________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
અધ્યાત્મ વૈભવ સુલભ છે તોપણ સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી પર્યાયમાં એની પ્રાપ્તિ થવી દોહ્યલીદુર્લભ કહી છે. આત્માનો અનુભવ કર્યા વિના રાગ વડે આત્મપ્રાપ્તિ થવી દુર્લભ છે.
(૬-૧૦૧) (૮૪). ભગવાન! તું પરમાત્મસ્વરૂપ છો. જેમ પરમેશ્વર-પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાયપણે છે તેમ તું સર્વજ્ઞ-સર્વદર્શી ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ છો. આવા ત્રિકાળી દ્રવ્યસ્વરૂપને ન જોતાં રાગને જોવામાં અટક્યો છે તેથી સર્વ પ્રકારે સંપૂર્ણ-અનંતજ્ઞાન, અનંતસુખ ઇત્યાદિ અનંત સામર્થ્યથી ભરેલા અનંતગુણમંડિત પરિપૂર્ણ–એવા આત્માને (પોતાને) જાણતો નથી; સર્વ પ્રકારે સર્વજ્ઞયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. જુઓ, અહીં રાગમાં રોકાયેલો જીવ સર્વજ્ઞયોને જાણતો નથી એમ ન કહ્યું પણ સર્વજ્ઞયોને જાણનાર એવા પોતાને (આત્માને) જાણતો નથી એમ કહ્યું છે. (પોતાને જાણવું એ મુખ્ય છે કેમકે પોતાને જાણે છે તે સર્વને જાણે છે અને પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી). (૬-૧૬૦)
(૮૫).
સ્વદ્રવ્ય (–જીવ) અનંતા પરદ્રવ્ય (પુલાદિ સર્વ) ના અભાવથી જ ટકી રહ્યું છે. જુઓ, આ બે આંગળી છે ને? તેમાં આ એકમાં બીજીનો અભાવ છે. બીજીનો અભાવ છે તો આ એક પોતાના ભાવે ટકી રહી છે. તેમ સચ્ચિદાનંદ નિર્મળાનંદસ્વરૂપ આ ચૈતન્ય મહાપ્રભુમાં કર્મ-દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્માદિનો અભાવ છે એટલે એ ત્રિકાળ અસ્તિપણે ટકી રહ્યો છે. ભાઈ ! આ શરીર, બાયડી-છોકરાં અને ધૂળના (-ધનના) ઢગલા-એ બધાનો એમાં અભાવ છે, સદાકાળ અભાવ છે. એ બધાના વિના જ એનું જીવન ચાલે છે એટલે એ ટકી રહ્યો છે. વસ્તુ સદાય પોતાના ભાવથી અને પરના અભાવથી સ્વયં ટકી રહી છે.
(૬-૨૧૭) (૮૬) અહા! ભગવાન! તું અતીન્દ્રિય આનંદનો દરિયો છો. પ્રભુ! તને એની ખબર નથી, તને એનો વિશ્વાસ આવતો નથી. અરે! પોતાને પોતાનો ભરોસો નહિ અને પરના ભરોસે (આંધળ-બહેરો ) ચાલ્યો જાય છે !
પ્રશ્ન:-- આત્મા આવો હોઈ શકે એટલો બધો વિશ્વાસ કેમ આવે?
ઉત્તર:-- અરે ભાઈ ! તે જેની સાથે લગ્ન કર્યા છે તે કન્યાને પહેલાં ઓળખતો હતો ? (ના). બીલકુલ અજાણી હોવા છતાં તને કદી શંકા પડી કે આ મારું અહિત કરશે તો? મને મારી નાખશે તો? ભગવાન! તને વિષયમાં રસ-રુચિ છે તેથી ત્યાં શંકા પડતી નથી અને વિશ્વાસ પાકો થઈ ગયો છે. તેના સંગે રહે છે અને તેના સંગે રમે છે. બીજા કોઈ બીજી વાત કરે તો પણ શંકા જ પડતી નથી. વિષયમાં રસ-રુચિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com