________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૨
અધ્યાત્મ વૈભવ હોતું નથી. કોઈને રુચે, ન રુચે પણ મારગ તો આવો છે. જેને મારગનું શ્રદ્ધાન નથી તેને મોક્ષમાર્ગ કેમ હોય? એ તો મિથ્યામાર્ગમાં જ છે. સમજાણું કાંઈ
(૮-૩૫૫) (૧૨૩૯). આત્માને સાથે તે સાધુ છે. જેણે અંદરમાં આનંદને સાધ્યો નથી; તે સાધુ નથી; અર્થાત્ જે એકલા ક્રિયાકાંડમાં જ મગ્ન છે તે સાધુ નથી. અંદર અમૃતકુંભ પ્રભુ આત્મા પડયો છે તેને સાધીને જે પ્રગટ કરે તે સાધુ છે. અંદર વસ્તુ આનંદ સ્વભાવ છે એનું મનન કરવું, એમાં લીન થવું એનું નામ મુનિ છે. વસ્ત્ર સહિત સાધુ એ તો કુલિંગ છે. અને બાહ્યલિંગમાં જ મગ્ન છે એય વાસ્તવમાં સાધુ નથી. જે સ્વસ્વરૂપમાં જ નિરંતર મગ્ન છે તે જ પરમાર્થે સાધુ છે. અહો ! સાધુદશા કોઈ અલૌકિક ચીજ છે.
(૮-પ૧૦).
(૧૨૪૦)
રાગપરિણતિ અને જ્ઞાનપરિણતિ બને ભિન્ન છે. રાગપરિણતિ પ્રકૃતિનો સ્વભાવ છે અને જ્ઞાનપરિણતિ જ્ઞાનસ્વભાવરૂપ છે બંને ભિન્ન છે. ત્યાં રાગરહિત નિર્મળ જ્ઞાનપરિણતિ તે મારી ચીજ છે. અને રાગપરિણતિ તે મારી ચીજ નથી-આવી સ્વપરની વિભાગપરિણતિથી જીવ સંયત છે. લ્યો, આને સંયત નામ મુનિ કહેવામાં આવે છે. માત્ર નગ્ન દિગંબર હોય ને બહારમાં મહાવ્રતાદિ પાળે માટે મુનિ છે એમ નહિ, પણ રાગ અને જ્ઞાનની વિભાગ પરિણતિથી જીવ સંયમ નામ મુનિ છે.
(૯-૫૮) (૧૨૪૧) મોક્ષમહલકી પરથમ સીટી... અહાહા...! આવું સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે; અને મુનિપણાની તો શી વાત! ત્રણ કષાયના અભાવ સહિત જેને અંતરમાં પ્રચુર આનંદનો સ્વાદ અનુભવ છે અને બહારમાં જેને વસ્ત્રનો એક ધાગોય નથી, જંગલમાં જેનો વાસ હોય છે. અહા ! એ દિગંબર સંતોની શી વાત કરવી ? છેકે સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મોક્ષમાર્ગી મુનિવરોની દશા મહા અલૌકિક હોય છે. બાપુ! મુનિ એ તો સાક્ષાત્ ધર્મ –મોક્ષમાર્ગનું સ્વરૂપ છે.
(૯-૧૦૬) (૧૨૪૨) અહો ! જંગલમાં વસતાં વસતાં સંતોએ કેવાં કામ કર્યા છે! અંદરમાં સિદ્ધની સાથે ગોષ્ઠી કરી છે, અર્થાત્ અંદર નિજ સિદ્ધસ્વરૂપનો અનુભવ પ્રગટ કરીને પોતે ભગવાન સિદ્ધના સાધર્મી થઈ બેઠા છે. વાહ! મોક્ષમાર્ગને સાધનારા સંતો સિદ્ધના મિત્ર છે, સાધર્મી છે. એમની આ વાણી છે.
(૧૨૪૩) કુંદકુંદાચાર્ય કહે છે-“ના મોવો માળિય” નાગાને મોક્ષ કહ્યો છે. અહા! જેને
(૯-૧૩૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com