________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૨૯
છે ને? તેમ જેને અંતરમાં રસ-રુચિ થઈ તેને ભગવાન આત્માનો એવો વિશ્વાસ આવે છે કે ત્રણકાળમાં ફરે નહિ. અજાણી કન્યાને જોઈને જેમ પહેલી ઘડીએ વિશ્વાસ આવી ગયો, શંકા પડી નહિ તેમ પહેલી ઘડીએ જ જ્યાં ચિજ્ઞાનને ચિદાનંદ ભગવાનનો ભેટો થાય ત્યાં તે જ ક્ષણે અતીન્દ્રિય આનંદની લહર સાથે તેનો વિશ્વાસ પાકો થઈ જાય છે, શંકા રહેતી નથી. પૂર્ણાનંદના નાથને જ્યાં અંદર જઈ જોયો અને એનો ભેટો કર્યો ત્યાં તે જ ક્ષણે તેનો પાકો વિશ્વાસ આવી જાય છે, અને અતીન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે છે. ભાઈ! આવો અતીન્દ્રિય આનંદ તે આનંદ છે, બાકી બધી વાતો છે. આવો આનંદ માત્ર જ્ઞાનીને જ હોય છે. સમજાણું કાંઈ...? (૬-૨૩૧)
(૮૭)
-અનાદિ સંસારથી જ્ઞાયક જ્ઞાયકભાવપણે જ રહ્યો છે. અનેક શેયને જાણવાપણે પરિણમ્યો હોવા છતાં સહજ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી. અજ્ઞાની જીવોને મોહને લઈને તે અન્યથા અધ્યવસિત થાય છે. અહાહા...! ભગવાન આત્મા તો સદા નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ગોળો ભગવાન આત્મા છે. ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અનાદિ-અનંત જ્ઞાયકભાવ જ્ઞાયકભાવરૂપે જ છે. ૫૨શેયને જાણવા છતાં શુદ્ધ તત્ત્વ પરજ્ઞેયપણું થયું નથી, છે નહિ અને થશે નહિ. (૬-૨૬૪)
(૮૮ )
ભાઈ! તું એકલો જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંજ, જ્ઞાનનું સ્થાન-ધામ છો. અહાહા...! જ્ઞાનસ્વરૂપ જ આખી ચીજ છે. (૬–૩૨૬ )
(૮૯ )
અહાહા...! આત્મા ત્રણલોકનો નાથ ભગવાન પોતે જ્ઞાનાનંદસ્વભાવનો મોટો મહેરામણ-દરિયો છે. અંતરમાં આવો અતીન્દ્રિય આનંદનો સાગર ઊછળે તે કદી માઝા ન મૂકે. અહીં કહે છે-આત્મા સચ્ચિદાનંદ જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ એની માઝા મૂકીને (સ્વભાવ મૂકીને ) રાગમાં ન જાય અને અરાગી આત્માની દૃષ્ટિ જેને થઈ છે તે જ્ઞાની સ્વભાવને છોડીને વ્રતાદિના પ્રેમમાં-રુચિમાં ન જાય. આવી વાતુ! સમજાણું કાંઈ... ? બાપુ! એણે (સ્વરૂપની ) સમજણ વિના દુઃખના પંથે અંતકાળ કાઢયો. આ શરીરની જુવાની અને પાંચપચાસ લાખ રૂપિયાની હોશું એ તો બધી ઝેરની હોશું છે. અરે! અંદર અમૃતનો સાગર ભગવાન આત્મા છે તેની એણે ઓળખાણ અને રુચિ કરી નહિ! (૬–૩૪૩)
(૯૦)
ત્રિલોકીનાથ પરમાત્મા એમ કહે છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદઘન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com