________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
અધ્યાત્મ વૈભવ
અંદર જા. તેથી તને આનંદ-અમૃતનો સ્વાદ આવશે. કરવાનું તો આ છે, ભાઈ. આ કર્યું નહીં તો કાંઈ કર્યું નહિ. દુનિયા આવી સરસ વાતોને છોડી તકરાર, વાદવિવાદ અને ઝઘડામાં પડે, પણ એમાં આત્મા ક્યાં મળે?
અનંતવાર નરકમાં ગયો, નિગોદમાં ગયો, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કર્યા, મિથ્યાત્વભાવ સેવ્યા, પરંતુ વસ્તુ જ્ઞાયક ભગવાન તો એવો ને એવો જ રહ્યો છે. તેથી કહે છે કે તું પ્રમુદિત થઈ, પ્રસન્ન થઈ ચિત્તને ઉજ્જવળ કર. પરના લક્ષે જે તારું ચિત્ત મલિન છે તે સ્વનું લક્ષ કરી નિર્મળ કર અને અંદર એકરૂપ જ્ઞાયકભાવમાં જ સાવધાન થઈ એ સ્વદ્રવ્યને જ “આ મારું છે' એમ અનુભવ. અહાહા ! સ્વદ્રવ્ય જે નિજ ત્રિકાળી જ્ઞાયકભાવ ચિદાનંદસ્વરૂપ એ જ હું છું એમ વર્તમાન પર્યાયને ત્યાં જડી દે, એમાં સ્થિર કરી દે. અહો ! કેવી શૈલી! તદ્દન સાદી ભાષામાં ઊંચામાં ઊચું તત્ત્વ ભર્યું છે. કહે છે કે – પ્રસન્ન થઈ અંતરંગમાં સાવધાન થઈ પરિણતિને એક જ્ઞાયકમાં જ લીન કરી દે, ડૂબાવી દે. લ્યો, આ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
(૨-૯૩) (૩૦) અહા! ભગવાને અનંત ઋદ્ધિથી ભરેલી પોતાની ચીજ પરિપૂર્ણ છે એને બતાવી છે. છતાં અજ્ઞાનીને અનાદિનું રાગ અને શરીરનું લક્ષ હોવાથી આત્માનું લક્ષ નથી. તેથી જાણે ભગવાન આત્મા છે જ નહિ એમ એને થઈ ગયું છે. એને આત્મા જાણે મરણતુલ્ય થઈ ગયો છે. ભાઈ ! દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી લાભ માનતાં ચૈતન્યનું મરણ (ઘાત) થઈ જાય છે. રાગની એકતામાં આત્મા જણાતો નથી, રાગ જ જણાય છે. પૂર્ણાનંદ પ્રભુ ચૈતન્યજ્યોતિ આખ પડી છે તેનો પ્રેમ છોડીને જેને શુભાશુભ રાગનો પ્રેમ છે તેને માટે આત્મા મરણ-તુલ્ય થઈ ગયો છે. રાગ મારો છે, હું રાગમાં છું અને રાગ મારું કર્તવ્ય છે એમ જે માને છે તેને વીતરાગસ્વરૂપ આત્માનો અનાદર છે. તેથી તેને આત્મા જાણે સત્ત્વ જ નથી. એમ ભ્રાંતિ રહે છે.
આ ભ્રાંતિ પરમગુરુ પરમેશ્વર ત્રિલોકીનાથ તીર્થંકરદેવનો ઉપદેશ સાંભળતાં મટે છે. સર્વજ્ઞ પરમેશ્વરનો એ ઉપદેશ છે કે - ભગવાન ! તું તો આનંદકંદ છે ને! અમને પર્યાયમાં જે પરમાત્મપદ પ્રગટ થયું છે તેવું જ પરમાત્મપદ તારી સ્વભાવ-શક્તિમાં પડ્યું છે. તારો આત્મા (શક્તિપણે) અમારા જેવો જ છે. અલ્પજ્ઞ પર્યાયવાળો કે રાગવાળો તે તું નથી. તું તો પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છો આવો તીર્થકર ભગવાનનો ઉપદેશ છે. અમારી ભક્તિ કરો તો કલ્યાણ થઈ જશે એવો ભગવાનનો ઉપદેશ હોય જ નહિ.
સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પૂર્ણ જ્ઞાન અને સુખથી ભરેલો ભગવાન છે. તે અલ્પજ્ઞ, રાગમય કે શરીરરૂપ નથી. છતાં પણ “હું અલ્પજ્ઞ, રાગમય છું” એમ માનતાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com