________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૦
અધ્યાત્મ વૈભવ જેને અંદર શુદ્ધોપયોગરૂપ અમૃતનો સ્વાદ આવ્યો છે એવા જીવના શુભરાગને વ્યવહારથી અમૃતકુંભ કહ્યો છે. આ ઉપચાર છે. અજ્ઞાનીના શુભરાગમાં એ ઉપચાર પણ સંભવિત નથી.
જુઓ, શુભરાગ કાંઈ ખરેખર અમૃત છે એમ નથી; ખેરખર તો એ ઝેર જ છે. પરંતુ અમૃતસ્વરૂપ-આનંદસ્વરૂપ આત્માના સ્વાદિયા જીવને, પર્યાયમાં શુદ્ધ આત્માની પરિપૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવા શુભભાવ આવે છે અને શાસ્ત્રોમાં તેને ઉપચારથી અમૃત કહેવામાં આવેલ છે.
(૮-૪૯૧) (૧૦૮૨) અહાહા...! આવો અમૃતનો કુંભ જેને (પર્યાયમાં) પ્રગટ થયો છે એવા ધર્મીને પ્રતિક્રમણ આદિ આઠ પ્રકારે કહ્યા છે તે શુભભાવ આવે છે. તે (શુભભાવો) પાપના દોષોને ક્રમે ક્રમે ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃતકુંભ છે એમ વ્યવહારથી વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે.
હવે કહે છે-તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ ભૂમિને નહિ દેખનારને દ્રવ્ય પ્રતિક્રમણાદિ અપરાધ કમ કરવારૂપ પોતાનું કાર્ય કરવા અસમર્થ છે. જોયું? આત્માના નિશ્ચય અનુભવ વિના શુભરાગમાં દોષ ઘટાડવાની શક્તિ નથી. આત્માનો નિશ્ચય અનુભવ જેને પ્રગટ થયો છે એવા ધર્મી પુરુષના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ છે પણ આત્માનુભવરહિત અજ્ઞાનીજનના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ નથી.
(૮-૫૦૪) (૧૮૮૩). જુઓ આ વ્યવહારના-રાગના પક્ષવાળાની દલીલ! શું કહે છે? લાગેલા દોષોનો પ્રતિક્રમણાદિ શુભભાવથી નાશ થઈ જાય છે ને આત્મા શુદ્ધ થાય છે. તો પહેલેથી જ શુદ્ધની દષ્ટિ કરો, શુદ્ધનો અનુભવ કરો-એમ શુદ્ધના આલંબનનો ખેદ શું કામ કરાવો છો? શુભથી આત્મા પવિત્ર થઈ જશે અને પછી (નરાંતે ) શુદ્ધનું આલંબન થશે. પહેલેથી જ શુદ્ધના આલંબનનો ખેદ કરવો નકામો છે. લ્યો, આ પ્રમાણે શુભભાવ કરવાથી (આત્મા) શુદ્ધ થશે એમ આ વ્યવહારના પક્ષવાળાની દલીલ છે. જુઓ, શું કહે છે? આનંદનો નાથ એવો જે પોતાનો આત્મા એની દષ્ટિ વિના વ્યવહાર ક્રિયાકાંડ બધો દોષરૂપ જ છે. અહા ! દયા, દાન, વ્રત, ભક્તિ, પ્રતિક્રમણ આદિ જેને લોકો ધર્મ માની બેઠા છે તે બધાય શુભભાવો અંતરઅનુભવ વિના પરમાર્થે પાપ જ છે. બહુ આકરી વાત ભાઈ ! પુણ્ય પાપથી રહિત હું ચિદાનંદકંદ પ્રભુ આત્મા છું- એમ સ્વાનુભવ વિના બધો શુભરાગ એકલો ઝેર ને દુઃખ છે. અરે! ભગવાન! આત્માના ભાન વિના એવી ક્રિયાઓ તો તે અનંતવાર કરી છે; પણ જે સ્વયં દોષસ્વરૂપ જ છે તે દોષને કેમ મટાડ? આત્મજ્ઞાનના અભાવમાં વ્રત, તપ, આદિ કોઈ બાહ્ય ક્રિયાઓ દોષ મટાડવા સમર્થ નથી.
(૮-૫૧૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com