે લક્ષણ છે તેના લક્ષરૂપ લક્ષ્ય એક ધ્રુવ ભગવાન આત્મા છે. બસ, આ સિવાય બાહ્ય નિમિત્તો- દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ અન્ય કોઈ એનું લક્ષ્ય નથી. આવી સૂક્ષ્મ અને ગંભીર વાત છે બાપુ ! ... અહાહા...! ભગવાન! તું કોણ છો ? અંતરંગમાં આનંદનો ભંડા૨ સચ્ચિદાનંદમય આત્મા છો ને પ્રભુ! અને એ સદા જ્ઞાનસ્વરૂપ જ છે, રાગરૂપે કે સંસારૂપે એ કદીય થયો નથી. તારું ઘર જ એ છે; રાગ કે નિમિત્ત એ કોઈ તારું ઘર નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૬૯ એ બધાં છે ખરાં, પણ એ તારા સ્વરૂપમાં ઘરમાં નથી. અહા ! એ બધાને જાણવાકાળે તારું જ્ઞાન વાસ્તવમાં જ્ઞાનને જ જાણે છે, અને તે જ્ઞાન તારું નિજસ્વરૂપ છે, સ્વલક્ષણ છે. અહા ! એ જ્ઞાનલક્ષણને-વર્તમાન જ્ઞાનની દશાને ત્યાં અંદરમાં વાળતાં આનંદનો સાગર જ્ઞાનમૂર્તિ પ્રભુ આત્મા નિર્વિકલ્પપણે (પર્યાયમાં ) સિદ્ધ થાય છે–પ્રગટ થાય છે. આને ભગવાન સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન કહે છે. ભાઈ ! ભવરોગ મટાડવાનો આ ઉપાય છે, બાકી તો બધાં થોથાં છે. (૧૧-૫) (૧૯૫) અહાહા.......! હું જ્ઞાનલક્ષણથી લક્ષિત અનંત ગુણોનો પિંડ એવો એક જ્ઞાનમાત્ર આત્મા છું એમ જ્યાં નિર્વિકલ્પ દષ્ટિ થાય છે ત્યાં જાણ નક્રિયા માત્ર એક જ્ઞતિક્રિયા માત્ર ભાવ પ્રગટ થાય છે અહાહા...! એમાં જ્ઞાનની સાથે બીજા બધા જ અનંત ગુણની નિર્મળ પરિણતિ એક સાથે જ ઉત્પન્ન થાય છે, અહાહા..! એ બધાનું પરિણમન એક જ્ઞતિમાત્ર ભાવમાં સાથે જ છે અને તે આત્મા જ છે. સમજાણું કાંઈ...? એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય થવા છતાં એ બધું એક જ્ઞતિમાત્ર ભાવમાં સમાઈ જાય છે. અનંતી પર્યાય શેયપણે હોવા છતાં એ બધું એક જ્ઞપ્તિમાત્ર ભાવમાં અભેદરૂપ છે. ભિન્ન નથી. અહાહા...! જાણવાની એક પર્યાયમાં બધા જ ગુણો ને પર્યાયોનું જ્ઞાન અભેદપણે સમાઈ જાય છે અને તે રૂપે પોતે જ થતો હોવાથી આત્માને જ્ઞાનમાત્રપણું છે. સમજાણું કાંઈ... ? અહાહા...! અંદર નજર કરતાં જ ન્યાલ કરી દે એવો ચૈતન્ય મહાપ્રભુ આત્મા છે. અહાહા...! જેમાં પરસ્પર ભિન્ન અનંતધર્મો છે એવા અભેદ આત્માને લક્ષ કરીને જ્યાં જ્ઞાન પરિણમ્યું, ત્યાં તે જ્ઞતિમાત્ર ભાવની સાથે અનંતગુણનું પરિણમન ભેગું જ પ્રગટ થાય છે. અહાહા...! અનંતધર્મથી એકમેક એવું તે જ્ઞાન રાગથી જુદું છે. અહા ! આવી જ્ઞતિક્રિયા તે આત્માની નિર્વિકારી ધર્મક્રિયા છે. અહા! આવી અંતરની વાત! ભગવાનની વાણી બહુ ગંભીર બાપુ! એના એક-એક શબ્દ અમૃતની ધારા વહે છે. કોઈને થાય કે શું આવો ધર્મ ! હા, ભાઈ ! આ ધર્મનું મૂળ રહસ્ય છે. આના વિના બધું જ થોથા છે, કાંઈ કામનું નથી. (૧૧-૮) ' (૧૯૬) અહાહા...! આત્મા શક્તિઓનો સાગર પ્રભુ એક ચૈતન્યમહાપદાર્થ છે. તેમાં અનંત શક્તિઓ એટલે ગુણો છે. અહાહા...! શક્તિવાન આત્મા એક દ્રવ્ય છે, ને તેમાં અનંત શક્તિોઓ છે. શું કીધું? ભગવાન આત્મા એક વસ્તુ છે ને તેમાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. કેટલી? અનંત... અનંત... અનંત! અહાહા.. ! આ જગતમાં જીવ અનંત છે, ને પરમાણુઓની સંખ્યા એનાથી અનંતગુણી અનંત છે; વળી ત્રણ કાળના સમયોની સંખ્યા એનાથીય અનંતગુણી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ અધ્યાત્મ વૈભવ છે, ને ત્રણ કાળના સમયોની સંખ્યાથી એક આકાશ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા અનંત છે. આ લોકાલોકમાં વ્યાપ્ત આકાશ નામનો એક અરૂપી મહાપદાર્થ છે. તેનો દશેય દિશામાં ક્યાંય અંત નથી. જો આકાશનો અંત હોય તો પછી શું? પછી પણ આકાશ... આકાશ. આકાશ એમ જ આવે. જુઓ, ચૌદ બ્રહ્માંડમાં આ લોક છે, ને બાકીના ભાગમાં દશે દિશામાં સર્વત્ર અનંત... અનંત વિસ્તરેલો અલોક-આકાશ છે. અહાહા...! આ આકાશ નામના પદાર્થના ત્રણકાળના સમયોથી અનંતગુણા અનંતા પ્રદેશ છે. અને તેના કરતાં અનંતગુણી અધિક એક જીવદ્રવ્યમાં શક્તિઓ છે. ઓહો! આવડો મોટો ભગવાન આત્મા એક ચૈતન્ય મહાપદાર્થ છે. સમજાય છે કાંઈ હા, તો તે જણાતો કેમ નથી? અરે, ભાઈ ! તે ઇન્દ્રિયગમ્ય પદાર્થ નથી, તે સ્વાનુભવગમ્ય અતીન્દ્રિય મહાપદાર્થ છે. ઉપયોગને અંતર્મુખ કરવાથી જ જણાય એવો સૂક્ષ્મ પદાર્થ છે. (૧૧-૯) ' (૧૯૭) અહાહા ! એક સમયની દર્શનની પર્યાય લોકાલોકનેભેદ પાડયા વિના સામાન્ય દેખે, તે જ સમયે જ્ઞાનની પર્યાય આ જીવ છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદ છે-એમ ભેદ પાડીને જાણી લે છે. અહાહા...! દર્શનની પર્યાય બધું અભેદ સામાન્યરૂપે દેખે, ને જ્ઞાનની પર્યાય તે જ કાળે સ્વ-પર બધાને ભિન્ન ભિન્નપણે ભેદ પાડીને જાણે. અહો ! આવો ચમત્કારી અદભુત રસ આત્મામાં છે. (૧૧-૪૮) (૧૯૮) ભગવાન આત્મા સોળે કળાએ-પૂર્ણ ભગવાન છે એમ આ શક્તિમાં બતાવ્યું છે. શું કહે છે? ભગવાન જ્ઞાયક જે ધ્રુવ નિત્યાનંદ પૂર્ણાનંદ પ્રભુ છે તેમાં, કહે છે, કમી કે વૃદ્ધિ થતી નથી. અહાહા..ભગવાન આત્મા એક જ્ઞાયક પ્રભુ ભરિતાવસ્થ છે, અર્થાત્ પરિપૂર્ણ અવસ્થિત છે. અહાહા....! પૂરણ પરમાત્મસ્વરૂપ એવો જ્ઞાયકદેવ પ્રભુ આત્મા છે, તેમાં અશુદ્ધતાનું તો નામ-નિશાન નથી. ભાઈ ! અહીં શુદ્ધતાની અલ્પ-અપૂર્ણ પર્યાય પ્રગટ છે તો અંદર ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપમાં વિશેષ શુદ્ધતા છે, ને પૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાનની દશા પ્રગટ થયે ત્યાં ત્રિકાળી સ્વરૂપમાં શુદ્ધતાની કમી થઈ ગઈ એમ છે નહિ. અહા! ભગવાન જ્ઞાયક સ્વરૂપ તો અંદર જેમનું તેમ રહેવારૂપ ત્રિકાળ પૂર્ણ નિયતરૂપ છે. હવે આવું એક જ્ઞાયકતત્ત્વ પૂરણ સારભૂત વસ્તુ કોઈક વિરલા જીવ પામી જાય છે. (૧૧-૮૭) (૧૯૯) અહીં કહે છે-ત્રિકાળી દ્રવ્યમાં કમી-વૃદ્ધિ થતી નથી. એવો હું ત્રિકાળ નિર્વિકલ્પ, અભેદ, ઉદાસીન છું. અહાહા...! ધર્મી જીવ એમ ભાવે છે કે-નિત્ય નિરંજન શુદ્ધ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૭૧ ચિતાત્માના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ, નિશ્ચય નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન, વીતરાગ સહજાનંદરૂપ, સદાય અનુભૂતિમાત્રથી જાણવામાં આવે છે એવો હું સ્વસંવર્ધમાન પૂર્ણ છું. અહાહા...! રાગ-દ્વેષ-મોહથી રહિત, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત, પંચેન્દ્રિયના વિષય વ્યાપારથી ને મન-વચન-કાયના વ્યાપારથી રહિત એવો ત્રિકાળ જ્ઞાનરસ, આનંદરસ, શ્રદ્ધારસ ચારિત્રરસ, શાંતરસ-એમ અનંત ગુણોના રસથી ભરિત-પૂર્ણ એક હું છું. જુઓ, આ ભાવના! (૧૧-૮૯) (200) આ રૂપાળું શરીર, વસ્ત્ર-આભૂષણ, ધન-સંપત્તિ ને બાગ-બંગલા એ તો બધાં જડ પુદગલરૂપ છે બાપુ! એનાથી કાંઈ આત્માની પ્રતિષ્ઠા-શોભા નથી. એ તો બધાં પુણ્યકર્મને આધીન છે ને જોતજોતામાં વિલીન થઈ જાય છે, વિખરાઈ જાય છે. સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવો આત્મા-ચૈતન્યબિંબ પ્રભુ-નિજ ચૈતન્યપ્રકાશથી સ્વયં શાશ્વત શોભાયમાન છે. અહાહા..! તેને ઓળખી, અંતરદષ્ટિ વડે ત્યાં જ લીન થઈ રહેવું તે પર્યાયની વાસ્તવિક શોભા છે. અહાહા...! અંતરાત્મા થઈ પરમાત્મા તું થા એનાથી બીજી કઈ શોભા? અહાહા...! ભગવાન આત્મા–ચૈતન્ય મહાપ્રભુ અનાદિ અનંત પોતાના સ્વસ્વરૂપમાં ચિકૂપસ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત છે, કોઈ બીજા (શરીરાદિ) વડે તેની પ્રતિષ્ઠા નથી. આવા નિજ સ્વરૂપના આલંબને પર્યાયમાં નિર્મળ રત્નત્રયરૂપ નવી શોભા-પ્રતિષ્ઠા પ્રગટે છે. આનું નામ ધર્મ છે. (૧૧-૯૫) (૨૦૧) -આ તત્ત્વજ્ઞાનનો છ માસ તો અભ્યાસ કર. અરે, તું પોતે અંદર પરમાત્મા છે તેની એક વાર છ માસ લગની લગાવી દે. અહાહા...! પ્રભુ, લાગી લગન હમારી! એક વાર લગન લાગી પછી શું કહેવું? અંદર આહલાદભર્યો ચૈતન્યનો સ્વાનુભવ પ્રગટ થાય છે. આ બીજા (અરિહંતાદિ ) પરમાત્માની લગની લાગે તે પરિણામ તો રાગ છે, પજી અંદર નિજ પરમાત્મસ્વરૂપ આત્મા છે તેની લગની લાગે તો પરમ આલાદકારી, પરમ કલ્યાણકારી સમકિત પ્રગટ થાય છે; અને ત્યારે સર્વ કર્મનો અભાવ થતાં જે ચૌદમાં ગુણસ્થાને અયોગીદશા પ્રગટ થાય છે તેનો એક અંશ પ્રગટ થઈ જાય છે. અહાહા....અનંતમહિમાનિધાન પ્રભુ આત્મા છે. યથાર્થમાં એનો મહિમા ભાસે તો શી વાત ! સમયસાર નાટકમાં છેલ્લે જીવ-નટનો મહિમા કહ્યો છે. ત્યાં કહ્યું છે-“ જીવરૂપી નટની એક સત્તામાં અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાયો છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે, પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે, અને પ્રત્યેક કળાની અનંત આકૃતિઓ છે, -આ રીતે જીવ ઘણું જ વિલક્ષણ નાટક કરનાર છે.” (૧૧-૧૨૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૨ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ (૨૦૨ ) અહાહા.....! ભગવાન આત્મા મૂઢ નથી; તેના જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ શક્તિએ અમૂઢ છે. ભાઈ ! આત્મામાં અમૂઢ સ્વભાવનો પાર નથી. અહાહા...! ધર્મ-જ્ઞાની એમ અનુભવે છે કે-હું અપરિમિત અનંત શક્તિઓથી ભરેલો ચિદાનંદકંદ પ્રભુ અમૂઢ છું અહાહા...! એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે એવી અનંત પર્યાયોનો પિંડ જ્ઞાન ગુણ મારામાં પડયો છે, અહાહા...! પૂર્ણાનંદની પ્રતીતિરૂપ સાદિ-અનંત પર્યાયોનો પિંડ શ્રદ્ધા ગુણ મારામાં પડયો છે; એક સમયમાં નિર્બાધ અનંત આનંદને આપે એવી સાદિ-અનંત આનંદની પર્યાયોનો પિંડ આનંદ ગુણ મારામાં પડયો છે. અહાહા...! આવા અનંત ગુણનો રત્નાકર પ્રભુ હું આત્મા છું. અરે, આવા પોતાના આત્માને ભૂલી, હે જીવ! તું આ આકુળતાની ભઠ્ઠીના વેદનમાં ક્યાં રોકાઈ ગયો ! અહાહા...! પૂર્ણાનંદ-સચ્ચિદાનંદસ્વરૂપ ચૈતન્યચમત્કારમય પ્રભુ આત્મા છે. તેનો અંતરમાં સ્વીકાર અને સત્કાર કર્યો તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે છે... અહા ! એક રાજાને-બાદશાહને મળવા જવું હોય તો કેટલી તૈયારી કરીને જાય? તો અહીં તો ભગવાનના ભેટા કરવા જવું છે, તો પછી તેમાં કેટલી તૈયારી જોઈએ ? અનંત અનંત અંતઃપુરુષાર્થની સાથે ભેટ બાંધીને જાય તો ભગવાનના ભેટા થાય. અહાહા! ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું સામર્થ્ય રાખે, અને તે પણ એક સમયમાં એવો અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા સર્વોપરિ ચૈતન્ય બાદશાહ છે. એના ભેટા કરવા જવું છે તો આ બહારની–હીરા, માણેક, મોતીની ભેટ કામ નહિ આવે, અને ક્રિયાકાંડના રાગની ભેટ પણ કામ નહિ આવે; અહા! એ તો અંતઃપુરુષાર્થ જાગ્રત કરી, એના સ્વભાવની સમીપ જઈને અનુભવ કર્યો તત્કાલ દર્શન દે એવો તે ૫૨માત્મા છે. માટે હે ભાઈ! બહારના કોલાહલથી વિરામ પામી અંતર્મુખ થા. (૧૧-૧૨૪ ) (૨૦૩) જેમ ભગવાનનું સમોસરણ દિવ્ય, અલૌકિક ધર્મ દરબાર છે ને! તેમ ભગવાન આત્મા, ચૈતન્યરત્નાકર પ્રભુ-તેમાં અનંતગુણનિધાન અલૌકિક દરબાર ભર્યો છે. ભાઈ! તારી ચીજચૈતન્ય વસ્તુથી જગતમાં ઊંચુ કાંઈ નથી, માટે અંતર્દષ્ટિ કરી તેનું સેવન કર. (૧૧-૧૨૭) (૨૦૪ ) -આત્મામાં જે ચૈતન્ય ગુણ છે તે એક અપેક્ષા સામાન્ય ગુણ છે, કેમકે પોતામાં જેમ ચૈતન્યગુણ છે તેમ બીજા અનંતા આત્મામાં ચૈતન્યગુણ છે. આ પ્રમાણે જ્ઞાન, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૭૩ આનંદ આદિ ગુણો જેમ સ્વદ્રવ્યમાં છે તેમ અનંતા બીજા આત્મામાં પણ તે અપેક્ષા તે સાધારણ ધર્મો છે. પરંતુ ત્યાં આ જીવનું જે જ્ઞાન છે તે જ જ્ઞાન બીજા જીવોમાં છે એમ નથી. પ્રત્યેક જીવના જ્ઞાન, દર્શન, ચૈતન્ય આદિ ધર્મો તે તે જીવના જ વિશેષ ધર્મરૂપ છે. આ પ્રમાણે અસાધારણપણું પણ છે; અને તેથી પોતાના જ્ઞાન વડે પોતે બીજા જીવોથી જુદો અનુભવમાં આવે છે. ભાઈ! જ્ઞાન, આનંદ વગેરે વિશેષ ગુણો પ્રત્યેક આત્મામાં છે; સ્વમાં છે ને બીજા જીવોમાં પણ છે. પરંતુ સ્વના જ્ઞાન, આનંદ વગેરે સ્વમાં, ને ૫૨ જીવોના જ્ઞાન, આનંદ વગેરે ૫૨ જીવોમાં પોતપોતામાં છે. સ્વનું જ્ઞાન બીજા જીવમાં નથી, બીજા જીવનું જ્ઞાન સ્વમાં નથી. આ પ્રમાણે સ્વની ૫૨ જીવોથી અધિકતા હોવાથી સ્વસન્મુખ થતાં જ પોતાના જ્ઞાન વડે બીજા બધા જીવોથી જુદો પોતાનો આત્મા પોતાના સંવેદનમાં આવે છે. આવું સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન છે અને તે ધર્મ છે. ભાઈ! તારું જ્ઞાનલક્ષણ એક એવું અસાધારણ છે કે તે સર્વ ૫૨દ્રવ્યો ને ૫૨ભાવોથી ભિન્નપણે ને પોતાના અનંત ધર્મો-ગુણોથી એકપણે આત્માનો અનુભવ કરાવે છે; માટે પ્રસન્ન થા ને જ્ઞાનલક્ષણે સ્વદ્રવ્યને લક્ષિત કર. ( ૧૧–૧૩૧ ) (૨૦૫ ) ભાઈ ! તારી ચીજ ચૈતન્યરત્નાકર તો અંદર કોઈ જુદી જ અલૌકિક છે. અહાહા...! અનંત ચૈતન્ય ગુણરત્નોનો ભંડાર ભર્યો છે. રાગની કર્તાબુદ્ધિમાં એ ભંડારનું તાળું બંધ થઈ ગયું છે, તે ખૂલે કેમ ? તો કહે છે-રાગ ઉપરની બુદ્ધિ છોડી દે, અનંત સ્વભાવોના ભેદનું લક્ષ છોડી દે, ને એકરૂપ-એક જ્ઞાયકભાવરૂપ અંદર પોતે છે તેમાં દષ્ટિ લગાવી દે; ખજાના ખૂલી જશે, ને અદ્દભુત આહ્લાદકારી આનંદ પ્રગટશે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. વળી તે આનંદસ્વરૂપ છે, તેથી આનંદની પર્યાયથી તે પ્રાપ્ત થાય છે. પ્રભુત્વશક્તિથી આત્મા ભર્યો પડયો છે તો પ્રભુત્વની પર્યાયથી તેની પ્રભુતાનું ભાન થાય છે; આત્મા અકર્તૃત્વશક્તિથી ભર્યો છે, તેથી પર્યાયમાં રાગના અકર્તાપણે ને જ્ઞાનના કર્તાપણે તે અનુભવાય છે. અભોકતૃત્વ નામનો આત્માનો ગુણ છે, તો રાગનું અભોકતૃત્વ અને આનંદના ભોગવટાથી આખુંય દ્રવ્ય અભોકતાસ્વરૂપ અનુભવાય છે. આવી વાત ! અરે! લોકોએ માર્ગને વીંખી નાખ્યો છે આવું સત્ય બહાર આવ્યું તો આ એકાન્ત છે, અકાન્ત છે એમ રાડો પાડી વિરોધ કરવા માંડી પડયા છે. અહા ! આત્મા અનંતધર્મસ્વરૂપ એક છે; તેમાં રાગ નથી, વિભાવ નથી. અહાહા...! પોતે જ પોતાને તારનારો અચિન્ત્ય દેવ છે; બીજો કોઈ તારનાર નથી. અરે ભાઈ ! પોતાનો સ્વભાવ શું? ને દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ શું ? – તે યથાર્થ સમજ્યા વિના, તેની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७४ અધ્યાત્મ વૈભવ ઓળખાણ કર્યા વિના તું કોના જોરે તરીશ? ઊંધી માન્યતા ને કુદેવ-કુગુરુ-કુધર્મનું સેવન તો તને સંસાર સમુદ્રમાં ડુબાડનાર જ છે. હે ભાઈ ! તું પોતે જ કલ્યાણસ્વરૂપ છો, પોતે જ પોતાની નિર્મળ પર્યાયોની સૃષ્ટિનો સ્ત્રષ્ટા છો, ને પોતે જ પોતાનો રક્ષક છો. ભગવાન તો કહે છે–અમારા જેવા બધા ધર્મો તારા સ્વરૂપમાં ભર્યા છે, તેનો અંતરમાં સ્વીકાર કર ને ભગવાન થઈ જા. લ્યો આવો મારગ છે. અંદરમાં સ્વરૂપનો સ્વીકાર તે મારગ છે, ને અસ્વીકાર તે અમાર્ગ છે. (૧૧-૧૩પ) (૨૮૬) આ આત્મા શરીરપ્રમાણ છે, તથાપિ તે શરીરથી તદ્દન ભિન્ન છે. શરીર તેનું કાંઈ સંબંધી નથી. આવો ભગવાન આત્મા અસંખ્યપ્રદેશી વસ્તુ અનંત ગુણોથી વિરાજમાન મોટો (સર્વોત્કૃષ્ટ) ચૈતન્ય બાદશાહ છે, અસંખ્ય પ્રદેશ તેનો દેશ છે, તેમાં વ્યાપક અનંત ગુણ તેના ગામ છે, ને એકેક ગામમાં અનંત નિર્મળ પર્યાયરૂપ પ્રજા છે. આ પર્યાયરૂપ પ્રજા કેવી રીતે પ્રગટ થઈ? તો કહે છે-અનંત ગુણમાં ભાવશક્તિનું રૂપ છે, તેથી પ્રત્યેકને વર્તમાન વિધમાન અવસ્થાવાળાપણું છે. આવી ઝીણી વાત છે. (મતલબ કે ઉપયોગને ઝીણો કરતાં સમજાય તેમ જુઓ, આકાશમાં ધુવનો તારો હોય છે. તેને લક્ષમાં રાખીને સમુદ્રમાં વહાણ ચાલે છે. ધ્રુવ તારો તો ક્યાં છે ત્યાં છે, તેનું સ્થાન ફરતું નથી, પણ મોટાં વહાણો હોય છે તે આ ધ્રુવના તારાને લક્ષમાં રાખી નિશ્ચિત સ્થાન પ્રતિ ગતિ કરે છે. તેમ ભગવાન આત્મા ધ્રુવ, ચિદાનંદ પ્રભુ, આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગરસ, જીવનરસ એવા અનંત ગુણના નિજરસથી ભરપૂર ભરેલો ધ્રુવ-ધ્રુવ ધ્રુવ છે. આવા ધ્રુવના લક્ષે વર્તમાન પર્યાયને અંદર ઊંડ (સન્મુખ) લઈ જતાં પર્યાયની ધ્રુવમાં એકતા થાય છે. રાગ અને પર નિમિત્ત સાથે એકતા હતી તે પલટીને ધ્રુવના લક્ષે ધ્રુવમાં એકતા થાય છે; આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. (૧૧-૧૫૪) (૨૦૭) અહાહા... ! ભગવાન આત્મા પરમ પવિત્ર ચૈતન્યરત્નાકરપ્રભુ પોતાની પવિત્રતાનો રક્ષક-નાથ છે. પોતાના યોગક્ષેમનો કરનારો હોય તેને નાથ કહીએ, કેમકે તે મેળવેલી ચીજની રક્ષા કરે છે, અને નહીં મેળવેલી ચીજને મેળવી આપે છે. ભગવાન આત્મા વર્તમાનમાં વિધમાન નિર્મળ-દશા છે તેની રક્ષા કરે છે. પોતે વિકારના અભાવ-સ્વભાવે છે ને તો વિકારને પ્રવેશવા દેતો નથી. અને વર્તમાનમાં કેવળજ્ઞાનનો અભાવ છે તેને તે અંતઃપુરુષાર્થની પૂર્ણ પ્રકર્ષતા વડે મેળવી આપે છે. અહીં આવો ભગવાન આત્મા નાથ છે. સમજાય છે કાંઈ... ? અહો પંચમ આરાના મુનિવર શ્રી કુંદકુંદાચાર્યદવે તીર્થકર તુલ્ય કામ કર્યું છે, ને અમૃતચંદ્રસૂરિએ તેમના ગણધર જેવું કામ કર્યું છે. (૧૧-૧૫૯). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૭૫ (૨૦૮ ) અહા! તારાં ચૈતન્યનિધાન તો જો. તેમાં રાગનો અભાવ છે. જેમ નરકમાં સ્વર્ગના સુખની ગંધ નથી, સ્વર્ગમાં નરકની પીડા નથી, પરમાણુમાં પીડા નથી, તેમ ભગવાન ચૈતન્યપ્રભુમાં વિકાર નથી. અહાહા...! ચૈતન્ય-સૂર્યના પ્રકાશમાં રાગના અંધકારનો અભાવ છે. (૧૧–૧૬૦) (૨૦૯ ) અહીં ! વીતરાગદેવે પ્રરૂપેલો માર્ગ બહુ સૂક્ષ્મ છે. પણ એકવાર મૂળ વસ્તુ હાથ લાગી જાય પછી માર્ગ ખૂલી જાય છે. અહા! ત્રિકાળી સ્વભાવની સાથે એકતાબુદ્ધિ થઈ કે અંદરથી કમાડ ખૂલી ગયાં, ખજાનો ખૂલી ગયો, રાગની રુચિ છૂટીને સ્વભાવની રુચિ થઈ કે સમ્યગ્દર્શનરૂપ ચાવી હાથ લાગી ગઈ, અને ભરપૂર ચૈતન્યનો ખજાનો ખૂલી ગયો; આનંદનું પરિણમન થયું. ( ૧૧–૧૬૮ ) (૨૧૦) ભાઈ! તારા આત્મદ્રવ્યના કર્તા કોઈ ઈશ્વર નથી તારા ગુણના કર્તા પણ કોઈ ઈશ્વર નથી, તારા પ્રત્યેક ગુણની પર્યાય થાય તેનો કર્તા કોઈ બીજા ગુણની પર્યાય નથી. અહા ! દ્રવ્ય-ગુણ પોતે જ પોતાના કાર્યના કર્તાપણાના સામર્થ્યયુક્ત ઈશ્વર છે. અહો ! આચાર્યદેવે કર્તૃ આદિજ શક્તિઓનું કોઈ અદ્દભુત વર્ણન કર્યું છે. (૧૧-૧૯૦) ( ૨૧૧ ) ચક્રવર્તીને ઘરે વાઘરણ હોય તેને માગવાની ટેવ છૂટે નહિ. ગોખલામાં રોટલો મૂકીને માગે કે- ‘બટકુ રોટલો આપજો બા. ′ અને તે રોટલો લે ત્યારે તેને મન વળે. તેમ જીવ અંદરમાં ચૈતન્ય ચર્તી પ્રભુ વિરાજે છે. અજ્ઞાની તેને ભૂલીને શુભાશુભ ભાવ કરીને સુખ લેવા માગે છે. મને પુણ્ય હોય તો ઠીક, બહારના વૈભવ હોય તો ઠીક-અમ બહારમાં ભીખ માગે છે તે રાંકા-ભિખારી છે. તેને બીજા પાસે સુખ માગવાની ટેવ પડી ગઈ છે. પોતે અંદર ચૈતન્યબાદશાહ છે, પણ તેને રાગનો--પુણ્યનો ગુલામ બનાવી દીધો છે. તેને પોતાનો મહિમા ભાસતો નથી. અહાહા...! અંદર ત્રણલોકનો નાથ ચૈતન્યચક્રવર્તી વિરાજે છે તેનો મહિમા તેને શુભભાવના મહિમા આડે ભાસતો નથી. પણ ભાઈ રે, તને બારમાં કોઈ સુખ આપે એમ નથી. તું અંદર જો તો ખરો, અહાહા...! અંદર એકલો સુખનો દરિયો ભર્યો છે. ( ૧૧–૧૯૯ ) (૨૧૨ ) -આત્મા અનંત શક્તિઓથી ભરપુર ભરેલો છે. કેટલી? તો કહે છે-જેને ગણતાં અનંતકાળેય પાર ન આવે એટલી અનંત શક્તિઓથી ભરપૂર ભરેલો ભગવાન આત્મા છે. અહા! અનંત શક્તિમય જ ભગવાન આત્મા છે. જ્ઞાનને અંતરમાં વાળતાં અનંત શક્તિમય ભગવાન આત્મા અનુભવમાં આવે છે, ને સાથે શક્તિઓ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ અધ્યાત્મ વૈભવ નિર્મળપણે ઊછળે છે-પરિણમે છે. આમ નિર્મળ નિર્મળ પરિણમતાં કેવળજ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તથા અસંખ્ય પ્રદેશોને ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે. માટે હે ભાઈ, તારી અનંત ચૈતન્ય સંપદાને સાક્ષાત્ દેખવી હોય તો તારા જ્ઞાનને રાગથી છૂટું કરીને અંદર સ્વભાવમાં વાળ. સ્વભાવમાં અંતર્લીન થઈને જાણતાં અનંત ચૈતન્ય સંપદા સાક્ષાત્ જણાઈ જાય છે. (૧૧-૨૧૭) (૨૧૩). અહા ભાઈ ! આ તારો વૈભવ છે. અને તે પણ કેવો છે? કે પૂર્વાપર વિરોધી જેવો લાગવા છતાં પણ અવિરોધી છે. અહીં! (૧) પર્યાયમાં અનેકપણું દેખાવા છતાં વસ્તુ તરીકે તે (આત્મા) એક છે. (૨) ક્રમે થતી પર્યાય ક્ષણભંગુર-નાશવાન દેખાવા છતાં વસ્તુ તરીકે તે એકરૂપ (ધ્રુવ ) છે. (૩) એક સમયનો જાણવાનો પર્યાય જાણે કે લોકાલોકમાં વ્યાપી ગયો હોય અર્થાત્ તેણે પોતાના પ્રદેશોમાં જાણે કે લોકાલોકને ધાર્યા હોય એમ દેખાવા છતાં તે પોતે નિજ અસંખ્ય પ્રદેશોમાં જ છે. અર્થાત (૧) આત્મામાં એકતા સાથે અનેકતા હોય છે. (એક જ સમયે એકતા ને અનેકતા હોય છે.) () આત્મા વસ્તુ તરીકે કાયમ રહીને અવસ્થા તરીકે ક્રમે-ક્રમે બદલે છે. (૩) આત્મા એક સાથે (એક જ સમયે) સ્વક્ષેત્રમાં રહેલો છે એવો દેખાવા છતાં લોકાલોકને (જાણવાની અપેક્ષાએ) ધારે છે એવો પણ દેખાય છે. લ્યો, આવો આત્મા છે અને આવો તેનો વૈભવ છે. (૧૧-૨૫૯) (૨૧૪). અહાહા......! ભગવાન આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે હોવાપણાનું શું મરણ થાય છે? ના, ભગવાન આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયપણે અમર છે, અમૃતસ્વરૂપ છે, એનો કદીય નાશ થતો નથી. ધ્રુવ ચિદાનંદઘન પ્રભુના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટે છે તેનો નાશ થતો નથી, તેય અક્ષય છે. વળી તે આનંદના સ્વાદવાળી અમૃત છે. લોકમાં પણ સ્વાદિષ્ટ હોય તેને અમૃત કહે છે ને? તેમ આ અનાકુળ આનંદના સ્વાદવાળી અમૃત છે. અહાહા ! અમૃતસ્વરૂપી આત્મા અમૃતમય સ્વાદયુક્ત અમૃત છે. (૧૧-ર૬૮) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨. આત્માનુભૂતિ Tછે (1) Apr (૨૧૫) પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ-એનો પર્યાયમાં આદર કર્યો ત્યારે પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે પર્યાયે સિદ્ધ કર્યું કે સ્વાનુભૂતિની પર્યાયમાં તે પ્રકાશે છે. દ્રવ્ય દ્રવ્યથી પ્રકાશતું નથી, દ્રવ્યગુણથી પ્રકાશતું નથી કારણકે બન્ને ધ્રુવ છે. તે સ્વાનુભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે. આવો માર્ગ છે, ભાઈ ! ભગવાનનું આમ કહેવું છે. (૧-૧૧) (૨૧૬) સ્વાનુભૂલ્યા ચકાસતે” ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાની અનુભવરૂપ ક્રિયાથી-સ્વને અનુસરીને થતી પરિણતિથી-શુદ્ધચૈતન્યની નિર્મળ અનુભૂતિથી જણાય એવો છે. રાગથી પ્રકાશે એવો આત્મા નથી તેને રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. અહીં અનુભવરૂપ ક્રિયા તે વ્યવહાર છે, તેમાં નિશ્ચય ધ્રુવ આત્મા જણાય છે. અનુભૂતિ-તે અનિત્ય પર્યાય નિત્યને જાણે છે. નિત્ય નિત્યને શું જાણે? (નિત્ય અક્રિય હોવાથી તેમાં ક્રિયારૂપ જાણવું કેમ થાય?) પર્યાયને દ્રવ્ય જે ધ્યેય છે તે પર્યાયમાં જણાય છે. આવી સુંદર વાત માંગલિક પ્રથમ કહી છે. (૧-૧૨) (૨૧૭) અનુભૂતિની પર્યાયમાં ત્રિકાળી આત્મા જણાય છે. અનિત્ય એવી અનુભૂતિની પર્યાય નિત્યને જાણે છે. જાણનાર જ્ઞાનની પર્યાય છે, પણ જાણે છે દ્રવ્યને. અનુભૂતિની પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. (અનુભૂતિની પર્યાયનું વલણ દ્રવ્ય તરફ છે.) પર્યાયને પર્યાયનો આશ્રય નથી. કાર્ય પર્યાયમાં થાય છે, પણ તે કાર્યમાં કારણ ત્રિકાળી વસ્તુ છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે. ભાઈ ! આ તો બધા મંત્રો છે. (૧-૧૩) (૨૧૮) ભાવાય' એટલે સત્તાસ્વરૂપ પદાર્થ-વસ્તુ, અને “ચિસ્વભાવાય” કહેતાં ગુણ એટલે જ્ઞાન જેનો સ્વભાવ છે તે, અને “સ્વાનુભૂલ્યા ચકાસતે” એટલે અનુભૂતિથી પ્રકાશે છે તે. અનુભૂતિ તે પર્યાય. એમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે સિદ્ધ થયાં. અહીં અનુભૂતિથી પ્રકાશે છે એમાં રાગથી નહિ, પુણ્યથી નહિ, નિમિત્તથી નહિ એમ સિદ્ધ થયું. પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે અર્થાત્ પોતાને પોતાથી જાણે છે, એટલે જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ જ્ઞાન (જ્ઞાયક) જણાય છે, જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ ધ્રુવ જણાય છે. પોતાને પોતાથી પ્રગટ કરે છે એટલે અનુભૂતિ જ્ઞાયકને પ્રગટ કરે છે. ખરેખર ધ્રુવ તો અક્રિય છે. તેમાં જાણવાની ક્રિયા ક્યાં છે? ધ્રુવને પર્યાય જાણે છે, પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. દ્રવ્ય, દ્રવ્યનો તો આશ્રય લઈ શકે નહિં, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७८ અધ્યાત્મ વૈભવ દ્રવ્ય પર્યાયનો પણ આશ્રય લેતું નથી, પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. એટલે કે પર્યાય દ્રવ્યને જાણે છે તેથી પોતે પોતાને જાણે છે-સ્વાનુભૂતિથી પ્રકાશે છે એમ કહે છે. (૧–૧૩) (૨૧૯) હવે “અનુભૂતિની પરમ વિશુદ્ધિ થાઓ” એમ કહે છે. કળશટીકાકારે (રાજમલજીએ) અનુભૂતિ” નો અર્થ હું ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ છે એમ દ્રવ્યદૃષ્ટિનો સમ્યકદર્શનનો જે વિષય છે તે અર્થમાં લીધો છે. “ચિત્માત્ર મૂર્તિ' કહેતાં જેમ શુદ્ધ શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ લીધો છે. તેમ. અહાહા...! “અનુભૂતિ' કહેતાં અનંત અનંત અતીન્દ્રિય સહુજ સુખસ્વરૂપ જ હું છું એમ લીધું છે. સમયસારની ૭૩ મી ગાથામાં આવે છે ને કે-જે પર્યાયમાં ષટૂકારકોના સમૂહુરૂપ પરિણમન-ભલે સમ્યકદર્શન જ્ઞાનચારિત્રની નિર્મળ પર્યાયરૂપ હો–તેથી પાર-ભિન્ન અનુભૂતિમાત્ર શુદ્ધ-એવો અહીં દ્રવ્યદૃષ્ટિના વિષયરૂપ “અનુભૂતિ” નો અર્થ લીધો છે. આવી જ વાત પ્રવચનસારચરણાનુયોગ ચૂલિકા (ગાથા ૨૦૨, ટીકા) માં લીધી છે. ત્યાં સમ્યકર્દષ્ટિ પુરુષ જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે તે મુનિપણું-અંતરસ્થિરતા કરવા માગે છે. તે સ્ત્રી પાસે રજા માગે છે કહે છે-આ શરીરને રમાડનારી હે સ્ત્રી! તું મને છોડ, કેમકે હું મારી અનુભૂતિ (રમણી) જે અનાદિની છે એની પાસે જવા માગું છું. –અહીં “અનુભૂતિ' એ પર્યાય નહિં, પણ વસ્તુ-મારો નાથ જે ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જ છે તે-એની પાસે જવા માગું છું. કળશટીકાકારે પણ “અનુભૂતિ” એટલે ત્રિકાળ અનંત સહજ સુખસ્વરૂપઆત્મા એમ લીધું છે. મુનિને આવા ચિન્માત્ર, અનુભૂતિસ્વરૂપ શુદ્ધાત્માનું જ ટીકાના કાળમાં ધોલન છે તેથી જ વિશેષ વિશેષ નિર્મળતા થશે એમ ભાવના છે. (૧-૨૬) (૨૨૦) અહા ! વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ-અનુભવ કહે છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચય કરવાની પ્રધાનતા છે, શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાનનું અહીં કામ નથી. (૧-૮૬) (૨૧) અહીં કહે છે કે રાગ મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરીને એટલે ભેદનું લક્ષ છોડી દઈને અભેદ એકરૂપ જ્ઞાયકનું લક્ષ કરવું. તેથી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ થાય છે, અને તે ધર્મ છે. જેમ ગુણીમાં ગુણ છે, ને ગુણભેદને ગૌણ કહ્યો તેમ કોઈ એમ કહો કે ગુણીમાં પર્યાય છે અર્થાત્ દ્રવ્યમાં પર્યાય છે અને તેને ગૌણ કરીએ તો દ્રવ્યથી ભિન્ન છે. પર્યાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૯ આત્માનુભૂતિ દ્રવ્યમાં નથી. પર્યાય ભિન્ન રહીને દ્રવ્યને વિષય કરે છે, દ્રવ્યમાં પર્યાય નથી. વસ્તુમાં ગુણ છે પણ તેનું લક્ષ છોડાવવા ગુણભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે. તેમ વસ્તુમાં પર્યાય પણ છે એમ કોઈ કહે તો તે બરાબર નથી. પર્યાય તો પર્યાયમાં છે. પર્યાયને ગૌણ કરી એટલે કે દ્રવ્યમાં પર્યાય છે. પણ ગૌણ કરી એમ કોઈ કહે તો એમ નથી. ભાઈ ! આ ચોખવટ બરાબર સમજવી જોઈએ. (૧-૧૧૫) (૨૨૨) નિર્મળ પર્યાય બહિર્તત્વ છે, એ અંત:તત્ત્વ નથી. તેને ગૌણ કરી દ્રવ્યસ્વભાવનો આશ્રય લેતાં નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મ છે. શુદ્ધ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે. અશુદ્ધનું લક્ષ છોડી પર્યાય ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિ કરે છે. અશુદ્ધતાથી છૂટવાનું કહો છો તો નિર્મળ પર્યાયથી છૂટવાનું કેમ કહેતા નથી? તો કહે છે કે નિર્મળ પર્યાય તો દ્રવ્ય ઉપર લક્ષ કરે છે. (નિર્મળ પર્યાય, પર્યાય ઉપર લક્ષ કરતી જ નથી) પર્યાય આ બાજુ દ્રવ્ય જે અભેદ છે તે તરફ ઢળી તે અપેક્ષાએ એ અભેદ કહેવાય. બાકી પર્યાય તો દ્રવ્યથી ભિન્ન રહે છે. અભેદમાં પર્યાય ક્યાં છે? પર્યાય તો ભિન્ન રહી અભેદની દષ્ટિ કરે છે. તે નિશ્ચયદષ્ટિ છે. દ્રવ્યમાં પર્યાય ભેળવી દે તો વ્યવહાર થઈ જાય, ભેદદષ્ટિ થઈ જાય. પર્યાય તો પર્યાયમાં રહે છે. માટે અપેક્ષા સમજવી જોઈએ. દષ્ટિફેરે અજ્ઞાનીને ફેર લાગે પણ આ સત્ય કહેવાય છે. (૧-૧૧૬) (૨૨૩) આવા જ્ઞાયકનો અનુભવ પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. પુરુષાર્થ વિના મળી જાય એવી આ ચીજ નથી. ભૂતાર્થદર્શીઓ એક જ્ઞાયકભાવનો આશ્રય લઈ, એક જ્ઞાયકભાવ જેમાં પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવે છે. અને તે ધર્મ છે. અનુભવ તે પર્યાય છે અને ચૈતન્ય દળ, અનંત ગુણોનું અભેદદળ, જે જ્ઞાયક આત્મા તે એનું ધ્યેય છે. (૧-૧૪૨) ( ૨૨૪) નવતત્ત્વરૂપ ભેદોના વિકલ્પમાં રાગની આડમાં જે ત્રિકાળી એકરૂપ આત્મજ્યોતિ ઢંકાએલી છે તેને ભૂતાર્થનય વડે એકપણે પ્રગટ કરવામાં આવતાં, તેમાં એકમાં દષ્ટિ કરીને આત્મપ્રસિદ્ધિ જેનું લક્ષણ છે તે આત્માનુભૂતિ પ્રગટ થઈ જાય છે. નવતત્ત્વમાં આત્મા પ્રસિદ્ધ ન હતો, દ્રવ્ય જે જ્ઞાયક શાશ્વત ચૈતન્યમૂર્તિ છે અને પર્યાય સહિત જોતાં પ્રસિદ્ધ નહોતો થતો તે એકરૂપ ચૈતન્યને જોતાં ચૈતન્યનો પ્રકાશ આત્મખ્યાતિ પ્રસિદ્ધ થાય છે. પ્રાપ્ત થાય છે. નવતત્ત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ અધ્યાત્મ વૈભવ અનાત્માની પ્રસિદ્ધિ થાય છે. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થનય એકપણું પ્રગટ કરે છે, એકલા જ્ઞાયકભાવને દેખાડે છે. આ એક ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ થઈને જાણવાથી એકપણું પ્રાપ્ત થાય છે, આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. (૧–૧૯૪) (૨૨૫) ભગવાન આત્મા નિત્ય, ધ્રુવ, આદિ-અંત વિનાની, પરમપારિણામિકભાવરૂપ, અખંડ અભેદ વસ્તુ છે, ત્રિકાળ શુદ્ધ છે. એને વર્તમાન હાલતથી જોવામાં આવે તો પર્યાય છે. પર્યાય કહો, હાલત કહો, દશા કહો, અંશ કહો, અવસ્થા કહો બધું એકાર્થ છે. પરંતુ શુદ્ધચેતન્યાન શાશ્વત એક જ્ઞાયકભાવની દષ્ટિ થતાં પર્યાયનો ભેદ ગૌણ થઈ જાય છે. દ્રવ્યને વિષય તો પર્યાય કરે છે, પણ તેમાં પર્યાયભેદ ગૌણ થઈ જાય છે. વર્તમાન પર્યાય ત્રિકાળીમાં દષ્ટિ કરી ઝૂકે ત્યાં અભેદ એકરૂપ આત્માનો અનુભવ થાય છે. એ સમ્યગ્દર્શન છે. (૧-૨૧૧) (૨૨૬ ) આમ વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે, તેમાં ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ દ્રવ્ય તેમાં દષ્ટિ કરતાં એકલો અભેદનો, નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આવા અભેદ આત્માનો અનુભવ કાંઈ વિશેષ (ઝાઝું) જ્ઞાન હોય તો જ થાય એમ નથી. નરકમાં પડેલો નારકી જીવ, આઠ વર્ષની બાળકી તથા તિર્યંચ પણ અનુભવપૂર્વક સમક્તિ પામે છે. અઢીદ્વીપ જ્યાં મનુષ્યો છે ત્યાં પણ તિર્યંચો છે અને અઢીદ્વીપ બહાર અસંખ્ય દ્વીપ સમુદ્રમાં અસંખ્ય તિર્યંચો છે જે પાંચમા ગુણસ્થાનવાળાં છે. એમાં શું છે? આત્મા છે ને? એક ત્રિકાળ ધ્રુવ આત્માની દષ્ટ થવી જોઈએ. (૧-૨૧૩) (૨૨૭) ભગવાને અનંત આત્મા, એનાથી અનંતગુણા પરમાણુ, અસંખ્ય કાલાણ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ અને એક આકાશ એવા છ દ્રવ્યો જોયાં છે. અને એ બધા. દ્રવ્યોને જાણવાવાળી પર્યાય પણ છે. એ પર્યાયથી ભિન્ન આખું આત્મદળ પડયું છે. પર્યાયથી આવા ચૈતન્યદળની દષ્ટિ કરતાં વિકલ્પ તૂટી જાય છે, રાગ રહેતો નથી. ત્યારે નિર્વિકલ્પદશામાં શુદ્ધ અદ્વૈતનો અનુભવ થાય છે, અને ત્યારે પ્રગટ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. એને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. (૧-૨૧૪) (૨૨૮) અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે. જોયું? આત્માની અનુભૂતિ તે શુદ્ધનય છે. સામાન્ય, એક ધ્રુવ ચૈતન્યસ્વરૂપને અનુસરીને શાંતિ અને આનંદનો જે અનુભવ થયો એ શુદ્ધનય છે. એક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિ ૮૧ ત્રિકાળીનું લક્ષ કરતાં પર્યાયમાં જે દ્રવ્ય ત્રિકાળી જણાયું તે શુદ્ધનય છે. અને એ અનુભૂતિ આત્મા જ છે. આત્માનું પરિણામ હોવાથી અનુભૂતિ એ આત્મા જ છે. આત્માના આનંદનું વેદન આવ્યું એ આત્મા જ છે. શુદ્ધનય કહો, આત્માનુભૂતિ કહો કે આત્મા કહો એ બધું એક જ છે, જુદાં નથી. અભેદથી અનુભૂતિ અને અનુભૂતિનો વિષય આત્મા એક કહ્યાં છે. (૧-૨૨૬) (૨૨૯) એ અનુભૂતિ આત્મા જ છે. એને શુદ્ધનય કહો, આત્મા કહો એ બધું એક જ છે, અલગ નથી. અહીં અલગ નથી એ આખી ચીજની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી અનુભૂતિ એ તો દ્રવ્યનું પરિણામ છે, દ્રવ્ય નથી. એ દ્રવ્યથી ભિન્ન છે. પરંતુ જેવું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે તેવી શુદ્ધની જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ આત્માની જાતની જ છે તેથી આત્મા જ છે એમ કહ્યું છે. જેમ રાગ ભિન્ન ચીજ છે તેમ અનુભૂતિ ભિન્ન નથી તેથી આત્મા જ છે. ભાઈ ! આ તો જિનેન્દ્રનો માર્ગ એટલે આત્માનો માર્ગ. (૧-૨૨૮) (૨૩૦) અહાહા.. ! શુદ્ધ ચૈતન્યઘન પરમ સામાન્યસ્વભાવ જીવવસ્તુનો અનુભવ થતાં બેપણું જ ભાસતું નથી. ગુણ-ગુણીનો ભેદ તો દૂર રહો, પણ આ અનુભવની પર્યાય અને જેને અનુભવે જાણે તે આ ત્રિકાળી શુદ્ધ આત્મા-એમ બેપણું જ ભાસતું નથી. અનુભવમાં એકપણે જે ચીજનો અનુભવ છે તે જ ભાસે છે. ઘણું સૂક્ષ્મ, ભાઈ. (૧-૨૧૦) (૨૩૧) શિષ્ય એટલું તો લક્ષમાં લીધું કે અબદ્ધ-સ્કૃષ્ટ એવા ભૂતાર્થને આત્મા કહે છે. તથા એવા આત્માની અનુભૂતિને ધર્મ કહે છે. હવે શિષ્ય પૂછે કે એવા આત્માની અનુભૂતિ કેમ થાય? એવો આત્મા તો અમારા દેખવામાં આવતો નથી તો અનુભવ કેમ થાય? અમારી નજરમાં તો બદ્ધસ્પષ્ટતાદિ ભાવો આવે છે તો એનો અનુભવ કેમ થાય? એનું સમાધાનઃ- શિષ્યના પ્રશ્નને સમજીને ગુરુ સમાધાન કરે છે કે બદ્ધપૃષ્ટવાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. બદ્ધસ્પષ્ટતાદિ ભાવો ત્રિકાળ રહેવાવાળી ચીજ નથી, બદલી જાય છે, તેથી અભૂતાર્થ છે. એ કારણે એનાથી ભિન્ન અનુભૂતિ થઈ શકે છે. કર્મનો સંબંધ અને રાગાદિનો સંબંધ જે છે કાયમ રહેવાવાળી ચીજ નથી, અભૂતાર્થ છે. માટે ભૂતાર્થનો આશ્રય કરવાથી અભૂતાર્થનો નાશ થઈ જાય છે. (૧-૨૨૯ ) (૨૩ર ). માત્ર ધ્રુવ, ધ્રુવ વસ્તુનો અનુભવ છે. એ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. સ્વભાવની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨. અધ્યાત્મ વૈભવ સમીપ જઈને અનુભવ કરવો કહો, મુખ્યનો અનુભવ કરવો કહો કે અધિક સ્વભાવનો અનુભવ કરવો કહો-એ બધું એકાર્યવાચક છે. સમયસાર ગાળા ૩૧ માં ઇન્દ્રિયોથી અધિક ( ભિન્ન) આત્મસ્વભાવનો અનુભવ કરવાનું કહ્યું, ગાથા ૧૧ માં ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરીને એનો અનુભવ કરવાનું કહ્યું અને અહીં સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવાનું કહ્યું. એ ત્રણેય એકાર્યવાચી છે. (૧-૨૩૫) (૨૩૩) સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો અંશે સ્વાદ આવે છે એને અનુભવ કહે છે. આનંદનું વેદન એ અનુભવની મહોર-છાપ-મુદ્રા–ટ્રેડમાર્ક છે. સમયસાર ગાથા ૫ ની ટીકામાં આવે છે કે-જેમ ડુંગરમાંથી પાણી ઝરે એમ મારો આનંદકંદ ડુંગર આત્મા છે એમાં દષ્ટિ પડતાં મને નિરંતર આનંદ ઝરે છે. એવા આનંદ ઝરતાં પ્રચુર સ્વસંવેદનથી મારા નિજવિભવનો જન્મ છે. અનુભવ આનંદના વેદન સહિત જ હોય છે. (૧-૨૪૯) (૨૩૪). આનંદનો નાથ ચૈતન્યપ્રભુ જે આત્મા તેની સન્મુખ થતાં જે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તે રત્નચિંતામણિ છે, એ આનંદરસનો કૂવો છે, મોક્ષનો ઉપાય અને પૂર્ણાનંદની પ્રાતિરૂપ મોક્ષ છે. અહાહા...! અનુભવ મોક્ષસ્વરૂપ છે. દ્રવ્ય તો ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો અંશ જે પર્યાયમાં દ્રવ્યના આલંબનથી પ્રગટે એ પણ મુક્તસ્વરૂપ છે. વળી પર્યાયમાં દ્રવ્યની જે દષ્ટિમાં પણ દ્રવ્ય મુક્તસ્વરૂપ જ ભાસે છે. (૧-૨૫૦) (૨૩પ). હે જગતના જીવો, મિથ્યાત્વરૂપી મોહને છોડીને એક જ્ઞાયકભાવનો અનુભવ કરો; બાર અંગનો આ સાર છે. (૧-૨૫૧) (૨૩૬ ) ત્રિકાળ શુદ્ધચૈતન્યઘન અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા એ જ શુદ્ધનય છે. એવા શુદ્ધનયસ્વરૂપ આત્માનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. આત્માનો અનુભવ કે જ્ઞાનનો અનુભવ એ બે જુદી ચીજ નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાનનો અનુભવ એ જ આત્મદ્રવ્યનો અનુભવ છે અને આત્મદ્રવ્યનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન કર્યું છે. ગાથા ૧૫ માં સમ્યજ્ઞાનની પ્રધાનતાથી કથન છે. આત્માનો-ગુણનો અનુભવ, જ્ઞાનનો અનુભવ, સમ્યગ્દર્શન અને જૈનશાસન બધું એક જ છે. (૧-૨૫૫ ) (૨૩૭) હવે કહે છે કે જૈનશાસન અર્થાત્ અનુભૂતિ તે શું છે? શ્રુતજ્ઞાન પોતે આત્મા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિ ૮૩ જ છે. ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધોપયોગથી જે આત્માનો અનુભવ થયો એ આત્મા જ છે. સ્વરૂપની વીતરાગ સ્વસંવેદનદશા-પ્રત્યક્ષ જ્ઞાનની અનુભૂતિ જે પ્રગટ થઈ એ આત્મા જ છે. રાગાદિ જે છે તે આત્મા નથી, અનાત્મા છે. ધર્મીને પણ અનુભૂતિ પછી જે રાગ આવે છે તે અનાત્મા છે. દ્રવ્યશ્રુતમાં આ કહ્યું છે અને એ જ અનુભવમાં આવ્યું. માટે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે; કેમકે ભાવશ્રુતમાં જે ત્રિકાળી વસ્તુ જણાઈ તે વીતરાગસ્વરૂપ છે અને એની અનુભૂતિ પ્રગટ થઈ એ પણ વીતરાગ પરિણિત છે. ભગવાન આત્મા ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો પર્યાયમાં અનુભવ થયો એ ભાવશ્રુતજ્ઞાન છે. શુદ્ધોપયોગ છે. એ આત્માની જ જાત હોવાથી આત્મા જ છે. અનુભૂતિમાં પૂરા આત્માનો નમૂનો આવ્યો માટે તે આત્મા જ છે. તેથી દ્રવ્યની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કો-એક જ ચીજ છે. ‘ જ ' શબ્દ લીધો છે ને? એકાંત લીધું. સમ્યક્ એકાંત છે. કચિત્ રાગની અનુભૂતિ એ આત્મા એમ છે નહીં. સર્વજ્ઞ-સ્વભાવી ‘જ્ઞ' સ્વભાવી આત્મા એકલો જ્ઞાનસ્વભાવી છે અને એની અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ જ છે. (૧-૨૬૧ ) (૨૩૮ ) જ્ઞાનની પર્યાયમાં એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનું વેદન થવું અને શુભાશુભ જ્ઞેયાકાર લાનનું ઢંકાઈ જવું તેને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ શૈયાકાર જ્ઞાનનો તિરોભાવ કહે છે. અને એ પ્રમાણે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવતાં જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. અહીં · સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ ' એટલે ત્રિકાળી ભાવનો આવિર્ભાવ એમ વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે શુભાશુભ જ્ઞેયાકાર રહિત એકલા જ્ઞાનનું પર્યાયમાં પ્રગટપણું. એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો અનુભવ એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે. શૈયાકાર સિવાયનું એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. એનો વિષય ત્રિકાળી છે. (૧–૨૬૨ ) (૨૩૯ ) રાગથી ભિન્ન ભગવાન શાયકસ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે તે આત્માનો સ્વાદ છે, તે જિનશાસન છે, આત્માનુભૂતિ છે. (૧-૨૬૭) (૨૪૦) સમ્યગ્દષ્ટિને અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો છે અને પ્રતીતિ થઈ છે. તને કહે છે કે –બાપુ! તારે સાધ્ય જે સિદ્ધદશા તેની પ્રાપ્તિ કરવી હોય તો અનુભૂતિથી થશે... આત્મા સહજ પ્રતીતિરૂપ સ્વાભાવિક વસ્તુ અંદર છે. તેનાં દર્શન-જ્ઞાન-ચારિત્ર સહજપણે થાય છે–એમાં હઠ ન હોય. આવું સહજપણું જે સમયષ્ટિને શ્રદ્ધા-જ્ઞાનમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ અધ્યાત્મ વૈભવ આવ્યું છે તેણે આવો અનુભવ કરવો એ જ મોક્ષનો માર્ગ છે. આત્માના સાધ્યની સિદ્ધિ અનુભવથી થાય છે (૨-૪૨) (૨૪૧) અનુભૂતિ એટલે અનુભવવું, થવું, અને અનુસરીને થવું, પરિણમવું. એટલે પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવને અનુસરીને થવું-પરિણમવું તેને આત્માની અનુભૂતિ કહે છે. પરંતુ જડને, રાગને અનુસરીને થવું-પરિણમવું એ આત્માની અનુભૂતિ નથી. (૨-પ૩) (૨૪૨) સ્વથી અથવા પરના ઉપદેશથી કોઈ પણ પ્રકારે એટલે મહાપુરુષાર્થથી જ્યારે આ અનુભૂતિ (જ્ઞાન) રાગનું લક્ષ છોડીને સ્વદ્રવ્યના શાયકના લક્ષે જાય છે ત્યારે ભેદવિજ્ઞાન જેનું મૂળ છે એવી આત્માની અનુભૂતિ ઉત્પન્ન થાય છે. “ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે” –એમ કેમ કહ્યું? તેનું સમાધાન: કોઈ એમ કહે કે રાગની ઘણી મંદતા કરતાં કરતાં (એટલે શુભભાવ કરતાં કરતાં) અનુભૂતિ થાય તો એ વાત બરાબર નથી. પરંતુ રાગ અને આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને રાગનું લક્ષ છોડી પ્રજ્ઞા-છીણી એટલે જ્ઞાનની પરિણતિ વડે આત્મા અને રાગાદિ બંધને છેદી નાખવા-જુદા પાડવા. જેને આવું ભેદજ્ઞાન થાય તે આવી અવિચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે. ભગવાન આત્માની અનુભૂતિનું મૂળ કારણ ભેદજ્ઞાન કહ્યું છે પણ વ્યવહાર સાધન-શુભરાગને આત્માનુભૂતિનું કારણ કહ્યું નથી. જુઓ, એમાં વ્યવહાર સાધનશુભરાગનો નિષેધ આવી જાય છે. ભાઈ ! આ તો ધીરાનાં કામ છે. પહેલાં વિકલ્પ દ્વારા લક્ષમાં, પ્રતીતમાં તો લે કે અંતરનો અનુભવ ભેદવિજ્ઞાનના કારણે થાય છે, પરથી ભિન્ન પડવાના કારણે થાય છે. (૨-૫૯) (૨૪૩). રાગનો વિકલ્પમાત્ર આગ છે અને ભગવાન આત્મા શાન્તિના અમૃતનો સાગર છે. રાગ કષાય છે. કષાય એટલે કષ-આય-જે સંસારનો લાભ આપે છે. રાગદશા તો સંસારનો લાભ આપનારી છે. માટે એનાથી ભિન્ન પડી અમૃતનો સાગર પ્રભુ ચૈતન્ય ભગવાનનો અનુભવ કર. અહીં જેમ ‘મૃત્વા' એટલે મરણાંત પરિષહુની પણ દરકાર કર્યા વિના આત્માનુભવ કર એમ કહ્યું છે. (૨-૯૭) (૨૪૪) શરીરાદિ મૂર્તિદ્રવ્યોથી ભિન્ન પડી કોઈ પણ રીતે આત્માનો અનુભવ કર. હવે કહે છે. કે એ અનુભવથી તને અતીન્દ્રિય આનંદના ધામરૂપ ભગવાન આત્મા સર્વ પદ્રવ્યોથી ભિન્ન દેખાશે. જ્યારે પુણ્ય-પાપના વિકલ્પનો અનુભવ હતો ત્યારે સ્વનો વિલાસ ન હતો. હવે આત્માનુભવથી નિજવૈભવનો વિલાસ તને પ્રાપ્ત થશે. “નિજપદ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિ રમે સો રામ કહીએ.” નિજ આનંદધામસ્વરૂપ આત્મામાં રમે તે આતમરામ છે. તેને અતીન્દ્રિય આનંદની મોજ-વિલાસ પ્રાપ્ત થાય છે. તેથી હે ભાઈ ! તું આત્માનુભવ કરે જેથી સર્વ પદ્રવ્યોથી ભિન્ન વિલાસરૂપ આત્માને સમ્યક્ પ્રકારે અવલોકીને-દેખીને-પ્રત્યક્ષ સાક્ષાત્ આત્માના આનંદનું વેદન કરીને આ શરીરાદિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તુરત જ છોડી દઈશ. રાગ સાથે એકપણાનો જે મોહ-મિથ્યાત્વ તને સમયે સમયે થાય છે તે આ આત્માનુભવ થતાં-આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદના થતાં તરત જ છૂટી જશે. લ્યો, આ ધર્મની રીત છે. જેનાથી સંસારનો અંત આવી જાય તે ધર્મ છે. (૨-૯૭) (૨૪૫) આવો જે આનંદનો નાથ ભગવાન આત્મા એના અનુભવનું એવું માહાભ્ય છે કે જીવ બે ઘડીમાં મોક્ષ પ્રાપ્ત કરે. સિદ્ધપદને પ્રાપ્ત કરે, “આત્માનુભવનું એવું માહાભ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે. ' અહાહા....! જયચંદ પંડિત કેવો સરસ અર્થ કર્યો છે! બે ઘડી (૪૮-મિનિટ) ની અંદરના ધ્યાનમાં કેવળજ્ઞાન પામી જાય છે. ત્રણકાળ ત્રણલોકને જાણનાર કેવળજ્ઞાની પરમાત્મા થઈ જાય છે. (૨-૯૮) (૨૪૬) કળશટીકામાં આવે છે કે- જે કાળે જીવના મોહરાગદ્વેષરૂપ અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કે અશુદ્ધતા છૂટે અને પછી શુદ્ધતા થાય કે શુદ્ધતા થાય અને પછી અશુદ્ધતા છૂટે એમ નથી. જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન અને એક જ સ્વાદ છે. અહાહા! આ અશુદ્ધપણું છે અને આ વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એવો જે વિકલ્પ તે ઊઠે નહિ ત્યાં તો આ બાજુ અંદર શુદ્ધમાં ઢળી જાય છે અને શુદ્ધ આનંદનો અનુભવ થાય છે; એ જ કાળે અશુદ્ધ પરિણામનો વ્યય થાય છે. અશુદ્ધ પરિણામનો વ્યય અને શુદ્ધ આનંદનો અનુભવ એક જ કાળ–સમકાળે છે. આ તો ઠેઠ મૂળની વાત છે. આત્મા આનંદના સ્વાદને તત્કાળ પામ્યો એટલે કે આ રાગ પર છે અને આ (આત્મા) સ્વ છે એવી પ્રવૃત્તિ થવા પહેલાં તત્કાળ આનંદના સ્વાદને પામ્યો. અહાહા ! રાગથી-વિકલ્પથી ખસીને અંદર ઢળી જવું એ જ સત્ય પુરુષાર્થ છે. (૨–૧૮૫) (૨૪૭) વિકલ્પથી-રાગથી ક્યારે શૂન્ય થવાય? જ્યારે અસ્તિ મહાપ્રભુ છે તેના ઉપર દૃષ્ટિ પડે ત્યારે. નિર્વિકલ્પરૂપ અસ્તિત્વ ઉપર દૃષ્ટિ પડવાથી વિકલ્પથી શૂન્ય થવાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ અધ્યાત્મ વૈભવ પોતાનું અસ્તિત્વ કેટલું, કેવું એ વાતની ખબર ન હોય તો વિકલ્પથી શૂન્ય કેમ થવાય? ઉપરના પગથિયા ઉપર પગ મૂકે તો નીચેના પગથિયા ઉપરથી પગ ઉપાડી શકાય. પણ જો ઉપર પગ મૂકયા વિના નીચેનો પગ ઉપાડ તો નીચે પડે. તેમ ભગવાન આત્મા જે મહાઅતિરૂપ છે તેની ઉપર દૃષ્ટિ પાડતાં “આ રાગ નથી' તેવા નાસ્તિના પણ વિકલ્પની જરૂર નથી (ત્યારે પોતે વિકલ્પથી શૂન્ય-વિકલ્પરહિત થઈ જાય છે ), કેમકે સ્વયં નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ જાય છે. (૨-૧૮૬) (૨૪૮) હવે અનુભવની વાત કહે છે કે – ભેદજ્ઞાન કરનારાઓને રાગથી–અધ્યવસાનથી જુદો જીવ સ્વયં ઉપલભ્યમાન છે. અહાહા ! અખંડ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્માને ભેદજ્ઞાનીઓ અધ્યવસાનથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે. અધ્યવસાનથી જુદો એટલે એના આશ્રય અને અવલંબન વિના પોતે પોતાથી જ પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે. અહો! શું અભુત ટીકા છે! આને સિદ્ધાંત અને આગમ કહેવાય. એકલું ન્યાયથી ભરેલું છે! કહે છે કે રાગનું લક્ષ છોડીને સ્વભાવ પ્રતિ દષ્ટિ કરતાં ભેદજ્ઞાની સમકિતઓને રાગથી ભિન્ન ચિસ્વભાવમય જીવ અનુભવમાં આવે છે. (૩-૨૪) (૨૪૯) જુઓ, દરેક ઠેકાણે એમ લખ્યું છે કે- જીવ તો ચૈતન્યસ્વભાવી જ છે. અહાહા! ચૈતન્યસ્વભાવભાવ, અખંડ, એકરૂપ ધ્રુવસ્વભાવ, એવો ને એવો રહેનારો જે ત્રિકાળી શાકભાવ છે તે જીવ છે. એવો જીવ જે રાગથી-કર્મથી ભિન્ન છે તેને સમ્યગ્દષ્ટિઓ પ્રત્યક્ષ અનુભવે છે. આવો અનુભવ જ્ઞાન અને આનંદના વેદન સહિત હોય છે. પ્રત્યક્ષ અનુભવે છે એમ કહ્યું છે ને? એટલે રાગ અને મનના સંબંધથી જાણે અને અનુભવે છે એમ નથી. પ્રત્યક્ષ અનુભવમાં પરનો આશ્રય છે જ નહિ. પરના આશ્રય રહિત એવા મતિશ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં-વેદનમાં આવે છે. (૩-૨૬) (૨૫૦) એક ધર્મી સિવાય, આખું જગત પાગલ છે, ઘેલું છે, -કારણ કે તે દુ:ખને સુખ માને છે, જે સુખ નથી તેને સુખ માને છે, રંકથી માંડીને મોટો રાજા અને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સૌ જીવો સુખદુઃખની કલ્પનામાં રાચી રહ્યા છે. એ સધળી પાગલની નાત છે. પરંતુ સુખ-દુઃખની કલ્પનાથી ભિન્ન પડી અનંત સુખનું ધામ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે એમાં દષ્ટિ કરે તો સ્વયં અર્થાત્ પ્રત્યક્ષ આનંદનો અનુભવ થાય છે. અહાહા ! સુખદુઃખથી જુદો અન્ય ચૈતન્યસ્વરૂપ જીવ છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. કેવળીને જ પ્રત્યક્ષ થાય એમ નહિ. ચોથા ગુણસ્થાને પણ સ્વસંવેદનથી આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. સમ્યગ્દર્શન થતાં ભેદજ્ઞાનીઓને મતિ-શ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ વેદનમાં આવે છે. (૩-૩૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૭ (૨૫૧ ) પ્રશ્નઃ- નિર્વિકલ્પ અનુભવ થવા પહેલાં છેલ્લે શુભરાગ તો હોય છે ને ? ઉત્તર:- ભાઈ! એ શુભરાગને છોડીને નિર્વિકલ્પ થયો છે. કાંઈ શુભરાગથી નિર્વિકલ્પ થયો નથી. શુભાભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી. આત્મા એકરૂપ ચૈતન્યઘનસ્વભાવ, ધ્રુવસ્વભાવ સામાન્યસ્વભાવ, અભેદસ્વભાવ અખંડ ચૈતન્યમાત્ર વસ્તુ છે. હવે કહે છે- ‘નિમૃત: સદ્ સ્વયમ્ અવિ પુત્ વમાસમ્ પશ્ય ’ પોતે નિશ્ચળ લીન થઈને પ્રત્યક્ષ કરીને એક ચૈતન્યમાત્ર વસ્તુને દેખ; એવો છ મહિના અભ્યાસ કર. ચૈતન્યવસ્તુમાં પ્રમેયત્વ નામનો ગુણ છે, તેથી તને એ જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવમાં આવશે. તેથી તું સ્વરૂપમાં એકાગ્ર થઈને સ્વસંવેદન વડે શુદ્ધ ચિદ્રૂપમાત્ર વસ્તુનો અનુભવ કર. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસામાન્યસ્વરૂપ છે. તેને અનુભવ. ‘સ્વયં’ શબ્દ છે ને? એટલે કે તેના અનુભવમાં પરની કોઈ અપેક્ષા નથી. ભગવાન આત્મા સીધો સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય છે. વિકલ્પોનો કોલાહલ અનુભવમાં મદદગાર નથી પણ અટકાવનાર છે, વિઘ્નકારી છે. ( ૩–૩૨ ) (૨૫૨ ) અહીં કહે છે– ‘વઘ્નાસમ્' છ મહિના ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર, ભાઈ. તું વેપાર-ધંધામાં વર્ષોનાં વર્ષો કાઢે છે. રળવા-કમાવામાં અને બાયડી-છોકરાંની સંભાળ રાખવામાં રાત-દિવસ ચોવીસેય કલાક તું પાપની મજૂરીમાં કાઢે છે. પણ એનું ફળ તો મનુષ્યભવ હોરીને ઢોરની ગતિ પ્રાપ્તિ થવાનું છે. માટે હે ભાઈ! તું સર્વ સંસા૨ના વિકલ્પોનો ત્યાગ કરી એક છ મહિના શુદ્ધાત્માના અનુભવનો અભ્યાસ કર. આમ તો અંતર્મુહૂર્તમાં ચૈતન્યની પ્રાપ્તિ થઈ શકે છે. પણ તને જો બહુ આકરું લાગતું હોય તો છ મહિના તેનો અભ્યાસ કર. આમ છ મહિના અભ્યાસ કરવાની વાત કરી છે. ચિદાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવી જ્ઞાયકસ્વભાવી ધ્રુવ એકરૂપ આત્મા છે તેની લગની લગાડ, એકમાત્ર એમાં જ ધૂન લગાડ. તને તે પ્રાપ્ત થશે જ. (૩–૩૨ ) (૨૫૩) જ્ઞાનરૂપી સરોવ૨માં તું જ પોતે ચૈતન્યકમળ છે. સ્વભાવસન્મુખ પર્યાયનો પુરુષાર્થ તે ભ્રમર છે. તે તું જ છે. તું જ તે ચૈતન્યકમળમાં ભ્રમર થઈ એકત્વ પામ, ચૈતન્યના આનંદરસનો ભોક્તા થા. આ ચૈતન્યકમળ જ્ઞાનાનંદના રસથી અત્યંત ભરેલું છે તેમાં તું નિમગ્ન થઈ એકલા જ્ઞાનાનંદરસને પી. અહાહા! તું નિર્મળપર્યાયરૂપ ભ્રમર થઈને ત્રિકાળી એકરૂપ ચૈતન્ય૨સમાં નિમગ્ન થા. તેથી તને આનંદનો અદ્દભુત અનિર્વચનીય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८८ અધ્યાત્મ વૈભવ આસ્વાદ પ્રાપ્ત થશે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે, તું આનો અભ્યાસ કરે અને પ્રાપ્તિ ન થાય એમ કદી બને જ નહીં. (૩-૩૩) (૨૫૪) ભગવાન આત્મા પુદ્ગલથી ભિન્ન અર્થાત્ રાગાદિ વિકલ્પથી ભિન્ન ચૈતન્યના તેજથી ભરેલો, ચૈતન્યના નૂરનું પૂર છે. તેની સન્મુખ થઈ અંતર્નિમગ્ન થતા અવશ્ય આત્મોપલબ્ધિ થાય છે. પુરુષાર્થ કરે અને પ્રાપ્તિ ન થાય એ કેમ બને? (પ્રાપ્તિ થાય જ છે. જે કોઈ વ્યવહારના વિકલ્પો છે તેનાથી ભગવાન આત્માનું ચૈતન્ય તેજ ભિન્ન છે. તે ચૈતન્ય-તેજના અનુભવ માટે વિકલ્પનો કોઈ સહારો નથી. તેથી કાળલબ્ધિ પાકે ત્યારે પ્રાપ્તિ થશે. ભગવાને દીઠું હશે ત્યારે પ્રાપ્ત થશે-ઇત્યાદિ અનેક પ્રકારના વિકલ્પોની નબળી વાતો રહેવા દે. એવી નબળી વાતોથી આત્માના પુરુષાર્થને છેદ મા. તારા પ્રયોજન ને છેદ મા. સ્વભાવસમ્મુખતાના પુરુષાર્થ વડે જેનું પ્રયોજન છે તે સ્વાત્મોપલબ્ધિ સિદ્ધ કર. (૩-૩૪) (૨૫૫) પોતે પોતાથી જ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. એટલે કે રાગ કે નિમિત્તને લઈને અનુભવાતો નથી. વળી સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે એટલે કે જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું અને દ્રવ્યનું પ્રત્યક્ષપણું છે; બન્ને એકસાથે જણાઈ રહ્યા છે. અરે ! પોતે પોતાથી જ પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે છતાં વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. અર્થાત્ વ્યક્ત પર્યાયમાં ટકતો નથી. આનંદનું વેદન પર્યાયમાં છે પણ તે પર્યાયમાં અટકતો નથી. બસ, ઉદાસ, ઉદાસ, ઉદાસ. પર્યાયથી લક્ષ છોડીને દ્રવ્ય ભણી લક્ષ કરે છે, દ્રવ્યમાં જ ઢળે છે. દ્રવ્ય ભણી લક્ષ કરનાર પર્યાય પ્રગટ આનંદના વેદનમાં પણ લક્ષ કરતી નથી. બીજી રીતે કહીએ તો એક સમયનું જે આનંદનું વદન તેમાં પોતે ઊભો રહેતો નથી. (૩-૭૬ ) (૨૫૬) આત્માને જાણવામાં રાગ કે નિમિત્તની અપેક્ષા તો નથી પણ અનુમાનજ્ઞાનની પણ અપેક્ષા નથી. આત્મા સીધો પર્યાયમાં સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ થવાના જ સ્વભાવવાળો છે. આનંદના વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષ કહ્યો છે. અતીન્દ્રિય આનંદનો આત્મા સીધો વેદે છે. આનંદનું વેદન પ્રત્યક્ષ છે એનું જોર આપીને પ્રત્યક્ષ કહ્યું છે. આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાનીને અને કેવળજ્ઞાનીને કોઈ ફેર નથી; આત્માના ગુણો અને આકાર જોવામાં કેવળીને જેમ પ્રત્યક્ષ જણાય તેમ શ્રુતજ્ઞાનીને ન જણાય પણ સ્વાનુભૂતિમાં આનંદનું વેદના તો શ્રુતજ્ઞાનીને પણ પ્રત્યક્ષ જ છે. શ્રુતજ્ઞાનીને જે આનંદનું વેદન છે તે પ્રત્યક્ષ છે. એ કોઈ બીજો થોડો વેદે છે? તેથી શ્રુતજ્ઞાનની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિ અપેક્ષાએ આત્મા પરોક્ષ ભલે હોય, પણ વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે. સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે. આંધળો સાકર ખાય અને દેખતો મનુષ્ય ખાય. ત્યાં બન્નેને મીઠાશના વેદનમાં કાંઈ ફરક નથી. આંધળો સાકરને પ્રત્યક્ષ દેખતો નથી, પણ સાકરની મીઠાશના સ્વાદમાં કાંઈ ફેર નથી. તેમ આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાની અને કેવળજ્ઞાનીને કાંઈ ફરક નથી. કેવળજ્ઞાનીને અસંખ્યાતપ્રદેશી અનંતગુણનો પિંડ આત્મા અને તેના આકારાદિ સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાય છે તેમ શ્રુતજ્ઞાનીને પ્રત્યક્ષ જણાતું નથી પણ વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષનું જોર આપ્યું છે. ( ૩–૭૮ ) ૮૯ (૨૫૭) ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાનપુંજી પ્રભુ આનંદનો કંદ છે. પ્રીતિરૂપ રાગ સધળોય તેને નથી કેમ કે તે પુદ્ગલના પરિપામમય છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યના અંતરમાં ઢળેલી પર્યાય જે અનુભૂતિ તે અનુભૂતિથી રાગ ભિન્ન રહી જાય છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ ઉપાદાનમાં નિમગ્ન થયેલી અનુભૂતિથી રાગ સધળોય ભિન્ન રહી જાય છે. ભાઈ! જેને પ્રીતિરૂપ રાગનો પ્રેમ છે, મંદ રાગનો પ્રેમ છે તેને ખરેખર પુદ્ગલનો પ્રેમ છે, તેને આનંદનો નાથ ભગવાન આત્માનો પ્રેમ નથી. જેને શુભરાગનોપ્રેમ છે તે આત્માના પડખે ચડયો જ નથી. તેને આત્મા પ્રત્યે અનાદર છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ અનુભૂતિ પ્રગટ થાય છે તે અનુભૂતિથી શુભાશુભ સધળોય રાગ પ૨ તરીકે ભિન્ન રહી જાય છે તેથી રાગ બધોય જીવને નથી. ( ૩–૯૮ ) (૨૫૮) —દષ્ટિ અંતર્મુખ થતાં એક ઉત્કૃષ્ટ વસ્તુ, અભેદ ચૈતન્યસામાન્ય જ અનુભવાય છે, દેખાય છે, જણાય છે. અલબત, તે અભેદને અવલોકે છે તો વર્તમાન પર્યાય, પણ તે પર્યાયભેદને અવલોકતી નથી, એક અભેદને જ અવલોકે છે. નિશ્ચયનયની દષ્ટિમાં ચૈતન્યમાત્ર જ આત્મા દેખાય છે. અહાહા...! અંતષ્ટિ કરનારને પરમ એટલે ઉત્કૃષ્ટ લક્ષ્મીવાળો ભગવાન આત્મા, સર્વોપરિ એકરૂપ ચૈતન્યતત્ત્વ જ દેખાય છે. એક અભેદની દૃષ્ટિમાં ભેદ જણાતા નથી. ભાઈ! અંદર આખું ચૈતન્યરત્ન પડયું છે. તેનો મહિમા કરી તેની દૃષ્ટિ અનંતકાળમાં કરી નહિ અને વ્યવહા૨નો મહિમા કરી કરીને જન્મ-મરણના ૮૪ ના ચક્કરમાં રખડી રહ્યો છે. અનુભવમાં આત્મા અભેદ જ જણાય છે. માટે તે વર્ણાદિ અને રાગાદિ ભાવો પુરુષથી-આત્માથી ભિન્ન જ છે. ( ૩–૯૨૭) (૨૫૯ ) ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરનાર જ્ઞાનીને રાગ સ્વયં ભિન્નપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ અધ્યાત્મ વૈભવ જણાય છે. જ્ઞાનની પર્યાય અંતરમાં વળતાં એટલે કે ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ થતાં, એમાં રાગનો અનુભવ આવતો નથી પણ તે ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. એટલે શું કહ્યું? કે અનુભવ થતાં, રાગ કે જે પુદગલ છે તે જ્ઞાનમાં સ્વત: ભિન્નપણે જણાઈ જાય છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! વસ્તુની સ્થિતિ જ આવી સૂક્ષ્મ છે... અનુભવ છે એ શુદ્ધ જ્ઞાનદર્શનના પરિણામ છે. એ અનુભવમાં, આ ભગવાનની સ્તુતિ, વંદના, ભક્તિ અને પ્રભાવનાનો રાગ ઇત્યાદિ બધી હીં-હો આવતાં નથી પણ ભિન્ન રહી જાય છે. (૩-૨૧૦). (ર૬૦) જાણવું, જાણવું, જાણવું-એ જાણક એવા ચૈતન્યતત્ત્વનું લક્ષણ છે. અર્થાત્ જ્ઞાનલક્ષણ વડે આત્માને લક્ષ કરીને તેનો અનુભવ થઈ શકે છે, સમ્યગ્દર્શન પામી શકાય છે. અહાહા! જ્ઞાનલક્ષણવડ લક્ષ્ય એવા આત્માને પકડતાં તેનો અનુભવ થાય છે અને તે ધર્મ છે. પરંતુ દયા, દાન, વ્રત કે ભક્તિથી આત્મા પકડાય એમ નથી કેમકે તે કોઈ આત્માનું લક્ષણ નથી (૩-૨૨૮). (ર૬૧). અહીં તો કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વસ્વરૂપ છે, અને તેની વર્તમાન પર્યાયમાં પણ જ્ઞાનઅંશ પ્રગટ છે. હવે જે જ્ઞાનઅંશ પ્રગટ છે તે જ્ઞાનલક્ષ વડે ત્રિકાળી જ્ઞાનસ્વભાવને પકડ અને તેનો અનુભવ કર. એ જ્ઞાનલક્ષણથી અનુભવ થઈ શકશે કારણ કે તે જ્ઞાયકનું વાસ્તવિક લક્ષણ છે. શું કહે છે? જાણવાની પર્યાય વર્તમાનમાં પ્રગટ છે કે નહિ? ન હોય તો “આ શરીર છે, રાગ છે” એમ જાણે કોણ? માટે જ્ઞાનપર્યાય પ્રગટ છે. પરંતુ એ જ્ઞાનપર્યાય પરને જાણે છે. છતાં તે એનું પરનું લક્ષણ નથી. જ્ઞાનપર્યાય તો સ્વદ્રવ્યનું લક્ષણ છે. એને અંતરમાં વાળીને જો તો તને આત્મા દેખાશે, સમ્યગ્દર્શન થશે. (૩-૨૩૦) (ર૬ર) જ્ઞાનની એકાગ્રતાનો-અનુભવનો વારંવાર અભ્યાસ કરતાં અર્થાત જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માની એકાગ્રતાનો અભ્યાસ વારંવાર કરતાં રાગ જુદો પડી જાય છે. અભ્યાસ કહો કે અનુભવ કહો, બન્ને એક જ ચીજ છે. આનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે એની દૃષ્ટિ કરી એમાં અંતર-એકાગ્ર થતાં રાગ ભિન્ન પડી જાય છે, દુઃખની દશા ભિન્ન પડી જાય છે અને આનંદની દશા પ્રગટ થાય છે. જ્ઞાન તે આત્મા છે એવો એનો અભ્યાસઅંતરઅનુભવ કરવો તે જ્ઞાનરૂપી કરવત છે. જેમ કરવત બે ફાડ પાડે છે તેમ અંતરનો અનુભવ જ્ઞાન અને રાગની બે ફાડ કરી નાખે છે. અહા ! આઠ-આઠ વર્ષના બાળકો કેવળજ્ઞાન લેતા હશે તે કેવું હશે? ભલે આઠ વર્ષનો રાજકુમાર હોય પણ અંતરમાં એકાગ્રતા-અનુભવ દ્વારા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૧ આત્માનુભૂતિ આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે ને? એ સ્વાદનો વારંવાર તે અભ્યાસ કરે છે અને એકાગ્ર-સ્થિત થઈ અંતર્મુહૂર્તમાં પરમાત્મા થાય છે. આત્મા જ્ઞાન અને આનંદની ઉત્કૃષ્ટ લક્ષ્મીનું નિધાન ત્રિકાળ પરમાત્મસ્વરૂપ પદાર્થ છે. એવા આત્માને રાગથી ભિન્ન પાડીને સ્વરૂપમાં એકાગ્ર થવાનો વારંવાર અભ્યાસ કરવો-એમ અહીં કહે છે. રાગને અને આત્માને પૂરા જુદા પાડવા છે ને? એટલે કહે છે કે જ્ઞાનરૂપી કરવતનો વારંવાર અભ્યાસ નચાવવો. વારંવાર અંતર-અનુભવ વડે આનંદના પરિણમનમાં સ્થિત થવું (૩-૪૪૪) (ર૬૩), પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રજ્ઞા કહેતાં જ્ઞાન અને બ્રહ્મ એટલે આનંદ. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પોતે જ છે. તેને અજ્ઞાની બહાર ગોતે છે. પરંતુ આવા જ્ઞાનસ્વરૂપ ચૈતન્યબ્રહ્મ-આત્માનો વારંવાર અભ્યાસ કરતાં ચૈતન્યસ્વરૂપ છે તે જીવ છે અને રાગાદિ અજીવ છે-એમ જીવ અને અજીવ બન્નેનો ભેદ જણાય છે. અને તે કાળે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ સમકિત છે. (૩-૨૪૫) (ર૬૪) અહીં કહે છે કે સંસારસહિત અથવા સંસારરહિત દશામાં પરનો ભોક્તા આત્મા નથી. સંસારદશામાં પોતાના રાગનો ભોક્તા છે અને નિઃસંસાર દશામાં પોતાની નિર્વિકલ્પ નિર્મળ અનુભૂતિનો ભોક્તા છે. પરંતુ કોઈ અવસ્થામાં પરનો ભોક્તા નથી. અજ્ઞાન ભાવે પણ પરનો ભોક્તા નથી. દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ એમ બે ધર્મો સ્વતંત્ર સિદ્ધ કરવા હોય ત્યારે એમ આવે કે દ્રવ્ય અનુભૂતિની પર્યાયને પણ કરતું નથી. ધ્રુવ ત્રિકાળી છે તે ઉત્પાદવ્યય કરતું નથી. જ્યારે અહીં તો પરનો ભોક્તા નથી પરંતુ પોતાના રાગનો ભોક્તા અથવા અનુભૂતિની પર્યાયનો ભોક્તા આત્મા છે એમ સિદ્ધ કરવું છે. ભગવાન! તારી અનુભૂતિનો તું ભોક્તા છે પણ કર્મ અને શરીરનો તું ભોક્તા નથી. દષ્ટિ અપેક્ષાએ અનુભૂતિ જેને પ્રગટ થઈ છે એવો જ્ઞાની રાગનો ભોક્તા નથી. તથાપિ અલ્પકાળમાં જેમને કેવળજ્ઞાન થવાનું છે એવા ભાવલિંગી સંત છઠ્ઠા ગુણસ્થાને હોય ત્યારે જાણે છે કે જેટલું રાગનું પરિણમન થઈ રહ્યું છે તેનો કર્તા અને ભોક્તા હું પોતે છું; પણ પરનો હું કર્તા કે ભોક્તા નથી. (૪-૧૮૬) (ર૬૫) -સંસારસહિત અથવા સંસારરહિત દશામાં આત્મા પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, અન્યને અનુભવતો ન પ્રતિભાસો. જીવ કાં તો રાગને અનુભવે કાં તો પોતાની અનુભૂતિને અનુભવે; પણ પરને તે અનુભવે છે એમ છે જ નહિ. શેરડીના રસને જીવ અનુભવે છે એમ છે જ નહિ. તેના પ્રતિ એને જે રાગ છે તે રાગને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ અધ્યાત્મ વૈભવ તે અનુભવે છે. મરીની તીખાશનો જીવને અનુભવ નથી. તીખાશ તો જડ છે. પણ તે ઠીક છે એવો જે એના પ્રત્યે રાગ છે તેને જીવ અનુભવે છે. વીંછી કે સાપના કરડનો ( ડંખનો ) જીવને અનુભવ નથી, એ તો જડની પર્યાય છે. તે વખતે અઠીકપણાનો જે દ્વેષનો ભાવ થાય છે તે દ્વેષને જીવ અનુભવે છે. સાકરની મીઠાશ અને અફીણની કડવાશનો જીવ ભોક્તા નથી. જે તે સમયે જે રાગ-દ્વેષાદિ વિકારી ભાવ થાય છે તે વિકારી ભાવનો જીવ ભોક્તા થાય છે. આવી વાત છે. (૪–૧૮૮ ) (૨૬૬) -ચૈતન્યરસ, અન્યરસથી વિલક્ષણ એવો અત્યંત મધુર રસ, અમૃતમય રસ છે. અનુભવમાં સ્વાદની મુખ્યતા છે. શ્રી દીપચંદજીનો ‘અનુભવ પ્રકાશ' નામનો ગ્રંથ છે. ત્યાં પણ અનુભવના સ્વાદની વાત કરી છે. સ્વરૂપનું સત્યજ્ઞાન-સમ્યજ્ઞાન પ્રગટ થાય તેને પોતાના ચૈતન્યના આનંદનો સ્વાદ પ્રત્યક્ષ ભાસે છે. અહાહા...! આવો મધુર ચૈતન્યરસ એ એક જ જેનો રસ છે એવો આત્મા છે-એમ જ્ઞાની જાણે છે. જ્ઞાન વિશેષ હોય કે ન હોય, તેની સાથે સંબંધ નથી. પણ આત્માનો અનુભવ થતાં આનંદનો સ્વાદ આવે એ મુખ્ય ચીજ છે. બનારસીદાસે કહ્યું છે ને કે ‘રસ સ્વાદત સુખ ઊપજ, અનુભવ તાકો નામ. ' અરે ભાઈ ! આવા આનંદના સ્વાદ પાસે ઇન્દ્રનાં ઇન્દ્રાસન અને ભોગ અને ચક્રવર્તીનો વૈભવ સડેલા ઘાસના તરણા જેવાં ભાસે છે. સમકિતી ઇન્દ્ર ને ઇન્દ્રાણીના ભોગ સડેલા મડદા જેવા ભાસે છે. જ્ઞાનીને રાગ આવે છે પણ એમાં એને દુઃખનો સ્વાદ પ્રતીત થાય છે. જ્ઞાનીને વિષયવાસનાનો જે રાગ આવે છે તે કાળા નાગ જેવો દેખાય છે. અજ્ઞાનીને જેમાં સુખ ભાસે છે તે વિષયભોગો જ્ઞાનીને રોગ જેવા ભાસે છે. સમ્યજ્ઞાન કોને કહેવાય ભાઈ ? એકાંઈ બહારની પંડિતાઈથી મળે એવી ચીજ નથી (૫-૭૮ ) (૨૬૭) આત્મા શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ પ્રભુ- તેનો વિચાર કરતાં ધ્યાનની ધૂન ચઢી જાય અને અંદર વિશ્રામ લેતાં વિકલ્પો ઠરી જાય, મટી જાય તેને આનંદરસના સ્વાદથી સુખ ઊપજે છે. આનું નામ અનુભવ છે અને એનાથી સુખ છે. અરે ભાઈ ! તને સત્યનું શરણ લેવું કેમ કઠણ પડે છે? સ્વભાવના પક્ષમાં આવી સત્યની પ્રતીતિ તો કર! શુભભાવથી કલ્યાણ થાય એમ માનીને તો અનંતકાળ ગુમાવ્યો છે. (૫–૮૭) (૨૬૮ ) પ્રશ્ન:- અબદ્ધસૃષ્ટનો પક્ષ છોડ એમ કહ્યું તો શું અંદર (અબદ્ધસૃષ્ટ સિવાયની) કોઈ બીજી ચીજ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૩ આત્માનુભૂતિ ઉત્તર:- ના, એમ નથી. અંદરવસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા અબદ્ધસ્પષ્ટ જ છે. ભગવાને પણ આત્મા અબદ્ધસ્પષ્ટ જ જોયો છે. ભલે (વાણીમાં) તેનો વિસ્તાર વિશેષ ન થઈ શકે પણ વસ્તુ સામાન્ય જે છે તે એવી જ છે; અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે. પણ “હું અબદ્ધસ્પષ્ટ છું” એવો જે વિચાર છે તે નવપક્ષ છે. એ નયપક્ષને જે ઓળંગે છે તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે ભગવાન સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે. નયપક્ષને જે અતિક્રમતો નથી તેને નિજ સ્વરૂપનો અનુભવ થતો નથી. અરે ભાઈ ! નયપક્ષના વિકલ્પને જે પોતાનું કર્તવ્ય માને છે તે મિથ્યાષ્ટિ છે અને તેને આત્મા પ્રાપ્ત થતો નથી. સર્વ વિકલ્પનું લક્ષ છોડી, અંદર શુદ્ધ અભેદ એકાકાર ચૈતન્યસ્વભાવી ભૂતાર્થ વસ્તુ છે તેની દષ્ટિ કરતાં આત્મા જેવો છે તેવો પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીત કે બીજો કોઈ ઉપાય નથી. વ્યવહારથી થાય કે પરથી થાય એવું વસ્તુના સ્વરૂપમાં જ નથી. નિર્વિકલ્પ અનુભવથી આત્મા પ્રાપ્ત થાય એવો છે પણ વ્યવહારથી કે વિકલ્પથી પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. (૫-૨૮૮) (ર૬૯) –ભગવાન તે નયપક્ષના વિકલ્પો હેઠળ નિર્મળાનંદના નાથ ભગવાન આત્માને ચગદી નાખ્યો છે. ભાઈ ! હું એક છું, અબંધ છું, પવિત્રતાનો પિંડ છું-એવો નયપક્ષનો જે વિકલ્પ છે તે રાગ છે અને તે આત્માની શાંતિને દઝાડનારો છે; તો પછી અન્ય સ્થળ વિકલ્પોનું તો શું કહેવું? જેમણે નયપક્ષને છોડી દીધા છે તેઓ સ્વરૂપમાં ગુપ્ત થઈ ને સદા રહે છે. નયપક્ષના વિકલ્પને જે પોતાનો માને છે તે બહિરાત્મા છે, અને નયપક્ષને છોડીને જે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે અંતરાત્મા છે. વસ્તુ સહજાનંદસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે. તેનાં સન્મુખ થતાં સ્વરૂપમાં ગુપ્ત થવાય છે. જેઓ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે તેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થાય છે વિકલ્પ છે એ તો અશાંતિ હું શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું-એવો જે વિકલ્પ છે તે અશાંતિ છે. વિકલ્પ મટતાં શાંતિ છે. ભગવાન આત્મા શાંતરસનો સાગર છે. તેમાં નિમગ્ન થઈને, ડૂબકી મારીને જ્ઞાનીનું ચિત્ત શાંત-શાંત થયું છે. આ સમકિતીની ક્રિયા છે. ધર્મીને અશાંતિ છૂટીને શાંતિ પ્રગટ થઈ છે અને એવા થયા થકા તે સાક્ષાત્ અમૃતને પીએ છે. છે ને તે છેવ સાક્ષાત અમૃત પિવત્તિ' –તેઓ જ –જેનો નયપક્ષરહિત થયા છે તેઓ જ વિકલ્પરહિત થઈને સાક્ષાત્ અમૃતને પીએ છે. આહાહા....! ભગવાન આત્મા નિત્ય અમૃતસ્વરૂપ છે તેમાં એકાગ્ર થઈને તેઓ સાક્ષાત્ અમૃતને અનુભવે છે, પર્યાયમાં નિરાકુળ આનંદને અનુભવે છે. આ જ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને ધર્મ છે ભાઈ ! આ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ અધ્યાત્મ વૈભવ ભવનો અભાવ કરવાનો અવસર છે. ભગવાન ફરમાવે છે કે આ ભવ અનંતભવના અભાવ માટે છે. તો તારું સ્વરૂપ છે ત્યાં તું જા ને! તારામાં પરવસ્તુ નથી. દયા, દાન આદિનો રાગ પણ નથી અને નયપક્ષના વિકલ્પ પણ તારા સ્વરૂપમાં નથી. હું આવો છું—એવો વિકલ્પ પણ તારી ચીજમાં ક્યાં છે? પ્રભુ! તું તો નિર્વિકલ્પ સહજાનંદસ્વરૂપ એકલા આનંદનો સમુદ્ર છો. સર્વ વિકલ્પ છોડીને તેમાં ડૂબકી લગાવ, તેમાં જ મગ્ન થઈ જા. એ જ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ધર્મની ક્રિયા છે. ધર્મી જીવો આ રીતે જ સાક્ષાત્ અમૃત પીએ છે, પ્રત્યક્ષ અમૃતનું પાન કરે છે. (૫-૨૯૩) (૨૭૦) જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે૧. વીતરાગદશા થાય છે, નિર્વિકલ્પદશા થાય છે. ૨. સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. ૩. સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. રાગમાં પ્રવૃત્તિ હતી તે છૂટીને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને ૪. અતીન્દ્રિય સુખ અનુભવાય છે. અહાહા...! આવી વાત આકરી લાગે એટલે જીવો આગમપદ્ધતિનો વ્યવહાર અનાદિથી કરે છે અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારની ઉપેક્ષા કરે છે. શુદ્ધ પરિણતિ, વીતરાગ પરિણતિ પ્રગટ થાય તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે અને તે પ્રગટ થાય ત્યારે જ જીવને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. આ જ માર્ગ છે. (૫-૨૯૫) (ર૭૧) આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે છે તો આત્માને (પોતાને) ચિસ્વરૂપે જ વેદ છે, અનુભવે છે. અરે! દેડકો-મેઢક પણ અંદર પોતાના સ્વરૂપમાં જાય ત્યારે અને શુદ્ધ ચૈતન્યના આનંદનું વેદન આવે છે. દેડકાનું શરીર તો માટી–ધૂળ અજીવ તત્ત્વ છે. પણ તે બહારનું લક્ષ છોડીને અંતર-સ્વરૂપમાં જાય ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહાહા...! તત્ત્વવેદી ધર્મજીવ ચિસ્વરૂપને ( પોતાને) ચિસ્વરૂપે જ નિરંતર અનુભવે છે. એક સમયનો પણ આંતરો પડ્યા વિના ધર્મીને નિરંતર ચૈતન્ય મૂર્તિ ઝળહળજ્યોતિ સ્વરૂપ ભગવાન આનંદસ્વરૂપે જ અનુભવાય છે. હું મિત્ર ! હે સજ્જન! ધર્મનું સ્વરૂપ જ આવું છે. તારું ચૈતન્યસ્વરૂપ એકલા આનંદથી ભરેલું છે, ત્યાં તું જા ને! તને અવશ્ય આનંદ થશે. પ્રભુ! જાણનારને જાણ અને દેખનારને દેખ. તારી ચીજને અંતરમાં દેખતાં તે ચિસ્વરૂપ જ દેખાય છે. આનંદસ્વરૂપ જ અનુભવાય છે. બસ આ જ માર્ગ છે. (૫-૨૯૬) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૫ આત્માનાભૂતિ (૨૭ર) જ્ઞાની જીવ સમસ્ત વિકલ્પોથી અતિ પર પરમાત્મા છે. અહાહા....! પોતાના પરમ સ્વરૂપનો જેને અનુભવ થયો તેને અહીં અનુભવ કાળમાં પરમાત્મા કહ્યો છે. દષ્ટિમાં સદા મુક્તસ્વરૂપ નિર્વિકલ્પ ભગવાન આવ્યો છે તેથી તેને પરમાત્મા કહ્યો છે. વળી તે જ્ઞાનાત્મા છે. પોતે એકલો જ્ઞાનનો ગોળો ત્રિકાળી ધ્રુવ પ્રભુ છે. તેના ઉપર દષ્ટિ પડતાં તે જ્ઞાનાત્મા છે. જેવો જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ભગવાન છે તેવો અનુભવમાં આવ્યો તેથી જ્ઞાનાત્મા છે. આ તો નિર્વિકલ્પ અનુભવમાં તે વખતે જ્ઞાનાત્મા થયો તેની વાત છે. જ્યાં વિકલ્પ રહ્યો નથી તે જ્ઞાનઘન થયો થકો જ્ઞાનાત્મા છે. તે પ્રત્યજ્યોતિ છે. વિકલ્પરહિત થતાં વિકલ્પથી પૃથક જ્યોતિ સ્વરૂપ છે. અહાહા ! બાપુ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. (૫-૩૩૫) (૨૭૩) અહાહા....! જગતથી જગતેશ્વર ભગવાન ભિન્ન વસ્તુ છે. આવા પોતાના શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માની અનુભૂતિ થતાં તે અનુભૂતિમાત્ર સમયસાર થયો. ભાઈ ! સમયસાર રાગમાં આવતો નથી અને રાગથી તે જણાતો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના વિકલ્પમાં કે નયપક્ષના વિકલ્પમાં ભગવાન આત્મા આવતો નથી અને તે વિકલ્પ વડે તે જણાતો નથી. આવો આત્મા પૃથક જ્યોતિ સ્વરૂપ અનુભવમાં આવ્યો એનું નામ સામાયિક છે. સામાયિકનો અર્થ છે સમતા. વિકલ્પની વિષમતા ટળતાં જે વીતરાગતાનો-સમતાનો સમકિતીને લાભ થાય તેનું નામ સામાયિક છે. અજ્ઞાનીએ બહારની ક્રિયામાં સામાયિક માની છે, પણ એ સાચી સામાયિક નથી. (૫-૩૩૬) (૨૭૪) પ્રભુ તું કોણ છો અને તને ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. કહે છે આવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા અપાર સમયસારને હું અનુભવું છું. જેનો જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ઇત્યાદિ-અપાર અનંત સ્વભાવ છે એવો સમયસાર છે. એવા સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિને વિકલ્પોને છોડીને અનુભવું છું. જુઓ, હું શુદ્ધ છું એવો વિકલ્પ પણ બંધપદ્ધતિરૂપ છે, તેને છોડીને હું સમયસારને અનુભવું છું. કર્મના ઉદયથી ઉત્પન્ન થતા સર્વ ભાવોને છોડીને હું અપાર એવા સમયસારને અનુભવું છું. પંચમહાવ્રતનો જે વિકલ્પ ઊઠે છે તે બંધપદ્ધતિમય છે; તે વિકલ્પને છોડીને હું સમયસારને અનુભવું છું એમ આચાર્યદવ કહે છે. માનો કે ન માનોઃ ભગવાન! માર્ગ તો આ છે. (૫-૩૪૧). (૨૭૫) ચોથા ગુણસ્થાને આત્માના સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થતાં જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવો સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. પાંચમા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ અધ્યાત્મ વૈભવ ગુણસ્થાનવાળા શ્રાવકને તો સમ્યગ્દર્શન ઉપરાંત ઘણી શાંતિ વધી છે. અને મુનિદશાની તો શી વાત! એ તો પ્રચુર આનંદ અને શાંતિના સ્વામી છે. અહાહા...! કેવળજ્ઞાનાદિ એટલે એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું સુખ, એકલું વીર્ય, એકલી પ્રભુતા ઇત્યાદિ અપાર અનંત-ગુણનો પિંડ પ્રભુ સમયસાર આત્મા છે. મુનિરાજને તેનું સ્વાનુભવમાં પ્રચુર સંવેદન છે. અનુભવ કાળે ‘હું અનુભવું છું’ એવો વિકલ્પ હોતો નથી; માત્ર ૫૨મસ્વરૂપ પ૨માત્માનો અનુભવ જ વર્તે છે. આ લક્ષ્મીનો સ્વામી થાય એ તો જડનો સ્વામી છે; અને ધર્મી સ્વાનુભવજનિત આનંદનો સ્વામી છે. અહા ! ધર્મીને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ‘હું અનુભવું છું. ’ એવો વિકલ્પ પણ રહેતો નથી એવી અદ્દભુત અલૌકિક ધર્મીની દશા છે. (૫-૩૪૧) ( ૨૭૬ ) પ્રથમ, આત્માના અનુભવની શરૂઆત જેને કરવી છે, જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે તેણે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરવો એમ કહે છે. દયા, દાન આદિના વિકલ્પ છે તે વિભાવ છે, ચૈતન્યનો સ્વભાવ નથી અને ભગવાન આત્મા એનાથી ભિન્ન એકલો જાણગ-જાણગસ્વભાવી ચૈતન્યનો પિંડ છે. અનાદિનું આ જ પ્રભુ આત્માનું અસ્તિત્વ છે એમ શ્રીગુરુ પાસેથી સાંભળીને હું એકલો જ્ઞાનપુંજ નિર્વિલ્પસ્વરૂપ આત્મા છું એમ વિકલ્પ દ્વારા પ્રથમ નિર્ણય કરે છે. (૫-૩૫૧ ) (૨૭૭) જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તે પ્રથમ સ્વરૂપનો વિકલ્પ દ્વારા નિશ્ચય કરીને પછી પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ૨ પદાર્થની પ્રસિદ્ધિ કરનારું જે જ્ઞાન તેને ત્યાંથી મર્યાદામાં લાવીને અર્થાત્ સમેટી લઈને જેણે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસંમુખ કર્યું છે એવો થાય છે. અહાહા... મતિજ્ઞાનના સ્વરૂપને તેણે જાણનાર પ્રતિ વાળી દીધું છે, ૫૨જ્ઞેયથી હઠાવીને મતિજ્ઞાનના સ્વરૂપને સ્વજ્ઞેયમાં જોડી દીધું છે. આવો માર્ગ અને આવી વિધિ છે. (૫-૩૫૪) (૨૭૮) ચારિત્ર એટલે તો સ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું, સ્થિર થવું. પણ સ્વરૂપના શ્રદ્ધાનજ્ઞાન વિના શામાં ચરવું અને શામાં રમવું? ચૈતન્યસ્વરૂપના અનુભવ વિના ચારિત્ર હોઈ શકે જ નહિ. અહીં આત્માના અનુભવની વિધિ બતાવે છે. કહે છે-અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને આત્મસંમુખ કરે છે તે વખતે જ વિકલ્પરહિત થયેલા તેને આત્મા સમ્યકપણે દેખાય છે, શ્રદ્ધાય છે. વિકલ્પ છે તે બહિર્મુખ ભાવ છે. જે વિકલ્પમાં જ અટકી રહે છે તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૭ આત્માનુભૂતિ બહિરાત્મા છે. તેથી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને જે મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનને અંતરમાં આત્માભિમુખ વાળે છે તેને આત્માનુભવ અને આત્મદર્શન થાય છે. આ સમ્યગ્દર્શન પામવાની રીત છે. (પ-૩૫૫ ) (૨૭૯) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આત્મસંમુખ થતાં જે અનુભવ થાય તેમાં અત્યંત વિકલ્પરહિતપણું છે. હું આવો છું અને આવો નથી એવા વિકલ્પને પણ જો અવકાશ નથી તો પછી પરનું આ કરવું અને તે કરવું એ વાત ક્યાં રહી? અહા ! આમ થતાં અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજરથી જ આત્મા પ્રગટ થાય છે. અંતરમાં જ્યાં દૃષ્ટિ પડી, જ્ઞાનની દશા જ્યાં જ્ઞાતા તરફ વળી કે તરત જ તે જ ક્ષણે નિજરસથી જ ભગવાન આત્મા પ્રગટ થાય છે. નિજરસ એટલે જ્ઞાનરસ, ચૈતન્યરસ, આનંદરસ, શાંતરસ, સમરસ, વીતરાગરસથી તત્કાળ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. આત્મા આદિ, મધ્ય અને અંતરહિત વસ્તુ છે. એને આદિ ક્યાં છે? અંત ક્યાં છે? એ તો છે, છે ને છે. એને મધ્ય કેવો? આનંદકંદ પ્રભુ જ્ઞાનનો પિંડ અનાદિઅનંત એવો ને એવો વિરાજમાન છે. ક્યારે ન હતો? ક્યારે નહિ હોય? સદાય છે, છે. આવો ત્રિકાળ અતિરૂપ ભગવાન આત્મા છે. તેને વિકલ્પરહિત થઈને જ્યારે સ્વસમ્મુખ થઈને જીવ અનુભવે છે ત્યારે તે જ ક્ષણે તે નિજરસથી પ્રગટ પ્રસિદ્ધ થાય છે. તે વિકલ્પથી પ્રગટ થતો નથી. રાગ અને નયપક્ષના વિકલ્પોને છોડી જ્યાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનતત્ત્વને અંતર્મુખ વાળ્યું ત્યાં તત્કાળ નિજરસથી જ ભગવાન આત્મ પ્રસિદ્ધ થાય છે. પહેલાં વિકલ્પની આડમાં અપ્રસિદ્ધ હતો તે નિર્વિકલ્પ થતાં પ્રસિદ્ધ થાય છે. અહાહા..! શું ટીકા છે? એકલો અમૃતરસ રેડ્યો છે. આત્મપ્રસિદ્ધિ થતાં સમ્યગ્દર્શન થયું, સમ્યજ્ઞાન થયું, સમ્યકચારિત્ર થયું-એમ અનંતગુણનો નિર્મળ રસ વ્યક્ત થયો. વસ્તુ છે તે અનંતગુણમય છે. તેમાં જ્ઞાન મુખ્ય છે. જ્ઞાન સાથે સર્વ અનંતગુણ અવિનાભાવી છે. (૫-૩પ૬) (૨૮૦) આખું જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એની સન્મુખ થતાં તે તત્કાળ નિજરસથી જ પ્રગટ થાય છે; આદિ-મધ્ય-અંતરહિત, અનાદિ અનંત પરમાત્મરૂપ સમયસાર તે વખતે જ સમ્યકપણે શ્રદ્ધાય છે, જણાય છે. વસ્તુ તો ત્રિકાળ છે, ને છે. પહેલાં ન હતો અને હવે થયો એમ નથી. પર્યાયમાં પ્રસિદ્ધિ આવી છે ત્યાં પ્રસિદ્ધિમાં આવી એવી ચીજ જે છે એ તો આદિમધ્ય-અંતરહિત ત્રિકાળ છે. અનાદિથી ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદના સ્વરૂપે જ છે. આવો તે નિર્મળાનંદનો નાથ પ્રભુ શ્રુતના વિકલ્પોની આકુળતાને છોડીને નિરાકુળ આનંદરૂપે પર્યાયમાં પ્રગટ થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ સમ્યગ્દર્શન પ્રગટ થતાં નિરાકુળ આનંદનો સ્વાદ ભેગો જ હોય છે. અનાકુળ, કેવળ એક, આખા વિશ્વના ઉપર જાણે તરતો હોય તેમ જ્ઞાની નિજ આત્માને અનુભવે છે. કેવળ એકને જ અનુભવે છે એટલે કે આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ ત્યાં અનુભવમાં નથી. કેવળ એક એવો જે જ્ઞાયકસ્વભાવભાવ આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય એમ પરમાત્મરૂપ સમયસારને જ્ઞાની અનુભવે છે. વિકલ્પથી માંડીને આખો જે લોકાલોક તેનાથી ભિન્ન ભગવાન આત્મા તરતો હોય એમ જ્ઞાની અનુભવે છે. ભાઈ ! આ ભગવાનની સીધી વાણીનો સાર છે. કહે છે-આખા વિશ્વ ઉપર જાણે તરતો હોય એવો એટલે કે વિશ્વથી ભિન્ન પોતાને જ્ઞાની અનુભવે છે. ભિન્ન છું કે અભિન્ન છું એવો વિકલ્પ પણ એમાં ક્યાં છે? આ અનુભવ કરું છું એવું પણ ત્યાં અનુભવમાં નથી. પાણીનું ગમે તેટલું દળ હોય છતાં તુંબડી તો ઉપર તરે છે, તેમ વિકલ્પથી માંડીને આખા લોકાલોકથી ભગવાન આત્મા ભિન્નપણે જાણે તરતો હોય એવું જ્ઞાનીને અનુભવાય છે. સમજાય એટલું સમજો, બાપુ! બાર અંગનો સાર આ છે. સમ્યગ્દર્શન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એની આ વાત ચાલે છે. ચારિત્ર તો બહુ આગળની વાત છે, પ્રભુ! કહે છે ભગવાન આત્મા સદા સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે. (૫-૩૫૭). (૨૮૧) અહાહા..! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ત્રિકાળ પરમાનંદસ્વભાવી છે. પણ એ જણાય ક્યારે? આનંદના સ્વાદરૂપ સ્વસંવેદન પરિણતિ દ્વારા તે જણાય છે. પરમાનંદસ્વભાવી પ્રભુ આત્મા ત્રિકાળ અતિરૂપ છે; પણ પર્યાયમાં પરમાનંદના પરિણમન વિના, આનંદનો સ્વાદ (-સંવેદન) આવ્યા વિના આ અસ્તિ છે એમ પ્રતીતિમાં કેમ આવે ? અહાહા..! જેનો નમૂનો (-સ્વસંવેદન) આવે નહિ તો “એ આખી ચીજ આવી છે” એમ પ્રતીતિમાં ક્યાંથી આવે ? (૬-૨૩) (૨૮૨) અશુભભાવથી શુદ્ધતા ન થાય એ તો યથાર્થ જ છે, પણ શુભભાવના કાળમાં શુભભાવથી શુદ્ધતા થાય એવો તારો મત યથાર્થ નથી ભાઈ ! કેમકે શુભભાવ પણ અશુભની જેમ અશુદ્ધ જ છે. ત્યારે તે કહે છે-સમ્યગ્દર્શનનો નિર્વિકલ્પ અનુભવ તે થવા પહેલાં છેલ્લે શુભભાવ જ હોય છે ને! ભાઈ ! એ શુભભાવનો અભાવ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય છે, કાંઈ શુભરાગથી નિર્વિકલ્પ અનુભવ થાય છે એમ નથી. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વભાવનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૯ આત્માનુભૂતિ આશ્રય કરવાથી નિર્વિકલ્પ અનુભવ થાય છે. શુભભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી. સમજાણું કાંઈ.....! (૬-૩ર) (૨૮૩) આગમમાં એટલે ભગવાનની વાણીમાં-બાર અંગમાં સિદ્ધાંતમાં જ્ઞાનનું પરિણમન અર્થાત્ અનુભૂતિ કરવાનું જ વિધાન છે પણ રાગ કરવાનું વિધાન નથી. વ્યવહારનયથી વ્રત, તપ, શીલ, સંયમ પાળવાં એમ કથન આવે પણ નિશ્ચયથી એ રાગ કાંઈ વસ્તુ નથી; “અનુભૂતિ: દિ' એક માત્ર આત્માનુભૂતિ જ નિશ્ચયથી કરવા યોગ્ય કહી છે. સમયસાર નાટકમાં પણ કહ્યું છે કે અનુભવ ચિંતામનિ રતન, અનુભવ છે રસકૂપ; અનુભવ મારગ મોખકો, અનુભવ મોખરૂપ.” અહીં પણ એ જ કહ્યું કે- “અનુભૂતિઃ હિ” અનુભૂતિ જ- આત્માનો અનુભવ જ કરવો અર્થાત્ આનંદના વેદનમાં જ રહેવું-ઠરવું. ભગવાન આત્મા પોતે જ્ઞાન અને આનંદની મોટી ગાંઠડી છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન દ્વારા ખોલીને અનુભૂતિ જ કરવી. (૬-૧૦૩) (૨૮૪) પ્રશ્ન :- પણ એ રીતે મહાવરો-પ્રેકટીસ તો પડે ને? ઉત્તર :- ભાઈ ! રાગના વિકલ્પથી ભિન્નની (શુદ્ધ ચૈતન્યની) અંદરમાં પ્રજ્ઞા (ભેદવિજ્ઞાન) વડ પ્રેકટીસ કરે તે પ્રેકટીસ છે. આત્મા શુદ્ધ ચૈતન્યધન પ્રભુ એકલો પવિત્રતાનો પિંડ છે; તે પોતાનું સ્વ છે. ત્યાં પર તરફના રાગના વલણથી છૂટો એ સ્વ તરફના વલણની પ્રેકટીસ કરે તો તે જણાય એવો છે. વ્યવહારના-રાગના સાધન વડે ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી. (૬-૨૩૪) (૨૮૫). ભાઈ ! બધાનો સરવાળો આ છે કે- ભેદજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, રાગ અને વ્યવહાર કરતાં કરતાં નહિ. ભાઈ ! આ સમજવામાં તારું હિત છે હોં શરીર અત્યારે જુવાન સશક્ત હોય, કંઈક ભણી-ગણીને પંડિત થયો હોય, બોલતાં સારું આવડતું હોય અને બહારમાં કાંઈક આબરૂ હોય એટલે રોફમાં (મિથ્યાગર્વમાં) આવી જાય પણ જુવાની પીંખાઈ જશે બાપુ! અને બહારની પંડિતાઈ આત્માના અનુભવના કામમાં ખપ નહિ લાગે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાન પ્રગટ કરવાથી જ આત્માનુભવનું કાર્ય થશે, રાગને સાથે રાખીને (-સ્વામીત્વ રાખીને) એ કામ નહિ થાય. આવું જ વસ્તુ સ્વરૂપ છે. (૬-૪૦૨) (૨૮૬) અહાહા..! પરદ્રવ્યની ઈચ્છાથી જ્યાં ખસ્યો ત્યાં તે શુદ્ધજ્ઞાનદર્શનમય સ્વદ્રવ્યમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦ અધ્યાત્મ વૈભવ વસ્યો અને ત્યારે તેને શુદ્ધ આત્મદ્રવ્યની ઉપલબ્ધિ થઈ. પરદ્રવ્યની દૃષ્ટિ છોડીને અંતઃએકાગ્ર થતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યારે તે પરદ્રવ્યથી અતિકાન્ત થયો થકો-વેગળો પડ્યો થકો શુદ્ધસ્વરૂપમાં એવો મગ્ન થયો કે દૃષ્ટિ અને જ્ઞાન ત્યાં જ (આત્મામાં જ) જામી ગયાં એટલે ‘વિરે હવ' અલ્પકાળમાં જ તે પરમાત્મા થાય છે. આવી વાત છે. વિરે કહ્યું છે ને? તો કોઈને પ્રશ્ન થાય કે આમાં ક્રમબદ્ધ ક્યાં રહ્યું? અરે ભાઈ ! આવી સ્થિતિ અંદરમાં થાય તેને કેવળજ્ઞાન પામવાને લાંબો કાળ હોય નહિ એમ અહીં કહે છે. આત્માનો અનુભવ કરે તેના ક્રમમાં કેવળજ્ઞાન લેવાને અલ્પકાળ જ હોય છે. તે અલ્પકાળમાં સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. (આમાં કુમબદ્ધ વિરુદ્ધ તો કાંઈ નથી). (૬-૪૧૯) (૨૮૭) પોતાના જ્ઞાન, દર્શન આદિ અનંતગુણોથી પરિપૂર્ણ ભગવાન આત્મા ઈચ્છા રાગ અને પદ્રવ્યથી સદા ખાલી છે. એવું જ એનું સ્વરૂપ છે. એવા પોતાના સ્વરૂપમાં દષ્ટિ દઈને એકાગ્ર થતાં આત્માનુભવ પ્રાપ્ત થાય છે. એ આત્માનુભવમાં જ સ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે. તે કાળે કોઈ વિકલ્પ કે વિચાર ન હોય. વસ્તુ પોતે નિર્વિકલ્પ વીતરાગસ્વરૂપ છે; તેથી વીતરાગી પર્યાય પણ નિર્વિકલ્પ અનુભવમાં ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે. આવી નિર્વિકલ્પ વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાનની દશા પ્રગટ થઈ છે તે જીવ શુદ્ધદર્શનજ્ઞાનમય આત્માને પરદ્રવ્યથી ભિન્ન ચેતતો-અનુભવતો સ્થિર થઈને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મપદને પામે છે. અહો ! પંચમ આરાના મુનિ પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ મોક્ષની વાત કહે છે. એમ કહેતા નથી કે અત્યારે મોક્ષ નથી પણ આ વિધિ વડે મોક્ષ થાય છે એમ દિઢપણે કહે છે. (૬-૪૨૦) (૨૮૮). અહાહા......જ્ઞાન ને આનંદ જેનું રૂપ નામ સ્વરૂપ છે એવા ભગવાન આત્માનો અનુભવ કરતાં સર્વ ભેદભાવો મટી જાય છે. એટલે શું? એટલે કે આ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન ઇત્યાદિ જ્ઞાનની પર્યાયના ભેદ દષ્ટિમાં આવતા નથી; એક માત્ર ચિત્માત્ર સ્વરૂપનો અનુભવ રહે છે.... શું કહે છે? કે પોતાની જ્ઞાનની પર્યાયમાં જે વિશેષો-ભેદ પડે છે તે ભિન્ન ભિન્ન શેયના નિમિત્તે પડે છે. પરંતુ જ્યારે જ્ઞાનસામાન્યનો અર્થાત્ અખંડ એકરૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવનો સ્વાદ લેવામાં આવે છે ત્યારે બધા ભેદભાવ ગૌણ થઈ જાય છે; એક જ્ઞાન જ શેયરૂપ થાય છે; પોતાનું ત્રિકાળી સ્વરૂપ જ પર્યાયમાં શેયરૂપ થાય છે. અહાહાહા...! સ્વરૂપનો સ્વાદ લેવામાં આવતાં પરનું જાણવું જે અનેક પ્રકારે છે તે બધું ગૌણ થઈ જાય અને એક શુદ્ધ ચિત્માત્ર સ્વરૂપ જ શેયરૂપ થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૧ આત્માનુભૂતિ પ્રશ્ન:- સામાન્યનો સ્વાદ શું? ભોગવટો તો પર્યાયમાં થાય છે? સમાધાન- ભાઈ ! સામાન્યનો સ્વાદ ન આવે કેમકે સ્વાદ છે એ તો પર્યાય છે. પરંતુ ત્રિકાળી અભેદના લક્ષે પર્યાયમાં સ્વાદ આવ્યો તો સામાન્યનો સ્વાદ છે એમ અભેદ કરીને કહેવાય છે. તો શું ત્રિકાળીનું જ્ઞાન ને સ્વાદ પર્યાયનો? હા, ત્રિકાળીનો સ્વાદ ન હોય; પણ સામાન્યનું લક્ષ કરીને જે પર્યાયનો સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ છે એમ કહેવાય છે, બાકી સામાન્યના સ્વાદમાં સામાન્યનો અનુભવ નથી. વળી વિશેષનો (પર્યાયનો) એટલે વિશેષના લક્ષે જે સ્વાદ છે તે રાગનો આકુળતામય સ્વાદ છે અને સામાન્યનો સ્વાદ અરાગી નિરાકુલ આનંદનો સ્વાદ છે. સ્વાદ છે તો પર્યાય અને સામાન્ય કોઈ પર્યાયમાં આવતું નથી, સામાન્ય જે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તે પર્યાયમાં ન આવે પણ સામાન્યનું જેટલું ને જેવું સ્વરૂપ છે તેટલું ને તેવું પર્યાયમાં જ્ઞાનમાં આવે છે અને તેને સામાન્યનો સ્વાદ આવ્યો એમ કહેવાય છે. આવી વાત છે. અાહાહા...! કહે છે-એક જ્ઞાન જ શેયરૂપ થાય છે, અર્થાત જ્ઞાન નામ આત્મા જે ત્રિકાળી, એકરૂપ છે તે એક જ જ્ઞાનની પર્યાયમાં યરૂપ થાય છે, મતલબ કે બીજો જ્ઞય તે કાળે જ્ઞાનમાં આવતા નથી. શું કહ્યું આ? કે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખો જ્ઞાનસ્વરૂપી આત્મા શેયરૂપ થઈ જાય છે અને જ્ઞાનમાં જે પરય-રાગાદિ હતા તે છૂટી જાય છે. પ્રવચનસારમાં (ગાથા ૧૭ર માં) અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં ન આવ્યું કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય દ્રવ્ય તેને આલિંગન કર્યા વિના શુદ્ધ પર્યાય તે આત્મા છે એટલે કે આનંદની પર્યાય તે આત્મા છે, કેમકે સ્વાદમાં પર્યાયનો સ્વાદ આવે છે. છતાં સામાન્યના લક્ષ જે સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ કહેવામાં આવે છે. અને ભેદના લક્ષે જે સ્વાદ આવે તેને ભેદનો વિકારનો સ્વાદ કહેવામાં આવે છે. (૭–૧૬૫ ) (૨૮૯) અહાહા...! જાણગ-જાણગસ્વભાવી પ્રભુ આત્મ કર્મથી ખરેખર દુરાસદ છે; દુરાસદ એટલે દુપ્રાપ્ય છે એમ કહે છે. ભાઈ ! આ દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ કર્મકાંડથી આત્મા પ્રાપ્ત થવા યોગ્ય નથી. આવું ચોખ્ખું તો આચાર્ય કહે છે. (છતાં અરે! અજ્ઞાની વિપરીત કેમ માને છે?) રાગની ક્રિયાથી આત્મા દુરાસદ છે, અપ્રાપ્ય છે અર્થાત તેનાથી તે (આત્મા ) જાણી શકાય એવો નથી. અહાહાહા..! આત્મા વસ્તુ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મા છે. તે એક જ પ્રાપ્ત કરવાયોગ્ય-અનુભવવાયોગ્ય છે. પણ તે ઈન્દ્રિયોથી ગ્રાહ્ય નથી તથા રાગના ક્રિયાકાંડથી પણ તે ગ્રાહ્ય-પ્રાપ્ય નથી. એ તો એના અનુભવની પરિણતિમાત્રથી ગ્રાહ્ય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ અધ્યાત્મ વૈભવ આચાર્ય કહે છે-જગતના જીવો... જુઓ! સાગમટે નોતરું દીધું છે, બધાયને નોતરું છે; અનંત જીવરાશિ છે એમાંથી સાંભળનારા તો પંચેન્દ્રિયો જ છે, છતાં કહે છે જગત-જગતના જીવો નિરંતર આત્માનો અનુભવ કરવાનો સતત પ્રયત્ન કરો-ઉદ્યમ કરો; કેમકે તેના અનુભવથી જ પૂરણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકશે, બીજી રીતે નહિ. (૭-૨૧૧) (૨૯૦) અહીં તો ભગવાન દેવાધિદેવ અરિહંત-વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા-પરમગુરુ અને તેમના કેડાયતી સંતો-મુનિવરો એમ કહે છે કે પ્રભુ! તું એટલો જ સત્ય અનુભવ કરવા લાયક છો કે જેટલું જ્ઞાન છે. ભગવાન ! તું અમારી સન્મુખ પણ જોઈશ મા. પણ ભગવાન! આપ વીતરાગ સર્વજ્ઞ છો ને ? હા, પણ અમારી (-પરદ્રવ્યની) સન્મુખ જોતાં તને રાગ થશે. અને રાગનો અનુભવ કરવાલાયક નથી. અહાહા...! ભગવાન કહે છે કે અમારી ભક્તિ, સ્તુતિ, પૂજા ઇત્યાદિના રાગનો અનુભવ કરવાલાયક નથી કેમકે એ તો દુઃખનો-ઝેરનો અનુભવ છે. ભાઈ ! તારો આત્મા કે જે જ્ઞાનપ્રમાણ છે તેટલો જ તું સત્ય અનુભવ કરવાલાયક છો અર્થાત તારો જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે તે જ અનુભવ કરવાલાયક છે. (૭-૨૧૮) (૨૯૧) પ્રશ્ન- દ્રવ્ય વેદક ને પર્યાય વેધ એમ છે કે નહિ? સમાધાન:- ના, એમ નથી. પર્યાયમાં જ વેધ–વેદક છે. વેદાવાની લાયકાત (વેદાવાયોગ્ય ) જ્ઞાન-આનંદની પર્યાય છે ને વેદનાર પણ તે પર્યાય જ છે. દ્રવ્ય તો દ્રવ્ય છે; દ્રવ્યને ક્યાં વેદવું છે? દ્રવ્યને ક્યાં વેદાવું છે? ... ભલે દષ્ટિ દ્રવ્ય ઉપર છે પણ વેદન તો પર્યાયમાં છે. આત્મા વેદે છે એટલે કે પર્યાય વેદે છે-એમ અર્થ છે. આત્મા દ્રવ્યને વેદે છે ક્યાં? આત્મ (-પર્યાય) દ્રવ્ય-સામાન્યને તો અડતોય નથી. ભાઈ ! જે વેદન છે એ તો પર્યાયનું વેદન છે. (૭-૪૪૯) (૨૯૨). આત્મા (-પર્યાય) શુદ્ધ પર્યાયને વેદે છે. દ્રવ્ય-ગુણને શું વેદે? કેમકે દ્રવ્ય-ગુણ તો સામાન્ય, ધ્રુવ અક્રિય છે. તેથી તો કહ્યું કે જે સામાન્યને સ્પર્શતો નથી એવો શુદ્ધપર્યાય તે આત્મા છે. અહીં તો જે વેદનમાં આવ્યો તે (શુદ્ધપર્યાય) મારો આત્મા છે એમ કહે છે. સમકિતીની અભેદ એક ચૈતન્યરૂપ આત્મા ઉપર દષ્ટિ હોવાથી તેની પર્યાયમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિ ૧૦૩ અભેદપણે વેધ-વેદક વર્તે છે. અહાહા....! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે તેને જે નિર્મળ નિરાકુળ આનંદની દશા પ્રગટી તેને વેદનારોય (પર્યાય ) પોતે ને વેદનમાં આવનારી પર્યાય પણ પોતે; આવું ઝીણું... અહા ! નિર્મળાનંદનો નાથ અભેદ એક સચ્ચિદાનંદ પ્રભુ આત્મામાં દષ્ટિ અભેદ થતાં પર્યાયમાં નિર્મળ આનંદની દશા પ્રગટ થાય છે અને તેને વેધ-વેદકપણે વેદે છે એનું નામ ધર્મ છે. (વ્યવહા૨ધર્મ તો વેધ-વેદકથી ક્યાંય ભિન્ન રહી જાય છે). આવી વાત છે. (૭–૪૫૦) (૨૯૩) જુઓ, એક અચળ જ્ઞાન જ સદા વેદાય છે–એમ કહ્યું ને! ત્યાં અચળ તો ત્રિકાળી છે. (તે કાંઈ વેદાતું નથી). પણ અચળ જ્ઞાન ઉ૫૨ દષ્ટિ છે ને? માટે અચળ વેદાય છે એમ કહ્યું છે; બાકી વેદાય છે એ તો પર્યાય છે. આ તો મંત્રો બાપા! મોહનિદ્રામાંથી જગાડનારા આ મહા મંત્રો છે. જાગ રે જાગ ભાઈ! આવાં ટાણાં આવ્યાં ત્યારે સૂવું ન પાલવે નાથ ! અહા ! ભગવાન છો ને પ્રભુ! તું? આ બહારની રાગની ને સંયોગની-ધૂળની-મહિમામાં તું ભીંસાઈ ગયો ને પ્રભુ! ત્યાંથી હઠી જા, ને આ અચળ એક જ્ઞાન જ તારું સ્વરૂપ છે તેનો અભેદપણે અનુભવ કર. (૭-૪૫૨ ) (૨૯૪ ) પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન શબ્દે અહીં પોતાના આત્માનું ગ્રહણ છે. જેને આત્માના સ્વભાવની સત્તાનો અનુભવ થયો છે તે, નિજ સત્તાને સ્વીકારીને અનુભવે છે એમ કહે છે. આ ધર્મદશા છે. ભગવાન આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ સ્વયંસિદ્ધ સત્તા છે. સ્વયંસિદ્ધ નામ કોઈથી નહિ કરાયેલી એવી અનાદિ અનંત અકૃત્રિમ વસ્તુ ભગવાન આત્મા છે. તેને ધર્મી પુરુષે પોતાની દૃષ્ટિમાં લીધી છે. તેથી સ્વયં એટલે રાગની અપેક્ષા વિના, વ્યવહારના રાગની અપેક્ષા વિના, પોતાના સ્વાભાવિક જ્ઞાનને નિરંતર એટલે અખંડ ધારાએ-કોઈવાર રાગનો અનુભવ ને કોઈવાર જ્ઞાનનો અનુભવ એમ નહિ–પણ ખંડ ન પડે એમ અખંડધારાએ અનુભવે છે. અરે ભાઈ! પોતે પોતાથી જ સદા પોતાને પોતારૂપ અનુભવે છે અને પરથી કદીય નહિ એ મૂળ સિદ્ધાંત છે. શું ૫૨ વડે પોતારૂપ અનુભવ થાય? ન થાય. બાપુ! આ તો તારી મૂળમાં ભૂલ છે પ્રભુ! વસ્તુ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયકભાવ પરમપારિણામિક ભાવ છે. પારિણામિકભાવ તો ૫૨માણુંય છે. પણ આ તો શાયકભાવસ્વભાવ છે ને! તેથી તે પરમપારિણામિકભાવ શાશ્વત જ્ઞાયકભાવ છે. તેને જ્ઞાની સ્વયં એટલે પોતાથી જ -પોતાના આશ્રય-૫૨ના આશ્રય ને અવલંબન વિના જ અનુભવે છે. સદા અનુભવે છે એમ કહીને એમ કહ્યું કે- ‘રાગ મારો છે' એમ જ્ઞાની કદીય અનુભવતો નથી પણ ‘જ્ઞાન જ મારું છે’ – એમ સદા અનુભવે છે. સમજાણું કાંઈ... ? (૭–૪૫૭) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ અધ્યાત્મ વૈભવ (૨૯૫) | સિદ્ધભક્તિ એટલે? એટલે કે સદા સિદ્ધસ્વરૂપ એવા આત્માની અંતર-એકાગ્રતા. શુદ્ધ આત્માની એકાગ્રતારૂપ સિદ્ધભક્તિ છે. શું કહ્યું? કે ભગવાન આત્મા પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ, પૂરણ શાંતિ, પૂરણ સ્વચ્છતા એમ અનંત પૂરણ સ્વભાવોથી ભરેલો એવો શુદ્ધ સિદ્ધ પરમેશ્વર છે. આવા પોતાના સિદ્ધ પરમેશ્વરની-સિદ્ધ ભગવાન નહિ હોં-અંતર એકાગ્રતા તે સિદ્ધભક્તિ છે. અહા ! આ તો ભાષા જ જુદી જાતની છે ભાઈ ! અહા ! સમકિતી સિદ્ધભક્તિ કરે છે. કેવી છે તે સિદ્ધભક્તિ.? તો કહે છે–પોતે અંદરશુદ્ધ ચૈતન્યમય સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે તેનું ભજન કરે છે, તેનું અનુભવ કરે છે અને તે પરમાર્થે સિદ્ધભક્તિ છે. આ (પર) સિદ્ધ ભગવાનની ભક્તિ તે સિદ્ધભક્તિ-એમ નહિ, કેમકે એ તો વિકલ્પ છે, વ્યવહાર છે. (૭-૫૧૧) (૨૯૬) અહા ! અંદર સ્વરૂપમાં જાય તો એકલું ત્યાં અમૃત ભર્યું છે. પણ અજ્ઞાનીને સ્વરૂપની ખબર નથી અને તેથી તે રાગાદિને-ઝેરને જ વેદે છે-અનુભવે છે અને હું સુખી છું એમ માને છે. તો વાસ્તવિક શું છે? અહાહા... ! યથાર્થ ઉપદેશને પ્રાપ્ત થઈ કોઈ પરદ્રવ્યના નિમિત્તે થતા નૈમિત્તિક ભાવ-વિકારને છોડીને શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં અંતર્લીત થાય છે ત્યારે તેને શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટ થાય છે અને તેમાં તે નિરાકુલ આનંદને વેદ –અનુભવે છે. અહા! આવી નિજાનંદરસલીન દશા તે “નિજ ચાર્ટ” ને તે ધર્મ બાકી આ કરું-ને તે કરું એ બધા વિકલ્પ અધર્મ છે. -અહાહા..! અતીન્દ્રિય આનંદનું દળ ચિઘન ચિપિંડ પ્રભુ આત્માના અનુભવની નિજાનંદરસલીન-એવી દશા થાય છે ત્યારે, કહે છે, કર્મબંધન થતું નથી; નવાં કર્મ બંધાતા નથી, અને જૂના ઝરી જાય છે. આ જુઓ તો ખરા અનુભવની દશા ! બનારસીદાસે કહ્યું છે ને કે અનુભવ ચિંતામનિ રતન અનુભવ હૈ રસકૂપ; અનુભવ માગર મોખકો અનુભવ મોખરૂપ. લ્યો, આવું! અનુભવ મોક્ષસ્વરૂપ! હવે વ્યવહાર કરતાં કરતાં કર્મબંધન છૂટે એ ક્યાં રહ્યું? એમ છે જ નહિ. (૮-૩૭ર) (૨૯૭) પર તરફના લક્ષવાળા જે રાગાદિભાવો છે તે બંધ છે અને ભગવાન આત્મા ચૈતન્યલક્ષણ છે. અહા ! બંનેને લક્ષણભેદથી જુદા જાણી આત્માને અનુસાર આત્માનુંભવ કરવો તે ધર્મ છે. અનાદિથી રાગને અનુસરીને જે અનુભવ છે તે અધર્મ છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિ ૧૦૫ અને તે અનુભવ દુઃખરૂપ છે. પણ રાગથી જુદા પડી સ્વ-આશ્રયમાં રહી સ્વાનુભવ કરવો તે ધર્મ છે અને તે આનંદરૂપ છે. ચૈતન્યની જાણન પર્યાયને રાગથી ભિન્ન કરી સ્વાભિમુખ કરતાં જે સ્વાનુભવ થયો તે ધર્મ છે અને તેને અહીં પ્રજ્ઞાછીણી કહી છે. સમજાણું કાંઈ....? પ્રશ્ન- ચૈતન્યભાવને પરમ પારિણામિક ભાવ કહેવાય ને? ઉત્તર- પરમ પરિણામિક ભાવ છયે દ્રવ્યોમાં છે, માટે અહીં ચૈતન્યલક્ષણથી લક્ષિતા જ્ઞાયકભાવ જ લેવો. અહીં ! અનંતગુણમંડિત અને જ્ઞાયકભાવ-ચિત્માત્રભાવ જ આત્મા છે. આવા પોતાના સ્વસ્વરૂપમાં વર્તમાન પરિણતિને વાળવી-ઢાળવી તે ધર્મ છે. (૮-૪૧૨) (૨૯૮) ભાઈ ! તારા મોક્ષનું સાધન તારા પોતાનામાં જ છે. અહા ! તેને જાણ્યા વિના અજ્ઞાનભાવે શુભરાગને મોક્ષનું સાધન માનીને અનાદિકાળથી તે બંધનું-રાગનું જ સેવન કર્યું છે. પરંતુ રાગથી પાર અંતર્મુખ થયેલી જ્ઞાનચેતનારૂપ નિર્મળ નિર્વિકલ્પ અનુભૂતિ એ એક જ મોક્ષનું સાધન છે. અહો ! એ નિર્મળ સ્વાનુભૂતિની શી વાત? વચનાતીત અને વિકલ્પાતીત એનો મહિમા છે. માટે રાગથી સાવધાન થઈ ઉપયોગને અંદર સ્વરૂપમાં લઈ જા. અહા ! આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે ત્યારે આ રીતે જ પામે છે. સમજાણું કાંઈ? (૮-૪૧૭) (ર૯૯) જેમ અંતરમાં વળેલી જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે રાગને આત્માથી સર્વથા જુદો કર્યો હતો તેમ તે જ જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે શુદ્ધ આત્માને અનુભવવો. (૮-૪૨૪) (૩OO) - પ્રજ્ઞા-પ્ર એટલે વિશેષ-પ્રકૃષ્ટ જ્ઞાન. અહા! જે વર્તમાન જ્ઞાનની દશામાં દ્રવ્યનોનિત્યાનંદ ચૈતન્ય મહાપ્રભુ આત્માનો-અનુભવ થાય તે દશાને પ્રજ્ઞા કહે છે. સ્વાનુભવની સ્વસંવેદનજ્ઞાનની દશા તે પ્રજ્ઞા છે, તે રાગને છેદનારી છે માટે તેને પ્રજ્ઞાછીણી કહે છે. અહા ! પ્રજ્ઞા વડે આત્માને ચેતતાં-અનુભવતાં આત્મા રાગથી ભિન્ન પડી જાય છે. અર્થાત્ આ અનુભવાય છે તે ચેતનાલક્ષણ આત્મા હું છું અને એનાથી ભિન્ન આ રાગ છે તે બંધનું લક્ષણ છે એમ બંને ભિન્ન ભિન્ન જણાય છે. અહા! જેની સત્તામાં આ ચેતવું-જાણવું દેખવું છે તે ચેતક-ચેતનારો હું છું અને બાકીના સર્વ ભાવો પર છે એમ સ્વાભિમુખ જ્ઞાનની દશામાં આત્મા ભિન્ન અનુભવાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ અધ્યાત્મ વૈભવ રાગની દશાની દિશા પર તરફ છે અને પ્રજ્ઞા એટલે જ્ઞાનની દિશા સ્વ તરફ છે. દશાઅવસ્થા બેય છે, પણ બેયની દિશા-ભિન્ન છે, એકની પર ભણી અને બીજાની સ્વ ભણી. રાગ પરલક્ષી છે, ને જ્ઞાન-પ્રજ્ઞા સ્વલક્ષી (૮-૪૩૪) (૩(૧) સત્ ચિત્ જે આત્મા તે વસ્તુ, એનો ત્રિકાળી જે ચૈતન્યભાવ તે સ્વભાવ; એની સન્મુખ થઈ વર્તમાનમાં આ ચૈતન્યમાત્ર ભાવ તે હું-એમ અનુભવવો એનું નામ આત્માનું ગ્રહણ કરવું” છે. ચિત્ એ દ્રવ્ય-સ્વભાવ, ચેતના એ ગુણસ્વભાવ અને અનુભવ કરવો તે પર્યાયસ્વભાવ-એમ દ્રવ્ય ગુણ-પર્યાય ત્રણે આવી ગયાં. અહા ! જેને ધર્મ કરવો છે અર્થાત્ સુખી થવું છે તેણે નિમિત્ત, રાગ ને ભેદની દષ્ટિ દૂર કરીને, એ સર્વથી વિમુખ થઈ અભેદ એક ચૈતન્યમાત્ર આત્મામાં જ દષ્ટિ એકાગ્ર કરવી જોઈએ. (૮-૪૪૯) (૩૦) અહાહા..! આત્મા આનંદનો નાથ પ્રભુ અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી ભરચક (પૂર્ણ) ભરેલો છે. એના અનુભવની વાત બહાર વાણીમાં કેટલી આવી શકે ? માત્ર ઈશારા કરી શકાય. જેમ ગુગો ગોળ ખાય પણ સ્વાદ કેવો છે તે કહી શકે નહિ, તેમ એના આનંદનો સ્વાદ કહી શકાય એમ નથી. માટે હું ભાઈ ! સર્વ વિકલ્પનું લક્ષ છોડીને સ્વરૂપમાં અંતર્દષ્ટિ કર. બસ આ જ કરવા યોગ્ય છે; બાકી બધાં થોથેથોથાં છે. (૮-૫૦૭) (૩૦૩) અહા ! પુણ્યભાવને છોડી પાપમાં નાખવાનો શાસ્ત્રનો હેતુ નથી. હેતુ તો પુણ્યને પણ છોડી અંદર પરમ પવિત્ર પ્રભુ આત્મા છે તેનો અનુભવ કરાવવાનો છે, કેમકે આત્માનુભવથી જ નિરપણાપણું છે, કલ્યાણ છે. બાપુ! આ (-સ્વાનુભવ) વિના જેમ ઘાણીમાં તલ પીલાય છે તેમ ચારગતિના દુઃખમાં તું પીલાઈ જઈશ. ચારે ગતિ દુઃખરૂપ છે. ચૈતન્યલક્ષ્મીના ભાન વિના ક્યાં જાય ત્યાં દુઃખ જ છે. અહા ! નિજ સ્વરૂપલક્ષ્મીની જેને ખબર નથી. અને ધૂળનો (પુણ્યકર્મનો) જેને પ્રેમ છે એવા મોટા અબજોપતિઓ રાજાઓ અને દેવતાઓ પણ દુઃખી જ દુ:ખી છે. (૮-૫૦૮). (૩૦૪) જેનું અચળ પવિત્ર તેજ નિજરસના-ચિદાનંદરસના વિસ્તારથી ભરપુર છે એવો આ જ્ઞાનકુંજ પ્રભુ આત્મા પ્રગટ થાય છે અર્થાત્ સ્વસંવેદનમાં જણાય છે. બાપુ! અતીન્દ્રિય આનંદનું જેમાં વેદન થાય એવા સ્વસંવેદનમાં જ જણાય એવો ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે; સ્વાનુભવગમ્ય જ એનો સ્વભાવ છે. અહા ! જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા સ્થૂળ શુભરાગના ભાવથી જણાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિ ૧૦૭ એવી વસ્તુ નથી. અહા ! રાગ તો શું ચૌદ ગુણસ્થાનાદિના પર્યાયભેદથી પણ ભિન્ન એવો ભગવાન આત્મા એક સ્વાનુભવમાં-સ્વસંવેદનમાં જ પ્રગટ થાય એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ..? (૯-૮). (૩૦૫) જુઓ શુદ્ધ જીવ તે અંત:તત્ત્વ છે, ને રાગાદિ બાહ્ય તત્ત્વ છે. અભેદ તત્ત્વની અનુભૂતિમાં નિર્મળપર્યાયના ભેદો પણ નથી તે અપેક્ષાએ તેમને પણ બાહ્ય તત્ત્વ કહ્યા છે. નિયમસાર ગાથા ૩૮ માં એક શુદ્ધ આત્માને જ અંત:તત્ત્વ કહ્યું છે ને જીવાદિ તત્ત્વોને બાહ્ય તત્ત્વ કહ્યાં છે. મતલબ કે જીવાદિતત્ત્વો સંબંધી જે ભેદવિકલ્પ છે તેના વડે શુદ્ધ આત્મા અનુભવમાં નથી આવતો માટે તેઓ બાહ્ય તત્ત્વ છે, હોય છે. ભાઈ ! પર્યાયના ભેદો છે તે આદરણીય નથી, આશ્રય કરવાયોગ્ય નથી. એક માત્ર શુદ્ધ ત્રિકાળી એક જ્ઞાયકતત્ત્વમાં અભેદ થઈને અનુભવ કરવાયોગ્ય છે. અલબત્ત અનુભવ છે તે પર્યાય છે, પણ તે દ્રવ્યસ્વભાવની સન્મુખ થઈને તેનો આશ્રય કરે છે. આમ શાશ્વત શુદ્ધ જ્ઞાયક વસ્તુ ને તેની વર્તમાન અવસ્થા તે બંને પરસ્પર સાપેક્ષપણે આખો આત્મા-પદાર્થ છે. સમજાણું કાંઈ? (૯-૧૧૨) (૩૦૬ ) અરિહંત પરમાત્મા તો સાક્ષાત્ શુદ્ધાત્મસ્વરૂપ જ છે. ચોથે ગુણસ્થાને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને શુદ્ધાત્મસ્વરૂપ જ અનુભવે છે; માત્ર પ્રત્યક્ષ પરોક્ષનો જ ભેદ છે. કેવળજ્ઞાની આત્માને પ્રત્યક્ષ અનુભવે છે, જ્યારે શ્રુતજ્ઞાની પરોક્ષ અનુભવે છે. તેને આનંદનું વેદન છે તે અપેક્ષાએ આત્મા સ્વાનુભવ-પ્રત્યક્ષ છે એમ પણ કહીએ છીએ. (૯-૧૯૦) (૩૦૭) -આત્માને ત્રણ પ્રકારે દેખવો. દેખવો એટલે કે અંતર્મુખ થઈ અનુભવવો જેથી આત્મપ્રાપ્તિ થાય. અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી છે. તેને છોડીને અન્ય પરિગ્રહમાં સાવધાનપણે પ્રવર્તતું તે સંસાર-પરિભ્રમણનું કારણ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મસ્વરૂપમાં સાવધાન ન થતાં વ્રત, તપ, ભક્તિ, આદિના રાગના પરિણામમાં સાવધાનપણે પ્રવર્તતું તે અન્ય પરિગ્રહ છે. આ શરીર, મન, વાણી, ધન, સંપત્તિ ઇત્યાદિ તો ક્યાંય દૂરની ચીજ થઈ ગઈ. અહીં તો એની પર્યાયમાં જે વ્રત, ભક્તિ આદિના વિકલ્પ ઊઠે તે અન્ય વસ્તુ છે, અન્ય પરિગ્રહ છે. રાગમાં સાવધાનપણે પ્રવર્તવું અને તેના આચરણમાં-પાલનમાં રોકાઈ રહેવું તે મિથ્યાભાવ છે ભાઈ ! અરે ! પણ એણે રાગની મમતા આડ અંદર જ્ઞાયકસ્વભાવથી ભેરલો આનંદસાગર પ્રભુ પોતે છે તેને ખોઈ દીધો છે! અહં કહે છેશુદ્ધનયસ્વરૂપ અંદર ત્રિકાળી ભૂતાર્થ ભગવાન જિનસ્વરૂપ વિરાજે છે તેને સ્વસંવેદનમાં જાણવોવેદવો-અનુભવવો તે પ્રથમ નંબરનું દેખવું છે. તે ચોથ, પાંચમે, છેકે ગુણસ્થાને હોય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ અધ્યાત્મ વૈભવ અહાહા.....! પ્રથમ શુદ્ધનય વડે નિજ સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્ય-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને-ઉપયોગને ત્યાં જ થંભાવી દે, મઢી દે. આ બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું ઉપરથી ભૂમિકામાં અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે છે. ભાઈ ! તારા સ્વરૂપની અનંતી સમૃદ્ધિની તને ખબર નથી બાપુ! તેની મહિમાની શી વાત! એકવાર તેને જ્ઞાન-શ્રદ્ધાનમાં લે તો ન્યાલ થઈ જાય એવી ચીજ છે. અને પછી અંતર-એકાગ્રતાના અભ્યાસ વડે ઉપયોગને અંદર થંભાવી દે એવું તો શું કહેવું? એ તો કેવળજ્ઞાનને લાવી દે એવો અપાર અચિત્ય એનો મહિમા છે. આનું નામ ચારિત્ર અને આનું નામ દિગંબર મુનિદશા છે. અહાહા..! જ્યાં પંચમહાવ્રતનો વિકલ્પ પણ છૂટી જાય એવી નિર્વિકલ્પ અપ્રમત્તરૂપ મુનિદશા થાય તે બીજા નંબરનું દેખવું છે. આ વિના વ્રત-તપ-ભક્તિ ઇત્યાદિ બધું ધૂળધાણી ને વાપાણી જેવું છે. સમજાણું કાંઈ... ? વ્રત-ભક્તિનો અભ્યાસ કરવો એમ નહિ, પણ જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આ અભ્યાસ કરવો અર્થાત્ ઉપયોગને શુદ્ધ નિરંજન પૂર્ણ જ્ઞાનમાં થંભાવી દેવાનો અભ્યાસ કરવો એમ કહે છે. આ દેખવાનો બીજો પ્રકાર કહ્યો. શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે, કેમકે શ્રુતજ્ઞાન અમૂર્તિક આત્માને પ્રત્યક્ષ જાણતું નથી. આનંદનું વેદન પ્રત્યક્ષ થયું છે, પણ અમૂર્તિક પ્રદેશોને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ કરતું નથી. અંધ પુરુષ જેમ સાકર ખાય ત્યારે સ્વાદનું પ્રત્યક્ષ વેદન આવે, પણ સાકરનો ગાંગડો પ્રત્યક્ષ ન દેખાય, તેમ શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે. જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે. આ ત્રીજા પ્રકારનું દેખવું છે. આ સ્થિતિમાં જ્ઞાન શુદ્ધ નિર્મળ નિરંજન ઉપયોગરૂપ થયું થયું સર્વનું પ્રત્યક્ષ દેખનાર જાણનાર છે; તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. અહીં ચૈતન્ય જ્યોતિ સર્વને સંપૂર્ણ પ્રત્યક્ષ કરતી ઝળહળ-ઝળહળ પ્રગટ થઈ જાય છે. આ મોક્ષદશા છે. આમ પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું તે ત્રીજા પ્રકારનું દેખવું છે. આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે. તે સર્વજ્ઞપણું અંતર-એકાગ્રતાનો દઢ-ઉગ્ર અભ્યાસ કરીને પ્રગટ કરવું એમ ઉપદેશ છે. (૧૦-૨૧૦). (૩૦૮) અહાહા....! શુદ્ધ ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન પોતે છે તેમાં એકાગ્ર થઈને, કહે છે, શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત. અહીં! આ પુણ્ય-પાપના ભાવ તો વિપદા છે, તે અપદ છે, તે સારું રહેવાનું ને ચેતવાનું સ્થાન નથી. જ્ઞાન ને આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ તે નિજપદ છે. તેનો અનુભવ કર, તે એક જ અનુભવવાયોગ્ય છે. આવી વાત ! (૧૦-૨૫૪) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૯ ( ૩૦૯ ) જુઓ, શું કહે છે ? કે દ્રવ્યલિંગમાં જેને મમત્વ છે તે અંધ છે, અર્થાત્ સ્વપરનો વિવેક કરનાાં નેત્ર તેને બીડાઈ ગયાં છે. તેમને શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ જ થતો નથી. દ્રવ્યલિંગથી-ક્રિયાકાંડથી મારું કલ્યાણ થશે એવી માન્યતા આડે તેને પોતાના પ૨માત્મસ્વરૂપનો અનુભવ જ થતો નથી. (૧૦–૨૮૨ ) ( ૩૧૦ ) વ્યવહા૨ને જ પરમાર્થ માનીને કોઈ અનુભવે છે તો, કહે છે, તેઓ સમયસારને જ અનુભવતા નથી. આ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ–એમ વ્રતના લિકલ્પ, શાસ્ત્રભણતરનો ભાવ અને દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા-તેને જ પરમાર્થ જાણીને અનુભવે છે તેઓ શુદ્ધ દ્રવ્યને-નિજ સમયસારને જ અનુભવતા નથી. (૧૦–૨૮૮ ) ( ૩૧૧ ) ભાઈ! એકવાર નિર્ણય કરી શ્રદ્ધામાં તો લે કે વ્યવહાર ક્રિયાકાંડની ક્રિયા આત્મરૂપ નથી. આ સિવાય કોઈ લાખ ક્રિયા કરે તોપણતેઓ નિજ જ્ઞાનાનંદ-સહજાનંદ સ્વરૂપને અનુભવતા નથી; તેઓ રાગને-દુ:ખને જ વેદે છે. એક સમયની પર્યાયમાં જેમનું લક્ષ છે તેમની રમત રાગમાં છે, અંદરમાં ચૈતન્યચિંતામણિ પોતે છે તેને તેઓ અનુભવતા નથી. ૫૨માર્થ વસ્તુ અંદર પોતાનું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. તેને જેઓ ૫૨માર્થબુદ્ધિથી અનુભવે છે, તેનાં જ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે છે તેઓ જ સમયસારને અનુભવે છે; અર્થાત્ તેઓ જ મોક્ષમાર્ગ અને તેનું ફળ જે મોક્ષ તેને પ્રાપ્ત થાય છે. (૧૦–૨૮૯ ) (૩૧૨ ) અહાહા.....! કહે છે-અનમ્ અત્તમ્' બસ થાઓ, બસ થાઓ, ઘણું કહેવાથી ને ઘણા બધા વિકલ્પોથી બસ થાઓ. એમ કે બાર અંગનો સાર તો આ જ છે કે પરમાર્થને એકને જ નિરંતર અનુભવો. લ્યો, ચારે અનુયોગનો આ સાર છે. આહાહા...! પૂર્ણાનંદનો નાથ અભેદ એકરૂપ અંદર ધ્રુવ ત્રિકાળ છે તે એકને જ આલંબો. ભેદની વાત તો ઘણી સાંભળી, હવે એનાથી શું કામ છે? ૫૨માર્થ એક અભેદને જ ગ્રહણ કરો. અહીં આટલું જ કહેવાનું છે કે–વ્યવહા૨ના દુર્વિકલ્પોથી બસ કરી-થંભી જઈ અભેદ એક શુદ્ધદ્રવ્યને જ નિરંતર અનુભવો. વચ્ચે ભેદના વિકલ્પ આવે ખરા, પણ એ તો અભેદને જાણવા માટે છે. માટે કહે છેભેદના વિકલ્પ મટાડી અભેદ એક નિશ્ચય શુદ્ધ વસ્તુની દૃષ્ટિ કર, તેને પકડ અને તેનો જ નિરંતર અનુભવ કર. જુઓ, આ કેવળી ૫રમાત્માને અનંતી શક્તિની વ્યક્તિ પર્યાયમાં પ્રગટ થઈ છે તે અંદર જે છે તે પ્રગટ છે. તેમ બધી અનંતી શક્તિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ અધ્યાત્મ વૈભવ ભગવાન! તારામાં ત્રિકાળ પડી છે. તેની દષ્ટિ કર અને તેના આલંબને તેનો જ નિરંતર અનુભવ કર. તેના જ ફળમાં સાદિ-અનંત સમાધિસુખ પ્રગટે છે. અહાહા..! ભગવાન! તું અંદર અનાદિ અનંત શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છો; તે એકનો જ અનુભવ કર. તેનું ફળ સાદિઅનંતકાળ અનંત આનંદ છે. તેથી કહે છે–સર્વ વિકલ્પ મટાડીને અખંડાનંદ પ્રભુ એકનો જ નિરંતર અનુભવ કરો... અહો ! ચૈતન્ય ચમત્કારથી ભરેલી પરમ અદભુત વસ્તુ અંદર આત્મા છે. અંદર વસ્તુ અજબ-ગજબ છે હોં. જેનો ક્યાંય અંત નથી એવું અનંત અનંત વિસ્તરેલું આકાશ છે. તેના અનંતા ક્ષેત્રનું જેમાં જ્ઞાન થઈ જાય એવો અચિંત્ય આત્માનો જ્ઞાનસ્વભાવ છે. અહીં કહે છે - આવા ભગવાન આત્માને એકને જ અનુભવો. (૧૦-૨૯૧) (૩૧૩) અહાહા..! નિજરસથી ભરપુર જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવા માત્ર જે સમયસાર તે જ એક સારભૂત છે, એના સિવાય બીજું કાંઈ સારભૂત નથી. અહાહા...! અનંત અનંત શક્તિના વિસ્તારથી પૂર્ણ પ્રભુ આત્મા છે, તેમાં નજર કરી અંતર્નિમગ્ન થતાં અંદર પર્યાયમાં આનંદનો નિધાન પ્રગટ થાય છે. જેમ પાતાળમાંથી ઝરા ફૂટે તેમ સ્વસ્વરૂપમાં નિમગ્ન થતાં અંદર ચૈતન્યના પાતાળમાં અતીન્દ્રિય આનંદના ઝરા ફૂટે છે; આનું નામ સ્વાનુભવ દશા ને આ મોક્ષમાર્ગને પૂર્ણ થયે આ જ મોક્ષ છે. (૧૦-૨૯૪) (૩૧૪) આત્મા ચૈતન્ય વસ્તુ છે તે દ્રવ્ય છે. તેમાં અનંત શક્તિઓ છે. શક્તિનું પરિણમન થાય તે પર્યાય છે. અને જે વેદના થાય તે પર્યાયમાં થાય છે, શક્તિ તો નિત્ય ધ્રુવસ્વરૂપ છે. તેમાં કાર્ય નથી, કાર્ય પર્યાયમાં થાય છે. વેદન અનુભવ પર્યાયમાં થાય છે. “અનુભવ કરો, અનુભવ કરો' –એમ કેટલાક કહે છે. પણ બિચારાઓને અનુભવ શી ચીજ છે એની ખબર નથી. નિરાકુલ આનંદનું વદન થાય તે અનુભવ છે, અને તે પર્યાય છે. જુઓ, પર્યાયમાં દુઃખ છે, દ્રવ્ય-ગુણમાં દુઃખ નથી. સ્વાનુભવ કરતાં પર્યાય જે દુઃખ છે તેનો નાશ થાય છે, ને આનંદના વેદનની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. પણ હવે વેદાંતીઓની જેમ પર્યાયમાં શું ચીજ છે એનીય ખબર ન મળે અને અનુભવની વાત કરે, પણ તેને અનુભવ શી રીતે થાય? એને તો દુઃખનો જ અનુભવ રહે. ભાઈ ! ઉપયોગની દશાને અંતર્મુખ-સ્વાભિમુખ કર્યા વિના સ્વાનુભવની દશા પ્રગટતી નથી. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વસ્તુ જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ. (૧૧-ર૬) (૩૧૫) અરે ભાઈ ! સ્વાનુભવપ્રત્યક્ષ આત્મદ્રવ્ય છે; પરોક્ષ રહે એવો એનો સ્વભાવ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિ ૧૧૧ નથી. આત્માનો અનુભવ પ્રત્યક્ષ થાય છે. સ્વાનુભવ કાળે આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં તન્મય થયો થકો પોતે પોતાને સ્પષ્ટ પ્રત્યક્ષ વેદે છે, ને આનું નામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને ધર્મ છે. મતિ-શ્રુતજ્ઞાનમાં આ રીતે આત્મા પ્રત્યક્ષ વેદનમાં-જાણવામાં આવે છે. વસ્તુના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતાં અર્થાત્ ધ્યાવતાં ભિન્ન આત્માનો અનુભવ થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એકલા રાગ અને પુણ્ય-પાપનો વિચાર કરે એ તો પરપ્રકાશક મિથ્યાજ્ઞાન છે. રાગ અને પર્યાય પ્રતિ તો અનાદિથી ઝૂકી રહ્યો છે. અહા ! તે તરફનું લક્ષ છોડી જ્ઞાનને પોતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ ઝુકાવવાથી તે જ્ઞાનની દશામાં આત્મા પ્રત્યક્ષ થાય છે, અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ભાઈ ! તારા આત્માનો પ્રકાશસ્વભાવ છે તેમાં પરોક્ષપણાનો અભાવ છે. સમકિતીને આત્મસ્વભાવનું અંશે પ્રત્યક્ષ સંવેદન પ્રગટ થયું હોય છે. તને સાધકદશામાં પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન પ્રગટયું નથી, ને પરોક્ષજ્ઞાન પણ વર્તે છે. સ્વરૂપના ઉગ્ર આલંબને જેમ જેમ તેને આત્માનું પ્રત્યક્ષ સ્વસંવેદન વધતું જાય છે તેમ તેમ પરોક્ષપણું છૂટતું જાય છે ને અંતે પરોક્ષપણાનો સર્વથા અભાવ થઈ પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન કેવળજ્ઞાન પ્રગટ થાય છે, આ પ્રકાશશક્તિની પરિપૂર્ણ પ્રગટતા છે જેમાં એકલી પૂર્ણ પ્રત્યક્ષતા જ છે. આ રીતે -અજ્ઞાનીને સર્વથા પરોક્ષ જ જ્ઞાન હોય છે, -સમકિતીને, સાધકને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન હોય છે, ને સાથે ક્રમે અભાવરૂપ થતું પરોક્ષપણું પણ હોય છે, ને -કેવળીને સર્વપ્રત્યક્ષપણું-પૂર્ણ પ્રત્યક્ષપણું હોય છે. આવી વાત ! ભાઈ ! ગુપ્ત રહે એવું આત્મસ્વરૂપ જ નથી. પણ તને અનંતશક્તિસંપન્ન નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ આવે ત્યારે ને? લોકોમાં કહેવાય છે કે વિશ્વાસે વહાણ તરે. તેમ તું અનંતગુણધામ નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ લાવી અંતર્મુખ થા, તેમ કરવાથી આત્માનું વહાણ તરીને પાર ઊતરી જશે. અહા ! આ અનંત જન્મમરણના અંત કરવાની વાત બાપા! બાકી દયા, દાન આદિ ભાવના ફળમાં તો તું ભવભ્રમણ કરશે. દયા, દાન આદિ ભાવ વડે કદાચ તું સ્વર્ગે જઈશ તો ત્યાં પણ સમ્યગ્દર્શન વિના દુ:ખી જ થઈશ અને મરીને અંતે નર્ક-નિગોદમાં ચાલ્યો જઈશ. ભાઈ! સ્વર્ગના ભાવ પણ તે અનંત કર્યા છે. અને ત્યાંથી નીકળી ભવભ્રમણમાં તું નિગોદમાં ઊપજ્યો ત્યાં પણ અનંત ભવ કર્યા, સ્વર્ગ કરતાં એકેન્દ્રિયમાં અસંખ્યગુણા અનંતા ભવ જીવે કર્યા છે. એક શ્વાસમાં અઢાર ભવ નિગોદમાં થાય છે. આવા અનંતાનંત ભવ નિગોદમાં કર્યા છે. અહા ! આવા ભવના દુઃખથી મુક્ત થવું હોય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ અધ્યાત્મ વૈભવ તો અનંત શક્તિવાન એવા ધૃવ નિજ આત્મદ્રવ્યમાં દષ્ટિ લગાડી દે. શક્તિ અને શક્તિવાન એવા ભેદનું પણ લક્ષ છોડી ત્રિકાળી દ્રવ્યમાં દષ્ટિ કર, તેથી તારા જ્ઞાનપર્યાયમાં આત્મા પ્રત્યક્ષ થશે. સ્વસંવેદનમાં સ્વયં આત્મા પ્રત્યક્ષ થાય એવો જ એનો પ્રકાશસ્વભાવ છે. (૧૧-૭૬) (૩૧૬) શક્તિઓના ભેદના લક્ષે સ્વાનુભવરસ પ્રગટતો નથી, અભેદ એક જ્ઞાયકના જ લક્ષ સ્વાનુભવરસ પ્રગટે છે, તે ત્યારે શક્તિઓની યથાર્થ પ્રતીતિ થાય છે. અહા ! અનંત ગુણના ભિન્ન ભિન્ન લક્ષણ હોવા છતાં “આત્મા” –એમ કહેતાં તેમાં બધા ગુણ એક સાથે સમાઈ જાય છે. અહા ! આવા અભેદ એરૂપ ચિન્માત્ર સ્વરૂપ આત્મામાં અંતર્મુખ થઈ પરિણમતા સ્વાનુભવની દશા પ્રગટ થાય છે, ને તેમાં આત્મા અને તેના અનંત ધર્મોની સાચી પ્રતીતિ થાય છે. આવી વાત છે. આ તો ધર્મકથા છે બાપુ! સાવધાન થઈને સમજવું. યુક્તિ, આગમ અને અનુભવથી ભગવાન આત્મા ને તેના અનંત ધર્મોનો યથાર્થ નિર્ણય થાય છે. પરંતુ જેઓ સ્વસમ્મુખ થઈ આત્મવસ્તુનો નિર્ણય કરતા નથી તેમને અનંત ધર્મોનો નિશ્ચય થતો નથી. તેમને અનંતશક્તિમય આત્મા ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં નહિ હોવા બરાબર જ છે, કેમકે તેમને શક્તિઓ ઉલ્લસતી નથી, જ્ઞાન ઉલ્લસતું નથી, આનંદ ઉલ્લસતો નથી. સમજાય છે કાંઈ? “અહો! હું તો અનંત ધર્મમય એકભાવસ્વરૂપ જ્ઞાયકમાત્ર આત્મા છું' -આમ નિર્ણય કરી જ્યાં અંતર્મુખ થયો ત્યાં અંતઃપુરુષાર્થની જાગૃતિપૂર્વક શક્તિઓ પર્યાયમાં ઉલ્લસે છે, અને તેનો ભેગો એકરસ સ્વાનુભવમાં-વેદનમાં આવે છે. આનું નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે, અને આ મારગ છે. (૧૧-૧૩ર) (૩૧૭) જે શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરે, વ્રતાદિનું અભિમાન કરે તેને અનુભવરસ પ્રગટતો નથી. અમે વ્રત કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, જીવોની દયા પાળીએ છીએ એમ મોહમદ વડે જે મતવાલા છે તેઓ અનુભવથી બહાર રહી જાય છે, બહિરાભા રહી જાય છે. પરંતુ પરના મમત્વથી ભિન્ન પડી, પોતાના એકત્વસ્વરૂપ એક જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેમને આત્માનુભવ પ્રગટ થાય છે, તેઓ ધરાઈને અનુભવ-રસ પીએ છે, આનંદરસ પીએ છે. પશુને ખીલા સાથે બાંધે તો પછી તે ફરી શકે નહિ. તેમ આત્માને એકત્વરૂપ ધ્રુવના ખૂટે બાંધી દીધો હોય તો તે પરિભ્રમણ ન કરે. અહાહા..! ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ સ્વયં અતીન્દ્રિય આનંદમય ધ્રુવ ખૂટો છે. તે ધ્રુવને ધ્યેય બનાવી તેનું જે ધ્યાન કરે છે તેને એકલા આનંદનો સ્વાદ આવે છે, તેને સ્વાનુભવરસ પ્રગટ થાય છે. હવે તે ચાર ગતિમાં પરિભ્રમણ નહિ કરે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિ ૧૧૩ હું ધ્રુવ છું-એમ ધ્યેય તરફનો વિકલ્પ કરવાની આ વાત નથી. ધ્રુવ તરફ પર્યાય લક્ષ કરી પરિણમે એમ વાત છે. પર્યાય, પરસન્ખતા છોડી સ્વસમ્મુખતા–ધ્રુવ એક જ્ઞાયકની સન્મુખતા કરી પરિણમે છે એવી વાત છે. અહા! ધ્રુવને લક્ષમાં લેનારી પર્યાય ધ્રુવ સાથે એકમેક થઈ છે, હવે તે પરિભ્રમણ કરશે નહિ. જે છૂટા ફરે છે, સ્વદ્રવ્યથી ભિન્ન જે રાગાદિ વિકાર સાથે ને પરદ્રવ્ય સાથે એકમેક થઈ પરિણમે છે તે જીવ ચાર ગતિમાં પરિભ્રમે છે; પરંતુ રાગથી ભિન્ન અંદર પોતે આનંદકંદ એક જ્ઞાયક પ્રભુ છે ત્યાં દષ્ટિ લગાવી પર્યાયને ધ્રુવ ખૂંટા સાથે બાંધી દીધી તે હવે ભવમાં ભટકશે નહિ, વિકારમાં ભટકશે નહિ. તે હવે નિર્ભય અને નિઃશંક છે, વિકારનો ને ભવનો નાશક છે; અલ્પકાળમાં જ તે મુક્તિ પામશે. સમજાણું કાંઈ...! (૧૧-૧૫૦) (૩૧૮) વસ્તુમાં નિત્ય, અનિત્ય; એક, અનેક ઇત્યાદિ ધર્મો છે, તથા સામાન્ય દ્રવ્યસ્વરૂપથી એકરૂપ અને વિશેષ અપેક્ષા ભેદરૂપ એમ વસ્તુ છે. તથાપિ (આ રીતે વસ્તુને પ્રથમ જાણીને) વસ્તુને સર્વશક્તિમય અભેદ એક જ્ઞાનમાત્ર અનુભવે છે તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. હું એક ચૈતન્યમાત્ર વસ્તુ છું એવી દષ્ટિ કરીને વસ્તુમાં એકાગ્ર થઈ પરિણમવું એનું નામ ધર્મ છે; એનું નામ આત્માની સ્વીકૃતિ ને ઓળખાણ છે, ને એ જ સ્વાનુભવ છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે. શુદ્ધનયના વિષયભૂત અભેદ એક શુદ્ધ ચૈતન્યમાત્ર નિજ વસ્તુનું આલંબન લઈ જ્ઞાની એમ અનુભવે છે કે –દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી હું મને ખંડતો નથી. દ્રવ્યથી જુદો, ક્ષેત્રથી જુદો, કાળથી જુદો ને ભાવથી જુદો-એમ હું મને ખંડખંડરૂપ અનુભવતો નથી. દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ-બધું જ અભેદપણે સમાય છે એવો હું પોતાને અખંડ અનુભવું છું. દ્રવ્યથી શું, ક્ષેત્રથી શું, કાળથી શું, ભાવથી શું-હું તો આખી અખંડ એક જ વસ્તુને અનુભવું છું. વસ્તુમાં એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ ( અવસ્થા) અને એના ભાવ ( ગુણ ) જુદા જુદા છે એમ છે જ નહિ. (૧૧-૨૪૭) (૩૧૯) એમ જીવદ્રવ્યને (એક અખંડ વસ્તુને) દ્રવ્યથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ક્ષેત્રથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, કાળથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ને ભાવથી જુઓ તોય એ ત્રિકાળી અખંડ વસ્તુ છે. એક અખંડ ચૈતન્યવહુ દ્રવ્યથી જુદી, ક્ષેત્રથી જુદી, કાળથી જુદી, ને ભાવથી જુદી એમ છે નહિ. દ્રવ્ય જુઓ તો ક્ષેત્ર-કાળ-ભાવ છે, ક્ષેત્ર જુઓ તો દ્રવ્યકાળ-ભાવ છે, કાળથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ છે, ને ભાવથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય અભેદ એક વસ્તુ છે... Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ અધ્યાત્મ વૈભવ શુદ્ધનયથી જોવામાં આવે તો એટલે કે અભેદ એક દ્રવ્યને જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી; એટલે કે વસ્તુ અભેદ જ અનુભવમાં આવે છે. જુઓ આ જ્ઞાનની અનુભૂતિ ! ધર્મી-જ્ઞાની પુરુષ અખંડ એક વસ્તુમાં ભેદ પાડતો-જોતો નથી. એક વસ્તુને દ્રવ્ય કહો તોય એ, ક્ષેત્ર કહો તોય એ, કાળ કહો તોય એ; ને ભાવ કહો તોય એ, જ્ઞાની પોતાની જ્ઞાનમાત્ર વસ્તુને એક અભેદપણે ગ્રહણ કરે છે, ખંડખંડ કરી જોતો અનુભવતો નથી. વસ્તુ-દ્રવ્ય કહો તોય એ દ્રવ્ય, ક્ષેત્ર કહો તોય અસંખ્યાત પ્રદેશી એ દ્રવ્ય, કાળ કહો તોય એ ત્રિકાળી દ્રવ્ય, ને ભાવ કહો તોય એ જ્ઞાનમાત્ર દ્રવ્ય-એમ ચારેથી જોતાં જ્ઞાની અભેદ એક નિર્વિકલ્પ વસ્તુમાત્ર જ દેખે છે. અંતદષ્ટિમાં ભેદ નથી, એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે. આવી વાત ! સમજાણું કાંઈ...? (૧૧-૨૪૮) (૩૨૦) નિર્વિકલ્પ અનુભવમાં, શુદ્ધોપયોગની દશામાં એકલો આનંદ અને શુદ્ધતા જ છે. તે કાળે રાગ દેખાતો નથી. નિર્વિકલ્પ ઉપયોગના કાળે અબુદ્ધિપૂર્વકનો રાગ છે, પણ એ ખ્યાલમાં આવતો નથી. નિર્વિકલ્પ ઉપયોગમાં શુદ્ધતાનું જ વેદન છે, તે કાળે અબુદ્ધિપૂર્વકના રાગને ઉપયોગ જાણી શકાતો નથી. (૧૧-૨૫૪) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩. શુદ્ધોપયોગ ( ૩૨૧ ) ૧. ‘શુદ્ધમ અવલંવનસ્વાત્।' ત્રિકાળી જ્ઞાનકસ્વરૂપ જે ધ્રુવ તેના અવલંબનથી શુદ્ધપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે. ૨. ‘શુદ્ધ ધ્યેયસ્વાત્’ અશુદ્ઘનય ભલે બારમા ગુણસ્થાન સુધી હો, પૂર્ણ શુદ્ધતા ભલે હજી ન હો, પણ જ્યાં પૂર્ણાનંદ શુદ્ધને ધ્યેય બનાવી પર્યાય પ્રગટી ત્યાં શુદ્ધોપયોગરૂપ ધર્મ હોય છે. ૩. ‘ શુદ્ધ સાધત્વાત્।' શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે-તેને સાધન કરતાં પર્યાયમાં શુદ્ધપયોગરૂપ ધર્મ પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનથી નીચે અશુદ્ઘનયનું સ્થાન છે તોપણ શુદ્ધનું આલંબન, શુદ્ધનું ધ્યેય, અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે-અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને એ જ ધર્મ છે. વીતરાગી પર્યાયનું નામ જૈનધર્મ છે. ( ૧૯૮૪ ) (૩૨૨ ) અબદ્દસૃષ્ટને અબદ્ધસૃષ્ટ સ્વભાવ દેખાતો નથી. અબદ્ધસૃષ્ટ એ તો ત્રિકાળી વસ્તુ છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે અબદ્ધસૃષ્ટનો અનુભવ થાય છે. એને શુદ્ધપયોગ કહે છે. ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનું જિનશાસન એ શુદ્ધપયોગ છે. એ શુદ્ધોપયોગ આત્માને અબદ્ધત્કૃષ્ટ એટલે બંધરહિત અને ૫૨ના સ્પર્શરહિત, અન્યપણા રહિત નામ અનેરી નરનારકાદિ ગતિ રહિત, ચળાચળતા રહિત કહેતાં વૃદ્ધિ-હાનિ રહિત, વિશેષ રતિ એટલે ગુણ-ગુણીના ભેદ રહિત અને અન્યના સંયોગ રહિત એટલે કર્મ અને કર્મના નિમિત્તે જે વિકાર, દુઃખ થાય છે એનાથી રહિત એમ પાંચ ભાવોથી રહિત દેખે છે. (૧–૨૨૫ ) (૩૨૩) અત્યારે વળી કોઈ કહે છે કે-શુદ્ધોપયોગ તો અત્યારે છે જ નહિ, શુભોપયોગ જ છે. અરે ભાઈ! જો શુદ્ધપયોગ નથી તો સ્વ-અનુભૂતિ જ નથી, કેમકે ચોથે ગુણસ્થાને જે અનુભૂતિ થાય છે તે શુદ્ધોપયોગમાં જ થાય છે. તેથી જો શુદ્ધોપયોગ ન હોય તો, એ અર્થ થયો કે ત્યાં ચોથું ગુણસ્થાન જ નથી; છઠ્ઠું તો ક્યાંય રહ્યું, શુદ્ધપયોગ વિના તો ચોથું ગુણસ્થાનેય નથી. અહા ! પણ અજ્ઞાનીને ક્યાં જવાબદારીથા વાત કરવી છે? એને તો વાદવિવાદ કરવો છે. પણ ભાઈ ! વાદવિવાદથી કાંઈ સાધ્ય નથી. સમજાણું કાંઈ...? ( ૭–૩૩૬ ) Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ અધ્યાત્મ વૈભવ (૩૨૪) –અપ્રતિક્રમણદિરૂપ ત્રીજી ભૂમિ છે તે સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિ-પ્રાસિરૂપ છે. વળી તે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરવાવાળી છે. તેથી તે ત્રીજી ભૂમિકા સ્વયં સાક્ષાત્ અમૃતકુંભ છે. અહાહા....! શુદ્ધોપયોગરૂપ ભૂમિકા જેમાં નિર્મળ રત્નત્રય પાકે છે તે સાક્ષાત્ અમૃતકુંભ છે. અહા ! આવી ત્રીજી ભૂમિકાવાળા ધર્મી પુરુષને જે દ્રવ્યપ્રતિક્રમણાદિ હોય છે તેને વ્યવહારથી અમૃતકુંભપણું પ્રાપ્ત થાય છે. ખરેખર તે અમૃતકુંભ છે એમ નહિ, પણ સાક્ષાત્ અમૃતકુંભનો સહકારી છે તેથી તેને અમૃતકુંભ ઉપચારથી કહેવામાં આવે છે. (૮-૫૦૭) (૩૨૫) શુદ્ધપયોગરૂપ ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે, બીજી રીતે નહિ, વ્યવહારરત્નત્રયથી નહિ. જ્યાં શુદ્ધોપયોગ નથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી ત્યાં સર્વ ક્રિયાકાંડ અપરાધ જ છે. વ્યવહાર પ્રતિક્રમણ, સામાયિક, પ્રૌષધ, દયા દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ સર્વ, શુદ્ધપયોગના અભાવમાં, અપરાધ જ છે, ઝેર જ છે. માટે શુભાભાવ ભાવોથી રહિત ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું સિદ્ધ થાય છે. આ ન્યાયથી-લોજીકથી સિદ્ધ થયું કે શુદ્ધોપયોગથી જ નિરપરાધપણું છે. એ સિવાય પુણ્યની ક્રિયાઓથી જેમાં દોષોનો નાશ થાય એવું નિરપરાધપણું છે નહિ. પુણ્યની ક્રિયાથી દોષનો નાશ સિદ્ધ થતો નથી. (૮-૫૦૮). (૩ર૬) અહીં કહે છે–પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી અગોચર, શુદ્ધ આત્માની સિદ્ધિ નામ પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવી અતિ દુષ્કર ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ જે ભૂમિ જે શુદ્ધપયોગરૂપ છે તેને (આ શાસ્ત્ર) કરાવે છે. ભાઈ ! શુદ્ધોપયોગ અતિ દુષ્કર છે. સમ્યગ્દર્શન આદિ રત્નત્રય અતિ દુષ્કર છે. અહા! અનંતકાળમાં એણે શુભક્રિયાઓ તો અનંતવાર કરી છે પણ શુભાશુભથી ભિન્ન શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં જ્ઞાન-શ્રદ્ધાન ને અનુભવ એક ક્ષણ પણ કર્યા નથી તેથી તે દુષ્કર છે. અહીં કહે છે-આ શાસ્ત્ર એને દ્રવ્યપ્રતિક્રમણાદિથી સંતોષ કરાવતું નથી એટલું જ નહિ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવાં અતિ દુષ્કર નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ પણ કરાવે છે. અહો ! આ શાસ્ત્ર પરમ અદ્દભુત મહિમાવંત છે. (૮-૫૧૦) (૩૨૭) આત્મા જે પરમભાવસ્વરૂપ ત્રિકાળી નિજ પરમાત્માદ્રવ્ય છે તેનું જે સભ્યશ્રદ્ધાનજ્ઞાન-અનુચરણરૂપ પરિણામ તેને “શુદ્ધોપયોગ” પર્યાયસંજ્ઞાણી કહેવામાં આવે છે, અને તે સ્વાભિમુખ પરિણામ છે. પુણ્ય ને પાપના જે ભાવ થાય તે તો અશુદ્ધોપયોગ છે અને તે પરસનુખના પરિણામ છે. આત્માની સન્મુખના જે સ્વાભિમુખ પરિણામ છે તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધોપયોગ ‘શુદ્ધોપયોગ’ કહે છે અને તે શુદ્ધપયોગ મોક્ષનો માર્ગ છે એમ કહેતાં જ વ્યવહારૂપ શુભોપયોગ છે તે મોક્ષમાર્ગ નથી એમ તેમાં સ્પષ્ટ થઈ જાય છે. (૯–૧૩૨ ) (૩૨૮) ૧૧૭ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યમય અનંતગુણનિધાન પ્રભુ એક સમયમાં પરિપૂર્ણ વસ્તુ છે. તેની સન્મુખના પરિણામ થાય તેને અહીં શુદ્ધોપયોગ કહ્યો છે અને તેને જ મોક્ષમાર્ગ કહ્યો છે. વળી તેને જ શુદ્ધાત્મભાવના, શુદ્ઘરત્નત્રય, વીતરાગતા, સ્વચ્છતા, પવિત્રતા, પ્રભુતા, સામ્યભાવ ઇત્યાદિ કહીએ છીએ. અહીં તો આ ચોખ્ખી વાત છે. આ સિવાય (સ્વસન્મુખના પરિણામ સિવાય ) દયા, દાન આદિનાં જે પરિણામ થાય તે કાંઈ વાસ્તવમાં જૈનધર્મ નથી. (૯–૧૩૩) (૩૨૯ ) ભાઈ! ધર્મનો એક શુદ્ધાત્મસન્મુખ પરિણામ જ છે. તેને અહીં શુદ્ધોપયોગ કહેલ છે. તેને શુદ્ધોપયોગ કહો, વીતરાગવિજ્ઞાન કહો, સ્વચ્છતાના પરિણામ કહો, અનાકુળ આનંદના પરિણામ કહો, શુદ્ધાત્માભિમુખ પરિણામ કહો કે શાંતિના પરિણામ કહો-તે આવા અનેક નામથી કહેવાય છે. અહાહા...! શાંતિ... શાંતિ... શાંતિ... ભગવાન આત્મા પૂરણ શાંતિથી ભરેલું ચૈતન્યતત્ત્વ છે. તેની સન્મુખતાના જે પરિણામ થાય તે પણ શાંત... શાંત... શાંત... અકષાયરૂપ શાંત વીતરાગી શુદ્ધ પરિણામ છે. વસ્તુ પોતે પૂરણ અકષાય શાંતસ્વરૂપ છે, અને તેની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા-એ પણ અકષાયસ્વરૂપ શાંત... શાંત... શાંત છે; આને જ મોક્ષનો અર્થાત્ પૂરણ ૫૨માનંદની પ્રાપ્તિનો ઉપાય કહે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહિ. (૯–૧૩૩) (૩૩૦) શુદ્ધદ્રવ્ય ત્રિકાળ ભાવરૂપ, અને તેને અવલંબીને પ્રગટ થયેલી પરિણિત તે ભાવના-એ બન્ને શુદ્ધ છે, પવિત્ર છે. જેમ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યમાં રાગ નથી તેમ તેમાં ઝુકેલી પરિણિતમાં પણ રાગ નથી. અહા! શુદ્ધાત્માની આવી ભાવના કે જેમાં શુદ્ધ ચૈતન્યભાવનું ભવન થયું હોય તે પરમ અમૃતસ્વરૂપ છે. ચોથા ગુણસ્થાનથી આવી ભાવનાપરિણતિ શરૂ થાય છે. ઉપશમાદિ ત્રણ ભાવો ચોથા ગુણસ્થાને પણ હોય છે. સમ્યક્ત્વ પ્રગટવાના કાળે, તેમ જ ત્યાર પછી પણ કોઈવાર ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય છે. તે સિવાયના કાળમાં પણ જેટલી શુદ્ધ પરિણિત થઈ છે તેનું નામ ‘ ભાવના’ છે, ને તે મોક્ષનું સાધન છે. જો કોઈ એમ કહે કે ચોથે ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય નહિ તો તેને સમકિત શું ચીજ છે, ભગવાનનો મારગ શું છે-એની ખબર જ નથી. ભાઈ! શુદ્ધોપયોગ વિના તને ભગવાનનો માર્ગ હાથ નહિ આવે. અંતરશુદ્ધના વિના એકલા રાગથી તું મોક્ષમાર્ગ માની લે પણ તે વીતરાગનો માર્ગ નથી. ચોથે ગુણસ્થાને ઉપશમ સમ્યગ્દર્શન શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે એ સિદ્ધાંત છે. શુભરાગ વડે સમ્યગ્દર્શન થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ અધ્યાત્મ વૈભવ એમ કદીય બનતું નથી. શુદ્ધાત્મભાવના શુદ્ધદ્રવ્યને અવલંબનારી છે, રાગને કદીય નહિ. રાગમાં એ તાકાત નથી કે તે શુદ્ધદ્રવ્યને-સ્વદ્રવ્યને ભાવી શકે. રાગની મંદતા વડે અંતઃપ્રવેશ શક્ય જ નથી તો તે વડે સમ્યગ્દર્શનાદિ કેમ થાય? ન થાય. ભાઈ! વીતરાગનો મારગ તો આવો રાગરહિત જ છે. (૯-૧૪૮ ) ( ૩૩૧ ) સર્વ કર્મો અર્થાત્ સર્વ ક્રિયાકાંડ શુદ્ધોપયોગથી વિપરીત છે અને તે આત્માના દોષસ્વરૂપ છે. ભાઈ! આ વ્યવહાર પ્રતિક્રમણ વગેરે દોષસ્વરૂપ છે, લોકો એને ધર્મ માને છે ને? અહીં કહે છે તે દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે. લોકોને બેસે કે ન બેસે, આ વસ્તુસ્વરૂપ છે ભાઈ! અંદર વસ્તુમાં સર્વજ્ઞશક્તિ ભરી છે તેમાંથી સર્વજ્ઞપદ પ્રગટ થાય છે, કાંઈ બહારથી ( રાગમાંથી ) તે પ્રગટ થતું નથી. એ તો પ્રાસની પ્રાપ્તિ છે. પોતાના શુદ્ધસ્વરૂપમાં લીનતા-રમણતા કરે તે શુદ્ધોપયોગ છે, તે સાચું ચારિત્ર છે અને પુણ્ય-પાપના સર્વ ભાવો દોષસ્વરૂપ છે, કર્મચેતનાસ્વરૂપ છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ સર્વ શુદ્ધોપયોગથી વિપરીત હોવાથી દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે. એ સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્ક્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખખ થાય છે-તે જ્ઞાનીનું કાર્ય છે. જુઓ, આ જ્ઞાનીનું કાર્ય! અહાહા...! બરફની પાટની જેમ આત્મા શાન્તિ... શાન્તિ... શાન્તિ બસ શાન્તિરૂપ શીતળતાના સ્વભાવથી ભરેલી પાટ છે. તેમાં તન્મય થઈ ઠરી જાય, જામી જાય તે શુદ્ધપયોગ છે. અહા ! આવા જામેલા શુદ્ધોપયોગ વડે આત્મામાં સ્થિર થઈ, નિપ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાને સન્મુખ થવું તે ધર્મ-જ્ઞાનીનું કાર્ય છે. (૧૦–૧૨૫ ) ( ૩૩૨ ) જુઓ, ચોથે, પાંચમે, છટ્ટે ગુણસ્થાને વ્યવહારનયનો વિષય-કિંચિત્ રાગ હોય છે, પરંતુ જ્ઞાનીને તેના ત્યાગની ભાવના અર્થાત્ જ્ઞાતાદ્રવ્યની ભાવના સદાય હોય છે. તે વારંવાર ત્રિકાળી ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડે છે અને એ એ રીતે શુદ્ધોપયોગ જામે છે, દઢ થાય છે. સમ્યગ્દર્શન થવાના કાળે પણ શુદ્ધોપયોગ તો હોય છે. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થાય છે તે શુદ્ધોપયોગના કાળે થાય છે. પછી પણ કોઈ વાર ધ્યાતા-ધ્યાન-ધ્યેયના વિકલ્પોથી છૂટી તે શુદ્ધોપયોગમાં આવી જાય છે. ચોથે-પાંચમે ગુણસ્થાને શુદ્ધોપયોગ અલ્પકાળ રહે છે તેથી તેને ન ગણતાં સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ જામી જાય છે તેને અહીં શુદ્ધોપયોગ કહ્યો છે. ચારિત્રદશાની ઉત્કૃષ્ટતા બતાવવી છે ને! તેથી ત્યાં સાતમે ગુણસ્થાને શુદ્ધોપયોગરૂપ થાય છે એમ કહ્યું છે, કેમકે ત્યાં ઉપયોગની સ્થિરતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધોપયોગ ૧૧૯ થઈ છે. અહા! આવો શુદ્ધોપયોગ થાય ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગ ભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. અને તે વખતે એ ભાવનાનું ફળ જે સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે. પછી તે અનંતકાળ જ્ઞાનચેતનારૂપ રહ્યો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. (૧૦-૧૫૬) (૩૩૩) અહો ! દિગંબર મુનિવરો ! જાણે હાલતા-ચાલતા સિદ્ધ ! નિજ એક જ્ઞાયકભાવમાં જેમણે ઉપયોગની-શુદ્ધોપયોગની ઉગ્ર જમાવટ કરી છે અને જેઓ પ્રચુર સ્વસંવેદનમાં મસ્ત, નિજાનંદરસમાં લીન રહેનારા છે એવા યોગીવરોએ આ દિવ્ય શાસ્ત્ર રચ્યું છે. એમ શુદ્ધોપયોગ તો ચોથા ગુણસ્થાનથી હોય છે, પરંતુ શુદ્ધોપયોગની જેવી ઉગ્ર જમાવટ મુનિવરોને હોય છે તેવી સમકિતીને ચોથે ગુણસ્થાને હોતી નથી. મુનિરાજને તો ત્રણ કષાયના અભાવવાળી શુદ્ધોપયોગની તીવ્ર લીનતા હોય છે. તથાપિ સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને ગૃહવાસમાં રહેવા છતાં આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષથી અનુભવમાં આવે એવી આત્માની આ પ્રકાશશક્તિ છે. આ ન્યાયથી-યુક્તિથી વાત છે. ચોથે ગુણસ્થાને સમકિતી કહે છે-મારા આત્માના સ્વસંવેદન-પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. અહો ! આ સ્વસંવેદન અચિંત્ય મહિમાયુક્ત છે, તેમાં અનંત ગુણોનો રસ સમાય છે, તેમાં અતીન્દ્રિય આનંદ ઝરે છે, સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે, અને અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે. અહો ! આ સ્વસંવેદન તો મોક્ષનાં દ્વાર ખોલવાનો રામબાણ ઉપાય છે. (૧૧-૭૫) (૩૩૪) અહાહા...! સમ્યગ્દર્શન અને ધર્મ કરવો હોય તો કેમ થાય? ભાઈ ! વ્યવહારના જે વિકલ્પ છે તેની રુચિ છોડી, એક જ્ઞાયકભાવ, શુદ્ધ ચિદાનંદ, અખંડ આનંદકંદ પ્રભુ પોતે છે તેની દષ્ટિ કરી, રુચિ કરવી, તેનો અનુભવ કરવો તે જીવની પ્રથમ કાર્યસિદ્ધિરૂપ સમ્યગ્દર્શન છે; આનું નામ ધર્મ છે. જોકે શુભભાવ હજુ છૂટી જતો નથી, શુદ્ધોપયોગ પૂર્ણ પ્રગટ થયે તે છૂટશે, પણ શુભની રુચિ અવશ્ય છૂટી જાય છે. ભાઈ ! શુભરાગની રુચિ તને છે તે મહાન દોષ છે, મહાન વિપરીતતા છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. વ્યવહાર છે તે મિથ્યાત્વ છે એમ વાત નથી; ધર્મીને પણ બહારમાં તે હોય છે, પણ વ્યવહારને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. પ્રથમ શુભભાવ એકદમ છૂટી જાય ને શુદ્ધ થઈ જાય એમ નહિ, પણ શુભભાવની રુચિ છૂટી શુદ્ધિપયોગ પ્રગટે છે. સ્વભાવનો આશ્રય લેતાં સ્વાનુભવમાં પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે, આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્યારે આંતર-સ્થિરતા થઈ શુદ્ધોપયોગ પુષ્ટ થાય ત્યારે ક્રમશ શુભભાવ છૂટે છે, ને આ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ, શુભભાવની રુચિ તો પહેલેથી જ છૂટવી જોઈએ. (૧૧-૧૬૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪. ભેદજ્ઞાન ( ૩૩૫ ) સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશે તે કેવળજ્ઞાન છે. એવા કેવળજ્ઞાનને ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે. આ ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થતાં સર્વ પદ્રવ્યોથી છૂટી, દર્શનજ્ઞાન-સ્વભાવમાં, પર્યયરહિત અભેદ ત્રિકાળ ધ્રુવ, ચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં દષ્ટિ કરી તેની સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થયો એમ કહેવામાં આવે છે. (૧-૫૦) ( ૩૩૬ ) સર્વ પદ્રવ્યોથી ભિન્ન પડી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયતવૃત્તિ-એટલે ત્રિકાળ આત્મતત્ત્વ તેની સાથે એકત્વપણે વર્તવાપણું છે તે ભેદજ્ઞાન છે. આવું ભેદજ્ઞાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. (9-40) (૩૩૭) રાગથી ભિન્ન અને પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન અને પોતાથી અભિન્ન એવા આત્માનું એકપણું, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. જીવે પરલક્ષી જ્ઞાન પણ અનંત વાર કર્યું છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન છે એ પણ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માનું ભિન્ન દેખાતું નથી. રાગ અને પ૨નું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાન-પ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાનપ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદ્દાની વાત છે, ભાઈ ! બાકી દયા પાળો, ભક્તિ કરો, વ્રત કો ઇત્યાદિ બધાં થોથાં છે. ( ૧-૭૫ ) ( ૩૩૮ ) અહો ! માત્ર આ ભિન્ન આત્માનું એકપણું સ્વભાવથી જ સદા પ્રવટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તે ભેદજ્ઞાનપ્રકાશથી દેખાય છે. આનંદનો નાથ ચૈતન્યચમત્કાર પ્રભુ અંદરમાં પ્રકાશમાન છે તેને ભેદજ્ઞાનપ્રકાશથી જોવા કદી દરકાર કરી નથી. આવું અંદરમાં ચકચકાટ કરતી આત્મવસ્તુનું એકપણું કાયચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ ગયું છે. દયા, દાન, ભક્તિ આદિ શુભ વિકલ્પો અને હિંસાદિ અશુભ વિકલ્પોમાં એકરૂપ થતાં (માનતાં ) ભગવાન આત્માનું એકપણું ઢંકાઈ ગયું છે. અહાહા...! ભેદજ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન ૧૨૧ પ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે છે એવી અંતરંગમાં ચકચકાટ કરતી જ્ઞાનરૂપી પ્રકાશની મૂર્તિ અસંખ્ય પ્રકારના શુભાશુભ વિકલ્પો સાથે એકરૂપ જેવી માનવામાં આવતાં ઢંકાઈ ગઈ છે, રાગની એકત્વબુદ્ધિ આડે એ નજરમાં આવતી નથી. (૧-૭૫ ) (૩૩૯ ) આ તો સ્વાતંત્ર્યનો ઢઢરો છે, ભાઈ. રાગાદિ છે તે પર છે, અને પર્યાયમાં રાગાદિનું જે જ્ઞાન છે એ (સ્વ) મારું છે એવો ભેદજ્ઞાનસ્વરૂપ અનુભવ ક્યારે થાય? કે જ્યારે રાગાદિનું લક્ષ છોડી સ્વના લક્ષમાં જાય ત્યારે એની પરિણતિમાં ભેદજ્ઞાન થાય. શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ અને રાગાદિ કર્મ એ પર પુદ્ગલના જ છે અને એ શેયોને જાણનારું જ્ઞાન તે મારું જ્ઞાયકનું છે એમ ભિન્નતા જાણી એક શાયકની સત્તામાં જ લક્ષ કરે તેને ભેદજ્ઞાન થાય છે. (૨-૫૮) (૩૪૦) અહાહા ! એકલો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયકભાવ જે નિર્મળ શુદ્ધ ઉપયોગમય સ્વભાવ ભાવ છે તે રાગાદિ પુણ્ય-પાપના પરિણામને વશ થયો થકો ઢકાઈ ગયો છે અને તેથી એની સમસ્ત ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ છે. એટલે આ રાગાદિ તે હું નહિ, પણ આ ઉપયોગ છે તે હું છું એવા ભેદને પ્રકાશનારી ભેદજ્ઞાનજ્યોતિ એને અસ્ત થઈ ગઈ છે. અહાહા! “હું તો ચૈતન્યસ્વરૂપ છું' એવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ જે ઊઠે એ હું નહિ કેમકે એ વિકલ્પ તો અજીવ છે, અચેતન છે, અણ-ઉપયોગરૂપ છે, પુદ્ગલ છે. આ ભેદજ્ઞાન છે. (૨-૮૧) (૩૪૧) અહાહા! ભગવાન ચૈતન્યચિંતામણિ નિર્મળ જ્ઞાનજ્યોતિ અનાદિઅનંત નિત્ય ધ્રુવ સ્વભાવભાવરૂપ જે આત્મા તેનાથી ભિન્ન કર્મની નિકટતાથી ઉત્પન્ન અસ્વભાવ ભાવો ઉપર એની દષ્ટિ હોવાથી એ અનાદિ પર્યાયબુદ્ધિ છે. તેથી એને રાગ અને જ્ઞાયકની ભિન્નતા કરનારી ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ ગઈ છે. (૨-૮૨) (૩૪૨). જેમ પર પદાર્થ આ જીવ નથી એ અપેક્ષાએ અજીવ છે, તેમ નિજ દ્રવ્યરૂપ ભગવાન આત્માની અપેક્ષાએ બીજાં દ્રવ્યો અદ્રવ્ય છે. બીજાં દ્રવ્યો પોતપોતાની અપેક્ષાએ તો સ્વદ્રવ્યરૂપ છે, પણ આ જીવદ્રવ્યની અપેક્ષાએ તેઓ અદ્રવ્ય છે. તેવી રીતે આ આત્માના ક્ષેત્રની અપેક્ષાએ પરક્ષેત્ર એ અક્ષત્ર છે, આ આત્માના સ્વકાળની અપેક્ષાએ પરકાળ અકાળ છે અને આ આત્માના સ્વભાવની અપેક્ષાએ પરસ્વભાવ તે અસ્વભાવ છે. સમયસારમાં પાછળ અનેકાન્તના પરિશિષ્ટના ૧૪ બોલમાં આ વાત આવે છે. આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુયથી નથી. તેમ જ પર પોતાના સ્વચતુષ્ટયથી છે પણ આ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ અધ્યાત્મ વૈભવ આત્માના ચતુષ્ટયથી નથી. જ્ઞાનમાત્ર જીવવસ્તુ સ્વદ્રવ્યપણે, સ્વક્ષેત્રપણે, સ્વકાળપણે અને સ્વભાવપણે અસ્તિ છે, પરંતુ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવપણે નાસ્તિ છે. સ્વદ્રવ્ય અનંત ગુણ અને પર્યાયનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે. એક સમયની પર્યાય તે પોતાનો સ્વકાળ છે અને પોતાના ગુણ તે સ્વભાવ છે. આવા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અરિહંત અને સિદ્ધ ભગવાનનો આત્મા અદ્રવ્ય, અક્ષત્ર, અકાળ અને અસ્વાભાવ છે. આ તો પરથી ભિન્નતાની (ભેદજ્ઞાનની ) વાત છે. (૨-૧૪૯) (૩૪૩). જેમ નાળિયેરમાં ઉપરનાં છાલાં તેમ જ કાચલી છે તે નાળિયેર નથી. તથા તે કાચલી તરફની લાલ છાલ છે તે પણ નાળિયેર નથી. અંદર ધોળો અને મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આ શરીર છે તે ઉપરનાં છાલાં છે, અંદર જે કર્મ છે તે કાચલી છે તથા જે દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધ આદિ પુણ્ય-પાપના જે ભાવ છે તે લાલ છાલ છે અને અંદર આનંદનો શુદ્ધ ગોળો છે એ ભગવાન આત્મા છે. જેમ ધોળો અને મીઠો ગોળો તે નાળિયેર છે એમ જ્ઞાનાનંદ શુદ્ધ ગોળો એ આત્મા છે. આમ સર્વ ભિન્ન ભિન્ન છે. આવો સંતોનો ઉપદેશ છે. જન્મ-મરણ રહિત થવાની ચીજ તો જગતથી જુદી છે, ભાઈ ! તું જન્મ-મરણ કરીને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે છતાં તને થાક નથી લાગ્યો? (૨-૧૭૭) (૩૪૪) દહીં અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે. એમાં દહીં અને ખાંડ એકમેક જેવાં માલુમ પડે છે તો પણ ખાટા-મીઠા સ્વાદના ભેદથી બન્ને જુદાં જુદાં જણાય છે. તેવી રીતે દ્રવ્યકર્મના ઉદયનો સ્વાદ જે રાગાદિ છે તે, ભગવાન જ્ઞાયકસ્વભાવની જે પરિણતિ પ્રગટ થાય છે તેનાથી સ્વાદભેદને લીધે ભિન્ન છે. દ્રવ્યકર્મ જે જડ છે તે ભાવક છે અને તેના તરફનો ભાવ્યરૂપ જે રાગ છે તેના સ્વાદની જાત આત્માની ભિન્ન છે. રાગનો સ્વાદ કલુષિત આકુળતામય છે અને ભગવાન આત્માનો સ્વાદ અનાકુળ આનંદ છે. આમ સ્વાદભેદથીલક્ષણભેદથી ભેદજ્ઞાન કરવું એ ધર્મધારા છે, ધર્મ છે. (૨-૧૯૨) (૩૪૫) સર્વ પદ્રવ્યો મારા સંબંધી નથી કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્ત્વ તો હું છું. હું તો જ્ઞાયકસ્વભાવના-સ્વરસના સનું સત્ત્વ છું. હું આત્મા સત્ અને જ્ઞાયકપણું એ મારું સત્ત્વ છે. તેથી જ્ઞાયક સ્વભાવપણાથી હું અંતરંગ તત્ત્વ છું અને તે પદ્રવ્યો, મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. અહાહા! સિદ્ધ ભગવાન અને સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પરમેષ્ઠી પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. તેથી તેઓ પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. બાહ્ય પદાર્થો મારા સ્વભાવથી ભિન્ન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન ૧૨૩ છે અને પોતાના સ્વભાવને છોડવા અસમર્થ છે. અર્થાત્ તેઓ પોતાના સ્વભાવમાં જ ટકી રહેતા હોવાથી પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી. બાહ્ય અનંત તત્ત્વોપરશેયો પોતાની ક્યાતી–પોતાના સ્વભાવનું સત્ત્વ છોડવા અસમર્થ છે અને હું મારું અંતરંગતત્ત્વ જે જ્ઞાયકપણું છે તે છોડવા અસમર્થ છું. જ્ઞાન સ્વ અને પારને પોતાની અતિમાં રહીને જાણતું હોવાથી ય જ્ઞાનમાં પેસતું નથી તથા જ્ઞાન યમાં જતું નથી. આમ બે વિભાગ તદ્દન જુદા છે- (૧) અંતરંગતત્વ જ્ઞાયક પોતે અને (૨) બાહ્યતત્ત્વ સર્વ પરયો. જુઓ, આ યભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે. (૨-૨૦૮). (૩૪૬) આત્મા વિકારથી જુદો છે એ અનુભવસિદ્ધ છે કેમકે સમસ્તપણે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વરૂપ આત્મા ભેદજ્ઞાનીઓ વડે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. ભેદજ્ઞાનીઓને આનંદના વેદનવાળો આત્મા પ્રત્યક્ષ છે. આઠ કર્મનો પાક છે એનાથી ભગવાન આત્મા જુદો છે. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ છે. આઠ કર્મથી આત્મા બન્યો છે એ મોટી ભ્રમણા છે, કેમકે આઠ કર્મના સંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવમય જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાત્ ભેદજ્ઞાનીઓ શુદ્ધ ચૈતન્યવસ્તુનો પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે. જીવ ચૈતન્યસ્વભાવમય છે. જાણવું-દેખવું એ તેના સ્વભાવ છે. સ્વભાવવાન પોતે આત્મા અને ચૈતન્ય પોતાનો સ્વભાવ છે. જેટલા અધ્યવસાનાદિ ભાવો છે તેનાથી જીવ જુદો છે. રાગથી આત્માને ભિન્ન પાડનાર ધર્માત્માને એવો જીવ અનુભવગમ્ય છે. ભેદજ્ઞાની સમક્તિી જીવ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મવસ્તુને પ્રત્યક્ષપણે સ્વસંવેદન વડે આસ્વાદે છે. (૩-૩૧) (૩૪૭) છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે બાહ્ય છે, વ્યક્ત છે, અને ભગવાન આત્મા અત્યંતર, અવ્યક્ત છે. તેથી શુદ્ધ જ્ઞાયકવસ્તુ છ દ્રવ્યસ્વરૂપ લોકથી ભિન્ન છે. આ અનંતા સિદ્ધિ, વીસ વિધમાન તીર્થકરો, લાખો કેવળીઓ, પરમેષ્ઠી ભગવંતો અને દિવ્યધ્વનિ ઇત્યાદિ સર્વથી (આખા લોકથી) ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકવસ્તુ ભિન્ન છે. અવ્યક્ત એવો આત્મા છ દ્રવ્યથી તો ભિન્ન છે જ, પણ તે સંબંધીનો ભેદજ્ઞાનના વિચારનો જે સૂક્ષ્મ વિકલ્પ તે પણ છે દ્રવ્યમાં આવી જાય છે તેથી એનાથી પણ જ્ઞાયક ભિન્ન છે. (૩-૭૦). (૩૪૮) નિમિત્તને, રાગને અને ભેદને હું જાણવાવાળો છું પણ જેને હું જાણું છું એ નિમિત્તરૂપ, રાગરૂપ કે ભેદરૂપ હું નથી. અહો ! ભેદજ્ઞાનની શું અદ્દભુત અલૌકિક કળા આચાર્યોએ બતાવી છે! એ ભેદવિજ્ઞાનના બળે રંગ-રાગ-ભેદથી ભિન્ન પડીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ અધ્યાત્મ વૈભવ પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવને દષ્ટિમાં લઈ તેમાં જ એકાગ્ર થતાં સંવર-નિર્જરા થાય છે અને એ જ શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ છે. બાકી રંગ-રાગ-ભેદ સહિત આત્માની દૃષ્ટિ કરવી એ મિથ્યાદર્શન છે. (૩–૧૬૮) (૩૪૯) ધર્મીને તો નિરંતર ભેદજ્ઞાનનો વિચાર રહે છે કે હું સદાય વિજ્ઞાનઘનસ્વભાવમય છું, આ શુભભાવરૂપ વિભાવો છે તે મારું સ્વરૂપ નથી, કેમકે તેઓ જડના નિમિત્તે ઉત્પન્ન થયેલો છે અને સ્વ-પરને જાણવા સમર્થ નથી માટે જડ, અચેતન છે, ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે. આવા ભેદજ્ઞાનના બળે તે અંતરમાં સ્વરૂપસ્થિરતા વધારીને અંતિમ લક્ષ્ય જે કેવળજ્ઞાન તેને પ્રાપ્ત કરી લે છે. અહો ! ભેદજ્ઞાનનો કોઈ અપૂર્વ મહિમા છે! ભેદજ્ઞાનના અભાવે અજ્ઞાની અનંતો સંસાર વધારે છે. બે બોલ થયા. (૪-૩૮). (૩૫૦) આગ્નવો-પુણ્યપાપના ભાવો અશુચિ છે, ભગવાન આત્મા અત્યંત શુચિ છે એ પહેલો બોલ થયો. આગ્નવો-પુણ્યપાપના ભાવો જડ, અચેતન છે, અને ભગવાન આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી ચેતક છે, શુદ્ધ ચૈતન્યમય છે. આ બીજો બોલ કહ્યો. આસવો પુણ્ય પાપના ભાવો આકુળતા ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણ છે, અને ભગવાન આત્મા સદાય અનાકુળસ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે. આ ત્રીજો બોલ કહ્યો. ત્રણ બોલથી આત્મા અને આસ્રવોની ભિન્નતા કહી. આ પ્રમાણે આસ્રવોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા આત્માની સન્મુખ થઈને ભેદજ્ઞાન પ્રગટ કરવું, અર્થાત્ પર્યાયને ત્રિકાળીમાં અભેદ કરવી તે ધર્મ છે-મોક્ષમાર્ગ છે. (૪-૪૨) (૩૫૧). આસવો અને આત્માનું અહીં છે પ્રકારે ભેદજ્ઞાન કરાવ્યું૧. આસ્રવો ઘાતક છે, પર્યાય વધ્ય છે. ૨. આસવો અધ્રુવ છે, ભગવાન આત્મા જ ધ્રુવ છે. ૩. આસ્રવો અનિત્ય છે, ભગવાન આત્મા જ નિત્ય છે. ૪. શાસ્ત્રવો અશરણ છે, ભગવાન આત્મા જ શરણ છે. ૫. આગ્નવો દુઃખરૂપ છે, ભગવાન આત્મા જ ભગવાન અદુઃખરૂપ છે. ૬. આગ્નવો પુણ્ય-પાપ બંધના હેતુ હોવાથી દુ:ખફળરૂપ છે, ભગવાન આત્મા જ પુણ્ય પાપ બંધનો અહેતુ હોવાથી અદુ:ખફળરૂપ છે. આ પ્રમાણે ભેદજ્ઞાન થતાં વેંત જ, ચૈતન્યસ્વરૂપ ભગવાન શાયકનું ભાન થતાં વેંત જ જેનામાં કર્મનો વિપાક શિથિલ-ઢીલો પડી ગયો છે તે આત્મા આસ્રવોથી મિથ્યાત્વથી નિવૃત્ત થઈ જાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન ૧૨૫ જથ્થાબંધ વાદળાંની રચના ખંડિત થઈ જતાં જેમ સૂર્યનો પ્રકાશ દિશાઓમાં સર્વત્ર વિસ્તરે છે, દિશાઓ નિર્મળ થઈ જાય છે તેમ અમર્યાદિત જેનો વિસ્તાર છે એવા આત્માની સહજ જ્ઞાનકળા ખીલી જાય છે. ઇન્દ્રિયથી, કર્મથી, રાગથી, જ્ઞાનને ભિન્ન પાડતાં જ્ઞાનનો વિકાસ થઈને જ્ઞાન વિજ્ઞાનઘન થઈ ગયું, અને પુદ્ગલ કર્મ ઢીલું પડીને અભાવરૂપ થઈ ગયું. પોતાની સહજ ચિન્શક્તિ વડે પોતે જ્ઞાનમાં સ્થિર થઈ ગયો, દઢ જામી ગયો. અહાહા....! વસ્તુ તો વિજ્ઞાનઘન છે. ભેદજ્ઞાનના બળે પોતે પર્યાયમાં જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે. (૪-૪૮) (ઉપર) દષ્ટિ પર્યાય ઉપરથી ફેરવી લઈ દ્રવ્ય ઉપર લઈ જાય તેને વિજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જ્ઞાન ભલે થોડું હોય, પણ સ્વ-પરનો ભેદ પાડી સ્વાનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. અહાહા..! ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ ભિન્ન છે અને રાગ ભિન્ન છે એવો આત્મ-અનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. આ વિજ્ઞાતજ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે એટલે ઉગ્રપણે જીવ-પુગલનો તત્કાળ ભેદ ઉપજાવીને પ્રગટ થાય છે. પાણીના દળમાં જેમ તેલનું ટીપું ભિન્ન થઈ જાય છે તેમ સ્વાનુભવ કરતાં રાગની ચીકાશ અને આત્માની વીતરાગતા બન્ને ભિન્ન થઈ જાય છે. અહો ! શું કળશ અને શું ટીકા! આચાર્યદવે ગજબ કામ કર્યું છે. (૪-૧૫૩) (૩પ૩) ભાઈ ! વ્યવહારના રાગથી ભેદ કરી તેને હેય ગણીને એક નિજ જ્ઞાયકસ્વરૂપ ભગવાનને ઉપાદેય કરી તેનો આશ્રય કરે ત્યારે ભેદજ્ઞાન છે. (૪-૧૫૫) (૩૫૪) ભાઈ ! આવા મરણ જીવે આત્માના ભાન વિના અનંતવાર કર્યા છે. બાપુ! રાગને પોતાનો માની જે રાગમાં અટકયો છે એવા અજ્ઞાનીને વિના ભેદજ્ઞાન આવાં અનંત દુઃખ આવી પડે છે. રાગને હેય કરી જે આત્માને અનુભવે તે ભેદજ્ઞાન છે. પ્રભુ! એ ભેદજ્ઞાન તને શરણ છે. અન્ય કાંઈ શરણ નથી. જે રાગને હેય માની તેની રુચિ છોડે નહિ તેને આત્માની રુચિ ક્યાંથી થાય? એક મ્યાનમાં બે તલવાર ન રહે, ભાઈ ! દયા, દાન, વ્રતાદિનો રાગ હેય છે એમ પ્રથમ હા તો પાડ. આ શરીર મન, વાણી, કુટુંબ-કબીલા-એ બધું ધૂળધાણી છે. એની વાત તો ક્યાંય રહી, પણ અંદર જે શુભરાગ થાય છે તેની રુચિ છોડવી પડશે. પ્રભુ ! હિત કરવું હોય તો આ જ માર્ગ છે. નહિતર મરીને ક્યાંય ચાલ્યો જઈશ. અહા ! તારાં દુઃખ જે મેં સહન કર્યા તેને જોનારા પણ રોયા એવાં પારાવાર દુઃખ તે અજ્ઞાનભાવે ભોગવ્યાં છે. (૪–૧૫૫). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ અધ્યાત્મ વૈભવ (૩૫૫) આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસંપદાથી પૂર્ણ ભરેલો અંદર ત્રિકાળ પડ્યો છે. અને રાગ તો ક્ષણિક માત્ર એક સમયની દશા છે. રાગથી તારી ચીજ અંદર ભિન્ન છે, ભગવાન! રાગ આસ્રવ અને બંધ તત્ત્વ છે, જ્યારે તું નિરાળો જ્ઞાયક અબંધ તત્ત્વ છે, રાગ અચેતન છે, જ્યારે તું ચૈતન્યમય ભગવાનસ્વરૂપ છે. આવું રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન તે ભેદજ્ઞાન છે. પ્રભુ! તું જ્યાં છો ત્યાં જા, ત્યાં નજર કર. આ દેહ તો એની સ્થિતિ પૂરી થતાં છૂટી જશે. દેહ ક્યાં તારી ચીજ છે તે સાથે રહે, અને રાગ પણ ક્યાં તારો છે તે સાથે રહે! આ મારગડા જુદા છે. પ્રભુ! દુનિયા સાથે મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય. અહીં પોતામાં મેળ ખાય એમ છે. (૪-૧૫૫) (૩૫૬) પરથી ભિન્ન અને પોતાથી અભિન્ન એનું નામ ભેદજ્ઞાન છે. વ્યવહારથી – રાગથી ભિન્ન થવું તે ભેદજ્ઞાન છે, વ્યવહારના સહારે ભેદજ્ઞાન નથી. જેનાથી ભિન્ન પડવું છે તે વ્યવહાર ભેદજ્ઞાનનું સાધન કેમ થાય? ન જ થાય. જે સ્વભાવસભુખ થાય છે તે વ્યવહારથી ભિન્ન પડીને અંદર જાય છે. (૪-૧૮૭) (૩૫૭) નિશ્ચયથી તો પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને ધ્રુવ દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જેટલા ક્ષેત્રથી પર્યાય ઊઠે છે એટલું ક્ષેત્ર ધ્રુવથી ભિન્ન ગણવામાં આવ્યું છે, બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ ! પોતાની કેવળજ્ઞાનની પર્યાય, પોતાની સમ્યગ્દર્શનની પર્યાયનું ક્ષેત્ર દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. બે વચ્ચે ભેદ છે. દ્રવ્યનો ધર્મ અને પર્યાયનો ધર્મ બન્ને ભિન્ન છે, સ્વતંત્ર છે. સમયસારના સંવર અધિકારમાં કહ્યું છે કે વિકલ્પનું ક્ષેત્ર ભિન્ન છે અને સ્વભાવનું ક્ષેત્ર ભિન્ન છે. વિકલ્પ ચીજ ભિન્ન છે અને ભગવાન આત્મા ભિન્ન છે. ત્યાં તો એટલી વાત છે પણ બીજે એમ વાત આવે છે કે નિર્મળ પરિણતિનું ક્ષેત્ર ભિન્ન, તેની શક્તિ ભિન; પર્યાયનો કર્તા પર્યાય, કર્મ પર્યાય સાધન પર્યાય અને તેનો આધાર પણ તે પર્યાય. અહો ! આવું અતિ સૂક્ષ્મ ભેદજ્ઞાનનું સ્વરૂપ છે. (૪-૨૪૧) (૩૫૮) અહાહા...! એ ભેદજ્ઞાનનું ફળ શું? તો કહે છે અનંત જ્ઞાન અને અનંત આનંદ પર્યાયમાં પ્રગટે તે એનું ફળ છે. શ્રીમદે કહ્યું છે ને કે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” ભેદજ્ઞાનના ફળમાં સાદિ, અનંતકાળ જીવ અનંત સુખ-સમાધિદશામાં રહેશે. ભૂતકાળથી ભવિષ્ઠનો કાળ અનંતગુણો અધિક છે. તે અનંતકાળ પર્યત જીવ અનંત સુખમાં સમાધિસ્થ રહેશે એ ભેદજ્ઞાનનું ફળ છે. અહો ભેદજ્ઞાન! (૪-૨૪૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૭ ભેદજ્ઞાન (૩૨૯) -રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની રાગદ્વૈષસુખદુ:ખાદિ અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણે છે, પરસ્પર બન્નેનું અંતર જાણે છે. પોતાનો સ્વભાવ જ્ઞાન છે અને રાગનો સ્વભાવ જડપણું છે; પોતે આત્મા ત્રિકાળ સત્તારૂપ છે અને રાગ એક સમયનું અસ્તિત્વ છે, પોતે નિત્યાનંદ સ્વરૂપ પ્રભુ છે અને રાગ દુઃખરૂપ છે-આ પ્રમાણે જ્ઞાની પરસ્પર બન્નેનું અંતર જાણે છે. અહાહા...! રાગથી ભિન્ન ભગવાન આત્માને જ્યાં સ્વલક્ષે અનુભવ્યો ત્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી ગયું. આનું નામ ભેદજ્ઞાન અને આ સમ્યગ્દર્શન છે. (૫-૩૪) (૩૬૦) જુઓ, સર્વ તત્ત્વ ભિન્ન ભિન્ન છે. - શતાવેદનીય કર્મ જે બંધાય છે તે જડ પુદ્ગલની પર્યાય છે. તે અજીવ તત્ત્વ છે. - દયા, દાન આદિ અનુકંપાનો રાગ થાય તે વિકારી ભાવ આસ્રવ તત્ત્વ છે. - રાગથી ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકતત્ત્વ છે તે જીવતત્ત્વ છે. - રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તે રાગનો કર્તા થાય છે. તે રાગ અને આત્માને અભિન્ન એક માનનાર મિથ્યાષ્ટિ મૂઢ જીવ છે. રાગ અને આત્માને જેણે એક માન્યા છે તે અજ્ઞાનીનો શુભરાગ, તે સમયે શતાવેદનીય કર્મ જે બંધાય તેમાં નિમિત્ત હોય છે તેથી અજ્ઞાનીના તે શુભરાગને તેનો (જડકર્મનો) નિમિત્તકર્તા કહેવામાં આવે છે. -જ્ઞાનીને સ્વભાવની દૃષ્ટિ થઈ છે. કર્મબંધ અજીવતત્ત્વ છે, રાગ આસ્રવ તત્ત્વ છે અને પોતે એનાથી ભિન્ન જ્ઞાયકતત્ત્વ છે એમ તેને ભેદજ્ઞાન પ્રગટ હોવાથી તે સર્વને ભિન્ન ભિન્ન જાણે છે. તેથી તે રાગનો કર્તા નથી પણ જ્ઞાતા જ છે અને તેના જ્ઞાનમાં રાગ અને જડ કર્મની પર્યાય નિમિત્ત થાય છે. (પ-૧ર૩) (૩૬૧) જ્ઞાનીને રાગ આવે છે તે કાળે ભેદજ્ઞાન કરવું પડતું નથી. ભેદજ્ઞાન સહજ જ હોય છે. રાગ અને અજીવની ક્રિયા થાય તે કાળે સહજપણે ભેદજ્ઞાન હોય છે. રાગનું અને કર્મબંધનું જ્ઞાન પોતાથી સહુજ થાય છે, કર્મ અને રાગ છે તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. (૫-૧૨૫) (૩૬ર) બાપુ! આ મનુષ્યપણાનો એકેક સમય કૌસ્તુભમણિ કરતાં પણ વધારે કીમતી છે, અને આ ભેદજ્ઞાન અતિ દુર્લભ વસ્તુ છે. આ અવસરમાં જો ભેદજ્ઞાન પ્રગટ ન કર્યું તો જન્મમરણ કરતાં કરતાં મિથ્યા શ્રદ્ધાનના ફળમાં નિગોદમાં ચાલ્યો જઈશ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ અધ્યાત્મ વૈભવ ફરી અનંતકાળે ત્રસ નહિ થાય. ભાઈ ! શુભરાગથી ધર્મ થાય એ મિથ્યા શ્રદ્ધાન છે, અને મિથ્યા શ્રદ્ધાનનું ફળ નિગોદ છે. (પ-૨૩૮) (૩૬૩) અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ ચૈતન્યબિંબ-અનંત ચૈતન્યપ્રકાશનો પિંડ છે; અને રાગ અંધકાર છે. રાગ નથી જાણતો પોતાને, નથી જાણતો જોડે રહેલા ચૈતન્યને; રાગ બીજા દ્વારા (ચૈતન્ય દ્વારા) જણાય છે. માટે રાગ છે તે જડ સ્વભાવ છે, અજીવ છે. ભાઈ ! જીવનું જીવન-ધર્મીનું જીવન તો સ્વ-અનુભવ છે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાનની પરિણતિ સહિત જીવવું એ જીવનું જીવન છે. રાગને કર્તવ્ય માનીને જીવવું એ તો મિથ્યાત્વનું જીવન છે, એ ચૈતન્યનું જીવન નથી. અહીં કહે છે-રાગ અને આત્માના પ્રદેશો ભિન્ન છે, રાગ અને નિર્મળ પરિણતિના અંશો (પ્રદેશો) પણ ભિન્ન છે. અહો ! ભેદજ્ઞાનની આ અપૂર્વ વાત છે. (૬-૩૭ર) (૩૬૪) ભેદજ્ઞાન શું ચીજ છે એ જીવોએ સાંભળ્યું નથી; અને એના વિના ચારગતિમાં રખડવું મટે એમ નથી. નવતત્ત્વમાં દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે. રાગ આસ્રવ છે અને આત્મા આનંદકંદ પ્રભુ જ્ઞાયક છે. તે બે વચ્ચે આધાર-આધેય સંબંધ નથી. વ્યવહારરત્નત્રયમાં આત્મા જણાય અને આત્મામાં વ્યવહારરત્નત્રય હોય એમ કદી છે નહિ. ધર્મની મૂળ ચીજ આ છે. રાગના આધારે આત્મા જાણવામાં આવે અને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય એમ છે નહિ; કેમકે રાગની ઉત્પત્તિ પરલક્ષે થાય છે અને જ્ઞાનની પરિણતિ સ્વલક્ષે ઉત્પન્ન થાય છે. બન્નેની દિશા અને દશામાં ફેર છે. પર તરફની દિશાથી રાગથી દશા ઉત્પન્ન થાય છે જ્યારે સ્વ તરફની દિશાથી ધર્મની દશા ઉત્પન્ન થાય છે. ભાઈ ! ધર્મની દશાનો આશ્રય સ્વ છે, રાગ નહિ, પર નહિ. અહો! ધર્મ કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે. (૬-૩૭૫) (૩૬૫) - ચિદ્રુપતા ધરતું જ્ઞાન એટલે જ્ઞાનપણે, શ્રદ્ધાપણે, વીતરાગતાપણે, આનંદપણે પરિણમતો આત્મા છે. અને જડરૂપતા ધરતો રાગ છે. રાગ જડ છે. આગળ ક્રોધાદિ, કર્મ અને નોકર્મ એમ ત્રણ લાધાં હતાં. અહીં રાગ જ લીધો છે. દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિનો રાગ છે તે જડ છે એમ કહે છે. એ બન્નેના ( જ્ઞાન અને રાગના) અંતરંગમાં દારુણ વિદારણ વડે અર્થાત્ ભેદ પાડવાના ઉચ્ચ અભ્યાસ વડે ચોતરફથી વિભાગ કરીને નિર્મળ ભેદવિજ્ઞાન ઉદય પામ્યું છે. જુઓ, આ ભેદવિજ્ઞાન કેવી રીતે પ્રગટે એની વાત કરે છે. કહે છે-પરલક્ષે થતો જે રાગ એનાથી ભિન્ન પડીને સ્વલક્ષે થતા શુદ્ધ ઉપયોગને પ્રગટ કરી સમસ્ત પ્રકારે રાગ અને જ્ઞાનને જુદા કરીને ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ચોતરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવએમ સમસ્ત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન ૧૨૯ પ્રકારથી ભગવાન આત્માને રાગથી ભિન્ન કરીને ભેદવિજ્ઞાન પ્રગટ થયું છે. અહાહા...! ભેદવિજ્ઞાન થતાં વિભાવનો કોઈ અંશ સ્વપણે ભાસતો નથી. ભેદવિજ્ઞાન આત્માને અને રાગને ચોતરફથી ભિન્ન કરતું પ્રગટ થયું છે. મતલબ કે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્ર-પ્રદેશથી ભિન્ન, કાળથી અને ભાવથી ભિન્ન-એમ રાગથી આત્માને સર્વ પ્રકારે ભિન્ન કરતું ભેદજ્ઞાન પ્રગટ થયું છે. અહાહા! આ વસ્તુ આત્મા જે ત્રિકાળ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તેને પરથી-રાગથી ભેદ પાડતાં આ પ્રત્યક્ષ નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ભાઈ ! ચૈતન્યની મૂળ પુંજી ગ્રહણ કરવામાં ચૈતન્યનું પરિણમન કાર્ય કરે, તેમાં રાગ કાર્ય ન કરે, વ્યવહારરત્નત્રયનો રાગ પણ એમાં કામ ન આવે; કેમકે જ્ઞાનનું પરિણમન ધરતો આત્મા છે અને જડરૂપતા ધરતો રાગ છે. બન્નેના ભિન્ન સ્વભાવ છે. (૬-૩૮૬) (૩૬૬) અનાદિથી જે રાગમાં સ્થિત હતો તે પર્યાયબુદ્ધિ હતી, અજ્ઞાનભાવ હતો. હવે રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનકુંજમાં સ્થિત થયો તે વીતરાગ-વિજ્ઞાનરૂપ ભેદવિજ્ઞાન છે, મોક્ષમાર્ગ છે. આવું ભેદવિજ્ઞાન જ્ઞાનના લક્ષે થાય છે. રાગના લક્ષે અંદર ભેદવિજ્ઞાન ન થાય. સ્વનું-જ્ઞાનકુંજ એવા આત્માનું લક્ષ થતાં ભેદવિજ્ઞાનનું પરિણમન થાય છે. જેમ ખેતરમાં સો સો મણના ઘાસના ગંજ-પુંજ હોય છે એમ આત્મા જ્ઞાનઘનનો પુંજ એટલે ગંજ-ઢગલો છે. એમ સ્થિત અને બીજાથી રહિત-તે બીજું કોણ? જ્ઞાનસ્વભાવથી રાગ બીજો છે. માટે જ્ઞાનમાં સ્થિત અને રાગથી રહિત એવા હે પુરુષો ! તમે મુદિત થાઓ અર્થાત્ આનંદિત થાઓ, સુખી થાઓ, રાગની એકતામાં દુઃખ હતું તે હવે રાગની ભિન્નતા કરી આત્મસ્થિત થતાં સુખી થાઓ-એમ કહે છે. . અહીં કહે છે-શુદ્ધજ્ઞાનઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ અને એકાગ્રતા થતાં રાગનીપર્યાયની દષ્ટિ ઊડી ગઈ અને અતીન્દ્રિય આનંદની લહર ઊઠી. માટે કહે છે કે ભેદજ્ઞાનના અભ્યાસ વડે આનંદિત થાઓ. (૬-૩૮૭) (૩૬૭) આ પ્રમાણે જ્ઞાન અને રાગાદિના ભેદનું ભાન થાય છે ત્યારે-ભેદનો ઉગ્ર અભ્યાસ કરવાથી આનંદના સ્વાદ સહિત આત્માનો અનુભવ થાય છે. આનું નામ ભેદજ્ઞાન છે. તેથી તો આચાર્ય કહે છે-હે સપુરુષો! જે કાળ ગયો તે ગયો, પણ હવે રાગથી ભેદના અભ્યાસ વડે ભેદજ્ઞાન પ્રગટ કરીને આનંદને પામો, મુદિત થાઓ. (૬-૩૯૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ ( ૩૬૮ ) રાગથી-ક્રિયાકાંડથી ધર્મ માનનારને સંસારનુ-દુ:ખનું પરિભ્રમણ નહિ મટે; ભવનો અભાવ નહિ થાય. તો કેવી રીતે થાય? તો કહે છે-ભાઈ ! ક્રિયાકાંડના રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એમ ભેદનો અભ્યાસ કરી, રાગથી લક્ષ છોડી ભેદજ્ઞાન વડે અવિચલપણે જ્ઞાનને જ્ઞાનમાં રાખીને શુદ્ધોપયોગપણે પરિણમતાં ધર્મ થાય છે અને ભવનો અભાવ ક૨વાની આ જ રીત છે. આવી ભેદજ્ઞાનની ભૂમિકામાં સમકિતી જ્ઞાની રાગનો જરાય કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે અને એકલા જ્ઞાનમયભાવે પરિણમતો થકો તે સર્વથા રાગરહિત થઈ ભવમુક્ત થઈ જાય છે. અહો ! ભેદવિજ્ઞાન કોઈ અલૌકિક ચીજ છે. બનારસીદાસે કહ્યું છે ને કે “ ભેદજ્ઞાન સંવ૨ જિન્હ પાૌ, સો ચેતન શિવરૂપ કહાૌ.” ભેદજ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે. આત્માના અનુભવથી રાગદ્વેષમોહનો નાશ થાય છે અર્થાત્ રાગદ્વેષમોદિ આસવનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. રાગદ્વેષમોહ આસ્રવ છે. તેના અભાવસ્વરૂપ સંવર છે. તે સંવ૨ આત્માની શુદ્ધ ચૈતન્યમય પરિણતિરૂપ ધર્મ છે. લ્યો, આ ભેદવિજ્ઞાન જ ધર્મનું મૂળ છે. (૬-૩૯૩) ( ૩૬૯ ) શિષ્ય પૂછે છે કે-ભગવન્! શું ભેદવજ્ઞાનની જ શુદ્ધ આત્માનો લાભ થાય એમ એકાન્ત જ છે? ગુરુ ઉત્તર આપે છે કે-હા; ભેદવજ્ઞાનથી જ આત્મલાભ થાય છે. ભેદવિજ્ઞાનથીય થાય અને રાગથીય આત્મલાભ થાય એમ જો કોઈ માને તો તે યથાર્થ નથી. (૬-૩૯૫ ) (૩૦૦) અહીં કહે છે–જેને રાગની એકતાબુદ્ધિ છે તેને શરીરની પ્રાપ્તિ થશે અને તે સંસારમાં રઝળશે અને જેણે રાગથી ભિન્નતા કરીને આત્માની એકતા કરી છે તે ભેદજ્ઞાનીને આત્માની પ્રાપ્તિ થશે અને તે સંસારથી મુક્તિ પામશે. અહાહા...! આત્મા અંદર ચૈતન્યચમત્કારમાત્ર વીતરાગમૂર્તિ પ્રભુ ૫રમાત્મા છે. આત્મા જો વીતરાગમૂર્તિ ન હોય તો પર્યાયમાં વીતરાગતા આવે ક્યાંથી? શું બહારથી વીતરાગતા આવે છે? ( ના; એમ નથી). આત્મા વીતરાગમૂર્તિ સદાય છે. આવા વીતરાગમૂર્તિ આત્મા અને કર્મ-રાગના ભેદજ્ઞાન વડે ચૈતન્યચમત્કારમાત્ર આત્મા ઉપલબ્ધ થાય છે. અહીં આત્માને ચૈતન્યચમત્કારમાત્ર કેમ કહ્યો? કારણ કે એની પૂર્ણ જ્ઞાનની પર્યાયમાં ત્રણકાળ-ત્રણલોકને એક સમયમાં જાણે એવા મહાચમત્કારિક અનુપમ સામર્થ્યયુક્ત ઋદ્ધિવાળો આત્મા છે. માટે એને ચૈતન્યચમત્કાર કહ્યો છે. આવા આત્માની પ્રાપ્તિ ભેદવજ્ઞાન વડે થાય છે. અહો! ભેદવિજ્ઞાન અનંતા જન્મ-મરણનો નાશ કરી મુક્તિ પમાડે એવી મહા અલૌકિક ચીજ છે! ભાઈ ! ભેદવજ્ઞાન વિના રાગની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદશાન ૧૩૧ એકતાબુદ્ધિ તને ભવસમુદ્રમાં ક્યાંય ઊંડે ડુબાડશે. ભવસમુદ્ર અપાર છે; એમાં ૮૪ લાખ યોનિ છે. રાગની એકતા કરી-કરીને એક એક યોનિને અનંતવાર સ્પર્શીને તેં અનંત અનંત અવતાર કર્યાં છે ભાઈ ! શુભરાગને જો તું ધર્મ વા ધર્મનું કારણ માને છે તો તારા ભવના અંત નહિ આવે ! માટે ભેદવિજ્ઞાન પ્રગટ કર. (૬-૪૨૮) ( ૩૭૧ ) જુઓ આ ઉપદેશ ! કહે છે-રાગથી ભિન્નતા અને સ્વભાવની એકતા જેમાં થાય એવું ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે અર્થાત્ ભેદજ્ઞાન વડે સચ્ચિદાનંદમય ભગવાન આત્માના નિરાકુળ આનંદનો સ્વાદ અત્યંત લેવા યોગ્ય છે; ભેદવિજ્ઞાન દ્વારા અંતરંગમાં નિજાનંદસ્વરૂપ અત્યંત સ્વાદ-ગ્રાહ્ય કરવા યોગ્ય છે. ભાઈ! તને અનાદિથી રાગનો સ્વાદ છે તે ઝેરનો સ્વાદ છે. સંસારના ભોગ આદિના સ્વાદ કે પંચમહાવ્રતાદિ શુભરાગના સ્વાદ એ બધા બે-સ્વાદ છે, કષાયલા સ્વાદ છે; એમાં સ્વરૂપના આનંદનો સ્વાદ નથી. માટે એક વખત પરથી-રાગથી ભિન્ન પડી ભેદજ્ઞાન વડે અંતઃએકાગ્ર થઈ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે એમ કહે છે. ભેદ વિજ્ઞાનથી જ આત્માપધ્ધિ થાય છે માટે તે ભેદિવજ્ઞાન જ અત્યંત ભાવવાયોગ્ય છે; રાગભાવ ભાવવાયોગ્ય નથી. (૬–૪૩૨ ) ( ૩૭૨ ) સંસારમાં જીવ રખડે છે કેમ? અને તેની મુક્તિ કેમ થાય? -એની ટૂંકામાં આ કળશમાં વાત કરી છે. કહે છે-ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ રાગની એકતાબુદ્ધિ સહિત પરિણમનથી જીવો અનાદિથી બંધાયા છે અને જે કોઈ સિદ્ધ થયા છે તે બધા ભેદજ્ઞાનથી જ થયા છે. ‘તિ’ શબ્દ પડયો છે ને? એટલે નિશ્ચયથી બંધાવામાં અને મુક્ત થવામાં અનુક્રમે ભેવિજ્ઞાનના અભાવ અને સદ્ભાવ જ કારણ છે. જે કોઈ નિગોદાદિના જીવો અત્યાર સુધી નિશ્ચયથી બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે, કર્મથી બંધાયા છે એમ નહિ. નિગોદના જીવ પણ કર્મનું જોર છે તેથી રોકાયા છે એમ નથી. (૬–૪૩૮ ) (૩૭૩) સાપણ સેંકડો બચ્ચાંને જન્મ આપે છે અને તેમના ફરતે ગોળાકારે વીંટળાઈને તેમને એક એક કરીને ખાઈ જાય છે. તેમાં જો કોઈ તરત જ બહાર નીકળી જાય તો તે બચી જાય છે. એવું જ ઉત્સર્પિણી-અવસર્પિણી કાળનું છે. અહા! કાળચક્રના પંજામાં પડેલાં પ્રાણીઓ અનાદિથી ભેદજ્ઞાનના અભાવે નિરંતર જન્મ-મરણ ત્યાં ને ત્યાં ચારગતિમાં કર્યાં જ કરે છે. તેમાંથી કોઈ ભાગ્યવાન જીવ ભેદજ્ઞાન કરીને આત્મજ્ઞાની થાય છે તે કાળચક્રની બહાર નીકળી જઈને સિદ્ધદશાને પામે છે. બાકી તો એમાં ને એમાં જ જન્મ-મરણ કરતાં રહી જાય છે. ભાઈ ! અહીં તને જન્મ-મરણથી ઉગરવાનો પંથ આચાર્યદેવ બતાવે છે. (૭–૨૮૫ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ અધ્યાત્મ વૈભવ (૩૭૪) અહાહા.તું સર્વજ્ઞસ્વભાવી છો ને પ્રભુ! અહાહા ! તારું સ્વરૂપ જ જ્ઞ-સ્વભાવ સર્વજ્ઞસ્વભાવ છે. અહા ! એના જ્ઞાન-શ્રદ્ધાન કરે નહિ અને રાગને ભલો જાણી એમાં રોકાઈ રહે એ તો સ્વ-પરના ભેદવિજ્ઞાન માટે અયોગ્યતા છે. અહા ! આ રીતે અભવિ જીવ ભેદવિજ્ઞાન માટે સદાય અયોગ્ય છે. (૮-૨૫૫ ) (૩૭૫ ) જુઓ, આ વ્યાપાર! આખો દિ' દુકાનના, ધંધાના, બાયડી-છોકરાં સાચવવાના ને ભોગના-એ તો બધા પાપના વ્યાપાર છે; અને દયા, દાન આદિ તથા બંધના વિચાર આદિમાં લાગ્યો રહે તે બધા પુણ્યના વ્યાપાર છે. અને પુણ્ય-પાપથી ભિન્ન અંદર શુદ્ધ ચૈતન્યમાં લાગ્યો રહે તે દ્વિધાકરણનો-ભેદજ્ઞાનનો વ્યાપાર છે. આત્માને રાગથી ભિન્ન કરવાનો આ વ્યાપારઉધમ ધર્મ છે, અને એવો ઉદ્યમ કરવાનો ભગવાન જિનેશ્વરનો હુકમ છે. અહા! અબંધસ્વરૂપી આત્મા અને રાગનો બંધભાવ-એ બેને જુદે જુદા કરવાનો ભેદજ્ઞાન કરવાનો ભગવાનનો હુકમ છે. લ્યો, આ ભગવાનનો હુકમ! કે જોડ અને તોડ! એટલે શું? કે અનાદિથી રાગમાં જ્ઞાનને જોયું હતું ત્યાંથી તોડ અને જ્ઞાનને આત્મામાં જોડ. જુઓ આ ધર્મનું પહેલું પગથિયું એવા સમ્યગ્દર્શનની રીત. (૮-૩૮૯) (૩૭૬) –ભગવતી પ્રજ્ઞા જ-એકલી જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ-છેદનાત્મક એટલે આત્મા અને વિકારને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન છે. જેમ લાકડામાં કરવત મૂકતાં બે કટકા થઈ જાય છે તેમ ભેદજ્ઞાનની બુદ્ધિ અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અંતર-એકાગ્ર થયેલી જ્ઞાનની દશા આત્મા અને વિકારને-બન્નેને ભિન્ન કરી નાખે છે. અહા ! દેવ-ગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિવિનયનો રાગ ને પંચમહાવ્રતાદિનો રાગ એ બધો જે વ્યવહાર છે એનાથી ભગવાન આત્માને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે અને તે આત્માથી અભિન્ન છે. આ પ્રમાણે આત્મા જ એટલે અંતર્મુખ વળેલી જ્ઞાનની પર્યાય જ કર્તા ને એ જ સાધન છે. ભાઈ ! આ તો મહાવિદેહમાં બિરાજમાન સાક્ષાત્ તીર્થકર સીમંધર ભગવાનની વાણીમાં આવેલી વાત છે. પ્રશ્ન:-- પણ રાગ ને આત્મા જુદા-ભિન્ન જ છે એમ આપ કહો છો તો જુદા છે એમને જુદા શું પાડવા? ઉત્તર- - હા, તેઓ જુદા જ છે, પણ એને જુદા માન્યા છે ક્યાં? બીજી ચીજ મારી છે એમ માન્યું છે. ભાઈ ! બગડે બે-એમ બીજી ચીજ મારી છે એમ માન્યું છે. એ મોટો બગાડ છે. શુભાશુભનું પરિણમન એ આત્મામાં બગાડ છે એને ભિન્ન કરવા પ્રજ્ઞા-જ્ઞાનની અનુભવ દશા એ એક જ સાધન છે. (૮-૩૮૯) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ભેદશાન Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૩ (૩૭૭) અંદરમાં (-પર્યાયમાં ) રાગનો વિકલ્પ ઊઠે છે તે સૂક્ષ્મ છે (પરદ્રવ્યની અપેક્ષા અહીં વિકલ્પને સૂક્ષ્મ કહ્યો છે); અને ભગવાન જાણનારો અંદર એથીય અતિ સૂક્ષ્મ રહેલો છે. બેનાં પોતપોતાનાં નિયત નિશ્ચિત લક્ષણો છે. બંધનું લક્ષણ રાગ છે અને જ્ઞાન ને આનંદ આત્માનું લક્ષણ છે. અહા! જાણનાર... જાણનાર... જાણનાર તે આત્મા અને રાગ... રાગ... રાગ તે બંધ બીજી રીતે કહી એ તો નિરાકુલતા લક્ષણ આત્મા છે અને આકુળતા લક્ષણ બંધ છે. બંધની-રાગની દશા પર તરફની દિશાવાળી છે. આ પ્રમાણે બંનેનાં ભિન્ન ભિન્ન લક્ષણો છે. આ લક્ષણોથી બંને વચ્ચે સાંધ છે, એકપણું નથી. અહા! અનાદિથી પર તરફના વલણવાળી રાગની દશા ને અંતરંગ જ્ઞાનની દશા-બેને ઊંડે ઊંડે એક માની આત્મા રાગી છે એમ એણે માન્યું છે, પણ અહીં કહે છે-એ બે વચ્ચે નિજ નિજ લક્ષણોથી અંતરંગ સંધિ-સંધિ છે. પ્રજ્ઞાછીણીને અર્થાત્ જ્ઞાનની દશાને અંતર્મુખ કરી સાવધાન થઈને સાંધમાં પટકતાં બંને ભિન્ન પડી જાય છે. અહા! જ્ઞાનની દશાને રાગથી ભિન્ન જાણી તેને અંતર–એકાગ્ર કરતાં તે એવી અંતરમાં સ્થિર થાય છે કે બન્ને જુદા પડી જાય છે. આનું નામ સમ્યગ્દર્શન ને ભેદવિજ્ઞાન છે. (૮-૪૦૨ ) (૩૭૮ ) ભાઈ ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે હોં. બાપુ! બહારમાં તને કોઈ શરણ નથી. અંદર એક આત્મા જ શરણ છે. આ પુણ્યપાપના ભાવો અશરણ છે, ભગવાન આત્મા જ એક શરણ છે. માટે પુણ્ય-પાપનું લક્ષ છોડી અંદર સાવધાન થા. સ્વરૂપના શરણમાં જતાં તેને અતીન્દ્રિય આનંદ થશે. અહા ! ધ્રુવને ધ્યાનમાં લેતાં અર્થાત્ જ્ઞાનને (ઉપયોગને) એક ધ્રુવમાં–શુદ્ધ ચૈતન્યમાં એકાગ્ર કરી રાખતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. અહા! પહેલાં જ્ઞાનની દશા રાગમાં તન્મય-એકાગ્ર હતી તે હવે ધ્રુવધામ પ્રભુ આત્મામાં એકાગ્ર થઈ ત્યાં રાગ ભિન્ન પડી ગયો અને તત્કાલ એટલે સ્વાનુભવના તે જ સમયે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. અતીન્દ્રિય આનંનો સ્વાદ આવે ત્યારે જાણવું કે રાગ ને આત્મા ભિન્ન પડી ગયા. આનું નામ સમ્યગ્દર્શન ને આનું નામ ધર્મ છે. અહો ! ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં જાણ્યું કે-આ આનંદસ્વરૂપ છે તે હું છું, રાગ હું નહિ; રાગની મારામાં નાસ્તિ છે. જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન થતાં પર્યામાં જ્ઞાન આવ્યું, રાગ આવ્યો નહિ, રાગ જ્ઞાનથી ભિન્ન પડી ગયો. આનું નામ ભેદજ્ઞાન છે. અહો! પુણ્યપાપરૂપ અશુચિથી ભિન્ન કરી પરમ પવિત્ર પ્રભુ આત્માને પ્રાપ્ત કરાવનારું ભેદજ્ઞાન કોઈ અલૌકિક છે. (૮-૪૦૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ અધ્યાત્મ વૈભવ (૩૭૯) જેમ બીજ ઊગે એના તેર દિવસ પછી પૂનમ થાય છે તેમ સમ્યગ્દર્શનરૂપી બીજ જેને ઊગે છે તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ છે. સમ્યગ્દર્શન પછી ભેદજ્ઞાનના બળે આનંદમાં લીન રહેવું, આનંદનું ભોજન કરવું, પ્રચુર આનંદને અનુભવવો તે ચારિત્રો છે. આનંદનું પ્રચુર સ્વસવેદન એ ચારિત્રની મહેર-મુદ્રા છે. આવા ચારિત્ર પૂર્વક જીવની મુક્તિ થાય છે. અહીં કહે છે-એ સર્વ ભેદજ્ઞાનનો મહિમા છે. વિના ભેદજ્ઞાન ચારિત્ર તો શું સમ્યગ્દર્શનેય (ચોથું ગુણસ્થાનેય ) સંભવિત નથી. સમજાણું કાંઈ...? (૮-૪૦૪) (૩૮૦) અહાહા....! ભગવાન આત્મા અંદરમાં ચિમૂર્તિ પ્રભુ આનંદ-અમૃતનો સાગર છે. એમાં જે રાગની વૃત્તિ ઊઠે તે ઝેર છે. અહા ! એ ઝેર ને અમૃતની વચ્ચે તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી નાખતાં બંને જુદાં પડી જાય છે અને ત્યારે તે (-પ્રજ્ઞા) જ્ઞાન-અમૃતનું પાન કરે છે એનું નામ ભેદજ્ઞાન, સમ્યજ્ઞાન અને ધર્મ છે. અહો ! મોક્ષનું મૂળ આ ભેદવિજ્ઞાન જ છે. રાગને રાગપર જાણીને રાગથી જુદું રહેનારું અને આનંદ-અમૃતનું પાન કરનારું જ્ઞાન મોક્ષ પામે છે. ભાઈ ! જન્મ-મરણનો અંત લાવવાનો આ ભેદજ્ઞાન જ એક ઉપાય છે. બાકી બધાં (વ્રત, તપ આદિ વિકલ્પો) થોથેથોથાં છે. સમજાણું કાંઈ.... ? ભેદજ્ઞાનને એક ન્યાયે વિકલ્પ પણ કહે છે. એ બે વચ્ચે હોય છે ને? એનું લક્ષ રહે છે ત્યાં સુધી વિકલ્પ રહે છે. રાગ અને આત્મા બેને ભિન્ન જાણવા એમ આવ્યું ને? તેથી જ્યાં સુધી બેનું લક્ષ છે ત્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પ છે. પણ અંદરમાં જ્ઞાયકમાં –એકમાં જાય છે તો ભેદવિજ્ઞાનનું નિર્વિકલ્પ પરિણમન થઈ જાય છે. અહીં આ ગાથામાં પ્રજ્ઞાછીણી શબ્દ સ્વાનુભવ-જ્ઞાન સમજવું, માત્ર વિકલ્પ નહિ. અરે! એને આ સમજવાની ક્યાં ગરજ છે? અરેરે! પ્રભુ! તું કોણ છો? આ સમજ્યા વિના અંદર ત્રણલોકનો નાથ તું ક્યાં જઈશ એનો વિચાર છે તને? અહીં સહેજ પણ પ્રતિકૂળતા ગોઠતી નથી તો મિથ્યાત્વના ફળમાં ભવિષ્ય અનંતી પ્રતિકૂળતા આવશે તેને કેમ સહન કરીશ? અહા! ધર્મસ્થાનકમાં પણ તને પંખા જોઈએ! થોડી પ્રતિકૂળતાને અવગણીને તું ધર્મશ્રવણના કાળમાં ચિત્તને એકાગ્ર ન કરે તો તું ક્યાં જઈશ પ્રભુ? અહા ! જગતને ખબર નથી; જગત આંધળે-આંધળું છે, પણ બાપુ ! પરચીજ અનુકૂળ-પ્રતિકૂળ છે એવા ભાવમાં તું અનંતકાળ સંસારમાં રખડીશ. અહા ! એવા ભાવનું ફળ એવું જ છે ત્યાં શું થાય? (૮-૪૧૪). (૩૮૧) જુઓ, આ સ્વભાવનો પુરુષાર્થ અને ભેદજ્ઞાનનો ઉપાય! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદશાન ૧૩૫ જેમ લગ્નમાં ‘સમય વર્તે સાવધાન' કહે છે ને? આઠ લાગે લગ્નનો ટાઈમ હોય તો સમય થઈ જતાં કહે કે-ટાઈમ થઈ ગયો છે, અંદરથી કન્યાને લાવો. એમ અહીં કહે છેરાગથી છૂટા પડવાનો તા૨ો ટાઈમ થઈ ગયો છે, માટે અંદરમાં-સ્વભાવમાં જા અને રાગને ભિન્ન પાડ. ભાઈ ! કરવાનું હોય તો એક આ કરવાનું છે. બાકી તો બધું થોથેથોથાં છે. જોયું? આ પ્રજ્ઞારૂપી છીણી કોના વડે પટકવામાં આવે છે? ‘પ્રવીણ પુરુષો વડે. ' લ્યો, આનું નામ તે પ્રવીણ પુરુષ જે ભેદજ્ઞાન કરે છે. દુનિયામાં પ્રવીણ-ચતુર કહેવાય તે આ નહીં. દુનિયાના કહેવાતા પ્રવીણ પુરુષો તો બધા પાગલ છે, મૂર્ખ છે; કેમકે તેઓ સ્વભાવનો પુરુષાર્થ ક્યાં કરે છે? તેઓ તે પુરુષાર્થહીન નપુંસક છે. આ તો જે સ્વભાવના પુરુષાર્થ વડે ભેદવિજ્ઞાન પ્રગટ કરે તે પ્રવીણ-નિપુણ પુરુષ છે એમ વાત છે. અહાહા...! કહે છે-પ્રવીણ પુરુષો વડે પ્રજ્ઞાછીણીને નિષ્પ્રમાદપણે મહા યત્ન વડે પટકવામાં આવતાં..., ક્યાં? આત્મા અને કર્મ-બન્ને વચ્ચેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં અર્થાત્ અંદરની સાધના જોડાણમાં. જેમ જંગલમાં લાખો મણ પથ્થરોનો પહાડ હોય છે એમાં વચ્ચે વચ્ચે લાલ, ધોળી એવી રગ હોય છે. એ રગ એ બે પથ્થરો વચ્ચે સાંધ છે અર્થાત્ બે પથ્થરો એક થયા નથી એનું ચિહ્ન છે. તેથી સાંધમાં સુરંગ ફોડતાં પથ્થરો જુદા પડી જાય છે. તેમ જ્ઞાન અને આનંદ જેનું સત્ત્વ છે એવો ભગવાન આત્મા જ્ઞાનાનંદરસકંદ પ્રભુ છે, એમાં જે દયા, દાન આદિ શુભ પરિણામ ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભ પરિણામ થાય છે તે મૂળ વસ્તુભૂત નથી. અર્થાત્ આત્મા અને શુભાશુભ પરિણામ બંને એક નથી. બંનેમાં લક્ષણભેદે ભેદ છે, સાંધ છે. ભગવાન આત્મા અને રાગાદિ વિકાર વચ્ચે સૂક્ષ્મ અંતરંગ સાંધ છે. અહીં કહે છે–એ બંનેની અંતરંગ સાંધના બંધમાં બહુ યત્ન વડે પ્રજ્ઞાછીણી પટકવામાં આવતાં તત્કાલ બન્ને ભિન્ન પડી જાય છે. ‘રમસાત્' છે ને? એટલે કે શીઘ્રતત્કાલ-તે જ સમયે. અહા! જ્ઞાનની પ્રગટ દશા જે અનાદિથી રાગ તરફ વળેલી છે તે ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ આત્મા તરફ વળે ને ઢળે તે પ્રજ્ઞાછીણી છે અને તે સાંધમાં પડતાં તત્કાલ આત્મા અને કર્મ જુદાં પડી જાય છે. (૮-૪૧૫ ) ( ૩૮૨ ) અહા ! આત્મા છે તે અનાદિ-અનંત નિત્ય શાશ્વત પરિપૂર્ણ સ્વતઃસિદ્ધ વસ્તુ છે; એનું ચૈતન્યરૂપી તેજ અંતરમાં નિત્ય, ધ્રુવ અને સ્થિર છે તથા નિર્મળપણે દેદીપ્યમાન છે. અહા ! પ્રજ્ઞાછીણી આત્માને આવા ચૈતન્યપૂરમાં-ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય-એવા ત્રિકાળી ધ્રુવ ચૈતન્યપ્રવાહમાં મગ્ન કરતી પડે છે; અને તે બંધને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ અધ્યાત્મ વૈભવ અજ્ઞાનભાવમાં નિશ્ચલ-સ્થિત કરે છે. આ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરી દે છે. . પરલક્ષે જે શુભાશુભ વૃત્તિઓ ઊઠે છે તે બંધ છે ને તે અજ્ઞાનભાવ છે. “બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચલ કરતી” એમ કહ્યું ને ! રાગમાં ચૈતન્યના અંશનો અભાવ છે તેથી તે અજ્ઞાનમય ભાવ છે, અંધકાર છે. અંદરમાં સાવધાન થઈને અર્થાત્ ઉપયોગની જાગૃતિ રાખીને પ્રજ્ઞાછીણી પટકવામાં આવતાં તે સૂક્ષ્મ સંધિને ભેદીને એકકોર જ્ઞાનસ્વરૂપ આત્મા ને બીજીકોર અંધકારસ્વરૂપ રાગ-બન્ને ભિન્ન પાડી દે છે. અહીં ! ભગવતી પ્રજ્ઞા-જ્ઞાનમય ચેતના આત્મા અને બંધને સર્વ તરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર કાળ ને ભાવ-એમ ચોતરફથી ભિન્ન ભિન્ન કરી દે છે. બંધના-રાગના કોઈ અંશને જ્ઞાનમાં ભેળવતી નથી, ને જ્ઞાનના કોઈ અંશને બંધમાં-રાગમાં ભેળવતી નથી. અહા ! આવી ભગવતી પ્રજ્ઞાજ્ઞાનચેતના એ એક જ મોક્ષનો ઉપાય છે. (૮-૪૧૬) (૩૮૩) અહા ! હું એક શુદ્ધ ચિત્માત્ર જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ આત્મા છું. અહા ! આવી ત્રિકાળી ચીજ તે મારું સ્વ છે-એમ સ્વને ઓળખી, તેનો અનુભવ કરી તેમાં જ લીન રહેવું એ જ આત્માને રાગથી ભિન્ન કરવું છે. આત્માનો અનુભવ કરી એમાં જ લીન રહેવું એનું નામ ભગવતી પ્રજ્ઞાન છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે, એમ જાણવું. લ્યો, ણમો સિદ્ધાંણ' –એવું સિદ્ધપદ આ રીતે પમાય છે. પ્રભુ! આ રાગ અને આત્માને આ રીતે જુદા કર તો તારો અવતાર સફળ થશે. તેથી તને આત્મલાભ થશે, અંદર અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને તેને પોતાથી જ ખાત્રી થશે કે હવે મને જન્મ-મરણ નથી; કોઈને પૂછવું નહિ પડે. (૮-૪૧૮) (૩૮૪) બંનેને જુદા પાડવાનું પ્રયોજન જ આ છે કે રાગનું લક્ષ છોડી ચિદાનંદઘન પ્રભુ આત્માને જ ગ્રહણ કરવો-અનુભવવો. આ રીતે જ એને સમ્યગ્દર્શનજ્ઞાન ને અંતરરમણતારૂપ ધર્મ પ્રગટ થાય છે. આ સિવાય બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાથી સમકિત થવાનું કોઈ કહે તો તે અસત્ય છે, સત્યાર્થ નથી. જુઓ, આ ભેદજ્ઞાન કહ્યું. આને છોડવો ને આને ગ્રહણ કરવો એ ભેદ કરવાના સૂક્ષ્મ વિકલ્પ તો વિકલ્પરૂપ ભેદજ્ઞાન છે. પણ આત્માની ભૂમિકામાં જે જાણવા-દેખવાનો ઉપયોગ થાય તેને એકદમ જાણનાર.. જાણનાર. જાણનાર પ્રભુ જ્ઞાયક પ્રતિ વાળીને શુદ્ધાત્માનુભૂતિ કરે ત્યારે રાગાદિ જે પુણ્ય-પાપના બંધભાવો છે તેનું લક્ષ છૂટી જાય છે અને તે વાસ્તવિક ભેદજ્ઞાન છે, સમ્યજ્ઞાન છે, ધર્મ છે. (૮-૪૩૨) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ભેદશાન Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૭ (૩૮૫ ) અહાહા...! આ આત્મા અંદરમાં અનંતગુણથી ભરેલો ભગવાન છે. પણ અરે! એને અનાદિ સંસારથી જ સ્વ અને પરનાં ભિન્ન ભિન્ન સુનિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નથી. પોતાનો તો એક ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય સ્વભાવ છે, અને રાગાદિ વિભાવ છે એ તો જડ પ્રકૃતિના લક્ષે થયેલો જડ અચેતન ભાવ છે. આમ સ્વ-૫૨ની સ્વભાવ-વિભાવની પ્રગટ ભિન્નતા છે. પણ એ બંનેની ભિન્નતાનું આને અનાદિથી જ ભેદજ્ઞાન નથી. આવું ભેદશાન નહિ હોવાને લીધે એ સ્વ-પરના એકપણાનો અધ્યાસ કરીને વિભાવ ભાવનો કર્તા થઈ પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે. ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી છે. અહા! તેમ છતાં તે વિકૃત રાગાદિભાવોનો કર્તા કેમ થાય છે? તો કહે છે કે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને વર્તમાન મલિન વિભાવ-આ બે વચ્ચેનું અનાદિથી જ ભેદજ્ઞાન નહિ હોવાથી અજ્ઞાની જીવ રાગાદિ ભાવોનો કર્તા થાય છે. કર્મના કારણે કર્તા થાય છે એમ નહિ, પણ સ્વ અને પર એમ બેઉના એકપણાના અધ્યાસના કારણે અજ્ઞાની જીવ ક્ષણિક વિભાવ પરિણામોનો કર્તા થાય છે. (૯-૪૫ ) ( ૩૮૬ ) શું કીધું ? આ દયા, દાન, વ્રત આદિના જે ભાવ થાય તે પજ્ઞેય છે ને જાણગસ્વભાવી ભગવાન આત્મા એથી ભિન્ન છે-આવું ભેદજ્ઞાન અનાદિકાળથી નહિ હોવાથી વ્રતાદિ રાગના ભાવને જાણવાના કાળે તે ભાવ હું આત્મા છું એમ તે જાણે છે. તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી તે રાગનો કર્તા થાય છે. સામાન્ય અપેક્ષાએ તો તે જ્ઞાનસ્વભાવે સ્થિત એવો અકર્તાસ્વભાવી છે, પણ વર્તમાન પર્યાય અપેક્ષાએ, રાગને પોતાનો માનીને જ્ઞાનપરિણામને અજ્ઞાનરૂપ કરતો થકો તે રાગનો કર્તા થાય છે. આ પ્રમાણે તે કથંચિત્ કર્તા છે. સમજાણું કાંઈ.. ? અને જ્યારે ભેદજ્ઞાન થવાથી અર્થાત્ રાગથી ભિન્ન હું એક જ્ઞાયકસ્વભાવી સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છું એમ ભાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે-અનુભવે છે ત્યારે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો, કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે. જોયું? ધર્મીને દયા, દાન, વ્રત આદિનો રાગ હોય છે, પણ તે કાળેય રાગથી ભિન્ન હું જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું અંતરમાં એને ભેદજ્ઞાન વર્તે છે; અને તેથી તે રાગ મારો છે એમ રાગ સાથે એકમેક થતો નથી, પણ તેને પૃથક્ જ જાણે છે; કેવળ જ્ઞાતા જ રહે છે. આ પ્રમાણે જ્ઞાની જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ અધ્યાત્મ વૈભવ કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. લ્યો, આનું નામ સમકિત અને આ ધર્મ. બાપુ! આ તો વીરનો માર્ગ પ્રભુ! .. આ પ્રમાણે ભેદવિજ્ઞાન થતાં જ્ઞાની વર્તમાન પર્યાયમાં જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને જ કરતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે. આવી વાત છે. આ સ્યાદ્વાદ છે. (૯-ર૬૭) (૩૮૭) ભાઈ ! તું આ વ્યવહારના શુભભાવ મને મોક્ષની પ્રાપ્તિ કરાવશે એમ હું માને છે પણ તારી માન્યતા બરાબર નથી. તારી એ માન્યતાએ જ તને રઝળાવી માર્યો છે, પછી તે ઠીક કેમ હોય? માટે જો તને મોક્ષની ઇચ્છા છે તો અંતર્મુખ દષ્ટિ કરી ભેદજ્ઞાન કર. અંતર્મુખ દષ્ટિ વડે જ ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન વડે જ અંદશ શુદ્ધ નિશ્ચય પરમાર્થ વસ્તુ પોતે છે તેનો અનુભવ થાય છે. આનું જ નામ ધર્મ ને આનું જ નામ મોક્ષનો ઉપાય છે. અનાદિકાળનું ભવભ્રમણ મટાડવાનો આ જ એક ઉપાય છે. (૧૦-૨૭૬ ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫. મોક્ષમાર્ગ-રત્નત્રયી ' Tછે હ (૩૮૮) ત્રિકાળી ધ્રુવના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય એ નિશ્ચય મોક્ષમાર્ગ અને અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં બુદ્ધિપૂર્વક રાગ તો નથી પણ જે અબુદ્ધિપૂર્વક રાગ રહ્યો છે, એને આરોપિત કરી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. (૧-૬૦) (૩૮૯) જેનાથી તરાય એ તીર્થ છે. અંતરમાં મોક્ષમાર્ગની પર્યાય છે તે તીર્થ કેમકે એનાથી તરાય છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવની દષ્ટિ, જ્ઞાન અને રમણતાસ્વરૂપ જે રત્નત્રયની પર્યાય એ તીર્થ છે. એનાથી સંસાર તરાય છે. તેથી મોક્ષનો માર્ગ તે તીર્થ છે, પાર થવું તે તીર્થનું ફળ છે. પૂર્ણ કેવળજ્ઞાન પામવું એ મોક્ષમાર્ગનું ફળ છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે ને? પર્યાયને ન માનો તો મોક્ષમાર્ગ રહેતો નથી, અને મોક્ષમાર્ગનું ફળ જે કેવળજ્ઞાન અને સિદ્ધપદ તે પણ રહેતાં નથી, કેમકે એ પર્યાય છે. પર્યાય છે તે વ્યવહાર છે. માટે તીર્થ અને તીર્થફળની એવી જ વ્યવસ્થિતિ છે તે યથાર્થ જાણવી. (૧–૧૬૩) (૩૯૦) અંતરમાં ભગવાન આત્મા શક્તિએ મોક્ષસ્વરૂપે બિરાજે છે. એવા નિજસ્વભાવનો આશ્રય કરતાં જેટલી વીતરાગતા-નિર્મળ દશા ઉત્પન્ન થાય એ મોક્ષપંથ છે. અંતર સ્વભાવના આશ્રયમાં જે અપ્રમત્તભાવ ઉત્પન્ન થાય તે શિવમાર્ગ-મુક્તિમાર્ગ છે. તથા જે પંચપરમેષ્ઠીમાં ભળેલા છે. “નમો નો સવ્વસાહૂળ’ એમ જેમને ગણધરદેવના નમસ્કાર પહોંચે છે તેવા ભાવલિંગી મુનિ હોય એમને પણ જેટલા પર તરફના લક્ષે શુભરાગ ઉત્પન્ન થાય છે એ જગપંથ-સંસારપંથ છે. આકરી વાત છે, ભાઈ ! લોકોએ ધર્મ શું છે એ કદી સાંભળ્યું નથી. (૧-૨૩૯). (૩૯૧) ભગવાન ત્રિલોકીનાથ દિવ્યધ્વનિ દ્વારા ઇન્દ્રો અને ગણધરોની વચમાં એમ કહેતા હતા કે ભગવાન આત્મા પોતે એકાંત બોધરૂપ, સહજ, અનાકુળ આનંદસ્વરૂપ, વીતરાગસ્વભાવી છે. એવા આત્માનો આશ્રય લેતા જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય, તે શિવપંથ છે, અને પરના લક્ષ જેટલો રાગ થાય તે પ્રમાદ છે, અનુભવમાં શિથિલતા છે. એટલો શિવપંથ દૂર છે. (૧-૨૮૦). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦ અધ્યાત્મ વૈભવ (૩૯૨) | દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. દર્શનનો પ્રતીતિ સ્વભાવ, જ્ઞાનનો જાણવારૂપ સ્વભાવ અને ચારિત્રનો શાંતિ અને વીતરાગતારૂપ સ્વભાવ છે. અહાહા! ભગવાન એકરૂપ જ્ઞાયકસ્વભાવી આત્માની સેવા કરવાથી અનેકરૂપ સ્વભાવપર્યાય ઉત્પન્ન થાય છે. આ અનેકરૂપ સ્વભાવપર્યાયની સેવા કરવી એ તો વ્યવહારથી ઉપદેશ આપ્યો છે. તેથી દષ્ટિમાં સેવવા યોગ્ય એક આત્મા જ છે એમ સિદ્ધ થાય છે. અહીં કહે છે કે સમ્યગ્દર્શન એ આત્માનું, જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અને એમાં સ્થિરતા કરવી એ ચારિત્ર પણ આત્માનું. પણ એ ત્રણ પર્યાય થઈ, ભેદ થયો, ત્રણ પ્રકારનો સ્વભાવ થયો, જ્યારે ભગવાન આત્મા તો એકરૂપ જ્ઞાયકસ્વભાવી છે. (૨-૧૨) (૩૯૩) દર્શન એટલે ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું અવલોકન. એમાં શ્રદ્ધા અને દેખવું બન્ને ભાવ આવ્યા. જ્ઞાન એટલે શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું. એમાં સંવેદન જ્ઞાનની વાત છે. સ્વ કહેતાં પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ વેદન. સ્વસંવેદન એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષ વેદવું. એનું જ નામ સમ્યજ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન અને બીજા (બાહ્ય) જ્ઞાનની અહીં વાત નથી. વ્યવહારજ્ઞાન, શાસ્ત્રનું વિકલ્પવાળું બહારનું જ્ઞાન એ કાંઈ સમ્યજ્ઞાન નથી. ફક્ત ભગવાન આત્મા શુદ્ધ એકસ્વભાવી છે તેનું પર્યાયમાં સ્વસંવેદન એનું નામ સમ્યજ્ઞાન છે. અને ચારિત્ર? કહ્યું છે ને કે “એક દેખિયે જાનિયે રમિ રહિયે ઈક ઠૌર”—ઠૌર એટલે સ્થાન. જે વસ્તુ અખંડ અભેદ છે એને દેખવી, જાણવી અને એમાં જ વિશ્રામ લેવો. અહાહા ! શુદ્ધ સ્વભાવમાં ધ્રુવ, ધ્રુવ ધામમાં સ્થિરતા-વિશ્રામ વિશ્રામ-વિશ્રામ તે ચારિત્ર છે. તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. (૨-૨૨) (૩૯૪) હવે કહે છે કે-આ જ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી ભગવાન એકરૂપસ્વભાવના દષ્ટિ, જ્ઞાન અને એમાં રમણતા તે એક જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી. પંડિત શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, મોક્ષમાર્ગ બે પ્રકારે નથી. જે સ્વના આશ્રયે થાય તે એક જ મોક્ષમાર્ગ છે. અત્યારના કોઈ પંડિત કહે છે કે બે મોક્ષમાર્ગ ન માને એ ભ્રમમાં છે. પૂર્વના પંડિત ટોડરમલજી કહે છે કે બે મોક્ષમાર્ગ માને એ ભ્રમમાં છે. (૨-૨૨) (૩૯૫). કેટલાક એમ કહે છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય, નિશ્ચય પણ મોક્ષમાર્ગ અને વ્યવહાર પણ મોક્ષમાર્ગ, જેમ નિશ્ચય આદરણીય તેમ વ્યવહાર પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૪૧ આદરણીય; પણ એમ નથી. અહાહા...એકલો ભગવાન આત્મા જાણવો, શ્રદ્ધવો અને એમાં ઠરવું એ એક જ મોક્ષમાર્ગ છે. તો કહે છે-વ્યવહાર કહ્યો છે ને? ભાઈ, એ તો ઉપચારથી કથન કર્યું છે, પણ મોક્ષમાર્ગ બે નથી. માર્ગ એટલે કારણ. મોક્ષમાર્ગ એટલે મોક્ષનું કારણ. એ મોક્ષનું કારણ એક જ છે, બે કારણ નથી. મોક્ષમાર્ગ એક જ છે એટલે શું? કે કાર્ય જે સિદ્ધદશા એનું કારણ એક નિશ્ચય કારક જ છે. બીજું હો ભલે, પણ તે જાણવા માટે; બાકી કારણ નથી. આવી સ્થિતિ સીધી છે પણ પક્ષના વ્યામોહ આડે સૂઝ પડે નહિં અને (સાચા રસ્તે) ફરવું ગોઠે નહીં. આટલાં વર્ષ શું કર્યું? તે ધૂળ કર્યું. (બધું વ્યર્થ) સાંભળને! ત્રણલોકના નાથને જગાડ્યો નહીં, એની શ્રદ્ધા કરી નહીં અને એમાં ઠર્યો નહીં તો શું કર્યું? (કાંઈ કર્યું નહીં.) (૨-૩૧). (૩૯૬) અહાહાજે પંથે પ્રયાણ કરતાં અનંત આનંદ પ્રગટે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવ કથિત પંથ અપૂર્વ છે. આવા અપૂર્વ માર્ગની વાત જેને સાંભળવા પણ ન મળે તે પ્રયોગ શી રીતે કરે? જેના ફળમાં સાદિ અનંત અનંત સમાધિ સુખ પ્રગટે તે મોક્ષમાર્ગનો મહિમા કેટલો કરીએ? ભાઈ ! પરપદાર્થનો સંયોગ મળવો એ તો પૂર્વનાં પુણ્ય-પાપને આધીન છે. પણ જો અંદરમાં પુરુષાર્થ કરે તો આ મોક્ષમાર્ગ પ્રગટ થયા વિના રહે નહિ. અહો ! આચાર્ય અમૃતચંદ્રદેવે ટીકામાં અમૃતની ધારા વહેવડાવી છે. (૨-૧૨૮) (૩૯૭) ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ શુદ્ધ દ્રવ્યવહુ નિત્યાનંદ પ્રભુ અક્રિયસ્વરૂપે છે. પરિણમવું કે બદલવું એ ક્રિયા એનામાં નથી. પરિણમવું કે બદલવું એ તો અવસ્થા પર્યાયમાં છે. આવો ત્રિકાળી ધ્રુવ અક્રિયસ્વરૂપ આત્મા તે નિશ્ચય છે અને તેના અવલંબને મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. રાગથી ભિન્ન અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ધ્રુવ પડ્યો છે એ તો અક્રિય છે. પરિણમવાની ક્રિયા એમાં નથી. આવા ધ્રુવ અક્રિયસ્વરૂપ ભગવાનને અવલંબીને એમાં જ કરવું એ મોક્ષમાર્ગ છે. એ નિશ્ચયમોક્ષમાર્ગ તે અધ્યાત્મનો વ્યવહાર છે. શું કહ્યું? શુદ્ધ દ્રવ્યવહુ એ નિશ્ચય અને તેના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટે તે વ્યવહાર. શુભરાગરૂપ વ્યવહાર મોક્ષમાર્ગની આ વાત નથી હોં. અહીં તો કેવળજ્ઞાનસ્વભાવી આનંદનો ગોળો પ્રભુ શુદ્ધ, ધ્રુવ અક્રિય વસ્તુ જેમાં બદલવું-પરિણમવું નથી તે નિશ્ચય અને પર્યાયમાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય તે વ્યવહાર છે. આવો માર્ગ છે, ભાઈ ! અરે! ૮૪ ના અવતારમાં રખડતાં એને આ વાત મળી જ નથી! અહા ! ઘરમાં છે છતાં પોતે કોણ છે એની ખબર નથી ! (૨૧૭ર) (૩૯૮) અહાહા ! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! કહે છે કે ચૈતન્યસ્વભાવમય આત્મા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ અધ્યાત્મ વૈભવ અનાદિનો છે, અનંતકાળ રહેનારો છે, ચળાચળ વિનાનો અકંપ ધ્રુવ ભગવાન છે. તે વર્તમાનમાં જણાય કેવી રીતે? તો પોતે પોતાથી જ જણાય છે. એમ કહે છે. નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિથી જ જણાય છે. જાણવામાં ત્રણેય સાથે જ હોય છે. કલશટીકામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે-તમે જ્યારે એમ કહો છો કે આત્મા તો દર્શન-શાનથી જણાય છે, તથા મોક્ષમાર્ગ તો દર્શન-જ્ઞાન-ચારિત્રમય છે, તો ત્યાં મોક્ષમાર્ગ કેવી રીતે બને છે? મિથ્યાત્વ જતાં સમ્યગ્દર્શન જ્ઞાન થયું છે, ચારિત્ર તો થયું નથી, તો તેને મોક્ષમાર્ગ કેવી રીતે કહેવાય? તેનો ખુલાસો કર્યો છે કે-ભાઈ ! દર્શન જ્ઞાન થતાં એમાં ચારિત્ર આવી જાય છે. ચૈતન્યસ્વભાવી આત્માનું શ્રદ્ધાન જ્ઞાન થતાં એના સન્મુખની પ્રતીતિ, એના સન્મુખનું જ્ઞાન અને એના સન્મુખમાં સ્થિરતા એ ત્રણેય ભેગાં છે. અહાહા ભગવાન આત્મા સ્વસવેધ છે એમાં એ ત્રણેય ભેગાં છે. એટલે કે નિર્વિકલ્પ સમ્યક પ્રતીતિથી, રાગ વિનાના જ્ઞાનથી અને અસ્થિરતારહિત સ્થિરતાના અંશથી-એમ એક સાથે ત્રણેયથી ભગવાન આત્મા જણાય છે. આવી વાત છે. (૩-૨૨૨) (૩૯૯) અહીં એમ કહે છે કે રાગનો અનુભવ દુઃખરૂપ છે. જે વ્યવહારરત્નત્રયનો અનુભવ છે તે દુઃખરૂપ છે. જે દુઃખરૂપ છે તે મોક્ષનું કારણ કેમ થાય? ન થાય. મોક્ષ તો પરમાનંદમય પૂર્ણ દશા છે. માટે તેનું કારણ પણ અનાકુળ આનંદમય અનુભવની દશા છે. રાગાદિનો અનુભવ દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી. તો ચૈતન્ય કોણ છે? જે સમ્યગ્દર્શનનું પરિણમન નિરાકુળ આનંદમય છે તે ચૈતન્ય છે. જુઓને! કેટલી સ્પષ્ટતા કરી છે! આમાં પોતાનો આગ્રહ ચાલ નહિ. (૩-૨૪૧) (100) ખરેખર તો નિશ્ચય અને વ્યવહાર-મોક્ષમાર્ગ પણ ધ્યાનમાં પ્રગટ થાય છે. માટે વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગ થાય છે એ વાત જ રહેતી નથી. દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭ માં કહ્યું છે કે – “વુવિદ્યપિ મોવડું જ્ઞાને પણ િનં મુળી ળિયHTI' (ધ્યાન કરવાથી મુનિ નિયમથી નિશ્ચય અને વ્યવહારરૂપ મોક્ષમાર્ગ પામે છે.) બે પ્રકારનું મોક્ષનું કારણ (મોક્ષમાર્ગ) ધ્યાનમાં પ્રગટ થાય છે. એટલે કે નિજ ચૈતન્યનો આશ્રય કરતાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે છે તે જ કાળે જે રાગ બાકી છે તેને આરોપથી વ્યવહાર-મોક્ષમાર્ગ કહેવાય છે. તેથી વ્યવહારમોક્ષમાર્ગથી નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટે છે એમ જ નહિ; કેમ કે બન્ને એકસાથે પ્રગટ થાય છે. આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેને ધ્યેય બનાવી સ્વાશ્રયે ધ્યાન કરતાં નિશ્ચય-મોક્ષમાર્ગ પ્રગટે છે. તે જ કાળે જે રાગ બાકી રહે છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. તેથી વ્યવહાર અને નિશ્ચય આગળ-પાછળ છે એમ નથી. માટે વ્યવહારથી નિશ્ચય થાય છે એમ માનવું યથાર્થ નથી. (૩-૨૪૮) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૩ (૪-૧૨ ) મોક્ષમાર્ગ-રત્નત્રય (૪૦૧) જ્ઞાન તે આત્મા-એમ સ્વ તરફ ઢળતાં જે સ્વાત્મપ્રતીતિ થઈ તે શ્રદ્ધાન, સ્વાત્મજ્ઞાન થયું તે જ્ઞાન અને સ્વાત્મસ્થિરતા થઈ તે ચારિત્ર. આ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રની એકરૂપ પરિણતિ તે મોક્ષમાર્ગ છે. (૪)૨) અહાહા! અંદરમાં આનંદનું ધામ ભગવાન આત્મા છે. એની એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખો ધ્રુવ ભગવાન ભાસે, એની એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાથ પ્રતીતિમાં આવે-આનું નામ ધર્મ છે. આવા ધર્મસ્વરૂપે જ્ઞાનનું થવું-પરિણમવું તે મોક્ષમાર્ગ છે. (૪-૨૯) (૪૦૩) અહાહા ! વસ્તુ જ્ઞાન અને આનંદનું ઢીમ છે. રાગથી ભિન્ન પડી તેમાં એકત્વપણે પરિણમેલું જ્ઞાન જ્ઞાન છે અને એમાં રમણતા કરવી તે ક્રિયા છે, અને તે મોક્ષમાર્ગ છે. (૪-૫૦) (૪૦૪). જુઓ આ જિનવરનો-જિનેશ્વરદેવનો માર્ગ! ભાઈ ! એ તારો જ માર્ગ છે. તું જ નિશ્ચયથી જિન અને જિનવર છે. જિન અને જિનવરમાં કાંઈ ફરક નથી. “જિન અને જિનવરમાં કિંચિત્ ફેર ન જાણ” –એમ શાસ્ત્રમાં આવે છે. અહા ! આવું પોતાનું માહાભ્ય અને મોટપ જેને પર્યાયમાં બેઠી તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્પત્તિ થાય છે. તે નિર્મળ મોક્ષમાર્ગના પરિણામની ઉત્પત્તિમાં રાગની કિંચિત્ અપેક્ષા નથી એમ અહીં કહ્યું છે. નિયમસારની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કે નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનઅનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે. અહા ! જુઓ તો ખરા ! ચારેય બાજુથી એક જ વાત સિદ્ધ થાય છે. ભાઈ ! આ સર્વજ્ઞ વીતરાગનો માર્ગ એ બહારની પંડિતાઈની ચીજ નથી. આ તો આત્માનો ચૈતન્ય ભગવાનનો અંતર અનુભવ થઈને પંડિતાઈ પ્રગટે તે માર્ગ છે. સંસારનો જન્મમરણની પરંપરાનો અંત આવે એવી આ વાત છે. જેમાં સંસાર અને સંસારનો ભાવ નથી એવી ચીજ પ્રભુ આત્માને દૃષ્ટિમાં અને અનુભવમાં લેતાં નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં છે એવા ધર્મીની અહીં વાત લીધી છે. કહે છે કે જ્ઞાનીને મોક્ષમાર્ગની પર્યાયમાં, તેની આદિમાં દ્રવ્ય વસ્તુ આત્મા પોતે છે. રાગ જાણતો નથી માટે રાગ તેની આદિ-મધ્ય-અંતમાં પ્રસરીને સમકિત આદિને ઉત્પન્ન કરે છે એમ નથી. અહા ! કેટલું ચોખ્ખચોખું સ્પષ્ટ કર્યું છે! (૪-૧૪૯). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ અધ્યાત્મ વૈભવ (૪૦૫) શુભોપયોગ છે તે કોઈ ધર્મ નથી. તે ધર્મનું કારણ પણ નથી, શુભોપયોગ તો અનાદિથી કરે છે. ધર્મ તો ચૈતન્યની નિર્મળ પરિણતિ છે અને તે શુભોપયોગના કારણે થતી નથી. જ્ઞાનની સ્વપરને જાણવાની પર્યાય રાગમાં ભળીને કેવી રીતે થાય? રાગ તો પરદ્રવ્ય છે અને જાણવા-દેખવાની પર્યાય સ્વદ્રવ્યની દશા છે, સ્વદ્રવ્ય છે. પુણ્ય-પાપ અધિકારમાં આવે છે કે આત્માની મોક્ષમાર્ગની પર્યાયમાં દ્રવ્યાન્તરનો સહારો નથી. રાગાદિભાવ દ્રવ્યાન્તર છે, અન્યદ્રવ્ય છે. તેનો સહારો નથી. ભગવાન આત્માને પોતાના સ્વભાવનો જ સહારો છે. પોતાના દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન થયેલા મોક્ષમાર્ગની પર્યાયનો આત્મા કર્તા અને પર્યાય તે એનું કર્મ છે. રાગ અને વ્યવહાર છે તેને જ્ઞાન જાણે છે પણ એટલા સંબંધથી જ્ઞાન કર્તા અને રાગ એનું કાર્ય તથા રાગ કર્તા અને જ્ઞાન રાગનું કર્મ એમ પરસ્પર કર્તાકર્મપણું છે નહિ. શયજ્ઞાયકસંબંધ હોવા છતાં રાગ અને આત્માને પરસ્પર કર્તાકર્મસંબંધ નથી. (૪-૧૫ર) (૪૦૬ ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ધારક સાચા સંત મુનિરાજને જે શુભરાગ છે તે પ્રમાદ છે અને તે જગપંથ છે, મોક્ષપંથ નથી. અંતરમાં આનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયથી જે વીતરાગતા પ્રગટી છે તે મોક્ષપંથ છે. અહાહા...! છટ્ટ ગુણસ્થાને મુનિરાજને જે વ્રતાદિનો વિકલ્પ છે તે જગપંથ છે. ભાઈ ! વીતરાગમાગ વીતરાગભાવથી ઊભો થાય છે, રાગથી નહિ, રાગ તો સંસાર ભણી ઝુકે છે. અહા ! જ્ઞાનીને તો રાગ સાથે કર્તાકર્મભાવનો અભિપ્રાય જ નથી, છતાં જે રાગ છે તે જગપંથ છે. આ જિનવચન છે. (૪-૬૪) (૪૦૭) આત્મામાં સંસારરહિત અવસ્થા થાય છે એમાં કર્મના અભાવ નિમિત્ત છે. પણ કર્મનો અભાવ છે માટે મોક્ષમાર્ગની પર્યાય જીવને થઈ છે એમ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની વીતરાગી અવસ્થાની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. આત્માને પોતે સ્વતંત્રપણે કર્તા થઈને મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન કરી છે. વ્યવહાર-રત્નત્રયના પરિણામ છે તો મોક્ષમાર્ગની પર્યાય પ્રગટી છે એમ પણ નથી, કેમકે મોક્ષમાર્ગની પર્યાયની આદિમાં વ્યવહારરત્નત્રયનો રાગ નથી, પણ આત્મા છે. (૪–૧૮૮) (૪૦૮) અહાહા..! આત્મા પરનું કર્તાપણું છોડી પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયશુદ્ધરત્નત્રય હો-નું આરાધન કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે. આત્માનું ધ્યાન કરીને નિર્વાણ પામે છે; વ્યવહારરત્નત્રયનું આરાધન કરીને નહિ. મોક્ષપદ જે પ્રાપ્ત થાય તે અંતરસ્વરૂપના ધ્યાનથી પ્રાપ્ત થાય છે; વ્યવહારરત્નત્રય કાંઈ મોક્ષનું કારણ નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૪૫ અહાહા..! સમોસરણમાં તીર્થકર કેવળી ભગવાન બિરાજમાન હોય અને દિવ્યધ્વનિ છૂટે તે સાંભળી મુનિરાજ એકદમ અંતરસ્વરૂપમાં ઊતરી જાય છે. આ વીજળીના તાંબાના તાર હોય છે ને! બટન દબાવતાં વેંત તાંબાના તારમાં સરરરાટ એકદમ વીજળી ઊતરી જાય છે. તેમ ભગવાનની દિવ્યધ્વનિ સાંભળતાં વેંત સરરરાટ એકદમ મુનિરાજ અંતરસ્વરૂપમાં ઊતરી જાય છે. પરિણતિ ભગવાન આનંદના નાથને તેના તળમાં પહોંચીને પકડે છે. મુનિરાજ સ્વરૂપનું ઉગ્ર ધ્યાન કરીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને પછી મોક્ષ પામે છે. અહા ! ભગવાન તો હજુ અરિહંતપદે છે અને મુનિરાજને સિદ્ધપદ ! આવા સ્વરૂપના ધ્યાનનો અચિંત્ય મહિમા છે. પરંતુ વ્યવહારરત્નત્રયનો રાગ કરોડો વર્ષ પર્યત કરે તો પણ તેણે કાંઈ કર્યું નથી. (મતલબ કે નિરર્થક છે.) આવી વાત છે. (૫-૯૯) (૪૦૯) જેમ હલવો, સાકર, ઘી અને આટામાંથી બને છે તેમ મોક્ષપદની પ્રાપ્તિ શુદ્ધ જ્ઞાનદર્શન-ચારિત્રથી થાય છે. પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ થવી તે સમ્યગ્દર્શન છે, શુદ્ધ આત્મતત્ત્વને સ્પર્શીને જે જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે, સ્વરૂપમાં નિમગ્ન થઈને તેમાં જ લીન રહેવું, અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે. આ મોક્ષનો માર્ગ છે. અજ્ઞાનીના શુભભાવ અનર્થનું કારણ છે; તે પરંપરા મોક્ષનું કારણ નથી. સમ્યગ્દષ્ટિના શુભભાવને ઉપચારથી મોક્ષનું પરંપરા કારણ કહેવાય છે, કેમકે રાગના ફળમાં તે સ્વર્ગના કલેશ ભોગવી, મનુષ્યગતિમાં આવી સ્વરૂપમાં ઠરવાનો ઉગ્ર પુરુષાર્થ કરીને મોક્ષપદ પામશે. આ પ્રમાણે ધર્મી જીવના શુભરાગને મોક્ષની પરંપરા હેતુ ઉપચારથી જ કહેવામાં આવે છે. (૫-૧૬૭) (૪૧૦) જ્ઞાન” પર્વ વિદિંત શિવહેતુ:' –એમ ચોથા પદમાં અહીં પૂરી ચોખવટ કરી દીધી છે. જ્ઞાનને જ એટલે કે જ્ઞાનસ્વરૂપી ભગવાન શાયકને જ મોક્ષનો હેતુ કહ્યો છે. કથંચિત્ જ્ઞાનથી અને કથંચિત્ રાગથી એમ કહો તો? ભાઈ ! કથંચિત્ જ્ઞાનથી અને કથંચિત્ રાગથી (મોક્ષ થાય) એવો સ્યાદ્વાદ વીતરાગના શાસનમાં નથી. અહીં તો કહે છે-પ્રભુ! તું જ્ઞાન છો, તારા જ્ઞાનસ્વરૂપમાં પુણ્ય-પાપના વિકલ્પનો અભાવ છે. આવા નિર્ભેળ, નિર્વિકલ્પ જ્ઞાનસ્વરૂપી આત્મામાં એકાગ્રતા કરીને જ્ઞાનમાત્ર ભાવનો અનુભવ કરવો, ચૈતન્યરસનો-વીતરાગરસનો, શાંતરસનો અનુભવ કરવો એ મોક્ષનું કારણ છે. રાગનો અનુભવ તો આકુળતામય દુઃખ અને બંધનું કારણ છે. સંસારનું કારણ છે. તેથી સર્વ રાગનો નિષેધ કરીને, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ અધ્યાત્મ વૈભવ ભગવાન એમ કહે છે કે તું જ્ઞાન અને આનંદના અનુભવના રસનું સેવન કર. જ્ઞાનસ્વરૂપના અનુભવનો રસ એ અનાકુળ આનંદ અને વીતરાગી શાન્તિનો રસ છે અને એ જ મોક્ષનું કારણ છે એમ સર્વજ્ઞદવે ફરમાવ્યું છે. (૬-૭૦) (૪૧૧) -ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં મશગૂલ થઈને આનંદ-કેલિ કરે એ એક જ મોક્ષનું કારણ કહ્યું છે. અહા ! વીતરાગ સર્વજ્ઞદેવ જૈન પરમેશ્વની આજ્ઞા શું છે એ લોકોને ખબર નથી; શાનો નિષેધ કર્યો છે અને શું કર્તવ્ય છે એની લોકોને ખબર નથી ! બધાં શાસ્ત્રોમાં-ચારે અનુયોગમાં પ્રથમાનુયોગ હો કે કરણાનુયોગ હો, ચરણાનુયોગ હો કે દ્રવ્યાનુયો હો, એ સર્વમાં એક જ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ ફરમાવ્યું છે. અહાહા..! શુદ્ધ ચૈતન્યાનસ્વરૂપ ભગવાન આત્મા છે, એમાં જ એકાગ્ર થઈ એનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા પ્રગટ કરવાં એ એક જ મોક્ષનો માર્ગ છે. (૬-૭૦) (૪૧૨) આવો માર્ગ ત્રણ લોકના નાથ સર્વજ્ઞદેવે ફરમાવ્યો છે અને એ જ માર્ગ દિગંબર આચાર્યો અને મુનિવરોએ અહીં પ્રસિદ્ધ કર્યો છે. આચાર્યો અને મુનિવરો તો છઠ્ઠા-સાતમા ગુણસ્થાને દિવસમાં હજારો વાર આવજા કરે છે. તેઓને પાછલી રાત્રે નિદ્રા પણ અત્યંત અલ્પ હોય છે. આવી ભાવલિંગ મુનિદશા છે. તેમને ચારિત્રદશામાં અતીન્દ્રિય આનંદની છાપવાળું પ્રચુત સ્વસંવેદન હોય છે. આવી દશાને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે. પરંતુ પંચમહાવ્રતના કે વ્યવહારરત્નત્રયના રાગને મોક્ષમાર્ગ કહ્યો નથી. ગંભરી વાત છે, ભાઈ ! કથંચિત્ જ્ઞાનથી (–શુદ્ધ રત્નત્રયથી) અને કથંચિત્ શુભરાગથી (વ્યવહારરત્નત્રયથી ) મોક્ષમાર્ગ થાય એમ ભગવાને કહ્યું નથી. જ્ઞાન જ એક મોક્ષનો હેતુ કહ્યો છે. જ્ઞાન એટલે અહીં ત્રિકાળી જ્ઞાનની, દ્રવ્યસ્વભાવની વાત નથી, પણ એ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં એકાગ્રતા કરતાં પ્રગટ થતી શુદ્ધ રત્નત્રયરૂપ ચૈતન્યની પરિણતિને અહીં મોક્ષનું સાધન કહ્યું છે. (૬-૭૧) (૪૧૩) જ્ઞાન મોક્ષનું કારણ છે એટલે શું? એટલે અંદર જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે એનાં જ્ઞાન-શ્રદ્ધાન આદિરૂપ જે નિર્મળ પરિણતિ થાય તે મોક્ષનું કારણ છે. અહાહા....! અંદર ચિદાનંદમય પરમ પવિત્ર ભગવાન પડેલો છે તેમાં દષ્ટિ અને લીનતા કરવાથી પર્યાયમાં જે નિર્વિકલ્ય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવે તે મોક્ષનું કારણ છે. (૬-૮૪). (૪૧૪) અરે ભાઈ ! આવો મનુષ્યભવ મળ્યો અને વીતરાગર્માના સંપ્રદાયમાં જન્મ થયો ત્યારે પણ આ માર્ગ નહિ સમજે તો ભવનો અભાવ કેમ થશે? (નહિ થાય ). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૪૭ ભવપરંપરા તો તને અનાદિથી છે. ચાહે નરક હો કે સ્વર્ગ હો, બધાય ભવ દુઃખરૂપ છે. જ્ઞાન જ મોક્ષનું (પરમ સુખનું) કારણ છે; કેમકે જ્ઞાન શુભાશુભ કર્મોના (ભાવના ) બંધનું કારણ થતું નથી. જે શુભાશુભભાવ બંધના કારણ છે તે જ્ઞાનમાં નથી. તેથી શુદ્ધ આત્માના અવલંબનથી જે પુણ્ય-પાપરહિત નિર્મળ શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે એ બંધનું કારણ નથી. જુઓ, આ અસ્તિ-નાસ્તિ કર્યું, જ્ઞાન મોક્ષનું કારણ છે અને તે શુભાશુભ કર્મોના બંધનું કારણ નથી. જ્ઞાન બંધનું કારણ નથી તેથી તેને એ રીતે મોક્ષનું કારણ પણું બને છે. આ ભગવાન આત્મા જાણવા-દેખવાના ( જ્ઞાતા-દ્રષ્ટા) સ્વભાવવાળો છે. એના જ્ઞાનશ્રદ્ધાનપણે પરિણમન થવું એ આત્માનું પરિણમન છે અને એ પરિણમન મોક્ષનું કારણ છે, કેમકે બંધના કારણથી રહિત છે. અર્થાત્ એમાં અંશ પણ બંધનનું કારણ નથી. ગંભીરવાત છે ભાઈ ! બંધભાવમાં અંશે પણ મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગમાં બંધનો અંશમાત્ર પણ નહિ. શુદ્ધ ચૈતન્યસ્વભાવના જ્ઞાન, શ્રદ્ધાન અને રમણતા એ ચૈતન્યની જ્ઞાનસ્વભાવરૂપ પરિણતિ છે અને તે મોક્ષનું કારણ છે. (૬-૮૪) (૪૧૫) જ્ઞાનને સમય કહે છે. સમય એટલે સમ્-અય-સમ્યક પ્રકારે જ્ઞાનનું પરિણમન કરે, આનંદનું પરિણમન કરે અને એકીસાથે એકરૂપે પ્રવર્તમાન અનંતગુણોનું પરિણમન કરે તે સમય નામ આત્મા છે. એ આત્માના આશ્રયે પુણ્ય-પાપના વિકલ્પથી રહિત જે નિર્મળ વીતરાગી પરિણતિ ઉત્પન્ન થાય તે જ્ઞાન મોક્ષનું કારણ છે. સમય એટલે સ+અય. જ્ઞાનનું “સમ્’-એકીસાથે “અય” એટલે જાણવું અને પરિણમવું તે સ્વરૂપ હોવાથી જ્ઞાન સમય છે. આ મોક્ષમાર્ગની દશા (-પર્યાય ) વાત છે. અહીં સમય એટલે દ્રવ્ય નહિ, પર્યાય સમજવી. શુદ્ધ ચૈતન્યવહુ ત્રિકાળ છે તે સમય છે અને તેના આશ્રયે જ્ઞાનનું જ્ઞાનપણે જે નિર્મળ પરિણમન છે તે પણ સમય છે, અને એ મોક્ષનું કારણ છે. તેમાં બંધનું કારણ જે શુભાશુભ કર્મ તે નથી માટે તે મોક્ષનો ઉપાય છે. આને પરમ પદાર્થ કહેવાય છે. આત્મા પોતે પરમ પદાર્થ પરમાત્મા છે અને એનું જ્ઞાનરૂપ પરિણમન જે મોક્ષના ઉપાયભૂત છે તે પણ પરમ પદાર્થ છે. (૬-૮૭) (૪૧૬) પોતે ભગવાન આત્મા અક્ષય અને અમેય એટલે અપરિમિત બેહદ સ્વભાવયુક્ત ગંભીર છે. અહાહા....! ભગવાન આત્માનો એક એક ગુણનો બેહદ મર્યાદા વિનાનો અગાધ સ્વભાવ છે. આવો જે અનંતગુણ મંડિત આત્માસ્વભાવ છે તેનું એકત્વરૂપ પરિણમન તે કેવળી છે. કેવળી એટલે રાગ વિનાનો એકલો, કેવળ ભાવ. આ કેવળી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ અધ્યાત્મ વૈભવ ભગવાનની વાત નથી, પણ મોક્ષમાર્ગની વાત છે. મોક્ષમાર્ગ શુભાશુભભાવથી રહિત ( એકલો ) કેવળ શુદ્ધ પરિણમનનો ભાવ હોવાથી કેવળી છે એમ કહ્યું છે. જેને શુભાશુભ રાગનો જરીયે સંગ નથી, સંબંધ નથી એવો કેવળ શુદ્ધ માર્ગ તે કેવળી છે એમ અહીં વાત છે. ભગવાન આત્મા જે કેવળ શુદ્ધ સ્વભાવમય છે તેના આશ્રયે ઉત્પન્ન કેવળ શુદ્ધ પરિણામ તે કેવળી છે. (૬-૮૮ ) (૪૧૭) જ્ઞાનનું સ્વભાવમાં એકાગ્રપણું એ મનન છે. આ વિકલ્પરૂપ ચિંતનની વાત નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા-પરિણામની મન્નતા જે છે એને મનનમાત્ર ભાવરૂપ મુનિ કહે છે. તેને અહીં મોક્ષમાર્ગ વા મોક્ષનું કારણ કહે છે. લ્યો, આવું મુનિપણું છે જેમાં વ્રત, તપ ને બાહ્યક્રિયા ક્યાંય છે નહિ. આત્મા જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ પરમ પદાર્થ છે એમાં એકાગ્રતારૂપ મનનમાત્ર ભાવ જે છે તે મુનિ છે; વ્રત, તપના વિકલ્પ તે મુનિ નહિ. અહીં અંતર એકાગ્રતારૂપ જે મોક્ષમાર્ગ છે તેને મુનિ કહ્યો છે. સમજાણું કાંઈ... ? ફક્ત મનનમાત્ર કહ્યું એટલે ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતામાત્ર હોવાથી મુનિ છે એમ વાત છે. (૬-૮૮ ) (૪૧૮ ) અહાહા...! અંદર સચ્ચિદાનંદ પ્રભુ અનંત-અનંત ગુણનો ભંડાર સદા હાજરાહજૂર છે. પણ તારી નજરનાં તું એને લેતો નથી તો એ તને કેમ જણાય ? એને જાણ્યા વિના, ૫રમાર્થભૂત જ્ઞાનથી રહિત થઈ અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો-જડકર્મો નહિ, પણ રાગરૂપ કાર્યો બંધનાં કારણ છે. અને તેથી તેને બાળવત અને બાળતપ કહીને સર્વજ્ઞ પરમેશ્વરે નિષેધ્યાં છે. તેથી એમ જ ઠરે છે કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. આવી ચોખ્ખચોખ્ખી વાત છે છતાં લોકો ગડબડગોટા કરે છે એ મોટું આશ્ચર્ય છે. (૬-૯૮ ) (૪૧૯ ) વ્રતાદિ રાગની ક્રિયાના અભાવમાં જ્ઞાનીઓને ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની ક્રિયા બાહ્ય વ્રતાદિ શુભકર્મોનો અસદ્ભાવ હોવા છતાં વર્તે છે અને તે મોક્ષનું કારણ છે. જ્ઞાની વ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને અંદર જ્ઞાનાનંદસ્વરૂપમાં ઠર્યો છે. તેથી વ્રતાદિનાં શુભકર્મોથી રહિત હોવા છતાં તે મોક્ષમાર્ગમાં સ્થિત છે. જ્યારે અજ્ઞાની વ્રતાદિ શુભરાગના વિકલ્પથી ભિન્ન પડીને અંદર સ્વરૂપમાં ઠરતો નથી તેથી એને વ્રતાદિનો શુભરાગ હોવા છતાં એ રાગની ક્રિયાઓ બંધનું કારણ હોવાથી, મોક્ષમાર્ગનો અભાવ છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના અિિમત સ્વભાવથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. એનું નિર્મળ પરિણમન-અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના સ્વાદથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૪૯ યુક્ત પરિણમન મોક્ષનું કારણ છે. ભગવાન જ્ઞાનસ્વભાવ તો ત્રિકાળ મુક્ત જ છે. પણ એ મુક્તસ્વભાવનું તદ્રુપ જે પરિણમન થાય તે પણ અબંધ કહેતાં બંધના ભાવ વિનાનું છે. જ્ઞાનીને શુભભાવ હોય ખરો, પણ એને જે શુદ્ધનું પરિણમન છે તેમાં શુભનો અભાવ છે અને તે શુદ્ધનું પરિણમન જ એને મોક્ષનું કારણ છે. (૬–૯૯) (૪૨૦) કેટલાક કહે છે કે દેવ-ગુરુની ભક્તિ છે તે ધર્માનુરાગ છે અને તે મોક્ષનો ઉપાય છે. માટે આપણે દેવ-ગુરુને પકડવા જેથી તેઓ આપણને તારી દેશે. અહીં કહે છે કે સાક્ષાત્ ત્રિલોકના નાથને પકડો તોપણ એ રાગ છે અને રાગ અજ્ઞાનમય ભાવ છે, બંધનું કારણ છે. સ્વદ્રવ્યના આશ્રય વિના ત્રણ કાળમાં સંવર, નિર્જરા અને મોક્ષ થતાં નથી. પરદ્રવ્યનો આશ્રય નિયમથી બંધનું કારણ છે, કદીય પરાશ્રયભાવ મોક્ષનું કારણ થઈ શકે નહિ. અરે! રાગથી લાભ થાય એવી ભ્રમણા સેવીને જીવે અનાદિથી ભવભ્રમણ કર્યું છે. આવી ભ્રમણા કરીકરીને એણે પોતાના ચૈતન્યસ્વરૂપને જાણ્યું નહિ. રાગ ચાહે તો ગુણગુણીના ભેદનો સૂક્ષ્મ વિકલ્પ હો તોપણ તે આસ્રવ છે, બંધનું કારણ છે. (૬-૧૦૧) (૪૨૧) ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માની જે શુદ્ધ પરિણતિ-વીતરાગી દશા એ જ મોક્ષનું કારણ છે કેમકે ભગવાન આત્મા પોતે મુક્તસ્વરૂપ જ છે. વસ્તુ રાગથી મુક્ત-મુકાયેલી છે અને એનું નિર્મળ પરિણમન પણ રાગથી મુક્ત હોવાથી મોક્ષનું કારણ છે. કેમકે રાગ પોતે બંધસ્વરૂપ છે. અરે! રાગની રમતમાં તે અનંતકાળ કાઢયો બાપુ! પણ પોતાના ચૈતન્યની રમતમાં તને નવરાશ ન મળી ! હવે તો ચેત. જો, આ કેવળીના વિરહ ભુલાવે એવો વારસો આચાર્ય-ભગવંતો મુક્તા ગયા છે. એ ભવ્યોને નવજીવન આપનારો છે. રાગનું જીવન છોડીને શુદ્ધનું જીવન કરે એ ખરું જ્ઞાનનું જીવન છે. રાગનું જીવન તો બંધનું અજ્ઞાનમય જીવન છે. વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિનો જે શુભભાવ છે એ બંધનું કારણ છે કેમકે તે પોતે બંધસ્વરૂપ છે. અને જ્ઞાન અને આનંદના સ્વભાવે જે પારિણમન થાય તે જ્ઞાનનું પરિણમન મોક્ષનું કારણ છે કેમકે પોતે મોક્ષસ્વરૂપ છે. ભાઈ ! આ કાંઈ સંસ્કૃત અને વ્યાકરણ ભણે તો સમજાય એવું છે એમ નથી. આમાં તો શુદ્ધના સંસ્કાર જોઈએ. આત્માનું જ્ઞાનસ્વરૂપે, આનંદસ્વરૂપે પરિણમન થવું એ સંસ્કાર છે અને એ જ મોક્ષનું કારણ છે. (૬-૧૦૩) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ અધ્યાત્મ વૈભવ (૪૨૨ ) અહાહા..! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન જ છે. અહીં જ્ઞાન એટલે આત્મા; ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું શ્રદ્ધાનસ્વભાવે થવું તે સમ્યગ્દર્શન, એનું પોતાના જ્ઞાનરૂપે થવું એ જ્ઞાન અને એનું રાગના અભાવસ્વભાવે સ્થિરતા-રમણતારૂપ પરિણમન તે ચારિત્ર. એમાં કર્મના અભાવની કે વ્યવહારરત્નત્રયના સદ્દભાવની કોઈ અપેક્ષા નથી. એકલો આત્મા સ્વયં નિર્મળ રત્નત્રયરૂપ પરિણમે છે. નિશ્ચયથી તો દર્શન-જ્ઞાનચારિત્રના પરિણામ સ્વયં પોતાના પારકપણે પરિણમતા થકા પ્રગટ થાય છે. એને દ્રવ્યગુણની પણ અપેક્ષા નથી. (પણ એ વાત અહીં નથી.) અહીં કીધું ને કે આત્માનું પરિણમવું; ત્યાં વીતરાગભાવે પરિણમે એ તો પર્યાય છે. આત્મા (દ્રવ્ય આખું) કાંઈ પર્યાયમાં આવતો નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ (સજાતીય) ચૈતન્યમય વીતરાગ પરિણામ છે તેથી ચૈતન્યમય આત્માનું પરિણમન છે એમ અભેદ કરીને કહ્યું પણ એ પરિણમનમાં દ્રવ્યસ્વભાવ આવતો નથી. શુદ્ધ દ્રવ્યના લક્ષે નિર્મળ વીતરાગ પરિણમન થયું તેથી દ્રવ્યનું આત્માનું પરિણમન કહ્યું, બાકી પરિણમન તો પર્યાયમાં થાય છે અને તેને દ્રવ્યસ્વભાવનીય અપેક્ષા નથી. (૬-૧૨૪) (૪૨૩) પરમાર્થને આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. અહીં..સ્વરૂપમાં ગુમ થયેલા અંતર-આનંદમાં રમનારા મુનિવરોને જ આગમમાં મોક્ષ કહ્યો છે. ભાઈ ! તું વ્રત, તપ ઇત્યાદિ વ્યવહારને મોક્ષનું કારણ માને છે પણ શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપના આશ્રયે પ્રગટ થતાં વીતરાગપરિણતિરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર જ મોક્ષનું કારણ છે......... અહીં કહે છે-યતિવરોને એટલે મુનિવરોને-સંતોને પરમાર્થ કહેતાં શુદ્ધ આત્માના આશ્રયે મોક્ષનો માર્ગ અને મોક્ષ થાય છે અને વ્યવહારમાં લીનપણે જે વિદ્વાનો વર્તે છે તેમને તો બંધ જ થાય છે, સંસાર જ ફળે છે. બંધના કારણને તેઓ મોક્ષનું કારણ સમજે છે તે એમનું અજ્ઞાન અને મિથ્યાત્વ છે. વીતરાગનો આવો માર્ગ છે બાપા! લૌકિકથી સાવ જુદો. આવો માર્ગ કદી સાંભળવા ન મળ્યો હોય એટલે શું સત્ય કાંઈ બીજું થઈ જાય? સત્ય તો ત્રિકાળ જે છે તે જ છે. પ્રશ્ન-- પણ એ (-વ્રતાદિ) વ્યવહાર મોક્ષમાર્ગ તો છે ને? ઉત્તર- - વ્યવહાર મોક્ષમાર્ગ તો કથનમાત્ર છે. વ્યવહાર મોક્ષમાર્ગ કાંઈ મોક્ષમાર્ગ નથી. એ તો સાચા મોક્ષમાર્ગના સહચારી રાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહીને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. (એ તો બાહ્ય યથાસંભવ રાગ કેવો છે તે બતાવનારું નિમિત્તનું કથન છે.) અરે ! આમ ને આમ નિશ્ચય-વ્યવહારમાં ભરમાઈને પ્રભુ! તું ચોરાસીના અવતાર કરીકરીને રખડી મર્યો છે! (૬–૧૩૧ ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૫૧ (૪૨૪) ભાઈ ! આ તો ભગવાન જિનેશ્વરદેવ ત્રણ લોકના નાથ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષ જે કહેતા હતા તે અહીં દિગંબર સંતો કહે છે. કહે છે-અન્યદ્રવ્યના સ્વભાવ વડે મોક્ષનો હેતુ થાય એવી માન્યતા મિથ્યાદર્શન અર્થાત્ મહાપાપ છે; કેમકે પરમાર્થ મોક્ષનો હેતુ એકદ્રવ્યના સ્વભાવવાળો અર્થાત્ ચૈતન્યસ્વભાવી છે. તેના (ચૈતન્યના) સ્વભાવ વડ જ્ઞાનનું-આત્માનું ભવન-પરિણમન નિર્મળ વીતરાગભાવપણે-આનંદપણે થાય છે, કેમકે એક જીવદ્રવ્યસ્વભાવ વીતરાગસ્વભાવ છે. અહાહા..! એક ચૈતન્યદ્રવ્યના સ્વભાવે જે જ્ઞાતાપણે-આનંદપણેશાન્તિપણે-સ્વચ્છતાપણે-પ્રભુતાપણે જ્ઞાનનું-આત્માનું પરિણમન થાય એ જ મોહનો હેતુ છે. જેણે શુદ્ધ ચૈતન્યથી વ્યાપ્ત ભગવાન આત્મા ઉપર દષ્ટિ મુકી એનું પરિણમન શુદ્ધ ચૈતન્યમય થયું અને એનું એ પરિણમન મોક્ષનું કારણ છે. દયા, દાન, વ્રતના પરિણામ પુદ્ગલસ્વભાવે હોવાથી તે નિષેધમાં આવ્યા છે. એનાથી ભિન્ન એકદ્રવ્યસ્વભાવે-ચૈતન્યસ્વભાવે જે પરિણમન થાય તે મોક્ષનો હેતુ છે. ભગવાન આત્મા સ્વભાવથી દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ છે. તેનું સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રપણે જે આચરણ થાય, સ્વસ્વરૂપ આચરણ જે થાય તે મોક્ષનો હેતુ છે, તથા જેટલું પરસ્વરૂપ આચરણ છે તે બધું બંધનું કારણ છે. (૬-૧૩૪ ) (૪૨૫) “મોક્ષ આત્માનો થાય છે તો તે તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. ' જુઓ, આ ન્યાય આપ્યો-કે મોક્ષ એટલે સિદ્ધપદ આત્માને થાય છે માટે એનું કારણ પણ આત્મસ્વભાવમય જ હોવું જોઈએ. મતલબ કે જ્ઞાતા-દ્રરાના વીતરાગી નિરાકુળ આનંદમય જે પરિણામ જે જીવસ્વભાવમય છે તે જ મોક્ષનું કારણ હોઈ શકે, અને છે. હવે કહે છે જે અન્યદ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ?' આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ઇત્યાદિનો ભાવ અન્યદ્રવ્યના સ્વભાવવાળો છે. રાગસ્વભાવી છે ને? રાગ કાંઈ જીવસ્વભાવ છે? જો હોય તો રાગ નીકળી કેમ જાય? જુઓ, આ જે વીતરાગ થયા તેમને રાગ નીકળી ગયો ને વીતરાગતા રહી ગઈ. તેથી રાગ અન્યદ્રવ્યના સ્વભાવવાળો છે અને તેથી રાગથી આત્માનો મોક્ષ થઈ શકે નહિ, અર્થાત્ રાગ મોક્ષનું કારણ છે નહિ. (૬-૧૩૪) (૪ર૬). જુઓ, આ દાંડી પીટીને કાંઈ પણ ગુપ્ત રાખ્યા વિના જાહેર કર્યું કે વ્રત-તપ આદિ ક્રિયા મોક્ષનું કારણ નથી. અહા ! લોકોને આવું સાંભળવું મુશ્કેલ અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ અધ્યાત્મ વૈભવ સમજવુંય મુશ્કેલ ! જેનાં મહાભાગ્ય હોય તેના કાને પડે. અને કાને પડે તોય શું? પુરુષાર્થ કરીને જ્યારે અંતર-નિમગ્ન થાય ત્યારે આત્માના જ્ઞાન-શ્રદ્ધાન થાય; સાંભળવામાત્રથી ન થાય. દિવ્યધ્વનિ સાંભળે એટલા માત્રથી આત્માનું જ્ઞાન ન થાય. ભગવાન આત્માનાસ્વદ્રવ્યના આશ્રયથી સમ્યજ્ઞાન થાય. (૬–૧૪૧ ) (૪૨૭) જ્ઞાતા-દ્રષ્ટાના ચૈતન્યમય પરિણમન વડે મોક્ષનો હેતુ થાય છે અને રાગના પરિણમન વડે મોક્ષનો હેતુ થતો નથી. આ વાત છે. આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. એની ચિ કરી એમાં જ નિમગ્ન થઈને પરિણમવું તે આત્મ સ્વભાવી પરિણમન છે અને એ નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રનું પરિણમન જ મોક્ષનું કારણ થાય છે. વ્રતાદિના શુભકર્મરૂપ પરિણમન તો અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી તેના વડે આત્માનું પરિણમન થઈ શકતું નથી તેથી તે મોક્ષનું કારણ થઈ શકતું નથી. સમુદ્રના તળિયે મોતી હોય છે. તેને લેવા લોકો સાધનસજ્જ થઈ તળિયે પહોંચે છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. તેની અંદર પૂરા તળમાં જ્ઞાન ને આનંદ અને શાંતિ વગેરે રત્નો પડયાં છે. અહીં કહે છે-ભગવાન! તું શુભાશુભને ભેદીને એના તળમાં જા ને જ્યાં જ્ઞાન અને આનંદ ભર્યાં છે? અહાહા... ! ‘ સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય; ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મુઠ્ઠીઓ ભરાય.' ભગવાન જ્ઞાનસમુદ્ર પોતાના તળમાં ગુણરત્નો લઈને ઊછળી રહ્યો છે. ત્યાં જે ભાગ્યવાન એટલે ધર્મો પુરુષાર્થી જીવ છે તે અંતરમાં તળમાં પહોંચીને આનંદ, શાંતિ અને જ્ઞાનનાં રત્નોને પ્રાપ્ત કરે છે. તેથી તેને મોક્ષમાર્ગ મળે છે. વળી ‘ સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય; ભાગ્યહીન ક૨ે વાવરે, એની શંખલે મૂઠીઓ ભરાય.' જેઓ ભાગ્યહીન એટલે પુરુષાર્થહીન છે, તળમાં જતા નથી તેઓને રાગ અને પુણ્યના શંખલા જ હાથ આવે છે. તેઓને સંસાર જ પ્રાપ્ત થાય છે. અહા! ધર્મીને જ્ઞાન અને આનંદ પાકે અને પુણ્યની રુચિવાળાને સંસાર જ પાકે છે. આવું છે, બાપુ! માર્ગ આવો છે ભાઈ ! (૬-૧૩૭) (૪૮) જુઓ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે. શું કહ્યું આ? કર્મ એટલે પુણ્યપાપના ભાવ, ખરેખર તો અહીં કર્મ એટલે પુણ્યના ભાવ એમ લેવું છે, મોક્ષના કારણના ઘાતક છે. વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ મોક્ષના કારણને ઢાંકનારા એટલે ઘાતનશીલ છે. હવે જે ઘાતનશીલ છે એ મોક્ષના કારણને મદદ કરે એ કેમ બની શકે? (ન જ બની શકે). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૫૩ ભગવાન આત્માને મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પૂર્ણ સ્વભાવની પ્રતીતિ, પુર્ણ સ્વભાવનું જ્ઞાન અને પૂર્ણ સ્વભાવમાં રમણતા-લીનતારૂપે આત્માનું થવું તે મોક્ષનું કારણ છે. અહીં કહે છે–વ્રત, તપ, શીલ, ભક્તિ, પૂજા, દાન ઇત્યાદિ સમસ્ત શુભકર્મ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેનું ઘાતનશીલ છે. હવે આવી વાત દુનિયાને બેસે ન બેસે એ દુનિયા જાણે; દુનિયા તો અનાદિથી અજ્ઞાનના પંથે છે. કહ્યું છે ને કે 66 ‘દ્રવ્યક્રિયારુચિ જીવડાજી, ભાવ ધરમ રુચિહીન; ઉપદેશક પણ એવાજી, શું કરે જીવ નવીન ? ” દ્રવ્યક્રિયા એટલે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિની રુચિ તો અનાદિથી અજ્ઞાની જીવને છે. વળી તેને ઉપદેશ દેનારા ઉપદેશક પણ એવા મળ્યા જે ઉપદેશે કે-વ્રતાદિ પાળવાં એ ધર્મ છે અને તે કરતાં કરતાં મોક્ષ પમાય. તેથી એ વાત એને પાકી દઢ થઈ ગઈ. વારંવાર સાંભળી ને! એટલે પાકી થઈ ગઈ. હવે એ નવું શું કરે? એને સમકિત કેમ થાય? ન થાય. કેમકે એ પુણ્યના પરિણામ, મોક્ષનું કારણ જે ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એનાં ઘાતનશીલ છે, વાત કરનારાં છે. (૬–૧૪૨ ) (૪૨૯) અહાહા...! પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ ભગવાન શુદ્ધ આત્મદ્રવ્ય જે અનંતજ્ઞાન અને આનંદનું દળ છે તેના આશ્રય લીધા વિના મોક્ષનો માર્ગ ત્રણકાળમાં બીજે ક્યાંયથી પ્રગટે એમ નથી. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપમાત્ર વસ્તુનો આશ્રય-અવલંબન કરવાથી જ મોક્ષનો માર્ગ પ્રગટે છે. આ એક જ રીત છે. આ સિવાય જે વ્રત, તપ, શીલ, દાન, ભક્તિ ઇત્યાદિ શુભભાવ છે તે પોતે જ બંધસ્વરૂપ છે તેથી બંધનું કારણ છે અને મોક્ષના કારણનો ઘાત કરનારા છે... જે દર્શન-શ્રદ્ધાનથી ભ્રષ્ટ છે તે સર્વ રીતે ભ્રષ્ટ છે; તે કોઈ દિ મુક્તિ પામશે નહિ; તથા જે ચારિત્રથી ભ્રષ્ટ હોવા છતાં સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી યુક્ત છે તો તે સિદ્ધિ પામશે. એને સ્વરૂપની દષ્ટિ હોવાથી ચારિત્ર આવવાનું, આવવાનું આવવાનું અને એની મુક્તિ થશે જ. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ પ્રભુ ચેતનાસ્વરૂપ ત્રિકાળ છે. એની સન્મુખની દૃષ્ટિ, એનું જ્ઞાન અને એમાં જ રમણતારૂપ જે પરિણમન છે તે મોક્ષનું કારણ છે. ભાઈ! વીતરાગ માર્ગ વીતરાગભાવથી શરૂ થાય છે, સમ્યગ્દર્શનથી શરૂ થાય છે. જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં જ્ઞાન પણ સાચું નથી અને ચારિત્ર પણ સાચું નથી. વિના સમ્યગ્દર્શન જે કાંઈ છે તે મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. (૬–૧૪૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ અધ્યાત્મ વૈભવ (૪૩૦) પ્રશ્ન- - રાગ (-શુભરાગ) મોક્ષના કારણરૂપ સ્વભાવનું નિશ્ચયથી ઘાતક છે, પણ વ્યવહારથી શું? વ્યવહારથી તો વ્યવહાર મોક્ષમાર્ગ છે ને? ઉત્તર- - જુઓ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને શુદ્ધ રત્નત્રયતા-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રના પરિણામ તે વ્યવહાર. આ સદભૂત વ્યવહાર છે. હવે શુદ્ધ રત્નત્રયના પરિણામ સ્વના હોવાથી એને નિશ્ચય કહ્યા તો તેને સહકારી વા નિમિત્ત જે બાહ્ય શુભરાગના પરિણામ તેને વ્યવહારથી વ્યવહારરત્નત્રય વા વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. આ અસદ્દભૂત વ્યવહાર છે. એનો અર્થ શું? એનો અર્થ જ એ કે વ્યવહારરત્નત્રય મોક્ષમાર્ગ છે જ નહિ, એને મોક્ષમાર્ગ કહેવો એ તો કથનમાત્ર આરોપ-ઉપચાર છે. વાસ્તવમાં તો એ શુદ્ધ રત્નત્રયનો ઘાતક વિરોધી ભાવ જ છે, વેરી જ છે. (૬-૧૫૨ ) (૪૩૧) જુઓ, પુણ્ય-પાપનો જે રસ છે એ દુઃખરૂપ ઝેરનો રસ છે, અને એના ત્યાગથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે તે પરમ અતીન્દ્રિય આનંદનો અમૃતરસ છે. અહાહા. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિષ્કર્મ અવસ્થા છે તે ઉત્કટ અતીન્દ્રિય આનંદના અમૃતરસથી સંબંધિત છે; પણ કર્મની (વ્યવહારરત્નત્રયની) અવસ્થા એનાથી સંબધિત નથી કેમકે કર્મનો જે રસ છે એ તો ઝેરનો આકુળતામય રસ છે. પુણ્ય-પાપના ભાવ જે કર્મ અવસ્થા છે તેનો ત્યાગ થતાં મોક્ષમાર્ગરૂપ નિષ્કર્મ અવસ્થાપણે જે જ્ઞાન એટલે આત્માની પરિણતિ થાય છે તે મોક્ષનું કારણ છે. એ નિષ્કર્મ અવસ્થા સાથે આત્માના અતીન્દ્રિય આનંદના રસની ઉદ્ધતાઈ પ્રગટી છે, તેથી એ રાગને ગણકારતો નથી. જેમ કુટુંબમાં કોઈ છોકરો ઉદ્ધત હોય તો તે કોઈને માતાને, પિતાને કે મોટાભાઈને ગણતો નથી, તેમ આ આત્મા જેને સ્વભાવની પરિણતિ – શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપમાં રમણતા પ્રગટ થયાં છે તે રાગને અવગણીને અતીન્દ્રિય આનંદના ઉદ્ધત રસમાં લીન-તરબોળ થાય છે, રાગને તે ગણકારતો નથી, તેનો આદર કરતો નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરસના સ્વભાવથી છલોછલ ભરેલો છે. તેનું જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ પરિણમન થાય તે તે ઉદ્ધત (ઉત્કટ) આનંદના રસથી સંકળાયેલું છે. અહા ! સમ્યગ્દર્શન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે, સમ્યજ્ઞાન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે અને સમ્યકચારિત્ર અતિ અતિ આનંદના રસથી સંકળાયેલું છે. આવી વાત છે. (૬-૧૮૮) (૪૩ર) બાપુ! સત્યનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે. જેના ફળમાં જે અનંતી ભૂતકાળની પર્યાયો ગઈ એનાથી અનંતગણી ભવિષ્યની પર્યાયો અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત આનંદના વેદનયુક્ત પર્યાયો ફળે છે તે મોક્ષનો ઉપાય મહા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૫૫ અલૌકિક છે. અહીં કહે છે-જેને આવો મોક્ષમાર્ગ મળ્યો, જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ તે શુદ્ઘનયના બળથી કેવળજ્ઞાન સાથે પરોક્ષ ક્રીડા કરે છે, અને કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે-એટલે કે કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થાય છે. (૬-૨૧૩) (૪૩૩) નિવૃત્તિ તો અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો થાય છે તેનાથી નિવૃત્ત થતાં-વિરત્ત થતાં થાય છે. જેમાં જન્મ-મરણના અંત આવે એને નિવૃત્તિ કહીએ. ભગવાન આત્માની સહજપ્રાસ પરમાનંદમય દશા તે નિવૃત્તિનો-મોક્ષનો માર્ગ છે. બાકી આ કરો ને તે કરો, વ્રત કરો ને દયા કરો એ બધો સંસારનો માર્ગ છે. જિન ભગવાનના માર્ગમાં તો જિનમુનિ પુણ્ય-પાપની ભાવના છોડીને અંતર ચૈતન્યસ્વરૂપમાં ઉગ્ર લીનતા કરી પુણ્ય-પાપરહિત થઈને મોક્ષ પધારે છે. તે રાગની રમત છોડીને શુદ્ધ ચૈતન્યની રમતમાં સાવધાન થઈ ઉગ્ર પુરુષાર્થ વડે સર્વરાગરહિત વીતરાગપદને પ્રાપ્ત થઈ જાય છે. (૬-૨૧૭) (૪૩૪ ) –શુદ્ઘનય એક અભેદરૂપ ચૈતન્યમાત્ર વસ્તુને ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયભૂત ચૈતન્યમાત્ર આત્મામાં એકાગ્ર-સ્થિર થાય છે. અહાહા...! જેણે પોતાની જ્ઞાનની પર્યાયને અભેદ તરફ વાળી છે એ ક્રમે-ક્રમે અભેદમાં એકાગ્ર થતી જાય છે. રાગની એકાગ્રતા છૂટી સ્વભાવની એકાગ્રતા થઈ ત્યાં પરિણતિ શુદ્ધ થઈ સમ્યગ્દર્શન ને સમ્યગ્ગાન થયું અને તે પછી વિશેષ એકાગ્ર થતાં ચારિત્ર થયું. પહેલાં વિકલ્પ સહિત પણ નિર્ણય તો કર કે માર્ગ આ છે. વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ નક્કી તો કર કે ભેદને લક્ષમાંથી છોડી અભેદની દૃષ્ટિ થતાં જે અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે અને પછી એમાં જ સ્થિરતા જામતી જાય તે ચારિત્ર છે, અને તે ચારિત્રમાં અંતર્મુહૂર્ત શુક્લધ્યાનપણે પ્રવર્તતાં કેવળજ્ઞાન થાય છે. આ રીત છે. (૬–૩૫૬ ) (૪૩૫ ) ... જુઓ, ભેદરત્નત્રય છે તે રાગ છે. શુદ્ધ ચિદાનંદઘન ભગવાન આત્માના આશ્રયે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ પ્રગટ થયાં છે એવા નિશ્ચયદષ્ટિવંતને ભેદરત્નત્રયરૂપ શુભરાગ આવે છે. તેને નિશ્ચય અભેદરત્નત્રયનો સહકા૨ી જાણીને વ્યવહાર મોક્ષનું કારણ કહ્યું છે. ભેદરત્નત્રય રાગ હોવાથી છે તો બંધનું જ કારણ, પરંતુ વાસ્તવિક મોક્ષનું કારણ જે અભેદ રત્નત્રય તેના સહચરપણે એવો જ રાગ હોય છે તેથી આરોપ આપીને તેને વ્યવહાર મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. અભેદરત્નત્રય એક જ નિશ્ચયથી મોક્ષનું કારણ છે; તોપણ જેને નિશ્ચય-દષ્ટિ થઈ છે, કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે, છતાં રાગ (ભેદરત્નત્રયનો ) આવે છે એવા ધર્મી જીવના ભેદરત્નત્રયના પરિણામને આરોપ આપીને અભેદરત્નત્રયની સાથે મોક્ષનું કારણ કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ અધ્યાત્મ વૈભવ ભાઈ ! આત્મા શું ચીજ છે એની જેને ખબર જ નથી એવા અજ્ઞાનીને તો વ્યવહાર જ નથી. જેને અભેદની દૃષ્ટિ નથી એને ક્યાં ભેદરત્નત્રય છે? અજ્ઞાનીનો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ કાંઈ વ્યવહાર નથી, એ તો વ્યવહારાભાસ છે. જ્ઞાનીને જે રાગ થાય છે તેને તે માત્ર જાણે જ છે, કરતો નથી અને એવા જાણનારની જે દષ્ટિ અને સ્થિરતા અંદરમાં થયાં છે તે જ વાસ્તવિક મોક્ષનું કારણ છે. આવી વાત છે. (૬-ર૬૧) (૪૩૬). જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અહીં, “સાધુ-સાધક' ત્રય કહ્યા છે, પાઠમાં “તિ સાહૂણ' એમ છે ને? એટલે કે એ રત્નત્રય “સાધુ-સાધક” ત્રય છે. પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ સાધકો છે. અહા! આત્માની પરમાનદરૂપ જે મુક્ત તેનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધન છે. લ્યો, અહીં તો આ સાધન કહ્યું છે. એક જ્ઞાયકભાવમય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લેતાં સમકિતને જે જ્ઞાનદર્શન-ચારિત્રની સાધકદશા છે તે પૂર્ણાનંદરૂપ મોક્ષનું સાધન છે એમ કહે છે. આમાં તો નિમિત્ત સાધન ને વ્યવહાર સાધન છે એ વાત જ ઉડાવી દીધી છે. અહા ! વસ્તુ છે એ તો ત્રિકાળ એક જ્ઞાયકભાવપણે છે. અને તેનો અનુભવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે. અહીં કહે છે-જ્ઞાની એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી-આત્માથી અભેદપણે-એકપણે અનુભવે છે. આવી વાતુ! કોઈ દિ' સાંભળી ન હોય એટલે થાય કે શું આવો જૈનધર્મ! એમ કે દયા પાળવી, તપસ્યા કરવી, ભક્તિ-પૂજા કરવી ઇત્યાદિ તો જૈનધર્મમાં છે પણ આ કેવો ધર્મ! અરે ભાઈ ! દયા આદિ તો બધી રાગની ક્રિયાઓ છે, તે કાંઈ જૈનધર્મ નથી. જૈનધર્મ તો એક જ્ઞાયકભાવના જ્ઞાન-શ્રદ્ધાન-આચરણને પોતાનાથી એકપણે અનુભવવા તે છે. આનું નામ મોક્ષમાર્ગ અને આનું નામ ધર્મ છે. પણ આનાથી કોઈ સહેલો માર્ગ છે કે નહિ? અરે ભાઈ ! પોતાના સહજાન્મસ્વરૂપમાં થઈ શકે તે આ સહજ અને સહેલો માર્ગ છે. અનંતકાળમાં તે કર્યો નથી એટલે કઠણ લાગે છે પણ માર્ગ તો આ જ છે. જુઓને! કહે છે કે-ધર્મી જીવ, એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ સ્વાશ્રય પ્રગટ થઈ તેને પોતાથી એકપણે-અભેદબુદ્ધિએ અનુભવે છે. (૭–પ૨૩) (૪૩૭) અહાહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ એકલા આનંદનું દળ છે. પોતે એના પર લક્ષ કરે તો મોક્ષના પરિણામ થાય. છતાં એ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૫૭ ત્રિકાળી દ્રવ્ય મોક્ષના પરિણામ કરાવતું નથી. નિશ્ચયથી મોક્ષના પરિણામનું (ત્રિકાળી ધ્રુવ) દ્રવ્ય દાતા નથી. અહાહા....! શુદ્ધરત્નત્રયરૂપ જે મોક્ષનો માર્ગ તે મોક્ષમાર્ગની પર્યાયનું લક્ષ (ત્રિકાળી) દ્રવ્ય ઉપર છે, પણ દ્રવ્ય એ પર્યાયનો દાતા નથી. મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. તો કોણ છે? એ પર્યાય પોતે જ પોતાનો કર્તા છે. પ્રશ્ન:-- પર્યાય આવે છે તો દ્રવ્યમાંથી ને? ઉત્તર:-- દ્રવ્યમાંથી આવે છે એમ કહેવું એ વ્યવહાર છે; બાકી પર્યાય થાય છે તે પોતે પોતાના કારણથી (પોતાના પકારકપણે) થાય છે. જો દ્રવ્યથી થાય તો એકસરખી પર્યાય થવી જોઈએ, પણ એમ તો થતું નથી માટે ખરેખર પર્યાય પર્યાયથી પોતાથી થાય છે. પર્યાયમાં થોડી શુદ્ધિ, વધારે શુદ્ધિ, એથીયે વધારે શુદ્ધિ એવી તારતમ્યતા આવે છે તે પર્યાયના પોતાના કારણે આવે છે. હું એટલું છે કે એ (-શુદ્ધ) પર્યાયનો આશ્રય સ્વદ્રવ્ય છે. (૮-૧૩૦) (૪૩૮). બાપુ! વીતરાગનો મારગ-મોક્ષનો મારગ-તો એકલા વીતરાગભાવસ્વરૂપ છે; તે સ્વઆશ્રિત છે; તેમાં પરાશ્રિત રાગનો એક અંશ પણ સમાઈ શકે નહિ. શું કીધું? જેમ આંખમાં રજકણ સમાય નહિ તેમ ભગવાનના મારગમાં રાગનો કણ પણ સમાય નહિ. અહા ! મારગ તો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય એક વીતરાગતામય જ છે. જેમ ભગવાન આત્મા એક ચૈતન્યસ્વભાવનો વીતરાગ-સ્વભાવનો અતીન્દ્રિય આનંદ ને શાંતિનો પિંડ છે, તેમ તેના આશ્રયે પ્રગટેલો માર્ગ પણ તેવો અતીન્દ્રિય આનંદમય ને વીતરાગી શાંતિમય છે. ભાઈ ! સરાગતા એ કાંઈ વીતરાગનો મારગ નથી. (૮-૨૦૦૮) (૪૩૯) જુઓ, આત્માશ્રિત નિશ્ચયનય અર્થાત્ સ્વસ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેનો આશ્રય કરનારાઓ જ મોક્ષ પામે છે, પણ પરાશ્રિત વ્યવહારનો આશ્રય કરનારાઓનો કદીય મોક્ષ થતો નથી.. અહાહા..! ચિદાનંદઘન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે; એનો આશ્રય કરનારા મુનિવરો મુક્તિને પામે છે, પણ વ્યવહારનો આશ્રય કરનારાઓ ધર્મ પામતા નથી. આવો મારગ પ્રભુ! મુક્તિનો પંથ મહા અલૌકિક છે. જેમાં એક સ્વનો જ આશ્રય સ્વીકૃત છે... અહાહા.......! સહજાનંદસ્વરૂપ આત્મા છો ને પ્રભુ! તું સ્વરૂપને જાણ્યા વિના બેખબર થઈ ક્યાં સૂતો છે પ્રભુ! અરે ! જો તો ખરો! આ સ્વ-પરની એકતા બુદ્ધિ રૂપી ચોર ભમી રહ્યો છે. જાગ રે જાગ નાથ! સ્વરૂપમાં જાગ્રત થા. આ જગતના લોકો-બાયડી-છોકરાં વગેરે તને લૂટી રહ્યાં છે. ભાઈ ! તેમનામાં ઘેરાઈને તું લૂંટાઈ રહ્યો છે તો જાગ ને સ્વને સંભાળ. સ્વમાં જાગનાર કોઈ વિરલા જ બચે છે. (૮-૨૨૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ અધ્યાત્મ વૈભવ (૪૪૦) નિશ્ચયનો આશ્રય કરનાર કોઈ મુનિવરો જ મુક્તિને પામે છે, પણ વ્યવહારમાં ગૂંચવાયેલાઓ-મુગ્ધ થયેલાઓ મુક્તિને પામતા નથી.... આત્માશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંને નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. અભવ્ય પણ ભગવાન જિનેશ્વરે કહેલાં વ્રત, શીલ, તપ, સમિતિ, ગુતિ ઇત્યાદિ અનંતવાર નિરતિચારપળે પાળે છે, પણ એની કદીય મુક્તિ થતી નથી. જો વ્યવહારના આચરણથી ધર્મનો લાભ થાય તો અભવ્યનો મોક્ષ થવો જોઈએ, પણ એમ છે નહિ. માટે હે ભાઈ ! પરાશ્રયની બુદ્ધિ છોડી એમ સ્વ-સ્વરૂપનો આશ્રય કર. એક સ્વના જ આશ્રયે મુક્તિ થાય છે. મુક્તિના માર્ગને પરની–નિમિત્ત કે વ્યવહારની કોઈ અપેક્ષા નથી. અહો! મુક્તિનો માર્ગ પરમ નિરપેક્ષ છે. વ્યવહાર હોય ખરો પણ એની મુક્તિના માર્ગમાં અપેક્ષા નથી. લ્યો આવી વાત છે! (૮-૨૨૮) (૪૪૧) આવે છે ને કે વિનય મોક્ષનો દરવાજો છે? હા; પણ એ આ વિનય નહિ ભાઈ ! એ તો નિર્મળાનંદનો નાથ પોતે એક જ્ઞાયકસ્વભાવી સ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે તેનો આદર, તેનો સત્કાર કરે તે સત્યાર્થ વિનય છે અને તે મોક્ષનો દરવાજો છે. પણ સ્વસ્વરૂપના આદરરહિત કોઈ દેવ-ગુરુશાસ્ત્રની ગમે તેટલી અનંતી ભક્તિ કરે તો તેનાથી મોક્ષમાર્ગ થાય નહિ. (૮-ર૩ર) (૪૪૨) ભાઈ ! ભગવાન જિનવરનો માર્ગ પચાવવો મહા કઠણ છે. જેને તે પચે એને તો ભવ રહે જ નહિ. જેમ ભગવાન જિનવરને ભવ નથી તેમ તેના માર્ગમાં પણ ભવ નથી કેમકે તેમાં ભવના ભાવનો અભાવ છે. અહાહા..! ભગવાનના માર્ગમાં રાગ ને રાગની ભાવનાનો અભાવ છે. (૮-૨૩૮) (૪૪૩). શુદ્ધ આત્માનું જ્ઞાન, શુદ્ધ આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું ચારિત્ર-શુદ્ધ રત્નત્રય એ મોક્ષનો મારગ છે, અતીન્દ્રિય સુખરૂપ આનંદની દશા છે. અને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે તે દુઃખનું વેદન છે. (૮-ર૭૮) (૪૪૪) -શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે, અહાહા..! પૂરણ જ્ઞાનાનંદપરમાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લઈને જે જ્ઞાન થાય, જે શ્રદ્ધાન પ્રગટે ને જે અંતરસ્થિરતા થાય એ ઐકાંતિક છે. સમ્યક એકાંત છે. એટલે શું? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૫૯ કે શુદ્ધ આત્માના આશ્રયે તો નિશ્ચયરત્નત્રય થાય જ અને બીજી કોઈ રીતે રાગના કે નિમિત્તના આશ્રયે ન જ થાય. લ્યો, આવી વાત ! શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ શુદ્ધજ્ઞાનઘન ત્રિકાળી ધ્રુવ અંદર પરમાત્મા સ્વરૂપે ત્રિકાળ વિરાજે છે તે એક જ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો આશ્રય છે; આ એકાંતિક છે, એનો (શુદ્ધરત્નત્રયનો) બીજો કોઈ આશ્રય નથી તેથી ઐકાંતિક છે. એમ નથી કે કોઈને વ્યવહારથી થાય અને કોઈને નિશ્ચયથી (આત્માથી) થાય તથા કોઈને નિમિત્તથી થાય ને કોઈને શુદ્ધ ઉપાદાનથી થાય. એ તો આગળ આવી ગયું કે વ્યવહારથી ને નિમિત્તથી થાય એ માન્યતા તો અનૈકાંતિક અર્થાત્ વ્યભિચારયુક્ત છે. આ તો એક શુદ્ધ આત્માના આશ્રયે જ (નિશ્ચયરત્નત્રય) થાય એમ ઐકાંતિક છે. વીતરાગનો આવો મારગ છે ભાઈ ! (૮-૨૭૯) (૪૪૫) અહાહા....! જેને જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ભગવાન શુદ્ધ આત્માનો આશ્રય છે તેને નિશ્ચય વસ્તુ યથાર્થ છે, સત્યાર્થ છે; તેને મોક્ષના કારણભૂત જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિર્મળ રત્નત્રય અવશ્ય હોય જ છે. અહીં પહેલાં જ્ઞાનથી ઉપાડયું છે. તત્ત્વાર્થસૂત્રમાં “સ ર્જનજ્ઞાનવારિત્રાળમોક્ષમા' કીધું એમાં પહેલું દર્શન લીધું છે. અહીં પહેલાં “જ્ઞાન” થી કેમ ઉપાડ્યું? કે જ્ઞાન જાણનાર છે. જ્ઞાત પોતાનેય જાણે ને દર્શન અને ચારિત્રની પર્યાયને પણ જાણે છે; પણ દર્શનની પર્યાય પોતે પોતાનેય જાણે નહીં અને જ્ઞાન ને ચારિત્રનેય જાણે નહિ. તેવી રીતે ચારિત્રની પર્યાય પોતે પોતાને જાણે નહિ અને જ્ઞાન ને દર્શનનેય જાણે નહિ. આ પ્રમાણે જ્ઞાન જાણનાર છે તેથી તેને અહીં પહેલું લીધું છે. અહા ! શુદ્ધ ચિદ્રપ ચૈતન્યરસકંદ પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાનની પર્યાય થઈ તે દર્શનને જાણે, ચારિત્રને જાણે અને નિરાકુળ આનંદના વેદનનેય જાણે છે. અહો ! જ્ઞાનનું સ્વ-પરને જાણવાનું અદ્ભુત અલૌકિક સામર્થ્ય છે. (૮-૨૮૧) (૪૪૬) અહાહા..! જ્ઞાની કહે છે કે અમે વાણીમાં કે વિકલ્પમાં ઊભા નથી, અમે તો અમારા જ્ઞાનમાત્ર ભાવમાં જ છીએ. વાગીના કે વિકલ્પના કર્તાપણે અમને જોશો મા, - જોશો તો તમારું જ્ઞાન મિથ્યા થશે. અહો ? ભગવાન કેવળીની જેમ શુદ્ધજ્ઞાનપરિણત ધર્મી પુરુષ શરીરને-મનને–વાણીને, કર્મના બંધ-મોક્ષને કર્મોદયને અને નિર્જરાને કરતો નથી, તો કરે છે? માત્ર જાણે જ છે અર્થાત્ શુદ્ધજ્ઞાનપણે જ રહે છે. આ “જાણે જ છે' –એવો જે ભાવ છે તે મોક્ષમાર્ગ છે. અહીં ! વસ્તુસ્થિતિ જેમ છે તેમ જાણવાપણે રહેનારો હું તો એક જ્ઞાયકભાવમાત્ર આત્મા છું-એમ પોતાને જાણવો અનુભવવો તે મોક્ષમાર્ગ છે. (૯-૧૦૨) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬O અધ્યાત્મ વૈભવ (૪૪૭) અહાહા...! આત્મદ્રવ્ય સહજ એક શુદ્ધ પરમપારિણામિકભાવલક્ષણ સદા પરમાત્મસ્વરૂપ ચિન્માત્ર વસ્તુ છે. અહીં આવા નિજ પરમાત્મદ્રવ્યના સમ્યકશ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે જીવ પરિણમે એનું નામ ધર્મ અને એનું નામ મોક્ષનો માર્ગ છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્રનું ભેદરૂપ શ્રદ્ધાન એ કાંઈ વાસ્તવિક શ્રદ્ધાન-સમકિત નથી; અને શાસ્ત્રનું જ્ઞાન તે કાંઈ વાસ્તવિક સમ્યજ્ઞાન નથી, પણ પોતે સદાય અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ કારણ પરમાત્મા વિરાજી રહ્યો છે તેના સભ્યશ્રદ્ધાનજ્ઞાન અનુચરણરૂપ પર્યાય પરિણમવું તેનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર છે અને તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે. (૯-૧૨૧) (૪૪૮). અહીં...! સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ અરિહંત પરમાત્મા એમ ફરમાવે છે કે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ છે તે શુદ્ધાત્માભિમુખ પરિણામ છે, અર્થાત્ તે પરિણામ રાગથી ને પરથી વિમુખ અને સ્વભાવથી સન્મુખના પરિણામ છે. અહીં! જેને આગમભાષાએ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ કહીએ તે શુદ્ધત્માભિમુખ અર્થાત્ સ્વભાવસનુખના પરિણામ છે અને તેને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. શુદ્ધ આત્મવસ્તુ સહજશુદ્ધપારિણામિકભાવલક્ષણ નિજપરમાત્માદ્રવ્ય છે. તેથી સન્મુખના પરિણામને આગમભાષાથી ઉપશમાદિ ભાવત્રય કહીએ છીએ, અધ્યાત્મભાષાથી તેને શુદ્ધાત્માભિમુખ કહીએ છીએ અને તેને જ મોક્ષનો માર્ગ કહીએ છીએ. ભાઈ ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ છે તે તો ઔદયિકભાવ છે અને તે પરસનુખના ભાવ છે. તેથી તે ધર્મ નથી તેમ ધર્મનું કારણેય નથી. સ્વાભિમુખ સ્વદશા જ એક મોક્ષનું કારણ છે, મારગ આવો સૂક્ષ્મ છે ભાઈ ! (૯-૧૩૧). (૪૪૯ ) ભાઈ ! અનાદિ-અનંત સદા એકરૂપ પરસ્વભાવસ્વરૂપ નિજપરમાત્મદ્રવ્ય તે ધ્રુવ ત્રિકાળ છે, ને મોક્ષમાર્ગ તે પરમસ્વભાવભાવના આશ્રયે પ્રગટેલી વર્તમાન પર્યાય છે. એક ત્રિકાળભાવ ને એક વર્તમાન પર્યાયભાવ; આવા દ્રવ્ય-પર્યાયરૂપ બને સ્વભાવો વસ્તુમાં એકસાથે છે. વસ્તુ કદી પર્યાય વગરની હોય નહિ; દરેક સમયે તે નવી નવી પર્યાયે પરિણમ્યા કરે છે. તે પર્યાય જો અંતર્મુખ સ્વભાવભાવમાં ઢળેલી હોય તો તે મોક્ષનું કારણ છે, ને બહિર્મુખ પરભાવમાં ઢળેલી હોય તો તે બંધનું કારણ છે. આમ બંધ-મોક્ષની રમતું તારી પર્યાયમાં જ સમાય છે; બીજું કોઈ તારા બંધ-મોક્ષનું કારણ નથી. પોતાના પરમસ્વભાવમાં એકાગ્ર થઈને આનંદને અનુભવનારી ધ્રુવમાં ઢળેલી ને ધ્રુવમાં ભળેલી જે દશા થાય તે મોક્ષમાર્ગ છે અને તે ધર્મ છે. ધ્રુવસામાન્યને ધ્યેયમાં લઈને જે દશા પ્રગટી તે નવી છે; ધ્રુવ નવું નથી પ્રગટયું પણ નિર્મળ અવસ્થા નવી પ્રગટી છે, ને તે વખતે મિથ્યાત્વાદિ જૂની અવસ્થાનો નાશ થયો છે. નાશ થવું ને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૬૧ ઊપજવું તે પર્યાયધર્મ છે, ને ટકી રહેવું તે દ્રવ્યસ્વરૂપ છે. આવી વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે, અહો ! દ્રવ્ય અને પર્યાયનું આવું અલૌકિક સત્યસ્વરૂપ સર્વજ્ઞ ભગવાને સાક્ષાત્ જોઈને ઉપદેશ્ય છે. અહા ! આને સમજતાં તો તું ન્યાલ થઈ જાય અને તેના ફળમાં કેવળજ્ઞાન ફળે એવી આ અલૌકિક વાત છે! (૯-૧૩૩) (૪૫૦) નિજ પરમાત્મદ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ છે, પરના આશ્રયે મોક્ષમાર્ગ નથી. શું કીધું? આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ એ ત્રણે સ્વાશ્રિત પરિણામ છે, તેમાં પરનું કે રાગનું અવલંબન જરાય નથી. તે ત્રણેય ભાવો શુદ્ધાત્માભિમુખ છે ને પરથી વિમુખ છે. આ રીતે મોક્ષમાર્ગ અત્યંત નિરપેક્ષ છે, પરમ ઉદાસીન છે. જેટલા પરસનુખના પરાશ્રિત રાગાદિ વ્યવહારભાવો છે તે કોઈ પણ મોક્ષમાર્ગ નથી. સ્વાભિમુખ સ્વાશ્રિત પરિણામમાં વ્યવહારના રાગની ઉત્પત્તિ જ થતી નથી. માટે તે રાગાદિભાવો મોક્ષમાર્ગ નથી; જે સ્વાશ્રિત નિર્મળ રત્નત્રયરૂપ ભાવ છે તે જ મોક્ષમાર્ગ છે, અને તે જ ધર્મ છે. તેને જ આગમ ભાષાથી ઉપશમાદિ ભાવત્રય કહેવામાં આવેલ છે. (૯-૧૩૪) (૪૫૧) -પૂર્ણાનંદમય પરમાનંદમય એવો જે મોક્ષ છે તેનો ઉપાય જે શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગ તે ભાવ એક સમયની પર્યાયરૂપ છે અને તે ભાવ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. સમ્યગ્દર્શનશાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે, શુદ્ધોપયોગ છે તે પર્યાય છે; એ પર્યાય, અહીં કહે છે, શુદ્ધપરિણામિકભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. અહા! જેમાં કાંઈ પલટના નથી, બદલવું નથી એવી પોતાની ત્રિકાળી ધ્રુવ ચીજ શુદ્ધ આત્મવસ્તુ જેને અહીં શુદ્ધ પારિણામિકભાવલક્ષણ કહી એનાથી સ્વાભિમુખ પ્રગટ થયેલા મોક્ષમાર્ગના પરિણામ કથંચિત્ ભિન્ન છે એમ કહે છે. અહો ! જૈન તત્ત્વ બહુ સૂક્ષ્મ છે પ્રભુ! (૯-૧૩૫) (૪૫૨) અહાહા...! જ્ઞાનસ્વભાવ જે ત્રિકાળ છે તે અધિક છે. પરમસ્વભાવભાવ જે એક જ્ઞાયકસ્વભાવ તે રાગ અને એક સમયની પર્યાયથી અધિક નામ ભિન્ન છે. અહીં એ જ કહે છે કે ધ્રુવસ્વભાવના લક્ષે પ્રગટ થતો જે સત્યાર્થ મોક્ષનો માર્ગ છે તે ભાવનારૂપ છે અને તે ત્રિકાળી ભાવથી ભિન્ન છે. ભાવનારૂપ મોક્ષમાર્ગ અને ત્રિકાળી પરમભાવ-બે ચીજ સર્વથા એક નથી; તે બન્ને ચીજ સર્વથા એક હોય તો ભાવનારૂપ મોક્ષમાર્ગનો વ્યય થઈને મોક્ષ થાય ત્યારે ત્રિકાળી ભાવનો પણ નાશ થવાનો પ્રસંગ આવી પડે. ભગવાન ! મારગ તો આવો સૂક્ષ્મ છે. સમજાય છે કાંઈ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨ અધ્યાત્મ વૈભવ અહીં ભાવનારૂપ પર્યાયને મોક્ષના કારણભૂત પર્યાય કહેલ છે. બીજી જગ્યાએ એમ આવે છે કે મોક્ષની પર્યાય મોક્ષના કારણભૂત પર્યાયથી પ્રગટ થતી નથી. વાસ્તવમાં તે સમયની કેવળજ્ઞાન અને મોક્ષની દશા એના પોતાના પારકના પરિણમનથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયની એને અપેક્ષા નથી. જોકે મોક્ષની દશાના પૂર્વ મોક્ષમાર્ગની પર્યાય જ અવશ્ય હોય છે તોપણ મોક્ષની દશા તે સમયનું સ્વતંત્ર સત્ છે. મોક્ષમાર્ગની પર્યાયના કારણે મોક્ષની દશા થઈ છે એમ નથી. આવો માર્ગ છે ભાઈ ! (૯-૧૪૧) (૪૫૩). જુઓ, આત્માના પાંચ ભાવોમાં કયા ભાવ મોક્ષનું કારણ છે એની આ વાત ચાલે છે. ત્યાં કહે છે-શુદ્ધ એક ચૈતન્યસ્વભાવની ભાવનાથી પ્રગટેલા ઔપશમિક આદિ ત્રણ ભાવો મોક્ષનું કારણ છે, ને તે ત્રણે ભાવો રાગરહિત શુદ્ધ છે. રાગ છે તે ઔદયિકભાવ છે અને તે મોક્ષના કારણભૂત નથી. આ પ્રમાણે અસ્તિ-નાસ્તિરૂપ મોક્ષમાર્ગનું સ્વરૂપ કહ્યું આવા મોક્ષમાર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. શુદ્ધ આત્મ-દ્રવ્યનું અવલંબન ચોથે ગુણસ્થાનેથી શરૂ થાય છે. ત્યાં જેટલું શુદ્ધાત્માનું અવલંબન તેટલી શુદ્ધતા છે; ને તે શુદ્ધતાને જ ઉપશમાદિ ભાવત્રય કહે છે, ઉદય ભાવ-રાગભાવ તો એનાથી બહાર જ છે. અરે જીવ! મોક્ષના કારણરૂપ તારી નિર્મળદશા કેવી હોય તેને ઓળખ તો ખરો! અહા! તારી સ્વરૂપ સંપદાને ઓળખતાં તે પ્રગટ થાય છે. ભાઈ ! મોક્ષના કારણરૂપ તે દશા -શુદ્ધ એક પરમસ્વભાવભાવને જ અવલંબનારી છે, પરને ને રાગને અવલંબનારી નથી. -દેહ, મન, વચન આદિ જગતના સર્વ અભ્યપદાર્થોથી ભિન્ન છે. -પુણ્ય-પાપ-આદિ ભાવકર્મથી પણ ભિન્ન છે. તેમાં રાગનો એક કણ પણ સમાતો નથી. -શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. અહા મોક્ષના કારણરૂપ તે દશા સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા આદિ નિજભાવોથી ભરપૂર છે. અહો! સમકિતીને સ્વાવલંબે પ્રગટેલી ચૈતન્યસંપદા આગળ જગતની જડસંપદા કાંઈ નથી; કેમકે પુણ્યન આધીન એ જડસંપદા પરમસુખમય મોક્ષને દેવા સમર્થ નથી. આવી વાત છે. (૯-૧૫૩). (૪૫૪) જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના ધર્મો છે. અહાહા..! ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ સદા જ્ઞાનસ્વરૂપી છે. તેની અંતર્દષ્ટિ થઈ પ્રતીતિ થવી તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૬૩ સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે ને તેમાં રમણતા થાય તે ચારિત્ર છે. આ પ્રમાણે આત્માના આશ્રયે પ્રગટ થયેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના ધર્મો કહેતાં આત્માની નિર્મળ વીતરાગી પર્યાય છે. હવે કહે છે-શરીરનો ઘાત થઈ જાય, શરીર જીર્ણ થાય, ને વાણી બંધ થઈ જાય ઇત્યાદિ જડની ક્રિયા થાય એથી કરીને આત્માના આશ્રયે પ્રગટ થયેલાં દર્શનજ્ઞાન-ચારિત્રનો ઘાત થઈ જાય છે શું? ના, નથી થતો કેમકે શરીર ભિન્ન ચીજ છે, ને આત્માના ધર્મો-દર્શન-જ્ઞાન-ચારિત્ર ભિન્ન ચીજ છે. શરીરની ક્રિયા ન થઈ તેથી કાંઈ આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થઈ જાય એમ છે નહિ; કેમકે એ બંનેને (આધારઆધેય) સંબંધ નથી. શરીરની ક્રિયા ન થઈ શકે તો શરીરનો ઘાત થાય, પુલનો ત્યાં ઘાત થાય, પણ તેનાથી આત્માના કોઈ ધર્મો હણાતા નથી. (૯-૪૧૨). (૪૫૫) શરીરની ક્રિયા બરાબર હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્ર ટકે છે એમ છે નહિ. જરી સૂક્ષ્મ વાત છે પ્રભુ! જુઓ, શરીરની ક્રિયા ન કરી શકે અને પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્ર-ધર્મો તો ટકી રહે; ત્યાં પુદ્ગલનો ઘાત તો થયો પણ પોતાના ધર્મોનો ઘાત ન થયો. વળી શરીરની ક્રિયા બહારમાં બરાબર હોય, છતાં એ બહારની ક્રિયાથી મને લાભ છે એમ માને તેને પોતાના ધર્મોનો-દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થાય જ છે. અહાહા..! બહારમાં શરીરનીકાર્યોત્સર્ગ ને ઉપવાસ આદિ ક્રિયા ને વાણીની ક્રિયા એવી ને એવી થતી હોય છતાં અજ્ઞાની વિપરીતદષ્ટિ જીવને પોતાના ગુણોનો ઘાત થાય જ છે. આવી વાત! કોઈને આકરી લાગે પણ આ સત્ય વાત છે. બહારની પ્રવૃત્તિ ન દેખાય છતાં આનંદનો નાથ પ્રભુ આત્માની સ્વસમ્મુખ પ્રતીતિ, જ્ઞાન ને રમણતા વર્તતી હોય તો તેને પોતાના ધર્મોનો ઘાત થતો નથી. આથી આ સ્પષ્ટ થયું કે વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પો તે આત્માના ધર્મો નથી. (કેમકે વ્રત, તપ આદિના અભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો નથી ને તેમના સદ્ભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો જોવામાં આવે છે.) વાસ્તવમાં સ્વસ્વરૂપ શુદ્ધ ચિતૂપસ્વરૂપ પ્રભુ આત્માની અંતર-દષ્ટિ થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે જ આત્માના ધર્મો છે અને તેને બહારમાં શરીરની ને વ્રતાદિ રાગની ક્રિયાની કોઈ અપેક્ષા નથી. (૯-૪૧૩) (૪૫૬) અહીં તો એક કોર ભગવાન આત્મારામ પોતે સ્વ અને બીજી કોર આખું ગામ-શરીર, મન, વાણી, ઇન્દ્રિય, શુભાશુભ રાગાદિભાવ-એ બધુંય પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યમાં, કહે છે, આત્માનો સ્વભાવ નથી. તેથી પરનો ઘાત થતાં પોતાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ અધ્યાત્મ વૈભવ સ્વભાવનો-જ્ઞાનાદિ ગુણોનો ઘાત થતો નથી. અહાહા...! જેમ ઘડાનો નાશ થતાં દીવાનો નાશ થતો નથી, ને દીવાનો નાશ થતાં ઘડાનો નાશ થતો નથી, તેમ, કહે છે-આ ભગવાન આત્મા જ્ઞાનપ્રકાશનું બિંબ પ્રભુ ચૈતન્યદીવો છે. તેના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રની જે નિર્વિકલ્પ દશા થઈ તેનો, શરીરાદિરૂપ ઘડાનો ઘાત થવા છતાં, ઘાત થતો નથી; તથા શરીરની ક્રિયા ને રાગની ક્રિયા મારી છે એવી અજ્ઞાનમય માન્યતા વડે એના દર્શન-જ્ઞાન-ચારિત્ર-ગુણોનો ઘાત થાય છે તેને પ્રસંગે એ શરીરાદિની ક્રિયાનો ઘાત થાય જ છે એમ હોતું નથી. અહો ! આ તો જૈન પરમેશ્વરે કહેલું કોઈ અચિંત્ય અલૌકિક તત્ત્વ આચાર્યદવે જાહેર કર્યું છે. (૯-૪૧૩) (૪૫૭) પ્રશ્ન:- - તો મુખ્યપણે ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે ને? સમ્યગ્દર્શન-જ્ઞાન તો મોક્ષમાર્ગનું કારણ છે. ઉત્તર:- - ભાઈ ! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર-એમ ત્રણ ભેદ તો સમજાવવા માટે છે, પણ છે તો ત્રણે સાથે એક સમયમાં. ત્રણે મળીને જ મોક્ષમાર્ગ છે એમ યથાર્થ સમજવું. (૧૦-૮૦) (૪૫૮) -પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિ કરવી તે મોક્ષમાર્ગ છે. મુનિરાજને જે વ્યવહારનો વિકલ્પ ઊઠે તે મોક્ષમાર્ગ નથી. એ તો એને રાગબોજો છે. અને છોડીને સ્વરૂપમાં રમણતા કરે તે મોક્ષમાર્ગ છે. મુનિરાજ નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણાવીને સંપુર્ણ વિજ્ઞાનઘન સ્વભાવને પ્રાપ્ત કરી લે છે. જુઓ, આ મોક્ષમાર્ગનું ફળ! સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવની પ્રાપ્તિ અર્થાત્ કેવળજ્ઞાન તે મોક્ષમાર્ગનું ફળ છે. હવે તે ત્યાગ-ગ્રહણથી રહિત થયો છે. સ્વસ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ પણ હવે ત્યાં રહ્યું નથી. તે સાક્ષાત્ સમયસારભૂત છે. વસ્તુ દ્રવ્ય છે તે તો સમયસાર છે અને હવે તે પર્યાયમાં સાક્ષાત્ પ્રગટ સમયસાર છે. (૧૦-૨૦૧) (૪૫૯) બધાય ભગવાન અતદેવોને શુદ્ધજ્ઞાનમયપણું છે. અહાહા....! ભગવાન આત્મા તો સદા શુદ્ધજ્ઞાનમય જ્ઞાતાદ્રષ્ટા પ્રભુ છે. તેના આશ્રયે ઉત્પન્ન આત્માની નિર્મળ દર્શન-જ્ઞાનચારિત્રમય પરિણતિ તે મોક્ષમાર્ગ છે. અહીં કહે છે-બધાય ભગવાન અહંતદેવોને દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ છે અને તેથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે તેઓને શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે જુઓ, શરીરની ક્રિયા અને રાગની ક્રિયાનો ત્યાગ-અભાવ કરી દર્શન-શાન ચારિત્રની ઉપાસના કરવીય તે જિનમાર્ગ છે, મોક્ષમાર્ગ છે. બધાય ભગવાન અહંતદેવોએ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૬૫ આ મોક્ષમાર્ગની ઉપાસના કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. ભાઈ! દ્રવ્યલિંગ હો, પણ તે મોક્ષમાર્ગરૂપ નથી, આકરી વાત બાપા! કાયરનાં કાળજાં કંપે એવી વાત છે, પણ આ સત્ય વાત છે. અરે! લોકોએ બહારની તપસ્યા અને બાહ્ય ત્યાગમાં (દ્રવ્યલિંગમાં) ધર્મ માન્યો છે, પણ ભાઈ! તે માર્ગ નથી, જિનમાર્ગ નથી. સ્વસ્વરૂપમાં ઉગ્ર રમણતા કરવી તેનું નામ ચારિત્ર ને તે ધર્મ ને તે તપ છે. ભગવાને આવી તપશ્ચર્યા કરી મોક્ષની સાધના કરી છે. (૧૦–૨૩૦) (૪૬૦) આ શરીરની નદશા, પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણને ધારણ કરવું એવું જે દ્રવ્યલિંગ તે જો મોક્ષનું કારણ હોત તો અદ્વૈત ભગવંતો અને મુનિવરો દેહ અને શુભરાગનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચારિત્રને શા માટે સેવત? જો દ્રવ્યલિંગથી મુક્તિ થતી હોત તો તેઓ દર્શન-જ્ઞાન-ચારિત્રને કેમ સેવત ? આ અઠ્ઠાવીસ મૂલગુણનો બાહ્ય વ્યવહાર તે વાસ્તવિક મુનિપણું નથી ભાઈ! એ તો ભાવલિંગી સંત-મુનિવરને સહચ૨૫ણે હોય છે, નિમિત્તપણે હોય છે તેથી તેને દ્રવ્યલિંગ કહ્યું છે. અહાહા...! દ્રવ્યલિંગ નથી એમ પણ નહિ, ને દ્રવ્યલિંગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ પણ નહિ. ભાઈ! મારગ જેમ છે તેમ યથાર્થ જાણવો જોઈએ. બાકી વસ્ત્રાદિ રાખે એ તો ભાવલિંગેય નહિ ને દ્રવ્યલિંગેય નહિ, એ તો કુલિંગ છે. (૧૦–૨૩૧ ) (૪૬૧ ) આહાહા... ! કહે છે-દ્રવ્યલિંગ જો મોક્ષનું કારણ હોત તો મુનિવરો તેનો ત્યાગ શા માટે કરત? તેનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચરિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત ! પણ એમ નથી ભાઈ! માટે એ નક્કી થયું કે દેહમયલિંગ મોક્ષમાર્ગ નથી; ૫૨માર્થે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ-પૂરણ આનંદની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે, નાસ્તિથી કહીએ તો દુઃખનો સર્વથા અભાવ થવો, સર્વથા દુ:ખથી મુકાવું તે મોક્ષ છે. રાગનો અંશ પણ આત્માની શાન્તિને-આનંદને રોકનારો છે. તેથી મુનિવરો દેહ ને રાગનું મમત્વ છોડી એક દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે. અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રને સેવે છે કહ્યું તે પર્યાયથી-વ્યવહારથી વાત છે. નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ પર્યાય-ભેદ છે, પણ નિશ્ચયે એ ત્રણ એક આત્મા જ છે; તેથી એક આત્માનું જ સેવન છે. ૫૨માર્થે દર્શન-જ્ઞાનચારિત્રમય આત્મા જ મોક્ષનો માર્ગ છે. અહાહા...! ભેદને છોડીને જેનો અપરંપાર મહિમા છે એવા ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માને આશ્રયે પ્રગટ નિર્મળ રત્નત્રય એ જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, બાહ્ય દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી. (૧૦–૨૩૨ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ અધ્યાત્મ વૈભવ (૪૬૨) અહીં જે શુભરાગનો વિકલ્પ છે તેને પરદ્રવ્ય કહ્યું છે, કેમકે તે પરાશ્રિત ભાવ છે. નવતત્ત્વના ભેદનું શ્રદ્ધાન, ભેદનું જ્ઞાન ને રાગનું આચરણ-વેદન એ બધા પરાશ્રિત ભાવ હોવાથી પરદ્રવ્ય છે, માટે તે ખરેખર મોક્ષમાર્ગ નથી-એક નિર્મળ દર્શન જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તે સ્વ-આશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. અહાહા...! આત્મા પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ ભગવાન નામ જ્ઞાન-આનંદની લક્ષ્મીનો ભંડાર છે. પર્યાય, રાગ ને નિમિત્તથી હુઠી, તેની સન્મુખ થવાથી શુદ્ધ દર્શન-જ્ઞાનચારિત્રની પર્યાય પ્રગટ થાય છે. તે મોક્ષમાર્ગ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે એમ જ' કહીને એકાન્ત કર્યું છે. આ સમ્યક એકાન્ત છે અને તે બીજો કોઈ (વ્યવહાર, રાગ) મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરે છે. નિશ્ચય મોક્ષમાર્ગ આત્માશ્રિત છે. માટે તે સ્વદ્રવ્ય છે. અહાહા...! નિર્વિકલ્પ, નિરાકુળ આનંદની દશાનો અનુભવ તે સ્વદ્રવ્યાશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. અહીં આત્માના આશ્રયે પ્રગટ થયેલો મોક્ષમાર્ગ તે આત્મા-સ્વદ્રવ્ય છે, અને શરીરાશ્રિતપરાશ્રિત જે ભાવ તે પરદ્રવ્ય છે, આત્મા નથી એમ વાત છે. (૧૦-૨૩૫) (૪૬૩) મોક્ષ છે તે સર્વકર્મના અભાવરૂપ આત્મપરિણામ છે, એક તો મોક્ષ છે તે આત્મપરિણામ છે અને તે સર્વકર્મના અભાવરૂપ આત્મ-પરિણામ છે. અહાહા...! મોક્ષ અર્થાત્ સિદ્ધપદ એટલે શું? આત્માની પૂર્ણ પવિત્ર, પૂર્ણ વીતરાગ, પૂર્ણ આનંદમય દશાનું નામ મોક્ષ છે. દુ:ખથી મુકાવું ને પૂર્ણ પવિત્ર વીતરાગ પરિણામનું પ્રગટ થવું એનું નામ મોક્ષ છે. ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને નોકર્મના અભાવરૂપ પરિણામનું નામ મોક્ષ છે, તે આત્મ-પરિણામ છે. માટે, કહે છે, તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. જુઓ, આ ન્યાય કહે છે. એમ કે આત્માના પૂર્ણ દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યના પરિણામ જો મોક્ષ છે તો મોક્ષમાર્ગ પણ આત્માના જ પરિણામમય હોવો જોઈએ. મતલબ કે નિશ્ચય મોક્ષમાર્ગ તે આત્માના પરિણામ છે, સ્વદ્રવ્યરૂપ છે. શબ્દશ્રુતનું જ્ઞાન , નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ અને પંચમહાવ્રતાદિના પરિણામ તે મોક્ષમાર્ગ નથી એમ અહીં કહેવું છે; કેમ! કેમકે તે આત્માના પરિણામ નથી. જ્યારે દર્શનજ્ઞાન-ચારિત્ર તે આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષમાર્ગ છે. અહાહા..! પરમપરિણામિક ધ્રુવ સ્વભાવભાવ-તેની નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ તે મોક્ષનું કારણ અને તેની પૂર્ણતા થવી તે મોક્ષ છે. પણ પરાશ્રિત પરિણામ-વિભાવ પરિણમે તે કારણ અને આત્મપરિણામરૂપ મોક્ષ તેનું કાર્ય-એમ નથી, એમ હોઈ શકતું નથી. વ્યવહાર રત્નત્રય તે કારણ ને મોક્ષ તેનું કાર્ય એમ નથી, કારણ કે વ્યવહાર રત્નત્રયના પરિણામ આત્મપરિણામ નથી; તે અનાત્મ-પરિણામ છે; અજીવના પરિણામ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૬૭ છે. અજીવના પરિણામથી જીવના પરિણામરૂપ મોક્ષ કેમ થાય? ન થાય. (૧૦-૨૩૫) (૪૬૪). ભાઈ ! હમણાં પણ અંદર ચૈતન્યચમત્કારથી ભરેલો મોટો ભગવાન છે. તેનો ચમત્કાર શું કહીએ? તેના આશ્રમમાં જતાં નિર્મળ નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય છે, મોક્ષમાર્ગ ને મોક્ષ પ્રગટ થાય છે. અરે! પણ પોતે પોતાને જ ભૂલી ગયો છે, ને ભૂલની ભ્રમણાથી ભવભ્રમણ કર્યા કરે છે; કદીક ઊઠે છે તો દેહમય લિંગમાં-દ્રવ્યલિંગમાં મૂચ્છ પામી તેને જ મોક્ષમાર્ગ માને છે ! પણ ભાઈ ! લિંગ દેહુમય છે, જડ પુદ્ગલ દ્રવ્યમય છે, તે મોક્ષનું કારણ નથી. શરીરની ક્રિયા ને રાગની ક્રિયા તે મોક્ષનું કારણ નથી.... અહાહા..! આત્મા પરિપૂર્ણ પ્રભુ ત્રિકાળ નિરાવરણ શુદ્ધ છે, બેહદ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. તેના આશ્રયે નીપજતા પરિણામ મોક્ષનું કારણ બને છે, પણ દેહમય લિંગ મોક્ષનું કારણ નથી, કેમકે પરમાર્થે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય કરતું નથી એ નિયમ છે. કરે છે એમ કહીએ એવો વ્યવહાર છે, પણ પરમાર્થે એમ વસ્તુસ્થિતિ નથી; અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય કરે એમ વસ્તુસ્થિતિ નથી. અનંત કાળે આવો અવસર મળ્યો તો આનો નિર્ણય કરજે ભાઈ ! હુમણાં નહિ કરે તો ક્યારે કરીશ બાપુ? બહારના પ્રતિકૂળ પ્રસંગમાં પણ વસ્તુને પકડજે. કોઈ ઉપસર્ગ આવે તેને પણ ગણીશ મા. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર અંદર છલોછલ ભર્યો છે તેમાં ડૂબકી લગાવી તેમાં જ નિમગ્ન થઈ જા. એ જ મોક્ષનો મારગ છે અને એનું જ ફળ મોક્ષ છે; રાગ કાંઈ મારગ નથી, દેહમય લિંગ એ મારગ નથી; કારણ કે અન્ય દ્રવ્યને અન્યદ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે. (૧૦-૨૩૯) (૪૬૫) અનંત ગુણોથી ભરેલો મીઠો મહેરામણ જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા છે. તેના આશ્રયે પ્રગટ થયેલા શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જ મોક્ષનો માર્ગ છે. માટે હે ભાઈ ! તેમાં જ આત્માને જોડવાયોગ્ય છે-એમ સૂત્રની અનુમતિ છે. લ્યો, આ આગમની આજ્ઞા ને આ જિનશાસનનો આદેશ! વ્રતાદિના રાગમાં રોકાઈ રહે એ ભગવાનનું ફરમાન નથી. છટ્ટ ગુણસ્થાને મુનિરાજને વ્રતાદિનો વિકલ્પ હોય છે, તે દ્રવ્યલિંગ છે. તેને છોડીને, કહે છે, નિજાનંદરસમાં લીન થઈ જા, નિજાનંદધામ-સ્વઘરમાં જઈને નિવાસ કર. અરે! એણે અનંતકાળમાં સ્વઘર-નિજઘર ભાળ્યું નથી ! ” વસૂસહિત લિંગ હોય તો પણ મુનિપણું આવે એમ કોઈ પંડિતો કહે છે, પણ તે બરાબર નથી. સમાધિતંત્ર (ગાથા ૮૭-૮૮-૮૯) ના આધારથી તેઓ કહે છે- મોક્ષમાર્ગમાં લિંગ-જાતિનો આગ્રહ-અભિનિવેશ ન હોવો જોઈએ; અર્થાત્ વસ્રસહિત પણ મુનિલિંગ હોય. પણ તેમનો તે મિથ્યા અભિનિવેશ છે. સમાધિતંત્રમાં તો આશય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ અધ્યાત્મ વૈભવ એમ છે કે-દેહની નગ્નદશા અને વ્રતના વિકલ્પ તે દેહાશ્રિત છે તેથી એનાથી મોક્ષ થાય વા તે મોક્ષનું કારણ છે એમ આગ્રહ છોડી દેવો જોઈએ. ભાઈ ! મુનિદશામાં બહાર લિંગ તો નગ્ન જ હોય છે; પણ તે મુક્તિમાર્ગ એવો દૂરભિનિવેશ છોડી દેવાની ત્યાં વાત છે. વસ્ર સહિત મુનિપણું હોય એવો માર્ગ ત્રણકાળમાં નથી. મુનિને અવશ્યપણે નગ્નદશા જ હોય છે. વસપાત્ર વગેરે પરિગ્રહ મુનિને હોઈ શકે જ નહિ; વસ્રસહિત લિંગ તો કુલિંગ જ છે, બીજા લિગથી મુનિપણું હોય એવો તો માર્ગ જ નથી. સમજાણું કાંઈ... ? હાથીના હોદ્દે મરુદેવી માતા સમોસરણમાં ભગવાનનાં દર્શન કરવા જતાં હતાં ને ત્યાં એકદમ કેવળજ્ઞાન થઈ ગયું, મલ્લિનાથ ભગવાનને સ્ત્રીનો દેહ હતો, ઇત્યાદિ આ બધી કલ્પિત ખોટી વાતો છે. તીર્થંકરનો સ્ત્રીનો દેહ હોય નહિ. સ્ત્રીને મુનિદશા પણ હોઈ શકે નહિ. પાંચમા ગુણસ્થાનથી ઉપરની દશા સ્ત્રીદેહવાળાને હોતી નથી. અનંતા મુનિવરો ને તીર્થંકરો મોક્ષ પધાર્યા તે સર્વને બાહ્ય નદશા જ હતી. તથાપિ અહીં એમ વાત છે કે-બાહ્યલિંગ મોક્ષનું કારણ નથી. તેથી એમ અર્થ નથી કે ગમે તે લિંગ હોય ને મુનિપણું આવે ને મોક્ષ થઈ જાય. ભાઈ! અનંત જ્ઞાનીઓની પરંપરામાં પરમાગમની આ અનુમતિ-આજ્ઞા છે કે દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, અર્થાત નગ્નદશા અને પંચમહાવ્રતાદિથી મોક્ષ થાય એમ સૂત્રની અનુમતિ નથી. દર્શન જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, માટે આત્માને ત્યાં જ જોડવા જોઈએ. આ સૂત્રની અજ્ઞા છે સમજાણું કાંઈ... ! (૧૦–૨૪૨ ) (૪૬૬ ) ભાઈ ! ભાવલિંગસહિતનું દ્રવ્યલિંગ તો યથાર્થ એવું (નગ્નદશા આદિ ) જ હોય પણ ત્યાં એક ભાવલિંગ જ મોક્ષનું કારણ છે, દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, તથાપિ કોઈ દ્રવ્યલિંગને જ મોક્ષનું કારણ જાણી ભેખ ધારણ કરે તેને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા માટે આ ઉપદેશ છે. ભાઈ! દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી, એ તો વસ્તુ સ્વરૂપ છે. ૫રમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના જે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ તે જ છે; માટે આત્માને તેમાં જ જોડવો જોઈએ... અહાહા...! બાહ્યલિંગનો પક્ષ છોડી જેઓ સ્વરૂપમાં સમાઈ ગયા, સ્વરૂપના આશ્રયમાં ડૂબી ગયા તેઓ નિગ્રંથ ( મુનિવરો ) છે, ને એવા નિગ્રંથનો પંથ જ મોક્ષપંથ છે, એ જ ભવના અંતનો ઉપાય છે. બાહ્યલિંગ તો એ જ હોય, પણ તે મોક્ષનો પંથ નથી. ત્યારે શ્રીમદ્દનો આધાર દઈ કોઈ વળી કહે છે– જાતિવેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, માર્ગભેદ નહિ કાઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૯ મોક્ષમાર્ગ-રત્નત્રય આનો તેઓ એવો અર્થ કરે છે કે ગમે તે જાતિ અને વેશ હોય છતાં મોક્ષ થઈ જાય, પણ એ બરાબર નથી. વેશ-બાહ્યલિંગ તો નગ્નદશા જ અને પંચમહાવ્રતાદિ હોય, પણ એનો પક્ષ મોક્ષમાર્ગ નથી એમ વાત છે. અન્ય વેશ તો બાહ્ય લિંગ જ નથી. અન્યવેશમાં મુક્તિ થઈ જાય એમ ત્રણકાળમાં નથી; ચંડાળ જાતિ, સ્ત્રી જાતિ, અને વસ્ત્રસહિત વેશ હોય અને મોક્ષ થઈ જાય એમ કદીય બનતું નથી. આ ભગવાન કુંદકુંદાચાર્યનો પોકાર છે. વસ્ત્રસહિત મુનિપણું ત્રણકાળમાં હોઈ શકતું નથી. નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ એક જ મોક્ષમાર્ગ છે, અને બાહ્યલિંગ પણ એક જ છે. (૧૦-૨૪૪) (૪૬૭) વળી ગુરુની ભક્તિ કરતાં કરતાં મુક્તિ થઈ જાય એમ કેટલાક કહે છે તે પણ ખોટું છે. ગુરુ પ્રત્યેનાં વિનય-ભક્તિનો શુભરાગ જરૂર આવે, પણ એનાથી મુક્તિ થઈ જાય, રાગ કરતાં કરતાં વીતરાગતા થઈ જાય એ ત્રnકાળમાં સત્યાર્થ નથી. અંતરંગમાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો હોય તેને વ્રતાદિ વ્યવહારના વિકલ્પ હોય છે, અને તેને બાહ્ય નિમિત્ત જાણી વ્યવહારથી સાધન કહે છે, પણ જેને અંતરંગમાં નિશ્ચય પ્રગટ જ નથી તેનાં વ્રતાદિ સાધન કેમ હોય? વ્યવહારથી પણ તે સાધન કહેવાતાં નથી. આવી વાત વ્યવહારના પક્ષવાળાને ન બેસે, પણ શું થાય? આવો જ માર્ગ છે; બેસે કે ન બેસે, આ સત્ય છે. તેથી કાંઈ વ્રતોને છોડાવ્યાં છે એમ આશય નથી, પણ વ્રતોનું મમત્વ, વ્રતાદિ મોક્ષમાર્ગ છે એવો મિથ્યા અભિપ્રાય છોડાવ્યા છે. અહીં આશય એમ છે કે વ્રતોનું મમત્વ, છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી. સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા–સ્થિરતા બસ એક જ મોક્ષમાર્ગ છે, તેમાં જ જોડાવાથી મોક્ષ થાય છે. એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ. અહીં તો કેવળ બાહ્ય વેશથી મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરવું છે. બાહ્યવેશ ગમે તે હોય એમ નહિ, બાહ્ય વેશ તો દિગંબર નગ્નદશા જ હોય, પણ કેવળ એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ થાય એમ છે નહિ; તેને સાધન કહ્યું છે એ તો આરોપથી ઉપચારથી કહ્યું છે. (૧૦-૨૪૫) (૪૬૮) અરે ભાઈ ! તને આ સંસારની હોંશુ કેમ આવે છે. “હોંશીડા મત હોંશ કીજીએ.' ભાઈ ! રાગ અને પરમાં તને હોંશ-ઉત્સાહુ આવે છે તે છોડી દે. તારું વીર્ય પરમાં–રાગમાં જોડાઈને ઉલ્લસિત થાય છે ત્યાંથી પાછું વાળ, પ્રજ્ઞાના ગુણ વડ તારા વીર્યને સ્વસ્વરૂપમાં વાળી તું પોતાને મોક્ષપંથમાં સ્થાપ.... Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦ અધ્યાત્મ વૈભવ અહાહા! ભગવાન! તું અનાદિઅનંત અમાપ-અમાપ શક્તિનો સાગર પ્રભુ છો. અહાહા...! અંદર જ્ઞાનાનંદનો અમાપ... અમાપ દરિયો પ્રભુ તું છો. માટે શાંત ચિત્તે સ્વપરના વિવેકપૂર્વક પોતાની પ્રજ્ઞાના ગુણ વડ અર્થાત્ અંતર્મુખ પ્રજ્ઞાની પર્યાય વડે અમાપનું માપ (-જ્ઞાન) કરી લે પ્રભુ! અહાહા...! પ્રજ્ઞાના ગુણ વડે તું પોતાને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં એવો સ્થાપ કે ત્યાંથી કદી ચળે નહિ. અરે! અનંતકાળે આવો મોંઘો મનુષ્યભવ મળ્યો છે ને પ્રભુ! હવે આડોડાઈ ક્યાં સુધી? શુભરાગથી ધર્મ થાય એ આડોડાઈ હવે છોડી દે. પરલક્ષે જે શુભભાવ થાય તે સંસાર છે, તે ચોરાસીના અવતારની ખાણ છે; અને અંદર તું અતીન્દ્રિય આનંદની ખાણ છો ને પ્રભુ ! માટે કહે છે-ભાઈ ! પરની હોંશુથી પાછો વળ; પોતાની પ્રજ્ઞાના ગુણ વડે ત્યાંથી પાછો વાળી ને નિજાભાને દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષ પંથમાં સ્થાપ. ભાઈ ! હોંશ કરવા લાયક તારી ચીજ અંદર પડી છે તેની હોંશ કર. અહા ! આવો ઉપદેશ !! અહો ! આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. આવી અલૌકિક ચીજ બીજે ક્યાંય છે નહિ. (૧૦-૨પર) (૪૬૯) અહા ! કહે છે- “સ્થાપ નિજને મોક્ષ પંથે... !' ભાઈ ! તને આ મોંઘુ (આકરું) લાગે પણ આ સમયે જ છૂટકો છે. અરે! જીવો દેહાદિ અનિત્યની મમતા કરી-કરીને દેહ છોડી પરલોકમાં ક્યાંયના ક્યાંય ચાલ્યા જશે! એવા સ્થાનમાં જશે જ્યાં ન કોઈ સગું ન કોઈ વહાલું હશે, ન ખાવા દાણા ન પીવા પાણી હશે, ન પહેરવા વસ્ત્ર ન રહેવા મકાન હશે. આ જીવ છે એમ કોઈ ઓળખશે પણ નહિ એવાં મહા દુ:ખનાં સ્થાનોમાં ચાલ્યા જશે. માટે હું ભાઈ ! તું અનિત્યનો પ્રેમ છોડી નિજ નિત્યાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ આત્માની રુચિ કર; પોતાની પ્રજ્ઞાના ગુણ વડે આત્માને ત્યાંથી પાછો વાળી દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ. ભાઈ ! વ્યવહારના રાગથી પુણ્યબંધ અવશ્ય થશે, પણ એનો તું પક્ષ રુચિ કરે એ તો મિથ્યાત્વ છે બાપા! તારા વ્યવહારથી લોક રાજી થશે, પણ તારો આત્મા રાજી નહિ થાય. જો આત્માને રાજી (આનંદિત, સુખી) કરવો છે તો કહે છે-પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ ત્યાંથી (વ્યવહારથી) પોતાને પાછો વાળીને નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સ્થાપ; એવો સ્થાપ કે કદીય ચળે નહિ. મોક્ષ લઈને જ રહે. બાકી વ્યવહારની ક્રિયાઓ કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ ત્રણકાળમાં છે નહિ, લ્યો, આ એક પદનો અર્થ થયો. (૧૦-રપ૩) (૪૭૦). જુઓ, દ્રવ્યના સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ ઊપજે છે. દ્રવ્યના સ્વભાવના વશે જે પરિણામો ઊપજે છે તે નિર્મળ રત્નત્રયનાં પરિણામ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૭૧ હોય છે; પુણ્ય-પાપના પરિણામ શુદ્ધ દ્રવ્યના વશે ન થાય, એ તો પરના–નિમિત્તના વિશે થનારાં પરિણામ છે અને તે દુઃખરૂપ છે. અહીં તો દ્રવ્યને દષ્ટિમાં લીધું છે તેથી દ્રવ્યનો સ્વભાવ નિર્મળ-નિર્મળ ભાવથી દ્રવે છે. અહાહા..! નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપે દ્રવે છે. અહીં કહે છે-તે પણા વડ-નિર્મળ-નિર્મળ દ્રવવા વડે તન્મય પરિણામવાળો થઈને દર્શનજ્ઞાન-ચારિત્રમાં જ વિહર. પુણ્ય-પાપના ભાવમાં-દુઃખના ભાવમાં તો અનંતકાળથી વિહાર કરતો રહ્યો. હવે અર્થાત્ આ અવસર છે ત્યારે તેમાં મા વિહર, અંદર પૂર્ણાનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ આત્મા છે તેના આશ્રયે જે ક્ષણે ક્ષણે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ થાય તેમાં જ વિહર, ત્યાં જ વિહર. સ્વર્ગ અને નર્ક આદિ ચારે ગતિ દુ:ખરૂપ જ છે, માટે પુણ્ય અને પાપમાં મા વિહર. એક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. (૧૦-૨૫૫) (૪૭૧) અહાહા..! કહે છે–પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. આ શુભાશુભ રાગાદિ ભાવમાં મત જા. રાગાદિ ભાવ તો દુઃખનો પંથ છે બાપુ! ત્યાં જતાં તારું સુખ લુંટાય છે. તું નિર્ધાર તો કર કે અંદર તું એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપી પરમેશ્વર છો. હમણાં પણ અંદર પરમેશ્વર છો હોં, જો ન હોય તો પરમેશ્વર પદ પ્રગટે ક્યાંથી? તો કહે છે-નિજ જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. અહા ! જ્ઞાનરૂપને એકને જ અવલંબતાં પુણ્ય-પાપનું આલંબન છૂટી જાય છે અને સ્વભાવના વશે નિર્મળ-નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટે છે. અહીં કહે છે તેમાં જ વિહર, બીજે પરદ્રવ્યોમાં જરા પણ ન વિહુર. નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વિહરવાનું કહ્યું ત્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનું એકનું જ આલંબન છે, બીજું-વ્યવહારનું પણ આલંબન છે એમ નથી. અહો ! એ વાણી કેવી દિવ્ય અલૌકિક હશે? અરે! ભરતે હમણાં ભગવાનના વિરહ પડી ગયા; પણ વાણી રહી ગઈ. એમાં કહે છે પ્રભુ! તારા દ્રવ્યસ્વભાવનો તને કદીય વિરહ નથી, અંદર જ્ઞાન, શાન્તિ અને આનંદનું ધ્રુવ દળ પડયું છે. તે એકને જ અચળપણે આલંબીને પ્રાપ્ત થતા નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ તું વિહાર કર, બીજે મત વિહર. નિજસ્વભાવના આલંબન વિના લોકમાં બીજે ક્યાંય ચૈન પડે એમ નથી. (૧૦-૨૫૬) (૪૭ર). આ પંચમ આરાના મુનિરાજ કહે છે. કહે છે-જે પુરુષ નિર્મળ રત્નત્રયમાં પોતાને સ્થાપીને તેને જ ધ્યાવે છે, તેને જ અનુભવે છે તે અલ્પકાળમાં અવશ્ય મુક્તિ જશે. સમયચે સારવિશાત્ અવશ્ય વિજ્વતિ’ –છે કે નહિ કળશમાં? અહો ! મુનિરાજને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨ અધ્યાત્મ વૈભવ અતીન્દ્રિય આનંદના રસનો કસ ચઢી ગયો છે. કહે છે-આત્મા જ્ઞાનાદિ અનંતગુણ-રસથી ભરેલી કસવાળી ચીજ છે. એ ચીજને જેણે પોતામાં જાણી, માની અને ત્યાં જ જે રમ્યો-ઠર્યો તે ત્રીજા ભવે અવશ્ય મોક્ષ લેશે. અહા ! પંચમ આરાના મુનિ કેવી ખુમારીથી વાત કરે છે. એમ કે ત્રીજે ભવે અમે મોક્ષ લેશું જ લેશું. (૧૦-૨૬૦ ). (૪૭૩) ભગવાન આત્મા જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. તેનાથી ઊંચું લોકમાં કાંઈ નથી. ક્ષેત્ર ભલે થોડું હો, પણ અમાપ. અમાપ અનંત શક્તિઓનું એકરૂપ એવો એ ચૈતન્ય મહાપ્રભુ અનંત ગુણ-ઋદ્ધિઓનો ભંડાર છે. અરે ! એણે પર્યાય આડે નિજ સ્વભાવના સામર્થ્ય સામુ કદી જોયું નથી! એક સમયની પર્યાય પાછળ નજર કરે તો ચૈતન્યચિંતામણિ નિર્મળાનંદનો નાથ પ્રભુ બિરાજે છે. પુણ્ય-પાપ તરફ નજર કરે એ તો મિથ્યાત્વ છે, એનું ફળ નિગોદના અવતાર છે. આ સર્વજ્ઞ પરમાત્માનો પોકાર છે; અંદર ચૈતન્યઋદ્ધિથી ભરેલો ચૈતન્યચિંતામણિ પ્રભુ બિરાજે છે તેની અંતર્દષ્ટિ કરી, તેનો જ અનુભવ કરી, તેમાં જ રમણતા કરે તે મોક્ષમાર્ગ છે, તેનું ફળ મોક્ષ છે. ભાઈ ! જો મોક્ષની ઇચ્છા છે તો બહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, વ્રત-ભક્તિ આદિ વ્યવહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, અને અનંતા વિસ્મયોથી ભરેલો ભગવાન આત્મા અંદર વિરાજે છે તેના રુચિ-રમણતા કર; તે એક જ મોક્ષમાર્ગ છે. (૧૦-ર૬O) (૪૭૪) અહાહા...! આત્મા અનંત ગુણરતનથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. તેનું એકેક ગુણરતત અનંત અનંત પ્રભુતાથી ભર્યું છે. તેનો મહિમા લાવી અંતરમાં તેનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. તે શુદ્ધ દ્રવ્યના નિસ્તષ અનુભવનરૂપ છે, તેથી તેને જ પરમાર્થપણું છે. નિસ્તુષ એટલે રાગરહિત શુદ્ધ વીતરાગી અનુભવન તે પરમાર્થ છે. એક સ્વદ્રવ્યનું વેદન છે તેને જ પરમાર્થપણું છે. (૧૦-૨૮૭) (૪૭૫) - ત્રિકાળી શુદ્ધ જે સ્વદ્રવ્ય છે તેનો આશ્રય કરતાં જે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય તે એક જ ધર્મ છે. તે શુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી પરમાર્થ છે. ભાઈ ! જન્મમરણ રહિત થવાનો આ માર્ગ છે. વસ્તુ તારી અંદર ત્રિકાળ ધ્રુવ અમર છે. તેનું વરણ કર, તેને ના વરે તો અનંતવાર મરણ થાશે ભાઈ ! અમર વસ્તુ છે અંદર તેને વર તો અમર થઈ જઈશ. અહાહા...! અમરનું ભાન થયે અમર થઈ જઈશ. અહાહા...! પોતાની ચીજ અંદર શુદ્ધ જ્ઞાનાનંદમય અમર છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાનઆચરણ પ્રગટતાં અમરપણું પ્રગટે છે. આ એક જ પરમાર્થ માર્ગ છે. સાથે વ્યવહાર ભલે હો, પણ તેને પરમાર્થપણું નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-રત્નત્રય ૧૭૩ અહાહા......! મુનિ અને શ્રાવકના વિકલ્પથી પાર ત્રિકાળી શુદ્ઘ દ્રવ્યના અનુભવનરૂપ જે નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણતિ છે તે એક જ, કહે છે, ૫૨માર્થ મોક્ષમાર્ગ છે. આ એકાન્ત-સમ્યક્ એકાન્ત છે. આ સિવાય કોઈ પચીસ-પચાસ લાખ દાનમાં ખર્ચે, મોટાં મંદિર બંધાવે ને ભગવાનની પ્રતિષ્ઠા કરાવે તો એ પુણ્ય છે બસ, એ મોક્ષમાર્ગ નથી, કેમકે એ અશુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી અપ૨માર્થ છે, અસત્યાર્થ છે. ભાઈ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ બધા ફોતરા સમાન નિઃસાર છે, અંતઃતત્ત્વ-ચૈતન્યતત્ત્વનો અનુભવન વિના બધું થોથેથોથાં છે. (૧૦–૨૮૮) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬. સમ્યગ્દર્શન Tછે ઇનિ ( A) (દષ્ટિનો વિષય) (૪૭૬) અહાહા....! શૈલી તો જુઓ! વ્યવહાર સમકિત હોય તો નિશ્ચય સમકિત થાય એમ નથી. વ્યવહાર સમકિત એ સમકિત જ નથી. વ્યવહાર એ તો રાગની પર્યાય છે. નિશ્ચય સમ્યકસ્વરૂપના અનુભવસહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. એની સાથે દેવ-શાસ્ત્રગરુની શ્રદ્ધાનો જે રાગ આવે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પણ એ છે તો રાગ; કાંઈ સમકિતની પર્યાય નથી (૧-૧૨ ) (૪૭૭) ભાઈ ! ઝીણી વાત છે. નિયમસારની બીજી ગાથામાં (ટકામાં) કહ્યું છે કે ભગવાન આત્માની સમ્યગ્દર્શનની પર્યાય સ્વ-દ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. નિરપેક્ષપણે સ્વના આશ્રયે થાય છે. સમ્યકદર્શનની પર્યાયને, વસ્તુ જે ઉપાદેય છે એનો આશ્રય છે એમ કહેવું એ તો એની તરફ પર્યાય ઢળી છે એ અપેક્ષાએ કહેવામાં આવે છે; નહીંતર એ સમ્યકદર્શનની પર્યાયના પકારકના પરિણમનમાં પરની તો અપેક્ષા નથી પણ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. (૧–૧૨). (૪૭૮) સમ્યકદર્શનમાં આત્મા જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. (પરના આશ્રય વિના સીધો જ્ઞાનમાં જણાય છે ) સમ્યકદર્શન તો પ્રતીતિરૂપ છે, પણ તે કાળે મતિ શ્રુતજ્ઞાનથી સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઈ જાય છે (વેદનની અપેક્ષાએ વાત છે). પરમાર્થ વસ્તુ જ આવી છે, પોતે પોતાથી જણાય તેવી ચીજ છે. (૧–૧૪) (૪૭૯) મોક્ષમાર્ગપ્રકાશકની પાછળથી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ્યાં સવિકલ્પ નિર્વિકલ્પનું કથન કર્યું છે ત્યાં કહ્યું છે કે “ચિન્મય આત્મા એકરવરૂપે છે, એમાં સર્વ પરિણામ એકાગ્ર થાય છે. ' માટે દ્રવ્ય અને પરિણામ એક થઈ ગયા એમ નહીં. (અને દ્રવ્ય અને પરિણામ બે થઈને દષ્ટિનો વિષય બને છે એમ પણ નહીં.) ચિન્માત્ર આત્મા કે જે દ્રવ્યાર્થિકનયનો નિશ્ચયનયનો અને સમ્યકદર્શનનો વિષય છે તે તો એકસ્વરૂપે જ છે, ત્રણ રૂપે નહીં. ત્રણ રૂપે પરિણમન છે એમ કહેવું એ અસત્યાર્થ નથી કહેવામાં આવે છે. સમ્યકદર્શન થતાં દ્રવ્યના બધા નિર્મળ પરિણામ દ્રવ્ય તરફ ઢળે છે, એકલી શ્રદ્ધાથી પર્યાય જ ઢળે છે એમ નહીં. ફક્ત મલિન પરિણામ બહાર રહી જાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનનો (દષ્ટિનો વિષય) ૧૭૫ દ્રવ્યાર્થિક નયની મુખ્યતામાં “એકના સેવનની જ' (ધ્રુવ આત્માની જ) મુખ્યતા હોય છે. તે કાળ ત્રણ રૂપે પરિણમવું એને ગૌણ કહીને-વ્યવહાર કરીને અસત્યાર્થ કહે છે. (૧-૩૮) (૪૮૦) મોક્ષમાર્ગથી જે નિર્મળ પર્યાય પ્રગટી તે પરદ્રવ્ય છે. પર્યાય છે ને? તેથી તે પરદ્રવ્ય કહી છે. ત્યાં દષ્ટિનું ધ્યેય એકમાત્ર ધ્રુવ દ્રવ્ય બતાવવું છે એટલે નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી દીધી છે; તે સ્વદ્રવ્ય નહીં, કારણ કે નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા લાયક નથી. સમ્યગ્દર્શનનો વિષય તો એકલો ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ત્રિકાળી છે. તેમાં નિર્મલ પર્યાયને પણ સાથે ભેળવે તો દષ્ટિ એકદમ વિપરીત થઈ જાય. મોક્ષમાર્ગની પર્યાયને પરદ્રવ્ય કહી, કેમકે તેમાંથી નવી પર્યાય આવતી નથી. જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી, એમ મોક્ષમાર્ગની પર્યાયમાંથી પણ બીજી નવી પર્યાય આવતી નથી. આ અપેક્ષાએ નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે. (૧-૬૦) (૪૮૧) આવા એક ધ્રુવસ્વભાવને દષ્ટિનો વિષય ન માનતાં દ્રવ્ય-પર્યાય બેને દષ્ટિનો વિષય માને છે તે ભૂલ છે. (દષ્ટિનો વિષય તો એક ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે) નિયમસારમાં કહ્યું છે કે અંત તત્ત્વસ્વરૂપ ભગવાન આત્મા અને બહિ:તત્ત્વ એવી નિર્મળ પર્યાય એ બેની માન્યતા (શ્રદ્ધાન) એ વ્યવહાર સમકિત છે. બેને વિષય કરે એ રાગ છે. (તેથી જીવને રાગ જ ઉત્પન્ન થાય) વ્યવહાર સમકિત એ રાગરૂપ પરિણામ છે. બેપણું જેનો વિષય છે તે રાગ છે અને એકપણું (નિજ ધ્રુવસ્વભાવ) તે સમ્યકદર્શનનો વિષય છે. (૧-૭૦) (૪૮૨) સમ્યકદર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્વવિભક્ત આત્માની દિષ્ટિ હોય છે. ત્યાં પણ અતીન્દ્રિય આનંદનો સ્વાદ અલ્પ પ્રમાણમાં હોય છે. ચોથા ગુણસ્થાનમાં સુંદર આનંદનો સ્વાદ અલ્પ આવે છે તો પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને તે વિશેષ આવે છે. તેના કરતાં મુનિઓને તો પ્રચુર સ્વસંવેદન હોય છે એટલે પ્રચુર આનંદ હોય છે. (૧-૮૫) (૪૮૩) અહો ! જે દષ્ટિનો વિષય છે. અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે તે આ જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી અને પ્રમત્ત પણ નથી; એ રીતે એને શુદ્ધ કહેવાય છે. અહાહા..! ! ભગવાન, તું અનાદિઅનંત નિત્યાનંદસ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છું જેમાં પર્યાયનો-ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છે એમ કહેવાય છે. એટલે પરદ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદાયાદિનું લક્ષ છોડી જ્યાં દષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પરિણતિ શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણમનમાં જ્ઞાયક શુદ્ધ છે એમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ અધ્યાત્મ વૈભવ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે. એમ કહેવામાત્ર નથી. આ જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. (૧-૯૧). (૪૮૪) અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે. અહીં પ્રમત્ત-અપ્રમત્ત બન્ને અવસ્થાઓને અશુદ્ધતામાં નાખી દીધી, કેમકે બન્ને સંયોગજનિત છે. આ ચૌદેય ગુણસ્થાનોની પર્યાયો અશુદ્ધનયનો વિષય છે. અહીં દ્રવ્યદષ્ટિમાં ચૌદેય ગુણસ્થાનોને અશુદ્ધ કહી ગૌણ કરી વ્યવહાર, અભૂતાર્થ, અસત્યાર્થ, ઉપચાર છે એમ કહેલ છે. ચૌદેય ગુણસ્થાનો અભાવરૂપ છે તેથી અસત્યાર્થ છે એમ નથી, પણ દ્રવ્યદૃષ્ટિમાં તે ગૌણ છે, લક્ષમાં લેવા યોગ્ય નથી અને ત્રિકાળી દ્રવ્યમાં એ અવસ્થાઓ નથી તેથી અસત્યાર્થ-અભૂતાર્થ કહેલ છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા છે જ નહીં, પર્યાયમાં છે તે દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ થઈ જાય છે. -આખા સમયસારમાં છઠ્ઠી ગાથામાં સમ્યગ્દર્શનનો ખાસ વિષય જે ધ્રુવ તે આવો ગયો છે. છઠ્ઠી ગાથામાં સર્વોત્કૃષ્ટ વાત આવી છે. હું પ્રમત્ત નહીં, અપ્રમત્ત પણ નહીં; કઈ પર્યાય બાકી રહી ? અહાહા ! દષ્ટિનો વિષય જે જ્ઞાયકબિંબ તેમાં કોઈ પર્યાયો છે જ નહીં. (૧-૯૯) (૪૮૫) વસ્તુસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પરદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે. આત્મામાં બે પ્રકાર: એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કદીય પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યજ્ઞાન છે. આ વીતરાગમાર્ગની મૂળ વાત છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી, પણ દ્રવ્યદૃષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. (૧-૯૯) (૪૮૬) દષ્ટિનો વિષય શુદ્ધ છે, અને દૃષ્ટિ પણ શુદ્ધ છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં “શુદ્ધ' જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે ભાઈ ! આત્મા પરમાત્મસ્વરૂપ શુદ્ધ છે. એની દૃષ્ટિથી જોઈએ વસ્તુ શુદ્ધ છે. પણ અહીં તો દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. એનો અર્થ એ કે દષ્ટિ જ્યારે “શુદ્ધ ” ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણું કહેવાય. (૧-૧૦૧ ) (૪૮૭) દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય ) ૧૭૭ દ્રવ્યનો સ્વભાવ અભેદ છે. તે ઉપર દષ્ટિ જતાં દૃષ્ટિ પણ અભેદ છે. ત્રિકાળી દ્રવ્ય અભેદ છે, માટે તેના આશ્રયે પ્રગટેલી જે દૃષ્ટિ તે પણ અભેદ છે એમ કહે છે. અહીં વ્યવહાર (અશુદ્ધ પર્યાય) સામે દષ્ટિ (શુદ્ધ પર્યાય ) ને નિશ્ચય કહી છે. ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો દ્રવ્ય નિશ્ચય સત્ છે, અને એના આશ્રયે પ્રગટેલી દૃષ્ટિ પણ નિશ્ચય છે. વસ્તુ આત્મા ત્રિકાળ છે એ ભૂતાર્થ છે. આવા ભૃતાર્થ સ્વભાવની દૃષ્ટિ થતાં દ્રવ્યષ્ટિ પણ ભૃતાર્થ છે. પર્યાયષ્ટિ અભૂતાર્થ છે, દ્રવ્યષ્ટિ ભૂતાર્થ છે. ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ સત્ય છે. આવા સચ્ચિદાનંદસ્વરૂપ આત્માની દષ્ટિ કરનારી દ્રવ્યદષ્ટિ પણ સત્યાર્થ છે. ઉપચાર સામે દ્રવ્યદૃષ્ટિ ૫૨માર્થ છે એમ આત્મા સ્વયં પરમ પદાર્થ છે. એની દષ્ટિ અગાઉ પર્યાયની અશુદ્ધતાને ગૌણ કરી ઉપચાર કહી હતી. અહીં આ છેલ્લા બોલમાં કહ્યું છે. વસ્તુ દ્રવ્ય પોતે પરમાર્થ છે. ત્રિકાળી ધ્રુવ કરી એ દૃષ્ટિ પણ પરમાર્થ છે. ( ૧–૧૦૧ ) (૪૮૮ ) સમ્યગ્દર્શનનો વિષય કે નિર્વિકલ્પ ધ્યાનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ એકરૂપ જ્ઞાયક તેમાં સમ્યગ્દર્શન આદિ શુદ્ધ પર્યાયોના ભેદ નથી. અહાહા...! એકલા અભેદ જ્ઞાયકમાં અશુદ્ધતા તો નથી. પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાયના ભેદનો પણ અવકાશ નથી. (૧–૧૧૦ ) (૪૮૯ ) કહ્યું ને કે જ્ઞાયકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વિદ્યમાન નથી. વિધમાન નથી એટલે અભેદ દૃષ્ટિમાં આ ભેદો જણાતા નથી. તે અભેદષ્ટિના વિષય નથી. ભેદનું લક્ષ કરવા જાય ત્યાં વિકલ્પ થાય છે, રાગ થાય છે. ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સમ્યગ્દર્શન એ નિર્વિકલ્પ દશા છે. તે કેમ પ્રગટ થાય એની આ અદ્દભુત વાત છે. આત્મા શુદ્ધ જ્ઞાયક છે. તેની સાથે જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધ પર્યાય ભેળવો તો નિર્વિકલ્પ સમકિત નહીં થાય. અશુદ્ધપણાની વાત તો છોડી દો, દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધ પર્યાયના ભેદ પણ અખંડ જ્ઞાયકની દૃષ્ટિથી બહા૨ ૨હી જાય છે. અભેદષ્ટિમાં પર્યાયભેદ નજ૨માં આવતો જ નથી. (૧–૧૧૦) (૪૯૦) અહાહા ! એકલો ચૈતન્ય જ્ઞાયકભાવ, અભેદસ્વભાવ, એકભાવ સામાન્યસ્વભાવ, નિત્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ, સદશએકરૂપસ્વભાવ એ જ એક સમ્યગ્દર્શનનો વિષય છે. (૧–૧૧૨ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ અધ્યાત્મ વૈભવ (૪૯૧). ત્યારે અહીં શિષ્યને પ્રશ્ન થાય છે કે-પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? પ્રથમ શિષ્યનો પ્રશ્ન બરાબર સમજવો જોઈએ, ભેદ જે પર્યાય છે તે દ્રવ્યનો જ પોતાનો અંશ છે, અવસ્તુ એટલે કે પરવસ્તુ તો નથી. જેમ શરીર પર છે, કર્મ પર છે એમ પર્યાય પર છે એમ નથી. પર્યાય તો સ્વદ્રવ્યનો અંશ છે તેથી સ્વવસ્તુ છે, પોતાની છે, પોતામાં છે, નિશ્ચય છે. તો તેને વ્યવહાર કેમ કહેવાય? ભાષા તો સાદી છે, પણ ભાવ ઘણો ઊંડો છે, ભાઈ ! અહો ! પંડિત જયચંદ્રજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે? તેનું સમાધાનઃ- એ તો ખરું છે. પર્યાય વસ્તુનો જ ભેદ છે પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે! દ્રવ્ય અને પર્યાય બન્ને આત્માની ચીજ છે. પર્યાય છે તે પણ વસ્તુ છે, અવસ્તુ નથી. પરંતુ અહીં પર્યાયદષ્ટિ છોડાવી દ્રવ્યદૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી અભેદને મુખ્ય કરી ઉપદેશ છે. અભેદદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં ભેદને ગૌણ કરીને એટલે અભાવ કરીને એમ નહીં, પણ ભેદને અમુખ્ય રાખીને એટલે કે ભેદનું લક્ષ છોડીને તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહાર કહો કે અસત્યાર્થ કહીં, પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે, અભાવ કરીને નહીં. (૧–૧૧૩) (૪૯૨) ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. અનંત ગુણોનો ધરનાર ધર્મી એવો જે અભેદ આત્મા તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, સ્વચ્છતા એવા અનંત ગુણોના ભેદ જો લક્ષમાં લેવા જશે તો રાગ ઉત્પન્ન થશે, સમ્યગ્દર્શન નહીં થાય. નવ તત્ત્વના ભેદ પાડવા એ વાત તો દૂર રહી પણ ગુણ અને ગુણીનો ભેદ ભાડવા જાય ત્યાં પણ નિર્વિકલ્પ દશા થતી નથી. વસ્તુ અને એની શક્તિઓ એવો જે ભેદ તે દષ્ટિનો વિષય નથી. દષ્ટિનો વિષય તો અભેદ, અખંડ, એક જ્ઞાયક છે. દષ્ટિ પોતે પર્યાય છે પણ પર્યાય તે દષ્ટિનું ધ્યેય નથી. પ્રશ્ન:- વર્તમાન પર્યાય તેમાં (દષ્ટિના વિષયમાં) ભેળવવી કે નહીં? ઉત્તર:- વર્તમાન પર્યાય ભિન્ન રહીને દ્રવ્યની પ્રતીતિ કરે છે. તે એમાં ભળે ક્યાંથી ? પર્યાય ભિન્ન રહે છે, તે દ્રવ્યમાં ભળતી નથી, એક થતીનથી. (૧-૧૧૪) (૪૯૩) અહાહા... ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ વસ્તુ છે. એક સેકંડ આવું સમ્યગ્દર્શન થાય ત્યાં દષ્ટિ અપેક્ષાએ મોક્ષ થઈ ગયો. આત્મા પોતે મોક્ષસ્વરૂપ પરમાત્મસ્વરૂપ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૯ સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) બિરાજે છે. અની દષ્ટિ અને અનુભવ થતાં પર્યાયમાં પરમાત્મપદ પ્રગટ થાય છે. દેવ-ગુરુશાસ્ત્રને માને, નવ તત્ત્વના ભેદ જાણે એ કાંઈ સમ્નગ્દર્શન નથી તો આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે. આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. પહેલું સમ્યગ્દર્શન થાય, પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્ર થઈ સ્થિર થાય તે સમ્યક્રચારિત્ર છે. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત, તપ ચારિત્ર એ બધાં એકડા વિનાનાં મીંડા છે. (૧-૧૨૧) (૪૯૪) સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય તેની મહોર-છાપ શું? તો કહે છે આનંદનો સ્વાદ આવે તે સમ્યગ્દર્શનની મહોર-છાપ છે. પરથી લક્ષ હઠાવી, દયા, દાનના જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હટાવી, દર્શન-ગુણ-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જ્યાં અભેદસ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થતાં સુંદર આનંદ સહિત જ્ઞાનતરંગો ઊછળે છે. ત્યારે “આત્મા’ એનો યથાર્થ અર્થ સુંદર રીતે સમજાય છે. (૧-૧૨૧) (૪૯૫) જેમ લાખ મીંડાં લખો પણ આગળ એકડો ન હોય તો કેટલી સંખ્યા બને? કોઈ સંખ્યા ન બને. એકડા વિનાના લાખ મીંડાની કાંય કિંમત નથી, તેમ સમ્યગ્દર્શન વિના વ્રત કરે, તપ કરે, સામાયિક કરે, પણ એ બધું થોથેથોથાં છે. એ ક્રિયાઓમાં રાગ મદ હોય તો પુણ્ય બંધાય, ધર્મ ન થાય. વ્રત, તપ, આદિ પુણ્ય અનંતવાર કર્યો, પણ શુદ્ધનય અને તેનો વિષય જે ત્રિકાળ, એકરૂપ ધ્રુવ આત્મા તેને જાણ્યો નહીં તેથી સમ્યગ્દર્શનાદિ ધર્મ થયો નહીં. તેથી આવું ભવભ્રમણનું દુ:ખ ઊભું રહ્યું છે. ભવભ્રમણમાં દેવના ભવ કરતાં અનંતગુણા નિગોવદ સહિત તિર્યંચના ભવ થયા છે. એક સમ્યગ્દર્શન વિના જીવને સંસારનાં અનંત ભવ-પરિભ્રમણની અકથ્ય વેદના ભોગવવી પડી છે. (૧-૧૨૨) (૪૯૬) અહાહા....! આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ સામાન્ય, ધ્રુવ અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને સ્વસંવેદનજ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે-અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીથરો ભાવશ્રુતકેવળી કહે છે. (૧-૧૨૭) (૪૯૭) જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે કે તેની સન્મુખ થાય તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ અધ્યાત્મ વૈભવ કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમકે કર્મ, રાગ અને ગુણભેદ એ ત્રિકાળી વસ્તુમાં નથી. ધ્રુવ વસ્તુ જે અનાદિ-અનંત અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ-જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણભેદ નથી-એવા અભેદની દષ્ટિ કરવી, આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. (૧-૧૩૪ ) (૪૯૮), આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, એમ અનંત અનંત ભાવસ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. (૧–૧૩૬ ) (૪૯૯). આત્મા શુદ્ધ કહેતાં પવિત્ર છે. બુદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્યઘન કહેતાં અસંખ્યપ્રદેશ છે. સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય, આત્મા અસંખ્યપ્રદેશ છે. એવી વાત નથી. આત્મા સ્વયંજ્યોતિ છે, એટલે સ્વયં સિદ્ધ વસ્તુ છે. કોઈએ ઉત્પન્ન કરી હોય કે કોઈથી નાશ પામે એવી ચીજ નથી. તે સુખધામ છે, એટલે આનંદનું-અતીન્દ્રિય આનંદનું ધામ છે. આવો આત્મા અભેદ એકરૂપ ભૂતાર્થ વસ્તુ છે. તેને “કર વિચાર તો પા' –એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આવા શાયકને લક્ષમાં લે તો તેની પ્રાપ્તિ થાય. અમારી પાસેથી કાંઈ મળે તેમ નથી. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ, જે ધ્રુવતત્ત્વ, એની દષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. (૧–૧૩૬ ) (૫૦૦) અહો ! અરિહંતદેવની ૐ ધ્વનિ જે નીકળી તેનો સાર-સાર લઈ શ્રી કુંદકુંદાચાર્યદવે પરમાગમની આ ગાથામાં ભરી દીધો છે. એક સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો-છતો છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી તે મુખ્ય છે. અને સધળો જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે, તેના આશ્રયે પ્રયોજનની સિદ્ધિ થતી નથી તેથી તે ગૌણ છે, લક્ષ કરવા યોગ્ય કે આશ્રય કરવા યોગ્ય નથી. ભાઈ ! જૈનધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે. (૧–૧૩૮) (૧૦૧) અહો ! સમયસાર એ અદ્દભુત શાસ્ત્ર છે. આ બે લીટીમાં ઘણું ઘણું રહસ્ય ભર્યું છે. શુદ્ધનય એક જ સાચા અર્થને પ્રગટ કરે છે. ત્રિકાળ વિદ્યમાન તત્ત્વ ભગવાન આત્મા, એક સમયની પર્યાય વિનાનો, અવિનાશી અવિચળ, ધ્રુવ, ચૈતન્યસૂર્ય તેને શુદ્ધનય પ્રગટ કરે છે. દષ્ટિનો વિષય આ એકમાત્ર વિધમાન જ્ઞાયક તત્ત્વ છે. ગાથામાં કહ્યું છે ને “સૂરસ્થમીરસવો વનુ સન્માદી દવ નીવો.ભૂતાર્થના આશ્રયે જીવ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય). ૧૮૧ સમ્યગ્દષ્ટિ થાય છે. “વસુ' નો અર્થ નિશ્ચય કર્યો છે. જયસેન આચાર્યે પ્રગટ ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. અહા ! જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડ્યું છે, તેનો અનુભવ કરીને પ્રતીતિ કરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈનધર્મ છે. અરે! લોકોએ નવા નવા વાડા બાંધી, જૈનધર્મનું મૂળતત્ત્વ આખું પીંખી નાખ્યું છે. (૧-૧૪૦) (૫૦), -રાગ અને આત્મા બન્નેનું ભેદવિજ્ઞાન કરી ધ્રુવ ત્રિકાળી પરમાનંદસ્વરૂપ પરમાત્માનો પુરુષાર્થ વડે આશ્રય કરનાર ભૂતાર્થદશઓને તે ચૈતન્યસૂર્ય જ્ઞાયકબિંબ આવિર્ભત થાય છે. પ્રગટ થાય છે અને તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન આદિ શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. (૧-૧૪૨) (૫૦૩) જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે, પણ બીજા સમ્સયગ્દષ્ટિ નથી. શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી અભેદ એકરૂપ જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેઓ જ વસ્તુના સ્વરૂપને સમ્યક પ્રકારે જુએ છે, અનુભવે છે અને તેથી તેઓ જ સમ્યગ્દષ્ટિ છે. પરંતુ બીજા જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ નથી. જેઓ રાગનો, ભેદનો, એક સમયની પર્યાયનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ જ છે. (૧–૧૪૩) (૫૦૪) અહાહા....! આચાર્યદવ કહે છે કે એકવાર તું દષ્ટિ ફેરવી નાખ. એક સમયની પર્યાય ઉપર, અને ભેદ ઉપર અનાદિની દષ્ટિ છે. તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય પર દષ્ટિ સ્થિર કર. તેથી તને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. તને ભવ-ભ્રમણના દુઃખથી મુક્તિ થઈ અનંત સુખસ્વરૂપ એવો મોક્ષ થશે. અહો ! આવો વિરલ ઉપદેશ આપી આચાર્યદેવે જગતનો મહાન ઉપકાર કર્યો છે. આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયકજ્ઞાયક-જ્ઞાયક, ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે તે ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને તેના જ આશ્રયે જન્મ-મરણ મટે છે, મોક્ષના ભણકારા વાગે છે. (૧-૧૪૯) (૫૦૫) ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવભાવ કહીએ તેને મુખ્ય કરી નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે. આમ શા માટે કહ્યું? કે ત્રિકાળી સત્યાર્થ વસ્તુના આશ્રયે સમ્યકદર્શન પ્રગટ થાય છે અને બીજી કોઈ રીતે સમ્યકદર્શન પ્રગટ થતું નથી. આવા ભૂતાર્થ, અભેદ એકરૂપ દ્રવ્યમાં દષ્ટિ જાય-દષ્ટિ પ્રસરે ત્યારે તેને સમ્યકદર્શન થાય છે. ત્યાંથી ધર્મની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ અધ્યાત્મ વૈભવ શરૂઆત થાય છે. આ તો હજુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ કરવાની વાત ચાલે છે, ચારિત્ર તો ક્યાંય રહ્યું. આ કોઈ અલૌકિક અને અપૂર્વ ચીજ છે ભાઈ ! (૧-૧૫૮) (૫૦૬) અહીં જિનવચનોને કહેનાર જિનગુની ભક્તિ વગેરેનો ભાવ સમકિત થયા પહેલાં આવે છે એની વાત કરી છે. પણ ભક્તિ કરે તેથી સમકિત થાય એમ નથી. ભક્તિના ફળમાં સમ્યગ્દર્શન થાય કે નહીં? ના. સમવસરણમાં ત્રણલોકના નાથ બિરાજમાન હોય છે, તેમની ભક્તિ અનંતવાર કરી. અરે ! એની ભક્તિના ભાવથી સમ્યકત્વ ન પમાય એ તો ઠીક, એની ભક્તિને જાણનાર જ્ઞાનનો જે સૂક્ષ્મ અંશ છે તેના આશ્રયે પણ સમકિત ન થાય. પ્રભુ! આ તો આખો સંસાર ઉખાડી નાખે, ભવના અંત આવે અને મોક્ષની તૈયારી થાય એની વાત ચાલે છે. જિનવચન, જિનગુરુ પ્રત્યે જે લક્ષ થાય છે એ તો રાગ છે, એ કાંઈ સમકિત નથી. છતાં સમકિત થતાં પહેલાં આવો જ વ્યવહાર હોય છે. (૧-૧૬૭) ‘ચ ત્મિ:' આ આત્માને એટલે આ પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને ‘વ રૂદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથવ વર્શનમ્' અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો), “તત્ વ નિયમાન્ સભ્ય નમ' એને જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહીએ છીએ. આમાં ત્રણ ન્યાય આવ્યા (૧) સ્વદ્રવ્ય છે (૨) એનાથી અનેરા (ભિન્ન) દ્રવ્યો છે. અને (૩) રાગાદિ છે. ત્યાં પોતાથી ભિન્ન જે અનેરાં દ્રવ્યો અને રાગાદિ ભાવ છે તેનાથી પૃથક થઈને ભિન્ન પડીને એક નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. બીજામાં, રાગમાં ભેળવીને દેખવો એમ નહીં, એ માન્યતા તો અજ્ઞાન અને મિથ્યા છે. અહીં તો કહે છે કે જે ત્રિકાળી જ્ઞાયકભાવ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા તે એકને જ દેખવો-અનુભવવો, તેની સમ્યકપ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે. (૧–૧૭૭ ) (૫૦૮) બધા પોતાના ગુણ-પર્યાયરૂપ ભેદોમાં આત્મા વ્યાપેલો છે, રહેલો છે, પ્રસરેલો છે. આવો આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો એટલે શુદ્ધનયથી એક જ્ઞાયકમાત્ર આત્મા દેખાડવામાં આવ્યો. તેને સર્વ અનેરા દ્રવ્યો અને દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. શરીર, મન, વાણી તથા કર્મ અને તેના નિમિત્તથી થતા જે પર્યાયગત રાગોદિ ભાવો તે સર્વથી ભિન્ન અખંડ એક જ્ઞાયકમાત્રની-શ્રદ્ધા-પ્રતીતિ કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. (૧-૧૭૯) (૫૦૯) વ્યવહારથી નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોતાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય ) ૧૮૩ નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. શુદ્ધનયની હદે પહોંચતા રાગ અને ભેદ દેખાતા નથી, પણ નિર્વિકલ્પ અનુભવ થાય છે, એકલો જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. ત્યાં વ્યભિચાર નથી તેથી નિયમથી તે સમ્યગ્દર્શન છે. નવતત્ત્વની શ્રદ્ધા, જ્ઞાયકદ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય સહિત વસ્તુની શ્રદ્ધા એ બધું વ્યવહાર સમકિત છે એમ વ્યવહારનય સમકિતના અનેક ભેદ પાડે છે. ત્યાં વ્યભિચાર છે તેથી તે યથાર્થ સમ્યગ્દર્શન નથી. ( શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે.) ( ૧–૧૭૯ ) ( ૫૧૦ ) આ જીવાદિ નવતત્ત્વો-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ છે. તેમાં જીવ અને અજીવ બે પદાર્થ છે. જીવ છે, શરીર, કર્મ, આદિ અજીવ છે. કર્મના નિમિત્તના સંબંધમાં પુણ્ય-પાપ અને આસ્રવ અને બંધ થાય છે તથા સંવર, નિર્જરા અને મોક્ષ નિમિત્તના ( કર્મના ) અભાવમાં થાય છે. પણ આ નવે તત્ત્વોમાં નિમિત્તની અપેક્ષા આવે છે. તે અપેક્ષા છોડી દઈને એકલો જ્ઞાયકભાવ જે પૂર્ણજ્ઞાનઘન છે એની દૃષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો. સત્કાર કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ-શાસ્ત્ર-ગુરુ ને માનવા કે નવતત્ત્વને ભેદથી માનવા તે કાંઈ સમ્યગ્દર્શન નથી. આ સમ્યક્ અનેકાન્ત છે. (૧–૧૯૧ ) ( ૫૧૧ ) અહીં કોઈ પ્રશ્ન કરે કે-આત્મા ચૈતન્ય છે, જાણન, જાણનસ્વભાવી છે. આટલું ચૈતન્યરૂપ જ જ્ઞાનમાં અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહીં? આવી શ્રદ્ધાવાળાને આખો આત્મા હાથ લાગ્યો એમ કહેવાય કે નહીં ? સમાધાનઃ- આત્માને ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ માને છે. એક ચાર્વાક મત ચૈતન્યને માનતો નથી. બીજા બધા આત્મા ચૈતન્યરૂપ છે એમ તો માને છે. જો આટલી શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો ઉપર કહેલા બધાને સમ્યગ્દર્શન સિદ્ધ થઈ જશે. જાણનાર, જાણનાર એમ નાસ્તિક સિવાય તો ઘણા આત્માને માને છે, તો તે બધાને સમ્યક્ત્વ સિદ્ધ થશે. પણ એમ નથી. આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના અનંતગુણો, તેની અનંત પર્યાયો, અને બધા પ૨ને (લોકાલોકને) જાણે એવી એની શક્તિ છે. એવી સર્વજ્ઞશક્તિ જેમને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ ભગવાને જેવો પૂર્ણ આત્મા જોયો તેવા પૂર્ણ આત્માનું સ્વરૂપ તેમની ૐૐકાર દિવ્યધ્વનિમાં આવ્યું. તે આત્મા કેવો છે? તો પૂર્ણજ્ઞાનઘન છે. અહીં પૂર્ણ શબ્દ સૂચક છે. પૂર્ણ એટલે ત્રણકાળ ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી ભિન્ન પૂર્ણજ્ઞાનન આત્માનું સ્વરૂપ છે તેની દષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. આવું સમ્સયગ્દર્શન જીવે અનાદિથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ અધ્યાત્મ વૈભવ અનંતકાળમાં પ્રગટ કર્યું નથી તેથી તેને ચાર-ગતિમાં માત્ર રખડવાનું જ થયું છે. ૧–૧૮૧) (૫૧૨ ) આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યો સમ્યગ્દર્શન જ છે-એ નિયમ છે. જે નવતત્ત્વો છે તેમાં ત્રણલોકનો નાથ ભગવાન આત્મા ચૈતન્યહીરલો બિરાજમાન છે. જેમ હીરાને અનેક પાસા છે તેમ આ ચૈતન્યહીરલાને ગુણરૂપ અનંત પાસા છે. એ અનંત પાસા (ગુણ ) સ્વયં પરિપૂર્ણ છે તથા વસ્તુમાં અભેદ એકરૂપ પડેલા છે. આવી અનંતગુણમંડિત અભેદ એકરૂપ વસ્તુ જે ચૈતન્યઘનસ્વરૂપ આત્મા તેને ભૂતાર્થનય વડે જાણવી તે નિયમથી સમ્યગ્દર્શન છે. (૧–૧૯૨ ) (૫૧૩) અહાહા.....! જેને જાણ્યે અનંત જન્મ-મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અતીન્દ્રિય-આનંદની પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય એ કારણ કેવું હોય ? બાપુ! ( એ સાધારણ ન હોય) એ તો પૂર્ણ સ્વરૂપ છે જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે. એવી ઝળહળ ચૈતન્ય જ્યોતિસ્વરૂપ અભેદ એકરૂપ જ્ઞાયક વસ્તુમાં દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે. આ તો મુદ્દાની મૂળ રકમની વાત છે. (૧–૧૯૨ ) (૫૧૪ ) આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. નવતત્ત્વોમાં સત્ દષ્ટિથી દ્રવ્યદષ્ટિથી જોતાં જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ઘનયપણે અનુભવાય છે. એ એકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ ‘શુદ્ધ આવો છે એમ આત્મ-પ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ જ છે, બાધા રહિત છે. અહાહા...! આ એકરૂપ ચૈતન્યઘનસ્વભાવની અનુભૂતિ તે આત્મખ્યાતિ આત્માની ઓળખાણ, અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન છે. (૧–૧૯૮ ) (૫૧૫ ) જ્ઞાયક ધ્રુવ, ચૈતન્યપ્રકાશની દષ્ટિ કરતાં નિમિત્ત-નૈમિત્તિકભાવનો અભાવ થઈ જાય છે. એકલા જ્ઞાયકને જોતાં ચૈતન્યસ્વરૂપ જે રાગની રુચિમાં ઢંકાઈ ગયું હતું તે પ્રગટ થાય છે. એનું નામ સમ્યગ્દર્શન છે. નવમાંથી એકલો જાણક, જાણક, જાણક–એવા ધ્રુવ સ્વભાવને ભિન્ન તા૨વી અનુભવવો એ સમ્યગ્દર્શન છે. આ સિવાય લાખો કરોડો રૂપિયા ખર્ચે અને મંદિરો બનાવે, દેવ-શાસ્ત્ર-ગુરુને બહારથી માને કે નવતત્ત્વને ભેદરૂપ માને-એ બધું થોથેથોથાં છે, સમ્યગ્દર્શન નથી. ( ૧–૧૯૯ ) ( ૫૧૬ ) શુદ્ઘનયથી જીવને જાણવાથી જ સમકિત છે, અન્યથા નહીં. પર્યાયથી વસ્તુને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) ૧૮૫ જુએ તો સમ્યગ્દર્શન થયા નહીં. દ્રવ્ય સાથે પર્યાયને ભેળવીને જુએ તો પણ સમકિત થઈ શકે નહીં. દ્રવ્યદષ્ટિથી જ્યાં સુધી આત્માને દેખે નહીં ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે. નિયમસારની ગાથા ૫ ની ટીકામાં આવે છે કે-અંતઃતત્ત્વરૂપ ૫૨માત્મતત્ત્વ અને બહિ:તત્ત્વનો કોઈ અંશ ભેળવીને શ્રદ્ધા કરવી એ વ્યવહર સમકિત છે. અંતઃતત્ત્વ એટલે પૂર્ણસ્વરૂપ શુદ્ધ જીવ વસ્તુ અને બહિ:તત્ત્વ એટલે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એ બે ભેદોવાળાં તત્ત્વો-એની શ્રદ્ધા એ વ્યવહા૨ સમક્તિ છે. વ્યવહાર સમકિત એટલે જ રાગ, વિકલ્પ. વ્યવહા૨ સમક્તિ એ રાગની પર્યાય છે, શુદ્ધ સમકિત છે જ નહીં. એ તો આરોપથી (સમકિત ) છે. નિશ્ચય વીતરાગી પર્યાય તે નિશ્ચય સમક્તિ, અને શ્રદ્ધાનો વિકલ્પ-રાગ તે વ્યવહાર સમકિત છે. (૧-૨૦૦) (૫૧૭) અહાહા! જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શનજ છે એ નિયમ હ્યો વસ્તુસ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતાં કહે છે-તીર્થની વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી જીવ-અજીવ આદિ નવતત્ત્વો કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ જીવ–એક સમયની પર્યાય તે અહીં જીવ કહે છે; અજીવ-અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહે છે; પુણ્ય-દયા, દાન, વ્રત પૂજા, ભક્તિ આદિનો ભાવ તે પુણ્યભાવ છે, પાપહિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ભોગ આદિ ભાવ, આ ૨ળવા-કમાવાનો, દુકાન ચલાવવાનો, દવાઈન્જેકશન દેવાનો ભાવ, તે પાપભાવ છે; એ પુણ્ય અને પાપ બન્ને ભાવ તે આસ્રવ છે. આ એટલે મર્યાદાથી અને સ્ત્રવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું આવવું તે આસવ છે. જેમ વહાણમાં છિદ્ર હોય તો એને લઈને પાણી અંદર આવે તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય તો એના સંબંધમાં નવા (કર્મનાં) આવરણ આવે તે આસ્રવ છે; સંવાર આત્મા શુદ્ધસ્વરૂપે પૂર્ણ છે; પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ પ્રગટે તે સંવર છે; નિર્જરા-સંવ૨પૂર્વક અશુદ્ધતાનું ખરવું, કર્મનું ગળવું અને શુદ્ધતાનું વધવું એ ત્રણેય નિર્જરા છે; બંધ, દયા, દાન આદિ જે વિકલ્પ ઊઠે તેમાં અટકવું તે બંધ છે; મોક્ષ-વસ્તુ જ્ઞાયકસ્વરૂપ અબંધ છે. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ નિર્મળ દશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે મોક્ષ છે. (૧–૧૯૩) (૫૧૮ ) ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ છે. એનો પત્તો લાગી ગયો તો ખલાસ. એના સંસારનો અંત આવી જશે, પછી ભલે વર્તમાનમાં ચારિત્ર ન હોય. દર્શન પાહુડમાં આવે છે કે- સિદ્ધંતિ ય ઘરિયમદા વંસળમદા ન સિતિચારિત્રથી ભ્રષ્ટ તો મુક્તિને પામે છે, પણ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ જીવ મુક્તિ પામતો નથી. સમ્યગ્દર્શન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ અધ્યાત્મ વૈભવ છે પણ જેને ચારિત્ર નથી તે શ્રદ્ધાના બળે તે સ્વરૂપમાં રમણતા કરી મોક્ષને પામશે. પરંતુ જેને શ્રદ્ધા જ નથી એ સ્થિરતા શામાં કરશે? એને આત્માની સ્થિરતા બની શકતી નથી. (૧-૨૩૭) (૫૧૯) આચાર્ય કહે છે કે મોહકર્મના ઉદયના નિમિત્તથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ મોહનો ત્યાગ કરીને, પર્યાયની રુચિ મટાડીને, પર્યાયની પાછળ જે અખંડ એક પૂર્ણ ધ્રુવ ચૈતન્યસ્વભાવ આત્મા પ્રકાશમાન રહેલો છે, તેનું લક્ષ કરી તેનો અનુભવ કરો. એમ કરતાં સમ્યગ્દર્શન છે. અહાહા ! અતીન્દ્રિય આનંદરૂપ આત્માની રુચિ થતાં ઇન્દ્રના ઇન્દ્રાસનના ભોગ સડેલા કૂતરા અને બિલાડા જેવા (અરુચિકર) લાગે છે. (૧-૨૫૧) (પ૨૦). રાગથી ભિન્ન પડીને આ અનુભવસ્વરૂપ ભગવાન આત્મા તે હું છું એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા શુદ્ધ અખંડ અભેદ એક ચૈતન્યરૂપ જેવો જ્ઞાનમાં જણાયો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદય થાય છે. ભેદજ્ઞાનની પ્રવીણતાથી અર્થાત્ રાગથી ભિન્ન પડી ભગવાન જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવથી આત્મા અખંડ એક જ્ઞાયકરૂપ જેવો જાણ્યો તેવી જ તેની પ્રતીતિ કરી. જાણ્યા વિના એ છે એ માન્યું કોણે? સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રતીતિ છે. પંચાધ્યાયીમાં ચાર બોલ લીધા છે. શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, જ્ઞાનની પર્યાય. ત્યાં એને જ્ઞાનની પર્યાય ગણી એ તો વ્યવહારથી કથન છે. અહીં તો આ નિશ્ચયની વાત છે કે જે આત્મા જ્ઞાનમાં જણાયો એની જે શ્રદ્ધા થઈ તે પ્રતીતિ. માટે સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રતીતિ છે. (૨-૩ર) (પ૨૧) અહાહા ! શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી આ ત્રિકાળી આનંદકંદ પ્રભુ આત્માને એકપણું છે. એ અજ્ઞાનીને કેમ બેસે ? જ્યાં થોડીક અનુકૂળતા થાય, બહારમાં પાંચ પચાસ લાખનો સંયોગ થાય ત્યાં ખુશી ખુશી થઈ જાય એ રાંકાને આત્મા આનંદકંદ છે એ કેમ બેસે ? પણ ભાઈ ! આ તો જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ તીર્થંકરદેવે એમ કહ્યું છે કે તું અંદરમાં ત્રિકાળી એકરૂપ આનંદસ્વરૂપ જ્ઞાયક પરમાત્મતત્ત્વ છે. શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી જોતાં એ એકપણું, જ્ઞાયકપણું કદી છૂટયું નથી. આવો માર્ગ કઠણ પડ, કેમકે આખો દિવસ ધંધામાં પાપમાં જાય. (૨-૪૦) (પર૨) એકવાર પ્રભુ! તું રાગ અને શરીરનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. તેથી તને રાગ અને શરીરનું સાચું પાડોશીપણું થશે. ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહિ. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે. (૨-૯૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૭ સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) (પ૨૩) નિર્મળ ભેદ-અભ્યાસ એટલે પરથી ભેદ પાડવાનો અભ્યાસ. તે નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી એટલે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ ઢાળવાથી અંદરમાં પ્રગટ જે અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તે પ્રાપ્ત થાય છે. અને તેના અવલંબનના બળથી દ્રવ્યન્દ્રિયોને સર્વથા પોતાથી જુદી કરાય છે. કથંચિત્ જુદી કરાય છે એમ નહિ, સર્વથા જુદી કરાય છે. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યન્દ્રિયો અતિ સ્થૂળ અને જડ છે. અને નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ જે દ્રવ્યસ્વભાવ તે અતિ સૂક્ષ્મ અને ચૈતન્યસ્વરૂપ છે. આવા અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનના બળ વડે દ્રવ્યન્દ્રિયોને જુદી પાડવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પામવાની કળા છે. (૧-૧૨૪) (પ૨૪) –અહો! હું તો જ્ઞાન અને આનંદની મૂર્તિ છું. રાગાદિ મારા સ્વરૂપમાં નથી અને તેમનાથી મને લાભ પણ નથી. મારું ટકવું મારા ચિદાનંદસ્વરૂપથી છે, નિમિત્ત કે રાગથી મારું ટકવું નથી. અહીં...! હું તો પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ શાંતિ, ઇત્યાદિ અનંત અનંત પરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભગવાન છું, ઈશ્વર છું આવી રીતે જે અનાદિનો રાગનો અનુભવ હતો તે છૂટીને ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન જ્ઞાયક આત્માનો અનુભવ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ત્યારે આત્મા સજીવન થાય છે. (૨-૧૫૪) (પ૨૫) ત્રીજા નરક સુધી પૂર્વના વેરી પરમાધામીઓ, રૂની ગાંસડી વાળે તેમ શરીરને બાંધી, ઉપરથી ધગધગતા લોઢાના સળિયાથી મારે છે. આવી સ્થિતિમાં પણ રાગથી ભિન્ન પડીને સમ્યગ્દર્શન પામી શકાય છે. પૂર્વે સાંભળ્યું હતું તે ખ્યાલમાં લઈ, જેમ વિજળી તાંબાના સળિયામાં એકદમ ઊતરી જાય તેમ, તે અંદર જ્ઞાનાનંદ ભગવાન બિરાજે છે એમાં પોતાની પર્યાયને ઊંડી ઉતારી દે છે. બહારમાં ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય પણ તેથી શું? અંદર પૂર્ણસ્વભાવી આત્મા છે ને? જુઓ, શ્રેણિક રાજાનો જીવ પહેલી નરકમાં છે. બહારમાં પીડાકારી સંયોગનો પાર નથી. છતાં તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન છે અને સમયે સમયે તીર્થકર ગોત્રના પરમાણુઓ બંધાય છે. તેમને અંદર એવું ભાન વર્તે છે કે- “હું તો આનંદનો નાથ સચ્ચિદાનંદ ભગવાન આત્મા છું. ' ભક્તિમાં આવે છે ને કે ‘ચિનુર્તિ દગધારીકી મોઢે રીતિ લગત હૈ અટાપટી, બાહર નારકી દુઃખ ભોગત, અંતર સુખરસ ગટગટી.” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ અધ્યાત્મ વૈભવ સમકિતીને નરકમાં પીડાના સંયોગનો પાર નથી. છતાં અંદર આત્માના આનંદનું (અંશે) વેદન હોવાથી શાંતિ છે. પ્રતિકૂળ સંયોગ છે તેથી શું? મને તો સંયોગીભાવ પણ અડતો નથી, સ્પર્શતો નથી એવો અનુભવ અંદર વર્તતો હોવાથી જ્ઞાની નરકમાં પણ સુખ જ વેદે છે. (૨-૧૫૫) (પર૬) શ્રીગુરુએ દેશનામાં કહ્યું કે ભગવાન! તું ચૈતન્યસ્વરૂપ છે. તારામાં અનંત ગુણો ભર્યા છે. અહાહા ! પ્રભુ, તું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા એવા એવા પૂર્ણ સ્વભાવની અનંત શક્તિઓનું સંગ્રહાલય-સ્થાન છે; તું વિકાર અને દેહનું સ્થાન નથી. આ સાંભળનાર શિષ્યને એવી સ્વભાવની ધૂન ચડી કે તેને ચોટ લાગી અને તે કોઈ પ્રકારે મહાભાગ્યથી આત્મા સમજી ગયો. મહાભાગ્યથી એટલે મહાપુરુષાર્થ વડે તેણે સ્વસંવેદન પ્રગટ કરી લીધું. આત્મા અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાન્તિ, અને અનંત અનંત ઈશ્વરશક્તિનો સમુદાય છે. એવું સમ્યગ્દર્શમાં તેને ભાન થયું. આવું સમજીને-ભાન કરીને શિષ્ય સાવધાન થયો, સ્વરૂપ પ્રતિ સાવધાન થયો. અનંતકાળમાં જે નહોતું કર્યું અને જે કરવા યોગ્ય હતું તે (સમ્યગ્દર્શન) તેણે કર્યું. ગુરુએ જે ભાવથી કહ્યું હતું તે ભાવ તે બરાબર સમજી ગયો. પહેલાં રાગ અને સંયોગમાં સાવધાન હતો તે હવે અસંયોગી અને અરાગી આત્મામાં સાવધાન થયો. (ર-૨૧૬) (પર૭) (અજ્ઞાનીઓને) સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી સમ્યગ્દષ્ટિ બનાવે છે. સમ્યગ્દષ્ટિ અજ્ઞાનીને અંતરની વાત સમજાવે છે કે – ભાઈ ! આ રાગાદિ અને શરીરાદિ છે એ તો બાહ્ય સ્વાંગ છે, તારી ચીજ નથી. એ તારામાં નથી. અને તું એમાં નથી. રાગ, પુષ્ય, અને શરીર એ જીવના અધિકારમાં નથી. જીવના અધિકારમાં તો જ્ઞાન, દર્શન, વીર્ય, આનંદ, શાન્તિ ઇત્યાદિ છે. ભગવાન! તું તો જ્ઞાયક સ્વભાવી ત્રિકાળ અખંડ એકરૂપ વસ્તુ છે. તારી પર્યાયમાં પણ જ્ઞાન અને આનંદનો રસ આવે એવું તારું સ્વરૂપ છે. તેથી રાગાદિનું લક્ષ છોડી અંતરમાં એકાગ્ર થા. તેથી શાંતરસ પ્રગટ થશે, અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થશે. રાગથી ભિન્ન આત્મા ચિદાનંદધન પ્રભુ અતીન્દ્રિય આનંદનો નાથ છે. એમ સમકિતી મિથ્યાષ્ટિ જીવને બતાવે છે. ત્યાં એમ જાણનાર પોતે આનંદના નાથમાં સમાઈ જાય છે. રાગથી ખસીને નિરાકુળ આનંદ અને શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણી, ભ્રમ મટાડી, શાંતરસમાં લીન થઈ અજ્ઞાની સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય છે. (ર-ર૩ર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) ૧૮૯ (પ૨૮) જેમ ફૂલની કળી અનેક પાંખડીથી વિકસિત થઈ ખીલી નીકળે તેમ જ્ઞાન પ્રગટ થતાં ભગવાન આત્મા અનંત ગુણોની પાંખડીથી પર્યાયમાં ખીલી નીકળે છે. સમ્યગ્દર્શન થતાં પણ અનંત ગુણોનો વિકાસ પર્યાયમાં થઈ જાય છે. કહ્યું છે ને કે “સર્વગુણાંશ તે સમકિત' જ્ઞાન અને આનંદ આદિ અનંતગુણો જે શક્તિરૂપે વિદ્યમાન હતા તે પર્યાયમાં પ્રગટ થાય છે. (૩-૬) (પર૯) સમ્યગ્દર્શનનો વિષય અભેદ એકાકાર છે, ગુણ-ગુણીભેદ એ સમ્યકત્વનો વિષય નથી. ભેદના લક્ષે નહિ, પણ પૂર્ણ સત્ વસ્તુ જે અભેદ એકરૂપ સામાન્ય ચૈતન્યસ્વરૂપ છે તેના લક્ષે સમ્યગ્દર્શન થાય છે. (૩-૨૦) (પ૩૦) પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવા જોઈએ. આત્મા વસ્તુ સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ન હોય અને વ્રત, નિયમ અને સંયમમાં લાગી જાય તો એ સધળી ક્રિયા એકડા વિનાના મીંડાં જેવી છે. એવા જીવો ક્રિયાના અભિમાનમાં ચઢી જાય છે. (૩-૩૦) (પ૩૧) નિશ્ચય સમકિત થાય ત્યારે સાથે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય તેને વ્યવહાર સમકિત કહે છે. ખરેખર રાગ છે તે તો ચારિત્રનો દોષ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની, છે દ્રવ્યની કે નવતત્ત્વની જે શ્રદ્ધા છે એ તો વિકલ્પ છે. રાગ છે. પરંતુ નિશ્ચય સમ્યગ્દર્શનનો સહુચર દેખીને તેને સમકિતનો આરોપ આપ્યો છે. શુભભાવ નિશ્ચયથી તો ઝેર છે, પણ નિશ્ચય સમકિતનો સહચર જાણી તેને અમૃતનો આરોપ આપ્યો છે. (૩-૪૦) (પ૩ર) ભાઈ ! આ તો સમ્યગ્દર્શનનો વિષય શું છે અને તે કેમ પ્રાપ્ત થાય એની વાત ચાલે છે. વ્યક્ત એવા કષાયોના સમૂહથી જે અન્ય છે એવો અવ્યક્ત જ્ઞાયકમૂર્તિ ભગવાન સમ્યગ્દર્શનનો વિષય છે.. દ્રવ્યને પ્રસિદ્ધ કરનારી પ્રગટ પર્યાય તે દ્રવ્યમાં ઘૂસી જતી નથી. જો દ્રવ્યમાં ઘૂસી જાય તો આ દ્રવ્ય છે એમ કોણ જાણે? અવ્યક્તને જાણનાર પર્યાય તો અવ્યક્તથી ભિન્ન રહીને તેને જાણે છે. દ્રવ્યની પ્રતીતિ કરનારી પર્યાય દ્રવ્યમાં ઘૂસી જાય તો પ્રતીતિ કરનાર કોઈ રહેતું નથી. તેમાં પ્રગટ વર્તમાન પર્યાય દ્રવ્યથી ભિન્ન રહીને પ્રતીતિ કરે છે. આવી વાત છે. (૩-૭૨ ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦ અધ્યાત્મ વૈભવ (પ૩૩). સમ્યગ્દર્શનનો વિષય જે અખંડ ધ્રુવ આત્મદ્રવ્ય છે તેમાં સમ્યગ્દર્શનના ભેદો નથી. બહું ઝીણું, ભાઈ. પ્રભુ! તને પરમાત્મા બનાવવો છે ને? તું દ્રવ્યસ્વભાવથી તો પરમાત્મા છો જ, પરંતુ પર્યાયમાં પરમાત્મા બનાવવો છે, હોં ભાઈ ! તું એવા અભેદ પરમાત્મસ્વરૂપ છો કે તેમાં ગુણભેદ કે પર્યાયભેદ નથી અને એવી અભેદ દષ્ટિ થતાં તે અલ્પકાળમાં પર્યાયમાં પણ પરમાત્મપદ પામીશ. અહીં ભેદનું લક્ષ છોડાવવા ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા સમકિતના ભેદો પરમાત્મસ્વભાવમાં નથી એમ કહ્યું છે. એક સમયમાં પૂર્ણ જ્ઞાનરસકંદ શુદ્ધચૈતન્યનવસ્તુનો ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્ય.. એવો ત્રિકાળી પ્રવાહ ધ્રુવ એવો ને એવો છે. તેમાં ભેદ કેવા? માટે ભેદનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે અને જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે ત્યાં દષ્ટિ દે અને સ્થિર થા. (૩-૧૨૦) (પ૩૪) પ્રશ્ન- તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમ એમ બન્ને રીતથી થાય છે. છતાં આપ કહો છો કે એક (નિસર્ગ) થી જ થાય છે. એ કેવી રીતે? સમાધાન - પ્રભુ! ધ્યાન દઈને સાંભળને ભાઈ ! સમ્યગ્દર્શનની પર્યાય, વર્તમાન પર્યાયને અંતરમાં વાળતાં પ્રગટ થાય છે. ત્યારે નિમિત્ત કે રાગનું પણ લક્ષ રહેતું નથી. અધિગમથી એટલે નિમિત્ત ઉપર લક્ષ રાખીને સમકિત થાય છે. એવો અર્થ નથી. વર્તમાન પરિણામ અંત:તત્ત્વમાં વળે છે ત્યારે સમ્યગ્દર્શનના પરિણામ થાય છે. અને ત્યારે ભેદરૂપ ભાવ (જે પરિણામમાં છે, તે પણ સમ્યગ્દર્શનના પરિણામનો વિષય રહેતો નથી. અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. તે અધિગમ સમ્યગ્દર્શન પણ સ્વભાવની દૃષ્ટિથી જ થાય છે, પરંતુ નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને અધિગમ સમ્યગ્દર્શન પ્રશ્ન:- જો નિમિત્તથી કાંઈ ન થાય તો અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ શા માટે કહ્યું છે? ઉત્તર- એ તો નિમિત્તની ઉપસ્થિતિમાં શ્રવણ કર્યું હતું કે-અહો ! તું શુદ્ધાત્મા છો ” એ બતાવવા કહ્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે અમારા ગુરુએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો હતો. ત્યાં ઉપદેશ આપ્યો એવું પહેલાં લક્ષ હતું. પણ પછી તે લક્ષ છોડીને જ્યારે શુદ્ધાત્માની સન્મુખ થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. ત્યારે નિમિત્તનું લક્ષ રહેતું નથી અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તથી કથન કર્યું છે. બાકી જેને સમ્યગ્દર્શન થાય છે તેને સ્વભાવના આશ્રયે જ થાય છે. નિમિત્તના આશ્રયે નહિ. (૩-૧૨૪) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૧ સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) (૫૩૫) અંદર પૂર્ણાનંદનો નાથ અભેદ એકરૂપ ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. એ અભેદ સ્વરૂપની દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન, અખંડ એકરૂપ નિર્મળ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના સ્વીકારથી થાય છે, અભેદની દષ્ટિ ભેદને રાગને કે નિમિત્તને સ્વીકારતી નથી, કેમકે અભેદ વસ્તુમાં ભેદાદિ છે જ નહિ. માટે જે અભેદમાં નથી તેનો નિષેધ કરવો યથાર્થ છે. તેથી અભેદની દષ્ટિમાં આ રંગ-રાગ અને ભેદના ભાવોને તેઓ રૂપી અને પુદ્ગલના લક્ષણથી લક્ષિત છે એમ કહયું છે. (૩-૧૬૫) (પ૩૬ ) આ રંગ-રાગ ભેદના ભાવો પુદ્ગલના છે, મારા ચૈતન્યસ્વભાવમાં નથી એમ જ્યાં નિજ જ્ઞાયકભાવની દષ્ટિ થઈ ત્યાં ભવનો અંત આવી ગયો, જન્મ-મરણના ચોરાસીના ફેરા મટી ગયા. વર્ણાદિને જ્યાં સુધી પોતાના માનતો હતો ત્યાં સુધી મિથ્યાત્વ હતું અને ત્યાં સુધી અનંત અનંત ભવમાં રખડવાની એનામાં શક્તિ હતી. પણ જ્યાં અચેતન પુદ્ગલમય એવા રંગ-રાગ અને ભેદના ભાવોથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અભેદ એક આત્માની દષ્ટિ થાય ત્યાં સંસારનો અભાવ થઈ જાય છે. આવી અમૂલ્ય ચીજ સમ્યગ્દર્શન છે. (૩-૧૬૬ ) (૫૩૭) નિશ્ચયથી ભગવાન પૂર્ણચૈતન્યઘન, એકલા આનંદનું દળ, અનાકુળ શાંતિનો રસકંદ જે ત્રિકાળ ધ્રુવપણે છે તે આત્મા છે. અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યપણે ટકતા તત્ત્વને ભગવાન આત્મા કહે છે. એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ભાઈ ! એની દષ્ટિ કરવા માટે તારે નિમિત્ત પરથી, રાગ ઉપરથી અને ભેદના ભાવ ઉપરથી દષ્ટિ ઉઠાવી લેવી પડશે. અંદરમાં એકમાત્ર અખંડ અભેદ એકરૂપ ચૈતન્યમૂર્તિ ચિદાકાર ભગવાન છે એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ધર્મની શરૂઆત જ અહીંથી (સમ્યગ્દર્શનથી) થાય છે. ભાઈ ! ચારિત્ર તો બહુ દૂરની વાત છે. અહાહા ! દષ્ટિમાં જે અભેદ ચિદાનંદમય ચીજ પ્રતીતિમાં આવી એમાં જ રમવું, ઠરવું, સ્થિત થઈ જવું એનું નામ ચારિત્ર છે. દેહની ક્રિયા તે વ્રતાદિના ક્રિયાકાંડ એ કાંઈ ચારિત્ર નથી. (૩–૧૯૪) (૫૩૮) ભાઈ ! સૌ પ્રથમ સમ્યગ્દર્શન અને તેનો વિષય શું છે તે સમજવાની જરૂર છે, બાકી બધું તો થોથેથોથા છે. સમ્યગ્દર્શન એ ધર્મનું પ્રથમ સોપાન છે. અને એનો વિષય ત્રિકાળી શુદ્ધ અભેદ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ અધ્યાત્મ વૈભવ બન્નેનો વિષય ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ છે તે એના પરિણામ હોવાથી જીવ છે. ( ૩–૨૧૬) (૫૩૯) ઇન્દ્રિયોને બંધ કરી, ઇન્દ્રિયોના જે વિષય થાય છે તેનું લક્ષ છોડી દઈને તથા મનના લક્ષે ઊપજતા વિકલ્પોનું પણ લક્ષ છોડી દઈને અંદર ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માને ચૈતન્યલક્ષણ વડે અનુભવવો તે સમ્યગ્દર્શન પામવાની રીત છે. આત્મા ચૈતન્યબિંબ છે. ચૈતન્યની જે પ્રગટ જ્ઞાનદશા તે એનું લક્ષણ છે. માટે પ્રભુ! એ લક્ષણ દ્વારા અંદર જા અને જો તો તેનો અનુભવ થશે. અહાહા! જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ સ્વને જાણે છે ત્યારે અંદર તો અદ્દભુત અનંતગુણનો ચૈતન્યગોળો જણાય છે. તથા જે અનંતગુણો ભર્યા છે એને પણ જ્ઞાન દેખી લે છે. (૩–૨૨૯) (૫૪૦) જેને તીર્થંકર ગોત્ર બંધાયું છે તેની દશા જ એવી હોય છે કે તે આગળ વધીને કેવળજ્ઞાન પામે છે. તીર્થંકરના જીવનું સમતિ અપ્રતિત જ હોય છે. ભેલે તે કદાચ ક્ષયોપશમ ભાવે હોય, તોપણ તે સમકિત અપ્રતિહત જ હોય છે. શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત છે, પરંતુ જો કોઈ ત્રીજા નરકમાંથી આવે તો તેને ક્ષયોપશમ સમકિત હોય છે. અને છતાં તે પડતું નથી. હા, ત્રીજા નરકે જાય છે ત્યારે એક ક્ષણ તે પડી જાય છે એ જુદી વાત છે. તોપણ એ ક્ષયોપશમ સમકિત ક્ષાયિકપણાને જ પ્રાપ્ત કરે છે. આવી જ સ્થિતિ તીર્થંકરોની હોય છે. પોતાના સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને તેઓ ક્ષાયિક સમ્યક્ત્વને પાપે છે. તીર્થંકરને ક્ષાયિક સમતિ થવામાં શ્રુતકેવળી કે અન્ય તીર્થંકરનું નિમિત્ત હોતું નથી. જ્યારે અન્ય જીવોને ક્ષાયિક સમકિત થાય ત્યારે શ્રુતકેવળી કે તીર્થંકરની હાજરી હોય છે. તોપણ તીર્થંકર કે શ્રુતકેવળીની હાજરી છે માટે ક્ષાયિક સમકિત થાય છે એમ નથી, કારણ કે જો નિમિત્તથી ક્ષાયિક સમકિત થતું હોય તો ક્ષયોપશમ-સમકિતી તો ઘણા બેઠા હોય છે, પણ તે સર્વને ક્ષાયિક સમકિત થતું નથી. જે જીવની આત્માના ઉગ્ર-આશ્રય સહિત તૈયારી હોય તેને ક્ષાયિક સમકિત થાય છે. તેથી નિમિત્ત હો ભલે પણ નિમિત્તથી સમકિત પામે છે એમ નથી. નિમિત્ત ઉપાદાનના દોહામાં પણ આ વાત લીધી છે. (૩–૨૪૧) (૫૪૧) પ્રશ્ન:- પરંતુ સમ્યગ્દર્શન નિસર્ગજ અને અધિગમજ એમ બે પ્રકારે કહ્યું છે ને ? ઉત્ત૨:- ભાઈ ! અધિગમજ સમ્યગ્દર્શન પણ થયું છે તો પોતાથી જ, પરંતુ નિમિત્તની ત્યારે ઉપસ્થિત હોય છે તેથી એનાથી સમ્યગ્દર્શન થયું છે એમ કહેવાય છે. નિમિત્તથી સમ્યગ્દર્શની ઉત્પત્તિ થાય છે એમ ત્રણકાળમાં નથી. નિમિત્ત કાર્યને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય ) ૧૯૩ ઉત્પન્ન કરે કે નિમિત્તમાં કાર્ય ઉત્પન્ન કરાવવાની તાકાત છે કે ઉત્પન્ન થનારી પર્યાય નિમિત્તની અપેક્ષા રાખીને ઉત્પન્ન થાય છે એમ છે જ નહિ. (૩-૨૫૦) (૫૪૨ ) સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય તેનો કર્તા પર્યાય પોતે, કર્મ પોતે, સાધન પર્યાય પોતે, ઇત્યાદિ છ કારકોના ભેદના વિકલ્પથી પાર વસ્તુ ત્રિકાળી શુદ્ધ છે. એ અખંડ એક વિજ્ઞાનસ્વભાવી શુદ્ધની દષ્ટિ કરતાં નિર્મળ પર્યાય પ્રગટે છે અને તે ધર્મ છે. પરંતુ ત્રિકાળી શુદ્ધ વસ્તુમાં ભેગી પર્યાયને ભેળવે તો એ સમ્યગ્દર્શનનો વિષય રહેતો નથી પણ અશુદ્ધતા પ્રગટ થાય છે. (૪-૬૨ ) (૫૪૩) નિશ્ચય સમ્યગ્દર્શન શું છે એની ખબર ન પડે એમ કોઈ કહે તો એ પણ મિથ્યા છે. નિજ શુદ્ધ આત્માનો અનુભવ થતાં જે નિરાકુળ આનંદનો સ્વાદ આવે એની ખબર ન પડે એવું ન હોય. પ્રભુ! તું પરમાત્મસ્વરૂપ છો. સ્વભાવથી સામર્થ્યરૂપે પોતે ૫રમાત્મા છે. તેનો નિર્ણય કરીને એમાં ઢળતાં જે અનુભવ થાય એમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે અને ત્યારે આસ્રવથી–દુઃખથી નિવર્તે છે. આવી વાત છે. (૪-૭૧ ) (૫૪૪) દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયમાં તો વિકારી પરિણમનનું કર્તવ્ય અને વેદન છે જ નહિ. ભગવાન આત્મા અનંતગુણનો પિંડ છે. એમાં વિકારને કરે એવો ક્યો ગુણ છે? એકેય નહિ. એ અપેક્ષાએ ગુણીને પકડતાં ભગવાન આત્મામાં રાગનું કર્તવ્ય અને સુખદુઃખનું વેદન નથી. દૃષ્ટિનો વિષય તો એકલો અભેદ છે. દૃષ્ટિના વિષયમાં ભેદ અને પર્યાય નથી. દૃષ્ટિ પોતે નિર્વિકલ્પ છે અને તેનો વિષય પણ અભેદ નિર્વિકલ્પ છે. એના વિષયમાં જે બધા ગુણો છે તે પવિત્ર છે. અહાહા...! આવા પવિત્ર ધ્યેયવાળી દષ્ટિ એમ માને છે કે આ રાગના દયા, દાન, વ્રતાદિના અને સુખદુ:ખના જે પરિણામ થયા તે બધું પુદ્દગલનું કાર્ય છે, હું તો તેનો જાણનાર (સાક્ષી ) છું, હું એનો કરનારો કે એનો ભોગવનારો નહિ; પરંતુ દષ્ટિની સાથે જે જ્ઞાન (પ્રમાણજ્ઞાન ) છે તે તે કાળે ત્રિકાળી શુદ્ઘનેય જાણે છે અને વર્તમાન થતા રાગ અને સુખ-દુ:ખના વેદનની દશાને પણ જાણે છે. જાણે છે એટલે કે રાગનું વેદન પર્યાયમાં છે એમ જાણે છે. (૪-૧૪૦) (૫૪૫ ) પ્રશ્ન:- અધઃકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ હોય છે એનાથી સમ્યગ્દર્શન થાય છે ને? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ અધ્યાત્મ વૈભવ ઉત્તર- ભાઈ ! ખરેખર એમ નથી. કરણલબ્ધિના પરિણામ હોય છે. એનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિની આદિમાં શુદ્ધ ચૈતન્યમય આત્મા છે, તેની આદિમાં કરણલબ્ધિના પરિણામ નથી. ગોમ્મટસારમાં આવે છે કે પાંચલબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે. પણ ભાઈ ! એ તો પૂર્વે પાંચ લબ્ધિ હતી તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. લબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે એમ એનો અર્થ નથી. અહાહા.! દિવ્યશક્તિનો ભંડાર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા–તે પોતાની પરિણતિમાં બીજાનો (રાગનો) આધાર કેમ લે? અહીં તો સ્પષ્ટ કહે છે કે ભેદરત્નત્રયનો રાગ અભેદરત્નત્રય ઉત્પન્ન કરી શક્તો નથી, શાસ્ત્રોમાં જ્યાં જ્ઞાનીને ભેદભેદરત્નત્રયનો આરાધક કહ્યો છે ત્યાં ખરેખર તે એક નિર્મળ અભેદરત્નત્રયનો જ કરનારો અને સેવનારો એવો આરાધક છે. તે કાળે સાથે જે ભેદરત્નત્રયનો –રાગની મંદતાનો ભાવ છે તેને સહુચર વા નિમિત્ત દેખીને ઉપચારથી તેનો સાધક કહ્યો છે એમ સમજવું. બાપુ! આ તો વસ્તુ સ્થિતિની વાત છે. (૪-૧૫૦) (૫૪૬) ગજબ વાત છે! તારી બલિહારી છે. નાથ! તું વીતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ છો. તને વીતરાગ પરિણતિની ઉત્પત્તિ માટે પરની-રાગની અપેક્ષા કેમ હોય? તારી ખાણમાં જ પરિપૂર્ણ વીતરાગતા ભરી છે. એનો આશ્રય લે, તેથી તને સમકિત આદિ વીતરાગી પર્યાય પ્રગટ થશે. ( રાગને ભરોસો નહિ થાય.) કેટલાક કહે છે કે ચોથે ગુણસ્થાને સરાગ સમકિત હોય, વીતરાગ સમકિત ન હોય. અરે ભગવાન! શું કહે છે તું આ? સરાગ સમકિત તો કોઈ ચીજ (સમકિત) જ નથી. એ તો આરોપિત ચીજ છે. સમકિતની વીતરાગી પર્યાય જેને પ્રગટ છે અને તે કાળે જે દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો મંદ રાગ છે તેને આરોપ કરીને સરાગ સમકિત કહ્યું છે. પણ વીતરાગ સમકિત વિના સરાગ સમકિતની (આરોપની) અતિ કેવી? ભાઈ ! આ માન્યતા તારી મોટી ભૂલ છે. અંદર ચિદાનંદઘનવસ્તુ વીતરાગસ્વરૂપે બિરાજે છે. તેનો આશ્રય લેતાં ચોથા ગુણસ્થાને સમકિત પ્રગટ થાય છે અને તે વીતરાગી પર્યાય છે. અહીં કહે છે કે તે કાળે રાગની મંદતા છે માટે સમકિત એનાથી થયું એવું કર્તા-કર્મપણું છે જ નહિ. અહો ! સંતોએ સનો ઢંઢેરો પીટયો છે આત્મા અકષાયસ્વરૂપ ભગવાન છે. તેને અકષાય પરિણામ થાય તે પોતાના કારણે થાય છે. રાગ મંદ હોય એનાથી અકષાય પરિણામ થાય એમ છે જ નહિ. પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. રાગ અન્ય દ્રવ્ય છે અને નિર્મળ પરિણતિ જીવનું સ્વદ્રવ્ય છે. માટે રાગની દશા, જીવની નિર્મળ દશાને ઉત્પન્ન કરે એવો કર્તાકર્મસંબંધ નથી. (૪–૧૫૧). (૫૪૭) ભાઈ ! તું જન્મ-મરણના ચોરાસીના ફેરા રાગની એકતાબુદ્ધિના કારણે કરી રહ્યો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય). ૧૯૫ છે. તે રાગથી ભિન્ન પડી સ્વભાવસમ્મુખ થતાં અવતાર થતા નથી. તિર્યંચ પણ સ્વભાવને પકડીને સમ્યગ્દર્શન પામે છે. નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે પણ આત્માના સ્વભાવને પકડી અનુભવ કરતાં તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને તે સંવર છે, તથા જેના આશ્રયે આવ્યો તે ચૈતન્યસ્વભાવમય જીવ છે-એમ તેને ભાવ-ભાસન થાય છે. આ અંતરની ચીજ છે તે કાંઈ વાદવિવાદથી પાર પડે એમ નથી. (૪-૧૫૪) (૫૪૮) ખરેખર પરપદાર્થમાં સુખ છે જ નહિ. ધર્મી સમકિતી જીવને પૈસા, આબરૂ, સ્ત્રી ઇત્યાદિ પરમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. પરમાં-રાગમાં, લક્ષ્મીમાં, સ્ત્રીસંગમાં, સુખ નથી એમ એને નિશ્ચય થયો છે. એ તો માને છે કે ત્રિકાળ આનંદસ્વરૂપ મારું સ્વરૂપ છે અને એના આશ્રયે પ્રગટ જે અતીન્દ્રિય આનંદ તેનો હું ભોક્તા છું. સમ્યગ્દર્શનમાં જ્ઞાનીને સનું દર્શન થયું છે. સત્ નામ પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વભાવમય વસ્તુ જે ત્રિકાળી સત્ છે તેનાં પ્રતીતિ અને જ્ઞાન થયાં છે. અહાહા...! સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનની એની એક સમયની પર્યાયમાં પરિપૂર્ણ વસ્તુની પ્રતીતિ અને એનું જ્ઞાન આવ્યાં છે. પરિપૂર્ણ વસ્તુ પર્યાયમાં આવી નથી પણ એનું સામર્થ્ય પ્રતીતિમાં અને જ્ઞાનમાં આવ્યું છે. આવો સમક્તિ જીવ ત્રિકાળ આનંદસ્વરૂપ સ્વયંજ્યોતિ સુખધામ એવા ભગવાન આત્માના આનંદને ભોગવે છે. જ્ઞાનીને સાધકદશામાં રાગનું જે પરિણમન છે. તે દષ્ટિનો વિષય નથી. દષ્ટિ અને દષ્ટિનો વિષય તો અભેદ નિર્વિકલ્પ છે. (૪-૧૮૪ ). (૫૪૯) દર્શનપાહુડમાં આવે છે કે હે સકર્ણ! સમ્યગ્દર્શન વિનાનો જીવ વંદન યોગ્ય નથી. એટલે જેની શ્રદ્ધામાં ભૂલ છે, અને હું રાગનો કર્તા છું, દેહાદિ પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, દેશ, કુંટુંબ આદિને સુધારી શકું છું અને દેશસેવા એ ધર્મ છે-એમ જેની માન્યતા છે તે સમ્યગ્દર્શનથી રહિત છે. આવા સમ્યગ્દર્શનથી રહિત અજ્ઞાની વંદન લાયક નથી કેમકે વંસમૂનોઘો ' ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. “ચરિતમ્ વનુ ઘમ્મો' ચારિત્ર સાક્ષાત્ ધર્મ છે, પરંતુ જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી. (૪-૨૧૦) (૫૫૦) દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદષ્ટિએ ભેદ છે. શુદ્ધ પરિણામ હો કે અશુદ્ધ પરિણામ હો, રાગના પરિણામ હો કે અરાગના પરિણામ હો. દ્રવ્યદૃષ્ટિથી પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદષ્ટિથી ભેદ છે. શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૫ માં આવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદિ બધા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ અધ્યાત્મ વૈભવ ગુણો ધ્રુવ છે, પરંતુ પર્યાયદષ્ટિએ ગુણો પરિણમે છે એમ કહેવાય છે. દ્રવ્યદૃષ્ટિથી ગુણ ગુણમાં ધ્રુવ છે અને પર્યાયદષ્ટિથી ગુણ પરિણમે છે. આ બધાં પડખાંને જાણી યથાર્થ નિર્ણય વડે પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરે તો ક્ષણમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયબુદ્ધિ છે તે મિથ્યાદષ્ટિ છે. (૪-૨૪૦) (૫૫૧), જુઓ આ એકાન્ત! એકાન્ત અભેદ એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. અનેકાન્ત લક્ષમાં હોવા છતાં સમ્યક એકાન્ત જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય અભેદ એકરૂપ અખંડાનંદરૂપ ચૈતન્ય ભગવાન છે એ જ દષ્ટિનો વિષય છે. સમયસારની ૧૪ મી ગાથામાં પણ સમ્યક એકાન્તનું કથન આવે છે કે- “જે પોતે અનેકાન્ત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.” એકાન્ત જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અનેકાન્ત ઉપર દષ્ટિ રહે એટલે કે દ્રવ્ય અને પર્યાય બન્ને ઉપર દષ્ટિ રહે તો સમ્યગ્દર્શન ન થાય. (૪-૨૪૪) (પપર) અભેદદષ્ટિમાં ભેદ માલુમ પડતો નથી માટે અભેદની દૃષ્ટિમાં ભેદ નથી એમ કહ્યું છે. અંદર ગુણ-પર્યાયનો ભેદ છે તો ખરો, પણ અભેદની દૃષ્ટિમાં ભેદ માલૂમ પડતો નથી. માટે ભેદને ગૌણ કરીને અભાવ કરીને નહિ-વ્યવહાર કહેલ છે. એકાન્ત અને અનેકાન્તના ભારે ગોટા ઊઠયા છે. અહીં તો અભેદદષ્ટિ કરાવવા એકાન્ત ભણી લઈ જાય છે. પર્યાય અને ભેદનું લક્ષ છોડાવવા ભેદને ગૌણ કરી અભૂતાર્થ કહેલ છે. જ્યારે કોઈ કહે કે ભેદદષ્ટિ અભેદદષ્ટિ થાય અને અભેદની દૃષ્ટિથી પણ અભેદનું લક્ષ થાય એમ અનેકાન્ત કરવું જોઈએ. તેને કહે છે કે ભાઈ ! એવું અનેકાન્તનું સ્વરૂપ નથી. ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સરાગીને ભેદના લક્ષે વિકલ્પ થાય છે. ભેદને જાણવાથી રાગ થાય એમ નહિ. પણ સરાગી પ્રાણી છે તેને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ થાય છે. તેથી નિર્વિકલ્પ દશા કરાવવા માટે ત્રિકાળી અભેદ એકરૂપ ચીજની દષ્ટિ કરો એમ સમ્યક એકાન્ત કહ્યું છે. અભેદદષ્ટિથી સમ્યગ્દર્શન થાય અને ભેદદષ્ટિ ન થાય એનું નામ અનેકાન્ત છે. લોકોએ એકાન્ત-અનેકાન્તને સમજ્યા વિના મોટી ગડબડ કરી દીધી છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે અભેદ ઉપર દષ્ટિ મૂકવી જોઈએ, ભેદ અને પર્યાય હોવા છતાં એકાન્ત અભેદની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કથંચિત્ ભેદના લક્ષથી અને કથંચિત અભેદના લક્ષથી સમ્યગ્દર્શન થાય એમ છે જ નહિ. એ અનેકાન્ત નથી, એ તો ફૂદડીવાદ છે. અનેકાન્તદષ્ટિયુક્ત એકાન્તની જે સેવા કરે છે એટલે કે પર્યાયાદિ ભેદનું જ્ઞાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય ) ૧૯૭ કરીને જે અભેદનું સેવન કરે છે તે સભ્યપણે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું એમ જાણે છે. એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાત્ર એકાન્ત શુદ્ધ અનુભવરૂપ હું છું, હું એકાન્ત શુદ્ધ આનંદસ્વરૂપ છું. જુઓ, દુ:ખ છે, અશુદ્ધતા છે એ વાત કરી નથી. સમ્યગ્દર્શનમાં સમ્યક્ એકાન્ત હોય છે અહાહા..! અચિંત્ય સુખ ૫૨મોત્કૃષ્ટ સુખમાત્ર એકાન્ત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં નિક્ષેપ શું? વિકલ્પ શું? ભય શું? ખેદ શું? બીજી અવસ્થા શું? હું તો માત્ર નિર્વિકલ્પ નિજસ્વરૂપમય ઉપયોગ કર્તા છું તન્મય થા તો શાંતિ, શાંતિ, શાંતિ. પર્યાયમાં અશુદ્ધતા છે અને ભેદ છે એ બધું અહીં ઉડાડી દીધું છે. દષ્ટિનો વિષય આમ એકાન્ત હોય છે. બે કારણથી કાર્ય થાય એમ નથી. પોતાના સ્વરૂપના લક્ષથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કારણ એ જ છે; પરંતુ પ્રમાણજ્ઞાનમાં બીજું નિમિત્ત કોણ છે એનું જ્ઞાન કરાવવા ઉપચારથી એને કારણ કહેવાય છે. (૪-૨૪૫ ) (૫૫૩) " જો ગુલાંટ ખાય તો એક ક્ષણમાં ભૃતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ (કળશ ૩૪માં) કહ્યું છે કે-છ માસ અભ્યાસ કર. એકવાર લગની લગાડ; તને તત્ત્વની ઉપલબ્ધિ થશે. ઉપલબ્ધિ ન થાય એવી તારી વસ્તુ નથી. છ માસ લગાતાર પ્રયત્ન કર. જેમ માતાની આંગળીથી નાનું બાળક છૂટું પડી જાય અને તેને કોઈ પૂછે કે-તારું નામ શું? તારું ઘર ક્યું? તારી શેરી કઈ? તો બાળક કહે કે ‘મારી બા. માતાના વિરહે બાળક પણ એક બાનું જ ચિંતવન કરે છે. તેમ પ્રભુ! તને અનંતકાળથી આત્માનો વિરહ છે. અને આત્મા આત્મા એમ ચિંતવન ન થાય અને એની સમીપ તું ન જાય તો આ જીવન વ્યર્થ ચાલ્યું જશે. ભાઈ ! સધળાં કામ છોડીને આ કરવા જેવું છે. સ્તુતિ, વંદના વગેરે બહારની ક્રિયાના વિકલ્પોને તો વિષરૂપ કહ્યા છે. કેમકે ભગવાન અમૃતસ્વરૂપ આત્માથી તે વિરુદ્ધ ભાવ છે. તો એ ઝેરને છોડી તારી ચીજમાં જ્યાં એકલું અમૃત ભર્યું છે ત્યાં જા, ત્યાં જા. (૪-૨૫૭) (૫૫૪) અંદર આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે તે એક્નો જ અનુભવ અમૃત છે અને તે જ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે તે અંદર એક ભૂતાર્થ ભગવાન આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પામે છે. આ જ રીત છે. કહે છે કે-ભૂતાર્થ શુદ્ધ ચિત્તૂપ એકરૂપ વસ્તુનું એકવાર ગ્રહણ કર. ભાઈ ! ત્રિકાળી શુદ્ધ ધ્રુવ વસ્તુના અનુભવ વિના સમ્યગ્દર્શન નહિ થાય. લાખ ક્રિયાકાંડના વિકલ્પ કરે, મુનિપણું બહારથી લે, પણ ભૃતાર્થના અનુભવ વિના સમકિત નહિ થાય અને સમકિત વિના ધર્મની શરૂઆત નહિ થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ અધ્યાત્મ વૈભવ દિગંબરમાં દેવ-ગુરુ-શાસ્ત્ર સત્ય છે. દિગંબરોને સત્ય વસ્તુની ખબર નથી. અહીં કહે છે કે સર્વ વિકલ્પોને છોડી દે. અને ત્રિકાળ સચ્ચિદાનંદ ભગવાન આત્માનો એકવાર અનુભવ કર. અરે ભાઈ ! એટલો નિર્ણય તો પ્રથમ કર કે નિર્મળાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે તેના અનુભવથી સમ્યગ્દર્શન થાય છે. એ સિવાય બહારથી દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા કરવી કે નવતત્ત્વના ભેદની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન નથી. (૪-૨૫૭) (૫૫૫) અહાહા...વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છતી મોજૂદગીવાળી ચીજ મહાપ્રભુ છે. તેને જેવી છે તેવી જ્ઞાન અને શ્રદ્ધાનમાં લઈને અનુભવ કરતાં મિથ્યાત્વનો નાશ થઈ સમ્યકત્વ ઊપજે છે. શ્રદ્ધાની પર્યાય જાણતી નથી. જાણે છે તો જ્ઞાનની પર્યાય. શ્રદ્ધાની પર્યાય સ્વ તરફ ઝુકવાથી દ્રવ્યની શ્રદ્ધા થાય છે. શ્રદ્ધાની પર્યાય અનાદિથી પર તરફ-રાગ અને નિમિત્ત ઝૂકેલી છે. તે શ્રદ્ધાની પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ ઝૂકે તો દ્રવ્ય જ તેની શ્રદ્ધામાં આવે છે અને તેનું જ નામ ધર્મ છે. શ્રદ્ધામાં આ દ્રવ્ય છે એવું જ્ઞાન નથી. શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ વળી ત્યાં આ આત્મા તે જ હું એમ ભગવાન આત્માની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધર્મનું પહેલું પગથિયું છે. સાથે જે અનુભૂતિ છે તેમાં એનો ખ્યાલ આવે છે. (૪-ર૬૦). (૫૫૬). આ આત્મા આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ સહજાનંદ પરમાનંદ સદાનંદસ્વરૂપ છે. એવી પોતાની ચીજની અંતરમાં દષ્ટિ થતાં અનુભવમાં જે અતીન્દ્રિય નિરાકુળ આનંદ આવ્યો તે આનંદ સમ્યકષ્ટિના અનુભવની મહોર-છાપ છે. અતીન્દ્રિય આનંદ એ સ્વાનુભવનો ટ્રેડમાર્ક છે. સમ્યકર્દષ્ટિ આનંદની દશાનું વેદન કરે છે. તેને જે રાગ આવે તેને તે જાણે છે પણ દષ્ટિના સામર્થ્યથી તેનો એ કર્તા અને ભોક્તા થતો નથી. અહો! સમ્યગ્દર્શન અલૌકિક છે! ધર્મીને શુભરાગ આવે છે, પણ ધર્મી રાગને દુ:ખરૂપ હેય જાણે છે. અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અને એનાથી પોતાને સુખ થવાનું માને છે. બેની માન્યતામાં આસમાનજમીનનો ફેર છે. તેથી અજ્ઞાની વિકારના કર્તાપણે પરિણમે છે, તો જ્ઞાની વિકારના કર્તાપણે પરિણમતા નથી. અહો ! શું દષ્ટિનું માહાભ્ય! (૫–૧૪). (૫૫૭) દષ્ટિની અપેક્ષાએ તો સ્વાનુભવની જે નિર્વિકલ્પ દશા એ પણ જીવ નથી. એ દશા તો જીવનો પર્યાયભાવ છે. પર્યાયનો ભાવ છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. સમયગ્દર્શન નો વિષય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. સમયગ્દર્શનની પર્યાય કે મોક્ષમાર્ગની પર્યાય તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) ૧૯૯ સમ્યગ્દર્શનનો વિષય નથી. મોક્ષમાર્ગની પર્યાય તે મોક્ષમાર્ગનો વિષય નથી. અનુભૂતિની પર્યાય ત્રિકાળી ધ્રુવ સામાન્યને વિષય કરે છે. આવું વસ્તુસ્વરૂપ છે. (૫-૩૦) (૫૫૮ ) ભાઈ! આ તો ભગવાનના લોજિક અને કાયદા છે. આ સમજ્યા વિના ધર્મ નહિ થાય. કેવળજ્ઞાનની એક સમયની પર્યાય લોકાલોકને જાણે છે અને પોતાના સ્વદ્રવ્યને જાણે છે. પરંતુ તે પર્યાય સ્વદ્રવ્યમાં પ્રવેશ કરીને સ્વને જાણતી નથી તથા તે પર્યાય લોકાલોકને સ્પર્શ કરીને લોકાલોકને જાણતી નથી. આવી જ્ઞાનની એક પર્યાયની તાકાત છે. તેવી રીતે શ્રદ્ધા, ચારિત્ર ઇત્યાદિ અનંતગુણની પર્યાયની તાકાત છે. જ્ઞાનની ભવિષ્યની અનંતી પર્યાયો જ્ઞાનગુણમાં શક્તિરૂપે પડી છે. આવા અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન અલૌકિક ચીજ છે ભાઈ ! આ સમક્તિની પર્યાયમાં સ્વની અને પ૨ની, સમસ્ત લોકાલોકની યથાર્થ પ્રતીતિ સમાઈ જાય છે. અહો ! આ ૧૦૧ મી ગાથામાં જ્ઞાનાનંદનો દરિયો ઉછાળ્યો છે! અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા નિજ સ્વñયનું જ્ઞાન કરી પ્રતીતિ કરે તે પ્રતીતિનો મહિમા અપરંપાર છે. આવી પ્રતીતિ થયા વિના જેટલાં પણ વ્રત, તપ આદિ કરે તે એકડા વિનાનાં મીંડાં જેવા છે. અરે ભાઈ! અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવી એ પ્રથમ કરવા યોગ્ય છે. સમતિ વિના ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત-તપને બાળવ્રત અને બાળતપ એટલે મૂર્ખાઈ ભરેલાં મિથ્યા વ્રત-તપ કહ્યાં છે. પ્રભુ! સાંભળતો ખરો નાથ ! તારા ઘરની ચીજ શું છે તેની તને ખબર નથી. (૫-૧૨૮ ) (૫૫૯) મિથ્યાદષ્ટિ દેવ હોય તેમાં આઠમા સ્વર્ગ સુધીના કોઈ દેવને તિર્યંચગતિના આયુષ્યનો બંધ થાય છે. સમયગ્દર્શન વિના વ્રત-તપના પરિણામથી કોઈ મિથ્યાદષ્ટિ બીજા સ્વર્ગે ગયો હોય ત્યાંથી કોઈ એકેન્દ્રિયમાં જન્મે છે. અરે! સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનમાં કેટલો ફરક છે તેની લોકોને ખબર નથી. બાહ્ય ત્યાગનો મહિમા કરે પણ સમ્યગ્દર્શનના અચિંત્ય મહિમાની તેને ખબર નથી. અઢી દ્વીપ બહાર અસંખ્ય સમ્યગ્દષ્ટિ તિર્યંચ છે. આખરનો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેમાં હજાર જોજન એટલે ચાર હજાર ગાઉ લાંબા શરીરવાળા મચ્છુ છે. તેમાં કોઈ પંચમગુણસ્થાનવર્તી છે. સ્વાનુભવની દશા પ્રાપ્ત થવાથી અંદર શાંતિ અને આનંદ અનુભવે છે એવા અસંખ્ય તિર્યંચો છે, શ્રાવક-શ્રાવકીઓ છે. અસંખ્ય મિથ્યાદષ્ટિનું પ્રમાણ છે તોપણ સમકિતી અસંખ્ય છે. તેને શુભરાગના કાળમાં દેવગતિના આયુષ્યનો બંધ પડશે. મનુષ્યગતિનું આયુષ્ય તેને બંધાતું નથી. પરંતુ આયુષ્યબંધના કારણરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જે રાગ નથી. Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ તેના એ કર્તા નથી, જ્ઞાતાદષ્ટા છે. જે કર્મ બંધાય તેના પણ જ્ઞાતા જ છે, કર્તા (૫-૧૩૧ ) (૫૬૦) પ્રશ્ન:- નિશ્ચય સમ્યગ્દર્શન છે તે સરાગ સમ્યગ્દર્શન છે કે કેમ ? ઉત્ત૨:- ના, એમ નથી. જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ આત્મા છે, તેથી સ્વરૂપના લક્ષ ચોથા ગુણસ્થાને જે સમ્યગ્દર્શનના પર્યાય પ્રગટ થાય છે તે પણ વીતરાગરૂપ જ છે. કહ્યું છે નેકે 66 ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત-મદિરા કે પાનસૌં, મતવાલા સમુઝૈ ન. ', ભગવાન આત્મા જિનસ્વરૂપ છે. તેથી તેના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્વાનની પર્યાય પ્રગટ થાય તે જિનસ્વરૂપ એટલે વીતરાગરૂપ જ હોય છે. સ્વરૂપના શ્રદ્ધાનરૂપ ચોથે ગુણસ્થાને જે સમ્યગ્દર્શન હોય છે તે વીતરાગી જ પર્યાય છે. સરાગ સમકિત-એવું જ્યાં કહ્યું છે ત્યાં તો સમકિતીને જે ચારિત્રના દોષરૂપ સરાગ પરિણામ છે તે બતાવવા માટે કહ્યું છે, બાકી સમકિત તો વીતરાગી જ પર્યાય છે. (૫-૨૨૬) ( ૫૬૧ ) શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં અહંબુદ્ધિ ન કરતાં ૫૨માં અહંબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. શુદ્ધ ચૈતન્યમાં ટકવાને બદલે ૫૨માં આસક્તિભાવે ટકવું તે અવિરત છે. નિર્મળ સ્વભાવમાં ન રોકાતાં મલિન ઉપયોગમાં રોકાવું તે કષાય છે. નિશ્ચલ નિષ્કપ સ્વભાવમાં ન રોકાતાં કંપનમાં રોકાવું તે યોગ છે. આ ચારેય અજ્ઞાનમય ભાવો છે. હવે જેને આત્માનું સમ્યક્ ભાન થયું તેને મિથ્યાત્વ ગયું. અંશે સ્થિરતા થઈ, મિથ્યાત્વસંબંધી કષાય ગયો અને મિથ્યાત્વસંબંધી યોગ પણ ગયો. અહાહા...! સમ્યગ્દર્શન થયું ત્યાં ચારેય ટળી ગયા. સમકિતીને સ્વભાવ પર દૃષ્ટિ છે અને સ્વભાવદષ્ટિમાં તેને ચારેય ટળી ગયા છે. વસ્તુમાં-દ્રવ્યસ્વભાવમાં અજ્ઞાન નથી, મિથ્યાત્વ નથી, અવિરતિ નથી, કષાય નથી, યોગ નથી. તેથી જેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા સમકિતીની દૃષ્ટિમાં પણ ચારેય નથી. સમકિતીને સદા જ્ઞાનભાવ છે અને જ્ઞાનભાવમાં અજ્ઞાનમય ભાવોનું કર્તાકર્મપણું નથી (૫-૨૫૮ ) (૫૬૨ ) જુઓ, અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો છે. તેમાં અસંખ્ય સમકિતીની તિર્યંચો છે. હજા૨ જોજનના મચ્છ, વાંદરા, હાથી, વાઘ, સિંહ, નોળ, કોળ-એવા અસંખ્ય જીવો ત્યાં સમ્યગ્દર્શન પામેલા છે. શરીર તિર્યંચનું છે પણ અંદર તો આત્મા છે ને! અહા! વિકલ્પથી ભિન્ન પડીને અંદર ચૈતન્યમાં ઊંડે ઊતરી ગયા છે. તેમાં પંચમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) . ૨૦૧ ગુણસ્થાનવાળા તિર્યંચો પણ અસંખ્ય છે. કોઈને જાતિસ્મરણ થયું છે તો કોઈને આત્માનું અંદર સ્મરણ થયું છે. અહીં સંતો પાસે સાંભળેલું હોય, અનુભવ ન થયો હોય અને પશુમાં જન્મ થયો હોય ત્યાં પણ ચૈતન્યનો અનુભવ કરી સમ્યગ્દર્શન પામે છે. પૂર્વે જ્ઞાની પાસે જે સાંભળેલું તેનું અંદર લક્ષ જાય છે કે અહો ! હું તો ચૈતન્યજ્યોતિસ્વરૂપ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું વિકલ્પના અભાવરૂપ નિર્વિકલ્પ મારું ચૈતન્યરૂપ છે. લોકાલોકથી માંડીને જેટલા વિકલ્પ થાય છે તેને હું અડ્યો નથી. આ પ્રમાણે અંતરમાં લક્ષ કરીને સમ્યગ્દર્શન પામે છે. તિર્યંચોને સમકિત થયા પછી ખોરાક સાદો ફળફૂલનો હોય છે. તેને માંસનો આહાર ના હોય. હજાર-હજાર યોજનના સરોવરમાં કમળ થાય છે. પરમાત્માની વાણીમાં આવ્યું છે કે તે લાખો વર્ષ રહે છે અને તેમને ફળફૂલ, કમળ વગેરેનો આહાર હોય છે. સમકિતી સિંહ હોય તેને માંસનો આહાર ન હોય, વનસ્પતિ વગેરે નિર્દોષ આહાર હોય છે. (પ-૩૨૧) (પ૬૩) -નયપક્ષથી રહિત થઈને જે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તે સમયસાર છે. અહાહા ! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન! જાણગસ્વભાવનું દળ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેને અનુભવતાં સમસ્ત વિકલ્પનો નાશ થઈ જાય છે અર્થાત ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન જ થતાં નથી. આને સમયસાર અર્થાત્ આત્મા કહે છે અને તે એકને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવકપણું અને મુનિપણું તો તેનાથી આગળની કોઈ અદ્દભુત અલૌકિક દશાઓ છે. દેવ-ગુરુ-શાસ્ત્રનું બાહ્ય શ્રદ્ધાન કે નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન નથી. (૫-૩૫૦) (પ૬૪) સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ સોપાન; તેની અહીં વાત ચાલે છે. જ્ઞાનની દશા પર તરફના ઝુકાવથી ખસીને જ્યાં સ્વસમ્મુખ થઈ ત્યાં નિજરસથી જ ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે, અનુભવાય છે. ત્યાં જે અનુભવમાં આવ્યો તે આત્મા કેવો છે? તો કહે છેઆદિ-મધ્ય-અંતરહિત, અનાકુળ આનંદનું ધામ, કેવળ એક, જાણે આખાય વિશ્વના ઉપર તરતો હોય તેવો વિશ્વથી ભિન્ન અખંડ પ્રતિભાસમય વસ્તુ આત્મા છે. પર્યાયમાં વસ્તુ પરિપૂર્ણ, અખંડ પ્રતિભાસમય પ્રતિભાસે છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ પરિપૂર્ણ અખંડ દ્રવ્યનો પર્યાયમાં પ્રતિભાસ થાય છે. આખી વસ્તુના પૂર્ણ સામર્થ્યનું પર્યાયમાં જ્ઞાન થાય છે. વિકલ્પથી છૂટીને અંતરમાં જાય છે તેને વર્તમાન જ્ઞાનની દશામાં ત્રિકાળી એકરૂપ અખંડનો પ્રતિભાસ થાય છે. (૫-૩૫૮). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ અધ્યાત્મ વૈભવ (પ૬૫) જ્ઞાતાદ્રવ્યમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયમાં આદિ-મધ્ય-અંતરહિત અનાદિઅનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘનરૂપ વસ્તુનો જે પ્રતિભાસ થયો તે પરમાત્મરૂપ સમયસાર છે. અહાહા...! આત્માની શક્તિ, એનું સામર્થ્ય, એનું સ્વરૂપ પરમાત્મરૂપ છે. આત્માનું સિદ્ધસ્વરૂપ કહો કે પરમાત્મસ્વરૂપ કહો-એકજ વાત છે. આવા અખંડ પ્રતિભાસમય પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા મમ્મકપણે દેખાય છે; દેખાય છે એટલે શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આત્માનો અનુભવ એટલે શુદ્ધ દ્રવ્યનો અનુભવ, અનાદિ અનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન પરમાત્મરૂપ સમયસારનો અનુભવ. આ અનુભવમાં આત્મા સમ્યપણે દેખાય છે. શ્રદ્ધાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે અને તે ભગવાન સમયસારથી ભિન્ન નથી, એક જ છે. (૫-૩૫૯) (પ૬૬) સમ્યગ્દર્શન શું ચીજ છે? તો કહે છે-ભાવબંધ અને ભાવમોક્ષની પર્યાયના ભેદથી રહિત જે ત્રિકાળી શુદ્ધ અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્ય છે તેનો નિર્વિકલ્પ અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. ભાવબંધ અને ભાવમોક્ષ પર્યાય છે અને વસ્તુ આત્મા તો એનાથી રહિત ત્રિકાળી દ્રવ્ય છે. દ્રવ્યબંધની તો વાત જ શી ? જડકર્મ તો તદન ભિન્ન છે. જડકર્મ તો બાહ્ય નિમિત્ત છે. રાગમાં અટકવું તે ભાવબંધ છે અને રાગરહિતનું થવું તે ભાવમોક્ષ છે. બન્ને પર્યાય છે અને વસ્તુ આત્મા જે છે તે ભાવબંધ અને ભાવમોક્ષથી રહિત સદાય અબંધ મુક્તસ્વરૂપ જ છે. (૫-૩૬૦) (પ૬૭) ભાઈ ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ અને અલૌકિક ચીજ છે. ધર્મી જીવ એમ વિચારે છે કે-આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ અજીવ છે અને આ પુણ્ય-પાપના જે ભાવ છે તે આસ્રવ છે, બંધ છે. અને એ સર્વથી જુદો પોતે જીવ જ્ઞાયકતત્ત્વ છે. એ પુણ્ય-પાપ આદિ સર્વથા લક્ષ છોડીને ભગવાન શાયકના શ્રદ્ધાનપણે થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા..! જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, અને આત્મા આનંદનું ધામ પ્રભુ આવો જ છે. એવો પ્રતીતિનો ભાવ ઊપજે તે સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પહેલું પગથિયું છે. આવો સમ્યગ્દર્શન વિના જ્ઞાન પણ સાચું નહિ અને ચારિત્ર પણ સાચું નહિ. અરે ! આ વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિ તો એકડા વિનાનાં મીંડાં છે. (૬-૧૧૭) (પ૬૮) જન્મ-મરણ રહિત થવાનો ભગવાન જિનવરદેવનોમાર્ગ એકલો વીતરાગતારૂપ છે. સમ્યગ્દર્શન એ આત્માની પ્રતીતિરૂપ વીતરાગી પર્યાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) ૨૦૩ પ્રશ્ન- તો “સરાગ સમકિત' –એમ આવે છે ને? ઉત્તર- સમકિત તો સરાગ નથી, જે પ્રતીતિરૂપ પરિણમન છે એ તો શુદ્ધ વીતરાગ જ છે. પરંતુ ધર્મીને સહકારી ચારિત્રના દોષરૂપ જે સરાગતા હોય છે તેનો આરોપ આપીને સરાગ સમકિત એમ ઉપચારથી કહેવામાં આવે છે. આત્મા શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગસ્વભાવી છે. તેના શ્રદ્ધાનરૂપ જે ભવનપરિણમન તે સમકિત છે. તે વીતરાગી પર્યાય છે. આ ચોથા ગુણસ્થાને જે સમકિત પ્રગટ થાય છે એની વાત છે. અત્યારે તો ચીજ આખી જાણે દુર્લભ થઈ પડી છે! શ્રાવકના પાંચમા અને મુનિના છઠ્ઠી ગુણસ્થાનની વીતરાગતાની (-ચારિત્રની) તો કોઈ ઓર વાત છે. આ વાડાના જે શ્રાવક તે શ્રાવક નહિ, એ તો શ્રાવક છે જ નહિ. આ તો સાચા સમકિતી શ્રાવકની વાત છે. હજી સમકિતના સ્વરૂપનીય ખબર ન હોય તે વળી શ્રાવક કેવો? વળી પાંચ મહાવ્રત પાળે, સમિતિ, ગુમિ પાળે, ૨૮ મૂલગુણ પાળે માટે સાધુ-એમ જૈનદર્શનમાં એને સાધુ કહ્યા નથી, કેમકે એ બધો રાગ-વિકલ્પ છે. આ તો રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે ત્રણ કષાયના અભાવપૂર્વક જે વીતરાગતા પ્રગટ થાય તે સાધુપણું છે, ધર્મ છે. (૬-૧૧૮) (પ૬૯) જુઓ! એક બાજુ મિથ્યાત્વનું પાપ એવું હોય છે કે તે અનંતા નરક-નિગોદના ભવ કરાવે અને બીજી બાજુ સમકિત સહિત હોવાથી ભારતને ૯૬ હજાર રાણીઓના સંગમાં વિષય સંબંધી રાગ હતો પણ એ રાગનું પાપ અલ્પ હતું, અલ્પસ્થિતિ અને અલ્પરસવાળું હતું. જ્યાં અંદર ધ્યાનમાં આવ્યા તો લીલામાત્રમાં ઉડાવી દીધું અને ક્ષણમાં જ ઝળહળ જ્યોતિમય કેવળજ્ઞાન ઉપજાવી દીધું. અહાહા...! એકાવતારી ઇન્દ્ર જેની પાસે મિત્રપણે બેસે અને જે હીરાજડિત સિંહાસન પર આરૂઢ થાય એવા ભરત ચક્રવર્તી આત્મજ્ઞાની હતા. રાગથી અને (બાહ્ય) વૈભવથી ભિન્ન પોતાની ચીજ જે પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા તેનું અંતરમાં ભાન હતું. ભગવાન ઋષભદેવ જ્યારે અષ્ટાપદ (કૈલાસ) પર્વત ઉપર મોક્ષ પધાર્યા ત્યારે ભરતની હાજરી હતી. તે વખતે ૩ર લાખ વિમાનના સ્વામી એકાવતારી ઇન્દ્ર પણ ત્યાં આવ્યા. ત્યાં જોયું તો ભરતની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. ભરત વિલાપ કરતા હતા કે અરે! ભરતક્ષેત્રમાં આજે સૂર્ય અસ્ત થયો! આ સૂર્ય તો સવારે રોજ ઊગે ને સાંજે આથમે; પણ ભગવાન કેવળજ્ઞાન-સૂર્યનો અસ્ત થયો અને હા ! સર્વત્ર અંધકાર થઈ ગયો ! આમ ભરતજીને વિલાપનાં આંસુ વહી રહ્યા હતાં. ત્યારે ઇન્દ્ર કહ્યું-અરે! ભરતજી, આ શું? તારે તો આ છેલ્લો દેહુ છે, મારે તો હજુ એક દેહુ મનુષ્યનો થશે ત્યારે મોક્ષ થશે. ભરતે કહ્યું-ઇન્દ્ર! બધી ખબર છે. ઓ તો એવો રાગ આવી ગયો છે; એ ચારિત્ર-દોષ છે, દર્શનદોષ નહિ. આમ ભરતજીને સ્વરૂપનું શ્રદ્ધાન તો અકબંધ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ અધ્યાત્મ વૈભવ અહાહ....! સમ્યગ્દર્શન કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે! સમ્યગ્દર્શન શું અને એનો વિષય શું એના મહિમાની લોકોને ખબર નથી. તેથી એકલા ક્રિયાકાંડનો મહિમા તેમને ભાસે છે. (૬–૧૪૧) (૫૭૦) હવે આવો યથાર્થ નિર્ણય કરવાનુંય જેનું ઠેકાણું નથી ધર્મની પહેલી ભૂમિકા જે સમ્યગ્દર્શન તે ક્યાંથી થાય? વર્તમાનમાં ભાઈ ! આ નિર્ણય કરવાનું ટાણું છે, અવસર છે; માટે નિર્ણય કરી લે. જોજે હોં; એમ ન બને કે અવસર ચાલ્યો જાય અને અજ્ઞાન ઊભું રહે. (૫-૧૫૭) (પ૭૧) અહાહા. ! મૂળ કાપી નાખ્યા પછી જેમ પાંદડાં સૂકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ જેણે છેદી નાખ્યું છે તે જ્ઞાનીને રાગની પરંપરા વધવા પામે એમ બનતું નથી પણ રાગાદિ બધો સૂકાઈ જ જાય છે, નાશ જ પામી જાય છે. ચોથે ગુણસ્થાને ૪૧ પ્રકૃતિઓનો તો સમકિતીને બંધ થતો જ નથી. અને અન્ય પ્રકૃતિઓ દીર્ધ (અનંત) સંસારનું કારણ નથી. આવો સમકિતનો અચિંત્ય મહિમા છે. (૬-૨૫૭) (૫૭૨) નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞપણું-એ બધાની ઉપેક્ષા અને પૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માની અપેક્ષા અને તે પૂર્વક શુદ્ધ આત્માનો અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. સમકિતી જાણે છે કે હું શરીર, મન, વાણી કે પુણ્ય-પાપ કે અલ્પજ્ઞ નથી, હું તો ચૈતન્યરસકંદ પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન છું. ભગવાનને જે પર્યાયમાં સર્વશપણું પ્રગટ છે તે ક્યાંથી આવ્યું? અંદર આત્મામાં સર્વશપણાનો સ્વભાવ પડ્યો છે તો બહિર્મુખ વલણનો ત્યાગ કરી અંતર્મુખ વલણ વડે તેની પ્રતીતિપૂર્વક પરિપૂર્ણ અંતર-એકાગ્રતા કરવાથી તે પ્રગટ થયું છે. (૬-ર૬૮) (પ૭૩) -સમ્યગ્દર્શન થયા પહેલા-આત્મા અખંડ પૂર્ણ શુદ્ધ છે, પર્યાયમાં મલિનતાનો અંશ છે પણ વસ્તુમાં મલિનતા નથી–એવો પ્રથમ વિકલ્પ દ્વારા નિર્ણય કરવો, રાગની ભૂમિકામાં એવો નિર્ણય હોય છે (આવે છે, છતાં તે વાસ્તવિક નિર્ણય નથી. વિકલ્પ દ્વારા પ્રથમ એમ નિર્ણય કરે છે કે હું શુદ્ધ બુદ્ધ અખંડ ચૈતન્યઘન છું, સદા અબદ્ધસ્કૃષ્ટ સામાન્ય એકરૂપ છું. આવો નિર્ણય (પ્રથમ) આવે પણ એ વિકલ્પરૂપ નિર્ણય અનુભવને આપે એમ નહિ. જેને નિર્વિકલ્પ અનુભવ થાય તેને પ્રથમ આવો નિર્ણય હોય છે બસ એટલું જ. સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે આત્મા કહ્યો છે તે રીતે આત્માને યથાર્થ જાણવા માટે તેને વિકલ્પ આવે પરંતુ વાસ્તવિક નિર્ણય તો ત્યારે જ થાય જ્યારે વસ્તુની અંતર્દષ્ટિ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) ૨૦૫ થાય. ભાઈ ! ખરેખર તો પહેલાં પછી છે જ ક્યાં? (કેમકે નિર્વિકલ્પ અનુભવ એ જ નિર્ણય છે) તે નિર્ણયને વિકલ્પરૂપ નિર્ણયની અપેક્ષા જ ક્યાં છે? છતાં હોય છે. જેને વિકલ્પપૂર્વક પણ શુદ્ધ આત્માનો નિર્ણય નથી એને તો અંતરમાં જવાના ઠેકાણાં જ નથી. માર્ગ આવો છે, ભાઈ! વસ્તુ તો અંતર્મુખ છે; આખી વસ્તુ પર્યાયમાં ક્યાં છે? ત્યાં અંતરમાં દષ્ટિ પડે ત્યારે નિર્વિકલ્પ નિર્ણય થાય છે. આવી વાત છે. (૬-૨૭૭) (પ૭૪) અહીં ! રાગનો કર્તા હું છું એવો મિથ્યાત્વભાવ જ (મુખ્યપણે ) આગ્નવભાવ છે, અને એ જ દીર્ધ સંસાર છે, મહાપાપ છે, અનંત ભવનું કારણ છે. એથી વિપરીત જેને મિથ્યાત્વનો નાશ થઈને સમકિત થયું તે માનો ભવરહિત થઈ ગયો. અહા! મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો જેને અભાવ થયો છે એવા સમ્યગ્દષ્ટિને શ્રદ્ધા અપેક્ષાએ જોવામાં આવે તો કર્મની એકસો અડતાલીસે પ્રકૃતિનો બંધ નથી પછી ભલે તે સમ્યગ્દષ્ટિ બહારમાં ચક્રવર્તી હો કે બલદેવ (૬-૨૯૭) (પ૭૫) લોકોને બાહ્ય ત્યાગના મહિમા આગળ સમકિત શું ચીજ છે, અંદરમાં મોહ મિથ્યાત્વનો ત્યાગ અને વીતરાગતાની પ્રગટતા શું ચીજ છે એની ખબર નથી. ભાઈ ! ભવબીજનો નાશ કરનાર સમકિત પરમ મહિમાવંત ચીજ છે. ભવ અને ભવના ભાવરહિત ભગવાન આત્માની રુચિ-પ્રતીતિ જેને થઈ તેને બહારમાં છ ખંડનું રાજ્ય અને છ— હજાર રાણીઓનો સંયોગ હોય તોપણ એને એના ભોગની રુચિ નથી; તેને અભિપ્રાયમાં સર્વ રાગનો ત્યાગ થઈ ગયો છે અને તેથી સમકિતી-જ્ઞાની નિરાસ્ત્રવ જ છે. અહો ! સમકિત પરમ અભુત ચીજ છે! આવા સમકિતનો વિષય પરિપૂર્ણ ભગવાન આત્મા છે. આત્મશ્રદ્ધાન થયા વિના દેવગુરુ-શાસ્ત્રની કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા કાંઈ સમકિત નથી, કેમ કે એ તો બધો રાગ છે. આવું તો અનંતવાર જીવે કર્યું છે; એક માત્ર ભવછેદક એવી આત્માની અંતર્દષ્ટિ દુર્લભ રહી છે. (૬-૨૯૮) (૫૭૬) અહો ! સમ્યગ્દર્શન એ એવી અભુત ચીજ છે જે સંસારની જડ છેદી નાખે છે. અહી આત્મદ્રવ્ય અનંત અનંત આનંદના સ્વભાવથી ભરેલી વસ્તુ છે. એવા દ્રવ્યની દષ્ટિ થતાં પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે. એકલા આનંદનો નહિ પરંતુ દ્રવ્યમાં જેટલા ગુણો છે તે દરેકનો વ્યક્ત અંશ સમ્યગ્દર્શનના કાળે પ્રગટ થાય છે. આવા સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગદ્વેષ તો છે જ નહિ તેથી તે પ્રકારનો બંધ પણ નથી. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ અધ્યાત્મ વૈભવ જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી. જુઓ! જયચંદ પંડિત થોડો વધુ ખુલાસો કરે છે કે પરમાણુની (જડકર્મની) -મિથ્યાત્વકર્મની સત્તા છે એનો ક્ષય થતી વખતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયનો ક્ષય થાય છે તથા તે સંબંધી અવિરતિનો પણ નાશ થાય છે. વળી સમ્યગ્દર્શન થતાં કષાય થવાનું છે તે પ્રકારનું યોગ-કંપન (યોગગુણની વિકૃત અવસ્થા) હતું તે પણ નાશ થયું છે કેમકે અયોગગુણ-અકંપસ્વભાવનો એક અંશ ત્યારે પ્રગટ થયો છે. અહીં એમ કહે છે કે સમ્યગ્દર્શન થતાં અનંતગુણનો અંશ પ્રગટ થાય છે અને સાથે તે તે પ્રકારના અવગુણનો અંશ પણ નાશ પામે છે. ચોથે ગુણસ્થાનકે ગૃહસ્થાશ્રમમાં આત્માના ચારિત્રગુણનો વ્યક્ત અંશ પ્રગટ થાય છે અને તેથી તે પ્રકારના (અનંતાનુબંધી) કષાયનો પણ નાશ થાય છે. ઔપશમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી. ઉપશમ સમકિતમાં મિથ્યાત્વનો ઉદય થતો જ નથી. ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યક્રમોહનીય સિવાયની છે પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી. તેથી તે પ્રકારનો બંધ થતો નથી. ક્ષયોપશમ સમકિતીને મિથ્યાત્વ, મિશ્ર અને અનંતાનુબંધીની ચાર એમ છ પ્રકૃતિઓનો ઉદય જ નથી. સમ્યક મોહનીયનો જરી ઉદય છે પણ એનો કોઈ બંધ નથી. (૬-૩(૧) (૫૭૭). અહા ! જેની એક એક ગુણ-શક્તિ પરિપૂર્ણ છે એવા દ્રવ્યસ્વભાવનું અને સમયે સમયે સ્વતંત્રપણે થતી પર્યાયોનું સમ્યગ્દષ્ટિને યથાર્થ જ્ઞાન હોય છે. જે રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે રીતે એનું જ્ઞાન કરીને દ્રવ્યની દષ્ટિ-પ્રતીતિ કરવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમય સમયની પર્યાય પ્રત્યેક પોતાના કાળે થાય છે. એવો નિર્ણય કરનારની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવમાં જાય છે અને એ સમ્યગ્દર્શન છે. (૬-૩૦૩) (પ૭૮) અહીં સમ્યગ્દષ્ટિની વાત ચાલે છે. અહા ! સમ્યગ્દષ્ટિ કોને કહીએ? ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પરિપૂર્ણ ધ્રુવ સદા પરમાત્મસ્વરૂપે અંદર બિરાજમાન છે. પરંતુ જીવે પોતાના ધ્રુવસ્વભાવનું અવલંબન કદી લીધું નથી; અને ધ્રુવના અવલંબન વિના તેને પરનુંપર્યાયનું જ અવલંબન અનંતકાળથી છે. ત્યાં પર્યાયનું લક્ષ છોડી જે પોતાના ચિદાનંદઘન સ્વરૂપ પરમાત્મદ્રવ્યની અંતર્દષ્ટિ કરી તેમાં લીન થાય છે તે સમ્યગ્દષ્ટિ છે. અહાહા...! એક સમયની વ્યક્ત પર્યાયથી ભિન્ન ત્રિકાળી ભગવાન જ્ઞાયકદેવ આનંદરસકંદ પ્રભુ સદા જાણવા-દેખવાના સ્વભાવે અંદર રહેલો છે તેના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) આશ્રયે અનુભૂતિ-રુચિ પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે. (૫૭૯ ) ૨૦૭ (૬–૩૦૬ ) મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષનો જેણે નાશ કર્યો છે તેને સમ્યગ્દષ્ટિ કહીએ. અનંતાનુબંધી એટલે કે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ છે તેની સાથે અનુબંધ એટલે સંબંધ રાખવાવાળા જે રાગદ્વેષ એનો સમ્યગ્દષ્ટિએ નાશ કર્યો છે. અસ્તિથી કહીએ તો ત્રિકાળી મુક્તસ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવી ભગવાન શાયક જાણવા-દેખવાના સ્વભાવે ધ્રુવધ્રુવ-ધ્રુવ અંદર રહેલો છે તેને અનુસરીને જેણે અનુભૂતિ પ્રગટ કરી છે, પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટ કર્યો છે તે સમ્યગ્દષ્ટિ છે. (૬-૩૦૬ ) (૫૮૦) સમ્સયગ્દષ્ટિએ તો રાગરહિત આખો ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ કર્યો છે. ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી પોતાનું સહજ ત્રિકાળી ચૈતન્યતત્ત્વ ભિન્ન છે એવું એના પરિચયમાં અને વેદનમાં આવી ગયું છે. સમ્યગ્દષ્ટિએ રાગથી લાભ થાય એ વાત સાંભળી નથી જ્યારે મિથ્યાદષ્ટિએ રાગથી-૫રથી આત્મા ભિન્ન છે એ વાત સાંભળી નથી. મિથ્યાદષ્ટિએ રાગ કરવો, રાગ કરવો એ જ વાત અનંતી વાર સાંભળી છે કેમકે એનું જ એને વેદન છે. રાગદ્વેષમોહ ન હોય ત્યાં સમ્યગ્દર્શનની ઉપપત્તિ છે અર્થાત્ મિથ્યાત્વરૂપ મોહ અને અનંતાનુબંધી રાગદ્વેષ જ્યાં નથી ત્યાં સમ્યગ્દષ્ટિપણું છે. રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બની શકતું નથી. રાગથી લાભ થાય એવો જે મિથ્યાત્વભાવ તેના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકતું નથી. રાગના કર્તાપણાના ભાવ વિનાનું સમ્યગ્દષ્ટિપણું છે. અહાહા...! ચૈતન્ય મહાસત્તા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપે અંદર બિરાજે છે તેને રાગ કરું એવી બુદ્ધિના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું સંભવિત નથી. (૬-૩૧૯ ) ( ૫૮૧ ) અહાહા...! પોતાનો ભગવાન અતીન્દ્રિય આનંદના સ્વભાવથી સર્વાંગ છલોછલ ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. એની જેને દૃષ્ટિ થઈ, વલણ થયું તે સમ્યગ્દષ્ટિ છે. અહા! સમ્યગ્દર્શન થતાં તેને જેની (શુદ્ધ ચૈતન્યતત્ત્વની ) કિંમત કરવી હતી તેની કિંમત (–દૃષ્ટિ) થઈ ગઈ અને જેની ( –રાગની) કિંમત નહોતી તેની કિંમત (−રુચિ ) ગઈ, પછી ભલે થોડો અસ્થિરતાનો રાગ હો, એની કાંઈ કિંમત ( વિસાત ) નથી. આ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ છે. અને રાગદ્વેષમોનો અભાવ હોવાથી વ્યાસવો એટલે પૂર્વે બંધાયેલાં જડકર્મો તેને બંધનું કારણ થતાં નથી. તેથી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને બંધ થતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ અધ્યાત્મ વૈભવ અહો ! સમયસારની એક-એક ગાથા ચૈતન્ય ચમત્કારથી ભરેલી છે. આત્મા પોતે ચૈતન્ય-ચમત્કાર વસ્તુ છે. અહા ! એ અનુપમ અલૌકિક ચિંતામણિ રત્ન છે. જ્યાં અંદર નજર કરી કે અતીન્દ્રિય આનંદમય ચૈતન્યરત્ન સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પરંતુ અરે! અજ્ઞાનીએ અનંતકાળમાં જ્યાં નજર કરવાની હતી તેના ઉપર નજર ન કરી અને ધર્મના નામે પુણ્ય અને પરદ્રવ્ય ઉપર જ નજર કરી! પરિણામે એનો સંસાર મટયો નહિ. અહીં કહે છે-જ્ઞાનીને પુણ્યભાવ હોવા છતાં એની દષ્ટિ ચૈતન્યચિંતામણિ ભગવાન આત્મા ઉપર છે. આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે ત્યારે એની દષ્ટિ વિજ્ઞાનઘન એવા નિજ ચૈતન્યતત્ત્વમાં નિમગ્ન હોય છે; નિમિત્તે રાગ કે પર્યાય ઉપર એની દષ્ટિ હોતી નથી અને તેથી તેને નવીન બંધ થતો નથી. દષ્ટિ દ્રવ્યમાં નિમગ્ન થાય છે એનો અર્થ પર્યાય દ્રવ્યમાં ભળી જાય છે એમ નથી. પૂર્વના જે પરિણામ રાગમાં એકાકાર હતા તેનો વ્યય થઈ વર્તમાન પરિણામ નિજ જ્ઞાયકભાવ તરફ ઢળ્યા ત્યાં એ પરિણામ દ્રવ્યમાં લીન-નિમગ્ન થયા એમ કહેવામાં આવે છે. ( પ્રગટ) પર્યાયમાં પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન તથા પ્રતીતિ આવે પણ એ પર્યાય દ્રવ્યમાં ભળી જાય એમ અર્થ નથી. (૬-૬૨૩) (૫૮૨) જુઓ, રાગની રુચિરૂપી વિપરીતતાથી ભિન્ન પડીને ભેદજ્ઞાનના બળ વડે જ્ઞાનમાં અવિચલપણે રહે છે તે આત્મા સુખને પ્રાપ્ત કરે છે. તે જીવ સમકિતી છે અને તેને શુદ્ધોપયોગાત્મકપણું છે. સમ્યક્દર્શન શુદ્ધોપયોગના કાળમાં થાય છે. ભેદજ્ઞાન થતાં દયા, દાન, ભક્તિ આદિના રાગથી રંજિત મલિન ઉપયોગથી ખસીને જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું શુદ્ધોપયોગપણે પરિણમે છે. અંતરમાં જ્ઞાનની વર્તમાન પર્યાયને દ્રવ્ય ઉપર સ્થાપતાં આત્મા શુદ્ધભાવરૂપે પરિણમે છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અહિંસકપણે રહી વિપરીત પણે-રાગપણે નહિ થતું થયું જરા પણ રાગદ્વેષમોહને કરતું નથી. (૬-૩૯૧) (૫૮૩) ધર્મોને-સમ્યગ્દષ્ટિને અર્થાત્ સમ્યક નામ સત્યદષ્ટિવંતને જ્ઞાન વૈરાગ્ય હોય જ છે. સત્ય એટલે ત્રિકાળી નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માની જેને દષ્ટિ થઈ છે તેને નિમિત્તની, રાગની કે એક સમયની પર્યાયની દષ્ટિ રહેતી નથી. તેથી તેને સ્વરૂપનું જ્ઞાન અને રાગઅશુદ્ધિના અભાવરૂપ વૈરાગ્ય અવશ્ય હોય જ છે. જુઓ, છ ખંડના રાજ્યના વૈભવમાં સમકિતી ચક્રવર્તી પડ્યો હોય તો પણ તેને જ્ઞાન અને વૈરાગ્ય નિરંતર એકીસાથે હોય જ છે. (૭-૧00) (૫૮૪) જુઓ, જેને સમ્યગ્દર્શન થયું છે અર્થાત્ જેને જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. ભાઈ ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) ૨૦૯ અંદર એકલા જ્ઞાન અને આનંદના નિધાન ભર્યાં છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનું અખૂટ નિધાન છે. તે પરિપૂર્ણ પરમાત્મશક્તિના સામર્થ્યથી ભરેલું છે. આવા આત્માની જેને અંતરંગમાં દષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ છે, અને તેને રાગ ગણવામાં આવ્યો નથી કેમકે તેને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. જો મિથ્યાત્વ સહિત રાગ હોય તો તે સમ્યગ્દષ્ટિ જ નથી. શું રાગમાં રુચિય હોય અને સમ્યગ્દર્શન પણ હોય? અસંભવ. રાગની રુચિ અને સમ્યગ્દર્શન બે સાથે હોઈ શક્તાં નથી. જેને પોસાણમાં રાગ છે તેને વીતરાગ-સ્વભાવ પોસાતો જ નથી. અને જેને વીતરાગસ્વભાવી આનંદકંદ પ્રભુ આત્મા પોસાણો તેને રાગ પોસાય જ નહિ. (૭-૧૦૧) (૫૮૫) અહા ! કહે છે-જો કોઈ વિરલ જીવ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તે અવશ્ય સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. સ્યાદ્વાદન્યાયથી એટલે શું? કે રાગ છે પણ તે શુદ્ધ દ્રવ્યમાં નથી, પર્યાય પર્યાયપણે છે પણ તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા આવી જતો નથી. જો કોઈ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને સમ્યકત્વ થાય જ છે. જુઓ, થાય જ છે' એમ કહ્યું છે. અહાહા..! રાગ હો પણ રાગમાં આત્મા નહિ અને આત્મામાં રાગ નહિ આવું અનેકાન્તસ્વરૂપ જાણીને જે અંતરસન્ન થાય છે તેને સમકિત અવશ્ય થાય જ છે. ભગવાન પૂર્ણાનંદના નાથમાં ક્યાં રાગ છે? અને રાગમાં તે પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા ક્યાં રહ્યો છે? આવું સત્યાર્થ જાણી જે સ્વરૂપમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્યમાં એકાગ્ર થાય છે તેને સમ્યકત્વ થાય જ છે અર્થાત્ તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે. આ સમકિત તે ધર્મનું પહેલું પગથિયું છે, ચારિત્ર તો તે પછીની વાત છે. ભાઈ ! મોક્ષમાર્ગનો આવો જ ક્રમ છે, સર્વજ્ઞ ભગવાને એવો જ ક્રમ જાણ્યો અને કહ્યો છે. (૭–૧૦૪) (૫૮૬) - જ્ઞાની “એક શીલ:” એક સ્વભાવવાળો છે. વજન અહીં છે કે-ધર્મીને એક ગ્લાયક સ્વભાવ-જ્ઞાનાનંદસ્વભાવ એક સ્વભાવભાવ છે. આહાહા.. ! તેની દષ્ટિનો વિષય એક સ્વભાવભાવ છે. અહા! ઝીણી વાત છે પ્રભુ! સમ્યગ્દર્શન અને તેનું ધ્યેય જે એક સ્વભાવભાવ-એક જ્ઞાયકભાવ તેની વાત બહુ ઝીણી છે. પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ સમ્યગ્દષ્ટિનું ધ્યેય છે. તે કારણે તેની દષ્ટિ એક સ્વભાવભાવ પર જ છે. તેથી તેને ક્રિયાનો રાગ આવ્યો છે પણ તેમાં રસ નથી. અહાહા...! એક આનંદસ્વભાવમાં લીન એવા જ્ઞાનીને જે ક્રિયા આવી પડે છે તેમાં રસ નથી અને તેથી તેને બંધન પણ નથી અને ભવિષ્યમાં તેનું ફળ પણ તેને પ્રાપ્ત થતું નથી. (૭-૪૧૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૮૭) ‘પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ હું ત્રિકાળ આત્મા છું' - એમ નિજ આત્મદ્રવ્ય ૫૨ દષ્ટિ કરે છે ત્યારે તેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થાય છે. અહો ! દ્રવ્યદષ્ટિ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ! દ્રવ્યદૃષ્ટિ પ્રગટતાં, સ્વયં જ્ઞાની થયો થકો જીવ સદા સહજ એક જ્ઞાનને અનુભવે છે દ્રવ્યદૃષ્ટિવંતને જગત આખું ફીકું લાગે છે, તુચ્છ ભાસે છે. આવે છે ને કે “ચક્રવર્તી સંપદા અરુ ઇન્દ્ર સરિખા ભોગ, કાગવિટ્ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ. ” અધ્યાત્મ વૈભવ અહા ! દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. દ્રવ્યષ્ટિવંતને ચક્રવર્તીના સંપત્તિ ને ઇન્દ્રના ભોગ કાગડાની વિષ્ટા જેવા તુચ્છ ભાસે છે. ( ૭–૪૭૦) (૫૮૮ ) દષ્ટિનો વિષય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. અતીન્દ્રિય આનંદનો ભોગવટો ભલે પર્યાયમાં થાય. પણ તે પર્યાય દષ્ટિનો વિષય નથી. દષ્ટિનો વિષય તો અવિકારી ૨સનો કંદ ચૈતન્યમૂર્તિ નિત્યાનંદ ચિદાનંદકંદ પ્રભુ આત્મા છે, અને તેના સ્વસ્વને ભોગવનાર જ્ઞાની છે, કેમકે વસ્તુ તો અંદર પરિપૂર્ણ છે. જ્ઞાની શરીરને ભોગવતો નથી, રાગને ભોગવતો નથી અને અલ્પજ્ઞતાને પણ ભોગવતો નથી. એની દૃષ્ટિ પૂર્ણ ૫૨ છે ને તે પૂર્ણને ભોગવે છે. અહા ! ભોગવાય છે અલ્પજ્ઞમાં (પર્યાયમાં), પણ ભોગવે છે સર્વસ્વને-પૂર્ણને. આવો મારગ ભાઈ જન્મ-મરણ રહિત થવાનો પંથ આવો અદ્દભુત આશ્ચર્યકારી છે. (૭–૪૭૮) ( ૫૮૯ ) અરે ભાઈ ! દુનિયા આખી ભૂલી જા ને! અને પર્યાયને પણ ભૂલી જા ને! તારે એ બધાથી શું કામ છે? પર્યાય ભલે દ્રવ્યને સ્વીકારે છે, પણ હું પર્યાયમાં છું એમ ભૂલી જા. અહા! આ દેહ તો નાશવંત છે; એનો તો ક્ષણમાં નાશ થઈ જાય બાપા! જેમ પાણીના પરપોટા ફૂટતાં વાર લાગે નહિ તેમ આ દેહાદિ પરપોટાને ફૂટતાં શું વાર? અવિનાશી તો અંદર ત્રણલોકનો નાથ આનંદરસકંદ પ્રભુ આત્મા છે. તેને પોતાના ભાવમાં ભાસિત કરવો તે સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ દરજ્જાનો ધર્મ છે. બાકી આ સ્ત્રી-પુત્ર પરિવાર ને બાગબંગલા એ તો બધાં સ્મશાનનાં હાડકાંના ફોસ્ફરસની ચમક જેવાં છે, જોતજોતામાં વિલય પામી જશે. સમજાણું કાંઈ...? (૭–૪૮૫ ) (૫૯૦) અહા ! જેને હું સચ્ચિદાનંદસ્વરૂપ પૂરણ પરમાત્મસ્વરૂપ આત્મદ્રવ્ય છું-એમ દષ્ટિમાંશ્રદ્ધાનમાં આવ્યું તે સમ્યગ્દષ્ટિ છે. અહા! સમ્યગ્દષ્ટિ એને કહીએ કે જેને આખો ભગવાન પોતાની પ્રતીતિમાં-ભરોસામાં આવી ગયો છે. ( ૭–૪૯૯ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) ૨૧૧ (૫૯૧) જેને પોતાના અપરિમિત ચૈતન્યસ્વભાવમાં સુખ ભાસ્યું છે કે, જ્યાં સુખ નથી ત્યાં (-રાગમાં) કેમ રહે? અહાહા..! જેણે પૂર્ણ એક જ્ઞાયકસ્વભાવી સુખધામ નિત્યાનંદ પ્રભુ આત્માનો આશ્રય લીધો તે હવે રાગના આશ્રયમાં કેમ રહે? અહો ! ધર્માત્મા પુરુષ પોતાના ઉપયોગમાં રાગ સાથે સંબંધ જ કરતો નથી. અહાહા....! સમ્યગ્દર્શનનો આવો કોઈ અદ્ભુત મહિમા છે! સમજાણું કાંઈ ? (૮-૨૮) (૫૯૨) ભાઈ ! સમ્યગ્દર્શન એટલે શું? કે જેણે સંસારરૂપી વૃક્ષની જડ તોડી નાખી છે એનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થયા પછી અસ્થિરતાના રાગ-દ્વેષરૂપી ડાળાં પાંદડાં રહ્યાં એની શું વિસાત? એ તો અલ્પકાળમાં સૂકાઈ જ જવાનાં. મતલબ કે બે પાંચ ભવમાં એ અસ્થિરતાના રાગ-દ્વેષ સંપૂર્ણ ટળી જઈને વીતરાગ થઈ એનો મોક્ષ થશે. માટે અસ્થિરતાના રાગાદિના કારણે થતા અલ્પબંધને અહીં બંધમાં ગણ્યો જ નથી. (૮-૩૦). (૫૯૩) સ્વ એટલે કોણ? તો કહે છે-એક પોતાનો સહજ સ્વાભાવિક ભાવ, એક જ્ઞાયકભાવ, નિત્યાનંદસ્વભાવ, ધ્રુવભાવ, એકરૂપ સામાન્યભાવ તે સ્વ છે અને તે નિશ્ચયનયનો વિષય છે, અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે, તેથી જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે ત્રિકાળી એક જ્ઞાયકભાવનો આશ્રય લેવો જોઈએ. આત્માશ્રિત એટલે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ થઈને આત્મા અને એનો આશ્રય લેવો એમ કોઈ કહે તો એ અહીં વાત નથી. અહીં તો આત્માશ્રિત એટલે સ્વઆશ્રિત ને સ્વ એટલે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ. ભાઈ ! સમયગ્દર્શન ધર્મની પહેલા સીડી-એનું કારણ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવ છે. આત્માશ્રિત એટલે ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. સમ્યગ્દર્શન થવામાં એક જ્ઞાયકભાવ. ધ્રુવભાવ, નિત્ય સહજાનંદસ્વરૂપ ભાવ એક જ કારણ છે. બાપુ ! આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે એનાથી સમ્યગ્દર્શન થાય એમ છે નહિ, કેમકે એ તો સર્વ પરાશ્રિત ભાવ છે. એક સ્વના આશ્રયે જ-ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? (૮-૨૨૦) (પ૯૪) આ મોટી તકરાર! કે-સમકિત છે કે નહિ? –એની આપણને ખબર ન પડે; માટે આ વ્યવહાર સાધન જે વ્રત, નિયમ આદિ છે તેને ઉથાપે છે તે એકાંત છે. એમ કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, માટે વ્યવહાર કરનારા સાચા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ અધ્યાત્મ વૈભવ સમાધાન - ભાઈ ! સમકિત છે કે નહિ એની જેને ખબર ન પડે વા એની જેને શંકા રહે તેને સમકિત છે જ નહિ, અને તો પછી તેને વ્યવહાર સાધનેય નથી. એને જે સાધન છે તે એકાંત રાગ છે અને તે મિથ્યાત્વ સહિત હોવાથી દીર્ધ સંસારનું જ કારણ છે. અહા ! (કર્તા થઈને) એકાંતે વ્યવહારના કરનારા બિચારા દુઃખમાં પડયા છે, કેમકે તે એકાંત સંસારનું જ કારણ છે. આવી વાત છે. (૮-૨૨૪) (૫૯૫) પંચાધ્યાયીમાં એમ લીધું છે કે-સમ્યગ્દર્શનને ભગવાન કેવળી જાણી શકે છે. ત્યાં તો એ અવધિ, મન:પર્યય કે મતિજ્ઞાનનો વિષય નથી એમ કહેવું છે. અહીં વેદનની અપેક્ષાએ વાત છે. અનુભૂતિની સાથે અવિનાભાવી સમકિત હોય છે તો અનુભૂતિની સાથે સમકિતનું જ્ઞાન પણ થાય, સમકિતને એ બરાબર જાણી શકે. અનુભૂતિ એ જ્ઞાનનું-વેદનનું સ્વરૂપ છે અને સમકિત શ્રદ્ધાનનું. બેયને અવિનાભાવી ગણતાં અનુભૂતિથી સમકિતનો નિર્ણય બરાબર થઈ શકે. અનુભૂતિ વિના સીધું સમકિતને જાણી શકે એમ નહિ-પંચાધ્યાયીકારનું એમ કહેવું છે. પણ અનુભૂતિમાં સમકિતને ન જાણી શકાય એમેય નહિ. આવી વાત! (૮-ર૬૩) (૫૯૬ ) શુદ્ધ આત્મા દર્શન છે. ' શું કીધું? કે શુદ્ધ આત્મા સમકિત છે. પહેલાં “જીવાદિ નવ પદાર્થો દર્શન છે. ' એમ કહ્યું કેમ કે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. ત્યાં નવ પદાર્થોની શ્રદ્ધાને વ્યવહારે દર્શન કહ્યું અહીં કહે છે-શુદ્ધ આત્મા દર્શન છે, કેમકે દર્શનમાં-શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મા જ શ્રદ્ધાણો છે; શ્રદ્ધાની પર્યાયમાં ભગવાન શુદ્ધ આત્મા હેતુ-આશ્રય થયો છે. આ નિશ્ચય શ્રદ્ધાના વા નિશ્ચય સમ્યગ્દર્શન છે. અહા ! જેમાં શુદ્ધ આત્માનું શ્રદ્ધાન થાય તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, અને તેનો હેતુ આશ્રય શુદ્ધ આત્મા જ હોય છે. સમજાણું કાંઈ..? તેથી અહીં કહ્યું કે “શુદ્ધ આત્મા દર્શન છે. ' પ્રશ્ન:- પ્રભુ! એક કોર સમકિતની પર્યાય ને શુદ્ધ આત્મા–બે જુદી ચીજ કહો છો અને આત્મા (-દ્રવ્ય) પર્યાયનો દાતા નથી એમ કહો છો (જુઓ, યોગસાર પ્રાકૃત, સંવર અધિકાર, છંદ ૧૯) અને બીજી કોર અહીં “શુદ્ધ આત્મા દર્શન છે' એમ કહો છો; તો આ બધું કેવી રીતે છે? સમાધાન: ભાઈ ! એ શ્રદ્ધાની પર્યાયમાં આત્મા (ત્રિકાળી દ્રવ્ય) આવતો નથી, અને પર્યાય આત્માથી (દ્રવ્યથી) થતી નથી પણ પોતાના ઉપાદાનની જાગૃતિથી સ્વતઃ થાય છે. સમ્યગ્દર્શન ધ્રુવ ત્રિકાળી ભગવાન આત્માએ પ્રગટ કર્યું છે એમ નથી પણ સમ્યગ્દર્શનની પર્યાયનો આશ્રય-હેતુ-કારણ-નિમિત્ત શુદ્ધ આત્મા (ત્રિકાળી દ્રવ્ય) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય ) ૨૧૩ છે તેથી ‘શુદ્ધ આત્મા દર્શન છે’ એમ અભેદ કરીને કહ્યું છે. વસ્તુસ્થિતિએ તો દ્રવ્ય ને પર્યાય બન્ને સ્વતંત્ર છે. (૮–૨૭૨ ) (૫૯૭) પ્રભુ! ભૂતાર્થના આશ્રયે થવા છતાં જેમ એ દર્શનની પર્યાય દ્રવ્યમાં જતી નથી તેમ ત્રિકાળી દ્રવ્ય પ્રભુ આત્મા પણ દર્શનની પર્યાયમાં આવતું નથી. અહાહા...! પરસ્પર અડયા વિના સ્પર્ધા વિના શ્રદ્ધાની પર્યાયમાં આખા ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન આવી જાય છે. ક્ષયિક સમ્યગ્દર્શન પણ સમયે સમયે પલટતું હોવાથી, જો દ્રવ્ય શ્રદ્ધાનની પર્યાયમાં આવે તો આખો આત્મા (દ્રવ્ય ) પલટી જાય. પણ એક દીય બનતું નથી. હવે આવી વાત ક્યાં મળે બાપુ ? મહાભાગ્ય હોય તો કાને પડે એવી અલૌકિક વાત છે. અને જેનું પરિણમન સુલટી જાય એના ભાગ્યની તો શી વાત! અહીં કહે છે-સમ્યગ્દર્શન-શ્રદ્ધાની પર્યાયનો આશ્રય-નિમિત્ત દ્રવ્ય છે, છતાં દ્રવ્ય અને શ્રદ્ધાની પર્યાય ભિન્ન છે; દર્શનની પર્યાયમાં દ્રવ્ય આવતું-સ્પર્શતું નથી અને જે ત્રિકાળી દ્રવ્યની પ્રતીતિ કરી છે તે દ્રવ્યમાં દર્શન જતું-સ્પર્શતું નથી. અહો! આવું અલૌકિક વસ્તુસ્વરૂપ છે. લોકોને એમ કે નવતત્ત્વની શ્રદ્ધા કારણ ને નિશ્ચય સમ્યગ્દર્શન કાર્ય-તો એમ નથી ભાઈ! પણ શુદ્ધ આત્મા કારણ-આશ્રય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન કાર્ય છે. આ યથાર્થ વસ્તુસ્વરૂપ છે. એ તો આગળ કહેશે કે નવતત્ત્વની શ્રદ્ધા-વ્યવહાર દર્શન નિષેધ્ય છે અને નિશ્ચય સમ્યગ્દર્શન એનો નિષેધક છે. આવી વાત છે. સમજાણું કાંઈ..! (૮-૨૭૩) ( ૫૯૮ ) જીવ આદિ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે. જોયું? અભવ્ય જીવને, કહે છે, નવતત્ત્વની શ્રદ્ધા તો હોય છે પણ તેને સમકિત હોતું નથી. કેમ? તો કહે છે-એને શુદ્ધ આત્માના શ્રદ્ધાનનો અભાવ છે. આ તો અભવ્યનો દાખલો આપ્યો છે. બાકી ભવ્ય જીવને પણ નવતત્ત્વની શ્રદ્ધાનો સદ્દભાવ હોવા છતાં શુદ્ધ આત્માની શ્રદ્ધાના અભાવને લીધે સમ્યગ્દર્શનનો અભાવ છે. આમાં શું સિદ્ધ થયું? કે નવતત્ત્વની શ્રદ્ધાથી સમતિ નથી પણ શુદ્ધ આત્મશ્રદ્ધાન તે સમકિત છે. અહા! જેમાં શુદ્ધ આત્માની પ્રતીતિ ન હોય તે સમકિત નહિ. સમકિતનો આધાર-આશ્રય શુદ્ધ આત્મા છે, નવ પદાર્થો નહિ. (૮–૨૮૪ ) ( ૫૯૯ ) અહાહા...! શું કહે છે ? કે જીવાદિ નવ પદાર્થોની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ હો કે ન હો, શુદ્ધ આત્માના સદ્ભાવથી જ દર્શનનો સદ્દભાવ છે. આનો અર્થ શું થયો ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪ અધ્યાત્મ વૈભવ કે નવ પદાર્થોનું ભેદરૂપ શ્રદ્ધાન કાંઈ વસ્તુ નથી, અર્થાત્ એનાથી સમ્યગ્દર્શન નથી, પણ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. પ્રશ્ન:- પણ કાળલબ્ધિ હોય ત્યારે સમ્યગ્દર્શન થાય ને? ઉત્તર:- કાળલબ્ધિ એ સમયે જ હોય છે. અહાહા ! અંદર ત્રિકાળી ધ્રુવ સ્વસ્વભાવ એક જ્ઞાયકભાવને જ્યાં ધ્યેય બનાવ્યો ત્યાં તે જ સમયે. -સ્વભાવનો આશ્રય થયો, -કાળલબ્ધિ થઈ ગઈ, -વર્તમાન પર્યાયનો પુરુષાર્થ થઈ ગયો, -કર્મનાં ઉપશમ આદિ પણ થઈ ગયા, અને –થવા યોગ્ય સમ્યગ્દર્શનની પર્યાય જ થઈ તે ભવિતવ્ય થયું. એક સાથે પાંચ સમવાય મળ્યાં. આ પ્રમાણે શુદ્ધ આત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને એમાં પાંચ સમવાય સમાઈ જાય છે. (૮-૨૮૯) (૬OO) અહીં સ્વાધ્યાય મંદિરમાં દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ' એમ લખેલું છે ને? તે વાંચીને એક ભાઈ કહેતા હતા-મહારાજ ! દ્રવ્ય એટલે પૈસા અહીં પૈસાવાળા અર્થાત્ પૈસા ઉપર જેની દૃષ્ટિ છે તે આવે છે તે બધા સમ્યગ્દષ્ટિને? ત્યારે કહ્યું-અરે ભાઈ ! અહીં પૈસાનું અમારે શું કામ છે? દ્રવ્ય એટલે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવમય જે વસ્તુ છે તે; અને તેની દષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. જેને ધ્રુવની દષ્ટિ છે તે સમ્યગ્દષ્ટિ છે. હવે આવું કદી સાંભળ્યું ન હોય અને દયા, દાન આદિમાં પ્રવર્તે, થોડા પૈસા દાનમાં ખર્ચ કરે એટલે માને કે અમે સમ્યગ્દષ્ટિ. હવે ધૂળેય સમ્યગ્દષ્ટિ નથી સાંભળને. એ તો બધો રાગ છે ને એમાં ધર્મ માને એ તો મિથ્યાદર્શનનું મહાપાપ છે. સમજાણું કાંઈ...? (૮-૩૧૩) (૬૦૧) પુદ્ગલ પરમાણુ પણ દ્રવ્યદષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે. જુઓ, આ દાળ-ભાત ઘઉં-લોટ વગેરે પરમાણુ પહેલાં હતા તે બદલીને અત્યારે લોહીને માંસ રૂપે શરીરમાં છે, હવે પછી એની બળીને રાખ થશે; એ બધા પરમાણપણે તો કાયમ રહેશે, અને એની અવસ્થા બદલતી રહેશે. પરમાણુ જે ધ્રુવ તે નહિ બદલે. તેમ ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ ચૈતન્યસ્વરૂપે છે તે નહિ બદલે, તેની અવસ્થા-દશા બદલશે, કર્મના નિમિત્તે થતા વિકારથી બદલીને શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપના આશ્રયે નિર્વિકાર થશે. અહા ! આવા વસ્તુના સ્વભાવને જ્ઞાન યથાર્થ જાણે છે. (૮-૩૧૩) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) ૨૧૫ (૬૦૨) અનુભવ કાળે ભેદ નથી. સમ્યગ્દર્શનનો વિષય આવો અભેદ એક ચિન્માત્ર ભાવ છે. સમ્યગ્દર્શનનું ધ્યેય એક અભેદ આત્મા છે. ભેદ એ સમકિતનું ધ્યેય નથી. અહાહા...! હું તો ચિન્માત્ર-જાણનાર દેખનાર-દેખનાર માત્ર ભાવ છું એવી નિર્વિકલ્પ દષ્ટિ અને અનુભવ એનું નામ સમ્યગ્દર્શન છે, અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અભેદની દૃષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દર્શન છે. અહા ! આમાં વ્યવહારને ચેતવું તો દૂર રહો, ભેદને પણ ચેતવું નથી એમ વાત છે. આ સ્વાનુભવદશાની વાત છે. (૮-૪૩૪ ) (૬૦૩) - ચિનુદ્રા જ્ઞાન ને દર્શન એ આત્માની મુદ્રા નામ મહોર-છાપ છે. વળી તે (–આત્મા) એક અભેદ જેનો ચૈતન્યરસ છે એવો નિર્વિભાગ (અભેદ) મહિમા યુક્ત છે. અહાહા! ધર્મી જીવ પોતાને એમ અનુભવે છે કે-અભેદ એક ચૈતન્ય જ હું છું ખંડખંડ ભેદો તે હું નહિ... અહાહા....સમ્યગ્દર્શનનું ધ્યેય એવા ચિન્માત્ર શુદ્ધ આત્મામાં કર્તા-કર્મ આદિ કોઈ ભેદ નથી. એ પ્રમાણે નિત્ય, અનિત્ય; એક, અનેક આદિ અપેક્ષિત ધર્મોના ભેદ પણ શુદ્ધ વસ્તુમાં નથી. તેવી રીતે જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણોના ભેદ વિભુ એવા શુદ્ધ અચલ ચૈતન્યભાવમાં નથી. અહાહા....! એક, નિત્ય, ત્રિકાળી શાશ્વત અખંડ એકરૂપ ધ્રુવ સામાન્ય-સામાન્ય એવા જ્ઞાયકભાવમાત્ર આત્મામાં આ કોઈ ભેદો નથી. સદભુતવ્યવહારનયથી પકારના, નિત્ય-અનિત્ય આદિ અપેક્ષિત ધર્મોના ને જ્ઞાન આદિ અનંત ગુણોના ભેદો છે, પણ નિશ્ચયથી વિભુ એવા શુદ્ધ ચિત્માત્રભાવમાં કોઈ ભેદો નથી. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન જ્ઞાનના નૂરનું પૂર એવા જ્ઞાનમાત્ર ભૂતાર્થ સ્વભાવમાં કોઈ ભેદો નથી. (૮-૪૩૮) (૬૦૪) છે કારકના ભેદો, સત્ –અસત્ આદિ ધર્મભેદો તથા જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જાણવા માટે હો તો ભલે હો, પરંતુઆદરવા માટે એ કોઈ ભેદો નથી. અહા ! ધર્મનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન એના વિષયરૂપ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં આ કોઈ ભેદો નથી. અહીં શુદ્ધ ચૈતન્યમાત્ર કહીને બધા ભેદો કાઢી નાખ્યા છે. અહો ! આવો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ એક સમ્યગ્દર્શનનો વિષય છે, ધ્યેય છે. તેથી કહે છે- “આમ શુદ્ધનયથી અભેદરૂપ આત્માને ગ્રહણ કરવો.' આ અભેદ છે એટલો ભેદ-વિકલ્પ પણ નહિ, પણ દષ્ટિ અભેદ-એકમાં અંદરમાં જાય છે એને અભેદ કહે છે. આ દષ્ટિ અને દષ્ટિનો વિષય એમ ભેદ નહિ પણ દષ્ટિ શુદ્ધ ચૈતન્ય ઉપર રહે તે અભેદની દૃષ્ટિ છે અને એ રીતે અભેદ એક આત્માનું ગ્રહણ થાય છે. આ સામાન્ય અભેદ છે એમ વિકલ્પ નહિ, પરંતુ પર્યાય પર તરફ ઝૂકતી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ અધ્યાત્મ વૈભવ હતી તે અંદર અભેદ એક સામાન્ય તરફ ગઈ તેને અભેદનો અનુભવ કહેવામાં આવે છે. લ્યો, આનું નામ સમકિત અને આ ધર્મ છે. (૮-૪૪૧) (૬૦૫ ) જ્યાં દ્રવ્યદષ્ટિ, અધ્યાત્માની દૃષ્ટિ કરાવવી હોય ત્યાં (શાસ્ત્રમાં ) એમ આવે કે પર્યાય દ્રવ્યમાં નથી, અને તેથી પર્યાય દ્રવ્યથી ઉત્પન્ન થતી નથી; પર્યાયનો કર્તા દ્રવ્ય નથી, પર્યાય પર્યાયથી ઉત્પન્ન થાય છે. પરમાત્મપ્રકાશ ગાથા ૬૮ માં આવે છે કે-ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ આત્મા જ એક ૫૨માર્થ વસ્તુ છે. તે મોક્ષમાર્ગ આદિ પર્યાયનો કર્તા નથી. જ્યાં શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરાવવી હોય ત્યાં કઠે કે–સાંભળ! તારી અંદર જે નિત્યાનંદ પ્રભુ (વિરાજે) છે એ કદીય પર્યાયને કરતો નથી. આત્મા તો આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ સ્વભાવે સિદ્ધ સદશ છે. જેમ ભગવાન સિદ્ધમાં રાગદ્વેષ નથી તેમ ભગવાન આત્મામાં (ત્રિકાળી દ્રવ્યમાં) રાગદ્વેષ નથી, જો એમાં રાગદ્વેષ હોય તો તે કદી ટળી શકે નહિ. લ્યો, આવી વાત ! (૮-૪૭૬ ) ( ૬૦૬ ) - જેમ દૂર ગરમ કરતાં ઉભરો આવે તેમ સ્વનો આશ્રય થતાં સમ્યગ્દર્શન સહિત અંદર વર્તમાન દશામાં આનંદ-અમૃતનો ઉભરો આવે છે. દૂધનો ઉભરો તો પોલો છે પણ આ અતીન્દ્રિય આનંદનો ઉભરો તો નક્કર હોય છે. ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જેને થયું તે સર્વ સમકિતીને – ચાહે તે આઠ વર્ષની બાલિકા હોય કે ચાહે અઢીદ્વીપ બહાર રહેલાં તિર્યંચવાઘ, નાગ કે સિંહ હોય-આત્મનો અનુભવ થતાં અંદર અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે; તે ધર્મ છે, અમૃત છે. સાથે તે જીવોને જે શુભરાગ આવે છે તે, કહે છે, ઝેર છે. જેટલી આત્મસ્થિરતા છે તે અમૃત છે ને જેટલો રાગ વર્તે છે તે ખરેખર ઝેરનો ઘડો છે–એમ કહે છે. (૮-૫૦૨ ) (૬૦૭) અહા! આવું મનુષ્યપણું મળ્યું ને આ વાતને સમજીને સમ્દર્શન પ્રગટ ન કર્યું તો જેમ દોરા વગરની સોય ખોવાઈ જાય અને હાથ આવે નહિ તેમ તે ભવ સમુદ્રમાં ક્યાંય ખોવાઈ જશે; તેને આત્મા હાથ નહિ આવે. અને જેમ સોયને દોરો પરોવેલો હોય તો તે ખોવાઈ હશે તોપણ જડશે તેમ જેણે આત્માને રાગથી ભિન્ન જાણી સમકિત પ્રગટ કર્યું હશે તે નબળાઈના રોગને કારણે કદાચિત્ અલ્પ ભવ કરશે તોપણ તે અંતે મોક્ષને પામશે જ. (૮-૫૧૦) (૬૦૮ ) ઔપમિક ભાવ:- પાંચ ભાવોમાં એક ઔપમિક ભાવ છે. તે નિર્મળ છે. જેમ પાણીમાં મેલ હોય તે મેલ નીચે ઠરી જાય અને ઉપર પાણી નિર્મળ થઈ જાય તેમ કર્મનો ઉદય ઠરે અને અંદર પર્યાયમાં નિર્મળ ભાવ પ્રગટ થાય તેને ઔપમિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય). ૨૧૭ ભાવ કહે છે. અનાદિ અજ્ઞાની જીવને સૌ પ્રથમ જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન કરે ત્યારે, ચોથે ગુણસ્થાને ઔપથમિક સમ્યગ્દર્શન થાય છે. આ ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થાય છે, પછી ચારિત્રમાં ઉપશમભાવ ઉપશમશ્રેણી વખતે મુનિને હોય છે. આ ઉપશમભાવ એ નિર્મળ ભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી, તેમ જ તેનો સર્વથા ક્ષય પણ થઈ ગયો નથી. (૯-૧૧૦) (૬O૯) સમ્યગ્દર્શનનો વિષય-લક્ષ્ય એવું જે ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય, ચાર પર્યાય વિનાની ચીજ, તે શક્તિલક્ષણ શુદ્ધ પારિણામિકભાવ જાણવો. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને તે નિરાવરણ છે. અહાહા...! ભવ્ય હો કે અભવ્ય હો, તેમાં જે ત્રિકાળ શક્તિરૂપ શુદ્ધ જીવત્વ છે તે શુદ્ધ પારિણામિક ભાવ છે અને તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય હોવાથી નિરાવરણ છે. અહા! જેમાં ચાર પર્યાય નથી તેમાં આવરણ કેવું? (આવરણ તો પર્યાયમાં હોય છે ). આવું જે શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ-અહાહા ! ચૈતન્ય.... ચૈતન્ય... ચૈતન્ય.. એમ શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ શુદ્ધ જીવત્વ છે તે નિરાવરણ શુદ્ધ પારિણામિકભાવ છે અને તે બંધ-મોક્ષના પરિણામથી રહિત છે. અર્થાત્ તે બંધ-મોક્ષના પરિણામનું કારણ નથી. (૯-૧૧૩) (૬૧૦) અહીં કહે છે-સહજ શુદ્ધ નિજપરમાત્મદ્રવ્યનું અંતઃશ્રદ્ધાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. શું કીધું? આ દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન એમ નહિ, કેમકે એ તો રાગ છે. આ તો “અપ્પા સો પરમ અપ્પા' અર્થાત્ ભગવાન આત્મા અંદર સદા પરમાત્મસ્વરૂપે વિરાજે છે, તેની સન્મુખ થઈને જેવી અને જેવડી પોતાની ચીજ છે તેવી અને તેવડી એની પ્રતીતિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને ય બનાવી હું આ (-શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન પરમજ્યોતિ સુખધામ) છું એવી પ્રતીતિ કરવી એનું નામ અંત:શ્રદ્ધાન છે અને આત્માનું અંતઃશ્રદ્ધાન કહો, રુચિ કહો કે સમ્યગ્દર્શન કહો-એક જ વાત છે. (૯-૧૨૭) (૬૧૧) બાપુ! વીતરાગનો મારગ રાગથી સદાય અનેરો છે. ચોથે ગુણસ્થાને શુદ્ધતાનો જે અલ્પ અંશ પ્રગટ થયો તેમાં પણ રાગનો અભાવ જ છે શુદ્ધતામાં રાગ નહિ, ને રાગમાં શુદ્ધતા નહિ; બન્નેની જાતિ જ ભિન્ન છે. સમ્યગ્દષ્ટિને દ્રવ્યમાં રાગ નહિ, ગુણમાં રાગ નહિ ને જે નિર્મળ પરિણતિ થઈ તેમાંય રાગ નહિ. આમ તેને દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય રાગરહિત શુદ્ધ વર્તે છે. અભેદ એક “શુદ્ધ' ને ભાવતાં તેને શુદ્ધતાનું પરિણમન થયા કરે છે. આવી શુદ્ધતાની પૂર્ણતા થાય તે મોક્ષ; અને અંશે શુદ્ધતા તે મોક્ષમાર્ગ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ અધ્યાત્મ વૈભવ સમકિતીને જેટલી સ્વ-આશ્રયે શુદ્ધ ઉપાદાનરૂપ પરિણતિ થઈ છે તેટલું મોક્ષનું કારણ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કે જે ધ્રુવભાવરૂપ છે, અક્રિય છે તે મોક્ષનું કારણ થતું નથી, વળી શુદ્ધદ્રવ્યથી વિમુખપણે વર્તતા ભાવો પણ મોક્ષનું કારણ નથી થતા; શુદ્ધદ્રવ્યની સન્મુખ થઈને વર્તતા નિર્મળ ભાવો જ મોક્ષનું કારણ થાય છે. આ પ્રમાણે અહીં પર્યાયમાં કારણ-કાર્યપણું કહ્યું છે એમ તો તે-તે સમયની પર્યાય શુદ્ધદ્રવ્યને અવલંબીને પોતે પૂરણ શુદ્ધપણે પ્રગટે છે, પૂર્વ પર્યાયમાંથી તે નથી આવતી. પણ પૂર્વે આટલી શુદ્ધિપૂર્વક જ પૂર્ણ શુદ્ધતા થાય છે તેથી તેમનામાં કારણ-કાર્યપણું કહ્યું, અને તેનાથી વિરુદ્ધભાવોનો નિષેધ કર્યો. આ પ્રમાણે ક્યા ભાવથી મોક્ષ સધાય છે તે બતાવ્યું. (૯-૧૫૪) (૬૧૨) કોઈ કહે છે–ચોથે ગુણસ્થાને નિશ્ચયસમકિત ન હોય. અરે ! સમકિત કોને કહેવું એની એને ખબર જ નથી. અહીં! અંદર વસ્તુ નિત્યાનંદ જ્ઞાનાનંદપ્રભુ પોતે છે તેની સન્મુખ થતાં સ્વાનુભવની દશામાં ‘હું આ છું’ એવી પ્રતીતિ થાય એનું નામ સમકિત છે અને તે નિશ્ચય સમકિત છે; તે વીતરાગી દશા છે. સમતિના સરાગ અને વીતરાગ એવા બે ભેદ તો ચારિત્રની અપેક્ષાએ કહ્યા છે, બાકી સમકિત-નિશ્ચય સમકિત તો સ્વયં રાગરહિત વીતરાગી નિર્મળ દશા જ છે. તે પોતાના અંતઃપુરુષાર્થથી પ્રગટ થાય છે. જેને સમકિત પોતાના અંતઃપુરુષાર્થથી થાય છે તેમ મિથ્યાત્વ પોતાના ઊંધાવિપરીત પુરુષાર્થથી થાય છે, તેમાં કર્મ કાંઈ કારણ છે એમ છે જ નહિ. (૯-૨૪૫ ) (૬૧૩) આત્મા પરદ્રવ્યને જાણે છે- એ વ્યવહાર કથન છે; આત્મા પોતાને જાણે છે-એમ કહેવામાં પણ સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; “જ્ઞાયક જ્ઞાયક જ છે' - એ નિશ્ચય છે. અહાહા...! દૃષ્ટિનો વિષય ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાયક જ્ઞાયક જ છે. –આ પરમાર્થ છે. અહાહા...! પોતે પોતાને જાણે-એવો ભેદ પણ જેમાં નથી એ જ્ઞાયક પ્રભુ જ્ઞાયક જ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, અર્થાત એક જ્ઞાયકના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમેશ્વરનાં કહેણ ! ભગવાન! તું જ્ઞાનાનંદસ્વભાવી એક જ્ઞાયકભાવમય પરમાત્મદ્રવ્ય છો-અહા ! આવું ભગવાનનું કહેણ તને આવ્યું છે તે સ્વીકારી લે; તેથી નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની તેને પ્રાપ્તિ થશે તું માલામાલ થઈ જઈશ પ્રભુ ! (૯-૨૬૩) (૬૧૪) અહાહા...! દર્શન (શ્રદ્ધાન) નામના ત્રિકાળી ગુણથી આત્મા પૂરણ ભરેલો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) ૨૧૯ ત્યાં તે પરને શ્રદ્ધા છે તો પોતારૂપ-દર્શનરૂપ રહીને શ્રદ્ધા છે કે પરરૂપ થઈને શ્રદ્ધા છે? પોતારૂપ રહીને શ્રદ્ધ છે; અહીં કહે છે-જો પરનો થઈને એટલે કે પરરૂપ થઈને શ્રદ્ધ તો આત્મા પરસ્વરૂપ જ થઈ જાય, અને તો તે દર્શનરૂપ સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય. પણ દ્રવ્યનો ઉચ્છેદ કદીય થતો નથી, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપે સંક્રમણ થવાના પૂર્વે જ ગાથા ૧૦૩ માં નિષેધ કર્યો છે. માટે, કહે છે, એમ સિદ્ધ થયું કે દર્શક એવો ચૈતયિતા પરનો પુગલાદિનો નથી. મુદ્દાની બે વાતઃ ૧. આત્મા દર્શનગુણના સ્વભાવથી ભરેલો ભગવાન છે; અને ૨. જે દશ્ય બાહ્ય પદાર્થ છે તે દર્શનગુણથી ખાલી પદાર્થ છે. ભાઈ ! જ્યાં તું (–દર્શક ) છો ત્યાં દેશ્ય પદાર્થ નથી અને જ્યાં દશ્ય પદાર્થ છે ત્યાં તું (-દર્શક) નથી. એટલે કે દેશ્ય પદાર્થને દેખવાથી દ્રષ્ટાસ્વભાવ પ્રગટ થતો નથી. હવે ભાગ્યશાળી હોય તેના કાને પડે એવી આ વાત છે. આ દયા, દાન, વ્રત આદિ વ્યવહારરત્નત્રયના પરિણામ છે ને? અહીં કહે છે-એ વ્યવહારરત્નત્રયના પરિણામનું શ્રદ્ધાન કરવાથી અંદર દષ્ટિસ્વભાવ પ્રગટ થતો નથી. તો સાત તત્ત્વનું શ્રદ્ધાન કરવું સમ્યગ્દર્શનકહ્યું છે ને? - બાપુ! દશ્ય એવાં એ સાત તત્ત્વ તેને ચેતયિતા –આત્મા દેખે -શ્રદ્ધે છે એમ કહીએ એ વ્યવહારનયથી છે, ઉપચારથી છે. બાકી સાત તત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનમાં દર્શકના ગુણનો તો અભાવ છે. શું કીધું? વ્યવહારરત્નત્રયના પરિણામમાં દર્શક ગુણનો અભાવ છે. અહાહા...! દર્શનગુણથી ભરેલો ચેતયિતા પ્રભુ વ્યવહારરત્નત્રયના રાગને દેખે-શ્રદ્ધે છે એમ કહીએ તે વ્યવહાર છે, ઉપચાર છે. આવી વાત! ભાઈ ! શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર અને વ્યવહારરત્નત્રયનો રાગ ઇત્યાદિ સર્વ પદ્રવ્યરૂપ છે. તેને ચેતયિતા દેખે-શ્રદ્ધા છે એમ કહીએ તે વ્યવહાર છે. અહાહા...! દર્શક એવો આત્મા તે તે પદાર્થોને દેખવાકાળે દશ્યરૂપ થઈને દેખે છે કે પોતારૂપ દર્શકરૂપ રહીને દેખે છે? પોતારૂપ રહીને દેખે છે જો દશ્યરૂપ-પરદ્રવ્યરૂપ થઈને દેખે તો તે પરદ્રવ્ય જ થઈ જાય; અને તો તેને-ચતયિતા સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય; પણ એમ બનતું નથી, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરપણે સંક્રમણ થવું અશક્ય છે. માટે, કહે છે-દર્શક પુદગલાદિ પરદ્રવ્યોનો નથી, દેવનો નથી, ગુરુનો નથી, શાસ્ત્રનો નથી, વ્યવહારરત્નત્રયનો નથી. અહીં તો બહારના સર્વ દશ્ય પદાર્થોથી ખસીને શુદ્ધ એક દર્શન-શ્રદ્ધાનગુણથી ભરેલા ભગવાન આત્માની અંતર્દષ્ટિ કરવી બસ એ એક જ પ્રયોજનની વાત છે. સમજાય છે કાંઈ... ? માટે હવે દશ્ય પદાર્થોને દેખવાનું છોડી એક દેખનારને અંતમાં દેખ. સમ્યગ્દર્શનનો વિષય તે એક જ્ઞાયક-દર્શક પ્રભુ જ છે. એ સિવાય જગતની કોઈ પરવસ્તુ, એક સમયની પર્યાય કે ગુણગુણીનો ભેદ-વિકલ્પ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ અધ્યાત્મ વૈભવ સમકિતનો વિષય નથી. દેખનારને દેખું એવો ભેદ-વિકલ્પ સમકિતનો વિષય નથી. એ તો આગળ કહેશે કે દેખનારને દેખવો, શ્રદ્ધનારને શ્રદ્ધવો-એય વ્યવહારનય છે. અરે! લોકોને સત્યમાર્ગની ખબર નથી! (૯-૩૬૦) (૬૧૫) અહો ! કેવળીના કડાયતી દિગંબર સંતોએ ગજબની વાત કરી છે. કહે છે ચેતયિતા તે સ્વ અને ચેતયિતા તેનો સ્વામી એવા બે અંશરૂપ ભેદ-વ્યવહારથી જીવને કાંઈ લાભ નથી; કેમકે અંશ-ભેદના લશે તો રાગ જ થાય છે. માટે, દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે. આવો દર્શક ત્રિકાળી ધ્રુવ એકરૂપ અભેદ વસ્તુ છે તે સમ્યગ્દર્શનનો વિષય છે; અર્થાત્ શુદ્ધ દર્શક પ્રભુ આત્મા એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. અહાહા...દયા, દાન, વ્રત, આદિના પરિણામથી તો સમ્યગ્દર્શન નહિ, પણ તેને દેખવા-શ્રદ્ધવાથી પણ સમ્યગ્દર્શન નહિ. દેખનારનો દેખનાર છે એવા ભેદના લક્ષે પણ સમ્યગ્દર્શન થતું નથી. તો સમ્યગ્દર્શન કેમ થાય? તો કહે છે-હું એક જ્ઞાયક જ છું એમ અભેદની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે અને તે ધર્મનું પ્રથમ સોપાન છે. (૯-૩૬૨). (૬૧૬) ભાઈ ! સમકિત વિના તારાં સઘળાં વ્રત, તપ જૂઠા છે; ભગવાને એને બાળવ્રત ને બાળતપ કહ્યાં છે. ભાઈ ! વ્રત, તપ આદિમાં અને ભેદ-વ્યવહારમાં તું રોકાઈ રહે એથી તને કાંઈ લાભ નથી. આ રીતે અહીં એમ બતાવ્યું કે - ૧. આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે-એ વ્યવહાર કથન છે; ૨. આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધ છે એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ૩. દર્શક દર્શક જ છે- એ નિશ્ચય છે. પોતે અભેદ એકરૂપી દ્રષ્ટાસ્વભાવી ભગવાન છે તેની દષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સિવાય પર-નિમિત્તથી, રાગથી કે ભેદ-વ્યવહારથી કાંઈ સાધ્ય નથી. (૯-૩૬૩) (૬૧૭) અહાહા..! આત્મા આખી વસ્તુ જે છે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય એમ ત્રિ-સર્વસ્વરૂપ છે. તેમાં ઉત્પાદ-વ્યયરૂપ છે તે પર્યાય છે, અને ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તે દ્રવ્ય છે. આ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. અંશ છે ને? એક સમયની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) ૨૨૧ પર્યાય તે અંશ છે, ને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પણ અંશ છે; પણ ધ્રુવ દ્રવ્ય છે તે પૂર્ણ છે, શુદ્ધ એકરૂપ છે. અહા! આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ચૈતન્ય-સામાન્ય ધ્રુવ એક જ્ઞાયકભાવરૂપ-તે જેણે દષ્ટિમાં સ્થાપ્યું છે તે સમ્યગ્દષ્ટિ છે. અહાહા...! અંદર વસ્તુ અનંત-અનંત ગુણસ્વરૂપ શુદ્ધ ચૈતન્યચમત્કાર છે તેના નિરૂપણમાં અર્થાત્ અનુભવમાં જેણે બુદ્ધિને સ્થાપી છે અને જે શુદ્ધ તત્ત્વને અનુભવે છે તે સમ્યગ્દષ્ટિ પુરુષને, અહીં કહે છે, એક દ્રવ્યની અંદર કોઈ પણ દ્રવ્ય રહેલું બીલકુલ ભાસતું નથી. આ ચોથા ગુણસ્થાનની વાત હો; પાંચમે શ્રાવકની ને છઠ્ઠે સાતમે મુનિની તો કોઈ ઓર અલૌકિક દશા હોય છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ જ્ઞાનાનંદ પ્રભુ સદા અંદર એકપણે બિરાજમાન છે. અહાહા...! એનો જેને અનુભવ થયો તેને પર્યાયમાં આનંદની ભરતી આવે છે. સમુદ્રમાં જેમ પાણીની ભરતી આવે છે ને? તેમ સમ્યગ્દષ્ટિ ધર્માત્માને પોતાના પૂરણસ્વરૂપની દષ્ટિ થતાં પર્યાયમાં આનંદ અને શાંતિની ભરતી આવે છે. અહા! આવા ધર્મ પુરુષને, અહીં કહે છે, એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બીલકુલ ભાસતું નથી. શું કીધું? શુદ્ધ આત્મદ્રવ્યમાં આ શરીર, મન, વાણી, પૈસા, કર્મ ને પુણ્ય-પાપના ભાવ રહેલા છે એમ જ્ઞાની ધર્મી પુરુષને કદાપિ ભાસતું નથી. આ એક આંગળીમાં જેમ બીજી આંગળી રહેલી ભાસતી નથી તેમ જ્ઞાનીને એક વસ્તુમાં બીજી વસ્તુ ભાસતી નથી; કેમકે એક વસ્તુમાં બીજી વસ્તુનો ત્રિકાળ અભાવ છે. (૯-૩૯૨ ) (૬૧૮ ) અહાહા...! અબદ્વત્કૃષ્ટ ચિદાનંદઘન પ્રભુ અંદર છે તે સમ્યગ્દર્શનનો વિષય છે અને તે શુદ્ધનયનો વિષય છે. નિયમસારમાં સંત-મુનિવર પદ્મપ્રભમલધારિદેવ કહે છે-પૂર્ણાનંદનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ-તેને અનુભવવો તે અમારો વિષય છે. જ્ઞાન છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાને જાણે, પણ દષ્ટિનો વિષય તો શુદ્ધ, એક, ધ્રુવ, નિર્વિકલ્પ વસ્તુ છે, જેમાં પર્યાયનો પણ અભાવ છે. શું કીધું? જે પર્યાય ધ્રુવને વિષય કરે છે તે પર્યાયનો ધ્રુવમાં ત્રિકાળી પ્રભુમાં અભાવ છે. (૧૦–૨૬) ( ૬૧૯ ) અહા ! દૃષ્ટિનો વિષય જેમાં રાગ નહિ, ભેદ નહિ, નિમિત્ત નહિ, અપૂર્ણતા નહિ અને એક સમયની પર્યાય પણ નહિ એવી ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદમય વસ્તુ છે. અહાહા..! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ એક જ સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય સમ્યગ્દર્શન નથી, પર્યાય નથી; ત્રિકાળી ધ્રુવ એકરૂપ ચૈતન્યવસ્તુ એ સમ્યગ્દર્શનનો વિષય છે. અહા! જેમાં ધ્રુવની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધ્રુવમાં નથી અને ધ્રુવ એમાં ગયું નથી. બહુ ઝીણી વાત! ધ્રુવ તો જેમ છે તેમ સદા એકરૂપ જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ અધ્યાત્મ વૈભવ ભલે પર્યાયમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ તીવ્ર હોય, છતાં ધ્રુવ દ્રવ્ય જે છે તે તો એવું ને એવું એકરૂપ શુદ્ધ છે. તથા આત્માનું જ્ઞાન-દર્શન અને રમણતા થતાં પણ ધ્રુવ દ્રવ્ય તો એવું ને એવું જ છે. કેવળજ્ઞાન પ્રગટે ને સિદ્ધપદ પ્રગટે ત્યાં પણ અંદર દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યરૂપ એવું ને એવું છે. અહા ! આવું ચૈતન્ય-ચમત્કારી દ્રવ્ય અંદર છે તે શુદ્ધનયનો વિષય છે. (૧૦-૨૭) (૬૨૦) અહાહા...! ત્રિકાળી દ્રવ્ય ચમત્કારી ને તેની એકેક પર્યાય પણ ચમત્કારી છે. કેવળજ્ઞાનની એક સમયની એક પર્યાય એકેક દ્રવ્યને, તેના એકેક ગુણને, તેની એકેક પર્યાયને, તેના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને, નિમિત્તને, રાગ-દરેકને એક સમયમાં ભિન્ન ભિન્નપણે જાણે છે. અહા ! આવો જેની પર્યાયનો ચમત્કાર છે એવો અનંત શક્તિ સંપન્ન ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા છે. આમાં ચૈતન્યની મુખ્યતા લીધી છે, પણ ચૈતન્ય સાથે જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા, પ્રકાશ, કર્તા, કર્મ, કરણ ઇત્યાદિ અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. અહાહા..! અનંત શક્તિઓનું અભેદ એક દળ એવું આત્મદ્રવ્ય તે દષ્ટિનો વિષય છે. (૧૦-૨૭) (૬૨૧) આ જગતમાં અનંત આત્માઓ છે; તેનાથી અનંતગુણા પુદ્ગલ-પરમાણુ છે, તેનાથી અનંતગુણાના ત્રણકાળના સમયો છે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે, તેનાથી અનંતગુણા એક જીવદ્રવ્યના ગુણો છે. આવો અનંતશક્તિવાળો ભગવાન આત્મા ચૈતન્યચમત્કાર વસ્તુ છે. અહાહા....! જેમાં રાગ નહિ, ભંગ-ભેદ-નહિ, અલ્પજ્ઞતા નહિ એવો ચૈતન્ય ચમત્કાર, આનંદ-ચમત્કાર, શાંતિચમત્કાર, પ્રભુતાચમત્કાર, વીર્યચમત્કાર, -એમ અનંત અનંત શક્તિઓના ચમત્કારરૂપ ભગવાન આત્મા છે. તે નિત્ય છે, જેને આદિ નથી, અંત નથી એવી અનાદિ અનંત શુદ્ધ શાશ્વત વસ્તુ છે. શક્તિ અનંત છે છતાં વસ્તુ અંદર અભેદ એકરૂપ છે. અહા! આવી અનંતગુણમંડિત, અભેદ, એક શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા દષ્ટિનો વિષય છે તેના આશ્રયથી ધર્મનું પ્રથમ સોપાન એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. (૧૦-૨૮) (૬૨૨) અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રણલોકનો નાથ છે. એની એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય છે. અહાહા...! એની એક સમયની પર્યાય સ્વ-પર સહિત અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયને-પૂરા લોકાલોકને જાણે એવા સામર્થ્યવાળી છે. હવે આવા સામર્થ્યવાળી પોતાની પર્યાયની જેને ખબર નથી તે પર્યાયવાન નિજદ્રવ્યના અનંતા સામર્થ્યને શું જાણે? અહા ! એક સમયની વર્તમાન પર્યાય પાછળ અંદર બેદસ્વભાવભરેલું ત્રિકાળી સત્ત્વ પડ્યું છે, તે ત્રિકાળી સને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૩ સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય). જેણે અંતર્દષ્ટિ કરી જાયું તેને દ્રવ્યદષ્ટિ થઈ છે. તેને મિથ્યાત્વ-ભ્રમણા નથી, તે સમ્યગ્દષ્ટિ છે. (૧૦-૧૬૯) (૬ર૩) -દર્શનશુદ્ધિ શું ચીજ છે બાપુ! તને ખબર નથી. જેમાં આત્માના અંતરંગ સ્વરૂપની ઓળખાણ-પહેચાન થતાં અનંતગુણોની અંશે વ્યક્તતા થઈ નિરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રત્યક્ષ આવે તેનું નામ દર્શનશુદ્ધિ છે. શુદ્ધિવંત-દષ્ટિવંત પુરુષો ભગવાનનાં દર્શન આદિ રોજ નિયમથી કરે એ જુદી વાત છે. પણ એ કાંઈ દર્શનશુદ્ધિ નથી. જેમાં મોક્ષસુખનો નમૂનો અંશે અનુભવાય અને હું પૂરણ વિજ્ઞાનઘનસ્વભાવમય આત્મા છું એવી પ્રતીતિ જાગ્રત થાય એ દર્શનશુદ્ધિ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! (૧૦-૨૦૧) (૬૨૪) અહો! આત્મા અલૌકિક અદ્દભુત ચમત્કારી વસ્તુ છે. ઓહો! અનંતગુણમય બેહદ સ્વભાવથી ભરેલો ભગવાન –આત્મા–તેની પ્રતીતિ કરવા માટે વિકલ્પ કામ ન આવે, કેમકે વિકલ્પ હદવાળી મર્યાદિત ચીજ છે; તેની પ્રતીતિ કરનારી પર્યાય બેહદ ચીજ છે. શું કીધું? અચિન્ય બેહદ જેનો સ્વભાવ છે એવા ભગવાન આત્માની પ્રતીતિ કરનારી પર્યાય કે જેને સમ્યગ્દર્શન કહીએ તે અચિન્ય બેહદ શક્તિવંત છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી ધ્રુવદ્રવ્ય એક સમયની પર્યાયમાં આવી જાય (-પર્યાયરૂપ થઈ જાય) એમ નહિ, પણ એની પ્રતીતિ પર્યાયમાં આવી જાય છે. અહો ! તે પર્યાય (સમ્યગ્દર્શન) બેહદ ચીજ છે. અષ્ટપાહુડમાં ચારિત્રને અક્ષય-અમેય કહેલ છે. અહાહા....! અંદરમાં બેહદ સ્વભાવી ચીજ–તેની પ્રતીતિ કરવા જાય તે પ્રતીતિમય પર્યાયની કાંઈ હદ છે? બાપુ! ત્યાં વિકલ્પ કામ ન કરે. અહાહા...! અનંત અનંત સ્વભાવથી ભરેલો ચૈતન્ય-ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવા જાય ત્યાં અનંત સ્વભાવનું પરિણમન થઈને જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહો ! તે નિર્વિકલ્પ પ્રતીતિની બેહદ શક્તિ છે તેવી એક સમયની જ્ઞાનપર્યાય, રમણતાની પર્યાય, આનંદની પર્યાય-એમ પ્રત્યેક ગુણની પર્યાયની બેહદ તાકાત છે. (૧૦-૨૨૦) (૬૨૫) ‘તત્ત્વાર્થ શ્રદ્ધનમ્ સચવર્ણનમ્' એમ સૂત્ર છે ને! એનો અર્થ શું? એનો અર્થ એ કે -તત્ત્વ નામ ભાવસહિત અર્થ નામ ભાવવાના પદાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. દ્રવ્યગુણ-પર્યાય તે અર્થ છે. તત્ત્વ નામ તેનો સ્વભાવ શું છે તે જાણીને (પદાર્થનું) શ્રદ્ધાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું તત્ત્વ જાણી, તત્ત્વ સહિત અર્થનું શ્રદ્ધાન-જ્ઞાન કરવું તે સમયગ્દર્શન-જ્ઞાન છે. પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ અધ્યાત્મ વૈભવ સ્વપરને જાણવાના સ્વભાવવાળું જ્ઞાનમાત્રભાવસ્વરૂપ તત્ત્વ છે. પર અને રાગ એના સ્વરૂપમાં નથી. પર અને રાગને પોતાના માનવા એય એનું સ્વરૂપ નથી. (૧૦-૩૦૪ ) (૬૨૬) અહા ! દૃષ્ટિના વિષયભૂત એવો જે એકરૂપ સ્વભાવ-તેની પ્રાપ્તિ–તેનો આશ્રય તો પર્યાયમાં હોય છે. હવે જે વસ્તુના પર્યાયને ને પર્યાયના સ્વભાવને જ એકાંતે સ્વીકારતો નથી એને યથાર્થ દષ્ટિ સમ્યકષ્ટિ કેમ હોય? હોતી નથી, વસ્તુ તો બાપુ! દ્રવ્યપર્યાયરૂપ છે, દ્રવ્યપણે પણ છે. ને પર્યાયપણે પણ છે, દ્રવ્યપણે જે એક છે, તે જ પર્યાયોથી અનેક છે. એકાંતે દ્રવ્યરૂપ-એકરૂપ જ વસ્તુ છે એમ નથી. પરંતુ એકાંતવાદી એકાન્ત એકપણું ગોતીને પર્યાયને છોડી દે છે, ને એ રીતે તે પોતાના સત્ત્વનો જ નાશ કરે છે. સમજાણું કાંઈ.....? વસ્તુના અનંત ધર્મોને યથાવત્ જાણનાર સ્યાદ્વાદી સમ્યક્રદૃષ્ટિ તો, પર્યાયમાં અનેકને જાણવાપણું ભલે હો, હું તો નિત્ય ઉદયમાન અખંડ એકદ્રવ્યાપણાને લીધે એક છું. પર્યાયમાં અનેકને જાણવાપણું છે એય મારો સ્વભાવ છે. પણ તેથી સદાય પ્રકાશમાન એકરૂપ દ્રવ્યસ્વભાવને શું છે? એ તો એક અખંડિત જ છે. અહા! આમ શયોના ભેદોથી જ્ઞાનમાંવસ્તુમાં ભેદ-ખંડ પડી ગયો એવા ભ્રમનો નાશ કરતો થકો, અનકપણાને ગૌણ કરતો, તે નિબંધપણે એક જ્ઞાયકસ્વરૂપને દેખે છે અનુભવે છે. લ્યો, આનું નામ ધર્મ છે. (૧૦-૪૧૩). (૬ર૭) છએ દ્રવ્યમાં કાળલબ્ધિ છે. દ્રવ્યની પ્રત્યેક પર્યાય અકાળે પ્રગટ થાય તેનું નામ કાળલબ્ધિ છે, તે એની જન્મક્ષણ છે. પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થાય એવો જ જ્ઞયનો સ્વભાવ છે. શ્રી જયસેનાચાર્યદવે પ્રવચનસારના યાધિકારને સમ્યગ્દર્શનનો અધિકાર કહ્યો છે. જ્ઞયનો સ્વભાવ જ એવો છે કે જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય; તે તેની જન્મક્ષણ છે એમ સમ્યગ્દષ્ટિ પ્રતીતિ કરે છે. સમ્યગ્દર્શનનો વિષય ભલે અભેદ એક જ્ઞાયક છે, પણ જ્ઞાનપ્રધાન શૈલીથી જ્ઞાન અને શેય–બન્નેથી યથાર્થ પ્રતીતિને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે છે. એકલા દ્રવ્યની અભેદ દષ્ટિ તે સમ્યગ્દર્શન એ દર્શનપ્રધાન કથન છે. જ્યારે પ્રવચનસારમાં ગાથા ૨૪૨માં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે. ત્યાં કહ્યું છે-“યતત્ત્વ અને જ્ઞાનતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શનપર્યાય છે; જ્ઞયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે તે જ્ઞાયપર્યાય છે; ય અને જ્ઞાતાની જે ક્રિયાન્તરથી નિવૃત્તિ તેના વડે રચાતી દરજ્ઞાતૃતત્ત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે ચારિત્રપર્યાય છે.” જુઓ, અહીં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગદર્શનની વ્યાખ્યા છે, દષ્ટિપ્રધાન કથનમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) ૨૨૫ એકલા અભેદની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રરચિત આત્મસિદ્ધિમાં “અનુભવ, લક્ષ, પ્રતીત' –એમ શબ્દો આવે છે. ત્યાં અનુભવ તે ચારિત્રપર્યાય, લક્ષ તે જ્ઞાનની પર્યાય ને પ્રતીત તે શ્રદ્ધાની પર્યાય છે. પ્રવચનસારમાં અનુભવને જ્ઞાનપર્યાય કહી છે, તથા શુભરાગની ક્રિયાથી નિવૃત્તિ અને જાણનાર-દેખનાર સ્વભાવમાં રમણતાને ચારિત્રની પર્યાય કહી છે. નગ્નદશા અને પંચ-મહાવ્રતની ક્રિયા એ કાંઈ વાસ્તવિક ચારિત્ર નથી. પ્રશ્ન- તો સમ્યગ્દર્શન બે પ્રકારનું છે? ઉત્તર- ના, સમ્યગ્દર્શન બે પ્રકારે નથી, સમ્યગદર્શન તો એકલી નિર્વિકલ્પ પ્રતીતિરૂપ એક જ પ્રકારનું છે, તેનું કથન બે પ્રકારે છે-એક દર્શનપ્રધાન અને બીજાં જ્ઞાનપ્રધાન. પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન નિરૂપણ છે, સમયસારમાં દર્શનપ્રધાન નિરૂપણ છે. (૧૧-પ૬) (૬૨૮) -પશુને પણ જ્ઞાનમાં બધો ખ્યાલ આવી જાય છે. હું જ્ઞાનાનંદસ્વરૂપ છું, રાગ થાય છે તે દુઃખ છે-આમ જ્ઞાન અને રાગ વચ્ચેનું ભેદજ્ઞાન પશુને થાય છે; નામ ભલે ન આવડે, પણ તત્ત્વોનું જ્ઞાન-શ્રદ્ધાન એને બરાબર થાય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આનો ખુલાસો કીધો છે. ત્યાં કહ્યું છે કે-તિર્યંચને નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે, પણ તેનું ભાવભાસન તેને યથાર્થ છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ નિશ્ચય કરી, નિમિત્ત, રાગ ને પર્યાયનો આશ્રય છોડી, ત્રિકાળી નિજ જ્ઞાયકભાવનો આશ્રય કરતાં અનાકુળ આનંદનો સ્વાદ આવે છે એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. અહા ! આવી ધર્મ-પરિણતિ પશુને પણ થતી હોય છે, તેમાં શાસ્ત્ર ભણવાની અટક નથી. (૧૧-૧૫૦) (૬૨૯) અહા ! ધર્મીને સમ્યગ્દર્શન સાથે જ્ઞાનની-સમ્યજ્ઞાનની દશા થઈ છે. તે જ્ઞાનમાં એમ જાણે છે કે-મારી પર્યાયમાં વિકાર છે. અને પરિણમન અપેક્ષા તેનો હું કર્તા છું. પરંતુ દષ્ટિ વિકારને પોતાના સ્વરૂપમાં સ્વીકારતી નથી. તેથી દષ્ટિની પ્રધાનતામાં હું તો વિકારથી શૂન્ય છું' - એમ જ્ઞાની અનુભવે છે. અહીં સમયસારમાં દષ્ટિની પ્રધાનતા છે. દષ્ટિની પ્રધાનતામાં વિકાર ગૌણ ગણી, નથી–અભાવરૂપ છે એમ કથન હોય છે. જ્યારે જ્ઞાન તો ક્રમમાં જે કિંચિત રાગ છે તેને પોતાના અપરાધરૂપ જાણે છે. દ્રવ્ય સ્વભાવ છે તે અશુદ્ધ અવસ્થાથી શૂન્ય છે, સર્વ ગુણની પર્યાયો પણ અશુદ્ધતાથી શૂન્ય છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્ય ગુણો અશુદ્ધ થતા નથી, અમુક ગુણના પર્યાય અશુદ્ધ થાય છે. સામાન્ય ગુણોમાં એક પ્રદેશત્વ ગુણની પર્યાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬ અધ્યાત્મ વૈભવ (સંસાર દશામાં ) મલિન થાય છે. અગાઉ વાત કરી હતી કે અમુક ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે, બધા અનંત ગુણ કાંઈ અશુદ્ધરૂપે થતા નથી. અમુક દર્શન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે, પણ આ તો જ્ઞાન કરવા માટે છે, મતલબ કે જ્ઞાની એને જાણે છે બસ. (તદ્રુપ થતો નથી ) દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિમાં તો પ્રદેશત્વ ને જ્ઞાન આદિ ગુણની અશુદ્ધતાની દશાનો અભાવ જ છે. ( ૧૧–૧૬૦) (૬૩૦) જેને દ્રવ્યદૃષ્ટિ અંદ૨ ખીલી ગઈ તેને પછી પડવાની-ખસવાની વાત જ નથી. જો દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્યદૃષ્ટિનો પડે; પણ દ્રવ્ય, વસ્તુ જે એક જ્ઞાયકસ્વભાવ છે તે તો અનંતશક્તિનો પિંડ પ્રભુ ત્રિકાળ વિધમાન છે. આવા દ્રવ્યની પ્રતીતિ થઈ, ને જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થયું પછી એ જ્ઞાન પડી-છૂટી જાય એવી દ્રવ્યમાં તો કોઈ શક્તિ નથી અર્થાત્ દ્રવ્ય-ગુણમાં એવું કોઈ કારણ નથી. -નિશ્ચયથી સંસાર જે ઉદયભાવ છે તેનો ધર્મીની પર્યાયમાં અભાવ છે. આવાં દ્રવ્યગુણ-પર્યાયની પ્રતીતિ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. આ જ્ઞાનપ્રધાન શૈલીથી કથન છે. શેય અને જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે; -આ જ્ઞાનપ્રધાનવ્યાખ્યા થઈ. એક ભૂતાર્થની શ્રદ્ધા તે સમયગ્દર્શન છે-આ દર્શનપ્રધાન વ્યાખ્યા છે. (૧૧–૧૭૩) (૬૩૧ ) શક્તિ એટલે ગુણ. એકેક ગુણ-એમ અનંત ગુણ દ્રવ્યના આશ્રયે રહેલા છે. ત્યાં આ ગુણ ને આ ગુણી-એવા ભેદની દૃષ્ટિ છોડીને ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્યની દૃષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. અહા ! ત્રિકાળી એક દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરતાં દ્રવ્ય નિર્મળપણે પરિણમી જાય છે ને તેમાં ગુણનું પરિણમન ભેગું જ સમાય છે, ગુણનું કાંઈ જુદું પરિણમન થાય છે એમ નથી. આમાં ન્યાય સમજાય છે? ધ્યાન દઈને સમજવું પ્રભુ! શક્તિનું એકરૂપ તે દ્રવ્ય છે. દ્રવ્ય પરિણમતાં ભેગા ગુણો પરિણમે છે, આમાં ૨હસ્ય છે. ગુણ ઉ૫૨ દૃષ્ટિ દેવાથી ગુણનું પરિણમન થતું નથી, પણ ગુણનો આશ્રય જે એક દ્રવ્ય છે તે દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ દેવાથી દ્રવ્યનું પરિણમન થાય છે, ને તેમાં ભેગું ગુણનું પરિણમન સમાઈ જાય છે, દ્રવ્યથી અલગ ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, અર્થાત્ દ્રવ્ય (નિર્મળ ) ન પરિણમે અને ગુણ પરિણમી જાય એમ બનતું નથી. ગુણભેદની દ્રષ્ટિ કરવાથી ગુણનું પરિણમન સિદ્ધ થતું નથી. ગુણના લક્ષ ગુણ (નિર્મળ ) પરિણમતો નથી, ભેદના લક્ષે તો રાગ જ થાય છે. પ્રવચનસારમાં ‘જ્ઞાનનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) ૨૨૭ આશ્રય' એમ વાત આવે છે, પણ ત્યાં ‘જ્ઞાન' શબ્દે અભેદ એકરૂપ આત્મા' એમ અર્થ છે. ભાઈ, આ તો ધીરજથી સમજવાની અંતરની વાતુ છે. 6 , . ‘ ચિદ્વિલાસ ' માં પરિણમનશક્તિનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે-આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઊઠે છે ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થસૂત્રમાં) દીધી છે કે વ્યાશ્રયા નિર્મુના ગુજ: ' એટલે કે દ્રવ્યના આશ્રર્ય ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. વળી ત્યાં જ ‘મુળપર્યયવત્ દ્રવ્યમ્' ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે એમ પણ કહ્યું છે પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, પણ ગુણ ન કહ્યો. મતલબ દ્રવ્યની પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઊઠે છે. ગુણમાંથી નહિ. શક્તિ-ગુણ એ તો દ્રવ્યની ત્રિકાળી વિશેષતા છે, ને તે વિશેષતારૂપ દ્રવ્ય પરિણમી જાય છે. કાંઈ વિશેષતા-ગુણ સ્વતંત્ર પરિણમે છે એમ નથી. દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. તેથી દ્રવ્ય પરિણમતાં શક્તિ પરિણમી એમ કહેવામાં આવે છે. મતલબ કે અભેદ એક ત્રિકાળી શુદ્ઘ દ્રવ્યની દૃષ્ટિ કરવાથી દ્રવ્યની સન્મુખ થઈ પરિણમવાથી આખું દ્રવ્ય નિર્મળ પરિણમે છે. ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, પણ દ્રવ્યની પરિણિત ભેગી ગુણની પિરણિત ઊઠે છે. આમ-આ રીતે ગુણ-ગુણીના ભેદની દૃષ્ટિ છોડવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. ભાઈ! તારા ચૈતન્યનિધાનમાં અનંતા ગુણનિધાન ભર્યા છે. તેને જાણી અનંતગુણનિધાન એવા શુદ્ધ ચૈતન્યનિધાનમાં દષ્ટિ કર, તેથી તને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ નિર્મળ નિર્મળ પરિણતિ પ્રગટ થશે. આવો મારગ અને આ ધર્મ છે, બાકી બધું થોથેથોથા છે. ( ૧૧–૧૮૦) (૬૩૨ ) અહાહા...! શું કહે છે? કે સદાય અસ્ખલિત-અચલિત એવો-ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે. તેને નિષ્કપ ગ્રહણ કરવાથી અર્થાત્ નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિમાં પકડવાથી-જાણવાથી મુમુક્ષુઓને-કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય તેમને–તત્કાલ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જુઓ આ ઉપાયની પ્રાપ્તિની રીત! શુદ્ધ આત્માના ગ્રહણ દ્વારા જ સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત થાય છે. (૧૧–૨૩૧ ) (૬૩૩) જાતિસ્મરણથી સમ્યગ્દર્શન પામે, દેવ-ગુરુથી પામે, જિનબિંબના દર્શનથી પામે, ઇત્યાદિ શાસ્ત્રમાં આવે એ તો કોના ઉ૫૨ લક્ષ હતું ને છોડયું તે બતાવનારા કથન છે. બાકી ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાન કરવું-બસ એ જ જન્મ-મરણના અંતનો ઉપાય છે. સાતમી નરકનો નાકી સ્વનો આશ્રય લઈને સમકિત પામે છે. આ સિવાય શું સ્વર્ગમાં કે શું નરકમાં-જ્યાં જાય ત્યાં બધે પોતાની શાંતિને શકનારા અંગારા જ છે. જિનબિંબના દર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મનો ક્ષય કરી સમકિત પામ્યો એમ શાસ્ત્રમાં આવે, પણ એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. જિનબિંબના દર્શન કાળે તેનું લક્ષ છોડી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ અધ્યાત્મ વૈભવ પોતે જે જિનસ્વરૂપ છે તેનું લક્ષ કરે તો સમકિત થાય છે. સ્વદ્રવ્યના આશ્રયે જ સમકિત થાય છે. આ એક જ રીત છે. ભાઈ, તું બીજી રીતે દયા, દાન, વ્રત, તપથી થાય એમ માન પણ એ તો તારી હઠ છે. અરેરે! શું થાય? ભવભ્રમણનો એને થાક લાગ્યો નથી તેથી સંસારથી છૂટવું ગોઠતું નથી. ઘણા દિવસોના કેદીની જેમ તેને ભવભ્રમણ કોઠે પડી ગયું છે, એક ભવમાંથી બીજા ભવમાં જવા તૈયાર છે. પણ તત્ત્વની વાત સમજવા તે તૈયાર નથી; તત્ત્વ એને ગોઠતું નથી. બાકી જુઓને, આશું કહે છે? આહાહા...! અસ્ખલિત-જેના ચૈતન્યનો પ્રવાહ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ એકરૂપ અચલ છે એવા ભગવાન આત્માને નિષ્કપ-નિર્વિકલ્પ જ્ઞાનની દશામાં પકડવાથી તેને તત્ક્ષણ જ અપૂર્વ એવી ભૂમિકાની અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. લ્યો, હવે આ સિવાય બીજી કોઈ વિધિ-રીત નથી. ગુરુની કૃપાથી સમકિત થયું એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે. નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા-પોતે જ છે. જ્યારે પોતે અંતર્મુખ થઈ સમકિત પ્રગટ કરે ત્યારે ગુરુ બહારમાં નિમિત્તરૂપે હોય તો ઉપચારથી ગુરુની કૃપા થઈ એમ કહેવાય છે. સમજાણું કાંઈ ? (૧૧–૨૩૧ ) (૬૩૪ ) અહાહા...! સમ્યગ્દર્શનરૂપી ધર્મની ધજા જેને હસ્તગત કરી છે તેને હવે જગતમાં લૂંટનારાઓ કોઈ નથી. અહાહા...! તે મુમુક્ષુઓ નિજાનંદ-જ્ઞાનાનંદસ્વરૂપમાં મસ્તી કરતા-મોજ કરતા-લહેર મારતા, પોતાથી જ ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા..., અહાહા...! ભાષા તો જુઓ, સાધક ચોથે, પાંચમે, છà વગેરેમાં પોતાના જ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીત પ્રવર્તે છે, વ્યવહારમાં કે નિમિત્તમાં લીન થઈ પ્રવર્તતા નથી. વળી નિષ્કપપણે આત્માને ગ્રહણ કરતાં નિર્મળ રત્નત્રયની–અનાકુળ આનંદની ધારા (પ્રવાહ) જે ક્રમે ક્રમે પ્રગટ થઈ રહી છે તે પોતાથી જ થઈ છે, ને અક્રમે ગુણો રહેલા છે તેય પોતાથી જ રહેલા છે-આ રીતે મુમુક્ષુઓ પોતાથી જ ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા તે અનેક ધર્મની મૂર્તિઓ છે. અહાહા.....! અક્રમે પ્રવર્તતા અનંત ગુણ અને ક્રમે પ્રવર્તતી તેની નિર્મળ નિર્મળ પર્યાયો –તે રૂપ પોતાથી જ થતા તે મુમુક્ષુઓ, કહે છે અનેક ધર્મની મૂર્તિઓ છે. ગજબ વાત છે ભાઈ! અહાહા...! તેઓ સાધકભાવથીનિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ, એટલે કે ઊંચામાં ઊંચી ઉત્કૃષ્ટ દશારૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે; એટલે કે તેઓ સાદિ અનંત એવા સિદ્ધપદને પાત્ર થાય છે; હવે તેમને ફરીને સંસાર હશે નહિ. આવી વાત! (૧૧–૨૩૧ ) (૬૩૫ ) આત્મા વસ્તુએ અભેદ એક છે, તેમાં અનંત ગુણ છે, પણ અનંત ગુણમય વસ્તુ અભેદ એક છે. અહા! આવા આત્માને એક એક નયથી જોતાં આત્મવસ્તુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય ) ૨૨૯ આખી ખંડખંડ થઈ જાય છે. અર્થાત્ પૂર્ણ આત્મવસ્તુ દષ્ટિમાંથી ખોવાઈ જાય છે, જ્ઞાન અને દૃષ્ટિમાં આત્મવસ્તુની પ્રાપ્તિ થતી નથી. અહાહા...! એક એક નયથી જોતાં એક એક નય-ધર્મ ઊપસી આવે છે, તત્સંબંધી વિકલ્પ ઊઠે છે, પણ અખંડ અભેદ વસ્તુ લક્ષમાં આવતી નથી આત્માને ભેદથી જ્યાં દૃષ્ટિમાં લેવા જાય છે ત્યાં ભેદ-વિકલ્પ ઊઠે છે, પણ અભેદ લક્ષમાં આવતો નથી, એટલે દષ્ટિમાં તે ક્ષણે તે ગુમ થઈ જાય છે. અહાહા...! પરથી ને રાગથી આત્માની પ્રાપ્તિ થવાનું તો દૂર રહો, અહીં કહે છે-આત્માને તેના એક એક ગુણથી જોવા જતાં તેની પ્રાપ્તિ થતી નથી. અહાહા...! આવી આત્મવસ્તુ એકાન્ત શાન્ત છે, સર્વથા શાન્ત છે. શાન્ત... શાન્ત... શાન્ત.. શાન્તસ્વરૂપ જ આત્મા છે એમ, કહે છે, અમે અનુભવીએ છીએ. અહાહા...! દૃષ્ટિનો વિષયભૂત આત્મા અખંડ અભેદ છે. એક છે ને એકાન્ત શાન્ત છે; જેમાં વિકલ્પનો કોલાહલ ને કર્મના ઉદયનો લેશ પણ નથી એવો અત્યંત શાંત ભાવમય પ્રભુ આત્મા છે. અહાહા...! અનેકાન્ત સ્વરૂપ ભગવાન આત્મા એકાન્ત શાન્ત ભાવમય છે, પૂર્ણ શાન્ત છે. વળી તે અચળ છે. કર્મના ઉદયથી કદીય ચળે નહિ એવો ત્રિકાળ અચળ છે. અહાહા...! કહે છે–સદાય અચળ છે એવું ચૈતન્યમાત્ર તેજ હું છું. લ્યો, આવા આત્માને દૃષ્ટિમાં લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજાણું કાઈ..? આવો મારગ ભાઈ! આત્મા જિનસ્વરૂપ જ છે. જિન અને જિનવરમાં કાંઈ જ ફેર નથી. (૧૧-૨૪૬) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭. સમ્યજ્ઞાન Tછે - [2 SIC A S Sી. E (૬૩૬) સ્વના આશ્રયે થાય તે સમ્યજ્ઞાન છે. પર્યાય પરની હો કે સ્વની હો, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઊઠે છે. અનંત ગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. ભાઈ ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવનો માર્ગ એટલે શુદ્ધ-જીવનો માર્ગ કોઈ અલૌકિક છે! છ દ્રવ્યો એટલે સંસારી જીવો, અને બીજાં પાંચ દ્રવ્યો; એનું ગમે તેટલું વિશાળ જ્ઞાન થાય તોપણ સુખ ન થાય. જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવસ્વભાવ ભગવાન કેવળીએ જોયો અને જાણો તેને લક્ષમાં લેતાં-ઉપાદેય કરતાં પર્યાયમાં જ્ઞાન સમ્યક થાય અને સાથે આનંદ પ્રકટ થાય. એને શુદ્ધ આત્મા જાણ્યો અને માન્યો કહેવાય. (૧-૯) (૬૩૭). સંસારી જીવ શુદ્ધ જીવનું (પરઅતાદિનું) લક્ષ કરે છે માટે સમ્યજ્ઞાન છે એમ નથી. શુદ્ધ પોતે ત્રિકાળીધ્રુવ છે તેને પર્યાયમાં સ્વીકારે ત્યારે સાચું જ્ઞાન અને સાચું સુખ થાય; ત્યારે તેને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને શાંતિ થાય. (૧–૧૦) (૬૩૮) જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે અને પોતાથી પોતાને ન જાણે એ વાત ખોટી છે. જ્ઞાન જ્ઞાનથી જ જાણે છે અને જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે. આ રીતે જ્ઞાન અન્ય જ્ઞાનથી જ જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું એવું માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. જ્ઞાન પોતે પોતાને ન જાણે અને પરને જાણે એમ કેમ બની શકે ? કદીય ન બની શકે. ખરેખર તો જ્ઞાનની પર્યાય રૂ. તરફ ઢળી એટલે જ્ઞાન પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ગઈ. તે સ્વાનુભૂતિની દશામાં જે જ્ઞાન થયું તે જ્ઞાન-જ્ઞાનને (જ્ઞાયકને) જાણે, સાથે અન્યને પણ જાણે. દ્રવ્યમાં-સ્વ-પરને જાણવાની શક્તિ છે, તે જાણવાનું કાર્ય તો પ્રગટ પર્યાયમાં જ થાય છે. (૧-૧૪). (૬૩૯) અહાહા..! જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં અનંત અનંત સિદ્ધોનો સત્કાર કરે છે. અનંતજ્ઞાનને પ્રાપ્ત પરમાત્માને એક સમયમાં (પર્યાયમાં) સ્થાપન કરે છે. જેણે અનંત સિદ્ધો અને કેવળીઓને મતિજ્ઞાનની પર્યાયમાં સ્વીકાર્યા એની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્સયજ્ઞાન ૨૩૧ પર્યાય રૂદ્રવ્ય તરફ ઢળી જશે. પર્યાયમાં આટલું જોર આવે-અનંત સિદ્ધ અને કેવળીઓને સ્થાપ-ત્યાં લક્ષ દ્રવ્ય તરફ જતું રહે છે. આ એનો લાભ છે. (૧-૩૩) (૬૪૦) અહો ! જ્ઞાન એને કહીએ જે પૂર્વાપર વિરોધ રહિત વસ્તુને સિદ્ધ કરે. આગળ-પાછળ વિરોધ આવે તેને જ્ઞાન ન કહેવાય. (૧-૫૦) (૬૪૧) જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકદેવ-જે ચૈતન્યના નૂરના તેજનું પૂર એવા આત્માનું જ્ઞાન કરવું. અહીં જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ શુદ્ધજીવવસ્તુનું જ્ઞાન થવું એને જ્ઞાન કરવું એમ કહ્યું છે. પર્યાયમાં ત્રિકાળી આત્માનું જ્ઞાન થવું એને આત્મજ્ઞાનસમ્યજ્ઞાન કહે છે. (૧-૨૦૭) (૬૪૨) શરીર, મન, વાણી એ તો માટી-જડ-ધૂળ છે. એ કોઈ આત્મા નથી. અંદર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ કર્મ છે એ પણ જડ-ધૂળ છે. વળી દયા, દાન, પૂજા, ભક્તિ વગેરે જે શુભભાવ થાય છે તે પુણ્ય-રાગ છે, તથા હિંસા, જૂઠ, ચોરી, ભોગ, વિષયવાસના એ પાપ-રાગ છે. આ પુણ્ય-પાપના રાગથી ભિન્ન અંદર જે ત્રિકાળ ધ્રુવ આત્મવસ્તુ ચૈતન્યરૂપ છે અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં લક્ષમાં લેવી અને જ્ઞાન (સમ્યજ્ઞાન) કહેવામાં આવે છે. નિયમસારમાં ગાથા ત્રણમાં આવે છે કે- “પદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાં ઉપાદેય એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. ' પરિજ્ઞાન કહેતાં સમસ્ત પ્રકારે જ્ઞાન થવું-જેવો આત્મા પૂર્ણ - પરિપૂર્ણ છે એવું જ્ઞાન થવું એનું નામ સમ્યજ્ઞાન છે. શાસ્ત્રનું ભણતર-જ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી. જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે પ્રમાણાદિની કોઈ આવશ્યક્તા નથી. પછી પ્રમાણ, નય, નિક્ષેપથી વસ્તુસ્વરૂપ સિદ્ધ કરવાનું રહેતું નથી. અનુભવમાં આવી ગયું કે આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એટલે એનાં સમ્યજ્ઞાન અને પ્રતીતિ થઈ ગયાં. હવે એ પૂર્ણસ્વરૂપમાં સ્થિરતા કરવાનું જ બાકી છે. (૧-૨૦૮) (૬૪૩) જ્ઞાનપર્યાય જ્યાંસુધી પર અને રાગ તરફ ઝૂકે છે ત્યાં સુધી દ્રવ્યનું જ્ઞાન નથી. ત્યાં સુધી પરનું અને રાગનું જ્ઞાન છે. પરંતુ તે પર તરફનો ઝુકાવ છોડીને દ્રવ્ય સન્મુખ થઈ તેના આશ્રયે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં આખા દ્રવ્યનું-પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. આત્મા જેવો પૂર્ણ છે તેવું પર્યાયમાં એનું જ્ઞાન થવું તે પરિજ્ઞાન-પરિપૂર્ણ આત્માનું જ્ઞાન છે. એને આત્મજ્ઞાન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. એકલા શાસ્ત્રનું, રાગનું, પર્યાયનું કે ગુણભેદનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. (એ તો અજ્ઞાન છે ). (૧-૨૩૬) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨ અધ્યાત્મ વૈભવ (૬૪૪) શ્રુતજ્ઞાન વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને પરોક્ષ જણાવે છે. જેવી રીતે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આત્માને પ્રત્યક્ષ દેખે છે એમ શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. શાસ્ત્રોમાં બે અપેક્ષાએ શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું છે. (૧) અનુભૂતિમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ રીતે સ્વાદના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે. (૨) શ્રુતજ્ઞાન વડ જ્ઞાયકને જાણતાં એમાં રાગ કે નિમિત્તની અપેક્ષા આવતી નથી એ અપેક્ષા વિના અને જાણે છે.) શુદ્ધનયનો વિષય જે પૂર્ણ આત્મા અને શ્રુતજ્ઞાન સર્વજ્ઞના આગમ અનુસાર પૂર્ણ જાણે છે. શ્રુતજ્ઞાનમાં પૂર્ણને પ્રત્યક્ષ કરીને દેખે એમ હોતું નથી. આમ શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. તેમ નય પણ વસ્તુને પરોક્ષ જ જણાવે છે. શ્રુતજ્ઞાન પરોક્ષ છે. તો નય પણ પરોક્ષ જ છે. (૧-૨૪૭) (૬૪૫) જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન તે ગુણ અને આત્મા ગુણી એવા બેની અભેદદષ્ટિમાં આવતું સર્વ પરદ્રવ્યોથી રહિત અબદ્ધસ્કૃષ્ટ, પોતાની પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ અર્થાત્ વૃદ્ધિહાનિથી રહિત પોતાના ગુણોમાં એકરૂપ અભેદ તથા પરનિમિત્તના લક્ષે ઉત્પન્ન થયેલ પુણ્ય-પાપ, સુખ-દુઃખની કલ્પનાથી રહિત જે નિજસ્વરૂપ તેનો અનુભવ એ જ્ઞાનનો અનુભવ છે અને એ સમ્યજ્ઞાન છે, જૈનધર્મ છે. જૈનશાસ્ત્રો વાંચે, સાંભળે અને એની ધારણા કરી રાખે એ કાંઈ સમ્યજ્ઞાન નથી. જિનવાણી તો બાજુ પર રહી, અહીં તો જિનવાણી સાંભળતાં જે જ્ઞાન ( વિકલ્પ ) અંદર થાય છે એ સમ્યજ્ઞાન છે એમ નથી. દ્રવ્યશ્રુતનું જ્ઞાન એ તો વિકલ્પ છે. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ રસકંદ છે એને દષ્ટિમાં લઈ એક એનું જ્ઞાનમાત્રનું અનુભવ ન કરવું એ ભાવશ્રુતજ્ઞાન છે, સમ્યજ્ઞાન છે જૈનશાસન છે. નિજ સ્વરૂપનું અનુભવન તે આત્મજ્ઞાન છે. શુદ્ધજ્ઞાનરૂપ સ્વસવેદન, જ્ઞાનનું (ત્રિકાળીનું) સ્વસંવેદન અનુભવન એ ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી. (૧-ર૬૮) (૬૪૬) જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેમ જ્ઞાનીને પરણેયો અને શુભાશુભભાવથી ભિન્ન એક નિજ જ્ઞાયકમાત્રને જ્ઞાનનો જ્ઞાનમાત્ર સ્વાદ આવે છે. એ નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, માટે જ્ઞાનનો સ્વાદ છે એ આત્માનો જ સ્વાદ છે. (૧-ર૬૮) (૬૪૭) જ્યારે આ આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં-એટલે ભગવાન આત્માના જ્ઞાનમાં પુણ્ય-પાપ દયા, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સભ્ય જ્ઞાન ૨૩૩ દાન, વ્રત, આદિ અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિત હોવા છતાં સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું” અર્થાત્ જાણવાની દશા જે અનુભવમાં આવે છે તે જ હું છું અને જ્ઞાનમાં જણાય છે તે દયા, દાન, રાગાદિ વ્યવહાર તે હું નથી એમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨-૩૧). (૬૪૮) આત્મા આખી ચીજ છે. તેનું જ્ઞાન એ આત્મજ્ઞાન કહ્યું છે. આત્મામાં ગુણનું કે પર્યાયનું જ્ઞાન તે આત્મજ્ઞાન એમ નથી. આખો આત્મા એટલે જે ત્રિકાળી ધ્રુવ અખંડ એક પ્રતિભાસમય પૂર્ણસ્વરૂપ તે પર્યાયમાં જણાયો, એનું જે જ્ઞાન થયું તે પર્યાય આત્મજ્ઞાન છે. (૨-૩૨ ) (૬૪૯) જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન દ્વારા જ એ જણાય એવો છે. જ્ઞાન દ્વારા જ આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ (ઉપલબ્ધિ) થઈ શકે છે. જ્ઞાન એટલે સ્વસવેદનશાન, સમ્યજ્ઞાન, એ સમ્યજ્ઞાન વડે આત્મલાભ થઈ શકે છે. પરંતુ ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી છે એમ નહિ જાણવાને લીધે અજ્ઞાનીઓ નપુંસકપણે વિમૂઢ થયા છે. (૩-૮) (૬૫૦). રાગથી ભિન્ન આત્માને અનુભવે નહિ અને રાગ વડે લાભ (ધર્મ) માને તે બહારથી કંચન-કામિનીનો ત્યાગી નિર્વસ્ત્ર દિગંબર અવસ્થાધારી હોય તો પણ તેને સાધુ કેમ કહીએ? રાગથી લાભ માનવો એ તો મિથ્યાદર્શન છે. આ કોઈ વ્યકિત્તવિશેષના અનાદરની વાત નથી પણ વસ્તુની સ્થિતિની વાત છે. અમને ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ છે, અમે ઘણી શાસ્ત્રસભાઓ સંબોધી છે તેથી અમને આત્મજ્ઞાન છે એમ કોઈ કહે તો તે યથાર્થ નથી. એ તો બધી રાગની-વિકલ્પની વાતો છે. વસ્તુ આત્મા તો શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી પાર નિર્વિકલ્પ છે. આવા નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમય આત્માની દષ્ટિ કરી તેનો અનુભવ કરવો તે આત્મદર્શન અને આત્મજ્ઞાન છે. (૩-૨૫) (૬૫૧) સ્વવસ્તુ, અખંડ, અભેદ એક છે. તેનું જ્ઞાન જેને થાય તેને સાચું જ્ઞાન થાય છે. એ સમ્યજ્ઞાન થાય પર્યાયમાં પણ એ જ્ઞાનનું જ્ઞય ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભગવાન છે. પર્યાય નહિ. પર્યાયને લક્ષ કરી થતું જ્ઞાન યથાર્થ જ્ઞાન નથી. આવી શુદ્ધ તત્ત્વની વાત સમજે નહિ અને અનેક પ્રકારના ક્રિયાકાંડ કરે પણ એ તો બધુ રણમાં પોક મૂકવા જેવું છે. રણમાં પોક મૂકવી એટલે? એટલે એમ કે રણમાં એની પોક કોઈ સાંભળે નહિ અને એની પોક કદી બંધ થાય નહિ. ભાઈ માત્ર ક્રિયાકાંડથી ભવનાં દુઃખ ન મટે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ અધ્યાત્મ વૈભવ સમ્યજ્ઞાનની પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યના સ્વરૂપથી મારું સ્વરૂપ ભિન્ન છે. એકકોર ભગવાન આત્મા જ્ઞાનગોળો અને એકકોર આખું લોકાલોક-બન્ને ભિન્ન ભિન્ન, આ લોકાલોકને એક સમયની પર્યાય જાણે તે પર્યાયનું પોતાનું સામર્થ્ય છે. તે પર્યાય એમ વિચારે છે કે હું જ્ઞાયક છે દ્રવ્યથી ભિન્ન છું. જાણે સાતમું દ્રવ્ય! ક્ષુલ્લક ધર્મદાસજીએ શુદ્ધ દ્રવ્યવસ્તુને સમદ્ દ્રવ્ય કહ્યું છે. છ દ્રવ્યથી હું ભિન્ન છું એમ વિચારનારી પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળે છે વિકલ્પમાં એમ વિચારે છે ત્યાં સુધી સૂક્ષ્મ ભેદનો અંશ છે પણ જ્યાં પર્યાય સ્વદ્રવ્યમાં ઢળે છે. એટલે એ ભેદ પણ છૂટી જાય છે. ભાઈ ! આ તો ગૂઢ ભાવો સાદી ભાષામાં કહેવાય છે. શાસ્ત્રોનું જે જ્ઞાન છે તે પણ છ દ્રવ્યોમાં સમાય છે. કેમકે તે જ્ઞાનના લક્ષે સ્વદ્રવ્યનું લક્ષ થતું નથી. તેનું જ્ઞાન છોડીને દષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેનું લક્ષ કરે ત્યારે જ્ઞાન સમ્યક થાય છે. ભાઈ ! ધર્મ કરવો છે પણ ધર્મ કેમ થાય તેની ખબર વિના તું ધર્મ કેવી રીતે કરીશ? શાસ્ત્રને જાણે, તેની વ્યવહાર શ્રદ્ધા કરે પણ શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થતા વીતરાગી આનંદામૂર્તનો સ્વાદ ન લે તો આત્મજ્ઞાન કેમ થાય? વસ્તુ એકલી અતીન્દ્રિય આનંદમય છે. એ આનંદનો નમૂનો પર્યાયમાં ન આવે ત્યાં સુધી આખી ચીજ આવી છે એવી પ્રતીતિ કેમ થાય? (૩-૭૦) (૬૫૨) ભાઈ ! શું શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થાય છે? ના, વાંચવાથી જ્ઞાન થતું નથી. જે જ્ઞાનની પર્યાય થાય છે એ તો એનો જન્મકાળ છે તેથી થાય છે, શબ્દોથી થતી નથી. તથા એ પરલક્ષી જ્ઞાન કાંઈ સમ્યજ્ઞાન નથી. સમ્યજ્ઞાન તો જ્ઞાનલક્ષણે કરીને જ્ઞાયકને અનુભવતાં જે જ્ઞાન થાય તે છે. જેવું સ્વરૂપ જ્ઞાનનું છે તેનો નમૂનો પ્રગટે તે સમ્યજ્ઞાન છે. અહા ! આત્મા તો વિજ્ઞાનઘન છે. એમાં કોઈનો પ્રવેશ નથી. આ લોઢાનું ટાંકણું છે ને, એની અંદર પણ અવકાશ છે. લોઢું છે છતાં એમાં થોડો અવકાશ-આકાશના પ્રદેશો છે. તદ્દન લોઢું ધન-એકમેક નથી. જ્યારે આ ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદથી સંપૂર્ણ એકમેક છે. (૩-૨૩૬) (૬૫૩) કહે છે કે સમકિતીની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. ચાહે તિર્યંચ હો કે શરીરથી આઠ વર્ષની બાલિકા હો. પરંતુ જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અભ્યાસથી નિર્મળ સમકિત થયું છે તેની શ્રુતજ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. અહા! એક સમયની પર્યાય આખાય લોકાલોકના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ન જાણે? નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો જીવનો સ્વભાવ છે. માટે જ્ઞાની વિશ્વને જાણે છે એમ કહ્યું છે. શ્રુતજ્ઞાનની પર્યાયનો પણ, ભલે પરોક્ષ જાણે તોપણ, લોકાલોકને જાણવાનો સ્વભાવ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યજ્ઞાન ૨૩૫ (૩-૨૪૬) જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું અંતરમાં વલણ કરી તેનો અભ્યાસ કરતાં રાગથી જ્ઞાન ભિન્ન પડે છે અને ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તેની સાથે થતું જ્ઞાન વિશ્વના નાથને (આત્માને) જાણે છે. તથા જેણે પર્યાયમાં વિશ્વના નાથને જાણ્યો છે તેને પર્યાયને લોકાલોકને જાણવામાં શું મુશ્કેલી પડે? જે જ્ઞાનની પર્યાયમાં “વિશ્વનાથ” આત્મા જણાયો તે પર્યાય વિશ્વને જાણે જ એમાં પ્રશ્ન શું? (એમાં નવાઈ શી?) એમ અહીં કહે છે ભાઈ ! જિનવાણી અમૂલ્યવાણી છે અને તેનો રસ મીઠો છે. પણ એ તો જેને વાણીનું ભાન થાય એને માટે છે. -આમ એક આશય છે. (૬૫૪) જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામ, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય તે વિજ્ઞાન છે અને તે મોક્ષમાર્ગ છે. આગળ જઈને તેનું ફળ કેવળ જ્ઞાન આવશે. પરંતુ સ્વભાવમાં ઠર્યો જ નથી, આસ્રવથી-શુભાશુભભાવથી ભેદજ્ઞાન કર્યું જ નથી તેનું બધું જ્ઞાન અજ્ઞાન છે. પરલક્ષી શાસ્ત્રનો ઉઘાડ, પાંચ સમિતિ, ત્રણ ગુતિ ઇત્યાદિનું જ્ઞાન ભેદજ્ઞાનના અભાવમાં અજ્ઞાન છે. વિજ્ઞાન નથી. માટે શુભાશુભભાવથી ભિન્ન નિજ જ્ઞાતાદ્રષ્ટા સ્વરૂપ વસ્તુનું લક્ષ કરી એમાં જ ઠરતાં આત્માનો વિજ્ઞાનઘનસ્વભાવ પ્રગટ થાય છે અને ત્યારે તેને કર્તાકર્મની પ્રવૃત્તિ મટે છે. (૪–૯૧) (૬૫૫) ભાઈ ! બહારની ધમાધમ એ માર્ગ નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા તસ્વભાવ જે જ્ઞાયકભાવ તે કર્તા અને તેની નિર્મળ પર્યાય તે એનું કાર્ય છે, પરંતુ અતસ્વભાવ જે વિભાવ તેનો આત્મા કર્તા નહિ અને તે વિભાવ આત્માનું કર્મ નહિ. આ પ્રમાણે અંતરંગમાં દષ્ટિ થઈ એને પ્રબળ વિવેકરૂપ (ભેદજ્ઞાનરૂપ) સમ્યજ્ઞાનનો સૂર્ય ઊગ્યો એમ અહીં કહે છે. આવો પ્રબળ વિવેકરૂપ સમ્યજ્ઞાનનો જે સૂર્ય પ્રગટ થયો તેનો સૌને ગ્રામીભૂત કરવાનો સ્વભાવ છે. એટલે કે તે સ્વને જાણે અને જે રાગ હોય તેને પણ જાણે એવો તેનો સ્વભાવ છે. જાણવામાં બધું કોળિયો કરી જાય એવી પ્રગટ થયેલા જ્ઞાનપ્રકાશની શક્તિ છે. જુઓ ! રાગને કરે એ તો છે જ નહિ, પણ રાગ છે માટે તેને (રાગને) જાણે એમ પણ નથી. જ્ઞાનનો એ સહજ સ્વભાવ છે કે તે જાણવામાં રાગ આદિ સર્વને કોળિયો કરી દે. જે કાળે જે જાતનો રાગ અને જે જાતની દેહની સ્થિતિ પોતાના કારણે થાય તે કાળે તે સર્વને અડ્યા વિના ગ્રામીભૂત કરવાનો-જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે. (૪-૧૧૩) (૬૫૬) છ દ્રવ્ય જ્ઞાનમાં જાણવા લાયક છે માટે વ્યક્તિ છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે. છમાં હોવા છતાં છ દ્રવ્યથી ભિન્ન છે માટે તેને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ અધ્યાત્મ વૈભવ એકકોર રામ અને એકકોર આખું ગામ, અર્થાત્ આ વિશ્વનાં છ દ્રવ્યો બધા આત્માથી ભિન્ન છે અને આત્મા એ સર્વથી ભિન્ન છે. પોતે સ્વને જાણતાં એ સર્વને જાણે એવો એનો જ્ઞાનસ્વભાવ છે. પોતાનો સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી પોતાને જાણતાં એ બધું સહજ જણાઈ જાય છે. પરંતુ એકલું પરને જ જાણવું એ મિથ્યાજ્ઞાન છે. સ્વભાવમાં તન્મય થઈને પોતાને જાણનાં પર જણાઈ જાય તેને વ્યવહાર કહે છે. આનું નામ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન સ્વરૂપના અનુભવ સહિત હોય છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ કાંઈ આત્માથી જુદો ભાવ નથી. (૫-૩૫૧) (૬૫૭) ભગવાન આત્મા જીવતી-જાગતી ચૈતન્યજ્યોત વિશ્વથી ભિન્ન અનાદિ-અનંત વસ્તુ છે. જાણે વિશ્વની ઉપર તરતી હોય એવી વિશ્વથી ભિન્ન છે. અહાહા...! શુદ્ધ ચૈતન્ય વસ્તુ વિશ્વની સાથે કદીય તન્મય નથી. અહા ! પર તરફનું વલણ છોડીને આવા પરિપૂર્ણ સ્વદ્રવ્યમાં જે જ્ઞાનની પર્યાય ઝૂકે છે તે પર્યાયમાં આખાય પદાર્થનું પરિજ્ઞાન કરવાનું સામર્થ્ય છે અને સમ્યજ્ઞાન છે. (૫-૩૫૮) (૬૫૮) સમ્યગ્દર્શનમાં અનંતગુણના અંશે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. ભગવાન આત્મા ચૈતન્યરાજા પરમાત્મસ્વરૂપે નિત્ય વિરાજમાન છે. તેનો નિર્વિકલ્પ અનુભવ થતાં તે જ સમયે તે જેવો છે તેવો સમ્યક શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસારના જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ભગવાન સમયસારથી ભિન્ન નથી, અભિન્ન છે. તે આત્માની પર્યાય છે માટે આત્મા જ છે. જેમ જગતથી ભિન્ન છે તેમ સમયસાર સમ્યગ્દર્શનથી ભિન્ન નથી. માટે સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એ વાત આ ગાથામાં કહી છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આત્મસંમુખ કરી, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે શ્રદ્ધામાં આવે છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે, અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે. (૫-૩૬૧) (૬૫૯) જુઓ! અહીં ચૈતન્યસ્વભાવને શીતળ-શીતળ-શીતળ એવા ચંદ્રની ઉપમા આપી છે. વીતરાગસ્વરૂપ શાંતિથી ભરેલો ભગવાન મોહને દૂર કરીને કોઈની અપેક્ષા વિના સ્વર્ય ઉદય પામે છે અર્થાત્ સ્વયં પ્રત્યક્ષ અનુભવ-ગોચર થાય છે. જે જ્ઞાન રાગને વેદતું હતું તે જ્ઞાન પુણ્ય-પાપના ભાવને એકરૂપ-બંધરૂપ જાણી, મોહથી હઠીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સભ્ય જ્ઞાન ૨૩૭ અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થતું થયું આત્માને પ્રત્યક્ષ અનુભવગોચર કરે છે. અહાહા....! કહે છે કે-જ્ઞાનસુધાંશુ સ્વયં ઉદય પામે છે, ભગવાન આત્મા વસ્તુપણે સહુજ જ્ઞાનસુધાંશુ છે અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલ સમ્યજ્ઞાન પણ જ્ઞાનસુધાંશુ (પર્યાયરૂપ) છે. જુઓ, સમ્યજ્ઞાનને પણ ચંદ્રમાની ઉપમા આપી છે કેમકે સમ્યજ્ઞાન છે તે શીતળતા અને શાંતિમય છે જ્યારે પુણ્ય-પાપના બન્ને ભાવ પરિતાપ અને અશાંતિમય છે. (૬-૮) (૬૬O) હવે કહે છે- “જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે. ' જુઓ, આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે જ્ઞાન-એમ નહિ. એ તો પરલક્ષી જ્ઞાન છે. અહીં તો આત્માના જ્ઞાનનું અંતરમાં અસંવેદનરૂપે, સ્વના જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. કોઈને શાસ્ત્રોનું ઝાઝું ભણતર હોય એટલે એને જ્ઞાન છે એમ વાત નથી. આ તો સદા જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા પોતાના સ્વરૂપના જ્ઞાનરૂપે થઈ પરિણમે એને જ્ઞાન કહે છે અને એ વીતરાગી પર્યાય છે. ભાઈ ! ત્રિલોકીનાથ વીતરાગ સર્વશદેવે ઇન્દ્રા અને ગણધરોની વચ્ચે ધર્મસભામાં જે પ્રરૂપ્યો છે તે આ માર્ગ છે. બાકી બીજા બધા કલ્પિત માર્ગ છે. જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું-અર્થાત્ જ્ઞાનીને પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપે પરિણમવું એને સમ્યજ્ઞાન કહે છે. એમાં પુણ્ય-પાપની ભગવાન જ્ઞાયકમાં નાસ્તિ છે એવું જ્ઞાન ભેગું આવી જાય છે. અહાહા.... ! જેમાં પુણ્યપાપની નાસ્તિ છે એવા જ્ઞાયકને જાણનારું જ્ઞાયકના લક્ષે પરિણમનારું જ્ઞાન પણ પુણ્ય-પાપ ભાવથી રહિત છે. ભાઈ ! આ સમ્યજ્ઞાનની જે પર્યાય છે તે વીતરાગી પર્યાય છે. ગાથા ૧૭૧૮માં આવી ગયું ને કે-જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આત્મા જ જણાય છે, પણ અજ્ઞાનીનું જ્ઞાયક ઉપર લક્ષ-દષ્ટિ નથી તેથી તેનું જ્ઞાન મિથ્યા છે અને જ્ઞાનીનું લક્ષ-દષ્ટિ જ્ઞાયક ઉપર છે તેથી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. જ્ઞાનસ્વભાવના લક્ષે પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે. (૬-૧૧૯) (૬૬૧) ભગવાન ચૈતન્યદેવ જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્યસૂર્ય-ચૈતન્યના નૂરનું તેજનું પુર એવો મહાપ્રભુ છે. અહાહા...! જેમ પાણીનું પૂર હોય તેમ ભગવાન આત્મા એકલો ચૈતન્યના નૂરના-તેજના પુરથી પરિપૂર્ણ ભરેલો છે. અરે! એની ખબરેય ન મળે ! કોઈ દિ એની કોર જોયું હોય તો ને! અનાદિથી પર્યાયમાં ને રાગમાં અનંતકાળનું જીવતર કાઢયું છે. પર ભાઈ ! એ એક સમયની પર્યાય પાછળ આખો ભગવાન ચૈતન્યમહાપ્રભુ વિરાજી રહ્યો છે. એનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન છે. અહીં જ્ઞાન શબ્દથી આખો આત્મા કહેવો છે. જ્ઞાનનું જ્ઞાન એટલે અખંડ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ અધ્યાત્મ વૈભવ એકરૂપ ત્રિકાળી વસ્તુ જે આત્મા છે તેનું જ્ઞાન. અહીં કહે છે-એ ચૈતન્યમય આત્માનું જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આ શાસ્ત્ર આદિ જે પરનું જ્ઞાન છે એની વાત નથી. આહાહા.....! આ તો જેમાં સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પણ નથી એવું જે શુદ્ધ ચૈતન્યમય નિત્યાનંદસ્વરૂપ અનંત ગુણનું એકરૂપ દળ-એવા આત્માનું જ્ઞાન તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે. આવું જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે જ્ઞાનનું જ્ઞાન કહે છે, પરભાવસ્વરૂપ જે અજ્ઞાનરૂપી કર્મમળ તેના વડે ભાસ થવાથી ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થતું નથી. આ શુભભાવ છે તે ધર્મ છે એવું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન છે તે મેલ છે. આવા અજ્ઞાનરૂપી મેલથી વ્યાપ્ત હોવાથી આત્માનું જ્ઞાન તિરોભૂત થાય છે અર્થાત સમ્યજ્ઞાન ઉત્પન્ન થતું નથી. જેમ બાહ્ય મેલથી શ્વેત વસ્ત્રની સફેદાઈ ઢંકાઈ જાય છે તેમ મિથ્યાજ્ઞાનરૂપી કર્મમળથી જ્ઞાનનું (આત્માનું) જ્ઞાન ઢંકાઈ જાય છે. અર્થાત્ સમ્યજ્ઞાન થતું નથી... ભગવાન જૈન પરમેશ્વર એમ કહે છે કે જ્ઞાનનું જ્ઞાન એટલે જે આત્માનું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. બહુ ગંભીર વાત છે પ્રભુ! આ શાસ્ત્રનું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે એમ નહિ. ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે એમ નહિ. બર્વિલક્ષી–પરલક્ષી છે ને? ભગવાન! દિવ્યધ્વનિ તો અનંતવાર સાંભળી; પણ તેથી શું? દિવ્યધ્વનિ સાંભળતાં જે ધારણારૂપ પરલક્ષી જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે એમ નહિ. દિવ્યધ્વનિ તો નિમિત્ત માત્ર છે. અહીં કહે છે-જ્ઞાનનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. આખો જ્ઞાનનો પિંડ પ્રભુ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપે અંદર જે બિરાજે છે તેનું જ્ઞાનસ્વસંવેદનશાન થાય તે સમ્યજ્ઞાન છે. આવું જ્ઞાનનું જ્ઞાન, શુભભાવ જે અજ્ઞાન છે, કર્મમળ છે તે વડે ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થવા પામતું નથી, ઘાત પામે છે. (૬-૧૪૯) (૬૬૨) આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એની સન્મુખ ઢળતાં જે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ઝાઝું શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન છે એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. વળી આ વકીલાતનું કે દાકતરીનું જ્ઞાન હોય તે પણ જ્ઞાન નહિ. જેમાં એલ.એલ.બી. કે એમ.બી.બી.એસ. ઇત્યાદિ પૂંછડાં લગાડ્યાં હોય એ જ્ઞાન તો કુજ્ઞાન છે. જ્ઞાન તો એને કહીએ કે જે પૂર્ણાનંદનો નાથ જ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધાત્માને જાણતું-અનુભવતું થયું પ્રગટ થયું હોય. આ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનારું, તેનો વિરોધી અજ્ઞાન છે. જ્ઞાનને એકલું રાગમાં અને પર પદાર્થને જાણવામાં રોકવું તે અજ્ઞાન છે અને તે સમ્યજ્ઞાનનું વિરોધી છે. (૬–૧૭૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રાન Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૯ (૬૬૩) અહાહા...! ભગવાન ચૈતન્યદેવ આનંદમૂર્તિ પ્રભુ આત્મા સદાય અંદર વિરાજમાન છે. તેની સન્મુખ થઈ એમાં જ ઢળીને જે જ્ઞાન ઉત્પન્ન થાય તે આત્મજ્ઞાન છે. આ આત્મજ્ઞાન આનંદ અને વીતરાગતા સહિત છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સ્વભાવ એટલે અહીં ત્રિકાળીની વાત નથી, પર્યાય જે સમ્યજ્ઞાનરૂપ છે એની વાત છે. (૬-૧૭૮ ) (૬૬૪ ) અરે ! શુભભાવમાં તું સંતોષ માનીશ પણ એ વડે ચૈતન્યરત્ન હાથ નહિ આવે. મિથ્યાત્વના ભાવમાં તો ભવિષ્યના અનંત નરક-નિગોદના ભાવ પડયા છે. એ ભવનું નિવા૨ણ ક૨વાનો આ એક જ ઉપાય છે કે-ચૈતન્યસ્વભાવની સન્મુખતા કરવી, સ્વભાવનો અનુભવ કરવો અને સ્વભાવની આનંદદશાનું વેદન કરવું, જેણે સ્વરૂપનું જ્ઞાન, સમ્યક્ મતિશ્રુતજ્ઞાન પ્રગટ કર્યું છે તેણે કેવળજ્ઞાન સાથે રમત માંડી છે, અર્થાત્ ભવનો અભાવ કરવાની રમત માંડી છે. આ હું (સાધક પર્યાય, અલ્પજ્ઞાન ) તે એનો (કેવળજ્ઞાન સ્વભાવનો ) અંશ છું. એ અંશીને (કેવળ જ્ઞાનસ્વભાવની પૂર્ણતાને) હું પ્રગટ કરું. આશય એમ છે કે શુભભાવ કે વ્યવહા૨૨ત્નત્રયનો ભાવ એ કાંઈ સ્વભાવનો અંશ નથી; એ તો વિભાવભાવ છે. એનાથી રહિત જે ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટયાં એ સ્વભાવનો અંશ છે અને કેવળજ્ઞાન સ્વભાવની પૂર્ણતા છે. આ સ્વભાવનો અંશ પૂર્ણતાની સાથે રમત માંડે છે. અહાહા...! એને ધ્યેયમાં દ્રવ્ય છે અને સાધ્ય કેવળજ્ઞાન (પરિપૂર્ણતા ) છે. આ જ્ઞાનજ્યોતિ શુદ્ધનયના બળથી કેવળજ્ઞાન સાથે ક્રીડા કરે છે. એટલે કે ધ્રુવને ધ્યેય બનાવીને એણે પૂર્ણ પર્યાયને સાધ્ય બનાવી છે. શુદ્ઘનયના બળથી એટલે શુદ્ઘનયનો વિષય જે શુદ્ધ આત્મા તેને ધ્યેય બનાવીને શુદ્ઘનયની પૂર્ણતા જે કેવળજ્ઞાન તેનો ઉધમ માંડયો છે. જોકે શુદ્ઘનયનો વિષય તો પરિપૂર્ણ ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય છે, પણ જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે ધ્રુવનો આશ્રય કરવાનો રહેતો નથી એટલે શુદ્ઘનયની પૂર્ણતા કેવળજ્ઞાનમાં થાય છે એમ કહેવાય છે. જ્યાં સુધી પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી શુદ્ધનયનો એટલે તેના વિષયભૂત દ્રવ્યનો આશ્રય હોય છે અને પૂર્ણતા થતાં તેનો (દ્રવ્યના ) આશ્રય કરવાનો રહેતો નથી એટલે ત્યાં શુદ્ધનય પૂર્ણ થઈ ગયો એમ કહે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનની પર્યાય થતાં શુદ્ધનયની પૂર્ણતા થઈ એમ કહેવામાં આવે છે. (૬-૨૧૨ ) (૬૬૫ ) મતિ-શ્રુતજ્ઞાનનો જે અંશ સમ્યક્ પ્રગટ થયો તેને કેવળજ્ઞાનનો અંશ કહ્યો કેમકે બન્ને એક જ સમ્યજ્ઞાન (શુદ્ધ-ચૈતન્યની) ની જાતિના જ છે. મતિ-શ્રુતજ્ઞાન છે તે કેવળજ્ઞાનના પરિપૂર્ણ સ્વરૂપને જાણે છે અને તે અંશ વધી વધીને કેવળજ્ઞાન થશે. જેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ અધ્યાત્મ વૈભવ બીજનો ચંદ્ર ઊગે છે તે બીજને પ્રકાશે છે અને ચંદ્રના પૂરા આકારને પણ બતાવે છે. બીજના ચંદ્રમાં થોડી રેખા ચમકતી પ્રગટ દેખાય છે અને તેના પ્રકાશમાં બાકીનો આખો આકાર પણ ઝાંખો જણાય છે. આમ બીજનો ચંદ્ર પૂર્ણ ચંદ્રને બતાવે છે. તેમ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ પૂર્ણ કેવળજ્ઞાનને બતાવે છે. મતિ-શ્રુતજ્ઞાન પૂર્ણને જાણે છે અને પૂર્ણ તરફ ગતિ કરે છે. શુભાશુભભાવ પ્રગતિ નથી કરતા કેમકે એ તો વિકાર છે. શુભાશુભભાવરહિત જે નિર્મળ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ છે તે અંશ વધતો-વધતો પરિપૂર્ણ કેવળજ્ઞાનરૂપ થાય છે. જેમ બીજની ત્રીજ, ચોથ, પાંચમ... વગેરે થઈને પૂનમ થાય તેમ મતિ-શ્રુતનો અંશ વધી-વધીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થશે. તેથી એમ કહ્યું છે કે- “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રિીડા માંડી છે.” (૬-૨૧૪) (૬૬૬) શુભાશુભ ભાવથી ભિન્ન પડેલું જ્ઞાન વધીને કેવળજ્ઞાન થઈ જાય છે. એ સમ્યજ્ઞાનજ્યોતિ પોતાથી વધતી જાય છે; એને રાગની મદદની જરૂર નથી. વ્યવહારરત્નત્રય હોય એનાથી પ્રગતિ થાય, આગળ વધાય એમ નથી. જોકે કેવળજ્ઞાન ભણી ગતિ કરતા જ્ઞાનીને વચમાં શુભાશુભ આવશે ખરો, પણ એના વડે કેવળજ્ઞાન ભણી ગતિ થશે એમ છે નહિ. જેટલા અંશે શુભ-અશુભથી ભિન્ન પડીને નિર્મળ થયો છે તેટલા અંશે તે ગતિ કરે છે અને તે નિર્મળ અંશ વધતો વધતો કેવળજ્ઞાનને-પ્રર્ણને પ્રાપ્ત થશે. એટલે કે શુભભાવનો અભાવ કરીને પૂર્ણને પામશે, પણ શ્રુતભાવ વધી વધીને કેવળજ્ઞાન પામશે એમ છે નહિ. (૬-૨૧૫) (૬૬૭) અહા! સમ્યજ્ઞાન જે થયું તે ભાવભ્રવથી રહિત થયું છે. ભલે મતિ-શ્રુતજ્ઞાન હો તોપણ એણે સ્વયને પકડ્યું છે ને? સમ્યક મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે એટલે કે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ છે. (૬-ર૬૫). (૬૬૮) જુઓ, જે ઉન્નત જ્ઞાન પ્રગટ થાય છે તે ત્રિકાળી દ્રવ્યને જ ગણે છે. જે જ્ઞાનની પર્યાય અંદર દ્રવ્યમાં વળેલી છે એ અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન જાણપણું હોય તેને પણ ગણતું નથી. સ્વના જ્ઞાન વિનાના જ્ઞાનને ઉદ્ધત જ્ઞાન ગણતું નથી. ઉદ્ધત જ્ઞાન બે પ્રકારઃ- (૧) ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ વસ્તુને ઉદ્ધત જ્ઞાન કહીએ અને (૨) તેને જાણનાર શુદ્ધનયનું પરિણમન તેને પણ ઉદ્ધત જ્ઞાન કહીએ. આના આશ્રયે પ્રગટ થયેલું ભેદજ્ઞાન અને જ ગણે છે. જે જ્ઞાનમાં ભગવાન આત્મા આવતો નથી તે જ્ઞાનને જ્ઞાન જ કહેતા નથી. ત્રિકાળી જ્ઞાન કોઈથી દબાયું દળે નહિ તેમ ત્રિકાળી જ્ઞાનને જાણનારું-ગણનારું જ્ઞાન પણ કોઈથી દબાયું દબાતું નથી. જ્ઞાનાવરણીયનો ઉદય તે જ્ઞાનને દબાવે એમ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યજ્ઞાન ૨૪૧ નહિ. જ્ઞાનાવરણીયને લઈને અહીં (આત્મામાં) જ્ઞાનનો ઘટાડો-વધારો થાય એ વાત બીલકુલ નથી. સમ્યજ્ઞાન પોતે શુદ્ધ અલ્પજ્ઞ પર્યાયરૂપ હોવા છતાં તે નિમિત્તને એટલે કે ત્રણલોકના નાથને, રાગને કે અલ્પજ્ઞાતાને ગણતું નથી. સમ્યજ્ઞાનની પર્યાયનો નાથ તો અંતરમાં રહેલો પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે; તેને તે ગણે છે કે આ મારો નાથ છે. (૬-૩૨૫) (૬૬૯) અહો ! ત્રણકાળ ત્રણલોકને જાણે એવી જ્ઞાનની શક્તિની ઉદારતા છે. અરે! એના શ્રુતજ્ઞાનમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણે એટલી તાકાત છે. અલ્પજ્ઞાનમાં પણ લોકાલોક જણાય એટલી એની તાકાત છે. શક્તિએ ઉદાર છે અને દશાએ પણ ઉદાર છે. એવો એનો મહિમા છે. અહા ! એના મહિમાનાં ગાણાં પણ એણે સાંભળ્યાં નથી, અને કદાચ સાંભળ્યાં હોય તો સાંભળીને ગાંઠે બાંધ્યાં નથી. (૬-૩૪૯) (૬૭૦) અહા ! કહે છે-જ્ઞાનની નિર્મળ પર્યાય જાણે મત્ત થઈ ગઈ છે. ભાઈ ! જ્યાં આત્માની જ્ઞાનપર્યાયમાં પોતાનું શુદ્ધ ત્રિકાળી પરિપૂર્ણ સ્વરૂપ જણાયું તો તે પર્યાયમાં વિશ્વના જેટલા પદાર્થો છે તે બધાયનું જ્ઞાન પણ સમાઈ જાય છે. અહાહા..! નિર્મળ જ્ઞાનની પર્યાય જ્ઞાનરસની અતિશયતા વડે સ્વને અને પરને પીને-જાણીને જાણે મત્ત થઈ ગઈ છે. એમ કે હવે શું જાણવાનું બાકી છે? ઝીણી વાત છે પ્રભુ! આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે; તેની જ્યાં અંતર્દષ્ટિ થઈ ત્યાં જ્ઞાનની પર્યાયમાં આખો ત્રિકાળી ભગવાન જ્ઞાનનો સૂર્ય પ્રભુ આત્મા જણાયો અને તે પર્યાયમાં જગતના સમસ્ત પદાર્થોનું જ્ઞાન પણ સમાઈ ગયું; જાણે કે તે પર્યાય સ્વ અને પર-સમસ્ત પદાર્થોને જ્ઞાનમાં પી બેઠી ન હોય ! અહાહાહા... ! શ્રુતજ્ઞાનની પર્યાય પણ પોતાના સ્વપરપ્રકાશકપણાના સામર્થ્ય વડે સ્વ-પર-સમસ્ત પદાર્થોને પીનેજાણીને જાણે મત્ત થઈ ગઈ છે. આવી વાત અજ્ઞાનીને બેસતી નથી. સમ્યજ્ઞાનની -શ્રુતજ્ઞાનની પર્યાય હો તોપણ તેમાં સ્વસ્વરૂપ જે ત્રિકાળી પૂર્ણ છે તેનું જ્ઞાન થાય છે અને તેમાં જગતના જેટલા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે બધાનું પણ જ્ઞાન થાય છે; અર્થાત્ તે જ્ઞાન બધાને પી ગયું છે પી ગયું છે એટલે? એટલે કે એ જ્ઞાનનું એવું સામર્થ્ય છે કે છે એનાથી અનેકગણું વિશ્વ હોય તો પણ તેને તે જાણી લે. અહો ! સમ્યજ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે! અહા ! જેને પોતાની સર્વજ્ઞશક્તિનું પરમાત્મશક્તિનું અંતરમાં ભાન થયું તેની જ્ઞાન-પર્યાયનું અદ્દભુત ચમત્કારી સામર્થ્ય છે કે તે જગતના સમસ્ત સ્વ-પર પદાર્થોને દ્રવ્ય-ગુણ-પર્યાયને પી લે છે. જાણી લે છે. આવી વાત છે. (૭-૧૯૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ અધ્યાત્મ વૈભવ (૬૭૧) આત્મજ્ઞાનનો અર્થ શું છે? આત્મજ્ઞાન એટલે પર્યાયનું જ્ઞાન એમ નહિ, પરંતુ ત્રિકાળી દ્રવ્યનું જેમાં જ્ઞાન થાય તે આત્મજ્ઞાન છે. જોકે જ્ઞાન પોતે છે તો પર્યાય, પણ જ્ઞાન કોનું? કે ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ આત્માનું. (૭–૧૯૩) (૬૭ર) અંતર્મુખ થતાં આત્માનું જ્ઞાન થાય છે કેમકે વસ્તુ-આત્મા અંતર્મુખ છે. બહારમાં નથી. બહારમાં તો પર્યાય ને રાગ છે. તેથી જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને અનંતગુણના પિંડસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી આત્મામાં જે એકાગ્ર થાય છે તેને આત્મજ્ઞાન થાય છે. જ્ઞાનગુણમાં સર્વજ્ઞસ્વભાવનું રૂપ છે. સર્વજ્ઞશક્તિ ભિન્ન છે, પણ જ્ઞાનગુણમાં સર્વજ્ઞશક્તિનું રૂપ છે. તેવી રીતે જ્ઞાનગુણમાં આનંદસ્વભાવનું રૂપ છે. આનંદ ગુણ જુદો છે, જ્ઞાનગુણમાં આનંદ ગુણ નથી. પણ અનંત આનંદસ્વભાવનું રૂપ જ્ઞાનગુણમાં છે. અહો ! આવો અભુત નિધિ ભગવાન ચૈતન્યરત્નાકર આત્મા છે! અહાહા...! જેમાં અનંત અનંત ચૈતન્યગુણરત્નો ભર્યા છે. એવા આત્માનું ભાન થતાં-જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માનું જ્ઞાન થતાં જ્ઞાનની પર્યાય સ્વને ને પર જાણે પી જતી જાણી લેતી થકી આપોઆપ પ્રગટ થાય છે અર્થાત્ તે નિર્મળથી નિર્મળ પર્યાયની સ્વ-પરને જાણવાની શક્તિ સહજપણે ખીલી ગઈ હોય છે એમ કહે છે. ભાઈ ! ભગવાન આત્માનું પર્યાયવાન વસ્તુનુ-પોતાની જ્ઞાનની પર્યાયમાં જ્યાં સુધી જ્ઞાન-શ્રદ્ધાન ન થાય ત્યાં સુધી ગમે તેવું શાસ્ત્રજ્ઞાન હો કે જગતને સમજાવતાં આવડે તેવી બુદ્ધિ હો તોપણ તે જ્ઞાનને જ્ઞાન (આત્મજ્ઞાન ) કહેતા જ નથી. આત્મામાં સર્વને જાણવાના સામર્થ્યવાળો સર્વજ્ઞ ગુણ છે. આ સર્વજ્ઞ ગુણનું રૂપ તેના અનંતા ગુણમાં વ્યાપેલું છે. અહા ! આવો અનંતગુણના સર્વરૂપ જે ભગવાન આત્મા છે તે જ્ઞાયક છે. અહીં કહે છે જેને અંદર જ્ઞાનની પર્યાયમાં “હું આવો છું. ' એવું જ્ઞાન થયું છે તેની જ્ઞાનની પર્યાયમાં અને તે પરને-સર્વને, જાણે તે પી ગયો હોય તેમ, જાણવાનું સામર્થ્ય ખીલી ઊઠયું છે. આનું નામ આત્મજ્ઞાન અને આ ધર્મ. ભાઈ ! તે તને કદી જોયો નથી; અંદર ચૈતન્યનું નિધાન પડ્યું છે ત્યાં તારી નજરું ગઈ નથી. બસ એકલા બાહ્ય આચરણમાં જ તું રોકાઈ રહ્યો છો. પણ એમાં તને કાંઈ લાભ નહિ થાય હોં. બાપુ! અનંતકાળથી તે ખોટ જ કરી છે. તને એ ક્રિયાકાંડના પ્રેમથી (પર્યાયમાં) નુકશાન જ ગયું છે. પણ ભાઈ ! તારે ખજાને (દ્રવ્યમાં) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યજ્ઞાન ૨૪૩ ખોટ નથી, હોં; ખજાનો તો અનંતગુણના સત્ત્વથી ભરેલો ત્રિકાળ ભરચક છે; ત્યાં કાંઈ ખોટ નથી. તેમાં નજર કર, તું ન્યાલ થઈ જઈશ. (૭–૧૯૪) (૬૭૩) અહીં “આત્મજ્ઞાન” કહ્યું ને! તો શાસ્ત્રજ્ઞાન તે આત્મજ્ઞાન એમ નહિ. નવપૂર્વની લબ્ધિરૂપ શાસ્ત્રજ્ઞાન તો એને અનંતવાર થયું. અગિયાર અંગનો પાઠી પણ અનંતવાર થયો. જુઓ, એક આચારાંગમાં ૧૮ હજાર પદ અને એક પદમાં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક છે. એમ-એમ (એ પ્રમાણે) એનાથી બેગણું (ડબલ) બીજું અંગ છે. એમ અગિયાર અંગ છે. તે અગિયાર અંગનું જ્ઞાન પણ એને અનંતવાર થયું. પણ તે કાંઈ જ્ઞાન નથી. એક આત્મજ્ઞાન જ જ્ઞાન છે. “આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ” એમ કહ્યું ને? ત્યાં આત્માની પર્યાયના જ્ઞાન વિના, કે રાગના જ્ઞાન વિના કે નિમિત્તના જ્ઞાન વિના-એમ અર્થ નથી. પણ શુદ્ધવિન્રપોહરમ , સારંપો મઅહાહા...! શુદ્ધ ચિતૂપ, નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મા હું છું—એવું સ્વાશ્રયે પ્રગટ થયેલું જ્ઞાન તે આત્મજ્ઞાન છે; આવું આત્મજ્ઞાન એણે કયારેય પ્રગટ કર્યું નહિ તેથી દુઃખી રહ્યો છે એમ અર્થ છે, તેથી શાસ્ત્રજ્ઞાન એ મુખ્ય નથી, આત્મજ્ઞાન મુખ્ય છે. સમકિત તિર્યંચ હોય છે તેને નવ તત્ત્વનાં નામ પણ આવડતાં નથી પણ હું આનંદસ્વરૂપ આત્મા છું એવા ભાન સહિત તત્ત્વ-પ્રતીતિ તેને હોય છે, આત્મજ્ઞાન હોય છે. સમજાણું કાંઈ..? (૭-૩૫૦) (૬૭૪) બાપુ! આત્મા સમ્યજ્ઞાનમાં શું ન જાણે? એના મહિમાની તને ખબર નથી. અહા ! જેના લક્ષમાં જ્ઞાન ગયું તે બધાનો જ્ઞાન પત્તો લઈ લે છે, તાગ મેળવી લે છે. અહા ! જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે કે નહિ? તો સમ્યગ્દર્શનમાં આત્માનું જ્યાં ભાન થયું ત્યાં પ્રગટ થયેલા શ્રુતજ્ઞાનનું એવું માહાભ્ય છે કે તે જ્ઞાનમાં બધું જણાય. અહા! શ્રુતજ્ઞાન ને કેવળજ્ઞાનમાં પરોક્ષ-પ્રત્યક્ષનો ફેર પાડયો છે, પણ સર્વમાં (સર્વને જાણવામાં) ફેર પડયો નથી. અહા ! સ્વરૂપથી જ સ્વપરને જાણવાનું શ્રુતજ્ઞાનનું સામર્થ્ય છે. અહા! શ્રુતજ્ઞાન કાંઈ રાંકું (બળહીન) જ્ઞાન નથી. એ તો બળવંતનું બળવંત જ્ઞાન છે. બળવંત એવા ભગવાન આત્માનું જ્ઞાન છે અને તેથી તે જ્ઞાન પણ બળવંત છે. (૭-૫૦૮) (૬૭૫). અરે! રાગના રસની રુચિમાં એણે ચોર્યાશીના અવતારમાં-કાગડા, કૂતરા, કીડા ને એકેન્દ્રિયાદિ નિગોદના અવતારોમાં અનંત અનંત ભવ કર્યા છે. અહા! આ બંધે એને ગાફેલ કરી ચારગતિરૂપ સંસારમાં રાગના નાચથી નચાવ્યો છે, રખડાવ્યો છે. અહીં કહે છે હવે અંતરમાં ઉદય પામેલું જ્ઞાન-સમ્યજ્ઞાન તે બંધને ઉડાડી દે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪ અધ્યાત્મ વૈભવ છે. અહાહા...! હું તો રાગના સંબંધથી રહિત અબંધસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળી ભગવાન છું એવું જેમાં ભાન થયું તે સમ્યજ્ઞાન બંધને ઉડાડી દે છે. આવી વાત! (૮-૮) (૬૭૬ ) વર્તમાન પ્રગટેલું સમ્યજ્ઞાન આનંદામૃતનું નિત્ય ભોજન કરનારું છે. પહેલાં (અનાદિથી) જે રાગની એકતારૂપ દશા હતી તે દુ:ખરૂપ દશા હતી. પરંતુ રાગથી પુણપાપના વિકલ્પથી ભિન્ન પડીને જ્યારે આત્માને-ચિદાનંદરસકંદ પોતાના ભગવાનને-જાણ્યો ત્યારે, કહે છે કે જે જ્ઞાન-સમ્યજ્ઞાન પ્રગટ થયું તે આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. અહાહા..! રાગના-ઝેરના સ્વાદના વેદનથી છૂટી જે જ્ઞાન શુદ્ધ ચૈતન્યરસના સ્વાદના વેદનમાં પડ્યું તે, કહે છે, આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. (૮–૯) (૬૭૭) અહા ! સમ્યજ્ઞાનીનું જ્ઞાન ધીર છે. એટલે શું? કે તે ધીરું થઈને સ્વરૂપમાં સમાઈને રહેલું છે. આ કરું ને તે કરું-એવી બહારની હો-હા ને ધાંધલમાં તે પરોવાતું નથી. અહાહા.. અજ્ઞાની જ્યાં ખૂબ હરખાઈ જાય વા મુંઝાઈ જાય એવા અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં જ્ઞાની તેને (-સંજોગને) જાણવામાત્રપણે-સાક્ષીભાવપણે જ રહે છે, પણ તેમાં હરખ-ખેદ પામતો નથી. શું કહ્યું? પ્રતિકૂળતાના ગંજ ખડકાયા હોય તોપણ જ્ઞાની સ્વરૂપમાં નિશ્ચળ રહેતો થકો તેને જાણવામાત્રપણે રહે છે પણ ખેદખિન્ન થતો નથી. આવું જ્ઞાનીનું જ્ઞાન મહા ધીર છે. જે વડે તે અંત:આરાધનામાં નિરંતર લાગેલો જ રહે છે. વળી તે ઉદાર છે. સાધકને અનાકુળ આનંદની ધારા અવિરતપણે વૃદ્ધિગત થઈ પરમ (પૂર્ણ) આનંદ ભણી ગતિ કરે એવા અનંત અનંત પુરુષાર્થને જાગ્રત કરે તેવું ઉદાર છે. ભીંસના પ્રસંગમાં પણ અંદરથી ધારાવાહી શાન્તિની ધારા નીકળ્યા જ કરે એવું મહા ઉદાર છે. જ્યાં અજ્ઞાની અકળાઈ જાય, મુંઝાઈ જાય એવા આકરા ઉદયના કાળમાં પણ જ્ઞાનીનું જ્ઞાન ધારાવાહી શાંતિ- આનંદની ધારાને તેમાં ભંગ ન પડે તેમ ટકાવી રાખે તેવું ઉદાર છે. અહાહા...! આવું જ્ઞાનીનું જ્ઞાન ઉદાર છે. વળી “મના ' અનાકુળ છે. જેમાં જરાય આકુળતા નથી તેવું આનંદરૂપ છે. જ્ઞાનીને ક્યાંય હરખ કે ખેદ નથી. તેને કિંચિત્ અસ્થિરતા હોય છે તે અહીં ગૌણ છે. વાસ્તવમાં તે નિરાકુળ આનંદામૃતનું નિરંતર ભોજન કરનારો છે. અહીં જાણવું, જાણવું માત્ર જેનું સ્વરૂપ છે તેમાં આકુળતા શું? વળી જ્ઞાન “નિધિ ' નિરુપધિ છે. એટલે કે એને રાગની ઉપધિ નથી, અર્થાત્ તે રાગના સંબંધથી રહિત છે. સમ્યજ્ઞાન પરિગ્રહથી રહિત છે. તેમાં કાંઈ પારદ્રવ્ય સંબંધી ગ્રહણ-ત્યાગ નથી એવું નિરુપધિ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સભ્ય જ્ઞાન ૨૪૫ આ પ્રમાણે રાગથી ભિન્ન પડીને ભગવાન આત્મામાં અંતરએકાગ્ર થતાં પ્રગટ થયેલું જ્ઞાન બંધને ઉડાડી દેતું, આનંદામૃતનું નિત્ય ભોજન કરનારું, જાણ નક્રિયારૂપ સહજ અવસ્થાને નચાવતું, ધીર, ઉદાર, અનાકુળ અને નિરુપધિ છે. આવું સમ્યજ્ઞાન મહા મંગળ છે. (૮-૧૧) (૬૭૮) તે જ્ઞાન મહામહિમાવંત છે, માંગલિક છે જેણે ઉપયોગ સાથે રાગની એકતાને તોડી નાખી છે અને જે નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મામાં આશ્રય પામીને સ્વરૂપમાં એકત્વપણે પરિણમ્યું છે. ઉપયોગમાં રાગનું એકત્વ તે મુખ્યપણે બંધ છે. એવા બંધને ઉડાવી દઈને પ્રગટ થયેલું જ્ઞાન નિરાકુળ આનંદનો નાચ નાચે છે. અહાહા...! પહેલાં રાગના એકત્વમાં જે નાચતું હતું તે જ્ઞાન હવે રાગથી જુદું પડીને નિજ જ્ઞાનાનંદ સ્વભાવમાં એકત્વ પામીને આનંદનો નાચ નાચે છે. અહા ! આનું નામ સમ્યજ્ઞાન છે અને તે આનંદનું દેનારું અત્યંત ધીર અને ઉદાર હોવાથી મહામંગળરૂપ છે. (૮–૧૨) (૬૭૯) શુદ્ધ આત્મા જ્ઞાન છે કેમકે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. આ નિશ્ચયજ્ઞાન, સત્યાર્થજ્ઞાન, સમ્યજ્ઞાનની વાત છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કેમ કહ્યું? કેમકે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય – નિમિત્ત છે. પહેલામાં (-વ્યવહારમાં) જેમ શબ્દશ્રુતજ્ઞાનમાં શબ્દો નિમિત્ત હતા તેમ અહીં જ્ઞાનમાં શુદ્ધ આત્મા નિમિત્ત-આશ્રય છે. અહા! સત્યાર્થ જ્ઞાન અર્થાત્ સમ્યગ્વજ્ઞાનની પર્યાયનો આશ્રય નિમિત્ત-હેતુ શુદ્ધ આત્મા છે. આવી વાત! અરે! અનંતકાળથી એણે જ્ઞાનનો આશ્રય પોતાના આત્માને બનાવ્યો જ નથી. અગિયાર અંગનું જ્ઞાન કીધું, પણ જ્ઞાનનું કારણ-આશ્રય આત્માને કીધું નહિ. અરે ભાઈ ! શુદ્ધ આત્માનો જેને આશ્રય છે તે સત્યાર્થ જ્ઞાન છે, વીતરાગી જ્ઞાન છે. બાકી શબ્દશ્રુતજ્ઞાન છે એ તો સરાગી જ્ઞાન છે, વિકલ્પરૂપ જ્ઞાન છે. એ તો કળશટીકામાં (કળશ ૧૩માં) આવ્યું ને કે-બાર અંગનું જ્ઞાન વિકલ્પ છે, એ કાંઈ અપૂર્વ ચીજ નથી. બાર અંગનું જ્ઞાન સમકિતીને જ થાય છે, પણ એ કાંઈ વિસ્મયકારી નથી કેમકે તે આશ્રય કરવા લાયક નથી; વાસ્તવમાં એમાં કહેલી શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ કરવા લાયક છે અને તે ભગવાન આત્માના આશ્રયે જ થાય છે. સમજાણું કાંઈ....? (૮-ર૬૯) (૬૮૦) અહા! જે જ્ઞાનમાં આત્મા હેતુ-કારણ આશ્રય ન થાય તે જ્ઞાન જ્ઞાન જ નથી ભાઈ ! જુઓ ને શું કહે છે? –કે- “ના ૬ ' નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે. અહાહા..! આત્મા અને જ્ઞાન બંને અભિન્ન છે ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ અધ્યાત્મ વૈભવ તો પછી સમ્યજ્ઞાનનો આત્મા આશ્રય-કારણ છે એમ કહ્યું? ભાઈ ! એનો આશ્રય એમ છે કે-આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન આખી ચીજ એમાં (જ્ઞાનની પર્યાયમાં) આવી જતી નથી પણ શુદ્ધ આત્મવસ્તુ પોતાના જ્ઞાનની પર્યાયમાં કારણ આશ્રય થઈને તે જેવી-જેવડી છે તેનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. અહાહા....! જ્ઞાનનો આશ્રય હેતુ શુદ્ધ આત્મા છે એટલે શું? એટલે કે જ્ઞાનની પર્યાયમાં અનંત-અનંત ગુણસામર્થ્યથી યુક્ત પરિપૂર્ણ પ્રભુ શુદ્ધ આત્મા જેવડો છે તેવો જણાય છે. તેને અહીં અભેદથી કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. સમજાણું કાંઈ..? અહીં...! શુદ્ધ આત્માનું જ્ઞાન થવામાં કારણ-આશ્રય શુદ્ધ આત્મા છે માટે કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. હવે આવી વાત બીજે ક્યાં છે પ્રભુ? (૮૨૭૦) (૬૮૧) આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે એમ પહેલાં વ્યવહારથી કહ્યું, અને હવે શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ નિશ્ચય કહ્યો. આમ કેમ કહ્યું? કે વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે. તેમાં શબ્દશ્રુત જણાણું પણ આત્મા જણાયો નહિ; તેથી તેને વ્યવહાર કહ્યું અને સત્યાર્થ જ્ઞાનમાં નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા પરિપૂર્ણ જણાણો; તેથી તેને નિશ્ચય કર્યું. એને ભગવાન આત્માનો આશ્રય છે ને? અને ભગવાન આત્મા એમાં પૂરો જણાય છે ને? તેથી તે નિશ્ચય છે, યથાર્થ છે. અહો ! આચાર્યદવે અમૃત રેડ્યાં છે ભાઈ ! આમાં તો શાસ્ત્ર ભણતરનાં અભિમાન ઊતરી જાય એવી વાત છે. શાસ્ત્રભણતર શબ્દશ્રુતજ્ઞાન તો વિકલ્પ છે બાપુ ! એ તો ખરેખર બંધનું કારણ છે ભાઈ ! શાસ્ત્ર-ભણતર તે વ્યવહાર છે એ વ્યવહાર જ્ઞાનના અભિમાનમાં (અહંપણામાં) આવીને પ્રભુ! તું હારી જઈશ હોં. તે યથાર્થમાં જ્ઞાન નહિ હોં. જે જ્ઞાન ત્રિકાળી શુદ્ધ આત્માને જાણે તે યથાર્થ જ્ઞાન છે. અને શુદ્ધને જાણનારા જ્ઞાનને શુદ્ધનો (ભગવાન આત્માનો ) આશ્રય હોય છે. અહાહા..! સમ્યજ્ઞાનની પર્યાય પોતે ઉપાદાન તેમાં શુદ્ધ આત્મા નિમિત્ત-આશ્રય છે. તેથી “શુદ્ધ આત્મા જ્ઞાન છે” એમ અભેદથી કહ્યું છે. સમજાણું કાંઈ ? એમ તો આત્મા ને જ્ઞાન-બેય દ્રવ્ય ને પર્યાય એમ ભિન્ન ચીજ છે. “આત્મા તે જ્ઞાન” – એમાં આત્મા તે દ્રવ્ય ને જ્ઞાન તે પર્યાય; એ બેય એક નથી. છતાં “શુદ્ધ આત્મા જ્ઞાન છે” –એમ કેમ કહ્યું? કારણ કે જ્ઞાનની પર્યાયે આત્માને જ જાણ્યો, અને આત્માના આશ્રયે જ એને જાણ્યો. તેથી શુદ્ધ આત્મા જ્ઞાન છે” એમ અભેદથી કહ્યું. આવો મારગ હવે સાંભળવા મળે નહિ તે શું કરે? ને ક્યાં જાય પ્રભુ? (૮-ર૭૧) (૬૮૨) અહાહા...! આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી એટલે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યજ્ઞાન ૨૪૭ શું કીધું? કે શબ્દશ્રતનું જ્ઞાન સમ્યજ્ઞાનનું કારણ નથી. અહાહા...! મોક્ષનું કારણ એવું જે સમયજ્ઞાન તે શબ્દશ્રુતના આશ્રયે થતું નથી. હવે સન્શાસ્ત્ર કોને કહેવાય એનીય ખબર ન મળે ને જે તે કલ્પિત શાસ્ત્રોનો કોઈ અભ્યાસ રાખે એ તો બધા પાપના વિકલ્પ ભાઈ ! આ તો ભગવાન કેવળીની વાણી અનુસાર રચાયેલાં શાસ્ત્રોનું જ્ઞાન પણ સમ્યજ્ઞાનનુંઆત્મજ્ઞાનનું કારણ નથી એમ કહે છે. શાસ્ત્રોજ્ઞાન વિકલ્પ છે ને? પુણ્યભાવ છે, એનાથી પુણ્યબંધ થાય છે પણ આત્મજ્ઞાન નહિ. જુઓ, અભવ્યને શાસ્ત્રજ્ઞાનની-આચારાંગ આદિ અગિયાર અંગ સુધીના જ્ઞાનની-યાતી છે પણ શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; અર્થાત્ એને શુદ્ધ આત્માનો આશ્રય નહિ હોવાથી કદીય સમ્યજ્ઞાન થતું નથી. અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એકલો જ્ઞાનનો પિંડ છે. શું કીધું? કે જેમ સક્કરકંદ ઉપરની છાલ ન જુઓ તો અંદર એકલી મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા શાસ્ત્રજ્ઞાનના-વ્યવહારજ્ઞાનના વિકલ્પથી ભિન્ન અંદર એકલો જ્ઞાનનો પિંડ શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ છે, પણ અહા! પાણીના પૂરની જેમ શાસ્ત્ર ભણી જાય એવું શાસ્ત્રજ્ઞાન હોવા છતા શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ આત્માના આશ્રયના અભાવે અભવ્ય જીવને જ્ઞાનનો-મોક્ષના કારણભૂત સમ્યજ્ઞાનનો અભાવ છે. મારગ બહુ ઝીણો ભાઈ ! હવે આવી વાતું કાનેય ન પડે તે બિચારા શું કરે? (૮-૨૮૨) (૬૮૩) અહા! આવું મનુષ્યપણું મળ્યું, કાંઈક પહોળો-પહોંચતો ક્ષયોપશમ થયો, ને એમાં જો શુદ્ધ તત્ત્વની અંતરમાં સમજણ ન કરી તો શું કર્યું ભાઈ ? અહા! શુદ્ધ આત્માનું જ્ઞાન ન કર્યું તો એણે કાંઈ ન કર્યું; આખી જિંદગી એળે ગઈ. અરે? જીવન (આયુ) તો પૂરું થશે અને દેહ છૂટી જશે ત્યારે તું ક્યાં રહીશ પ્રભુ? મિથ્યાજ્ઞાનમાં રહેવાનું ફળ તો અનંત સંસાર છે ભાઈ ! એકલો દુ:ખનો સમુદ્ર! અહા ! આચાર્ય કહે છે-અંદર શુદ્ધ વિજ્ઞાનઘન પ્રભુ આત્માના જ્ઞાનના અભાવને લીધે શાસ્ત્રજ્ઞાનનો સદ્દભાવ હોવા છતાં અભવ્યને જ્ઞાન નથી. એથી એમ નક્કી થયું કે શાસ્ત્રજ્ઞાન કાંઈ (લાભદાયી) નથી; આત્મજ્ઞાન જ જ્ઞાન છે. હવે લૌકિક જ્ઞાન ને અજ્ઞાનીઓએ કહેલાં કલ્પિત શાસ્ત્રોનું જ્ઞાન એ તો ક્યાંય રહી ગયાં. એ તો બધાં અજ્ઞાન અને કુશાન જ છે. અહીં તો આ ચોખ્ખી વાત છે કે જેમાં ભગવાન આત્માનો આશ્રય નથી તે કાંઈ નથી, એ બધું અજ્ઞાન જ છે. (૮-૨૮૩) (૬૮૪) જોયું? શું કહે છે? કે સમ્યજ્ઞાનનો શુદ્ધ આત્મા જ એક આશ્રય છે. “શુદ્ધ આત્મા જ' -એમ કહીને બીજું બધું કાઢી નાખ્યું. આ સમ્યક એકાંત કર્યું છે. અહા ! સમ્યજ્ઞાનને એક આત્મા જ આશ્રય છે, બીજું કાંઈ નહિ-શાસ્ત્રજ્ઞાનેય નહિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ ને દેવ-ગુરુષ નહિ. સમજાણું કાંઈ....? અહા ! જ્ઞાન-સમ્યજ્ઞાન કેમ થાય એની આ વાત છે. શરીર, મન, વાણી, ઇન્દ્રિયથી તો થાય નહિ કેમકે તે બધાં રૂપી જડ પુદ્દગલ છે ને ભગવાન આત્માનું જ્ઞાન અરૂપી ચૈતન્યમય છે. વળી પુણ્ય-પાપના વિકલ્પથીય જ્ઞાન ન થાય કેમકે તે વિકલ્પ જડસ્વભાવ છે, અજ્ઞાનસ્વભાવી છે. ચારે અનુયોગ ભણે એથીય કાંઈ આત્માનું જ્ઞાન ન થાય કેમકે એ બધું પરલક્ષી-૫૨ તરફના લક્ષવાળું જ્ઞાન છે. અહા! દિશા પલટે અને અંદર સ્વમાં લક્ષ કરી સ્વસ્વરૂપને જાણવામાં પ્રવર્તે ત્યારે આત્માનું જ્ઞાન થાય છે અને તે સમ્યજ્ઞાન છે. આવી વાત છે. અધ્યાત્મ વૈભવ અહા ! અહીં મોક્ષમાર્ગ બતાવવો છે એમાં પહેલાં સમ્યજ્ઞાનથી ઉપાડયું છે, કેમકે જાણ્યા વિના કોની પ્રતીતિ કરે? જે વસ્તુ જાણવામાં ન આવે તેની પ્રતીતિ કેમ થાય? તેથી પહેલાં જ્ઞાનથી ઉપાડયું છે. તો કહે છે-જ્ઞાનનો એક શુદ્ધાત્મા જ આશ્રય છે. બીજું ગમે તેટલું જાણે તોય આત્મપ્રાપ્તિ ન થાય પણ જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળી સ્વસન્મુખતા કરે ત્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૮–૨૮૭) (૬૮૫ ) દિશા ફરે તો દશા ફેર થાય છે. પરથી ખસી જ્ઞાનની દિશા સ્વ ભણી વળે તે સમ્યજ્ઞાન થાય છે. અહા ! દશા દર્શાવાન તરફ ઢળે તો જ્ઞાન સાચું છે; બાકી બધાં થોથાં છે. સમજાણું કાંઈ... (૮-૨૮૮ ) (૬૮૬) અહાહા...! જ્ઞાનનો પ્રકાશ જ્ઞાનસૂર્ય પ્રભુ આત્મા છે. શું કીધું? તે આત્મા જ્ઞાનસૂર્ય છે. આ સૂર્યનો પ્રકાશ તો જડ આંધળો છે. એને ખબરેય નથી કે હું પ્રકાશ છું. પણ આ સ્વ અને ૫૨ને પ્રકાશનારો જ્ઞાનપ્રકાશ ભગવાન જ્ઞાનસૂર્યમાં એકાગ્ર થઈ જ્યાં ઝગમગ-ઝગમગ પ્રગટ થયો ત્યાં એ જ્ઞાનપ્રકાશના ફેલાવને હવે કહે છે, કોઈ રોકી શકે નહિ. પહેલાં જ્ઞાનને રાગ ને પુણ્યમાં રોકીને એમ માનતો હતો કે આ (રાગ ને પુણ્ય ) હું છું. એનાથી મને લાભ છે. પણ હવે એ અજ્ઞાન જ્યાં છૂટી ગયું, રાગથી જ્યાં ભિન્ન પડી ગયો ત્યાં જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થયું અને ત્યારે જે જ્ઞાનજ્યોતિ પોતાથી પ્રગટ થઈ તેના ફેલાવને હવે કોઈ આવરણ કરનારું નથી એમ કહે છે; અર્થાત્ તે આખા લોકાલોકને જાણવાના સામર્થ્ય સહિત પ્રગટ થઈ છે. આવી વાત ! અનાદિથી એને રાગાદિ-પુણ્ય-પાપના ભાવોમાં મારાપણું હતું તે અજ્ઞાનરૂપી અંધકારહતો. પણ હવે જ્યારે રાગરહિત ભગવાન ચૈતન્યબિંબમાં સ્વામીત્ત્વ કરીને એકાગ્ર થયો ત્યાં અજ્ઞાન-અંધકાર નાશ પામી ગયો અને અતિ ઉજ્જવળ જ્ઞાનના પ્રકાશ સહિત જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ. અહા ! પોતે જ્ઞાનસ્વરૂપી ભગવાન અંદર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્રાન ૨૪૯ તેનો આશ્રય કરતાં રાગદ્વેષમોહનું અજ્ઞાન નાશ પામી ગયું ને જ્ઞાનની અતિ નિર્મળ નિર્વિકાર પવિત્ર દશા પ્રગટ થઈ. અહા! આનું નામ ધરમ; ને આનાથી જન્મ-મરણ મટે એમ છે; બાકી કરોડોનું દાન કરે, મંદિરો બંધાવે, ઉત્સવો કરે ને ગજરથ કાઢે, પણ એ બધો શુભરાગ છે, બધા બહારના ભપકા છે, એનાથી જન્મ-મરણ ના મટે. અહાહા...! કહે છે-અનાદિથી ૫૨વસ્તુમાં સ્વામીત્વપણે લીન હતો; અને તેથી એને રાગદ્વેષમોહ ને બંધન થતાં હતાં. પણ પરથી ખસીને હવે જ્યાં અંદર સ્વસ્વરૂપમાં-ચિદાનંદ ચિદ્રૂપમાં આવ્યો અને લીન થયો ત્યાં રાગાદિક અજ્ઞાન હઠી ગયું અને અતિ ઉજ્જવળ જ્ઞાનધારા પ્રગટ થઈ. કેવી પ્રગટ થઈ ? તો કહે છે-એવી પ્રગટ થઈ કે હવે તેના ફેલાવને કોઈ આવી શકે નહિ જેમ સૂર્યના પ્રકાશના ફેલાવાને કોઈ (–અંધકાર) રોકી શકે નહિ તેમ સ્વ-આશ્રયે પ્રગટ થયેલી નિર્મળ જ્ઞાનજ્યોતિના ફેલાવને કોઈ રોકી શકે નહિ. (૮-૩૭૦) (૬૮૭) ભગવાનનો માર્ગ બહું ઝીણો બાપા! અહા ! એક પળ પણ જેને અંદર આત્મજ્ઞાન થાય તે ભવરહિત થઈ જાય છે; અને આત્મજ્ઞાન વિના કોઈ બાહ્ય ક્રિયાઓ કરી કરીને મરી જાય છતાં એને એક ભવ પણ ન ઘટે; અહા! એ ક્રિયાઓને ભલી માને એ મિથ્યાત્વનો મોટો બગાડ છે, અને અને એ જન્મપરંપરાનું જ કારણ થાય છે. અહા! આ તો ભગવાનની ઓમધ્વનિમાં આવેલી વાત છે. (૮-૪૦) (૬૮૮ ) ભામો પ્રજ્ઞા વડે જ આવશ્ય છેદાય છે, શું કીધું? કે પ્રજ્ઞા-સમ્યજ્ઞાનની દશા વડે અવશ્ય છેદાય ને બીજી કોઈ રીતે ન છેદાય. અહા! જેમ અંધકાર દૂર કરવાનો ઉપાય પ્રકાશ છે તેમ ભ્રમ-વ્યામોહ છેદવાનો ઉપાય એક સમ્યજ્ઞાન છે. અહા! આત્મા અને રાગને જુદા પાડનારું ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન જ ભ્રમ મટાડવાનું સાધન છે. આ જ ધર્મને આ જ મોક્ષમાર્ગ છે. (૮-૪૧૦) ( ૬૮૯ ) જેમાં રાગનું જ્ઞાન છે એવી વર્તમાન જ્ઞાનની દશા આત્માથી જુદી નથી, પણ રાગ છે તે આત્માથી જુદો છે. મીણમાં સિંહનો આકાર છે તે મીણસ્વરૂપ છે, સિંહ સ્વરૂપ નથી. તેમ ચૈતન્યમય પ્રભુ આત્મામાં રાગનું જ્ઞાન થાય તે જ્ઞાન આત્મસ્વરૂપ છે, રાગસ્વરૂપ નથી. તેથી રાગને જાણનારી તે જ્ઞાનની દશા અંતરમાં સ્વાભિમુખ વળતાં રાગ ભિન્ન પડી જાય છે અને જ્ઞાન જ્ઞાનને (-આત્માને) અનુભવે છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. વીતરાગ સર્વજ્ઞ ૫૨મેશ્વરનો માર્ગ અહીંથી શરૂ થાય છે. જેમ વીજળીના ઝબકારામાં સોય પરોવવી હોય તો કેટલી એકાગ્રતા જોઈએ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦ અધ્યાત્મ વૈભવ વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, જરાય પ્રમાદ ન કરે. તેમ ચૈતન્યમાં સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવવા ચૈતન્યની એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ વિવેકી પુરુષો કરતા હોય છે. (૮-૪૧૬) (૬૯૦) ૧. શુદ્ધજ્ઞાનસ્વરૂપ જે આત્મા છે તેનું શુદ્ધ જ્ઞાન-પુણ્ય-પાપ આદિ ભાવને કરતું નથી અને વેદતું નથી. ૨. આમાં શુદ્ધજ્ઞાનપરિણત જીવદ્રવ્ય લીધું છે. પરથી અને રાગથી ભિન્ન શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ આત્માનું જેને નિર્મળ શ્રદ્ધાન થયું છે તે શુદ્ધજ્ઞાન પરિણત જીવ છે અને તે રાગનો કર્તા કે ભોક્તા નથી. છદ્મસ્થ છે એટલે તેને રાગ આવે પણ તેનો તે અકારક અને અવેદક જ છે. ૩. જ્ઞાયિકજ્ઞાન-કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે એવા જે કેવળી પરમાત્મા છે તે રાગરહિત પૂરણ વીતરાગ છે, તેથી તેઓ પણ કર્મોના અકારક અને અવેદક છે. તેમને બહારમાં શરીરની દશા નગ્ન હોય છે અને આહાર-પાણી હોતાં નથી. અહા ! આવા કેવળી ભગવાન રાગને કરતા નથી તેમ જ વેદનાય નથી. આમ ત્રણ વાત કર્યા પછી ફરીથી સાધક જીવની વાત કરે છે. શું? કે શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? કે જાણે છે કોને? બંધ-મોક્ષને માત્ર બંધ-મોક્ષને; નહિ, શુભ-અશુભ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપે ને સકામ-અકામરૂપે બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે. અહીં! ચોથા, પાંચમા અને છઠ્ઠી ગુણસ્થાનવાળો જીવ છે તે રાગરૂપી ભાવબંધને જાણે અને રાગનો અભાવ થાય, મોક્ષ થાય તેને પણ જાણે છે. શુભાશુભ કર્મોદયને અને પ્રતિસમય થવાવાળી સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ નિર્જરાને પણ તે જાણે છે. તે એના કરવાપણે કે વેદવાપણે રહેતો નથી પણ માત્ર જ્ઞાતાપણે જ રહે છે. આવી બધી અલૌકિક વાતો છે. (૯-૧૦૨) (૬૯૧) જેમ આંખ પદાર્થોને માત્ર દેખે છે, તેને પોતામાં ગ્રહતી નથી તેમ આત્માની આંખ અર્થાત્ શુદ્ધજ્ઞાનપરિણતિ પણ રાગ-દ્વેષને, પુણ્ય-પાપને કરતી-ભોગવતી નથી, તેને ગ્રહતી નથી, તેનાથી જુદી જ વર્તે છે. જો અગ્નિને કરવા-ભોગવવા જાય તો આંખ અગ્નિરૂપ થઈ જાય અર્થાત્ બળી જાય; તેમ જ્ઞાનચક્ષુ જો રાગાદિને કરવા-ભોગવવા જાય તો તે રાગાદિરૂપ થઈ જાય અર્થાત્ એની શાંતિ બળી જાય. પણ નિર્મળ જ્ઞાનપરિણતિ રાગાદિ ભાવોને સ્પર્શતી જ નથી, તેને કરતી કે વેદતી જ નથી. જ્ઞાન-પરિણતિનો આવો સહજ સ્વભાવ જ છે. શુદ્ધ જ્ઞાનપરિણતિ આત્મા શુદ્ધ ઉપાદાનપણે જ્ઞાનને કરે છે, પણ રાગાદિને કે કર્મોને કરતો નથી, ભોગવતો નથી. તેને માત્ર જાણે જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યજ્ઞાન ૨૫૧ ભાઈ ! કેવળીને તો રાગ થતો જ નથી એટલે તે તેને ન કરે, પણ સાધકને તો રાગ હોય છે એટલે તે તેનો કર્તા થતો હશે-એમ શંકા ન કરવી; સાધકનું જ્ઞાન ભાવશ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાનની જેમ જ પરથી-રાગથી જુદું વર્તે છે; રાગ તેને પરયપણે જ છે, જ્ઞાન તેમાં તન્મય થતું નથી. અહા! કેવળીનું જ્ઞાન (કેવળજ્ઞાન ) હો કે સાધકનું જ્ઞાન (ભાવશ્રુતજ્ઞાન ) હો, જ્ઞાનનો સ્વભાવ જ આવો છે કે તેમાં રાગ સમાય નહિ, એ તો રાગથી ભિન્ન સદા જ્ઞાયક જ છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...? (૯-૧૦૩) (૬૯૨) વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને શેય બનાવતાં નિજપરમાત્મદ્રવ્યનું જે પરિજ્ઞાન થયું તેનું નામ સમ્યજ્ઞાન છે. ઘણાં શાસ્ત્રોનું જ્ઞાન–ભણતર તે સમ્યજ્ઞાન એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. આ તો પોતે અંતરમાં ભગવાન આત્મા પૂરણ એક જ્ઞાનસ્વભાવી પરમાત્મદ્રવ્ય છે. તેની સન્મુખતા થતાં “હું આ છું” –એમ જ્ઞાન થવું એનું નામ આત્મજ્ઞાન-સમ્યજ્ઞાન છે. દશામાં ભલે રાગ હો, અલ્પજ્ઞતા હો, વસ્તુ પોતે અંદર પૂરણ પરમાત્મસ્વરૂપ છે. આવા પોતાના પરમાત્મ સ્વરૂપનું જ્ઞાન થવું તેને સમ્યજ્ઞાન કહે છે. લ્યો, આવો વીતરાગનો મારગ લૌકિકથી ક્યાંય મેળ ન ખાય એવો છે. (૯-૧૨૭) (૬૯૩) આખી દુનિયા છે, પણ એનાથી જ્ઞાન જુદું છે, જ્ઞાન તેને કરતું નથી; તેમ રાગનેય જ્ઞાન કરતું નથી, ભોગવતું નથી, જાણે જ છે. ભાઈ ! સમકિતીને સમ્યકત્વાદિ જે નિર્મળ નિર્મળ ભાવો છે તે રાગથી મુક્ત જ છે, ભિન્ન જ છે. અહો ! ભગવાન આત્મા તો ભિન્ન હતો જ, ને પરિણતિ સ્વાભિમુખ થઈ ત્યાં તે પણ રાગથી ભિન્ન જ થઈ. ભાઈ ! રાગ રાગમાં હો, પણ રાગ જ્ઞાનમાં નથી, કેમકે જ્ઞાને રાગને ગ્રહ્યો નથી. રાગ જ્ઞાનમાં જણાતાં આ રાગ હું' –એમ શાને રાગને પકડ્યો નથી. હું તો જ્ઞાન છું. ' – એમ જ્ઞાન પોતાને જ્ઞાનપણે જ વેદે છે. આવા વેદનમાં સાથે આનંદ છે, પણ એમાં રાગ નથી. (૯-૧૫૪) (૬૯૪) ત્યાં સુધી રાગ-દ્વેષની પરંપરા ઊભી રહે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય અર્થાત્ જ્ઞાન સમ્યજ્ઞાન ન થાય. ઝીણી વાત છે પ્રભુ! આત્મા જાણ સ્વભાવી પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ સર્વજ્ઞસ્વરૂપ વસ્તુ છે. અહા! આવા નિજસ્વરૂપની જેને અંતર્દષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને, કહે છે, રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી; કેમકે જ્ઞાનરસથી ભરેલી પોતાની વસ્તુમાં રાગદ્વેષ નથી. ધર્માત્માને કમજોરીવશ કિંચિત્ રાગાદિ ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રગટ જ્ઞાનસમ્યજ્ઞાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (se ) ૨૫૨ અધ્યાત્મ વૈભવ તેની સાથે એકમેક થતું નથી. જ્ઞાન તેને બીજી ચીજ છે, પરય છે એમ જાણે જ છે બસ; અર્થાત્ જ્ઞાન સાગરૂપ થતું નથી ને રાગ જ્ઞાનમાં પ્રવેશ પામતો નથી. આવી વાત છે. સમજાણું કાંઈ.....! અહાહા..! કહે છે-ત્યાં સુધી રાગદ્વેષનું હૃદ્ધ ઉદય પામે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપે ન રહે અને જ્ઞય જ્ઞયપણાને ન પામે. અહા ! જ્ઞાન જ્ઞાનસ્વભાવે પરિણમવાને બદલે આ શરીરાદિ પદાર્થો મારા છે, શુભાશુભભાવો મને લાભદાયી છે એમ અજ્ઞાનભાવે પરિણમે ત્યાં સુધી રાગદ્વેષની પરંપરા ચાલુ જ રહે છે. ભાઈ ! શરીરાદિ પદાર્થો ને શુભાશુભ ભાવો તે જ્ઞય છે, પરય છે; તે તારાં કેમ થઈ જાય? એને તું જ્ઞયપણે ન માનતાં અન્યથા માને તે અજ્ઞાનભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે ત્યાં સુધી રાગદ્વેષનું કંદ ઉત્પન્ન થયા જ કરે છે. પરંતુ જ્યાં જ્ઞાન જ્ઞાનસ્વભાવે થયું કે જ્ઞયો જ્ઞયપણે તેમાં પ્રતિભાસ્યા અને ત્યારે રાગદ્વેષની ઉત્પત્તિ અટકી ગઈ. અહાહા..! સમ્યગ્દષ્ટિ ધર્મી પુરુષને સમ્યજ્ઞાન પ્રગટ થયું છે; તેનું જ્ઞાન જ્ઞાનરૂપ થયું છે તેથી મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ તેને ઉત્પન્ન થતા નથી; તેને હવે દીર્ધ સંસાર રહ્યો નથી. આવું! સમજાણું કાંઈ....! (૯-૪૦૩). (૬૯૫) શરીરની ક્રિયા અને શુભ વ્રતાદિનાં અનુષ્ઠાન ન થઈ શકે એમાં તો પુદ્ગલનો ઘાત થાય છે, તેથી કરીને કાંઈ આત્માના ધર્મોનો ઘાત થાય એમ છે નહિ, કેમકે આત્મા અને પુદ્ગલ ભિન્ન ચીજ છે. ભાઈ ! જીવને જે સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે એ કાંઈ સાંભળવાથી, ઇન્દ્રિયોથી, ભાવઇન્દ્રિયથી કે શુભરાગથી થાય છે એમ નથી, પરંતુ પોતાના સ્વસ્વરૂપનાચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. સમ્યજ્ઞાનને (મતિ-શ્રુતજ્ઞાનને) તત્ત્વાર્થસૂત્રમાં પરોક્ષ કહ્યું છે ને? હા કહ્યું છે; પણ એ તો અપેક્ષાથી વાત કરી છે, અંદર પ્રત્યક્ષપણાનો ભાવ ગૌણપણે રહ્યો જ છે. ભાઈ ! સમ્યજ્ઞાન આત્માના લક્ષે ઉત્પન્ન થાય છે. અહીં કહે છે-આત્મજ્ઞાનસમ્યજ્ઞાન જે પ્રગટ થયું તેનો ઇન્દ્રિયના ઘાતથી કાંઈ ઘાત થતો નથી, તથા મન-ઇન્દ્રિય બરાબર હોય તેટલા માત્રથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી. (૯-૪૧૪) (૬૯૬) જુઓ, આ સિદ્ધાંત કહ્યો-કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. ભાઈ ! આત્માની જ્ઞાનની દશા શબ્દાદિ બાહ્ય પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતી નથી; કેમકે જ્ઞાનનું સ્વનું ભવન-પરિણમન પોતાના ગુણથી ઉત્પન્ન થાય છે, પરથી નહિ. આ શાસ્ત્રથી જ્ઞાન થાય, ભગવાનની વાણીથી જ્ઞાન થાય કે ગુરુના ઉપદેશથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સભ્ય જ્ઞાન ૨૫૩ જ્ઞાન થાય-એમ વસ્તુસ્વરૂપ નથી. પરદ્રવ્યથી પોતાનું જ્ઞાન ત્રણકાળમાં થાય નહિ. જ્ઞાનાનંદસ્વરૂપ પોતાનો આત્મા છે તેમાં નજર કરવાથી પોતાનાં જ્ઞાન અને આનંદ ઉત્પન્ન થાય છે. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, પોતે પોતાથી સમજે તો ગુરુને નિમિત્ત કહીએ. વાસ્તવમાં તો પોતે પોતાનો ગુરુ છે. પોતે પોતાથી સમજે કે હું કર્મ નહિ, વિકાર નહિ, પુણ્ય નહિ, પાપ નહિ, હું તો અખંડ એક આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ છું-એમ અનુભવ કરે ત્યારે પોતે પોતાનો ગુરુ છે અને ત્યારે પર ગુને નિમિત્ત કહેવામાં આવે છે. પર ગુરુ નિમિત્ત છે બસ. અહાહા...વસ્તુ અંદર પોતે જ્ઞાનાનંદસ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ છે, પણ તેના પર શબ્દાદિ પદાર્થોની એકતાબુદ્ધિનું અનંતકાળથી તાળું માર્યું છે. ભાઈ ! એકવાર તું ભેદજ્ઞાનની કૂંચી લગાવી દે અને તાળું ખોલી નાખ. હું તો જ્ઞાન છું, શબ્દાદિ નહિ, વિકલ્પ નહિ-એમ કૂંચી લગાવી દે અહાહા...! તારાં અનંત ચૈતન્યના નિધાન પ્રગટ-ખુલ્લાં થશે, તને સ્વાનુભવની અતીન્દ્રિય મોજ પ્રગટ થશે. આવો મારગ છે ભાઈ ! સંસારથી સાવ જુદો. (૧૦-૪૩) (૬૯૭) ભાઈ આત્માનું હિત કરવું હોય તો સૌ પ્રથમ કર્મચેતના અને કર્મફળચેતનાથી જ્ઞાયકને ભિન્ન જાણવો. અહાહા...! પોતાની સહજ જ્ઞાનચેતના જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. પુણ્ય-પાપ અને તેના ફળમાં એકાગ્ર થવાનું છોડીને શુદ્ધ જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવું તેનું નામ જ્ઞાનચેતના છે. શુભ-અશુભનું વેદન છે તે-તે તો ધ્રુવસ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેની ઉપર ઉપર છે, અંદર તે પ્રવેશ કરતું નથી. અહાહા..આત્મા જે એક જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. આત્મા કહો કે જ્ઞાનસ્વરૂપ કહો-એક જ છે, કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અહાહા...ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદનો નાથ ચિદાનંદઘન પ્રભુ છે. અનાકુળ આનંદના રસથી આપૂર્ણ અર્થાત્ છલોછલ ભરેલું તત્ત્વ છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવું તે જ્ઞાન ચેતના છે, તે અનાકુળ આનંદરૂપ છે. અહીં કહે છે-કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણથી જાણીને પહેલાં નક્કી કરવું અને તેનું દઢ શ્રદ્ધાન કરવું. (૧૦-૬૫) (૬૯૮) આગમ-પ્રમાણ અને અનુમાન પ્રમાણથી જાણીને-નક્કી કરીને હવે કહે છે, સ્વસંવેદનપ્રમાણથી જાણે છે. જ્ઞાન અને આનંદના વેદનથી આત્માને જાણે તે સ્વસંવેદનપ્રમાણ છે. ચેતના ત્રણ પ્રકારે કહી-કર્મચેતના, કર્મફળચેતના અને જ્ઞાનચેતના. તેમાં કર્મચેતના ને કર્મફળચેતના વિભાગ દશા છે, વિકારી દશા છે, અને જ્ઞાનચેતના નિર્વિકાર નિર્મળ દશા છે. એ ત્રણેયને આગમ, અનુમાન અને સ્વસંવેદન પ્રત્યક્ષથી જાણીને શ્રદ્ધાન કરવું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ અધ્યાત્મ વૈભવ -રાગથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ અનુમાન-પ્રમાણથી જાણીને નક્કી કરવું. એટલે શું? કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, અને જ્યાં જ્ઞાન નહિ ત્યાં આત્મા નહિ. મતલબ કે દયા, દાન આદિનો રાગ થાય તે આત્મા નહિ. એ તો અનાત્મા છે. આ પ્રમાણે અનુમાનપ્રમાણની જાણીને રાગથી ભિન્ન જ્ઞાનચેતનાનું સ્વરૂપ નક્કી કરવું. જુઓ, આ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવાની વિધિ છે. અહા ! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પોતે છે એમાં ઉપયોગની એકાગ્રતા થવી તે જ્ઞાનચેતના છે. આવી જ્ઞાનચેતનાનું સ્વરૂપ કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન છે એમ કહે છે, પહેલાં આગમથી અને અનુમાનથી નક્કી કરવું (૧૦-૬૬ ) (૬૯૯) આ સ્વસંવેદન પ્રમાણમાં-આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન છે. સ્વસંવેદન અર્થાત્ પોતાનું “સ” નામ પ્રત્યક્ષ વેદન તે સ્વસંવેદન છે અને તે વડે આત્માને જાણીને તેનું શ્રદ્ધાન દઢ કરવું કે “આ આત્મા” –એમ પ્રત્યક્ષ વેદનમાં લઈને તેનું શ્રદ્ધાન કરવું. સંવેદનમાં જાણીને તેનું (આત્માનું) દઢ શ્રદ્ધાન કરવું એમ કહે છે. (સ્વસંવેદનમાં જાણે તો શ્રદ્ધાન કરે એમ વાત છે.) અરે ભાઈ ! ક્ષણે ક્ષણે તું મૃત્યુની સમીપ જઈ રહ્યો છે. દેહ છૂટવાની ક્ષણ તો નિયત છે, તેમાં શું ફરે એમ છે? પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ સ્વસંવેદનપ્રમાણથી જાણી તેનું શ્રદ્ધાન કરવું એ આ મનુષ્યભવમાં કરવાયોગ્ય કાર્ય છે. ભાઈ ! તું હમણાં નહિ કરે તો ક્યારે કરીશ? (એમ કે પછી અવસર નહિ મળે.) (૧૦-૬૬). (૭OO). ચોથા ગુણસ્થાને અવિરત દશામાં આવું સંવેદન અને શ્રદ્ધાન હોય છે. આ ગુણસ્થાને હજુ પુણ્ય-પાપના ભાવ, વિષયવાસનાના ભાવ હોય છે. પણ પ્રતીતિમાં આવી ગયું છે કે હું આસવથી ભિન્ન એક જ્ઞાયક તત્ત્વ છું, પૂર્ણાનંદનો નાથ પ્રભુ છું અને રાગથી એકતા તૂટી ગઈ છે, રાગનું અને સ્વામીત્વ નથી. તથાપિ પુણ્ય-પાપના પરિણામથી સર્વથા નિવૃત્તિ નથી. વળી અંદર શાંતિ અને શુદ્ધિની વિશેષતા થઈ છે, વૃદ્ધિ થઈ છે તે પાંચમું દેશવિરત ગુણસ્થાન છે. તેને પણ આવું સ્વસંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન દઢ હોય છે. ત્યાં પણ સર્વવિરતિ નથી. મુનિને છઠ્ઠા ગુણસ્થાનની પ્રમત્ત દશામાં પણ આવું અસંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન હોય છે. ત્યાં મુનિને પણ સંજ્વલનો કિંચિત્ રાગ હોય છે; સર્વથા નિરાસ્ત્રવ નથી. પંચમહાવ્રત, સમિતિ, ગતિ, જિનસ્તુતિ, ભક્તિ, વંદના ઇત્યાદિનો કિંચિત્ રાગ આવે છે એટલે હજુ આસ્રવા છે. જોકે આ દશામાં શુદ્ધિની વૃદ્ધિ સવિશેષ છે તથાપિ સર્વ રાગનો અભાવ નથી. આ પ્રમાણે સ્વસંવેદનસ્વરૂપ જ્ઞાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્રાન ૨૫૫ ચેતનાનું આગમ, અનુમાન અને સ્વાનુભવથી વેદન આ ત્રણે અવસ્થામાં-ચોથે, પાંચમે અને છઢે ગુણસ્થાને હોય છે. અહા ! પ્રમત્ત અવસ્થાનો ત્યાગ થતાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાને પોતાના સ્વરૂપનું જ ધ્યાન હોય છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે-જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનો વિકલ્પ ઊઠે છે ત્યાં સુધી તે સાસ્ત્રવ નથી. નિરાસ્રવ નથી, ત્યાં તો વિશેષ એમ પણ વાત કરી છે કે–મહાવ્રતનો જે શુભરાગ છે તેને જે ઉપાદેય માને તેને આત્મા હોય અને જેને આત્મા ઉપાદેય છે તેને સર્વ રાગ હોય છે. અહા ! મુનિરાજ સાતમે ગુણસ્થાને સર્વ વિકલ્પ તોડીને એક સ્વરૂપનું જ ધ્યાન કરે છે. આવી અપ્રમત્ત દશા નિરાસ્ત્રવ છે. વળી જ્યારે તે પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે તે કાળે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચઢી કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે. સમ્યગ્દર્શનમાં શ્રદ્ધાન કર્યું હતું કે હું તો શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છું, પણ હજુ આસ્રવરહિત થયો નહોતો, છઢે પણ કાંઈક અસ્થિરતા હતી. હવે તે અસ્થિરતા ટાળી પોતાના સ્વરૂપમાં લીન-સ્થિર થાય છે. આ સાતમા ગુણસ્થાનની વાત છે. પછી શ્રેણી ચઢી, કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે. ( ૧૦–૬૭ ) ( ૭૦૧ ) જુઓ, કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ, નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાનો મુખ્ય ના કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામીત્વભાવે પરિણમન હોય છે. કર્મના અને કર્મફળના સ્વામીત્વભાવે પરિણમન નથી હોતું. જીવને સર્વજ્ઞપદ પ્રગટ થયા પહેલાં નિર્વિકલ્પ અનુભવના કાળે ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. આત્મા પૂર્ણાનંદઘન ચૈતન્યઘન પ્રભુ છે. તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ થયો અને તેને સ્પર્શીને જે જ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન ) થયું તેને અહીં જ્ઞાનચેતના કહે છે. ધર્મની પહેલી દશા થતાં નિર્વિકલ્પ અનુભવના કાળમાં જ્ઞાનચેતના હોય છે. અજ્ઞાની જીવ અનંતકાળથી આજ સુધી કોઈ દિ' સમ્યગ્દર્શન પામ્યો નથી; એનો ઉપયોગ શુદ્ધ ચૈતન્યમાં જોડાણો નથી. તેનો વર્તમાન ઉપયોગ પુણ્ય-પાપ અને તેના ફળમાં જોડાયેલો હોય છે. તેથી અજ્ઞાનીને અનાદિથી કર્મચેતના અને કર્મફળચેતના વર્તે છે. હવે જ્યારે જે જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે જ્ઞાન અને આનંદનું દળ એવા આત્માનો એને સ્પર્શ થાય છે. તે અંદર જાગ્રત થઈને નિજ જ્ઞાનસ્વભાવને ચેતે છે. તે કાળે તેનો ઉપયોગ શુદ્ધ નિર્વિકલ્પ હોય છે. તેના ઉપયોગમાં ધ્યાન ત્રિકાળી દ્રવ્યનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ અધ્યાત્મ વૈભવ હોય છે. તે કાળે તેને ઉપયોગાત્મક જ્ઞાનચેતનારૂપ પરિણમન હોય છે. બુદ્ધિપૂર્વકનો રાગ તેને છૂટી જાય છે. અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન પોતે છે તેના વેદનમાં ઉપયોગ અંતર્લીન થયો હોય છે અને ત્યારે અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ છે અને આ નિર્વિકલ્પ ઉપયોગના કાળમાં નિજ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. ( ૧૦–૬૮ ) ( ૭૦૨ ) જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે. એટલે શું? કે સમ્યગ્દષ્ટિને લબ્ધરૂપ જ્ઞાનચેતના સદાય રહે છે. જ્ઞાનનો ઉપયોગ સ્વસ્વરૂપથી ખસી જતાં સમકિતીને વિકલ્પ આવે છે છતાં તે જીવને સમ્યગ્દર્શનજ્ઞાન થયું છે, જ્ઞાનચેતના પ્રગટી છે તે તેને કાયમ રહે છે. ચાહે તો વેપાર ધંધામાં ઊભો હોય કે અન્ય વિકલ્પમાં હોય, હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એવું ભાન એને નિરંતર રહે જ છે; તે કદીય વિકલ્પ સાથે તદ્રુપ થતો નથી. અહો! ભગવાન કેવળી અને તેમના કેડાયતી સંતો આવો અદ્દભુત વારસો મૂકી ગયા છે. પણ ભાઈ! તું નજર કરે તો ને! સમકિતીને કર્મચેતના અને કર્મફળચેતના હોતી નથી. એટલે શું? તેને પુણ્ય-પાપના વિકલ્પ અને હરખ-શોકનું વેદન હોતું જ નથી એમ નહિ, પણ તેને કર્મના અને કર્મફળના સ્વામીત્વપણે પરિણમન નથી. તેને પુણ્ય-પાપના વિકલ્પો અને હરખશોકના વેદનનું સ્વામીત્વ નથી. નિરંતર જ્ઞાનના સ્વામીત્વભાવે જ તે પરિણમતો હોય છે. તે તો પુણ્ય-પાપ આદિ ભાવોનો માત્ર જ્ઞાતા જ રહે છે. પુણ્ય-પાપ આદિ ભાવોનું પરિણમન છે, પણ તેને એનું સ્વામીત્વ નથી. તેથી દષ્ટિની પ્રધાનતામાં જ્ઞાનચેતનાની મુખ્યતા કરી, કર્મચેતના અને કર્મફળચેતનાને ગૌણ ગણી તે એનામાં નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ ? ( ૧૦-૬૯ ) ( ૭૦૩) અહા ! રાગથી ભિન્ન પડી, ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા ‘હું તો શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ છું' –એમ અંતરમાં પ્રતીતિ અને અનુભવ કરવો એનું નામ જ્ઞાનચેતના છે અને તે ધર્મ છે. આત્મા શુદ્ધ એક ચૈતન્યસત્તાપણે અંદર નિત્ય વિરાજમાન છે. અહા ! આવા પોતાના નિજસ્વરૂપમાં સન્મુખતા કરી તેનો અનુભવ કરવો તે ભગવતી જ્ઞાનચેતના છે અને તે જ ભવના છેદનો ઉપાય છે. મુક્તિનો ઉપાય છે. અહો! દિગંબર સંતોએ પોકારીને પરમ સત્યને પ્રસિદ્ધ કર્યું છે. રાગમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે અજ્ઞાન ચેતના છે અને તે ભવબીજ છે, એનાથી સંસાર ફળશે અને ફાલશે; અને નિજ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે જ્ઞાનચેતના છે અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્રાન તે મોક્ષબીજ છે, એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટશે! આવી સ્પષ્ટ વાત છે ભાઈ ! ૨૫૭ ( ૧૦–૧૧૦) ( ૭૦૪ ) અહા ! ભગવાન ! તારી પ્રભુતાનો પાર નથી. ઓહોહોહો... ! અંદર જ્ઞાનાનંદથી ભરેલો, પૂરણ પ્રભુતાથી ભરેલો પ્રભુ છો ને નાથ! તારામાં પ્રભુતા શક્તિ નામ સ્વભાવ ભર્યો પડયો છે. અહા! પરમેશ્વર થવાની અંદર શક્તિ પડી છે ને પ્રભુ! તું પામ૨૫ણે રહે એવો તારો સ્વભાવ જ નથી. અહાહા...! અંદર એકલો શુદ્ધ ચૈતન્યઘન, જ્ઞાનાનંદલક્ષ્મીથી ભરેલો ભગવાન પ્રભુ તું છો. આ પુણ્ય-પાપના ભાવ એ તો બહારની ચીજો–બધો પુદ્દગલનો વિસ્તાર છે, એ તારો ચૈતન્યનો વિસ્તાર નહિ. અહા! અંદર સ્વસ્વરૂપના આશ્રયે પ્રગટ થનારી જ્ઞાન-દર્શન-આનંદની દશા એ ચૈતન્યનો વિસ્તાર છે, એ જ્ઞાનચેતના છે, એ મુક્તિનો ઉપાય છે. માટે હે ભવ્ય! સકળ કર્મના અને સકળ કર્મફળની ભાવનાનો ત્યાગ કરીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદય નચાવ. અહા! જેને સિદ્ધપદની અંતરમાં ભાવના થઈ છે એવા મોક્ષાર્થીને આચાર્ય કહે છે-હૈ મોક્ષાર્થી પુરુષ ! સકળ કર્મના સંન્યાસની ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવી, તારે સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી, નચાવવી એટલે શું? કે જ્ઞાનચેતનારૂપ થઈને જ સતત પરિણમ્યા કરવું. અહાહા...! ભગવાન આત્માનું સ્વસંવેદન કરી જ્ઞાન અને આનંદના વેદનમાં ઠરવું-રહેવું તે સ્વભાવભૂત ભગવતી જ્ઞાનચેતના છે અને તે સહજ જ રાગના ત્યાગરૂપ છે. તે જ્ઞાનચેતના જ મોક્ષનું કારણ છે; માટે જ્ઞાનચેતનારૂપ જ નિરંતર પરિણમવું. (૧૦–૧૧૨ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com ( ૭૦૫ ) જ્યારે જીવ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરીને કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડી દે, જડી દે અને શુદ્ધોપયોગરૂપ થાય ત્યારે શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને તે વખતે જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે; પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો ૫૨માનંદમાં મગ્ન રહે છે. ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’ એમ તો જ્ઞાનચેતના અંશે ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. પંચાસ્તિકાયમાં (ગાથા ૩૯ માં) જે એમ કહ્યું છે તે જ્ઞાનચેતના કેવળીને જ હોય છે એ તો ત્યાં પૂર્ણતાની અપેક્ષાએ વાત છે; બાકી જ્ઞાનચેતનારૂપ અનુભવ ચોથે ગુણસ્થાનેથી શરૂ Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮ અધ્યાત્મ વૈભવ થાય છે. રાગથી ખસીને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે, અને તે ચોથેથી શરૂ થાય છે. સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના હોય છે. પણ પૂર્ણ નથી. સાથે કર્મચેતના અને કર્મફળચેતના પણ હોય છે. અહાહા....! અહીં કહે છે-સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન થાય પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. જુઓ, ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તેનો કાળ અસંખ્ય સમય છે; અને તેનું ફળ જે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટી તેનો કાળ અનંત છે. સાધકપણાનો કાળ અસંખ્ય સમય છે, અનંત નહિ અને સિદ્ધદશા પ્રગટે તેનો કાળ અનંત છે. અહાહા...! આત્મા દ્રવ્ય છે તેનો કાળ અનાદિ-અનંત છે. તેમાં મિથ્યાષ્ટિ ભવ્ય જીવનો સંસાર અનાદિ-સાત છે. સાધકપણાનો કાળ સાદિ-સાંત અસંખ્ય સમય છે, અને તેનું ફળ જે સિદ્ધદશા તેનો કાળ સાદિઅનંત અનંત છે. અહાહા...! પરમ સુખમય સિદ્ધદશા પ્રગટી તે હવે અનંત અનંતકાળ રહેશે કહ્યું કે અહીં કે-અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. અહાહા...! સિદ્ધ પરમાત્મા અનંતકાળ સુધી પરમાનંદમાં મગ્ન રહે છે. (૧૦-૧૫૮) (૭૦૬) શરીરના સ્પર્શનું જ્ઞાન થાય તે જ્ઞાન નથી; તેનાથી જે જ્ઞાન તે તો જડનું જ્ઞાન છે, એ ક્યાં આત્માનું જ્ઞાન છે? ભાઈ ! જેના પાતાળના ઊંડા તળમાં ચૈતન્યપ્રભુ પરમાત્મા બિરાજે છે તે ધ્રુવના આશ્રયે જ્ઞાન થાય. તે વાસ્તવિક જ્ઞાન છે. અહાહા..! અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પર્યાય અંદર ઊંડ ધ્રુવ તરફ જઈને પ્રગટ થાય તે જ્ઞાન છે, તે ધર્મ છે. આવી વાત ! પ્રશ્ન- હા, પણ કેટલે ઊંડે એ (-ધ્રુવ) છે? ઉત્તર- અહાહા..! અનંત અનંત ઊંડાણમય જેનું સ્વરૂપ છે તેની મર્યાદા શું? દ્રવ્ય તો બેહુદ અગાધ સ્વભાવવાનું છે, તેના સ્વભાવની મર્યાદા શું? અહાહા..! આવું અપરિમિત ધ્રુવ-દળ અંદરમાં છે ત્યાં પર્યાયને લઈ જવી (કેન્દ્રિત કરવી) તેનું નામ સમ્યજ્ઞાન છે. ઇન્દ્રિયોથી પ્રવર્તતું રાાન કાંઈ જ્ઞાન નથી. (૧૦-૧૮૫) (૭૦૭) ભાઈ, આવું માંડ મનુષ્યપણું મળ્યું એ તો વીજળીનો ઝબકારો છે. આ વીજળીના ઝબકારે સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવી લે તો પરોવી લે, દોરો ના પરોવ્યો તો, દોરા વિનાની સોય જેમ ક્યાંય ખોવાઈ જાય તેમ સમ્યજ્ઞાનરૂપી દોરા વિના, આ દેહ છૂટતાં, ભગવાન! તું ક્યાંય સંસારમાં ખોવાઈ જઈશ, પત્તોય નહિ લાગે. સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવ્યો હશે તો પોતે ખોવાશે નહિ, અલ્પકાળમાં મોક્ષધામ પહોંચી જશે. (૧૧-૨૩૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સભ્ય જ્ઞાન ૨૫૯ (૭૦૮) જે પુરુષ અનેકાન્તમય આત્માને જાણે છે અર્થાત્ દ્રવ્યપર્યાય સ્વરૂપ આત્મવસ્તુ છે તેમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે તે પર્યાય નથી, ને એક સમયની પર્યાય છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નથી-અહાહા..આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેને જે પુરુષ અનુભવે છે તે સમ્યજ્ઞાની છે. અહા ! આમ સમ્યજ્ઞાન અને સુનિશ્ચળ સંયમ- એમ બેમાં જે વર્તે છે તે પુરુષ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે. સમ્યગ્દર્શન થતાં જ અભિપ્રાયથી તો રાગથી ભિન્ન પડ્યો હતો, છતાં રાગ હતો. તો તેને જાણીને સ્વરૂપના ઉગ્ર આશ્રય વડે શુદ્ધ પરિણતિ-વીતરાગી પરિણતિને પ્રગટ કરે તેને સંયમ કહે છે. એકલી ઇન્દ્રિયોને દમવી ને અહિંસાદિ વ્રત પાળવા તે સંયમ એમ નહિ. એ તો સંયમ છે જ નહિ. સ્વરૂપમાં જે લીનતાસ્થિરતા છે તે સંયમ છે. આમ સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર વડ જેણે જ્ઞાનમય અને ક્રિયાયની મૈત્રી સાધી છે તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનારો છે. અહાહા....! પુણ્ય-પાપથી રહિત ચિન્માત્રજ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે. તેની અંતર્મુખ થઈને સ્વસંવેદન-પોતાનું પોતાથી વેદન કરવું તે જ્ઞાનનય છે; તથા તેમાં જ સ્થિર થઈ, અશુદ્ધતાના-રાગના ત્યાગરૂપ શુદ્ધ પરિણતિરૂપે પરિણમવું તે સંયમ નામ ક્રિયાનય છે. સમ્યજ્ઞાન-આત્મજ્ઞાન ને રાગના અભાવરૂપ સંયમ-બેને મૈત્રી–ગાઢ મૈત્રી છે. આ જ્ઞાનનયા ને ક્રિયાનયની મૈત્રી છે. (૧૧-૨૩૮) (૭)૯). અહા ! અંતરમાં આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે. જેમ હીરામાં પાસા (પહેલા) પાડતાં પ્રકાશ વડે ઝગઝગાટ ચમકે છે, તેમ ભગવાન આત્માનો અંતરમાં સ્વીકાર કરતાં ચૈતન્યનું લસલસતું તેજ પ્રગટ થાય છે. જેમ હીરામાં ચમક ભરી છે તેમ ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદનું પૂર્ણ ભરપુર તેજ ભર્યું છે. તેમાં અંતર-એકાગ્ર થતાં સમ્યજ્ઞાનનું તેજ પ્રગટ થાય છે; અર્થાત્ શુદ્ધ સ્વભાવ જેનો મહિમા છે એવો શુદ્ધ, બુદ્ધ ભગવાન આત્મા ઝગઝગાટ પ્રકાશે છે. આ સમ્યજ્ઞાનનો પ્રકાશ થતાં પરનો મહિમા મટીને નિજ સ્વભાવનો મહિમાં પ્રગટ થાય છે. (૧૧-૨૪૩) (૭૧૦) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું આત્મા છું એમ નિશ્ચય કરી નિજસ્વરૂપમાં એકાગ્ર થાય તેને આત્મજ્ઞાનનું તેજ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન થયા પછી તેને સ્વરૂપમાં રમણતાની જ ભાવના હોય છે. તે સ્વરૂપમાં રમણતાના પુરુષાર્થ વડે તેના ફળરૂપ પૂર્ણ આત્માની પ્રાપ્તિ કરી લે છે; આ રીતે તેને પૂર્ણ જ્ઞાન ને આનંદની પ્રગટતા થાય છે. આમ પૂર્ણ સ્વભાવની પ્રગટતા તે આત્મજ્ઞાનનું ફળ છે, ને આત્મજ્ઞાનીને તે થઈને રહે છે. જુઓ આ આત્મજ્ઞાનનું ફળ ! આત્મજ્ઞાનનું ફળ મોક્ષ છે. (૧૧-૨૪૪) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬O અધ્યાત્મ વૈભવ (૭૧૧) અહીં કહે છે તે (અજ્ઞાન) જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે કાંઈ ન રહ્યું. અહાહા....! હું જાણગસ્વભાવી વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છું એમ નિજ સત્તાનો નિર્ણય થયો ત્યાં અજ્ઞાન રહ્યું નહિ. ભલે પર્યાયમાં અલ્પજ્ઞાતા છે, પણ સર્વજ્ઞસ્વભાવી નિજ આત્માનું ભાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. અજ્ઞાન જેવી ચીજ જ ન રહી, જ્ઞાન-જ્ઞાન-સમ્યજ્ઞાન થયું. સમજાણું કાંઈ... ? મિથ્યાજ્ઞાન અને સમ્યગ્વજ્ઞાન-બંને સાથે રહી શકતાં નથી, તેથી અંતર્દષ્ટિ થતાં સમ્યજ્ઞાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. આવી વાત છે. અહાહા....! ભગવાન આત્મા પોતાની ચીજની જ્યાં અંદરમાં સંભાળ લેવા ગયો ત્યાં એને અજ્ઞાન ટળી ગયું, ને સમ્યજ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાનનેત્ર જે બંધ હતાં તે ખુલી ગયાં, કબાટ જે બંધ હતાં તે ખુલી ગયાં. અહા ! જિજ્ઞાસુ કે જેને આ વાત ધારણામાં છે, પણ અંતર્દષ્ટિ થઈ નથી તેને હજુ કબાટ બંધ છે. જ્યાં અંતષ્ટિ થઈ કે તરત જ અજ્ઞાનનો નાશ થઈ કબાટ ખુલી જાય છે, અને ત્યારે હું શાંતિરસનો-ચૈતન્યરસનો-આનંદરસનો પિંડ છું એવો અનુભવ થાય છે. (૧૧-૨૭૩) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮. સમ્યચારિત્ર ( ૭૧૨ ) અને ચારિત્ર ? આત્મા અતીન્દ્રિય આંનદમૂર્તિ છે. એનું ભાન થઈને એમાં વિશેષ વિશેષ લીનતા–૨મણતા થતાં જે પ્રચુર આનંદનું વેદન થાય તે ચારિત્રદશા છે. પ્રથમ જેને સમ્યગ્દર્શન હોય તેને વિશેષ સ્થિરતા થાય તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન ન હોય અને પાધરા (સીધા ) વ્રત લઈને બેસી જાય એ તો બધાં એકડા વિનાનાં મીંડાં છે. એ બધું મિથ્યાત્વની ભૂમિકા છે. (૧-૧૯૨ ) ( ૭૧૩) નય-નિક્ષેપથી ચારિત્રના સ્વરૂપનું જ્ઞાન થવું (વિકલ્પ ઊઠે તે) એ વ્યવહાર ચારિત્ર છે. અને અંદર જ્ઞાનસ્વરૂપમાં અતીન્દ્રિય આનંદરૂપ સ્થિરતા થવી એ નિશ્ચયચારિત્ર છે. દેહની ક્રિયા એ તો જડ-પુદ્દગલની ક્રિયા છે, એ કાંઈ ચારિત્ર નથી. અંદર અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રતના વિકલ્પ ઊઠવા એ પણ રાગભાવ છે. એનાથી રહિત પરિપૂર્ણ આનંદમૂર્તિ ભગવાન આત્મામાં નિર્વિકલ્પ સ્થિરતા થવી એ ચારિત્ર છે. આમ નય-નિક્ષેપથી ચારિત્રનું સ્વરૂપ જાણી આનંદનો નાથ પરિપૂર્ણ ભગવાન આત્મા જે જ્ઞાનશ્રદ્ધાનમાં લીધો છે તેમાં ચરવું, રમવું, સ્થિર થવું એ નિશ્ચયચારિત્ર છે. ત્રિકાળીમાં લીન થવું, પણ જ્ઞાન-શ્રદ્ધાનમાં લીન થવું એમ કહ્યું નથી; કેમકે એ તો પર્યાય છે. ( ક્રમશઃ ) ત્રિકાળી ભગવાન આત્મામાં પરિપૂર્ણ લીનતા કરવાથી રાગ-દ્વેષ-મોહનો સર્વથા અભાવ થાય છે અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. જેવી સ્વરૂપ-સ્થિતિ છે તેવી પર્યાયમાં પ્રગટ થાય છે; તેથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. (૧–૨૦૮ ) ( ૭૧૪ ) આત્માના આનંદમા રમવું, નિજાનંદમાં રમવું એ ચારિત્ર છે. હવે લોકો કાંઈ ને કાંઈ ક્રિયા અને બહારનાં પંચમહાવ્રતાદિને મોક્ષનો માર્ગ-સાધન માને છે, પણ ભાઈ! એ કાંઈ સાધન નથી. પરંતુ નિમિત્તથી કથન કરીને કહ્યું છે. ત્રણ લોકનો નાથ જે સિદ્ધસ્વરૂપી પરમાત્મા એનું જ્ઞાન, શ્રદ્ધાન થાય ત્યારે એમાં ઠરે. એ જ્ઞાયકસ્વરૂપ આનંદઘન ભગવાન આત્મામાં ચરવું, રમવું, લીન થવું, સ્થિરતા કરવી એ અનુભવ છે, એ ચારિત્ર છે. (૨-૩૦ ) ( ૭૧૫ ) પહેલાં એની શ્રદ્ધામાં તો નક્કી કરે કે ભગવાન આનંદનો નાથ પ્રભુ જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨ અધ્યાત્મ વૈભવ અંદરમાં જણાયો અને શ્રદ્ધામાં આવ્યો એમાં કરવું એ ચારિત્ર છે. વ્રત, તપ, ઉપવાસ આદિ કાંઈ ચારિત્ર નથી. ઉપવાસ એટલે ઉપ નામ સમીપમાં ભગવાન આનંદના નાથની સમીપમાં વાસ એટલે વસવું-અનુભવ વડ વસવું. આત્મામાં અનુભવ વડ લીન થવું એ ચારિત્ર છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનમાં જણાયો એવો શ્રદ્ધયો કે આ અંદર સ્વરૂપથી દેખાયો તે આત્મા અને એમાં ઠરવું, એનો અનુભવ કરવો તે ચારિત્ર. (૨-૩૦) (૭૧૬) અહાહા..! આવું આત્મજ્ઞાન થતાં શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી એટલે દયા, દાન, ભક્તિ આદિના શુભભાવો જે અન્યભાવો છે તેની જુદાઈ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. રાગના વિકલ્પથી જુદો છું એવું ભેદજ્ઞાન થવાથી સ્વરૂપમાં નિઃશંક ઠરવાને લીધે આત્માનું ચારિત્ર-આત્માનું અનુષ્ઠાન-આત્મામાં રમણતા પ્રગટ થાય છે અને તે આત્માને સાધે છે. વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને સ્વરૂપમાં નિઃશંક ઠરતાં એ આચરણ આત્માની સિદ્ધિને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. સાધ્ય જે મોક્ષદશા તેની સિદ્ધિ-પ્રાપ્તિ એ રીતે થાય છે, બીજી રીતે નહિ. અજ્ઞાની મિથ્યાષ્ટિને સ્વનું આચરણ હોતું નથી. (તેથી સાધ્યની સિદ્ધિ તેને થતી નથી.) (૨-૩ર). ( ૭૧૭) અહાહા...! સમયનો આંતરો પડ્યા વિના નિરંતર અમે આનંદનો નાથ જે ભગવાન જ્ઞાયક આત્મા તેને અનુભવીએ છીએ. અંદર જે સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદના સ્વભાવે શક્તિપણે પડ્યો છે તે અતીન્દ્રિય આનંદસ્વરૂપને અમે સતત અનુભવીએ છીએ. જુઓ આ આત્માનું ચારિત્ર. ચૈતન્યસત્તાથી ભરેલો જે જ્ઞાયકભાવ આનંદથી ભરેલો ભગવાન આત્મા એનું જ્ઞાન અને શ્રદ્ધાન છે, ઉપરાંત આચરણમાં અંદર સ્થિરતા કરી અને અનુભવીએ છીએ. (૨-૩૯) (૭૧૮) ભાઈ ! પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર કોને કહેવાય એની વાત ચાલે છે. સમ્યગ્દર્શન અને પછી સમ્મચારિત્ર એ અલૌકિક ચીજ છે. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે તો સમ્યક્રચારિત્ર સાક્ષાત્ ધર્મ છે. કહ્યું છે ને કે “વરિત ઘો' – ચારિત્ર તે ધર્મ છે. એ જ દુઃખથી છૂટવાનો ઉપાય-મોક્ષમાર્ગ છે. આવું ચારિત્ર કોને કહેવાય? પ્રવચનસાર ગાથા ૭ ની ટીકામાં આવે છે – “સ્વરૂપે વાર વારિત્ર” સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. સ્વરૂપમાં આચરણ કરવુંઠરવું એ ચારિત્ર છે. રાગનું આચરણ તે ચારિત્ર નથી. પંચમહાવ્રતનો વિકલ્પ એ પણ અચારિત્ર છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સભ્યશ્ચારિત્ર ૨૬૩ હું છું. અને રાગ-ગમે તેવો મંદ હો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો હો કે વ્યવહા૨ રત્નત્રયનો હો–તે મારા ચૈતન્યઘનસ્વભાવપણે થાય એવું એનું સ્વરૂપ નથી, અને હું રાગપણે થાઉં એવો મારો ચૈતન્યસ્વભાવ નથી. જ્ઞાનમાં આમ નિશ્ચય કરીને, રાગને ૫૨૫ણે જાણી, જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે, ધર્મ છે. ( ૨-૧૬૪ ) ( ૭૧૯ ) જેને ભગવાન જ્ઞાતા-દ્રષ્ટાવસ્તુનો પોતાના નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ થયો કે ‘આ આત્મા છે' તેને હવે પ્રત્યાખ્યાન કેમ થાય? એનો હવે ઉત્તર આપે છે કે જેણે અંદરમાં જાણ્યું કે રાગ અને ચૈતન્યસ્વભાવ ભિન્ન-ભિન્ન છે, રાગપણે થવું એ મારું સ્વરૂપ નથી અને મારા સ્વભાવપણે થવું એ રાગનું સ્વરૂપ નથી, એ જાણનારો રાગને ભિન્ન જાણી તેને ત્યાગે છે. પરંતુ રાગને ત્યાગે છે એ તો કથનમાત્ર છે, કારણ કે રાગના ત્યાગનું કર્તાપણું ૫રમાર્થે જીવને નથી. નિર્મળ ભેદજ્ઞાન મળે નહિ અને બહારથી આનો અને તેનો ત્યાગ કરે અને માને અમે ત્યાગી. પણ ભાઈ! જીવને ૫૨નું ત્યાગ-ગ્રહણ માનવું એ તો મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે. અહીં કહે છે કે રાગનો ત્યાગ કરનાર જીવ છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, ૫૨માર્થ નથી. ખરેખર તો એ રાગના ત્યાગનો કર્તા છે જ નહિ. સ્વરૂપમાં ઠરતાં રાગ થતો જ નથી, માટે રાગનો ત્યાગ કરે છે એમ નામમાત્ર કથન છે. અહો! આ તો પરમેશ્વર ત્રણલોકના નાથ સર્વજ્ઞ ૫૨માત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત સંતોએ આડતિયા થઈને જગતને જાહેર કરી છે. પ્રત્યાખ્યાન સમયે એટલે સ્વરૂપમાં ઠરવાના કાળે, પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે ૫રભાવ-રાગ તેનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર કથન છે. ( ૨-૧૬૫ ) (૭૨૦) અહાહા! હું શુદ્ધ ચિરૂપ જ્ઞાતા-દ્રષ્ટામાત્ર છું એવું જેને અંતરમાં ભાન થયું તે સ્વમાં સ્વપણે રહીને જ્યારે પરભાવ-રાગાદિને ૫૨૫ણે જાણે ત્યારે એને સ્વમાં રહેવાનો કાળ છે, રાગના અભાવસ્વભાવે પરિણમવાનો કાળ છે, પ્રત્યાખ્યાનનો કાળ છે. આ સ્વરૂપસ્થિરતાના કાળે શાને જાણી લીધું કે રાગ પર છે એ રાગનો ત્યાગ છે. આ રાગનો ત્યાગ પણ જો નામમાત્ર કથન છે–તો આહાર-પાણી છોડવાં અને બાયડી, છોકરાં, લુગડાં ઇત્યાદિ છોડવાં એ તો ક્યાંય દૂર રહી ગયું. એ બાહ્ય વસ્તુનો ત્યાગ માનવો એ તો મિથ્યાત્વ છે. (૨-૧૬૬ ) ( ૭૨૧) આત્માએ ૫૨ભાવનો ત્યાગ કર્યો, રાગનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવી ચૈતન્યપ્રકાશનો પૂંજ એકલા જ્ઞાયકભાવ-સ્વભાવવાળું તત્ત્વ છે, સ્વપ૨પ્રકાશક સ્વભાવી છે. આવા સ્વતત્ત્વને સ્વ જાણ્યું અને પરભાવને ૫૨ તરીકે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪ અધ્યાત્મ વૈભવ જાણો ત્યારે પરભાવને ગ્રહણ કર્યો નહિ, રાગને પકડ્યો નહિ એને એનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. રાગમાં જે અસ્થિર થતો હતો તે થયો નહિ તેને ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. સત્યને સત્ય તરીકે રાખીને પ્રસિદ્ધ કરવા–પરમ સત્યની પ્રતીતિ કરાવવા કવી ગજબ શેલી લીધી છે એ તો જુઓ ! પરદ્રવ્યને પર તરીકે જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ ન થયું તે જ એનો ત્યાગ છે. રાગના જોડાણથી જ્ઞાનમાં જે અસ્થિરતા હતી તે જ્ઞાન, જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મામાં ઠરતાં ઉત્પન્ન ન થઈ તેને પ્રત્યાખ્યાન કહે છે. માટે સ્થિર થયેલું જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ પ્રત્યાખ્યાનમાં નથી. જાણનાર ચૈતન્ય-સૂર્યમાં જ્ઞાન થંભી જાયસ્થિર થઈ જાય એ પ્રત્યાખ્યાન છે. (૨-૧૬૭) (૭૨૨) ચૈતન્યસ્વભાવનું જ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન ) થવું-આત્મજ્ઞાન થવું એ સમ્યજ્ઞાન છે, તેની પ્રતીતિ થવી કે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ આત્મા આ જ છે તે સમ્યગ્દર્શન છે, તથા વિકલ્પથી રહિત થઈને શુદ્ધ પરિણમન થવું તે ચારિત્ર છે. શુદ્ધતાનું પરિણમન અશુદ્ધતાના નાશ વિના થાય નહિ. અને અશુદ્ધતાનો નાશ શુદ્ધતાના પરિણમન વિના થાય નહિ. વસ્તુ છે એ તો ચૈતન્યસ્વભાવી વીતરાગતાની મૂર્તિ છે. છત્ઢાલામાં પણ આવે છે કે આત્મા વીતરાગવિજ્ઞાનસ્વરૂપ જ છે. એનો અનુભવ કરતાં પર્યાયમાં વીતરાગ-વિજ્ઞાનતા પ્રગટ થાય છે, અને તેમાં વિશેષ વિશેષ સ્થિર થતાં ચારિત્ર થાય છે. જે જ્ઞાન અસ્થિરતાને લીધે રાગમાં જોડાતું હતું તે ત્યાંથી ખસીને અંદર વીતરાગ-વિજ્ઞાનસ્વભાવમાં ઠરે છે તેને ચારિત્ર કહે છે. (૨-૧૭૧) (૭૨૩) વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપ ચૈતન્યપિંડની દષ્ટિ થતાં વીતરાગ-વિજ્ઞાનનો અંશ પર્યાયમાં આવે છે. અને એ વીતરાગ-વિજ્ઞાનની વધારે પુષ્ટિ-વૃદ્ધિ થતાં પચ્ચકખાણ થાય છે. પરંતુ મૂઢ અજ્ઞાની જીવ આ અંતરના આચરણને જાણતો નથી. (૨-૧૭૧) ( ૭ર૪). અહીં કહે છે કે-જેમ સાકર ગળપણસ્વરૂપ, અફીણ કડવાસ્વરૂપ અને મીઠું ખારાસ્વરૂપ છે તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે. આવા જ્ઞાનસ્વભાવનું ભાન કરીને, શ્રદ્ધાન કરીને તેમાં ઠરવું તે પ્રત્યાખ્યાન છે. અને એ નિર્મળ વીતરાગ પરિણતિને જ ચારિત્ર અને મોક્ષમાર્ગ કહે છે. અહાહા! ત્રણે કાળ જેમાં જન્મ-મરણ અને જન્મ-મરણના ભાવનો અભાવ છે એવો ભગવાન આત્મા છે. કોઈને એમ થાય કે આ શું કહે છે? પણ ભાઈ ! આ તો તારા નિજ ઘરની વાત છે. નિજઘરમાં તો જ્ઞાન અને આનંદના નિધાન પડ્યાં છે ને? આ શરીર તો હાડકાં અને માંસનું પોટલું પરચીજ છે. હિંસા, ચોરી આદિ પાપભાવ છે, અને દયાદાનના ભાવ પુણ્ય છે. આ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્મચારિત્ર ૨૬૫ બધાયથી તું ભિન્ન છે. આવા આત્માનું ભાન કરી એમાં ઠરવું એ પ્રત્યાખ્યાન છે. (૨-૧૭૨) (૭૨૫), પ્રશ્ન:- - પરંતુ ચારિત્ર “મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે ને? ઉત્તર- - અરે પ્રભુ! તું એમ ન કહે. ચારિત્રની આવી વ્યાખ્યા ન કર. ભાઈ ! ચારિત્ર તો આનંદદાતા છે. અહા! સ્વરૂપનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એમાં શાંતિરૂપ સ્થિરતાએ તો અતીન્દ્રિય આનંદનાં દેનાર છે. અહા ! શુદ્ધ રત્નત્રયનો અનુભવ તો અતીન્દ્રિય આનંદનો અનુભવ છે. વ્યવહારમાત્ર દુઃખરૂપ છે, જ્યારે ભગવાન આત્માનો અનુભવ આનંદરૂપ છે. ભાઈ ! આ થોડું લખ્યું એમાં ઘણું જાણજે. બાર અંગમાં પણ આ જ કહ્યું છે. આનંદનો સાગર પ્રભુ આત્મા જ્યારે રાગથી ખસીને સ્વભાવમાં આવે છે ત્યારે તેને આનંદ જ થાય છે. આવી ચારિત્રની દશા આનંદમય છે તો પણ તેને જે કષ્ટદાયક માને છે તેને ધર્મની શ્રદ્ધા જ નથી. છત્ઢાલામાં પણ આવે છે કે આતમહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખે આપકો કષ્ટદાન. ' અજ્ઞાની ત્યાગ-વૈરાગ્યને દુઃખરૂપ જાણે છે, સુખનાં કારણ ને કષ્ટદાયક જાણે છે. (૩-૨૪૩) (૭ર૬) ભાઈ ! નવમી રૈવેયક જાય એવા શુભભાવ અનંતવાર કર્યો, છતાં એને ધર્મ થયો નહિ. અને એનાથી કોઈને ધર્મ થયો પણ નથી. વસ્ત્ર છોડ્યાં માટે મુનિપણું આવી ગયું એમ નથી. સ્વમાં ઉગ્ર આશ્રય થાય ત્યારે ચારિત્ર પ્રગટે છે. પરંતુ વ્યવહારની ક્રિયા પાળે છે માટે ચારિત્ર પ્રગટે છે એમ નથી, ચારિત્ર તો આત્માનો ગુણ છે, વીતરાગી શક્તિ છે. એનો આશ્રય લઈને વિશેષ એકાગ્ર થાય ત્યારે તેને ચારિત્રદશા પ્રગટ થાય છે. એવા ચારિત્રવંતને તે કાળમાં પંચમહાવ્રતાદિના પરિણામ હોય છે અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. અજ્ઞાનીને વ્યવહાર કેવો? (૪-૧૩૩) (૭ર૭) રાગને અને આત્માની નિર્મળ પર્યાયને અત્યંત ભેદ છે. નિયમસારની ગાથા ૮ર માં કહ્યું છે કે આવો ભેદ-અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે અને તેથી ચારિત્ર થાય છે. રાગભાવથી ચારિત્ર થાય છે એમ નથી કહ્યું પણ રાગના ભેદ-અભ્યાસથી અંતરમાં ચારિત્ર થાય છે એમ કહ્યું છે. પહેલાં સમ્યગ્દર્શનના કાળમાં ભેદ પડ્યો છે; પછી વિશેષ ભેદના અભ્યાસથી અંતરમાં ઠરે છે ત્યારે ચારિત્ર થાય છે. રાગથી ચારિત્ર થાય છે એમ નથી. (૪-૧૫૩) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ ( ૭૨૮ ) લ્યો, આ આચરણ અને આ શરણ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું–રમવું તે આચરણ અને શરણ છે. ભાઈ! શુભભાવરૂપ આચરણ છે એ તો ઝેર છે, કેમકે તે અમૃતસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ છે અને બંધનું સાધક છે. તેથી મુનિઓ શુભાચરણરૂપ કર્મનો નિષેધ કરીને અંતરમાં નિર્વિકલ્પ આનંદરૂપી અમૃતનું વેદન કરે છે. આ જ મુનિનું સાચું આચરણ છે. વાત આકરી પડે, પણ થાય શું બાપુ? આની સમજણ અને એનું શ્રદ્ધાન પ્રથમ કરવું પડશે, અનુભવ તો પછી થશે અને અંદર સ્થિરતારૂપ ચારિત્રની વાત તો એ પછીની છે. અહો ! મુનિની ચારિત્રદશા-અનુભવની સ્થિરતારૂપ દશા કોઈ અલૌકિક છે. ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવે નિયમસારમાં એક કળશમાં (કળશ ૨૫૩) ત્યાં સુધી કહ્યું છે કેઅતીન્દ્રિય આનંદનમાં ઝૂલતા-૨મતા એવા મુનિ અને સર્વજ્ઞ-વીતરાગદેવમાં જે અંતર-તફાવત જુએ છે તે જડ છે. અહા! આવી વીતરાગી આનંદમય ચારિત્ર દશા છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કે-મુનિ જે પોતાના ( -આત્માના આનંદમાં રમે એ એનું મોક્ષમાર્ગરૂપ આચરણ છે, પણ એને જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તે જગપંથ છે. (સંસારમાર્ગ છે) ભાઈ ! ચારિત્રદા એ અંતરની ચીજ છે. ( ૬–૭૬ ) ( ૭૨૯ ) અતીન્દ્રિય આનંદનો અનુભવ થવો એ ૫૨મ અમૃત છે. મુનિવરો પરમ આનંદરૂપ અમૃતનો અનુભવ કરે છે તે એમનું આચરણ (–ચારિત્ર) છે. શુભાચરણને નિષેધ્યું તો બીજું કાંઈ સાધન રહ્યું નહિ એમ જો કોઈ કહે તો એ બરાબર નથી. અંતર ચિદાનંદસ્વરૂપમાં આચરણ કરતું, રાગથી ભિન્ન પડેલું, જ્ઞાન પરમ આનંદરૂપી અમૃતનો જે અનુભવ કરે છે તે સાધન છે, શરણ છે. મુનિઓ એમાં રહે છે. જુઓ, આ મુનિપણું આ, ચારિત્ર અને આ મોક્ષનું સાધન છે... મુનિને પ્રચુર સ્વસંવેદન હોય છે, ચોથે ગુણસ્થાને સ્વસંવેદન છે પણ એ જઘન્ય છે, અલ્પ છે. પાંચમે શ્રાવકને વિશેષ આનંદ છે અને છઠ્ઠ મુનિરાજને પ્રચુર સ્વસંવેદન છે. જેટલો સ્વસંવેદનરૂપ આનંદનો સ્વાદ છે તેટલું અચરણ છે. અહો! અંદર ચિદાનંદમય ત્રિલોકીનાથ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં-રમતાં-જામતાં જે પરમ અમૃતસ્વરૂપ આનંદનો સ્વાદ આવે એનું નામ આચરણ અને મુનિપણું છે. સર્વજ્ઞદેવની દિવ્ય દેશનામાં અને સર્વજ્ઞદેવના શાસ્ત્રમાં-૫૨માગમમાં આ આવ્યું છે. (૬–૭૮ ) ( ૭૩૦) ‘રાનાવિપરિહરનું ઘરİ' –એમાં તો એમ આવ્યું કે પુણ્ય અને પાપ એ બેયને છોડી અંતરમાં સ્થિરતા કરે એનું નામ ચારિત્ર છે. વીતરાગસ્વરૂપે જીવ છે અને એનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યક્રચારિત્ર ૨૬૭ વીતરાગભાવે પરિણમવું તે ધર્મ છે, ચારિત્ર છે. આવા ચારિત્રવંત જૈનના ગુરુ પણ વીતરાગભાવનો જ વારંવાર ઉપદેશ કરે છે. તો શું તેઓ ચરણાનુયોગમાં કહેલાં આચરણને ઉપદેશતા નથી ? ચરણાનુયોગમાં જે વ્રતાદિ આચરણ કહેલાં છે તેને યથાસંભવ જ્યાં જેમ હોય તેમ જણાવે છે અવશ્ય, પણ તે ઉપાદેય છે. આદરણીય છે એમ ઉપદેશતા નથી. સમકિતીને જે જે ભૂમિકામાં જે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ હોય છે તેને તે જાણવા યોગ્ય હોવાથી જણાવે છે ખરા, પણ તે રાગ આદરણીય છે, વાસ્તવિક ધર્મ છે-એમ કહેતા નથી. જૈનના સાધુ તો વીતરાગસ્વભાવી આત્મા એક વીતરાગ ભાવરૂપે-સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે એ જ ધર્મ છે અને જે પ્રરૂપણા કરે છે. હવે સમકિતનાં ઠેકાણાં ન મળે અને જીવોને મા હણો, તેમની દયા પાળો, જીવદયા પાળવી એ ધર્મ છે ઇત્યાદિ જે ઉપદેશ કરે તે જૈનના સાધુ-ગુરુ નથી. ભાઈ ! પરની દયા કરવી એ તો શક્ય નથી અને પરની દયા કરવાનો જે ભાવ આવે તે રાગ છે અને રાગની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે એમ જૈનશાસનમાં કહ્યું છે (૬-૧૨૦) (૭૩૧) જુઓ, પંચમહાવ્રતના પરિણામ, ૨૮ મૂલગુણના પાલનનો વિકલ્પ ઇત્યાદિ છે તે રાગ છે. લોકોને ખબર નથી એટલે એને ધર્મ માને છે. અવ્રત છે તે પાપ છે અને વ્રત છે તે પુણ્ય છે; બેમાંથી એકેય ધર્મ નથી. એ બેયના ત્યાગસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું તે ધર્મ છે. આત્મા જ્ઞાનસ્વભાવે અંતર-એકાગ્ર થઈ જ્યાં પરિણમે છે ત્યાં સહેજે રાગરૂપે થતો નથી; એ પરિણમન જ રાગના અભાવ સ્વરૂપ છે અને તે સમ્યક્રચારિત્ર છે. આ રાગ છે તેને હું છોડું છું એમ નહિ, પણ સ્વરૂપમાં પરિણામ મગ્ન થઈ સ્થિત થતાં જ ત્યાં રાગની ઉત્પત્તિનો અભાવ હોય છે અને એવું સ્વરૂપના આચરણરૂપ ચારિત્ર છે તે જ વીતરાગી ચારિત્ર છે. (૬-૧૨૩) (૭૩ર ) અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વદન હોય એવી રાગના ત્યાગરૂપ આનંદની દશારૂપે આત્માનું થવું એ ચારિત્ર છે. આ ટૂંકી ને ટચ વાત છે કે-પરથી ખસ અને સ્વમાં વસ. બસ સ્વમાં વસવું એ ચારિત્ર છે. ભાઈ ! જો ચારિત્રની ભાવના છે તો વ્રતાદિના વિકલ્પથી ખસી જા અને ચૈતન્યસ્વભાવમાં આવી જા. અરે! પણ સ્વભાવની જેને ખબર ન હોય તે ક્યાં આવે અને ક્યાં જાય? એ તો સંસારમાં જ રખડે છે. શું થાય? મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. વ્યવહારરત્નત્રય એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. (૬-૧૨૨) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮ અધ્યાત્મ વૈભવ (૭૩૩) તપ તો એને કહીએ જેમાં ભગવાન આત્મા, અંતર્મુખાકાર પરિણતિ વડે ઇચ્છાઓનો નિરોધ થવાથી અતીન્દ્રિય આનંદરસના-અમૃતના સ્વાદના અનુભવથી પરિતૃપ્ત હોય. આવી શુદ્ધ ચૈતન્યના પ્રતપનરૂપ આનંદની દશાને તપ કહે છે. અજ્ઞાનીનું તપ તો વૃથા કલેશ છે. ભાઈ ! વ્રત, તપ, શીલ, ઇત્યાદિ રાગમાં જે ધર્મ માને છે એને તો મિથ્યાત્વનું મહાપાપ થાય છે. ભગવાન જિનેશ્વરદેવના માર્ગમાં તો વીતરાગતા વડે જ ધર્મ કહેલો છે. રાગ વડે ધર્મ થવાનું માનનારા જિનમાર્ગમાં નથી; એમનો તો એ કલ્પિત માર્ગ છે, એ તો અજ્ઞાનીનો માર્ગ છે. (૬-૧૨૫) (૭૩૪) જુઓ, આ ચારિત્ર સાચું કોને કહેવું? આત્મા જે જ્ઞાનસ્વરૂપે-આનંદસ્વરૂપે અંદર નિત્ય વિરાજે છે તેની અંતર્દષ્ટિ કરી તેમાં અંતર્લીન થતાં-રમણતા કરતાં જે અતીન્દ્રિય આનંદનુંશાંતિનું વદન થાય તે ચારિત્ર છે. “જ્ઞાનનું ચારિત્ર” –એમ કહ્યું ને? અહીં જ્ઞાન એટલે આત્મા; એટલે આત્માનું ચારિત્ર જે અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનસ્વરૂપ છે તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે. પંચમહાવ્રત આદિ જે પુણ્યના પરિણામ તે મોક્ષના કારણરૂપ સ્વભાવ નથી. એ તો શુભરાગ છે, કષાયરૂપી મેલ છે. એ પંચમહાવ્રતાદિના પરિણામ તો જ્ઞાનના ચારિત્રને ઢાંકી દે છે- ઘાત છે એમ કહે છે. હવે જે વાત કરે તે શું આત્માને લાભ (ધર્મ) કરી દે? (ન કરે ). ભાઈ ! પુણ્યના પરિણામ આત્માને લાભ કરે એમ જે માને છે એની તો મૂળ શ્રદ્ધામાં જ મોટો ફેર છે. એનું શ્રદ્ધાન વિપરીત છે તેથી એનું જ્ઞાન અને ચારિત્ર પણ વિપરીત એટલે મિથ્યા છે. (૬-૧૫૦) (૭૩૫) - જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન એટલે આત્માનું અતીન્દ્રિય આનંદનું-શાંતિનું પરિણમન, પંચમહાવ્રતના પરિણામ એ કાંઈ આત્માનું ચારિત્ર નથી. એ તો રાગનું આકુળતારૂપ આચરણ છે. આત્માનું ચારિત્ર તો વીતરાગ-પરિણતિરૂપ છે. આવું વીતરાગી ચારિત્ર કષાયરૂપ કર્મ એટલે વ્રત, તપ, શીલ આદિરૂપ કર્મ વડે તિરોભૂત થાય છે. જે શુભભાવ છે તે આત્માના ચારિત્રનો ઘાત કરે છે અર્થાત્ ચારિત્રને થવા દેતો નથી. (૬-૧૫૪) (૭૩૬ ) અહીં કહે છે-સ્વરૂપમાં રમણતારૂપ જે ચારિત્ર પ્રગટ થયું તે ચારિત્રમાં અતીન્દ્રિય આનંદને ભોગવે છે. ચારિત્ર એને કહીએ જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું હોય. અહાહા...! ભગવાન આત્મા એકલા આનંદની ખાણ છે. એની પર્યાયમાં આનંદની પ્રકૃષ્ટ ધારા વહેવી તે ચારિત્ર છે. ત્રિકાળ નિર્મળાનંદ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સભ્યશ્ચારિત્ર ૨૬૯ સ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવાથી પ્રચુર અતીન્દ્રિય આનંદ જેની મહોર મુદ્રા છે એવો જે અનુભવ પ્રગટ થાય તે આત્માનો વૈભવ છે અને તે ચારિત્ર છે. આવું ચારિત્ર મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવ કહ્યો તે પર્યાયની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી. (૬-૧૭૯ ) ( ૭૩૭ ) જુઓ, આ શુભાશુભ ભાવ છે તે ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી ભાવ છે. આ શરીરનું નગ્રૂપણું છે એ તો જડ માટીની-પુદ્દગલની દશા છે. અને મહાવ્રતાદિના જે શુભભાવ છે તે આસ્રવ છે. હવે એ આસ્રવ છે એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સિદ્ધસમાન પોતાનું જે સ્વરૂપ છે તે તે સ્વરૂપમાં રમણતા કરતાં ઉત્પન્ન થતો પોતાનો સમ૨સીભાવરૂપ પરિણામ છે, અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર કષાય એટલે શુભાશુભભાવ છે. આ વ્રતાદિના શુભભાવ તે ચારિત્રના રોકનાર છે. શુભભાવનો વ્યવહાર કહો, કષાય કહો કે ચારિત્રનો વિરોધી પરિણામ કહો-એ બધું એકાર્થવાચક છે. હવે આમ છે છતાં કેટલાક કહે છે-શુભભાવથી ચારિત્ર થાય છે. પણ જે ચારિત્રને રોકનાર છે તે ચારિત્રને ઉત્પન્ન કેવી રીતે કરે ? ભાઈ ! પુણ્યના ભાવ, શુક્લલેશ્યાના પરિણામ તો તેં અનંતવા કર્યા અને નવમી ત્રૈવેયક ગયો. પણ તેથી શું? અભવીને પણ શુક્લ લેશ્યાના પરિણામ તો હોય છે. એ ક્યાં મોક્ષના કારણરૂપ ચારિત્ર છે? અહીં તો કહે છે-એ (શુભભાવ) ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી છે. ભગવાનનો-જિનેશ્વરદેવનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાંય નથી. (૬-૧૭૯ ) ( ૭૩૮ ) પરમાત્મા ત્રિલોકનાથ કહે છે કે-આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ સદાય સિદ્ધ સમાન પરમેશ્વર છે; હમણાં પણ હોં. સિદ્ધમાં જેમ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ પ્રગટ છે તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વભાવ સદા વિદ્યમાન છે. આવા સ્વભાવમાં અતંર્લીન થઈ રમવું અને પ્રચુર આનંદનો અનુભવ કરવો એનું નામ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષનું કારણ છે. તેને રોકનારો કષાય છે. કપૂ-એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે. (૬-૧૮૦) ( ૭૩૯ ) અરે! લોકો ચારિત્રને દુઃખરૂપ કહે છે! ચારિત્ર તો મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ કહે છે! પણ ભાઈ! એમ નથી. ચારિત્ર તો સહજ સુખરૂપ છે, એ તો અતીન્દ્રિય આનંદના રસથી સંકળાયેલું છે. એ દુઃખરૂપ કેમ હોય? ચારિત્રને દુઃખરૂપ માને એ તો મિથ્યાદષ્ટિ છે. છઢાલામાં કહ્યું છે ને કે– Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭) અધ્યાત્મ વૈભવ “આતમતિ હેતુ વિરાગ જ્ઞાન, તે લગૈ આપકો કષ્ટદાન.” એટલે કે જેઓ મિથ્યાદષ્ટિ છે તેઓ એમ માને છે કે ચારિત્ર કષ્ટદાયી છે. અહીં તો કળશમાં અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ચારિત્ર આત્માના અતીન્દ્રિય આનંદના ઉદ્ધતરસથી સંકળાયેલું છે. (૬–૧૮૯) (૭૪૦) ચિબ્રહ્મસ્વરૂપ ભગવાન આત્માને જઘન્ય ભાવે દેખું-જાણે અને આચારે એટલું જઘન્ય બ્રહ્મચર્ય છે અને સર્વોત્કૃષ્ટ ભાવે દેખું-જાણે-આચરે તો તે સર્વોત્કૃષ્ટ એટલેત્રપ સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. (૬-૨૮૦) (૭૪૧) શુદ્ધ સમકિતના સ્વરૂપને જેઓ જાણતા નથી એવા અજ્ઞાનીઓ કહે છે કે- (બાહ્ય) સંયમ એ જ ચીજ છે. સંયમભાવ મનુષ્યપર્યાયમાં જ હોય છે, બીજી ત્રણ ગતિમાં હોતો નથી. તેથી મનુષ્ય અવસ્થામાં વ્રતાદિ સંયમનાં સાધનનું આચરણ કરવું જોઈએ. ' અરે ભાઈ ! સંયમ કોને કહીએ એની તને ખબર નથી. જેને શુદ્ધ આત્માના અનુભવપૂર્વક સમ્યગ્દર્શન થયું છે તેને જે આત્મસ્વરૂપમાં લીનતા-રમણતા હોય છે તેનું નામ સંયમ છે. આ વ્રત, તપ આદિ જે શુભરાગ છે તે સંયમ નથી; એ તો (ખરેખર) અસંયમ છે. ભગવાન તો એમ કહે છે કે-મિથ્યાષ્ટિનાં બધાં વ્રત અને તપ બાળવ્રત અને બાળતપ છે. અરે ! પણ એને આ સમજવાની ક્યાં દરકાર છે? (૬-૩(૬) (૭૪૨) પ્રશ્ન- - દયા પાળવી, વ્રત પાળવા, તપશ્ચરણ કરવું ઇત્યાદિ બધાં શું કાર્ય સદાચરણ નહિ ? ઉત્તર- - જેમાં આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તે (સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર) સત્કાર્ય નામ સત્-આચરણ-સદાચરણ છે. આ સિવાય વ્રત, તપ આદિનો રાગ કોઈ સદાચરણ છે નહિ. ધર્મીના (વ્રતાદિને સદાચરણ વ્યવહારથી કહે છે એ બીજી વાત છે. ) હજુ મિથ્યાત્વથી પાછો ફરીને પોતાના ચૈતન્યભગવાનનો સ્વીકાર કર્યો નથી તેના વ્રતાદિના રાગમાં તો સદાચરણનો ઉપચાર પણ સંભવિત નથી કેમકે તેને મૂળ સામાયિક આદિ નિરુપચાર ચારિત્ર ક્યાં છે? જેણે વીતરાગમૂર્તિ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો સ્વીકાર કરીને એનો અનુભવ કર્યો છે તે વીતરાગતાના લાભને પામે છે. સ-આય-સામાયિક, સમતાનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યફચરિત્ર ૨૭૧ વીતરાગનો લાભ થાય તે સામાયિક છે. આત્માના ભાન વિના (સ્વાનુભવ વિના) સાચું. સામાયિક હોતું નથી. એ જ પ્રમાણે ભગવાન આનંદના નાથને પોષવો તેનું નામ પોસહુ (પ્રૌષધ) છે. રાગનું પોસાણ છોડી, નિર્મળાનંદના નાથને દૃષ્ટિમાં લઈ એમાં પુષ્ટ થવું-સ્થિર થવું તે પોસહ છે. જેમ ચણાને પાણીમાં નાખતાં ફૂલે તેમ આનંદના નાથને દૃષ્ટિમાં લઈ તેમાં સ્થિરતા થતાં આત્મા પુર્ણ થાય તેને પોસહુ કહે છે. અજ્ઞાનીને સાચાં સામાયિક અને પોસહુ હોતાં નથી. (૬–૩૫૦) (૭૪૩) વૈરાગ્ય એટલે કોઈ લૂગડાં ફેરવી નાખે વા નગ્ન થઈ જાય તે વૈરાગ્ય એમ નહિ; પણ અનાદિથી રાગમાં-પુણ્યના પરિણામમાં રક્ત હતો તે એનાથી નિવર્તતાં વિરક્ત થયો તે વૈરાગ્ય છે. પોતાની પૂર્ણ અતિની રુચિ થતાં જ્ઞાની રાગથી વિરક્ત થઈ જાય તેનું નામ વૈરાગ્ય છે. (૭–૩૯) (૭૪૪) અરે ! આ સંસાર! માળવાધિપતિની રાણી એક અશ્વપાલથી યારી કરે! અરર! આ શું? શું આ સંસાર? આમ બહારથી વૈરાગ્યનું ચિંતવન હોય, પણ એ તો માત્ર મંદરાગની અવસ્થા છે અને તે ક્ષણિક છે. જેમાં ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન-શ્રદ્ધાન હોય અને જેમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય તે દશા સાચી અંતરવૈરાગ્યની દશા છે અને તેના બળથી અહીં જ્ઞાનીને સેવતો છતાં અસેવક કહ્યો છે. અહીં કહે છે-ભગવાન આત્માના આનંદનું જ્યાં ભાન થયું ત્યાં આખી દુનિયા પ્રત્યેની અશુદ્ધતાનો (અભિપ્રાયમાં સમસ્ત શુભ અશુભ ભાવોનો) ત્યાગ થઈ જાય છે અને તે સાચો વૈરાગ્ય છે. આવો વૈરાગ્ય જેને પ્રગટ થયો છે તે સેવક છતાં અસેવક છે. જ્યારે મિથ્યાદષ્ટિ બહારનું બધું ત્યાગે છે, સ્ત્રી, કટુંબ આદિ છોડી બાવો થઈ જાય છે, પણ અંતર-અનુભવ વિના દષ્ટિ મિથ્યા છે, રાગની રુચિ છે તો તે અસેવક બહારથી સેવતો નથી છતાં પણ તે સેવક જ છે. (૭-પર) (૭૪૫) પ્રશ્ન- - પણ ચરણાનુયોગમાં મહાવ્રતાદિનું વિધાન તો છે? ઉત્તર- હા છે; પણ ચારે અનુયોગનો સાર વીતરાગતા જ છે, રાગ નહિ. પંચાસ્તિકાયની ગાથા ૧૭ર માં છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગના માર્ગમાં સર્વત્ર વીતરાગતાનું જ પોષણ છે. ચરણાનુયોગમાં પણ રાગનું પોષણ કર્યું નથી. તેમાં રાગને જણાવ્યો છે, પણ પોષણ તો વીતરાગતાનું જ કર્યું છે. ચરણાનુયોગમાં સાધકને વીતરાગપરિણતિ સાથે યથાસંભવ કેવો રાગ હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે, તેનું પોષણ નહિ; પુષ્ટિ તો એક વીતરાગતાની જ કરેલી છે, અને એ જ વીતરાગનો માર્ગ છે. (૭-૮૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૨ અધ્યાત્મ વૈભવ (૭૪૬) –મહાવ્રતના પરિણામ ચારિત્ર નથી પણ ચારિત્રનો દોષ છે, અને દોષ છે તેથી તે હેય છે. પણ રાગના-વ્યવહારના રાગી જીવોને આ વાત બેસતી નથી અને રાગ-વ્યવહારને જ ધર્મ જાણી તેમાં જ સંતુષ્ટ રહે છે. તેમને અહીં કહે છે-રાગના રાગી જીવો અર્થાત્ પરદ્રવ્ય પ્રતિ રાગદ્વેષમોહવાળા જીવો રાગમાં જ સંતુષ્ટ રહી મહાવ્રતાદિ પાળે છે તો પાળો, અને ઉત્કૃષ્ટપણે ઉત્કૃષ્ટપણે હો-સમિતિનું આચરણ કરે છે તો કરો, તોપણ તેઓ પાપી જ છે. અહાહા...એકેન્દ્રિયને પણ દુ:ખ ન થાય એમ જઈએ ચાલે, નિર્દોષ આહાર-પાણી લે તથા હિત-મિત-વચન કહે ઇત્યાદિ ઉત્કૃષ્ટપણે સમિતિ પાળે તોપણ તે રાગના રાગી જીવો પાપી જ છે–બહુ આકરી વાત ભગવાન ! પ્રશ્ન:-- પાપી-અશુભભાવ કરનારો તો નવમી રૈવેયક જઈ ન શકે; જ્યારે આ (મહાવ્રતાદિનો પાળનારો) તો નવમી રૈવેયક જાય છે, તો પછી તેને પાપી કેમ કહ્યો? ઉત્તર:-- ભાઈ ! પાપી નવમી રૈવેયક ન જાય એ સાચું અને આ પુણ્ય ઉપજાવીને જાય છે. પરંતુ નિશ્ચયથી તો પુણેય ખરેખર પાપ જ છે. યોગસારમાં દોહા ૭૧ માં યોગીન્દ્રસ્વામી કહે છે “પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ, પુણ્ય તત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” અહો ! કેવળીના કડાયતો એવા દિગંબરમુનિવરોએ તો, મહા ગજબનાં કામ કર્યા છે! તેમણે જૈનધર્મને ટકાવી રાખ્યો છે. આને મૂળ પાપ જે મિથ્યાત્વ તે ક્યાત છે. તેથી તે પાપી જ છે. હવે આવો કડવો ઘૂંટડો ઉતારવો કઠણ પડે, પણ ભાઈ ! જેમાં રાગથી લાભ (ધર્મ) થાય એ વીતરાગ માર્ગ નથી. (૭-૮૮) (૭૪૭) જ્ઞાનાનંદસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે અને તે શુદ્ધોપયોગ ચારિત્ર છે. પણ મહુવ્રતના પરિણામ કાંઈ ચારિત્ર નથી; ચારિત્ર તો શુદ્ધોપયોગરૂપ પરિણામ છે. અજ્ઞાનીની વાતે-વાતે ફેર છે. અજ્ઞાની તો મહાવ્રતના-રાગના પરિણામને ચારિત્ર માને છે. પણ અહીં તો ત્રણ વાત કહી ૧. જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે. ૨. તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર છે. અને ૩. આવા શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે, પરંતુ મહાવ્રતના પરિણામ કે નગ્નપણું ચારિત્ર નથી અને તે વડે બંધ કપાય છે એમ પણ નથી. અહો ! જયચંદજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે! કહે છે-જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન પ્રગટ થયા પછી તેમાં જ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સભ્યશ્ચારિત્ર ૨૭૩ લીનતારૂપ શુદ્ધોપયોગ પ્રગટ કરે તે ચારિત્ર છે. સ્વરૂપમાં ચરે-૨મે તે ચારિત્ર છે. સ્વરૂપમાં રમણતારૂપ શુદ્ધોપયોગ છે અને તે ચારિત્ર છે. જ્યારે શુભાશુભભાવ અશુદ્ધોપયોગ છે અને તે અચારિત્ર છે. અહીં કહે છે-શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ છેદાય છે, શુભરાગથી નહિ. અરે! લોકોને બિચારાઓને આનો અભ્યાસ નથી એટલે ક્રિયાકાંડના રાગમાં જ બધો કાળ વ્યર્થ ગુમાવી દે છે! પરંતુ ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વર શું કહે છે અને કઈ સ્થિતિએ બંધ છેદાય છે તે યથાર્થ જાણવું જોઈએ. એ સિવાય જન્મ-મરણના અંત કેમ આવશે પ્રભુ ? ( ૭–૯૧ ) (૭૪૮ ) આ શાસ્ત્ર પોકાર કરીને કહે છે ને! ભાઈ! એ રાગનું આચરણ સદાચરણ નથી પણ અસદાચરણ છે. સદાચરણ તો સત્ સ્વરૂપ એવા સચ્ચિદાનંદમય ભગવાન આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન અને એમાં લીનતા-રમણતા કરવી તે છે. બસ, આમ છે છતાં અજ્ઞાની પોતે જે શુભાચરણ કરે છે તેને ધર્મ માને છે! છે વિપરીતતા ! ભાઈ ! અહીં તો એમ કહેવું છે કે–જેને સ્વરૂપાચરણ પ્રગટયું છે એવો સમ્યગ્દષ્ટિ મોક્ષમાર્ગમાં છે જ્યારે જિનાજ્ઞા પ્રમાણે પંચ મહાવ્રત આદિ પાળનારો મિથ્યાદષ્ટિ બંધમાર્ગમાં સંસારમાર્ગમાં છે, દુઃખના કલેશના પંથે છે........ મહાવ્રત ને તપ ભાર છે, બોજો છે; કેમકે એ બધો રાગ છે ને! રાગ છે માટે કલેશ છે અને ક્લેશ છે તો બોજો છે. તેમાં સહજાનંદસ્વરૂપ પ્રભુ આત્માના આનંદની પરિણિત ક્યાં છે? માટે તે બોજો છે, ભાર છે. અહાહાહા... ! અહિંસાદિ વ્રતના પરિણામ, સમિતિ, ગુપ્તિ, એકવાર ભોજન કરવું, નગ્ન રહેવું ઇત્યાદિ બધો વ્યવહાર છે તે રાગ છે, ભાર છે, બોજો છે........ જુઓ, કોઈ આઠ વર્ષે દીક્ષા લે અને કરોડો પૂર્વનું આયુષ્ય હોય ને ત્યાં સુધી મહાવ્રત ને તપ કરી કરીને તૂટી મરે તોય તેને કલેશ છે, ધર્મ નથી-એમ કહે છે. કેમ! કેમકે તે જિનાજ્ઞા પ્રમાણે વ્યવહાર તો પાળે છે પણ તેને અંતર્દષ્ટિ નથી, આત્મદૃષ્ટિ નથી. ( ૭–૨૦૧ ) (૭૪૯ ) અન્યમતિ હો કે જૈનમતી ( જૈનાભાસી ) હો; આત્માના સમ્યગ્દર્શન વિના અહાહાહા...! અંદર નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા વિરાજે છે તેની પ્રતીતિ ને ભાન વિનાતેઓ જે કાંઈ આચરણ (વ્રતાદિ) કરે તે ક્લેશ છે, ધર્મ નથી. આ વાત શ્રી અમૃતચંદ્રાચાર્યે મોટેથી પોકારીને ખુલ્લી-પ્રગટ કરી છે. આ કાંઈ બાંધીને (ગુપ્ત) રાખી નથી. કહે છે-જેણે આનંદના નાથને જાણ્યો નથી, તેને મોહનિદ્રામાંથી જગાડયો નથી તે ગમે તેવાં અને ગમે તેટલાં વ્રતાદિ-ક્રિયાકાંડના આડંબર કરે તોપણ તેનો મોક્ષ થતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ અધ્યાત્મ વૈભવ અહાહા...! આ જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, સમસ્ત રાગના રોગથી રહિત એવું નિરામય છે અને જે પોતાને પોતાથી વેદનમાં આવે તેવું છે એવું આ જ્ઞાન, જ્ઞાનગુણ વિના, પ્રત્યક્ષ સ્વસંવેદનજ્ઞાન વિના, બીજી કોઈ પણ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી. અહાહા...! પરમ વીતરાગી જે મોક્ષદશા છે તેને જ્ઞાનગુણ વિના, મહાવ્રતાદિ કલેશના કરનારા અજ્ઞાનીઓ બીજી કોઈ રીતે પ્રાપ્ત કરી શકતા નથી. જુઓ, આ લખાણ આચાર્યદેવના છે કે કોઈ બીજાના (સોનગઢના ) છે? ભાઈ ! તને માઠું લાગે તો માફ કરજે; ક્ષમા કરજે; પણ આ સત્ય છે. ( ૭–૨૦૨ ) ( ૭૫૦) બ્રહ્મ નામ નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા તેમાં ચરવું, રમવું ને ઠરવું તે બ્રહ્મચર્ય છે. આવી ઘણી બધી વ્યાખ્યા કરીને પછી દિગંબર સંત અતીન્દ્રિય આનંદના અનુભવનારા શ્રી પદ્મનંદી સ્વામી કહે છે-હે યુવાનો! તેમને વિષયના રસમાં મજા હોય અને અમારી વાણી તમને ઠીક ન લાગતી હોય તો માફ કરજો; અમે તો મુનિ છીએ. (મતલબ કે અમારી પાસે આ સિવાય બીજી શી વાત કરવાની હોય?) પ્રભુ! અમે તો તમને બ્રહ્મચર્યની એટલે આત્મરમણતાની વાત કરીએ છીએ. પણ યુવાનીના મદમાં-શરીર ફાફાટુ થતું હોય એના મદમાં–, અને વિષયના રસના ઘેનમાં આ શું વાત કરે છે? –એમ તને અમારી વાત ન રુચતી હોય તો ક્ષમા કરજે ભાઈ ક્ષમા કરજે બાપા! અમે તો વનવાસી મુનિ છીએ. અહા ! વનવાસી દિગંબર સંત આમ કહે છે! તેમ મારગ તો આ જ છે બાપા! તને ન ગોઠે તો ક્ષમા કરજે ભાઈ ! પણ · એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ. ’ ( ૭–૨૦૨ ) ( ૭૫૧ ) અહો ! આચાર્યદેવ-નગ્ન દિગંબર સંત, અકષાયી શાંતિના સ્વામી-જગત-ને તેની ઋદ્ધિની જાહેરાત કરે છે. કહે છે-પ્રભુ! તારી ઋદ્ધિ તો જ્ઞાન અને આનંદ છે ને નાથ! તું જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મી છો ને પ્રભુ! અહા! રાગ પણ જ્યાં તારા સ્વરૂપમાં નથી ત્યાં આ બહારની ધૂળ (ધનાદિ સંપત્તિ) તારામાં ક્યાંથી હોય પ્રભુ! માટે કહે છે-એ બધાયનું લક્ષ મટાડી એક જ્ઞાનાનંદસ્વરૂપમાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને ત્યાં જ તુસ થા. અહાહા...! એમાં જ લીન, સંતુષ્ટ અને તુસ એવા તને ભગવાન! વચનથી અગોચર એવું સુખ થશે, વચનગમ્ય નહિ એવા અતીન્દ્રિય આનંદ અને શાન્તિ પ્રાપ્ત થશે. અહા! આ જ ( ૭–૨૧૯ ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. ( ૭૫૨ ) વ્રતી કોને કહીએ ? કે જેને મિથ્યાદર્શન ગયું છે. રાગની રુચિ છૂટી ગઈ છે, જે વ્યવહા૨૨ત્નત્રય હોય તેની પણ જેને રુચિ નથી અને સ્વસ્વરૂપના આનંદની જ જેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યક્રચારિત્ર ૨૭૫ રુચિ છે તે માયા, મિથ્યાત્વ ને નિદાન એમ ત્રણ શલ્યોથી રહિત સમકિતી છે અને તેને જ્યારે વ્રતનો વિકલ્પ આવે છે ત્યારે તે વ્રતી થાય છે. સમજાણું કાંઈ... ? ભાઈ ! મિથ્યાત્વાદિ શલ્ય હોય તેને વ્રત હોતાં નથી એમ વાત છે. અહાહા...વ્રત કોને હોય? કે જેને મિથ્યા શલ્યોનો નાશ થયો હોય તેને વ્રત હોય છે. મિથ્યા શલ્યનો નાશ ક્યારે થાય? કે પર પદાર્થની ક્રિયા હું કરી શકતો નથી, રાગથીવ્યવહારરત્નત્રયના રાગથી પણ મને કોઈ લાભ નથી, એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે જ મને લાભ (ધર્મ) છે આવું સ્વાશ્રયે જ્ઞાન-શ્રદ્ધાન કરે ત્યારે મિથ્યા શલ્યનો નાશ થાય છે. અહા! સ્વસમ્મુખતાના પરિણામ વિના સમ્યગ્દર્શન નહિ અને સમ્યગ્દર્શન વિના કોઈ વ્રત હોતાં નથી. વ્યવહારરત્નત્રય એ પરસમ્મુખતાના પરિણામ છે, માટે તેના આશ્રયે સમ્યગ્દર્શન કે વીતરાગતા પ્રગટતાં નથી. આવી વાત છે. (૭-૩૯૦) (૭૫૩) “સ્વરૂપે વરણમ્ વારિત્રમ્' –સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે એમ કહ્યું છે. અહાહા...! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં સ્વ-સ્વરૂપમાં રમવું, અંદર આનંદની કેલિ કરવી, અહાહા..! અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું એનું નામ ચારિત્ર છે. (૭-૩૧૧) (૭૫૪). પ્રશ્ન – શ્રી કુંદકુંદાચાર્યું પણ ત્યાગ-ગ્રહણ તો કર્યો હતો? સમાધાન – એ ક્યો ત્યાગ બાપુ! એ કાંઈ વસ્ત્રાદિ ત્યાગ્યા ને વ્રતાદિ લઈ લીધાં એટલે ત્યાગ થઈ ગયો? એમ નથી ભાઈ ! એ તો સમકિતીને કે પાંચમા ગુણસ્થાનવાળાને વ્રતનો વિકલ્પ આવે છે, હું વ્રત લઉં એમ એને થાય છે, પણ અંદરમાં જ્યારે તે દઢપણે સ્વાશ્રય-સ્વનો આશ્રય કરે છે ત્યારે તેને ચારિત્રની –ત્રણ કષાયના ત્યાગની-વીતરાગતાની ને આનંદની પરિણતિ પ્રગટ થાય છે અને તે ત્યાગ ગ્રહણ છે. સમજાણું કાંઈ.... ? વ્રતના વિકલ્પ લીધા માટે અંદર ચારિત્ર પ્રગટ થઈ જાય છે શું એમ છે? એમ નથી. રાજવાર્તિકમાં દાખલો આપ્યો છે કે અંદરમાં માત્ર સમકિત જ છે અને દ્રવ્યલિંગ લીધું. પણ અંદરમાં આશ્રય અધિક થયો નહિ, પુરુષાર્થ વિશેષ થયો નહિ તે કારણે પાંચમું કે છઠ્ઠ ગુણસ્થાન પ્રગટયું નહિ. બીજી રીતે કહીએ તો સ્વનો આશ્રય આવે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે પણ વ્રતનો વિકલ્પ છે માટે ચારિત્ર આવે છે એમ છે નહિ. (૭-૩૩૮) (૭૫૫) અભવ્ય ભગવાને કહેલું જે મહાવ્રત-સમિતિ-ગુણિરૂપ વ્યવહારચારિત્ર તે બરાબર નિરતિચાર પાળે છે, પરંતુ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬ અધ્યાત્મ વૈભવ અભાવ હોવાથી એ બધું એને અચારિત્ર નામ અશાંતિ-દુ:ખ જ છે. અહા ! જેમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ નથી તે વ્યવહારચારિત્ર દુઃખ જ છે. (૮-૨૩૮) (૭૫૬) - “શુદ્ધ આત્મા ચારિત્ર છે. ' એમ કહ્યું? કારણ કે શુદ્ધ આત્મા ચારિત્રનો આશ્રય છે. આહાહા.. ! પરમ પવિત્ર ત્રિકાળી એક શુદ્ધજ્ઞાયકભાવમય સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ચારિત્રનો આશ્રય છે. આ વીતરાગભાવરૂપ નિશ્ચય ચારિત્ર છે. પહેલાં “છ જીવ-નિકાય ચારિત્ર છે” એમ કહ્યું એ વ્યવહાર ચારિત્રની વાત છે કેમકે એનો આશ્રય ભગવાન આત્મા નથી પણ છે જીવ-નિકાય છે. ખરેખર જે આ વ્યવહાર ચારિત્ર છે તે વિકલ્પ છે, રાગ છે, બંધની પંક્તિમાં છે. જ્યારે આ વીતરાગ પરિણતિરૂપ નિશ્ચય ચારિત્ર છે તેનો આશ્રય-નિમિત્ત સ્વસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મા છે. તે અબંધ છે, મોક્ષનું કારણ છે. અહાહા...! સ્વસ્વરૂપના અવલંબને અતીન્દ્રિય આનંદરૂપી અમૃતરસથી છલકાતું-ઉભરાતું જે અંતરમાં પ્રગટ થાય છે તે નિશ્ચયચારિત્ર મોક્ષનું કારણ છે, પણ છે જીવનિકાયના વિકલ્પરૂપ વ્યવહારચારિત્ર છે તે મોક્ષનું કારણ નથી, પણ બંધનું કારણ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહારના વિકલ્પ આવે છે પણ તે નિષેધ કરવાયોગ્ય જ છે. આવી વાત છે? (૮-૨૭૩) (૭પ૭). અહાહા...! કહે છે- “શુદ્ધ આત્મા ચારિત્ર છે. ' ચારિત્રનો આશ્રય શુદ્ધ આત્મા છે ને? અહાહા...! એની રમણતાનો આશ્રય-નિમિત્ત આનંદમૂર્તિ પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે ને? તેથી કહ્યું કે “શુદ્ધ આત્મા ચારિત્ર છે. તો પંચમહાવ્રતના પરિણામ ચારિત્ર છે કે નહિ? પંચમહાવ્રતના પરિણામ ને છ કાય-જીવની અહિંસાના ભાવ એ ચારિત્ર નહિ, અચારિત્ર છે. એવો વ્યવહાર છે ખરો, પણ તે ચારિત્ર નથી. અહા! જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન–અનુભવ થાય તે ચારિત્ર આ વ્યવહાર નહિ. જ્ઞાનીને એ વ્યવહાર હોય છે પણ એને એ માત્ર જાણવાલાયક-જાણેલો પ્રયોજનવાન છે. જ્ઞાની તેમાં તરૂપ-એકમેક નથી. અજ્ઞાની એ વ્યવહારમાં તપ-એકમેક થઈ ગયો હોય છે તેથી તે એને દીર્ઘ સંસારનું જ કારણ થાય છે. અહા! નિશ્ચયચારિત્ર જે અતીન્દ્રિય આનંદની રમણતારૂપ છે તેનો આશ્રય આનંદમૂર્તિ પ્રભુ શુદ્ધ આત્મા છે. ચારિત્રનું ઉપાદાન તો ચારિત્રની વીતરાગી પર્યાય પોતે છે, પણ એનું નિમિત્ત-આશ્રય ભગવાન ત્રિકાળી શુદ્ધ આત્મા છે. આવો મારગ છે ભાઈ ! મોક્ષનો મારગનો આશ્રય મોક્ષનો મારગ નથી, પણ એનો આશ્રય ધ્યેય ભગવાન આત્મા છે. ૩૨૦ મી ગાથામાં આવે છે કે સમ્યગ્દર્શનનું ધ્યેય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્મચારિત્ર ૨૭૭ સમ્યગ્દર્શન નથી પણ ત્રિકાળી શુદ્ધ આત્મા સમ્યગ્દર્શનનું ધ્યેય છે. અહા ! સાચો (નિશ્ચય) મોક્ષમાર્ગ પણ ધ્યેય નથી તો વ્યવહારના વિકલ્પ તો કાંઈ છે જ નહિ, એ તો બંધનું જ કારણ છે. (૮-૨૭૪ ). (૭૫૮) અહા ! મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે તેનો છે જીવ-નિકાય આશ્રય નથી. કેમ ? કારણ કે તેના એટલે કે છે જીવનિકાયની દયાના સદ્ભાવમાં પણ શુદ્ધ આત્માના અભાવને લીધે અભવ્યોને ચારિત્રનો અભાવ છે. અહા! અભવ્યને જ જીવ-નિકાયની દયાના પરિણામ બરાબર હોય છે પણ એને ચારિત્ર કદીય હોતું નથી. કેમ? કેમકે શુદ્ધ આત્માનો તેને અભાવ છે, અર્થાત્ તેને કદીય શુદ્ધ આત્માનો-જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના ભગવાનનો-આશ્રય થતો નથી. અહા ! એ છ કાયમી દાયા પાળે, એકેન્દ્રિય લીલોતરીનો દાણો પણ હણાય તો આહાર ન લે, પાણીનું એક બિંદુ જેમાં અસંખ્ય જીવ છે એને હણીને કોઈ ગરમ પાણી એના માટે બનાવે તો એ પ્રાણ જાય તોય ન લે. અહા ! આવો એને દયાનો ભાવ હોય છે, પણ એને ચારિત્ર નથી કેમકે શુદ્ધ આત્માના આશ્રયનો અને અભાવ છે. (૮-૨૮૫) (૭૫૯). જેને મોક્ષના કારણભૂત ચારિત્ર કહીએ તેનો આશ્રય એક શુદ્ધાત્મા જ છે, છે જીવનિકાય નહિ. અહાહા..! અંદર શુદ્ધ ચૈતન્યસકંદ પ્રભુ આત્મા છે તે એકમાં જ ચરવું-રમવુંઠરવું એનું નામ ચારિત્ર છે. અત્યારે તો કોઈ લોકો કહે છે કે-અઠ્ઠાવીસ મૂલગુણ પાળે-એ શુભથી શુદ્ધ ઉપયોગ થાય. ' અરે ભાઈ ! (મૂળગુણના) શુભભાવની-રાગની દિશા તો પર તરફ છે, ને આ ચારિત્રની દિશા સ્વ તરફ છે, હવે પર તરફની દિશાએ જતાં સ્વ તરફની દિશાવાળી દશા કેવી રીતે થાય? અહા! રાગમાંથી વીતરાગતા કેમ થાય? રાગમાં દુઃખમાં રહેતાં અતીન્દ્રિય સુખ કેમ પ્રગટે? બાપુ! અતીન્દ્રિય સુખ તો અતીન્દ્રિય સુખનો સાગર ચિદાનંદઘન પ્રભુ આત્માના એકના આશ્રયે જ પ્રગટ થાય છે એમ અહીં કહે છે. (૮-૨૯૦). (૭૬૦) જીવ સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે. શું કીધું? રાગ સાથે એકમેક થઈ પ્રવર્તે તે સ્વપરની એકત્વપરિણતિ છે અને તે વડે જીવ અસયત છે. એટલે શું? કે તે વ્રતી નથી, સંયમી નથી અને સમકિતી પણ નથી. વિના સમ્યગ્દર્શન જ્યાં સુધી એકલી રાગમય પરિણતિ છે ત્યાં સુધી જીવ અસંયત છે. આ પ્રમાણે ત્રણ બોલ આવ્યાઃ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ અધ્યાત્મ વૈભવ ૧. સ્વપરનું જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાની છે. ૨. સ્વપરના એકત્વશ્રદ્ધાનથી જીવ મિથ્યાદષ્ટિ છે. ૩. પરિણતિને છોડી રાગ અને પુણ્યની પરિણતિરૂપે પરિણમે તે અસંયત છે. ઓહો ! ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાનસ્વભાવમય છે. તેના આશ્રયે પ્રવર્તે કે જ્ઞાનમય પરિણતિ છે. એનાથી ભિન્ન “રાગ તે હું છું” –એમ પ્રવર્તે તે રાગમયપરિણતિ છે. રાગમય પરિણતિ છે તે સ્વપરની એકત્વપરિણતિ છે. ભલા જાણી દયા, દાન, વ્રતાદિ શુભરાગના આચરણરૂપ પ્રવર્તે તે રાગમય પરિણતિ છે. તેને સ્વપરની એકત્વપરિણતિરૂપ કહે છે. જ્યાં સુધી સ્વપરની એકત્વપરિણતિરૂપ જીવ પરિણમે છે ત્યાં સુધી તે અસંયત છે. આવી વાત છે. (૯-૫૫), (૭૬૧) નિજપરમાત્મદ્રવ્યનું અનુસરણ એનું નામ ચારિત્ર છે. મહાવ્રતાદિ પાળવાં એ ચારિત્ર એમ નહિ, કેમકે એ તો રાગ છે. આ તો ચિદાનંદઘન એવું જ સ્વરૂપ તેમાં ચરવું-રમવું એનું નામ સમ્યક્રચારિત્ર છે. ઓહો ! અંદર આનંદનો નાથ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપે વિરાજે છે તેને અનુસરીને ચરવું, તેમાં રમવું અને તેમાં જ ઠરવું એને આત્મચરણ નામ સમ્યક્રચારિત્ર પૂર્વે અનંતકાળમાં અનુભવી નથી એવી અપૂર્વ-અપૂર્વ વાતો છે. ભાઈ ! તું એકવાર રુચિથી સાંભળ. અહીં કહે છે-જેણે અંતરમાં આત્માને ભાળ્યો છે, હું આ છું-એમ પ્રતીતિમાં લીધો છે એવો સમકિતી ધર્મી પુરુષ એને જ (આત્મદ્રવ્યને જ) અનુસરીને એમાં રમે એનું નામ સમ્યક્રચારિત્ર છે. જેણે પોતાનું અંત:તત્ત્વ શું છે એ ભાળ્યું નથી, શ્રદ્ધયું નથી તે રમે તો શેમાં રમે ? (૯-૧૨૭) (૭૬ર) જ્ઞાનદર્શનગુણનો પિંડ એવા ભગવાન આત્માનો પરના અને રાગના ત્યાગ સ્વરૂપ સ્વભાવ છે. અહાહા..! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પરના-રાગના અભાવસ્વભાવરૂપ છે. અહીં રાગ કરવો એ તો નહિ, રાગનો ત્યાગ કરવો એય આત્મામાં નથી. ભાઈ ! કોઈ પરનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. અહીં કહે છે–પરનાં ગ્રહણત્યાગ એ આત્માનો સ્વભાવ નથી; જડ રજકણોને ગ્રહવાં-છોડવાં એ આત્માના સ્વરૂપમાં છે જ નહિ. સમજાય છે કાંઈ...? અહીં તો વિશેષ વાત આ છે કે રાગનો ત્યાગ કરવો એ આત્માનું સ્વરૂપ નથી. ભાઈ ! અહીં ચારિત્રની વાત ચાલે છે. અરે ! ચારિત્ર કોને કહેવું એ લોકોને ખબર નથી. કહે છે કે-આત્મા પરના અને રાગના ત્યાગરૂપ (અભાવરૂપ) સ્વભાવ વાળું દ્રવ્ય છે. હવે આમ છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ વાત ક્યાં રહી? રાગના અભાવરૂપ આત્માનો સ્વભાવ છે. જ્યાં, ત્યાં રાગનો ત્યાગ એ ક્યાં રહ્યું? બાપુ ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યક્ચારિત્ર ૨૭૯ આત્માને રાગનો ત્યાગ કરવો એ તો નામમાત્ર છે. સમયસાર, ગાથા ૩૪માં આ વાત આવી ગઈ છે કે આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. સ્વ ને સ્વને ૫૨ને ૫૨ જાણ્યું ત્યાં પરભાવ ઉત્પન્ન થયો નહિ તે જ ત્યાગ છે. આ રીતે (સ્વરૂપમાં ) સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન નામ ત્યાગ છે, અને તે જ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ ! જ્ઞાન જ્ઞાનમાં (જ્ઞાનસ્વભાવમાં) સ્થિર રહે એ સિવાય બીજો કોઈ ભાવ ચારિત્ર નથી. (૯-૩૬૪ ) ( ૭૬૩) -અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે, બસ રાગના અભાવસ્વભાવરૂપ જ ભગવાન આત્મા છે. આવા નિજ સ્વરૂપમાં ઠરીઠામ રહેવું બસ એ જ ચારિત્ર છે. બાકી રાગનો ત્યાગ કરવો એમ કહૌએ એ તો કથનમાત્ર છે, પરમાર્થે રાગના ત્યાગનું ન એને શોભતું નથી; કેમકે જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ પોતે પોતામાં ઠર્યો ત્યાં રાગ ઊપજ્યો જ નહિ તેને રાગનો ત્યાગ કર્યો એમ કથન માત્ર કહેવાય છે. અહાહા...! આવી વાતુ ચારિત્રની બાપા ! ચારિત્રતો કોઈ અલૌકિક ચીજ છે ભગવાન ! ચારિત્રવંત મુનિરાજ તો પંચપરમેષ્ઠીમાં ભળેલો છે પ્રભુ! અહાહા...! ધન્ય અવતા૨! એવા મુનિવરનાં અહીં આ કાળે દર્શન પણ દુર્લભ થઈ પડયાં છે! ભાઈ! ચારિત્ર એક આત્માનો ગુણ છે; પણ ચારિત્ર આત્માનું છે–એવા ભેદથી શું સિદ્ધિ છે? કાંઈ જ નહિ. માટે અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે. અહાહા..! પરના અને રાગના અભાવસ્વભાવસ્વરૂપ ભગવાન આત્મા-તેની દષ્ટિ કરી તેમાં જ સ્થિર રહેવું તેનું નામ મોક્ષમાર્ગ છે; બીજી કોઈ રીતે મોક્ષમાર્ગ નથી. આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ૧. આત્મા પરદ્રવ્યને અપોઢે છે અર્થાત્ ત્યાગે છે-એ એ વ્યવહારકથન છે; ૨. આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વ-સ્વામી અંશરૂપ વ્યવહાર છે; ૩. અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે. (૯-૩૬૭) ( ૭૬૪ ) ‘વૃત્તિ વસ્તુ ધો’ અહાહા! પરિણતિ આનંદસ્વરૂપી બાગમાં કેલિ કરે એનું નામ ચારિત્ર છે અને તે ધર્મ છે. અહાહા...! આનંદધામ પ્રભુ આત્મારામ છે; તેમાં પોતે અતીન્દ્રિય આનંદના સ્વાદની ૨મતુ કરે એનું નામ ચારિત્ર છે. ભાઈ! સમ્યગ્દર્શનમાં અલ્પ આનંદનો સ્વાદ છે, જ્યારે ચારિત્રમાં તો સ્વરૂપ-રમણતાનું અતિ ઉગ્ર આનંદનું વેદન હોય છે. આવું ચારિત્ર તે ધર્મ છે અને તે સમ્યગ્દષ્ટિને જ હોય છે. અહાહા...! ધ્રુવધામને ધ્યેય બનાવી ધધકતી ધુણી ધીરજથી ધખાવે તે ધર્મીને ધન્ય છે. આવો વીતરાગનો મારગ છે. (૯-૩૮૨ ) - Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮O અધ્યાત્મ વૈભવ (૭૬૫). અહાહા...! અંદર અનંત ગુણથી ભરેલો નિર્મળાનંદ ચૈતન્યબિંબ પ્રભુ ભગવાન આત્મા છે. આવા આત્માનું ભાન થઈને ચારિત્ર પ્રગટ થાય તેની દશા રાગદ્વેષથી રહિત હોય છે. બહારમાં દેહની દશા વસ્ત્રરહિત હોય છે અને અંદરમાં ચૈતન્યનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત હોય છે. પૂનમે દરિયામાં ભરતી આવે ત્યારે દરિયો પૂરણ ઊછળે તેમ કેવળજ્ઞાનમાં પૂરણ આનંદની ભરતીથી આત્મા ઉછળે છે. અહીં હજુ ચારિત્રની વાત છે. તો કહે છેચૈતન્યનું તેજ રાગદ્વેષ રહિત થઈને ઘણું જ ખીલી ગયું છે અને જેમાં પ્રચુર આનંદનું વેદન થાય છે તેનું નામ ચારિત્ર છે. (૧૦-૬૦) (૭૬૬ ) અહીં કહે છે-જેને રાગદ્વેષ ગયા અને પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. અહાહા...ચૈતન્યમૂર્તિવીતરાગમૂર્તિ પ્રભુ આત્માનું જેને ગાઢ સ્પર્શન-વેદન થયું છે અને જેને અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણેકાળના કર્મનું મમત્વ ગયું છે તે સ્વરૂપમાં ઠરવારૂપ ચારિત્ર અંગીકાર કરે છે. અહા ! આવું ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! પંચ પરમેષ્ઠીપદમાં જેનું સ્થાન છે, જેમાં પ્રચુર આનંદની દશા અનુભવાય છે અને જેમાં સ્વરૂપરમણાનું અતિશય તેજ પ્રગટ છે એવું ચારિત્ર લોકમાં ઉત્તમ પદાર્થ છે. (૧૦-૬૩). (૭૬૭) આ સમ્યગ્દર્શન ઉપરાંત ચારિત્રની વાત છે. સ્વરૂપમાં ઠરી જાય ત્યારે તેને પુણ્ય પાપના ભાવ છૂટી જાય તેને ચારિત્ર કહીએ. ભૂતકાળના પુણ્ય-પાપથી છૂટવું, ભવિષ્યના પુણ્ય-પાપથી છૂટવું અને વર્તમાન કાળના પુણ્ય-પાપના ભાવથી છૂટવું અને નિજાનંદ સ્વરૂપમાં લીન-સ્થિર થવું તેને ભગવાન ચારિત્ર કહે છે. (૧૦-૭૧) (૭૬૮) અરે ભાઈ! સંયમ કોને કહેવાય એની તને ખબર જ નથી. “સંયમ' શબ્દમાં તો સમ્+યમ્’ શબ્દો છે. - સમ્ નામ સમ્યફ પ્રકારે યમ અર્થાત્ સમ્યગ્દર્શન પૂર્વક યમ તેને સંયમ કહે છે. આત્મા પૂરણ પરમસ્વભાવભાવ વસ્તુ છે તેની અંતરમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે અને તે સિદ્ધ થતાં નિજ સ્વભાવભાવમાં જ વિશેષ વિશેષ લીન-સ્થિર થવું તે સંયમ છે, ચારિત્ર છે, અને તે મોક્ષમાર્ગ છે. આવી વાત છે ભાઈ ! તને રાગની ક્રિયામાં સંયમ ભાસે છે તે મિથ્યાભાવ છે. (૧૦-૭૮) (૭૬૯) જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે તેને હજૂ અસ્થિરતાના ભાવ છે. આ અસ્થિર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્મચારિત્ર ૨૮૧ તાથી ખસીને-નિવર્તીને સ્વભાવમાં પ્રવર્તપુરમવું-લીન થવું તે આલોચના છે અને તે જ ભૂત અને ભાવિ કર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. આ ચારિત્રની વિધિ છે. ભાઈ ! વ્રત, ભક્તિ, દયા ઇત્યાદિ પાળવારૂપ જે ભાવ થાય છે તે અસ્થિરતા છે. તેનાથી તો ખસવાની-નિવર્તવાની વાત છે, તેને જતું સંયમ ને ચારિત્ર માનવા લાગે એ તો મહા વિપરીતતા છે. મુનિરાજને નિશ્ચય ચારિત્ર સાથે તે વ્યવહાર સહચરપણે ભલે હો, પણ તે ચારિત્ર નથી, તે ચારિત્રનું કારણ પણ વાસ્તવમાં નથી. ખેરખર તો તે અસ્થિરતાથી ખસી સ્વરૂપ-સ્થિરતા જે થાય તે જ ચારિત્ર છે. અહીં તો ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ સત્ય સાહ્યબો પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર જે વિરાજ્યો છે તેનું ભાન થયા પછી જે અસ્થિરતાના પુણ્ય-પાપના ભાવ છે તેનાથી નિવર્તી અંદર સ્વરૂપમાં લીનતા-જમાવટ કરે છે તે આત્મા પોતે ચારિત્રરૂપ થાય છે એમ વાત છે. ધીમે ધીમે સમજવું ભાઈ ! અરે ! અનંતકાળમાં એ સત્ય સમજયો નથી ! શું થાય ? સમજવાનાં ટાણાં આવ્યાં તો શુભમાં રોકાઈ પડયો ! (૧૦-૭૮) (૭૭૦). અહાહા...! કહે છે- “જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરતો” ... , અહા ! જ્ઞાનસ્વભાવ તો જાણવારૂપ છે પ્રભુ! જેની સત્તામાં એ જાણવું થાય છે તે ચેતન છે. ખરેખર તે ચેતનની સત્તાને જ જાણે છે. અહા ! જેની સત્તામાં પદાર્થોનું હોવાપણું જણાય છે તે ચેતનસત્તા છે. અહાહા....! જાણનારો છે તે ચેતન છે, અને જે જણાય છે તે પણ ચેતન છે (કેમકે ચેતનની પર્યાયમાં જ જાણવું થાય છે). આમ જાણનારો જાણનારને જ જાણે છે અને જાણતો થકો તેમાં જ ચરે છે, ઠરે છે એનું નામ ચારિત્ર છે. અહાહા...! ભૂત, વર્તમાન, ભાવિ કર્મથી ખસી એક જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈ ઉપયોગ તેમાં જ સ્થિર થાય છે તે ચારિત્ર છે. તે ચારિત્રસ્વરૂપ સદાય પોતે પરિણમી રહ્યો છે. તેને વ્યવહાર પ્રતિક્રમણાદિનો કદીક વિકલ્પ ઊઠે છે, પણ તે દોષ છે. (૧૦-૭૯) (૭૭૧) અહીં ચારિત્રની વ્યાખ્યા કરે છે. તો કહે છે-જ્ઞાનસ્વભાવ છે એ તો અબંધ સ્વભાવ છે, ને પુણ્ય-પાપના ભાવ છે તે બંધસ્વભાવ છે, કર્મસ્વભાવ છે; કેમકે તેઓ પૂર્વ કર્મના નિમિત્તે થાય છે, ને પોતે નવાં કર્મનું નિમિત્ત છે. તેથી પુણ્ય-પાપથી નિવર્તી, ત્રણે કાળના કર્મથી પાછા ફરી એક જ્ઞાનસ્વભાવમાં ચરવું-વિચરવું તે ચારિત્ર છે અને તે મોક્ષમાર્ગ છે. હવે આવી વાત દિગંબર ધર્મ સિવાય બીજે ક્યાં છે. (૧૦-૮૦) (૭૭ર). ૧. વર્તમાન પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં પૂર્વના કર્મથી પાછો ફર્યો તે પ્રતિક્રમણ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨ અધ્યાત્મ વૈભવ ૨. પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં તેનું કાર્ય જે કર્મ તેનાથી પાછો ફર્યો તે પ્રત્યાખ્યાન છે. ૩. વર્તમાનમાં પુણ્ય-પાપનું કારણ જે કર્મનો વિપાક તેનાથી પાછો ફર્યો તે આલોચના આ રીતે તે આત્મા સદા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના કરતો થકો, પોતાના જ્ઞાનસ્વભાવમાં જ ચરતા હોવાથી ચારિત્ર છે, અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે. (૧૦-૮૦) (૭૭૩) અહા ! તારો આત્મા રાગ અને રજકણથી ભિન્ન અંદર બિરાજી રહ્યો છે. પ્રભુ! તેમાં તું જાને! તેમાં એકાગ્ર થઈને ત્યાં જ રમને પ્રભુ! તને શુદ્ધિ ઉત્પન્ન થઈને શુદ્ધિની વૃદ્ધિ થશે. ભગવાને એને ચારિત્ર કહ્યું છે. ભાઈ ! આ તારાં અન્ત અનંત દુઃખ નિવારવાનો ઉપાય છે. બાકી તું ત્યાગી થાય, સાધુ થાય અને બહારમાં નગ્ન દિગંબર દશાને ધારે પણ વ્રતાદિના રાગમાં એકત્વ કરે તો, કહે છે, બંધ દોડતો થકો શુદ્ધિને રોકી દે છે. ભાઈ ! બહારમાં પંચમહાવ્રત પાળે માટે ચારિત્ર પ્રગટ થાય એમ માર્ગ નથી. લોકોને વાત બહુ આકરી લાગે પણ માર્ગ જ જ્યાં આવો છે ત્યાં શું કરીએ? માટે રાગની-વ્રતાદિના રાગની ભાવના છોડીને શુદ્ધોપયોગની ભાવના કર. અંદર ત્રણ લોકનો નાથ સચ્ચિદાનંદ ભગવાન પૂરણ પ્રગટ વિરાજી રહ્યો છે તેની ભાવના કર, તેમાં એકાગ્ર થા, અને તેમાં જ રમણતા કર. આ મારગ છે. ભાઈ ! ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનો ઇન્દ્રો અને ગણધરોની સભામાં આ પોકાર છે. અહાહા...! (૧૦-૮૬) (૭૭૪) અરે ભાઈ! રાગનો એક કણિયો પણ તને કામ આવે એમ નથી, તારા હિતરૂપ નથી. અહાહા...! જ્ઞાનાદિ અનંત ગુણનો સમુદ્ર પ્રભુ અંદર આત્મા છે તેને જેણે રાગથી ભિન્ન પડી સંભાળ્યો અને તેમાં જ જે એકાગ્ર થયો, લીન થયો, નિમગ્ન થયો તેને ધર્મ થયો, મોક્ષનો મારગ થયો અને ચારિત્ર થયું. પરંતુ નિજ જ્ઞાનાનંદ સ્વરૂપને છોડીને ભલે કોઈ રાજ્ય છોડ, રણવાસ છોડ, ભોગ છોડે, પરંતુ જો શુભરાગની વાસના છે તો તેને મોહકર્મ દોડતું આવીને બાંધે છે, તેને સંસાર જ ફળે છે. અહાહા...! રાગની એકતાને તોડી જે અંદર આનંદની ખાણને ખોલે છે તે સમકિતી છે અને તેમાં જ વિશેષ લીન થાય છે તે ચારિત્રવત છે. આવો મારગ છે. (૧૦-૮૬) (૭૭૫) ત્રિકાળનું સમસ્ત કર્મ નામ શુભાશુભ ભાવ તેને કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુમોદતો નથી–મનથી, વચનથી, કાયાથી, હું તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ એક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યફચારિત્ર ૨૮૩ ચિદાનંદ ભગવાન છું ને તેમાં જ સ્થિર થાઉં છું. લ્યો, આનું નામ ચારિત્ર છે. મહાવ્રતના પરિણામ તે ચારિત્ર નહિ. મહાવ્રતના રાગનો-કર્મનો તો અહીં સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ભાઈ ! જુઓ; શું કહે છે? ત્રણે કાળના સમસ્ત કર્મને એટલે પંચ-મહાવ્રત આદિના રાગને હું કરતો નથી, કરાવતો નથી અને કરતાને અનુમોદતો નથી-મનથી, વચનથી, કાયાથી. પૂર્વે કોઈ અહિંસાદિ વ્રતતા શુભ અને હિંસાદિ અવ્રતના અશુભ વિકલ્પ ક્યાં હોય તે, વર્તમાન હોય છે અને ભવિષ્ય સંબંધી સમસ્ત કર્મને, કહે છે, હું મનથી, વચનથી, કાયાથી, અને કૃતકારિત-અનુમોદનાથી ત્યાગ કરું છું. અહા ! સકલ કર્મના સંન્યાસપૂર્વક સમ્યગ્દષ્ટિને જે સ્વસ્વરૂપમાં -અંત:તત્ત્વમાં સ્થિરતા-રમણતા થાય તેનું નામ ચારિત્ર છે, અને તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ..? (૧૦-૧૧૩) (૭૭૬ ) અહાહા..! કહે છે-સમસ્ત કર્મત્યાગીને હું પરમ વૈષ્ફર્ગ્યુન-પરમ નિષ્કર્મ દશાનેઅવલંબું છું. અહા ! આત્મા વસ્તુ તો અંદર પરમ નિષ્કર્મ છે. અને તેના આશ્રયે પરિણમતાં પરમ નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. અહા! આવી નિષ્કર્મ-વીતરાગ દશાને પ્રાપ્ત થાઉં છું એમ કહે છે. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન પોતાની જ્ઞાનમાત્ર ચીજનું જ્ઞાન અને અનુભવ તો થયાં છે, પણ કાંઈક અસ્થિરતા હજુ છે, તે અસ્થિરતાનો, કહે છે, ત્યાગ કરીને-સ્વસ્વરૂપમાં સ્થિરતારૂપ પરમ નિષ્કર્મ અવસ્થાને અવલંબુ છું. લ્યો, આ ચારિત્ર છે, ધર્માત્મા પુરુષો આવી નિષ્કર્મ દશાને પ્રાપ્ત થાય એને ચારિત્ર કહે છે ભાઈ ! હવે લોકોને દર્શન શું? જ્ઞાન શું? ચારિત્ર શું? – કાંઈ ખબર ન મળે એટલે દેવગુરુ-શાસ્ત્રને માને તે સમકિત, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન અને બહારમાં મહાવ્રત પાળે તે ચારિત્ર-એમ માને પણ ભાઈ ! એ માન્યતા યથાર્થ નથી, સત્યાર્થ નથી. અહીં તો કહે છેભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ સદાય નિષ્કર્મ શક્તિના સ્વભાવરૂપ છે. તેની સન્મુખ થઈ પરિણમતાં જે સ્વસંવેદન જ્ઞાન થયું તે જ્ઞાન, “હું આ જ છું” એવી જે પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન અને તેનો ઉગ્ર આશ્રય કરતાં જે વિશેષ નિષ્કર્મ-વીતરાગદશા થઈ તે ચારિત્ર. અહા! દયા, દાન, વ્રત આદિ સકળ કર્મના ત્યાગરૂપ નિષ્કર્મ અવસ્થા છે અને તે ચારિત્ર છે. આ પ્રમાણે સર્વકર્મનો ત્યાગ કરવાની જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞા! આમ બહારથી પ્રતિજ્ઞા કરે એમ નહિ, આ તો ત્રિકાળી એક જ્ઞાયકભાવના ઉગ્ર આલંબન દ્વારા નિષ્કર્મ દશા–વીતરાગ દશાને પ્રાપ્ત થાય એને પ્રતિજ્ઞા કરે છે એમ કહ્યું. સમજાણું કાંઈ....? (૧૦-૧૧૪) (૭૭૭) અહા ! દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને જાણવા-દેખવારૂપ પર્યાય પણ શુદ્ધ. વચ્ચે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪ અધ્યાત્મ વૈભવ વિકલ્પ ઊઠે તે, ધર્મી કહે છે, મારું કાર્ય નથી. હું તો દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે આ ઉદયમાં આવેલાં કર્મોનો માત્ર દેખનાર-જાણનાર છું. હું તો નિજ સ્વરૂપમાં જ વર્તુ છું. લ્યો, આવું અનુભવન કરવું એનું નામ નિશ્ચય ચારિત્ર છે. ચારિત્ર કોને કહેવાય? ભાઈ ! તને ખબર નથી; જેમાં પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન જ ન થાય અને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય તેને વીતરાગદેવે ચારિત્ર કહ્યું છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદની ભરતી (બાઢ) આવે તેને ચારિત્ર કહે છે. (૧૦-૧૨૦) (૭૭૮) અહીં ત્રણ વાત કહી છે: ૧. ત્રણે કાળના સમસ્ત શુભાશુભ કર્મોથી હું છું છું. ૨. અંદર શુદ્ધ ચિદાનંદકદ પ્રભુ હું છું તેને શુદ્ધ નય વડે પ્રાપ્ત કરીને અવલંબું છું. ૩. મારો ચિન્માત્ર આત્મા જ, ચિસ્વભાવી આત્મા જ મારું આલંબન છે, રાગ મારું આલંબન નથી; કેમકે રાગ મારું સ્વરૂપ નથી, સ્વભાવ નથી. પ્રથમ વિકારથી જુદો પાડીને ચિત્માત્ર ભગવાન આત્માને ગ્રહણ કર્યો હતો. પ્રાપ્ત કર્યો હતો; હવે સર્વ વિકારને છોડી સ્થિરતા દ્વારા આત્માને પ્રાપ્ત કરે છે, જેમાં એક ચિન્માત્ર આત્માનું જ આલંબન છે; આ ચારિત્ર છે. (૧૦-૧ર૭) (૭૭૯). પંચેન્દ્રિયના વિષયો પ્રતિ જેને રાગ છે એ તો ઝેરના પ્યાલા જ પીએ છે, પણ દયા, દાન, વ્રતાદિના વિકલ્પો પ્રતિ જેને રાગ છે એય ઝેરના જ પ્યાલા પીએ છે, તેને અમૃતનો સ્વાદ નથી. અહાહા..! અમૃતનો સાગર તો અંદર આનંદનો નાથ પ્રભુ એકલા અમૃતથી પૂર્ણ ભરેલો પ્રભુ છે. અહા ! તેને અવલંબી તેમાં જ લીન-સ્થિર થવું એ ભરપુર આનંદનોઅમૃતનો સ્વાદ છે અને તેને જ ભગવાન કેવળી ચારિત્ર કહે છે. આ સિવાય કોઈ ઘર છોડ ને દુકાન છોડે ને બાયડી-છોકરાં છોડે ને વસ્ત્ર છોડી નગ્ન થઈ વ્રત ધારણ કરે, પણ એ કાંઈ ચારિત્ર નથી. (૧૦-૧૨૮) (૭૮૦) અહીં ચારિત્રની વિશેષ વિશેષ નિર્મળતાની વાત છે. અહાહા..! આત્મા નિજાનંદસ્વરૂપમાં મસ્ત રમે છે તેનું નામ ચારિત્ર છે. અહા ! આવા આત્માના આનંદના સ્વાદિયા ધર્મી પુરુષને ઇન્દ્રના ઇન્દ્રાસનના ભોગ સંડલા તણખલા જેવા તુચ્છ ભાસે છે. સ્વર્ગના દેવોને કંઠમાંથી અમૃત ઝરે ને ભૂખ મટી જાય. અહા ! એવા ભોગ સમકિતીને આત્માના આનંદની પાસે, ઝેરના પ્યાલા જેવા લાગે છે. (૧૦-૧૪૦) (૭૮૧). જુઓ ક્રિયાના ત્રણ પ્રકાર છે: Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ચારિત્ર Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૫ ૧. શરીર, મન, વાણીની ક્રિયા તે જડની ક્રિયા છે; તેને આત્મા કરતો નથી. ૨. પુણ્ય-પાપના ભાવ થાય તે વિભાવ ક્રિયા છે, તે દુ:ખરૂપ છે; જ્ઞાનીની વૃત્તિ તે ક્રિયાથી નિવૃત્ત છે. ૩. વિભાવથી ભિન્ન પડી અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે સ્વભાવ ક્રિયા છે, ધર્મની ક્રિયા છે. આનું નામ ચારિત્ર છે...... જુઓ, આ અંત૨–૨મણતાની ચારિત્રની વાત છે. સમ્યગ્દર્શન પછી અંદર જેને સ્વરૂપરમણતાની જમાવટ થઈ છે તે એવો તૃપ્ત-તૃપ્ત થયો છે કે ભાવના કરતાં કરતાં જાણે સાક્ષાત્ કેવળી જ થયો હોય. હવે તેને સ્વસ્વરૂપમાંથી બહાર નીકળવું જ ગમતું નથી; અનંતકાળ સ્વરૂપમાં જ રહેવા ચાહે છે. પં. જયચંદજી કહે છે તે યોગ્ય જ છે, કેમકે આ જ ભાવનાથી કેવળી થાય છે. વ્રત, તપ, આદિ ક્રિયાકાંડના વિકલ્પથી કાંઈ કેવળજ્ઞાન પ્રગટતું નથી, સ્વરૂપનો અનુભવ, તેનો અભ્યાસ અને સ્વરૂપરમણતાની જમાવટ-બસ આ જ એક ઉપાય છે. ( ૧૦–૧૬૨ ) ( ૭૮૨ ) વ્રત ? કોને કહીએ વ્રત ? અહાહા...! સચ્ચિદાનંદસ્વરૂપ જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળ પોતે છે તેનું ભાન થઈ તેમાં જ રમણતા કરે, નિજાનંદસ્વરૂપમાં જ વિંટાઈને લીન થઈ જાય તેનું નામ વ્રત-નિશ્ચયવ્રત છે. વ્રત કહો કે પચખાણ કહો, બધું આત્મા જ છે ભાઈ! આ સિવાય વ્યવહારના વિકલ્પ બધો રાગ છે, દુઃખ છે, નિશ્ચયે વ્રત નથી. (૧૦–૨૦૩) ( ૭૮૩ અહાહા...! જ્ઞાની કહે છે-હું તો ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્યમાત્ર પ્રભુ આત્મા છું. જ્ઞાનાનંદ–સ્વભાવ તે તારું સ્વરૂપ છે. રાગ કાંઈ મારું સ્વરૂપ નથી. તેથી રાગનો હું સ્વામી નથી. શું કીધું? રાગ છે, પણ રાગનો જ્ઞાની સ્વામી નથી. સ્વામીપણે જ્ઞાની રાગને ભોગવતો નથી. જ્ઞાની તો નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન છે અને નિજ સ્વરૂપથી જ ખરેખર તે તૃપ્ત છે, પરિતૃત છે. ‘વરિત વસ્તુ ધો' એમ કહ્યું છે ને? અહાહા...! મોક્ષનું કારણ એવા એ ચારિત્ર નામ ધર્મની અહીં વ્યાખ્યા છે. કહે છે-જે કર્મફળને ભોગવતો નથી એવો જ્ઞાની ખરેખર પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે. કેવો તૃક્ષ છે? કે તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ સુખમય દશાંતરને તે પામે છે. હવે આમાં વ્રત, તપ, ભક્તિ, જાત્રા-તે ચારિત્ર એમ કર્યાં વાત છે? અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર બેદ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છે તેને સાક્ષાત્ અનુભવમાં લઈ તેમાં જ ઠરી જવું તે ચારિત્ર છે. અહાહા...! જેનું ફળ પૂરણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ અધ્યાત્મ વૈભવ શુદ્ધતા-વીતરાગતા છે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમાં રાગનું સ્વામીપણું ને રાગનું કર્તાપણું છે જ નહિ-અહાહા.રાગ અને રાગના ફળને ચારિત્રવત પુરુષ કરતોય નથી ને ભોગવતોય નથી. (૧૦-૧૬૫ ) (૭૮૪) ચારિત્રવત ધર્મી પુરુષ “સ્વત: વ તૃત:' પોતાના સ્વરૂપથી જ તૃત છે, અર્થાત્ અતીન્દ્રિય આનંદનો મહાસાગર તેને પર્યાયમાં ઊછળે છે. કિંચિત રાગ થાય તેને તે માત્ર જાણે જ છે. અહા! નિજ નિર્મળ જ્ઞાનાનંદ-સ્વભાવનો અનુભવી જ્ઞાની પૂર્વકર્મના ફળમાં જોડાતો નથી. સ્થિરતાભર્યા આચરણમાં રમતા મુનિવરને વર્તમાનમાં રમણીય સુખનો અનુભવ વર્તે છે, અને ભવિષ્યમાં તેનું ફળ આવે તે પણ રમણીય નિષ્કર્મ પૂરણ સુખમય દશા છે. હવે ચારિત્રની આવી વાત છે, ત્યારે લોકો ચારિત્રને દુઃખદાયક માને છે. એમ કે ચારિત્ર ધારવું તે લોઢાના ચણા ચાવવા જેવું કષ્ટદાયક છે. અરે ભાઈ! તને ચારિત્રના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી, જો તો ખરો, મુનિપદ અંગીકાર કરનારો દીક્ષાર્થી માતા પાસે આજ્ઞા માગવા જાય ત્યારે એમ કહે છે કે- જનેતા! હું આનંદને સાધવા વનવાસ જાઉં છું; માતા! મને રજા દે. માતા ! હું કોલકરાર કરીને કહું છું કે સ્વરૂપની રમણતામાં સ્થિર થઈને હું પરમ સુખની સિદ્ધિને પામીશ; માતા! હવે હું બીજી માતા નહિ કરું, બીજી માતાની કૂખે હવે હું નહિ અવતરું. ભાઈ ! ચારિત્ર તો આવા પરમ સુખનું દેનારું છે. ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે બાપુ ! અતીન્દ્રિય આનંદના સ્વરૂપમાં રમવું તે ચારિત્ર છે. સ્વરૂપની રમણતાની ઉગ્રતા તે તપ છે. આ બહાના ઉપવાસ કરે તે તપ એમ નહિ. સ્વરૂપની રમણતાનો ઉગ્ર પુરુષાર્થ કરે ત્યાં ઇચ્છાનો સહેજે અભાવ વર્તે તેનું નામ તપ છે. જેમાં અતિ પ્રચુર આનંદનું વેદન છે એવી સ્વરૂપલીનતા તે ચારિત્ર છે અને તે આનંદની ધારા વદ્ધમાન થતી મુક્તિ-પૂર્ણાનંદની દશા થઈ જાય છે. કહ્યું કે અહીં કે-વર્તમાન કાળમાં ચારિત્ર રમણીય સુખમય અને ભવિષ્ય-કાળમાં તેનું ફળ જે આવે તે પણ રમણીય નિષ્કર્મ સુખમય દશાંતર છે. અહો! ચારિત્રવત પુરુષ અંતર-લીનતાના અતિ ઉગ્ર પુરુષાર્થ વડે પૂર્વે સંસાર દશામાં કદીય થઈ નહોતી એવી વિશિષ્ટ પ્રકારની સર્વકર્મરહિત સ્વાધીન સુખમય પૂર્ણાનંદની દશાને પામે છે. અહા ! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભર્યો છે. (૧૦-૧૬૬) (૭૮૫) વળી “જ્ઞાન જ સંયમ છે. ' શું કીધું? જ્ઞાન નામ આત્મા જ સંયમ છે. પાંચ ઇન્દ્રિયના વિષય અને મનથી પાછા ફરવું તે સંયમ–એ તો નાસ્તિથી વાત છે, અસ્તિથી કહીએ તો જ્ઞાન નામ આત્મા આત્મામાં જ રમે તે સંયમ, અને તે આત્મા જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યક્રચારિત્ર ૨૮૭ સંયમની વીતરાગી પર્યાયરૂપે પોતે આત્મા પરિણમે છે ને! માટે આભા જ સંયમ છે એમ વાત છે. બહારના ક્રિયાકાંડ-છકાયના જીવોની દાય પાળે, પાંચ મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે-તે કાંઈ સંયમ નથી એ તો બધો રાગ છે બાપુ! જેમ જીવાદિ નવતત્ત્વની દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા સમકિત નથી (રાગ છે) તેમ છ કાયની દયા વગેરે પાળવાના વિકલ્પ પણ સંયમ નથી. અંદર જ્ઞાનાનંદસ્વરૂપી નિત્યાનંદ પ્રભુ પોતે ભગવાન છે, ઉપયોગ ત્યાં જ રમે અને ત્યાં જ જામે એનું નામ સંયમ છે. એનું નામ ચારિત્ર છે. અહાહા..! ઉપયોગ સ્વરૂપમાં રમે ત્યાં પ્રચુર અતીન્દ્રિય આનંદનું પરિણમન થાય તેનું નામ સંયમ છે. જ્ઞાનનું જ્ઞાનમાં રમમાણ થવું તે સંયમ છે. (૧૦-૧૮૯) (૭૮૬) ચારિત્ર તો બાપુ! પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને પ્રગટ થાય છે. (પુણ્ય-પાપને) દૂર કરવામાં બે પ્રકાર સમજવા ૧. શુભાશુભ ભાવની ઉત્પત્તિનું મૂળ જે મિથ્યાત્વ તેને દૂર કરે છે, અને ૨. શુભાશુભ ભાવને પણ યથાસંભવ દૂર કરે છે. લ્યો, આમ શુભાશુભ ભાવને દૂર કરે છે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે. હવે આમ છે ત્યાં શુભ કરતાં કરતાં ચારિત્ર થાય એ વાત ક્યાં રહી? ભાઈ ! આ તો મારગ જ વીતરાગનો જુદો છે બાપુ! (૧૦-૨૦૦) (૭૮૭) અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ છે. તેમાં જ રમણ કરવું તે ચારિત્ર-દશા છે. અહો ! ધન્ય તે દશા ! જેમાં ભેદનો વિકલ્પ પણ છૂટી ગયો એવી અત્યંત નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ ત્યાં ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને છોડવાયોગ્ય સર્વ છોડ્યું. અહાહા...! પોતે અંદર જિનસ્વરૂપ છે, તેમાં અંતર-એકાગ્ર થઈ લીન થતાં જિનદશા પ્રગટ થાય છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. ભાઈ ! અને તેની આ જ રીતે છે બાપુ! જિનદશા કાંઈ બહારથી નથી આવતી. (૧૦-૨૧૪) (૭૮૮) અંદર આત્માનું શ્રદ્ધાન થયા પછી અંતર્લીનતા થતાં અહારાદિનો વિકલ્પ ઊઠતો નથી તેનું નામ સંયમ છે. માત્ર બાહ્ય ત્યાગ તે સયંમ નથી. યાવ-જીવન બાહ્ય ત્યાગ હોવા છતાં ભગવાને તેમને સંયમ કહ્યો નથી, કેમકે સંયમ સ્વસ્વરૂપમાં લીનતા- રમણતાનું નામ છે. અરે! લોકોને સંયમ શું ચીજ છે એની ખબર નથી. સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટયા પછી નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં અધિક-અધિક લીનતા-રમણતા થવી, અતીન્દ્રિય આનંદની ભરપુર જમાવટ થવી તેને સંયમ કહે છે. (૧૦-૨૩૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ ( ૭૮૯ ) અરે, સમ્યગ્દર્શનના સ્વરૂપની અને તેને પ્રગટાવવાની રીતની ખબર વિના જીવ પોતાની મતિ-કલ્પનાથી વ્રત-તપ ધારણ કરીને તેને ધર્મ માની લે પણ તેથી કાંઈ તેને ધર્મ થાય નહિ. જેને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન થયાં હોય અને સ્વરૂપની ઉગ્ર રમણતા થાય તેને ચારિત્ર ને ધર્મ થાય છે, અને તેને અંતરમાં અનાકુળ આનંદનો પ્રચુર આસ્વાદ આવે છે. અહા! આવા અંતરંગ ચારિત્ર વિના મુક્તિ થતી નથી. ભાઈ! જેમાં આસ્વાદમાં આવતી અતીન્દ્રિય આનંદના રસની પ્રબળ ધારા પ્રગટ થાય એનું નામ ચારિત્ર છે. અને તે સમ્યગ્દર્શનના અભાવમાં કદીએ હોતું નથી. અહાહા...! ભગવાન આત્મા નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેની અંતર-રમણતા થાય તે ચારિત્રદશા છે. અહા! આવા ચારિત્ર સાથે અંદર અતીન્દ્રિય આનંદની પ્રકૃષ્ટ ધારા વહે છે. આવી અનાકુળ આનંદની ભૂમિકામાં મુનિને કિંચિત્ વ્યવહાર-રત્નત્રયનો રાગ આવે, પણ તેનું તેને સ્વામિત્વ નથી; વ્યવહારનો રાગ અને તેનું ફળ-જે ઇન્દ્ર ઇન્દ્રાણીના વૈભવ ને કરોડો અપ્સરાઓનો સંયોગ આવે તે-એને ઝેર સમાન હેયબુદ્ધિએ હોય છે. પુણ્ય અને પુણ્યનાં સમસ્ત ફળ સમકિતીને ઝેર જેવાં લાગે છે. ( ૧૦–૩૮ ) ( ૭૯૦) અનંતગુણધામ પ્રભુ આત્મામાં એક ચારિત્ર ગુણ છે. તે ચારિત્ર સ્વભાવમાં કરણસાધન શક્તિનું રૂપ છે; જેથી વીતરાગી પર્યાયનું કારણ તે ચારિત્ર ગુણ થાય છે. અર્થાત્ ચારિત્ર ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને ચારિત્રની વીતરાગી દશારૂપ પરિણમે છે. ઓહો....! ચારિત્રની અકષાય વીતરાગી પરિણતિ સંત-મુનિવરોને હોય છે ને? તેનું સાધકતમ સાધન અંદર ચારિત્રપરિણત આત્મા છે. આ મુનિવરોને તેમની દશામાં પ્રચુર આનંદનુ વેદન હોય છે. સમ્યગ્દર્શનમાં આનંદનું વેદન છે, પણ પ્રચુર આનંદનું વેદન નથી. વીતરાગી નિગ્રંથ દિગંબર સંત-મુનિવરને પ્રચુર આનંદનું વેદન હોય છે. જુઓ, વસ્ત્ર સહિત હોય તે કોઈ સાધુ નથી; તેમ જ ખાલી વ્રત, તપનાં સાધન કરે તે સાધુ નથી, કારણ કે એ તો બધો રાગ છે ને એ બંધનું કારણ છે. ચારિત્રદશા જેને પ્રગટ થાય તેને બહા૨માં દેહની નગ્ન દશા થઈ જાય છે. બહા૨માં દેહથી નગ્ન અને અંદર રાગથી નગ્ન-એવી વીતરાગી સંત મુનિવરની ચારિત્ર દશા હોય છે. તેને વચ્ચે પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે, પણ તે કાંઈ ચારિત્ર નથી, ચારિત્રનું સાધનૈય નથી. અહાહા...! અંદર સ્વસ્વરૂપમાં પ્રચુર આનંદપૂર્ણ રમણતા હોય તે ચારિત્ર છે. તે ચારિત્રનું સાધન શું? પંચ મહાવ્રતને પંચ સમિતિનો વિકલ્પ તે સાધન છે? ના; તે સાધન નથી. ચારિત્રગુણમાં કરણશક્તિનું રૂપ છે, જેથી આત્મામાં નિજસ્વભાવ સાધન વડે વીતરાગી ચારિત્ર પર્યાયનું ભવન થાય છે. આવો મારગ છે ભાઈ ! વસ્ત્ર સહિત કોઈ મારગ નથી, ને વ્રતાદિના રાગને સાધન માને તૈય મારગ નથી. એ તો ઉન્માર્ગ છે. (૧૧-૧૯૨ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્મચારિત્ર ૨૮૯ (૭૯૧) અહા ! જેને સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થયું તેને સ્વ-આશ્રયે સુનિશ્ચળ સંયમ પ્રગટ થાય છે. જ્ઞાન-શ્રદ્ધાન થવામાં સ્વભાવ સન્મુખતાનો જે પુરુષાર્થ છે તેનાથી સુનિશ્ચલ સંયમ થવામાં ચારિત્રનો અનેક ગુણો પુરુષાર્થ હોય છે. અહાહા...! ચારિત્ર એટલે શું? જે ચૈતન્યસ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસ્યું ને શ્રદ્ધામાં આવ્યું તેમાં વિશેષપણે ચરવું, રમવું, ઠરવું, જમવું તેનું નામ ચારિત્ર છે. અહાહા..જેમાં પ્રચુર આનંદનાં ભોજન થાય એવી સ્વાનુભવની સુનિશ્ચલ દશા તેના ચારિત્ર કહે છે. અશુદ્ધતાનો ત્યાગ થઈ શુદ્ધ રત્નત્રય પરિણતિનું પ્રગટ થવું એનું નામ સંયમ અર્થાત્ ચારિત્ર છે. છે કાયની દયા પાળવી તેને સંયમ કહે છે ને? હા, છ કાયની દયા પાળવી તેને સંયમ કહે છે, પણ એ તો ભેદરૂપ સંયમ છે. વાસ્તવમાં એ શુભરાગ છે, અને ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહચાર જાણી તેને ઉપચારથી સંયમ કહેલ છે. સમજાણું કાંઈ.... ? અહાહા...! મહાન વૈભવશીલ એવા રાવણને એક સ્ફટિકનો મહેલ હતો. એના સ્ફટિક એવા ઝળહળતા પ્રકાશિત હતા કે કોઈ દુશ્મન ત્યાં જાય તો પગ ક્યાં ધરવો તે ખબર ન પડે એટલે તરત પકડાઈ જાય. તેમ આ આત્મા ચૈતન્યનો મહેલ એવા ચૈતન્યના પ્રકાશથી ભરપુર ઝળહળતો ઉજ્જવળ છે કે ત્યાં મોટુ આદિ દુશ્મનો તરત જ પકડાઈ જાય છે. અહાહા! ચૈતન્યહીરલો ચૈતન્ય પ્રકાશનો પુંજ એવો છે કે એમાં ચરણ ધરતાં, ચરતાં-વિચરતાં મોહાંધકારનો નાશ થઈ જાય છે, ને પ્રબર પવિત્ર ઉજ્જવળ ચારિત્રનો પ્રકાશ પ્રગટ થાય છે. લ્યો, આનું નામ સંયમ છે. શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો, પછી એવા જ અનુભવમાં સ્થિર થઈને રહેવું તે સંયમ છે. (૧૧-૨૩૬) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯. જીવ (૭૯૨ ) આમ સાત બોલથી જે કહેવામાં આવ્યો એવો જીવ નામનો પદાર્થ તે સમય છે. સાત બોલથી સમય સિદ્ધ કર્યો છે. -ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે. -દર્શનજ્ઞાનસ્વરૂપ પરિણમન સહિત છે. –અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. -અમવર્તી અને ક્રમવર્તી એવા ગુણપર્યાયો સહિત છે. -સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું છે. -અસાધારણ ચૈતન્ય ગુણના સદ્ભાવને લીધે તથા ૫રદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે ૫૨ દ્રવ્યોથી ભિન્ન છે. -અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે. (૧-૫૦) (૭૯૩) અરે ! આ તો તારી પોતાની દયા પાળવાની વાત ચાલે છે, બાપુ! તું જ્ઞાનદર્શનસ્વભાવનો પિંડ પરમાત્મા છો. એવું તારું ચૈતન્ય જીવન છે. નિશ્ચયથી ત્રિકાળ, એકરૂપ, શુદ્ધ, બુદ્ધ સ્વભાવ જે છે એવા પ્રાણથી જીવે તે જીવ છે. પ્રથમ ‘નીવો' શબ્દ છે. ને? એ જીવની વ્યાખ્યા ચાલે છે. એવા શુદ્ધ જીવને અહીં ધ્યેય બનાવીને પરિણમન કરવાની વાત છે. આ ત્રિકાળી નિશ્ચયપ્રાણની વાત કરી. અશુદ્ઘનિશ્ચયથી અશુદ્ધભાવ ક્ષાયોપશમિક ભાવપ્રાણથી જીવે તેને જીવ કહેવામાં આવે છે. અશુદ્ધ - પ્રાણથી જીવે છે તે અજ્ઞાની છે. વળી જડ શરીર, ઇન્દ્રિય, મન-વચન-કાયા આદિથી જીવે એ જીવ છે એમ કહેવું તે અસભ્તવ્યવહાર નયનું કથન છે, કેમકે પોતે જડસ્વભાવ નથી છતાં જડથી જીવે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહા૨ છે, તે અસત્યાર્થ છે. (૧૯૫૩) (૭૯૪) એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, પંચેન્દ્રિય એ કાંઈ વાસ્તવિક જીવ નથી; અંદર જે જ્ઞાયકભાવ છે તે જીવ છે. (૧-૨૦૦) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ જીવ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૧ (૭૯૫ ) જીવ–અજીવ બન્ને અનાદિથી એકક્ષેત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે. બન્ને આકાશના એક ક્ષેત્રે રહેલાં છે. અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થા થઈ રહી છે. પરમાર્થદષ્ટિએ જોતાં જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પુદ્દગલ પોતાના મૂર્તિક, જડત્વ આદિને છોડતું નથી. આત્મા પોતાના જ્ઞાન-દર્શનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાંતસ્વરૂપ, સ્વચ્છતાસ્વરૂપ ઇત્યાદિ નિજ સ્વભાવને કદીય છોડતો નથી. પર્યાયમાં અનેક પ્રકારના વિકારી ભાવ થવા છતાં, વસ્તુ પોતાની અનંત શક્તિથી ભરેલો જે એક ચૈતન્યસ્વભાવ છે તેને કેમ છોડે? જીવ મટીને અજીવ કેમ થાય ? ( કદીય ન થાય ). તેવી જ રીતે પુદ્દગલ પણ પોતાનું જડત્વ છોડી જીવરૂપ કેમ થાય? (ન જ થાય. ) ( ૩-૧૬ ) ( ૭૯૬ ) જીવ–અજીવ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં જ સ્થિત રહે એવી વસ્તુના સ્વરૂપની મર્યાદા છે. પરંતુ જેઓ ૫૨માર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. ૫૨માર્થે જીવનું સ્વરૂપ, પુદ્દગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાના આગમથી જાણી શકાય છે. તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. ( ૩–૧૬ ) ( ૭૯૭) સ્વરૂપથી જીવદ્રવ્ય કેવું છે તે અહીં કહ્યું છે. સ્વરૂપથી જીવદ્રવ્ય શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય એક શાયમાત્ર છે. અહાહા! એ ત્રિકાળી સતનું સત્ત્વ, ભાવભાવવાનનો ભાવ અભિન્ન એક ચૈતન્યમાત્ર છે એને ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્દગલદ્રવ્યથી, ભિન્ન કહેવામાં આવેલ છે. (૩–૨૧) ( ૭૯૮ ) જુઓ ! બાળ-યુવાન-વૃદ્ધપણે કે પુષ્ટ-જીર્ણપણે કે રોગ-અરોગપણે આ શરીર પુદ્દગલોનો સ્કંધ-પિંડ છે તે પરિણમે છે, જીવ નહિ. શ૨ી૨ની અવસ્થાનો સ્વતંત્ર જન્મક્ષણ છે. જે-તે અવસ્થારૂપે શરીર સ્વયં પરિણમે છે. આ અનેક અવસ્થાના ભેદથી પ્રવર્તતું જે શરીર તે જીવ નથી. કારણ કે શરીરથી અન્ય જુદો ચિદાનંદ સ્વભાવી જીવ ભેદજ્ઞાનીઓ વડે પ્રત્યક્ષ અનુભવાય છે. શરીરને પ્રવર્તાવવું એ જીવનો સ્વભાવ નથી. (૩–૨૬) ( ૭૯૯ ) જીવ કોને કહેવાય એની અહીં વાત છે. જીવ તો અનંત અનંત ગુણનો અભેદ શુદ્ધ ચૈતન્યમાત્ર પિંડ છે. રંગ-રાગ અને ભેદના સઘળાય ભાવો એમાં નથી. રંગમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ વગેરે આવી જાય. રાગમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ અધ્યાત્મ વૈભવ શુભાશુભભાવ અને અધ્યવસાન આવી જાય, તથા ભેદમાં જીવસ્થાન, માર્ગણાસ્થાન, ગુણસ્થાન, લબ્ધિસ્થાન ઇત્યાદિ ભેદો આવી જાય. હવે જીવ એને કહીએ કે જે આ બધાય રંગ-રાગ-ભેદના ભાવોથી નિરાળો-ભિન્ન ત્રિકાળી ધ્રુવ ચૈતન્યપણે છે. તથાપિ જો એમ માનવામાં આવે કે સંસાર-અવસ્થામાં જીવને રંગ-રાગ-ભેદની સાથે તાદામ્ય સંબંધ છે તો જીવ મૂર્તિક થઈ જાય કેમકે રંગ-રાગ-ભેદના ભાવો બધાય મૂર્તિક છે. તથા મૂર્તિકપણું તો પુદ્ગલનું જ લક્ષણ છે. તેથી જીવ અને પુદ્ગલ એક થઈ જાય. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ ! આ દયા, દાન, વ્રત, વ્યવહારરત્નત્રય આદિનો રાગ અને ગુણ-સ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો મૂર્તિક-રૂપી છે. એનાથી જીવ જો અભિન્ન હોય તો જીવ મૂર્તિક પુદ્ગલમય થઈ જાય, ભેદાદિથી ભિન્ન કોઈ ચૈતન્યરૂપ જીવ રહે નહિ. અને તો પુદ્ગલદ્રવ્ય એ જ જીવ એમ ઠરે. (૩-૧૬૯) (200) મૂર્તિકપણું તો પુદ્ગલનું જ લક્ષણ છે. માટે એ લક્ષણ જો જીવમાં આવી જાય તો જીવ ચૈતન્યમય દ્રવ્ય રહે નહિ, પણ મૂર્ત પુદગલમય જ થઈ જાય. અને તો મોક્ષ થતાં પણ તે પુદ્ગલનો જ મોક્ષ થાય. રંગ-રાગ-ભેદના ભાવ જો આત્માના હોય તો, તેઓ મૂર્તિક હોવાથી, મોક્ષમાં પણ તેઓ રહેશે અને તેથી એનાથી ભિન્ન અન્ય કોઈ ચૈતન્યમય જીવ નહિ રહે. આ પ્રકારે સંસાર અને મોક્ષમાં પુગલથી ભિન્ન અન્ય કોઈ ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય રહેશે નહિ. અર્થાત્ તેથી જીવનો જ અભાવ થઈ જશે. અહાહા ! કેવી વાત કરી છે! (૩-૧૭૦) (૮૦૧) ચકચકાટ પ્રકાશી રહ્યું છે એ ચૈતન્ય “સ્વયં નીવ:' સ્વયં જીવ છે. જેમ રંગ-રાગ અને ભેદને પુદ્ગલ સિદ્ધ કર્યા તેમ અતિશય ચકચકાટ પ્રકાશી રહેલું આ ચૈતન્ય છે તે સ્વયં જીવ છે એમ સિદ્ધ કરે છે. એકલો ચૈતન્યસ્વભાવ અહીં સિદ્ધ નથી કરવો, જીવ સિદ્ધ કરવો છે. એટલે કહે છે કે અનાદિ, અનંત, ચળાચળતારહિત, સ્વસંવેદ્ય, પ્રગટ અને બહુ ઊંચેથી અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહેલી આ ચૈતન્ય-સ્વભાવમય વસ્તુ છે તે સ્વયં જીવ છે. લોકો તો ચાલે તે ત્રસજીવ અને સ્થિર રહે તે સ્થાવર જીવ એમ માને છે. અરે ભગવાન ! જીવની એ વ્યાખ્યા જ ખોટી છે. પ્રભુ! તું ત્રણેય નથી અને સ્થાવરેય નથી. તું રાગીય નથી અને દ્વષીય નથી. તું પુણ્યવાળો કે પાપવાળો, કર્મવાળો કે શરીરવાળો એ કાંઈ તું નથી. તો તું છો કોણ? પ્રભુ! કે હું તો ચૈતન્યસ્વભાવી જીવ છું. આમ જ્યારે અંદર પ્રતીતિમાં આવે અને જ્ઞાનમાં જણાય ત્યારે જીવને યથાર્થ માન્યો અને જાણ્યો કહેવાય. નવતત્ત્વમાં ભિન્નપણે રહેલા આત્માને ત્યારે જાણ્યો કહેવાય. નવતત્ત્વમાં અજીવ તત્ત્વ તો ભિન્ન છે. પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ તત્ત્વ પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવ ૨૯૩ ભિન્ન છે. જ્યારે જીવ બીજા તત્ત્વોથી ભિન્ન છે તો તે કેવો છે? કે એ તો ચૈતન્ય સ્વભાવમય સ્વયં જીવ છે. આ (શુદ્ધ જીવ) સમ્યગ્દર્શનનો વિષય છે. આવો ચૈતન્ય સ્વભાવી જીય જ્યારે સંવેદના જ્ઞાનમાં જણાય ત્યારે રાગાદિ ભાવો વ્યવહારે જાણેલા પ્રયોજનવાન છે-જે વાત બારમી ગાથામાં લીધેલી છે. આ અતિશયપણે ચકચકાટ પ્રકાશમાન વસ્તુ સ્વયં જીવ છે, જાણે જગતનો સૂર્ય. સ્વયં પ્રકાશે અને બીજી ચીજને પણ “છે” એમ પ્રકાશે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ ઇત્યાદિ “છે' , રાગાદિ “છે” –એમ સર્વને છેપણે આ ભગવાન ચૈતન્યસ્વભાવ જાણે છે. ભગવાન આત્મા જેને જણાયો છે તે જાણે છે કે આ બીજી ચીજ છે. પરંતુ તે અન્ય સર્વને પરશય તરીકે જાણે છે. રાગાદિને પણ પરશેય તરીકે જાણે છે. (૩-૨૨૬ ) (૮૦૨) આ શાસ્ત્રજ્ઞાન છે ને એ પરશય છે. જે શાસ્ત્રજ્ઞાનમાં જ નિમગ્ન છે તે પરશેય નિમગ્ન છે અને પરય-નિમગ્ન છે તે સ્વજ્ઞયનો (ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માનો) અનાદર કરે છે. ગજબ વાત! એને તો એમ થાય કે હું આવો પંડિત, આટલાં તો હું શાસ્ત્ર જાણું અને એ કાંઈ નહિ! હા ભાઈ, સાંભળ. શાસ્ત્રજ્ઞાનને તો બંધ અધિકારમાં શબ્દજ્ઞાન કહ્યું છે. શબ્દજ્ઞાન એ કાંઈ આત્મજ્ઞાન છે? શબ્દજ્ઞાન કહો કે પરય કહો-એક જ ચીજ છે. જ્ઞાની શાસ્ત્રજ્ઞાનને પણ પરજ્ઞયપણે જાણે છે. (૩-૨૨૭) (૮૦૩) ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું તે સમુચિત એટલે યોગ્ય છે, બરાબર છે. કેમ? કેમકે તે અવ્યાતિ અને અતિવ્યાતિ દોષથી રહિત છે. અહા ! ન્યાયથી-યુક્તિથી વાત કરે છે, કહે છે કે આત્મા જ્ઞાન દ્વારા જણાય એમ છે કેમકે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. રાગ એ તારું લક્ષણ નહિ, કેમકે તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતો નથી તેથી તેની આત્મામાં અવ્યાતિ છે. પરંતુ જ્ઞાન એ તારું-આત્માનું લક્ષણ છે કેમકે આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. જીવની સર્વ અવસ્થાઓમાં જ્ઞાન પ્રસરે છે, તેથી જ્ઞાનલક્ષણ અવ્યાતિ-દોષરહિત છે. છોડીને જ્ઞાન કોઈ અન્ય દ્રવ્યમાં છે નહિ. તેથી આત્માનું જ્ઞાનલક્ષણ અતિવ્યાતિ દોષથી રહિત છે. આ પ્રમાણે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું બરાબર છે, વ્યાજબી છે. (૩-૨૨૮) (૮૦૪). રાજતે શોભતે ઈતિ રાજા. ' જે પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનું અનુસરણ કરી જ્ઞાન અને આનંદની પર્યાયને ઉત્પન્ન કરે અને તે વડે શોભાયમાન રહે તે રાજા-જીવરાજા છે. બાકી રાગની પર્યાય અને પરદ્રવ્યની પર્યાયને પોતાની માને એ તો રાંકો-ભિખારી છે. (૫-૧૫૪) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ અધ્યાત્મ વૈભવ (૮૦૫). જીવ મરે છે ને જીવ જીવે છે એટલે શું? અહાહા...! આત્મા તો અનાદિ અનંત વસ્તુ સદા પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણોથી જીવિત છે, તે કદીય મરતો નથી એવો અમર છે. તો પછી જીવ મરે છે ને જીવે છે એ શું છે? ભાઈ ! એને બહારના પ્રાણો-પાંચ ઇન્દ્રિયો, મન-વચનકાય, આયુ ને શ્વાસોચ્છવાસ-નો વિયોગ થવાથી એ મરે છે એમ કહેવાય છે અને તે પ્રાણોનો સંયોગ રહે તો તે જીવે છે એમ કહેવાય છે. એ જ પ્રમાણે એને અનુકૂળ સાધનોનો સંયોગ થવાથી એ સુખી છે અને પ્રતિકૂળ સાધનોનો સંયોગ થવાથી એ દુઃખી છે એમ લોકમાં કહે છે. અહીં કહે છે-જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. એટલે શું? કે બીજો કોઈ એને મારી કે જીવાડી શકતો નથી, બીજો કોઈ એને દુ:ખી-સુખી કરી શકતો નથી. જે મરે છે તે ખરેખર પોતાના આયુકર્મના ક્ષયથી જ મરે છે, કોઈ બીજાનો માર્યો મરે છે એમ છે જ નહિ. વળી જે જીવે છે તે ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ જીવે છે, કોઈ બીજાનો જીવાયો જીવે છે એમ છે જ નહિ. તેવી જ રીતે આહાર, વસ્ત્ર, પાત્ર, ધન આદિ અનુકૂળ સામગ્રી વડ જે સુખી થાય છે તે શાતાવેદનીયના ઉદયથી જ સુખી થાય છે અને રોગ આદિ પ્રતિકૂળતા વડે દુઃખી થાય છે તે અશાતાવેદનીયના ઉદયથી જ દુઃખી થાય છે. એને કોઈ બીજા સુખી-દુઃખી કરે છે એમ છે નહિ. આવી વસ્તુવ્યવસ્થા છે. (૮-૯૫) (૮૬) અભવ્ય જીવની એક જાતિ છે. જેમ કોરડું મગ હોય તેને ગમે તેટલો નીચેથી પાક આપો તોપણ તે પાણીમાં બફાય-ચઢે નહિ. તેમ જીવની અભવ્ય એક જાતિ એવી છે કે તેને કોઈ પણ પ્રકારે આત્માનુભવ ન થાય, તે કોઈ પણ પ્રકારે ક્યારેય સીઝે નહિ. અભવ્ય એટલે ધર્મ પામવાને નાલાયક. તેને સદાય કર્મફળનું જ વેદના હોય છે. ભગવાનની વાણી છૂટી તેમાંથી આ શાસ્ત્રો રચાયાં છે. તેમાં આ આવ્યું છે કે જગતમાં મોક્ષને લાયક અનંતા ભવ્ય જીવો છે, અને તેના અનંતમાં ભાગે અભવ્યો છે. અભવ્ય જીવ હજારો શાસ્ત્રો ભણે, હજારો રાણીઓ છોડી નમ્ર દિગંબર મુનિદશા અંગીકાર કરે અને બહારમાં મહાવ્રતાદિ બરાબર પાળે; બહારમાં એને વ્યવહાર શ્રદ્ધા બરાબર હોવા છતાં અંદર નિજાનંદસ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન તેને કદીય થતું નથી. હું પરમ પવિત્ર શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવો અનુભવ એને કદાપિ થતો નથી. તેથી તે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો જ નથી. સ્વરૂપ-શ્રદ્ધાનનો તેને સદાય અભાવ હોવાથી તે કર્મફળને સદા ભોગવે જ છે. (૯-૭૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૫ (૮૦૭) અરે ભાઈ ! તને તારા કાયમી ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ? આહાર-પાણી કે શરીરાદિ જડથી તું જીવવાનું માન તે કાંઈ સાચું જીવન નથી. અહા ! શરીર પોતે જ જડ મૃતક-કલેવર છે તો તે વડે તું કેમ જીવે? ભાઈ ! પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણો વડ ત્રિકાળ જીવે, અને શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે મોક્ષ-સિદ્ધપદને સાધીને સાદી-અનંત પૂરણ આનંદમય જીવ જીવે તે જ જીવનું સાચું જીવન છે. અહાહા..! ભગવાન કેવળી જે પૂરણ વીતરાગવિજ્ઞાનમય જીવન જીવે છે તે ખરું જીવન છે, સાચું જીવન છે. બાકી અજ્ઞાનપૂર્વક રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે ? એ તો ભયંકર ભાવમરણ છે. આવે છે ને કે ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અરે! રાચી રહો? બાપુ! રાગથી ધર્મ માને અર્થાત્ રાગને જીવન માને તેને તો સાચું જીવન જીવતાં જ નથી આવડતું તેને તો નિરંતર ભાવમરણ જ થયા કરે છે. સમજાણું કાંઈ... (૯-૧૧૬) ( ૮૦૮) દશપ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ પ્રાણ છે. જડપ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહિ, પણ અહીં કહે છે-પાંચ ઇન્દ્રિયો (ભાવેન્દ્રિયો), મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસ (અંદર જીવની યોગ્યતારૂપ) –એવા દશપ્રાણરૂપ જે અશુદ્ધ જીવત્વ તેનાથી જીવ જીવે છે એમ જે કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે અને તે “અશુદ્ધ પારિણામિકભાવ” છે. વળી ભવ્યત્વઅભવ્યત્યય પણ પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિકભાવ' છે, અહાહા...! ત્રિકાળી ધ્રુવ એક ચૈતન્યસ્વભાવથી ભરેલી શુદ્ધ પરમપારિણામિકભાવસ્વરૂપ જે વસ્તુ તેમાં આ “અશુદ્ધ પારિણામિભાવ' ક્યાં છે? (૯-૧૧૬) (૮૦૯) અહાહા...! સિદ્ધ ભગવાન છે તે ભવ્ય પણ નથી; અભવ્ય પણ નથી; આ પર્યાયની વાત છે. ભવ્યત્વ એટલે મોક્ષ હોવાને લાયક, મોક્ષ તો થઈ ગયો માટે ભવ્યત્વનો સિદ્ધને અભાવ છે; અને અભવ્યનો મોક્ષ છે જ નહિ. સંસારી પ્રાણીને શુદ્ધનયથી જોઈએ તો દશભાવપ્રાણ નથી. પાંચ ભાવેન્દ્રિયો, મનવચન-કાયાના નિમિત્તે કંપનદશા, શરીરમાં કહેવાની યોગ્યતારૂપ આયુષ્ય અને શ્વાસોચ્છવાસ થવાની પર્યાયની યોગ્યતાએમ દશ અશુદ્ધ ભાવપ્રાણ બધા સંસારી જીવોને શુદ્ધનયથી નથી. અને સિદ્ધોને તો સર્વથા દશપ્રાણરૂપ જીવત્વ નથી. તેમ જ ભવ્યત્વ-અભવ્યત્વનો પણ સિદ્ધ ભગવાનને અભાવ છે, કેમકે જ્યાં સાક્ષાત્ મોહદશા છે ત્યાં મોક્ષ થવાની લાયકાતરૂપ ભવ્યત્વ ક્યાં રહ્યું? અને અભવિને તો મોક્ષ છે જ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬ અધ્યાત્મ વૈભવ ક્યાં? આ પ્રમાણે ભવ્યત્વ-અભવ્યત્વને પણ ભેદરૂપ વ્યવહાર ગણીને અશુદ્ધ પારિણામિભાવ કહ્યા. આત્માનો સાચો પ્રાણ અને એનું સાચું જીવન તો શુદ્ધ ચેતના છે; એને દશપ્રાણ કહ્યા એ તો વ્યવહારથી છે, પણ તે કાંઈ આત્માનું પરમાર્થ જીવન નથી. તેના વગર પણ આત્મા જીવી શકે છે. જુઓ, સિદ્ધિને પૂર્વે (સંસારદશામાં) દશ પ્રાણ હતા, પણ હમણાં તો તે સર્વથા જ નથી, દ્રવ્ય-ગુણમાં તો પહેલેથી જ ન હતા, હવે પર્યાયમાં પણ તેનો અભાવ થયો. અહો ! ભગવાન સર્વજ્ઞદેવે કહેલું તત્ત્વ પરમ અલૌકિક છે. ભાઈ ! અહા ! દ્રવ્ય-પર્યાયનું ને પાંચ ભાવોનું સ્વરૂપ સમજાવીને મોક્ષનો ઉપાય ને મોક્ષ કેમ સધાય તે આચાર્યદવે બતાવ્યું છે. અહા ! વીતરાગી સંતોનો મહા-મહા ઉપકાર છે. (૯-૧૧૭) (૮૧૦) આત્મામાં એક અગુરુલઘુ નામનો ગુણ છે, તે ત્રિકાળ છે પણ તેનું વર્તમાન પરિણામ ક્ષણિક છે, તો તે ક્ષણિક પરિણામ દ્વારા, કહે છે, જીવ ક્ષણિક છે અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા જીવ નિત્ય છે. અહાહા..! ચૈતન્ય... ચૈતન્ય.... ચૈતન્ય... એમ ચૈતન્યના સદશ પ્રવાહરૂપ જે અચલિત ચૈતન્ય તેના દ્વારા, કહે છે, જીવ નિત્ય છે. લ્યો, આવી વસ્તુ! કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે ને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો-એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે. એટલે શું? કે પ્રતિસમય પલટતી ને નવી નવી થતી પર્યાયની અપેક્ષાએ જીવ વિનાશ પામે છે અને કેટલીક પર્યાયોથી એટલે અચલિત નિત્ય રહેતા ચૈતન્યની અપેક્ષાએ-નિત્ય ગુણની અપેક્ષાએ જીવ વિનાશ પામતો નથી. આમાં પર્યાય શબ્દ ગુણ સમજવા. ભેદ પડ્યો ને? માટે તેને અહીં પર્યાય કહેલ છે. જીવદ્રવ્ય પોતાના ચૈતન્યગુણથી વિનાશ પામતું નથી, શાશ્વત અવિનાશી છે. આમ પર્યાયસ્વભાવ અને ગુણસ્વભાવ-એમ બે સ્વભાવવાળું દ્રવ્ય છે. તેને પર સાથે કોઈ સંબંધ નથી. (૯-૨૮૯) (૮૧૧). જુઓ, પોતામાં વ્યાપે અને બીજામાં પણ વ્યાપે તો અતિવ્યાતિ દોષ કહેવાય. જેમકેઅરૂપીપણું જીવનું લક્ષણ કહીએ તો તેમાં અતિવ્યાતિ દોષ આવે, કેમકે અરૂપીપણું જેમ જીવમાં છે તેમ ધર્મ-અધર્મ આદિ બીજાં દ્રવ્યોમાં પણ છે. માટે અરૂપીપણું એ જીવનું વાસ્તવિક લક્ષણ નથી. વળી કેવળજ્ઞાન જીવનું લક્ષણ કહીએ તો તેમાં અવ્યાતિ દોષ આવે, કેમકે કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી. જે લક્ષણ લક્ષ્યના એક ભાગમાં વ્યાપે તેને અવ્યાતિ દોષ કહે છે. કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી, માટે કેવળજ્ઞાન જીવનું લક્ષણ ઘટતું નથી. અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન બતાવ્યું એટલે અતિવ્યાતિ દોષ દૂર થયો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવ અને જ્ઞાનને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવ્યું તેથી અવ્યાપ્તિ દોષ દૂર થયો. આત્માનું લક્ષણ ઉપયોગ છે. તે લક્ષણથી લક્ષ્ય આત્માના જાણી શકાય છે. જુઓ, વ્યવહા૨ રત્નત્રયના રાગથી જાણી શકાય એવો ભગવાન આત્મા નથી; એ તો જ્ઞાનલક્ષણ વડે જ જણાય છે. અહીં ઉપયોગમાં જ્ઞાનની મુખ્યતા લીધી છે. દર્શનની અહીં વાત કરી નથી. કહે છે–જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યમાં નથી. શરીર, મન, વાણી આદિમાં જ્ઞાન નથી. તેમ દેવ ગુરુ આદિમાં પણ આ ( -પોતાનું) જ્ઞાન નથી. તેથી તેમાં જ્ઞાનલક્ષણમાં ) અતિવ્યાપ્તિ દોષ આવતો નથી. વળી જ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપેલું છે. જીવની કોઈ અવસ્થા જ્ઞાનઉપયોગ વિના હોતી નથી. તેથી તેમાં અવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. આ પ્રમાણે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષોથી રહિત જીવનું જ્ઞાનલક્ષણ યથાર્થ છે. (૧૦–૨૦૨ ) ૨૯૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦. અજીવ Tછે ( A) (૮૧૨) વીતરાગ, સર્વજ્ઞ અરિહંતદેવો વડે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, શીલ, સંયમ આદિ જે વિકલ્પો-શુભભાવો છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમાં કહેવામાં આવ્યા છે. અહાહા ! જે ભાવે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવને પગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે. પ્રશ્ન:-- શુભભાવોને અચેતન એવા પુદ્ગલદ્રવ્યના પરિણામમય કેમ કહ્યા? સમાધાન - - વસ્તુ આત્મા છે એ તો ચૈતન્યઘનસ્વરૂપ છે. અને આ શુભભાવો છે તે ચૈતન્યના સ્વભાવમય નથી. શ્રી સમયસાર ગાથા ૬૮ ની ટીકામાં લીધું છે કે- “કારણના જેવાં જ કાર્યો હોય છે” , “જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. ' જેમ જવમાંથી જવ થાય તેમ ચૈતન્યમાંથી ચૈતન્ય પરિણામ જ થાય છે. આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે. તેમાંથી જ્ઞાન અને આનંદની જ દશા થાય. તેમાંથી આ જડ, અચેતન શુભાશુભભાવો કેમ થાય? તેથી પાંચ મહાવ્રત અને બાર અણુવ્રતના જે શુભ વિકલ્પો છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે, ચૈતન્યના પરિણામમય નથી. અશુદ્ધનિશ્ચયથી તેમને જીવના કહેવાયા છે, પરંતુ અશુદ્ધનિશ્ચનય એટલે જ વ્યવહાર ખરેખર તો તેઓ પરના આશ્રયે (કર્મોદય નિમિત્તે) થતા હોવાથી એ ભાવો પરના જ છે. અહીં તેમને પુદગલદ્રવ્યના પરિણામ એમ ન કહેતાં અભેદપણે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય એટલે કે પુદ્ગલદ્રવ્યના પરિણામોથી એકમેક કહ્યા છે. (૩-૨૦) (૮૧૩) અત: તિરિવત્તા: સની ભાવ: સર્વે પૌતિ:' આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પુદ્ગલજન્ય છે, પુદ્ગલના જ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પ પુગલના જ છે. ચાહે વ્યવહારરત્નના ભાવ હો કે તીર્થકર નામકર્મ જે વડે બંધાય એ ભાવ હો એ બધા ભાવ ચિલ્શક્તિથી ખાલી છે તેથી પુદ્ગલના જ છે, પુદ્ગલ સંબંધી છે. પ્રશ્ન:- રાગાદિ ભાવોને પુદ્ગલ કેમ કહ્યા? ઉત્તર-- આત્માની ચૈતન્યજાતિના એ પરિણામ નથી. રાગદિને ઉત્પન્ન કરે એવો આત્મામાં કોઈ ગુણ-સ્વભાવ નથી. તેથી એ ભાવો આત્માના નથી. વળી પર્યાયમાં ઉત્પન્ન થતા એ ભાવો પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે. તેથી એ બધા પુદ્ગલના જ છે એમ કહ્યું છે. જો આત્માના હોય તો તે આત્માથી ભિન્ન પડે નહીં. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવ ૨૯૯ ચિન્શક્તિથી શૂન્ય આ બધા ભાવો પુદ્ગલના જ છે. પર્યાય આત્મા તરફ ઢળવાને બદલે પુગલ તરફ ઢળી તેથી ઉત્પન્ન થયેલ એ ભાવો પુદ્ગલસંબંધી છે. ક્યાંક એમ આવે કે રાગાદિ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થાય છે, પરને લઈને થતા નથી; તેની પર્યાયમાં ઉત્પન્ન થવાની તે ક્ષણ છે તેથી એ ઉત્પન્ન થયા છે. ત્યાં અશુદ્ધ ઉપાદાનની સ્વતંત્રતા બતાવવાનો હેતુ છે. જ્યારે અહીં એને પુગજન્ય કહ્યા છે તેમાં શુદ્ધ ઉપાદાનમાં એ નથી તથા શુદ્ધ ઉપાદાનના કાર્યભૂત એ નથી એમ બતાવવાનો હેતુ છે. (૩-૮૫) (૮૧૪). પ્રશ્ન:-- રાગને પુલ પરિણામમય કેમ કહ્યો? શાસ્ત્રમાં તો એમ આવે છે કે જીવને દસમાં ગુણસ્થાન સુધી રાગ હોય છે? | ઉત્તર- - ભાઈ ! રાગ છે તે વસ્તુદષ્ટિથી જોતાં સ્વભાવભૂત નથી. રાગમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. આત્મા ચિન્માત્ર સ્વરૂપ ભગવાન અનંતશક્તિથી મંડિત મહિમાવત પદાર્થ છે, પણ તેમાં એકેય શક્તિ એવી નથી જે રાગ ઉત્પન્ન કરે, વિકારરૂપે પરિણમે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે પર્યાયનો ધર્મ છે. નિમિત્તને આધીન થઈ પરિણમતાં પર્યાયમાં રાગ થાય છે. (સ્વભાવને આધીન થતાં રાગ થતો નથી). તથા તે સ્વાનુભૂતિથી ભિન્ન પડી જાય છે. માટે અસંખ્યાત પ્રકારે થતો સઘળોય શુભાશુભ રાગ, જીવસ્વભાવરૂપ નહિ હોવાથી તથા અનુભૂતિથી ભિન્ન પડી જતો હોવાથી નિશ્ચયથી પુલ પરિણામમય કહ્યો છે. જોકે અશુદ્ધ નિશ્ચયથી રાગને જીવની પર્યાય કહી છે, પરંતુ અશુદ્ધ નિશ્ચય છે એ જ વ્યવહારનય છે. પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા સિદ્ધાંતમાં અશુદ્ધનિશ્ચયનયથી એટલે કે અસભૂત વ્યવહારનયથી દસમાં ગુણસ્થાન સુધી જીવને રાગ હોય છે એમ કહ્યું છે. વાસ્તવમાં રાગ પરરૂપ અચેતન જડ પુગલ-પરિણામમય છે. રાગ જો જીવનો હોય તો કદીય જીવથી ભિન્ન પડે નહિ. (૩-૯૮) (૮૧૫) જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી. અસંખ્ય પ્રકારના જે અણગમારૂપ વૈષના ભાવ છે તે બધાય જીવને નથી કારણ કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે તે ષભાવ ભિન્ન રહી જાય છે. દ્વેષભાવમાં ચૈતન્યના જ્ઞાનનો અંશ નથી. તેથી તે જીવથી અન્ય અજીવ પુદગલ-પરિણામમય છે. આ અજીવ અધિકાર ચાલે છે ને? જીવ તો ચૈતન્યમય ચિસ્વરૂપ છે. તેની ચૈતન્યશક્તિનો અંશ વૈષમાં નથી. માટે દ્વેષ સઘળોય અચેતન અજીવ છે કેમકે અનુભૂતિથી તે ભિન્ન છે. (૩-૯૯ ). (૮૧૬) દ્રવ્ય જે વસ્તુ છે તેની બધી અવસ્થાઓમાં જે વ્યાપે તેને, તે દ્રવ્ય સાથે એકરૂપ સંબંધ કહેવાય છે. તેથી પુગલની સર્વ અવસ્થાઓમાં જે વર્ણાદિભાવો વ્યાપે છે તેને, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩OO અધ્યાત્મ વૈભવ પુદગલની સાથે એકરૂપતાનો સંબંધ છે. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલના (કર્મના) નિમિત્તે પડે છે. અહાહા ! આત્મા વસ્તુ ત્રિકાળી ધ્રુવ અભેદ એકરૂપ ચૈતન્યમાત્ર છે. તેને કારણે ભેદ કેમ પડ? માટે પુદ્ગલના નિમિત્તથી જે આ વર્ણથી ગુણસ્થાન પર્યત ભેદ પડે છે તે, આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી પણ પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં વ્યાપે છે. તે કારણે તે બધા પુદગલની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ રાખે છે. અખંડ, અભેદ એક ચિન્માત્રસ્વરૂપ વસ્તુની દષ્ટિએ રંગ-રોગ-જીવસ્થાન-માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં આ બધા ભાવો હોય છે. માટે તેઓને પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ છે. (૩-૧૫ર) (૮૧૭) અહાહા..આત્મા જે શુદ્ધ ચિકૂપ વસ્તુ છે તેના તરફ ઢળવાના ભાવમાં તો આત્મા અભેદપણે દૃષ્ટિમાં લેવા યોગ્ય છે. જ્યારે આ બધા ભેદ-ભાવો, કે જે પુગલના સંબંધે થાય છે તેની દૃષ્ટિ છોડી દેવા યોગ્ય છે. માટે તો તેઓ આત્માના નથી એમ કહ્યું છે. આ વર્ણથી શરૂ કરીને માર્ગણાસ્થાન-ગુણસ્થાન આદિ જે ભેદો કહ્યા છે તે બધાય પુદગલની સાથે સંબંધવાળા છે. જ્યાં જ્યાં તેઓ છે ત્યાં ત્યાં તેઓને પુદ્ગલની સાથે સંબંધ છે. પરંતુ જ્યાં જ્યાં ભગવાન આત્મા છે ત્યાં ત્યાં તેઓની સાથે સંબંધ છે નહીં, કારણ કે સંસાર અવસ્થામાં એક સમય પૂરતો પર્યાયમાં સંબંધ છે તો પણ મોક્ષ અવસ્થામાં સર્વથા સંબંધ નથી. તેથી ધર્મીએ એક અભેદસ્વભાવની જ દષ્ટિ કરવી એમ અભિપ્રાય છે. આ જીવ-અજીવ અધિકાર છે. તેથી રંગ, રાગ, પુષ્ય, પાપ, ગુણસ્થાન આદિ સર્વ ભાવોને અહીં અજીવમાં નાખ્યા છે. (૩-૧૫૩) (૮૧૮) દ્રવ્યસ્વભાવનું અહીં વર્ણન છે ને! જીવદ્રવ્યમાં તો ભેદ છે જ નહીં. તેથી ભેદને તથા રાગાદિને અજીવ કહ્યા છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, નવતત્ત્વની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ કે છ કાયના જીવોની રક્ષાનો રાગ એ બધાય, અહીં કહે છે કે પુગલની સાથે ઉત્પન્ન થાય છે અને પુદ્ગલમાં નાશ પામે છે; પોતાની-જીવની સાથે નહીં. અહાહા ! કેટલું સ્પષ્ટ કર્યું છે ! આવી વાત બીજે ક્યાં છે? ઉત્પાદ-વ્યય, દ્રવ્યસ્વભાવમાંચિન્માત્રવસ્તુમાં તો છે નહીં. તે કારણે આ વર્ણાદિ ભાવોનો આવિર્ભાવ અટલે કે ઉત્પત્તિ અને તિરોભાવ એટલે કે નાશ-વ્યય જે થાય છે તેનું પુદગલની સાથે વ્યાસપણું છે. અને તેથી પુદ્ગલનો વર્ણાદિકની સાથે તાદાત્મય સંબંધ પ્રસિદ્ધ થાય છે. અહાહા ! તે વર્ણાદિક ભાવો પુદ્ગલનો વિસ્તાર છે, પણ ભગવાન ચિદાનંદ પ્રભુનો-આત્માનો તે વિસ્તાર નથી. ભગવાન આત્મા તો ચિદાનંદમય અખંડ એકરૂપ જિનસ્વરૂપી પરમાત્મા છે. આ વર્ણાદિ અને રાગાદિ ભાવો તે એનો વિસ્તાર નથી. રાગાદિની પ્રસિદ્ધિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવ ૩૦૧ તે ભગવાન જિનસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ નથી. અહાહા...! શું સંતોએ જાહેર કર્યું છે! સર્વજ્ઞદેવે જે કહ્યું છે તે આ પંચમ આરાના શ્રોતાને સંતો કહે છે. ( ૩–૧૫૬) ( ૮૧૯ ) શુભાશુભ રાગનાં ઉત્પત્તિ અને વ્યય પુદ્ગલ સાથે સંબંધ રાખે છે, ભગવાન આત્મા સાથે નહિ. જો તેનો સંબંધ આત્મા સાથે હોય તો રાગાદિનાં ઉત્પાદ-વ્યય ત્રણે-કાળ આત્મામાં થવાં જોઈએ. પણ એમ તો બનતું નથી. માટે તે રાગાદિ આત્માની ચીજ નથી. આ શરીર, મકાન, પૈસા, લક્ષ્મી, આદિ તો ક્યાંય દૂર રહી ગયાં. એ તો પ્રત્યક્ષ પુદ્દગલ-પરવસ્તુ છે. અહીં તો કહે છે કે-જે વડે તીર્થંકર ગોત્ર બંધાય એ સોલહકા૨ણ ભાવનાનો ભાવ પણ રાગ છે અને તે પુદ્દગલની સાથે સંબંધ રાખે છે, અજીવરૂપ છે, અને તેના ફળમાં પણ અજીવ મળે ......... અહીં કહે છે કે રાગ ચાહે તો દયા, દાન, ભક્તિનો હો કે પંચમહાવ્રતનો હો, એનું ઊપજવું અને વ્યય થવું પુદ્દગલની સાથે સંબંધ રાખે છે. પ્રભુ! તારું ચૈતન્યઘર તપાસવા માટે આ વાત કરે છે. તારું ઘર તું જો, એમાં તને રાગાદિનાં ઉત્પત્તિ-વ્યય નહીં જણાય. તને તારો નાથ ચૈતન્યદેવ અતીન્દ્રિય આનંદનાં ઉત્પત્તિ-વ્યય સાથે જણાશે. ( ૩–૧૫૭) (૮૨૦) અહાહા ! ગુણસ્થાનોનું પુદ્દગલ સાથે કર્તાકર્મપણું ત્રણ પ્રકારે સિદ્ધ કર્યું છે. ૧. યુક્તિ, ૨. આગમ, ૩. અનુભવથી. (૧) એક તો એ કે ગુણસ્થાનો પુદ્દગલના વિપાકપૂર્વક થાય છે માટે પુદ્ગલ જ છે, જીવ નથી. તેમાં યુક્તિ બતાવી કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ છે. તેમ પુદ્ગલપૂર્વક થતાં ગુણસ્થાનો પુદ્દગલ જ છે. (૨) હવે આગમથી સિદ્ધ કરે છે કે ગુણસ્થાનોનું સદાય અચેતનપણું આગમથી સિદ્ધ છે. નિશ્ચયનાં આગમનો-૫૨માગમનો એ સિદ્ધાંત છે કે ગુણસ્થાન અચેતન છે, પુદ્દગલ છે, કેમકે તે મોહ અને યોગથી થયેલાં છે. (૩) ભેદજ્ઞાનીઓ વડે ચૈતન્યસ્વભાવી આત્માથી ગુણસ્થાનોનું ભિન્નપણું સ્વયં ઉપલભ્યમાન છે. ૪૪મી ગાથામાં પણ આ વાત આવી ગઈ છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદઘન પ્રભુ છે. એનો ભેદજ્ઞાતીઓ ગુણસ્થાન આદિથી ભિન્નપણે અનુભવ કરે છે. એટલે કે ચૈતન્યના અનુભવમાં એ ગુણસ્થાન આદિ ભેદો આવતા નથી, ભિન્ન રહી જાય છે. ( ૩–૨૦૯ ) (૮૨૧) અહા ! વિશુદ્ધિસ્થાન એટલે કે અસંખ્ય પ્રકારના જે પ્રશસ્ત શુભભાવ છે તે પુદ્દગલના વિપાકપૂર્વક થયા હોવાથી, જવના કારણથી જેમ જવ જ થાય છે તેમ, પુદ્દગલ જ છે. આગમ પણ શુભભાવને પુદગલ જ કહે છે. અને ચૈતન્યસ્વભાવથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨ અધ્યાત્મ વૈભવ વ્યાસ ભગવાન આત્માનો અનુભવ કરનારને શુભભાવ પોતાથી ભિન્ન જ ભાસે છે અર્થાત્ અનુભૂતિમાં એ શુભભાવ આવતા નથી, ભિન્ન જ રહી જાય છે. માટે શુભભાવ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. થોડામાં પણ ઘણું કહ્યું છે. (૩-૨૧૦). (૮રર) દષ્ટિનો વિષય ત્રિકાળી અભેદ આત્મા છે. અભેદની દૃષ્ટિમાં અભેદ ચૈતન્યસ્વભાવ જ જણાય છે. પર્યાયમાં રાગાદિ જે છે તે અભેદની દ્રષ્ટિમાં આવતા નથી માટે તેઓ અચેતન જ છે. તથા તે રાગાદિ પુદ્ગલકર્મપૂર્વક જ થાય છે માટે તેઓ પુદગલ જ છે, જીવ નથી. જવમાંથી જવ જ થાય, પણ શું બાજરો થાય? જવ કારણ અને બાજરો કાર્ય એમ શું બને? જવને કારણે શું બાજરો ઊગે ? ( ન જ ઊગે ). જેમ જ કારણ છે તો તેનું કાર્ય પણ જવ જ છે, તેમ પુદ્ગલકર્મપૂર્વક થયેલું વિકારનું કાર્ય પણ પુદ્ગલ જ છે. માટે રાગાદિ પુદ્ગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ થયું- આ પ્રમાણે સ્વભાવથી વિભાવનું ભેદજ્ઞાન કરાવ્યું. અંત:તત્ત્વ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ છે. અત્યારે જ પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે, હોં. એ પરમાત્મસ્વરૂપનું કાર્ય શું રાગ (શુભભાવ) હોય? ના. રાગ છે તો જીવની પર્યાયમાં અને તે પોતાનો જ અપરાધ છે, પણ તે કાંઈ ચૈતન્યસ્વભાવથી નીપજેલું કાર્ય છે? ના. તે કારણે, દ્રવ્ય-ગુણના આશ્રય વિના પર્યાયમાં સ્વયં અધ્ધરથી ઉત્પન્ન થયેલા રાગને પુગલનું કાર્ય કહ્યું છે. પુદ્ગલકર્મ રાગ કરાવે છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે એમ નથી, પણ કર્મ-નિમિત્તના લક્ષે રાગ થાય છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે. એ રાગાદિ ભાવ સ્વભાવની ઉપર-ઉપર જ રહે છે અને પુદ્ગલકર્મના નિમિત્તના સંબંધે ઉત્પન્ન થાય છે માટે તેઓ નિશ્ચયથી પુદગલના જ છે એમ નિશ્ચિત થાય છે. અરેરે ! આવી વાત સાંભળવાય ફુરસદ લે નહિ તો અનુભવ તો ક્યારે કરે? (૩-૨૧૯) (૮૨૩) દયા, દાન, વ્રત, આદિના વિકલ્પ અજીવ કેમ છે? કેમકે ચૈતન્યલક્ષણે આત્માને અનુભવતાં, જ્ઞાનના વેદનમાં આનંદનું વેદન જોતાં, રાગનું વેદન આવતું નથી પણ તે ભિન્ન રહી જાય છે. માટે તે દયા, દાન આદિના વિકલ્પ અજીવ છે, જીવથી ભિન્ન છે.. અહા ! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. જ્ઞાનલક્ષણે તેને અનુવતાં અનુભવથી રાગ ભિન્ન રહી જાય છે. તેથી રાગ છે એ તો મડદું-લાશ છે, એમાં ચૈતન્ય નથી. આમ છે તોપણ અજ્ઞાનીને આવું મડદું કેમ નાચી રહ્યું છે? આ ચૈતન્યની સાથે મડદાને કેમ એકમેક કર્યું છે? અરે! જીવતી જ્યોત્ પ્રભુ ચૈતન્યમય આત્માને ભૂલીને આ રાગ સાથે તને એકતાબુદ્ધિ કેમ થઈ છે? (૩-૨૩૬ ) (૮૨૪) વસ્તુ તો ત્રિકાળ જ્ઞાયકસ્વભાવી જ છે. પરંતુ આ રંગ-રાગાદિ ભાવો, નિગોદથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવ ૩૦૩ માંડીને પંચેન્દ્રિય સુધીના ભાવો જે છે તે બધાયમાં પુદ્ગલ જ નાચે છે. ભગવાન આત્મા તો એક જ્ઞાયકપણે જ રહે છે. રંગ-રાગાદિ ભાવોમાં એ ક્યાં પ્રસરે છે? ચૈતન્યદેવ તો સદાય ચૈતન્યપણે જ રહ્યો છે. આ રાગાદિ ભાવો છે એ તો પુદગલનો જ નાચ છે. તેઓ પુદગલપૂર્વક જ થયા છે અને તેથી તેમાં પુદગલ જ નાચે છે એમ કહે છે. અહાહા ! અનંતકાળમાં જે શુભભાવ થયો એ પુગલનું પરિણમન છે. અશુભભાવ થયો તે પુદ્ગલનું પરિણમન છે; તથા શુભાશુભનું ફળ જે સ્વર્ગ આવ્યું એ પણ પુદ્ગલમય છે અને અશુભભાવનું ફળ જે નરક-તિર્યંચ આવ્યું એ પણ પુદ્ગલમય છે. આમ રાગાદિ ભાવોમાં સર્વત્ર પુદ્ગલ જ નાચી રહ્યું છે. (૩-૨૩૭) (૮૨૫) પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રત ભક્તિના પરિણામ રાગ છે અને તે દુઃખના અનુભવની દશા છે. માટે તે ચેતન નથી પણ જડ છે. દુઃખનો અનુભવ છે તે જડ છે. અહાહા...! કેવો ન્યાય મૂક્યો છે! દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તે દુઃખરૂપ છે. માટે તે અચેતન છે કેમકે તે ચૈતન્યની જાતિમાંથી આવતો નથી. વ્યવહારરત્નત્રયના ભાવને પુણ્ય-પાપ-અધિકારમાં પાપભાવ કહ્યો છે, કેમકે અનાકુળ શાંતિનો સાગર જે આનંદનો નાથ ભગવાન આત્મા છે એમાંથી તે આવતો નથી. અનાકુળ આનંદનો અનુભવ થાય તે મોક્ષમાર્ગ છે અને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહારરત્નત્રયનો રાગ આવે છે, પણ તે દુઃખરૂપ છે તેથી જડ છે. કેવી સ્પષ્ટતા છે! (૩-૨૪૨) (૮ર૬) પ્રશ્ન:-- આપ વિકારી પરિણામને પુદ્ગલના પરિણામ કેમ કહો છો? ઉત્તર- - ભાઈ ! વિકાર છે તે વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુમાં એટલે આત્મામાં એવો કોઈ ગુણ કે શક્તિ નથી જે વિકારને કરે. તેથી તેને પર ગણીને પુદગલના પરિણામ કહીને ભિન્ન પાડી નાખ્યા, અને ચૈતન્યસ્વરૂપ આત્માને તેનાથી ભિન્ન કરી નાખ્યો છે. ચૈતન્યસ્વરૂપને દ્રવ્ય-ગુણ-પર્યાયથી ભિન્ન પાડી વિકારથી ભેદજ્ઞાન કરાવ્યું છે. ચૈતન્યના દ્રવ્યગુણથી તો વિકાર ભિન્ન છે જ, પરંતુ પર્યાયથી પણ વિકારને ભિન્ન પાડવા તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. એકાન્ત છોડીને જે અપેક્ષા હોય તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ. (૪–૧૩૭) (૮૨૭) અહો ! આચાર્ય ભગવંતોએ કમાલ કામ કર્યા છે. દિગંબર આચાર્યો ધર્મના સ્થંભ હતા. તેઓએ ધર્મની સ્થિતિ યથાવત્ ઊભી રાખી છે. અહીં કહે છે કે પુણ્ય-પાપના ભાવનું ફળ જે હુરખશોકના પરિણામ એ પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ; સ્વદ્રવ્યસ્વરૂપ ભગવાન આત્માનું એ કાર્ય નહિ. પુદ્ગલ તેમાં આદિ-મધ્ય-અંતમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪ અધ્યાત્મ વૈભવ વ્યાપીને તેને ગ્રહે છે, પહોંચે છે. તે કાળનું તે પુલનું વ્યાપ્ય છે, આત્માનું નહિ. પુદગલકર્મ તે-રૂપે પરિણમતું, તે -રૂપે ઊપજતું થયું તે સુખદુઃખાદિ પુદ્ગલકર્મફળને કરે છે. (૪-૧૩૭ ) (૮૨૮). ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવી ચૈતન્યબિંબ પ્રભુ છે. અને પુણ્ય-પાપના ભાવ, મિથ્યાત્વના ભાવ અચેતન જડ છે. શુભાશુભભાવ છે તે મલિન આગ્નવભાવ છે. તે વિપરીતસ્વભાવવાળા અચેતન જડ છે. તે શુભાશુભભાવપણે આત્માનું પરિણમવું અશક્ય છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે-જ્ઞાયક આત્મા શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી. જો શુભાશુભભાવરૂપે પરિણમે તો પોતે જડ થઈ જાય; કેમકે શુભાશુભભાવ અચેતન જડ છે. જે રાગ છે તે પોતાને જાણે નહિ, પરને જાણે નહિ અને સમીપવર્તી આત્માને પણ જાણે નહિ. રાગ બીજા દ્વારા જણાય છે. તેથી રાગને અચેતન જડ કહ્યો છે. તેથી આત્મા જે જ્ઞાયકભાવરૂપ છે તે રાગદ્વેષના અચેતનભાવપણે કેમ થાય? (૫–૧૯). (૮૨૯) રાગ છે તે જડમાં-અજીવમાં જાય છે. દેગ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ કે પંચમહાવ્રતાદિના પરિણામ એ બધા જડમાં જાય છે. આત્માના આધારમાં એ જડ છે નહિ; તેમ આત્માના આધારે એ જડ થાય છે એમ પણ નહિ. ભાઈ ! વ્યવહારરત્નત્રયના વિકલ્પ આત્માના આધારે થાય છે એમ નથી, તેમ રાગના આધારે આત્મા જણાય છે એમ પણ નથી. જેમ જડ પુદગલ અને આત્મા જુદા છે એમ આસ્રવ અને આત્મા જુદા છે. સાત તત્ત્વમાં ભગવાને આસ્રવતત્ત્વ અને જીવતત્ત્વ ભિન્ન ભિન્ન કહ્યાં છે. માટે જેને ભેદજ્ઞાન કરવું હોય તેણે રાગનો આશ્રય છોડીને જ્ઞાયકસ્વભાવનો આશ્રય લેવો જોઈએ. (૬-૩૭૦) (૮૩૦) જુઓ, શુભાશુભ રાગ અને હરખશોકના પરિણામ બધા પુલના પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થા અચેતન છે તેમ રાગદ્વેષ અને સુખદુ:ખની અવસ્થા પણ અચેતન છે. એ રાગદ્વેષ આદિ અવસ્થા પુદ્ગલજન્ય છે. તે અનુભવ કરાવવામાં સમર્થ છે એટલે કે તે અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત છે. જેવા રાગ-દ્વેષ અને જેવી સુખ-દુ:ખની કલ્પના છે એવું જ્ઞાન થાય છે. જ્ઞાનનો સ્વભાવ છે કે જેમ હોય તેમ જાણે. દયાદાનનો વિકલ્પ છે તે કર્મચેતના છે, અને હરખશોકના પરિણામ છે તે કર્મફળ ચેતના છે. અહીં કહે છે કે એ કર્મચેતના અને કર્મફળચેતના પુદગલના પરિણામ છે, અચેતન છે, તે પુદગલપરિણામ પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. બે વાત કરી છે, એક બાજુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા અને બીજી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવ ૩૦૫ બાજુ પુદ્ગલ. દયા, દાન અને પંચમહાવ્રતના પરિણામ તે પુદ્ગલપરિણામ છે, કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. અહીં તો રાગથી ભેદજ્ઞાન કરાવ્યું છે. જ્ઞાનમય આત્મા છે તે રાગમય નથી, કેમકે રાગ અચેતન છે. રાગ થાય છે ચેતનની પર્યાયમાં, પણ નિમિત્તની ઉપાધિપૂર્વક રાગ થાય છે તે અપેક્ષાથી રાગને પુગલ કહ્યો છે. ભગવાન આત્મામાં રાગ નથી અને આત્માના સ્વભાવના લક્ષે રાગ ઉત્પન્ન થતો નથી. આત્મામાંથી તો જ્ઞાન અને આનંદની ઉત્પત્તિ થાય તેવી એની શક્તિ છે. તેથી રાગને પુદ્ગલપરિણામ કહ્યા છે. (પ-૨૭) (૮૩૧) -શાસ્ત્રમાં વિકારને પુગલજન્ય કહ્યો છે. કળશ ૩૬ માં “ભાવા: પૌરાતિoT: ગમી- એમ કહ્યું છે. હા, કહ્યું છે. ત્યાં તો વિકાર ઔપાધિકભાવ છે, પુદગલકર્મના નિમિત્તના સંગે ઉત્પન્ન થાય છે અને નિજ ચિદાનંદ સ્વભાવના સંગમાં રહેતાં તે નીકળી જાય છે તો સ્વભાવદષ્ટિની અપેક્ષાએ તેને પુગલજન્ય કહ્યો છે. જીવને રાગ થાય છે તે ખરેખર કાંઈ પુદ્ગલકર્મ ઉત્પન્ન કરે છે એમ નથી, પણ જીવ જ્યારે પુદ્ગલકર્મના નિમિત્તને આધીન થઈ પરિણમે છે ત્યારે રાગ ઉત્પન્ન થાય છે, અને સ્વદ્રવ્યને આધીન રહી પરિણમતાં રાગ નીકળી જાય છે (ઉત્પન્ન થતો નથી, માટે તે રાગાદિ ભાવોને સ્વભાવની મુખ્યતાથી પૌદગલિક કહ્યા છે કેમકે તેઓ સ્વભાવભાવ નથી. ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. અહીં અપેક્ષા બીજી છે. રાગ અજ્ઞાનથી જીવમાં પોતામાં-પોતાની પર્યાયમાં થાય છે માટે તે જીવના-ચેતનના પરિણામ છે, અને જીવ-ચેતન જ તેનો કર્તા છે, જડકર્મ નહિ. જેઓ જડકર્મને ખરેખર રાગનો કર્તા માને છે તેઓ ખરેખર જિનવાણીની વિરાધના કરે છે. સમજાણું કાંઈ ? (૯-૨૨૬) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧. આસવ ') a (૮૩ર) હવે કહે છે-આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ અને આસ્રવ છે. પુણ્યપાપના ભાવપણે થવા લાયક જીવની પર્યાય એ ભાવ-આસ્રવ અને તેમાં કર્મનું જે નિમિત્ત તે દ્રવ્ય-આસ્રવ. એ દ્રવ્ય-આસવને અહીં કરનાર કહ્યો છે. નવાં કર્મ આવે તે દ્રવ્ય-આસ્રવ એ વાત અહીં નથી. આ તો પૂર્વનાં જૂનાં કર્મ જે નિમિત્ત થાય તેને દ્રવ્ય-આસ્રવ કહ્યો છે. એ બન્ને આસ્રવ છે-એક ભાવ-આસ્રવ અને બીજો દ્રવ્ય-આસ્રવ. (૧-૧૯૬) (૮૩૩) આસવની વાત કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો એટલે કે આગ્નવો-તે બધાય જીવને નથી. અહીં કષાયમાં પ્રમાદ ગર્ભિત થઈ જાય છે. અહીં મલિન પર્યાયને-ભાવાગ્નવને પુદગલના પરિણામમય કહ્યા છે, કારણ કે પોતે જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો આશ્રય કરે છે ત્યાં આસ્રવના પરિણામ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. મિથ્યાત્વ તો ત્યારે ન જ હોય પણ અન્ય આસ્રવો પણ ભિન્ન રહી જાય છે. આ જડ મિથ્યાત્વાદિની વાત નથી. આ તો જે મલિન પરિણામરૂપ આસ્રવો-મિથ્યાત્વભાવ, અવિરતિભાવ, છઠ્ઠી ગુણસ્થાનનો પ્રમાદ કષાયભાવ, છઠ્ઠા અને યોગ છે તે જીવના પરિણામ નથી કેમકે તે અનુભૂતિથી ભિન્ન છે. જે તે ચૈતન્યસ્વરૂપ જીવના પરિણામ હોય તો સદાય ચૈતન્યની સાથે રહે. પણ એમ નથી કેમકે ચૈતન્યના અનુભવથી તેઓ ભિન્ન રહી જાય છે. (૩-૯૯) (૮૩૪) ભગવાન આત્મા અતિનિર્મળ ચિદાનંદસ્વરૂપ છે અને આગ્નવો મેલા દુખ:રૂપ છે એમ બે વચ્ચેનો તફાવત-સ્વભાવભેદ જે વખતે જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી તે નિવૃત્ત થાય છે એટલે કે પુણ્ય-પાપના ભાવ મારા છે એવા અભિપ્રાયથી નિવૃત્ત થઈ જાય છે. જુઓ ! ધર્મસભામાં ગણધરો અને એકાવતારી ઇન્દ્રો જે વાત સાંભળતા હતા તે આ અલૌકિક વાત છે. બાપુ! મુનિવરોની વાણી એ તો સર્વજ્ઞની વાણી છે. કહે છે-જે વખતે રાગથી ભિન્ન અંદર ચિદાનંદ ભગવાન જાણ્યો તે જ વખતે રાગથી–આસ્રવથી નિવૃત્ત થઈ ગયો. રાગભાવ અને સ્વભાવભાવનું ભેદજ્ઞાન થતાં જ રાગમાંથી દષ્ટિ ખસી જાય છે, નિવૃત્ત થાય છે... જુઓ અશુભભાવથી તો ઠીક પણ શુભભાવથી આત્મા ભિન્ન છે એ વાત અજ્ઞાનીને ખટકે છે. પણ અહીં કહે છે કે શુભભાવ અને આત્મા–બે ભિન્ન છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવ ૩૦૭ એમ જે કાળે જાણ્યું તે જ કાળે તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. એટલે કે પુણ્યભાવ ઉપર જે લક્ષ હતું તે લક્ષ છૂટી જાય છે. ભાઈ ! આ તો અંદરની ક્રિયાની વાતો છે. તારે આ સમજવું પડશે. (૪-૪૬) (૩૫) શુદ્ધનયરૂપ આત્મા શુદ્ધ ચૈતન્યઘન અંદર ત્રિકાળી વસ્તુ મોજૂદ છે તે એકને જ ઉપાદેયપણે ગ્રહણ કરવાનું ભગવાનની દેશનામાં આવ્યું છે. અહાહા ! વસ્તુ જે મલિનતા રહિત, હીણપ રહિત અને વિપરીતતા રહિત અતિનિર્મળ પૂર્ણ ચૈતન્યમય ભગવાન છે તે એક જ ઉપાદેય છે એમ ભગવાનની વાણીનું ફરમાન છે. રાગથી ભિન્ન પડીને જ્યાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ઉપાદેય કર્યું ત્યાં રાગથી વિરુદ્ધ શુદ્ધ ચૈતન્યમય પરિણમન થઈ ગયું. આ રીતે આત્મા આસ્રવોથી નિવૃત્ત થાય છે. (૪-૪૭) (૮૩૬) જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તેને સાચું ભેદજ્ઞાન થયું જ નથી, પુણ્યપાપના ભાવથી દષ્ટિ ખસી ગઈ એનું નામ ભેદજ્ઞાન છે. કોઈ વળી આમાંથી એવો અર્થ કાઢે છે કે પુણ્ય-પાપના ભાવ બીલકુલ થાય જ નહિ એને ભેદજ્ઞાન કહેવાય. પરંતુ એમ નથી, ભાઈ ! પુણ્ય-પાપભાવની રુચિથી ખસી ગયો એને અહીં નિવાઁ કહે છે. અભિપ્રાયમાં જે રાગ સાથે એકતા હતી તે તૂટી ગઈ તેને નિવૃત્ત થયો કહે છે અને તે ભેદજ્ઞાન છે. અભિપ્રાયમાં જે આસ્રવોથી નિવર્તતો નથી તેને ભેદજ્ઞાન જ નથી. બીલકુલ રાગભાવ ન હોય તો ભેદજ્ઞાન છે એમ અહીં વાત નથી. રાગની રુચિથી ખસીને ચૈતન્યસ્વભાવની રુચિમાં આવે છે તેનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્ય-ભાવ આદિ હોય, પણ ધર્મીને એની રુચિ છૂટી ગઈ હોય છે. દષ્ટિની અપેક્ષાથી અહીં વાત છે. વળી કોઈ એમ કહે છે કે પહેલાં ક્રોધાદિથી નિવર્તે અને પછી ભેદજ્ઞાન થાય; તો એ વાત પણ યથાર્થ નથી. જે કાળે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટે, નિર્મળ ભેદજ્ઞાન પ્રગટે તે જ કાળે ક્રોધાદિની નિવૃત્તિ થાય છે. બનેતો સમકાળ છે, પહેલાં-પછી છે જ નહિ. ભાઈ ! અંતર્દષ્ટિ થયા વિના ભેદજ્ઞાનના અભાવમાં અનંતકાળમાં જીવે ઘણું બધું કર્યું વ્રત કર્યા, તપ કર્યા, અરે! હજારો રાણીઓને છોડીને વનવાસી દિગંબર મુનિ પણ થયો. મહાવ્રત પાળ્યાં અને આકરાં તપ કર્યો. પરંતુ એકડા વિનાના મીંડાની જેમ બધું નિરર્થક ગયું. રાગનાં નિમિત્ત મટાડયાં, પણ રાગની રુચિ ન મટી એટલે સંસાર મટયો નહિ, લેશમાત્ર પણ સુખ ન થયું. છઠ્ઠાલામાં આવે છે ને કે મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૮ અધ્યાત્મ વૈભવ ભાઈ ! અંતર્મુખદષ્ટિ થયા વિના રાગની રૂચિ છૂટતી નથી અને જ્યાં રાગની રુચિ હોય છે ત્યાં અંતર્દષ્ટિ-ભેદજ્ઞાન હોતું નથી. માટે ભેદજ્ઞાન અને આસ્રવોથી નિવર્તન-એ બેનો સમકાળ છે એમ યથાર્થ જાણવું. (૪-૪૭) (૮૩૭) ક્રોધ કહેતાં અંદર પૂર્ણાનંદનો નાથ જે જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છે તેથી વિમુખ થઈને રાગની રુચિ કરે તેને જ્ઞાયક રુચતો નથી માટે તેને ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ છે. કહ્યું છે ને કે “ઢષ અરોચક ભાવ. ' નિજ સ્વરૂપની અરુચિ તે ક્રોધ છે. આ ક્રોધ આદિ ઉપરથી જેને દષ્ટિ ખસી નહિ અને સ્વભાવની દૃષ્ટિ કરી નહિ તે આસ્રવોથી નિવર્યો નથી. પરંતુ જ્યાં આસ્રવોથી દષ્ટિ ખસેડી નિજ ચૈતન્યસ્વરૂપમાં અભેદ થઈ પરિણમ્યો કે તરત જ તેને અંતíન થયું, સમ્યજ્ઞાન થયું. આ રાગથી ભિન્ન પડેલું જે જ્ઞાન તે જ્ઞાનમાત્રથી જ બંધતો નિરોધ થાય છે. (૪-૪૮) (૮૩૮) રાગ અને સ્વભાવનું જે ભેદજ્ઞાન થયું તે જ્ઞાન આસ્રવોથી નિવર્તે છે એટલે સર્વથા રાગ મટી જાય છે એમ અહીં અર્થ નથી. અભિપ્રાયમાં જે પુણ્ય-પાપનાં રસ-રુચિ હતાં તે મટી જાય છે અને તેને જ્ઞાન આસ્રવોથી નિવ– એમ કહે છે. તે જ્ઞાનથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અટકી જાય છે. (૪-૪૯) (૮૩૯) જ્ઞાન કહો અને વળી આસ્રવોમાં પ્રવર્તે-રુચિ કરે એમ કહીએ તો એનું એ થયું. પુણ્ય-પાપના ભાવોને ઉપાદેય કરીને પ્રવર્તે તે જ્ઞાન ભેદજ્ઞાન જ નથી. રાગથી ભિન્ન પડી સ્વભાવને ગ્રહે તે જ્ઞાન ભેદજ્ઞાન છે. અને તે જ્ઞાનમાત્રથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અટકે છે, પરંતુ પુણ્ય પાપમાં પ્રવર્તે એ તો જ્ઞાન જ નથી. આસ્રવમાં પ્રવર્તતું અટકે એનું નામ સાચું જ્ઞાન-ભેદજ્ઞાન છે, અને એનાથી બંધનો નિરોધ થાય છે. (૪-૪૯) (૮૪૦) આત્મા આસ્રવોથી કેવી રીતે નિવર્તે છે-એમ શિષ્યનો પ્રશ્ન છે. તેનો આ ઉત્તર ચાલે છે. આત્મા અખંડ, અનંત, પ્રત્યક્ષ ચિન્માત્રજ્યોતિ વિજ્ઞાનઘનસ્વભાવપણાને લીધે એક છે. તેની દષ્ટિ કરતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે. આ સૌ પ્રથમ ધર્મની શરૂઆતની વાત છે. (૪-૫૯) (૮૪૧) આસ્રવનો નિરોધ સંવર છે. પુણ્ય-પાપના વિકલ્પો તે આસ્રવો છે. પર્યાયમાં ઉત્પન્ન થતા પુણ્ય-પાપના જે ચંચળ કલ્લોલો તેનો નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે નિરોધ કરતાં આગ્નવોનાં નિવૃત્તિ-ક્ષય થાય છે. જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ શુદ્ધ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવ ૩૦૯ ચૈતન્ય ભગવાન છે. તેનો અનુભવ કરતાં ચેતનમાં થતા ચંચળ કલ્લોલોનો નિરોધ થાય છે અને આસ્રવોથી નિવૃત્તિ થાય છે. મિથ્યાત્વને છોડવાની આ રીત છે. (૪-૬૬) (૮૪૨) ભગવાન આત્મા નિરાકુળ આનંદસ્વરૂપ પરમાત્મા છે. તેમાં દષ્ટિ એકાકાર કરતાં તે આસ્રવોથી-દુ:ખથી નિવર્તે છે. અહા ! કોઈ પ્રતિકૂળ સંજોગો દુ:ખરૂપ નથી પણ પુણ્ય-પાપના ભાવ તે દુઃખરૂપ છે, આકુળતામય છે. તેને મટાડવા ચાહે છે તો કહે છે કે જ્યાં નિરાકુળ આનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ બિરાજે છે ત્યાં જા ને, એમાં લીન થા ને, એનો અનુભવ કર ને ! તેથી તું દુઃખથી નિવૃત્ત થશે. કઠણ લાગે તોપણ માર્ગ તો આ જ છે. ભાઈ ! બીજો રસ્તો લેવા જઈશ તો ભવ ચાલ્યો જશે અને ચોરાસીના અવતાર ઊભા રહેશે. (૪-૭૦) (૮૪૩). પ્રથમ આસ્રવથી નિવૃત્તિ થાય અને પછી જ્ઞાનમાં સ્થિર થાય અથવા પ્રથમ જ્ઞાનમાં એકાગ્ર થાય અને પછી આમ્રવની નિવૃત્તિ થાય એમ બે આગળ-પાછળ નથી; પણ બન્નેનો સમકાળ છે. જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થાય છે અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે. અરસપરસ વાત કરી છે. (૪-૮૯). (૮૪૪) જેમ અંધકાર જાય તે સમયે જ પ્રકાશ થાય અને પ્રકાશ થાય તે સમયે જ અંધકાર જાય, તેમ જે સમયે આસ્રવોથી નિવર્સે તે જ સમયે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે અને જે સમયે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે જ સમયે તે આસ્રવોથી નિવર્તે છે. અહો ! શું અદ્ભુત ટીકા! આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડયાં છે! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. તેમાં જેમ જેમ સ્વરૂપસ્થિરતા થાય તેમ તેમ આસ્રવોથી નિવર્તે અને જેટલો આસ્રવોથી નિવર્સે તેટલી સ્વરૂપસ્થિરતા થાય. આ રીતે જ્ઞાનને અને આગ્નવોની નિવૃત્તિને સમકાળ છે. અહીં વ્રત, તપ, ભક્તિ આદિ કરે તો આસ્રવોથી નિવર્તે એમ કહ્યું નથી. પણ એનાથી ભેદજ્ઞાન કરી નિર્વિકારી નિજ જ્ઞાયકસ્વરૂપમાં થંભ-સ્થિર થાય તો આસ્રવોથી સમ્યક પ્રકારે નિવર્તે છે એમ કહ્યું છે. ભાઈ ! આ તારા સ્વઘરમાં જવાની વાતો કરી છે. જેટલો પરઘરથી પાછો ફરે તેટલો સ્વઘરમાં જાય છે. જેટલો અઘરમાં જાય છે. તેટલો પરઘરથી પાછો ફરે છે. જેટલો સ્વરૂપમાં જામતો જાય તેટલો આસ્રવોથી સમ્યક પ્રકારે હઠે છે અને જેટલો આસ્રવોથી સમ્યક હઠે છે તેટલો સ્વરૂપમાં જામે છે, વિજ્ઞાનઘન થાય છે. જેટલો અને તેટલો-એમ અરસપરસ બન્ને સરખા બતાવી સમકાળ દર્શાવ્યો છે. (૪-૮૯) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦ અધ્યાત્મ વૈભવ (૮૪૫ ) શ્રી કુંદકુંદાચાર્યદેવની બાર અનુપ્રેક્ષામાં આવે છે કે કર્મના આસ્રવનું નિમિત્ત) કારણ એવો જે વિકારીભાવ તેના કારણે આત્મા સંસારમાં ડૂબે છે. શુભભાવથી પણ જીવ સંસારસાગરમાં ડૂબી જાય છે. દયા, દાન આદિ પુણ્યના ભાવ છે તે આસ્રવ છે અને તે મોક્ષનું કારણ નથી. સમ્યગ્દર્શન વિના અજ્ઞાનીની જેટલી બાહ્ય ક્રિયા છે તે સઘળી સંસારમાં રખડવાની ક્રિયા છે. આગ્નવભાવ તો નિંદનીય જ છે, અનર્થનુ કારણ છે. પ્રશ્ન:-- જિનવાણીમાં વ્યવહારને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને? ઉત્તર- - હા, પણ કોને ? જેણે રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો છે એના મંદરાગના પરિણામને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. જેને અનુભવમાં જ્ઞાન અને આનંદની દશા પ્રગટી છે તેના શુભભાવમાં અશુભ ટળ્યો છે અને હવે પછી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વનો ઉગ્ર આશ્રય લઈને શુભને પણ ટાળી મોક્ષપદ પામશે તેથી તેના શુભ રાગને પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. ખરેખર તો રાગ મિથ્યાદષ્ટિને કે સમ્યગ્દષ્ટિને મોક્ષનું કારણ છે જ નહિ. (૪-૧૬૪) (૮૪૬). ૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો એટલે આગ્નવો ૨. તેર ગુણસ્થાનો તે વિશેષ પ્રત્યયો છે; તે પણ આસ્રવો છે. ૩. નવા કર્મબંધનના તેઓ કારણ છે; આત્મા બંધનું કારણ નથી. ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. રાગદ્વેષના ભાવ અને ગુણસ્થાનાદિમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવનો અભાવ છે અને શદ્ધ જ્ઞાયકમાં તેમનો અભાવ છે. તેથી ગુણસ્થાનોને અચેતન કહ્યા છે... આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એમાં દયા, દાન, વ્રત, ભક્તિ અને વિષય-કષાયના ભાવ નથી. એ બધા ભાવ તો આસ્રવ છે અને તે અચેતન છે. તે ભાવ નવા કર્મબંધનનું કારણ છે. (૫-૧૯0) (૮૪૭) આ સમયસાર નાટક છે ને? એમાં આગ્નવરૂપી મહામદથી ભરેલો યોદ્ધો છે તેને ભારે અભિમાન ચઢી ગયું છે. એમ કે મેં મોટા મોટા મહાવ્રતના ધરનારા અને ૨૮ મૂલગુણના પાળનારા એવા દિગંબર સાધુઓને (દ્રવ્યલિંગીઓને) પણ પછાડ્યા છે. પંચમહાવ્રતના શુભ પરિણામથી લાભ થાય એવી માન્યતા કરાવીને મેં મહંતોને પણ મિથ્યાત્વના કૂવામાં ઉતારી દીધા છે. તો તારી તો શું વિસાત? આખા જગત પર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવ ૩૧૧ જેની આણ વર્તે છે એવો હું સમરાંગણનો મહાન યોદ્ધો છું. એમ આસ્રવને ખૂબ મદ ચઢી ગયો છે. અહીં કહે છે-આવા એ આસ્રવને, દુર્જય એટલે જેને જીતવો કઠણ છે એવો આ જ્ઞાન–બાણાવળી જીતે છે. ભગવાન આત્મા ચિદાનંદમય શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. એમાં એકાગ્ર થઈ જેણે અંતરમાં જ્ઞાન પ્રગટ કર્યું તે જ્ઞાનરૂપી દુર્જય બાણાવળી છે. પુણ્ય-પાપરહિત ભગવાન આત્માનું જ્ઞાન કર્યું એ મહાન બાણાવળી છે. ક્રમે ક્રમે તે આસ્રવને પછાડે છે, જીતે છે, અને સંવરને પ્રગટ કરે છે. આહાહા....! શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપની દષ્ટિતા પ્રહાર વડે એકાગ્રતાનું વેધક બાણ છોડી તે આસ્રવને જીતી લે છે. (૬-૨૨૨) (૮૪૮) પદ્રવ્યના અવલંબનથી થતી દશા તે આસ્રવ છે. તેને સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલો જ્ઞાન-બાણાવળી જીતી જ લે છે. પરના અવલંબને થતા પરિણામને સ્વના અવલંબને થતું પરિણામ (-જ્ઞાન) જીતી લે છે. આ એક જ આસ્રવને જીતવાનો હઠાવવાનો પ્રકાર છે. અહાહા....! સ્વ એટલે આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ છે. એના અતીન્દ્રિય આનંદરસના સ્વાદ આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસનો પણ સડેલાં મીંદડાં જેવાં તુચ્છ ભાસે છે. અહીં ! જેમાં દુનિયા-મૂઢ જીવો મઝા માને છે તે વિષયો જ્ઞાનીને ફીકા વિરસ અને ઝેર જેવા લાગે છે. આવા જ્ઞાન-આનંદ જેને પ્રગટ થયાં છે તે જ્ઞાન–બાણાવળી છે અને તે આસવને જીતી લે છે. અહીં જ્ઞાન એટલે શાસ્ત્ર-જ્ઞાન કે બીજા જાણપણાની વાત નથી. આ તો નિર્વિકાર સંવેદનપૂર્વક પ્રગટ થયેલા સમ્યજ્ઞાનની વાત છે. પુણ્ય-પાપના ભાવથી રહિત એક જ્ઞાયકભાવનો આશ્રય લઈને જે જ્ઞાનધારા, સમકિતધારા, આનંધારા, સંવેદનધારા પ્રગટ થઈ તે જ્ઞાનરૂપી બાણાવળી આમ્રવને જીતી લે છે અને આ ધર્મ છે. (૬-૨૨૩) (૮૪૯) ભલભલા અગિયાર અંગના પાઠીઓને પણ મેં પછાડ્યા છે એમ ગર્વથી ઉન્મત્ત થયેલો આસ્રવ સમરાંગણમાં આવી ઊભો છે. પરંતુ પોતાના સ્વરૂપનું જેને સંચેતન છે એવો જ્ઞાનયોદ્ધો એનાથી મહાબળવાન છે. તે સ્વરૂપનો આશ્રય કરીને આસ્રવને જીતી લે છે, આસ્રવને મિટાવી દે છે. અહાહા...! પોતાના અનંતબળસ્વરૂપ ભગવાનને જેણે જાણ્યો તે જ્ઞાન, પર્યાયમાં મહા બળવાત યોદ્ધો થયો. વસ્તુ તો વસ્તુ સદા અનંત વીર્યસંપન્ન છે જ, આ તો એના આશ્રયે પર્યાયમાં મહા બળવાન યોદ્ધો થયો એની વાત છે. સ્વરૂપના આશ્રયે જ્ઞાન એવો બળવાન યોદ્ધો થયો કે તે આસ્રવને જીતી લે છે અને અંતર્મુહૂર્તમાં સમસ્ત કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે, સર્વોત્કૃષ્ટ પદને ઉપજાવે છે. જે પર્યાય રાગમાં ઢળતી હતી તેને અંતરમાં વાળી જ્ઞાનસ્વરૂપમાં મગ્ન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨ અધ્યાત્મ વૈભવ કરતાં અંતર્મુહૂર્તમાં સર્વ કર્મોનો નાશ કરીને તે કેવળજ્ઞાન ઉપજાવે છે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. આત્માનો સ્વભાવ કહો, શક્તિ કહો કે સામર્થ્ય કહો; એ તો સિદ્ધ ૫૨મેશ્વરના સમાન જ છે. તેને પર્યાયમાં પ્રગટ કરી સમસ્ત આસવનો નાશ કરી પ૨માત્મપદ સિદ્ધપદને પ્રાપ્ત કરવાની આ વાત છે. (૬-૨૨૫ ) (૮૫૦) અહીં ત્રણ વાત લીધી છે ૧. જીવના રાગ-દ્વેષ-મોહના પરિણામ પોતે પોતાના કારણે ઉત્પન્ન કરે છે; કોઈ કર્મના કારણે થાય છે એમ નહિ. ૨. તે કાળે મિથ્યાત્વાદિ જડ પુદ્દગલના પરિણામ જે ઉદયરૂપે થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે. ૩. તે મિથ્યાવાદી અજીવ પુદ્દગલકર્મના પરિણામને આસ્રવ કેમ કહીએ? તો કહે છે કે નવાં કર્મના આસ્રવણમાં નિમિત્ત માટે. હવે તે કર્મના આસ્રવણમાં નિમિત્ત ક્યારે થાય કે જૂનાં કર્મના ઉદયકાળે જીવ રાગ-દ્વેષ-મોહને ઉત્પન્ન કરે તો જૂનાં કર્મ તવાં કર્મના આવરણમાં નિમિત્ત થાય છે. (૬-૨૨૯) (૮૫૧ ) રાગ-દ્વેષ-મોહ વિનાનો જ્ઞાનથી રચાયેલો જ્ઞાનમયભાવ જથ્થાબંધ દ્રવ્યકર્મના-જડકર્મના પ્રવાહને રોકનારો છે કેમકે તે ભાવ સર્વ ભાવાસવના અભાવસ્વરૂપ છે. અહીં મિથ્યાત્વ છે એ જ મુખ્યપણે આસ્રવ છે, સંસારનું કારણ છે એમ વાત છે. (૬-૨૫૭) (૮૫૨ ) રાગથી ભિન્ન પડેલો જ્ઞાનમય ભાવ ભાવાસવના અભાવસ્વરૂપ છે, અને તેથી દ્રવ્યાસવ થતો નથી. દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, વિષયવાસના આદિ ભાવ ભાવાસ્રવ છે અને દ્રવ્યકર્મના રજકણો જે આત્માના એકક્ષેત્રાવગાહે આવે તે દ્રવ્યાસવ છે. (૬-૨૫૮) (૮૫૩) જ્ઞાનીને દ્રવ્યાસવભૂત પ્રત્યયો એના દ્રવ્યમાં તો નથી પણ એની પર્યાયમાં પણ એનો અભાવ છે. જેમ પર્યાયમાં રાગ-દ્વેષનો સંબંધ છે તેમ પર્યાયમાં કર્મના સંબંધ નથી. તેમનો બંધ વા સંબંધ પુદ્દગલમય કાર્યણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નહિ. ભગવાન આત્મ તો પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ ચૈતન્યમય જ છે; એની સાથે જડ અચેતન એવા કર્મને કાંઈ પણ સંબંધ નથી. જ્ઞાનીને ભાવાસ્રવનો અભાવ હોવાથી દ્રવ્યાસવભૂત પ્રત્યયો નવાં કર્મના આસ્રવણનું કા૨ણ થતા નથી. જડ કર્મ ઉદયમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવ ૩૧૩ આવે, પણ મિથ્યાત્વ અને તત્સંબંધી રાગદ્વેષરૂપ ભાવાગ્નવો નથી તો જૂનાં કર્મ નવા બંધનું કારણ થતાં નથી. આગળ આ વાત આવી ગઈ કે જડકર્મ છે તે ખરેખર આસ્રવો છે અને નવા બંધનનું કારણ છે; પણ કોને? મિથ્યાત્વ અને રાગ-દ્વેષપણે પરિણમે તેને. મિથ્યાત્વ અને રાગદ્વેષ ન કરે તો તે કર્મનો ઉદય નવાં કર્મના આસ્રવણનું કારણ નથી. તેથી આ અપેક્ષાએ પણ જ્ઞાનીને દ્રવ્યાખ્રવનો અભાવ છે. એક તો દ્રવ્યાસ્રવ પુદ્ગલ છે માટે સંબંધ નથી; અને બીજું જ્ઞાનીને ભાવાન્સવનો અભાવ છે એટલે દ્રવ્યાગ્નવો બંધનું કારણ નહિ થતા હોવાથી જ્ઞાનીને દ્રવ્યકર્મ નથી. આ પ્રમાણે જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ જ છે. (૬-ર૬ર) (૮૫૪) ભગવાન આત્મા સ્વભાવથી જુઓ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમ પવિત્ર સદા વીતરાગસ્વભાવી છે; પણ એની પર્યાયમાં જે વિકાર થાય છે તે ભાવસૂવ છે. તેમાં દ્રવ્યાગ્નવ એટલે જડ કર્મનો ઉદય નિમિત્ત હોય છે. જડકર્મનો ઉદય તે નિમિત્ત અને પોતાની અવસ્થામાં જે વિકાર થાય છે તે નૈમિત્તિક છે. પ્રગટ જે કર્મ સત્તામાં હતાં તે પ્રગટ થાય તેને (કર્મનો) ઉદય કહે છે. ત્યાં પોતાની પર્યાયમાં નૈમિત્તિક જે વિકાર તેનું અશુદ્ધ ઉપાદાન તેના પોતાથી જ છે, નિમિત્તથી નહિ. રાગદ્વેષ, મોહ આદિ આગ્નવભાવો પોતપોતાના કાળમાં પોતાથી થવાવાળા હોય તે થાય છે. જૂના કર્મનો ઉદય નિમિત્તપણે ભલે હો, પણ નિમિત્તથી તે વિકારી પર્યાય થાય છે એમ નથી. નિમિત્તનો નિમિત્તપણે નિષેધ નથી, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એ વાતનો નિષેધ છે. (૬-૨૯૮) (૮૫૫) દ્રવ્યાગ્નવોના ઉદય વિના એટલે દ્રવ્યાગ્નવોના ઉદયમાં જોડાયા વિના જીવને આસ્રવભાવ થઈ શકે નહિ. ઉદયમાં જેટલું જીવ સ્વતંત્રપણે જોડાણ કરે છે તેટલો ભાવાસ્રવ થાય છે. કેટલાક લોકો આશયને સમજતા નથી એટલે કહે છે કે આ તો તમારા ઘરની વાત છે. પરંતુ ભાઈ ! એમ નથી, બાપુ! એનો આશય જ આ છે. દ્રવ્યાન્સવોના ઉદય વિના એટલે ઉદયથી ભાવાઝૂવો થાય એમ નહિ, પણ ઉદયકાળે જીવ ઉદયમાં જોડાય છે, જીવનું લક્ષ નિમિત્ત ઉપર જાય છે ત્યારે વિકાર-ભાવાગ્નવો ઉત્પન્ન થાય છે. નિમિત્ત વિના ન થાય એનો અર્થ નિમિત્તથી થાય એમ નથી. ( નિમિત્ત વિના ન થાય-એ તો માત્ર નિમિત્તની ઉપસ્થિતિ સૂચવે દ્રાસવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાગ્નવ થાય તે પ્રકારે દ્રવ્યાસૂવો નવીન બંધના કારણે થાય છે; ઉદયના પ્રમાણમાં થાય એમ નહિ. બીજી રીતે કહીએ તો જીવ જે પ્રકારે પોતાના ઉપયોગનું ઉદયમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪ અધ્યાત્મ વૈભવ જોડાણ કરે તે પ્રકારે દ્રવ્યાસવો બંધનું કારણ થાય છે, જીવને ભાવાગ્નવો જે પ્રકારે થાય છે તે પ્રકારે દ્રવ્યાન્નવો નવીન બંધનાં કારણે થાય છે. જીવ ભવાવ ન કરે તો નવો બંધ થતો નથી. જે કર્મનો ઉદય આવે ત્યારે આસ્રવ અને બંધ થાય જ ( વિકાર કરવો જ પડે) એવો નિયમ હોત તો-કર્મનો ઉદય તો સદાય છે અને તો પછી બંધ પણ સદાય થયા જ કરે; પણ એમ છે નહિ. પોતે એમાં જોડાઈને આસ્રવ કરે તો નવીન બંધ થાય છે, ન કરે તો કર્મ છૂટી-ઝરી જાય છે. (૬–૨૯૯) (૮૫૬). જ્યાં સુધી શુભભાવનો આદર હતો ત્યાંસુધી મિથ્યાત્વ હતું. સ્વભાવનો આદર કરતાં જ આસ્રવ તિરસ્કૃત થયો. પોતે પોતામાં ગયો ત્યાં આસ્રવ છૂટી ગયો. બાપુ! અનાદિથી તું રાગને પડખે ચઢીને જન્મ-મરણના ચક્રાવામાં હેરાન થઈને મરી ગયો. અહીં જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનના પડખે જે ચડયા તે કહે છે-અમે ચડ્યા તે ચડયા, હવે અમે પાછા પડવાના નથી. (૬-૩૬૭) ( ૮૫૭) શુદ્ધ આત્માના પ્રદેશો અને આપના પ્રદેશો તદ્દન ભિન્ન ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશો, પણ જેટલા અંશમાં આસ્રવ ઊઠે છે તે પ્રદેશોને ભિન્ન કહ્યા છે. જેમ આ આત્મા બીજા આત્માનો નથી, જેમ આત્મા શરીરમાં નથી અને શરીર આત્મામાં નથી તેમ, અહીં કહે છે જે દયા, દાન, વ્રત આદિના વિકલ્પ ઊઠે છે તે રાગ છે અને તેનું ક્ષેત્ર-પ્રદેશો ભિન્ન છે અને આત્માના પ્રદેશો ભિન્ન છે. બે વસ્તુ જ ભિન્ન છે કેમકે બન્નેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે, પણ જેટલા અંશમાંથી વિકાર ઊઠે છે તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. આ આસ્રવના અને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી તેમને (બે) એક સત્તાની અનુપપત્તિ છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે-દ્રવ્ય એ પર્યાય નહિ અને પર્યાય એ દ્રવ્ય નહિ. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો (અંશો) પણ (ધ્રુવ આત્માથી) જુદા છે પણ અહીં એની વાત નથી, અહીં મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આસ્રવ થાય છે અને જેટલા અંશમાં સંવર-નિર્મળતા થાય છે એ બેના (આસ્રવ અને સંવરના) પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. ગજબ વાત છે ભાઈ ! આ માથાના વાળ નથી હોતા? એમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય છે; વાળ એક અને છેડા બે એમાં બે છેડા ભિન્ન ન પડ, બે ફણગા હોય છતાં ચીરી ન શકાય. અહીં ( જ્ઞાનમાં ) ચિરાય છે એની વાત છે અલૌકિક વાત છે ભાઈ ! દિગંબર સંતો સિવાય આવી વાત બીજે ક્યાંય છે નહિ. અહા ! દિગંબર સંતો તો કેવળીના કડાયતીઓ છે. (૬-૩૭૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસવ ૩૧૫ (૮૫૮) -શુભાશુભ ભાવ જડ છે, અશુચિ છે. પંચમહાવ્રતના પરિણામ રાગ છે. આસ્રવ છે અને તેથી તેઓ મેલપણે અનુભવાય છે. પરના લક્ષે ઉત્પન્ન થતી કોઈ પણ વૃત્તિ રાગ છે. કોઈ એને ધર્મ માને તો તે એની ભૂલ છે. વળી તે જડ છે માટે તેની સાથે એકત્વબુદ્ધિ કરનાર, એનાથી લાભ માનનાર પણ જડ છે. અહીં આચાર્ય દેવ કહે છે કે આત્મા અને વિકારની એકપણાની માન્યતા મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનનું કારણ છે, અને એ અધ્યવસાન રાગદ્વેષમોહસ્વરૂપ આસવભાવનાં કારણ છે. (૬-૪૨૭). (૮૫૯) અહા ! આસ્રવનું યથાર્થ જ્ઞાન પણ કોને થાય? શુદ્ધ ચૈતન્યઘન એવા નિજ સ્વરૂપના આશ્રયે જે આત્મજ્ઞાન થાય છે તે જ્ઞાનમાં આસ્રવ ભિન્ન છે એમ યથાર્થ જણાય છે. તેથી જેને સમ્યગ્દર્શન-શાન થયું છે તેને આસ્રવનું યથાર્થ જ્ઞાન થાય છે. શુદ્ધ જ્ઞાયકના આશ્રયે ભગવાન જ્ઞાયકનું અસ્તિપણે જ્ઞાન થતાં આસ્રવ મારો નથી એમ નાસ્તિપણે આસ્રવનું જ્ઞાન સ્થાપિત થઈ જાય છે, કારણ કે આત્માનો એવો જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. (૬-૪૪૦) (૮૬૦) તાત્પર્ય એટલે સાર એમ જાણવો કે જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણે અને એનું દઢ શ્રદ્ધાન કરે છે. ત્યાં એને પુણ્ય-પાપના જે ભાવ થાય તે કર્મચેતના છે. શું કીધું? શુભભાવ હો કે અશુભભાવ હો-બંનેય રાગ છે, વિપરીત ભાવ છે અને તે કર્મચેતના છે. કર્મચેતના એટલે જડકર્મની આ વાત નથી. કર્મ એટલે રાગરૂપી કાર્ય, રાગનું વિકારનું કરવાપણું-તે કર્મચેતના છે; તે આત્માની જ્ઞાનચેતના નથી, ભાઈ ! દયા, દાન, પૂજા, ભક્તિના શુભભાવ ને હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ તે બંને કર્મચેતના છે. રાગમાં હરખ થવો અને દ્વેષમાં કંટાળો થવો, અણગમો થવો-તે હરખ-શોકનું જે વેદવું થાય તે કર્મફળચેતના છે. કર્મચનારૂપ રાગનું જે કાર્ય થાય તેનું ફળ સુખ, દુઃખ, હરખ, શોકનું વેદવું જે થાય તે કર્મફળચેતના છે. કર્મફળ એટલે જડકર્મનું ફળ એમ વાત અહીં નથી. આ કર્મચેતના ને કર્મફળચેતના-બંને આસ્રવ છે, બંધનું કારણ છે, દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. આત્માના નિરાકુલ આનંદસ્વભાવથી બંને વિરુદ્ધ ભાવ છે. પુણ્ય અને પાપ અને તેનું ફળ જે હરખ અને શોક તેમાં એકાગ્ર થવું તે બધું દુખનું વેદન છે ભાઈ ! બંને ચેતના એક સાથે જ હોય છે. રાગ વખતે જ રાગનું વેદન છે. (૧૦-૬૪) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨. બંધ (૮૬૧ ) બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે. બંધાવા યોગ્ય જીવ (પર્યાય ) છે. રાગદ્વેષ, મિથ્યાત્વ, વિષયવાસના-એમાં અટકવા યોગ્ય, બંધાવા યોગ્ય લાયકાત જીવની પર્યાયની છે. તે ભાવબંધ છે. સામે પૂર્વકર્મનું નિમિત્ત છે એ બંધન કરનાર છે. નવો બંધ થાય એની વાત અહીં નથી. આ તો પૂર્વ કર્મ જે નિમિત્ત થાય છે એને અહીં દ્રવ્યબંધ કહ્યો છે. ભગવાન આત્મા તો અબદ્ધ-સ્પષ્ટ છે, પણ એની પર્યાયમાં બંધયોગ્ય લાયકાત છે તે (જીવ ) ભાવબંધ છે અને બંધન કરનાર કર્મ-નિમિત્ત છે તે દ્રવ્યબંધ છે. આમ એ બન્ને બંધ છે. ( ૧–૧૯૬ ) (૮૬૨ ) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધનાં કારણ છે. બંધનાં કારણ વસ્તુના સ્વભાવમાં નથી. પણ એ બંધનાં કારણ પર્યાયમાં તો છે જ. જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધનાં કારણો સિદ્ધ થશે નહિ અને તેથી રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે એમ પણ કહી નહિ શકાય. અને એમ થતાં મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. અને તેથી મોક્ષનો પણ અભાવ થશે. (૩-૫૨ ) (૮૬૩) જુઓ ! સ્વરૂપના ભાન વિના વિકારનો સ્વામી થઈ જીવ પોતે વિકાર કરે ત્યારે નવો કર્મ-બંધ થાય છે. જે કર્મ બંધાય છે તે સ્વયં સ્વતઃ પોતાના કારણે બંધાય છે. કર્મરૂપ બંધાવાની લાયકાતવાળા પરમાણુ સ્વયં પોતાથી કર્મરૂપે પરિણમે છે. ત્યાં જીવ અને કર્મનું એકક્ષેત્રાવગાહે રહેવું એ સંબંધ છે, પણ એકબીજાના કર્તાકર્મપણે થવું એવો સંબંધ નથી. (૪-૨૯) (૮૬૪ ) એ બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એટલે કે એ બંધના ઉદયકાળે પોતે સ્વતંત્રપણે નવું અજ્ઞાન કરે છે ત્યારે પૂર્વકર્મનો બંધ નિમિત્ત છે. બંધને લઈને અજ્ઞાન છે એમ નથી પણ પોતે સ્વયં અજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પૂર્વના બંધના ઉદયને તેનું નિમિત્ત કહેવામાં આવે છે. બંધનું તો નિમિત્ત છે, ઉપાદાન સ્વયં પોતાનું અજ્ઞાન (પર્યાય ) છે. આ પ્રમાણે અનાદિ સંતાન છે, પ્રવાહ છે. નવા કર્મબંધનું નિમિત્ત અજ્ઞાનભાવ છે અને એ અજ્ઞાનભાવનું નિમિત્ત તો જૂતાં પૂર્વનાં કર્મનો ઉદય છે. આ પ્રમાણે અનાદિ પ્રવાહ છે, માટે એમાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ બંધ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૭ વળી જ્યાં એમ આવે કે બે કારણોથી કાર્ય થાય છે–૧. ઉપાદાનકારણ અને ૨. સહકા૨ીકારણ. ત્યાં એનો અર્થ એ છે કે સહકારી (નિમિત્તપણે ) એક ચીજ છે તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ સહકારી કારણથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ બીલકુલ નથી. રાગની ઉત્પત્તિ આત્મા સ્વતઃ પોતાના અજ્ઞાનભાવથી કરે છે અને કર્મનો બંધ પણ સ્વતઃ (રજકણોની) પોતાની યોગ્યતાથી થાય છે. વિકાર થવાની પોતાની યોગ્યતા છે અને જે કર્મ બંધાયાં તે એની યોગ્યતાથી બંધાયાં છે. વિકાર કાર્યો માટે કર્મને બંધાવું પડયું એમ નથી, તથા કર્મના ઉદયના કારણે વિકાર થયો એમ પણ નથી. સર્વત્ર યોગ્યતા જ કાર્યની સાક્ષાત્ સાધક છે. નિમિત્ત એ વાસ્તવિક કારણ નથી, ઉપચારથી કારણ કહેવાય છે. (૪-૨૨) (૮૬૫ ) આવો વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા પોતે જ ચેતક છે તેથી શુદ્ધ ચૈતન્યથી અનન્યએકરૂપ સ્વભાવવાળો છે; જ્યારે રાગાદિ વિકાર પોતે પોતાને અને ૫૨ને નહિ જાણતા એવા જડ, અચેતન હોવાથી ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે. આ પ્રમાણે ભેદજ્ઞાન કરીને શુદ્ધ ચૈતન્યના લક્ષેમરિણમતાં જે જ્ઞાન થાય છે એનાથી કર્મબંધન અટકે છે. આમ, જ્ઞાનમાત્રભાવે પરિણમવું એ જ બંધન અટકાવવાનો એકમાત્ર ઉપાય છે. પ્રશ્નઃ- - આમાં પચ્ચકખાણ તો આવ્યું નહિ? તો પછી બંધન કેમ અટકે? ઉત્ત૨:- - અરે ભાઈ! તને પચ્ચકખાણના સ્વરૂપની ખબર નથી. જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શુદ્ધ ચૈતન્યના લક્ષે જે સ્વરૂપનાં શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થયાં અને જે અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ એ જ વાસ્તવિક પચ્ચકખાણ છે. સમ્યક્ત્વ થતાં મિથ્યાત્વ સંબંધીનો અને અનંતાનુબંધીનો બંધ તો એને થતો જ નથી. અને જે અલ્પ બંધ થાય તે ગૌણ છે. ભેદજ્ઞાનના બળે સ્વરૂપસ્થિરતા વધારતાં તેનો પણ અલ્પ કાળમાં નાશ થઈ જાય છે. (૪-૩૭) (૮૬૬ ) આનંદકંદ નિજસ્વરૂપમાં ઝૂલનારા મુનિવરોને છઠ્ઠા ગુણસ્થાનમાં ભગવાનની ભક્તિ, વંદના, સ્મરણ તથા પંચમહાવ્રતનો વિકલ્પ આવે છે પણ તે બંધનું કારણ છે એમ તેઓ જાણે છે. શુદ્ધ ચૈતન્યની પરિણતિને ધરનારા તે મુનિવરોની દષ્ટિ ચૈતન્યસ્વભાવ ઉપર સ્થિર ચોટી છે. પણ પૂર્ણદશા ન પ્રગટે ત્યાં સુધી અસ્થાનના રાગથી બચવા તેમને શુભરાગ આવે છે પણ તે શુભભાવ બંધનું કારણ છે એમ તે જાણે છે. જો કોઈ તેને બંધનું કારણ ન માનતાં મોક્ષનું કારણ માને તો તે મિથ્યાશ્રદ્ધાન છે, અજ્ઞાન છે. (૫-૧૫૯ ) (૮૬૭ ) નવાં કર્મ જે બંધાય તે દશા તો જડકર્મથી થાય છે અને તેમાં ઉપાદાનપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮ અધ્યાત્મ વૈભવ તે નવા કર્મના ૫૨માણુ વર્તે છે. તેમાં નિમિત્ત કોણ છે? તો જે વિકારીભાવ થાય કર્મબંધનમાં નિમિત્ત છે. પણ ચૈતન્યરત્નાકર જ્ઞાતાદ્રષ્ટા અને આનંદના સ્વભાવથી ભરેલો ચિદાનંદ પ્રભુ આત્મા વિકારથી શૂન્ય છે. તેથી જ્ઞાયમૂર્તિ પ્રભુ આત્મા નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો ચૈતન્યમહાસાગર છે. તેમાં દયા, દાન આદિ વિકારના વિકલ્પ નથી તો તે નવા કર્મબંધનમાં નિમિત્તભૂત કેમ થાય? આત્મા સ્વભાવથી કર્મબંધનમાં નિમિત્ત છે જ નહિ. (૫-૧૬૦ ) (૮૬૮ ) કહે છે કે જૂનાં કર્મનો ઉદય-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ છે. પરંતુ કોને? જે અજ્ઞાનભાવે, મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમે તેને. જ્ઞાનીને પૂર્વકર્મનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ થતો નથી કેમકે તે સ્વામીપણે ઉદયમાં જોડાતા નથી અને તેથી તેને જૂનાં કર્મ છે તે ખરી જાય છે, નવો બંધ થતો નથી. કળશ ટીકામાં પણ કહ્યું છે કે ઉદયમાત્ર બંધનું કારણ નથી. ઉદયમાત્રથી જો બંધ થાય તો કદી મોક્ષ થઈ શકે નહિ. અહીં એક સમયમાં ત્રણ વાત છે ૧. દર્શનમોહ આદિ કર્મનો ઉદય, ૨. તે જ સમયે નવાં કર્મનો બંધ, ૩. અને તે જ સમયે અજ્ઞાની જીવ સ્વયં મિથ્યાત્વાદિ ભાવરૂપે પરિણમે છે તે. અજ્ઞાનીને જૂનાં કર્મનો ઉદય છે તે નવા બંધમાં નિમિત્ત કહેવામાં આવે છે અને જે મિથ્યાત્વના ભાવ ન કરે તેને તે સમયે જૂનાં કર્મનો ઉદય (બંધ કર્યા વિના) ખરી જાય છે. આવી વાત છે અટપટી. જુઓ, પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયકાળે જે નવાં કર્મ બંધાય છે તે સ્વયમેવ પરિણમે છે. નવાં કર્મ પરિણમે તે સ્વતંત્રપણે પરિણમે છે. જૂનાં કર્મનો ઉદય તેને પરિણમાવે છે એમ નથી. બધું જ સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે છે. ૧. પૂર્વકર્મનો ઉદય આવે છે તે સ્વતંત્ર. ૨. ઉદયકાળે નવાં કર્મ બંધાય તે પણ સ્વતંત્ર, અને ૩. જીવ મિથ્યાશ્રદ્ધારૂપ મિથ્યાત્વના ભાવ પોતામાં કરે છે તે પણ સ્વતંત્ર. રાગ મારી ચીજ છે, મારું કર્તવ્ય-કાર્ય છે, એવા મિથ્યાદષ્ટિના (મિથ્યાશ્રદ્ધાનરૂપ ) ભાવ નવાકર્મબંધનમાં નિમિત્ત થાય ત્યારે જૂના કર્મને નવા કર્મબંધનું નિમિત્ત કહેવામાં આવે છે. ઝીણી વાત છે ભાઈ! જૂના કર્મ પણ સ્વતંત્ર, નવો બંધ થાય તે પણ સ્વતંત્ર અને વચ્ચે જીવ રાગ-દ્વેષ અને અજ્ઞાનપણે પરિણમે તે પણ સ્વતંત્ર. (૫-૨૫૯ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ બંધ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૯ ( ૮૬૯ ) જુઓ, ઉદય આવ્યો માટે મિથ્યાત્વાદિરૂપ જીવ પરિણમે છે એમ નથી. મિથ્યાત્વાદિના ભાવ પણ જીવ સ્વતંત્રપણે કરે છે અને ત્યારે નવાં કર્મ પણ સ્વતંત્રપણે બંધાય છે. જૂનાં કર્મનો ઉદય પણ સ્વતંત્ર છે. ઉદયકાળે જો જીવ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દષ્ટિ કરે તો આવેલો ઉદય છૂટી જાય છે, નવા બંધનમાં તુ થતો નથી. આત્મા શુદ્ધ-પવિત્ર જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ છે. અહાહા...! રાગરહિત વીતરાગસ્વભાવી નિર્વિકલ્પસ્વરૂપ નિજ આત્મા છે. આવા આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો જે અનુભવ કરે તે જ્ઞાનીને જૂનાં કર્મનો ઉદય નવાં કર્મના બંધનું કારણ થતો નથી. પરંતુ જૂનાં કર્મના ઉદયમાં જોડાઈને મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવ જે જીવ કરે છે તેને જૂનાં કર્મનો ઉદય, નવા કર્મબંધનું કારણ થાય છે. (૫-૨૬૦) (૮૭૦) શું કહે છે! પુણ્ય-પાપના પરિણામ જેઓ બંધનના હેતુ છે તે એક જ પ્રકારના છે. બંધનમાં શુભપરિણામ નિમિત્ત હો કે અશુભપરિણામ નિમિત્ત હો-બેય એક જ પ્રકારના અજ્ઞાનમય અને અશુદ્ધ છે. તારો ( -અજ્ઞાનીનો ) જે એમ મત છે કે શુભપરિણામ પુણ્યબંધમાં નિમિત્ત છે અને અશુભપરિણામ પાપબંધમાં નિમિત્ત છે તેથી બે પરિણામમાં ફેર છે એ યથાર્થ નથી. અહીં કહે છે કે બેમાં ફરક નથી કેમકે બન્નેય અજ્ઞાનમય છે, અશુદ્ધરૂપ છે અને બંધના કારણ છે. (૬–૩૨ ) (૮૭૧ ) અહાહા...! એક જ્ઞાયકપણે અંદર વિરાજમાન ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ ત્રિકાળ એક્લો જ્ઞાનાનંદનો સાગર છે. આવા જ્ઞાનાનંદસ્વરૂપની જેને દૃષ્ટિ નથી તે અજ્ઞાની જીવને શુભ કે અશુભરાગરૂપ કરાયેલું કર્મ બંધનું કારણ થાય છે. પરંતુ જ્ઞાતા થઈને જે જાણના૨૫ણે પરિણમે છે તેને તો તે (શુભાશુભ કર્મ) જ્ઞાનનું જ્ઞેય થાય છે. ભગવાન આચાર્યદેવને અહીં એમ સિદ્ધ કરવું છે કે અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અથવા કરવા લાયક કાર્ય માને છે અને તેથી તેને કરેલું શુભાશુભ કર્મ અવશ્ય બાંધે છે; પણ જે માત્ર જાણે છે તેને તે કર્મબંધનું કારણ થતું નથી. (૬-૪૧) (૮૭૨ ) આત્મા સચ્ચિદાનંસ્વરૂપ ભગવાન સદા વીતરાગસ્વરૂપ જ છે. વીતરાગસ્વરૂપ કહો કે અકષાયસ્વરૂપ કહો તે એક જ છે. ભગવાન આત્મામાં કષાયના વિકલ્પની ગંધ પણ ક્યાં છે! ભગવાન આત્મા તો સદાય અણાસવી છે, અબંધ છે, અનાકુળ છે. અને આ જે પુણ્ય-પાપના ભાવો છે એ તો બન્નેય આસવરૂપ, બંધરૂપ અને આકુળતામય દુઃખરૂપ છે. એ પુણ્ય-પાપના ભાવો મારા છે એમ જે માને તે રાગી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ અધ્યાત્મ વૈભવ અવશ્ય કર્મથી બંધાય છે અને જે પુણ્ય-પાપથી રહિત શુદ્ધ ચૈતન્યમય આત્માનો અનુભવ કરે છે તે કર્મથી મુક્ત થાય છે. આ જિનવચન-આગમવચન છે. (૬-૬૬ ) (૮૭૩) દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો શુભભાવ હોય કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ ઈત્યાદિનો અશુભભાવ હોય, બન્નેય ભાવ વિભાવભાવ છે અને સર્વજ્ઞદેવોએ જિનભગવંતોએ બન્નેનેય અવિશેષપણે-બેયમાં કાંઈ ફેર પાડયા વિના એકસરખાં બંધનાં સાધન-કારણ કહે છે. બેઉમાંથી એકેય ધર્મ કે ધર્મનું સાધન નથી, પણ બન્નેય સમાનપણે જ બંધનાં સાધન છે. ‘સમસ્ત કર્મ’ એમ કહ્યું છે ને એટલે કે શુભ અને અશુભ બન્ને કર્મને સર્વજ્ઞ ભગવાને અવિશેષપણે બંધનાં કારણ કહ્યાં છે. બંધનની અપેક્ષાએ બન્ને સરખાં છે, બેમાં કોઈ ફેર નથી. આવી વાત આકરી પડે છે માણસને, કેમકે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એમ માને છે ને ? પણ ભાઈને તારી એ માન્યતા સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. (૬-૬૯ ) (૮૭૪ ) આ શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ-એ બધી બાહ્ય ચીજોને તો આત્મા અડતોય નથી, અનંતકાળમાં કદી અડતોય નથી. પણ સદાય અબંધસ્વરૂપ એવો પોતાનો જો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે એનાથી ભ્રષ્ટ થઈ ભગવાન રાગમાં રોકાઈ ગયો એ પોતાનો અપરાધ છે અને એ જ ભાવબંધ છે. (૬–૧૫૮ ) (૮૭૫ ) રાગ પોતે બંધસ્વરૂપ છે અને તેથી તેનો નિષેધ છે. સર્વને જાણવા-દેખવાનો સ્વભાવ તો અબંધસ્વરૂપ છે. આવો અબંધસ્વરૂપ ભગવાન આત્મા રાગમાં રોકાવાથી પોતાને જાણતો નથી; અહા ! સર્વ શેયોને જાણનાર એવા પોતાને તે જાણતો નથી! પોતાને જાણતો નથી એમ કીધું, પણ સર્વજ્ઞેયોને જાણતો નથી એમ ન કીધું. કેમકે પોતાને જાણવું એ નિશ્ચય છે અને ૫૨ને જાણવું એ વ્યવહાર છે. સર્વને એટલે સ્વ અને પરને (એકલા પ૨ને એમ નહિ) જાણનાર દેખનાર એવો ભગવાન આત્મા પોતે રાગમાં રોકાઈ રહીને પોતાને નહિ જાણતો થકો પ્રત્યક્ષ અજ્ઞાનભાવે પ્રવર્તે છે. જુઓ, આ બંધસ્વરૂપને સિદ્ધ કરે છે. એ શુભભાવ અને શુભભાવમાં રોકાઈ રહેવું એ બંધસ્વરૂપ છે, અજ્ઞાનસ્વરૂપ છે. તે જે રાગમાં વર્તે છે તે પ્રત્યક્ષ અજ્ઞાનભાવરૂપ દશા છે. રાગમાં જાણવાની શક્તિ ક્યાં છે? શુભરાગ હો તોપણ તે પોતાને કે આત્માને જાણતો નથી. રાગ તો સર્વ અચેતન, અજ્ઞાનમય જ છે. (૬–૧૬૧ ) (૮૭૬ ) અહાહા...! કેવળ એકલો જ્ઞાનસ્વરૂપ, પ્રજ્ઞાબ્રહ્મ, જ્ઞાનની મૂર્તિ એકલો જ્ઞાનનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૨૧ રસકંદ ભગવાન આત્મા સદા મુક્તસ્વરૂપ જ છે. કેવળ દેખવા-જાણવાના સ્વરૂપે છે એમાં બંધ ક્યાંથી હોય? ભગવાન આત્મા પોતે અબંધસ્વરૂપ જ છે. બંધની સામે લેવું છે ને? આવો કેવળજ્ઞાન સ્વરૂપ વા મુક્તસ્વરૂપ આત્મા વડે કર્મ પુણ્ય-પાપના ભાવ વડે લિસ હોવાથી અજ્ઞાનરૂપ વા બંધરૂપે વર્તે છે, રાગમાં અજ્ઞાનપણે વર્તે છે. માટે એમ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. પોતે (કર્મ) બંધસ્વરૂપ હોવાથી કર્મનો-શુભાશુભભાવનો નિષેધ કરવામાં આવ્યો છે. જુઓ, આત્માના સંબંધમાં ભેખ બે પ્રકારના છે-એક જડકર્મનો ભેખ એ અજીવ બંધ છે, દ્રવ્યબંધ છે, બીજો રાગનો ભેખ એ જીવબંધ છે, ભાવબંધ છે. ભાવબંધ છે એ ચેતનાનો વિકારી ભેખ છે. (૬-૧૬૪ ) (૮૭૭) ભગવાન આત્મા પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ સદા અબંધસ્વભાવ છે. પણ રાગાદિ એટલે પુણ્ય-પાપના ભાવ સાથે તેને ભેળવતાં અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે; તે રાગાદિ કરવાને પ્રેરતો હોવાથી બંધક છે, બંધનનો કરનારો છે. પરંતુ રાગથી ભેળસેળ વિનાનો, રાગથી ભિન્ન પડેલો જે ભાવ છે તે સ્વભાવનો પ્રકાશક છે. પુણ્ય-પાપથી નહિ ભળેલો ભાવ સ્વભાવનો પ્રકાશક એટલે પ્રગટ કરનારો હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરાપણ બંધક નથી. (૬-૨૪૮) (૮૭૮ ) રાગ કરતાં કરતાં લાભ થાય, શુભરાગથી-પુણ્યભાવથી ધર્મ થાય એમ અબંધસ્વભાવને રાગ સાથે ભેળવવું એ જ અજ્ઞાન છે અને અજ્ઞાનમયાભાવ, મિથ્યાદર્શનનો ભાવ બંધક છે, બંધનું જ કારણ છે. અને ભગવાન જ્ઞાયકને બંધસ્વભાવી રાગ સાથે ભેળસેળ ન કરતાં, અર્થાત્ રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં રહેતાં જે જ્ઞાનભાવ પ્રગટ થયો તે જરાપણ બંધક નથી. જ્ઞાનભાવ પ્રગટતાં મિથ્યાત્વ અને અનંતાબંધીનો જરાય બંધ થતો નથી. લ્યો, આનું નામ ધર્મ છે અને આ ધર્મી છે. (૬-૨૪૯) (૮૭૯ ) રાગની એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાનભાવ અને અજ્ઞાનપૂર્વકના રાગદ્વેષ બંધનું કારણ બને છે. પુણ્ય-પરિણામને કરવું એ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી ભગવાન આત્માનો સ્વભાવ નથી; એ તો અજ્ઞાનભાવ છે અને તે-પૂર્વકના કષાયભાવ મિથ્યાત્વાદિના બંધનું કારણ થાય છે. પણ જેણે રાગથી પોતાના જ્ઞાયતત્ત્વને ભિન્ન પાડયું ને પર્યાયમાં જ્ઞાન અને આનંદનો સ્વાદ લીધો છે એવા ધર્મીને પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા જે જડ પરમાણુઓદર્શનમોહનો થોડો અંશ અર્થાત્ સમ્યકમોહનીયના રજણો જે ક્ષયોપશમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ અધ્યાત્મ વૈભવ સમકિત પ્રગટ થયું છે છતાં હોય છે તે, તથા અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્ત્રવધૂત પ્રત્યયો છે, પણ તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી તેને માટીના ઢેફાં સમાન છે. જેમ માટીનાં ઢેફાં અજીવ છે, શય છે, તેમ એ પ્રત્યયો પણ અજીવ અને જ્ઞય છે. જેમ માટીનાં ઢેફાં પુદ્ગલસ્કંધો છે તેમ એ પ્રત્યયો પણ તેવો જ સ્કંધો છે. (૬-ર૬૦). (cco) - મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના પરિમાણુઓ જેઓ જડ અચેતન છે તે માત્ર કાર્પણ શરીર સાથે બંધાયેલા છે, જીવ સાથે નહિ. મિથ્યાત્વાદિ જડ પ્રત્યયોને આત્મા સાથે સંબંધ નથી. વળી પર્યાયમાં દ્રવ્ય કર્મ સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેને જ્ઞાનીએ તોડી નાખ્યો છે, એટલે દ્રવ્યકર્મને પુદગલ કાર્પણ શરીર સાથે જ સંબંધ છે. સદાય ચૈતન્ય ઘનસ્વરૂપ ભગવાન આત્માને તો દ્રવ્યકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ; અને આવા આત્માની જેને દૃષ્ટિ થઈ છે એવા જ્ઞાનીએ પર્યાયમાં જે નિમિત્તપણાનો સંબંધ છે તે તોડી નાખ્યો છે. તેથી સમકિતીને મિથ્યાત્વ પ્રકૃતિ કદાચ સત્તામાં હોય તોપણ તે પ્રકૃતિના પરમાણુને કાર્પણ શરીર સાથે સંબંધ છે, જીવ સાથે નહિ. જ્ઞાનીને દ્રવ્યાસવો સાથે સંબંધ છે જ નહિ. (૬-ર૬૧) (૮૮૧) ભાઈ ! અભિપ્રાય અને અભિપ્રાયના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો, પણ પરિણમનમાં જઘન્યતા છે તેની અપેક્ષાએ તેને અલ્પ રાગાંશ વિદ્યમાન છે અને એટલું બંધન છે એમ કહ્યું. ગણધરદેવને પણ જે રાગ બાકી છે તે બંધનું જ કારણ છે, તીર્થકરને પણ જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી રાગ છે અને તે રાગ તેમને પણ અવશ્ય બંધનું કારણ છે. ભાઈ ! વીતરાગી વાણીમાં જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ. તીર્થકર હો કે ગણધર હો, ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી રાગ જરૂર આવે છે. સાધકદશામાં જેટલો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તેટલી જ્ઞાનધારા છે, મુક્તિમાર્ગ છે અને જેટલો રાગ છે તે કર્મધારા છે, જરૂર બંધનું કારણ છે. જ્ઞાનીને પણ રાગ બંધનું જ કારણ છે. શુભરાગથી કલ્યાણ થશે, પરંપરા મુક્તિ થશેએવી માન્યતાનો અહીં નિષેધ કરે છે. બંધનું કારણ તે વળી મોક્ષનું કારણ થાય ? (ન થાય). જે શુભરાગને મુક્તિનું કારણ માને છે તેની શ્રદ્ધામાં બહુ ફેર છે; ને જીવો મિથ્યાદષ્ટિ છે, જૈન નહીં. તેઓ અનંત સંસારી છે. (૬-૨૭ર) (૮૮૨) રાગની ક્રિયામાં ધર્મ માને તેને તો મિથ્યાત્વનો બંધ થાય છે. ભગવાન આત્મા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૨૩ અંદર સદા અબંધસ્વરૂપ છે તેનો મહિમા કરી તેમાં અંતર્લીન થવું તે અબંધ-પરિણામ છે. (૬-૩૦૭) (૮૮૩) અહા ! જુઓ! જૂનાં કર્મો તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સત્તામાં પડયાં છે પણ જ્ઞાનીને એના ઉદયકાળમાં, દષ્ટિના વેદનમાં આત્માના આનંદનું વેદન છે તેથી તેને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ થતા નથી અને તેથી તેને તે ઉદય ખરી જાય છે અને નવા બંધનું કારણ થતો નથી. પંરતુ જ્યારે તે જ આત્મા ચૈતન્યસ્વભાવની દૃષ્ટિથી ભ્રષ્ટ થઈ પર્યાયબુદ્ધિ થઈ જાય છે વા રાગની રુચિપણે પરિણમી જાય છે ત્યારે મિથ્યાત્વસંબંધી રાગદ્વેષના સદ્દભાવને લીધે દ્રવ્યપ્રત્યયો એટલે પૂર્વે બંધાયેલાં કર્મો નવા કર્મબંધનું કારણ થાય છે. રાગાદિભાવોનો સદ્ભાવ થતાં તેને નવા બંધનું અનિવાર્યપણું છે અર્થાત્ હવે તેને નવું બંધન થશે જ. જૂના કર્મના ઉદયને, અજ્ઞાનીનો સ્વભાવથી ભ્રષ્ટ થવાથી ઉત્પન્ન થયેલો રાગદ્વેષનો ભાવ હેતુનો હેતુ હોવાથી અર્થાત્ નવીન બંધનું નિમિત્ત હોવાથી તેને બંધન થશે જ. અજ્ઞાની થતાં દષ્ટિ પલટી જવાથી રાગાદિભાવોનો સભાવ થાય છે અને તે નવીન કર્મબંધનું નિમિત્ત થવાથી તેને જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થશે જ. (૬-૩૪૦) (૮૮૪) ભગવાન આત્માનો અત્યાગ તે અબંધ છે અને તેના ત્યાગથી બંધન જ છે. કોઈ કર્મને લઈને આમ છે (બંધન છે) એમ વાત નથી. કર્મના જોરને લઈને ભગવાન આત્માનો ત્યાગ થાય અને કર્મ મંદ પડે તો તેનો અત્યાગ રહે એમ છે નહિ. (કર્મ તો બાહ્ય નિમિત્તમાત્ર છે)... બાપુ! આ સમયે જ છૂટકો છે, અન્યથા નરક અને નિગોદના ભવ કરી-કરીને તારાં છોતાં નીકળી જશે. આજેય જેને લોકો જીવ માનવાને હા ન પાડે એવા નિગોદના અનંત જીવો છે. ત્યાં અક્ષરના અનંતમા ભાગે ઉઘાડ રહી ગયો છે જેની કોઈ ગણતરી નથી. ભગવાન ! આ સમજ્યા વિના અનંતકાળ તું આવી સ્થિતિમાં રહ્યો હતો. બાપુ! સ્વરૂપની સમજણનો ત્યાગ કરે તો એનું પરંપરા ફળ નિગોદ જ છે. સમજાણું કાંઈ...? (૬-૩૪૬) (૮૮૫) આહાહા... ! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તેને જેણે ઉપાદેય કરી સત્કાર્યો, સન્માન્યો, આશ્રયભૂત કર્યો તે હવે ત્યાગવાયોગ્ય નથી કેમકે એના અત્યાગથી અર્થાત ગ્રહણથી-આશ્રયથી બંધ થતો નથી. શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માનો ત્યાગ ન થાય. જુઓ આ ત્યાગ અને અત્યાગની વ્યાખ્યા ! વસ્તુ આત્મા અતીન્દ્રિય આનંદનો શુદ્ધ ચૈતન્યગોળો છે. એની પર્યાયમાં પુણ્ય-પાપ આદિ વિકાર હો, પણ વસ્તુના સ્વભાવમાં એ છે નહિ. આવી વસ્તુને જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪ અધ્યાત્મ વૈભવ સમ્યગ્દષ્ટિએ અનુભવી, આદરી, સત્કારી, સ્વીકારી વા ઉપાદેયપણે ગ્રહણ કરી તેને કર્મબંધન થતું નથી, અહાહા....! નિજ ચૈતન્યવસ્તુના અત્યાગથી કર્મબંધન થતું નથી. (૬-૩૪૬ ) (૮૮૬) ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ જેને ઉપાદેયપણે અનુભવ્યો તે ત્યાગવાયોગ્ય નથી. સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના ત્યાગથી જ-એનો અનાદર-અરુચિ કરવાથી જ બંધન છે. સ્વભાવનો ત્યાગ એ જ બંધન છે અને એનો અત્યાગ એ જ અબંધન અર્થાત્ મુક્તિ છે. (૬–૩૪૬) (૮૮૭) કહે છે-જે કોઈ બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ આસ્રવભાવથી બંધાયા છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય અનાકુળ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. આવા આત્માને પુણ્ય-પાપના ભાવ વડે પર્યાયમાં બંધ થાય છે. આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો ભાવ બધો રાગ છે, આસ્રવ છે, વિકાર છે, વિભાવ છે અને એ જ બંધ છે, એક આત્મજ્ઞાન જ અબંધ છે. (૬-૪૩૮) (૮૮૮) જ્ઞાની શુભાશુભ પરિણામની મધ્યમાં રહેલો હોય છતાં તેને કર્મ બંધાતું નથી. કેમ? કેમકે શુભાશુભના કાળે પણ તેની દષ્ટિ શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર છે. જ્યારે અજ્ઞાની કર્મથી બંધાય છે. કેમ? કેમકે એની દષ્ટિ શુભાશુભ પરિણામમાં છે. શુભાશુભ પરિણામ જ હું છું એમ અજ્ઞાનની પરિણામ ઉપર દૃષ્ટિ છે તેથી તે બંધાય છે. આવો જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે. (૭-૩૮૨) (૮૮૯) જ્ઞાની શુદ્ધ ચૈતન્યમય પોતાના અબંધ પરિણામનો કર્તા છે, તે બંધભાવનો વિકારનો કર્તા થતો નથી તેથી તેને બંધ થતો નથી, પરંતુ જે જ્ઞાની શુદ્ધ જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનપણે પરિણમે છે તો બંધ થાય છે. અહા ! તેને જો પરમાં મીઠાશ આવી જાય, રસ આવી જાય તો પરમાં એકપણું પામતા તેને સ્વયં જ્ઞાનનું અજ્ઞાન થાય છે અને તેથી તેને બંધ થાય છે, પણ બહારના વિષયો તેને બંધ કરે છે એમ નથી. (૭-૪૦૩) (૮૯૦), જુઓ, ક્ષણિક રાજાએ સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું. પરંતુ અહા ! જ્યાં સમ્યગ્દર્શન પામ્યા ત્યાં એકદમ ૩૩ સાગરોપમની જે સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ. અહીં તો આ કહેવું છે કે પરને લઈને બંધ નથી પણ પરમાં જે એકપણાની આસક્તિ છે તેનું બંધન છે. જ્ઞાનીને પરમાં આસક્તિ નથી તેથી બંધ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૨૫ નથી. તથા કિંચિત્ બંધ છે તે પણ કેવો ને કેટલો? જુઓને! અંતર્મુહૂર્તમાં ૩૩ સાગરની સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ. (૭-૪૦૪) (૮૯૧) જુઓ, સિદ્ધાંતમાં ઉપભોગથી જ્ઞાનીને બંધ કહ્યો નથી કારણ કે તેને તે જાતનો રસ નથી. જ્ઞાનીને કોઈ કર્મને કારણે સામગ્રી હોય ને તેમાં જરી રાગ આવી જાય તો બળજરીથી તે ભોગવે છે, તેમાં એને સુખબુદ્ધિ નથી. પુરુષાર્થની મંદતામાં રાગનું જોર છે એમ જાણીને ભોગવે છે, પણ ભોગવવાની ઇચ્છા નથી, સામગ્રીની ઇચ્છા નથી. માટે ત્યાં તેને બંધ કહ્યો નથી. ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે તો તેને ત્યાં બંધ કહ્યો નથી. ભાઈ ! આ તો થોડા શબ્દ ઘણું કહ્યું છે. ગાગરમાં સાગર ભર્યો છે. શું કહ્યું? કે રસ લઈને ભોગવે તો અવશ્ય બંધ થાય. ભોગવવાનો જે રસ છે તે અપરાધ છે અને તેથી રસ લઈને ભોગવે તો અપરાધી થતાં જરૂર બંધ થાય. પણ જ્ઞાનીને રસ નથી, ઇચ્છા નથી. (૭-૪૧૧) (૮૯૨) સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનની સાથે શુદ્ધતા તો પ્રગટી છે, ને તેમાં અંતર-એકાગ્રતાના વેપાર દ્વારા તે વૃદ્ધિ કરે છે, અતીન્દ્રિય આનંદરૂપી અમૃતના માલને વધારી દે છે. તેથી કહે છે, દુર્બળતાને લઈને જે બંધ થતો હતો તે હવે થતો નથી. અહા ! આત્મશક્તિનો વધારનાર હોવાથી તેને દુર્બળતાથી થતો બંધ થતો નથી. અહો! અલૌકિક વાત છે! આચાર્ય અમૃતચંદ્ર એકલાં અમૃત રેડ્યાં છે. અહા ! કહે છે-આનંદ-આનંદ-આનંદ-અનાકુળ આનંદ વધી જવાને કારણે સમકિતીને દુર્બળતાથી થતો બંધ થતો નથી પણ જે દુર્બળતા છે તે નાશ પામી જાય છે. અહા! જ્યાં સબળતા પ્રગટી ત્યાં દુર્બળતા નામ અશુદ્ધતા નાશ પામી જાય છે અને તેથી તેને બંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે. અહા ! આવો અલૌકિક મારગ ! બાપુ! જેના ફળમાં અનંત આનંદ આવે, અહાહા...! સાદિ અનંત અનંત સમાધિ-સુખમય મોક્ષદશા પ્રગટે તે ઉપાય પણ અલૌકિક જ હોય ને! (૭-૫૧૩) (૮૯૩) લ્યો, આ મૂળ વાત કીધી. મિથ્યાત્વ કહેતાં વિપરીત માન્યતા અને અનંતાનુબંધીનું પરિણમન એ જ બંધ થવામાં મુખ્ય કારણ છે. મિથ્યાત્વની સાથે રહેલો કષાય તે અનંતાનુબંધી કષાય છે. અને તેને જ બંધનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે. પરંતુ સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ પણ નથી અને અનંતાનુબંધી કષાય પણ નથી. સમ્યગ્દષ્ટિને તો તે બન્નેનો અભાવ છે... જુઓ, મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ભૂમિકામાં જેવો બંધ થાય છે તેવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૬ અધ્યાત્મ વૈભવ બંધ જ્ઞાનીને થતો નથી. અને તે અપેક્ષાએ તેને બંધ નથી એમ અહીં કહેવામાં આવ્યું છે. મિથ્યા શ્રદ્ધાનને અનંતાનુબંધી કષાય જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે. એ જ બંધનું ને સંસારનું મૂળ કારણ છે. અહા! આત્મા જ્ઞાની થયો ત્યાં અનંત સંસારનું બંધન રહ્યું નહિ ને જે અલ્પ બંધન છે તેની, કહે છે, ગણતરી શું? ‘વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં રહેવાની અવિધ શું?' મોટો આંબો કે મોટી આંબલી હોય, પણ તેનું મૂળ નીચેથી કાપી નાખે તો પછી પાંદડાં રહેવાનો કાળ કેટલો ? બહુ થોડા; કેમકે તેને પોષણ નથી તેમ મિથ્યાત્વાદિ નાશ પામી જતાં કિંચિત્ બંધન છે પણ તેને પોષણ નથી, તે બંધન નાશ પામી જવા માટે જ છે. ( ૭-૫૫૪) (૮૯૪ ) રાગનું ઉપયોગમાં એકત્વ થવું એનું નામ બંધતત્ત્વ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. તેના ઉપયોગમાં–જ્ઞાનમાં વિકારનું-રાગનું એકત્વ થવું તે બંધતત્ત્વ છે. જડ (૮-૧૨ ) કર્મનો બંધ એ તો બાહ્ય નિમિત્ત છે. (૮૯૫ ) શુભભાવ ભલો ને અશુભ બૂરો એવા બે ભાગ શુદ્ધ ચૈતન્યના એકાકાર (ચિદાકાર) સ્વભાવમાં નથી. અજ્ઞાનને લઈને મિથ્યાદષ્ટિએ એવા બે ભાગ પાડયા છે. પણ એ વિષમતા છે અને તે બંધનું કારણ છે. ભગવાન સિદ્ધ તો પૂરણ સમભાવે-વીતરાગભાવે પરિણમ્યા છે તેથી ત્યાં કર્મયોગ્ય પુદ્દગલો હોવા છતાં પણ સિદ્ધ ભગવાનને બંધ નથી. માટે કર્મયોગ્ય પુદ્દગલોથી ભરેલો લોક બંધનું કારણ નથી. મન-વચન-કાયની ક્રિયાસ્વરૂપ યોગ બંધનું કારણ નથી. જો યોગની ક્રિયા બંધનું કારણ હોય તો યથાખ્યાત સંયમીઓને પણ બંધ થવો જોઈએ; અકષાયી વીતરાગી મુનિવરને યોગની ક્રિયા હોય છે, તો તેને પણ બંધ થવો જોઈએ. અગિયારમે-બારમે ગુણસ્થાને શુક્લધ્યાનમાં પણ મનનું નિમિત્ત છે, મનની ક્રિયા છે, છતાં ત્યાં કષાય નથી તેથી બંધ થતો નથી, કેમકે યોગની ક્રિયા બંધનું કારણ નથી. તેરમે ગુણસ્થાને કેવળીને પણ વચનયોગ છે, કાયયોગ છે, પરંતુ ત્યાં કષાય નથી તેથી બંધ થતો નથી. આ પ્રમાણે સિદ્ધ થયું કે યોગ તે બંધનું કારણ નથી. જો કરણો બંધનું કારણ હોય તો પૂર્ણ વીતરાગપણે પરિણમેલા કેવળી અરિહંતોને પણ બંધ થવો જોઈએ, કેમકે તેમને કરણો નામ ઇન્દ્રિયો તો છે. પણ એમ બનતું નથી. તેથી સિદ્ધ થયું કે અનેક પ્રકારનાં કરણો બંધનું કારણ નથી. મિથ્યાદષ્ટિને બંધ છે કેમકે રાગથી સંયુક્તપણું જ બંધનું કારણ છે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી બંધ થતો હોય તો ઇયાંસમિતિપૂર્વક પ્રમાદરહિત યત્નાચાર વડે વિચરતા મુનિવરોને પણ બંધ થવો જોઈએ કેમકે તેમને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૨૭ પણ સમિતિપૂર્વક વિચરતાં શરીરના નિમિત્તથી સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત થાય છે. પરંતુ તે મુનિવરોને બંધ થતો નથી તેથી સિદ્ધ થયું કે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત બંધનું કારણ નથી. (૮–૧૬) ( ૮૯૬ ) ઉપયોગમાં રાગનું કરવું અર્થાત્ રાગની સાથે એકત્વબુદ્ધિ કરવી તે બંધનું કારણ છે જ્યારે ઉપયોગમાં વીતરાગસ્વરૂપનું પ્રગટ કરવું તે અબંધનું કારણ છે, આનંદનું કારણ છે, સુખનું અને શાંતિનું કારણ છે. લ્યો, આવી વાત! અરે! સત્ય જ આ છે. બહારની ચીજ જે રાગ કે જે એના (નિર્મળ) ઉપયોગમાં નથી તે બહારની ચીજને ઉપયોગમાં એકાકાર કરવી એ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. ( ૮–૧૮ ) (૮૯૭) પ્રશ્નઃ- - જ્ઞાનીને મિથ્યાત્વ ગયા પછી રાગ તો રહે છે? તે એને બંધનું કારણ છે કે નહિ ? સમાધાનઃ- - સમાધાન એમ છે કે જ્ઞાનીના એ રાગનું બંધન મિથ્યાત્વના બંધની અપેક્ષાએ અત્યંત અલ્પ છે તેથી એને ગૌણ કરીને તેને બંધ નથી એમ કહ્યું છે; કેમકે મુખ્યપણે તો જ્ઞાનમાં રાગના એકત્વરૂપ મિથ્યાત્વ જ બંધનું કારણ છે. બીજી રીતે કહીએ તો વ્યવહા૨૨ત્નત્રયનો જે રાગ છે એ બંધનું કારણ છે એ અહીં સિદ્ધ નથી કરવું પણ વ્યવહારત્નત્રયનો જે શુભરાગ-શુભોપયોગ છે તેને આત્મા સાથે એકત્વ કરવું, ભેળવી દેવું તે બંધનું કારણ છે એમ અહીં સિદ્ધ કરવું છે. વળી બીજી જગ્યાએ જ્યાં મોક્ષનું કારણ સિદ્ધ કરવું હોય ત્યાં એમ આવે કે-નિશ્ચય-રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એ મોક્ષનું કારણ છે અને વ્યવહારત્નત્રયનો જે રાગ છે તે બંધનું કારણ છે. પણ એ તો (સમકિતીને ) મોક્ષના કારણની ને બંધના કારણની ભિન્નતા ત્યાં સ્પષ્ટ કરવી છે. અહીં તો મિથ્યાદષ્ટિને કેમ બંધ છે એ સિદ્ધ કરવું છે. તેથી એને તો રાગનું ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે એમ સિદ્ધ કર્યું છે. આવી વાત છે. ( ૮–૧૮ ) ( ૮૯૮ ) -પ્રભુ! આ તારા હિતની વાત છે. શું? કે રાગને-પુણ્ય-ભાવને ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે અને રાગને ઉપયોગથી ભિન્ન પાડીને એકલો (નિર્ભેળ) ઉપયોગ કરવો એ અબંધ-મોક્ષનું કારણ છે. આ મહાસિદ્ધાંત છે. આમાં જરાય બાંધછોડ કે ઢીલાપણું ચાલી શકે નહિ. રાગથી લાભ થાય એમ માને એ તો રાગથી પોતાનું એકત્વ કરનારો છે; તે મિથ્યાદષ્ટિ છે અને તેને બંધ જ થાય; મોક્ષ ન થાય, આવી વાત છે! અહાહા...! અહીં કહેવું છે કે આત્માના ચૈતન્યના વેપા૨માં રાગનું એકત્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ અધ્યાત્મ વૈભવ કરવું છોડી દે કેમકે ઉપયોગમાં ચૈતન્યની પરિણતિમાં રાગનું એકત્વ કરવું એ બંધનું કારણ છે. ભાઈ ! ચાહે તો દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો રાગ હો, ચાહે મહાવ્રતાદિનો વિકલ્પ હો, વા ચાહે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો-એને ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા સાથે એકત્વ કરે એ મિથ્યાત્વ છે અને એ જ સંસાર અને ચાર ગતિમાં રખડવાનું મૂળિયું છે. શું કહ્યું? ભક્તિ કે વ્રતાદિના વિકલ્પ તે મિથ્યાત્વ છે એમ નહિ, પણ તે વિકલ્પને-રાગને ઉપયોગમાં એકમેક કરવો તે મિથ્યાત્વ છે અને તે બંધનું સંસારનું મૂળ કારણ છે. (૮-૧૯) (૮૯૯) અહાહા..! આવા અબદ્ધસ્કૃષ્ટ પ્રભુ આત્માને જેણે દૃષ્ટિમાં લીધો છે તેને બંધન છે નહિ. ભગવાન આત્મા અંદર અબંધસ્વરૂપ છે અને તેને દૃષ્ટિમાં લેનારાં પરિણામ પણ રાગ ને પરના સંબંધ રહિત અબંધ જ છે. અહાહા...! જેણે રાગથી ભિન્ન પડીને અંદર અબંધસ્વરૂપ ભગવાન આત્માને ભાળ્યો છે તેને બંધનરહિત જ અમે કહીએ છીએ એમ કહે છે. જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પોતાના ભગવાનના ભેટા થયા ને! ભલે પર્યાયમાં ભગવાન આવ્યા નથી પણ પર્યાયમાં ભગવાનના જ્ઞાન-શ્રદ્ધાન આવી ગયાં છે. પહેલાં પર્યાયમાં રાગની એકતા આવતી હતી અને હવે પર્યાયમાં રાગ વિનાનો આખો ચૈતન્યનો પુંજ પ્રભુ આવ્યો છે. અહાહા...! રાગનો અભાવ થઈને પર્યાયમાં પૂરણ દ્રવ્યસ્વભાવ જણાયો છે, એવા સ્વભાવદષ્ટિવંતને, અહીં કહે છે, બંધ નથી, નિબંધતા છે. આવી વાત છે બાપુ! દુનિયા સાથે મેળવવા જઈશ તો મેળ નહિ ખાય. (૮-૨૧) (૯00) સમ્યગ્દષ્ટિને બહારના સંયોગો, પહેલાં મિથ્યાદષ્ટિ હતો ત્યારે જે હતા તેવા જ હોવા છતાં તે બંધાતો નથી. સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં સમ્યગ્દષ્ટિ છે, કાય-વચન-મનની ક્રિયા પણ તે જ પ્રમાણે કરતો હોય છે, તે જ અનેક પ્રકારના કરણો નામ ઇન્દ્રિય વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો હોય છે તો પણ તે કર્મરજથી બંધાતો નથી. ગજબ વાત! કેમ બંધાતો નથી? કારણ કે બંધનું કારણ જે મિથ્યાત્વ વા જ્ઞાનમાં રાગનું એક કરવું–તેનો તેને અભાવ છે. ભાઈ ! મિથ્યાત્વ એ જ સંસાર, એ જ આસ્રવ અને એ બે બંધનું મૂળ કારણ છે. બીજી વાતને (-અસ્થિરતાને) ગૌણ કરીને સમ્યગ્દષ્ટિને રાગના યોગનો જે અભાવ છે તેની મુખ્યતાથી તે નિબંધ જ છે, બંધાતો નથી એમ કહ્યું છે. (૮-૨૯) (૯૦૧) -સમ્યગ્દષ્ટિને બંધનું કારણ જે રાગનો યોગ તેનો અભાવ છે. એટલે કે તેને પોતાના સચ્ચિદાનંદસ્વરૂપમાં જોડાણ થયું હોવાથી તેના મહિમા આગળ રાગનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૨૯ મહિમા તેને ભાસતો નથી અને તે રાગમાં જોડાણ-સંબંધ કરતો નથી. જેમ બીજાં પદ્રવ્ય છે તેમ રાગને પણ પર તરીકે જાણે છે. તેથી તેને બંધ થતો નથી. (૮–૩૨ ) (૯૦૨ ) જુઓ, ધર્મી પુરુષો અવાંછક હોય છે. તેમને રાગની રુચિ વિના જે બાહ્યવ્યવહારપ્રવૃત્તિ થાય છે તે બંધનું કારણ થતી નથી. તેથી કાંઈ તેમને સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી. શું કહ્યું? ગમે તેમ ખાઓ, પીઓ ને કામ-ભોગમાં પ્રવર્તો-એમ નિરંકુશ પ્રવર્તન કરવાનું કહ્યું નથી. ધર્મીને તો જે ક્રિયા થાય છે તેનો તે જાણનાર રહે છે અને તેથી તેને એ ક્રિયાથી બંધ નથી. પણ સમકિતીના નામે કોઈ ગમે તેમ સ્વચ્છંદ પણે વિષય-કષાયમાં પ્રવર્તે તેને તો તે પ્રવર્તન-આચરણ બંધનું જ ઠેકાણું છે, કેમકે બંધનું કારણ જે રાગાદિ તેના સદ્ભાવ વિના નિરંકુશ પ્રવર્તન હોતું નથી. (૮-૪૪) (૯૦૩) ૫૨ની ક્રિયા થાય એનો જાણના૨ રહેવું અને એ ક્રિયા હું કરું છું એમ તેનો કર્યાં થવું એ બંને તદ્દન વિરુદ્ધ છે; તેથી એક સાથે જ્ઞાતાપણું ને કર્તાપણું સંભાવી શકતું નથી. જ્ઞાતા રહે તે કર્તા નથી અને કર્તા થાય તે જ્ઞાતા નથી. ત્યાં જ્ઞાતા રહે તેને બંધ નથી કેમકે તેને બંધનું કારણ જે રાગાદિનો સદ્દભાવ તેનો અભાવ છે; જ્યારે કર્તા થાય તેને અવશ્ય બંધ થશે કેમકે તેને રાગાદિનો સદ્દભાવ છે. અહા ! રાગાદિને ૫૨ની ક્રિયાનો હું કરનારો છું એમ માનશે તેને મિથ્યાત્વ થશે અને તેથી તેને બંધ થશે જ. આવી વાત છે. (૮-૪૪) (૯૦૪ ) અત્યારે કોઈ પંડિતો કહે છે-હું ૫૨ને જીવાડું-એવો અધ્યવસાય (૫૨માં એકત્વબુદ્ધિ ) બંધનું કારણ છે, પણ એને જીવાડવાનો ભાવ કાંઈ બંધનું કારણ નથી. અરે ભાઈ! તું શું કહે છે આ? આ બહારની ખાલી પંડિતાઈ તને નુકસાન કરશે બાપુ! આ ચોખ્ખું તો અહીં લીધું છે કે- ‘એવો જે અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદષ્ટિને છે, તે જ ( અધ્યવસાય ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (મિથ્યાદષ્ટિને ) શુભા-શુભ બંધનું કારણ છે. ' લ્યો, આમાં સ્પષ્ટ ભાષામાં લીધું કે-તે અધ્યવસાય પોતે રાગાદિરૂપ અર્થાત્ રાગ-દ્વેષમોહરૂપ, પુણ્ય-પાપરૂપ હોવાથી શુભાશુભ બંધનું કારણ છે. જીવાડવાનો શુભભાવ પણ બંધનું જ કારણ છે. સમજાણું કાંઈ..! (૮–૧૦૩) (૯૦૫ ) મિથ્યા નામ અસત્ય દૃષ્ટિ છે જેને તેને અજ્ઞાનથી જન્મતો જે આ રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. ભગવાન આત્મા તો શુદ્ધ ચિન્માત્ર વસ્તુ છે; તેમાં રાગ-વિકાર છે નહિ. છતાં રાગ-વિકાર સાથે એકપણું માનવું તે અજ્ઞાનથી જન્મતો રાગમય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૦ અધ્યાત્મ વૈભવ અધ્યવસાય છે અને તે જ કહે છે, બંધનું કારણ છે. એમ નક્કી કરવું. (આ સામાન્ય કથન અહાહા...! કહે છે-પુણ્ય-પાપરૂપ બંધમાં બેમાં કારણનો ભેદ ન પાડવો. એમ ના માનવું કે પુણ્યબંધનું કારણ બીજું છે અને પાપબંધનું કોઈ બીજું છે. અહાહા...! ભગવાન આત્મસ્વભાવમાંથી તો રાગની ઉત્પત્તિ થતી નથી; પણ આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય એ એક જ શુભાશુભ બંધનું કારણ છે એમ કહે છે. (૮-૧૦૭) (cos) અહા ! હું પર જીવને મારી શકું છું' એવો જે ભાવ તે પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવપ્રાણનો ઘાત છે. તેવી રીતે “હું પરને જીવાડી શકું છું' એવો ભાવ પણ પોતાના શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવપણાનો ઘાત છે. તે જ નિશ્ચયે બંધનું કારણ છે. (૮-૧૧૩) (૯૦૭) અધ્યવસાયશબ્દ ચાર રીતે વપરાય છેઃ૧. મિથ્યાશ્રદ્ધાનરૂપ સ્વ-પરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય તે બંધનું કારણ છે. ૨. પરમાં સુખ છે, પુણ્યથી ધર્મ છે, પાપમાં મઝા છે-ઇત્યાદિ સ્વ-પર સંબંધી મિથ્યાબુદ્ધિસહિત વિભાવભાવ તે અધ્યવસાય બંધનું કારણ છે. ૩. પરમાં એત્વબુદ્ધિ ન હોય છતાં પરસમ્મુખતાના જે વિભાવ પરિણામ જ્ઞાનીને થાય છે તે કિંચિત્ બંધનું કારણ છે. ત્યાં એકત્વબુદ્ધિજનિત અનંત સંસારના કારણરૂપ બંધ નથી તેથી એને ગૌણ ગણી બંધ ગણવામાં આવેલ નથી એ બીજી વાત છે, બાકી એ પરિણામ છે એ અપેક્ષાએ તે અધ્યવસાય બંધનું કારણ છે. અહીં તે ગૌણ છે. ૪. જે પરિણામમાં પ્રજ્ઞાછીણી વડે રાગ ને આત્માનો ભેદ કરીને શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મામાં એકત્વ કર્યું છે એવા નિર્મળ પરિણામને પણ અધ્યવસાય કહે છે, તે અધ્યવસાય મોક્ષનું કારણ છે. આ પ્રમાણે જ્યાં જે અર્થ થતો હોય ત્યાં યથાસ્થિત તે અર્થ કરવો જોઈએ. અજ્ઞાનીને પરમાં એકતાબુદ્ધિપૂર્વક જે અધ્યવસાય છે તે બંધનું જ કારણ છે, જ્યારે જ્ઞાનીને પરની એકતાબુદ્ધિરહિત પરિણામ હોય છે તે મુખ્યપણે બંધનું કારણ નથી. ભાઈ ! આવો મોટો ફેર છે. પોતાને મન ફાવે તેમ અર્થ કરે તે ન ચાલે. સમજાણું કાંઈ....? (૮-૧૧૬) (૯૦૮) મિથ્યાદષ્ટિ, પોતે છે તો નિત્ય નિરંજન જ્ઞાનના નિર્મળ ઉપયોગસ્વરૂપ, પણ તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૧ બંધ ઉપયોગભૂમિમાં રાગથી એકત્વ કરે છે અને માટે તે અધ્યવસાય તેને બંધનું જ કારણ થાય છે. તથા જે જ્ઞાનના પરિણામ ભગવાન શાયકના ત્રિકાળી નિર્મળ ઉપયોગમાં એકત્વ કરે છે તે અધ્યવસાય મોક્ષનું કારણ બને છે. આવી વાત છે. જ્યાં જેમ હોય તેમ યોગ્ય સમજવું જોઈએ. (૮-૧૧૬) (૯૦૯). શું કીધું? જૂઠું બોલવાની ભાષા હું કરી શકું છું –એ અધ્યવસાય મિથ્યાત્વ છે, બંધનું જ કારણ છે. બોલવાપણે જે વચન છે તે તો ભાષાવર્ગણાનું કાર્ય છે ભાઈ ! તને જૂઠું બોલવાના અશુભ ભાવ થાય તે ભાવ અને જૂઠા વચન સાથે તું એકત્વ કરે, તે ક્રિયામાં અહંકાર કરે તે મિથ્યા શલ્ય છે પ્રભુ! અને તે પાપબંધનું જ એકમાત્ર કારણ છે. તેવી રીતે અદત્તગ્રહણ-બીજાની ચીજ હું ચોરીને લઈ શકું છું એવો અધ્યવસાય પણ મિથ્યાત્વ છે ને પાપબંધનું કારણ છે. ભાઈ ! અદત્તગ્રહણમાં થતી જડની ક્રિયામાં અને તને થતા ચોરીના અશુભભાવમાં અહંકાર કરે કે કેવી અમે સિફતથી ચોરી કરી? પણ એ અધ્યવસાય મહા પાપબંધનું કારણ છે એમ કહે છે. તેવી રીતે અબ્રહ્મમાં વિષયનો-મૈથુનનો જે ભાવ છે તે અશુભભાવ છે. ત્યાં તે મૈથુનના અશુભભાવની અને શરીરની ક્રિયા જે મૈથુનની થાય તે હું કરી શકું છું એવો અધ્યવસાય મિથ્યાત્વભાવ છે. અહાહા..! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવમાત્ર બ્રહ્માનંદસ્વરૂપ છે. અને શરીર તો જડ ભિન્ન છે. ત્યાં વિષયસેવનમાં શરીરની ક્રિયા જે થાય તે હું કરું છું એમ માને તે મિથ્યાત્વ છે. તેનું ફળ અનંત સંસાર છે. તેમ પરિગ્રહમાં હું વસ્ત્ર રાખી શકું છું, પૈસા રાખી શકું છું, પૈસા કમાઈ શકું છું, પૈસાની વ્યવસ્થા કરી શકું છું, સોનું-ચાંદી-જવાહરાત રાખી શકું છું, શરીર, વાણી ઇત્યાદિ પરની ક્રિયા કરી શકું છું એવો જે પરના પરિગ્રહરૂપ એકત્વનો અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે અને તે ચારગતિરૂપ સંસારમાં રખડવાનું કારણ છે. આ પ્રમાણે અજ્ઞાનીને અસત્ય, અદત્ત, અબ્રહ્મ, અને પરિગ્રહમાં જે પરના એકત્વરૂપ અધ્યવસાય છે તે પાપબંધનું કારણ છે. અહા ! વીતરાગનો મારગ બહુ જુદો છે ભાઈ ! જે જ્ઞાનની પર્યાયનું પરિણમન એકલું પરસમ્મુખપણે થાય તે મિથ્યાત્વસહિત હોવાથી મિથ્યાજ્ઞાન છે અને તે બંધનું - સંસારનું કારણ બને છે. જ્યારે જે જ્ઞાનનું પરિણમન ભગવાન શાયકની સન્મુખ થઈને થાય તે સમ્યજ્ઞાન છે અને તે મોક્ષનું કારણ છે. (૮-૧૧૭). (૯૧૦) અહા! અહિંસામાં “હું પરને જીવાડી શકું છું, બીજા જીવોની દયા પાળી શકું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૨ અધ્યાત્મ વૈભવ છું' એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે ને પુણ્યબંધનું કારણ છે. આવું લ્યો! ભાઈ ! આ તો વીતરાગના કાયદા બાપુ ! અહાહા..! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા જેને એક સમયમાં સત્ય અને અસત્ય બધું જ્ઞાનમાં આવ્યું એ ભગવાનની વાણીમાં આ આવ્યું કે-પરની અહિંસા કરી શકું છું, એકેન્દ્રિયાદિ છ કાયના જીવોની દયા કરી શકું છું એવો અભિપ્રાય મિથ્યા છે અને તે પુણ્યબંધનું કારણ છે. ભાઈ ! પુણ્યબંધનું કારણ કહ્યું માટે હરખાવા જેવું નથી હો; કેમકે પુણ્યને પાપ-બન્નેમાંય બંધનું કારણ તો અહંકારયુક્ત એક મિથ્યા અધ્યવસાય જ છે. તેથી પુણ્ય સારં-ભલે ને પાપ ખરાબ એમ ફેર ન પાડવો. બન્નેય બંધની અપેક્ષાએ સમાન જ છે. જેમ અહિંસામાં તેમ સત્યમાં-હું સત્ય બોલું છું, વા ભાષા સત્ય કરી શકું છું એવો અધ્યવસાય તે મિથ્યાત્વભાવ છે. અરે ભાઈ ! જે ભાષા બોલાય તે તો જડ શબ્દવર્ગણાનું કાર્ય છે. તેને ચેતન કેમ કરે? તથાપિ હું (ચેતન) આમ સત્ય વચન બોલી શકું છું, અને હું બોલું તો બોલાય ન બોલું તો ન બોલીય એમ જે માને છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. અહા ! સત્ય બોલવાનો ભાવ અને ભાષાના જડ પરમાણુઓની ક્રિયા હું કરું છું એમ જે માને છે તે મિથ્યાત્વભાવ છે. ત્યાં સત્ય બોલવાના શુભભાવથી પુણ્યબંધ થાય છે પણ સાથે અનંત સંસારનું બીજ એવું મિથ્યાત્વ તો ઊભું જ છે તેમ દત્તમાં, દીધા વિના લેવું નહિ, દીધેલું લેવું-એવો અચૌર્યનો ભાવ તે શુભભાવ છે. ત્યાં એ શુભભાવનો હું સ્વામી છું, ને દીધેલી પર ચીજ હું લેવી હોય તો લઉં, ન લેવી હોય તો ન લઉં-એમ પરદ્રવ્યની ક્રિયાનો હું સ્વામી છું એવો અધ્યવસાય કરે તે મિથ્યાત્વભાવ છે. ભાઈ ! પરદ્રવ્ય આવે તે એના કારણે ને ન આવે તે પણ એના કારણે; એમાં તારું કાંઈ કર્તવ્ય નથી, છતાં તે દીધેલું હું લઈ શકું છું આવો શુભ અધ્યવસાય પુણ્યબંધનું કારણ છે અને ભેગું મિથ્યાત્વ તો ઊભું જ છે. તેમ બ્રહ્મચર્યમાં, “હું શરીરથી બ્રહ્મચર્ય પાળી શકું છું” એવો અધ્યવસાય મિથ્યાત્વભાવ છે; એનાથી પુણ્યબંધન થાય છે. અહા ! શરીર તો જડ ભિન્ન દ્રવ્ય છે. આને બ્રહ્મચર્ય પાળવાનો ભાવ થયો હોય ત્યાં શરીરની વિષયની ક્રિયા ન થઈ તો “મેં ન કરી તો ન થઈ ' -એમ જડની ક્રિયાનું કર્તાપણું માને તે અધ્યવસાય મિથ્યાત્વ છે; કેમકે શરીરની ક્રિયા જે સમયે જે થાય તે તો તેના રજકણો સ્વતંત્રપણે કરે છે. ત્યાં હું વિષય ન લેવું એવો ભાવ શુભભાવ છે તેથી પુણ્યબંધ થાય છે પણ સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે. તેવી રીતે અપરિગ્રહમાં હું પરિગ્રહરહિત છું, વસ્ત્ર છોડીને નગ્ન થયો છું અને ઘરબાર સર્વ છોડ્યાં છે-એવો જે અપરિગ્રહનો અભિમાનયુક્ત અધ્યવસાય છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૩૩ તે મિથ્યાત્વભાવ છે કેમકે પર વસ્તુનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં ક્યાં છે? અરે ભાઈ ! નગ્નપણું એ તો શરીરની જડની અવસ્થા છે. તેને તું (-ચેતન) કેમ કરે? અને વસ્ત્રાદિ તારામાં કે દિ' હતાં તે તે છોડ્યાં? વાસ્તવમાં પરવસ્તુનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ મિથ્યાત્વભાવ છે. પરવસ્તુને હું છોડું એવો અધ્યવસાય પુણ્યબંધનું કારણ થાય છે, પણ સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે. આ પ્રમાણે પાંચ અવ્રત છે તે પાપ છે અને પાચ મહાવ્રત છે તે પુણ્ય છે; અને તે હું કરું” એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે અને તે પાપ ને પુણ્યબંધનું કારણ થાય છે. મહાવ્રતના પરિણામ પણ હું કરું એવી જે એકત્વબુદ્ધિ છે તે મિથ્યાત્વસહિત પુણ્યબંધનું કારણ છે, પણ જરીય ધર્મ નથી. સમજાણું કાંઈ....? (૮-૧૧૮) (૯૧૧) શું કહે છે? કે આ શરીર, ધન, લક્ષ્મી ઇત્યાદિ “આ બધું મારું છે' એવી જે મમતાબુદ્ધિનો ભાવ છે તે જ બંધનું કારણ છે, ધનાદિ બાહ્ય વસ્તુ નહિ. નહિતર તો જેને ઝાઝી લક્ષ્મી હોય તેને તે ઝાઝા-વધારે બંધનું કારણ થાય અને થોડી લક્ષ્મી હોય તેને તે થોડા બંધનું કારણ થાય. પણ એમ હોતું નથી. કોઈ દરિદ્રી હોય પણ અંદર મમતાથી ખૂબ તૃષ્ણાવાન હોય તો તેને વિશેષ ઝાઝો પાપબંધ થાય, અને કોઈ સંપત્તિ-વૈભવશીલ હોય પણ અંદરમાં મમતારહિત હોય તો તેને અતિ અલ્પ બંધ થાય. જુઓ, ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હોય તેને છ ખંડની સંપતિનો વૈભવ છે, પણ તેને અલ્પ બંધ છે, કેમકે તેને રાગમાં ને બાહ્યવૈભવમાં ક્યાંય મમતા નથી. રાગ નથી. આ પ્રમાણે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, પણ તેમાં એકત્વનો અધ્યવસાય જ બંધનું કારણ છે. (૮-૧૨૫) (૯૧૨) હિંસામાં, શરીરનું બળી જવું, શરીરાદિ પ્રાણનું વિખરાઈ જવું ઇત્યાદિ બાહ્ય ક્રિયા આના (-જીવના) પરિણામમાં નિમિત્ત છે; ત્યાં એ પરિણામ બંધનું કારણ છે, પણ એ શરીરની ક્રિયા બંધનું કારણ નથી. તેમ શરીરથી વિષયની ક્રિયા થાય એ ક્રિયા બંધનું કારણ નથી, પણ હું શરીરથી વિષય સેવન કરું એવો આને જે અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એ અધ્યવસાયને શરીરની ક્રિયા આશ્રયભૂત નિમિત્તભૂત છે, પણ એ શરીરની ક્રિયા બંધનું કારણ નથી. શરીર તો જડ પરવસ્તુ છે. એ જડની ક્રિયા આને બંધનનું કારણ કેમ થાય? ન થાય. તેમ “હું જૂઠું બોલું” એવો જે અસત્યમાં અધ્યવસાય છે તે જ પાપબંધનું કારણ છે. જૂઠું બોલવાના અધ્યવસાયને ભાષાવર્ગણાના નિમિત્ત હો, પણ એનાથી પાપબંધ નથી. અહીં તો આ સિદ્ધાંત છે કે-આ હું (પરનું) કરું છું, અને એમાં મને મઝા છે' ઇત્યાદિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ અધ્યાત્મ વૈભવ જે મિથ્યાભાવ છે એ જ બંધનું કારણ થાય છે, બાહ્યવસ્તુ કે બાહ્યવસ્તુની ક્રિયા નહિ. (૮-૧૨૭) (૯૧૩) અહાહા...! શિષ્ય પૂછે છે કે જો અધ્યવસાય એક જ બંધનું કારણ છે અને બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, આ શરીરની ક્રિયા, સ્ત્રી-કુટુંબ પરિવાર, ધનાદિ સામગ્રી બંધનું કારણ નથી તો સ્ત્રી-પુત્ર પરિવાર છોડો, ઘર છોડો, ધનાદિ છોડો એમ ઉપદેશ કરવામાં આવે છે તેનું શું કારણ છે? સ્ત્રીનો સંગ ન કરો, વ્યભિચારી પુરુષોનો પ્રસંગ ન કરો, કંદમૂળનું સેવન ન કરો, રાત્રિભોજન ન કરો ઇત્યાદિ પરવસ્તુનો આપ નિષેધ કરો છો અને વળી પરવસ્તુ બંધનું કારણ નથી એમ પણ કહો છો તોએ પરવસ્તુનો નિષેધ ભગવાન! આપ શા કારણથી કરો છો? તેનું સમાધાનઃ અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે શું કીધું? કે પર જીવોને મારું જીવાડું, પરની સાથે વ્યભિચાર કરું ઇત્યાદિ એવો જે અધ્યવસાય-એત્વપણાનો મોહ છે તેનો નિષેધ કરવા માટે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અહા ! અંદર અભિપ્રાયમાં જે વિપરીત ભાવ છે એના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કરાવ્યો છે. અહાહા..! કોઈને બહારમાં પરિગ્રહના ઢગલા હોય, હીરા, માણેક, મોતી, જવાહરાત, સ્ત્રી-પુત્ર, રાજસંપત્તિ ઇત્યાદિ ઢગલાબંધ હોય; ત્યાં એ બાહ્ય ચીજો બંધનું કારણ નથી એ તો સત્ય જ છે, પણ એમના તરફના આશ્રયનવાળો મમતાનો જે વિપરીત અભિપ્રાય છે તે બંધનું જ કારણ છે તેથી તે મોર્યુક્ત વિપરીતભાવના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કહેવામાં આવ્યો છે. (૮-૧૨૮) (૯૧૪) અહીં પરનો આશ્રય અને સ્વનો આશ્રય એમ બે વાત છે. તેમાં પરના આશ્રયે જે એકત્વબુદ્ધિથી પરિણામ થાય તેને બંધ કહ્યો, બંધનું કારણ કહ્યું. અને સ્વભાવ અંદર જે શુદ્ધ ચૈતન્યરસ-જ્ઞાનાનંદરસથી પરિપૂર્ણ એવું ધ્રુવ તત્ત્વ એના આશ્રયે મોક્ષ કહ્યો, મોક્ષનું કારણ કહ્યું. અહીં આ બે ચોખ્ખા ભાગ પાડવા છે કે સ્વના આશ્રયે મોક્ષ ને પરના આશ્રયે બંધ. વળી ત્યાં પરચીજ છે તે બંધનું કારણ નથી અને સ્વવસ્તુ ત્રિકાળી આત્મા છે તે મોક્ષનું કારણ નથી એમ વિશેષ કહે છે. પરાશ્રિત અને સ્વાશ્રિત જે પરિણામ છે તે પરિણામ જ અનુક્રમે બંધ-મોક્ષનું કારણ છે. (૮–૧૩૬) (૯૧૫) આ બંધ અધિકારમાં તો પહેલેથી જ ન્યાયથી ઉપાડ્યું છે કે – જુઓ, જગતમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૩૫ કર્મના રજકણો ઠસોઠસ છે માટે આત્મા બંધાય છે એમ નથી, નહિતર સિદ્ધને પણ બંધ થાય. તેમ મન-વચન-કાયાના યોગની ક્રિયા થાય માટે આત્મા બંધાય છે એમ નથી; જો એમ હોય તો ભગવાન કેવળીને (યથાખ્યાત સંયમીને) પણ બંધ થાય. તેમ પાંચ ઇન્દ્રિયોની ક્રિયા પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો ભગવાન કેવળીને પણ બંધ થાય. તેમ ચેતનઅચેતનનો ઘાત પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો સમિતિરૂપે પ્રવર્તનારા મુનિવરોને પણ બંધનો પ્રસંગ આવે. આ પ્રમાણે પર વસ્તુ બંધનું કારણ નથી. તો બંધનું કારણ શું છે? તો કહે છે-ઉપયોગમાં જે રાગાદિ કરે છે તે એક જ બંધનું કારણ છે. અહાહા...! એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુઆત્મા એના જ્ઞાનસ્વભાવમાં ક્ષણિક વર્તમાન વિકારના-રાગાદિના પરિણામને એક કરે તે મિથ્યાત્વ બંધનું કારણ છે. શું કહે છે? કે ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવમય ત્રિકાળ જ્ઞાનના ઉપયોગરૂપ છે. તેના વર્તમાન વર્તતા જ્ઞાનના ઉપયોગમાં પુણ્ય-પાપરૂપ રાગાદિને, દયા, દાન આદિના વિકલ્પને જોડી દે-એક કરે તે મિથ્યાત્વભાવ છે અને તે જ સંસારનુંબંધનું કારણ છે. ભાઈ ! તારો આત્મસ્વભાવ, ભગવાન જ્ઞાનસ્વભાવ એ બંધનું કારણ નથી, તેમ પરવસ્તુ પણ બંધનું કારણ નથી. ફક્ત સ્વ-સ્વરૂપના પરિણામમાં પરને એક કરવું તે મિથ્યાત્વ જ બંધનું કારણ છે. આવી વ્યાખ્યા છે બાપુ! અહા! આ તો જિનવાણી માતાલોકમાતા ભાઈ ! (૮-૧૪૦) (૯૧૬) મુનિરાજ આમ સામું નીચું જોઈને ચાલે છે; ઇર્યાસમિતિપૂર્વક ત્યારે આમ પગ મૂકવા જાય ત્યાં કાળપ્રેરિત અર્થાત્ જેનું આયુષ્ય પૂરું થયું છે એવું જીવડું એકદમ ઝડપથી પગ નીચે ગરી જાય અને મરી જાય તોપણ મુનિરાજને હિંસા થતી નથી. તે ઊડતું જીવડું મરી ગયું એ મુનિરાજને બંધનું કારણ નથી, કેમકે મુનિરાજ “હું મારું-જીવાડું' –એવો અધ્યવસાય નથી. મુનિરાજને ઇર્યાસમિતિનો શુભભાવ છે, પણ બંધનું કારણ જે એકત્વબુદ્ધિનો અધ્યવસાય તે નથી. તેની માફક બાહ્યવસ્તુઓ જે બંધના કારણનું કારણ કહ્યું છે તે બંધનું કારણ નથી. જો બાહ્યવસ્તુ બંધનું કારણ માનવામાં આવે તો મુનિરાજને પગ તળે જીવડું મરી જતાં હિંસા થાય અને તેથી બંધ પણ થાય; પણ એમ નથી. કેમકે મુનિરાજ અંતરમાં શુદ્ધ પરિણતિયુક્ત છે, ઇર્યાસમિતિએ પરિણમેલા છે, મારવા-જીવાડવાના અધ્યવસાયથી રહિત છે. માટે તેમને જીવડું મરી ગયું એ બંધનું કારણ નથી. તેવી રીતે બાહ્યવસ્તુ જે બંધના કારણનું કારણ છે તે બંધનું કારણ નથી. બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં આવે તે અનેકાંતિક હેત્વાભાસ છે-એમાં વ્યભિચાર આવે છે. એટલે શું? કે બાહ્યવસ્તુને નિબંધપણે બંધનું કારણ પણું સિદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩s અધ્યાત્મ વૈભવ થતું નથી. તે ( બાહ્યવસ્તુ) નિયમરૂપ બંધનું કારણ બની શકતી નથી. (૮-૧૪૨) (૯૧૭) બાહ્યવસ્તુ જીવને અતભાવરૂપ છે, તે જીવના પોતાના ભાવરૂપ નથી. આ સ્ત્રી, કુટુંબપરિવાર ઇત્યાદિ પરજીવ, પૈસા, ધન-સંપત્તિ, શરીર, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ સઘળી પરવસ્તુ આત્માને અતભાવરૂપ છે, તે આત્માના ભાવરૂપ નથી, પરભાવરૂપ છે. તે જીવને બંધનું કારણ નથી. પરંતુ હું બીજાને જીવાડું-મારું, સુખી-દુઃખી કરું, કુટુંબને પાળું-પોષે ને નભાવું, ઘનાદિ સામગ્રી આપું-લઉં અને શરીરની ક્રિયા યથેષ્ટ કરું-એવો જે અહંકારરૂપ અધ્યવસાય છે તે જીવને તભાવરૂપ છે અને તે જ જીવને બંધનું કારણ છે. (૮–૧૪૩) (૯૧૮) અહાહા! હું બીજાને દુઃખી-સુખી કરું છું, બંધાવું-મુકાવું છું-એમ જે માને છે તે મૂઢ મિથ્યાષ્ટિ છે અને તે ચારગતિમાં અનંતકાળ રખડી ખાય છે. જુઓ, પહેલાં કહ્યું કે-તારા પરિણામ હોય કે હું પરને બંધાવું-મુકાવું તો પણ પર જીવ તો એના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતો નથી કે મુકાતો નથી. વળી કહ્યું કેતારા પરને બંધાવા-મુકાવાના અધ્યવસાય ન હોય તોપણ પર જીવો તો પોતાના સરાગવીતરાગ પરિણામથી બંધાય છે કે મુકાય છે. આમાં ખૂબી જોઈ ? એમ કે તારા અધ્યવસાય હોય કે ન હોય, પર જીવો તો પોતાના મિથ્યાત્વના ભાવને કારણે બંધાય છે અને વીતરાગભાવને કારણે મુકાય છે. એટલે કે તારું અધ્યવસાન તો પર જીવોને બંધાવામુકાવામાં ફોગટ વ્યર્થ છે. અહા ! આચાર્યદવે આમાં ગજબની ખૂબી નાખી છે. તારા પર જીવોને બંધાવામુકાવાના અધ્યવસાય ન હોય તોય પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામને કારણે બંધાય-મુકાય છે, અને તેને પર જીવોને બંધાવા-મુકાવાના પરિણામ હોય તો પણ પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતા-મુકાતા નથી. માટે તારા અધ્યવસાય પરમાં કાંઈ કરતા નથી. (૮–૧૫૮). (૯૧૯) જુઓ, “બીજાને હું પાપ બંધાવું જેથી તે નરકાદિ દુર્ગતિએ જાય' –એવો જે અધ્યવસાય છે તે અકિંચિત્કર છે કેમકે તે પરને બંધાવાનું કાર્ય કરી શકતો નથી. પરને બંધાવાનો અધ્યવસાય પરને બંધાવી શકતો નથી. વળી “બીજાને હું બંધાવું' એવો અધ્યવસાય ન હોય તો પણ બીજા પોતાના સરાગ-વિકારી પરિણામથી બંધાય છે. માટે પરને બંધાવાના તારા અધ્યવસાનના કારણે પર જીવ બંધાય છે એમ છે નહિ. પર જીવ તો પોતાના અજ્ઞાનમય રાગાદિભાવથી જ બંધાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૩૭ વળી તારો પરને મુક્ત કરવાનો અધ્યવસાય હોય તોપણ વીતરાગભાવ વિના, સરાગ પરિણામનો અભાવ થયા વિના તે મુકાતો નથી; અને પરને મુક્ત કરવાનો અધ્યવસાય ન હોય તોપણ વીતરાગભાવથી, સરાગ પરિણામના અભાવથી એની મુક્તિ થઈ જાય છે. માટે પરને મુક્ત કરવાના તારા અધ્યવસાનના કારણે પર જીવ મુકાય છે એમ છે નહિ. પર જીવ તો પોતના વીતરાગભાવથી જ મુકાય છે. અહા! આ તો એકલા ન્યાય ભર્યા છે. ભાઈ ! તારા પરિણામ એવા હોય કે આને હું બંધાવું-મુકાવું તોપણ એ સામો જીવ પોતાના સરાગભાવ વિના બંધાય નહિ અને પોતાના વીતરાગભાવ વિના મુકાય નહિ. વળી હું આને બંધાવું-મુકાવું-એવા તારા પરિણામ ન હોય તો પણ સામો જીવ પોતાના સરાગભાવથી બંધાય છે અને વીતરાગભાવથી મુકાય છે. આ પ્રમાણે પરના બંધ-મોક્ષમાં તારો અધ્યવસાય અકિંચિત્કર છે, અર્થાત્ કાંઈ પણ કરી શકતો નથી, માટે તે મિથ્યા-નિરર્થક છે. જીવના પરને દુઃખી-સુખી કરવાના, પરને મારવા-જીવાડવાના કે પરને બંધાવા-મુકાવાના અધ્યવસાન છે તે પરમાં અકિંચિત્થર હોવાથી પોતાની પ્રયોજનભૂત ક્રિયા-સ્વઅર્થક્રિયા કરતા નથી માટે તે મિથ્યા છે. અલબત્ત તે અધ્યવસાય પોતાના અનર્થ માટે સફળ છે, પણ પરમાં ક્રિયા કરવામાં નિષ્ફળ હોવાથી મિથ્યા છે. આવી વાત છે. (૮-૧૬૨ ) (૯૨૦) ત્યારે કોઈ વળી કહે છે-અહીં પરમાં એકત્વબુદ્ધિના અધ્યવસાનને બંધનું કારણ કહ્યું છે, તેથી કાંઈ દયાના ને વ્રતાદિના પરિણામ બંધનું કારણ નથી. ભાઈ ! એ તો મિથ્યાત્વ સહિતના પરની એકત્વબુદ્ધિના પરિણામ જે મિથ્યાષ્ટિને હોય છે તેને મુખ્ય ગણીને તેને બંધનું કારણ કહ્યું છે. બાકી દયા, દાન, વ્રત આદિના એકત્વબુદ્ધિરહિત જે પરિણામ સમ્યગ્દષ્ટિને હોય છે તે પણ બંધનું જ કારણ છે. તે અલ્પ બંધનું કારણ હોવાથી (દીર્ઘ સંસારનું કારણ નહિ હોવાથી) તેને ગૌણ ગણીને બંધમાં ગણ્યા નથી એ બીજી વાત છે, પણ તેથી જ તું એમ માનતો હોય કે એકત્વબુદ્ધિ વગરના રાગના પરિણામ (વ્યવહારના પરિણામ) કરવા જેવા છે, કેમકે તે બંધનું કારણ નથી, પણ મોક્ષનું કારણ છે તો તારી તે માન્યતા મિથ્યા-ખોટી છે; અર્થાત તને પરની એકત્વબુદ્ધિ મટી જ નથી. (૮-૨૦૮) (૯૨૧) ભાઈ ! ગુણ-ગુણીનો ભેદ પણ પરાશ્રય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે એમ ભેદ પાડવો તે પરાશ્રિત વ્યવહારનય છે, તે બંધનું કારણ છે. આવી ઝીણી વાત! (૮-૨૨૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ અધ્યાત્મ વૈભવ (૯૨૨) આત્મા ત્રણલોકનો નાથ પ્રભુ અંદર સદા એક જ્ઞાયકભાવપણે ભગવાન સ્વરૂપે બિરાજમાન છે. તેને દષ્ટિમાં લઈને તેનાં જ્ઞાન શ્રદ્ધાન કર્યા વિના જિનવરકથિત વ્યવહારની જેટલી ક્રિયાઓ કરવામાં આવે તે બધીય બંધનું કારણ થાય છે. અહા ! જેમાં અબંધસ્વરૂપી ભગવાન ન આવતાં બંધસ્વરૂપ એવા રાગાદિ આવે તે બધીય ક્રિયાઓ સંસારનું બંધનું કારણ થાય છે. થાય શું? એ ક્રિયાઓનો એવો જ સ્વભાવ છે. સમજાણું કાંઈ...? (૮-૨૩૯) (૯૨૩) અહા! જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. અહો ભેદજ્ઞાન! એની પ્રગટતા થતાં જીવ મુક્તિ પામે ને એના અભાવે સંસારમાં બંધાયેલો રહે. અહા ! ભેદજ્ઞાનનો અભાવ છે તે જ બંધન છે. રાગ ને જ્ઞાનને એક માની પ્રવર્તે તે બંધન છે, સંસાર છે. (૮-ર૬૦) (૯૨૪). સ્વદ્રવ્ય-પદ્રવ્ય કોને કહીએ? અહા ! પરદ્રવ્ય ત્રણ પ્રકારે છે: સચેત, અચેત અને મિશ્ર. ત્યાં અરિહંતનો આત્મા, સ્ત્રીનો આત્મા, નિગોદનો આત્મા એ બધા સચેત; એક પરમાણુથી માંડીને મહાત્કંધ એ અચેત છે અને શિષ્ય, નગર, સ્ત્રી-પરિવાર આદિ સહિત બધા મિશ્ર છે. આ કોઈ પણ-સચેત, અચેત કે મિશ્ર-પરદ્રવ્યનો આશ્રય લેતાં વિકાર જ થાય છે. ........... અહા ! જેના નિમિત્તે નવાં નવાં કર્મ બંધાય છે તે વિકારની સંતતિનું મૂળ પરદ્રવ્યનું સ્વામીપણું છે; અને સ્વદ્રવ્યનું સ્વામીપણું એ મુક્તિનું કારણ છે. અહા ! પર-આશ્રયે બંધ ને સ્વ-આશ્રયે મુક્તિ-આ સર્વનો સંક્ષેપમાં સાર છે. (૮-૩૫૮). (૯૨૫) અહા! અંદર સ્વરૂપમાં જાય તો એકલું ત્યાં અમૃત ભર્યું છે. પણ અજ્ઞાનીને સ્વરૂપની ખબર નથી અને તેથી તે રાગાદિને-ઝરને જ વેદે છે-અનુભવે છે અને હું સુખી છું એમ માને છે. તો વાસ્તવિક શું છે? અહાહા...! યથાર્થ ઉપદેશને પ્રાપ્ત થઈ કોઈ પરદ્રવ્યના નિમિત્તે થતા નૈમિત્તિક ભાવ-વિકારને છોડીને શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં અંતર્લીન થાય છે ત્યારે તેને શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટ થાય છે અને તેમાં તે નિરાકુલ આનંદને વેદ-અનુભવે છે. અહીં ! આવી નિજાનંદરસલીન દશા તે “નિજ ચાટે ને તે ધર્મ બાકી આ કરું ને તે તે કરું-એ બધા વિકલ્પ અધર્મ છે. (૮-૩૭૧). (૨૬) બંધ તો કાપવાથી-છેદવાથી કપાય છે, છેદાય છે. અહાહા..! અંદર શુદ્ધ દષ્ટિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ ૩૩૯ અને રમણતા કરે તો બંધ કપાય. પ્રજ્ઞાથી રાગને દ્વિધા-ભિન્ન કરે ને સ્વરૂપને અનુભવે તો બંધ કપાય. શુદ્ધને અનુભવતાં શુદ્ધતા થાય, અબંધ થાય; પણ અશુદ્ધતા કરતાં કરતાં શુદ્ધતાઅબંધતા ત્રણકાળમાંય ન થાય. બંધના સ્વરૂપના વિકલ્પમાત્ર કરવાથી જ બંધ કદીય ન કપાય. (૮-૩૮૨). (૯૨૭). રાગાદિક એટલે આ શુભાશુભ ભાવ, પુણ્ય-પાપના ભાવ એ બંધનું સ્વલક્ષણ છે. પુણ્ય-પાપના ભાવ કાંઈ આત્માનું લક્ષણ નથી. અહા ! પાપભાવ તો નહિ પણ પુણ્યના ભાવ પણ કાંઈ આત્માનું લક્ષણ નથી. અહા ! પુણ્યભાવથી અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરતાં કરતાં આત્મા જણાય એમ કોઈ કહે તો આ ખોટું છે. અહીં! એ બંધભાવથી અબંધ આત્મા કેમ પ્રાપ્ત થાય ? ન થાય. (૮-૪૦૭) (૯૨૮) પદ્રવ્ય એટલે વ્રત, તપ, ભક્તિ, દયા, દાન આદિ પરભાવોને જે પોતાના માની ગ્રહણ કરે છે એ અપરાધી એટલે ગુન્હેગાર છે. શું કહ્યું આ? કે દેગ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર-ભણતરનો રાગ અને પાંચમહાવ્રત, સમિતિ, ગુતિ આદિ વ્યવહારરત્નત્રયનો રાગ કે જેને ધર્મી પુરુષ પરદ્રવ્ય જાણે છે તેને પોતાનું માનવું તે અપરાધ-ગુન્હો છે; અને એવો અપરાધી જીવ બંધનમાં પડે છે. ભાઈ ! જેટલા વ્યવહારના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે બધા પરદ્રવ્ય છે. તેને જે ભલા અને સ્વદ્રવ્ય જાણે છે તે ગુન્હેગાર-ચોર-અપરાધી છે. (૮-૪૭૧) (૯૨૯) અહાહા....! જે મુનિરાજ સ્વદ્રવ્યમાં જ સંતુષ્ટ થઈ રમે છે તે નિરપરાધી છે. જે પરદ્રવ્ય-પરભાવને વાંછતો નથી પણ નિત્યાનંદ-સહજાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં જ ગુમ થઈ તૃતતૃત રહે છે તે નિરપરાધી છે અને તેથી તે બંધાતો નથી. કેટલાક કહે છે-અત્યારે શુદ્ધ ઉપયોગ નથી, માટે પુણ્ય એ જ ધર્મ છે. અરે! તું શું કહે છે ભાઈ? શુદ્ધ ઉપયોગ નથી તેથી શું પુણ્ય ધર્મ થઈ જાય? અહીં તો એને પરદ્રવ્ય કહે છે અને ગ્રહણ કરવું તે અપરાધ છે, બંધન છે. અરે ભાઈ ! પુર્ણ કરીને તો તું અનંતવાર નવમી રૈવેયક ગયો, પણ ભવભ્રમણ મટયું નહિ. અહા! પરદ્રવ્યને-પુણ્યને પોતાનું માને એ મહા અપરાધ છે અને એની સજા ચાર ગતિની જેલ છે. (૮-૪૭૧) (૯૩૦) જુઓ, જે ચોરી આદિ અપરાધ કરે તેને શંકા-ભય થાય કે મને કોઈ પકડશે, બંધનમાં નાખશે. પણ નિરપરાધને શંકા-ભય શું કામ થાય? જે નિરપરાધ છે એ તો નિર્ભય જ છે, તેને બંધનનો ભય નથી... Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates उ४० અધ્યાત્મ વૈભવ શું કીધું? કે જો આત્મા પરભાવને-શુભાશુભ રાગને ગ્રહણ કરે તો તેને ચોરીનો અપરાધ થાય છે, માટે તેને બંધની શંકા-ભય થાય જ. પણ જે પરભાવને ગ્રહે જ નહિ, એક શુદ્ધ આત્માને જ અનુભવે તે નિરપરાધી છે અને તેથી તેને બંધનની શંકા-ભય કેમ થાય? તેને બંધનનો ભય થતો નથી. (૮-૪૭૮) (૯૩૧) અહા ! વીતરાગ પરમેશ્વરની અકષાય કરુણાથી આવેલી આ વાણી સાંભળ તો ખરો પ્રભુ! વ્રત કરવાં ને તપ કરવાં ને ચોવિહાર કરવો-એ બધી ક્રિયા તો રાગ છે, તે અપરાધ છે, ગુન્હો છે, ચોરી છે. અહા ! તે અપવિત્ર, અશુદ્ધ, બાધક ને વિરાધક ભાવ છે. તે બંધનું કારણ છે. એક ભગવાન આત્મા જ પરમ પવિત્ર અબંધ છે. (૮-૪૮૧) (૯૩ર) સાપરાધ એટલે શુદ્ધ એક નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્માને છોડીને જે પુણ્ય-પાપના ભાવને પોતાના માને છે અને એનાથી પોતાને લાભ માને છે એવો આત્મા અનંત અનંત પુદ્ગલપરમાણમય કર્મોથી બંધાય છે. અહા ! જે ચીજ પોતાની નથી તેને પોતાની માને તે પ્રાણી ચોર છે, અપરાધી છે. તે નિયમથી કર્મો વડે બંધાય છે. પરંતુ નિરપરાધ એટલે રાગરહિત જે જ્ઞાનાનંદમય પોતાની ચીજ તેની દૃષ્ટિ કરી તેમાં જ જે જીવ રમે છે તેને કદાપિ બંધન થતું નથી. અહાહા! અશુદ્ધ ઉપયોગરૂપ પુણ્ય-પાપના ભાવથી રહિત જે શુદ્ધ ઉપયોગી છે તે આત્મા નિરપરાધી છે. એને બંધનનો કદી સ્પર્શ નથી. ધર્મી જીવ પોતાની જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસત્તાને સ્પર્શે છે, અનુભવે છે; પણ બંધનને એટલે કે જે રાગભાવ આવે છે તેને સ્પર્શતો નથી. અહો ! સંતોએ અતિ સ્પષ્ટ ઘોષણા કરી છે કે જે આત્મા પુણ્ય-પાપના અશુદ્ધ ભાવનું સેવન કરે છે તે અપરાધી-ગુન્હેગાર છે, અને તે નિરંતર કર્મથી બંધાય છે. અને જે આત્મા પુણ્ય-પાપથી રહિત શુદ્ધ એક ચૈતન્યના ઉપયોગમય, પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ ઇત્યાદિ અનંત શક્તિઓથી ભરેલો, સદા એકરૂપ, ભૂતાર્થ શુદ્ધ ચિઘન આત્માને “સાધુ” નામ સમીચીન પણે જેવી ચીજ છે તેને તે પ્રમાણે જ જાણીને-એની સેવન કરે છે તે નિરપરાધી છે ને તેને બંધન થતું નથી; તે બંધનને-રાગને સ્પર્શતો નથી. આવી વાત છે! સમજાણું કાંઈ...? (૮-૪૯૧) (૯૩૩) કોઈ પુરુષ લોખંડની સાંકળના દઢ બંધનમાં પડ્યો હોય અને વિચારે કે બંધન મહા દુઃખકારી છે. તો એટલા વિચારમાત્રથી બંધન છૂટે નહિ. વળી બંધનની ચિંતા જ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૧ કર્યા કરવાથી બંધન છૂટે નહિ. પણ આયુધ વડે તે બંધનને બેડીને તોડે તો તૂટે. તેમ આત્મામાં રાગ-દ્વેષ-મોહનું બંધન છે, અને તે દુઃખદાયક છે. પણ એટલા વિચારમાત્રથી કાંઈ બંધન છૂટે નહિ. વળી બંધનની ચિંતા કર્યા કરવાથી પણ બંધન છૂટે નહિ. પરંતુ ભેદવિજ્ઞાનરૂપી સુબુદ્ધિ પ્રગટ કરી રાગ અને જ્ઞાનને જુદા કરે તો બંધન છૂટે. સમ્યજ્ઞાનરૂપી તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી વડે પુણ્ય-પાપના ભાવ અને ભગવાન આત્મા ભિન્ન પડે છે. તો આવું ભેદ-વિજ્ઞાન પ્રગટ કરે તો તે બંધનથી છૂટે છે. કેટલાક લોકો જીવોની દયા પાળો, વ્રત પાળો, ત૫ કરો, ભક્તિ કરો-તે વડે ધર્મ થઈ જશે એમ કહે છે પણ એમની તે વાત ખોટી છે. તેઓ બંધનના કારણને ધર્મનું કારણ માને જેમ લોખંડની બેડી તીક્ષ્ણ આયુધ વડે છેદતાં બંધન તૂટે છે તેમ પ્રજ્ઞાછીણીને રાગ ને જ્ઞાનની સાંધમાં પટકતાં બન્ને છુટાં પડી જાય છે અને બંધન તૂટે છે. પુણ્ય-પાપથી મારી ચૈતન્યસ્વરૂપ ચીજ ભિન્ન છે એમ જાણી પોતાની ચીજમાં જ્ઞાનને એકાગ્ર કરવું એ પ્રજ્ઞાછીણી છે અને એ જ મોક્ષનો ઉપાય છે. (૮-પ૩૮) (૯૩૪) અહાહા..! અંદર આત્મા ચૈતન્ય મહાપ્રભુ શુદ્ધજ્ઞાનપ્રકાશનો પૂંજ છે. એ તો જ્ઞાનપણે પ્રકાશે કે રાગમાં અટકીને રાગને કરે ને રાગને વેદે? જે રાગ છે તે ભાવબંધ છે, અને જડ કર્મનો બંધ નિમિત્ત છે. અહીં કહે છે-જ્ઞાનપરિણત જીવ રાગ અને જડ કર્મબંધને દૂર રહી પૃથકપણે જાણે છે... જેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા એકલા જ્ઞાનપ્રકાશનો પુંજ ત્રિકાળ અતિ છે, એમ રાગાદિ બંધ પણ વર્તમાન અસ્તિ છે. અવસ્થામાં બંધ છે જ નહિ એમ નથી. પણ સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ તે રાગાદિ બંધભાવને દૂર રહીને જાણે છે, તેમાં ભળીને તેને કરે કે તેને વેદે એમ (૯-૯૫ ) (૯૩૫). ભગવાન આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે, તેને રાગનો બંધ થાય તે અજ્ઞાનનું માહાભ્ય છે. શું કીધું? પોતાના સ્વરૂપનું ભાન નથી એવું જે અજ્ઞાન તે બંધનું કારણ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ સદા અબંધસ્વરૂપ છે, તે રાગને સ્પર્શતો નથી. તથાપિ પ્રકૃતિ સાથે તેને જે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાભ્ય છે. ભાઈ ! તારી પર્યાયમાં તારી ભૂલથી તને બંધન છે. ભૂલ શું? કે પોતે પોતાને જાણો નહિ, પોતાના સ્વસ્વરૂપને જાણું નહિ તે ભૂલ છે અને તેથી બંધન છે. બંધન છે ત્યારે તો એનાથી છૂટવારૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપીએ છીએ. જે બંધન હોય જ નહિ તો મોક્ષ કાજે શુદ્ધાત્માને ધ્યાઓ” એમ ઉપદેશ કેમ દઈએ? પર્યાયમાં બંધન છે, અને એનાથી છૂટવાનો ઉપાય પણ છે. – પણ તેટલો જ આખો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨. અધ્યાત્મ વૈભવ આત્મા નથી. ને પર્યાયો વખતે જ આખો પરમભાવસ્વરૂપ પરમ પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા અનંતશક્તિઓથી પરિપૂર્ણ અંદર વિરાજી રહ્યો છે, –જેનું લક્ષ કરતાં બંધન ટળે છે ને મોક્ષ પ્રગટે છે. અહા ! આવો પવિત્ર સ્વરૂપ પ્રભુ આત્મા છે, એનું જ્ઞાન નથી એવા અજ્ઞાનનો એ મહિમા છે કે એને પર્યાયમાં બંધ છે. (૯-૧૦૯ ) (૯૩૬) અહાહા..! આ પુણ્ય-પાપના શુભાશુભ ભાવ જે અજ્ઞાનીને થાય તે અજ્ઞાન ચેતના છે, કેમકે તે ભાવમાં ચૈતન્યના સ્વભાવનો અભાવ છે. શું કીધું? દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ને હિંસા, જૂઠ, વિષય-વાસના આદિના ભાવ અજ્ઞાનચેતના છે, અને તેમાં એકાગ્ર થઈ તેમાં જે રમે તેને બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, અર્થાત્ તેને શુદ્ધતા પ્રગટ થતી જ નથી; અશુદ્ધતા થાય છે. બંધ જ થાય છે. પુણ્ય-પાપના ભાવ થાય તે કર્મચેતના છે; અને તેનું ફળ જે સુખ-દુ:ખ તે કર્મફળચેતના છે. બંને અજ્ઞાનચેતના છે. અહા ! તેમાં જે એકાગ્ર થાય તેને, કહે છે, બંધ દોડતો આવે છે. દોડતો આવે છે એટલે શું? કે તેને તત્કાલ બંધ થાય છે. અહી? તેને તત્કાલ જ દર્શનમોહનીય કર્મ બંધાય છે. સમજાણું કાંઈ.... ? ભાઈ ! કોઈ દસ-વીસ લાખ રૂપિયાનું દાન કરે, જિનમંદિર બંધાવે અને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તે તો, અહીં કહે છે, તેને બંધ દોડતો આવે છે, તેને તત્કાલ દર્શનમોહનીયનો બંધ થાય છે. તો શું તેને પુણ્યબંધ પણ નથી થતો? ભાઈ ! દાનમાં કદાચિત્ મંદરાગ કર્યો હોય તો પુણ્યબંધ અવશ્ય થાય પણ સાથે જ રાગમાં એકાગ્રતા-એકત્વ વર્તતું હોવાથી દર્શનમોહનો બંધ તત્કાલ જ થાય છે અને એ દીર્થ સંસારનું મૂળ છે. બાપુ! સંપ્રદાયમાં ચાલતી વાત અને આ વીતરાગની વાણીમાં આવેલી વાતમાં બહુ ફેર છે, ઉગમણા-આથમણો ફેર છે. શુભરાગમાં એકાગ્ર થતાં ધર્મ થાય એ વાત તો દૂર રહો, એનાથી મિથ્યાત્વનો બંધ થાય છે. (૧૦-૮૪) (૯૩૭). અરે ભાઈ ! અંદર તું પવિત્રતાનો પિંડ જ્ઞાનાનંદનો દરિયો છો ને પ્રભુ! અહાહા...! તેમાં જ એકાગ્ર થઈ ત્યાં જ તું રમે એમાં તારું હિત છે. અહા ! રાગનો સંબંધ તોડી તું પરમ એકત્વ-વિભક્ત સ્વભાવમાં એકત્વ સ્થાપી તેમાં જ લીન થાય એમાં તને સુખ થશે, શુદ્ધતા પ્રગટશે અને એ જ રીતે તને પરમાનંદસ્વરૂપ પરમપદ પ્રાપ્ત થશે. અહા ! પણ આવા નિજસ્વભાવનો ત્યાગ કરીને તું શુભરાગમાં એકાગ્ર થાય અને ત્યાં જ રમે તો, આચાર્ય ફરમાવે છે, તેને બંધ દોડતો આવશે, અર્થાત્ તરત જ તને મિથ્યાત્વનું બંધન થશે. અહો ! બહુ ટૂંકા શબ્દોમાં દિગંબર સંતોએ બહુ ચોખ્ખી વાત કરી છે. સ્વરૂપમાં રમે તો શુદ્ધતા ને સિદ્ધપદ અને રાગમાં રમે તો સંસાર. (૧૦-૮૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩. સંવ૨ (૯૩૮ ) સંવર થવા યોગ્ય સંવાર્ય એ જીવની પર્યાય છે. તે ભાવ-સંસાર છે. સંવર કરનાર સંવારક એ નિમિત્ત છે. સંવરની સામે જેટલો કર્મનો ઉદય નથી (અભાવરૂપ છે) એને દ્રવ્યસંવર કહે છે. એ બન્ને સંવર છે-એક ભાવ-સંવ૨ અને બીજો દ્રવ્ય-સંવ૨. (૧–૧૯૬ ) (૯૩૯) અહાહા...! જેટલો ધર્મ પ્રગટ થાય તેટલો અધર્મથી નિવૃત્ત થાય અને જેટલો અધર્મ આસ્રવથી નિવૃત્તા થાય તેટલો ધર્મમાં સ્થિર થાય છે, તેટલાં સંવ-નિર્જરા થાય છે. આ પચ્ચકખાણ કરો, સામયિક કરો, પોસા કરો, પ્રતિક્રમણ કરો, આ ત્યાગ કરો, તે કરો, ઇત્યાદિ કરો તો ધર્મ થાય, સંવર થાય એમ લોકો માને છે. પણ તે બરાબર નથી. આસ્રવ અને આત્માને ભિન્ન જાણ્યા નથી ત્યાં સંવર કેવો? જેનો વીતરાગ વિજ્ઞાનસ્વભાવ છે એવા આત્મામાં ઢળ્યા વિના આસ્રવથી નિવૃત્તિ થાય નહિ અને ત્યાં સુધી સંવર પ્રગટ થાય નહિ. અહા ! પુણ્ય-પાપના વિષમભાવથી ભેદજ્ઞાન થયા વિના સમતા જેનું મૂળ એવી સામાયિક કેમ થાય? ન થાય બાપુ! મન-વચન-કાયાની સરળતારૂપ પ્રવૃત્તિ થી પુણ્ય બંધાય, પણ ધર્મ (૪–૯૦) ન થાય. (૯૪૦) જુઓ, અનાદિથી મિથ્યાત્વ અને રાગદ્વેષે સંવરને ઉત્પન્ન થવા દીધો નથી તેથી આસ્રવને ગર્વ થયો છે કે-અનાદિકાળથી (નિગોદથી માંડીને) મેં મોટા મોટા માંધાતાઓને નીચે પાડયા છે. મોટાં રાજપાટ અને હજારો રાણીઓ છોડી જૈનનો વ્યલિંગી દિગંબર સાધુ થઈ જંગલમાં રહ્યો એવા માંધાતાઓને પણ મેં (-આસ્રવે ) પછાડયા છે-જીતી લીધા છે. દ્રવ્યલિંગી મુનિએ પંચમહાવ્રત, ગુપ્તિ, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ છે તેના પ્રેમમાં સંવરને ઉત્પન્ન થવા ન દીધો એટલે ત્યાં આસવનો જય થયો. દ્રવ્યલિંગી મુનિ પંચમહાવ્રત આદિ રાગની ક્રિયામાં સંતુષ્ટ થઈ મને સંવર થાય છે એમ આસ્રવની ક્રિયામાં સંવર માની એમાં ગર્વિત થયો અને પડયો; સંવર થયો નહિ તો આસવ જીત્યો. અહીં એમ કહે છે કે-આસવનો નાશ કરી જે સંવર પ્રગટ થયો તે હવે મોક્ષદશા પ્રગટ થાય ત્યાં સુધી પાછો હઠવાનો નથી એવો વિજય સંવરે પ્રાપ્ત કર્યો છે. રાગથી પૃથક થઈ જે એણે આસ્રવને જીત્યો તે જીત સદાય રહેશે એમ આ પંચમઆરાના મુનિવર કહે છે. અમારો ભગવાન જે આનંદનો નાથ એને અમે પકડયો છે અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates उ४४ અધ્યાત્મ વૈભવ તેને અનુભવીને અમે જે સંવર પ્રગટ કર્યો છે તે હવે પડશે નહિ; દ્રવ્ય પડે તો સંવર પડે. (દ્રવ્ય અવિનાશી છે તેથી સંવર હવે પડશે નહિ). અમોએ હવે શાશ્વત વિજય મેળવ્યો છે, હવે અમને આસ્રવ ઉત્પન્ન થશે નહિ. (૬-૩૬૫) (૯૪૧) - હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસના એ બધો પાપ-આસ્રવ છે અને વ્રત, તપ, ભક્તિ વગેરે પુણ્ય-આસ્રવ છે. અનાદિથી બન્ને આસ્રવ ગર્વ કરતા હતા કે-અમારી જીત છે. પરંતુ અહીં કહે છે-જ્ઞાનાનંદસ્વરૂપ જે ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન આત્મા તેનો અમે આશ્રય કર્યો છે અને તેથી આસ્રવને પછાડીને (-દૂર કરીને) અમને જે સંવર પ્રગટ થયો છે તેણે હવે શાશ્વત વિજય મેળવ્યો છે; અનંતકાળમાં હવે અમે પાછા પડવાના નથી. જેમ મોટાના કહેણ પાછાં ફરે નહિ તેમ અહીં કહે છે–અમોને જ્ઞાનનું (ભેદજ્ઞાનનું) બળ પ્રાપ્ત થયું છે, અમે કેવળજ્ઞાનને વરવા નીકળ્યા છીએ તે અમે પાછા ફરશું નહિ. અહાહા..કુંદકુંદાચાર્યદેવ પછી હજાર વર્ષે થયેલ આચાર્ય અમૃતચંદ્રદેવે ગજબની વાત કરી છે. અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાનનો ભલે વિરહ હો, પણ અંદરના ચિદાનંદ ભગવાનનો વિરહું તૂટી ગયો છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્માના અમને ભેટા થયા છે અને એની દષ્ટિપૂર્વક અમે એમાં ઠર્યા છીએ તેથી અમે કહીએ છીએ કે અમે સદાય માટે આસ્રવ ઉપર વિજય મેળવ્યો છે. હવે આસ્રવ વિજય પામે અને મિથ્યાત્વ અને રાગદ્વેષ થાય એમ કદીય બનશે નહિ. અહો ! શું અપ્રતિહત ભાવ અને શું માંગલિક ! અહો ! અસાધારણ માંગલિક કર્યું છે! આવી વાત બીજે ક્યાંય છે નહિ. ભગવાન (મહાવીર) પછી પંદરસો વર્ષે આચાર્ય અમૃતચંદ્ર થયા તે કહે છે-અમને પુર્ણાનંદનો નાથ ભગવાન આત્માના ભેટા થયા છે અને અમે સંવર પ્રગટ કર્યો છે, સમ્યગ્દર્શન-જ્ઞાન અને શાંતિની અદ્ભુત દશા પ્રગટ કરી છે; અમે આસ્રવ ઉપર કાયમી | વિજય મેળવ્યો છે. રાગથી ભિન્ન એવું જે ભેદજ્ઞાન અને પ્રગટ કર્યું છે તે હવે એમ ને એમ રહેશે, રાગમાં એકતા થશે એ વાત હુવે છે જ નહિ. અનંતકાળ પર્યત હવે અમારો વિજયડંકો છે અને આમ્રવની હાર છે. હવે અમે કેવળજ્ઞાન લઈશું જ. બાપુ! આ તો એકલું માખણ છે. જગત બહારમાં સ્ત્રીમાં, લક્ષ્મીમાં, બંગલામાં, આબરૂમાં સુખ કહ્યું છે પણ એ તો એકલા ઝેરના પ્યાલા છે અને આ (સંવરની દશા) નિર્વિકલ્પ અમૃતના પ્યાલા છે, (૬–૩૬૬) (૯૪૨) જ્ઞાનમયભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય છે એ ન્યાયે જ્ઞાનીને નવાં કર્મ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંવ૨ ૩૪૫ આવવાનું જે નિમિત્ત એવા રાગ-દ્વેષ-મોહની સંતતિ-પરંપરાનો નિરોધ થાય છે. લ્યો આ સંવર થયો. જ્ઞાનની ધારાવાહી એકાગ્રતાની પ્રગટતા અને રાગમય ભાવનો નિરોધ થવો એનું નામ સંવર છે. જ્યાં અચ્છિન્નધારાએ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માના અનુભવની પ્રગટતા થઈ ત્યાં રાગદ્વેષમોહની સંતતિ અટકી જાય છે; આનું નામ સંવર છે, ધર્મ છે. સંવર થતાં શુદ્ધ આત્માનો ભેટો થાય છે, ભગવાન નિર્મળાનંદના આનંદનો અનુભવ થાય છે. (૬-૪૦૭) (૯૪૩) અહાહા...! સ્વભાવસન્મુખ દષ્ટિ છે અને રાગથી ભિન્નતા થઈ છે તેને ધારાવાહી નિર્મળતા-પવિત્રતા પ્રગટ થાય છે. એને વર્તમાન કર્મનો સંવર થાય છે અને સંવ૨પૂર્વક પૂર્વ કર્મની નિર્જરા થાય છે. ત્યારે કોઈ કહે કે–ભગવાને તપથી નિર્જરા કહી છે; અનશન, ઉણોદર ઇત્યાદિ કરવાથી તપ થાય છે અને એના વડે નિર્જરા થાય છે. સમાધાનઃ- - ભાઈ! જેને તું તપ કહે છે તે વાસ્તવિક તપ ક્યાં છે? એને તો ઉપચારથી તપ સંજ્ઞા કહી છે. એવું (બાહ્ય ) તપ કાંઈ નિર્જરાનું કારણ નથી. ભાઈ ! તપ કોને કહેવાય તેની તને ખબર નથી. ભગવાન આત્મામાં અંદર ઉગ્ર ૨મણતા થવી એનું નામ તપ છે અને તે સંવરપૂર્વક જ હોય છે. અહીં એ જ કહ્યું કે-રાગથી ભિન્ન શુદ્ધ આત્માના અનુભવથી રાગનું અટકવું થાય છે અને એ રાગનો નિરોધ થઈ સંવર થાય છે. (૬-૪૦૯ ) (૯૪૪) અહા! અખંડ દષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તેને દૃષ્ટિમાં લઈ જે પરિણમ્યો તે અખંડ ધારાવાહી પોતાને શુદ્ધ જ અનુભવ્યા કરે છે. તેને રાગદ્વેષ-મોહરૂપી ભાવાસવો રોકાય છે અર્થાત્ પ્રગટતા નથી. તેથી તે શુદ્ધ આત્માને શુદ્ધતાને પામે છે અને એનું નામ સંવર છે. (૬-૪૧૦) (૯૪૫) શુભાશુભભાવ કેમ રોકાય? તો કહે છે કે રાગથી ભિન્ન પડેલા જ્ઞાને કરીને ભગવાન આત્માના આશ્રય વડે જ શુભાશુભભાવ રોકાય છે. શુભાશુભભાવમાં વર્તતા આત્માને રોકવો એ તો ઉપદેશની કથનશૈલી છે. ખરેખર તો ઉપયોગને આત્મામાં રોકવાથી-એકાગ્ર કરવાથી સંવર પ્રગટ થાય છે. અર્થાત્ આત્મા વડે આત્મામાં એકાગ્ર થતાં સંવર થાય છે. આત્મા કેવો છે? શુદ્ઘ દર્શનજ્ઞાનરૂપ ભગવાન આત્મા છે. આ દયા, દાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ અધ્યાત્મ વૈભવ આદિના વિકલ્પ તે આત્મા નહિ, એ તો અનાત્મા છે. આત્મા કોને કહીએ? જે શુદ્ધજ્ઞાનદર્શનસ્વરૂપ-જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ છે તે આત્મા છે. આવા પરમ પવિત્ર જ્ઞાનદર્શનરૂપ આત્માદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત કરીને એટલે કે સ્થિત કરીને સંવર-નિજસ્વરૂપ પ્રગટ થાય છે. અહાહા...! આચાર્ય અંતરની કેવી વાત કરે છે! કે શુભાશુભભાવ જે અશુદ્ધ છે તેને ભેદજ્ઞાનના અભ્યાસથી રોકીને પોતાને જ્ઞાનસ્વરૂપ આત્મદ્રવ્યમાં સુપ્રતિષ્ઠિત-સુસ્થિત કરવાથી ધર્મ-સંવર પ્રગટ થાય છે. (૬-૪૧૬) (૯૪૬). અહાહા...! ભગવાન ચિદાનંદસ્વરૂપમાં સ્થિર થતાં ઇચ્છા ઉત્પન્ન થતી નથી એટલે ઇચ્છાને રોકી–ત્યાગી એમ કહેવાય છે. આ પ્રમાણે ઇચ્છાતા-આસ્રવના નિરોધપૂર્વક સંવર પ્રગટ થાય છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર-એ પણ પરદ્રવ્ય છે. એ સમસ્ત પરિદ્રવ્ય પ્રત્યેની ઇચ્છાનો ત્યાગ કરતાં સર્વસંગરહિત થાય છે. અંતરમાં (અભિપ્રાયમાં) સર્વરાગથી રહિત થવાનું નામ સર્વસંગરહિતપણું છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો શુભરાગ પણ કર્તવ્ય કે ભલો છે એમ નથી એમ અભિપ્રાય થતાં સર્વસંગરહિત થાય છે. (૬–૧૪૭) (૯૪૭) ભેદવિજ્ઞાન વડે જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કારણો છે. તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવનો અભાવ થાય છે; આગ્નવભાવોનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે. લ્યો, રાગની એકતાના અધ્યવસાનનો અભાવ થવો, એનાથી આસ્રવનો અભાવ થવો, એનાથી કર્મનો અભાવ થવો, એનાથી નોકર્મ અને સંસારનો અભાવ થવોએમ સંવરનો ક્રમ છે. ભાઈ ! અંદર આત્મા સદા અબદ્ધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. ગાથા ૧૫માં આવે છે કેજે કોઈ આત્માને શુદ્ધોપયોગ વડ અબદ્ધ-સ્પષ્ટ દેખે, અનન્ય એટલે નર-નારકાદિ અનેરી અનેરી અવસ્થા રહિત સામાન્ય દેખે, નિયત અર્થાત્ હાનિ-વૃદ્ધિરહિત એકરૂપ દેખે, અવિશેષ અર્થાત્ ગુણભેદ વિનાનો અભેદ દેખે, અને અસંયુક્ત અર્થાત્ પુણ્ય-પાપના કલેશરૂપ ભાવથી રહિત દેખે તે સકલ જૈનશાસનને દેખે છે. અહો ! વીતરાગભાવ એ જૈનશાસન છે. વીતરાગસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને દેખવું એ જૈનશાસન છે, એ જ સંવર અને ધર્મ છે. (૬-૪૨૯) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંવર ३४७ (૯૪૮) ભાઈ ! વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ રાગ-શુભરાગ છે; એનાથી આત્મોપલબ્ધિઆત્માનો અનુભવ થતો નથી. દેહાદિ પરથી તો ભિન્ન અને રાગાદિ પરભાવથી-દયા, દાન, વ્રતાદિના રાગથી ભિન્ન પડે ત્યારે આત્માને આત્માની ઉપલબ્ધિ-અનુભવ થાય છે. સંવર છે તે રાગથી સર્વથા-સર્વ પ્રકારે ભિન્ન છે. આવો આત્માનુભવરૂપ સંવર-ધર્મ ભેદવિજ્ઞાનથી જ ( રાગથી નહિ) પ્રગટ થાય છે. લોકો દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભાચરણ કરીને માને છે કે એ વડે કલ્યાણ થશે પરંતુ એ તેમનો ભ્રમ છે. અહીં કહે છે-રાગથી ભેદ કરીને અંત:એકાગ્રતા વડે આત્માનો અનુભવ કરવો એ સંવર અને ધર્મ માને છે. “TS:' શબ્દ એમ બતાવે છે કે પ્રત્યક્ષ-સાક્ષાત્ સંવર આત્માના અનુભવથી થાય છે, અન્યથા નહિ. (૬-૪૩૧) (૯૪૯) પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ જે બાહ્ય આચરણ તેનાથી ભિન્ન પડતાં સ્વવસ્તુચિદાનંદઘન સ્વરૂપ પરમાત્મા પ્રત્યક્ષ જ્ઞાનમાં-અનુભવમાં આવે છે અને ત્યારે એને સાક્ષાત્ સંવર પ્રગટ થાય છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અને નિરાકુળ આનંદદશાની પ્રાપ્તિ એક ભેદવિજ્ઞાનથી જ થાય છે. (૬-૪૩૨) (૯૫૦) જેને ધર્મ પ્રગટ કરવો છે, જેને સંવર પ્રગટ કરવો છે વા મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે તેને ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ કરવો જ ઇષ્ટ છે કેમકે ભેદજ્ઞાન પ્રગટવાથી જ શુદ્ધ તત્ત્વની પ્રાતિ-અનુભવ થાય છે. રાગથી હું ભિન્ન છું એવા અભ્યાસ વડે પોતાને-આત્માને રાગથી અને નિમિત્તથી ભિન્ન પાડે ત્યારે તેને ભેદજ્ઞાનું “છત્તન' પ્રગટવું થાય છે અને ત્યારે તેને આત્માની ઉપલબ્ધિરૂપ-અનુભવરૂપ સંવર થાય છે. શું રાગથી સંવર થાય? રાગથી સંવર ન થાય; દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિના રાગથી સંવર ન થાય કેમકે રાગ તો આસ્રવ તત્ત્વ છે. જે રાગથી સંવર થાય એમ કોઈ માને તો તે આસ્રવ અને સંવરને એક માને છે; પણ એવી માન્યતા તો મિથ્યાત્વ છે. અહીં તો આ એક જ સિદ્ધાંત છે કે-નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા, ક્ષેત્રની અસંખ્ય પ્રદેશી અને ભાવથી અનંત અનંત જ્ઞાન, સુખ, વીર્ય, આનંદ આદિથી અભિન્ન એવા તેને નિમિત્ત અને રાગથી ભિન્ન પાડતાં અર્થાત્ નિમિત્ત અને રાગનું લક્ષ છોડી દેતાં ભેદજ્ઞાન પ્રગટવાથી સંવર પ્રગટ થાય છે. નિમિત્ત અને વ્યવહારના રાગનો અંતરમાં ભેદ કરવાથી સંવર પ્રગટ થાય છે. (૬-૪૪૩). (૯૫૧) જુઓ, આ સંવરનો ક્રમ! પરના ભેદ-અભ્યાસથી આત્માની પ્રાપ્તિ થઈ તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ અધ્યાત્મ વૈભવ પ્રથમ સંવર થયો અને આત્મલીનતા ક્રમે વધારી પરિપૂર્ણ લીનતા થતાં પૂર્ણ શુદ્ધતા સહિત કેવળજ્ઞાન પ્રગટ થયું, ચૈતન્યજ્યોતિનો શાશ્વત એકરૂપ ઉદ્યોત રહે તેવું જ્ઞાન પ્રગટ થયું. (૬-૪૪૬ ) (૯૫૨) આત્મામાં રાગનો અભાવ થઈને વીતરાગી પરિણતિનું થયું તે પરમ સંવર છે. ભાઈ ! આ વીતરાગી માર્ગ છે અને તેથી એમાં આત્માના આશ્રય જેટલી વીતરાગ પરિણતિ પ્રગટ થાય છે તેને સંવર નામ ધર્મ કહે છે. આસ્રવને રોકતાં સંવર થાય છે. કોઈ પંચમહાવ્રતના પરિણામને ધર્મ-સંવર કહે તો તે બરાબર નથી કેમકે એ તો આગ્નવભાવ છે. પુણ્યના સઘળા પરિણામ આસ્રવ છે અને બધાય રાગાદિ આગ્નવોને રોકવાથી સંવર થાય છે-એમ કહે છે. (૭-૪). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪. નિર્જરા Tછે (1) TV Apr તિ (૯૫૩). નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-બને નિર્જરા છે. નિર્જરવા યોગ્ય અશુદ્ધતા અને થવા યોગ્ય શુદ્ધતા એ જીવની પર્યાય છે. એ ભાવ-નિર્જરા છે. નિર્જરા કરનાર (દ્રવ્ય-કર્મનું ખરી જવું) એ નિમિત્ત છે-એ દ્રવ્ય-નિર્જરા છે. એ બન્ને નિર્જરા છે. (૧-૧૮૬) (૯૫૪) સંવરપૂર્વક અશુદ્ધતાનો નાશ થવો, શુદ્ધતાની વૃદ્ધિ થવી તથા તે કાળે દ્રવ્યકર્મનું સ્વયં ખરી જવું-નિર્જરી જવું તેને નિર્જરા કહે છે. નિર્જરાના ત્રણ પ્રકાર ૧. આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્યકર્મનો નાશ થાય છે તે દ્રવ્યનિર્જરા છે. ૨. ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવનિર્જરા છે; આ નાસ્તિથી નિર્જરાનું સ્વરૂપ છે. તથા ત્યાં ૩. જે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે અતિ સ્વરૂપથી ભાવનિર્જરા છે. શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે. જે કર્મનો નાશ થાય છે તે સ્વયં તેના કારણે થાય છે; તે કાંઈ વાસ્તવિક નિર્જરા નથી; પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધિની વૃદ્ધિ થવી તે વાસ્તવિક નિર્જરા છે. સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી અને નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થાય તે સંવર, શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિર્જરા અને શુદ્ધિની પૂર્ણતા થવી તે મોક્ષ છે. (૭-૩). (૯૫૫) રાગ કોને કહેવો? કે આત્મામાં પર તરફના વલણવાળી વૃત્તિનું ઉત્થાન થવું તે રાગ છે. હવે પર તરફના વલણવાળી વૃત્તિ નાશ પામી જતાં જે જ્ઞાન છે તે નિશ્ચલ થઈ અંદર સ્વભાવમાં ઠર્યું છે-સ્થિત થયું છે. જુઓ, આનું નામ ભેદવિજ્ઞાન છે, સંવર છે, અને સંવરપૂર્વક નિર્જરા છે. (૯૫૬) જ્ઞાનીને ઉપભોગ-જીવાદિ વિષયોનો ઉપભોગ-નિર્જરાનો હેતુ કેવી રીતે છે? જ્ઞાનીને રાગની રુચિ નથી; એટલે શું? અહાહા! જેને નિર્મળ નિજ જ્ઞાયકભાવમાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે એવા જ્ઞાનીને રાગમાં સુખબુદ્ધિ નથી. ઝીણી વાત છે ભાઈ ! સમકિતીને શુભાશુભ રાગ હોય છે પણ એ રાગનો આદર નથી, એ રાગમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૦ અધ્યાત્મ વૈભવ પ્રેમ-રુચિ નથી; અંતરમાં શુદ્ધ જ્ઞાયકમાં દષ્ટિ ભળવાથી તેને રાગનું પોસાણ નથી. તથાપિ નબળાઈને લીધે કિંચિત્ રાગ તેને થાય છે, દષ્ટિની પ્રધાનતામાં તેને (મિથ્યાત્વ સંબંધી) રાગદ્વેષ નહિ થતા હોવાથી ઉપભોગ નવા બંધનું નિમિત્ત થતા નથી અને દ્રવ્યકર્મ તે કાળમાં નિર્જરી જાય છે તેથી જ્ઞાનીને ઉપભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. શાસ્ત્રમાં જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ ગ્રહણ કરવું જોઈએ. (૭-૮) (૯૫૭) જે ચેતન-અચેતનનો ઉપભોગ અજ્ઞાનીને બંધનું નિમિત્ત થાય છે તે જ ચેતનઅચેતન દ્રવ્યોનો ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. કેમ? તો કહે છે કે જ્ઞાનીને રાગાદિભાવોનો અભાવ છે. જ્ઞાનીને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષનો અભાવ છે. તેને રાગની રુચિ નથી અને રાગની રુચિનું પરિણમન નથી તેથી રાગાદિભાવોનો તેને અભાવ છે. તે કારણથી સમ્યગ્દષ્ટિને ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત જ થાય છે, અર્થાત્ જૂનાં કર્મ ઉપભોગકાળે ખરી જાય છે. અહા! ગજબ વાત છે! અજ્ઞાનીને ઉપભોગમાં નવા કર્મ બંધાય છે જ્યારે જ્ઞાનીને ઉપભોગમાં જૂનાં કર્મ ઝરી જાય છે. અહો! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે! લોકોને તેના પરમ અદ્દભુત મહિમાની ખબર નથી. શુદ્ધિ દષ્ટિના જોરમાં-હું શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ છું-એવા એના આશ્રયમાં જ્ઞાનીને પરદ્રવ્યના ઉપભોગમાં રાગદ્વેષ થતા નથી એવો અલૌકિક મહિમા સમ્યગ્દર્શનનો છે. (૭-૯) (૯૫૮) જે અજ્ઞાનીનો ઉપભોગ છે તે જ ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત છે કેમકે જ્ઞાનીને રાગની રુચિનો અભાવ છે. કાંઈક રાગ છે તેથી જરા ઉપભોગમાં જોડાઈ જાય છે પણ તે અહીં ગૌણ છે. જ્ઞાની જોડાવા છતાં જોડાતો નથી એમ અહીં કહે છે. ઝીણી વાત છે ભાઈ ! જ્ઞાનીને આત્માની દૃષ્ટિ છે, રાગની દષ્ટિ નથી; અજ્ઞાનીને રાગની દૃષ્ટિ છે, આત્માની દૃષ્ટિ નથી. આત્માની દષ્ટિ અને રાગની દષ્ટિ-એ બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. અહા ! જેની દષ્ટિ નિજ જ્ઞાયકસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્ય પર પડી છે તેને દ્રવ્યન્દ્રિયો વડે ચેતનઅચેતનના ઉપભોગમાં રાગદ્વેષની હયાતી નથી એમ કહે છે અને તેથી તેનો ઉપભોગ દ્રવ્યનિર્જરાનું નિમિત્ત છે એમ કહ્યું છે. (૭-૧૦) (૯૫૯) જુઓ, નિર્જરા ત્રણ પ્રકારે છે. કર્મનું ખરી જવું તે (જડની નિર્જરા) દ્રવ્યનિર્જરા છે. અશુદ્ધતાનું ટળવું તે (પોતાની) ભાવનિર્જરા (નાસ્તિથી) છે અને શુદ્ધતાની વૃદ્ધિ થવા તે ભાવનિર્જરા (અસ્તિથી) છે. (૭-૨૦) (૯૬૦) પ્રશ્ન:-- અમે તો ઉપવાસ એટલે તપ થાય અને “તપરના નિર્નર’ તપથી નિર્જરા થાય છે એમ માનીએ છીએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા ૩પ૧ ઉત્તર- - ભાઈ ! તું જેને ઉપવાસ કહે છે એનાથી તો ધૂળેય નિર્જરા નથી, સાંભળને; ઉપવાસ કરવાનો ભાવ તો રાગ છે. અને રાગથી તો નિર્જરા નહિ. બંધન થાય છે. ઉપવાસ તો સત્યાર્થ એને કહીએ કે-ઉપ નામ સમીપ અને વાસ એટલે વસવું; અહાહા...! આનંદસ્વરૂપ નિજ આત્મામાં વસવું-ઠરવું એને ઉપવાસ કહે છે. બાકી તો બધા અપવાસ-અપ એટલે માઠા વાસ છે. રોટલા-પાણી છોડવાં એને અજ્ઞાની ઉપવાસ કહે છે પણ એ તો રાગમાં વસેલો (વાસ) અપવાસ છે, માઠો વાસ છે. (૭–૨૨). (૯૬૧) જેને પરમ વીતરાગીતત્ત્વ (શુદ્ધ આત્મદ્રવ્ય) દષ્ટિમાં આવ્યું છે એવા ધર્મીને તેની પરિણતિમાં-પર્યાયમાં વિરાગતા છે. તેને કર્મના ઉદયના નિમિત્તે જરી પર્યાયમાં સુખદુ:ખની અશુદ્ધતા વેદાય છે; છતાં તેનો તે સ્વામી થતો નથી. આ અનુકૂળતા ઠીક છે અને આ પ્રતિકૂળતા અઠીક છે એવા રાગદ્વેષના ભાવનો તેને અભાવ છે. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી ને? તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે. કિંચિત્ રાગ તેને હોય છે પણ તેને તે શ્રદ્ધાનમાં હેય માને છે, આદરણીય નહિ. ભોગના ભાવમાં એને સુખબુદ્ધિ કે આશ્રયબુદ્ધિ ક્યાં છે? ( નથી). તેથી તેને, તે ભોગનો ભાવ નવા બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરી જતો હોવાથી નિર્જરા જ થાય છે. જુઓ, “વમેવ” કેવળ જ એમ ટીકામાં પાઠ છે, મતલબ કે એકલી નિર્જરા થાય છે, જરા પણ બંધ નહિ. આથી જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ કહ્યું છે. તો શું ભોગ નિર્જરાનો હેતુ છે એમ માનવું? સમાધાન- - ભાઈ ! ભોગ તો રાગ છે અને રાગ છે એ તો બંધનું જ કારણ છે. અહીં તો જ્ઞાનીને જે અંતરષ્ટિનું જોર છે એનો મહિમા દર્શાવ્યો છે, (ભોગનો નહિ). (૭-૨૬) (૯૬ર) અહા! નિર્જરા એટલે ધર્મ કોને થાય? કે જેણે અંતરમાં હું જ્ઞાનાનંદમૂર્તિ પ્રભુ આત્મા છું એવી દષ્ટિ કરી છે તેને. અહા ! પરદ્રવ્ય છેદાઓ વા ભેદાઓ, તે મારી ચીજ નથી; હું તો થવાવાળી ચીજને પોતાના જ્ઞાતાદષ્ટાપણામાં રહીને જાણવાવાળો છું-લ્યો, આમ જાણનારને નિર્જરા ને ધર્મ થાય છે. (૭-૨૫૪) (૯૬૩) પરપદાર્થની ઇચ્છા થવી તે પરિગ્રહ છે. જેને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા નથી તે અપરિગ્રહી છે. ધર્મીને પરવસ્તુ મારી છેએમ ઇચ્છા જ નથી. જેમ તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૨ અધ્યાત્મ વૈભવ શુભભાવની ઇચ્છા નથી તેમ તેને અશુભભાવની-પાપની પણ ઇચ્છા નથી. પાપભાવ હોય છે ખરો, પણ પાપભાવથી ઇચ્છા હોતી નથી, અને તેથી તેને નિર્જરા થાય છે. તેને જે અશુભભાવ આવે છે તેનું પોતાના જ્ઞાનના વેદનમાં જ્ઞાન થાય છે અને તે જ્ઞાન પોતાનું છે પણ અશુભભાવ પોતાનો નથી એવી દષ્ટિ અને જ્ઞાન પ્રગટ થયેલાં હોવાથી ધર્મીને કર્મની નિર્જરા ને અશુદ્ધતાનો નાશ થાય છે. (૭-ર૬૭ ) (૯૬૪) આ નિર્જરા અધિકાર છે ને? તો નિર્જરા કોને થાય છે એની આ વાત છે. અહાહા...! જેને અંદરમાં પોતે જ્ઞાનાનંદસ્વરૂપ છે. અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે એવો સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર આવ્યો છે તે સમકિતીને નિર્જરા થાય છે. ચોથે ગુણસ્થાનેથી સમકિતીને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદની અનુભૂતિ હોવાથી નિર્જરા થાય છે. એવી ઝીણી વાત બાપુ! (૭-૩૪૬) (૯૬૫) અહાહા! નિર્જરા નામ ધર્મ-શુદ્ધિની વૃદ્ધિ છે અને તે ત્રણ પ્રકારે કહી છે. તથાતે જ્ઞાનીને હોય છે. જ્ઞાનીને એટલે? જ્ઞાનીને એટલે સમ્યગ્દષ્ટિને હોય છે. અહાહા....! જેણે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જ્ઞાનમાં શેય બનાવીને જાણ્યો છે તેવા સમકિતીને નિર્જરા થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અભેદ એક પૂર્ણસ્વરૂપ પ્રભુ આત્મા જેણે જાણ્યો છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે. જુઓ, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખી પૂરણ ચીજનું (આત્મદ્રવ્યનું) જ્ઞાન થાય છે પણ આખી ને આખી ચીજ (આત્મદ્રવ્ય) તેમાં આવી જતી નથી. એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં આખી ચીજનું શ્રદ્ધાન આવી જાય છે, પણ આખું દ્રવ્ય તેમાં આવી જતું નથી. દ્રવ્ય તો ત્રિકાળ ભિન્ન જ રહે છે. આમ પોતાના નિર્મળ ઉપયોગમાંશુદ્ધોપયોગમાં પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જે અનુભવે છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે, ધર્મ થાય છે. આવી વાત છે, સમજાણું કાંઈ... ! (૭–૩૪૭) (૯૬૬) આ સંસારસંબંધી કર્તાપણાના રાગ પ્રતિ કે શરીરસંબંધી ભોક્તાપણાના રાગ પ્રતિ જ્ઞાનીને રાગ નથી; કેમકે પોતાના નિરાકુળ આનંદના સ્વાદ આગળ તેને કર્તા ભોક્તાપણાના રાગમાંથી રસ ઊડી ગયો છે. જેને આત્મામાં સુખબુદ્ધિ થઈ છે તેને રાગમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. માટે જ્ઞાનીને નિર્જરા થાય છે. નિર્જરા ત્રણ પ્રકારે કહી ને? ૧. કર્મની નિર્જરા, ૨. અશુદ્ધતાની નિર્જરા અને ૩. શુદ્ધોપયોગની વૃદ્ધિ. આ પ્રમાણે જ્ઞાનીને નિર્જરા થતી હોય છે. (૭-૩૪૮) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા ૩૫૩ (૯૬૭) નિર્જરા તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થતાં-સ્થિર થતાં થાય છે. આત્માના આનંદરસમાં લીન રહેવું તે તપ છે અને તે વડે નિર્જરા છે. જેમ સુવર્ણને કાટ લાગતો નથી તેમ ભગવાન આત્માને, તેના અનુભવની દષ્ટિમાં રહેતાં રાગનો કાટ લાગતો નથી અને તેથી તેને નિર્જરા થાય છે. (૭-૩૭૬) (૯૬૮) જ્ઞાનીને આત્માના આનંદના સ્વાદ આગળ રાગનો-ભોગનો સ્વાદ ઝેર જેવો ભાસે છે. જે કિંચિત અસ્થિરતાનો રાગ છે તેનો સ્વાદ તેને ઝેર જેવો લાગે છે. એને નિર્જરા થાય છે એમ અહીં કહે છે. અજ્ઞાની તો ઉપવાસ કરીને બેસી જાય ને માને કે તપશ્ચર્યા થઈ ગઈ ને નિર્જરા થઈ ગઈ, પણ બાપુ! તું બીજા પંથે છે ભગવાન! રાગની ક્રિયાથી કાંઈ નિર્જરા ન થાય ભાઈ ! ( એનાથી તો બંધ જ થાય). (૭–૪૩૦) (૯૬૯) -જ્ઞાની નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનીને નિરંતર એટલે અખંડધારાએ સદા અનુભવે છે. લ્યો, “સતત” અને “સેવા” જ્ઞાનને અનુભવે છે. અખંડધારાએ સદા જ્ઞાનને અનુભવે છે, કદીય રાગને અનુભવે છે એમ નહિ. ઓહો! જુઓ આ નિર્જરાની દશા! કહે છે કે કર્મની નિર્જરા તેને થાય છે, તેને અશુદ્ધતા ઝરી જાય છે અને તેને શુદ્ધિની વૃદ્ધિ થાય છે કે જે પોતાની શાશ્વત શુદ્ધ ચૈતન્યસત્તાને નિરંતર નિર્મળ પરિણતિ દ્વારા અનુભવે છે. અહીં ! સંવરમાં શુદ્ધિ પ્રગટે છે, નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે ને મોક્ષમાં શુદ્ધિની પૂર્ણતા થાય છે. અહા! આ તો દુનિયા આખીથી જુદી વાત છે. (૭-૪૬૦) (૯૭૦) પોતાના નિત્યાનંદ-પરમાનંદસ્વરૂપમાં સ્થિર થતાં-જામતાં ઇચ્છાની ઉત્પત્તિ ન થાય તે ઇચ્છાનો નિરોધ છે, તે આનંદની પ્રાપ્તિ છે અને તેને ભગવાન તપ કહે છે અને એ તપ વડ નિર્જરા કહી છે. ભાઈ ! આ તો લૌકિકથી સાવ જુદો મારગ છે બાપા! (૭-૪૯૦) (૯૭૧) ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદી પદ મેરો” અહાહા...ભગવાન! તું સિદ્ધ સમાન છો. પર્યાય સિદ્ધપણું નથી પણ દ્રવ્યસ્વભાવે તું સિદ્ધ સમાન છો, સિદ્ધસ્વરૂપ જ છો. જો ન હોય તો પર્યાયમાં સિદ્ધત્વ આવે ક્યાંથી ? છે એમાંથી આવે છે, માટે તું સિદ્ધસ્વરૂપ જ છો. આવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા-લીનતાસ્થિરતા કરતો થકો સમકિતી ક્ષણે ક્ષણે પોતાની જે અનંત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ અધ્યાત્મ વૈભવ શક્તિઓ છે તેની શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને તે નિર્જરા છે. સંવરમાં શક્તિની અંશે નિર્મળતા પ્રગટ થઈ હતી તે હવે અંતર્લીનતા-અંતર-રમણતા વડે શક્તિની શુદ્ધિની વૃદ્ધિ કરે છે. આવો મારગ છે ! લોકોને આકરો પડે છે પણ શું થાય ? (૭-૫૧૨) (૯૭૨) શુદ્ધિની વૃદ્ધિ થાય એનું નામ અસ્તિથી નિર્જરા છે, જ્યારે અશુદ્ધતાનું ટળી જવું ને કર્મનું ખરી જવું એ નાસ્તિથી નિર્જરા છે.. આત્માની સમીપમાં વસવું છે તે ઉપવાસ છે, અને તે તપ છે અને એનાથી નિર્જરા છે. અહા! આત્માની સમીપમાં વસવાનો અભ્યાસ કરતાં આત્મશક્તિ વધે છે અને તે નિર્જરા છે. ત્યાં શક્તિની પૂર્ણ વૃદ્ધિ થઈ જવી એનું નામ મોક્ષ છે. આવી વાત છે. (૭-૫૧૩). (૯૭૩) ભગવાન ! તને તારા અંત-તત્ત્વના મહિમાની ખબર નથી. અહા ! જેમ સુવર્ણને કાટ લાગે નહિ તેમ કર્મ શું અશુદ્ધતાય જેને અડતી નથી એવો ચૈતન્યમૂર્તિ એક જ્ઞાયકભાવરૂપ પ્રભુ અંદર આત્મા છે. તેની જેને અંતર્દષ્ટિ થઈ તેને સમકિત ને અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. વળી તેમાં જ અંતર-એકાગ્રતાનો અભ્યાસ કરતાં એવી સિદ્ધભક્તિ વા આત્મભક્તિ પ્રગટ થાય છે. અહા ! આત્મશક્તિ એવી વૃદ્ધિગત થાય છે કે તેમાં દુર્બળતા વા અશુદ્ધતા ક્રમે કરીને નાશ પામી જાય છે અને તેથી તેને દુર્બળતાકૃત બંધ થતો નથી પણ નિર્જરા જ થાય છે. લ્યો, આનું નામ નિર્જરા ને ધર્મ છે અને આ સિદ્ધભક્તિ છે. કોણ સિદ્ધ? પોતે અંદર સ્વભગવાન છે તે. (૭-૫૧૪) (૯૭૪) જેણે પોતાના શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ આત્માની ભક્તિમાં ઉપયોગને જોડ્યો છે તેને અન્ય ધર્મો પર દષ્ટિ જ રહી નથી અને તેથી તે અશુદ્ધતાનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. નિર્જરાની આવી વ્યાખ્યા છે. (૭-૫૧૬) (૯૭૫) સમકિતીને પૂર્વકર્મનો ઉદય તો નિર્જરે જ છે, પણ જે નવીન બંધ થાય છે તે પણ, કહે છે, નિર્જરારૂપ જ છે અર્થાત નિર્જરા માટે જ આવ્યો છે એમ કહે છે. અહા! ભગવાન આત્માનું જ્યાં ભાન થયું, શ્રદ્ધાન થયું ત્યાં પૂર્વના કર્મનો ઉદય રાગ કરાવતો નથી, પણ જે અલ્પ રાગ થાય છે તે પણ નિર્જરી જાય છે. જ્ઞાનીને તે વડે કિંચિત્ બંધ થાય છે તે પણ નિર્જરા સમાન જ છે કેમકે તે પણ ઝરી જવા માટે જ છે. અહો ! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે! (૭-૫૪૩) (૯૭૬ ) અહાહા..! જેમ હજાર પાંખડીનું ફૂલ ખીલી ઊઠે તેમ અંતર્દષ્ટિ કરતાં ભગવાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા ૩૫૫ આત્મા સર્વ અસંખ્યાત પ્રદેશે આનંદથી ખીલી ઊઠે છે. ઓહો! જે આનંદ અંદર સંકોચપણેશક્તિપણે પડયો હતો તે, એના તરફનો આશ્રય થતાં જ, ધર્મીને પર્યાયમાં ઊછળીને ઉલ્લસિત થાય છે. આનું નામ ધર્મ ને આનું નામ નિર્જરા કહેવામાં આવે છે. સમકિતીને નિર્જરા છે એમ આવે છે ને? આનું નામ તે નિર્જરા છે. (૮–૧૦ ) (૯૭૭) કેવા છે તે જ્ઞાનમાત્ર શુદ્ધ પરિણામ ? તો કહે છે-કર્મ ખરવામાં નિમિત્ત છે. અહાહા... ! કેટલી વાત કરે છે? એ શુદ્ધ પરિણામ એણે કર્યાં માટે શું કર્મ ખરી પડયાં છે? ના; એમ નથી હોં; એ તો કર્મનો ખરવાનો સ્વકાળ છે. કર્મ તો એના કારણે સ્વકાળે ખર્યાં છે, ત્યારે આના શુદ્ધ પરિણામ-જ્ઞાનમાત્ર પરિણામ એમાં નિમિત્ત છે, બસ. નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એમ નહિ. આમાં લોકોને વાંધા છે. પણ ભાઈ! જો નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે તો નિમિત્ત રહે જ નહિ. (૮–૧૫૬ ) (૯૭૮) જ્ઞાની કર્મોદયને જાણે છે તેમ સવિપાક-અવિપાક નિર્જરાને પણ જાણે છે; કરે છે એમ નહિ. સૂક્ષ્મ વાત ભાઈ! આત્મા એકલા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. અહા! આવું જેને અંતરમાં ભાન થયું તે જ્ઞાતા-દષ્ટા થયો, જાણનાર–દેખના૨ થયો. વસ્તુ સહજ જ્ઞાતા-દષ્ટા સ્વભાવી છે. તેનું ભાન થતાં વર્તમાન, દશામાં જ્ઞાતા-દષ્ટાપણું આવ્યું-પ્રગટયું. અહીં! આવો જ્ઞાની અહીં કહે છે, સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ-એમ બે પ્રકારની નિર્જરાને બસ જાણે છે. જુઓ, વર્તમાનમાં આ મનુષ્યગતિ છે છતાં ત્યાં અંદર નરકગતિ, દેવગતિ આદિ ચાર ગતિનો ઉદય હોય છે. પૂર્વનાં બાંધેલાં કર્મ પડયાં છે તેથી દેવગતિનો ઉદય તો આવે છે પણ તે ખરી જાય છે. તેને સવિપાક નિર્જરા કહે છે. એની મેળે પાક આવીને કર્મ ખરી ગયાં તેને જ્ઞાની જાણે છે. આત્માનું ભાન થતાં શાંતિ અને આનંદનું પરિણમન થયું છે તે જીવને પૂર્વે બાંધેલાં ગતિ આદિ કર્મો હોય તે ઉદયમાં આવીને ખરી જાય તે સવિપાક નિર્જરા કહે છે અને જ્ઞાની તેને જાણે છે. વિપાક એટલે કર્મનું ફળ દઈને ખરી જવું. સ્થિતિ પૂરી થયે ઉદયમાં આવીને કર્મનું ખરી જવું તેનું નામ વિપાક નિર્જરા છે. વિપાક એટલે વિશેષે પાક, સત્તામાં કર્મ પડયાં છે તે પાક આવીને ખરી જાય તે સવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે. હવે બીજી વાત: અવિપાક નિર્જરાઃ ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપી આત્માના અનુભવમાં પુરુષાર્થ કરતાં આત્મા-પોતે જ્ઞાતા-દષ્ટા થયો. આવા સ્વરૂપના ભાનમાં ઉગ્ર પુરુષાર્થ હોતાં કર્મ ઉદયમાં ન આવે, આવવાની યોગ્યતા છે પણ તત્કાલ ઉદયમાં આવ્યું નહિ અને ખરી જાય તેને અવિપાક નિર્જરા કહે છે, વર્તમાન અહીં મનુષ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ અધ્યાત્મ વૈભવ ગતિનો ઉદય છે. વર્તમાન એક ગતિ વિપાકપણે છે, બીજી ત્રણ વિપાકપણે નથી; પણ અંદર ઉદયમાં આવ્યા વિના ખરી જાય તે અવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે. આનંદનો નાથ પ્રભુ ત્રિકાળી આત્મા છે તેમાં અંતઃપુરુષાર્થ કરવામાં આવતાં કર્મ પુરુષાર્થથી ખરી જાય તેને અવિપાક નિર્જરા કહે છે; તેને પણ જ્ઞાની પુરુષ બસ જાણે છે, કરે છે એમ નહિ, સમજાણું sirs...? સકામ-અકામરૂપ બે પ્રકારની નિર્જરાને પણ જ્ઞાની જાણે છે. અહો ! ધર્મો જીવ જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવે પરિણમે છે. તેને રોજ દસ વાગે ભોજન લેવાનો ટાઈમ હોય પણ પ્રસંગવશ કોઈ વા૨ મોડું થાય ને બપોરે બે ત્રણ વાગે ભોજન લેવાનું બને તો ત્યાં તે આકુળ-વ્યાકુળ થતો નથી પણ સમભાવથી સહન કરે છે. ત્યારે જે નિર્જરા થાય છે તે અકામ નિર્જરા છે અજ્ઞાનીને પણ અકામ નિર્જરા થતી હોય છે પણ તે સમભાવપૂર્વક હોતી નથી. અહીં કહે છેજ્ઞાની તેને જે અકામ નિર્જરા થાય છે તેને જાણે છે, કરે છે એમ નહિ. વળી સમકિતીને પુરુષાર્થપૂર્વક તપ વગેરે દ્વારા જે નિર્જરા થાય છે તે સકામ નિર્જરા છે. તેના પણ જ્ઞાની જ્ઞાતા છે, કર્તા નથી. અહા! રાગ થાય તેનેય જ્ઞાની જાણે, કરે નહિ; અને રાગ ટળે તેનેય જ્ઞાની જાણે પણ કરે નહિ. અહા! જ્ઞાતાસ્વભાવે પરિણમેલા જ્ઞાની-ધર્મી જીવની અંતર દશા અદ્દભુત અલૌકિક હોય છે. (૯-૧૦૦ ) (૯૭૯ ) અશુદ્ધતાનું ગળવું, શુદ્ધતાનું વધવું ને કર્મનું ખરી જવું એમ નિર્જરા ત્રણ પ્રકારે છે. એમાં અશુદ્ધતાનું ગળવું એ વ્યવહારનયથી છે ને કર્મનું ટળવું એ અસદ્ભૂત વ્યવહારનયથી છે. શુદ્ધતાનું વધવું એ વાસ્તવિક નિર્જરા છે. અહીં કહે છે-એક સમયમાં એ ત્રણેય છે. હવે એ છે એને કરવું શું? અહાહા...! શુદ્ધતાનું વધવું એ એક સમયનું તે-તે સમયે સત્ છે; હવે એ પર્યય સત્-વિદ્યમાન છે તેને કરવી શું? અહાહા...! શુદ્ધિપયોગની સ્થિરતા થતાં ત્યાં શુદ્ધતાનું વધવું હોય છે. (૯–૧૮૪ ) (૯૮૦) ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી, વીતરાગસ્વભાવી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. અહાહા...! આવા નિજસ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ જે વેઠે છે, અનુભવે છે તેની પર્યાયમાં જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકારે છ અર્થાત્ તેને પવિત્રતાની-શુદ્ધતાની વિશેષ દશા પ્રગટ થાય છે. શું કીધું? જેમાં આ બધું જણાય છે તે જાણનારો જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. અહા! તે જાણનારને જાણી, તેમાં જ એકાગ્રતા કરી રમવાથી-ઠરવાથી અંતરંગમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ થાય છે. લ્યો, આ સંવર અને નિર્જરા છે. બંને સાથે છે હોં. વર્તમાન શુદ્ધિ જે પ્રગટ થાય તે સંવ૨ અને વિશેષ રમણતાથી શુદ્ધિમાં વૃદ્ધિ જે થાય તે નિર્જરા. ( ૧૦–૮૪ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫. મોક્ષ Tછે () A (૯૮૧) પંચમગતિ-સિદ્ધ ગતિ સ્વભાવરૂપ છે. જે આત્માનો સ્વભાવભાવ છે એમાંથી સ્વભાવભાવપર્યાય આવેલી છે. સિદ્ધ ભગવાનની નિર્મળ પર્યાય સ્વભાવભાવરૂપ છે મારે ધ્રુવપણાને અવલંબે છે-ધ્રુવપણાને રાખે છે. ચાર ગતિઓ પર નિમિત્તથી-કર્મના નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે. ચાર ગતિ વિભાવભાવરૂપ વિકારી અવસ્થા છે. આમ ધ્રુવ વિશેષણથી પંચમગતિમાં વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. જોકે મોક્ષની પર્યાય (સિદ્ધ પર્યાય) પણ નાશવાન (ઉત્પાદ-વ્યયરૂપ) છે, છતાં અહીં મોક્ષની પર્યાય એવી ને એવી રેહવાની છે, એ અપેક્ષાએ વિનાશિક નથી એમ કહ્યું છે. સિદ્ધગતિનું પરિણમન ભલે હો, પણ એવું ને એવું રહે છે માટે તેને વિનાશિકતા રહિત (ધ્રુવ) કહેવાય છે. વળી તે કેવી છે? અચળ છે. સિદ્ધગતિ અચળ છે. અચળ સ્વભાવમાંથી આવી છે માટે અચળ છે. સિદ્ધદશા એક વખત થઈ પછી તેમાં ફેરફાર થતો નથી. અનાદિકાળથી પર ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિવશ અચળપણાને પામી છે. આ વિશેષણથી ચારેય ગતિઓને પરના નિમિત્તની જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. જેવો સ્વભાવ અચળ છે તેવી જ સિદ્ધગતિ અચળ થઈ છે, એટલે ફરતી નથી. વળી તે કેવી છે? અનુપમ છે. અહાહા...! સિદ્ધગતિ, એની શી વાત! સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો તેમનાથી વિલક્ષણ, અદ્દભુત માહાભ્યવાળી હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. સિદ્ધને ઉપમા સિદ્ધની, સિદ્ધની, બીજાની સાથે ઉપમા થઈ શકતી નથી. અહાહા...! એક સમયમાં જેને અનંત અતીન્દ્રિય આનંદ, અનંત કેવળજ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા... એને કોની ઉપમા આપવી? આ વિશેષણથી ચારેય ગતિઓમાં જે પરસ્પર સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. મોટા ચક્રવર્તીને સ્વર્ગ જેવું સુખ છે એમ ઉપમાથી કહેવાય, પણ પંચમગતિને કોઈ ઉપમા આપી શકાય એમ નથી. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. સિદ્ધગતિનું નામ અપવર્ગ છે. ધર્મ, અર્થ અને કામથી ભિન્ન છે. એ ત્રિવર્ગમાં એ આવતી નથી તેથી અપવર્ગ છે. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે લક્ષ્મી, અને કામ એટલે વિષયની વાસના-આ ત્રિવર્ગ છે. મોક્ષગતિ આ વર્ગમાં નથી. (૧-૩૬) (૯૮૨) મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે. મોક્ષ થવા યોગ્ય જીવની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ અધ્યાત્મ વૈભવ પર્યાય છે. જીવની પર્યાયમાં મોક્ષ થવાની લાયકાત છે. ત્રિકાળી ચીજ છે એ તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય તે ભાવમોક્ષ છે. અને સર્વ કર્મના અભાવરૂપ નિમિત્ત તે મોક્ષ કરનાર દ્રવ્ય-મોક્ષ છે. આમ એ બન્ને મોક્ષ છે. (૧-૧૯૬) (૯૮૩) અરાગી જ્ઞાયકભાવની દષ્ટિ થતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. અને અશુદ્ધતા નાશ પામે છે. અને તેથી કર્મ બંધાતાં નથી અને સંસારની નિવૃત્તિ થઈ જાય છે. સ્વભાવમાં પ્રવૃત્તિ પુષ્ટ થતાં વિકારી પરિણમનથી નિવૃત્તિ થઈ જાય છે અને આત્મા એકલો સિદ્ધ ભગવાન થઈ જાય છે. (૧-૨૪૪) (૯૮૪). ઘણા એમ કહે છે કે જીવનો મોક્ષ થાય પછી પણ તે પાછો ભવ (જન્મ) ધારણ કરે. અરે ભાઈ, એ વાત તદ્દન ખોટી છે. શું ચણો શેકાઈ ગયા પછી તે ફરીને ઊગતો હશે? જેને અંદર દૃષ્ટિમાં શુભભાવનો નિષેધ થયો તે ફરીને કદી શુભભાવને કરતો નથી (તેનો કર્તા થતો નથી) તો પછી મુક્ત થઈ ગયા પછી રાગ કરે સંસારમાં આવે એ તો અજ્ઞાનીઓની મિથ્યા કલ્પના છે. (૩-૧૧) (૯૮૫) ભગવાન આત્મા સદા અબંધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. શ્રીમદ્ રાગચંદ્રમાં આવે છે કે દિગંબર આચાર્યોએ આત્માનો મોક્ષ થયા એમ માન્યું નથી પણ મોક્ષ જણાય છે. અર્થાત્ સમજાય છે કે આત્મ મોક્ષસ્વરૂપ જ છે. જ્યારે રાગથી મુક્ત થઈને મુક્તસ્વરૂપની પ્રતીતિ કરી ત્યાં એ પ્રતીતિમાં જણાયો કે આ (આત્મા) તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થાય એ તો પર્યાયની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી વસ્તુમાં (આત્મદ્રવ્યમાં) બંધ –મોક્ષ છે જ નહિ. પર્યાયમાં હો, વસ્તુ તો સદા મુક્ત જ છે. આવો મુક્તસ્વભાવ શુભભાવમાં આવતો નથી. (૬-૨૮) (૯૮૬) અરે ભાઈ ! જ્ઞાયક તો સદા જ્ઞાયક જ છે. એ બંધનમાં કેમ આવે? અને એને વળી મુક્તિ કેવી? વસ્તુમાં દ્રવ્યમાં બંધન અને મુક્તિ ક્યાં છે? દ્રવ્યસંગ્રહમાં આવે છે કેબંધાયેલાને છૂટવું કહેવું એ તો ઠીક છે પણ જે બધાયેલો નથી એને છૂટવું કહેવું એ તો જૂઠ છે. જે સદા મુક્તસ્વરૂપ જ છે તેમાં નજર સ્થિર કરતાં તે મુક્ત જણાય છે; બસ આ જ મોક્ષ છે-સમજાણું કાંઈ.... ? (૬–૩૯) (૯૮૭) –અજ્ઞાનીને વ્રતાદિ હોવા છતાં આત્માના આનંદસ્વભાવનું જ્ઞાન નહિ હોવાથી મોક્ષનો અભાવ છે અને ચૈતન્ય સ્વરૂપમાં ઠરેલા જ્ઞાનીને વ્રતાદિના વિકલ્પનો અભાવ હોવા છતાં શુદ્ધ ચૈતન્યની પરિણતિ થઈ હોવાથી મોક્ષનો સદ્ભાવ છે. (૬-૧OO) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૯ ( ૯૮૮ ) ધ્રુવપણે એટલે નિશ્ચયપણે-નક્કીપણે અને અચળપણે એટલે ન ફરે એ રીતે જ્ઞાનસ્વરૂપે થતો એટલે અતીન્દ્રિય આનંદના સ્વાદે પરિણમતો જે આ ભગવાન આત્મા છે તે જ મોક્ષનો હેતુ છે. આત્મા પોતે મોક્ષસ્વરૂપ જ છે અને તેનું પરિણમન પણ મોક્ષસ્વરૂપ જ છે. અહાહા...! વસ્તુસ્વભાવ રાગથી ભિન્ન મોક્ષસ્વરૂપ છે. તેથી તેનું પરિણમન જે મોક્ષ સ્વરૂપ છે તે જ મોક્ષનું કારણ થાય છે. (૬-૧૦૨ ) (૯૮૯ ) કર્મથી પૂર્ણ છૂટવું એ દ્રવ્યમોક્ષ છે. અને ભાવથી-અપૂર્ણતા અને રાગથી પૂર્ણ છૂટી જવું એ ભાવમોક્ષ છે. મોક્ષ છે એ પણ આત્માનો એક ભેખ છે. દ્રવ્ય છે એ ત્રિકાળી છે અને મોક્ષ છે એ એનો પર્યાયરૂપ ભેખ છે. મોક્ષની પર્યાય છે એ કાંઈ દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ નથી. તથાપિ મોક્ષ છે તે પૂર્ણ નિર્વિકાર ચૈતન્યમય પર્યાય હોવાથી તે આત્માનો વાસ્તવિક ભેખ છે–તેથી તેનો નિષેધ નથી. (પ્રગટ કરવાની અપેક્ષાએ વાત છે. (૬–૧૬૪ ) (૯૯૦) મોક્ષ એટલે આત્માના પરમ આનંદની પૂર્ણતાનો લાભ. આ બહારમાં ધન સંપત્તિ, વિષયભોગ સામગ્રી, ઇજ્જત-આબરૂ ઇત્યાદિમાં જે સુખ-આનંદ માને છે એ તો અજ્ઞાનીનો ભ્રમ છે. સુખ તો અંદર આત્મામાં છે. પર્યાયમાં સુખની પરિપૂર્ણ પ્રાપ્તિ થવી એનું નામ મોક્ષ છે. એ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અહા! ભગવાન આત્મા સદા પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. એની સન્મુખ થઈને એમાં ઢળવાથી પરિપૂર્ણ સ્વભાવનો ભાસ થઈ એની જે પ્રતીતિ થાય તે સમ્યગ્દર્શન છે, એના વેદન સહિત જે એનું જ્ઞાન થાય તે સમ્યાન છે અને એમાં રમણતા-લીનતા થતાં ને પ્રચુર આનંદનું વેદન થાય તે સમ્યક્ચારિત્ર છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, મોક્ષ જે પૂર્ણાનંદના લાભસ્વરૂપ પરિપૂર્ણ દશા છે તેના કારણરૂપ ભાવો છે. (૬-૧૮૨ ) ( ૯૯૧ ) અહાહા ! ચિદાનંદઘન પ્રભુ અનાકુળ શાંત અને આનંદરસનો અમાપ-અમાપ ગંભી૨ જેનો બેહદ સ્વભાવ છે એવો ભગવાન આત્માનો મોક્ષ થતો નથી. જીવને પહેલાં માન્યતા હતી કે હું રાગથી બંધાણો છું; જ્ઞાન થતાં હું મોક્ષસ્વરૂપ જ છું એમ સમજાય છે. આત્મા રાગથી ભિન્નસ્વરૂપ જ છે એમ અંતર-અનુભવમાં સમજાણું ત્યારે તે મુક્ત જ છે, મુક્તસ્વરૂપ જ છે. આવા શાયકને મુક્તસ્વરૂપે-અબદ્ધસ્વરૂપે દેખાવો એ જૈનશાસન છે. (જ્ઞાની પર્યાયમાં જૈનશાસન પામેલો છે.) સૂકાયેલા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #372 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૦ અધ્યાત્મ વૈભવ નાળિયેરમાં જેમ ગોળો છૂટો હોય છે તેમ ભગવાન આત્મા રાગ અને કર્મથી છૂટું તત્ત્વ છે. (૬-ર૬૩) (૯૯૨) કર્મબંધનું-સંસારનું મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. બીજી રીતે કહીએ તો સ્વાશ્રય (સ્વરૂપના આશ્રય) વિના મુક્તિ થતી નથી અને મુક્તિ થાય ત્યારે સ્વ-આશ્રયથી જ થાય છે. સ્વ-આશ્રય જ મુક્તિનું પ્રથમ સોપાન છે અને સ્વ-આશ્રયની જ મુક્તિ છે. (૬-૪૪૦) (૯૯૩) જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે આગમજ્ઞાન નહિ, આત્માની પર્યાયનું જ્ઞાન એમ પણ નહિ ને રાગનું જ્ઞાન એમ પણ નહિ. અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન, ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય પોતે છે તેનું સંવેદનમાં-સ્વાનુભવમાં પ્રગટ થયેલું જ્ઞાન. આવા આત્મજ્ઞાનથી જ-જ્ઞાનના પરિણમનથી જ મોક્ષ થાય છે, રાગના પરિણમનથી–ક્રિયાકાંડથી નહિ. ટીકામાં કહ્યું ને કે આ એક જ્ઞાનપદ જ, પૂર્ણજ્ઞાનની-કેવળજ્ઞાનની દશામય નિયત એક સર્વજ્ઞપદ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે અને શુદ્ધ આત્મસ્વભાવના આલંબનથી જ-જ્ઞાનના પરિણમનથી જ-શુદ્ધોપયોગથી જ પ્રાપ્ત થાય છે. શુદ્ધોપયોગરૂપ પરિણમન વિના, બીજા લાખ ક્રિયાકાંડ કરે તો પણ મોક્ષપ્રાપ્તિ ન થાય. અહાહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થઈ તેમાં જ રમવું ને ઠરવું. આ પૂર્ણ આનંદસ્વરૂપ મોક્ષદશાની પ્રાપ્તિનો ઉપાય છે. આ એક જ ઉપાય છે. આ સિવાય બીજો પણ ઉપાય છે એમ છે નહિ, (૭–૨૯૦) (૯૯૪) હીનકળા એટલે કે મતિજ્ઞાનાદિ અને પૂર્ણકળા એટલે કેવળજ્ઞાન. જેમ પૂર્ણચંદ્રની પૂર્ણ કળા હોય છે પણ બીજના ચંદ્રની પૂર્ણ કળા નહિ પણ હીન કળા હોય છે. બીજના દિવસે ત્રણ કળા હોય છે. અહા ! અમાસને દિવસે પણ એક કળા તો ચંદ્રને ખીલ્યા વગર રહે જ નહિ. પછી એકમે બે કળા, બીજે ત્રણ કળા અને પ્રતિદિન વધતી વધતી પૂનમે પૂર્ણ સોળ સોળ કળાએ ચંદ્ર ખીલે છે. તેમ ભગવાન આત્માને મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા જે બે કળા ખીલી છે તે આગળ વધતાં જ્ઞાનનો અભ્યાસ-અનુભવ કરવાથી પૂર્ણ કેવળજ્ઞાન કળાએ ખીલી ઊઠે છે. જ્ઞાનની તે કળાના આલંબન વડ જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે; અર્થાત જ્ઞાનના અભ્યાસથી-અનુભવથી મુક્તિ થાય છે. (૭-૨૧૨) (૯૯૫) ભાઈ ! આત્મા રાગના બંધ વિનાનો અબદ્ધ-સ્પષ્ટ-મુક્તસ્વરૂપ જ છે. પણ હું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #373 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ ૩૬૧ રાગના સંબંધવાળો છું એવો એની માન્યતામાં સંદેહ હતો તે દૂર થતાં પોતે મોક્ષ સ્વરૂપ જ છે એમ જણાય છે. સંદેહ દૂર થતાં (અભિપ્રાયમાં) એનો મોક્ષ થઈ ગયો. ( ૭–૪૮૧) (૯૯૬) ભગવાન કેવળીએ જે શિવમારગ નામ મોક્ષનો માર્ગ કહ્યો છે તેને નિરંતર સાધતો થકો પોતાનો આત્મા આનંદરૂપ વા પૂર્ણ અતીન્દ્રિય આનંદસ્વરૂપ થઈ જાય છે. આનું નામ ૫૨માનંદસ્વરૂપ મોક્ષ છે. અહા! અંતરમાં સ્વરૂપનું ધ્યાન કરે તે સાધન છે, અને તે વડે ધર્મી પુરુષ સાધ્ય જે પરમાનંદસ્વરૂપ મોક્ષ તેને પ્રાપ્ત થઈ જાય છે; પરંતુ એમ નથી કે તે રાગના સાધન વડે પરમ આનંદદશારૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે. સમજાણું કાંઈ.... ? ( ૭-૫૬૧ ) (૯૯૭) જ્યારે આ (−તત્ત્વનું) ભણ્યા-ગણ્યાનો સરવાળો તો કેવળજ્ઞાન આવે. અહાહા...! જેણે આ આત્માને ભણીને ગણતરીમાં લીધો છે, ‘હું નથી' એમ જે હતું તે ‘હું છું' એમ જેણે અસ્તિમાં લીધો છે તેને ગણતરીમાં સળવાળે કેવળજ્ઞાન આવે છે. બીજાં છ દ્રવ્યોને જેમ ગણે છે તેમ ‘હું એ યે દ્રવ્યોથી જુદો અનંત અનંત શાન્તિનો સાગર એક વિજ્ઞાનઘનસ્વભાવપણે અંદર વિરાજમાન છું' એવી અતંર-પ્રતીતિ વડે પોતાને ગણે તે એને સરવાળે મોક્ષ લાવે છે. અહાહા...! સ્વસ્વરૂપમાં એકત્વના પરિણામ એને મોક્ષનું કારણ થાય છે. (૮–૧૩૪ ) ( ૯૯૮ ) મોક્ષ એટલે શું? આત્માની પૂર્ણ શુદ્ધ દશા, પૂરણ વીતરાગવિજ્ઞાનદશાની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. અહા ! આત્મા પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપ છે. પર્યાયમાં તેની પૂરણ પ્રાપ્તિ થવી અર્થાત્ પૂરણ વીતરાગ કેવળજ્ઞાનદશાની પ્રાપ્તિ થવી તેનું નામ મોક્ષ છે. (૮-૨૪૩) (૯૯૯ ) મોક્ષ એ પર્યાય છે; એ ત્રિકાળી વસ્તુ નથી. જેમ સંસાર વિકારી ભેખ છે, જે મોક્ષમાર્ગ અંશે નિર્મળ ભેખ છે તેમ મોક્ષ છે એ પૂરણ આનંદની દશાનો ભેખ છે. જેટલી કોઈ નવી નવી અવસ્થાઓ થાય છે તે બધા ભેખ-સ્વાંગ છે. મોક્ષ એક સ્વાંગ છે. અને કાયમ રહેનારું તત્ત્વ તો ત્રિકાળી એક ધ્રુવ ચિન્માત્રસ્વરૂપ પ્રભુ આત્મા છે. (૮–૩૭૮ ) ( ૧૦૦૦ ) અહાહા...! પુરુષ ને બંધને પ્રજ્ઞા વડે છેદીને, પુરુષને મોક્ષ પમાડતું થયું, પૂર્ણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨ અધ્યાત્મ વૈભવ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. ભગવાન આત્મા દ્રવ્યરૂપથી-શક્તિરૂપથી સ્મભાવે તો સદા મોક્ષસ્વરૂપ જ છે. તેને પર્યાયમાં મોક્ષ પમાડતું અર્થાત્ અબંધદશાને પમાડતું પૂર્ણ જ્ઞાન એટલે કેવલજ્ઞાન જયવંત પ્રવર્તે છે. અહા ! મોક્ષદશામાં જ્ઞાનની પૂર્ણતા જયવંત વર્તે છે; અર્થાત્ એવું ને એવું પૂર્ણજ્ઞાન સાદિ-અનંત કાળ સુધી પ્રગટ થયા જ કરે છે. મોક્ષ થયા પછી હવે એમાં અપૂર્ણતા થશે નહિ એમ કહે છે. ... અહા...! તે કેવળજ્ઞાન સહજ પરમ આનંદ વડે સરસ છે, રસયુક્ત છે. આપણે નથી કહેતા કે આ વસ્તુ સરસ છે? ‘સરસ’ એટલે કે આનંદ પમાડે તેવું રસયુક્ત, અહા! મોક્ષમાં કેવળજ્ઞાન સર્વોત્કૃષ્ટ સહજ આનંદના રસથી ભરેલું છે. અર્થાત્ કેવળજ્ઞાન અતીન્દ્રિય આનંદના ૨સથી સહિત છે. (૮-૩૭૯ ) ( ૧૦૦૧ ) આત્મા અને બંધને જુદા જુદા કરવા એનું નામ મોક્ષ છે. ‘મોક્ષ ’ શબ્દ છે ને? એમાં ‘મુકાવું' એમ અપેક્ષા છે. અહા! બંધથી મુકાવું એનું નામ મોક્ષ છે. બંધથી મુકાવું ને સ્વરૂપમાં રહેવું એનું નામ તે મોક્ષ. પરભાવથી મુકાવું એમ અર્થ લઈને અહીં દ્વિધાકરણ કહ્યું છે. ભાઈ! આ માથે સિદ્ધશિલા ઉપર લટકવું એ કાંઈ મોક્ષ નથી. મોક્ષ એટલે જ્ઞાનાનંદ સ્વરૂપી ભગવાન આત્મા, બંધની–દુ:ખની દશા જે પ૨વસ્તુ છે એનાથી ભિન્ન પડીને એક આનંદરસકંદ પ્રભુ આત્મામાં રહેવું તે મોક્ષ છે. પર્યાયમાં પરમ આનંદનો લાભ થાય એનું નામ મોક્ષ છે-એમ નિયમસારમાં કહ્યું છે. અહાહા...! પૂર્ણ ચૈતન્યવન પ્રભુ આત્માની સમ્યગ્દર્શનમાં પ્રતીતિ કરી, કેવલજ્ઞાનમાં પૂરણ ઉપલબ્ધિ કરવી એનું નામ મોક્ષ છે. (૮-૩૮૦) (૧૦૦૨ ) સમસ્ત પરદ્રવ્ય પ્રત્યેનું લક્ષ છોડી દઈને જે પુરુષ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં લીન-સ્થિર થાય છે તે સર્વ રાગાદિક અપરાધથી રહિત થાય છે. અર્થાત્ તેને રાગાદિક અપરાધ થતો નથી અને તેથી નવીન કર્મબંધ પણ થતો નથી. તે નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામે છે. એટલે શું? કેવળજ્ઞાન પ્રગટયા પછી તે નિત્ય અક્ષયપણે કાયમ રહે છે. જેમ વસ્તુ આત્મા અનાદિ-અનંત નિત્ય પ્રવાહરૂપ છે, તેમ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પ્રવાહપણે કાયમ રહે છે (તેના પ્રવાહમાં ભંગ પડતો નથી). અહાહા...! સ્વમાં લીન થયેલો તે પુરુષ નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાન પામી, પૂર્ણ શુદ્ધ થઈ, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષદશાને પામે છે. પ્રથમ મિથ્યાત્વથી, પછી અવ્રતથી અને ત્યારબાદ અસ્થિરતાથી મુકાય છે ને એ પ્રમાણે પૂરણ મોક્ષદશાને પામે છે. આ ભગવાન કેવળીનો માર્ગ છે. (૮-૫૨૯) (૧૦૦૩) ભાઈ! તારું જેવું સ્વસ્વરૂપ છે તેવું (સ્વઆશ્રયે ) તેનું જ્ઞાન ને શ્રદ્ધાન કર. તેનું જ્ઞાન-શ્રદ્ધાન થતાં તેમાં અંતઃસ્થિરતા થશે, અને અંતઃસ્થિરતા પૂર્ણ થતાં મોક્ષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ ૩૬૩ થશે. અહા ! આ અંત:સ્થિરતા એ ચારિત્ર છે, પંચમહાવ્રતના ભાવ એ ચારિત્ર નથી. સ્વરૂપસ્થિરતા થતાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધ ઉપયોગની જમાવટ થાય છે અને તે મુનિદશા છે. તેનું અંતિમ ફળ પૂર્ણદશારૂપ મોક્ષ છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. (૮-૫૩૦) (૧૦૦૪ ) શુદ્ધ ચિદાનંદઘન આત્મા છે તેના જ્ઞાનશ્રદ્ધાન ને અંત૨-૨મણતા-લીનતા કરવાથી રાગાદિનો સર્વથા નાશ થઈ જાય છે અને સર્વ કર્મનો છેદ થઈ જાય છે; અને ત્યારે અતુલ, અક્ષય, કેવળજ્ઞાનમય મોક્ષદશા પ્રગટ થાય છે. ભાઈ! સિદ્ધને જે વડે મોક્ષદશા પ્રગટ થઈ છે એવું સામર્થ્ય પ્રત્યેક આત્મામાં રહેલું છે. કેવી છે મોક્ષદશા ? તો કહે છે-અતુલ અર્થાત્ અનુપમ છે. અહા! જેની તુલના-ઉપમા કોઈની સાથે ન કરી શકાય એવી મોક્ષદશા અતુલ-અનુપમ છે. વળી તે અક્ષય અર્થાત્ અવિનાશી છે. અહાહા...! આત્મામાં અજ્ઞાન અને રાગદ્વેષનો સર્વથા નાશ થઈને જે પૂર્ણ કેવળજ્ઞાન અને વીતરાગતાની દશા પ્રગટ થઈ તે અક્ષયઅવિનાશી છે. કેટલાક માને છે ને? કે ભગવાન, ભક્તોને ભીડ પડે ત્યારે, અવતાર ધારણ કરે છે. પણ એ માન્યતા બરાબર નથી. અનંત આનંદની અક્ષય દશા જેને પ્રાપ્ત થઈ તે પછી ભવ ધારણ કરતા નથી. એને ભવનું બીજ જ સમૂળગું નાશ પામી ગયું છે ને? અહાહા... ! ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં' –અર્થાત્ મોક્ષદશા પ્રગટી તે અનંત સુખની દશા એવા જ અનંતકાળ રહેવાની છે. અહા ! આવી અક્ષય મોક્ષદશા છે. (૮-૫૩૦) ( ૧૦૦૫ ) જોયું? મોક્ષને એટલે કે અનંત આનંદને અનુભવતું, જેમ ફૂલની કળી સર્વ પાંખડીએ ખીલી નીકળે તેમ, આત્માનું જ્ઞાન ને દર્શન પૂર્ણ ખીલી નીકળ્યું, અહા! તે પૂરણ જ્ઞાનદર્શનની દશા સહજ એટલે સ્વાભાવિક અને નિત્ય ઉઘાતરૂપ છે; અર્થાત્ જેનો પ્રકાશ નિત્ય છે એવી છે. અહાહા...! કેવળદર્શન ને કેવળજ્ઞાન જે અંતરમાં સ્વભાવમાં ત્રિકાળ શક્તિપણે હતાં તે વર્તમાન વ્યક્ત થયાં-ખીલી નીકળ્યાં; હવે તે, કહે છે, નિત્ય ઉઘોતરૂપ છે. (૮-૫૩૧ ) ( ૧૦૦૬ ) આત્માનો જે નિજરસ ચૈતન્યરસ-આનંદરસ-વીતરાગરસ છે તેની અતિશયતાલિશેષતા કેવલજ્ઞાન ને મોક્ષદશા થતાં પ્રગટ થઈ ગઈ. અહાહા...! સિદ્ધ દશા આવી નિજસની-ચૈતન્ય૨સની અતિશયતાથી અત્યંત ગંભીર છે. છદ્મસ્થને તેની ગંભીરતાનો પાર પામવો મુશ્કેલ છે. અહા! સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્માની જ્ઞાનના દશાની ઉંડપ પાર ન પમાય તેવી અમાપ છે. જેમ સમુદ્ર અતિ ઊંડો ગંભીર છે તેમ ભગવાનનું પવિત્ર જ્ઞાન અતિ ઊંડું અમાપ ગંભીર છે. (૮-૫૩૧ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ ( ૧૦૦૭) ભાઈ ! ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સદા મુક્તસ્વરૂપ જ છે. ગજબ વાત છે ભાઈ! કહે છેશક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે. અહા ! ભગવાન આત્મા તો શક્તિએ-સ્વભાવથી ત્રિકાળ મોક્ષસ્વરૂપ પ્રથમથી જ વિધમાન છે. જોયું? એનો મોક્ષ કરવો છે એમ નહિ, ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે, પ્રથમથી જ મોક્ષસ્વરૂપ છે. (૯-૧૫૫ ) ( ૧૦૦૮ ) અહા ! શ્રી જયસેનાચાર્યદેવ વીતરાગી સંત મુનિવર કહે છે-મોક્ષના બે પ્રકારઃ એક શક્તિરૂપ મોક્ષ, બીજો વ્યક્તિરૂપ મોક્ષ. ત્યાં પર્યાયમાં પરિણમન થઈને આત્માનો પૂર્ણ લાભ વ્યક્તરૂપે પ્રાસ થવો તે વ્યક્તિરૂપ મોક્ષ છે. અને વસ્તુ જે શુદ્ધપારિણામિકસ્વભાવે છે તે શક્તિરૂપ મોક્ષ ત્રિકાળ છે. ત્રિકાળ ૫૨મસ્વભાવભાવરૂપ જે શુદ્ધ શક્તિરૂપ મોક્ષ છે તેમાં મોક્ષ કરવો છે એમ નથી. એ તો પ્રથમથી જ મોક્ષસ્વરૂપ છે. અને તેનો આશ્રય કરીને પર્યાય જે પરિપૂર્ણસ્વભાવે પ્રગટ થાય તે વ્યક્તિરૂપ મોક્ષ છે. (૯-૧૫૬ ) ( ૧૦૦૯ ) આત્માનો ત્રિકાળી ધ્રુવસ્વભાવ અને એના આશ્રયે પ્રગટ થતો મોક્ષમાર્ગ સમજાવીને અહો! આચાર્ય ભગવાને અંતરનો ખજાનો ખોલી દીધો છે. હે ભાઈ! તારો ચૈતન્યખજાનો અંદર મોક્ષસ્વભાવથી ભરપૂર છે. એમાં અંદર ઊતરીને એમાંથી જોઈએ એટલું કાઢઃ સમ્યગ્દર્શન કાઢ, સમ્યગ્નાન કાઢ, સમ્યક્ચારિત્ર કાઢ, કેવળજ્ઞાન કાઢ અને મોક્ષ કાઢ. અહા ! સદાકાળ એમાંથી પૂર્ણ જ્ઞાન પૂર્ણ આનંદ લીધા જ કર; તારો ખજાનો ખૂટે એમ નથી. અહા ! તારું આત્મદ્રવ્ય અવિનાશી અનંતગુણસ્વભાવથી ભરેલું સદા મોક્ષસ્વરૂપ જ છે. ‘તું છો મોક્ષસ્વરૂપ ’ અહા ! આવા નિજ સ્વભાવનું જ્ઞાન-શ્રદ્ધાન થયું તેને મોક્ષ પ્રગટતાં શી વાર! જેણે અંત૨માં શક્તિરૂપ મોક્ષ ભાળ્યો તેને મોક્ષના ભણકાર આવી ગયા ને તેને અલ્પકાળમાં જ વ્યક્તિરૂપ મોક્ષ થાય છે. વસ્તુ-ધ્રુવ આત્મદ્રવ્ય શક્તિરૂપ મોક્ષ ત્રિકાળ છે, અને એના આશ્રયે વ્યક્તિરૂપ મોક્ષ નવો પ્રગટે છે. પર્યાયમાં મિથ્યાત્વ હો કે સમ્યક્ત્વ હો, બંધન હો કે મોક્ષ હો; દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે, તેમાં બંધન નથી, આવતરણ નથી, અશુદ્ધતા નથી કે અલ્પતા નથી. અહાહા...! વસ્તુ તો સદા પરિપૂર્ણ જ્ઞાનથન-આનંદઘન પ્રભુ મોક્ષસ્વરૂપ જ છે. અહા ! આવા નિજ૨સ્વભાવનું અંતર્મુખ થઈને ભાન કરનારને પર્યાયમાં બંધન ટળીને પૂરણ શુદ્ધ મોક્ષદશા થવા માંડે છે. અહો ! આવો અલૌકિક મોક્ષનો માર્ગ છે અને એનું નામ ધર્મ છે. (૯-૧૫૭) ( ૧૦૧૦) અહાહા...! ભગવાન આત્મા સહજાનંદ-નિત્યાનંદ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. હવે તે છે, છે ને છે; તેની આદિ શું? મધ્ય શું? અંત શું? અહાહા...! આવી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #377 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ ૩૬૫ અનાદિઅનંત સહજ ફેલાયેલી ચૈતન્યપ્રભા વડ દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાન-ઘનરૂપ મહિમા નિત્ય ઉદિત રહે. અહાહા...! જેમ સર્વ પાંખડીએ ગુલાબ ખીલી જાય તેમ અનંત શક્તિએ આત્મા પૂર્ણ ખીલી ગયો, શક્તિ સહજ હતી તે પૂર્ણ વિસ્તરી ગઈ-હવે એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા સદા ઉદયમાન રહેશે એમ કહે છે. સમજાણું કાંઈ... ? શુદ્ધ દશા પૂર્ણકળાએ પ્રગટ થઈ તે થઈ, હવે તે દશા સાદિઅનંત અવિચળ-કાયમ રહેશે. કેવળજ્ઞાન ને મોક્ષની દશા થઈ તે હવે ફરશે નહિ, હવે તે અવતાર લેશે નહિ. લ્યો, ભક્તોને ભીડ પડે ને ભગવાન અવતાર લે એમ બનવા જોગ નથી; એવું કેવળજ્ઞાન ને મોક્ષનું સ્વરૂપ નથી; મોક્ષદશા તો નિત્ય ઉદયમાન છે. (૧૦-૨૧૫) (૧૦૧૧) અહાહા..! અનંત અનંત ગુણરિદ્ધિ-સમૃદ્ધિથી ભરેલો ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે. અહાહા..! ત્રણકાળ-ત્રણલોકને યુગપત્ એક સમયમાં જાણે એવું એનું સામર્થ્ય છે. આ સામર્થ્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે, કહે છે, સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે. અહાહા...! કેવળજ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વરૂપ પૂર્ણ પ્રગટ થાય છે. કેવળજ્ઞાન પ્રગટતાં જ સાથે પૂર્ણ આનંદ, પૂર્ણ વિર્ય, પૂર્ણ શાન્તિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા ઇત્યાદિ શક્તિઓની પૂર્ણ વ્યક્તદશા પ્રગટ થાય છે. આનું નામ કેવળજ્ઞાન અને પૂર્ણદશા છે. તેથી કહે છે, તેના મહિમાને કોઈ આંચ આવતી નથી, તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી. પૂર્ણ વીતરાગતા થઈને કેવળજ્ઞાન થયું ત્યાં અનંતવીર્ય પણ પ્રગટ થયું. તેથી હવે તેનો મહિમા અબાધિતપણે સદા ઉદયમાન રહે છે. હવે તેને અવતાર લેવો પડે એમ કદીય છે નહિ. ભગવાન આત્મા અંદર પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ વસ્તુ પ્રભુ છે. તેનાં અંશે જ્ઞાન-શ્રદ્ધાન-આનંદ પ્રગટ થાય તે ઉપાય છે અને પૂરણ જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની દશા પ્રગટ થાય તે ઉપય નામ ઉપાયનું ફળ છે. આ દયા, દાન, વ્રત આદિ વ્યવહાર રત્નત્રય તે ઉપાય અને સિદ્ધપદ ઉપય એમ નથી હો, વ્યવહાર રત્નત્રયને ઉપાય કહીએ એ તો નિમિત્તનું વ્યવહારનું કથન છે; તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાત છે; પણ ભાઈ ! તે વ્યવહાર આદરેલો પ્રયોજનવાન નથી, તે આદરવા લાયક નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એક જ આશ્રય કરવા યોગ્ય છે, અને તેના આશ્રયે અંશ જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર પ્રગટ થાય તે વાસ્તવિક ઉપાય છે અને તેની પૂર્ણતા તે ઉપય નામ મોક્ષ છે. આ દિવ્યધ્વનિનો સાર છે. અહીં કહે છે-ઉપાય દ્વારા ઉપય નામ પૂર્ણ કેવળજ્ઞાન દશા ને મોક્ષની દશા પ્રગટ થાય તે નિરાબાધ સદાય સાદિ-અનંતકાળ ઉદયમાન રહે છે, તેમાં કદીય કોઈ આંચઊણપ આવતી નથી. મુક્ત જીવને ભક્તોની ભીડ ભાંગવાનો બોજો રહે અને તે અવતાર ધારણ કરે એ માન્યતા મિથ્યા છે, કેમકે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ અધ્યાત્મ વૈભવ પરમ વીતરાગ પરમેશ્વર માટે એ ત્રિકાળ સંભવિત નથી. આવી વાત છે. સમજાણું કાંઈ ? (૧૦-૨૧૩) (૧૦૧૨) પંચમકાળમાં અત્યારે કેવળજ્ઞાન નથી એમ તું મુંઝાઈશ નહિ. ભાઈ ! કેવળજ્ઞાન ભલે અત્યારે નથી, પણ ભગવાન મુક્ત-આનંદસ્વરૂપની દષ્ટિ, જ્ઞાન ને રમણતા તો અત્યારે વર્તે છે, થાય છે. અહા ! જેને મુક્તસ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ સ્વસંવેદનમાં જાણ્યું, માન્યું તેને પર્યાયમાં અંશે મુક્તિ થઈ જ ગઈ, અને અલ્પકાળમાં તે ઉગ્ર અંતરના પુરુષાર્થ વડે મુક્તિ પામશે જ. અહાહા..! આનંદનો સાગર પ્રભુ પોતે છે તેનાં રસ-રુચિને રમણતા કરતાં અંદર આનંદનાં પૂર આવે, આનંદના લોઢના લોઢ ઊછળે-અહા! તે દશામાં જે સ્થિત રહે છે તે પુરુષ, કહે છે, અલ્પકાળમાં પરમાનંદસ્વરૂપ મોક્ષને પામે છે. (૧૦-ર૬ર) (૧૦૧૩) ચોથા આરામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થઈ જાય છે. પણ અહીં પંચમ આરાના મુનિરાજ છે તે પોતાની વાત કરે છે એમ કે અહીંથી સ્વર્ગમાં જશું, ત્યાંથી મનુષ્ય થઈને ત્રીજે ભવે મોક્ષ જશું. પાંચમો આરો છે, અમારો પુરુષાર્થ ધીમો છે, કેવળજ્ઞાન અને મોક્ષ થાય એવો હુમણાં પુરુષાર્થ નથી, પણ ત્રીજે ભવે અમે જરૂર મોક્ષપદ પામશું. આ તો સૌને સાગમટે નોતરું છે. એમ કે નિજ સ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન-રમણતા કર, તેમાં જ વિહર; અમે કોલકરાર કરીએ છીએ કે ત્રીજે ભવે તું મોક્ષપદ પામીશ. ભાઈ ! તું અનાદિ વ્યવહારની ગુંચમાં ગુંચાયો છો. જો તારે મોક્ષલક્ષ્મીને વરવું છે તો ધીરજથી અને સાહસથી ગુંચ ઉકેલી નાખ. વ્યવહાર સાધન છે એ અભિપ્રાયને છોડી દે તો ગુંચ ઊકલી જશે. અહા ! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એ એક જ સાધકભાવ છે. તેનો કાળ અસંખ્ય સમયનો છે. તેના ફળમાં મોક્ષદશા પ્રગટ થાય. તેનો રહેવાનો કાળ અનંત-અનંત સમયનો છે. -ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અનાદિ-અનંત છે. -તેના આશ્રયે પ્રગટ થયેલી સાધકદશા સાદિ-સાત અસંખ્ય સમય છે. -તેના ફળરૂપે પ્રગટ થયેલી કેવળજ્ઞાન અને મોક્ષની દશા સાદિ-અનંત છે. સમ્યગ્દર્શન થયા પછી કોઈને તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે, અને કોઈને બે, પાંચ, કે પંદર ભવ સુધીમાં થાય છે, તોપણ સાધકદશાનો કાળ અસંખ્ય સમય જ છે, તેમાં અનંત સમય ન લાગે. અહા ! આત્મા અનંતગુણનો દરિયો પ્રભુ ચૈતન્ય ચમત્કારથી ભરિયો છે. તેનાં નિશ્ચય શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા જેને થયાં તેના સંસારનો અલ્પકાળમાં જ અંત આવીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #379 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ ૩૬૭ તેને સાદિ-અનંતકાળ રહે તેવું સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. અહાહા...! તેનો સંસાર અનાદિસાંત થઈ જાય છે ને સાદિ-અનંત સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. (૧૦-૨૬૪) (૧૦૧૪). અંદર સ્વરૂપમાં મગ્ન-લીન થતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ્યા તે રત્નત્રય છે. તેની પરમ પ્રકર્ષરૂપ ઉત્કૃષ્ટ દશા થતાં અર્થાત્ ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય થતાં તેના ફળરૂપે મોક્ષદશા પ્રગટ થાય છે. અહા! રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજવલિત થયેલો જે અલિત વિમળ સ્વભાવભાવ તે પૂર્ણ મોક્ષદશા છે. (૧૧-૨૨૫) (૧૦૧૫) આનંદનમાં સુસ્થિત છે એવું એનું સદા અસ્મલિત એક રૂપ છે. અહાહા...પૂર્ણ આનંદની દશા જે પ્રગટ થઈ તે અસ્મલિત છે, હવે એ કાંઈ ફરે એમ નથી; સાદિ અનંતકાળ એવો ને એવો જ આનંદ રહ્યા કરે છે. અહાહા...! “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” સંસારનો અંત થઈને મોક્ષદશા થઈ તેમાં પૂર્ણ આનંદનું, એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે, તેમાં હવે કોઈ ફરક થાય નહિ એવું એ અખ્ખલિત છે. સમજાય છે કાંઈ...? સિદ્ધમાં (સિદ્ધદશામાં) શું છે? તો કહે છે–ત્યાં સ્વરૂપ-લીનતાથી પ્રાપ્ત એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે. આ સિવાય બીજું કાંઈ જ નથી; બાગ-બંગલા, બગીચા, હીરા-મોતી-પન્ના કે કુટુંબ-પરિવાર કાંઈ જ નથી. અહાહા...! પૂર્ણાનંદના નાથને ભેટવાથી જે આનંદની-અનંત આનંદની દશા પ્રગટી છે તે કહે છે, ભગવાન સિદ્ધને અવિચલ-અસ્મલિત એકરૂપ છે. આવી વાત ! .. અહાહા-! આવું દિવ્ય સુપ્રભાત! સૂર્ય ઊગે અને આથમે એમાં તો સુપ્રભાત કાયમ રહેતું નથી, પરંતુ આ ચૈતન્યસૂર્ય તો ઊગ્યો તે ઊગ્યો, હવે તે આથમતો નથી. આવું દિવ્ય સુપ્રભાત સાદિઅનંત રહે એવો આ આત્મા ઉદય પામે છે. (૧૧-૨૪૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #380 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬. પુણ્ય-પાપ 22) (1) Apr આ જ તો (૧૦૧૬) જેમ ઘંટીના બે પડની વચ્ચે જે દાણો હોય તે પીસાઈ જાય છે તેમ આ સમસ્ત જીવલોક અનાદિથી સંસારરૂપી ચક્ર કહેતાં પુણ્ય અને પાપ એમ બે ભાવરૂપ ચક્રની મધ્યમાં પીસાઈ રહ્યો છે, દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. (૧-૭૧) (૧૦૧૭) ભાઈ ! અશુભથી બચવા શુભરાગ આવે ખરો, પણ એ કાંઈ મૂળમાર્ગ એટલે કે મોક્ષમાર્ગ નથી. ત્યારે કોઈ શુભરાગ અને તેનાં નિમિત્ત અરહંતાદિને મૂળથી ઉડાડે તો એમ પણ નથી. પ્રતિમા, મંદિર, વગેરે છે પણ એ શુભરાગનાં નિમિત્ત છે, એનો આશ્રય કરતાં ધર્મ નથી. ધર્મ તો એકમાત્ર ત્રિકાળી ચૈતન્યભગવાન પૂર્ણાનંદના આશ્રય વિના બીજી કોઈ રીતે ન થાય (૧-૧૬૪) (૧૦૧૮) એ શુભભાવ તે ધર્મ નથી; એ તો સંસાર છે, રખડવાનો ભાવ છે. પુષ્ય પોતે રખડાઉ છે, એનાથી રખડવું કેમ મટે ? એ પુણ્યભાવ-શુભભાવ સંસાર છે. (૧-૧૯૩) (૧૦૧૯). વર્તમાન પર્યાય તે વિકારી થવા યોગ્ય અને એમાં કર્મ નિમિત્ત તે વિકાર કરનાર એ બને પુણ્ય છે. વિકારી થવા યોગ્ય છે તે ભાવપુર્ણ અને કર્મનું નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય-એમ બન્ને પુણ્ય છે. એ જ પ્રમાણે વિકારી થવા યોગ્ય જે જીવની પર્યાય તે ભાવપાપ અને કર્મનું જે નિમિત્ત તે દ્રવ્યપાપ-એમ બન્ને પાપ છે. દ્રવ્યપા૫ એ, ભાવપાપ થવામાં નિમિત્ત છે. વસ્તુસ્વભાવ પોતે પુણ્ય-પાપને કરનાર નથી. શુભભાવ થવા લાયક જીવ (પર્યાય) અને એનો કરનાર કર્મનો ઉદય તે અજીવ છે તેને દ્રવ્યપુણ્ય કહીએ. એવી રીતે હિંસા, જૂઠ, ચોરી આદિ ભાવપાપ થવા લાયક તો જીવ છે, પર્યાયમાં એવી લાયકાત છે અને કર્મનું જે નિમિત્ત છે તેને દ્રવ્યપાપ કહીએ. મોહકર્મનો જે ઉદય છે એ તો પાપ જ છે. ઘાતકર્મનો ઉદય જે છે એ તો એકલો પાપરૂપ જ છે. છતાં અહીં પુણ્યભાવપણે પમિણમ્યો છે તેને ભાવપુર્ણ જીવ કહ્યો અને કર્મનો ઉદય (ઘાતકર્મનો) જે અજીવ છે તેને દ્રવ્ય-પુણ્ય કહ્યો, શાતાનો ઉદય છે એ પુણ્યભાવમાં નિમિત્ત ન થાય, એ તો અઘાતી છે. એનો ઉદય તો સંયોગ આપે. (અઘાતી કર્મ સંયોગમાં નિમિત્ત થાય, પુણ્ય-પાપમાં નિમિત્ત ન થાય) પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #381 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ ૩૬૯ ઘાતકર્મનો ઉદય જે છે એને અહીં ભાવપુણ્યની અપેક્ષાએ દ્રવ્યપુણ્ય કહ્યો છે. ઘાતકર્મનો ઉદય મંદ હોય કે તીવ્ર, એ છે તો પાપ જ. કર્મનો ઉદય ભલે તીવ્ર હોય, અહીં રાગની મંદતારૂપ પુણ્યભાવ કરે તો કર્મના ઉદયને દ્રવ્ય-પુણ્ય (મંદ ઉદય) કહેવાય છે. કર્મનો ઉદય મંદ છે માટે અહીં શુભભાવ થયો એમ નથી. અહીં એમ નથી લીધું કે શુભભાવનો ઉદય હોય તો દ્રવ્ય-પુણ્ય. જીવના પુણ્યભાવને જે નિમિત્ત છે એને દ્રવ્ય-પુણ્ય કહ્યું છે. જીવ પોતાના શુભભાવને લાયક છે તે જીવ-પુણ-ભાવપુષ્ય અને એમાં જે કર્મ નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય, અજીવ-પુણ્ય કહ્યું છે. (૧-૧૯૪). (૧૦૨૦) પુણ્ય-પાપના ભાવને શાસ્ત્રમાં પુદ્ગલના કહ્યા છે, કારણ કે એમાં ચેતનનો-જ્ઞાનનો અંશ નથી. રાગ ચૈતન્યના અભાવરૂપ છે, તેમાં ચૈતન્યના નૂરનો અંશ પણ નથી. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પમાં ભગવાન ચૈતન્યની જાતિ નથી, તેથી પુદ્ગલના કહ્યા છે. (૧-૨૦૧૮) (૧)૨૧) અહાહા ! અંતરમાં જેને આનંદનો અનુભવ વર્તે છે, જેને પરદ્રવ્યનું કર્તાપણું તો દૂર રહો, રાગનું કર્તાપણું પણ છૂટી ગયું છે એવા નિગ્રંથ મુનિને પર્યાયમાં જે મહાવ્રતનો શુભરાગ આવે છે તે “જગપંથ' છે. કુંદકુંદાચાર્યદેવ સ્વયં પુણ્ય-પાપ અધિકારમાં ફરમાવે છે કે પુણ્ય છે એ સંસારમાં દાખલ કરે છે, એને ભલું કેમ કહેવાય ? જ્યાં સુધી પર્યાયમાં પૂર્ણ વીતરાગતા પ્રગટી નથી ત્યાં સુધી અશુભથી બચવા શુભરાગ આવે, પરંતુ શ્રદ્ધામાં સાધકને એ હેય છે, કેમકે એ “જગપંથ ” છે. મુનિને પણ જેટલો શુભરાગ આવે છે એ પ્રમાદ છે અને સંસારનું કારણ છે. ભાઈ એકાંત બોધસ્વરૂપ જે જ્ઞાયકભાવ તે એકના લક્ષ વિના જે કોઈ પરના લક્ષે રાગ ઉત્પન્ન થાય છે એ જગપંથ' છે, પછી ભલે એ શુભરાગ ભગવાનની ભક્તિ કે સ્મરણનો હો કે મહાવ્રત સંબંધી હો. કાયરનાં તો કાળજાં કંપી ઊઠે એવી આ વાત છે. (૧-૨૩૯) (૧૮૨૨). શુભ-પુણ્યનું ભલું કેમ કહીએ કે જે સંસારમાં દાખલ કરે? એ ભલું નથી, સારું નથી, (આદરણીય નથી) કેમકે શુભભાવ એ સંસાર છે, મલિન છે. નિશ્ચયથી તો પુણના ભાવને પાપ કહેલ છે. યોગીન્દુદેવકૃત યોગસાર ગાથા ૭૧ માં કહ્યું છે કે પાપરૂપને પાપ તો જાણે સહુ કોઈ, પુણ્યતત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ. અનુભવી સમ્યગ્દષ્ટિ તો પુણને પણ પાપ કહે છે. અહીં આચાર્ય મહારાજ કહે છે કે નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારરત્નત્રય (પુણ્યભાવ) એ પાપ છે, રાગ છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #382 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૦ અધ્યાત્મ વૈભવ મલિન છે, બંધ છે, સંસાર છે. અહાહા...! આકરી વાત! બાપા! વીતરાગનો માર્ગ વીતરાગભાવથી ઉત્પન્ન થાય છે, રાગથી ઉત્પન્ન થતો નથી. (૨-૧૫ ) (૧૦૨૩) જૈનપત્રોમાં (સામયિકોમાં) બધું ઘણું આવે છે કે-આ વ્યવહાર, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના જે ભાવ છે એને પુણ્ય કહી હેય કહો છો. પણ એનાથી તો તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ પદવી મળે છે અને પછી મોક્ષ થાય છે. તો એને ( પુણ્યને ) હેય કેમ કહેવાય ? તમે એને ય કહો છો એ અજ્ઞાન છે. ઘણું લખ્યું છે કે–ભગવાને એને ધર્મ કહ્યો છે અને એનાથી ઊંચાં પદ મળે અને પછી મોક્ષે જાય ઇત્યાદિ. અરે ભાઈ! તને ખબર નથી, બાપુ. એ પદવીનાં પુણ્યો કોને હોય છે? જેને આત્મા સચ્ચિદાનંદ ભગવાન અનંત-આનંદનો કંદ પ્રભુ અંદર વિરાજે છે તે અનુભવમાં આવ્યો છે, જેને આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો (સ્વસંવેદન પ્રત્યક્ષ ) સાક્ષાત્કાર થયો છે અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે એવા સમકિતીને કંઈક મંદરાગ (પુણ્યભાવ) હોય છે. એને આ રાગના ફળમાં તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ સાત સ્થાનો જે કહ્યાં છે તે હોય છે. જેને રાગ હૈયબુદ્ધિએ છે અને રાગની ઇચ્છા નથી એવા સમ્યગ્દષ્ટિને રાગના (વ્રતાદિના ) ફળમાં આ પદો હોય છે. પરંતુ અજ્ઞાનીને તો આ પદો હોય જ નહિ, કેમકે તેને આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શનના અભાવમાં જે પુણ્ય આદિ ભાવ થાય તેમાં આત્મબુદ્ધિ છે અને એ જ મિથ્યાદર્શન અને અજ્ઞાન છે. (૨-૯૩) (૧૦૨૪) જેમ લાપસી રંધાતી હોય અને કાચાં લાકડાંનો ધુમાડો થતો હોય તો વાસણ અને લાપસી દેખાતાં નથી, એમ પુણ્ય-પાપના ધુમાડાની આડમાં અંદર ભગવાન આત્મા છે તે દેખાતો નથી. આ શુભાશુભ વિકલ્પો છે એ ધુમાડો-મેલ છે. અને તેની રુચિમાં આત્મા જણાતો નથી. (૨-૨૧૭) (૧૦૨૫ ) તે અજ્ઞાનીઓ એમ કહે છે કે શુભભાવ શુદ્ધમાં જવાની નિસરણી છે. પહેલાં અશુભથી છૂટી શુભમાં આવે, પછી તે વડે શુદ્ધમાં જવાય-એમ તેઓ કહે છે. પણ ભાઈ, એ પરમાર્થે નિસરણી નથી. શું રાગથી કદી વીતરાગપણામાં જવાય? રાગ દશાની દિશા ૫૨ તરફ છે, અને વીતરાગદશાની દિશા સ્વ તરફ છે. બન્નેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જેની દિશા વિરુદ્ધ છે એને શુદ્ધભાવની નિસરણી કેમ કહેવાય? ૫૨ તરફ ડગ માંડતાં માંડતાં સ્વમાં કેમ જવાય ? શાસ્ત્રોમાં જે વ્યવહારને નિશ્ચયનું સાધન કહ્યું છે એ તો નિશ્ચય સાથે જે વ્યવહાર નિમિત્તરૂપ હોય છે તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી રહ્યું છે. ( ૩–૧૦ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #383 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પા૫ ૩૭૧ (૧૦ર૬) એ અજ્ઞાન કાંઈ બચાવનું સાધન હોઈ ન શકે. જેમ ઝેરના પીવાથી મરી જવાય તેમ શુભકર્મના સેવનથી પણ આત્માનો ઘાત જ થાય. એની ખબર ન હોય તેથી કાંઈ તે આત્મઘાતના નુકશાનથી બચી ન જાય. એને એનું નુકશાન ભોગવવું જ પડે. (૩-ર૬). (૧૦૨૭) જગતના સઘળા સંસારીઓને પુણ્ય-પાપરૂપે કર્મનો વિપાક વ્યાપેલો છે. તેઓ પુણ્યપાપને જીવ કહે છે. અહીં કહે છે કે પુણ્ય-પાપ છે એ કર્મનો વિપાક છે, એ આત્મા નથી. શ્રી સમયસાર કળશટીકા કળશ ૧૮૯ માં લીધું છે કે પઠન-પાઠન, સાંભળવું, ચિન્તન કરવું, સ્તુતિ, વંદના એ સઘળો. જે ક્રિયા-કલાપ છે તે વિકલ્પ છે, રાગ છે. હજુ જેને પઠન-પાઠનની નવરાશ નથી એની તો વાત જ શું કરવી? એને તો આત્મા શુભાશુભ ભાવથી રહિત શુદ્ધ ચૈતન્યધાતુ છે. એ બેસી શકતું જ નથી. ભાઈ ! હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ પાપના ભાવ તો ઝેર છે જ, પણ આ પઠન-પાઠન, શ્રવણ, ચિંતવન, સ્તુતિ, વંદના આદિ શુભભાવ છે તે પણ ઝરનો ઘડો છે. તે કાંઈ અમૃતસ્વરૂપ આત્મા નથી. (૩–૨૮) (૧૦૨૮) જેને આત્માના આનંદનો અનુભવ હોય તેના શુભભાવને આરોપથી અમૃત કહેવાય છે. ત્રિકાળ ધ્રુવ અખંડ એક ચૈતન્યસ્વરૂપના અવલંબને જે નિશ્ચયધર્મ પ્રગટયો છે તે જ ખરેખર અમૃત છે. પણ તે ધર્મનો શુભભાવ પર આરોપ કરીને શુભભાવને પણ અમૃત કહ્યો છે; છે તો ખરેખર એ ઝેર. અરે ! જગતને સત્ય સાંભળવા મળે નહિ એ બિચારા ક્યાં જશે? લાખો રૂપિયાનાં દાન આપે ત્યાં દાન દેવાનો જે ભાવ છે તે પુણ્ય છે. એનાથી કાંઈ જન્મમરણ ન મટે. અને એને ધર્મ માને તો મિથ્યાદર્શન છે. પૈસા તો અજીવ છે. જીવ કાંઈ એ અજીવનો સ્વામી નથી. પૈસા મારા છે એમ માનનારે પોતાને અજીવ માન્યો છે. ભાઈ ! પૈસા પેદા કરવા, એને સાચવવા અને વાપરવા એ કાંઈ આત્માની ક્રિયા નથી. તથા દાન આપવાનો જે શુભભાવ છે તે રાગ છે, સંસાર છે. શુભભાવ કે જે સંસારમાં પ્રવેશ કરાવે તેને ભલો કેમ કહીએ? પુણ્ય-પાપના ભાવ એ તો કર્મનો વિપાક છે, એ કાંઈ ભગવાન આત્માનો વિપાક નથી. પુણ્ય-પાપનો જે કર્તા થાય એ જીવ નહિ, જીવ તો નિર્મળ જ્ઞાનાનંદ-સ્વરૂપ છે. એ જ્ઞાનનો કર્તા થાય. જીવ વિકારનો કર્તા થાય એમ માનનારે પોતાને આખોય વિકાર માન્યો છે. પણ ભાઈ ! વસ્તુ આત્મા તો વિકારથી રહિત ચિત્માત્ર છે. વસ્તુતત્ત્વ બહુ સૂક્ષ્મ છે. બાપુ ! જન્મ-મરણના દુઃખોથી મુક્ત થવાનો ઉપાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #384 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૨ અતિ આકરો અને ઝીણો છે. અધ્યાત્મ વૈભવ ( ૩–૨૮ ) (૧૦૨૯ ) આ લસણ અને ડુંગળીમાં જે નિગોદના જીવો છે એમને પણ શુભાશુભભાવો તો હોય છે. ક્ષણમાં શુભ અને ક્ષણમાં ભાવ આવે છે. એમને પણ શુભાશુભ કર્મધારા નિરંતર ચાલ્યા કરે છે. ભાઈ! એ તો બધો કર્મનો વિપાક છે. જડનું ફળ છે, એ કાંઈ ચૈતન્યનું ફળ નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા તો પુણ્ય-પાપરૂપ કર્મના વિપાકથી ભિન્ન છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. યુક્તિથી પણ એમ જ સિદ્ધ થાય છે અને ભેદજ્ઞાનીઓ વડે પણ શુભાશુભ ભાવોથી ભિન્ન જુદો ચૈતન્યસ્વભાવમય આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. (૩–૨૯ ) (૧૦૩૦) ભગવાન આત્મા ત્રિકાળ અનાકુળ આનંદસ્વભાવી વસ્તુ છે. અનાકુળ સુખ આત્માનો સ્વભાવ છે. એવો જે સુખ નામનો અતીન્દ્રિય અનાકુળ આત્મસ્વભાવ છે તેનાથી પુણ્યપાપના ભાવ વિલક્ષણ છે, વિરુદ્ધ લક્ષણવાળા છે. એ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો, પુણ્ય-પાપના ભાવો દુઃખમાં જ સમાવેશ પામે છે. આત્મા તો જ્ઞાનમય, શ્રદ્ધામય, શાન્તિમય, વીતરાગતામય, અતીન્દ્રિય આનંદમય છે. આત્માનો જે અનાકુળ આનંદમય સ્વભાવ છે તેનાથી વિલક્ષણ પુણ્ય-પાપ દુઃખરૂપ છે. જે ભાવ દુઃખરૂપ છે તે સુખનું સાધન કેમ થાય ? રાગાદિ ભાવો સઘળા આકુળતાલક્ષણ દુ:ખમાં જ સમાવેશ પામે છે. તેથી ખરેખર તે અજીવ છે. જીવ વસ્તુ તો જ્ઞાનાનંદસ્વભાવી છે અને આ પુણ્ય-પાપ આદિ ભાવો એનાથી વિલક્ષણ એટલે વિપરીત સ્વભાવવાળા દુઃખસ્વરૂપ છે, ઝેરરૂપ છે. આગળ જતાં તેને વિષકુંભ કહ્યો છે. (૩–૪૦) (૧૦૩૧ ) ચિન્માત્ર વસ્તુનો જે અનાકુળ આનંદ સ્વભાવ તે જેણે સાધ્યો છે તથા તેમાં જ દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા થતાં જેને નિરાકુળ આનંદનો પ્રગટ સ્વાદ આવ્યો છે તેવા ધર્મી જીવના મંદરાગના ભાવને (સહચર દેખી ) પરંપરા કારણ કહ્યું છે. તેણે સ્વભાવ તરફનું જોર કરીને શુભના કાળે અશુભભાવ ટાળ્યો છે. ખરેખર તો સ્વભાવના જોરના કારણે અશુભ ટળ્યો છે, પણ તેને બદલે શુભભાવથી અશુભ ટળ્યો એમ આરોપ કરીને કહ્યું છે. મિથ્યાદષ્ટિને સ્વભાવ તરફનું જોર જ નથી. તેથી તેને અશુભ ટળ્યો જ નથી. તેથી તેને શુભભાવ જે થાય છે તે શુભભાવ ઉપ૨ પરંપરા કારણનો આરોપ આપી શકાતો નથી. સૌથી મોટું મિથ્યાત્વનું પાપ છે. તેનો તેણે નાશ કર્યો નથી. તેથી મિથ્યાદષ્ટિના બધાંય ભાવોને અશુભ કહ્યા છે. (૩–૪૧) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #385 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય-પાપ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૩ (૧૦૩૨ ) જે પુણ્ય-પાપરૂપ વિકાર છે તે ભૂતાવળ છે. ભગવાન આત્મા ભૂતાર્થ છે. ભૂતાવળમાં ભગવાન ચૈતન્યમૂર્તિ આવે એમ કદીય બનતું નથી. છતાં એ પુણ્ય-પાપના ભાવોની ભૂતાવળમાં આત્મા છે એમ કહેવું એ વ્યવહારનય છે. (૩-૫૭) ( ૧૦૩૩ ) મોક્ષમાર્ગ પ્રકાશકમાં શિષ્યે પ્રશ્ન કર્યો છે કે-પ્રભુ! શુભભાવવાળાને અશુભ રાગ તો ઘટે છે. માટે એટલું ચારિત્ર તો કહો? ત્યાં કહ્યું છે કે સમ્યગ્દર્શન જેને હોય, જેને અભેદની દૃષ્ટિ થઈ હોય તેને જ શુભભાવમાં અશુભ રાગ ઘટે છે. પણ જેને વસ્તુની દૃષ્ટિ થઈ નથી, જે ચૈતન્યનિધાન છે તે નજરમાં આવ્યું નથી, તે જીવને શુભભાવ વખતે અશુભભાવ ઘટયો જ નથી. શુભાશુભભાવરહિત શુદ્ધ ચૈતન્યવસ્તુને જાણ્યા વિના શુભભાવ વખતે અશુભ ઘટે એમ ત્રણકાળમાં બનતું નથી કેમકે તેને મિથ્યાત્વ તો આખું પડયું છે. ભાઈ ત્રિકાળી પૂર્ણ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે ક્રમે ક્રમે રાગ ઘટીને નાશ થઈ જાય છે. અહાહા! જેમાં રાગ નથી, ભવ નથી, ભવના ભાવ નથી, અપૂર્ણતા નથી એવા પૂર્ણસ્વભાવમય શુદ્ધ ચૈતન્ય ભગવાનના નિધાનને જેણે જોયું છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે શુદ્ધ ચૈતન્યવસ્તુના આશ્રયે શુભભાવને પણ ઘટાડીને ક્રમે કરી સ્વાશ્રયની પૂર્ણતા કરી મુક્તિ પામશે. ( ૩–૧૧૮ ) ( ૧૦૩૪ ) પ્રશ્ન:- - વિકાર સ્વપર-હેતુક છે એમ શાસ્ત્રોમાં આવે છે ને ? ઉત્ત૨:- - એ તો એકલા સ્વથી જ (શુદ્ધ દ્રવ્યથી) વિકાર થાય નહિ એમ બતાવવા વિકારની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે હેતુ ત્યાં સિદ્ધ કર્યાં છે. વિકારને જ્યારે વિભાવ તરીકે અથવા પર નિમિત્તના આશ્રયે થયેલી દશા છે એમ બતાવવું હોય ત્યારે, ઉપાદાન તે સ્વ અને નિમિત્ત તે ૫૨-એમ સ્વપરથી ઉત્પન્ન થયેલી છે એમ કહેવાય છે. વિકાર એકલા સ્વથી (સ્વભાવથી ) ઉત્પન્ન થાય એમ બને નહિ. ૫૨ ઉપર લક્ષ જતાં પર્યાયમાં વિકાર થાય છે. માટે વિકારને સ્વપરહેતુક કહ્યો છે. જ્યારે અહીં એમ કહ્યું કે એ રાગાદિ બધાય કર્મજન્ય છે. એ તો એ ભાવો બધાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી અને પર્યાયમાંથી કાઢી નાખવા યોગ્ય છે માટે દ્રવ્યદષ્ટિ કરાવવા એમ કહ્યું છે. પરમાત્મપ્રકાશમાં પણ રાગ-દ્વેષાદિને કર્મજન્ય કહ્યા છે, કારણ કે તેઓ શુદ્ધ આત્મદ્રવ્યથી નીપજતા નથી. ભાઈ, અશુદ્ધતા દ્રવ્યમાં ક્યાં છે કે જેથી તે ઉત્પન્ન થાય ? પર્યાયમાં જે અશુદ્ધતા થઈ છે એ તો પર્યાયનું લક્ષ ૫૨ ઉપ૨ ગયું છે તેથી થઈ છે. તેથી તો તેને સ્વપર-હેતુથી થયેલો ભાવ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ ભાઈ! એક સમયની પર્યાયમાં રાગ-અશુદ્ધતા જે થઈ છે તે સત્ છે અને તેથી અહેતુક છે એમ પંચાસ્તિકાયમાં સિદ્ધ કર્યું છે. એ રાગ-અશુદ્ધતા (સ્વભાવના લક્ષે નહિ પણ) પરના લક્ષ થઈ છે એમ બતાવવા તેને સ્વપરહેતુક કહી છે. અને પછી ત્રિકાળ વસ્તુમાં એ રાગ-અશુદ્ધતા નથી તથા પર્યાયમાં એક સમયના સંબંધે છે તે કાઢી નાખવા જેવી છે તે અપેક્ષાએ તેને કર્મજન્ય ઉપાધિ કહી છે. અહા ! એકવાર કહે કે અશુદ્ધતા સ્વયં પોતાથી છે, પછી કહે કે તે સ્વપર હેતુથી છે અને વળી કહે કે તે એકલી કર્મજન્ય છે!!! ભાઈ, જે અપેક્ષાએ જ્યાં જે કહ્યું હોય તે અપેક્ષાએ ત્યાં તે સમજવું જોઈએ. ( ૩–૧૪૭) ( ૧૦૩૫ ) પ્રશ્ન:-- રાગ જેટલો થાય છે તે નાશ પામીને અંદર જાય છે ને? પર્યાયનો વ્યય તો થાય છે. તો તે વ્યય થઈને ક્યાં જાય છે? જો અંદર જાય છે, તો વિકાર અંદર ગયો કે નહીં? ઉત્ત૨:- ભાઈ, અંદર દ્રવ્યસ્વભાવમાં નથી. પર્યાયનો જે વ્યય થયો છે તે પારિણામિકભાવમાં યોગ્યતારૂપ થઈ ગયો છે. વર્તમાનમાં વિકાર જે પ્રગટ છે તે ઉદયભાવરૂપ છે. પરંતુ જ્યારે તેનો વ્યય થાય છે ત્યારે તે પારિણામિકભાવે થઈને અંદર જાય છે. તેવી જ રીતે ક્ષયોપશમભાવની પર્યાય પણ વ્યય પામે છે અને બીજે સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ પહેલાંનો ભાવ વ્યય પામીને ગયો ક્યાં? શું તે અંદરમાં ક્ષયોપશમભાવે છે? ના, તે પરિણામિકભાવે અંદર વસ્તુમાં છે. ( ૩–૧૪૯ ) ( ૧૦૩૬ ) પ્રશ્ન:-- એકલો શુભભાવ જીવની સાથે સંબંધ રાખે છે એમ કહો તો ? ઉત્ત૨:- - કેટલાક વ્રત-તપ વડે ધર્મ માને છે તથા કેલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં ધર્મ માને છે. શુભભાવમાં ધર્મ માનનારા એ બધા એકસરખી રીતે મિથ્યાદષ્ટિ છે. પ્રવચનસારની ગાથા ૭૭ માં કહ્યું છે કે-શુભાશુભ ભાવો પૈકી શુભભાવ-પુણ્યભાવ ઠીક છે અને અશુભભાવ અઠીક છે એમ જે માને છે તે મિથ્યાત્વથી ઢંકાયેલો ઘોર સંસારમાં રખડે છે. પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે માનતો નથી તે- ‘હિંદિ ઘોરમપાર સંસાર મોહસંણ્યો ' –મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં રખડે છે. ભાઈ! દિગમ્બર માર્ગ બહુ સૂક્ષ્મ, બાપા! સંપ્રદાય મળી ગયો માટે દિગમ્બર ધર્મ સમજાઈ જાય એમ નથી. દિગમ્બર ધર્મ એ કોઈ સંપ્રદાય, પંથ કે પક્ષ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. ( ૩–૧૫૮ ) ( ૧૦૩૭ ) પ્રશ્ન:-- રાગાદિને સ્વભાવ કહ્યો છે ને ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #387 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ ૩૭૫ | ઉત્ત૨ - - પર્યાયમાં એ રાગાદિ ભેદ છે અને રાગાદિ થવા એ પર્યાયસ્વભાવ છે માટે એને સ્વભાવ કહ્યો છે. પણ તે ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ નથી. અરે! એ વિભાવ-સ્વભાવ પરના કારણે ઊભી થયેલી દશા છે. એ જીવને મહાકલંક છે. (૩–૧૮૧) (૧૦૩૮). ભાઈ ! આત્મા શુદ્ધ ચિદાનંદમય અંખડ એકરૂપ વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, રુચિ નથી તેને પોતાના આત્મા પ્રતિ ક્રોધ છે. ઢષ અરોચક ભાવ. સ્વભાવની અરુચિ-અણગમો તે અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-શાસ્ત્ર-ગુરુ ઇત્યાદિ પર પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વષ છે અને તે અનંતાનુબંધી ક્રોધ છે. તેવી રીતે પુણ્ય-પાપ આદિ પર પદાર્થોમાં અહંબુદ્ધિ થવી એ અનંતાનુબંધી માન છે; પુણ્ય-પાપ આદિ પર પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્યસ્વભાવમય નિજ આત્માનો ઇન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે તથા સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષાવાંછા કરવી તે અનંતાનુબંધી લોભ છે. (૧૦૩૯). રાગની ગમે તેવી મંદતાના શુભ પરિણામ હોય પણ તે મેલા છે. અશુચિ છે, ઝેરરૂપ છે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ તેને અમૃતરૂપ કહ્યા હોય પણ તે વાસ્તવિકપણે ઝેર જ છે. અમૃતનો સાગર ભગવાન આત્મા છે. એનો સ્વાદ જેને અંતરમાં આવ્યો હોય એવા ધર્મી જીવને જે રાગની મંદતાના પરિણામ હોય તેને આરોપ કરીને વ્યવહારથી અમૃત કહ્યા છે, તોપણ નિશ્ચયથી તે ઝેર છે; અશુચિ છે અપવિત્ર છે. (૪-૩૫) (૧૦૪૦). જુઓ! શુભભાવથી સ્વર્ગ મળે અને અશુભભાવથી નરકાદિ મળે. પણ બંને ભાવ છે તો બંધરૂપ જ, દુ:ખરૂપ જ. તેથી પુણ્યભાવ છોડીને પાપમાં પ્રવર્તવું એમ વાત નથી. પરંતુ પુણ્યભાવ કરતાં કરતાં ધર્મ થશે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. પુણ્યભાવ પણ દુઃખરૂપ જ છે એમ યથાર્થ સમજવું. દુઃખનું કારણ નથી એવો તો એક ભગવાન આત્મા જ છે. અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ સદાય ત્રણે કાળ નિરાકુળસ્વભાવ છે. એ કોઈનું કારણ નથ, કોઈનું કાર્ય પણ નથી. (૪-૪૦) (૧૦૪૧) આસવો ઘાતક છે અને આત્મા વધ્યા છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસવો પોતે જીવ નથી. અહાહા..! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ ચૈતન્યનું ઝાડ છે. એની પર્યાયમાં તે હુણાવા યોગ્ય છે, વધ્ય છે. પુણ્ય-પાપના ભાવો એનો પર્યાયમાં વાત કરે છે. અહા ! પુણ્યનો ભાવ ઘાતક છે અને પર્યાય ઘાત થવા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #388 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬ અધ્યાત્મ વૈભવ યોગ્ય છે. પર્યાયમાં વાત થાય છે. દ્રવ્યનો ક્યાં ઘાત થાય છે? ભગવાન આત્મા ઝાડ સમાન છે અને પુણ્ય-પાપના ભાવ લાખ સમાન છે. પુણ્ય-પાપના ભાવ આત્માની શાન્તિના ધાતક છે અને આત્માની શાન્તિ ઘાત થવા યોગ્ય છે. (૪-૭૪ ) (૧૦૪૨) કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચમહાવ્રતના પરિણામ અને શાસ્ત્રભણતરનો વિકલ્પ-એ પુણ્યભાવ વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવ જ નથી. લાખ તે પીપળનું ઝાડ નથી અને ઝાડ છે તે લાખ નથી એમ પુણ્ય-પાપના ભાવ તે આત્મા નથી અને આત્મા છે તે પુણ્ય-પાપના ભાવ નથી. અહાહા..! જીવમાંથી જે નીકળી જાય તે જીવ નથી. ભાઈ ! ચાર ગતિના અપાર દુઃખના અંત લાવવાનો આ માર્ગ બરાબર સમજવો જોઈએ. (૪-૭૬ ) (૧૦૪૩). ભાઈ ! પુણ્યના ભાવની જગતને ખૂબ મીઠાશ છે. એ મીઠાશ જ એને મારી નાખે છે. પુણ્યના ફળમાં આબરૂ મળે, ધન-સંપત્તિ મળે. અજ્ઞાની તેથી રાજી-રાજી થઈ જાય છે. પણ અહીં કહે છે કે પુણ્યભાવની જે તને મીઠાશ છે તે ઘાતક છે. ભાઈ ! તેને તું સાધક માને છે પણ તે સાધક કેવી રીતે હોય? (૪-૭૮) (૧૦૪૪) પ્રશ્ન:-- પુણ્યાનુબંધી પુણ્ય બંધાયા એવા પરિણામ સુખરૂપ છે કે નહિ? ઉત્તર- - ગમે તે પુણ્યના પરિણામ હો, વર્તમાનમાં તે દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખના કારણરૂપ છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ ભાવિમાં આકુળતા થવામાં નિમિત્ત છે, પરંતુ આત્માની શાંતિ-સમાધિનું નિમિત્ત નથી. પ્રશ્ન- - પુણ્યના ફળમાં લક્ષ્મી-સંપત્તિ આદિ મળે તો તે ધર્મ કરવામાં સાધન થાય. કેમ એ બરાબર છે ને? ઉત્તર- - ના, એ બરાબર નથી. કહ્યું ને કે પુણ્યભાવના ફળમાં જે પુદ્ગલકર્મ બંધાય તેના નિમિત્તે ભવિષ્યમાં આબરૂ, સંપત્તિ આદિ સાનુકૂળ સંયોગો મળે અને તે સંયોગોના લક્ષે રાગ જ થાય; દુઃખ જ થાય. તે સંયોગો કાંઈ આત્માની શાન્તિ-સમાધિનાં નિમિત્ત નથી. પરવસ્તુ કાંઈ ધર્મનું સાધન નથી. સંયોગો પ્રત્યેના રાગ મટાડી, તેનાથી નિવૃત્ત થઈ અંદર આત્મામાં–શુદ્ધ ચિદાનંદઘન વસ્તુમાં પ્રવૃત્ત થાય ત્યારે ધર્મ થાય છે. ભાઈ ! વીતરાગનો માર્ગ લોકો માને છે તેનાથી જુદો છે. (૪-૮૬). (૧૦૪૫) આવી સૂક્ષ્મ વાત પકડાય નહિ એટલે શુભભાવ કરો, શુભભાવથી ધર્મ થશે એમ કેટલાક માને છે. પણ ભાઈ ! એવો આ માર્ગ નથી. શુભભાવ એ આત્માનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #389 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ ૩૦૭ કર્તવ્ય નથી. એ ધર્મ નથી, એનાથી ધર્મ નથી અને એ ધર્મનું કારણ પણ નથી. આ વાત સાંભળીને કેટલાક કહે છે કે આમાં કાંઈક સુધારો કરો. અરે ભાઈ! શું સુધારો કરવો ? શુભભાવ જે કર્મનું પ્રાપ્ય છે, પુદ્દગલના પરિણામ છે તેનાથી જીવના પરિણામને લાભ થાય એમ કેમ બને ? જે પુદ્ગલનું કાર્ય છે એનાથી આત્માને સમ્યગ્દર્શનનું કાર્ય થાય એમ કદીય બની શકે ખરું? એમ કદીય ન બને. કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામમાં તેના આદિ-મધ્ય-અંતમાં ભગવાન આત્મા અંતર્ધ્યાપક થઈને તેને ગ્રહે છે. એ નિર્મળ પરિણામ જીવનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, પુદ્દગલનું નહિ. નિર્મળ પરિણામની આદિમાં આત્મા છે, તેની આદિમાં શુભભાવ નથી. શુભભાવ તો પૂર્વે અનંતવાર થયા છે. શુભભાવની શું વાત કરવી ? નવમી ત્રૈવેયક જાય એવા શુભભાવ પણ અનંતવાર થયા છે. છતાં એવો શુભભાવ પણ ધર્મનું કા૨ણ થયો નહિ. ભાઈ ! ધર્મની વીતરાગી પર્યાય થાય એનું કારણ તો પોતે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે. તેના કારણ તરીકે શુભભાવને માનવો એ તો મોટી હિંસા છે. (૪-૧૩૯ ) (૧૦૪૬) અરે ભાઈ ! શુભભાવનો તને કેમ આટલો પ્રેમ છે? શુભભાવ તો અભિવિને પણ થાય છે. નિગોદના જીવને પણ શુભભાવ થતા હોય છે. શુભભાવ એ તો કર્મના સંગે થતો વિકાર છે. લસણની એક બારીક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર હોય છે. અને તે દરેકમાં અનંત નિગોદિયા જીવ હોય છે. તે દરેક જીવને ક્ષણે શુભ ક્ષણે અશુભ એવા ભાવ થયા કરે છે. માટે શુભભાવ એ કોઈ નવી અપૂર્વ ચીજ નથી. નિયમસારમાં (શ્લોક ૧૨૧ માં ) આવે છે કે કથનમાત્ર એવા વ્યવહા૨ત્નત્રયના પરિણામને ભવસાગરમાં ડૂબેલા જીવે અનંતવાર કર્યાં છે. અરે ભાઈ ! ભવના ભાવ ઉ૫૨થી દિષ્ટ ખસેડીને ગુલાંટ ખા. શ્રદ્ધાની પર્યાય શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં અંદર જાય તે અપૂર્વ ચીજ છે. પલટો ખાઈને તું અંતરમાં-વસ્તુમાં ઢળી જા. તેથી તને અલૌકિક અનુભવ સહિત સમ્યગ્દર્શન થશે. આ રાગની મંદતા અને ૫૨લક્ષી જાણપણું એ કોઈ ચીજ નથી. ૫૨માર્થનયના ગ્રહણથી મિથ્યાત્વનો નાશ થાય એ મુદ્દાની ચીજ છે. (૪-૨૬૧) (૧૦૪૭) શુભરાગ મારો છે એમ અજ્ઞાની માને છે. પણ જ્ઞાની તો કહે છે કે પુણ્યભાવ પણ પાપ છે. દયા, દાન, વ્રતાદિના શુભરાગના ભાવ તે પાપ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ખસી જાય, પતિત થાય ત્યારે એ ભાવ થાય છે માટે તે પાપ તત્ત્વ છે. લોકોને પુણ્યબંધનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #390 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 3७८ અધ્યાત્મ વૈભવ ફળ જે ભોગ સામગ્રી અને અનુકૂળ સંજોગો-તેની મીઠાશ છે અને તેથી પુણ્યબંધના કારણરૂપ પુણ્યભાવ જે શુભરાગ તેની પણ મીઠાશ છે. તેથી આ વાત તેમને કડક લાગે છે. પરંતુ ભાઈ ! તને જે શુભરાગની મીઠાશ છે તે અજ્ઞાનમય ભાવ છે અને તે અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને અતિક્રમતા નહિ હોવાથી અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થતા નથી એમ અહીં કહે છે. ભાઈ ! આ શુભરાગની મીઠાશ તને ક્યાં લઈ જશે? જન્મ-મરણરૂપ સંસારમાં અને અંતે તે નિગોદ લઈ જશે, કેમકે મિથ્યાત્વનું ફળ (અંતે ) નિગોદ છે. (૫-૨૫૦) (૧૦૪૮). જુઓ, કર્મ તો અનાદિથી એક જ છે. પુણ્ય અને પાપ કર્મપણે એક જ વસ્તુ છે. તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનું રૂપ (પુણ્યનું રૂપ અને પાપનું રૂપ) લઈને પ્રગટ થાય ત્યારે અજ્ઞાની તેને (કર્મ) બે જુદા જુદા રૂપે માને છે. પુણ્ય ભલું અને પાપ બુરું એમ અજ્ઞાની જાણે છે. પરંતુ જ્ઞાની સમકિતી જેનું જ્ઞાન યથાર્થ પરિણમ્યું છે તે બન્ને કર્મ (પુણ્ય અને પા૫) એક જ છે એમ જાણી લે છે. અહાહા...! ભલા-બુરાના ભેદરહિત સમ્યક જ્ઞાની બન્ને એક જ છે એમ જાણે છે કેમકે બન્નેમાંથી એકમાંય આત્મા નથી. ચાહે પુણ્યભાવ હો કે ચાહે પાપભાવ હો, બન્નેય ભાવ રાગ છે, એકેય વીતરાગ પરિણામ નથી. પુણ્યના ફળમાં કોઈ પાંચ-પચાસ કરોડની સંપત્તિનો સ્વામી મોટો શેઠ હોય, કે પાપના ફળમાં કોઈ સો વાર માગે તોય માંડ એક કોળિયો મળે એવો દરિદ્રી હોય, બન્નેય સરખા છે, કેમકે બન્નેય ભિખારી છે, બન્નેય માંગણ છે, દુઃખી છે. એક, બીજા પાસે આશા કરતો દુઃખી છે તો બીજો, પુણ્યની આશા ધરતો દુઃખી છે. અર્થાત્ એક અન્ય પાસે માગે છે કે તું મને દે તો બીજો પુણ્યના પરિણામથી મને સુખ થાય એમ માની પુણ્યની આશા કરે છે. (સુખી તો એકેય નથી. જ્યારે જ્ઞાની તો કર્મ અને કર્મના ફળ બન્નેને એક જ જાણે છે. (૬-૬) (૧૦૪૯ ) અજ્ઞાની જીવ પોતાના ઊંધા પુરુષાર્થની અજ્ઞાનપણાને ઉત્પન્ન કરી પુણ્ય અને પાપ બેમાં ભેદ માને છે. પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ તે માને છે પણ એ રીતે બન્નેમાં ભેદ પાડવો યોગ્ય નથી; કેમકે કોઈ જીવ નગ્ન દિગંબર (દ્રવ્યલિંગી) સાધુ થઈને પુણ્યના ફળ તરીકે નવમી રૈવેયક જાય અને ત્યાં પણ મિથ્યાદષ્ટિ રહે છે (અર્થાત્ મિથ્યાદષ્ટિ રહી ચારગતિમાં પરિભ્રમણ કરે છે.) અને કોઈ જીવ પાપના ફળમાં સાતમી નરકે જાય અને ત્યાં સમકિત પામે છે. (અર્થાત્ સમકિત પામીને અલ્પકાળમાં મોક્ષ જાય છે.) આવી ઝીણી વાત, ભાઈ ! પુણ્યની રુચિવાળાને આકરી લાગે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે. (૬-૮) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #391 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય-પાપ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૯ (૧૦૫૦) અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ એકલો અમૃતનો પિંડ છે. એની દષ્ટિ થયા વિના અર્થાત્ સ્વાનુભૂતિના આનંદને પ્રાપ્ત થયા વિના એરેરે! એ જગતમાં ઝેરનાં ફળ પામીને રખડશે ! ભાઈ! કેવળ શુભરાગમય એવાં વ્રત અને તપ તો તે અનંતવાર કર્યાં. પણ એમાં ક્યાં ચૈતન્યનો-અમૃતનો અંશ હતો? એ તો બધા અચેતન ઝેરરૂપ પરિણામ હતા. બાપુ! તારા ઘરમાં (–સ્વરૂપમાં ) એ ચીજ (-શુભાશુભ પરિણામ ) ક્યાં છે? પ્રભુ! તારું ઘર ( -સ્વરૂપ ) તો એકલા પવિત્ર અમૃતથી ભરેલું છે. જ્યારે આ શુભાશુભ પરિણામ બધા અશુચિ છે, ઝેર છે, અચેતન છે. ભાઈ! તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય અને સુખી જ થવું હોય તો બેય પરિણામને છોડી શુદ્ધાત્માની દષ્ટિ કર. ત્યાં તને અવશ્ય સુખ મળશે. આ રીતે શુભ અને અશુભ પરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી બન્ને એક જ છે; બેમાં કોઈ ફેર નથી. તેઓ એક હોવાથી કર્મના કારણમાં કોઈ ભેદ નથી; કર્મનું કારણ અજ્ઞાન એક જ છે; માટે કર્મ એક જ છે... જુઓ, જડ કર્મની પ્રકૃતિ ચાહે તો શાતાવેદનીય બંધાય કે અશાતાવેદનીય બંધાય, યશકીર્તિ બંધાય કે અપયશકીર્તિ બંધાય ઇત્યાદિ એ બધાય પુદ્ગલપરિણામ હોવાથી કેવળ પુદ્દગલમય હોવાથી એક છે. તે એક હોવાથી કર્મના સ્વભાવમાં પણ ફેર નથી. પુણ્ય ને પાપ, શાતા ને અશાતા-એ બધાય પુદ્દગલના પરિણામ હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી. માટે કર્મ એક જ છે. ... શુભનું ફળ અને અશુભનું ફળ કેવળ પુદ્દગલમય છે. શુભના ફળથી આ લક્ષ્મી આદિ કે સ્વર્ગાદિ મળે અને અશુભના ફળમાં નાદિ મળે એ બધુંય પુદ્ગલમય છે. એમાં ( એકેમાંય આત્મા નથી.) પાપના ફળમાં પુદ્દગલ મળે અને પુણ્યના ફળમાંય પુદ્ગલ માટે તે એક હોવાથી કર્મના અનુભવમાં-ફળમાં ભેદ નથી. બેનોય સ્વાદ–વેદન દુઃખરૂપ છે. માટે કર્મ એક જ છે. (૬-૨૦) (૧૦૫૧ ) જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનાં સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર-એવો જે નિશ્ચય મોક્ષમાર્ગ તેને અહીં શુભ એટલે સાચો કહ્યો છે. પુણ્ય તે શુભ અને પાપ અશુભ (કર્મ ) એ વાત આમાં નથી. અહીં તો મોક્ષમાર્ગને શુભ કહ્યો અને શુભાશુભભાવરૂપ બંધ માર્ગને અશુભ કહ્યો છે સમજાણું કાંઈ...? શુભાશુભ ભાવરૂપ જે બંધમાર્ગ છે તે કેવળ પુદ્દગલમય છે. અહા ! જે અજ્ઞાનમય છે તે જીવમય કેમ હોય ? ( ન જ હોય ) શુભ-સારો એવો મોક્ષમાર્ગ કેવળ જીવમય છે. શું કહ્યું? શુદ્ધ રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગની વીતરાગી પર્યાય તે કેવળ જીવમય છે અને તેથી તે શુભ છે. અને શુભાશુભકર્મરૂપ જે બંધમાર્ગ તે કેવળ અજ્ઞાનમય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #392 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ३८० પુદ્દગલમય છે તેથી તે અશુભ છે. હવે કહે છે–તેથી તેઓ (-શુભાશુભ કર્મ) અનેક (−બે) હોવા છતાં કર્મ તો કેવળ બંધમાર્ગને જ આશ્રિત છે. ભાઈ! જે તું એમ કહે છે કે શુભકર્મ મોક્ષમાર્ગને આશ્રિત થાય છે પણ એમ છે નહિ. (એ તો તારી મિથ્યા કલ્પના છે). શુભકર્મ પણ બંધમાર્ગને આશ્રિત હોવાથી શુભભાવ કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન થાય એ વાત ક્યાં રહે છે? (એ માન્યતા યથાર્થ નથી.) (૬-૨૧) અધ્યાત્મ વૈભવ (૧૦૫૨ ) શાતા હોય કે અશાતા હોય, બેય પુદ્ગલ જ છે એમ કહે છે. બેય કર્મ પુદ્દગલસ્વભાવમય જ છે કેમકે બન્ને પુદ્દગલ પરમાણુની પર્યાય છે. ભાઈ! કર્મની ૧૪૮ પ્રકૃતિ સઘળીને ઝેરનાં ઝાડ કહ્યાં છે કેમકે એનાં ફળ ઝેર છે. એક ભગવાન આત્મા જ અમૃતસ્વરૂપ છે. પુણ્યબંધરૂપ જે પુદ્દગલરજકણો છે તે ઝેરરૂપ છે. શુભભાવ ઝેર-સ્વરૂપ તો એનાથી જે બંધન થાય એ પણ ઝેરસ્વરૂપ છે. ગજબ વાત છે ભાઈ! (૬-૨૮) (૧૦૫૩) શુભ અને અશુભભાવ બન્નેય કુશીલ છે; એ જીવનો સ્વભાવ કે જીવના સ્વભાવમય શુદ્ધ પરિણિત નથી. ભાઈ! જીવ તો શુભાશુભભાવરહિત ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુ ત્રિકાળ છે. તેના આનંદના રસના સ્વાદમાં શુભાશુભભાવ છે નહિ. અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંસ્વરૂપ પ્રભુ અતીન્દ્રિય આનંદરસનો સમુદ્ર છે. એના અનુભવમાં એકલો આનંદનો સ્વાદ હોય છે, એના અનુભવમાં-સેવનમાં કુશીલ એવા શુભાશુભભાવનો સ્વાદ હોતો નથી. ભાઈ ! આવા આત્માના આનંદરસના-શાંતરસના અનુભવ-સેવન સિવાય અન્ય કોઈ મોક્ષમાર્ગ છે નહિ. જુઓ શુભાશુભ ભાવ કુશીલ છે, અને નિજ ચૈતન્યસ્વભાવનાં દષ્ટિજ્ઞાન-રમણતા સુશીલ છે. અહાહા...! નિજ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માની શ્રદ્ધાનજ્ઞાન-રમણતારૂપ નિર્મળ શાંત વીતરાગી પરિણતિને છોડીને જે દયા, દાન, વ્રત, ભક્તિ, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઇત્યાદિ જે શુભભાવરૂપ વિભાવરૂપ પરિણતિ છે તે, કુશીલ છે. આકરી વાત છે ભાઈ ! પણ આ જ સત્ય છે... -ભાઈ ! તેં શુભાશુભભાવ સેવીને શુભાશુભ ગતિ વિભાવની ગતિ અનંતવા૨કરી છે, એમાં કાંઈ અપૂર્વ કે નવીન નથી. અહા! શુભભાવ ચાહે તો પંચપરમેષ્ઠીના સ્મરણનો હો કે અનંતગુણ-સંપન્ન નિજ આત્મદ્રવ્યના ગુણસ્તવનનો હો, એ બધોય વિકલ્પ છે, રાગ છે, કુશીલ છે. આવી ગજબ વાત, બાપા! પરમાત્મપ્રકાશમાં આવે છે કે ગુણ સ્તવન કે વસ્તુસ્તવન બન્ને વિકલ્પ છે; સમજાણું કાંઈ... ? (૬-૪૬) ( ૧૦૫૪ ) જેમ હાથણી બહા૨માં મનોરમ હોય કે અમનોરમ, બેય હાથણીરૂપી કૂટણી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #393 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૧ પુણ્ય-પાપ હાથીને ખાડામાં (બંધનમાં) નાખવા લઈ જવાવાળી હોવાથી કુશીલ છે, ખરાબ છે. તેમ શુભ કે અશુભ બેય પરિણામ કૂટણીની માફક જીવને સંસારરૂપી ખાડામાં નાખી બંધન કરાવવાવાળા હોવાથી કુશીલ-ખરાબ છે. એકમાત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ માત્રમાર્ગ હોવાથી સુશીલ છે, સારો છે. (૬-૪૭) ' (૧૯૫૫) સગુરુ કહે છે કે ભાઈ ! એ શુભરાગરૂપ જે કષાય છે તે અગ્નિ છે, આગ છે. તે તારા જીવને (પર્યાયમાં) બળતરા કરનારી છે. દુઃખદાયક છે. એમાં ખુશી થવા જેવું નથી ભાઈ ! માટે શુભરાગનો સ્નેહ તું છોડી દે. ભગવાન ! આ તારા હિતની વાત છે હોં પ્રભુ! તને તારી પ્રભુતાની ખબર નથી! અંદર તું પરમેશ્વર સ્વરૂપે બિરાજે છે ને નાથ! આ રાગની પામરતા તે તારું પદ નથી. એ રાગની રુચિની આડમાં તને તારું નિજપદ-પરમેશ્વરપદ જણાતું નથી માટે તું રાગનાં રુચિ અને સંસર્ગ છોડી દે. અહાહા...! સ્વાધીનતા શુદ્ધ અબંધસ્વરૂપ છે; તેની પર્યાયમાં આ રાગ જે બંધનું કારણ છે તે પરાધીનતા છે. ભગવાન! તારું સ્વાધીન અબંધ પરમેશ્વરપદ છે એમાં આ શુભરાગનો પ્રેમ તારી સ્વાધીનતાનો નાશ કરે છે, તને બંધનમાં નાખી પરાધીન કરે છે. અહાહા...! જુઓ આ સંતોની વાણી !– (૬-પર) (૧૦૫૬) અરે! શિવપુરીનો રાજા શિવભૂપ ભગવાન આત્મા રાગમાં રોકાઈ ગયો છે! અહા ! જ્ઞાન, દર્શન, આનંદ, શાન્તિ ઇત્યાદિ અનંત ભંડાર ગુણનિધિ પ્રભુ પોતાની નિધિને ભૂલીને રાગમાં રતિ કરે છે! તે રાગને પોતાનો માને છે, ધર્મરૂપ માને છે. પરંતુ ભાઈ ! રાગ શુભ હો કે અશુભ, બન્ને પર છે, પુલભાવ છે, ચૈતન્યસ્વભાવ નથી; અને પરને પોતાનું માને એ તો ચોર છે. બનારસીદાસે કહ્યું છે કે સત્તાકી સમાધિમેં વિરાજી રહ સોઈ સાહૂ સત્તાતેં નિકસિ ઓર ગહે સોઈ ચોર હૈ.” રાગને-પરને પોતાનો માનવારૂપ ચોરીના અપરાધની સજા ચારગતિનો જેલવાસ છે ભાઈ ! (૬-૭૧) (૧૮૫૭). શુભભાવ છે એ લઘુ કર્મ છે અને અશુભ છે એ ગુરુભારે કર્મ છે. ત્યાં અશુભ જે ભારે છે એને તો છોડયું છે પણ જે લઘુ-હળવો સ્થૂળ શુભભાવ છે એને રાખ્યો છે, સંચિત કર્યો છે. પણ બેય કર્મ છે, બેય વિકાર છે, બેય દોષ-અપરાધ છે. પરંતુ શુભભાવરૂપ કર્મમાં હળવાપણું અનુભવીને તેમાં સંતુષ્ટ ચિત્તવાળા થાય છે. મતલબ કે શુભભાવની હુળવાશમાં મીઠાશ અનુભવીને અતી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #394 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨ અધ્યાત્મ વૈભવ ન્દ્રિય આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, અંતર-પુરુષાર્થ કરતા નથી. આ પ્રમાણે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. અહાહા...! અત્યંત સૂક્ષ્મસ્વરૂપ જે ચિદાનંદમય ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તેના લક્ષ્યથી રહિત હોવાથી તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. (૬-૧૭૯) (૧૦૫૮) અજ્ઞાની અશુભકર્મને બંધનું કારણ માને છે પણ જેમાં કર્મનો ભેદ અનુભવ છે એવા શુભને મોક્ષનું કારણ માને છે; એમ કે શુભ કરતાં કરતાં મોક્ષમાર્ગ થઈ જશે. તે એમ કહે છે-આપણે તો ક્યાં દુકાને બેઠા છીએ, આપણે તો અપાસરે બેઠા છીએ; આપણે ક્યાં ઘરમાં (ગૃહવાસી) છીએ, આપણે તો દેરાસરમાં ભગવાન પાસે બેઠા છીએ; ઇત્યાદિ. પણ ભાઈ ! જ્યાં તું બેઠો છે એ બધો શુભરાગ છે. કાંઈ અંદર આત્મામાં બેઠો નથી, સામાયિકસ્વરૂપ પોતાના ભગવાનમાં બેઠો નથી. પ્રશ્ન-- શાસ્ત્રમાં શુભને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને? ઉત્તર- - હા, પણ એનો અર્થ શું? કે સાધક ધર્મી જીવ એનો (શુભનો) અભાવ કરીને-એટલે કે વર્તમાનમાં એનો પૂરો અભાવ નથી તો અંદર સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય કરીને એનો અભાવ કરશે તે અપેક્ષાએ તેને પરંપરા કારણ કહ્યું છે. બધાની આ તકરાર છે કે શુભને પરંપરા કારણ કહ્યું છે, પણ એનો અર્થ શું થાય એની ખબર નથી. ભાઈ ! ચૈતન્યના અવલંબને જે વીતરાગ પરિણતિ વૃદ્ધિગત થતી જાય છે તે પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ય થાય છે અને તે પરંપરા મોક્ષનું કારણ છે. પણ તે વેળા ક્રમશઃ અભાવરૂપ થતો જે શુભરાગ સહુચરપણે છે તેમાં આરોપ આપીને તેને પરંપરા કારણ કહ્યું છે. શુભરાગ ખરેખર પરંપરા કારણ છે એમ છે નહિ; સમજાણું કાંઈ...! લ્યો, આવી ખબર નથી એટલે અજ્ઞાની જીવો શુભને જ મોક્ષનું કારણ જાણી તેનો આશ્રય કરે છે. (૬-૧૧૩) (૧૦૫૯) જયપુરમાં આ પ્રશ્ન થયો હતો કે રાગદ્વેષના પરિણામ જીવના છે (જીવની પર્યાયમાં થાય છે). એને પુદ્ગલના કેમ કહ્યા? સમાધાન - - સમાધાન એમ છે કે-રાગ છે તે વસ્તુ-તત્ત્વ (–આત્માનો સ્વભાવ) નથી. નીકળી જાય છે ને? જો રાગ આત્માનો સ્વભાવ હોય તો નીકળી ન જાય; આત્માથી ભિન્ન ન પડે, પણ નીકળી જાય છે તેથી તે અન્યદ્રવ્યના સ્વભાવમય છે. પુદ્ગલના ઉદયના સંગે થાય છે તેથી એ બધા પુદ્ગલના જ છે એમ કહ્યું છે આત્માની ચૈતન્યજાતિના નથી અને પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે તેથી રાગ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #395 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ ૩૮૩ બધા પુદ્દગલના જ છે એમ કહેવામાં આવ્યું છે. અહીં પુદ્દગલના કહીને એનાથી ભેદજ્ઞાન કરાવ્યું છે, સર્વ રાગ છોડાવ્યો છે. (૬–૧૩૩) ( ૧૦૬૦ ) શુભભાવરૂપ કર્મને નિષેધવામાં આવે છે એમ ત્રણ બોલથી કહ્યું ૧. કર્મ મોક્ષના કારણનું ઢાંકનારું વા ઘાતનશીલ છે, ૨. કર્મ સ્વયં બંધસ્વરૂપ છે અને ૩. કર્મ મોક્ષના કારણના વિરોધી સ્વભાવવાળું છે. અહાહા...! ભગવાન આત્મા તો ચૈતન્યસ્વભાવી સદા મુક્તરૂપ જ છે અને એના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થાય એ પણ અબંધસ્વરૂપ છે. અને તેથી મોક્ષનું કારણ છે. પરંતુ શુભાશુભ કર્મ જે છે તે મોક્ષના કારણના ઘાતનશીલ હોવાથી, સ્વયં બંધસ્વરૂપ હોવાથી અને મોક્ષના કારણના વિરુદ્ધ સ્વભાવવાળું હોવાથી નિષિદ્ધ છે. અહાહા...! વ્રત, તપ આદિના શુભભાવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામના ઘાતક અને વિરુદ્ધસ્વભાવવાળા હોવાથી નિષિદ્ધ છે. શુભભાવથી મને કલ્યાણ થશે એ માન્યતા મિથ્યાદર્શન, એવું જ એકલા શુભભાવનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન અને શુભભાવમાં જ રમણતા તે મિથ્યાચારિત્ર છે. (૬-૧૪૪ ) ( ૧૦૬૧ ) ભાઈ! આ ભગવાનની વાણી તો ભવરોગને મટાડનારું પરમામૃત છે. પણ શુભભાવની જેમને રુચિ છે એ કાયરોને તે સુહાતી નથી. શુભરાગની રુચિવાળાને શાસ્ત્રમાં કાયર-નપુંસક કહ્યા છે. ભલે એ મોટો અબજોપતિ શેઠ હોય, કે મોટો રાજા હોય કે નવમી ત્રૈવેયકનો દેવ હોય, જો તેને પુણ્યભાવની રુચિ-પ્રેમ છે તો તે કાય૨-નપુંસક છે કેમકે એને ધર્મની પ્રજા નથી. જેમ પાવૈયાને પ્રજા ન હોય તેમ આને ધર્મની પ્રજા નથી તેથી તે નપુંસક છે. આવી વાત છે ભાઈ ! (૬–૧૪૫ ) (૧૦૬૨ ) અહા ! આત્મજ્ઞાન વિના-સમ્યગ્દર્શન વિના અનંતવાર મુનિવ્રત ધારણ કર્યાં. પાંચ મહાવ્રત, સમિતિ અને ગુપ્તિ અનંતવા૨ પાળ્યાં. અનંતવાર બાળ બ્રહ્મચારી રહ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના લેશ પણ સુખ ન થયું, અર્થાત્ દુ:ખ જ થયું. મતલબ કે એ વ્રત અને તપના પરિણામ એને લેશ પણ સુખ ન આપી શક્યા. નવમી ત્રૈવેયક ગયો પણ આત્મદર્શન વિના એને જરાય આનંદ ન મળ્યો, સુખની પ્રાપ્તિ ન થઈ, પરિભ્રમણ ઊભું રહ્યું, કેમકે આત્માનુભવ વિના બધું જ દુઃખરૂપ છે, ફોગટ સંસાર ખાતે જ છે. આવી વાત છે. બાપુ! સમજાય એટલું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #396 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪ અધ્યાત્મ વૈભવ સમજો. માર્ગ આ છે; અહીં વીતરાગ માર્ગમાં કોઈની સિફારસ લાગતી નથી. સત્યને માનનારા થોડા છે અને અસત્યને માનનારા ઝાઝા છે. પણ એ રીતે સંખ્યા વડે સત્ય-અસત્યનું માપ નથી. સત્યનું માપ તો સ્વયં સત્યથી છે. તેને માનનારા ભલે એકાદ બે હોય વા ન હોય, તેથી સત્ય કાંઈ બીજું થઈ જતું નથી. (૬–૧૪૫) (૧૦૬૩). પુણ્યપરિણામ જે કર્મ છે એ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એના તિરોધાયીભાવસ્વરૂપ એટલે વિરુદ્ધ ભાવસ્વરૂપ છે-એમ કહે છે. શુભભાવની રુચિ તે મિથ્યાત્વ છે, શુભભાવમાં રોકાયેલું જ્ઞાન તે અજ્ઞાન છે અને શુભભાવનું આચરણ તે અચારિત્ર છે. એ ત્રણેય ભાવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી વિપરીતભાવ છે. માટે કર્મ નિષેધવા લાયક છે. ખેરખર શુભભાવ છે તે મિથ્યાત્વ નથી પણ શુભભાવને પોતાના માનવા તે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ સહિત જે જ્ઞાન અને આચરણ છે તે અજ્ઞાન અને અચારિત છે. (૬-૧૭ર) (૧૦૬૪) જુઓ, કર્મ એટલે શુભભાવનું આલંબન લેનારા શુભકર્મના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે એટલે સંસારમાં ખૂંચેલા છે કેમકે તેઓ પોતે સદા ચૈતન્યમૂર્તિ ભગવાન છે એમ જાણતા નથી. અહા! રાગને અવલંબનારા પુરુષો રાગરહિત પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એને જાણતા નથી, અનુભવતા નથી અને તેથી તેઓ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ ભવસમુદ્રમાં ગોથાં ખાયા કરે છે. (૬-૨૦૨). (૧૮૬૫) અહાહા...! શું કહ્યું? શુભભાવ-વ્યવહારરત્નત્રયાદિના ભાવ ઠીક-ભલા છે અને અશુભભાવ અઠીક-બૂરા છે-એમ બેમાં જે ઉન્માદપણે ભેદ પાડે છે તેઓ, જેમ દારૂ પીને કોઈ પાગલ થઈ જાય તેમ, મિથ્યાત્વના જોરે ભ્રમણારૂપ રસને પીને પાગલ થઈ ગયા છે એમ કહે છે. મોહરૂપી દારૂના અમલથી ઉત્પન્ન ભ્રમણાના રસની અતિશયતાથી, પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે-એમ પુણ્ય-પાપમાં ભેદ પાડીને જેઓ ઉન્માદને નચાવે છે તેઓ પાગલ થઈ ગયા છે. હવે આવ વાત લોકોને આકરી પડે; પુણ્યનો પક્ષ થઈ ગયો છે ને? વ્યવહારથી (નિશ્ચય) થાય, વ્યવહારથી થાય; વ્યવહારથી થાય-એમ રટણ થઈ ગયું છે ને? એમ કે-શુભભાવથી ભલે ન થાય પણ એમાં જે કષાયની મંદતા છે એનાથી થાય. અહીં કહે છે-આવું જે માને છે તેઓ મિથ્યાત્વના જોરથી મોહરૂપી દારૂ પીને પાગલ થઈ ગયા છે. (૬-૨૦૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #397 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પા૫ ૩૮૫ (૧૮૬૬) રાગ તો આગ છે, અશાંતિ છે, દુઃખ છે. રાગને જ્યાં સુધી લાભરૂપ વા કર્તવ્યરૂપ માને ત્યાં સુધી બહારથી ગમે તેવો ત્યાગ દેખાય છતાં તેને સંસાર ઊભો જ રહે છે. (૬-૩રર) (૧૦૬૭) કેટલાક લોકો કહે છે કે અત્યારે તો શુભ ઉપયોગ જ હોય. તેને કહીએ છીએ કે ભાઈ ! શુભ ઉપયોગ છે તે પુણ્યભાવ છે, ધર્મ નથી. જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે-જે કોઈ આત્માને છોડીને પુણ્ય કરે છે તેને એના ફળરૂપ ભોગની જ અભિલાષા છે. આગળ બંધ અધિકારમાં લીધું છે કે-અભવ્ય જીવ ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધા છે, કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. અરે ભાઈ ! જેને પુણ્ય વહાલું લાગે છે તેને તેના ફળરૂપ પંચેન્દ્રિયના વિષયોની જ વાંછા છે. પુણ્યનો અભિલાષી ભોગનો જ અભિલાષી છે. પ્રશ્ન:-- જ્ઞાનીને પણ પુણ્યભાવ આવે છે? ઉત્તર- - હા, જ્ઞાનીને પણ પુણ્યભાવ આવે છે, પણ તેની તેને રુચિ કે પ્રેમ નથી. જ્ઞાનીને પુણ્યભાવમાં ધર્મબુદ્ધિ કે સુખબુદ્ધિ નથી; જ્યારે અજ્ઞાની પુણ્યનું ભલું અને ધર્મરૂપ માને છે, તેને પુણ્યમાં સુખબુદ્ધિ હોય છે. (૬-૪૨૦) (૧૦૬૮) અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ ઝળહળ જ્યોતિ સ્વરૂપ ચૈતન્યબિંબ છે. આવા ચૈતન્યબિંબનું કિરણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના વિકલ્પોમાં છે નહિ માટે તે અજ્ઞાનમય છે. સમજાણું કાંઈ...? અહાહા...! જેમ સૂર્યનાં કિરણ સફેદ ઉજ્જવળ પ્રકાશમય હોય પણ કોલસા જેવાં કાળાં ન હોય તેમ ચૈતન્યસૂર્ય પ્રભુ આત્માનું કિરણ (પર્યાય ) નિર્મળ ચૈતન્યમય હોય પણ આંધળા (અંધારિયા) રાગમય ન હોય. ભાઈ ! રાગ છે તે ચાહે વ્રતનો હો, તપનો હો, ભક્તિનો હો કે દયા-દાનનો હો, તે અંધકારમય-અચેતન-અજ્ઞાનમય છે. તેમાં જાણપણાનો અભાવ છે ને? જેમ સમ્યગ્દર્શન-જ્ઞાનમાં ચૈતન્યજ્યોતિનું કિરણ છે તેમ રાગમાં જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનું કિરણ નથી તેથી રાગ બધોય અજ્ઞાનમય છે. (૭–૧૧૦) (૧૮૬૯) વળી કહે છે-તે ભાવો અનિયત અવસ્થાવાળા છે. શું કીધું? કે પુણ્ય-પાપના ભાવ અનિયત અવસ્થા છે, નિયત અવસ્થા નથી. તેની અનિયત એટલે પલટતી અવસ્થા છે. વળી તેઓ અનેક છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવ અનેક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #398 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬ અધ્યાત્મ વૈભવ છે; ને તે ક્ષણિક તથા વ્યભિચારી ભાવો છે. આનંદના નાથ પ્રભુ આત્માની-અનાકુળ આનંદમય ભગવાનની-સેવા છોડીને ને પુણ્ય-પાપનું સેવન છે તે વ્યભિચાર છે. અહા ! શુભાશુભ ભાવ છે તે વ્યભિચારી ભાવ છે. જેમ વ્યભિચારમાં સ્ત્રી અને પુરુષ બે હોય છે તેમ આત્માને કર્મના નિમિત્તે થયેલા આ ભાવ છે માટે વ્યભિચારી ભાવ છે. અને તે બધાય અસ્થાયી હોવાને લીધે...' છે અંદર ? અહા ! તે પુણ્ય-પાપના ભાવ બધા અસ્થાયી છે. પાંચ બોલ કહ્યા. શું? કે પુણ-પાપના ભાવ-શુભાશુભ ભાવ. ૧. અતસ્વભાવે છે, આત્મસ્વભાવરૂપ નથી; ૨. અનિયત છે, નિયત રહેતા નથી; ૩. અનેક છે, અસંખ્ય પ્રકારના છે; ૪. ક્ષણિક છે, ૫. વ્યભિચારી છે અને તેથી તે બધાય અસ્થાયી છે. (૭-૧૪૭) (૧૮૭૦). અહીં ભગવાન કહે છે ભગવાન! તારે પુણ્યનું શું કામ છે! (એક જ્ઞાયકની દૃષ્ટિમાં) તારે જ્યાં પર્યાયનું પ્રયોજન નથી ત્યા વળી તારે પુણ્યનું શું કામ છે? ગંભીર વાત છે ભાઈ ! એ તો પહેલાં આવી ગયું કે-જ્ઞાની પુણ્યને ઇચ્છતો નથી. જ્ઞાનીને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો પુણ્યભાવ આવે ખરો પણ એની એને ઇચ્છા હોતી નથી. પુણ્યભાવનું એને કાંઈ પ્રયોજન નથી; એને તો એક જ્ઞાયકભાવથી જ પ્રયોજન છે. અહા ! જેને વીતરાગસ્વભાવી ભગવાનના ભેટા થયા તે રાગને-રાંકને કેમ ઇચ્છે? ન ઇચ્છે. અહા ! પોતાના સ્વરૂપમાં નિઃશંક પરિણમેલો જ્ઞાની જગતના દરેક પદાર્થની સ્થિતિ જેવી છે તેવી યથાર્થ જાણે છે, પછી તે એમાં મોહ કેમ પામે? ન પામે. (૭-૫૦૭) (૧૦૭૧) પ્રશ્ન:-- પુણ્ય બંધાય એ તો સારું ને? ઉત્તર- - એ બંધાય છે એને સારું કેમ કહેવાય? અહાહા...! ભગવાન આત્મા અંદર આનંદનો નાથ પ્રભુ સદા અબદ્ધસ્વરૂપ છે. મુક્તસ્વરૂપ છે. તે પુણ્યથી બંધાય એ સારું કેમ કહેવાય ? એને પર્યાયમાં બંધ થાય એ સારું કેમ હોય? અરે ભાઈ! પાપ જ લોઢાની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે; પણ તે છે તો બેડી જ. લોઢાની બેડી કરતાંય સોનાની બેડીનું વજન બહુ અધિક હોય. એનો પછી ભાર લાગતાં હાડકાં ઘસાઈને બહુ દુઃખી થાય તેમ પુણ્યની રુચિના ભારથી તું દુઃખી થઈશ. ભાઈ ! દુનિયા તો આખી ગાંડી–પાગલ છે. એ તો પુણ્યને સારું કર્યું અને પુણ્યવંતને સારાં સર્ટીફિકેટ પણ આપે. પણ બાપુ! એ પાગલનાં સર્ટીફિકેટ શું કામનાં? ભગવાન! તું પુણ્યની રુચિમાં જ આજ લગી મરી ગયો છો.. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #399 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ ૩૮૭ અહા ! આ મારગડા જુદા ભાઈ ! આ તો વીતરાગનો મારગ નાથ ! આવું મનુષ્યપણું તને અનંતવાર આવ્યું ભાઈ ! પણ પુણ્યના રસમાં પાગલ તને અંદર ભગવાન છે એનું ભાન ન થયું. અહીં...! પોતાના ભાન વિના ક્યાંક કાગડા-કૂતરા ને કીડાના ભાવમાં દુઃખમાં સબડતો રઝળ્યો. હવે (આ ભવમાં) પણ જો અંત:તત્ત્વની વાસ્તવિક દષ્ટિ ના કરી, જેવું સ્વરૂપ છે તેવું પ્રતીતિમાં ને અનુભવમાં ન લીધું તો તારાં જન્મ-મરણનો આરો નહિ આવે; ચોરાસીના અવતારમાં ક્યાંય રઝળીને મરી જઈશ. (૮-૧૧૦). (૧૦૭૨) કોઈ લોકો વળી કહે છે-શુભભાવમાં અશુભભાવની જેટલી નિવૃત્તિ છે તેટલો ધર્મ છે અને શુભનો ભાવ જેટલો છે તે પુણ્ય-બંધનું કારણ છે. આ શું કહે છે સમજાણું? એમ કે ભલે મિથ્યાત્વ હોય, પણ શુભભાવમાં જેટલી અશુભથી નિવૃત્તિ છે તેટલી સંવરનિર્જરા છે અને જે રાગ બાકી છે તે આસ્રવ છે. એક શુભભાવથી બેય થાય છે–પુણ્યબંધેય થાય છે ને સંવર-નિર્જરા થાય છે. અરે ભાઈ ! આ તો મહા વિપરીત વાત છે. અહીં આ ચોકખું તો છે કે- અહિંસાદિ મહાવ્રતમાં પર તરફના એકત્વબુદ્ધિના પરિણામ જે છે તે મિથ્યાત્વ છે; તે બધોય અધ્યવસાય પુણ્યબંધનું એકમાત્ર કારણ છે, જરીયે ધર્મનું (-સંવર-નિર્જરાનું) કારણ નથી. અર્થાત મિથ્યાત્વસહિતનો જે શુભભાવ છે તે એકલા પુણ્યબંધનું કારણ છે, અને જરીય ધર્મનું (સંવર-નિર્જરાનું) કારણ નથી. (૮-૧૧૯) (૧૦૦૩). લ્યો, હવે આવું છે છતાં કોઈ વળી કહે છે-શુભભાવથી-વ્યવહારથી લાભ થાય, ધર્મ થાય. અરે ભાઈ ! જેનાથી લાભ થાય એનો નિષેધ શું કામ કરે ? શુભભાવ સઘળોય પરાશ્રિત હોવાથી બંધનું જ કારણ છે માટે તે નિષિદ્ધ છે. તો શું ધર્મી પુરુષને શુભભાવ હોય જ નહિ? હોય છે ને? હોય છે એનો નિષેધ કર્યો છે ને? ન હોય એનો શું નિષેધ? અહા ! આત્મજ્ઞાની ધ્યાની પ્રચુર આનંદમાં ઝૂલનારા સાચા ભાવલિંગી મુનિરાજને પણ પાંચ મહાવ્રતાદિના વિકલ્પ આવે છે, પણ તેમાં મુનિરાજને હેયબુદ્ધિ હોય છે; અને તે બંધનું કારણ જાણે છે અને શુદ્ધ નિશ્ચયના ઉગ્ર આશ્રય વડે તેનો તે નિષેધ કરી દે છે. સમજાણું કાંઈ...? સમકિતીને પણ જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય છે તે પરાશ્રિત હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. (૮-૨૨૪) (૧૦૭૪) અહા ! આવા મનુષ્યપણામાં ભગવાન ત્રિલોકીનાથ જે કહે છે તે ખ્યાલમાં લઈને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #400 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮ અધ્યાત્મ વૈભવ પ્રભુ આત્માનો અંદરમાં આશ્રય ન કર્યો તો એ ક્યાં જશે. અહા ! એનું શું થશે? અનંતકાળ તો એને રહેવું છે; કેમકે એ અવિનાશી છે, એનો કાંઈ થોડો નાશ થવાનો છે? અહા ! એ અનંત-અનંત ભવિષ્યમાં ક્યાં રહેશે? અરે! જેને રાગની-પુણ્યની રુચિ છે તે મિથ્યાત્વમાં રહેશે ને ચારગતિમાં નિગોદાદિમાં રઝળશે ! શું થાય? પુણ્યની રુચિનું ફળ આવું જ છે. જ્યારે અંદર સત્-સ્વરૂપની રુચિ જાગ્રત કરશે તે અનંત ભવિષ્યમાં આત્મામાં જ રહેશે, સ્વ-આધીન સુખમાં જ રહેશે. આવી વાત છે! (૮-૨૫૪) (૧૦૭૫ ) અહાહા...! શુભભાવ છે તે નિશ્ચયથી અશુદ્ધભાવ છે અને તે ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું નિમિત્ત છે. અભવ્ય જીવ ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું કારણ જે શુભભાવ તેને ધર્મ માની તેનું શ્રદ્ધાન કરે છે પણ સત્યાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. અહાહા..! પુણ્ય-પાપથી ભિન્ન ચિદાનંદઘન પ્રભુ આત્માના જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા તે જ્ઞાનમાત્ર શુદ્ધ પરિણામ સત્યાર્થ ધર્મ છે. અભવ્ય જીવ તેને શ્રદ્ધતો નથી. (૮-૨પ૬). (૧૦૭૬ ) વિકારના દુ:ખના ભાવો-ચાહે પુણ્ય હો કે પાપ હો–એ બહુભાવોની સંતતિનો પ્રવાહ જે ચાલી રહ્યો છે તેનું મૂળ કારણ પરદ્રવ્ય એટલે પરદ્રવ્યનું સ્વામીપણું છે. પરદ્રવ્યના નિમિત્તે પોતામાં જે વિકાર થાય તેનો એ સ્વામી થાય એ એની સંતતિનું મૂળ છે. અહાહા...! આત્મા શુદ્ધ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે; તે સ્વદ્રવ્ય છે. બાકી બધું લોકાલોક પરદ્રવ્ય છે. અહીં કહે છે–પોતાના સ્વદ્રવ્યને છોડીને લોકાલોકની ચીજો જે નિમિત્ત છે એનો આશ્રય-લક્ષ કરે ત્યાં વિકાર જ થાય છે. અહા ! દેવગુરુ-શાસ્ત્ર અને સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા હોય તોય તેના આશ્રયે-લક્ષે વિકાર જ થાય. અહાહા ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપ પ્રભુ સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળ નિર્વિકાર કલ્યાણ સ્વરૂપ ધર્મના પરિણામ થાય છે અને એને છોડીને પરદ્રવ્યનો આશ્રય કરી પરિણમે ત્યાં અકલ્યાણરૂપ વિકારની-દોષની સંતતિનો પ્રવાહ ઊભો થાય છે. અહા ! પૂરણ જ્ઞાન ને આનંદની સહજાનંદસ્વરૂપ મૂર્તિ પ્રભુ આત્માનું સ્વામીપણું છોડી દઈ જે એ પરદ્રવ્યના ઝુકાવમાં જાય છે એ વિકારની સંતતિ-પરંપરાનું મૂળ છે. (૮-૩૫૭) (૧૦૭૭) અહા ! જેણે સ્વદ્રવ્યને જાયું એણે બધુંય જાણું. અહીં કહે છે-પરદ્રવ્ય એટલે સ્વદ્રવ્ય સિવાય જે દેવ-ગુરુ-શાસ્ત્ર, સ્ત્રી પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ આદિ આખું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #401 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ ૩૮૯ જગત છે તે પરદ્રવ્ય છે. ત્યાં સ્વનો આશ્રય છોડીને આત્મા જેટલો પર નિમિત્તના આશ્રયમાં જાય છે તેટલો તેને દોષ-વિકાર થાય છે; ચાહે પુણ્ય હો કે પાપ-બેય વિકારની સંતતિ છે, આત્માની સંતતિ નહિ. (૮-૩૬૦) (૧૦૭૮). ભાઈ ! પર તરફના લક્ષવાળા ભાવો-ચાહે હિંસાદિ પાપના હો કે અહિંસાદિ પુણ્યના હો-તે સર્વ ભાવો અપરાધ છે. પુણ્યના ભાવો પણ અપરાધ જ છે. તે ભાવો બંધ સાધક છે. તે ભાવોનું સેવન કરે તે બંધનું જ સેવન કરે છે અને તેને સંસારની જ સિદ્ધિ થાય છે. ભાઈ ! રાગનું સેવન તે સંસારની જ સિદ્ધિ છે. અહા ! આવું યથાર્થ જાણીને જે સમસ્ત પરભાવોથી વિમુખ થઈ આત્મસન્મુખ થાય છે, ભગવાન આત્માના નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન ને અંતર-રમણતારૂપ ચારિત્ર કરે છે તેને આત્માની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે. આવી વાત છે. (૮-૪૮૨) (૧૯૭૯) અહા ! આત્મા તો શુદ્ધ ચૈતન્ય પ્રભુ આત્મા છે, પરંતુ જે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યની સન્મુખતાનો અનાદર કરનાર એવા પુણ્ય-પાપ આદિ રાગભાવમાં વર્તે છે તે સાપરાધ છે, ગુન્હેગાર છે. પ્રત્યેક આત્મા અંદરમાં તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન સ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે, પણ અજ્ઞાનીને તે કેમ બેસે? પોતાના શુદ્ધ અસ્તિત્વની જેને ખબર નથી એવો અજ્ઞાની તો પુણ્ય આદિ વ્યવહારભાવોમાં મશગુલ-એકરૂપ થઈને વર્તે છે. અહીં કહે છે-એવો જીવ સાપરાધ છે, ગુન્હેગાર છે. (૮-૪૮૪) (૧૦૮૦). અરે! આ જિંદગી એમ ને એમ ચાલી જાય છે હોં. અરેરે ! રાગની દષ્ટિમાં વર્તવાવાળો જીવ ક્યાં જશે? ભાઈ ! આ જડ દેહ તો બળી ને ખાખ થઈ જશે. એની તો ખાખ જ થાય ને? પણ જીવ ક્યાં જશે? અહા ! જેણે રાગને ને પુણ્ય ભાવને પોતાના માન્યા છે તે રાગના-દુઃખના વેદનમાં જ જશે. તે ચારગતિમાં દુઃખના વેદનમાં જશે. એને જે, હું એક ઉપયોગમય શુદ્ધ આત્મા જ છું એવી શુદ્ધ આત્માની દષ્ટિપૂર્વક આરાધક થયો છે તે ક્યાં જશે ત્યાં આત્મામાં જ રહેશે. અરે! અનાદિથી એણે રાગની સેવા કરી, પણ શુદ્ધ આત્મતત્ત્વનું સેવન ન કર્યું. અહા ! તે મહીં અપરાધ છે. (૮-૪૮૮) (૧૦૮૧) ખરેખર તો પુણ્ય-પાપરહિત નિજ શુદ્ધ ચૈતન્યરૂપ આત્માની એકની જ સેવના તે ધર્મ છે, સાધન છે, મોક્ષનો ઉપાય છે. હવે એની સાથે ધર્મીને જે પ્રતિક્રમણ આદિનો શુભરાગ આવે છે તેને વ્યવહારથી અમૃતકુંભ કહેવામાં આવેલ છે. શું કીધું? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #402 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૦ અધ્યાત્મ વૈભવ જેને અંદર શુદ્ધોપયોગરૂપ અમૃતનો સ્વાદ આવ્યો છે એવા જીવના શુભરાગને વ્યવહારથી અમૃતકુંભ કહ્યો છે. આ ઉપચાર છે. અજ્ઞાનીના શુભરાગમાં એ ઉપચાર પણ સંભવિત નથી. જુઓ, શુભરાગ કાંઈ ખરેખર અમૃત છે એમ નથી; ખેરખર તો એ ઝેર જ છે. પરંતુ અમૃતસ્વરૂપ-આનંદસ્વરૂપ આત્માના સ્વાદિયા જીવને, પર્યાયમાં શુદ્ધ આત્માની પરિપૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવા શુભભાવ આવે છે અને શાસ્ત્રોમાં તેને ઉપચારથી અમૃત કહેવામાં આવેલ છે. (૮-૪૯૧) (૧૦૮૨) અહાહા...! આવો અમૃતનો કુંભ જેને (પર્યાયમાં) પ્રગટ થયો છે એવા ધર્મીને પ્રતિક્રમણ આદિ આઠ પ્રકારે કહ્યા છે તે શુભભાવ આવે છે. તે (શુભભાવો) પાપના દોષોને ક્રમે ક્રમે ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃતકુંભ છે એમ વ્યવહારથી વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે. હવે કહે છે-તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ ભૂમિને નહિ દેખનારને દ્રવ્ય પ્રતિક્રમણાદિ અપરાધ કમ કરવારૂપ પોતાનું કાર્ય કરવા અસમર્થ છે. જોયું? આત્માના નિશ્ચય અનુભવ વિના શુભરાગમાં દોષ ઘટાડવાની શક્તિ નથી. આત્માનો નિશ્ચય અનુભવ જેને પ્રગટ થયો છે એવા ધર્મી પુરુષના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ છે પણ આત્માનુભવરહિત અજ્ઞાનીજનના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ નથી. (૮-૫૦૪) (૧૮૮૩). જુઓ આ વ્યવહારના-રાગના પક્ષવાળાની દલીલ! શું કહે છે? લાગેલા દોષોનો પ્રતિક્રમણાદિ શુભભાવથી નાશ થઈ જાય છે ને આત્મા શુદ્ધ થાય છે. તો પહેલેથી જ શુદ્ધની દષ્ટિ કરો, શુદ્ધનો અનુભવ કરો-એમ શુદ્ધના આલંબનનો ખેદ શું કામ કરાવો છો? શુભથી આત્મા પવિત્ર થઈ જશે અને પછી (નરાંતે ) શુદ્ધનું આલંબન થશે. પહેલેથી જ શુદ્ધના આલંબનનો ખેદ કરવો નકામો છે. લ્યો, આ પ્રમાણે શુભભાવ કરવાથી (આત્મા) શુદ્ધ થશે એમ આ વ્યવહારના પક્ષવાળાની દલીલ છે. જુઓ, શું કહે છે? આનંદનો નાથ એવો જે પોતાનો આત્મા એની દષ્ટિ વિના વ્યવહાર ક્રિયાકાંડ બધો દોષરૂપ જ છે. અહા ! દયા, દાન, વ્રત, ભક્તિ, પ્રતિક્રમણ આદિ જેને લોકો ધર્મ માની બેઠા છે તે બધાય શુભભાવો અંતરઅનુભવ વિના પરમાર્થે પાપ જ છે. બહુ આકરી વાત ભાઈ ! પુણ્ય પાપથી રહિત હું ચિદાનંદકંદ પ્રભુ આત્મા છું- એમ સ્વાનુભવ વિના બધો શુભરાગ એકલો ઝેર ને દુઃખ છે. અરે! ભગવાન! આત્માના ભાન વિના એવી ક્રિયાઓ તો તે અનંતવાર કરી છે; પણ જે સ્વયં દોષસ્વરૂપ જ છે તે દોષને કેમ મટાડ? આત્મજ્ઞાનના અભાવમાં વ્રત, તપ, આદિ કોઈ બાહ્ય ક્રિયાઓ દોષ મટાડવા સમર્થ નથી. (૮-૫૧૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #403 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પા૫ ૩૯૧ (૧૦૮૪) જુઓ, પ્રતિક્રમણને જ એટલે શુભભાવને જ અમે વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ અર્થાત્ અશુભભાવ અમૃત ક્યાંથી હોય ? જ્યાં વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન ઇત્યાદિ વ્યવહારની શુભકિયાઓને ઝેર કહી છે ત્યાં તીવ્ર રાગમાં જવું ને અશુભમાં જવું, અજ્ઞાનમાં જવું-એ અમૃત કેમ હોય? ભાઈ ! એ (-અશુભ) તો ઝેર જ ઝેર છે. શુભને છોડી અશુભમાં જવાની તો અહીં વાત જ નથી. અહીં તો શુભને છોડી ઊંચે ઊંચે ચઢવાની-શુદ્ધમાં જવાની વાત છે. ભાઈ ! અમે તને શુભભાવ છોડાવીને, જે વડે જન્મ-મરણનો અંત આવે અને જેમાં આત્મપ્રાપ્તિ થાય એવા વાસ્તવિક ધર્મમાં લઈ જવા માંગીએ છીએ. અહીં! અંદર ભગવાન આત્મા ચિઘન પ્રભુ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજે છે તેમાં લઈ જવા શુભભાવને અમે ઝેર કહ્યું છે. પરંતુ શુભને ઝેર જાણી અશુભમાં જાય એ તો તારી ઊંધી-વિપરીત દષ્ટિ છે. અમે એવા અર્થમાં શુભને હેય ક્યાં કહ્યું છે? અરે! જ્યાં પ્રતિક્રમણને વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ (-અશુભ) અમૃત ક્યાંથી થયું? ક્યાં શુભને જ હેય બતાવ્યું ત્યાં અશુભ ઉપાદેય ક્યાંથી થઈ ગય? (અજ્ઞાનીના શુભાશુભભાવ બધા અજ્ઞાનમય હોવાથી અપ્રતિક્રમણ છે.) (૮-પ૧૭) (૧૦૮૫) અહા! શુભને અમે હેય કહ્યું તેથી તેને છોડીને અશુભમાં જાય એવું તો બુદ્ધિમાન ન કરે. તો ભગવાન! તું નીચે નીચે ઉતરતો પ્રમાદી કેમ થાય? નિષ્પમાદી થયો થકો ઊંચે ઊંચે કાં ન ચઢે? શુભભાવને છોડીને અંદર જ્યાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેમાં જા ને; ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપે અંદર છે તેના ભેટા કર ને અને તેમાં જ બંધાઈ જા ને! અહા! શુભને છોડી પ્રમાદી થઈ અશુભમાં તું જા એ તો તારી સ્વચ્છતા છે. માટે શુભને છોડી નિષ્પમાદી થઈ સ્વરૂપના આશ્રમમાં જા અને ત્યાં જ લીન થઈ જા. શુભરાગને હેય બતાવવાનું આ જ પ્રયોજન છે. (પ-૫૧૮) (૧૮૮૬) - અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ-એમ ત્રણ પ્રકારના વેપાર (પરિણામ) છે. તેમાં અશુભોપયોગ પાપબંધનું કારણ છે, શુભ ઉપયોગ પુણ્યબંધનું કારણ છે અને શુદ્ધ ઉપયોગ ધર્મનું કારણ છે, અબંધનું કારણ છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આચાર્યદવે આ ઉપદેશ કર્યો છે; નીચે ઉતરવા કર્યો નથી. શુભને છોડીને અશુભમાં તું જા એમ કહ્યું નથી, પણ એ શુભને અંતર દ્રવ્યસ્વભાવનું અવલંબન લે એમ કહ્યું છે, અહાહા..! અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખના બેહંદ સ્વભાવથી ભરેલો ભગવાન બિરાજે છે તેના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #404 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨ અધ્યાત્મ વૈભવ આશ્રયમાં જા, તેમાં લીન-સ્થિર થા-એમ કહે છે; કેમકે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે, ત્યારે જ તું અબંધ પરિણમશે. (૮-પ૨૧) (૧૮૮૭) પ્રતિક્રમણાદિ વિષકુંધ છે એમ સાંભળીને કોઈ સ્વચ્છેદે પરિણમે તો તે અવિવેકી છે. બાકી શુભને છોડીને અશુભમાં રખડવાનું કોણે કહ્યું છે? શુભને છોડીને અશુભમાં જઈશ તો તારા વિના આરા નહિ આવે. અહીં તો શુભને જોડીને અંદર ભગવાન શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ બિરાજે છે એમાં જા, એના આશ્રમમાં જ રહે એમ ઉપદેશ છે; કેમકે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે. ધર્મ થશે, લ્યો, અહીં તો શુભને છોડી ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા ચડવાની વાત છે, શુદ્ધોપયોગમાં રહેવાની વાત છે. (૮-પર૧) (૧૦૮૮) જોયું? “કષાયના ભાર વડે ભારે' –એમ કહ્યું ને! મતલબ કે પંચમહાવ્રતાદિના પરિણામ એ કષાયનો ભાર છે. જેમ ગાડું ઘાસથી ભર્યું હોય તે ભાર છે તેમ પંચમહાવ્રતાદિના પરિણામ કષાયનો ભાર છે. બહુ આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. અહીં કહે છે-કષાયનો ભાર પોતે આળસ છે, પ્રમાદ છે. સ્વરૂપમાં સાવધાની સ્થિરતા નથી એ બધો પ્રમાદ છે. અહા ! બહારમાં કોઈ જિનમંદિર બંધાવે ને પ્રતિમા પધરાવે ને મોટું દાન કરે ને પ્રભાવના કરે-અહીં કહે છે-એ બધુ કષાયના ભારથી ભારેપણું હોવાથી પ્રમાદ છે. ગજબ વાત છે ભાઈ ! આ ધંધા-પાણીમાં બહુ હોંશથી રોકાવું એ તો પ્રમાદ છે જ, પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિમાં હોંશ કરે એ પણ પ્રમાદ છે. એ રાગ છે ને? સ્વરૂપમાં લીનતા નથી તેથી પ્રમાદ છે. આવી વાત! (૮-પરર) (૧૦૮૯) અહા ! શુદ્ધ ચૈતન્યરસથી ભરેલો પોતે ભગવાન છે એના આશ્રયમાં ન જતાં અશુભની પ્રવૃત્તિમાં હોંશથી બહુ હોંશથી હુરખ કરીને કાળ ગાળે એ તો પાપી છે. તે પ્રમાદથી ભરપૂર છે, તેને શુદ્ધ ભાવ કેમ હોય? ન જ હોય. પણ અહીં તો વિશેષ આ વાત છે કે શુભભાવમાં પણ જે હોંશથી રોકાયેલો છે તે પણ પ્રમાદયુક્ત આળસુ છે. પંચમહાવ્રતના રાગને અને ૨૮ મૂલ્યગુણના રાગને પ્રમાદ કહ્યો છે, છઠે ગુણસ્થાને તે પ્રમાદી કહેવાય છે. અંદર સ્વરૂપમાં લીન-સ્થિર થાય તે અપ્રમાદ છે, શુદ્ધભાવ છે. પ્રમાદયુક્ત આળસના ભાવ તે શુદ્ધભાવ નથી. આવી આકરી વાત છે. (૮-પરર) (૧૮૯૦) તો શું સમકિતીને કે મુનિરાજને શુભભાવ હોતો જ નથી? હોય છે ને, સમકિતીને મુનિરાજનેય શુભભાવ હોય છે, પણ એ છે દુષ્ટ, અનિષ્ટ અને ઘાતક; કેમકે તે સ્વભાવની નિરાકુળ શાંતિનો ઘાત કરે છે. ભાઈ ! શુભરાગ હોય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #405 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ ૩૯૩ એ જુદી વાત છે અને એને હિતનું કારણ જાણી કર્તવ્ય માને એ જુદી વાત છે. પ્રથમ અવસ્થામાં કે સાધકની દશામાં પુણ્યભાવનો ક્ષય સર્વથા ભલે ન થાય, પણ એ ભાવ ક્ષય કરવાલાયક છે એવી દષ્ટિ તો ચોથે ગુણસ્થાનેથી જ એને હોય છે. એનો ક્ષય નો શુદ્ધોપયોગ પૂર્ણ થાય ત્યારે થાય છે, પણ એ ક્ષય કરવાલાયક છે એવું શ્રદ્ધાન તો સમકિતી ધર્માક્ષને પહેલેથી જ નિરંતર હોય છે. અજ્ઞાનીને એકાંતે કર્મધારા હોય છે, ભગવાન કેવળીને એકલી જ્ઞાનધારા છે; જ્યારે સાધકને બેઉ ધારા સાથે હોય છે. નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જ્ઞાનધારા અને શુભાશુભભાવના પરિણામરૂપ કર્મધારા-એમ એ બન્ને જ્ઞાનીને સાથે હોય છે. પણ ત્યાં કર્મધારા છે તે બંધનું જ કારણ છે અને જ્ઞાનધારા જ એક અબંધનું કારણ છે. તેથી તો કહ્યું કે-ક્રિયારૂપ ચારિત્ર વિષય-કષાયની માફક નિષેધ છે. ચારિત્રભાવમાં અંશે અશુદ્ધતા ભલે હો, પણ દષ્ટિમાં-શ્રદ્ધાનમાં તો તેનો નિષેધ જ છે. દષ્ટિમાં શુભભાવને આદરવા લાયક માને તો એ તો મિથ્યાષ્ટિ જ છે. અરે! એને કયા પંથે જવું એની ખબર નથી! પુણ્ય ભલું એમ માની તે અનંતકાળથી પુણ્યના પંથે પડયો છે. પણ બાપુ! એ તો સંસારનો-દુ:ખનો પંથ છે. ભાઈ ! ધર્મીને અશુભથી બચવા શુભના-પુણ્યના ભાવ આવે છે પણ તેને ધર્મી પુરુષ કાંઈ ભલા કે આદરણીય માનતા નથી, પણ અનર્થનું મૂળ જાણી હેયરૂપ જ માને છે. પંચાસ્તિકાયમાં પુણ્યભાવને પણ અનર્થનું જ કારણ કહ્યું છે. શાસ્ત્રમાં એવાં કથન આવે કે પહેલું પાપ ટળીને પછી પુણ્ય ટળે. પણ એ તો ચારિત્રની અપેક્ષાએ એના ક્રમની વાત કરી છે પરંતુ દષ્ટિમાં તો પુણ્ય-પાપના ભાવ એકસમાનપણે જ હોય છે કેમકે બંનેય બંધનનાં જ કારણ છે. -પુણ્ય-પાપના ભાવ અને વિભાવભાવ છે, ચંડાલણીના પુત્ર છે. –તે બંને આસ્રવ અને બંધ તત્ત્વ છે –તે બંને ભાવ જડ પુદગલમય છે અને એનું ફળ પણ પુદ્ગલ છે. માટે બંને હેય છે, આદરણીય નથી-એવું શ્રદ્ધાન જ વાસ્તવિક શ્રદ્ધાન છે. (૯-૩૦) (૧૦૯૧) હવે અત્યારે તો કેટલાક કહે છે-અત્યારે મોક્ષ તો છે નહિ, તો મોક્ષનાં કારણ સેવવાં એના કરતાં પુણ્ય ઉપજાવીએ તો પુણ્ય કરતાં કરતાં વળી ધર્મ-પ્રાપ્તિ થઈ જાય. એમ કે પુણ્ય ઉપજાવીને સ્વર્ગમાં જવાય અને પછી ત્યાંથી સાક્ષાત્ ભગવાનની પાસે જવાય ઇત્યાદિ. અરે ભગવાન! તું શું કહે છે આ! અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તેનો અનુભવ કરતાં શુદ્ધોપયોગ થાય છે. જેમ ચિંતામણિ રત્ન જે ચિંતવો તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #406 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૪ અધ્યાત્મ વૈભવ આપે તેમ ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા પોતે છે તેમાં એકાગ્ર થતાં જ તે અતીન્દ્રિય આનંદ આપે છે. ચિચમત્કારમય વસ્તુ તો આવી છે નાથ ! તે એકની જ ભાવના કર; અમને તે એકની જ ભાવના છે. કહ્યું ને કે-અમને સમસ્તપણે એક આત્મા જ પ્રકાશમાન હો. કોઈ બીજા ગમે તે કહે, પુણ્યની ભાવના છે તે મિથ્યાત્વ છે અને તે વડે જીવને સંસાર ને દુઃખ જ પ્રાપ્ત થાય છે. અહીં આનંદના બાગમાં કેલિ કરનાર ભગવાન આચાર્ય અમૃતચંદ્ર કહે છે ભગવાન! તું ચૈતન્યચિંતામણિ રત્ન છો; તેમાં જ એકાગ્ર થા, તેમાં જ લીન થા અને તેમાં જ ઠરીને નિવાસ કરતેથી તને આનંદ થશે. (૯-૩૦૩). (૧૮૯૨) જેની દષ્ટિ અંદર શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા ઉપર છે તેને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી પુણ્ય છે; જેની દષ્ટિ રાગ ઉપર છે, જેને શુભની રુચિ છે, તેને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય તે પાપાનુબંધી પુણ્ય છે. લ્યો, બેમાં આવડો મોટો ફેર છે. (૯-૩૮૦) (૧૮૯૩) અહા ! અનંત કાળમાં એણે આવા જ્ઞાન-શ્રદ્ધાન ને પુણ્ય-પાપથી નિવર્તવારૂપ પરિણામ તો કર્યા નહિ. માત્ર પુણ્ય-પાપના ભાવ કરી કરીને સ્વર્ગ-નરકાદિમાં અનંતા ભવ કરી કરીને રઝળી મર્યો છે. અરે! કઈક વાર તે મોટો માંડલિક રાજા થયો, મોટો દેવ પણ થયો, પરંતુ સ્વસ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન વિના તે આકુળતાની ભઠ્ઠીમાં શેકાઈ ગયો. દેખવું, જાણવું, શ્રદ્ધવું ને પુણ્ય-પાપથી નિવર્તવું-એ એના વાસ્તવિક પરિણામ છે. પણ અરે ! સ્વરૂપની દષ્ટિ વિના રાગદ્વેષના દાવાનલમાં ચિરકાળથી એની શાંતિ બળી ગઈ ! એ મહાદુઃખી થયો. (૯-૩૮૫) (૧૦૯૪) અરે! જીવો પોતાની શુદ્ધિ ચૈતન્યવહુ સુખધામ પ્રભુ આત્મા છે તેને ભૂલીને પુણ્યપાપની વૃત્તિમાં રોકાઈ પડયા છે. પરંતુ પુણ્ય-પાપના ભાવ વાસ્તવમાં તો પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી; ભગવાન આત્માની એ ચીજ નથી. ભગવાન આત્માનો સહજ જાણગસ્વભાવ છે તેથી તે પુણ્ય-પાપ આદિ ભાવોને જાણે છે, પણ તેથી કાંઈ પુણ્ય-પાપ આદિ ભાવ જ્ઞાનરૂપઆત્મરૂપ થઈ જતા નથી. ભગવાન આત્માને રાગાદિ પદાર્થો ભિન્ન જ રહે છે, કદી એકરૂપ થતા નથી. વાસ્તવમાં રાગ મારો સ્વભાવ છે એમ માનીને જીવ મિથ્યાત્વ આદિ અજ્ઞાનમય ભાવોને ઉત્પન્ન કરે છે અને તે એને ચારગતિમાં પરિભ્રમણનું કારણ થાય છે... અહાહા..! જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. તેના જ્ઞાનની સ્વચ્છતામાં જણાવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #407 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ ૩૯૫ યોગ્ય શૈય પદાર્થો સ્વયમેવ ઝળકે છે એટલે જણાય છે. છતાં જ્ઞાનમાં તે શેયોનો પ્રવેશ નથી. શુભાશુભ રાગ થાય તેને જ્ઞાન જાણે પણ જ્ઞાન તે રાગરૂપે થતું નથી, ને તે રાગ જ્ઞાન રૂપે થતો નથી. જ્ઞાનમાં ય કદી પ્રવેશતું નથી, ને જ્ઞાન શેયમાં કરી પ્રવેશતું નથી. (૯-૪૨૦) (૧)૯૫) અહા ! જીવને જે રાગ-દ્વેષ-મોહના ભાવ ઉત્પન્ન થાય છે તે પોતાના શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માના ભાનના અભાવથી એટલે કે અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. રાગ-દ્વેષ-મોહ પરદ્રવ્યથી ઉત્પન્ન થતા નથી, પોતાના સ્વદ્રવ્યથી પણ ઉત્પન્ન થતા નથી; કેમકે પરદ્રવ્ય પોતાના સ્વભાવથી ભિન્ન છે અર્થાત્ પોતાના સ્વભાવો પરદ્રવ્યમાં છે નહિ, અને પોતાનું સ્વદ્રવ્ય તો સદાય શુદ્ધ ચૈતન્યમય વીતરાગસ્વભાવમય છે. અહીં આ સિદ્ધ કરવું છે કેપદ્રવ્યમાં પોતાના રાગદ્વેષમોહ નથી અને પારદ્રવ્યથી તેઓ ઉત્પન્ન થાય છે એમ પણ નથી; પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાનના અભાવથી, અજ્ઞાનથી, રાગ-દ્વેષ-મોહના ભાવો ઉત્પન્ન થાય છે. આવી વાત છે. (૯-૪૧૪) (૧૦૯૬) શિષ્ય પ્રશ્ન કરે છે. એમ કે પરમાં આત્માના ગુણ નથી, પરમાં આત્માના અવગુણ નથી, તો પછી સમ્યગ્દષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે? તો કહે છે–સાંભળ! જ્ઞાનીને કોઈ પરના કારણે રાગ થતો નથી. જ્ઞાનીને પાંચ ઇન્દ્રિયના વિષયમાં લક્ષ જાય ત્યારે કિંચિત્ રાગ થાય છે; પણ તેને રાગ કહેતા નથી, કેમકે મિથ્યાત્વ સંબંધીનો રાગ થાય તેને જ રાગ કહેવામાં આવે છે. પોતાની ચૈતન્યસત્તાને ભૂલીને પરને પોતાનું માને, પરથી -વ્રતાદિથી પોતાનું હિત થવું માને એવા મિથ્યાદષ્ટિને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે; જ્ઞાનીને તે હોતા નથી. તો પછી રાગનીય કઈ ખાણ છે? સાંભળ ભાઈ ! રાગદ્વેષમોહ એ જીવનના જ અજ્ઞાનમય પરિણામ છે, અર્થાત્ જીવનું સ્વરૂપ સંબંધી અજ્ઞાન જ રાગાદિક ઊપજવાની ખાણ છે. આવી વાત છે ભાઈ ! એ રાગ પદ્રવ્યની નહિ, સ્વદ્રવ્યથી નહિ; પોતાના અજ્ઞાનભાવ જ રાગની ખાણ છે. (૯-૪૧૭) (૧)૯૭) હા, પણ જ્ઞાનીને પણ રાગ થતો દેખાય છે? અરે પ્રભુ! તને ખબર નથી ભાઈ ! જ્ઞાનીને રાગદ્વેષ છે જ નહિ, કેમકે રાગ-દ્વેષ તો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, તે અજ્ઞાનની ઓલાદ છે. અને જ્ઞાનીને અજ્ઞાન નથી. અહા! જેને સ્વનું લક્ષ જ થયું નથી એવા અજ્ઞાની જીવને, જેમાં પોતાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #408 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૬ અધ્યાત્મ વૈભવ ગુણ નથી એવા પદ્રવ્યોનું લક્ષ કરવાથી અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે, વાસ્તવમાં સ્વદ્રવ્યથી નહિ, પરદ્રવ્યથી પણ નહિ, પણ પરથી અને રાગથી મને લાભ છે અને તે (-પર અને રાગ ) મારું કર્તવ્ય છે એવા અજ્ઞાનથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. ભાઈ ! પરદ્રવ્યમાં રાગદ્વેષ નથી; પરમાં તારા ગુણ નથી, અવગુણ પણ નથી, પરંતુ શુદ્ધ ચિદાનંદ ચૈતન્ય ચમત્કાર નિજ આત્માને ભૂલીને, વિકારને પોતાનું સ્વ માને છે તે મહા વિપરીતતા ને અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી જ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહાહા..સંતો કહે છે-અમારા કોઈ ગુણ અમે પરદ્રવ્યમાં દેખતા નથી, તો અમને રાગદ્વેષ કેમ ઉત્પન્ન થાય ? (૯-૪૧૮) (૧)૯૮). અહા! ત્રિકાળી ધ્રુવ આનંદકંદ પ્રભુ પોતે-તેનું લક્ષ છોડીને એક સમયની પર્યાય જેવડો પોતાને માને તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન જ રાગ-દ્વેષની ખાણ છે પરદ્રવ્ય નહિ, સ્વદ્રવ્ય નહિ, પરંતુ પર્યાયબુદ્ધિ જ રાગદ્વેષની ખાણ છે. અહાહા..! આચાર્ય કહે છે-રાગદ્વેષમોહ વિષયોમાં નથી કેમકે વિષયો પરદ્રવ્ય છે, ને રાગ-દ્વેષ-મોહ સમ્યગ્દષ્ટિમાં નથી કેમકે તેને અજ્ઞાનનો અભાવ છે. માટે, કહે છે, તેઓ છે જ નહિ, લ્યો આવી! વાત! એમ કે અજ્ઞાનભાવને છોડીને રાગ-દ્વેષ-મોહું ક્યાંય છે જ નહિ. સમજાય છે કાંઈ....? અહા ! ધર્મી જીવ જે સમ્યગ્દષ્ટિ થયો તેને રાગદ્વેષ નથી, કિંચિત્ રાગાદિ થાય છે તો તે શેયપણે છે. ઝીણી વાત છે પ્રભુ! ધર્મીની દષ્ટિ તો ત્રિકાળી સ્વદ્રવ્ય પર છે; અને સ્વદ્રવ્યમાં ક્યાં રાગદ્વેષ છે? નથી; વળી પરદ્રવ્યમાં પણ રાગ-દ્વેષ-મોહ નથી, અને પરદ્રવ્યની ધર્મીને દૃષ્ટિ પણ નથી, માટે સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહ કેમ હોય? ન જ હોય. તેથી આચાર્ય કહે છે- “તેઓ ( રાગદ્વેષમોહ) છે જ નહિ.” કિંચિત્ રાગદ્વેષ છે એ તો ધર્મીને જ્ઞાનના જ્ઞયપણે છે; તેનું એને સ્વામિત્વ નથી. માટે જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહ નથી. આવી વાત છે. (૯-૪૧૮) (૧૦૯૯) વીતરાગમૂર્તિ આનંદઘન પ્રભુ આત્માને શુદ્ધદ્રવ્યદૃષ્ટિથી અંતરદષ્ટિથી જોતાં રાગ-દ્વેષમોહ છે જ નહિ. અહાહા...! દ્રવ્યદષ્ટિવંત-ધર્મીપુરુષને, કહે છે, રાગદ્વેષમોહ છે જ નહિ, કેમકે તેને અજ્ઞાન નથી, પરંતુ વર્તમાન પર્યાય ઉપર જેની દષ્ટિ છે, અંશ ઉપર જેની દષ્ટિ છે તેવા પર્યાયદષ્ટિ જીવને રાગદ્વેષમોહ ઉત્પન્ન થાય છે. બહારમાં કોઈ ભલે મહાવ્રતાદિનું પાલન કરતો હોય, પણ એનાથી પોતાને લાભ છે એમ જ માનતો હોય તો તે પર્યાયદષ્ટિ મૂઢ છે, અને તેને અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ-મોહ અવશ્ય થાય છે. માટે પર્યાયબુદ્ધિ છોડી, હે ભાઈ ! દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કર. આ જ તારા હિતનો-કલ્યાણનો ઉપાય છે. (૯-૪૨૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #409 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય-પાપ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૭ ( ૧૧૦૦ ) ‘આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે.' –ઝીણી વાત છે પ્રભુ! અંદર આત્મા છે તે જ્ઞાનપુંજ પ્રભુ ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્યશક્તિનો રસકંદ છે. દયા, દાન આદિ પુણ્યભાવ ને હિંસા જૂઠ આદિ પાપના ભાવ-ને આત્મામાં નથી. શું કીધું ? રાગદ્વેષના ભાવ, પુણ્ય-પાપના ભાવ તે શુદ્ધ ચૈતન્ય-વસ્તુમાં નથી. અહા ! આવો આત્મા, કહે છે. અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે થાય છે, પરિણમે છે. જેને પોતાની શુદ્ધ ચૈતન્યસત્તા કે જેને એક જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, એક સામાન્યભાવ, નિત્યભાવ, પંચમ પારિણામિકભાવ કહીએ તેનું ભાન નથી તે જીવ અજ્ઞાનભાવથી પુણ્ય ને પાપ અને રાગ ને દ્વેષના ભાવરૂપે પરિણમે છે. અહાહા...! પોતે નિજસ્વભાવથી રાગદ્વેષરૂપે પરિણમતો નથી, ને કર્મને લઈને રાગદ્વેષરૂપે પરિણમે છે એમ પણ નથી, પરંતુ પોતાની વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન છે, અભાન છે–તે અજ્ઞાનને લઈને પોતે રાગદ્વેષરૂપે પરિણમે છે. સમજાણું કાંઈ... ? આ શરીર તો જડ માટી–ધૂળ છે, અને કર્મ પણ જડ માટી-ધૂળ છે. એ તો આત્મામાં છે નહિ. વળી એકેક ઇન્દ્રિયના વિષયને જાણે એવી જે ખંડખંડ ભાવ-ઇન્દ્રિય-જ્ઞાનની ખંડખંડ પર્યાય—તે પણ ત્રિકાળી ધ્રુવ વસ્તુમાં નથી. ત્રિકાળી વસ્તુ તો અખંડ, અભેદ, એક જ્ઞાયકભાવરૂપ છે. તે જ્ઞાયક વસ્તુમાં રાગદ્વેષ નથી, સંસા૨ નથી, ઉદયભાવ નથી. (૯-૪૨૦) ( ૧૧૦૧ ) દ્રવ્યદષ્ટિથી જોતાં તે રાગદ્વેષ ‘િિગ્વન્ સ્’કાંઈ જ નથી. જોયું? પર્યાય જ પોતાનું સ્વરૂપ છે એમ દેખનારા પર્યાયદષ્ટિ જીવોને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, પરંતુ વસ્તુ પોતે ત્રિકાળી ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ પોતે છે તેમાં એકાગ્ર કરેલી અંતરષ્ટિ વડે જોતાં, કહે છે, રાગદ્વેષ કાંઈ જ નથી. અહાહા...! આત્મા શુદ્ધ એક ચૈતન્યવસ્તુ છે તેને અંતરની એકાગ્રદષ્ટિથી દેખતાં ધર્મ-વીતરાગતા પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે, તેને રાગદ્વેષ કાંઈ જ નથી. અહા ! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો' –એવી ચીજ પોતે આત્મા છે, પણ અરે! એને એની ખબર નથી! શું થાય? પોતે જિનસ્વરૂપ અંદર ભગવાન છે એના ભાન વિના અજ્ઞાનથી તેને રાગદ્વેષ નિરંતર ઊપજ્યા જ કરે છે. જો પોતાના પૂરણ જ્ઞાનાનંદમય ભગવાનસ્વરૂપની દૃષ્ટિ કરે તો રાગદ્વેષ કાંઈ જ નથી, કેમકે રાગદ્વેષ કાંઈ દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી; દ્રવ્યદષ્ટિમાં રાગદ્વેષ દેખાતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com અહા ! અનાદિ અજ્ઞાન વડે એણે ચૈતન્યનું જીવન હણી નાખ્યું છે. તેને આચાર્યદેવ કહે છે-હૈ ભાઈ ! તારી ચીજ અંદર સર્વજ્ઞસ્વભાવથી પૂરણ ભરી પડી છે. તેમાં જ દૃષ્ટિ સ્થાપિત કરી તત્ત્વદષ્ટિ વડે રાગદ્વેષનો ક્ષય કરો. સ્વભાવ ઉપર દૃષ્ટિ Page #410 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮ અધ્યાત્મ વૈભવ દેતાં રાગદ્વેષ ઊપજતા નથી; ઊપજતા નથી માટે તેનો ક્ષય કરો એમ કહ્યું છે. સમજાણું કાંઈ....? (૯-૪૨૧) (૧૧૦૨) દુનિયાના લોકોને બીજો પ્રશંસા કરે તો મીઠી લાગે. પાગલ છે ને ? પાગલ પાગલને વખાણે-એ ન્યાય છે. તેમ અજ્ઞાનીનાં વ્રત, તપને લોકો વખાણે તે તેને મીઠું લાગે, પણ ભાઈ ! એ તો પાગલપણું છે બાપુ! કેમકે રાગથી ધર્મ થાય એમ તો મિથ્યાષ્ટિ પાગલ માને અને કહે. રાગમાં હરખાવું શું? રાગ તો એકલા દુઃખનો દરિયો છે, તેમાં લેશ પણ સુખ નથી. (૯-૪૨૩) (૧૧૦૩) કોઈ વળી કહે છે-રાગદ્વેષ જો કર્મથી ન થાય તો તે જીવનો સ્વભાવ થઈ જશે અને તો તે કદીય મટશે નહિ. ભાઈ રાગદ્વેષ છે એ કાંઈ જીવનો ત્રિકાળી સ્વભાવ નથી. જીવના ત્રિકાળી સ્વભાવમાં શુદ્ધ એક ચૈતન્યભાવમાં, જ્ઞાયકભાવમાં રાગદ્વેષ નથી ને તે રાગદ્વેષનું કારણ પણ થી. અહીં તો જીવને જે રાગદ્વેષ થાય છે તે તેનો પર્યાયસ્વભાવ છે એમ વાત છે. રાગદ્વેષ થાય તેમાં કર્મ વગેરે પરદ્રવ્ય કારણ નથી એમ અહીં સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ? રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે સ્વભાથી જ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એ પર્યાયસ્વભાવની વાત હોં; અને તેથી તે ( જ્ઞાયકના લક્ષ) મટી શકે છે. હવે લોકોને કાંઈ ખબર ન મળે અને એમ ને એમ આંધળે બહેરું કૂટે રાખે, પણ જીવન જાય છે જીવન હો એમ ને એમ અજ્ઞાનમાં જશે તો અહીં તો મોટો અબજોપતિ શેઠ હોય પણ ક્યાંય ભૂંડણના પેટે ને કાગડ-કૂતરે જન્મ થશે. અરરર! આવો જન્મ! ચેતી જા ભગવાન! (૯-૪૨૫) (૧૧૦૪) અહીં રાગદ્વેષાદિ વિકારને ચેતનતા પરિણામ કહ્યા કેમકે તે ચેતનની પર્યાયમાં થાય છે. બીજે ક્યાં શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવાની વાત હોય ને સ્વભાવનો – ધ્રુવનો આશ્રય કરવાનું પ્રયોજન હોય ત્યાં તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જ્યાં જે વિવેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. જેને સ્વભાવની–ધ્રુવની દૃષ્ટિ થઈ તેને પોતે વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય છે; વિકાર એનું વ્યાપ્ય નથી એ અપેક્ષાથી તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. અહીં રાગદ્વેષાદિ વિકારના ભાવ જીવની દશામાં થાય છે માટે જીવના પરિણામ કહ્યા છે; તેઓ જડમાં થતા નથી, જડ દ્રવ્યો તેને નિપજાવતા નથી, કેમકે અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણ-પર્યાયોથી ઉત્પત્તિ થતી નથી. આવી વાત છે. (૯-૪૨૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #411 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પા૫ ૩૯૯ (૧૧૦૫). અહા ! શુદ્ધનયનો વિષય અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક જ છે. તેમાં પર્યાય ગૌણ છે. પણ પર્યાયથી જોતાં પર્યાયમાં રાગાદિ છે તે પોતાના જ અપરાધથી છે એમ કહે છે. ધ્રુવ તો શુદ્ધ છે, પણ પોતાના જ અપરાધથી તે રાગદ્વેષરૂપ પરિણમે છે; એવું નથી કે કર્મનો ઉદય તેને રાગદ્વેષરૂપ પરિણમાવે છે. ભાઈ તારા ઊંધા પુરુષાર્થથી જ તને રાગાદિ વિકાર થાય છે. કર્મના માથે દોષ ન નાખ. મને કર્મ વિકાર કરાવે છે એમ પદ્રવ્યનો વાંક ન કાઢ, પરદ્રવ્ય પર કોપ ન કર. વિકાર થવામાં જેઓનો પરદ્રવ્યનોકર્મનો જ વાંક કાઢે છે તેઓ અજ્ઞાનીઓ છે ને તેઓ મોહ-નદીને પાર ઊતરી શકતા નથી, તેઓ મોહની સેનાને જીતી શકતા નથી, પોતે હારી જાય છે. તેમને રાગદ્વેષ મટતા નથી. કેમ મટતા નથી? તો કહે છે અહાહા...પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ પોતે તેને (સમ્યક પુરુષાર્થ વડે) ટાળી શકે, પણ જો કર્મને લઈને વિકારી ભાવ થતા હોય તો પોતે તેને કેવી રીતે ટાળી શકે? પરના-કર્મના કરાવ્યા તે થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, તેમાં આત્માના હાથની વાત તો કાંઈ રહી નહીં. પણ એમ છે નહિ. માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે–એમ કથંચિત માનવે તે સમ્યજ્ઞાન છે. ધર્મીને પણ રાગદ્વેષ પોતાની અસ્થિરતાના અપરાધથી થાય છે. કર્મથી નહિએમ યથાર્થ માનવું સર્વથા કર્મ જ રાગદ્વેષ કરાવે છે એમ ન માનવું. અહાહા....! આ રાગદ્વેષ થાય છે તે મારો જ અપરાધ છે, કર્મ તો તેમાં બાહ્ય નિમિત્તમાત્ર (ઉપસ્થિતિમાત્ર) છે એમ માનવું તે સમ્યજ્ઞાન છે. અહાહા...! ( રાગનો) કરનારો હું અને મટાડનારો પણ હું છું. જે જોડે તે તોડે. શું કીધું? કર્મના નિમિત્તથી સંબંધ પોતે જ જોડે છે અને પોતે જ તેને તોડે છે એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. આવી વાત છે. (૧૦-૩૧) (૧૧૦૬) ભાઈ ! ધર્માત્મા તો રાગ ને મોહનો વિલાસ જાણે છે. શુભાશુભ ભાવ એ મોહનો વિલાસ છે ભાઈ ! એ પુદ્ગલનો વિલાસ છે, એ કાંઈ જીવવિલાસ નથી. ધર્મી જીવ એને કાંઈ ચૈતન્યનો વિલાસ જાણતા નથી, પોતાની ચીજ જાણતા નથી. આ ભક્તિકાળે તેને જે ભગવાન પ્રતિ રાગ થાય છે તેને તે હેય જાણે છે. જેમ અંદર જ્ઞાયકસ્વરૂપને તેને આદર છે તેમ રાગનો તેને આદર નથી. શુભરાગ આવે ખરો, પણ તેને તે હેય જ જાણે છે, અહીં તો એથીય વિશેષ ચારિત્રવંત પુરુષને રાગનો અભાવ વર્તે છે, રાગ થતો જ નથી એની વાત કરે છે. (૧૦-૧૧૮) (૧૧૦૭) અહાહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વદ્રવ્ય છે, ને રાગદ્વેષના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #412 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૦ અધ્યાત્મ વૈભવ ભાવ અસંખ્યાત પ્રકારના પુણ્ય-પાપના ભાવ પરદ્રવ્ય છે. પરદ્રવ્યના લક્ષે થતા તે ભાવ પદ્રવ્ય છે. બહારની મીઠાશની ભ્રમણામાં જીવ પોતાને ભૂલીને પરદ્રવ્ય એવા અસંખ્યાત પ્રકારના રાગ-દ્વેષના ને પુણય-પાપના ભાવોમાં સ્થિત રહેલો છે. અહા ! પોતે તે અંદર અમૃતનો સાગર પ્રભુ છે. પણ પોતાની પ્રજ્ઞાના દોષથી-કર્મના દોષથી એમ નહિ હોં-પોતાના જ દોષથી પોતાને ભૂલીને પુણ્ય-પાપરૂપ ઝેરના પ્યાલા પી રહ્યો છે. પુણ્ય-પાપના ભાવ ઝેરના પ્યાલા છે હોં. પુણ્યભાવ પણ ઝેર છે ભાઈ ! પોતે જ તેમાં મુર્બાઈને ભ્રમણા ઊભી કરી છે, અને પોતે જ ઝેર પીધા કરે છે. અમાપ અમાપ. અમાપ શક્તિથી ભરેલો ભગવાન આત્મા છે તે અજ્ઞાનીના માપમાં ( -જ્ઞાનમાં) આવ્યો નહિ ને આ પુણ્ય-પાપના ભાવનાં માપ ( -જ્ઞાન ને હોંશ) કરીને એમાં જ અનાદિથી સ્થિત થઈને એણે ઝેર પીધાં છે. આ દેવ શું મનુષ્ય શું; નારકી શું, તીર્થંચ શું, ધનવાન છું, નિર્ધન શું, રાય શું, રંક શું, કીડી, કબૂતર ને કાગડા શું; અરે! સર્વ સંસારી જીવો અનાદિથી પોતાની ચીજને ભૂલીને પુણ્ય-પાપરૂપ વિષમભાવના વિષના સેવનમાં પડેલા છે. ભાઈ ! વ્યવહારરત્નત્રયનો ભાવ પણ વિષમભાવ છે બાપુ! નિયમસારમાં કળશમાં કહ્યું છે કે-નામમાત્ર કારણ કહીએ એવા વ્યવહારરત્નત્રયને ભગાસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (અનેક ભાવોમાં) આચર્યું છે, અર્થાત્ એ સત્યાર્થ કારણ નથી, સમભાવ નથી, વિષમભાવ છે. સમજાણું કાંઈ....? હમણા ! હમણાં મોટા ભાગના જીવો તો પાપનાં પોટલાનો ભાર ભરવામાં રોકાઈ ગયા છે, ત્યાંથી ખસી કદાચિત્ પુણ્યભાવમાં આવે તોય શું? પુણ્યભાવ પણ રાગ છે, દુઃખ છે; ઝેર છે. અહા ! આમ દુઃખમય ભાવોમાં જ જીવ અનાદિથી સ્થિત છે; તે પોતાની પ્રજ્ઞાનો અપરાધ છે. આ શેઠીઆ, રાજા ને દેવતા બધા પુણ્ય-પાપમાં સ્થિત રહ્યા થકા દુઃખમાં જ ગરકાવ છે. ભાઈ! તું સંયોગમાં સુખી છે એમ માને છે પણ બાપુ! તું દુ:ખના જ સમુદ્રમાં સ્થિત છે; કેમકે પુણ્ય-પાપના ભાવ બધો દુઃખનો સમુદ્ર છે ભાઈ ! (૧૧૦૮). પુણ્યના પરિણામ થાય તે પરશેયરૂપ ઉપાધિભાવ છે. પુણ્યભાવ ધર્મીને આવે ભલે, પણ તે ઉપાધિભાવ છે. સ્વભાવ નથી. સમાધિ નથી. જેમ શરીર, મન, વાણી, ઇન્દ્રિય પરય છે. તેમ શુભભાવના વિકલ્પ ઊઠે તે પરજ્ઞય છે અને માટે તે ઉપાધિસ્વરૂપ છે. ભાઈ ! તું પર તરફ જઈશ તો તને ચોમેરથી વિકલ્પરૂપ ઉપાધિ ઊભી થશે, સમાધિ નહીં થાય. ભગવાન કહે છે તું મારી સામે પણ જોઈશ તો રાગ જ થશે, ઉપાધિ થશે, ધર્મ નહિ થાય. જ્ઞાનીને પણ વ્યવહારના શુભભાવ આવે છે, પણ તે છે ઉપાધિ. માટે કહે છે-સર્વ તરફથી ફેલાતા પદ્રવ્યોમાં જરા પણ ન વિહર, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #413 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ ૪૦૧ પૂર્ણદશા ભણી જવું છે ને! તેથી કહે છે-શુદ્ધ ચૈતન્યના આલંબનથી પ્રગટ નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્રમાં જ વિહર, બીજે ન વિહર. દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો-વિનય-ભક્તિનો ભાવ રાગ છે, વ્યવહાર છે; પંચમહાવ્રતના પરિણામ રાગ છે, વ્યવહાર છે; છકાયની રક્ષાના પરિણામ રાગ છે, વ્યવહાર છે, શાસ્ત્ર-ભણતરનો ભાવ રાગ છે, વ્યવહાર છે. આ બધો વ્યવહાર જ્ઞયરૂપ ઉપાધિ છે, સ્વભાવ નથી. પરદ્રવ્ય છે. તેમાં જરા પણ ન વિહર-એમ કહે છે. શુદ્ધ નિશ્ચય એકના જ આલંબને પ્રાપ્ત શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. લ્યો, આ પ્રભુનો માર્ગ છે આ શૂરવીરનાં કામ છે બાપા ! (૧૦-૨૫૮) (૧૧૭૯) ભાઈ ! તારે આત્માની શાંતિ ખોવી હોય, ચારગતિમાં રખડવું હોય તો રાગના વાડે ( –ક્ષેત્રમાં) જા. કહેવત છે ને કે-ઘો મરવાની થાય તો વાઘરીવાડે જાય, તેમ જેને જન્મમરણ જ કરવાં છે તે રાગના વાડે જાય. આવી વાત ! (૧૦-૨૮૧) (૧૧૧૦) ' અરે ભાઈ, શુભભાવથી પુણ્ય બંધાતાં એક વાર કદાચ નરક-પશુગતિ ન મળી તો તેમાં શું ફાયદો થયો? સ્વર્ગનું આયુષ્ય પૂરું કરીને અજ્ઞાનવશ પશુ થશે અને પછી નરકે જશે. અરે ભાઈ, તને પુણ્યનું ફળ દેખાય છે, પણ અજ્ઞાનનું ને મિથ્યાભાવનું ફળ નથી દેખાતું. બાપુ, મિથ્યાભાવનું ફળ પરંપરાએ નિગોદ છે ભાઈ ! જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, સ્વભાવનું સાધન નથી, સ્વરૂપનાં પ્રતીતિ ને વિશ્વાસ નથી તો ક્રિયાકાંડના આલંબને એકાદ ભવ સ્વર્ગનો મળી જાય, પણ પછી તિર્યંચ થઈને નરક કે નિગોદમાં જીવ ચાલ્યો જશે; તેને ભવનો અભાવ નહિ થાય. ભવના અભાવનું સાધન તો સ્વભાવના આલંબનથી જ પ્રગટ થાય છે. (૧૧-૧૯૫) (૧૧૧૧) અહા ! રાગની એકતા એ તો આત્મઘાત છે; એમાં તો આત્માનું મૃત્યુ થાય છે. વિજ્ઞાનઘન પ્રભુ આત્માને રાગવાળો માનવો, અર્થાત્ હું રાગ છું એમ માનવું એ તો ભાવમરણ છે, કેમકે એમાં પોતાના ચૈતન્યસ્વરૂપનો ઇન્કાર થયો ને! ચૈતન્યનો ઇન્કાર એ એની હિંસા છે, ને એ ભાવમરણ છે. અહા ! રાગથી મને લાભ છે એવી દષ્ટિમાં પ્રભુ! તારું ક્ષણે ક્ષણે ભાવમરણ થઈ રહ્યું છે. શ્રીમમાં આવ્યું છે ને કે- “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !' ભાઈ પમાં ને રાગમાં સુખ માનતાં તારા સુખનો નાશ થાય છે એ તો જ. આ અવસર પૂરો થઈ જશે ભાઈ! દેહ છૂ થઈ જશે, ને તું ક્યાંય ચાલ્યો જઈશ, ને ક્ષણક્ષણનું ભાવમરણ ચાલ્યા જ કરશે. ( જો આત્મદષ્ટિ હમણાં જ ના કરી તો). (૧૧-૨૭ર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #414 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭. દેવ Tછે (1) Apr હવે (૧૧૧૨) સમોસરણમાં વીતરાગ અરિહંત પરમાત્મા હોય છે. એવી જ વીતરાગી મૂર્તિ હોય એને જિનબિંબ કહીએ. અન્ય આભૂષણાદિયુક્ત મૂર્તિ તે જિનબિંબ નથી. ભગવાન તો નગ્નદિગંબર વીતરાગસ્વરૂપ હોય છે. તેવી જ નગ્ન-દિગંબર વીતરાગી મૂર્તિ તે જિનબિંબ છે. આવા જિનબિંબનાં દર્શન, ભક્તિ, પૂજા ઇત્યાદિ બાહ્ય વ્યવહાર પ્રવર્તનનો ભાવ સમકિત થયા પહેલાં હોય છે પણ એનાથી નિશ્ચય સમકિત થાય નહીં. નિશ્ચય સમ્યકત્વ તો એકમાત્ર અખંડ એક જ્ઞાયકભાવનું અવલંબન થતાં જ થાય છે. (૧–૧૬૮) (૧૧૧૩) ભગવાનની મૂર્તિ છે, મંદિર પણ છે. એ બધું છે એ આગમથી સિદ્ધ છે, ઇતિહાસથી પણ સિદ્ધ છે. કોઈ એને ઉથાપે તો એ માર્ગ નથી. મોહન-જો-ડેરોમાં પાંચ હજાર વર્ષ જૂની પ્રતિમા નીકળી છે, ઈતિહાસથી પણ એ સિદ્ધ છે, શાસ્ત્રમાં પણ મૂર્તિની વાત છે. માટે એનો કોઈ નિષેધ કરે તોતે સત્ય માર્ગ નથી. ભગવાનની મૂર્તિ છે અને જે શુભભાવ કરે તેને એમાં તે નિમિત્ત પણ છે. ભગવાનની પ્રતિમા શુભભાવ કરાવી દે એમ નહિ, પણ જે શુભભાવ કરે તેને એ નિમિત્ત છે તથાપિ શુભભાવ છે તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. આવી ચોખ્ખી વાત છે. વળી કોઈ મૂર્તિ માને, પણ તેમાં આડંબર વધારી તેને શણગાર-આભૂષણ લગાવે તો તે પણ બરાબર નથી, સત્ય માર્ગ નથી. શુદ્ધ જળથી જ ભગવાનનો અભિષેક હોય એવી શાસ્ત્રોક્ત પદ્ધતિ છે. એમાં ફેરફાર કરવો એ પણ માર્ગ નથી. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. તેમાં વીતરાગી બિંબનું જ સ્થાપન પૂજા ભક્તિ હોય છે. વીજળીના દીવાના મોટા ભપકા કરે એમાં જીવ-જંતુમ, પતંગિયાં મરે. જેમાં વિશેષ હિંસાનો દોષ થાય એ માર્ગ નથી. ભાઈ ! આ તો વિવેકનો માર્ગ છે. ભગવાનને ફૂલ ચઢાવે અને કેશરના ચાંલ્લા કરે એ માર્ગ નથી. કોઈ પ્રતિમાને (જિનબિંબને) ઉથાપે તો એ માર્ગ નથી અને કોઈ પ્રતિમા પર આભૂષણાદિ અનેક પ્રકારે આડંબર રચે તો તે પણ માર્ગ નથી. ભગવાનની મૂર્તિ હોય છે. તેની પૂજા-ભક્તિ-વંદનાના ભાવે પણ હોય છે. પણ એની મર્યાદા એટલી કે તે શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે. (૪-૪૩) (૧૧૧૪) ભાઈ ! પરમાત્મા ત્રણકાળ ત્રણલોકના જાણનારા અનાદિથી છે. તેમ જિનબિંધની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #415 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ ૪૦૩ -પ્રતિમાની સ્થાપના, મંદિરોનું નિર્માણ, તેમની પૂજા-ભક્તિ-વંદના-અભિષેક બધું અનાદિ કાળથી છે. સ્વર્ગમાં તો ભગવાનની શાશ્વત અકૃત્રિમ પ્રતિમાઓ છે. ઇન્દ્રો, દેવો, દેવાંગનાઓ તેનાં વંદન-પૂજન આદિ કરે છે અને મોટા મહોત્સવ ઊજવે છે.. | ધવલમાં તો એમ આવે છે કે જિનબિંબદર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મના ભુક્કા થઈ જાય છે, એ વ્યવહારથી વાત કરી છે. આત્મદર્શનથી કર્મનો નાશ થાય એમાં જિનબિંબદર્શન નિમિત્ત માત્ર છે... ભગવાનની પ્રતિમા શાંત-શાંત-શાંત એવા ઉપશમરસનો કંદ હોય છે. જોતાં વેંત જ ઠરી જવાય, આનંદવિભોર થઈ જવાય એવી એ પ્રતિમાને મુગટ પહેરાવે અને આંગી લગાવે તો એ જિનબિંબ નથી. આ તો ન્યાયથી વાત છે. અહીં કોઈ પક્ષની વાત નથી. (૪-૪૩) (૧૧૧૫). એક વખત એવો પ્રશ્ન થયેલો કે મહારાજ ! સિદ્ધ ભગવાન શું કરે? ત્યારે જવાબમાં કહ્યું કે સિદ્ધ ભગવાન પરનું કાંઈ કરતા નથી. અહાહા..! પોતાની પર્યાયમાં અનંત આનંદ પ્રગટ થયો છે તેનું સિદ્ધ ભગવાન વેદન કરે છે. ત્યારે તે કહે કે એવા કેવા ભગવાન ! ભગવાન જેવા ભગવાન કોઈનું કાંઈ ન કરે! અમે તો બીજાનું ભલું કરીએ છીએ. જુઓ, અજ્ઞાનીનો ભ્રમ! ભાઈ ! કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ અચલિત વસ્તુમર્યાદા છે. તેને તોડવી અશક્ય છે. પોતાની પર્યાય પરમાં ન જાય અને પરની પર્યાય પોતામાં ન આવે. તો પછી એક વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંક્રમતી તે અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? કદી ન પરિણમાવી શકે. માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ. (૫–૧૪૭) (૧૧૧૬ ) આમાવલોકનમાં આવે છે કે–વીતરાગદેવની જે પ્રતિમા છે તે પ્રતિમા સ્થિર બિંબ છે, હાલતા-ચાલતી નથી અને આંખની પાંપણેય ફરકતી નથી. આવી સ્થિર-સ્થિર જિનપ્રતિમા દેખીને એમ વિચાર આવે છે કે વીતરાગને પહેલાં જે રાગ હતો તે રાગ ટળીને વસ્તુ જે વીતરાગસ્વભાવે હતી તે, તેવી વીતરાગ રહી ગઈ. એટલે કે વીતરાગની મૂર્તિ હોય કે સાક્ષાત્ વીતરાગ પરમેશ્વર હોય, બેયને દેખીને આવો વિચાર થવો જોઈએ કે ભગવાનને પહેલાં જ દયા, દાન, વ્રત, પૂજા, ઉપવાસ ઇત્યાદિના શુભરાગના જે વિકલ્પ હતા કે જેને લોકો અત્યારે ધર્મ માને છે-તે નીકળી ગયા અને વીતરાગ સ્થિર બિંબ જે પોતાનું હતું તે રહી ગયું. ભગવાનમાં જે વીતરાગપણું છે તે પોતાની વસ્તુ છે. રાગ જે પોતાનો નહોતો તે નીકળી ગયો. અરે ! આમ છે છતાં લોકો અત્યારે રાગને ધર્મ માને છે ! (ખેદની વાત છે ).(૬-૧૧૫ ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #416 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४०४ અધ્યાત્મ વૈભવ (૧૧૧૭) ભગવાન સર્વજ્ઞ વીતરાગદેવ છે તેમને હિંસાદિના જેમ પરિણામ નથી તેમ અહિંસાદિ વ્રતના શુભરાગના પરિણામેય નથી. એ બધા રાગના પરિણામ તો કૃત્રિમ હતા, એની વસ્તુમાં ન હતા. પોતાની વસ્તુમાં જે ન હતા તે વસ્તુનો આશ્રય થતાં નીકળી ગયા અને વસ્તુ જેવી વીતરાગ હતી તેવી રહી ગઈ. સમજાણું કાંઈ? વીતરાગ એટલે વીત+રાગ-વીતી ગયો છે રાગ જેને તે વીતરાગ છે. એથી એ સિદ્ધ થયું કે-રાગ વસ્તુનો –આત્માનો સ્વભાવ ન હતો તે નીકળી ગયો અને વીતરાગતા રહી ગઈ. (૬-૧૧૫) (૧૧૧૮) ણમો અરિહંતાણં” એમ પાઠ છે ને? એનો કેટલાક એવો અર્થ કરે છે કે કર્મરૂપી અરિને હંત કહેતાં જેણે હણ્યા છે તે અરિહંત. પણ તેનો ખરો અર્થ એમ નથી. કર્મ ક્યાં વેરી છે? જડકર્મને વેરી કહેવું એ તો નિમિત્ત પર આરોપ આપીને કરેલું કથન છે. જડ ઘાતકર્મ વેરી છે એમ નહિ પણ ભાવઘાતી કર્મ (વિકારી પરિણતિ) આત્માનો વેરી છે, અને ભાવઘાતીને જે હણે તે અરિહંત છે. પોતાની વિકારી પરિણતિ વેરી હતી તેને જેણે હણી તે અરિહંત છે. પ્રવચનસારમાં વિકારને અનિષ્ટ કહ્યો છે. વિકાર અનિષ્ટ છે અને શુદ્ધ સ્વભાવ જે પ્રગટ થાય તે ઇષ્ટ છે. નિશ્ચયથી રાગ-દ્વેષ-મોહ જીવની સ્વભાવગુણની પર્યાયના વેરી . બીજો (કર્મ) વેરી ક્યાં છે? જડ દ્રવ્ય કર્મ અને આત્મા ભલે એક પ્રદેશ હો, પણ કોઈ કોઈના કર્તા નથી, કોઈ કોઈની પર્યાયમાં જતા નથી (વ્યાપતા નથી). સૌ પોતપોતામાં જ પરિણમી રહ્યા છે. (૬-૨૮૮) (૧૧૧૯) અહાહા...! ભગવાન આત્મા અકષાયસ્વભાવનો-શાંતરસનો પિંડ છે. ભક્તામર સ્તોત્રમાં આવે છે કે-ભગવાન! જેમ આપ પરમ શાંતરસે પરિણમ્યા છો તેમ આપનો દેહ પણ જાણે અકષાય શાંતિનું બિંબ હોય તેમ ઠરી ગયેલું જણાય છે. ભગવાન ! જાણે જગતમાં જેટલા શાંત-શાંત ભાવે પરિણમનારા પરમાણુઓ છે તે તમામ આપના ઔદારિક શરીરરૂપે પરિણમી ગયા છે. આપનું બિંબ આપની પરમ શાંત વીતરાગરસે પરિણમેલી પરિણતિને જાહેર કરે છે. ભક્તિમાં આવે છે ને કે- “ઉપશમર વરસે રે પ્રભુ તારા નયમાં;” અહાહા...! ભગવાનની પરિણતિ જાણે એકલી અકષાય શાંતરસનું –આનંદરસનું ઢીમ. જેમ બરફની પાટ શીતળ-શીતળ-શીણળ હોય છે તેમ ભગવાનની પરિણતિ એકલી શાંત-શાંત-શાંત હોય છે. આવી શાન્તિ ભેદજ્ઞાનકલા વડે પ્રગટ થાય છે. વસ્તુ તો પરમ શાન્તસ્વભાવી છે અને તે ભેદવિજ્ઞાન થતાં પ્રગટ થાય છે. આવી વાત છે. (૬-૪૨૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #417 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દિવ ૪૦૫ (૧૧૨૦) આ અહંતાદિ પંચ પરમેષ્ઠી નથી? ભગવાન! એ પંચ પરમેષ્ઠીપદ ભગવાન આત્માનાં-તારાં જ છે. તું જ અહંતાદિસ્વરૂપ છો. એ પંચપરમેષ્ઠીપદ આત્માની પેદાશ છે. એ કાંઈ રાગની કે શરીરની-પરની પેદાશ નથી; રાગમાં કે પરના સ્વરૂપમાં આ પાંચ પરમપદ છે જ નહિ. (૭-૩પ૭) (૧૦૨૧) અહાહા..! ભગવાન આત્મા સદા જ્ઞાનરૂપી પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે. તેનો પૂરણ આશ્રય જેને થયો તે સર્વજ્ઞ પરમાત્માને એક સમયમાં ત્રણકાળ અને ત્રણલોકનું જ્ઞાન હોય છે. તેમનું શરીર નગ્ન હોય છે અને તેમને આહાર-પાણી હોતાં નથી. અહાહા...! તેઓ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદના કર્તા-ભોક્તા છે. એ તો આવી ગયું કે ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી કમોનું અકારક તેમ જ અવેદક છે. અહા ! આવું ક્ષાયિકજ્ઞાન જેમને પ્રગટ થયું છે તેમને પરમાત્મા કહીએ. અહા ! તે સવજ્ઞ પરમાત્મા પૂર્ણ આનંદની-અનંત આનંદની દશાના વેદનમાં રહેલા છે. તેઓ કોઈનું કાંઈ કરે કે કોઈને કાંઈ આપે એ વાત જ ક્યાં રહે છે? હા, પણ ભગવાન કરુણા કરે કે નહિ? ભગવાન કરુણાસાગર તો કહેવાય છે? સમાધાન- ના, ભગવાન કોઈની કરુણા ના કરે, ભાઈ ! કરુણાનો ભાવ એ તો વિકલ્પ-રાગ છે, અને ભગવાન તો પૂરણ વીતરાગ છે. ભગવાનને કરુણાનો વિકલ્પ હોતો નથી. તો કેવી રીતે છે! ભગવાનની ઓધ્વનિ સાંભળીને વા ભગવાનના વીતરાગસ્વરૂપને જાણીને કોઈ ભવી જીવ પોતે પોતાની કરુણા–દયા કરે અને પોતાના હિતરૂપ પ્રવર્તે તો તે ભગવાનની કરુણા-દયા છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ભગવાન કરુણાસાગર છે એ પણ વ્યવહારનું જ કથન સમજવું. ભગવાન તો શું નિશ્ચયે કોઈ જીવ કોઈ અન્ય જીવની દયા કરી શકે એવી વસ્તુસ્થિતિ જ નથી. (૯-૯૬). (૧૧૨૨) જેમ ભગવાન કેવળીનો આત્મા એક જ્ઞાનમાત્ર ભાવમાં તન્મય છે તેમ ધર્મી સમકિતી પણ એક જ્ઞાનમાત્રભવમાં તન્મય વર્તે છે. અહાહા...જુઓ તો ખરા! ભગવાનનું એ સમોસરણ, એ બારસભા, એ દિવ્યધ્વનિ! ઓહોહોહો...! એકલા પુણના ઢગલા !! પણ બાપુ ! ભગવાન એના કાંઈ કર્તા નથી. ભગવાન એમાં ક્યાંય પ્રવેશ્યા-સ્પર્યા નથી. “ભગવાનની વાણી' –એ તો એમ ઉપચારથી કહેવાય છે, વાણીના કાળમાં ભગવાન કેવળીનું જ્ઞાન નિમિત્ત છે બસ એટલું જ્ઞાન કરાવવા ઉપચારથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #418 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬ અધ્યાત્મ વૈભવ ‘ભગવાનની વાણી' –એમ કહેવાય છે. બાકી વાણી આદિના કર્તા-ભોક્તા ભગવાન નથી. અહા ! આવા જ્ઞાનસ્વરૂપે ભગવાનને જે ઓળખે તે જ ભગવાનને યથાર્થ ઓળખે છે. (૯-૧૦૧ ) (૧૧૨૩) તીર્થંકરોને વાણીનો અદ્દભુત દિવ્ય યોગ હોય છે-એ ખરું, બીજાને તેવી વાણી હોય નહિ; છતાં તે વાણી જડ વર્ગણાઓનું પરિણમન છે, ભગવાનનું તે કાર્ય નથી. વાણી કાર્ય અને ક્ષાયિકજ્ઞાન તેનું કર્તા–એમ છે નહિ. વળી ગણધરદેવને, તે વાણીના કાળમાં જે બાર અંગરૂપ ભાવશ્રુતજ્ઞાન ખીલ્યું ત્યાં વાણી કર્તા ને ગણધરનું જ્ઞાન તેનું કાર્ય-એમ પણ છે નહિ. અહાહા...! શું જ્ઞાનનો નિરાલંબી સ્વભાવ! જ્ઞાન વાણીને ઉપજાવે નહિ અને વાણીથી જ્ઞાન ઊપજે નહિ. ભલે દિવ્યધ્વનિ થવામાં ભગવાન કેવળીનું કેવળજ્ઞાન જ નિમિત્તરૂપ હોય, અજ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત ન હોય, તો પણ તેથી કાંઈ જ્ઞાનને અને વાણીને કર્તાકર્મપણુ છે એમ છે નહિ. બન્નેય તત્ત્વો જુદાં જુદાં જ છે. લ્યો, આવી વાત છે. (૯-૧૦૧ ) (૧૧૨૪ ) પોતાની ચીજની ખબરેય ન મળે અને ઓઘે ઓધે માને કે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મોક્ષ આપી દેશે. પણ ભાઈ! જરા વિચાર તો કર. ભગવાન તને શું આપશે ? તારી ચીજ તો તારી પાસે પડી છે; ભગવાન તને ક્યાંથી આપશે ? વળી ભગવાન તો પૂરણ વીતરાગ પ્રભુ નિજાનંદરસલીન પરિણમી રહ્યા છે. તેમને કાંઈ લેવું-દેવું તો છે નહિ તો તેઓ તને મોક્ષ કેમ આપશે ? તો ભગવાનને મોક્ષદાતાર કહેવામાં આવે છે ને? હા, કહેવામાં આવે છે. એ તો ભગવાને પોતે પોતામાં પોતાથી નિજાનંદલીન થઈ મોક્ષદશા પ્રગટ કરી અને પોતાને જ તે દીધી તો તેમને મોક્ષદાતાર કહીએ છીએ. તથા કોઈ જીવ તેમને જોઈ, તેમનો ઉપદેશ પામી સ્વયં અતર્લીન થઈ જ્ઞાનદર્શન પ્રગટ કરે તો તેમાં ભગવાન નિમિત્ત છે. તો નિમિત્તની મુખ્યતાથી ભગવાનને ઉપચારમાત્ર મોક્ષદાતાર કહેવામાં આવે છે. લ્યો, આવી વાત છે. ' જુઓ, એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર છે; તેમને શરીરની દશા નગ્ન હોય છે. તેમને ‘અરિહંત ’ ભગવાન કહેવામાં આવે છે. ‘ અરિહંત ’ એટલે શું? ‘અરિ’ નામ પુણ્ય ને પાપના વિકારી ભાવ; અને તેને જેઓએ હણ્યા છે તે અરિહંત છે. (૯-૧૩૦) (૧૧૨૫ ) સમકિતી ધર્મી પુરુષને અંતરમાં નિશ્ચયભક્તિ-આત્મઆરાધના પ્રગટ થઈ હોય છે અને તે સંસારના નાશનું કારણ છે. હવે તેને બહા૨માં ભગવાન જિનેન્દ્રની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #419 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ ૪O૭ ભક્તિનો રાગ પણ આવે છે તો એમાં નિશ્ચયભક્તિનો ઉપચાર કરીને કહ્યું કે ભગવાનની ભક્તિથી સંસારવેલનો નાશ થાય છે. હવે આ વ્યવહારના વચનને યથાર્થ સમજ્યા વિના કોઈ ભગવાનની ભક્તિના રાગમાં જ લીન થઈ રહે તો તે મિથ્યાષ્ટિ જ છે, તેનો સંસાર મટતો નથી. આમ એકાંતે ભગવાનની ભક્તિના રાગથી જ મુક્તિ થવાનું માને તે મિથ્યાદષ્ટિ છે. અહાહા...! પોતાનો સ્વભાવ તો જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે. હવે કોઈ જિનબિંબનું દર્શન કરતાં જિનસ્વરૂપ નિજ જ્ઞાયકસ્વભાવ પ્રતિ ઢળીને-ઝુકીને તેમાં જ એકાગ્ર થાય તો તેને નિજસ્વરૂપનું-જિનસ્વરૂપનું અંદર દર્શન-શ્રદ્ધાન પ્રગટ થાય છે અને ત્યારે તેને નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે, અકર્મરૂપ થઈ જાય છે. ત્યાં કર્મ તો કર્મના કારણે અકર્મપણે થઈ જાય છે, કાંઈ જિનબિંબ તેને અકર્મપણે કરી દે છે એમ નથી, પણ આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણી વ્યવહારથી કહ્યું કે જિનબિંબના દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે. પણ એને ઉપચારમાત્ર ન સમજતાં એમ જ કોઈ માને તો લાખ જિનબિંબનાં દર્શન કરે તોય કર્મ ટળે નહિ અને તે મિથ્યાદષ્ટિ જ રહે. (૯-૧૦૫) (૧૧ર૬). પ્રશ્ન: તો સિદ્ધ ભગવાન શું કામ કરે? ઉત્તરઃ પોતે જ્ઞાનસ્વરૂપ થઈને એકલા આનંદને અનુભવે-ભોગવે. ભગવાન અનંત સુખ પ્રગટ થયું તેને ભોગવે બસ. પ્રશ્નઃ આવા મોટા ભગવાન થઈને કોઈનું કાંઈ કરે નહિ? ઉત્તરઃ ના કોઈનું કાંઈ કરે એવો આત્મસ્વભાવ જ નથી. હરામ જો કોઈનું કાંઈ કરે, કેમકે કોઈનું કાંઈ કરવાનો આત્માનો સ્વભાવ જ નથી. અહા ! આવું વસ્તુસ્વરૂપ છે તેનાથી વિપરીત માનવું તે જિનનીતિ-જિનમાર્ગ નથી, પણ અનીતિ છે; અહા! જિનનીતિને જે ઓળંગે છે તે મિથ્યાદષ્ટિ થાય છે ને ઘોર સંસારમાં પરિભ્રમે છે. પુરુષો જિનનીતિને ઓળંગતા નથી; કોઈનું કાંઈ કરવા રોકાતા નથી. સમજાણું કાઈ...? (૧૧-૨૧૮) (૧૧૨૭) પ્રશ્નઃ ભગવાનને દીનદયાળ કહે છે તે શું છે? ઉત્તરઃ ભગવાન દીનદયાળ છે એટલે કે પર્યાયની પામરતા દીનતા હતી તેને તોડીને સ્વ-આશ્રયે ભગવાન પોતાની પ્રભુતા પ્રગટ કરીને પોતે જ દીનદયાળ થયા છે. કોઈ બીજાની દયા કરે છે માટે દીનદયાળ એમ નહિ; બીજાની દયા કરવાનું તો આત્માનું સામર્થ્ય જ નથી, પણ ભગવાને પોતાની દીનતા દૂર કરી પૂર્ણ પ્રભુતા પ્રગટ કરી છે તો તેમને દીનદયાળ કહે છે. પ્રત્યેક આત્મા આ રીતે જ દીનદયાળ થાય છે. (૧૧-૨૪૦ ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #420 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮. શાસ્ત્ર Tછે (૧૧૨૮) અહાહા..! અજોડ શાસ્ત્ર છે. જગતનાં ભાગ્ય કે આવું શાસ્ત્ર રહી ગયું અને તે પણ શરૂઆતથી પૂર્ણ સુધી પૂરું થઈ ગયું! (૧-૬). (૧૧ર૯) અહાહા...! જિનવચન એ તો સ્વરૂપનું ભેદ-વિજ્ઞાન કરાવી પરમ શાંતિ પમાડનારાં ઔષધ છે. મિથ્યાવાસનાઓથી ઉત્પન્ન થતા ભવરોગને મટાડનારાં છે. પણ અરેરે ! તે કાયર કહેતાં વિષયવાસનાના કલ્પિત સુખમાં રાચતાં એવા નપુંસકોને સુહાતાં નથી-અનુકૂળ લાગતાં નથી. (૧-૩૮). (૧૧૩૦) જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય ત્યાં સુધી તો જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનો સાંભળવાં. આવો ભાવ સમ્યગ્દર્શન થવા પહેલાં હોય છે એની વાત છે. અહીં “યથાર્થ ઉપદેશ” એના પર વજન છે. આમ જ્યાંત્યાંથી કહે છે કે દાન કરો, વ્રત કરો તો સમકિત થશે અને ધર્મ થશે તો એ જિનવચન નથી, યથાર્થ ઉપદેશ નથી. આ ઉપદેશ સાંભળવા લાયક નથી. જેમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ હોય તે યથાર્થ ઉપદેશ છે. (૧-૧૬૫) (૧૧૩૧ ) ઉપદેશ સંભળાવનાર ગુરુ પણ વીતરાગી પુરુષ જ હોવા જોઈએ. જ્યાં ત્યાં માથાં ફોડે તો મિથ્યાત્વની જ પુષ્ટિ થાય છે. તેથી યથાર્થ ઉપદેશદાતાનો પણ નિર્ણય કરવાની જવાબદારી છે. જે સત્પરુષનાં વચનો વીતરાગતાની પુષ્ટિ કરે તેમનાં જ વચનો સાંભળવા યોગ્ય છે. એવા સત્પરુષ પણ શોધી કાઢવા પડશે. શ્રીમદે કહ્યું છે ને કે “સપુરુષને શોધ.' ઉપદેશ અને ઉપદેશક બન્ને વીતરાગતાનાં પોષક હોવાં જોઈએ. જુઓ, નિમિત્ત પણ યથાયોગ્ય હોય છે. વીતરાગનાં વચનો તો એવાં હોય છે કે તે એકદમ આત્માનો આશ્રય કરાવી પરનો આશ્રય છોડાવે છે. (૧-૧૬૫) (૧૧૩ર) | જિનવચનમાં તો ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે તેને પકડીને રમે એટલે તેમાં એકાગ્રતા કરે એમ વાત કહી છે. પર્યાય, રાગ કે નિમિત્ત તે ઉપાદેય નથી. વળી જિનવચનો તો નિશ્ચય અને વ્યવહાર બને છે. બન્નેમાં રમવું તે શું? તો કહે છે બંને ઉપાદેય હોઈ શકે જ નહીં. પણ દિવ્યધ્વનિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #421 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શાસ્ત્ર ૪૦૯ એ જે શુદ્ધ જીવ વસ્તુને ઉપાદેય કહી છે તેમાં સાવધાનપે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે-પ્રત્યક્ષ અનુભવ કરે તેને જિનવચનમાં રમવું કહે છે. ( ૧–૧૬૬ ) ( ૧૧૩૩) કેવું છે જિનવચન ? તો નિશ્ચય અને વ્યવહાર બંનેના વિરોધને મટાડનારું છે. નિશ્ચય અને વ્યવહા૨ બન્ને જિનવચનો છે. પરંતુ નિશ્ચય અને વ્યવહારને પરસ્પર વિષયનો વિરોધ છે. તથા નિશ્ચયનું ફ્ળ મોક્ષ અને વ્યવહારનું ફળ સંસાર છે. હસ્તાવલંબ જાણી જિનવચનમાં વ્યવહા૨નો ઘણો ઉપદેશ છે, પણ તેનું ફળ સંસાર કહ્યું છે તો બંનેમાં રમે શી રીતે ? જિનવચનમાં પ્રયોજનવશ વ્યવહારને ગૌણ કરી તથા નિશ્ચયને મુખ્ય કરી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે. તે એકમાં જ એકાગ્ર થવું એને રમવું એમ કહ્યું છે અને તે જ યથાર્થ ઉપદેશ છે. ( ૧–૧૬૭ ) ( ૧૧૩૪ ) આગમ કોને કહેવું? કે જે ત્રિકાળી આત્મા આનંદનો નાથ પ્રભુ પ્રગટ સર્વજ્ઞદશાને પ્રાપ્ત છે એની જે ૐ કાર દિવ્ય ધ્વનિ નીકળી તેને આગમ કહે છે. અજ્ઞાનીએ કહેલાં હોય તે આગમ નહીં. સર્વજ્ઞની વાણીને શાસ્ત્ર અથવા પરમાગમ કહેવાય છે. (૧–૧૮૦) ( ૧૧૩૫ ) વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, વાણી સત્ છે એને લક્ષમાં લઈ, વાણીનું જે વાચ્ય ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ તેનું શ્રદ્ધાન કરે એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ સુખની પ્રથમ કણિકા છે. બાકી બધા દુઃખના પંથે ચઢેલા છે. શાસ્ત્રોને જાણનારા જ્યાં સુધી જ્ઞાયકની દૃષ્ટિ ન કરે ત્યાં સુધી દુ:ખના પંથમાં છે. માર્ગ તો આ છે, ભાઈ! (૧–૧૮૧ ) ( ૧૧૩૬ ) ભગવાનની વાણી સાંભળવા એકાવતારી ઇન્દ્રો આવે છે. સૌધર્મ-દેવલોક છે ને? તેનાં ૩૨ લાખ વિમાન હોય છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. એનો સ્વામી શકેન્દ્ર એકાવતારી હોય છે. તે એક ભવ કરી મોક્ષ જશે. અને એની હજારો ઇન્દ્રાણી પૈકી જે મુખ્ય પટરાણી છે તે પણ એકાવતારી હોય છે. તે પણ ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જશે. અહાહા...! તે જ્યારે સમોસરણમાં દિવ્યધ્વનિ સાંભળતા હશે, ગણધરો, મુનિવરો સાંભળતા હશે તે દિવ્યધ્વનિ-જિનવાણી કેવી હશે ? (૧-૨૧૦) (૧૧૩૭ ) ભગવાન આત્મા છે, છે, છે-એમ ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ-એકસદશ પ્રવાહ અનાદિઅનંત છે. આવા એકરૂપ આત્માનું જ્ઞાનપર્યાયબુદ્ધિવાળા અજ્ઞાની જીવોને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #422 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૦ અધ્યાત્મ વૈભવ હોતું નથી. તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. જૈનમત સિવાયના અન્ય મતમાં સર્વજ્ઞ જ નથી, તેથી એમાં આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવનાર પણ કોઈ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે અંતરમાં જે પૂર્ણ “જ્ઞ” સ્વભાવ-સર્વજ્ઞસ્વભાવ પડયો છે એના પૂર્ણ અવલંબનથી સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી. અને એવા સર્વજ્ઞ પરમાત્માની વાણી એ આગમ છે. (૧-૨૪૩) (૧૧૩૮). અહીં એમ ઉપદેશ છે કે શુદ્ધનયના વિષયરૂપ ત્રિકાળી આત્મા-પર્યાયરહિત શુદ્ધાત્માનો અનુભવ કરો. આનંદકંદમાં ઝૂલનારા, વનવાસી, નગ્ન, દિગંબર મુનિઓ અને આચાર્યોનો આ ઉપદેશ છે. અને એ ભગવાનનો ઉપદેશ છે. મુનિઓ તો જંગલમાં રહેતા હોય છે. ક્યારેક ભોજન માટે ગામમાં આવે છે. એ મુનિઓ ક્યારેક વિકલ્પ ઊઠે તો વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે. ત્યાં ને ત્યાં તાડપત્ર મૂકીને પોતે તો બીજે ચાલ્યા જાય છે. કોઈ ગૃહસ્થને ખ્યાલ હોય કે મુનિ શાસ્ત્ર લખી ગયા છે તો તે લઈ લે છે. આખું સમયસાર આ રીતે બન્યું છે. અહાહા ! લખવાનું પણ જેને અભિમાન નથી અને લખવાના વિકલ્પના પણ જે સ્વામી થતા નથી એવા મુનિ ભગવંતોનો આ ઉપદેશ છે કે એક શુદ્ધાત્માનો અનુભવ કરો.(૧-૨૨૨) (૧૧૩૯) અહો ! આ સમયસાર અદ્વિતીય ચક્ષુ છે, અજોડ આંખ છે. ભરતક્ષેત્રની કેવળજ્ઞાન આખ છે. ભાગ્ય જગતનું કે આ સમયસાર રહી ગયું (૧૧૪૦) શુભભાવથી ધર્મ મનાવે એ શાસ્ત્ર યથાર્થ નથી. કુંદકુંદાચાર્યદવે બહુ મોટેથી પોકારીને કહ્યું છે કે મુનિ તો નગ્ન દિગંબર જ હોય. વસ્તસહિત હોય તે મુનિ ન હોય. તેમ છતાં જે વસ્ત્રસહિત મુનિ મનાવે, સ્ત્રીનો મોક્ષ થવો મનાવે, પંચમહાવ્રતના પરિણામથી નિર્જરા થવી મનાવે, એવી અનેક અન્યથા વિપરીત વાતો કહું તે શાસ્ત્ર જૈનશાસ્ત્ર નથી, તે વીતરાગ શાસન નથી. (આવા મિથ્યા અભિપ્રાયો સઘળા મિથ્યાદર્શન છે.) (૩-૧૦) (૧૧૪૧) જે આગમમાં પરની દયાથી ધર્મ મનાવે અને પરની દયાને સિદ્ધાંતનો સાર કહે એ જૈન આગમ જ નથી. અહીં તો પૂજા, ભક્તિ, વ્રત, તપ, દાન, દયાના જે વિકલ્પ તે જીવ નથી એવું જ અત્-પ્રવચન છે-તે આગમ છે એમ કહ્યું છે. પર જીવની દયા હું પાળી શકું એવી માન્યતા છે તે મિથ્યાદર્શન છે. અને પરની હું રક્ષા કરું એવો જે વિકલ્પ છે તે શુભભાવ છે, રાગ છે. એ મિથ્યા માન્યતા અને રાગ છે તે જીવ નથી એવું જે સર્વજ્ઞનું વચન છે તે આગમ છે. (૨૩૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #423 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૧ કોઈ એમ માને કે-બીજા જીવની રક્ષા કરવા માટે કે બીજા જીવને હણવા માટે ભગવાનની દિવ્યધ્વનિ છૂટી છે તો તે બરાબર નથી. ભગવાને તો આત્માથી પૂર્ણ આનંદની અને વીતરાગી શાન્તિની દશા પ્રગટ કરવા માટે વાણીમાં કહ્યું છે. ભગવાનની દિવ્યધ્વનિમાં તો એમ આવ્યું છે કે ૫૨ જીવને તું હણી શકતો જ નથી કે ૫૨ જીવની તું રક્ષા પણ કરી શકતો જ નથી. તથા પર જીવની રક્ષા કરવાના જે ભાવ થાય છે એ રાગ છે. અને રાગ છે તે ખરેખર તો પોતાના આત્માની હિંસા કરનારો પરિણામ છે. પ૨ જીવની દયા પાળવાનો ભાવ રાગ છે, તેથી તે સ્વરૂપની હિંસા કરનારો છે. પુરુષાર્થ સિદ્ધયુપાયમાં અમૃતચંદ્રાચાર્યે રાગાદિના પ્રાદુર્ભાવને હિંસા કહી છે, અને રાગાદિના અપ્રાદુર્ભાવને અહિંસા કહી છે. આવો ધોધમાર્ગ છે અને એ ધોધમાર્ગને કહેનારું વીતરાગ સર્વજ્ઞદેવનું વચન છે તે આગમ છે. તે આગમમાં રાગને જડસ્વભાવ અજીવ કહ્યો છે, તે જીવને લાભ કેમ કરે? જીવને જીવનો સ્વભાવ લાભ કરે, પણ રાગાદિ કદીય લાભ ન કરે. (3-23) (૧૧૪૨ ) શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં ૧૫ મા પાના ઉપ૨ લખ્યું છે કે-જે શાસ્ત્રોમાં વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય છે. રાગની મંદતાની સંસાર ઘટે એમ જેમાં કહ્યું હોય તે શાસ્ત્ર નથી, કેમકે એણે તો અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવને પ્રગટ કર્યો છે. આવું શાસ્ત્ર તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે, કારણ કે રાગ-દ્વેષ-મોહ વડે જીવ અનાદિથી દુ:ખ થઈ રહ્યો છે. શુભરાગની વાસના તો તેને વગર શિખવાડે પણ હતી અને આ શાસ્ત્ર વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલું થવાની શું શિક્ષા આપી? આવી વાત આકરી લાગે પણ શું થાય? પોતાના વાડાનો આગ્રહ હોય તેથી દુઃખ થાય પણ તેથી શું ? (જેણે હિત કરવું હોય તેણે મધ્યસ્થ થઈ વિચારવું જોઈએ. ) શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭૨ માં પણ કહ્યું છે કે સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે. જુઓ, દિગંબરોનાં બધાંય શાસ્ત્રોની વાત મેળ ખાતી અને અવિરુદ્ધ છે. સર્વ શાસ્ત્રોમાં વીતરાગતાનું જ પોષણ કર્યું છે. સવારમાં આવ્યું હતું ને કે અરિહંતોએ મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. એવા અરિહંતોને એમની સર્વજ્ઞતા અને વીતરાગતાને ઓળખીને નમસ્કાર કરું છું. જુઓ, આ નિગ્રંથ સંતોની અમૃત વાણી ! આનું નામ પરમાગમ અને શાસ્ત્ર છે. ( ૩–૩૬ ) (૧૧૪૩) સર્વજ્ઞ ૫૨મેશ્વરની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અનુસાર આ શાસ્ત્રો રચાયાં છે, તે શાસ્ત્રોમાંનું આ ‘સમયસાર' એક શાસ્ત્ર છે. આચાર્યદેવે ભવ્યજીવોને આ ‘સમયસાર ’ રૂપ ભેટણું આપ્યું છે. ભગવાનને ભેટવું હોય તો આ ‘સમયસાર’ ને સમજ. અહો ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #424 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨ અધ્યાત્મ વૈભવ દિગંબર સંતોએ તો જગતને હથેળીમાં આત્મા બતાવ્યો છે. જેની યોગ્યતા હશે તે પ્રાપ્ત કરશે, (૩–૭૪) (૧૧૪૪) અહા! કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતો અપાર કરુણા કરી માર્ગ બતાવે છે. તેઓ ઊંચેથી પોકારીને કહે છે કે-પ્રભુ! તારી પ્રસિદ્ધિ તો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદની પર્યાયથી થાય છે. તારી પ્રસિદ્ધિ રાગથી કેમ હોય? કેમકે રાગની પ્રસિદ્ધિ છે એ તો પુદગલની પ્રસિદ્ધિ છે. ગજબ વાત ! આ સમયસાર એ તો જગતચક્ષુ-અજોડચક્ષુ છે. અને આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને! અભેદ એક શુદ્ધ દ્રવ્યસ્વભાવ ઉપર દૃષ્ટિ કરતાં જે અતીન્દ્રિય આનંદશાંતિની પર્યાય પ્રગટ થાય તે તારી પ્રસિદ્ધિ એટલે આત્મખ્યાતિ છે. અહો ! પંચમ આરાના સંતોએ જગતની દરકાર છોડીને, સત્ય આ જ છે-એમ સત્યના ડંકો વગાડ્યા છે. (૩-૧૫૭) (૧૧૪૫ ) પોતાની દૃષ્ટિને સિદ્ધાંત કહે છે તેમ વાળવી જોઈએ પણ દષ્ટિ પ્રમાણે સિદ્ધાંતને વાળવો જોઈએ નહિ. ભાઈ ! શાસ્ત્ર જે કહે છે તે પ્રમાણે પોતાની દષ્ટિ કરવી જોઈએ, પણ પોતાની દૃષ્ટિથી શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ નહિ; અન્યથા સત્ય હાથ નહીં આવે. (૩-૨૨૦) (૧૧૪૬). આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. અહાહા..! શું અદભુત એની રચના છે! અલૌકિક ગાથાઓ અને અલૌકિક ટીકા છે. દેવાદિદેવ અરિહંતદેવની સાક્ષાત દિવ્યધ્વનિનો સાર લઈને શ્રી કુંદકુંદાચાર્યદેવે આ સમયસારની રચના કરી છે. અહો સમયસાર! ભાવો બ્રહ્માંડ ભર્યા! (તારામાં) (૪-૪) (૧૧૪૭) અહા ! ભારતમાં કેવળજ્ઞાનીના વિરવું પડ્યા પણ ભાગ્યવશ આવી ચીજ (સમયસાર) રહી ગઈ. કોઈ વળી કહે છે કે સમયસાર વાંચો છો અને બીજું શાસ્ત્ર કેમ નહિ? પણ ભાઈ ! તત્ત્વજ્ઞાનના વિષયની મુખ્યતા દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં હોય છે. સમ્યગ્દર્શનના વિષયનું દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં નિરૂપણ હોય છે. (૪-૧૧૬ ) (૧૧૪૮). અહો ! કોઈ ધન્ય ઘડીએ સમયસાર રચાઈ ગયું છે. જગતનાં સદ્ભાગ્ય કે આવી ચીજ રહી ગઈ. અહા ! એણે તો કેવળીના વિરહું ભુલાવ્યા છે. (૪-૧૨૯) (૧૧૪૯). ભગવાનના મુખમાંથી પાણી નીકળતી નથી. સર્વાગેથી ધ્વનિ ઊઠે છે; પરંતુ લોકોની અપેક્ષાએ “મુખારવિંદથી” એમ કહ્યું છે. સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #425 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શાસ્ત્ર ૪૧૩ મળે એવી આનંદ ઝરતી વાણી ખરે છે. વાણીમાં આનંદસ્વરૂપ આત્માનું નિરૂપણ આવે છે એટલે વાણીને આનંદ દેનારી કહી છે. આ નિમિત્તનું કથન છે. ભગવાનની વાણીમાં વીતરાગતા બતાવી છે. વીતરાગતા ક્યારે પ્રગટે? સ્વનો આશ્રય કરે ત્યારે. ત્યારે આનંદની જે અનુભવદશા પ્રગટે છે એ જિનવાણીનો સાર છે. આ દિવ્ય વાણી સાંભળીને ચાર જ્ઞાનના ધણી ભગવાન ગણધરદેવ સિદ્ધાંતની ગૂંથણી કરે છે. આવી દિવ્યધ્વનિ જેના કાને પડે એનું પણ મહા સૌભાગ્ય છે. એ દિવ્યધ્વનિનો સાર આ પાંચ પરમાગમો અહીં ઉપર-નીચે કોતરાઈ ગયાં છે. વાહ, દિવ્યધ્વનિ વાહ!! (૪-૧૯૮) (૧૧૫૦). સમકિતી સિંહ જે માર્ગે વિચર્યા અને તેની જે વાણી આવી તે, આ એકાન્ત છે એવાં ભય અને શંકા જેને લાગે તે કાયર નહિ સ્વીકારે. બાપુ! આ વીતરાગની વાણી સાંભળવા મળે એ મહાભાગ્ય હોય તો મળે છે અને ધીર-વીરને તે પચે છે. (૪-૨૫૮). (૧૧૫૧) ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રો ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું તે અનુસાર ચાર જ્ઞાનના ધણી, ચૌદ પૂર્વની અંતઃમુહૂર્તમાં રચના કરનારા ગણધરોએ કહ્યું છે. તેનો સાર આ શાસ્ત્રોમાં ભર્યો છે. અરે! અજ્ઞાની અલ્પજ્ઞ જીવો એમાં પોતાની મતિ-કલ્પનાથી અર્થ કરે તે કેમ ચાલે? તેમાં જરાય ફેરફાર કરે તો એથી મિથ્યાત્વના મહા દોષ ઊપજે. (૫-૫). (૧૧૫ર) અહો ! સમયસાર ભારતનું અદ્વિતીય ચક્ષુ છે. સમયસાર બે છે-એક શબ્દસમયસાર શાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને બીજો જ્ઞાનસમયસાર ભગવાન આત્મા ચિબ્રહ્મ ત્રણલોકનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાનસમયસાર છે અને શબ્દસમયસાર તેને બતાવે છે, નિરૂપે છે. તથાપિ શબ્દસમયસારમાં જ્ઞાનસમયસાર નથી અને જ્ઞાનસમયસારમાં શબ્દ સમયસાર નથી. ભગવાનની ૐ ધ્વનિથી ૐ સ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આવું જેને ભાન થયું છે તે સમ્યગ્દષ્ટિ છે. (પ-૧૩૧) (૧૧૫૩) દુકાનના નામાના ચોપડા ઝીણવટથી ફેરવે અને સિલક વગેરે બરાબર મેળવે પણ આ ધર્મના ચોપડા (પરમાગમ શાસ્ત્ર) જુએ નહિ તો પોતાના જે પરિણામ થાય છે તેને કોની સાથે મેળવે? ભાઈ ! બહુ ધીરજ અને શાંતિથી શાસ્ત્ર સાભળવું જોઈએ, એટલું જ નહિ બહુ સૂક્ષ્મ બુદ્ધિ કરીને નિરંતર શાસ્ત્રનાં સ્વાધ્યાય અને મનન કરવા જોઈએ જેથી પોતાના પરિણામોની સમતા-વિષમતાનો યથાર્થ ભાસ થાય. રોજ પોતે પોતાની મેળે સ્વાધ્યાય-મનત કરે તો ગુરુએ બતાવેલા અર્થની પણ સાચી પ્રતીતિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #426 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪ અંતરમાં બેસે છે. અધ્યાત્મ વૈભવ (૫-૧૯૭) (૧૧૫૪ ) રાગનો પ્રેમ છૂટયા વગર તારું સાંભળેલું બધું જ નિરર્થક ગયું; કેમકે શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. શાસ્ત્ર સાભંળીને પણ તને રાગની રુચિ ન છૂટી અને સ્વભાવની દૃષ્ટિ ન થઈ તેથી તું શાસ્ત્રનું તાત્પર્ય પામ્યો જ નહિ. ચાહે પ્રથમાનુયોગ હો કે કરણાનુયોગ હો, ચરણાનુયો હો કે દ્રવ્યાનુયોગ હો; દરેકનું તાત્પર્ય વીતરાગતા છે. એ નિમિત્તની ઉપેક્ષા કરીને સ્વભાવની અપેક્ષા કરવી એ બધાનું તાત્પર્ય છે. પરંતુ સ્વભાવની અપેક્ષા કરી નહિ અને ખાલી વાણી સાંભળી એમાં તને (–આત્માને) શું લાભ થયો? કાંઈ નહિ. સમજાણું કાંઈ ? ભાઈ ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે, બાપુ ! (૬-૬૫ ) (૧૧૫૫ ) મોટાં લાંબાં લાંબાં પુસ્તકો-શાસ્ત્રોની વાત કરે પણ પરમાર્થ પ્રગટ ન કરે તો તેથી શું? જેનાથી જન્મ-મરણ ન મટે એ ચીજ ગમે તેટલી બહારથી ઊંચી જણાય તોપણ તેની કાંઈ કિંમત નથી. (૬–૭૨ ) ( ૧૧૫૬ ) શાસ્ત્રના અર્થ કરવા માટે પંચ બોલ આવે છે ને ? શબ્દાર્થ, નયાર્થ, આગમાર્થ, મતાર્થ, અને ભાવાર્થ. શબ્દનો અર્થ કરવો તે શબ્દાર્થ. આ વ્યવહારનયનું કથન છે કે નિશ્ચયનયનું એ નક્કી કરી સમજવું તે નથાર્થ, આ આગમનું વાક્ય છે એમ જાણવું તે આગમાર્થ, આ અન્યમતનો કઈ રીતે નિષેધ કરે છે એ સમજવું તે મતાર્થ અને એનું તાત્પર્ય શું છે એ જાણવું તે ભાવાર્થ. આમ પાંચ રીતે વાક્યનો અર્થ નક્કી કરવો તે સૂત્ર-તાત્પર્ય, અને શાસ્ત્રતાત્પર્ય વીતરાગતા બતાવ્યું છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે–સૂત્ર તાત્પર્ય સાધક છે અને શાસ્ત્ર-તાત્પર્ય ( –વીતરાગતા ) સાધ્ય છે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે; તે સાધ્ય છે અને સૂત્રતાત્પર્ય સાધક છે. મતલબ કે જે ગાથાસૂત્ર ચાલતું હોય તેના અર્થ ઉપરાંત તેમાંથી શાસ્ત્રના તાત્પર્યરૂપ વીતરાગતા કાઢવી જોઈએ. એ વીતરાગતા કેમ થાય? તો કહે છે-૫૨ની-નિમિત્ત, રાગ અને પર્યાયની ઉપેક્ષા કરીને સ્વની-ત્રિકાળ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે વીતરાગતા ઉત્પન્ન થાય છે. નિમિત્ત, રાગ કે પર્યાયના લક્ષે વીતરાગતા થતી નથી. તેથી સ્વની અપેક્ષા અને ૫૨ની ઉપેક્ષા જેમાં થાય તે શાસ્ત્ર-તાત્પર્ય છે. હવે આવી વાત સમજવાનો વખત કોને છે? એને એવી નિવૃત્તિ ક્યાં છે? આખો દિ વેપાર આદિ પાપના ધંધા કરે, બે ત્રણ કલાક બાયડી-છોકરાં સાથે રમતમાં જાય, બે કલાક ખાવામાં જાય અને છ-સાત કલાક ઊંઘમાં જાય. હવે આમાં એને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #427 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શાસ્ત્ર ૪૧૫ ક્યાં નવરાશ મળે ? પણ આ બધામાં આત્માનું શું છે ભાઈ ? અરેરે! એનું શું થશે ? આ કાળે જો નહિ સમજે તો કે દિ સમજશે પ્રભુ! આવો અવસર ક્યાં મળશે ? શ્રી ટોડરમલજીએ તો કહ્યું છે કે- ‘સબ અવસર આ ચુકા હૈ' –બધો અવસર આવી મળ્યો છે. અહા! સાચી જિનવાણી સાંભળવાનો યોગ મળ્યો ત્યાં સુધી તો તું આવી ગયો છો. માટે હૈ ભાઈ! તું અંતરષ્ટિ કર અને જ્યાં આ આત્મા ભગવાન સ્વરૂપે પોતે વિરાજી રહ્યો છે ત્યાં જો. (૬-૮૬) (૧૧૫૭) લોકો બિચારા આખો દિવસ બાયડી-છોકરાં સાચવવામાં અને ધંધા-વેપારમાં-એકલી પાપની મજૂરીમાં બળદની જેમ વખત ગાળે તેમને આ સાંભળવાની ફુરસદ ક્યાંથી મળે ? અરે! મોક્ષનો માર્ગ તો છે નહિ અને સત્સમાગમ અને શાસ્ત્ર-સ્વાધ્યાયની ફુરસદેય ન મળે, તો તેઓ ક્યાં જશે ? રોજનું શાસ્ત્ર-શ્રવણ-વાંચન બે ચાર કલાક જોઈએ એ પણ જો નથી તો ભલે મોટા શેઠીઆ હોય તોપણ મરીને તિર્યંચે-કૂતરે-બિલાડે જ જશે. શું થાય ? એવા પરિણામનું એવું જ ફળ છે. (૬-૧૦૪) ( ૧૧૫૮ ) લોકો શાંતિથી સ્વાધ્યાય કરતા નથી. આવાં શાસ્ત્રો પડયાં છે એ તો વીતરાગ ૫રમેશ્વરની વાણીનો અમૂલ્ય વારસો છે. અહો ! દિગંબર શાસ્ત્ર બનાવીને ભગવાનનો મા આશ્ચર્યકારી વારસો મૂકતા ગયા છે. બાપ પૈસા મૂકી ગયા હોય તો એને તરત સંભાળે; પણ અરે ! વીતરાગની વાણીનો આ અમૂલ્ય વારસો અત્યંત નિસ્પૃહ થઈ સંતો મૂકી ગયા છે તેને તે સંભાળતો નથી! ( અરે! એના દુર્ભાગ્યનો મહિમા કોણ કહે?) બાપુ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞદેવ જેમની એક સમયની દશામાં (કેવલજ્ઞાનમાં ) ત્રણકાળ ત્રણલોક ઝળકી ઊઠયા છે એવા જિન પરમેશ્વરની જે ઇચ્છા વિના દિવ્યધ્વનિ ખરી તેનો આ દિવ્ય વારસો આચાર્ય ભગવંતો મૂકી ગયા છે. બનારસી વિલાસમાં શારદાષ્ટકમાં આવે છે કે– “ નમો કેવળ નમો કેવલ રૂપ ભગવાન, મુખ ઓંકારધુનિ સુનિ અર્થ ગણધર વિચારે, રિચ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે, સો સત્યા૨થ શારદા તાસુ ભક્તિ ઉર આન, ઈન્દ ભુજંગપ્રયાતમેં અષ્ટક કોં બખાન. ', ભગવાનના શ્રીમુખેથી ૐૐ ધ્વનિ નીકળે છે. તે હોઠ હલ્યા વિના, કંઠ ધ્રૂજ્યા વિના જ ૐ એવો ધ્વનિ ઊઠે છે. અહીં ‘મુખ’ શબ્દ તો લોકમાં મુખથી વાણી નીકળે એમ લોકો માને છે માટે લખ્યો છે; બાકી ભગવાનની ૐૐ ધ્વનિ સર્વ પ્રદેશથી ઊઠે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #428 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૬ અધ્યાત્મ વૈભવ છે, આખા શરીરથી ઊઠે છે. એ કારધ્વનિ સાંભળી ગણધર સંત-મુનિ એનો અર્થ વિચારી એમાંથી આગમ રચે છે. એ ઉપદેશને જાણી ભવ્ય જીવો સંશયને દૂર કરે છે એટલે કે ધર્મને પ્રાપ્ત થાય છે. લ્યો, આવો આ દિવ્ય વારસો છે. (૬-૧૫૧) (૧૧૫૯). અહા ! લોકો પોતાના હઠાગ્રહ રાખીને શાસ્ત્રો વાંચે છે. તેથી તેઓ શાસ્ત્રના અભિપ્રાયને યથાર્થ સમજતા નથી. પરંતુ ભાઈ ! તે હિતનો માર્ગ નથી. પોતાનો દુરાગ્રહ છોડી શાસ્ત્ર શું કહેવા માગે છે તે સમજવા પોતાની દષ્ટિ કેળવવી જોઈએ. ( તત્ત્વજ્ઞાન પામવાની આ જ રીત છે.). (૬-૪૩૯ ) (૧૧૬O) ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવે પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપના કથનવાળાં અધ્યાત્મશાસ્ત્ર કહ્યાં છે. તે અધ્યાત્મશાસ્ત્રમાં રાગની રુચિવાળા જીવનો પ્રવેશ જ નથી. અહા! જે રાગના ફંદમાં ફસાયા છે તે અજ્ઞાની જીવો ભગવાનનાં કહેલાં શુદ્ધાત્માની કથનીવાળાં અધ્યાત્મશાસ્ત્રોમાં પ્રવેશ જ કરી શકતા નથી. વળી કદાચિત્ પ્રવેશ કરે તો વિપરીત સમજે છે. તે વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થઈ જાય છે. મતલબ કે તે શુભરાગની ક્રિયાઓ ઉથાપીને અશુભ રાગમાં ચાલ્યો જાય છે. અથવા તો તે નિશ્ચયને સારી રીતે એટલે યથાર્થ જાણ્યા વિના અર્થાત્ પૂર્ણાનંદસ્વરૂપ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય ક્યાં વિના માત્ર વ્યવહારથી-શુભરાગથી જ મોક્ષ માને છે. (૭-૧૦૨). (૧૧૬૧) ભાઈ ! શાસ્ત્રના અભિપ્રાય સાથે પોતાની દષ્ટિ કેળવવી જોઈએ. પોતાની દષ્ટિએ શાસ્ત્રના ઊંધા અર્થ કરે એ તો મહા વિપરીતતા છે. (૮-૯૯). (૧૧૬ર) અહાહા...! અમૃતનો નાથ પ્રભુ આત્મા તેના આશ્રયે પ્રગટતા અમૃતરૂપ ધર્મને અધ્યવસાયને બાહ્યવસ્તુ નિમિત્ત છે. એને અહીં કારણ કહ્યું છે. એ કારણના પ્રતિષધથી કાર્યનો પ્રતિષેધ થાય છે અને કહે છે. બાહ્યવસ્તુ અધ્યવસાયનું કારણ છે તેથી તે વસ્તુના પ્રતિષેધથી અધ્યવસાયનો પ્રતિષેધ થાય છે. જુઓ, પહેલાં એમ કહ્યું હતું કે અધ્યવસાયના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. પછી ફેરવીને આમ કહ્યું કે બાહ્યવસ્તુ અધ્યવસાયનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાયનો પ્રતિષેધ થાય છે. એમાં કાંઈ ફરક નથી કેમકે બાહ્ય વસ્તુના આશ્રયના અભાવમાં અધ્યવસાન નીપજતું નથી. અહીં તો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, પણ બંધના કારણનું કારણ છે-એમ વાત છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #429 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શાસ્ત્રો ૪૧૭ એ જ વાત દષ્ટાંતથી કહે છે પરંતુ, જોકે બાહ્યવસ્તુ બંધના કારણનું (અર્થાત્ અધ્યવસાનનું) કારણ છે તોપણ તે (બાહ્યવસ્તુ) બંધનું કારણ નથી; કેમકે ઇર્યાસમિતિમાં પરિણમેલા મુનિન્દ્રના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઊડતા જીવડાની માફક, બાહ્યવહુ-કે જે બંધના કારણનું કારણ છે તે-બંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં અનેકાંતિક હેત્વાભાસપણું છે વ્યભિચાર આવે છે.' જુઓ, દષ્ટાંત જે આપેલું છે તે સમજાવવાની વ્યવહારની રીત છે. ભાષા જુઓ તો મુનિન્દ્રના પગ વડે” –એમ છે. વાસ્તવમાં પગ તો જડનો છે, મુનિન્દ્રનો નથી, મુનિન્દ્રનો તો શુદ્ધપયોગ છે. અહાહા.! મુનિવર તો શુદ્ધોપયોગી હોય છે. ભાઈ ! ગમનમાં શરીર નિમિત્ત છે તેથી મુનિન્દ્રના પગ વડ' –એમ ભાષા છે. (૮-૧૪૧) (૧૧૬૩) અહા! શાસ્ત્ર ભણવાનું ફળ તો શુદ્ધાત્માનુભૂતિ આવવું જોઈએ, અને શુદ્ધાત્માનુભૂતિ સ્વના આશ્રયે જ થાય છે; પણ તે પર-આશ્રયથી હુઠી સ્વના આશ્રમમાં જતો જ નથી, અને સ્વના આશ્રયમાં ગયા વિના શાસ્ત્ર-ભણતર શું કરે? કાંઈ નહિ; ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માના આશ્રયમાં ગયા સિવાય શાસ્ત્ર ભણતર કાંઈ કામનું નથી. આવી વાત! અહાહા...! ભિન્નવસ્તુભૂત એટલે શરીરાદિ પરદ્રવ્યથી ભિન્ન, દેવ-ગુરુ-શાસ્ત્રથી ભિન્ન, દ્રવ્યકર્મ-ભાવકર્મથી ભિન્ન, અને નોકર્મથી ભિન્ન એવો એકલા જ્ઞાનપ્રકાશનો પુંજ શુદ્ધજ્ઞાનમય પ્રભુ આત્મા છે. આવા સ્વસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન થવાં તે શાસ્ત્રભણતરનો ગુણ છે. આ વખતના આત્મધર્મ (અંક ૪૦૨) માં આવ્યું ને? કે-“ધ્રુવ ચિધામસ્વરૂપ ધ્યેયના ધ્યાનની ધૂણી ધૈર્યયુક્ત ધગશથી ધખાવારૂપ ધર્મના ધારક ધર્માત્મા ધન્ય છે.” અહા ! લ્યો, આવો ધર્મ અને આવા ધર્મના ધરનાર! અહા ! આવો ધર્મ અંતરમાં ધ્રુવધામને ધ્યેય બનાવીને પ્રગટ કરવો તે શાસ્ત્ર-ભણતરનો ગુણ છે. (૮-૨૪૬) (૧૧૬૪) શાસ્ત્ર-જ્ઞાનના લક્ષે શાસ્ત્ર ભણવાં એમ નહિ, પણ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માના લક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ... ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ સદા વીતરાગસ્વરૂપ જ છે. સ્વઆશ્રયે તેનાં જ્ઞાન, દષ્ટિ અને અનુભવ કરવાથી પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. સર્વ શાસ્ત્ર ભણવાનું આ ઇષ્ટ ફળ-ગુણ છે. (૮-૨૪૭) (૧૧૬૫) અહા! ભગવાન! તું કોણ છો? અંદર ચિદાનંદઘન ચૈતન્યમૂર્તિ શુદ્ધજ્ઞાનમય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #430 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮ અધ્યાત્મ વૈભવ ભગવાન છો ને પ્રભુ! આ ભૂલ છે એ તો એક સમયની પર્યાય છે. એક સમયની ભૂલ ને ત્રિકાળી જ્ઞાયકતત્ત્વ બેય છે ને પ્રભુ! એ ભૂલને ગૌણ કર તો અંદર ભૂલ વિનાની ત્રિકાળી એક જ્ઞાયકભાવમય ચીજ છો ને પ્રભુ! ભાઈ ! તને જ્ઞાનમાં હું એક જ્ઞાયકભાવમય છું એમ મહિમા આવવો જોઈએ. અહા ! જે જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપનો મહિમા ભાસે તે જ્ઞાનને જ ભગવાને જ્ઞાન કહ્યું છે, અને એ જ શાસ્ત્ર-ભણતરનો ગુણ છે પણ એ તો થયો નહિ, તો શાસ્ત્ર ભણવાથી શું સિદ્ધિ છે? (૮-૨૪૯). (૧૧૬૬) અહા! ભગવાનની વાણીમાં એમ આશય આવ્યો કે શાસ્ત્રજ્ઞાનની ને સઘળાય વ્યવહારની અપેક્ષા છોડી દઈને તું તને સીધો જાણ. અહા ! પંચમ આરામાં પણ આવી અલૌકિક વાત ! અહો ! આચાર્યદવે શું પરમામૃત રેડ્યાં છે ! અહાહા.! શાસ્ત્ર ભણવાનો ગુણ તો ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય તે છે. હવે એ તો થયું નહિ તો શું વાંચ્યું? શાસ્ત્ર ભણવામાત્રથી આત્મજ્ઞાન ન થાય ભાઈ ! પણ ભિન્નવસ્તુભૂત આત્મામાં અંતર્મુખ થઈ એકાગ્ર થવાથી આત્મજ્ઞાન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. અહા! આ વીતરાગની વાણીનો પોકાર છે કે અગિયાર અંગનું જ્ઞાન એણે અનંતવાર કર્યું, અને શાસ્ત્રમાં કહેલો વ્યવહાર એણે અનંતવાર પાળ્યો અને નવમી રૈવેયકમાં તે અનંતવાર ગયો પણ અભવ્યનો એકેય ભવ ઘટયો નહિ. (૧૧૬૭) બાર અંગનું જ્ઞાન વજન (–મહત્ત્વ) દેવા જેવું નથી કારણ કે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે, શાસ્ત્રજ્ઞાન નહિ. (૮-૨૫૧ ) (૧૧૬૮) ભાઈ ! તને તારા પૂરણ સ્વરૂપની મોટપ કેમ બેસતી નથી! તું જાણે કે શુદ્ધાત્મજ્ઞાન) નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય પણ એવું તારું જાણવું ન માનવું મિથ્યા છે. બાપુ! એ તો મહા શલ્ય છે કેમકે નિમિત્ત-પરવસ્તુ ને રાગ તારું કાર્ય કરવામાં પંગુ-પાંગળા અને અંધઆંધળા છે, અને તું એમનાથી જણાય એવું તારું સ્વરૂપ નથી. અહીં ભાઈ ! આ વ્રત, તપ, શાસ્ત્ર-ભણતર ઇત્યાદિ સઘળો વ્યવહાર, જડ, આંધળો ને તારું કાર્ય (-આત્મજ્ઞાન) કરવામાં પાંગળો છે, શક્તિહીત છે. (૮-૨૫૧ ) (૧૧૬૯). શાસ્ત્રનો વાસ્તવિક આશય ભગવાન આત્માના જ્ઞાન વિના નહિ સમજાય. (૮-ર૭૦) (૮-૨૫૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #431 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શાસ્ત્ર ૪૧૯ (૧૧૭૦) અહા! આ સમયસાર તો સર્વશે કહેલા શ્રુતનો અગાધ-સમુદ્ર-દરિયો છે. અહા ! એ તો ભરણક્ષેત્રનું અમૂલ્ય રત્ન છે. નિશ્ચયથી તો આ આત્મા (અમૂલ્ય રત્ન) હો; એ તો નિમિત્તથી એને (સમયસાર શાસ્ત્રને અમૂલ્ય રત્ન) કહીએ છીએ. (૮-૨૭૪) (૧૧૭૧) અહા! આ સમયસાર તો અશરીરી સિદ્ધ બનવા માટેનું અમોઘ પરમાગમ શાસ્ત્ર છે, કેમકે તે એનાથી (શાસ્ત્રથી) લક્ષ છોડાવી અંતર્લક્ષ-સ્વરૂપનું લક્ષ કરાવે છે. અહા ! આના (-અંતર્લક્ષના) અભ્યાસ વિના બહારનો (વ્રત, તપ, ભક્તિનો) અભ્યાસ પ્રભુ! તું કરે પણ એ તો જિંદગી બરબાદ કરવા જેવું છે; અર્થાત્ એ ચારગતિની રખડપટ્ટી માટે જ છે. અહા ! બહુ આકરી વાત, પણ આ સત્ય વાત છે. (૮-૪૬ ) (૧૧૭૨) ગગનમંડળમાં ગૌઆ વિહાણી, વસુધા દૂધ જમાયા; માખણ થા સો વિરલા રે પાયા, છાશે જગત ભરમાયા.” અહા ! ગગનમંડળમાં ભગવાનની ૐ ધ્વનિ થઈ, ભગવાન ગણધરદેવે તેને બાર અંગમાં સંઘરી. તેમાં માખણ જે સાર સાર વસ્તુ શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્મા તેનો અનુભવ ને પ્રતીતિ કોઈક વિરલ જીવો પામ્યા, ને જગત તો આખું છાશમાં એટલે દયા, દાન, આદિ પુણ્યમાં ભરમાઈ પડ્યું. ભાઈ ! એ દયા, દાન આદિ પુણ્યના ભાવ અમૃત નથી. અહાહાહા..! ગગનમંડલમેં અધબીચ કુઆ, વહાં હુ અમીકા વાસા: સુગુરા હોય સો ભરભર પીએ, નગરા જાવૈ પ્યાસા.” અહા ! આકાશની મધ્યમાં લોકમાં અમૃતનું સ્થાન ભગવાન આત્મા છે. અહાહા...! આત્મા ચિદાનંદરસના અમૃતથી પૂરણ ભરેલું ભિન્ન તત્ત્વ છે. જેઓ સદગુરુના ઉપદેશને પામી, અંતર્દષ્ટિ કરી, અંતર્લીન થયા તેઓ અમૃતને ધરાઈને પીએ છે, પણ જેઓ નગરા છે તેઓ બિચારા અતીન્દ્રિય અમૃતને પામતા નથી, તરસ્યા જ રહે છે. (૮-પર૬) (૧૧૭૩) અહા ! પોતે કેવડો છે ને કેવો છે એનું સન્મુખ થઈને જ્ઞાન (સ્વસંવેદનશાન) કર્યા વિના એક શાસ્ત્રજ્ઞાનથી સંસાર તરી શકાતો નથી. (૯-૭૬ ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #432 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦ અધ્યાત્મ વૈભવ (૧૧૭૪) જુઓ, ભગવાનનાં કહેલાં જે શાસ્ત્રો છે તેમાં આગમ અને અધ્યાત્મના શાસ્ત્રો છે. ભગવાને કહેલાં જે દ્રવ્યો છે તેનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તેને આગમ કહીએ, અનંતા આત્મા છે, અનંતા-અનંત જુગલદ્રવ્યો છે, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્યાત કાલાણ-આમ જાતિએ છે દ્રવ્યો છે, સંખ્યાએ અનંત છે. આ સર્વનું જેમાં નિરૂપણ છે તે આગમ છે તથા જેમાં શુદ્ધ નિશ્ચયસ્વરૂપ આત્મદ્રવ્ય કેવું છે અને તેથી નિર્મળ પર્યાય કેવી છે તેનું નિરૂપણ છે તે આધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય કહે છે-એ બંનેના સાપેક્ષથી અહીં કથન કર્યું છે. (૯-૧૭૫) (૧૧૭૫) અરે! એ કદી નિજઘરમાં-ચૈતન્યઘરમાં પ્રવેશ્યો નથી! શાસ્ત્રનું ભણતર કરે ને કંઈક શાસ્ત્ર-જ્ઞાન થાય ત્યાં માને કે મને જ્ઞાન પ્રગટ થયું છે. પણ એ તો શબ્દજ્ઞાન-શબ્દશ્રુત બાપા! એ ક્યાં આત્મજ્ઞાન છે. વીતરાગ પરમેશ્વરની વાણી જે જિનવાણી તેના નિમિત્તથી ઊપજેલું જ્ઞાન એ શબ્દશ્રુત છે. એને શબ્દનો આશ્રય છે ને? શબ્દના આશ્રયે જ્ઞાન થાય તેને શબ્દશ્રુત કહ્યું છે. આ તો વીતરાગની વાણીની વાત હોં બાકી શ્વેતાંબરાદિનાં શાસ્ત્ર તો કલ્પિત છે, એ તો કુશ્રુત છે. આ તો ભગવાન જિનેશ્વરદેવનાં કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન થાય તે શબ્દધૃત છે; દ્રવ્યશ્રત છે, એ સમ્યજ્ઞાન –આત્મજ્ઞાન નહિ. (૧૦-૩૧) (૧૧૭૬ ) કેવું છેઆ સમય પ્રાભૂત? તો કહે છે-અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. “ફ” મેં અક્ષય તિ–વક્ષ:' અહાહા..! આ સમયસાર પરમ અતિશયયુક્ત એક-અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. જગતના-વિશ્વના સ્વરૂપને યથાસ્થિત દેખાડે છે ને. અહા ! જેમ આત્મા લોકાલોકને જાણનાર-દેખનાર અદ્વિતીય જગતચક્ષુ છે, તેમ લોકાલોકને દેખાડનાર આ શાસ્ત્ર અદ્વિતીય જગતચક્ષુ છે. અહા! ભગવાન ત્રિકાળી ધ્રુવને જાણનારું જ્ઞાન જગતચક્ષુ છે, તેમ ભગવાન ત્રિકાળી ધ્રુવને બતાવનારું આ શાસ્ત્ર જગતચક્ષુ છે. આત્મા જગતચક્ષુ છે, તેને આ શાસ્ત્ર બતાવે છે માટે આ શાસ્ત્ર જગતચક્ષુ છે; અદ્વિતીય જગતચક્ષુ છે, મતલબ કે બીજાં કલ્પિત શાસ્ત્ર ભગવાન આત્માને બતાવતાં નથી તેથી આ અજોડ છે. આ તો સકલશાસ્ત્ર બાપા! સન્શાસ્ત્રોમાં પણ મહા અતિશયવાન ! વળી જેમ ભગવાન આત્મા અક્ષય છે તેમ તેને બતાવનારું આ પરમાગમ અક્ષય છે. ભગવાન જૈન પરમેશ્વરની વાણી (પ્રવાહરૂપથી) અક્ષય છે. આવી વાત ! (૧૦-૨૯૭) (૧૧૭૭) અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સ્વાનુભવ ને પ્રતીતિ થયાં તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #433 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શાસ્ત્ર ૪૨૧ પૂરણ સર્વજ્ઞપદની પ્રાપ્તિ થાય જ છે. અહા ! આવું પૂર્ણ આત્મપદ જેમ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે તેમ એવા આત્માને બતાવનારું આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે. આ નેત્ર ઘટ-પટ પદાર્થોને પ્રત્યક્ષ છે ને ? નેત્ર દેખાડે છે એ તો એમ કહેવાય; બાકી આ બે નેત્ર છે એ તો જડ માટી-ધૂળ છે, અંદર દેખનાર જાણનાર તો ભિન્ન ચૈતન્ય પ્રભુ છે. જેની સત્તામાં ઘટ-પટાદિ જણાય છે એ તો ચૈતન્ય પ્રભુ છે, ને નેત્ર તો નિમિત્તમાત્ર છે. નિમિત્તથી કહેવાય કે નેત્ર ઘટપટાદિને દેખાડે છે. અહીં કહે છે તેમ આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે. જોયું? આત્મા સ્વાનુભવપ્રત્યક્ષ જણાય છે અર્થાત્ સ્વસંવેધ છે, વિકલ્પગમ્ય નથી એમ શાસ્ત્ર બતાવે છે. શાસ્ત્ર આત્માનું સ્વરૂપ દેખાડે છે, પણ શાસ્ત્રના શબ્દમાં આત્મા નથી, શબ્દજ્ઞાનથી આત્મા જણાશે એમ નહિ, આત્મા તો સ્વાનુભવગમ્ય જ છે. આ ન્યાય-લોજીક છે. ભાઈ ! લૌકિક ભણતરમાં વર્ષો કાઢે છે તો આમાં તો થોડો વખત કાઢ, તારું હિત થશે. (૧૦-૨૯૮) (૧૧૭૮) આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ પુરા વિશ્વનો જાણનાર છે, અને આ શાસ્ત્ર પુરાતત્ત્વનું પ્રતિપાદન કરનાર છે તેથી શબ્દબ્રહ્મ સમાન છે. આવા આ શાસ્ત્રને પોતાના હિતના લક્ષ ભણવું જોઈએ એમ વાત છે. અરે! એ લૌકિક ભણતર-આ ડાકટરનું ને ઇજનેરનું, ને વકીલનું ને વેપારનું ભણી ભણીને એ મરી ગયો! ભાઈ ! લૌકિક ભણતર આડે તું નવરો ન થાય પણ એમાં તારું અહિત છે; એનાથી તને અનંત જન્મ-મરણ થશે ભાઈ! એટલે કહે છેહિતના લક્ષે આ પરમાર્થ શાસ્ત્રને ભણવું જોઈએ. બીજાને દેખાડવા કે પંડિતાઈ પ્રગટ કરવા માટે નહિ હો; એક સ્વહિતના લક્ષે જ ભણવું જોઈએ. ભણી ને શું કરવું? તો કહે છે-આ શાસ્ત્ર ભણીને હું–આત્મા ચૈતન્યપ્રકાશમય છું એવો નિર્ણય કરવો જોઈએ. અહાહા...! લોકાલોકને જાણવાના સામર્થ્યરૂપ પરમાર્થભૂત ચૈતન્યપ્રકાશનો પુંજ હું આત્મા છું એમ અંતરમાં નિર્ણય કરવો જોઈએ. ભાઈ ! આતો ભવનો અભાવ કરવાની પરમ હિતની વાત છે. આ ભવનું મૂળ એક મિથ્યાત્વ છે. શાસ્ત્ર ભણીને નિજ સ્વરૂપનો નિર્ણય કરવો તે મિથ્યાત્વને ટાળવાનો ઉપાય છે. સ્વસ્વરૂપનો નિર્ણય કરવો એ જ એનો સાર છે. (૧૦-૩૦૩) (૧૧૭૯) આત્મા તો જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. આ શાસ્ત્ર આવા શુદ્ધ આત્માને સાક્ષાત દેખાડ છે. અહો! આત્મા વસ્તુ છે ને સ્વયં અસ્તિ છે. તેને શાસ્ત્રથી જાણીને જે તેમાં જ ઠરશે તે, કહે છે, પરબ્રહ્મને પામશે. તેને અતિશય, ઉત્તમ, સ્વાધીન, અવિનાશી, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #434 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૨ અધ્યાત્મ વૈભવ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થશે. સ્વપરપ્રકાશક ચૈતન્યબિંબ પ્રભુ આત્મા છે, તેમાં જ દષ્ટિ કરી, લીન-સ્થિર થવું એમ શાસ્ત્રનો ઉપદેશ અને આદેશ છે. (૧૦-૩૦૮). (૧૧૮૦) અહાહા...! જિજ્ઞાસુને પ્રથમ પ્રથમ ભાસે અદભુતના લાગે છે કે-અહો ! આવું સ્વરૂપ! આવો માર્ગ તો સર્વજ્ઞ વીતરાગના શાસનમાં જ હોય, બીજે ક્યાંય ન હોય. જિજ્ઞાસુને આ વાત ભારે ગજબની લાગે છે. તેને અપૂર્વ મહિમા જાગે છે કે-અહો ! જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુસ્થિતિને યથાર્થ બતાવે છે. અરેરે! વસ્તુને જાણ્યા વિના મેં અનંત કાળ ખોયો! – આમ તે આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. (૧૧-૨૬૪) ( 2 ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #435 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૯, ગુરુ અથવા મુનિ Tછે (1) Apr (૧૧૮૧) જેને અંતરમાં મિથ્યાત્વાદિ રાગની ગાંઠ છૂટી ગઈ છે અને બાહ્યમાં વસ્ત્રાદિ છૂટી ગયાં છે એવા નિગ્રંથ મુદ્રાધારી ભાવલિંગી સંત તે ગુરુ છે. (૧-૮) (૧૧૮૨). મુનિ કોને કહેવા એની લોકોને ખબર નથી. મુનિ તો પરમેશ્વર છે. જેને ત્રણ કષાયનો અભાવ થયો છે; બાપુ, એ શું ચીજ છે! સમ્યક્દર્શન પણ એક અલૌકિક ચીજ છે. તો પણ ચારિત્ર તો એથી ય વિશેષ અલૌકિક છે. (૧-૩ર) (૧૧૮૩) ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદવ ભરતક્ષેત્રમાં બે હજાર વર્ષ પૂર્વે થઈ ગયા. તેઓ સદેહે મહાવિદેહમાં સીમંધર ભગવાનના સમોસરણમાં ગયા હતા. મહાવિદેહમાં સીમંધરનાથ અરિહંતપદે બિરાજે છે. તેમનો પાંચસો ધનુષ્યનો દેહુ અને કોડપૂર્વનું આયુષ્ય છે. ત્યાં ભગવાનની વાણી હંમેશા છૂટે છે. ત્યાં સં. ૪૯ માં કુંદકુંદાચાર્ય સાક્ષાત્ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાં ભગવાનની વાણી સાંભળીને ભારતમાં પધાર્યા. અહીં આવીને આ શાસ્ત્રો બનાવ્યાં. (૧-૮૩). (૧૧૮૪) જુઓ, સાધુ કોને કહીએ? કે જે દર્શન, જ્ઞાન, ચારિત્રનું સેવન કરે તે સાધુ છે. આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ નિશ્ચયરત્નત્રયની વાત છે. અખંડ, અભેદ, એકરૂપ જે ત્રિકાળી જ્ઞાયકભાવ એની દષ્ટિ એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, એનું સ્વસંવેદનજ્ઞાન એ સમ્યજ્ઞાન અને એમાં રમણતા-લીનતા-આચરણરૂપ અનુષ્ઠાન એ સમ્યકચારિત્ર. આ નિશ્ચયરત્નત્રયનું સેવન કરે તે સાધુ છે. (૨-૭) (૧૧૮૫) લોકો તો માને કે અત્યારે પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણ પાળે એ સાધુ, પણ ભાઈ, સાધુને માટે આહાર બનાવે અને જો તે આહાર સાધુ લે તો એ દ્રવ્યગિી પણ નથી. નિશ્ચય તો નથી પણ વ્યવહારનાય ઠેકાણાં નથી. કોઈ એમ કહે કે નિશ્ચય હોય પછી વ્યવહાર ગમે તેવો હોય, વ્યવહારનું શું કામ છે? તો તે વાત બરાબર નથી. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રવંત સાધુને પાંચ મહાવ્રત તથા ૨૮ મૂળગુણ આદિનો વ્યવહાર યથાર્થપણે હોય છે. સાધુને માટે ચોકો બનાવે અને સાધુ તે આહાર લે એવું પ્રાણ જાય તોપણ ત્રણકાળમાં બને નહિ. લોકો એમ કહે છે કે શરીર રહે તો પ્રાણ ટકે અને તો ધર્મ થાય. પણ એથી તો ધૂળેય ધર્મ નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #436 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪ અધ્યાત્મ વૈભવ અહીં તો કહે છે કે આત્મામાં રહે-ટકે તો ધર્મ થાય. ભગવાન શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકની દૃષ્ટિમાં રહે તો ધર્મ થાય. (૨-૮) (૧૧૮૬) અહાહા! જૈનના મુનિ તો અંદરમાં વિકલ્પની લાગણી વિનાના અને બહારમાં કપડાં વિનાના નગ્ન હોય છે. કપડાં રાખીને જે મુનિપણું માને, મનાવે છે તે મિથ્યાષ્ટિઅજ્ઞાની નિગોદગામી . ભગવાન કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે એક વસ્ત્રનો ધાગો પણ રાખીને જે મુનિપણું માને, મનાવે અને એવી માન્યતાને રૂડી જાણે તે નિગોદગામી . મિથ્યા માન્યતાના ફળમાં એક બે ભવે એ નિગોદ જશે. એવી વાત આકરી પડે, પણ બાપુ! આ તો મોટી ભૂલ છે, એમાં નવ તત્ત્વની ભૂલ છે. વસ્ત્રનો વિકલ્પ એ તો તીવ્ર આસ્રવભાવ છે. તેને બદલે ત્યાં મુનિપણું-સંવર, નિર્જરા માનવાં એ બધાં તત્ત્વની ભૂલ છે. મૂળમાં ભૂલ છે, ભાઈ ! પ્રવચનસારમાં આવે છે કે મુનિનું જન્મ્યા પ્રમાણે રૂપ ભગવાન ત્રિલોકનાથે ભાળ્યું છે. ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંતદેવે આવો ધોધ માર્ગ કહ્યો છે. જે શાસ્ત્રમાં વસ્ત્રસહિત મુનિપણું કહ્યું હોય તે શાસ્ત્ર સાચાં નથી અને એ સાધુ પણ સાચા નથી. (૨-૧૬૬) (૧૧૮૭) શ્રીગુરુ પરભાવનો વિવેક કરી બતાવે છે, એનો અર્થ એ થયો કે ગુરુ તેને કહેવાય કે જે રાગથી આત્મા ભિન્ન છે એમ અહીં ભેદજ્ઞાન કરાવે. રાગ કરવા જેવો છે કે રાગથી લાભ (ધર્મ) થાય એવો જે ઉપદેશ આપે તે જૈનના ગુરુ નહિ પણ અજ્ઞાની છે. આત્મજ્ઞાનની અનુભવદશા જેને થઈ છે તે સાચા ગુરુ છે. આવા સાચા ગુરુ પરભાવને હેય કરી બતાવે છે કે ભાઈ ! જ્ઞાન અને આનંદ એ તારું સ્વરૂપતત્ત્વ છે, પુણ્ય-પાપના કૃત્રિમ વિકલ્પો એ તારી ચીજ નથી. ધર્માત્માનો આવો ઉપદેશ, રાગને પોતાથી એક કરી-માનીને બેઠો છે એવા અજ્ઞાનીને ભેદજ્ઞાન કરાવે છે. જેમને ચૈતન્યસ્વભાવના આશ્રયે વીતરાગી પરિણતિ થઈ છે તે શ્રીગુરુ ધર્માત્મા છે. તે મોક્ષમાર્ગને પામેલા છે. તેઓ પરભાવોને હેય કરીને, અજ્ઞાનીને રાગ અને ત્રિકાળસ્વભાવની ભિન્નતાનો વિવેક કરાવે છે. જેમ ફોતરાં અને કસ બન્ને જુદી ચીજ છે, તેમ ભગવાન આનંદનો નાથ ચિદાનંદ પ્રભુ આત્મા કસ છે અને જે રાગના વિકલ્પો ઊઠે છે તે ફોતરાં છે. એ બને ભિન્નભિન્ન છે. જ્યારે સૂપડાંમાં કસ અને ફોતરા જલદી છૂટાં ન પડે ત્યારે જેમ ધબ્બો મારીને છૂટાં પાડે છે તેમ અહીં શ્રીગુરુ ધબ્બો મારીને જે બન્નેને એકાકાર માને છે તેને ભેદજ્ઞાન કરાવે છે, અને એક આત્મભાવરૂપ કરે છે. (૨–૧૭૬ ) (૧૧૮૮) અહાહા ! આમાં તો શ્રીગુરુ-જૈનના ગુરુ-દિગંબર સંત-નિગ્રંથ ગુરુ કેવો ઉપદેશ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #437 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૨૫ આપે છે એ પણ આવી જાય છે. આનો અર્થ એમ થાય છે કે જૈનના ગુરુ એને કહેવાય કે જે એમ ઉપદેશ આપે કે રાગથી આત્મા ભિન્ન છે, રાગથી આત્માને કિંચિત્ પણ લાભ કે ધર્મ થાય નહિં. પરંતુ જે રાગથી ધર્મ થવાનું કહે તે સાચા જૈનગુરુ નથી પણ અજ્ઞાની કુગુરુ છે. દિગંબર નિગ્રંથ ગુરુ તો અજ્ઞાનીને રાગાદિ પરભાવથી વિવેક કરાવે છે કે ભગવાન! પુણ્ય-પાપના જે ભાવ ઉત્પન્ન થાય તે આત્માની ચીજ નહિ. એ તો આત્માનો ઘાત કરનારી ચીજ છે. (૨-૧૭૮). (૧૧૮૯) શિષ્ય જિજ્ઞાસાથી વારંવાર ઉપદેશ સાંભળે છે તેથી શ્રીગુરુ વારંવાર કહે છે એમ કહ્યું છે. આ વાત વારંવાર સાંભળવાથી તેને રુચિ-પ્રમોદ જાગે છે કે-અહો? આ તો ક્યારેય નહિ સાંભળેલી કોઈ અલૌકિક જુદી જ વાત છે. જીવનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનતા છે એમ જે વારંવાર કહે તે જ ગુરુની પદવીને શોભાવે છે. રાગથી આત્મામાં લાભ (ધર્મ) થાય એવું વચન આગમનું વાક્ય નથી. અને એવું વચન (વાક્ય) કહેનાર ગુરુ નહિ પણ અજ્ઞાની કુગુરુ છે. (૨-૧૮૦) (૧૧૯૦) જે સમ્યગ્દષ્ટિ હોય અને ચારિત્ર સહિત હોય તે નિગ્રંથ મુનિરાજ સાચા ગુરુ છે. જે અંતરમાં રાગથી છૂટા પડી ગયા છે અને બહારમાં વસ્ત્ર-પાત્રથી રહિત છે તેને સાચા નિગ્રંથ ગુરુ કહે છે. જૈન દર્શનમાં સાધુ દિગંબર હોય છે અને તે વનવાસી હોય છે. તે રાગથી વિરક્ત અને સ્વરૂપમાં વિશય રક્ત હોય છે. આવા નિગ્રંથ ગુરુની દેશના ધર્મ પામવામાં નિમિત્ત થાય છે. એવા ગુરુ પાસેથી જે દેશના મળે તેને સાંભળીને શિષ્ય નિરંતર ઓગાળે છે, વિચારે છે. (૨-૨૧૬) (૧૧૯૧) ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદના સામર્થ્યવાળો પરમેશ્વર છે તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તેમાં રમણતાં કરવી તે તેનું આચરણ-ચારિત્ર છે. બહારમાં વસ્ત્રનો ત્યાગ કરે, નગ્નપણું ધારણ કરે અને પંચમહાવ્રત લે તેથી કાંઈ ચારિત્ર પ્રાપ્ત થઈ જતું નથી. અંદર ભગવાન આનંદનો નાથ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપે બિરાજે છે તેમાં ઉગ્રપણે લીનતા કરી ઠરવું એનું નામ ચારિચ છે અને ત્યાં વસ્ત્રનો ત્યાગ અને નગ્નપણું સહજપણે હોય જ છે. વસ્ત્ર રાખીને સાધુપણું માને એ તો મિથ્યાત્વ છે. જૈનદર્શનમાં વસ્ત્ર સહિત સાધુપણું ત્રણકાળમાં કદીય હોતું નથી. તથા વસ્ત્ર છોડીને નગ્ન થાય પરંતુ આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર રહિત હોય તો એ પણ મિથ્યાષ્ટિ છે. ભલે પંચમહાવ્રતને પાળે, પણ એ મહાવ્રતના વિકલ્પને ધર્મ માને તો એ મિથ્યાષ્ટિ છે. પંચમહાવ્રતનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #438 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૬ અધ્યાત્મ વૈભવ વિકલ્પ એ તો રાગ છે. રાગમાં રમે એ ચારિત્ર કેમ કહેવાય ? આત્માના આનંદમા રમણતા કરે એ ચારિત્ર છે, ધર્મ છે. (૧૧૯૨ ) દિગંબર એ કોઈ પક્ષ કે વાડો નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું યથાર્થ સ્વરૂપ દિગંબર સંતોએ પ્રસિદ્ધ કર્યું છે. રાગના વસ્ત્ર વિનાની જે ચીજ (જ્ઞાયકમાત્ર વસ્તુ) તે દિગંબર આત્મા છે. અને વસ્ત્ર વિનાની શરીરની દશા એ બાહ્ય દિગંબરપણું છે. અહો ! દિગંબરત્વ કોઈ અદ્દભુત અલૌકિક ચીજ છે. પક્ષ બંધાઈ ગયો તેથી આકરું લાગે પણ શું થાય ? વસ્તુસ્થિતિ જ આવી છે. (૩૯૫૨ ) ( ૧૧૯૩ ) જેને પૂર્ણજ્ઞાન થવાનું છે તેના શરીરની દશા નગ્ન જ હોય છે. વસ્ત્ર હોય અને મુનિપણું આવે તથા વસ્ત્ર સહિતને કેવળજ્ઞાન થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. છતાં પદ્રવ્ય છે માટે કેવળજ્ઞાન નથી એમ નથી. ભારે વિચિત્ર! એક બાજુ એમ કહે કે વસ્ત્ર સહિતને મુનિપણું આવે નહીં અને વળી પાછું એમ કહે કે પરદ્રવ્ય નુકશાન કરે નહિ! ભાઈ, મુનિપણાની દશા છે તે સંવર-નિર્જરાની દશા છે. હવે જે સંવર-નિર્જરાની દશા છે તે કાળમાં વિકલ્પની એટલી જ મર્યાદા છે કે તેમાં વસ્ત્રાદિગ્રહણનો (હીન ) વિકલ્પ હોઈ શકે નહીં. તેથી જેને વસ્ત્ર-ગ્રહણનો વિકલ્પ છે તેને તે ભૂમિકામાં મુનિપણું સંભવિવ નથી. તેથી જે કોઈ વસ્ત્ર સહિત મુનિપણું માને છે તેને આસ્રવ સહિત સાતેય તત્ત્વની ભૂલ છે. તેથી તો શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે વસ્ત્રનો ધાગો પણ રાખીને જો કોઈ મુનિપણું માને કે મનાવે તો તે નિગોદમાં જાય છે. ( ૩–૯૭) ( ૧૧૯૪ ) શંકા:- અમે તો ગુરુને પકડયા છે. બસ, હવે તે અમને તારી દેશે. અમારે હવે કાંઈ કરવાનું નથી. આ સ્વમત છે કે પ૨મત છે એની પરીક્ષા પણ અમારે કરવી નથી. સમાધાનઃ- ભાઈ! કોણ ગુરુ? પ્રથમ તો પોતે જ પોતાનો ગુરુ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ આત્માને પકડે, એનો આશ્રય કરે તો તરાય એમ છે, બાપુ! પર ગુરુ તારી દેશે એ તો બધી વ્યવહારની વાતો છે. ચારિત્રપાઠુડની ૧૪ મી ગાથામાં આવે છે કે વેદાંતાદિ અન્યમતમાં માનનારાઓ પ્રતિ ઉત્સાહ થવો, ભાવના થવી, એમની સેવા-પ્રશંસા કરવી અને એમનામાં શ્રદ્ધા થવી એ બધાં મિથ્યાત્વનાં લક્ષણ છે, આકરી વાત, પ્રભુ! પણ આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેમના ચરણોને ઇન્દ્રો અને ગણધરો ચૂમે એમનો આ માર્ગ છે. સાંભળવા મળવો પણ મુશ્કેલ. પરંતુ જેમને આત્મા જોવો-અનુભવવો હોય એ બધાયને આ માર્ગમાં આવવું પડશે. આવી વાત છે. ( ૩–૧૯૫ ) ( ૧૧૯૫ ) અહો ! આ વીતરાગની વાણી વહેવડાવનારા દિગમ્બર સંતો જાણે વીતરાગતાનાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #439 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૨૭ પૂતળાં! મુનિ એટલે વીતરાગતાનું બિંબ! ધન્ય એ મુનિદશા ! આવા મુનિનાં દર્શન થવા માટે પણ ભાગ્ય જોઈએ! એમની વાણીની શી વાત! (૩-૨૧૨) (૧૧૯૬) મુનિરાજ છે તે (ક્રોધના અભાવપૂર્વક-) ઉત્તમક્ષમાના ભંડાર છે. અહાહા...! મુનિરાજ તો ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્માની રુચિ અને રમણતાના સ્વામી છે. (૪-૬) (૧૧૯૭) ભાઈ! જેને વિકલ્પનો કંઠ છૂટી, સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ નિર્વિકારી જ્ઞાનનું પરિણમન થવું તે ધર્મ છે. અહાહા...મુનિદશામાં તો ત્રણ કષાયનો અભાવ થઈ અંદર અતીન્દ્રિય આનંદની લહેર ઊઠતી હોય છે. અને બહારમાં સહજ નગ્ન દશા હોય છે. અંદર કષાયથી નગ્ન અને બહાર વસ્ત્રથી નગ્ન-આવી શુદ્ધ ચૈતન્યના આનંદમાં ઝૂલતી મુનિદશા કોઈ અલૌકિક ચીજ છે, બાપુ ! (૪-૨૫) (૧૧૯૮) અહો ! ધન્ય તે મુનિવરો ભાવવિંગી દિગંબર સંતો જંગલવાસી વીતરાગભાવમાં ઝૂલનારા કેવળીના કડાયતો! અહા! તેમને અશુભભાવની તો ગધેય નથી અને જે શુભોપયોગ હોય છે તેનાથી તેઓ ઉદાસ છે. અહા! શું તેમનાં વચનો! ઉપદેશ આપતા હોય ત્યારે જાણે તેમના મુખમાંથી અમૃતનાં ઝરણાં ઝરતાં હોય! (૪-૪૫) (૧૮૯૯) અહાહા...! જુઓ, આ દિગંબર સંતોના અંતરના આનંદની મસ્તી ! આ પંચમ આરાના મુનિવરો પોકાર કરીને બહુ ઊંચેથી કહે છે કે હજારો વર્ષથી બહારમાં ભગવાનનો વિરહ્યું હોવા છતાં અમારો અંતરંગ નિર્મળાચંદનો નાથ ચૈતન્ય ભગવાન અમને સમીપ વર્તે છે. કોઈ પૂછે કે ભગવાન કેવળી પાસે તમે ગયા હતા ? તો કહે છે–ભાઈ ! સાંભળ! મારો નાથ ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ છે તેની પાસે અમે ગયા છીએ. ત્યાંથી અંતરમાં અવાજ આવે છે કે વિકલ્પોને અમે એવા વમી નાખ્યા છે કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. અહાહા.....! વસ્તુ પરમપરિણામિકસ્વભાવે જે ત્રિકાળી ધ્રુવ છે તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ પ્રગટ થયો છે તે મોક્ષ લઈને જ પૂર્ણ થશે. હવે ફરીને મિથ્યાત્વ થશે એ વાત છે જ નહિ. (૪-૬૮) (૧૨00). તીર્થકર ભગવાન પણ જ્યાં સુધી ગૃહસ્થદશામાં રહે ત્યાં સુધી મોક્ષ પામતા નથી. દીક્ષા લઈને દિગંબરરૂપ ધારણ કરે ત્યારે મોક્ષ પામે છે, કેમકે નગ્નપણું તે મોક્ષ માર્ગ છે, શેષ બધાં લિંગ ઉન્માર્ગ છે. વસ્ત્રસહિત મુનિપણું માને તો એમાં નવ તત્ત્વની ભૂલ છે. મુનિની ભૂમિકામાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #440 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૮ અધ્યાત્મ વૈભવ આસ્રવ મંદ હોય છે, પરંતુ વસ્ત્ર રાખવાનો વિકલ્પ તીવ્ર આસ્રવ છે. માટે એમાં આસ્રવની ભૂલ થઈ. મુનિની ભૂમિકામાં સંવર ઉગ્ર હોય છે, તેને વસ્ત્ર રાખવાનો ભાવ હોતો નથી. છતાં વસ્ત્ર ધારે તો તે સંવરની ભૂલ છે. મુનિની ભૂમિકામાં કષાય ઘણો મંદ હોય છે. ત્યાં વસ્ત્રગ્રહણની સહેજે ઈચ્છા થતી નથી. તે સ્થિતિમાં ઘણી નિર્જરા થાય છે. છતાં વસ્ત્રસહિતને ઘણી નિર્જરા માની તે નિર્જરા તત્ત્વની ભૂલ છે. છઠ્ઠી ગુણસ્થાને વસ્ત્ર રાખવાનો તીવ્ર આસ્રવ જીવને હોતો નથી છતાં માને તો તે જીવતત્ત્વની ભૂલ છે. છઠ્ઠી ગુણસ્થાને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોય, છતાં વસ્ત્રસહિત મુનિપણું માને તો તે અજીવતત્ત્વની ભૂલ છે. ત્રણ કષાયના અભાવપૂર્વક છઠ્ઠ ગુણસ્થાન હોય છે. ત્યાં મુનિને અંતર્બાહ્ય નિગ્રંથ થતાં હોય છે અને તેને વસ્ત્રગ્રહણની વૃત્તિ હોતી જ નથી. અહાહા....! જેને ત્રણ કષાયનો અભાવ છે તેવા સાચા ભાવલિંગી મુનિને સદાય બહારમાં વસ્ત્રરહિત નગ્ન દિગંબર દશા જ નિમિત્તપણે હોય છે. તીર્થંકરદેવને પણ વસ્ત્રસહિત ગૃહસ્થદશા હોય ત્યાં સુધી મુનિપણું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. કોઈ એમ માને કે પંચમહાવ્રતને દિગંબરમાં આસ્રવ કહ્યો છે પણ શ્વેતાંબરમાં તેને નિર્જરા કહી છે તો તે એમ પણ નથી. તત્ત્વાર્થસુત્રમાં પંચમહાવ્રતને પુણ્ય કહેલ છે. મહાવ્રત એ રાગ છે. એ ધર્મનું સાધન નથી. રાગથી બંધ થાય છે, પણ રાગથી અંશ પણ નિર્જરા થતી નથી. પંચમહાવ્રતને નિર્જરાનું કારણ કહેવું એ તદ્દન જૂઠી વાત છે. અરે! લોકોએ તત્ત્વદષ્ટિનો વિરોધ કરીને અન્યથા માન્યું છે તે ક્યાં જશે? આવો અવસર મળ્યો અને તત્ત્વથી વિપરીત દષ્ટિ રાખીને સત્ય ન સમજે એવા જીવો અરેરે ! ક્યાં રખડશે? (૪-૨૧૧) (૧૨૮૧) ભાઈ ! અહાહા...! સમ્યગ્દર્શન સહિત અંતરમાં આનંદની રમણતા એનું નામ ચારિત્ર છે. એવા ચારિત્રવંત ભાવલિંગી મુનિવરોનાં દર્શન પણ આ કાળમાં મહાદુર્લભ થઈ પડ્યાં છે. એક વાર જંગલમાં ગયા હતા ત્યાં એમ થઈ આવ્યું કે અહા ! કોઈ ભાવલિંગી મુનિવર ઊતરી આવે તો! અહો ! એ ધન્યદશાનાં સાક્ષાત્ દર્શન થાય તો ! અહાહા..! મુનિપદ તો પરમેશ્વર પદ છે. નિયમસારમાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ એક કળશમાં (કળશ ૨૫૩માં ) એમ કહે છે કે મુનિમાં અને કેવળીમાં કિંચિત્ ફેર માને તે જડ છે. અહાહા..! આવું મુનિપદ તે પરમેષ્ઠીપદ છે. પદ્મપ્રભમલધારિદેવ અહીંથી વૈમાનિક દેવલોકમાં ગયા છે અને ત્યાંથી મનુષ્યપણામાં આવી કેવળજ્ઞાન પામીને સિદ્ધપદ પામશે. આવું અલૌકિક છે મુનિપદ! (૫-૩૬) (૧૨૦૨) ઉત્તમભાઈવધર્મ સમ્યગ્દષ્ટિને અને ચારિત્રવત મુનિરાજને હોય છે. સમકિતને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #441 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ળ છે. ગુરુ અથવા મુનિ ૪૨૯ અને શ્રાવકને તે અંશે હોય છે અને મુનિદશામાં સવિશેષપણે હોય છે. ઉત્તમ પુરુષો જાતિ અને કૂળનું અભિમાન કરતા નથી, શરીરનું બળ અને રૂપ વગેરેનું અભિમાન કરતા નથી તેમને જ્ઞાનનું પણ અભિમાન હોતું નથી. પરમાં અહંબુદ્ધિનો-માનનો ત્યાગ અને માઈવધર્મ કહે છે. આ ઉત્તમક્ષમાદિ દશ ભેદ ચારિત્રના છે અને એ ચારિત્ર સમ્યગ્દર્શન સહિત હોય છે. અહાહા! વિવેકજ્યોતિ પ્રગટ થવાથી જેઓ આત્માના નિર્મળ જ્ઞાન અને ધ્યાનમાં લીન રહે છે તે મુનિવરોને જગતના ક્યા પદાર્થો અભિમાન કરવા યોગ્ય લાગે? હું તો આનંદમુર્તિ છું, મારી ચીજ સદાય નિર્માન છે એમ વિચારી આત્માના ધ્યાનમાં સ્થિત રહેનારા તે મુનિવરો ઉત્તમભાઈવધર્મના સ્વામી છે. (પ-૧૧૫) (૧૨૦૩) નિજાનંદસ્વરૂપ નિજઘરને છોડીને ભગવાન! તે રાગ, નિમિત્ત અને પુણ્યના ઘરમાં પ્રવેશ કર્યો છે. ત્યાંથી નિજઘરમાં આવવું તે તે ભવનો અંત કરવાનો નિગ્રંથિનો માર્ગ છે. રાગથી ગ્રંથીથી ભિન્ન પડીને પૂર્ણાનંદના નાથનો અનુભવ કરવો, તેની પ્રતીતિ-શ્રદ્ધા કરવી એનું નામ નિગ્રંથદશા છે. છઠ્ઠી ગુણસ્થાને જે નિગ્રંથ દશા છે એ તો કોઈ અલૌકિક દશા છે, બાપુ! (પ-૧૧૮) (૧૨૦૪) ત્રણ કષાયોનો જેમને અભાવ છે એવા વિતરાગી મુનિરાજ ભગવાન તુલ્ય છે અહાહા...! સાચા ભાવલિંગી મુનિવરોને એક સેકન્ડની નિંદર હોય છે. એક સેકન્ડથી વધારે વખત નિંદ્રાધીન રહે તો મુનિપણું રહેતું નથી. આવી જ્ઞાનીને પર તરફ લક્ષ જતાં જતા રાગાદિ આવી જાય છે. પણ તેઓ તે રાગાદિ ભાવના કર્તા નથી, જ્ઞાતા છે. (પ-૧૩૩) (૧ર૦૫) ભાઈ ! આ વીતરાગી પરમેશ્વર સર્વજ્ઞ બાદશાહનો અલૌકિક માર્ગ છે! અહા! દિગંબર મુનિવરો પણ જાણે ધર્મના (અચલ) અંભ! કોઈની એમને પરવા નહિ. નાગા બાદશાહથી આઘા ! અંતરમાં નગ્ન અને બહાર પણ નગ્ન. મોટા બાદશાહની પણ એમને શું પરવા? સ્તવનમાં આવે છે ને કે- “જંગલ વસાવ્યું રે જોગીએ” અહાહા...! જંગલમાં આત્માના અતીન્દ્રિય આનંદમાં લહેરમાં પડેલા હોય છે. એવી સ્થિતિમાં જરા વિકલ્પ આવ્યો અને આવાં શાસ્ત્ર રચાઈ ગયાં છે. તેની પણ મુનિવરોને શું પડી ? જંગલમાં સૂકાં તાડપત્રનાં પીંછાં પડ્યાં હોય તેના પર કઠણ સળીથી શાસ્ત્રો લખી જંગલમાં મૂકી ચાલ્યા જાય છે. ત્યાં વળી કોઈ ગૃહસ્થ તેને ભેગાં કરી સાચવીને મંદિરમાં રાખી દે છે. આ સમયસાર આ રીતે લખાયેલું શાસ્ત્ર છે. (પ-ર૬૦). (૧૨૦૬ ) મુનિવરો પ્રમત્ત-અપ્રમત્તભાવમાં ઝૂલતા હોય છે. શાસ્ત્ર લખતાં લખતાં પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #442 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૦ અધ્યાત્મ વૈભવ ક્ષણમાં નિર્વિકલ્પ આનંદની દશા આવી જાય છે. વિહાર વખતે ચાલતાં ચાલતાં નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થઈ જાય છે. પોણી સેકન્ડની અલ્પ નિંદ્રા હોય છે; તરત જાગ્રત થઈ જાય છે અને આનંદમાં લીન થઈ જાય છે. અહો! આવી અદભુત અલૌકિક મુનિદશા હોય છે. ૫૨મેશ્વ૨૫દમાં તેમનું સ્થાન છે. સિદ્ધાંતમાં (શાસ્ત્રમાં) તેમને સર્વજ્ઞના પુત્ર કહ્યા છે. ગૌતમ ગણધર સર્વજ્ઞના પુત્ર એમ શાસ્ત્રમાં કથન છે. સર્વજ્ઞપદના વારસદાર છે ને! તેથી ભાવલિંગી મુનિવરો ભગવાન સર્વજ્ઞદેવના પુત્રો છે. સર્વજ્ઞપણું લેવાની અંદર તૈયારી થઈ ગઈ છે. અહા ! અંતર-આનંદમાં શું જામી ગયા હોય છે! એ અલૌકિક દશા ધન્ય છે. (૫-૨૬૦) (૧૨૦૭) . , શ્રાવકનું પંચમ ગુણસ્થાન તો કોઈ અલૌકિક ચીજ છે, બાપા! એને તો અંદર સ્વાનુભવના આનંદની રેલમછેલ હોય છે અને પ્રચુર આનંદનાં વેદનમાં ઝૂલતા મુનિની દશાની તો શી વાત! ભાઈ! ‘ણમો લોએ સવ્વાસાહૂણ ' –એવા ણમોકા૨ મંત્રના પાંચમા પદમા જેમનું સ્થાન છે તે વીતરાગી નિગ્રંથ મુનિનો તો અત્યારે નમૂનો દેખવા મળવો મુશ્કેલ છે. અહાહા...! જેમને ત્રણ કષાયના અભાવથી અંતરમાં આત્મા પ્રસિદ્ધ થઈ ગયો છે કે મુનિ અંતર્બાહ્ય નિગ્રંથ હોય છે. જરા પંચમહાવ્રતનો વિકલ્પ ઊઠે છે તે અપરાધ છે પણ તે ટળવા ખાતે છે. (૫-૩૩૬) (૧૨૦૮ ) બાપુ! ચારિત્ર તો કોઈ અલૌકિક દશા છે! અહાહા...! ધન્ય અવતાર! ધન્ય એ મુનિદશા !! જ્યાં અતીન્દ્રિય આનંદની છોળો ઊછળે છે એ મુનિદશા ધન્ય છે. જાણે ચાલતા સિદ્ધ! જ્યાં પંચમહાવ્રતનો વિકલ્પ કે દયા પાળવાનો વિકલ્પ અંતરની શાંતિને ખલેલ કરનારા ભાસે છે તે મુનિદશા કોઈ અપૂર્વ ચીજ છે. અહાહા...! જ્ઞાતા સદા શાતામાં જ છે, કર્મ સદા કર્મમાં જ છે અને રાગ રાગમાં જ છે આવી વસ્તુસ્થિતિ જેમાં પ્રગટ ભાસે છે તે મુનિદશાની શી વાત! (૫-૩૩૮ ) (૧૨૦૯ ) જુઓ, અશુભ આચરણની જેમ શુભ આચરણ પણ બંધનું કારણ હોવાથી નિષેધ્યું તો પછી મુનિવરો કોનું શરણ લે? શું પ્રવૃત્તિ કરે? તે કહે છે કે મુનિવરોને શુભાગરહિત નિષ્કર્મ અવસ્થા થતાં તેઓ અંદર અતીન્દ્રિય આનંદરસથી ભરેલા અમૃતસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતારૂપ-૨મવારૂપ પ્રવૃત્તિ કરે છે, ‘નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં' એમ ભાષા છે ને ? નિષ્કર્મ નામ ( શુભાશુભ ) કર્મથી નિવૃત્ત એવી અવસ્થામાં-એટલે કે શુદ્ધ ચૈતન્યમય અરાગી પરિણતિમાં પ્રવૃત્ત થાય છે. અહાહા...! મુનિવરો પોતે શુદ્ધ ચૈતન્યઘન ભગવાન અંદર અતીન્દ્રિય આનંદરસ-વીતરાગરસ-શાંતરસ ભર્યો પડયો છે તેમાં પ્રવૃત્ત થાય છે. લ્યો, આ મુનિવરોનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #443 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૩૧ અંતરંગ પ્રવર્તન છે અને આ જ માર્ગ છે. પંચમહાવ્રત અને નગ્નપણું એ કાંઈ મુનિપણું નથી; એ તો જડરૂપ બાહ્યલિંગ છે. સમજાણું કાંઈ ? (૬–૭૪ ) (૧૨૧૦) અશુભ આચરણની જેમ શુભ આચરણરૂપ કર્મનો નિષેધ કરવામાં આવતાં મુનિઓ કાંઈ અશરણ થઈ જતા નથી. આ પંચાસાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર-એ શુભાચારનો નિષેધ થઈ જતાં મુનિઓ શું આચરણ પાળશે એમ અશરણ થઈ જતા નથી; પરંતુ અંદર નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જે ત્રિકાળી બિરાજે છે તેના જ્ઞાનમાં આચરણ કરવું, તેના શ્રદ્ધાનમાં આચરણ કરવું એની સ્થિરતામાં આચરણ કરવું, ઇચ્છા નિરોધરૂપ આનંદમાં આચરણ કરવું અને વીર્યની શુદ્ધતાની ૨સનામાં આચરણ કરવું આ પ્રમાણે અતીન્દ્રિય આનંદની રમણતારૂપ પંચાચાર તેઓ પાળતા હોય છે. આવું નિષ્કર્મ અવસ્થારૂપ સ્વરૂપનું આચરણ મુનિઓને હોય છે તેથી તેઓ અશરણ નથી. અહાહા...! મુનિદશા-ચારિત્રની દશા કોઈ અલૌકિક હોય છે! મુનિવરો બહારમાં વસ્ત્રથી રહિત અને અંદર રાગના વિકલ્પથી રહિત શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં મગ્ન થઈને આનંદરૂપી અમૃતના ઘૂંટડા પીતા હોય છે. જેમ કોઈ શેરડીનો મીઠો રસ ગટક-ગટક ઘૂંટડાં ભરી-ભરીને પીએ છે. તેમ આ ધર્મી પુરુષો અંતરમાં અતીન્દ્રિય આનંદનો રસ ગટક-ગટક ઘૂંટડાં ભરી-ભરીને પીએ છે. તેમને એમાંથી બહાર નીકળવું ગોઠતું નથી. અહો! ધન્ય એ ચારિત્રદશા ! આ ધર્મ અને આ ચારિત્રદશા છે એને અહીં નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તન કહ્યું છે. (૬-૭૫ ) (૧૨૧૧ ) ભગવાન આત્મા ચૈતન્યના રત્નોનો સમુદ્ર છે. એમાં એકાગ્ર થઈને આચરણ કરતાંરમણતાં કરતાં વીતરાગી આનંદનો અનુભવ કરનારા મુનિઓને પોતાના આત્માનું શરણ છે. અહાહા...! રાગનો નિષેધ કરીને અંતરમાં ડૂબી જતા મુનિવરોને નિજ શુદ્ધાત્મા જ શરણ છે. અરહંતા શરણે, સિદ્ધા શરણું એ તો વ્યવહારથી શરણ કહેવામાત્ર છે. ( ૬–૭૬ ) (૧૨૧૨ ) ‘સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહા શરણ છે. ’ જુઓ, આ મુનિધર્મ કહ્યો અહાહા...! ત્રિકાળજ્ઞાનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે એમાં લીન થવું એ જ્ઞાનનું મહાશરણ છે. અર્થાત્ આત્મા સદાય શુદ્ધ વીતરાગસ્વભાવી વસ્તુ છે એનું જ મુનિઓને શરણ છે અને એ જ ધર્મ છે. અહા ! આ અઠ્ઠાવીસ મૂલગુણ, પાંચમહાવ્રત આદિ શુભાચરણ જો ધર્મ નથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #444 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૨ અધ્યાત્મ વૈભવ ચારિત્ર નથી એમ કહ્યું તો હવે શું કરવું? તો કહે છે ભગવાન ! સાંભળ, અંદર ચૈતન્યમૂર્તિ જ્ઞાયકભાવસ્વરૂપ, નિત્યાનંદ-સહજાનંદસ્વભાવી મહાપ્રભુ પરમ પદાર્થ ત્રિકાળ વિદ્યમાન અસ્તિપણે વિરાજમાન છે, એનું શરણ લે; એ શરણ છે. અહાહા...! મુનિવરો જે પરિણતિ દ્વારા સ્વભાવની દષ્ટિ અને લીનતા-રમણતા કરે છે તે વીતરાગી પરિણતિને એકમાત્ર શરણ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય જ છે પોતાની ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે સચ્ચિદાનંદ, પૂર્ણાનંદ, સહજાનંદ, અણકરાયેલ (-અકૃત્રિમ) સહજાન્મસ્વરૂપ અવિનાશી અનંતગુણધામ સદાય અંદર પડેલી છે એનો આશ્રય કરીને એમાં લીન થવું એ જ શરણ છે. (૬-૭૯) (૧૨૧૩) ભગવાન કુંદકુંદાચાર્ય દિગંબર સંત મહા મુનિરાજ મુનિ કોને કહીએ, મુનિપણું શું ચીજ છે એની વાત કરે છે. કહે છે-પુણ્ય અને પાપના વિકલ્પને મટાડતાં નિષેધતાં જેમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અતીન્દ્રિય આનંદના રસનો જઘન્ય-થોડો સ્વાદ આવે એવો અનુભવ તે સમ્યગ્દર્શન છે. કહ્યું છે ને કે રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ તાકો નામ.” તથા પોતાના જ્ઞાનાનંદસ્વભાવી ભગવાનનું (આત્માનું) આનંદરસના અનુભવથી યુક્ત જે પ્રચુર સ્વસંવેદન છે તે મુનિપણું છે. મુનિપણામાં પોતાની નિર્મળ પરિણતિને વસ્તુસ્વભાવનું શરણ (-આશ્રય) રહેલું છે. તથા એ નિર્મળ પર્યાય પણ શરણ છે. પ્રશ્ન- એ બેય શરણ કેમ હોય? ઉત્તર:- નિર્મળ પર્યાય ભગવાન આત્માનું શરણ ગ્રહણ કરે છે ને? તેથી આત્મા શરણ છે. તથા રાગ શરણ નથી એમ કહ્યું ત્યાં નિર્મળ પરિણતિનું શરણ છે એમ કહેવાય. વાસ્તવમાં તો પર્યાયને ધ્રુવ આત્મા જ શરણ છે. સમજાણું કાંઈ...? (૬-૮૦ ) (૧૨૧૪) ભગવાન આત્મા શુદ્ધ છે. એના અનંત ગુણો શુદ્ધ છે. આવા અનંત ગુણોનો ધરનારો એક ચૈતન્ય મહાપ્રભુ એકનું જ મનન વા તે એકની જ એકાગ્રતા તે મુનિ છે. જુઓ, આ મુનિ અને આ મોક્ષમાર્ગ કહ્યો. પણ પંચમહાવ્રત પાળે અને નગ્ન રહે માટે મુનિ એમ નથી કહ્યું. સૂક્ષ્મ વાત છે ભાઈ ! એકલું ત્રિકાળ નિત્ય, નિરાવરણ, અખંડ, એક, શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ જે નિજ પરમાત્મદ્રવ્ય તેનું મનન અર્થાત્ તેમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે મુનિ છે. આ મનનમાત્ર ભાવસ્વરૂપ મુનિની વ્યાખ્યા છે. તેને મુનિ કહીએ, શુદ્ધ કહીએ, પરમાર્થ કહીએ, કેવળી કહીએ વા સમય કહીએ એ બધું એક જ છે. (૬-૮૯). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #445 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૩૩ (૧૨૧૫) હવે ગુનો વિચાર કરીએ કે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયનું નિર્મળ વીતરાગ પરિણામ થયું છે અને જે વીતરાગ સ્વભાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું જ કથન કરે છે તે ગુરુ છે. જે બહારના દયા, દાન, વ્રત, તપ ભક્તિ ઇત્યાદિના શુભભાવમાં ધર્મ થવાનું માને અને મનાવે તે સાચા ગુરુ નથી, તે દિગંબર સાધુ નથી. ગુરુ સ્વયં શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આશ્રયે વીતરાગભાવને પ્રાપ્ત થયેલા છે અને વીતરાગી પરિણમનની જ પ્રરૂપણા કરે છે. વીતરાગપણું પ્રગટ કરો એમ એમના ઉપદેશમાં આવે છે અને તે વીતરાગતાચૈતન્યસ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે, ક્રિયાકાંડના આશ્રયે નહિ એવો સ્પષ્ટ તેમનો ઉપદેશ હોય છે. ક્રિયાકાંડ વડે વીતરાગતા પ્રગટ થાય એવી પ્રરૂપણા કરે તે સાચા જૈન ગુરુ નથી. (૬-૧૧૬) (૧૨૧૬) જે મુનિરાજ નિજ નિર્મળ વિજ્ઞાનઘન-સ્વભાવમાં ઠરે છે એણે રાગની આડે પાળ બાંધી દીધી છે અને તે આનંદ આદિ અનંતગુણની વૃદ્ધિને પામી મોક્ષમાં જાય છે. અહાહા....! અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન જ્યારે આસ્રવને રોકે છે ત્યારે એની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો ઉમેરો આવે છે. એ એની રિદ્ધિ વૈભવ છે. (૬-૩પ૯ ) (૧૨૧૭) ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પૂર્ણ જ્ઞાન અને આનંદના સ્વભાવે ભરેલો છે. સમકિતીને એની દશામાં, આત્મામાં જે આનંદસ્વભાવ છે તેનો અંશ જ પ્રગટ છે; છે એ સિદ્ધની જાતનો હોં. અને મુનિને? અહાહા...! જે મુનિ છે એને તો આનંદના પ્રચંડ ફુવારા ફૂટે છે. જેમ ફુવારામાંથી પાણી ફૂટે તેમ અંદર આનંદના નાથમાં જે અંતર-એકાગ્ર થયા છે એવા મુનિરાજને અતીન્દ્રિય આનંદની પ્રચંડ ધારા ફૂટે છે. એને કર્મનો ઘેરાવો શું કરે? (કાંઈ નહિ). એનું જ્ઞાન જ્ઞાનત્ત્વ છોડતું નથી અર્થાત્ આત્મા વીતરાગી શાંતિની પરિણતિને છોડતો નથી. અશાતાના ઉદયમાં ઘેરાયેલો હોય છતાં વીતરાગપણું-આનંદપણું છૂટતું નથી; કેમકે અનંતા કારણો મળવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે, કેમકે સ્વભાવને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ નાશ થાય. વીતરાગ પરિણતિ છૂટે તો વસ્તુનો જ નાશ થઈ જાય. (૬–૩૯૮) (૧૨૧૮) અહા ! દિગંબર સંતો-ભાવલિંગી મુનિવરો જ્ઞાનીને આત્મધ્યાની સ્વરૂપમાં નિમગ્ન જાણે ભગવાન” –સ્વરૂપ જ હતા. ભગવાનની વાણી પણ તેમને ભગવાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #446 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૪ અધ્યાત્મ વૈભવ સ્વરૂપ જ કહે છે. “ભગવાન શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિ’ –એમ પખંડાગમમાં શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિ ને “ભગવાન” કહ્યા છે. અહા ! જરી રાગનો ભાગ ન ગણો તો (ગૌણ કરો તો) તેઓ ખરેખર ભગવાન જ છે. શ્રી નિયમસારમાં (કળશ ર૫૩માં) આવે છે કે અરેરે! આપણે જડબુદ્ધિ છીએ કે વીતરાગ પરમેશ્વર અને વીતરાગપણાને પામેલા મુનિવરો વચ્ચે ભેદ કરીએ છીએ મતલબ કે વીતરાગી મુનિવરો વીતરાગ પરમેશ્વર જેવા ભગવાન સ્વરૂપ જ છે. ત્યાં (નિયમસારમાં) પહેલાં એ વાત કરી કે મુનિને કંઈક રાગ છે એટલો ફેર છે. પણ પછી તે કાઢી નાખીને (ગૌણ કરીને) વીતરાગપણાની મુખ્યતાથી તેઓ ભગવાન જ છે એમ કહ્યું છે. અહો! મુનિવરો ભગવાન ભટ્ટારક મહીં પૂજનીક છે. ભટ્ટારક એટલે કે સર્વજ્ઞસ્વભાવના અનુભવી અને અંદર આનંદનું પ્રચુર સ્વસંવેદન જેમને પ્રગટ થયું છે તે મુનિવરોને ભટ્ટારક કહેવામાં આવ્યા છે. (૭-૨૪૨) (૧૨૧૯) અહાહા..! અંતરમાં અતીન્દ્રિય આનંદની-પ્રચુર આનંદની લહેરમાં જે રમી રહે છે તે મુનિ ધર્માત્મા છે. એવા મુનિને કહે છે, પુણ્ય-પાપની ઈચ્છા નથી તથા આહાર-પાણીની ઈચ્છા નથી. ગજબ વાત છે ભાઈ ! મુનિરાજને આહાર-પાણીનો વિકલ્પ તો થઈ આવતો હોય છે, પણ આ વિકલ્પ મને સદાય રહેજો એમ વિકલ્પની તેમને ઈચ્છા નથી. આમ ચાર બોલ આવી ગયા. મુનિરાજને બીજું કાંઈ વસ્ત્ર-પાત્ર આદિ તો હોતાં નથી. અહા ! જેને વસ્ત્ર-પાત્ર હોય તે તો મુનિ જ નથી. વસ્ત્રપાત્ર સહિત મુનિપણું માને એ તો મિથ્યાદષ્ટિ છે. (૭-૨૯૪). (૧૨૨૦) મુનિદશા તો સ્વરૂપમાં વિશેષ-વિશેષ રમણતા-સ્થિરતારૂપ છે. સમ્યગ્દષ્ટિને સ્વરૂપમાં વિશેષ રમણતા થતાં પ્રચુર આનંદનું વેદના થાય છે ત્યારે મુનિદશા આવે છે. મુનિપણું આવતાં અતીન્દ્રિય આનંદની મસ્તીની ભરતી આવે છે; ભાઈ ! આ નગ્નપણું કે મહાવ્રતાદિ પાળવાં એ કાંઈ મુનિપણું નથી; એ તો રાગ છે, દોષ છે. પણ અરે! એણે શરણયોગ્ય નિજ આત્મસ્વભાવનું-અખંડ એક જ્ઞાયકભાવનું-શરણ કદીક પણ લીધું હોય તો ને? (૭-૩)) (૧૨૨૧). પ્રશ્ન- આપ એકલા કુંદકુંદાચાર્યને માનવા જશો તો બીજા આચાર્યોનું બલિદાન થઈ જશે? સમાધાન:- અરે ભાઈ ! તું શું કહે છે આ? શું આનો અર્થ આમ થાય? ભાઈ ! જેમ કુંદકુંદની વાણી છે તેમ અન્ય મુનિવરોની વાણી પણ સત્યાર્થ છે. પરંતુ ભાઈ ! જેની વાણીથી પ્રત્યક્ષ ઉપકાર ભાસે તેનો મહિમા અંતરમાં વિશેષ આવે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #447 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૩૫ ભગવાન કુંદકુંદની વાણીમાં થોડા શબ્દ અપાર ગાંભીર્ય અને સ્પષ્ટતા ભાસ્યાં તો તેમના પ્રતિ અહોભાવ-ભક્તિભાવ જાગ્યો. (એમાં બીજા મુનિવરો પ્રતિ અભક્તિનો ક્યાં સવાલ છે?) જુઓને, દર્શનસારમાં શ્રી દેવસેનાચાર્ય શું લખ્યું છે? કે “શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો, મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?' લ્યો, આથી શું દેવસેનાચાર્યની પરંપરામાં બીજા સમર્થ ગુરુવરો-મુનિવરો હતા જ નહિ એવો અર્થ થાય છે? એવો અર્થ ન થાય ભાઈ ! અત્યારે તો કેટલાક અજ્ઞાનીઓ ટીકા કરે છે કે ભગવાન કુંદકુંદાચાર્ય શ્રી સીમંધર પરમાત્મા પાસે ગયા હતા એ વાત સંમત કરવા યોગ્ય નથી. ત્યાંથી (શ્રી સીમંધર ભગવાન પાસેથી) વાણી લઈને પાછા અહીં આવ્યા અને બોધ કર્યો એ વાત સાચી નથી એમ કોઈ કોઈ કહે છે. પણ ભાઈ ! આચાર્ય દેવસેન તો આ કહે છે કે ભગવાન! આપ સીમંધર પરમાત્મા પાસે જઈને આવી વાણી ન લાવ્યો હોત તો મુનિજનો સત્યાર્થ ધર્મ કેમ પામત? માટે યથાર્થ વાત સમજવી જોઈએ. (૭-૩૩૪) (૧૨૨૨) પ્રશ્ન:- જ્ઞાનીને આ દ્રવ્યલિંગી છે એમ ઓળખાણ થઈ જાય? ઉત્તર- હા, થોડો પરિચય કરે એટલે ખ્યાલમાં આવી જાય. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે આ દ્રવ્યલિંગી છે. પણ જો બહારમાં ૨૮ મૂલગુણ આદિ આચરણ સાચું-બરાબર (આગમાનુસાર) હોય તો જાહેર ન કરે. જાહેર કેમ ન કરે? વ્યવહારમાં બહારથી બરાબર છે ને? તો જાહેર ન કરે કેમકે એમ કરવાથી સંઘમાં વિરોધ થાય. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં (આઠમા અધિકારમાં) આવે છે કે -જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે અંદરમાં આને નિશ્ચય ધર્મ નથી તથાપિ બહારમાં આચરણ બરાબર આગમાનુસાર હોય તો તે બહાર ન પાડે. વળી ત્યાં બીજી એ વાત પણ કરી છે કે ધર્મીને ખબર પડે કે આને નિશ્ચય ધર્મ છે નહિ તોપણ બાહ્ય આચરણ, પ્રરૂપણા આદિ યથાર્થ છે તો તે તેનો વંદનાદિ વિનય કરે છે. વ્યવહાર સાચો હોવો જોઈએ, બરાબર નિર્દોષ આહાર લેતો હોય, પોતાના માટે કરેલો આહાર કદી ન લેતો હોય ઇત્યાદિ બાહ્ય વ્યવહાર આગમ પ્રમાણે ચોખ્ખો હોય તો સમકિતી તેને આચરણમાં બહારથી વડેરા છે એમ જાણી વંદન કરે છે. પણ જો બાહ્ય આચરણ બરાબર ન હોય તો સમકિતી તેને વંદનાદિ વિનય ન કરે. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #448 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૬ અધ્યાત્મ વૈભવ (છઠ્ઠા અધિકારમાં) દષ્ટાંત આપ્યું છે કે-ચોમાસામાં કોઈ ચારણ ઋદ્ધિધારી મુનિવર નગરમાં આવ્યા તો શ્રાવકોને શંકા થઈ કે આટલામાં કોઈ મુનિ તો હુતા નહિ તો ક્યાંથી આવ્યા? તેથી તેમણે આહાર ન આપ્યો. (જોકે મુનિરાજ તો ઋદ્ધિને કારણે અધ્ધર રહીને આવ્યા હતા). લ્યો, આવું! તો પ્રત્યક્ષ ભ્રષ્ટ શિથિલાચારી હોય તેને સમકિતી વંદન આદિ ન કરે એવો મારગ છે. મારગ બહુ આકરો બાપા ! (૭-૪૨૫) (૧૨૨૩) આપના જેવા ગુરુ ધાર્યા પછી શું વાંધો છે? સમાધાન- અરે ભાઈ ! ગુરુ તો અંદર આત્મા પોતે છે. અહાહા...ચૈતન્ય મહાપ્રભુ આત્મા અંદર પોતાનો ગુરુ પરમાત્મા સ્વરૂપ વિરાજે છે, અને તેને પોતે દષ્ટિમાં લે ત્યારે તેણે ગુરુ ધાર્યા છે. સ્વરૂપમાં દષ્ટિ દીધા વિના “ગુરુ ધાર્યા છે' એ ક્યાંથી આવ્યું? ભાઈ ! માસ્ટર-કી (mster Key) છે. એને (માસ્ટરકીને) લગાડ્યા વિના બધું રણમાં પોક મૂકવા જેવું છે. સમજાણું કાંઈ...? (૭-૪૬ર) (૧૨૨૪) કોઈ લોકો કહે છે-એ (–શ્રી કાનજીસ્વામી) શ્વેતાંબર માન્યતાવાળા છે. એમ કે પોતે લુંગડાં પહેરે છે ને સાધુ નથી છતાં-સાધુ ગુરુ મનાવે છે. પોતે વસ્ત્ર પહેરે છે અને વસ્ત્રરહિતને ગુરુ માનતા નથી. પણ અમે સાધુ અર્થાત્ નિગ્રંથગુરુ ક્યાં છીએ ભાઈ ? અમારી તો ગૃહસ્થદશા છે. નિગ્રંથગુરુની, મુનિવરની તો અદભુત અલૌકિક અંતરદશા હોય છે. બહારમાં વસ્ત્રથી નર ને અંતરમાં રાગથી નગ્ન જેમની પરિણતિ થઈ છે એવી અદભુત દશા મુનિરાજની હોય છે. પરનું ભલું બુરું કરવાની બુદ્ધિ જેમને નાશ પામી છે અને જેમની જ્ઞાતા-દષ્ટાસ્વભાવની પરિણતિ પરિણતિ પ્રચુર આનંદરસથી ઉભરાઈ છે એવા ઉપશમરસમાં તરબોળ મુનિવરો હોય છે. અહા ! મોહગ્રંથિનો જેમણે નાશ કર્યો છે. એવા નિગ્રંથ ગુરુ-સાધુ જમ્યા પ્રમાણે રૂપના ધરનારા (યથાજાતરૂપધર) હોય છે. અહો ! ધન્ય તે મુનિદશા ! (૮–૧૮૩) (૧૨૨૫) અહાહા..! સ્વપરને જાણવામાત્ર જ પોતાનો સ્વભાવ છે તેને ગ્રહણ ન કરતાં જાણવામાં આવતા આ દેવ મારા, આ ગુરુ મારા, આ મંદિર મારું-એમ પારદ્રવ્યના અધ્યવસાય વડે પોતાને પરરૂપ કરે છે તેનું મોહ જ એક મૂળ છે એમ કહે છે. જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ આ પરદ્રવ્યના અધ્યવસાયનું મૂળ એક મોહ જ છે; અને તે અધ્યવસાય જેમને નથી તે અંતરંગમાં ચારિત્રના ધરનારા મુનિવરો છે. “વારિતં તુ ધો' ચારિત્ર છે તે ધર્મ છે, સાક્ષાત્ મોક્ષનું કારણ છે એમ ભગવાને કહ્યું છે અને આ ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. સામૂનોખ્ખો' એમ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #449 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ४७ કે નહિ? અહાહા....જેમાં સ્વ-પરને જાણવાના સહજ એક સ્વભાવવાળા આત્માની પરિપૂર્ણ પ્રતીતિ વર્તે છે તે સમ્યગ્દર્શને જ ધર્મનું નામ ચારિત્રનું મૂળ છે. આવા ચારિત્રવત મુનિવરોને એક મોહ જ જેનું મૂળ છે એવો પરદ્રવ્યનો-પરદ્રવ્ય મારું અને હું એને કરું એવો-અધ્યવસાન નથી એમ કહે છે. “મો– –ન્દ્ર' – એમ કહ્યું ને? મોહ જ એક જેનું મૂળ છે એવું આ અધ્યવસાન જેમને નથી તેઓ સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવા ચારિત્રના ધરનારા, પ્રચુર આનંદમાં ઝૂલનારા મુનિવરો છે. અહા ! જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ અધ્વસાનનું મૂળ મિથ્યાદર્શન છે અને તેવું અધ્યવસાન મુનિવરોને હોતું નથી. સમજાણું કાંઈ..? અહા ! એવો અધ્યવસાન કે મોહ જ એક જેનું મૂળ છે તે જેમને નથી તે જ મુનિઓ છે. મુનિવરોને છ કાયના જીવોની રક્ષાનો વિકલ્પ આવે છે ને? અહા! “હું છ કાયના જીવોની રક્ષા કરું' એવો પરના એકત્વનો અધ્યવસાન જેમને નથી અને જે વિકલ્પ આવે છે તેના જે સ્વામી-કર્તા થતા નથી તેઓ મુનિઓ છે એમ કહે છે. અહા! જેઓ શરીરાદિની ક્રિયા ને રાગની ક્રિયાને પોતાનામાં ભેળવતા નથી પણ પોતાથી પૃથક રાખીને તેને પોતામાં રહીને જે જ્ઞાતાપણે જાણે છે એવી જેમની દશા છે તે મુનિઓ છે. અહીં ઉત્કૃષ્ટ વાત લેવી છે ને? તેથી આવો પારદ્રવ્યનો અધ્યવસાન જેને નથી તેઓ મુનિઓ છે કે જે કર્મથી લેપાતા નથી-એમ અહીં કહે છે. સમજાણું કાંઈ....? (૧૬) અહાહા..! સંત-મુનિવર કોને કહીએ? જૈન સાધુ કોને કહીએ? કે જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે મુનિકુંજરો અર્થાત્ ઉત્તમ મુનિવરો છે. અહીં! તો એ ધર્માત્મા-સંતની ક્રિયા કઈ ? જુઓ, દેહની ક્રિયા થાય અને વ્રત, તપ, દયા, દાન આદિ રાગની ક્રિયા થાય તે એની-ધર્માત્માની ક્રિયા નહિ. એની તો સતરૂપ અહેતુક એક જ્ઞતિ જ ક્રિયા છે. આ જાણવા-દેખવાની, શ્રદ્ધવાની અને અંતરમાં ઠરવાની ક્રિયા એ જ એક એની સ્વાભાવિક ક્રિયા છે. વળી સતરૂપ અહેતુક જ્ઞાયક જ એનો એક ભાવ છે. આમાં દ્રવ્ય લીધું. ભગવાન આત્મા પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ એકલા ચૈતન્યરસ-જ્ઞાનરસનું સત્વ પોતે એક જ્ઞાયકભાવ સ્વરૂપ છેએમ સંતો અનુભવે છે. (૮-૧૯૬) (૧૨૨૭) જોયું? ભગવાન આત્મા અંતરમાં ઝળહળ ઝળહળ અમંદ નામ અતિ ઉગ્ર ચૈતન્યજ્યોતિ છે. અહાહા...! જાણગ-જાણગસ્વભાવે અંતરમાં અત્યંત પ્રકાશમાન ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા ભિન્ન વિરાજી રહ્યો છે. તેમાં અંતઃપુરૂષાર્થ કરતાં ભિન્ન ચૈતન્યજ્યોતિ અંદર પ્રકાશિત પ્રગટ થાય છે. અહીં કહે છે–આવી અંતરંગમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #450 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૮ અધ્યાત્મ વૈભવ પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ જરાપણ અજ્ઞાનરૂપ, મિથ્યાત્વરૂપ ને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી મુનિવરો શુભ કે અશુભ કર્મથી લેપાતા નથી; અર્થાત્ મુનિવરોને શુભાશુભ બંધન હોતું નથી. આને બાપા! મુનિ કહેવાય. અહો! મુનિપણું કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે! અરે ! લોકોને બિચારાઓને અંતરંગ મુનિદશાની ખબર નથી ! (૮-૧૯૯) (૧૨૨૮) અહાહા....! હું પરને જીવાડું, સુખી કરું ઇત્યાદિ અધ્યવસાન જ મુનિવરોને હોતા નથી; કેમકે પરને કોણ જીવાડી શકે ? કોણ સુખી કરી શકે? વળી પર ચીજ મારી છે; આ ગુરુ મારા, આ શિષ્ય મારા, આ સંઘ મારો ઇત્યાદિ અભિપ્રાય મુનિવરોને હોતો જ નથી. આખું જગત જેમાં ભિન્ન જ્ઞયપણે ભાસે છે તે જ્ઞાન જ મારું રૂપ છે એવું નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણ જેમને પ્રગટ છે તે મુનિકુંજરો છે. અહાહા..મુનિવરો કે જેમને મિથ્યા અધ્યવસાન વિદ્યમાન નથી તેઓ કર્મોથી લપાતા નથી જ્યારે મિથ્યા અધ્યવસાન જેમને છે તે અવશ્ય કર્મોથી લેપાય છે. આવી વાત છે. (૮-૨00) (૧૨૨૯) અહાહા...! મુનિવરો- શુદ્ધ એક જ્ઞાયકતત્ત્વના આરાધકો, કેવળીના કડાયતીઓ કેવળીના વારસદાર પુત્રો છે. કેવળ લેશે ને! તેથી તેઓ કેવળીના વારસદાર છે. અહા ! એ મુનિપણું કોને કહે બાપા! લોકોને અંતરંગ મુનિદશાની ખબર નથી. મુનિપણું એ તો પરમેશ્વર (પરમેષ્ઠી) પદ છે. અંદરમાં જેને ત્રણ કષાયના અભાવવાળી વીતરાગી શાંતિ પ્રગટી છે અને જેમને અતીન્દ્રિય પ્રચુર-અતિ ઉગ્ર આનંદનું વેદન વર્તે છે એવા ધર્મના સ્થંભ સમાન મુનિવરો હોય છે. (૮-૨૦૬) (૧૨૩૦) અહા! ભગવાન કુંદકુંદાચાર્ય ને એમના પછી હજાર વર્ષે થયેલા અમૃતચંદ્રાચાર્ય ભાવલિંગી વીતરાગી મુનિવર-સંત જેને અંતરમાં પ્રચુર અતીન્દ્રિય આનંદનાં ઝરણાં ઝરે છે તે કહે છે કે-મુનિને માટે જે આહાર બનાવ્યો હોય તે ઉદ્દેશિક છે, ને મુનિએ કહ્યું હોય ને બનાવ્યો હોય તે અધ:કર્મી છે. એ અધ:કર્મી ને ઉશિક આહાર સાધુને હોય નહિ અને છતાં કોઈ એવો આહાર લે તો તેના નિમિત્તે ઉપજતા બંધસાધક પાપને પચખતો નથી, અર્થાત તે પાપબંધ જ કરે છે. લ્યો, આ મુનિરાજ પોતે કહે છે. (૮-૩૪૫). (૧૨૩૧). અહાહા..! મુનિરાજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મામાં અંતર્નિમગ્ન હોય છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન ને પ્રચુર આનંદના સ્વામી છે. તેથી તેની ભૂમિકામાં ઉશિક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #451 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૩૯ આહાર ન લેવો એટલે કે એને લેવા પ્રત્યેનો ભાવ ન થવો એ સહજ છે; અને એને ઉદ્દેશિકનો ત્યાગ ને પચખાણ કહે છે. અહાહા....! અધઃકર્મ ને ઉદ્દેશિક આહાર એ તો પુદ્દગલદ્રવ્યનું કાર્ય છે, એને મુનિરાજ લે એ રાગનું અજ્ઞાનમય કાર્ય છે. પણ એવો રાગ એ મુનિદશામાં હોય જ નહિ. તેથી કહે છે કે-એ મારું કાર્ય નથી, એ નિત્ય અચેતન હોવાથી એને મારા કાર્યપણાનો અભાવ છે. અહો! આવી અલૌકિક મુનિની અંતરદશા હોય છે. સમજાણું કાંઈ... ? (૮-૩૪૭) (૧૨૩૨ ) દ્રવ્યલિંગી સાધુ હોય તે પણ પોતાને માટે બનાવેલા ઉદ્દેશક આહારપાણી લેતા નથી. જો પોતાને માટે બનાવેલાં આહાર-પાણી લે એવો એનો ભાવ હોય તો તે નવમી ત્રૈવેયક જઈ શકે નહિ. અહીં ! દ્રવ્યલિંગી પોતાને માટે બનાવેલા જળનું ટીપુંય, ખૂબ આકરી તૃષા હોય તોય, પ્રાણાંતે પણ ન લે એવો એને અંદર શુભભાવ હોય છે. પણ એ કાંઈ નથી. કેમકે એને અંદર તત્ત્વજ્ઞાન હોતું નથી, અર્થાત્ રાગના અભાવસ્વરૂપ શુદ્ધ ચૈતન્યનું પરિણમન તેને હોતું નથી. તે શુભભાવમાં સંતોષાઈ ગયો છે અને એનાથી ભિન્ન એક જ્ઞાયકસ્વભાવી આત્માની દૃષ્ટિ એ કરતો નથી. તેથી આત્મજ્ઞાન વિના પોતાને માટે કરેલો આહાર ન લે તોય એ કાંઈ (-ત્યાગ ) નથી. અહીં કહે છે-તત્ત્વજ્ઞાનપૂર્વક એટલે આત્મજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને એટલે ઉદ્દેશક આહારદિને પખચતો-લક્ષમાંથી છોડતો તે (-મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખે છે. જોયું? ઉદ્દેશક આહારાદિ લેવાનો ભાવ બંધસાધક ભાવ છે. અહા ! ઉદ્દેશિક આહાર લે એ બંધનો ભાવ છે ને તે મુનિને હોય નહિ, થાય નહિ. તેથી કહ્યું કે ઉદ્દેશિક આદિ આહા૨ના લક્ષને છોડે છે તે તેના નિમિત્તે થતા વિકારના બંધના પરિણામને છોડે છે, અર્થાત્ તેને બંધભાવ થતો નથી, અબંધ રહે છે. (૮-૩૪૯ ) (૧૨૩૩) ગૃહસ્થાશ્રમમાં સમકિતી તત્ત્વજ્ઞાની હોય તેને આહારાદિનો ભાવ હોય છે તે બંધભાવ છે. તે અસ્થિરતાનો દોષ છે, દષ્ટિમાં એને દોષ નથી. અહીં મુનિદશાની વાત છે. મુનિદશાની અંતર-સ્થિરતા એવી હોય છે જેથી તે નિમિત્તભૂત ઉદ્દેશિક આદિ આહારના લક્ષને છોડતો લક્ષભૂત બંધસાધક ભાવને છોડે છે, અર્થાત્ તેને ઉદ્દેશિક આદિ આહાર લેવાનો ભાવ ઉત્પન્ન થતો નથી. આવી મુનિદશા છે. તથાપિ કોઈ ઉદ્દેશિક આદિ આહારને ગ્રહણ કરે તો તે બંધ સાધકભાવમાં ઊભો છે, તેને અંત૨માં સાચું મુનિપણું નથી. આ કોઈ વ્યક્તિની વાત નથી; આ તો સિદ્ધાંત અને સત્ય શું છે-એની વાત છે. અહા! તત્ત્વદષ્ટિ-સમ્યગ્દષ્ટિને રાગનું પરિણમન હોય છે, પણ એનો એ કર્તા થતો નથી. અહીં તો મુનિને એય કાઢી નાખ્યું કેમુનિરાજને ઉદ્દેશિક આદિ આહાર નથી હોતો અને તત્સંબંધી (–નૈમિત્તિક) રાગનું પરિણમન પણ નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #452 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४० અધ્યાત્મ વૈભવ (૮-૩૪૯) હોતું. આ તો સિદ્ધાંત કહ્યો એમાં આ ચરણાનુયોગનો ન્યાય આપ્યો. (૧૨૩૪). નિશ્ચયથી મુનિમાર્ગ તો એક શુદ્ધોપયોગ જ છે. પરદ્રવ્ય સંબંધી વિકલ્પ છે એ કાંઈ મુનિપણું નથી. “જયધવલ” માં તો ત્યાં સુધી લીધું છે કે-મેં એક શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા કરી હતી, પણ એમાં હું ન રહી શક્યો ને આ છે કાયની દયાનો વિકલ્પ થયો, નિર્દોષ આહારનો વિકલ્પ થયો એમાં મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ, એમાં પચખાણનો ભંગ થયો; કેમકે પરતરફના વલણનો ભાવ વિકાર છે. એક સ્વદ્રવ્યના વલણનો ભાવ નિર્વિકાર છે. એમ કે મારે સ્વદ્રવ્યમાં જ રહેવું એવી પ્રતિજ્ઞા લીધી હતી ત્યાં અરે ! આ છે કાયના આદિના વિકલ્પ! જુઓ, મુનિને નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ આવે એમાં મુનિદશાને બાધ નથી, એથી મુનિપણું જાય નહિ પણ અને અધઃકર્મી, ઉશિક આદિ દોષયુક્ત આહાર લેવાનો વિકલ્પ આવે તો ત્યાં મુનિપણું રહેતું નથી. આવી વાત છે. હિત કરવું હોય તેણે હિતની સત્ય વાત સમજવી જ પડશે. અહીં તો સધળાય પરદ્રવ્ય તરફનું વલણ એટલે આહારનું વિહારનું, દેવ-ગુરુશાસ્ત્ર પ્રત્યે વિનય-ભક્તિનું વલણ છોડીને એક સ્વદ્રવ્યમાં આવવું ને રહેવું એ મુનિને હોય છે અને એ વાસ્તવિક મુનિદશા છે-એમ સત્ય સિદ્ધાંત સિદ્ધ કરે છે. (૮-૩૫૧) (૧૨૩૫) પરદ્રવ્ય બધા નિમિત્ત છે અને નિમિત્તને લક્ષે થતો વિકારી ભાવ નૈમિત્તિક છે. ધર્મી પુરુષો-મુનિવરો એ સમસ્ત પરદ્રવ્યના લક્ષને અને તેના સંબંધે થતા વિકારી ભાવને પચખે છે ત્યારે સ્વદ્રવ્યનો આશ્રય સંપૂર્ણપૂરો થાય છે અને એને કેવળજ્ઞાન થાય છે. આવી વાત છે. -ઉશિક આદિ દોષયુક્ત આહાર લેવાનો બંધસાધક ભાવ હોય ત્યાં મુનિપણું હોતું નથી; અને -સાચા ભાવલિંગી મુનિવરને નિર્દોષ આહાર-પાણી લેવાનો, છ જીવ-નિકાયની રક્ષાનો ઇત્યાદિ વિકલ્પ રહે ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી. ભાઈ ! સિદ્ધાંત તો આમ છે. ભગવાન કહેલાં તત્ત્વોનું સત્ તો આ રીતે છે. કોઈ ઉંધું માને એથી કાંઈ સત્ અસત્ ન થઈ જાય અને અસત્ સત્ ન થઈ જાય. (૮-૩૫૨) (૧૨૩૬) અધઃકર્મ એટલે સાધુ કહે કે મારા માટે આહાર-પાણી બનાવો અને ગૃહસ્થ એના માટે એ પ્રમાણે બનાવે તે આહારને અધઃકર્મ અર્થાત્ મહાપાપથી નીપજેલો આહાર કહેવાય. અને ઉશિક એટલે સાધુએ કીધું ન હોય પણ ગૃહસ્થે એને માટે કરેલો હોય તે ઉદ્દેશિક આહાર છે. જુઓ, આહાર નીપજે એમાં પાપકર્મ થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #453 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૪૧ ત્યાં એ પાપકર્મને અધઃકર્મ કહે છે. તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહે છે. જે પાપકર્મ છે એને તો અધઃકર્મ કીધું પણ આહારને પણ અધઃકર્મ કીધું. એનો અર્થ શું? કે અધઃકર્મથી નીપજેલો જે આહાર છે તેને ગ્રહણ કરવાનો ભાવ છે એ અર્ધઃકર્મ-પાપકર્મ છે ને તેથી આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે. વળી સાધુના નિમિત્તે ગૃહસ્થ જે આહાર-પાણી બનાવે તે ઉદ્દેશિક આહાર છે. આજે મહારાજ આહાર માટે પધારવાના છે, માટે એમના માટે આહા૨-જલ બનાવો એમ બનાવેલો આહાર ઉદ્દેશિક આહાર છે. (૮-૩૫૪ ) (૧૨૩૭) શું કીધું? કે આવો અધઃકર્મ ને ઉદ્દેશિક આહાર જેણે પચખ્યો–છોડયો નથી તેણે એના નિમિત્તે થતા વિકારી ભાવને પચખ્યો–છોડયો નથી. અહા ! વીતરાગના મારગડા ન્યારા છે પ્રભુ ! અત્યારે તો બધો ફેરફાર કરી નાખ્યો. આવું સત્ય બહાર આવ્યું એટલે એનો વિરોધ કરવા લાગ્યા કે–આ લોકો (–સોનગઢવાળા ) સાધુને માનતા નથી, અને એને મિથ્યાદષ્ટિ કહે છે. અરે ભાઈ ! અમને તો ‘ણમો લોએ સવ્વાહૂણં' છે; પણ શું થાય? સાચા સાધુ તો હોવા જોઈએને ! પણ જેની પ્રરૂપણા જ ‘આસ્રવથી સંવર થાય' –એમ વિપરીત છે તેનું શું કહેવું? તથા પોતાને માટે કરેલા આહારને ગ્રહણ કરે તેનું પણ શું કહેવું? એ તો પાપમાં ઊભો છે. અહા! પહેલાને શ્રદ્ધાનનો દોષ છે ને બીજાને ખોટી શ્રદ્ધા સહિત ચારિત્રદોષ છે. ભાઈ ! આ કોઈ વ્યક્તિની વાત નથી. આ તો સનાતન દિગંબર જૈનદર્શન-અનંતા તીર્થંકરોએ પ્રરૂપેલો મારગ-તે આ છે એમ વાત છે. અહા ! આવો મારગ ને આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાંય નથી. (૮-૩૫૫ ) (૧૨૩૮ ) અહા ! તત્ત્વજ્ઞાનપૂર્વક એટલે શુદ્ધ અંત:તત્ત્વ પ્રભુ આત્મામાં જ્ઞાન-શ્રદ્ધાન સહિત જેને ઉદ્દેશિક આદિ આહારને પચખ્યો–છોડયો છે તેણે તેના નિમિત્તે થતા વિકારના ભાવને પચખ્યો છે અર્થાત્ તેને તેવો વિકાર ઉત્પન્ન જ થતો નથી. ત્યારે કોઈ વળી કહે છે-અત્યારે તો ઉદ્દેશિક આહાર જ છે; બશેર પાણીનોય નિર્દોષ આહાર મળી શકે નિહ એવી સ્થિતિ છે. તો શું કરવું? શું કરવું? એ તો કહ્યું ને કે-દિગંબર ભાવલિંગી સંત-મુનિવરને ઉદ્દેશિક આદિ દોષવાળા આહારનો ભાવ હોતી નથી; અને એ ભાવોનું પચખાણ છે. તથાપિ કોઈ વિવશ થઈ ઉદ્દેશિક આદિ આહારને ગ્રહણ કરે છે. તો તેને અંતરંગમાં મુનિપણું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #454 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૨ અધ્યાત્મ વૈભવ હોતું નથી. કોઈને રુચે, ન રુચે પણ મારગ તો આવો છે. જેને મારગનું શ્રદ્ધાન નથી તેને મોક્ષમાર્ગ કેમ હોય? એ તો મિથ્યામાર્ગમાં જ છે. સમજાણું કાંઈ (૮-૩૫૫) (૧૨૩૯). આત્માને સાથે તે સાધુ છે. જેણે અંદરમાં આનંદને સાધ્યો નથી; તે સાધુ નથી; અર્થાત્ જે એકલા ક્રિયાકાંડમાં જ મગ્ન છે તે સાધુ નથી. અંદર અમૃતકુંભ પ્રભુ આત્મા પડયો છે તેને સાધીને જે પ્રગટ કરે તે સાધુ છે. અંદર વસ્તુ આનંદ સ્વભાવ છે એનું મનન કરવું, એમાં લીન થવું એનું નામ મુનિ છે. વસ્ત્ર સહિત સાધુ એ તો કુલિંગ છે. અને બાહ્યલિંગમાં જ મગ્ન છે એય વાસ્તવમાં સાધુ નથી. જે સ્વસ્વરૂપમાં જ નિરંતર મગ્ન છે તે જ પરમાર્થે સાધુ છે. અહો ! સાધુદશા કોઈ અલૌકિક ચીજ છે. (૮-પ૧૦). (૧૨૪૦) રાગપરિણતિ અને જ્ઞાનપરિણતિ બને ભિન્ન છે. રાગપરિણતિ પ્રકૃતિનો સ્વભાવ છે અને જ્ઞાનપરિણતિ જ્ઞાનસ્વભાવરૂપ છે બંને ભિન્ન છે. ત્યાં રાગરહિત નિર્મળ જ્ઞાનપરિણતિ તે મારી ચીજ છે. અને રાગપરિણતિ તે મારી ચીજ નથી-આવી સ્વપરની વિભાગપરિણતિથી જીવ સંયત છે. લ્યો, આને સંયત નામ મુનિ કહેવામાં આવે છે. માત્ર નગ્ન દિગંબર હોય ને બહારમાં મહાવ્રતાદિ પાળે માટે મુનિ છે એમ નહિ, પણ રાગ અને જ્ઞાનની વિભાગ પરિણતિથી જીવ સંયમ નામ મુનિ છે. (૯-૫૮) (૧૨૪૧) મોક્ષમહલકી પરથમ સીટી... અહાહા...! આવું સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે; અને મુનિપણાની તો શી વાત! ત્રણ કષાયના અભાવ સહિત જેને અંતરમાં પ્રચુર આનંદનો સ્વાદ અનુભવ છે અને બહારમાં જેને વસ્ત્રનો એક ધાગોય નથી, જંગલમાં જેનો વાસ હોય છે. અહા ! એ દિગંબર સંતોની શી વાત કરવી ? છેકે સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મોક્ષમાર્ગી મુનિવરોની દશા મહા અલૌકિક હોય છે. બાપુ! મુનિ એ તો સાક્ષાત્ ધર્મ –મોક્ષમાર્ગનું સ્વરૂપ છે. (૯-૧૦૬) (૧૨૪૨) અહો ! જંગલમાં વસતાં વસતાં સંતોએ કેવાં કામ કર્યા છે! અંદરમાં સિદ્ધની સાથે ગોષ્ઠી કરી છે, અર્થાત્ અંદર નિજ સિદ્ધસ્વરૂપનો અનુભવ પ્રગટ કરીને પોતે ભગવાન સિદ્ધના સાધર્મી થઈ બેઠા છે. વાહ! મોક્ષમાર્ગને સાધનારા સંતો સિદ્ધના મિત્ર છે, સાધર્મી છે. એમની આ વાણી છે. (૧૨૪૩) કુંદકુંદાચાર્ય કહે છે-“ના મોવો માળિય” નાગાને મોક્ષ કહ્યો છે. અહા! જેને (૯-૧૩૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #455 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૪૩ અંતરમાં તત્ત્વદૃષ્ટિ-વીતરાગદષ્ટિ પ્રગટી છે અને બહારમાં સહજ નગ્નદશા છે તેને મોક્ષનો માર્ગ ને મોક્ષ કહ્યો છે. વસ્ત્રસહિત મુનિપણું માનવું એ તો માર્ગ જ નથી. ઉન્માર્ગ છે. આચાર્ય કહે છે-વસ્ત્રસહિત જે મુનિપણું માને-મનાવે તે નિગોદમાં ચાલ્યા જશે, લસણડુંગળીમાં જઈને જન્મશે અને અનંતકાળ ત્યાં રહેશે. શ્રીમદ્ રાજચંદ્રજીએ એક વાર કરુણાÁ થઈ કહેલું કે-અરેરે! આ અમારો સત્યનો નાદ કોણ સાંભળશે? ભગવાનની વાણીનો આ પોકાર કે વસ્ત્રને એક ધાગો પણ રાખીને મુનિપણું માને-મનાવે કે માનનારાને ભલો જાણે તે ત્રણેય નિગોદગામી ; એકેન્દ્રિયમાં ઉપજી અનંતકાળ ત્યાં અનંત દુઃખમાં પડયા રહેશે. ભાઈ ! આવો મનુષ્યભવ માંડ કોઈ પુણ્યયોગે મળ્યો છે તેમાં જો દ્રવ્યદષ્ટિ પ્રગટ ન કરી તો પ્રભુ! તારા ઉતારા ક્યાં થશે? અરેરે ! તત્ત્વદષ્ટિ પામ્યા વિના ચોરાસીના ભવસિંઘુમાં તું ક્યાંય ગોથાં ખાતો ડૂબીને મરી જઈશ ! આવો માર્ગ સાંભળવા મળવોય આ કાળે દુર્લભ છે, માટે સાવધાન થા અને અંતરષ્ટિ કર. (૯-૨૪૭) (૧૨૪૪) અહા ! શુદ્ધ અંત:તત્ત્વની આવી વાત સાંભળનારાય આજે તો અતિ દુર્લભ છે. અહો ! સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે કે તું પણ અંદર મારા જેવો પરમાત્મા છો. એક સમયની પર્યાયમાં ભૂલ છે; તે સ્વાધીન દષ્ટિ થતાં નીકળી જવા યોગ્ય છે. અહા ! આઠ વર્ષનો બાળક પણ સમજણ કરીને કેવળ લે એવી તેની શક્તિ છે. આઠ વર્ષનો રાજકુમાર હોય તે ગુરુ પાસે જઈ અતિ વિનયવંત થઈને સાંભળે ને તેને અંતરમાં બેસી જાય કે-અહો! હું તો પૂર્ણાનંદનો નાથ એકલી શાંતિનો પિંડ છું. મને બીજા કોઈની અપેક્ષા–જરૂર નથી. અહા ! આવું ભાન થયા પછી એને અંદર એવું વૈરાગ્યનું દબાણ ઊભું થાય કે તે સ્વરૂપમાં વિશેષ રમવા માટે દિક્ષિત થવા ઈચ્છે અને ત્યારે તે માતાની પાસે જળને કહે કે હે માતા! આ શરીરને ઉત્પન્ન કરનારી તું જનેતા છો; તું મારા આત્માની જનેતા નથી. મેં મારા આત્માને જાણો-અનુભવ્યો છે, ને હવે હું પૂર્ણ સાધના કરવા જંગલમાં જાઉં છું. હે માતા! હવે હું બીજી માતા કરવાનો નથી, માટે માતા! મને રજા આપ. અહાહા...! મણિમય રતનથી જડેલા જેના રાજમહેલ છે એવા રાજાનો પુત્ર-રાજકુમાર માતાની આજ્ઞા લઈને પરિપૂર્ણ આનંદને સાધવા જંગલમાં ચાલ્યો જાય છે! અહો ! ધન્ય એ વૈરાગ્યનો પ્રસંગ! ધન્ય એ મુનિદશા !! અહા ! જેમ દ્રવ્યદૃષ્ટિવંત પુરુષ તીવ્ર વૈરાગ્યને પ્રાપત થતાં સાધનાની પૂર્ણતા કરવા માટે ગૃહવાસ છોડી જંગલમાં ચાલ્યો જાય છે તેમ, વર્તમાન પર્યાયમાં જે વિકાર ને અલ્પજ્ઞતા છે તે પોતાની દશા છે, કર્મને લઈને નથી-એમ પર્યાયની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #456 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४४ અધ્યાત્મ વૈભવ સ્વતંત્રતા અંતરમાં બેસતાં, તે દ્રવ્યની સ્વતંત્રતા નક્કી કરવા માટે પર્યાયનું લક્ષ છોડી સીધો ત્રિકાળી દ્રવ્યમાં ચાલ્યો જાય છે. અહો ! આવો અલૌકિક મારગ છે! * જી. અ9 ! આવા અલૌકિક મારગ છે ! (૯-ર૬૪). (૧૨૪૫) ભાઈ ! સાતમે ગુણસ્થાને ચૈતન્યનું તેજ ઘણું જ વધી ગયું છે તેને મુનિ કહીએ. મુનિપણું કોને કહેવું ભગવાન! અહાહા...! ધન્ય એ મુનિદશા! ધન્ય એ અવતાર! સમયસાર ગાથા ૫ માં શ્રી કુંદકુંદ આચાર્ય સ્વયં કહે છે-આત્માની શક્તિનું પ્રચુર સ્વ-સંવેદન તે અમારો નિજવૈભવ છે. અહાહા...! સમુદ્રમાં જેમ ભરતી આવે તેમ મુનિરાજને અંદરઅતીન્દ્રિય આનંદનીય ભરતી આવે છે. પ્રચુર સ્વસંવેદન એ મુનિનું ભાવલિંગ છે. મુનિરાજને છેકે ગુણસ્થાને જરીક વિકલ્પ આવે પણ તરત જ સાતમે ચઢી અંદર આનંદને સ્પર્શે છે. અહાહા...! મુનિરાજ સદા પોતાના ચૈતન્યચમત્કારમાત્ર સ્વભાવને સ્પર્શનારા એટલે અનુભવનારા છે, વેદનારા છે. ચોથે અને પાંચમે અંદર ઉપયોગ કોઈ કોઈવાર જામે, બે દિવસે, પંદર દિવસે, મહિને, બે મહિને જામે, પણ દિગંબર ભાવલિંગી સંત સંત મુનિવરને તો વારંવાર શુદ્ધ-ઉપયોગ આવી જાય છે. છટ્ટ ગુણસ્થાને પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ તો એને બોજો લાગે છે. અહાહા...! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેને વ્રતનો વિકલ્પ ઊઠે તે બોજો છે. મુનિરાજ તત્કાલ તે બોજાને છોડી પોતાના સ્વભાવને સ્પર્શે છે, અનુભવે છે. છથી સાતમે વારંવાર મુનિરાજ સ્પર્શે છે તેથી અહીં “નિત્ય” સ્વભાવસ્પેશઃ” એમ કહ્યું છે. (૧૦-૬૦) (૧૨૪૬) અહા! મુનિરાજ પોતાના સ્વરૂપમાં અતિ દઢ ગાઢ-પ્રગાઢ રમણતા કરે તે ચારિત્ર છે, અને તે મુનિરાજનો નિજવૈભવ છે. જુઓ આ નિજવૈભવ ! હજારો શિષ્ય હોય ને બહુ શાસ્ત્રજ્ઞાન હોય, લાખો માણસો એને પ્રવચનમાં સાંભળતા હોય તે નિજવૈભવ નહિ. એ તો બધી બહારની ચીજ પ્રભુ ! આ તો અંતરંગ સ્વસ્વરૂપમાં અતિ ગાઢ લીનતા-રમણતા કરે તે ચારિત્ર અને તે નિજવૈભવ-એમ વાત છે. અહાહા.! આવા ચારિત્રના વૈભવના બળથી જ્ઞાની જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. આહાહા...! ચારિત્રમાં અંદર એકાગ્રતા એવી દઢ વર્તે છે કે એકલો જ્ઞાનચેતનાના સંવેદનમાં તે પડયો છે. અહો ! આવી અલૌકિક મુનિદશા છે ભાઈ ! અત્યારે તો બધો ફેરફાર થઈ ગયો, બહારમાં દ્રવ્યલિંગના ઠેકાણાં ન મળે. ભાઈ ! આ તને માઠું લગાડવાની વાત નથી, આ તો તારા હિતની વાત છે પ્રભુ! અંદર આનંદનો નાથ સચ્ચિદાનંદનો નાથ પ્રભુ છે ઢંઢોળીને એમાં જ લીન-પ્રલીન થઈ પ્રચુર અતીન્દ્રિય આનંદને વેદે છે એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ....? અહાહા..! જ્ઞાની જ્ઞાનની સંચેતનાને વેદે છે. કેવી છે તે જ્ઞાન-સંચેતના? તો કહે છેચમકતી ચૈતન્યજ્યોતિમય છે. અહાહા....! જેની જ્ઞાન-પર્યાયમાં ચૈતન્યનો ચમકતો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #457 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૪૫ પ્રકાશ પ્રગટી ગયો છે. ચોથા ગુણસ્થાને ચૈતન્યનો અલ્પ પ્રકાશ છે, પણ ચારિત્રમાં ગાઢ અંતર્લીનતા થતા ચૈતન્યના તેજની ભારે ચમક અંદર પ્રગટ થાય છે. અહાહા..! આ તો અંતરદશાને જડ ભાષામાં કેમ કહેવી ? ભાષા ઓછી પડે છે ભાઈ ! “ચમકતી ચૈતન્યજ્યોતિમય છે' –એમ કહ્યું એમાં સમજાય એટલું સમજો બાપુ! (૧૦-૬ર) (૧૨૪૭) જુઓ, ચોથાને પાંચમા ગુણસ્થાને હુજુ કર્મચેતના ને કર્મફળચેતના હોય છે, સ્વામીપણે નહિ, પણ વેદનપણે હોય છે. મુનિને કર્મચેતના ને કર્મફળચેતના નથી. તેને જ્ઞાનચેતના છે. શું કીધું? પુણ્ય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના અને હરખશોકને વેદવું તે કર્મફળચેતના-એ મુનિને નથી. એનાથી જુદી નિજ જ્ઞાનાનંદ સ્વરૂપના પરિણમનરૂપ જ્ઞાનચેતનાનું અનુભવન તેને હોય છે. રાગનું કરવું ને રાગનું વેદવું મુનિને છૂટી ગયું છે, એને તો એકલું આનંદનું વે છે. અહાહા.! આવા ચારિત્રવત મુનિ મોક્ષની તદન નજીક હોય છે. પણ લોકો કહે છે-તમે (કાનજીસ્વામી) મુનિને માનતા નથી ને! મુનિને કોણ ન માને ભાઈ! એ તો પરમેશ્વર પદ છે. બાપુ! પણ યથાર્થ મુનિપણું હોવું જોઈએ ને! કહ્યું ને કે-તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે. અહાહા...! આવી અલૌકિક મુનિદશા હોય છે. (૧૦-૬૩) (૧૨૪૮) જુઓ એકલી નઝદશા ને બહારમાં મહાવ્રતનું પાલન કરે એ કાંઈ દિગંબર નથી, પણ અંતરમાં નિર્મળાનંદનો નાથ જ્ઞાનસ્વભાવી પ્રભુ પોતે છે તેને ઓળખી તેનાં શ્રદ્ધા-જ્ઞાનરમણતા કરે તે દિગંબર છે. અહાહા...! નાગા બાદશાથી આવ્યા. તેને સમાજની કાંઈ પડી નથી. દુનિયાને આ ગમશે કે નહિ એની એને કાંઈ પડી નથી. દુનિયાનું દુનિયા જાણે; અમે તો મોક્ષમાર્ગી છીએ. અમે તો અંદર આત્માની રુચિ અને જ્ઞાન-ધ્યાનમાં છીએ અને કહીએ તો એ જ (મારગ ) કહીએ છીએ. અહાહા ! મુનિરાજ તો નિર્મળાનંદ પ્રભુ આત્મામાં રમણ કરનારા ને તેમાં ચરનારાવિચરનારા છે. તેઓ નિત્ય અતીન્દ્રિય આનંદનું ધરાઈને ભોજન કરનારા છે. અહાહા...! જેમને આકુળતાની ગંધેય નથી એવા અનાકુળ સુખના ઢગલા છે એવા ચારિત્રવત મુનિને અંદર નિત્ય અતીન્દ્રિય આનંદની ભરતી ઉછળે છે. કોઈને થાય કે મુનિને વનમાં અનેક પરિષહ સહન કરવાના થતાં કેવાં દુઃખ વેઠવાં પડે? તેને કહીએ કે ભાઈ ! મુનિરાજને દુઃખ વેઠવું પડે એ તારી વાત ખોટી છે, કેમકે મુનિરાજને અકષાયી શાંતિ પ્રગટી હોવાથી તેઓ નિરંતર અતીન્દ્રિય આનંદની મોજમાં મસ્ત હોય છે. તેને અહીં ચારિત્ર કહ્યું છે અને તે મોક્ષમાર્ગ છે. (૧૦-૮૧). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #458 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૬ અધ્યાત્મ વૈભવ (૧૨૪૯). જેમાં શાંતિ, શાંતિ, શાંતિ. એવા અકષાયભાવરૂપ શાંતરસની રેલમછેલ થઈ જાય છે તે શાંતરસની દશાનું નામ ચારિત્ર છે. અહો ! શું એ વીતરાગી ચારિત્ર દશા! મહાવંદનીય દશા છે એ; એ તો પરમેષ્ઠીપદ છે ભાઈ ! મુનિરાજ નિત્ય આવી ચારિત્રદશાએ વર્તે છે, (૧૦-૮૨) (૧૨૫૦). જુઓ, ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દષ્ટિને અતીન્દ્રિય આનંદના સ્વાદની માત્ર ઝલક આવે છે, જ્યારે ચારિત્રવત મુનિરાજને તો વિશેષ સ્વરૂપ-રમણતા થવાથી અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે, તેને પ્રચુર આનંદ હોય છે. અહાહા.! મુનિરાજ જાણે અકષાયી શાન્તિનો પિંડ! (૧૦-૧૧૮) (૧૩૫૧) ભાવલિંગી મુનિરાજને ક્ષણમાં છઠું અને ક્ષણમાં સાતમું ગુણસ્થાન આવે છે. અહો! મુનિવરની આ કોઈ અલૌકિક દશા છે. અહીં! અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝુલતા હોય તેને જૈન-સંતમુનિવર કહીએ. બીજે તો આ વાત છે જ નહિ. સાતમથી છઠે આવે ત્યાં જ્ઞાનશ્રદ્ધાનની મુખ્યતા છે, કેમકે ત્યાં અસ્થિરતા હજુ છે. અરે ભાઈ ! જે ભાવથી તીર્થંકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ રાગ છે, તે આગ છે. સાતમે અપ્રમત્તદશામાં જતાં અસ્થિરતાનો રાગ છૂટી જાય છે. અહો ! આવી અલૌકિક દશા! ધન્ય એ મુનિદશા! શ્રીમદ એવી ભાવના ભાવે છે ને કે એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ-સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.” -અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અહા! આ શરીર મારું નથી, મારે ખપનું નથી. જંગલમાં વાઘ-સિંહ આવી ચઢે અને શરીર લઈ જાય તો ભલે લઈ જાય. મને જોઈતું નથી તે લઈ જાય છે એ તો મિત્રનું કામ કરે છે. અમે તો અંદર સ્વરૂપનું નિશ્ચલપણે ધ્યાન ધરી મોક્ષ સાધશું. અહા ! આવી વીતરાગી સમતા મુનિવરને ઘુંટાય ત્યારે તે અંદર સ્થિર થઈ શ્રેણી ચડે છે અને ત્યારે આ (જ્ઞાતાદષ્ટાનો ) સાક્ષાત્ અનુભવ હોય છે, તેને એકલા (નિર્ભેળ) અતીન્દ્રિય આનંદનું વેદન હોય છે. ત્યાં અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ હોય છે તેને અહીં ગણ્યો નથી. અહાહા...શાંતશાંત-શાંત આનંદના ધામમાં રમતાં રમતાં તે મોક્ષપદને સાધી લે છે. આવી અલૌકિક વાત છે. (૧૦-૧૩૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #459 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ४४७ (૧૨પર) જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી, અંદરમાં વિકલ્પનો ત્યાગ અને બહારમાં વસ્ત્રના ટૂકડાનો પણ ત્યાગ કરીને પૂર્ણ જ્ઞાનસ્વરૂપનો અભ્યાસ કરે છે, ઉપયોગને સ્વરૂપમાં જ થંભાવે છે. અહાહા ! તે નિજ આત્મ-બાગમાં અતીન્દ્રિય આનંદની રમત માંડે છે. તેને સર્વ બાહ્ય પરિગ્રહ છૂટી જાય છે. નિરાકુલ આનંદમાં ઝુલનારા વીતરાગી સંત મુનિવરને બહારમાં વસ્ત્ર પણ નહિ અને અંતરંગમાં વિકલ્પ પણ નહિ. બાપુ! બીજી ચીજ તો શું વસ્ત્રના ધાગાનો પણ પરિગ્રહ મુનિને હોઈ શકે નહિ. આવું જ મુનિદશાનું સહજ સ્વરૂપ છે. એથી વિપરીત માને તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. (૧૦-૨૦૯) (૧૨૫૩) અહા! અંદર જિનસ્વરૂપ જ પોતે છે, પણ અંતર-એકાગ્ર થઈ પોતાના સ્વરૂપને જ સ્વીકારતા નથી તે પાગલોને તેની પ્રાપ્તિ થતી નથી. શું થાય? પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યરાજાને જાણી તેનો અનુભવ કર્યો અને તેમાં જ લીન થયો તેણે ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું ને છોડવાયોગ્ય સર્વ છોડયું. અહો ! ધન્ય તે મુનિદશા ને ધન્ય તે અવતાર! પ્રચુર સ્વસંવેદનમાં લીન થયા તે મહામુનિરાજ તો બાદશાહોના બાદશાહ છે, પોતાની ચૂત લક્ષ્મીથી સર્વ શોભાયમાન છે. આવી વાત! બાકી બહારની સંપત્તિમાં લીન છે એ તો રાંકા છે, ભિખારા છે. શાસ્ત્રમાં “વરાકાઃ” તેમને કહ્યા છે. (૧૦-૨૧૫). (૧૨૫૪). અહો ! સંતોને અંદરમાં અતીન્દ્રિય આનંદરસના પ્યાલા ફાટયા છે. કહે છે અતીન્દ્રિય રસના વેદન-સંવેદન વિના માત્ર ક્રિયાકાંડ વડે અને બાહ્ય વેશ વડે કોઈ માને હું શ્રમણશ્રાવક છું તો તે જૂઠા છે; વ્યવહારવિમૂઢ અને નિશ્ચય-અનારૂઢ તેઓ પરમાર્થ પદને – ચૈતન્યપદને પામતા નથી–અનુભવતા નથી. (૧૦-૨૭૫) (૧૩૫૫) અહાહા..! જુઓ તો ખરા મુનિવરોની અંતરદશા! આત્મજ્ઞાની ધ્યાની નિજાનંદરસના અનુભવમાં લીન મુનિવરો, તેમને દેહની સ્થિતિ પૂરી થવાનો ખ્યાલ આવી જાય ત્યારે કેવુંક ચિન્તવન કરે છે! અહાહા..! ચલો સખી વહાં જઈએ, જહાં ન અપના કોઈ; કલેવર ભખે જનાવરા, મુવા ન રોવે કોઈ. અહાહા...! મુનિરાજ પોતાની શુદ્ધ પરિણતીને કહે છે-જ્યાં આનંદનો સાગર આનંદસુધાસિંધુ ભગવાન છે ત્યાં ચાલો જઈએ. અંદર એવા મગ્ન-લીન થઈએ કે કલેવરને-આ મડદાને શિયાળિયાં ખાઈ જાય તોય ખબર ન પડે, તથા દેહ છૂટી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #460 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૮ અધ્યાત્મ વૈભવ જાય તો કોઈ પાછળ રોનાર ન હોય. અહાહા....! કેવી અંતર-લીનતા અને કેવું નિર્મમત્વ ! આનંદસાગર આત્મામાં તલ્લીન થવા મહામુનિરાજ ગિરિગુફામાં ચાલ્યા જાય છે; નિશ્ચયથી તો નિજ શુદ્ધાત્મા ચિદાનંદ પ્રભુ છે તે જ ગિરિગુફા છે. ( ૧૧–૩૫ ) (૧૨૫૬) પ્રશ્ન:- હા, પણ આપ મુનિને માનતા નથી ને ? ઉત્ત૨:- અરે ભાઈ! અમે તો દિગંબર સંતો-મહામુનિવરોના દાસાનુદાસ છીએ. ત્રણ કષાયના અભાવવાળી અંતરંગમાં અતીન્દ્રિય શાંતિ-આનંદ પ્રગટયાં હોય એવી મુનિદશા તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. અહા ! આવી મુનિદશાને કોણ ન માને ભાઈ ? અહા ! દિગંબર સંતમુનિવરોની અંતર્બાહ્ય દશા કોઈ અદભુત અલૌકિક હોય છે. પણ બાહ્ય દ્રવ્યલિંગમાત્ર મુનિપણું નથી. આગમ પ્રમાણે બાહ્ય વ્રતાદિનો સાચો વ્યવહાર હોય તે દ્રવ્યલિંગી છે. પણ આગમ પ્રમાણેનો સાચો વ્યવહારેય ન હોય ત્યાં શું કરીએ ? ( ભાવલિંગ તો દૂર રહો). ચોકા લગાવી પોતાના માટે બનાવેલો આહાર લે એમાં તો આગમ પ્રમાણેના ચોખ્ખા વ્યવહારનુંદ્રવ્યલિંગનુંય ઠેકાણું નથી. ભાઈ! કોઈનો અનાદર કરવાની કે કોઈને દુઃખ લગાડવાની આ વાત નથી, પણ તારી ચીજ કેવી છે. મોક્ષમાર્ગનું સ્વરૂપ કેવું છે તે પોતાને સમજવા માટેની વાત છે. ( ૧૧–૭૮ ) (૧૨૫૭) આચાર્ય કુંદકુંદસ્વામીએ શાસ્ત્રમાં ( અષ્ટપાહુડમાં ) એમ કહ્યું છે કે-વસ્ત્રનો એક ટૂકડો રાખી જે પોતાને મુનિપણું માનશે-મનાવશે તે નિગોદમાં ચાલ્યો જશે. એમ કેમ કહ્યું? કેમકે વસ્ત્રનો ટૂકડો પણ રાખી મુનિપણું ત્રણકાળમાં હોઈ શકે નહિ. વસ્ત્ર રાખવાનો વિકલ્પ શરીર પ્રત્યેની મમતા-મૂર્ચ્યા વિના હોય નહિ, અને મમતા-મૂર્છા વિના હોય ત્યાં ચારિત્ર કેવું? એને ચારિત્ર માનવું એ તો મિથ્યાત્વભાવ છે, ને મિથ્યાત્વનું ફળ પરંપરા નિગોદ છે. શુભભાવ હોય તો સ્વર્ગ મળી જાય, ને તીવ્ર અશુભભાવ હોય તો જીવ નરકે જાય, પણ તત્ત્વની વિરાધનાનું ફળ તો નિગોદ છે. અહા ! તત્ત્વની આરાધનાનું ફળ અનંતસુખધામ એવું મોક્ષ છે, ને તત્ત્વની વિરાધનાનું ફળ અનંત દુઃખમય નિગોદ છે. આવી વાત સમજાય છે કાંઈ...? ( ૧૧–૧૬૪ ) (૧૨૫૮ ) અહાહા..! ભગવાન આત્મા વિકલ્પરહિત (શુદ્ધ) દિગંબર છે. મિથ્યાત્વના અભાવરૂપ પરિણમન કરે ત્યારે જીવ દૃષ્ટિમાં દિગંબર થયો કહેવાય. સમિકતી અને ભાલિંગી મુનિ દિગંબર છે. અહાહા..! અંદરમાં ત્રણ કષાયનો અભાવ અને બારમાં વસ્ત્રનો અભાવ તેનું નામ દિગંબર મુનિદશા છે. જો કે ૫૨દ્રવ્યનો સ્વભાવમાં અભાવ છે, ને પદ્રવ્ય નુકશાન કરતું નથી, પણ તેની મમતા છે તે નુકશાનનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #461 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૪૯ કારણ છે. વસ્ત્ર પ્રત્યેનો રાગ-મમતા છે તે નુકશાનનું કારણ છે. દેહની રક્ષાનો રાગ છે, મમતા છે તે નુકશાનનું કારણ છે. તેથી જ કપડાં રાખવાનો રાગ હોય ત્યાં સુધી મુનિદશા હોતી નથી. માર્ગ આ છે ભાઈ. આમાં શું કરવું-શું ન કરવું-તે તો પોતાને નિર્ણય કરવાની વાત છે. અમારી પાસે તો તત્ત્વદષ્ટિની આ વાત છે. જેને જેમ ઠીક પડે તેમ કરે, પણ વસ્ત્ર સહિત મુનિપણું માને-મનાવે તેની નવતત્ત્વની ભૂલ છે. અર્થાત્ તેની મિથ્યાત્વદશા છે. આવી વાત છે. ( ૧૧–૧૭૪ ) (૧૨૫૯ ) પ્રશ્ન:- ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી એમ આપ વારંવાર કહો છો, તો પછી ધર્મી પુરૂષો ગુરુ પ્રતિ વિનય-ભક્તિરૂપ કેમ પ્રવર્તે છે? ઉત્તર:- ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી-એ તો સત્ય જ છે. એવી જ વસ્તુસ્થિતિ છે. અહા ! શ્રી ગુરુ આવો વસ્તુસ્વભાવ દેશનાકાળે બહુ પ્રસન્નતાથી શિષ્યને બતાવે છે તો પાત્ર શિષ્ય તેને ઝીલીને ઉત્કટ અંતઃપુરુષાર્થ પ્રગટ કરી અંતઃનિમગ્ન સ્વરૂપ નિમગ્ન થઈ સાધકભાવના અંકુરા એવા સમકિતને ને આનંદને પ્રગટ કરી લે છે. હવે તેને વિકલ્પકાળે શ્રીગુરુ પ્રતિ બહુમાન અને વિનયભક્તિ અંદર હૃદયમાં ઊછળ્યા વિના રહેતાં નથી. સાધકદશા જ આવી હોય છે. અંદર લોકોત્તર આનંદનીદશા થઈ તેને બહા૨માં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય ભક્તિયુક્ત પ્રવર્તન હોય જ છે; તેનો વ્યવહાર પણ લોકોત્તર હોય છે. કોઈઆવી સાધકદશાને જાણે નહિ, ને ‘ગુરુથી જ્ઞાન થતું નથી. ગુરુ જ્ઞાનના દાતા નથી ’ એમ વિચારી શ્રીગુરુ પ્રતિ ઉપેક્ષા સેવે છે તે નિશ્ચયાભાસી સ્વચ્છંદી છે, આનંદને ઝીલવાની તેની પાત્રતા હજુ જાગી નથી. અહો! આવો નિશ્ચય વ્યવહારના સંધિપૂર્વકનો કોઈ અદભુત લોકોત્તર માર્ગ છે. જેને ગુણની-ધર્મની પ્રીતિ છે તેને ગુણવાન ધર્મી પ્રતિ આદર, પ્રમાદ ને પ્રીતિનો ભાવ થયા વિના રહેતો નથી. અંત૨ર્બાહ્ય વિવેકનો આવો મારગ છે ભાઈ! સમજાણું કાંઈ..? (૧૧-૨૦૦) — (૧૨૬૦) અહાહા...! સ્વાનુભવની સિદ્ધિ થતાં, ગુલાબ જેમ લાલ પાંખડીએ ખીલી ઊઠે તેમ, ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અનંત પર્યાય-પાંખડીએ ખીલી ઊઠે છે. અહા ! મુનિદશાની તો શી વાત! એને તો પ્રચુર સ્વસંવેદનની દશા છે. અહાહા...! પ્રચુર એટલે પુષ્કળ, સ્વ એટલે પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ આનંદનું વેદન-એવી અલૌકિક મુનિદશા છે. એનો જે ઉપાસક થાય તેય સમિકતી થઈ જાય છે; કેમકે જેણે ગુરુને ઓળખ્યા તેણે સાત તત્ત્વ જાણ્યા છે. ને તેણે પોતાના આત્માનેય જાણ્યો-ઓળળ્યો છે. અહાહા...! સાધુ-ગુરુ કોને કહીએ? સ્વરૂપની અતિ ઉગ્ર રમણતા તે સાધુદશા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #462 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૦ અધ્યાત્મ વૈભવ છે. પ્રવચનસારમાં સાધુને મોક્ષ તત્ત્વ કહ્યું છે. મોક્ષની તળેટીમાં વિરાજે છે ને! અહાહા...! જ્યાંસુધી શુદ્ધ રત્નત્રયની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનનું સાધકપણે પરિણમન છે. તે અપૂર્વ એવું અલૌકિક પરિણમન છે. સમજાય છે કાંઈ....? (૧૧-૨૨૮) (૧૨૬૧) અહાહા ! આચાર્યદવ કહે છે-અનાદિ કાળથી પુણ્ય-પાપ ને દેહની ક્રિયા મારી એવી ભ્રમણા વડે સંસારમાં ભમતા હતા. પણ હવે અમને અમારા ભગવાન ચિદાનંદઘન પ્રભુનો દષ્ટિ અને જ્ઞાન દ્વારા ભેટો થયો છે. આ સ્થિતિમાં હવે અમને પૂર્ણ પ્રકાશ-કેવળજ્ઞાન પ્રકાળ પ્રાપ્ત થાય એ જ ભાવના છે. હવે અમને પૂર્ણ આનંદના ભોગની ભાવના છે; બીજા વિકલ્પ ને વૃત્તિનું અમારે કામ નથી; પંચમહાવ્રતાદિના વિકલ્પથી અમને કામ નથી. અહાહા.... અમારી ચીજમાં પૂર્ણ ભાવના જ્ઞાનાનંદ સ્વભાવ ભર્યો છે, હવે તે સ્વભાવની પૂર્ણ વ્યક્તતા થાઓ બસ એ જ ભાવના છે. ભવનો અભાવ થઈને અમારી જે નિજ નિધિ-અનંત ચતુષ્ય છે તે પ્રાપ્ત થાઓ; આ સિવાય બીજી કોઈ (સ્વર્ગાદિની) અમને વાંછા નથી. પુણ્ય ઉપજાવીને સ્વર્ગે જાશું એવી વાંછા તો અજ્ઞાનીઓને જ હોય છે; જ્ઞાનીને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની જ ભાવના હોય છે. (૧૧-૨૪૩) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #463 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦. ધર્મ ') S છે. (૧ર૬ર) અહો ! ધર્મની મુદ્રા શું? તો જેમ ચલણી નોટ પર મુદ્રા મુખ્ય છે તેમ સુંદર આનંદઅતીન્દ્રિય આનંદ એ ધર્મની મુદ્રા છે અને એ મુખ્ય છે. (૧-૮૫). (૧૨૬૩) ધર્મ એ તો આત્મ-અનુભવની ચીજ છે, ભાઈ ! કોઈ જીવ પ્રભાવનામાં કરોડો રૂપિયા ખર્ચ, લાખોનાં મંદિરો બંધાવે માટે તેને ધર્મ થઈ જાય એમ નથી. તે કાળે રાગ મંદ કરે તો શુભભાવ થતાં પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. મંદિર બનવાની ક્રિયા તો પરમાણુથી બને છે, તે આત્મા કરી શક્તો નથી. હા, આત્મા આ કરી શકે કે-પુણ્ય-પાપથી ભિન્ન પડી અંતર અનુભવ વડે અનાકુળ શાંતિ અને આનંદ ઉત્પન્ન કરી શકે, અને એ જ નિશ્ચયધર્મ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પણ જૂહી છે. અરે! આવું સાંભળવા પણ ન મળે ને અંદર અનુભવ ક્યારે કરે? ધર્મ બહુ દુર્લભ ચીજ છે, ભાઈ ! ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા તેથી એ તો સુલભ છે. પણ રાગથી ભિન્ન પડી ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપમાં આરૂઢ થવું મહા દુર્લભ છે. (૧-૮૬) (૧ર૬૪) અહીં તો દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્મા એમ ભેદ પાડી પરમાર્થ વસ્તુ સમજાવતાં જ્યાં અભેદ ત્રિકાળી જ્ઞાયકનો સ્વીકાર અને સત્કાર થયો કે તુરત જ અંતરમાં આનંદના સ્વાદ સહિત સુંદર બોધતરંગો ઊછળે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. આનું નામ ધર્મ છે. (૧-૧રર ) (૧૨૬૫) ભાઈ ! લક્ષ્મી -પૈસો એ તો પૂર્વનાં પુણ્ય હોય તો ઢગલા થઈ જાય છે. એમાં કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. તથા મહેનતથી એ મળે છે એમ નથી. જ્યારે ધર્મ તો પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે પોતે પુરુષાર્થ કરવો જોઈએ. (૧-૨૩૫). (૧ર૬૬) રાગ દ્વારા જ્ઞાનનું વેદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા એકલું વેદન એ ધર્મ છે. આ ધર્મ અને અધર્મની વ્યાખ્યા છે. જ્ઞયાકાર જ્ઞાનનો અનુભવ કરે તો મિથ્યાત્વ સહિત દુ:ખનું વેદન છે. આ શાસ્ત્ર-સ્વાધ્યાય થાય છે ને, એ પણ વિકલ્પ છે. એ વિકલ્પ દ્વારા જ્ઞાનનો અનુભવ થવો એ અધર્મ છે. અજ્ઞાની જીવને રાગમિશ્રિત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #464 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૨ અધ્યાત્મ વૈભવ જ્ઞાનનું ઢંકાઈ જવું અને જ્ઞાનભાવથી અનુભવમાં આવવું એવા એકાકાર જ્ઞાનના સ્વાદનો અનુભવ આવતો નથી. અહાહા....! આત્મા તો વીતરાગ સ્વભાવનો પટારો છે. વીતરાગસ્વરૂપ જ છે. એના તરફના ઝુકાવથી એકલા જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો-અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ છે. તે ધર્મ છે. (૧–૨૬૫ ) (૧૨૬૭) પ્રશ્ન:- એને વ્યવહારે ધર્મ કહ્યો છે ને? ઉત્ત૨:- વ્યવહારે ધર્મ કહ્યો છે, પણ કોને ? સમ્યગ્દષ્ટિને, જેને ( દૃષ્ટિમાં ) રાગનો અભાવ છે, શુદ્ધ ચૈતન્યના આનંદના અમૃતનો સ્વાદ આવ્યો છે અને શાંતિ થોડી અંદર વધી છે એવા સમિતીને જે વ્રતાદિના વિકલ્પ હોય તેને વ્યવહારધર્મ, પુણ્યધર્મ કહ્યો છે. ભાઈ ! આ તો જન્મ-મરણરહિત થવું હોય એની વાત છે. જેને હજુ સ્વર્ગના અને શેઠાઈના અને રાજા વગેરેના ભવ કરવાની હોંશ હોય એને માટે આ વાત નથી. એ ભવ સારાં નથી પણ દુઃખમય છે. (૨-૩૯ ) (૧૨૬૮ ) ભક્તિવાળા એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં ધર્મ થાય, દયા પાળનારા એમ કહે છે કે પરની દયા પાળતાં પાળતાં ધર્મ થાય, પૈસાવાળા એમ કહે છે કે પાંચ પચાસ લાખનું દાનમાં ખર્ચ કરીએ તો ધર્મ થાય. એ ત્રણે જૂઠા છે. ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. કહ્યું નેકે “ વસ્તુ સહાવો ધમ્મો” ભગવાન આત્મા વસ્તુ જે ત્રિકાળ આનંદઘનસ્વભાવી છે એની દષ્ટિ કરીને, એનું જ્ઞાન કરીને એમાં રમણતા કરવી એ વસ્તુનો સ્વભાવરૂપ ધર્મ છે. (૨-૪૦) (૧૨૬૯ ) આ અનુભૂતિ-નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ એ ધર્મ છે, સાક્ષાત્ ધર્મ છે. પણ દયા, દાન, પૂજા આદિ પરંપરા (ધર્મ) છે એમ નથી. પરંપરા ધર્મ કહ્યો છે ને ? કહ્યો છે, પણ એ કોને લાગુ પડે? જેને રાગમાં ધર્મ છે એવી માન્યતા ટળી ગઈ છે અને આત્માનો આનંદ છે એ ધર્મ છે એવી દષ્ટિ થઈ છે એને શુભભાવ પરંપરા ધર્મ છે એમ લાગુ પડે છે; કેમ કે એણે અશુભ ટાળ્યું છે અને આત્માની દષ્ટિ વડે એ શુભ ટાળશે. પણ હજી જે શુભભાવમાં ધર્મ માને એને તો પરંપરા લાગુ પડતી નથી, કેમકે એ તો મિથ્યાદષ્ટિ છે. માર્ગ જુદા છે, બાપા! બહારના બધા ડહાપણમાં ગુંચાઈને મરી જાય પણ અરેરે ! બિચારાને આ અંતરના ડહાપણની (૨૦૪૨ ) ખબર નથી. (૧૨૭૦) ભાઈ, ભગવાનની સેવાના ભાવ એ તો પુણ્ય છે, શુભભાવ છે (અશુદ્ધભાવ છે ) અને આ નિજપ૨માત્માની સેવા-એકાગ્રતા એ શુદ્ધભાવ છે, ધર્મ છે. (૨-૪૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #465 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્મ ૪૫૩ (૧૨૭૧). ધર્મ તો વસ્તુના સ્વભાવને કહે છે. કહ્યું છે ને કે – “વલ્થ સદાવો ઘમ્મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વસ્તુ જે આત્મા છે તેમાં અનંતગુણો (ધર્મો) રહેલા છે. વસેલા છે. તેથી તેને વસ્તુ કહે છે. ગોમ્મદસારમાં આવે છે કે જેમાં અનંત ગુણ વસ્યા-રહેલા છે તેને વસ્તુ કહે છે. અહાહા..! જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતા, સ્વચ્છતા, ઈશ્વરતા ઇત્યાદિ અનંતગુણ વસ્તુમાં વસેલા છે એવી અંતરદષ્ટિપૂર્વક સ્વીકાર, શ્રદ્ધા-પ્રતીતિ કરીને, અનંતગુણસંપન્ન ભગવાન આત્મા છે તેની તરફના ઝુકાવથી-સ્વભાવ-સન્મુખતાથી એક્તા થવી તેનું નામ ધર્મ છે. બાકી બધી વાતો છે, ભાઈ ! (૨-૪૭) (૧ર૭૨) આ ધર્મની વાત ચાલે છે. પર પદાર્થોનું જ્ઞાન કરવાનો મારો સહજ સ્વભાવ છે એમ જાણવું એનું નામ ધર્મ છે. ધર્મ એટલે શું? કે પરપદાર્થ અને મારે કાંઈ પણ સંબંધ નથી. પરંતુ પરપદાર્થ સંબંધી જ્ઞાન કરવાનું મારામાં સ્વપરપ્રકાશક સામર્થ્ય છે. એ સ્વરપ્રકાશક સામર્થ્યમાં સ્વનું પરિણમન કરવું એ ધર્મ છે. (૨-૨૦૩) (૧ર૭૩) પ્રશ્ન- તો બહારમાં ધર્મનો પ્રચાર કરવો કે નહિ? ઉતર:- બાપુ! ધર્મ ક્યાં બહારમાં રહ્યો છે? ધર્મની પર્યાય તો ચૈતન્યસ્વભાવથી વ્યાસ ચિદાનંદ ભગવાનની તરફ ઢળતાં પ્રગટ થાય છે, અને ત્યારે શુભરાગ તો ભિન્ન રહી જાય છે. ભાઈ ! જેને ધર્મની પર્યાય-અનુભૂતિ પ્રગટ થાય છે તે ધર્મીને તો એ રાગની પર્યાય પોતાની ભિન્ન ભાસે છે. અનુભવમાં રાગ આવતો નથી એમ કહે છે. અહાહા ! શુભરાગ હોય છે ખરો, પણ એ તો સ્વથી ભિન્ન છે એમ ધર્મી જીવ જ્ઞાન કરે છે. (૩-૨૧૧) (૧૨૭૪). શુભ આચરણથી જીવને ધર્મ થાય એ વાત અજ્ઞાનીને એવી અતિશયપણે દઢ થઈ છે કે ત્યાંથી ખસવુ એને કઠણ પડે છે. એને મન પ્રશ્ન થાય છે કે શુભભાવને તમે ધર્મ નથી કહેતાં તો શું ખાવું-પીવું અને મોજ-મઝા કરવી એ ધર્મ છે? અરે, પ્રભુ! તું શું કહે છે? એ વાત જ અહીં ક્યાં છે? ખાવા-પીવામાં જે શરીરાદિની ક્રિયા છે એ તો જડની છે. એને તો તું કરી શક્તો નથી, તથા ખાવા-પીવાનો જે રાગ છે એ તો અશુભ જ છે. એનાથી તો ધર્મ કેમ હોય? પરંતુ જે વ્રત-તપ-ઉપવાસાદિનો ભાવ છે તે પણ શુભરાગ જ છે. આ શુભાશુભ બન્ને પ્રકારના રાગ સ્વયં થયેલા ચૈતન્યના વિકાર છે, ચૈતન્ય-સ્વરૂપ નથી, સ્વભાવની દષ્ટિથી જોતાં તેઓ ચૈતન્યથી ભિન્ન જણાય છે. (૩-૨૨૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #466 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૪ અધ્યાત્મ વૈભવ (૧૨૭૫) ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, કહે છે કે પરમાનંદસ્વરૂપ-જ્ઞ-સ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લેતાં જે જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તે અનાકુળ દશા છે, શાંતરસના અનુભવની દશા છે, અને તે ધર્મ છે. તથા તે જ જીવનો સ્વભાવ છે. આ સ્વભાવપર્યાયની વાત છે. ભગવાન આત્મા અનાકુળ આનંદની મૂર્તિ છે. તેની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં જે નિરાકુળ આનંદની દશા-ઉપશમરસની દશા પ્રગટ થાય છે એ સ્વભાવની દશા છે અને એ ધર્મ છે. ભાઈ ! વસ્તુને વસ્તુ તરીકે રાખ. તેને ફેરવવા જઈશ તો સત્ય હાથ નહિ આવે. (૩-૨૪૨). (૧૨૭૬) સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ સ્વાનુભવ કરતાં અંતર ચિલ્શક્તિમાંથી પર્યાયમાં મોટી ભરતી આવે છે. આવો માર્ગ છે. કોઈને એમ થાય કે આવો ધર્મ! પ્રશ્ન:- આ કઈ જાતનો ધર્મ છે? સોનગઢથી નવો ધર્મ કાઢયો છે? ઉત્તર- ભાઈ ! આ નવો ધર્મ નથી, બાપુ! આ તો અનાદિનો ધર્મ છે. તે સાંભળ્યો ન હોય એટલે તને નવો લાગે છે. અનાદિથી તીર્થકરો, કેવળીઓ અને દિગંબર સંતો પોકારીને આ જ કહે છે. પ્રશ્ન:- આ ધર્મ શું વિદેહક્ષેત્રમાંથી આવ્યો છે? ઉત્તર:- ના, આ તો આત્મામાંથી આવ્યો છે. અહીં કહે છે કે ચિલ્શક્તિનો અનુભવ કરતાં તે સ્વયં પોતાની મેળે જ અતિ વેગથી પ્રગટ થાય છે અને તે જગતને જોરથી ઉગ્રપણે અત્યંત પ્રકાશે છે. અર્થાત સમ્યગ્દર્શનમાં પ્રકાશે છે અને કેવળજ્ઞાન થતાં પણ તે પ્રકાશે છેએમ બે અર્થ છે. (૩-૨૪૫) (૧૨૭૭). ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાના આશ્રયે અંદરમાં જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય ઉત્પન્ન કરે છે ત્યારે તે ધર્મની ઉત્પત્તિ થવાની પ્રથમ ક્ષણ છે. હવે તે વખતે રાગવ્યવહાર હતો માટે ધર્મની ઉત્પત્તિ થઈ છે એમ નથી. વ્યવહાર-રાગની ઉપસ્થિતિ ભલે હોય, પણ એનાથી ધર્મની પરિણતિ થઈ નથી. (૩-૨૫૧) (૧૨૭૮). જેમ અગ્નિમાં ઉષ્ણતા એકરૂપ છે તેમ આત્મા અને એનો જ્ઞાનસ્વભાવ એકરૂપ છે, તરૂપ છે. તાદામ્યરૂપ છે. આવા જ્ઞાનસ્વભાવી આત્માની સન્મુખ થઈ એકાગ્રતા થતાં જે પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ છે. (૪-૨૦) (૧૨૭૯). કહ્યું નથી કે-વસ્તુનો સ્વભાવ તે ધર્મ? અહાહા..! વસ્તુનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન અને આનંદ છે. અને તે એનો ત્રિકાળી ધર્મ છે. હવે તે ત્રિકાળીને લક્ષમાં લઈ નિર્મળ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #467 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્મ ૪૫૫ જ્ઞાન અને આનંદપણે પરિણમે તેનું નામ પ્રગટ ધર્મ છે. અને ત્રિકાળીનો અનાદર કરીને દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવના પ્રેમમાં રોકાઈ વિકા૨૫ણે પરિણમે છે તે સ્વભાવથી વિરુદ્ધ અધર્મ છે, તેને ચૈતન્યસ્વભાવનું પરિણમન હોતું નથી. (૪-૨૮ ) (૧૨૮૦) આત્મા છ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર જે નિર્મળ અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તે ભૂતાર્થ છે. તેના ઉપર દૃષ્ટિ દેતાં મિથ્યાદર્શનનો વ્યય અને સમ્યગ્દર્શનનો ઉત્પાદ થાય છે. પર્યાયના ભેદને લક્ષમાં લેવો તે અશુદ્ધતા છે. એક સમયની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તેનાથી ભિન્ન, સંયોગથી ભિન્ન અને દયા, દાનના વિકલ્પથી પણ ભિન્ન અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. તેનો આશ્રય કરવાથી ધર્મની શરૂઆત થાય છે. આ ધર્મ પામવાની વિધિ છે. (૪-૬૧ ) (૧૨૮૧ ) ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ ચૈતન્યઘન પ્રભુ છે તેમાં આરૂઢ થાય તે જ સાચી દયા, સાચી જાત્રા અને સાચી ભક્તિ છે, અને તે ધર્મ છે. ભગવાન આત્મા પોતે તીર્થસ્વરૂપ છે. તેમાં આરૂઢ થવું તે જાત્રા છે. ( ૪–૧૦૬ ) (૧૨૮૨ ) પ્રથમ પોતાની વસ્તુ સ્વતંત્ર છે એની ખબર વિના ધર્મ કેમ થાય? કરનારને પ્રથમ ખ્યાલ હોવો જોઈએ કે અજ્ઞાનભાવે જેટલા વિકારી પરિણામ થાય છે તે મારાથી સ્વતંત્ર થાય છે; અને તે કાળે જડ કર્મની પરિણતિનું કાર્ય પુદ્દગલથી ત્યાં સ્વતંત્ર થાય છે. મને રાગદ્વેષ થાય માટે ત્યાં જડકર્મનું પરિણમન થાય છે એમ નથી. પ્રથમ પર્યાયમાં વિકારની સ્વતંત્રતા મારાથી છે અને કર્મની પર્યાયમાં કર્મની સ્વતંત્રતા છે એમ લક્ષમાં આવવું જોઈએ. ભાઈ! હજુ પર્યાયની સ્વતંત્રતા જેને બેસતી નથી તેને દ્રવ્ય જે વ્યક્ત નથી તેની સ્વતંત્રતાની વાત કેમ બેસે ? પોતાની જે પર્યાય પ્રગટ તે સ્વતંત્ર છે, પરને લઈને નથી. અને કર્મનું બંધન થાય તે કર્મને લઈને છે, જીવને લઈને નથી. આવી સમય-સમયની પર્યાયની સ્વતંત્રતાની વાત જેને ન બેસે તેને આનંદકંદ પ્રભુ ત્રિકાળી શુક્ર સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવની સ્વતંત્રતા દૃષ્ટિમાં નહિ બેસે અને તેને સમ્યગ્દર્શન પ્રગટ નહિ થાય. જે પ્રગટ દશા છે એનો કર્તા પર છે એમ માને એને પર્યાયના સ્વતંત્ર પરિણમનની ખબર નથી. અહીં તો અજ્ઞાનપણામાં જીવ પોતે વિકારી પરિણામનો સ્વતંત્ર કર્તા થઈને તે પરિણમન કરે છે એ વાત સિદ્ધ કરી છે. ભેદજ્ઞાન થયા પછી આત્મા રાગનો કર્તા અને રાગ એનું કાર્ય એવા કર્તાકર્મબુદ્ધિ રહેતી નથી. (૪–૧૬૩) (૧૨૮૩) પ્રશ્ન:- કર્મનું જોર છે તો જીવ ધર્મ કરી શક્તો નથી ને? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #468 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૬ અધ્યાત્મ વૈભવ ઉત્તર:- ના, એમ નથી. કર્મનું જોર કર્મમાં છે. કર્મની જીવમાં નાસ્તિ છે. પણ પોતે ઊંધો પુરુષાર્થ કરીને પરવલણમાં ભાવો કરે તો ધર્મ થતો નથી. અને તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતે પુરુષાર્થને સુલટાવીને સ્વવલણ કરે તો ધર્મ અવશ્ય થાય છે. ધર્મ કરવામાં કર્મ નડતું નથી અને વિકારપણે પરિણમે ત્યાં પણ કર્મ કાંઈ કરતું નથી. (૪–૧૬૯) (૧૨૮૪). અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય વસ્તુ ત્રિકાળ અબદ્ધસ્પષ્ટ છે એમ જે ભગવાને કહ્યું તેનો પોતે અંતરમાં દષ્ટિ કરી સ્વીકાર કરે, દેવ-ગુરુનું લક્ષ છોડી અંતર્મુખ દૃષ્ટિ કરીને સ્વરૂપનું લક્ષ કરે તો ધર્મ પ્રગટ થાય છે. દેવ-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ પણ છૂટી જાય અને આત્માનો સાક્ષાત અનુભવ થાય, સ્વરૂપલીનતા થાય એનું નામ ધર્મ છે. ગુરુની ભક્તિ કરો તો ધર્મ થઈ જશે એવી એકાન્ત માન્યતા મિથ્યાદર્શન છે. પોતાના સ્વરૂપના લક્ષે ધર્મ પ્રગટ થાય છે તે યથાર્થ છે. (પ-૪૮) (૧૨૮૫) ભાઈ ! જિનેન્દ્રદેવે પ્રરૂપેલા ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ અને અલૌકિક છે. પૂજા, ભક્તિ, વ્રત ઇત્યાદિ જે ભાવ છે તે શુભરાગ છે, ધર્મ નથી. ધર્મ તો શુદ્ધ વીતરાગપરિણતિ છે અને શુદ્ધ ચૈતન્યના લક્ષે ઉત્પન્ન થાય છે. ધર્મ છે તે સ્વાશ્રિત પરિણામ છે. અહાહા..! આવા સ્વાશ્રિત તત્ત્વની વાત સાંભળીને જો અંતરથી શુદ્ધ અંત:તત્વનો આદર અને સ્વીકાર થઈ જાય તો અનંતસુખમય સિદ્ધતત્ત્વની પ્રાપ્તિ થાય, નહિતર નિગોદગતિ તો ઊભી જ છે. ભાઈ ! તત્ત્વના આદરમાં સિદ્ધત્વ અને તેના અનાદરમાં નિગોદગતિ છે; વચ્ચે થોડાક ભવ કરવા પડે તેની અહીં ગણતરી નથી. હે જીવ! ત્રસનો કાળ બહુ થોડો (બે હજાર સાગરથી કાંઈક અધિક ) છે એમ જાણી તું તત્ત્વદષ્ટિ કર, તત્ત્વનો આદર કર. (પ-૧૯૮) (૧૨૮૬). ભાઈ ! એકવાર શ્રદ્ધામાં હા તો પાડ કે આ આત્મા વિકલ્પ રહિત વિજ્ઞાનઘનસ્વભાવરૂપ વસ્તુ છે. તેની પ્રાપ્તિ થાય એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. કહ્યું ને કે – “ય, Pવ સમસ્તે વિકલ્પમતિમતિ સ વ સમયસર વિન્ધતિ' જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. આ આત્મા શુદ્ધ જ્ઞાયક સ્વભાવી પરમાત્મસ્વરૂપ છે. એને જે અંતરસન્મુખ થઈ જાણે અને અનુભવે તે આત્મજ્ઞાન અને આત્મદર્શન છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. (૫-૨૯૧). (૧૨૮૭). બાપુ! તારું તો એકલું ચૈતન્યઘનસ્વરૂપ છે. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દષ્ટિ છોડી દે તો વસ્તુ અંદર એકલી ચિદાનંદઘનસ્વરૂપ છે. રાગનો ઉપદ્રવ એમાં નથી. વ્યવહારનો જે વિકલ્પ-રાગ છે તે ઉપદ્રવ છે, દુઃખ છે, આકુળતા છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #469 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્મ ૪૫૭ પદ્રવ છે. એનાથી રહિત ચિસ્વરૂપ ભગવાન આત્મા છે. જેમ રૂનું ધોકડું હોય છે તેમ ભગવાન આત્મા એકલું જ્ઞાન અને આનંદનું ધોકડું છે. આવા નિજ સ્વરૂપમાં અંતર્દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે દિગંબર ધર્મ છે. દિગંબર ધર્મ એ કોઈ પંથ છે? ના, એ તો વસ્તુધર્મ-આત્મધર્મ છે. (૫-૩૮૬ ) (૧૨૮૮). ભાઈ ! તારે ધર્મ કરવો છે ને! તો શુભાશુભભાવથી રહિત અંદર નિર્મળાનંદનો નાથ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે તેમાં તારા ઉપયોગને જડી દે. તેથી તને શુદ્ધોપયોગરૂપ ધર્મ થશે. બાકી તો અશુભપયોગની જેમ શુભપયોગની દશા પણ વિભાવની જ વિપરીત દશા છે; એના વડે ધર્મ નહિ થાય. ભાઈ ! તારે આત્મકલ્યાણ કરવું છે કે નહિ! બાપુ! અનંતકાળમાં નું પ્રતિક્ષણ ભાવમરણે મરી રહ્યો છે! અહા ! અંતરમાં ચૈતન્યનાં પરમ નિધાન પડ્યાં છે પણ અંતરમાં તે કદીય નજર કરી નથી. અહાહા...! પ્રભુ! તું અંદર અનંત શક્તિઓનો અખંડ એક જ્ઞાનાનંદસ્વરૂપ ગુપ્ત ભંડાર છો. એને જ્ઞાનની પરિણતિ ખોલ, એ શુભરાગની પરિણતિ વડે નહિ ખુલે; શુભરાગની પરિણતિ વડે ત્યાં તાળું પડશે કેમકે શુભરાગ સ્વયં બંધરૂપ જ છે. (૬-૧૫) (૧૨૮૯) ધર્મ તો એને કહીએ કે જેમાં આત્માના અતીન્દ્રિય આનંદરસનું વદન હોય. જે શુભાશુભ ભાવ છે તે કર્મરસ છે; એનો સ્વાદ ઝેરનો સ્વાદ છે. શુદ્ધની અપેક્ષાએ બન્ને ઝેર છે. અશુભ તીવ્ર અને શુભ મંદ ઝેર; પણ છે અને ઝેર. તેથી બન્નેનો નિષેધ કર્યો છે. એક શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મામાં લીનતા કરવી એ જ અમૃતસ્વરૂપ આનંદનો સ્વાદ છે અને એ ધર્મ છે. (૬-૭૯) (૧૨૯૦) ધર્મ એને કહીએ કે જેમાં પુણ્ય-પાપના આચરણની કે આકુળતાની ગંધય નથી. આ તો નાસ્તિથી વાત છે. અસ્તિથી શું છે? કે અતીન્દ્રિય પરમ પદાર્થ જ્ઞાનાનંદ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે તેમાં લીન થયેલી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો જે ભોગવટો થયો એ મુનિપણું છે, ધર્મ છે, ચારિત્ર છે, મોક્ષનો માર્ગ છે. અહાહા...! જેણે અનુભવમાં આત્મા લીધો છે તેને ખબર પડે કે આ પરમ આનંદનો-અમૃતનો સ્વાદ શું છે? બીજા રાગીકષાયી જીવ શું જાણે? અહાહા...! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદના રસથી ભરપૂર છે. જેમ સક્કરકંદને લાલ છાલ વિના જુઓ તો તે એકલો સાકરનો (–મીઠાશનો) પિંડ છે તેમ ભગવાન આત્મા શુભાશુભકર્મથી રહિત, પુણ્ય-પાપના વિકલ્પથી રહિત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #470 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૮ અધ્યાત્મ વૈભવ પરમ અતીન્દ્રિય આનંદનો પિંડ છે. એ આનંદકંદસ્વરૂપમાં ચરવું અને રમવું અને પરમ આનંદમય પરિણતિનો ભોગ કરવો એનું નામ ધર્મ અને મુનિપણું છે. ભાઈ ! સંસારથી મુક્ત થવાનો આ જ ઉપાય છે. (૬-૮૧) (૧૨૯૧) જે વીતરાગસ્વભાવે આત્માનું ભવન-પરિણમન થાય તે ધર્મ છે. અહીં કહ્યું ને કેજીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે આત્માનું થવું-પરિણમવું તે સમકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેના શ્રદ્ધાનપણે જે અંતરમાં તરૂપ પરિણમન થાય તે સમકિત છે. અહાહા..! હું સદાય વીતરાગસ્વરૂપ જ છું, આ જે પર્યાયમાં રાગ છે એ તો આગંતુક છે; મહેમાનની જેમ તે આવે ને જાય, એ કાંઈ મારી ચીજ નથી; આવો જે પ્રતીતિભાવ તે સમકિત છે. આવું જે નિર્મળ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે રાગનો અભાવ થવો તે વીતરાગી ચારિત્ર છે અને આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ પરિણમન તે ધર્મ છે. (૬-૧૧૬ ) (૧૨૯૨) દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય વીતરાગસ્વરૂપ જ હોય છે. લ્યો, આ ભગવાનની વાણી જે બાર અંગ અને ચૌદપૂર્વના વિસ્તારરૂપ છે તેનું તાત્પર્ય એક વીતરાગતા જ છે. એ બધું વિસ્તારપૂર્વક જે વર્ણન છે તે એક સમભાવને –વીતરાગભાવને જ પ્રસિદ્ધ કરે છે. અહાહા...! ભગવાન સર્વજ્ઞદેવ પરમ વીતરાગ સમભાવી, નિગ્રંથ દિગંબર ગુરુ સમભાવી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગી-સમભાવરૂપ જ છે. વીતરાગ કહો કે સમભાવ કહો, બન્ને એક જ છે. આ પુણ્ય-પાપના જે ભાવ છે તે વિષમભાવ છે અને એનાથી રહિત જે ચૈતન્યના નિર્મળ પરિણામ છે તે સમભાવ છે. વીતરાગભાવ છે અને તે ધર્મ છે. અહા ! વીતરાગનો ધર્મ બહુ ઝીણો છે. બાપુ! અરે! અત્યારે લોકોએ તેમાં ફેરફાર કરી નાખ્યો છે.! (૬-૧૧૬ ) (૧૨૯૩) ભાઈ ! ધર્મ તો આત્મરૂપ છે. અહીં કહ્યું ને કે વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી જ્ઞાન અને વીતરાગી ચારિત્ર એ ત્રણેય વીતરાગસ્વભાવી ભગવાન આત્માનું ઘર છે, એટલે આત્માનું ઘર છે રહેઠાણ છે. (ભવનનો એક અર્થ ઘર-રહેઠાણ થાય છે.) રાગ અને પુણ્યના પરિણામ એ આત્માનું ઘર-સ્થાન નથી. એ તો પરઘર છે. ઉપદેશ ઉપવાસાદિ પુણ્યની ક્રિયા પરઘર છે. આ લોકો મોટાં તપ કરે, એની ઊજવણી કરે, વરઘોડા કાઢે અને લોકો ભેગા થઈને બહુ ભારે ધર્મ કર્યો એમ વખાણ કરે, પણ ભાઈ ! એ તો બધો રાગમાં રહે તે આત્મા નહિ. રાગ તો પરઘર છે અને પરઘરમાં રહેવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ છે. આત્માનું સ્વઘર તો વીતરાગતા છે. વીતરાગતામાં વસે તે આત્મધર્મ છે. (૬-૧૨૪) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #471 -------------------------------------------------------------------------- ________________ ધર્મ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૯૪ ) ભાઈ! તું ચૈતન્યમૂર્તિ વીતરાગસ્વભાવી આત્મા છે ને પ્રભુ! એનું જ્ઞાન કરીને અંતર્મુખ થઈ એને લક્ષમાં લે તો તને ધર્મ થાય. ને? ૪૫૯ કોઈને એમ લાગે કે આત્મા અત્યારે વીતરાગ કેમ હોય? એ તો કેવળી થાય ત્યારે વીતરાગ હોય. તેને કહીએ છીએ. કે-ભાઈ! તું સદાય (ત્રણકાળ) સ્વભાવે વીતરાગસ્વરૂપ છે; હમણાંય વીતરાગસ્વરૂપ જ છે. જો સ્વભાવથી વીતરાગ ન હોય તો પ્રગટે ક્યાંથી? માટે ભગવાન! એવા વીતરાગસ્વરૂપ આત્મામાં તન્મયપણે એકાગ્ર થઈ એનો જ આશ્રય કર, એમાં જ જામી જા. તેથી પર્યાયમાં-અવસ્થામાં વીતરાગતારત્નત્રયના પરિણામ પ્રગટ થશે અને એ જ ધર્મ છે, એ જ મોક્ષમાર્ગ છે. એ જ ભગવાન થવાનો માર્ગ છે. (૬-૧૨૭) (૧૨૯૫ ) પ્રશ્ન:- બહારમાં મંદિર આદિ બંધાવે, મોટા ગજરથ કાઢે તો ધર્મની પ્રભાવના થાય ઉત્તર:- શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતાપૂર્વક વિજ્ઞાનવનસ્વભાવની પર્યાયમાં વૃદ્ધિ થવી તે નિશ્ચય પ્રભાવના છે. આવી નિશ્ચય-પ્રભાવના જેને પ્રગટ થઈ છે તેવા જીવના શુભરાગને વ્યવહાર પ્રભાવના કહે છે. બહારમાં જડની ક્રિયામાં તો એનું કાંઈ કર્તવ્ય નથી. લોકોને એકલો વ્યવહા૨ ગળે વળગ્યો છે, પણ અજ્ઞાનીનો શુભરાગ કાંઈ વ્યવહાર પ્રભાવના નથી. (એ તો પ્રભાવનાનો અભાસમાત્ર છે) (૬-૨૬૫ ) (૧૨૯૬ ) અહાહા...! વીતરાગભાવનો રંગ ચઢયો છે ને? રાગના રંગે ચઢેલાને વીતરાગતા દુર્લભ છે અને વીતરાગતાના રંગે ચઢેલાને રાગ દુર્લભ છે. નિયમસારમાં આવે છે કે જ્ઞાનીઓને વિકલ્પ દુર્લભ છે, ધર્માત્માઓને રાગ દુર્લભ છે અને અજ્ઞાનીને વીતરાગપણું દુર્લભ છે. રાગની ભિન્ન પડી જ્યાં અતીન્દ્રિય આનંદમય આત્માનો અનુભવ થયો, આત્માને જાણ્યો અને ઓળખ્યો અને ત્યારે જે વીતરાગતામય આનંદમય પરિણમન થયું તે કર્મના ઘેરાવમાં પણ છૂટતું નથી; જો એ છૂટે તો કહે છે સ્વભાવ જ છૂટી જાય અને તો વસ્તુનો જ નાશ થઈ જાય. પણ સ્વભાવ કોઈ દિવસ છૂટે નહિ કારણ કે સત્નો નાશ અસંભવ છે. જુઓ, આ ન્યાય છે. વીતરાગસ્વભાવી પ્રભુ આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે સત્ છે. વીતરાગીસ્વભાવી સત્તાનું પરિણમન પણ સત્ છે ભાઈ ! અને તે અહેતુક છે; દ્રવ્ય-ગુણ પણ એનું કારણ નથી. હવે આમ જ્યાં એની ઉત્પત્તિમાં દ્રવ્ય-ગુણ પણ કારણ નથી ત્યાં જગતના પ્રતિકૂળ સંજોગો એનો નાશ કેવી રીતેકરે ? (૬–૩૯૯ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #472 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૦ અધ્યાત્મ વૈભવ (૧૨૯૭) ધર્મની ધારાના બે પ્રકાર:- ૧. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળાને જે નિર્મળ સમ્યજ્ઞાન પ્રગટયું તે ધારાવાહી છે. ભલે ઉપયોગ રાગમાં-પરમાં જાય પણ અંદર સમ્યગ્દર્શનજ્ઞાન થયું છે તે ખસતું નથી. ૨. ઉપયોગરૂપ ધારા-નીચેના ગુણસ્થાનવાળાને (ચોથે, પાંચમે આદિ) ઉપયોગ અંદરમાં આવે, અંતર્મુહૂર્ત રહે અને પછી ખસી જાય છે. આઠમે ગુણસ્થાનેથી ઉપયોગ અંદરમાં આવ્યો તે મુખ્યત્વે ખસી ન જાય પણ શ્રેણી ચઢીને કેવળજ્ઞાનને પામે, આઠમેથી ઉપયોગ ધારાવાહી રહે છે અને તે કેવલજ્ઞાનને પામે છે. ભાઈ તારું ખરેખર સ્વરૂપ નિત્યાનંદમય છે. તેમાં એક જ વખત ઉપયોગ લાગે એટલે બસ. પછી ભલે થોડો વખત ઉપયોગ ખસી જાય તોપણ જે સમ્યજ્ઞાન થયું તે તો અખંડ ધારાવાહી રહે છે. (પુરુષાર્થની ઉગ્રતા કરીને તે કેવળજ્ઞાનપણે પરિણમશે જ). આવી વાત છે. (૬-૪૧૩) (૧૨૯૮) ભગવાન આત્માઅતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે; તે સદાય વીતરાગીસ્વભાવ અકિંચનસ્વરૂપ છે. દશ ધર્મમાં અકિંચન્ય ધર્મ આવે છે ને? એ તો પ્રગટ અવસ્થાની વાત છે. જ્યારે આ તો આત્માનું સ્વરૂપ જ અકિંચન છે એમ વાત છે. આવા નિજસ્વરૂપનું ગ્રહણ અને પરના ત્યાગ કરવાની વિધિ વડે સમ્યગ્દષ્ટિ સ્વમાં ટકે છે અને પરથી-રાગથી વિરમે છે. જુઓ! આ વિધિ! પૂર્ણાનંદસ્વરૂપનું ગ્રહણ અને દુ:ખરૂપ રાગનો-અશુદ્ધતાનો ત્યાગ એ વિધિ છે. એકલી બહારની ચીજ ત્યાગી એટલે થઈ ગયો ત્યાગી-એવું સ્વરૂપ (ત્યાગનું) નથી. પરંતુ રાગથી ખસીને શુદ્ધનો આદર કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે અને અશુદ્ધતાનો અભાવ થઈ જાય છે. આ વિધિ, આ માર્ગ અને આ ધર્મ છે. હિતનો માર્ગ તો આવો છે બાપુ! જેમ શીરો કરવાની વિધિ એ છે કે પહેલાં લોટને ઘીમાં શકે અને પછી તેમાં સાકરનું પાણી નાખે તો શીરો થાય. તેમ સ્વરૂપના ગ્રહણ અને પરના ત્યાગની વિધિ વડે ધર્મ થાય છે. માર્ગ આ છે ભાઈ ! (૭-૫૫) (૧૨૯૯) પુણ્ય, પાપ, આસ્રવ અને બંધના ભાવ ખરેખર અજીવ તત્ત્વ છે, જ્યારે અંદર એક ચિદાનંદમય જ્ઞાયક સ્વરૂપી ભગવાન આત્મા જીવતત્ત્વ છે. આ પ્રમાણે આત્માને રાગ તથા આસ્રવથી ભિન્ન પાડીને જ્ઞાયકસ્વભાવને ગ્રહવો-અનુભવવો તે ધર્મ છે, અને આનું નામ સ્વભાવનું ગ્રહણ ને પરભાવનો ત્યાગ છે. જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાનું વસ્તુત્વ વિસ્તાર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #473 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્મ ૪૬૧ છે. વસ્તુત્વ એટલે શું? વસ્તુ પ્રભુ આત્મા છે અને તેનો ચિદાનંદસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ તે એવું વસ્તુત્વ છે. જ્ઞાની પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે એટલે પર્યાયમાં વિજ્ઞાનઘનસ્વભાવને પ્રસારે છે, દઢ કરે છે, સ્થિર કરે છે, અર્થાત્ વીતરાગતાને વિસ્તારે છે, વૃદ્ધિગત કરે છે. લ્યો, આ ધર્મ ! ભાઈ ! સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ તે ધર્મ છે. ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું ગ્રહણ-ઉપાદેયપણું અને રાગાદિ પરભાવનો ત્યાગ-બસ આ જ કરવાનું છે. બાકી બાહ્ય ચીજનો ત્યાગ તો અનાદિથી છે જ. બહારની ચીજ તો આત્મામાં ક્યારેય છે જ નહિ. માટે એના ગ્રહણ-ત્યાગની અહીં કોઈ વાત નથી. પરંતુ અંદર જે વિકલ્પ ઊઠે છે, વૃત્તિ જે શુભ-અશુભ ઊઠે છે-કે જે સ્વભાવથી વિશુદ્ધ હોવાથી પરભાવરૂપ છે–તેનો ત્યાગ અને સ્વભાવનું ગ્રહણ કરવાની આ વાત છે. અહીં તો આ કહે છે કે ધર્માત્મા પોતાના ચૈતન્યબિંબસ્વરૂપ આત્માને ગ્રહે છે, ઉપાદેય કરે છે અને રાગનો ત્યાગ કરે છે અને એ વિધિ વડે પોતાના વસ્તુત્વનો-જ્ઞાનાનંદ-સ્વભાવનો વિસ્તાર કરે છે. અજ્ઞાની તો પુણ્યથી ધર્મ થશે એમ માની વિકારને-બંધને જ વિસ્તારે છે. આવડો મોટો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર છે. (૭-૮૨) (૧૩00) અરે ભાઈ ! હજુ સમકિતના ઠેકાણાં ન મળે ત્યાં મુનિપણું કેમ હોય ? જ્યાં વ્યવહાર શ્રદ્ધા પણ સાચી નથી ત્યાં સમકિતની તો વાત જ શી કરવી? વળી જે કુદેવને દેવ માને છે. કુગુરુને ગુરુ માને છે તથા કુશાસ્ત્રને શાસ્ત્ર માને છે એ તો ગૃહીત મિથ્યાદષ્ટિ છે. પ્રશ્ન- આપ આમ કહેશો તો ધર્મ કેવી રીતે ચાલશે? સમાધાન - ધર્મ તો અંદર આત્માના આશ્રયે ઉત્પન્ન થાય છે અને આત્માના આશ્રયે ચાલશે, તે કાંઈ બહારથી નહિ ચાલે. પ્રશ્ન- હા, પણ બહારની પ્રભાવના વિના તો ન ચાલે ને? સમાધાન - પ્રભાવના? શેની પ્રભાવના? બહારમાં ક્યાં પ્રભાવના છે? આત્માના આનંદનું ભાન થવું ને તેની વિશેષ દશા થવી તેનું નામ પ્રભાવના છે. બાકી તો બધી જૂઠી ધમાધમ છે. ભાઈ ! અહીં વીતરાગના માર્ગમાં તો બધા અર્થમાં ફેર છે, દુનિયા સાથે ક્યાંય મેળ ખાય તેમ નથી. (૭–૧૪૬) (૧૩૧) અરે ભગવાન! તને ખબર નથી બાપા! ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનું નિધાન છે. તેનું સ્વસંવેદન એટલે પોતાથી પોતાનામાં પ્રત્યક્ષ આનંદનું વદન થવું તે ધર્મ છે. “અહિંસા પરમો ધર્મ' કહ્યું છે ને? પણ તે અહિંસા કઈ ? કે દયા, દાન, વ્રતના વિકલ્પ જેમાં ન થાય તેવા વીતરાગી પરિણામની ઉત્પતિને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #474 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૨ અધ્યાત્મ વૈભવ ભગવાને અહિંસા કહી છે અને તે પરમ ધર્મ છે, અને તે મોક્ષનું સાધન છે, દયાના વિકલ્પ કાંઈ સાધન નથી; એ તો અપદ છે એમ અહીં કહે છે. સમજાણું કાંઈ...? (૭–૧૫૩) (૧૩૦૨) જેણે, હું મુક્તસ્વરૂપ જ છું-એમ અનુભવ્યું તેણે ચારે અનુયોગના સારરૂપ જૈનશાસન જાણી લીધું. ચારે અનુયોગનો સાર વીતરાગતા છે અને તે વીતરાગસ્વરૂપી મુક્તસ્વરૂપી એવા ભગવાન આત્માનો આશ્રય લે તો પ્રગટ થાય છે. એવો માર્ગ છે! (૭-૧૮૭ ) (૧૩૦૨) પ્રશ્ન:- પણ સિદ્ધાંતમાં દયાને ધર્મ કહ્યો છે? સમાધાન- હા, પણ ભાઈ ! તે કઈ દયા? બાપુ! એ સ્વદયાની-વીતરાગી પરિણામની વાત છે. જેમ બીજા જીવને મારી નાખવાનો ભાવ એટલે કે ટકતા તત્ત્વનો ઈન્કાર કરવો તે હિંસા છે, તેમ ભાઈ ! જેવડું તારું સ્વરૂપ છે-જે તારું ટકતું પૂર્ણ તત્ત્વ છે-તેનો ઈન્કાર કરવો તે પણ હિંસા છે. હું આવડો (પૂર્ણ) નહિ, પણ હું રાગવાળો, પર્યાયવાળો ને રાગથી -વ્યવહારથી પ્રાપ્ત થાઉં તેવો છું-એમ જેણે પોતાનું જેવડું સ્વરૂપ છે તેવડું માન્યું નથી, તેણે પોતાની હિંસા કરી છે. ભાઈ ! સ્વસ્વરૂપનો સ્વીકાર કરી તેમાં જ અંતર્નિમગ્ન થવું તે સ્વદયા છે અને તે ધર્મ છે. સિદ્ધાંતમાં સ્વદયાને ધર્મ કહ્યો છે. (પર દયાને ધર્મ કહેવો એ તો ઉપચાર છે ). (૭-૧૯૦) (૧૩૦૪) અહા ! પ્રભુ ! તને ધર્મ કેવી રીતે થાય ? તો કહે છે-અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પરમાત્મા છે. તેની સન્મુખતા કરી, તેમાં એકાગ્ર થઈને અનુભવ કરે તો સમયગ્દર્શન પ્રગટ થાય છે અને તે ધર્મ છે. અહા! આવો જેને અંતરમાં ધર્મ પ્રગટ થયો છે તે ચોથા ગુણસ્થાનવાળો સમ્યગ્દષ્ટિ પ્રથમ દરજ્જાનો ધર્મી છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકની તો ઊંચી વાત છે. આ વાડાના શ્રાવક તે શ્રાવક નહિ હોં; આ તો આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈને શાંતિ-શાંતિ-શાંતિ એમ વિશેષ શાન્તિની ધારા અંદર જેને પ્રગટી છે તે પાંચમાં ગુણસ્થાનવર્તી શ્રાવક ઊંચા દરજજાનો ધર્મી છે. અને મુનિરાજ! અહા ! મુનિરાજ તો આત્માના જ્ઞાન-ધ્યાનમાં લીન એવા જાણે અકષાયી શાંતિનું ઢીમ છે. (૭-૨૭૧) (૧૩૦૫). વીતરાગભાવથી મોક્ષ થાય છે; અને એ વીતરાગભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કહે છે-સ્ત્રી પુત્રાદિ પ્રતિ લક્ષ કરો તો તીવ્ર કષાય થાય છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ લક્ષ કરો તો મંદ રાગ થાય છે અને સ્વસ્વરૂપ સંબંધી-દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી ભેદ વિચાર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #475 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્મ ૪૬૩ કરો તો અત્યંત મંદ રાગ થાય છે. પણ એમાં વીતરાગતા ક્યાં આવી? ન આવી. વીતરાગતા તો ચિદાનંદમય વીતરાગસ્વભાવી શુદ્ધ આત્માના આશ્રયે થાય છે. ( ૭–૩૦૧ ) (૧૩૦૬ ) ભાઈ ! વીતરાગ માર્ગમાં ચારેય અનુયોગનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૧૭૨ ). તો વીતરાગ શાસનનું કોઈ પણ કથન -ચાહે તે વ્રત સંબંધી હો, પર્યાય સંબંધી હો, વિભાવ સંબંધી હો, કે શુદ્ધ દ્રવ્ય સંબંધી હો-તે સર્વનું તાત્પર્ય વીતરાગતા જ છે. તેવી રીતે ક્ષણે ક્ષણે પર્યાય ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એવું કથન આવે તેનું તાત્પર્ય પણ વીતરાગતા જ છે. પણ વીતરાગતા પ્રગટે ક્યારે? કે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે ત્યારે. ભાઈ ! ચારે અનુયોગમાંથી જે જે વાણી આવે તેનું રહસ્ય વીતરાગતા છે એમ તેમાંથી કાઢવું જોઈએ, અને વીતરાગતા સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે, માટે ચારે અનુયોગમાં એક સ્વના આશ્રયનું જ કથન છે એમ સમજવું જોઈએ. અહાહા...! સ્વ-સન્મુખ થવું એ જ વીતરાગની વાણીનો સાર છે. ( ૭–૩૩૮ ) (૧૩૦૭) સમ્યગ્દષ્ટિએ પોતાના ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો છે. એટલે શું? એટલે કે પોતે અંદર, ભગવાન સિદ્ધની જેમ સ્વભાવે ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેમાં જ્ઞાનીએ પોતાના ઉપયોગને જોડયો છે. અહા! ધર્મીએ પોતાની પરિણિતનો વેપાર અંદર ભગવાન ચૈતન્યદેવ સાથે જોડયો છે. આનું નામ ધર્મ છે અને નિશ્ચયથી આનું નામ ભક્તિ છે. અજ્ઞાનીએ તો બે-પાંચ મંદિર બંધાવવાં, જિનબિંબની પ્રતિષ્ઠા કરવી-કરાવવી અને તેની પૂજા-ભક્તિ-જાત્રા આદિ કરવાં-એમાં ધર્મ માન્યો છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને. એ તો ધર્મીને અશુભથી બચવા એવો શુભભાવ આવે છે, પણ તે કાંઈ ધર્મ નથી, વા ધર્મનું કારણ પણ નથી. ધર્મનું કારણ તો એક જ્ઞાયકભાવપણું છે. જુઓને! દરેકમાં લીધું છે કે નહિ? કે ‘એક જ્ઞાયકભાવમયપણાને લીધે..' બાપુ! આ તો સર્વજ્ઞના દરબારની વાતુ! એક જ્ઞાયકભાવની એકાગ્રતા જ ધર્મ ને ધર્મનું કારણ છે. ( ૭-૫૧૪ ) (૧૩૦૮ ) સ્વશ્રયમાં સ્વનો અર્થ એકલું શુદ્ઘ દ્રવ્ય લેવું, પણ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ નહિ. ‘સ્વ ’ એટલે અનંતગુણમય અભેદ એક ત્રિકાળી આત્મદ્રવ્ય; એનો આશ્રય કરવો તે ‘સ્વાશ્રિતો નિશ્ચયઃ’ છે. અહાહા...! એક સ્વના આશ્રયે જ ધર્મ પ્રગટ થાય છે. અને રાગ, નિમિત્ત ને ભેદનો આશ્રય કરવો તે ‘પરાશ્રિતો વ્યવહાર:' છે સદ્દભૂત વ્યવહાર પણ વ્યવહાર છે. ગુણ, પર્યાય સદ્દભૂત હોવા છતાં તેને વ્યવહાર ગણીને તેના આલંબનનો નિષેધ કર્યો છે. ભાઈ ! જેને ધર્મ કરવો છે તેને એક સ્વનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #476 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૪ અધ્યાત્મ વૈભવ આશ્રય લીધા વિના બીજો કોઈ આરો નથી; સ્વાશ્રય વિના ત્રણકાળમાં ક્યાંય ધર્મ થાય એમ નથી. સમજાણું કાંઈ..? (૮-૧૯૮) (૧૩૦૯) અહાહા...! કહે છે-જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, જ્ઞાયક જ એક જેનો ભાવ છે અને જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (ધર્મી પુરુષો, મુનિવરો) જાણતા થકા, દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુસરતા થકા સ્વરૂપમાં સ્થિર થાય છે. જુઓ, આ મોક્ષમાર્ગ અને આ ધર્મ! બાકી લુગડાં કાઢી નાખ્યાં, બાયડી છોડી દીધી ને શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું એટલે માને કે થઈ ગયો ધર્મ, તો એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળને. આ શરીરથી બ્રહ્મચર્ય પાળે એ કાંઈ ધર્મ નથી. અંદર બ્રહ્મ નામ નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા સદા સચ્ચિદાનંદસ્વરૂપે વિરાજી રહ્યો છે તેમાં લીન થવું, તેમાં જ ચરવું એનું નામ બ્રહ્મચર્ય છે. બાપુ! બ્રહ્મચર્ય એ તો આત્માની રાગરહિત નિર્મળ વિતરાગી ક્રિયા છે અને એને ધર્મ કહ્યો છે. સમજાણું કાંઈ...? (૮-૧૯૮) (૧૩૧૦) પરાશ્રિત રાગમાં ધર્મ માનીને તું સંતુષ્ટ થાય પણ ભાઈ ! ધર્મનું એવું સ્વરૂપ નથી. ધર્મ તો એક વીતરાગભાવ જ છે અને તે સ્વ-આશ્રયે જ પ્રગટ થાય છે. (૮-૨૨૨) (૧૩૧૧) જુઓ, શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાનમાત્ર પરિણામ ઊપજે તે કર્મથી-સંસારથી છૂટવામાં નિમિત્ત છે, તેથી તેને ભૂતાર્થ એટલે સત્યાર્થ ધર્મ કહ્યો, અને જે પરના આશ્રયે શુભકર્મમાત્ર પરિણામ થાય તે બંધમાં ને ભોગમાં નિમિત્ત છે તેથી તે અભૂતાર્થ-જૂઠો ધર્મ છે એમ કહ્યું. હવે એમાં અભવિ જીવ શુભકર્મમાત્ર અભૂતાર્થધર્મને જ શ્રદ્ધ છે, પણ સત્યાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. (૮-૧૫૬) (૧૩૧૨) જ્ઞાનાનંદરસનો સમુદ્ર ભગવાન આત્મા છે તેના રસ-રુચિ કરીને તેનો જ અનુભવ કરવો. એમ કરતાં વીતરાગ માર્ગમાં પ્રવેશ થાય છે અર્થાત્ ધર્મની શરૂઆત થાય છે. (૮-૩૦૯) (૧૩૧૩) અહાહા..! આ તો ધર્મ કેમ થાય એની અલૌકિક વાત છે બાપા! શું કહે છે? કે પરવસ્તુના નિમિત્તે થતો વિકાર-ભૂતકાળ ને ભવિષ્યકાળનો-એ બેય તરફથી પાછા હઠી જવું અને નિર્વિકાર નિજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપમાં સાવધાન થઈ લીન થવું એનું નામ સમકિત ને ધર્મ છે. (૮-૩૩૮) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #477 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્મ ૪૬૫ (૧૩૧૪) જાત્રા કરીએ તો ધર્મ થાય કે નહિ? ભાઈ ! જાત્રા અંદરમાં સ્વદ્રવ્ય જિનસ્વરૂપ ભગવાન શાયકબિંબ છે એની કરે તો ધર્મ થાય. બાકી અશુભથી બચવા બહારમાં જિનબિંબ આદિના લક્ષે શુભાભાવ હો, પણ તે ધર્મ નથી, ધર્મનું કારણેય નથી. વાસ્તવમાં એ બંધસાધક ભાવ છે. (૮-૩૫૫) (૧૩૧૫). જેમ ચોખાની બોરીનું વજન પણ ચોખાની ભેગું કરવામાં આવે છે. પણ એ બોરીનું બારદાન કાંઈ ચોખા નથી. ચોખા ને બારદાન બે ભિન્ન જ છે. તેમ ભગવાન આત્મા સ્વઆશ્રયે પ્રગટ થયેલા અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે તે ધર્મ છે અને જે રાગ આવે છે તે ધર્મ નથી, તે બારદાનની જેમ ભિન્ન જ છે. તેને ધર્મ પરિણતિનો સહુચર જાણી ઉપચારથી અમૃત કહે છે પણ છે તો એ બારદાનની જેમ ભિન્ન જ; એ કાંઈ ધર્મ નથી. બાપુ ! વીતરાગનો મારગ મહા અલૌકિક છે; અને તે વીતરાગતાથી જ ઉત્પન્ન થાય છે. વીતરાગસ્વરૂપ-જિનસ્વરૂપ ભગવાન આત્મા છે; તેનો આશ્રય કરવાથી જેટલો વીતરાગભાવ થયો તે ધર્મ છે, અમૃત છે અને તેમાં કમી રહેતાં પરાવલંબી જેટલો શુભરાગ રહ્યો તે નિશ્ચયથી ઝેરનો ઘડો છે. આવી વાત છે. સમજાણું કાંઈ....? (૮-૪૯૪) (૧૩૧૬ ) પુણ્યપાપના પરિણામ છે તે મેલ છે, અશુદ્ધતા છે, ઝેર છે, અપરાધ છે. પુણ્ય પરિણામ પણ અપરાધ છે. જેને ધર્મ કરવો હશે તેણે વિકલ્પો છોડવા પડશે અને શુદ્ધતા પ્રાપ્ત કરવી પડશે. ત્યાં પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વદ્રવ્યમાં લીન થાય છે ત્યારે શુદ્ધતા પ્રગટે છે. તેમાં ખરેખર કોઈ રાગની-પુણ્યના વિકલ્પની અપેક્ષા નથી. આવો શુભરાગ હોય તો અંતરમાં લીન થવાય એમ નથી. આત્મા સ્વયં શુદ્ધ જ્ઞાનાનંદની મૂર્તિ છે; તે પોતાના દ્રવ્યમાં સ્વયં રતિ પામે ત્યારે તેને ધર્મ-શુદ્ધતા પ્રાપ્ત થાય છે. અહા ! જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્ય સિવાય જેટલાં કોઈ પરદ્રવ્યો છે, ચાહે તે તીર્થકર હો, તેની વાણી હો, સમોસરણ હો, જિનમંદિર હો કે જિનપ્રતિમા હો, એ બધાં પરદ્રવ્યો અશુદ્ધતાનાં -શુભરાગનાં નિમિત્તો-કારણો છે. ભાઈ ! આ છવ્વીસ લાખનું પરમાગમમંદિર ને આ જિનપ્રતિમા અશુદ્ધતાનું નિમિત્ત છે. (૮-૫૨૫) (૧૩૧૭) અહાહા...! આત્મા આનંદરૂપી અમૃતનું સરોવર પરમાત્મા છે. જેમ સરોવારમાં ચાંચ બોળીને પંખીઓ પાણી પીએ છે તેમ ચૈતન્યરૂપી અમૃત-સરોવરમાં આત્મા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #478 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૬ અધ્યાત્મ વૈભવ નિજપરિણતિને અંદર બોળી–બોળીને ધર્મામૃતને પીએ છે. આ સિવાય બીજી બધી વાત તો થોથાં છે. (૮-પર૫) (૧૩૧૮) અહાહા...! આત્મા સ્વયંજ્યોતિ સુખધામ પ્રભુ સ્વસ્વરૂપના પ્રકાશથી શોભાયમાન ચૈતન્યપ્રકાશનું પૂર છે. “ચૈતન્ય-અમૃત પૂર-પૂર્ણ-મહિમા' એમ કહ્યું છે ને? અહા! આવો મહિમાવંત પદાર્થ પ્રભુ આત્મા છે. અહા ! આવો પોતે છે એમ અજ્ઞાનીને કેમ બેસે? પરંતુ ભાઈ ! પરમાત્માને પરમ અમૃતદશા-કેવળજ્ઞાનની દશા જે પ્રગટ થઈ એ ક્યાંથી આવી? શું બહારથી આવી? ના; અંદર પોતાની ચીજ જ એવી છે તેમાં એકાગ્ર થતાં દશાવાનની દશા આવી છે. અહા ! સંતો કહે છે-ભગવાન! તું એવો છો, સદા અંદર ભગવાન સ્વરૂપ જ છો. અહા ! આવા પોતાના સ્વરૂપમાં લીન થતાં દરિયામાં ભરતી આવે તેમ, એની પર્યાયમાં નિર્મળ ચૈતન્ય ઊછળે છે. આનંદની ભરતી આવે છે. લ્યો, આને ભગવાન ધર્મ કહે છે. સમજાણું કાંઈ...? (૮-પ૨૭) (૧૩૧૯) હા, પણ ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણનો લાભ થાય. આવે છે ને કે “વત્વે તાધિયે' ? એ તો બધાં નિમિત્તનાં કથન છે ભાઈ ! અરે! પોતાનો જે આત્મા છે તેના દ્રવ્ય-ગુણપર્યાયના વિચાર કરે તોય ત્યાં વિકલ્પ-રાગ ઊઠે છે તો પછી ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણપ્રાપ્તિ ક્યાંથી થાય? એનાથીય શુભરાગ જ ઊઠે. અરે ભાઈ ! ધર્માત્માનેય જે વ્યવહારરત્નત્રય છે એય શુભરાગ જ છે, ધર્મ નથી. (એને વ્યવહારથી ધર્મ કહીએ એ બીજી વાત છે). અહાહા..! ત્રિકાળી ધ્રુવ એક સામાન્ય-સામાન્ય-સામાન્ય ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મામાં અભેદદષ્ટિ કરતાં એને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે; અને એ ધર્મ છે. પરંતુ ભગવાનની ભક્તિ અને ભેદ ઉપર દષ્ટિ રાખતાં તો રાગ જ થાય છે, એનાથી ધર્મ થાય એમ તો છે જ નહિ. (૯-૨૨૭) (૧૩૨૦) ચાર પ્રકારે ધર્મ કહ્યો છે ને! દાન, શીલ, તપ, બ્રહ્મચર્ય-એમ ચાર પ્રકાર ધર્મના કહ્યા છે ને ? હા, કહ્યા છે, પણ તે આ પ્રમાણે હોં; – પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભગવાનની દૃષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું પોતાને દાન દેવું તે વાસ્તવિક દાન છે અને તે ધર્મ છે અને તેનો પોતે જ કર્તા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #479 -------------------------------------------------------------------------- ________________ ધર્મ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૭ પોતાનો શીલ નામ સ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેમાં જ અંતરમણતાં કરતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય તે શીલ નામ ચારિત્ર છે અને તે જ ધર્મ છે. અહાહા....! પોતે બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈ ચરવું-રમવું તે બ્રહ્મચર્ય છે અને તે યથાર્થમાં ધર્મ છે. સચ્ચિદાનંદમય આત્મા પોતે-તેમાં લીન થઈ પ્રતાપવંત રહેવું તેનું નામ ઈચ્છાના અભાવરૂપ તપ છે અને તે સત્યાર્થ ધર્મ છે. ભાઈ! આવું ધર્મનું સ્વરૂપ છે. ધર્મી પુરુષને બહારમાં સાથે સાથે દાન, શીલ, તપ, બ્રહ્મચર્યનો રાગ થતો હોય છે, તેને સહકારી જાણી ઉપચારથી એને ધર્મ કહીએ છીએ; પરંતુ એવો રાગ નિશ્ચયથી ધર્મ છે, વા તે કરતાં કરતાં ધર્મ થાય છે એવું ધર્મનું સત્યાર્થ સ્વસ્વરૂપ નથી. સમજાણું કાંઈ... ? (૯-૩૨૯ ) (૧૩૨૧ ) કર્મને લઈને વિકાર થાય તે શુભભાવથી ધર્મ થાય-એમ બે મહા શલ્ય એને અંદર રહ્યાં છે. પરંતુ પરથી વિકાર નહિ, ને શુભરાગથી ધર્મ નહિ–એમ નિર્ણય કરીને પરથી ને રાગથી ખસી શુદ્ધ ચૈતન્ય ચિદાનંદઘન પ્રભુની દૃષ્ટિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે અને તે પ્રથમ ધર્મ છે. અરે! લોકોને ધર્મ શું ચીજ છે ને કેમ થાય એની ખબર નથી. ( ૧૦–૭) (૧૩૨૨ ) અરે! ૫૨ પ્રત્યેના રાગની રુચિના કારણે તે અનંતકાળથી રઝળ્યો છે, રાગની ચિ ખસ્યા વિના અંદર ધ્રુવ એક જ્ઞાયકભાવ પોતે છે તેની રુચિ થતી નથી, અહાહા...! અનંત અનંત ગુણોની ખાણ એક જ્ઞાયકસ્વભાવમય પોતે છે; તેની દૃષ્ટિ અને રુચિ ક્યારે થાય? રાગનો મહિમા અને રાગની બુદ્ધિ, પર્યાયબુદ્ધિ મટે ત્યારે, પર્યાયબુદ્ધિ એ મિથ્યા એકાન્તબુદ્ધિ છે, અને તે એક જ્ઞાયકભાવનો મહિમા લાવી તેનો આશ્રય કરવાથી મટે છે અને ત્યારે ધર્મ પ્રગટ થાય છે. આ ધર્મ તે જ મોક્ષનો માર્ગ છે. આ સમ્યક્ એકાન્ત છે. સમજાણું કાંઈ... ? આત્માના આશ્રયે પણ ધર્મ થાય અને શુભરાગના-દ્રવ્યલિંગના આશ્રયે પણ ધર્મ થાય તે અનેકાન્ત નથી, તે સ્યાદ્વાદ નથી, એ તો ફૂદડીવાદ છે. સ્વસ્વરૂપનો આશ્રય છોડીને શુભરાગથી ધર્મ થવાનું માને એ તો મોટું અજ્ઞાન છે. અહા! વીતરાગસ્વભાવી ભગવાન આત્માને વીતરાગભાવથી વિરુદ્ધ કોઈ ભાવ સાથે સંબંધ નથી. (૧૦–૨૩૭) (૧૩૨૩) અજ્ઞાની જીવે અનંતકાળમાં એક સમય પણ દુ:ખનો ખાટલો ખાલી કર્યો નથી, અનાદિથી રાગરૂપી રોગના ખાટલે પડયો પારાવાર દુ:ખ ભોગવે છે. સંતો અહીં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #480 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૮ અધ્યાત્મ વૈભવ કરુણા લાવી કહે છે–જાગ નાથ! એક વાર જાગ; અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તે એકનું જ આલંબન લે, નિમિત્તના-દેવ-ગુરુ-શાસ્ત્રના રાગના આલંબનમાં મત જા, કેમકે ૫૨ના ને રાગના અવલંબને ધર્મ નહિ થાય, પણ એક ધ્રુવ જ્ઞાનસ્વરૂપના અવલંબને જ ધર્મ થશે. અરે ! વિશેષ શું કહીએ? આ નિર્મળ પર્યાય જે પ્રગટી તે પર્યાયના અવલંબને પણ નવી નિર્મળ પર્યાય નહિ થાય. બસ, એક ધ્રુવને ધ્યાતાં જ ધર્મ થાય છે. અહા ! આ ૐૐ ધ્વનિનો પોકાર છેઃ પ્રભુ! તું એક વાર તારા ત્રિકાળી આનંદના નાથનું અવલંબન લે. પૂજા–વ્રત-આદિ વ્યવહારનું આલંબન તને શરણરૂપ નહિ થાય, કેમકે તે બંધનું કારણ છે. અહા! જેમ પાતાળમાં સદાય પાણી ભર્યા છે તેમ તારા ધ્રુવના પાતાળમાં અનંતઅનંત જ્ઞાન ને આનંદ ભર્યાં છે. તે પાતાળમાં પ્રવેશતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદના ધોધ ઊછળશે. તું ન્યાલ થઈ જઈશ પ્રભુ! અંદર ધ્રુવને ધ્યાનનું ધ્યેય બનાવતાં ધર્મ-જૈનધર્મ પ્રગટશે. એક ધ્રુવના અવલંબને જ ધર્મ થાય છે આવો સમ્યક્ એકાન્તવાદ છે; એક ધ્રુવના આશ્રયે ( ધર્મ ) થાય અને વ્યવહારથી ન થાય એનું નામ સમ્યક્ અનેકાન્ત છે. ભાઈ ! પર્યાયમાં ૫૨મેશ્વ૨પદ પ્રગટે ક્યાંથી? અંદર પરમેશ્વ૨પદ પડયું છે તેને એકને જ અચળપણે અવલંબતાં પર્યાયમાં પરમેશ્વરપદ પ્રગટ થાય છે. આવી સા૨-સા૨ વાત છે. (૧૦–૨૫૭) (૧૩૨૪) ભાઈ ! પોતાનો સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ નક્કી કર્યા વિના ધર્મ થઈ શકે જ નહિ. એક સમયની પર્યાયમાં જેને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું પ્રગટ થયું છે એનો નિર્ણય કરવા જાય એને અંતરંગમાં સર્વજ્ઞ-સર્વદર્શી નિજ સ્વભાવ એની દ્દષ્ટિ અને નિર્ણય થાય છે અને એનું નામ ધર્મ છે. અંતર્દષ્ટિ થવી તે પ્રથમ ધર્મ છે. પુણ્યભાવને જ્યાં સુધી પોતાનો માને, કરવા જેવો માને, કરતાં કરતાં ધર્મ થશે એમ હિતરૂપ માને ત્યાં સુધી નિજ ચૈતન્યસ્વરૂપ શુદ્ધ અંતઃતત્ત્વની દૃષ્ટિ થતી નથી, અને એના વિના બધું થોથેથોથાં જ છે. ( ૧૦–૩૬૬ ) (૧૩૨૫ ) પ્રશ્ન:- પણ આ પેટમાં ભૂખ લાગી હોય ને ધર્મ કેમ થાય? ઉત્ત૨:- હમણાં ભૂખ્યા પેટે ધર્મ ન થાય એમ કહો છો, ને આહાર-પાણી પેટમાં પડયા પછી કહેશો કે તે પચે નહિ ત્યાં સુધી ધર્મ ન થાય, અને પછી કહેશો કે દિશા (સંડાસ ) ઊતરે નહિ ત્યાં સુધી ધર્મ ન થાય ને પછી પાછું પેટ તો ભૂખ્યું ને ભૂખ્યું. તો પછી ધર્મ ક્યારે થાય? ભાઈ ! તું માને છો એમ નથી બાપુ! ધર્મ તો તારો પોતાનો સ્વ-ભાવ છે અને તે અંતર-આલંબનના પુરુષાર્થ વડે પોતાના સ્વકાળે પ્રગટ થાય છે; મતલબ કે આહારપાણી ઇત્યાદિ પરના કારણે થતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #481 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્મ ૪૬૯ જો તો ખરો ! નરકમાં આહારનો એક કણ ન મળે, પાણીનું એક બુંદ ન મળે, જન્મથી જ સોળ-સોળ રોગ હોય તો પણ કોઈ નારકી જીવ અંતર-આલંબનમાં ઊતરી જઈને સમકિત (ધર્મ) પ્રગટ કરી લે છે. માટે પરથી થાય એ જવા દે, ને સ્વમાં સાવધાન થઈ જા. (૧૦-૩૯૨) (૧૩ર૬) પ્રશ્ન:- પણ આપ ધર્મ કેમ થાય એની વાત કરોને? આ બધું શું માંડ્યું છે? ઉત્તર- આ ધર્મની (વાત) તો માંડી છે ભાઈ ! ધર્મ કરનારો, એનું હોવાપણું, એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ (પર્યાય) અને એના ભાવ-સ્વભાવ ઇત્યાદિનું શું સ્વરૂપ છે એ તો નક્કી કરીશ કે નહિ? એમ ને એમ ધર્મ ક્યાં થશે ભાઈ ? કોના આશ્રયે ધર્મ થાય એ જાણ્યા વિના કેમ પ્રગટ કરીશ? આ દયા-દાન ને ભક્તિ-પૂજાના પરિણામ એ કાંઈ ધર્મ નથી, એ તો બધો વિકલ્પ-રાગ છે. સ્વના આશ્રયમાં ગયા વિના ભવનો અભાવ કરવાના બીજરૂપ સમ્યગ્દર્શન ત્રણ કાળમાં થતું નથી. ધર્મના સ્વરૂપની ભાઈ! તને ખબર નથી. સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ જે નિર્મળ રત્નત્રય જેને નિશ્ચય મોક્ષમાર્ગ કહીએ તે ધર્મ છે, અષ્ટપાહુડમાં તેને “અક્ષય અમેય' કહ્યો છે. અહા ! શુદ્ધ એક જ્ઞાયકના અવલંબને પ્રગટ થયેલી ધર્મની પર્યાયને કદી નાશ ન થાય તેવી અક્ષય અને અનંત સામર્થ્યવાળી કહી છે. અહા ! એકરૂપ જ્ઞાયકનું જેમાં જ્ઞાન થયું તેને અક્ષય અમેય” કહી, કેમકે તે પર્યાયમાં અનંતને જાણવાની તાકાત પોતાથી જ છે. તેવી રીતે એક શુદ્ધ જ્ઞાયકનું જેમાં શ્રદ્ધાન થયું તે પર્યાય પણ “અક્ષય અમેય” છે, કેમકે અનંતને શ્રદ્ધવાની (નિશ્ચયથી અનંત સામર્થ્યવાન એવા પોતાને) શ્રદ્ધવાની એની તાકાત પોતાને લઈને છે. તેવી રીતે ચારિત્રની, આનંદની, વીર્યની પર્યાય “અક્ષય અમેય' છે. અક્ષય અનંત સામર્થ્યવાળા આત્મતત્ત્વનો, શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય કરે છે તેથી તે પર્યાયોને પણ “અક્ષય અમેય” કહી છે. આમ અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાય અક્ષય અમેય છે. અહાહા...! જેમ વસ્તુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્ત્વ અક્ષય અમેય છે તેમ તેના આશ્રયે પ્રગટ થયેલી (નિર્મળ) પર્યાયો અક્ષય અમેય છે. લ્યો, આવો (અલૌકિક) ધર્મ! અરે! લોકોને રાગથી ધર્મ મનાવવો છે! પણ રાગને તો પરનો આશ્રય છે, ને તે વડે તો બંધન જ થાય છે. એનાથી ધર્મ કેમ થાય? (૧૦-૪૧૦) (૧૩૨૭) ત્યારે કેટલાક વળી કહે છે-આપણે તો આખા વિશ્વ ઉપર પ્રેમ કરવો જોઈએ. વિશ્વપ્રેમ તે ધર્મ છે. ' અરે ભાઈ ! વિશ્વપ્રેમ એ ચીજ શું છે? સર્વ વિશ્વનું જ્ઞાન કરી, નિજ ચૈતન્ય વસ્તુમાં એક્તા સ્થાપિત કરવી એનું નામ પ્રેમ છે. આ પ્રેમ એટલે વીતરાગતા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #482 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७० અધ્યાત્મ વૈભવ બાકી બીજા પ્રત્યે પ્રેમ કરવો, અરે, તીર્થકર પ્રભુ પ્રત્યે પ્રેમ કરવો એ પણ રાગ છે, તે રાગ આત્માના એકસ્વરૂપાત્મકપણામાં છે જ નહિ. શરીરના ને પરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપક થાય એવો જ આત્માનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે. (૧૧-૧૩૦) (૧૩૨૮) કોઈને થાય કે આ અમે શરીરની અનેક ક્રિયા કરીએ, દયા, દાન આદિ પુણ્યની અનેક ક્રિયા કરીએ તો એમાંથી ધર્મ આવે કે નહિ? તો અહીં કહે છે તારા ધર્મની ધ્રુવ ખાણ તારો આત્મા જ છે. અહા ! તે ધ્રુવનું આલંબન લે, તેમાં દષ્ટિ કર અને તેનું જ ધ્યાન ધર, તેમાંથી જ તારો ધર્મ પ્રગટ થશે. આ સિવાય શરીરની ક્રિયા અને પુણ્યની ક્રિયા તો બધાં થોથાં છે, એ બહારની ચીજમાંથી ક્યાંયથી તારો ધર્મ આવે એમ નથી. તો આપણે કરવાનું શું? આ જ કે ત્રિકાળી સ્વભાવ જે ધ્રુવ છે તેમાં ઝુકી જા. ધ્રુવને ધ્યાનમાં લઈને ધ્રુવને જ ધ્યાનનું ધ્યેય બનાવ. આ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. પર્યાય પ્રજા છે, ધ્રુવ તેનો પિતા છે; ધ્રુવનું આલંબન ધર્મ છે. આવી વાત છે. સમજાણું કાંઈ...? અહા ! રાગથી ભિન્ન પોતાની ચીજ અંદર છે તેનું જેને ભાન નથી, શક્તિ તે ધ્રુવ ઉપાદાન અને વર્તતી પર્યાય તે ક્ષણિક ઉપાદાન-એ બંનેના સ્વાધીન સ્વરૂપની જેને ખબર નથી તે રાગની એક્તામાં રહ્યો છે; મરણ ટાણે તે રાગની એક્તાની ભીંસમાં ભીંસાઈ જશે. શુભભાવથી ધર્મ થાય એમ જે માને છે તે મૃત્યુ સમીપ આવતાં રાગની એક્તાની ભીંસમાં ભીંસાઈ જશે. આખી જિંદગી જેણે પોતાની ચૂત વસ્તુને ભિન્ન જાણી-અનુભવી નહિ તેનો દેહુ મરણ ટાણે, જેમ ઘાણીમાં તલ પિલાય તેમ, પિલાઈને છૂટી જશે, ને કોણ જાણે ક્યાંય તે ચાર ગતિમાં રઝળતો ચાલ્યો જશે. સમજાય છે કાંઈ..? (૧૧-૨૦૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #483 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧. ધ્યાન-ધ્યેય ') TV TA (૧૩ર૯) અહીં પર્યાયનું ધ્યાન કરવાની વાત નથી. અહીં તો મારું દ્રવ્ય જ સિદ્ધ-સ્વરૂપ છે, સ્વભાવથી શક્તિરૂપે હું સિદ્ધ જ છું. નિયમસારમાં આવે છે ને? બધા સંસારી જીવો (નિશ્ચયનયનાબળે) સિદ્ધ સમાન જ છે, અષ્ટગુણથી પુષ્ટ છે. આ સ્વભાવની વાત છે. દ્રવ્ય પોતાનું સિદ્ધસ્વરૂપ છે અને ધ્યાવીને, પોતાના ત્રિકાળી સ્વરૂપનું ધ્યાન કરીને તેના જેવો થઈ જાય છે. અહા ! નિર્મળ પર્યાયમાં ધ્યાન કોનું છે? દ્રવ્યનું, કે જે સ્વરૂપે પૂર્ણ, આનંદસ્વરૂપ એકરૂપ છે, એને પર્યાય વિષય બનાવીને ધ્યાન કરે છે. પરમ અધ્યાત્મતરંગિણીમાં ત્રણ ઠેકાણે આવે છે કે “ધ્યાન વિષય કુરુ” પર્યાયમાં દ્રવ્યને વિષય બનાવ. એનો અર્થ એ નથી કે આ પર્યાય છે તે દ્રવ્યમાં વાળું છું. પણ પર્યાય દ્રવ્ય તરફ વળી એ દ્રવ્યનું ધ્યાન છે. સિદ્ધનું ધ્યાન-એટલે જેવો પોતે સિદ્ધ સમાન સ્વભાવથી છે-તેનું ધ્યાન કરતાં સિદ્ધ સમાન થઈ જાય છે; ન થાય એ પ્રશ્ન જ નથી. તેથી ચારેય ગતિથી વિલક્ષણ એવી પંચમગતિ-મોક્ષને પામે છે. બીજી ગતિઓ તો વિકારવાળી છે, ત્યાંથી તો પાછું આવવું પડે છે. પણ આ મોક્ષગતિ તો થઈ એ થઈ, “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં.” સાદિઅનંતકાળ સિદ્ધમાં જ રહેશે. અહો ! અમૃતચંદ્ર અમૃતના નાથને અમૃત ગતિ પ્રાપ્ત કરાવવાની અદ્દભુત વાત કરી છે. અમૃત રેલાવ્યા છે! “રે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યાં રે પંચમ કાળમાં” (૧-૩૬ ) (૧૩૩૦) શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. અખંડ આનંદ, ચૈતન્ય, ધ્રુવ, પ્રભુ, પરમાત્મસ્વરૂપ એ ધ્યેય બતાવવાનું પ્રયોજન છે. જાણે છે પર્યાય પણ ધ્યેય ત્રિકાળી શુદ્ધ આત્મા છે. ત્રિકાળીશુદ્ધ, ધ્રુવસ્વરૂપ, એકરૂપ ત્રિકાળ જેમ પર્યાયનો ભેદ પણ નથી એવા શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. (૧–૩૯) (૧૩૩૧) ધ્રુવ દ્રવ્ય જે ધ્યેય તેને જ્ઞાનની પર્યાય જાણે છે. શ્રદ્ધાની પર્યાય ધ્રુવને ધ્યેય બનાવીને શ્રદ્ધા છે. ત્યારે કહે છે કે પર્યાય જે ભેદ અને વ્યવહાર છે તે અભેદને જાણે છે. વાણી બધું બતાવે છે. વાણી બધુ બતાવે છે કે જ્ઞાનની પર્યાય છે તે જાણે છે આ તો અનાદિ સનાતન સત્ય છે. ધ્યેય તો ધ્યેય છે, પણ જ્યારે પર્યાય ધ્યેયને જાણે છે, તેને ધ્યેય બનાવે છે, ત્યારે ધ્યેય ખરેખર થયું કહેવાય. અભિધેય એટલે શું? કે શુદ્ધ આત્મા. શાસ્ત્ર કહ્યું કે અભિધેય શુદ્ધ આત્મા ધ્રુવ છે. પણ કોને ? જે જાણે એને. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #484 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૨ અધ્યાત્મ વૈભવ (૧૩૩ર) ધ્યેય એટલે પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક, અનુસરણ કરવા લાયક, –જે ધ્રુવ છે તે. આમ અનંત કેવળીઓએ કહ્યું છે. તેના વાચક ગ્રંથના શબ્દો છે. છે ને? શુદ્ધ આત્માનું સ્વરૂપ તે ધ્યેય છે-અભિધેય છે. દષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આત્મા ધ્રુવ છે. તે સમ્યકદર્શનનો વિષય છે. સમ્યકદર્શનની પર્યાયનો વિષય આ છે. બીજી રીતે કહીએ તો પર્યાય વ્યવહાર છે, તેનો વિષય નિશ્ચય છે. શું કહ્યું? પર્યાય છે એ વ્યવહાર છે, એનો વિષય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ચિવિલાસમાં આવે છે ને, કે “નિત્યને અનિત્ય જાણે છે.' એટલે કે ક્ષણિક પર્યાય તે ધ્રુવને જાણે છે. વસ્તુ અનાદિથી આવી છે. દ્રવ્ય અને નિર્મળ પર્યાય બે થતાં નિશ્ચયનયનો વિષય ન રહ્યો, વ્યવહારનયનો વિષય થઈ ગયો. ખરેખર વ્યવહારનો (પર્યાયનો) વિષય નિશ્ચય (દ્રવ્ય) જોઈએ. પર્યાય છે એ વ્યવહાર છે, ભેદ છે. એનો વિષય ત્રિકાળી ધ્રુવ એ નિશ્ચય છે. (૧-૪૦) (૧૩૩૩) શુદ્ધનયથી આત્મા જ્ઞાયક છે. એટલે આત્મા જે એક ચૈતન્ય-ચૈતન્ય સામાન્ય એકરૂપ ધ્રુવસ્વરૂપ છે તે જ્ઞાયક જ છે. તેમાં ચૌદેય ગુણસ્થાનોના ભેદો નથી, દ્રવ્ય અને પર્યાય એ બન્ને વસ્તુમાં હોવા છતાં આ એકરૂપ જ્ઞાયકભાવમાં પર્યાયો નથી. મલિન, વિકારી પર્યાયો તો નથી પણ સંવર, નિર્જરા અને મોક્ષની શુદ્ધ પર્યાયો પણ નથી. આવો એકરૂપ અભેદ જ્ઞાયકભાવ એ જ ધ્યેયરૂપ છે. (૧-૧૦૬ ) (૧૩૩૪). અજ્ઞાનીને દયા, દાનાદિ રાગના, નવતત્ત્વના ભેદોના પ્રેમની આડમાં ચૈતન્ય ચમત્કારમાત્ર આત્મા દેખાતો નથી. પરંતુ શુદ્ધનય એ સર્વ ભેદોને ગૌણ કરી અનંત શક્તિસંપન્ન ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુને દેખે છે, અનુભવે છે. તેનો અનુભવ થતાં, તેને અનુસરીને વેદના થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. તેનો અનુભવ થતાં-કોનો? શુદ્ધનયના વિષયભૂત ધ્યાનના ધ્યેયભૂત જે ચૈતન્ય ચમત્કારમાત્ર વસ્તુ ધ્રુવ છે તેનો. અહાહા...! ધ્યાનનું ધ્યેય જે પૂર્ણાત્મા-આનંદકંદ ચૈતન્યચમત્કાર તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, એટલે આ દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયે પર્યાય છે એવા નવિકલ્પો ઉત્પન્ન થતા નથી. (૧-૨૦૯) (૧૩૩૫) વિકલ્પના વિષયરહિત વસ્તુ સૂક્ષ્મ અવ્યક્ત છે. જ્ઞાયક આત્મા એ તો નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે. નિર્વિકલ્પતા એ ધ્યાન છે તેનો વિષય અખંડ આત્મવસ્તુ છે. ધ્યાનનું ધ્યેય ધ્યાન નથી પણ ધ્યાનનું ધ્યેય અખંડ શુદ્ધ આત્મવસ્તુ છે. એક અખંડ શુદ્ધ ચિત્માત્ર સિવાય બધુંય પરમાં-છ દ્રવ્યમાં સમાઈ જાય છે. (૩-૭૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #485 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધ્યાન-ધ્યેય ४७३ (૧૩૩૬) હમણાં ધ્યાન કરાવો, ધ્યાન કરાવો એમ ધ્યાનનું ખૂબ ચાલ્યું છે. એમ કે આ સોનગઢવાળા અધ્યાત્મ –અધ્યાત્મ કરે છે તો આપણે ધ્યાનનું ચલાવો. હમણાં હમણાં તો છાપામાં ધ્યાન કરવા બેઠા હોય એના ફોટા પણ આવે છે. પણ ધ્યાન કોને કહેવાય, બાપુ! અંદર શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈ ઠરવું તે ધ્યાન છે. પણ જેને હુજ આત્માની પ્રતીતિ થઈ નથી તે ઠરશે શામાં? પોતાની ચીજ જે ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદ સ્વરૂપ છે તે હજી દષ્ટિમાંવેદનમાં અનુભવમાં આવી નથી તો એ ચીજમાં મગ્ન થઈ ઠરવારૂપ ધ્યાન ક્યાંથી આવે ? બાપુ! આ ધ્યાનના જે બાહ્ય વિકલ્પ છે એ તો રાગ છે અને તે કુશીલ છે, બંધનું કારણ છે. (૬-પ૦) (૧૩૩૭) બે પ્રકારનો મોક્ષમાર્ગ – સાચો અને આરોપિત મોક્ષમાર્ગ-મુનિને ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. અહાહા..! અંદર ધ્યેયને (શુદ્ધ આત્મદ્રવ્યને) ગ્રહતાં-પકડતાં જે વિકલ્પ વિનાની એકાકાર-ચિદાકાર દશા થાય છે તે ધ્યાન છે અને એ ધ્યાનમાં બે પ્રકારનો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. ત્યાં શુદ્ધ રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિશ્ચય (સત્યાર્થ) મોક્ષમાર્ગ છે, જ્યારે તેની સાથે જે રાગ બાકી રહે છે તે વ્યવહાર (આરોપિત ) મોક્ષમાર્ગ છે. આ બન્ને મોક્ષમાર્ગ પ્રભુ ! તને ધ્યાનમાં પ્રાપ્ત થશે. અરે ! પરંતુ જેને હજુ પોતે કેવો છે, કેવડો છે-એની ખબરેય નથી તેને ધ્યાન કેવું? તેને મોક્ષમાર્ગ કેવો? અહીં કહે છે–પ્રભુ! તું શુદ્ધ આત્મદ્રવ્યમાં લીન થા, એમાં જ સંતુષ્ટ થા, એમાં જ તૃત થા અર્થાત્ એમાં જ તારું ધ્યાન લગાવ. તેથી તને વર્તમાનમાં આનંદનો અનુભવ થશે અને થોડા જ કાળમાં (ધ્યાનના દઢ -દઢતર-દઢતમ અભ્યાસથી) તને જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. અહાહા..! ધ્યાન વડે પ્રભુ! તને અલ્પકાળમાં પૂર્ણદશાની પ્રાપ્તિ થશે. વળી કહે છે- “આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.' (બ્રહ્મલીન પુરુષ જ પરમાનંદને અનુભવે છે, બીજા મિથ્યાષ્ટિઓને અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થતો નથી). આવી વાત છે. (૭-૨૨૪) (૧૩૩૮). ભાઈ ! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે બાપા! અંદર ભગવાન આત્મા પૂરણ શુદ્ધ નિત્યાનંદ પ્રભુ એક જ્ઞાયકભાવપણે પરમ પરિણામિકભાવે નિત્ય વિરાજે છે તે સમ્યગ્દર્શનનો વિષય ને ધ્યેય છે. એનું-પૂરણ પરમાત્મસ્વરૂપનું-દર્શન તે જૈનદર્શન છે. અહા! અનંત તીર્થકરોએ, અનંતા કેવળીઓ, ગણધરો ને મુનિવરોએ એ જ કહ્યું છે કે-જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે એનું ધ્યેય ત્રિકાળી ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ આત્મા છે, પણ વ્યવહાર એનું કારણ નથી. (૭-૨૭૭) (૧૩૩૯) વિશુદ્ધ ધર્મધ્યાન' એટલે શુભભાવ જે પુણ્યબંધનું કારણ છે એને અહીં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #486 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७४ અધ્યાત્મ વૈભવ ધર્મ-ધ્યાન કહ્યું છે. અહીં આ શબ્દ જરી અટપટો (નામથી) વ્યવહાર ધર્મધ્યાનના અર્થમાં વાપર્યો છે. નિયમસારમાં આવે છે કે-નિશ્ચય ધર્મધ્યાન ને વ્યવહાર ધર્મધ્યાન બંને ભિન્ન છે. શુદ્ધ આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય તે નિશ્ચય ધર્મધ્યાન છે ને (કર્મ આદિ) પરલક્ષે શુભભાવ થાય તે વ્યવહાર ધર્મધ્યાન છે. વર્તમાનમાં લોકોમાં આ મોટો ગોટો ઊડ્યો છે. -કે શુભભાવથી ધર્મ થાય. પણ ભાઈ ! શુભભાવ એ નિશ્ચયથી તો આર્તધ્યાન છે, એ ધર્મધ્યાન કેવું? જુઓને! અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે- “વિશુદ્ધ ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે...' અહાહા...! શુભભાવથી ધર્મ માનનારા, અહા! શુભભાવથી બંધન છૂટશે એમ માનનારા અંધ એટલે આંધળા છે એમ કહે છે. ' અરે ભાઈ ! જેઓ શુભભાવમાં ગળા સુધી ગરી-ડૂબી ગયા છે એવા જીવોને અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો ગોળો ચૈતન્યમહાપ્રભુ પોતે છે એની ખબર સુધ્ધાં નથી. અંધ બુદ્ધિ છે ને? અહા ! શુભભાવથી ભિન્ન ચૈતન્યમય હું પરમાત્મદ્રવ્ય છું—એ ભાસતું નથી. શુભભાવની આડમાં એને આખો પરમાત્મા ભાસતો નથી. આવે છે ને કે તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહિ.” એમ શુભભાવની આડમાં પોતાના ભગવાનને એ ભાળતો નથી. (૮-૩૯૦). (૧૩૪૦) એક વાર એક ભાઈ એમ કહેતા હતા કે તમે જે અરિહંતનું અને સિદ્ધનું ધ્યાન ધરો છો તે જૂઠું છે કેમકે અરિહંત અને સિદ્ધ અહીં છે નહિ. ' અરે ભાઈ ! તું સાંભળ તો ખરો પ્રભુ! જે અહંતદશા અને સિદ્ધદશા પ્રગટ થવાની છે તે અંદરમાં શક્તિપણે પડી છે. તેનું જે ધ્યાન કરે છે તે અહંતનું અને સિદ્ધનું ધ્યાન કરે છે. શું કીધું? કેવળીને જે કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થયાં તે અંદર શક્તિમાં છે. તેથી તો કહ્યું કે “સિદ્ધ સમાન સદા પદ મેરો.' બાપુ! ભગવાન આત્મા, જેને પૂરણ નીર્મળ વીતરાગી દશા પ્રગટ થાય એવો અંદર વીતરાગી અનંત શક્તિનો-સ્વભાવનો પિંડ છે. ભાઈ ! આ પરમ સત્યની પ્રસિદ્ધિ છે. (૯-૧૦૭) (૧૩૪૧). અહાહા....! નિજદેહમાં ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ( ભિન્ન) વિરાજે છે. તેને ધ્યાન વિનાના પુરુષો જોઈ શક્તા નથી; જેમ સૂર્ય સદા વિદ્યમાન છે તેને જાતિઅંધ છે તેઓ જોઈ શક્તા નથી તેમ ભગવાન આત્માનું લક્ષ જેમને નથી તેઓ તેને જોઈ શક્તા નથી. ઘુવડને કોઈએ પૂછ્યું “એલા ! સૂર્ય છે કે નહિ?” ત્યારે તે કહે “જેને કોઈ દિ' નજરે ભાળ્યો નથી તે છે એમ કેમ કહું?” લ્યો, આવો મહા પ્રતાપર્વત ઉજ્જવળ પ્રકાશનો ગોળો સૂર્ય છે તે ઘુવડને દેખાતો નથી. જાતિઅંધ છે ને! તેમ આત્મા ચૈતન્યસૂર્ય પ્રભુ સદાય અંદર બિરાજે છે, પરંતુ એની દષ્ટિ (સમ્યગ્દર્શન ) વિના, એના ધ્યાન વિના તે દેખાતો નથી. જેમ જાતિઅંધને સૂર્ય દેખાય નહિ તેમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #487 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધ્યાન-ધ્યેય ૪૭૫ રાગ ને પર્યાયની રુચિવાળા જન્માંધને ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા દેખાતો નથી અર્થાત્ ભાવઘાતી આવરણ વડે પર્યાયનયે ઢંકાઈ ગયો છે, લ્યો, આવી વાત! (૯-૧૧૮) (૧૩૪૨) દયા, દાન, વ્રત, તપના પરિણામ તે બંધના કારણરૂપ ક્રિયા છે, તે આત્મદ્રવ્યમાં નથી; અને શુદ્ધભાવના પરિણતિ જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ છે તે મોક્ષના કારણરૂપ ક્રિયા છે, તે પણ આત્મદ્રવ્યમાં નથી. માટે કહે છે, એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણમિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. આ શું કીધું? કે શુદ્ધપારિણામિકભાવરૂપ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ તે ધ્યાનનું ધ્યેય છે, ધ્યાન નથી. અહાહા..જેમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે એવાં નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થવામાં ત્રિકાળી શુદ્ધ ચિન્માત્ર વસ્તુ એના ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી, કેમકે ત્રિકાળી વસ્તુ છે તે અક્રિય છે. હવે ધ્યેય શું ને ધ્યાન શું? –એની ખબરેય ન મળે ને મંડી પડે ધ્યાન ધરવા આસન લગાવીને ધૂળમાંય ધ્યાન નથી સાંભળને, એ તો બધી મિથ્યા રાગની ક્રિયા છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી છે તે શુદ્ધચૈતન્યનો મહા દરિયો છે. “શુદ્ધચેતનાસિંઘુ હુમારો રૂપ હેં-એમ આવે છે ને? અહાહા..! અનંત. અનંત. અનંત ગુણનું એકરૂપ દળ પ્રભુ આત્મા છે. તે કહે છે, ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. સમ્યગ્દર્શનની પર્યાય ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે, આત્માનું સ્વસંવેદનશાન તે ધ્યાનરૂપ છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે. આત્મરણિતા ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તેનું ધ્યેય છે. ધ્યાન તો ધ્યેયમાં એકાગ્ર થયેલી પર્યાય છે, ને ધ્યેય ત્રિકાળ ધૃવસ્વભાવ છે. ધ્યાનની પર્યાય તો ધ્યેયમાં એકાગ્ર થયેલી પર્યાય છે, ને ધ્યેય ત્રિકાળ ધૃવસ્વાવ છે. ધ્યાનની પર્યાય ધ્યેયને ધ્યાવે છે તોપણ ધ્યય છે તે ધ્યાનરૂપ નથી. અહો ! આઅલૌકિક વાત છે. ભગવાન ! નિજ ધ્યેયને ભૂલીને પોતાની નજરને તે રાગમાં રોકી રાખી છે. તેથી ધ્યેયરૂપ નિજ જ્ઞાનાનંદનો દરિયો તને દેખાતો નથી. અરે ! નજરને વર્તમાન પર્યાયની રુચિમાં રોકી દીધી છે તેથી અનંતગુણનિધિ શુદ્ધચેતનાસિંધું એવો ભગવાન આત્મા તને ભાસતો નથી. અરે ભાઈ! ધ્યાનરૂપ પર્યાય રાગ વગરના નિર્મળભાવરૂપ છે અને એનું ધ્યેય પરમસ્વભાવભાવરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. માટે રુચિ પલટી નાખ ને ધ્રુવસ્વભાવમાં ઉપયોગને સ્થિર કરીને તેને ધ્યાન અહા ! ઉપયોગને ધ્યેયમાં એકાગ્ર કરીને ધ્યાવતાં જે ધ્યાન પ્રગટ થશે તેમાં અતીન્દ્રિય આનંદની ધારા ઉલસશે. (૯-૧૬૧) (૧૩૪૩). દષ્ટિનો ફેર છે બાપા! ધ્રુવની દષ્ટિ કરવાને બદલે તે પોતાની નજર પર્યાય ઉપર, રાગ ઉપર, નિમિત્ત ઉપર ને બહારના પદાર્થ ઉપર રાખે છે અને તેથી તેને અંદરનું ચૈતન્યનિધાન જોવા મળતું નથી. આ ધ્યાન છે તે પર્યાય છે, ઔપશમિકાદિભાવરૂપ છે અને તે પલટી જાય છે. તેથી તે પર્યાય ધ્યેયરૂપ નથી. ધ્યેયરૂપ તો એક શુદ્ધપારિણામિકભાવ છે કેમકે તે અવિનશ્વર છે, નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ એકરૂપ છે; તે ધ્યાનરૂપ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #488 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७६ અધ્યાત્મ વૈભવ કેમ હોય? ભાઈ ! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ જે મોક્ષમાર્ગની પર્યાય છે તે નાશવંત છે, કારણ કે મોક્ષદશા પ્રગટ થતાં મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થઈ જાય છે; વ્યય થઈ જાય છે, માટે તે ધ્યેયરૂપ નથી. અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિત્ય અવિનાશી હોવાથી ધ્યેયરૂપ છે, પણ ધ્યાનરૂપ નથી. ધ્યાનપર્યાય વિનશ્વર છે. શુક્લધ્યાનની પર્યાય પણ વિનશ્વર છે. માટે તે ધ્યેય રૂપ નથી, ધ્યેયથી ભિન્ન છે. (૯-૧૬૨ ). (૧૩૪૪) અહા! ભગવાન આત્માની જેને ધૂન લાગી છે તેને પુણ્ય-પાપ તરફનું લક્ષ હોતું નથી. આત્માની ધૂનમાં પાપ-પુણ્યના ભાવ બિલકુલ હોતા નથી. હે ભાઈ ! નિર્મળાનંદનો નાથ પ્રભુ તું પરમાત્મદ્રવ્ય છો, તેની એકવાર ધૂન લગાવ; તને સમ્યગ્દર્શન થશે, સુખી થવાનો માર્ગ પ્રગટ થશે. (૯-૧૭૧) (૧૩૪૫) અહા! ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે અનંતશક્તિસ્વરૂપ આત્માનો અનુભવ થતાં અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે; સમકિતપણે શ્રદ્ધાનો અંશ પ્રગટ થાય છે, ભાવશ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે, ચારિત્રનો અંશ પ્રગટ થાય છે, વીર્યનો અંશ પ્રગટ થાય છે, સ્વચ્છતા ને પ્રભુતાનો અંશ પણ પર્યાયમાં વ્યક્ત થાય છે. તે બધી નિર્મળ પ્રગટ થયેલી પર્યાયો, અહીં કહે છે, ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય નથી. અહાહા..! ધ્યાતા પુરુષ આ પ્રગટ પર્યાયોને જાણે છે ખરા પણ તે પર્યાયોનું ધ્યાન કરતા નથી, તે પર્યાયોને ધ્યાવતા નથી. (૯-૧૭૨ ) (૧૩૪૬) અહા ! સચ્ચિદાનંદ નિજ ભગવાનના સ્વરૂપને કહેનારી ભગવાનના ઘરની આ ભાગવત કથા છે. કહે છે-સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલી ને વીતરાગવિજ્ઞાન દશા તેને ધર્માત્મા પુરુષ ધ્યાવતાં નથી, તો કોને ધ્યાવે છે? અહા! ધર્મી પુરુષ કોનું ધ્યાન કરે છે? તો કહે છે–સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધપારિણામિકપરમસ્વભાવરૂપ નિજે પરમાત્મદ્રવ્ય સદાય અંદર વિરાજી રહ્યું છે તેને ધર્માત્મા ધ્યાવે છે. અહા ! અંદર શક્તિસ્વરૂપ જે વસ્તુ આત્મા છે તે ત્રિકાળ નિરાવરણ છે. ભાઈ ! તારા દ્રવ્યનું દ્રવ્યમાન સ્વભાવથી સદાય નિરાવરણ છે, પર્યાયમાં રાગ સાથે અને કર્મ સાથે એક સમય પૂરતો વ્યવહારે ભલે સંબંધ હો, પણ અંદર વસ્તુ જે ભૂતાર્થ છે. ચિદાનંદમય સદા વિદ્યમાન છે તે નિરાવરણ છે. ભગવાન! તારી વસ્તુ અંદર પરમાનંદમય સદા નિરાવરણ છે, કર્મ અને રાગના સંબંધથી રહિત છે. હવે આવું કેમ બેસે એને ? તું માન કે ન માન; પણ વસ્તુ અંદર જ્ઞાનઘન છે તે સકળ નિરાવરણ છે, અને તેને ધર્મી પુરુષ ધ્યાવે છે. (૯-૧૭) (૧૩૪૭). વસ્તુ નિજ પરમાત્મતત્ત્વ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #489 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધ્યાન-ધ્યેય ४७७ ત્રિકાળ અવિનશ્વર છે અને તે જ ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય છે. સમ્યગ્દર્શનનો વિષય પણ એ જ છે અને કલ્યાણકારી ધ્યાનનું ધ્યેય પણ એ જ છે. લોકોને આ આકરું લાગે છે, પણ શું થાય ? વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ આવું જ છે. ' અરે! ચૈતન્યનિધાનસ્વરૂપ પોતાના ભગવાનને ભૂલીને તે અનાદિથી અવળે પંથે ચઢી ગયો છે! અહા! ચૈતન્યલક્ષ્મીથી ભરેલો પોતે ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં તે આ બહારની જડ લક્ષ્મીની ને પુણ્યની ભાવના કરે છે! અહા! ત્રણલોકનો નાથ જિનસ્વરૂપ પ્રભુ આમ ભિખારી થઈને લોકમાં ભમે તે કેમ શોભે? ભગવાન ! આ શું કરે છે તું? તારા ઉપયોગને અંતરમાં લઈ જા, તને સુખનિધાન પ્રભુ આત્મા પ્રાપ્ત થશે. ભાઈ ! તારા સુખનો આ એક જ ઉપાય છે. ધર્મી પુરુષો અંતર્મુખપણે પરમભાવસ્વરૂપ એ એકને જ ધ્યાવે છે. (૯-૧૭૩) (૧૩૪૮) અહા! આવો પરમભાવસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવ જેનો ભાવ છે તે નિજ પરમાત્મદ્રવ્ય હું છું એમ ધર્માત્મા ધ્યાવે છે. આ સર્વજ્ઞ પરમાત્મા (અરિહંતાદિ) તે હું એમ નહિ, આ તો ધ્યાતા પોતાના જ ત્રિકાળી આત્માને “હું પરમાત્મદ્રવ્ય છું” –એમ ભાવે છે, અનુભવે છે, ધ્યાવે છે. જે સર્વજ્ઞ પરમાત્મા પ્રગટપણે છે તે તો પરદ્રવ્ય છે. એને ધ્યાતાં તો રાગ થશે બાપુ? તો ભગવાનને તરણતારણ કહેવામાં આવે છે ને? હા, ભગવાનને વ્યવહારથી તરણતારણ કહેવામાં આવે છે. ભગવાનનું નિમિત્ત બનતાં તરનારો પોતે પોતાના સ્વરૂપના અનુભવમાં રહીને તરે છે તો ભગવાનને વ્યવહારથી તરણતારણ કહેવામાંઆવે છે. બાકી ધ્યાતા પોતાના આત્માને અંતર્મુખપણે ધ્યાવે એ જ મોક્ષના કારણરૂપ ધ્યાન છે. સમજાય છે કાંઈ...? કોઈ એકાંતે પર ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષમાર્ગ થવાનું માને એ તો બહુ ફેર થઈ ગયો ભાઈ ! ધ્યાતાના ધ્યાનનું એવું સ્વરૂપ નથી. ભાઈ ! આ તો અનંતા તીર્થકરોએ ઇન્દ્રો, મુનિવરો ને ગણધરોની સમક્ષ ધર્મસભામાં જે ફરમાવ્યું છે તે અહીં દિગંબર સંતો જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે–ભગવાનનો આ સંદેશ છે; શું? કે પોતે આત્મા ચિદાનંદઘન પ્રભુ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધપારિણામિક પરમભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છે. અહા ! આવું જે નિજપરમાત્મદ્રવ્ય તે હું છું—એમ ધ્યાતા પુરુષ ધ્યાવે છે, ભાવે છે અને આ જ મોક્ષના કારણરૂપ ધ્યાન છે. જેમાં પોતાનો ત્રિકાળી શુદ્ધ આત્મા જ ધ્યેયરૂપ છે તે પરમાર્થધ્યાન છે અને તે જ મોક્ષના કારણરૂપ છે. (૯-૧૭૪). (૧૩૪૯). અહાહા....! ધર્મી એમ ભાવે છે કે અખંડ એક નિજપરમાત્મદ્રવ્ય તે હું છું, પણ એમ ભાવતો નથી કે ભાવશ્રુતજ્ઞાન હું છું. આનંદના અનુભવ સહિત જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #490 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૮ અધ્યાત્મ વૈભવ શ્રુતજ્ઞાન પ્રગટ થયું તે એક સમયની પર્યાય છે, માટે ધર્મી પુરુષ એનું ધ્યાન કરતો નથી. પર્યાય ખંડરૂપ વિનશ્વર છે ને? માટે ધર્માત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયનું પણ ધ્યાન કરતો નથી. અહા ! ધ્યાનની કરનારી પર્યાય છે, પણ તે પર્યાયનું-ભેદનું ધ્યાન કરતી નથી; એ તો અખંડ અભેદ એક નિજ પરમાત્મદ્રવ્યને જ ધ્યાવે છે. ધર્માત્માની ધ્યાનની દશા એક ધ્રુવને જ ધ્યાવે છે, ભેદની સામે એ જોતી જ નથી. આ રીતે ધર્મ પુરુષ નિજ પરમાત્મતત્ત્વને ભાવીને–ધ્યાવીને ધ્યાનનું ફળ જે મોક્ષ તે અવિચલ દશાને પ્રાપ્ત થઈ જાય છે. (૯-૧૭૪) (૧૩૫૦) સમાધિતંત્રમાં પણ આવે છે કે-સિદ્ધનું ધ્યાન કરતાં આત્માનું ધ્યાન થાય છે. એનો પણ આવો જ અર્થ છે કે સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતાં હું પોતે સ્વરૂપથી સિદ્ધ છું એમ સ્વરૂપની અંતર્દષ્ટિ થાય ત્યારે આત્મધ્યાન થાય છે. આવી વાત છે. અરે ભાઈ ! હમણાં જ તું આ નહિ સમજે તો ક્યારે સમજીશ ? જોતજોતામાં આયુ તો પૂરું થઈ જશે; પછી તું ક્યાં જઈશ? જો તો ખરો, આ ભવિસંઘું તો અમાપ દરિયો છે. પુણ્યથી ધર્મ થાય ને નિમિત્તથી કાર્ય થાય ઇત્યાદિ શલ્ય ઊભું રહેશે તો અપાર ભવસમુદ્રમાં ચોરાશી લાખ યોનિમાં તું ક્યાંય આથડી મરીશ ભાઈ! (૯-૨૨૮) (૧૩૫૧ ) અહાહા...! આત્મા જ્ઞાનધામ-વિજ્ઞાનનમંદિર પ્રભુ અંદર નિત્ય વિરાજી રહ્યો છે. અહાહા...! અનાદિ અનંત ધ્રુવ નિત્યાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ અંદર શાશ્વત વિરાજી રહ્યો છે. જ્યાં પર્યાયમાં થતાં વિભાવનું લક્ષ છોડી અંદર ધ્રુવધામ નિજ ચૈતન્યધામમાં દષ્ટિ જોડી દે કે તત્કાલ તે કર્તાપણાથી રહિત થઈ જ્ઞાતાપણે પ્રગટ થાય છે. ઝીણી વાત છે પ્રભુ! આ દરિયામાં વહાણ ચાલે છે ને? તે ધ્રુવ તારાનું લક્ષ રાખીને રાત્રે ચાલે છે. તેમ અહીં ૫૨માત્મા કહે છે-ચૈતન્યધાતુને ધરનાર ધ્રુવ ધ્યેયરૂપ ધ્રુવધામ અંદર નિત્ય બિરાજે છે તેના ધ્યાનની ઘણી ધગશથી ધખાવ, જેથી સમ્યગ્દર્શન આદિ ધર્મ તને પ્રગટ થશે. એક સમયની પર્યાય છે તેમાં દૃષ્ટિ ન જોડ, પણ ધ્રુવ ધ્યેયની ધૂન લગાવી તેનું ધ્યાન કર. આ ધર્મ પામવાની રીત છે. અહો ! ધ્રુવધામમાં ધ્યેયની ધખતી ધૂણી ધખાવી ધીરજથી ધ્યાનરૂપ ધર્મનો ધા૨ક ધર્મી જીવ ધન્ય છે. (૯-૨૬૯ ) (૧૩૫૨ ) દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપાસના કરવી કહી તે તે નિર્મળ રત્નત્રયના પરિણામને પ્રાપ્ત કરવાની અપેક્ષાએ વાત છે, બાકી સેવના-ઉપાસના તો ત્રિકાળી શુદ્ધજ્ઞાનમય દ્રવ્યની કરવાની છે. ત્રિકાળી શુદ્ધ નિજ જ્ઞાયકસ્વરૂપની દષ્ટિપૂર્વક તેમાં જ રમણતા કરવાની નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્રની વીતરાગી દશા પ્રગટ થાય છે અને તેને રત્નત્રયની સેવના-ઉપાસના કહે છે, કાંઈ પર્યાયની દૃષ્ટિ અને ઉપાસના કરવાં છે એમ અર્થ અથી. પર્યાયને સેવતા જોવામાં આવે છે એમ કેમ કહ્યું ? કે નગ્નદશા અને રાગની સેવાનો અભાવ છે તો નિર્મળ રત્નત્રયને સેવે છે એમ કહ્યું, બાકી સેવના તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #491 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધ્યાન-ધ્યેય ૪૭૯ ત્રિકાળી દ્રવ્યની જ છે; ધ્યાનનું ધ્યેય તો શુદ્ધ જ્ઞાયક જ છે. દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા તે ધ્યાનની પર્યાય છે, ને ધ્યાનનું ધ્યેય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. ધ્યાનની પર્યાયનું દ્રવ્ય જ ધ્યેય હોવાથી, રાગ ધ્યેય નહિ હોવાથી, ધ્યાનનાં પર્યાયને સેવે છે એમ અહીં કહ્યું છે. (૧૦-૨૩૦) જુઓ, દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ કે વિનયનો વિકલ્પ કે ગુણ-ગુમના ભેદનો વિકલ્પ કે છકાયના જીવની દયાનો વિકલ્પ એ સર્વ અન્ય ચિંતા છે અહીં કહે છે-એ સમસ્ત અન્ય ચિંતાનો વિરોધ કરી અંતરમાં –સ્વરૂપમાં એકમાં એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને ધ્યા. એમ કે ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ અંદર છે તેને દૃષ્ટિમાં લીધો છે, હવે તે એકને જ અગ્ર કરી શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રનું જ ધ્યાન કર, અહીં પર્યાયથી વાત છે, બાકી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યાનવું છે. રાગની ને પરની ચિંતા ધ્યાન ન કર, પણ નિર્મળ રત્નત્રયને ધ્યા એમ પર્યાયથી વાત કરે છે. ભાઈ ! પરની ને રાગની ચિંતા છે તે તો અપધ્યાન છે, આર્તરૌદ્રધ્યાન છે. ત્યાંથી હુઠી કહે છે, નિર્મળ રત્નત્રયનું જ ધ્યાન કર. તત્ત્વાર્થસૂત્રમાં ધ્યાનનું લક્ષણ કહ્યું છે. “વાન્તિાનિરોધો ધ્યાનમ' એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે. અહીં પણ કહે છે-અન્ય સમસ્ત ચિંતાનો નિરોધ કરીને એક નામ શુદ્ધ ચૈતન્યમાં અગ્ર થઈ તેમાં જ રમણતા કર. અહાહા..! લોકમાં ઉત્તમ, મંગળ ને શરણરૂપ પદાર્થ પોતાનો આત્મા જ છે. માટે પરથી છૂટી પોતાના આત્માને દર્શન-જ્ઞાનચારિત્રમાં જ સ્થાપ, ને તેનું જ ધ્યાન કર. ભાઈ ! ધ્યાન કરતાં તો તને આવડે જ છે; અનાદિથી ઊંધું ધ્યાન-સંસારનું ધ્યાન તો તું કર્યા જ કરે છે, પણ તે દુઃખમય છે; તેથી હવે કહે છે-સવળું ધ્યાન કર, સ્વસ્વરૂપનું ધ્યાન કર, સ્વસ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન-રમણતા તે સવળું ધ્યાન છે અને તે આનંદકારી છે, મંગલકારી છે. સમજાણું કાંઈ...? (૧૦-૨પ૩). (૧૩૫૪). જ્ઞાનમાત્ર નિજ સ્વરૂપમાં લીન થઈ તેમાં જ તૃત-તૃત થવું તે પરમ ધ્યાન છે, તે પરમ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. અહા ! સ્વસ્વરૂપમાં લીનતા એવું જ ધ્યાન તે ધ્યાનમાં જ જે તૃપ્ત થઈ રહે છે, બહાર (વિકલ્પમાં) આવતો નથી તે અવશ્ય મોક્ષ સુખને પામે છે. ભાઈ તું શ્રદ્ધા તો કર કે માર્ગ આ જ છે. તને આ મોંઘો કઠણ લાગે પણ આ અશક્ય નથી. છે તેને પામવું તેમાં અશક્ય શું? દષ્ટિ ફેરવીને ચીજ અંદર છતી-વિદ્યમાન છે ત્યાં દષ્ટિ લગાવી દે. (૧૦-ર૬૩) (૧૩૫૫) હમણાં હમણાં વિકલ્પથી શૂન્ય થઈ જાઓ એવું ચાલ્યું છે એ શું છે? વિકલ્પથી શૂન્ય થઈ જાઓ-એ તો બરાબર છે, પણ પોતાનું-આત્માનું અસ્તિત્વ કેવું ને કેવડું છે તેના જ્ઞાન વિના, તેની અંતર્દષ્ટિ વિના વિકલ્પની એકતા તૂટે કેવી રીતે? આ ચૈતન્યમાત્ર ચિટૂપ વસ્તુ હું છું એમ સ્વસંવેદનમાં અસ્તિસ્વરૂપ જણાય ત્યારે વિકલ્પની નાસ્તિ-અભાવ થાય ને? એ વિના વિકલ્પ કદી તૂટે નહિ. ભાઈ ! અંતર્દષ્ટિ વિના વિકલ્પથી શૂન્ય થવા જઈશ તો જડ જેવો (મૂઢ) થઈ જઈશ. (૧૦-૩૬૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #492 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 480 અધ્યાત્મ વૈભવ (૧૩પ૬) ધર્મીપુરુષ સ્વરૂપમાં જ્યારે ઉપયોગ લગાવે ત્યારે ધ્યાન થાય છે. ધ્યાન તે જ શુદ્ધોપયોગ છે. જ્ઞાયકનું ધ્યાન લગાવતાં આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે. મતિ-શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થાય છે. પ્રશ્ન- મતિ-શ્રુતજ્ઞાનને તમે પ્રત્યક્ષ કહો છો, પરંતુ તત્ત્વાર્થસૂત્રમાં “ધે પરોક્ષમ' આરંભના બે અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે એમ કહ્યું છે. તો આ કેવી રીતે છે? ઉત્તર:- તત્ત્વાર્થસૂત્રમાં મતિ-શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યાં છે તે તો પરને જાણવાની અપેક્ષાએ પરોક્ષ કહ્યાંછે, પોતાને જાણવાની અપેક્ષાએ તો મતિ-શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. આ વાત એમાં ગર્ભિત છે. વ્યવહારમાં જેમ કહે છે ને કે આ માણસને મેં પ્રત્યક્ષ જોયો છે, તેમ ભગવાન આત્મા સ્વસંવેદનશાનમાં સ્પષ્ટ સ્વયં પ્રકાશમાન થાય છે. શ્રુતપર્યાય અંતરમાં વળીને જ્યાં ચૈતન્યસ્વરૂપને ધ્યેય બનાવે છે ત્યાં તેનું પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે. સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રગટ થાય છે. (11-75 ) (1357) પોતાના આત્માના અનુભવરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. ઉપર ઉપરથી કોઈ ધારણા કરી લે એવી આ ચીજ નથી બાપુ! અહાહા..! ધ્રુવ દ્રવ્યને ધ્યેય બનાવી ધ્રુવના આશ્રયે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આનંદનો અનુભવ પ્રગટ કરવો તે મોક્ષમાર્ગ છે. તેનું નામ ધર્મ છે. આ ધ્યાનની દશા તે નિશ્ચલ એકાગ્રતાની સ્વરૂપ-રમણતાની દશા છે. રાત્રે પ્રશ્ન થયેલો કે -જ્ઞાતા, જ્ઞાન અને શય શું છે? ઉત્તર:- જ્ઞાતા-જ્ઞાન-ય ત્રણે આત્મા છે. જ્ઞાતા પણ આત્મા, જ્ઞાન પણ આત્મા, ને શય પણ આત્મા જ છે. આવી ધ્યાન-દશા છે. કળશ ટીકામાં લીધું છે કે-જ્ઞય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. ભગવાન આત્મા જ્ઞાતૃ દ્રવ્ય છે, તેની ય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. જ્ઞાતૃ દ્રવ્યની એકાગ્રતાના પરિણમનમાં બંનેનું પરિણમન ભેગું જ છે. આમ જ્ઞાન-જ્ઞાતા-ય અને ધ્યાનધ્યાતા-ધ્યેય બધું આત્મા જ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! ભગવાન આત્મા અનંતગુણનિધાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. શક્તિ અને શક્તિવાનએવો જેમાં ભેદ નથી એવી અભેદ દૃષ્ટિ કરી અભેદ એક જ્ઞાયકસ્વરૂપમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે ધ્યાન છે, અને તે ધર્મ છે. તેમાં હું આવો છું એવા વિકલ્પનો પણ અભાવ છે. અહીં! આવી સ્વસ્વરૂપની નિશ્ચલ ધ્યાન-દશામાં સ્વાશ્રિત નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય છે; અને એ ધ્યાનમાં જ વ્યવહાર મોક્ષમાર્ગ પણ સાથે-સહુચર હોય છે. બાકી જે રાગ સહચર રહ્યો તેને ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ રીતે ધ્યાનમાં બન્ને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. (11-139 ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com