________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યાન-ધ્યેય
४७७ ત્રિકાળ અવિનશ્વર છે અને તે જ ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય છે. સમ્યગ્દર્શનનો વિષય પણ એ જ છે અને કલ્યાણકારી ધ્યાનનું ધ્યેય પણ એ જ છે. લોકોને આ આકરું લાગે છે, પણ શું થાય ? વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ આવું જ છે. ' અરે! ચૈતન્યનિધાનસ્વરૂપ પોતાના ભગવાનને ભૂલીને તે અનાદિથી અવળે પંથે ચઢી ગયો છે! અહા! ચૈતન્યલક્ષ્મીથી ભરેલો પોતે ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં તે આ બહારની જડ લક્ષ્મીની ને પુણ્યની ભાવના કરે છે! અહા! ત્રણલોકનો નાથ જિનસ્વરૂપ પ્રભુ આમ ભિખારી થઈને લોકમાં ભમે તે કેમ શોભે? ભગવાન ! આ શું કરે છે તું? તારા ઉપયોગને અંતરમાં લઈ જા, તને સુખનિધાન પ્રભુ આત્મા પ્રાપ્ત થશે. ભાઈ ! તારા સુખનો આ એક જ ઉપાય છે. ધર્મી પુરુષો અંતર્મુખપણે પરમભાવસ્વરૂપ એ એકને જ ધ્યાવે છે. (૯-૧૭૩)
(૧૩૪૮) અહા! આવો પરમભાવસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવ જેનો ભાવ છે તે નિજ પરમાત્મદ્રવ્ય હું છું એમ ધર્માત્મા ધ્યાવે છે. આ સર્વજ્ઞ પરમાત્મા (અરિહંતાદિ) તે હું એમ નહિ, આ તો ધ્યાતા પોતાના જ ત્રિકાળી આત્માને “હું પરમાત્મદ્રવ્ય છું” –એમ ભાવે છે, અનુભવે છે, ધ્યાવે છે. જે સર્વજ્ઞ પરમાત્મા પ્રગટપણે છે તે તો પરદ્રવ્ય છે. એને ધ્યાતાં તો રાગ થશે બાપુ?
તો ભગવાનને તરણતારણ કહેવામાં આવે છે ને?
હા, ભગવાનને વ્યવહારથી તરણતારણ કહેવામાં આવે છે. ભગવાનનું નિમિત્ત બનતાં તરનારો પોતે પોતાના સ્વરૂપના અનુભવમાં રહીને તરે છે તો ભગવાનને વ્યવહારથી તરણતારણ કહેવામાંઆવે છે. બાકી ધ્યાતા પોતાના આત્માને અંતર્મુખપણે ધ્યાવે એ જ મોક્ષના કારણરૂપ ધ્યાન છે. સમજાય છે કાંઈ...? કોઈ એકાંતે પર ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષમાર્ગ થવાનું માને એ તો બહુ ફેર થઈ ગયો ભાઈ ! ધ્યાતાના ધ્યાનનું એવું સ્વરૂપ નથી.
ભાઈ ! આ તો અનંતા તીર્થકરોએ ઇન્દ્રો, મુનિવરો ને ગણધરોની સમક્ષ ધર્મસભામાં જે ફરમાવ્યું છે તે અહીં દિગંબર સંતો જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે–ભગવાનનો આ સંદેશ છે; શું? કે પોતે આત્મા ચિદાનંદઘન પ્રભુ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધપારિણામિક પરમભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છે. અહા ! આવું જે નિજપરમાત્મદ્રવ્ય તે હું છું—એમ ધ્યાતા પુરુષ ધ્યાવે છે, ભાવે છે અને આ જ મોક્ષના કારણરૂપ ધ્યાન છે. જેમાં પોતાનો ત્રિકાળી શુદ્ધ આત્મા જ ધ્યેયરૂપ છે તે પરમાર્થધ્યાન છે અને તે જ મોક્ષના કારણરૂપ છે.
(૯-૧૭૪). (૧૩૪૯). અહાહા....! ધર્મી એમ ભાવે છે કે અખંડ એક નિજપરમાત્મદ્રવ્ય તે હું છું, પણ એમ ભાવતો નથી કે ભાવશ્રુતજ્ઞાન હું છું. આનંદના અનુભવ સહિત જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com