________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યફચારિત્ર
૨૮૩ ચિદાનંદ ભગવાન છું ને તેમાં જ સ્થિર થાઉં છું. લ્યો, આનું નામ ચારિત્ર છે. મહાવ્રતના પરિણામ તે ચારિત્ર નહિ. મહાવ્રતના રાગનો-કર્મનો તો અહીં સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ભાઈ ! જુઓ; શું કહે છે? ત્રણે કાળના સમસ્ત કર્મને એટલે પંચ-મહાવ્રત આદિના રાગને હું કરતો નથી, કરાવતો નથી અને કરતાને અનુમોદતો નથી-મનથી, વચનથી, કાયાથી. પૂર્વે કોઈ અહિંસાદિ વ્રતતા શુભ અને હિંસાદિ અવ્રતના અશુભ વિકલ્પ ક્યાં હોય તે, વર્તમાન હોય છે અને ભવિષ્ય સંબંધી સમસ્ત કર્મને, કહે છે, હું મનથી, વચનથી, કાયાથી, અને કૃતકારિત-અનુમોદનાથી ત્યાગ કરું છું. અહા ! સકલ કર્મના સંન્યાસપૂર્વક સમ્યગ્દષ્ટિને જે સ્વસ્વરૂપમાં -અંત:તત્ત્વમાં સ્થિરતા-રમણતા થાય તેનું નામ ચારિત્ર છે, અને તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ..?
(૧૦-૧૧૩) (૭૭૬ ) અહાહા..! કહે છે-સમસ્ત કર્મત્યાગીને હું પરમ વૈષ્ફર્ગ્યુન-પરમ નિષ્કર્મ દશાનેઅવલંબું છું. અહા ! આત્મા વસ્તુ તો અંદર પરમ નિષ્કર્મ છે. અને તેના આશ્રયે પરિણમતાં પરમ નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. અહા! આવી નિષ્કર્મ-વીતરાગ દશાને પ્રાપ્ત થાઉં છું એમ કહે છે. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન પોતાની જ્ઞાનમાત્ર ચીજનું જ્ઞાન અને અનુભવ તો થયાં છે, પણ કાંઈક અસ્થિરતા હજુ છે, તે અસ્થિરતાનો, કહે છે, ત્યાગ કરીને-સ્વસ્વરૂપમાં સ્થિરતારૂપ પરમ નિષ્કર્મ અવસ્થાને અવલંબુ છું. લ્યો, આ ચારિત્ર છે, ધર્માત્મા પુરુષો આવી નિષ્કર્મ દશાને પ્રાપ્ત થાય એને ચારિત્ર કહે છે ભાઈ !
હવે લોકોને દર્શન શું? જ્ઞાન શું? ચારિત્ર શું? – કાંઈ ખબર ન મળે એટલે દેવગુરુ-શાસ્ત્રને માને તે સમકિત, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન અને બહારમાં મહાવ્રત પાળે તે ચારિત્ર-એમ માને પણ ભાઈ ! એ માન્યતા યથાર્થ નથી, સત્યાર્થ નથી. અહીં તો કહે છેભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ સદાય નિષ્કર્મ શક્તિના સ્વભાવરૂપ છે. તેની સન્મુખ થઈ પરિણમતાં જે સ્વસંવેદન જ્ઞાન થયું તે જ્ઞાન, “હું આ જ છું” એવી જે પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન અને તેનો ઉગ્ર આશ્રય કરતાં જે વિશેષ નિષ્કર્મ-વીતરાગદશા થઈ તે ચારિત્ર. અહા! દયા, દાન, વ્રત આદિ સકળ કર્મના ત્યાગરૂપ નિષ્કર્મ અવસ્થા છે અને તે ચારિત્ર છે.
આ પ્રમાણે સર્વકર્મનો ત્યાગ કરવાની જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞા! આમ બહારથી પ્રતિજ્ઞા કરે એમ નહિ, આ તો ત્રિકાળી એક જ્ઞાયકભાવના ઉગ્ર આલંબન દ્વારા નિષ્કર્મ દશા–વીતરાગ દશાને પ્રાપ્ત થાય એને પ્રતિજ્ઞા કરે છે એમ કહ્યું. સમજાણું કાંઈ....?
(૧૦-૧૧૪) (૭૭૭) અહા ! દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને જાણવા-દેખવારૂપ પર્યાય પણ શુદ્ધ. વચ્ચે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com