________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪
અધ્યાત્મ વૈભવ વિકલ્પ ઊઠે તે, ધર્મી કહે છે, મારું કાર્ય નથી. હું તો દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે આ ઉદયમાં આવેલાં કર્મોનો માત્ર દેખનાર-જાણનાર છું. હું તો નિજ સ્વરૂપમાં જ વર્તુ છું. લ્યો, આવું અનુભવન કરવું એનું નામ નિશ્ચય ચારિત્ર છે. ચારિત્ર કોને કહેવાય? ભાઈ ! તને ખબર નથી; જેમાં પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન જ ન થાય અને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય તેને વીતરાગદેવે ચારિત્ર કહ્યું છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદની ભરતી (બાઢ) આવે તેને ચારિત્ર કહે છે.
(૧૦-૧૨૦) (૭૭૮) અહીં ત્રણ વાત કહી છે: ૧. ત્રણે કાળના સમસ્ત શુભાશુભ કર્મોથી હું છું છું. ૨. અંદર શુદ્ધ ચિદાનંદકદ પ્રભુ હું છું તેને શુદ્ધ નય વડે પ્રાપ્ત કરીને અવલંબું છું.
૩. મારો ચિન્માત્ર આત્મા જ, ચિસ્વભાવી આત્મા જ મારું આલંબન છે, રાગ મારું આલંબન નથી; કેમકે રાગ મારું સ્વરૂપ નથી, સ્વભાવ નથી.
પ્રથમ વિકારથી જુદો પાડીને ચિત્માત્ર ભગવાન આત્માને ગ્રહણ કર્યો હતો. પ્રાપ્ત કર્યો હતો; હવે સર્વ વિકારને છોડી સ્થિરતા દ્વારા આત્માને પ્રાપ્ત કરે છે, જેમાં એક ચિન્માત્ર આત્માનું જ આલંબન છે; આ ચારિત્ર છે.
(૧૦-૧ર૭) (૭૭૯). પંચેન્દ્રિયના વિષયો પ્રતિ જેને રાગ છે એ તો ઝેરના પ્યાલા જ પીએ છે, પણ દયા, દાન, વ્રતાદિના વિકલ્પો પ્રતિ જેને રાગ છે એય ઝેરના જ પ્યાલા પીએ છે, તેને અમૃતનો સ્વાદ નથી. અહાહા..! અમૃતનો સાગર તો અંદર આનંદનો નાથ પ્રભુ એકલા અમૃતથી પૂર્ણ ભરેલો પ્રભુ છે. અહા ! તેને અવલંબી તેમાં જ લીન-સ્થિર થવું એ ભરપુર આનંદનોઅમૃતનો સ્વાદ છે અને તેને જ ભગવાન કેવળી ચારિત્ર કહે છે. આ સિવાય કોઈ ઘર છોડ ને દુકાન છોડે ને બાયડી-છોકરાં છોડે ને વસ્ત્ર છોડી નગ્ન થઈ વ્રત ધારણ કરે, પણ એ કાંઈ ચારિત્ર નથી.
(૧૦-૧૨૮) (૭૮૦) અહીં ચારિત્રની વિશેષ વિશેષ નિર્મળતાની વાત છે. અહાહા..! આત્મા નિજાનંદસ્વરૂપમાં મસ્ત રમે છે તેનું નામ ચારિત્ર છે. અહા ! આવા આત્માના આનંદના સ્વાદિયા ધર્મી પુરુષને ઇન્દ્રના ઇન્દ્રાસનના ભોગ સંડલા તણખલા જેવા તુચ્છ ભાસે છે. સ્વર્ગના દેવોને કંઠમાંથી અમૃત ઝરે ને ભૂખ મટી જાય. અહા ! એવા ભોગ સમકિતીને આત્માના આનંદની પાસે, ઝેરના પ્યાલા જેવા લાગે છે.
(૧૦-૧૪૦) (૭૮૧). જુઓ ક્રિયાના ત્રણ પ્રકાર છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com