________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૪૯ સમયે નવી નવી પર્યાય જે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે તે પર્યાયના ઉત્પાદને ગ્રહણ કરતો, પૂર્વની પર્યાયને છોડતો (નિવર્તિતો), ગુણોપણે કાયમ રહેતો આત્મપદાર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે દ્રવ્ય, ગુણ ને પર્યાયરૂપ આત્મા જોયો એની આ વાત છે. આત્મામાં જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન, – આનંદ.. આનંદ.. આનંદ-એ બધા ગુણો સહવર્તી-એક સાથે રહે છે. (વર્તે છે), અહા ! સના સત્ત્વરૂપ ત્રિકાળી ગુણ-સ્વભાવોને અહીં સહવર્તી કહ્યા છે. ભગવાન આત્મા એ બધા ગુણોમાં પ્રવર્તે છે, વ્યાપે છે. અને જે જે નવી નવી અવસ્થા ક્રમે થાય છે તેને ક્રમવર્તી કહી છે, ગુણો નવા નવા થતા નથી. આ પ્રમાણે સહવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો-એ બધું આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું, કારણ કે આત્મા એ જ એક લક્ષણથી લક્ષ્ય છે.
શું કીધું? ચૈતન્યના સહવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો-એ બધું આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે. જાણવાનો ગુણ અને જાણવાની પર્યાય-એ લક્ષણથી જ આત્મા જાણવામાં આવે છે. અહા! આ એક જ એનો ઉપાય છે. શરીરની કોઈ ક્રિયા કે રાગની કોઈ ક્રિયાથી આત્મા જાણવામાં આવે એવું એનું સ્વરૂપ જ નથી.
(૮-૪૦૫) (૧૪૩) આત્માનું ચૈતન્ય લક્ષણ જે ગુણરૂપ ત્રિકાળ છે એ તો ચૈતન્ય... ચૈતન્ય. ચૈતન્ય એમ ચૈતન્યસામાન્યપણે ત્રિકાળ ધ્રુવ છે. એનાથી આત્માનું ગ્રહણ થતું નથી, અર્થાત આત્મા એનાથી-ધ્રુવ ચૈતન્યસામાન્ય જણાતો નથી. પરંતુ એની નવી નવી જે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં પ્રવર્તતો અને પૂર્વપર્યાયથી નિવર્તિતો આત્મા તે તે (નિર્મળ ) પર્યાયમાં જાણવામાં આવે છે. (કે આ ચૈતન્યગુણથી લક્ષિત છે તે આત્મા છે ).
અહા ! અંતરમાં ચૈતન્યલક્ષણ આત્મા છે એમ જાણીને બર્ફિમુખ દષ્ટિ છોડી અંદર શુદ્ધ ચૈતન્યમાં અંતર્દષ્ટિ કરતાં જે જણાય છે તે ભગવાન આત્મા છે. આત્મા શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે. ચૈતન્યગુણ એ એનું શક્તિરૂપ લક્ષણ છે અને જ્ઞાન-દર્શનની પર્યાય તે વ્યક્ત લક્ષણ છે. અંતર્લક્ષ કરતાં આ જ્ઞાનગુણસ્વરૂપ છે તે આત્મા છે એમ જ્ઞાન (પ્રગટ) થવું તે સમ્યજ્ઞાન છે, ભેદજ્ઞાન છે. આ શાસ્ત્ર-ભણતર તે જ્ઞાન-એમ નહિ, પણ ભગવાન જ્ઞાનસ્વરૂપમાં અંતર ઢળેલી જ્ઞાનની દશા જે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જાણે છે-અનુભવે છે તે જ્ઞાન છે. અહા ! અનંતકાળમાં જે એક ક્ષણવાર પણ નથી કર્યું એવું આ જ્ઞાન-ભેદજ્ઞાન એનું પહેલામાં પહેલું કર્તવ્ય છે.
(૮-૪૦૫ ) (૧૪૪) અહા ! આ જાણન... જાણન... જાણન ગુણ અને એની અવસ્થા આત્માની સાથે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com