________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७०
અધ્યાત્મ વૈભવ બાકી બીજા પ્રત્યે પ્રેમ કરવો, અરે, તીર્થકર પ્રભુ પ્રત્યે પ્રેમ કરવો એ પણ રાગ છે, તે રાગ આત્માના એકસ્વરૂપાત્મકપણામાં છે જ નહિ. શરીરના ને પરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપક થાય એવો જ આત્માનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે.
(૧૧-૧૩૦) (૧૩૨૮) કોઈને થાય કે આ અમે શરીરની અનેક ક્રિયા કરીએ, દયા, દાન આદિ પુણ્યની અનેક ક્રિયા કરીએ તો એમાંથી ધર્મ આવે કે નહિ?
તો અહીં કહે છે તારા ધર્મની ધ્રુવ ખાણ તારો આત્મા જ છે. અહા ! તે ધ્રુવનું આલંબન લે, તેમાં દષ્ટિ કર અને તેનું જ ધ્યાન ધર, તેમાંથી જ તારો ધર્મ પ્રગટ થશે. આ સિવાય શરીરની ક્રિયા અને પુણ્યની ક્રિયા તો બધાં થોથાં છે, એ બહારની ચીજમાંથી ક્યાંયથી તારો ધર્મ આવે એમ નથી. તો આપણે કરવાનું શું?
આ જ કે ત્રિકાળી સ્વભાવ જે ધ્રુવ છે તેમાં ઝુકી જા. ધ્રુવને ધ્યાનમાં લઈને ધ્રુવને જ ધ્યાનનું ધ્યેય બનાવ. આ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. પર્યાય પ્રજા છે, ધ્રુવ તેનો પિતા છે; ધ્રુવનું આલંબન ધર્મ છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
અહા ! રાગથી ભિન્ન પોતાની ચીજ અંદર છે તેનું જેને ભાન નથી, શક્તિ તે ધ્રુવ ઉપાદાન અને વર્તતી પર્યાય તે ક્ષણિક ઉપાદાન-એ બંનેના સ્વાધીન સ્વરૂપની જેને ખબર નથી તે રાગની એક્તામાં રહ્યો છે; મરણ ટાણે તે રાગની એક્તાની ભીંસમાં ભીંસાઈ જશે. શુભભાવથી ધર્મ થાય એમ જે માને છે તે મૃત્યુ સમીપ આવતાં રાગની એક્તાની ભીંસમાં ભીંસાઈ જશે. આખી જિંદગી જેણે પોતાની ચૂત વસ્તુને ભિન્ન જાણી-અનુભવી નહિ તેનો દેહુ મરણ ટાણે, જેમ ઘાણીમાં તલ પિલાય તેમ, પિલાઈને છૂટી જશે, ને કોણ જાણે ક્યાંય તે ચાર ગતિમાં રઝળતો ચાલ્યો જશે. સમજાય છે કાંઈ..?
(૧૧-૨૦૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com