________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
અધ્યાત્મ વૈભવ ભગવાન એમ કહે છે કે તું જ્ઞાન અને આનંદના અનુભવના રસનું સેવન કર. જ્ઞાનસ્વરૂપના અનુભવનો રસ એ અનાકુળ આનંદ અને વીતરાગી શાન્તિનો રસ છે અને એ જ મોક્ષનું કારણ છે એમ સર્વજ્ઞદવે ફરમાવ્યું છે.
(૬-૭૦) (૪૧૧) -ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં મશગૂલ થઈને આનંદ-કેલિ કરે એ એક જ મોક્ષનું કારણ કહ્યું છે. અહા ! વીતરાગ સર્વજ્ઞદેવ જૈન પરમેશ્વની આજ્ઞા શું છે એ લોકોને ખબર નથી; શાનો નિષેધ કર્યો છે અને શું કર્તવ્ય છે એની લોકોને ખબર નથી !
બધાં શાસ્ત્રોમાં-ચારે અનુયોગમાં પ્રથમાનુયોગ હો કે કરણાનુયોગ હો, ચરણાનુયોગ હો કે દ્રવ્યાનુયો હો, એ સર્વમાં એક જ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ ફરમાવ્યું છે. અહાહા..! શુદ્ધ ચૈતન્યાનસ્વરૂપ ભગવાન આત્મા છે, એમાં જ એકાગ્ર થઈ એનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા પ્રગટ કરવાં એ એક જ મોક્ષનો માર્ગ છે.
(૬-૭૦) (૪૧૨) આવો માર્ગ ત્રણ લોકના નાથ સર્વજ્ઞદેવે ફરમાવ્યો છે અને એ જ માર્ગ દિગંબર આચાર્યો અને મુનિવરોએ અહીં પ્રસિદ્ધ કર્યો છે. આચાર્યો અને મુનિવરો તો છઠ્ઠા-સાતમા ગુણસ્થાને દિવસમાં હજારો વાર આવજા કરે છે. તેઓને પાછલી રાત્રે નિદ્રા પણ અત્યંત અલ્પ હોય છે. આવી ભાવલિંગ મુનિદશા છે. તેમને ચારિત્રદશામાં અતીન્દ્રિય આનંદની છાપવાળું પ્રચુત સ્વસંવેદન હોય છે. આવી દશાને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે. પરંતુ પંચમહાવ્રતના કે વ્યવહારરત્નત્રયના રાગને મોક્ષમાર્ગ કહ્યો નથી. ગંભરી વાત છે, ભાઈ ! કથંચિત્ જ્ઞાનથી (–શુદ્ધ રત્નત્રયથી) અને કથંચિત્ શુભરાગથી (વ્યવહારરત્નત્રયથી ) મોક્ષમાર્ગ થાય એમ ભગવાને કહ્યું નથી. જ્ઞાન જ એક મોક્ષનો હેતુ કહ્યો છે. જ્ઞાન એટલે અહીં ત્રિકાળી જ્ઞાનની, દ્રવ્યસ્વભાવની વાત નથી, પણ એ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં એકાગ્રતા કરતાં પ્રગટ થતી શુદ્ધ રત્નત્રયરૂપ ચૈતન્યની પરિણતિને અહીં મોક્ષનું સાધન કહ્યું છે.
(૬-૭૧) (૪૧૩) જ્ઞાન મોક્ષનું કારણ છે એટલે શું? એટલે અંદર જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે એનાં જ્ઞાન-શ્રદ્ધાન આદિરૂપ જે નિર્મળ પરિણતિ થાય તે મોક્ષનું કારણ છે. અહાહા....! અંદર ચિદાનંદમય પરમ પવિત્ર ભગવાન પડેલો છે તેમાં દષ્ટિ અને લીનતા કરવાથી પર્યાયમાં જે નિર્વિકલ્ય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવે તે મોક્ષનું કારણ છે.
(૬-૮૪). (૪૧૪) અરે ભાઈ ! આવો મનુષ્યભવ મળ્યો અને વીતરાગર્માના સંપ્રદાયમાં જન્મ થયો ત્યારે પણ આ માર્ગ નહિ સમજે તો ભવનો અભાવ કેમ થશે? (નહિ થાય ).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com