________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય )
૧૮૩
નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. શુદ્ધનયની હદે પહોંચતા રાગ અને ભેદ દેખાતા નથી, પણ નિર્વિકલ્પ અનુભવ થાય છે, એકલો જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. ત્યાં વ્યભિચાર નથી તેથી નિયમથી તે સમ્યગ્દર્શન છે. નવતત્ત્વની શ્રદ્ધા, જ્ઞાયકદ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય સહિત વસ્તુની શ્રદ્ધા એ બધું વ્યવહાર સમકિત છે એમ વ્યવહારનય સમકિતના અનેક ભેદ પાડે છે. ત્યાં વ્યભિચાર છે તેથી તે યથાર્થ સમ્યગ્દર્શન નથી. ( શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે.) ( ૧–૧૭૯ )
( ૫૧૦ )
આ જીવાદિ નવતત્ત્વો-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ છે. તેમાં જીવ અને અજીવ બે પદાર્થ છે. જીવ છે, શરીર, કર્મ, આદિ અજીવ છે. કર્મના નિમિત્તના સંબંધમાં પુણ્ય-પાપ અને આસ્રવ અને બંધ થાય છે તથા સંવર, નિર્જરા અને મોક્ષ નિમિત્તના ( કર્મના ) અભાવમાં થાય છે. પણ આ નવે તત્ત્વોમાં નિમિત્તની અપેક્ષા આવે છે. તે અપેક્ષા છોડી દઈને એકલો જ્ઞાયકભાવ જે પૂર્ણજ્ઞાનઘન છે એની દૃષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો. સત્કાર કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ-શાસ્ત્ર-ગુરુ ને માનવા કે નવતત્ત્વને ભેદથી માનવા તે કાંઈ સમ્યગ્દર્શન નથી. આ સમ્યક્ અનેકાન્ત છે.
(૧–૧૯૧ )
( ૫૧૧ )
અહીં કોઈ પ્રશ્ન કરે કે-આત્મા ચૈતન્ય છે, જાણન, જાણનસ્વભાવી છે. આટલું ચૈતન્યરૂપ જ જ્ઞાનમાં અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહીં? આવી શ્રદ્ધાવાળાને આખો આત્મા હાથ લાગ્યો એમ કહેવાય કે નહીં ?
સમાધાનઃ- આત્માને ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ માને છે. એક ચાર્વાક મત ચૈતન્યને માનતો નથી. બીજા બધા આત્મા ચૈતન્યરૂપ છે એમ તો માને છે. જો આટલી શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો ઉપર કહેલા બધાને સમ્યગ્દર્શન સિદ્ધ થઈ જશે. જાણનાર, જાણનાર એમ નાસ્તિક સિવાય તો ઘણા આત્માને માને છે, તો તે બધાને સમ્યક્ત્વ સિદ્ધ થશે. પણ એમ નથી. આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના અનંતગુણો, તેની અનંત પર્યાયો, અને બધા પ૨ને (લોકાલોકને) જાણે એવી એની શક્તિ છે. એવી સર્વજ્ઞશક્તિ જેમને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ ભગવાને જેવો પૂર્ણ આત્મા જોયો તેવા પૂર્ણ આત્માનું સ્વરૂપ તેમની ૐૐકાર દિવ્યધ્વનિમાં આવ્યું. તે આત્મા કેવો છે? તો પૂર્ણજ્ઞાનઘન છે. અહીં પૂર્ણ શબ્દ સૂચક છે. પૂર્ણ એટલે ત્રણકાળ ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી ભિન્ન પૂર્ણજ્ઞાનન આત્માનું સ્વરૂપ છે તેની દષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. આવું સમ્સયગ્દર્શન જીવે અનાદિથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com