________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પા૫
૩૯૧
(૧૦૮૪) જુઓ, પ્રતિક્રમણને જ એટલે શુભભાવને જ અમે વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ અર્થાત્ અશુભભાવ અમૃત ક્યાંથી હોય ? જ્યાં વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન ઇત્યાદિ વ્યવહારની શુભકિયાઓને ઝેર કહી છે ત્યાં તીવ્ર રાગમાં જવું ને અશુભમાં જવું, અજ્ઞાનમાં જવું-એ અમૃત કેમ હોય? ભાઈ ! એ (-અશુભ) તો ઝેર જ ઝેર છે. શુભને છોડી અશુભમાં જવાની તો અહીં વાત જ નથી. અહીં તો શુભને છોડી ઊંચે ઊંચે ચઢવાની-શુદ્ધમાં જવાની વાત છે.
ભાઈ ! અમે તને શુભભાવ છોડાવીને, જે વડે જન્મ-મરણનો અંત આવે અને જેમાં આત્મપ્રાપ્તિ થાય એવા વાસ્તવિક ધર્મમાં લઈ જવા માંગીએ છીએ. અહીં! અંદર ભગવાન આત્મા ચિઘન પ્રભુ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજે છે તેમાં લઈ જવા શુભભાવને અમે ઝેર કહ્યું છે. પરંતુ શુભને ઝેર જાણી અશુભમાં જાય એ તો તારી ઊંધી-વિપરીત દષ્ટિ છે. અમે એવા અર્થમાં શુભને હેય ક્યાં કહ્યું છે? અરે! જ્યાં પ્રતિક્રમણને વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ (-અશુભ) અમૃત ક્યાંથી થયું? ક્યાં શુભને જ હેય બતાવ્યું ત્યાં અશુભ ઉપાદેય ક્યાંથી થઈ ગય? (અજ્ઞાનીના શુભાશુભભાવ બધા અજ્ઞાનમય હોવાથી અપ્રતિક્રમણ છે.)
(૮-પ૧૭) (૧૦૮૫) અહા! શુભને અમે હેય કહ્યું તેથી તેને છોડીને અશુભમાં જાય એવું તો બુદ્ધિમાન ન કરે. તો ભગવાન! તું નીચે નીચે ઉતરતો પ્રમાદી કેમ થાય? નિષ્પમાદી થયો થકો ઊંચે ઊંચે કાં ન ચઢે? શુભભાવને છોડીને અંદર જ્યાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેમાં જા ને; ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપે અંદર છે તેના ભેટા કર ને અને તેમાં જ બંધાઈ જા ને!
અહા! શુભને છોડી પ્રમાદી થઈ અશુભમાં તું જા એ તો તારી સ્વચ્છતા છે. માટે શુભને છોડી નિષ્પમાદી થઈ સ્વરૂપના આશ્રમમાં જા અને ત્યાં જ લીન થઈ જા. શુભરાગને હેય બતાવવાનું આ જ પ્રયોજન છે.
(પ-૫૧૮) (૧૮૮૬) - અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ-એમ ત્રણ પ્રકારના વેપાર (પરિણામ) છે. તેમાં અશુભોપયોગ પાપબંધનું કારણ છે, શુભ ઉપયોગ પુણ્યબંધનું કારણ છે અને શુદ્ધ ઉપયોગ ધર્મનું કારણ છે, અબંધનું કારણ છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આચાર્યદવે આ ઉપદેશ કર્યો છે; નીચે ઉતરવા કર્યો નથી. શુભને છોડીને અશુભમાં તું જા એમ કહ્યું નથી, પણ એ શુભને અંતર દ્રવ્યસ્વભાવનું અવલંબન લે એમ કહ્યું છે, અહાહા..! અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખના બેહંદ સ્વભાવથી ભરેલો ભગવાન બિરાજે છે તેના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com