________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૨
અધ્યાત્મ વૈભવ આશ્રયમાં જા, તેમાં લીન-સ્થિર થા-એમ કહે છે; કેમકે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે, ત્યારે જ તું અબંધ પરિણમશે.
(૮-પ૨૧) (૧૮૮૭) પ્રતિક્રમણાદિ વિષકુંધ છે એમ સાંભળીને કોઈ સ્વચ્છેદે પરિણમે તો તે અવિવેકી છે. બાકી શુભને છોડીને અશુભમાં રખડવાનું કોણે કહ્યું છે? શુભને છોડીને અશુભમાં જઈશ તો તારા વિના આરા નહિ આવે. અહીં તો શુભને જોડીને અંદર ભગવાન શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ બિરાજે છે એમાં જા, એના આશ્રમમાં જ રહે એમ ઉપદેશ છે; કેમકે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે. ધર્મ થશે, લ્યો, અહીં તો શુભને છોડી ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા ચડવાની વાત છે, શુદ્ધોપયોગમાં રહેવાની વાત છે.
(૮-પર૧) (૧૦૮૮) જોયું? “કષાયના ભાર વડે ભારે' –એમ કહ્યું ને! મતલબ કે પંચમહાવ્રતાદિના પરિણામ એ કષાયનો ભાર છે. જેમ ગાડું ઘાસથી ભર્યું હોય તે ભાર છે તેમ પંચમહાવ્રતાદિના પરિણામ કષાયનો ભાર છે. બહુ આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. અહીં કહે છે-કષાયનો ભાર પોતે આળસ છે, પ્રમાદ છે. સ્વરૂપમાં સાવધાની સ્થિરતા નથી એ બધો પ્રમાદ છે. અહા ! બહારમાં કોઈ જિનમંદિર બંધાવે ને પ્રતિમા પધરાવે ને મોટું દાન કરે ને પ્રભાવના કરે-અહીં કહે છે-એ બધુ કષાયના ભારથી ભારેપણું હોવાથી પ્રમાદ છે. ગજબ વાત છે ભાઈ ! આ ધંધા-પાણીમાં બહુ હોંશથી રોકાવું એ તો પ્રમાદ છે જ, પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિમાં હોંશ કરે એ પણ પ્રમાદ છે. એ રાગ છે ને? સ્વરૂપમાં લીનતા નથી તેથી પ્રમાદ છે. આવી વાત!
(૮-પરર) (૧૦૮૯) અહા ! શુદ્ધ ચૈતન્યરસથી ભરેલો પોતે ભગવાન છે એના આશ્રયમાં ન જતાં અશુભની પ્રવૃત્તિમાં હોંશથી બહુ હોંશથી હુરખ કરીને કાળ ગાળે એ તો પાપી છે. તે પ્રમાદથી ભરપૂર છે, તેને શુદ્ધ ભાવ કેમ હોય? ન જ હોય. પણ અહીં તો વિશેષ આ વાત છે કે શુભભાવમાં પણ જે હોંશથી રોકાયેલો છે તે પણ પ્રમાદયુક્ત આળસુ છે. પંચમહાવ્રતના રાગને અને ૨૮ મૂલ્યગુણના રાગને પ્રમાદ કહ્યો છે, છઠે ગુણસ્થાને તે પ્રમાદી કહેવાય છે. અંદર સ્વરૂપમાં લીન-સ્થિર થાય તે અપ્રમાદ છે, શુદ્ધભાવ છે. પ્રમાદયુક્ત આળસના ભાવ તે શુદ્ધભાવ નથી. આવી આકરી વાત છે.
(૮-પરર) (૧૮૯૦) તો શું સમકિતીને કે મુનિરાજને શુભભાવ હોતો જ નથી?
હોય છે ને, સમકિતીને મુનિરાજનેય શુભભાવ હોય છે, પણ એ છે દુષ્ટ, અનિષ્ટ અને ઘાતક; કેમકે તે સ્વભાવની નિરાકુળ શાંતિનો ઘાત કરે છે. ભાઈ ! શુભરાગ હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com