________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
અધ્યાત્મ વૈભવ અનંતકાળમાં પ્રગટ કર્યું નથી તેથી તેને ચાર-ગતિમાં માત્ર રખડવાનું જ થયું છે. ૧–૧૮૧) (૫૧૨ )
આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યો સમ્યગ્દર્શન જ છે-એ નિયમ છે. જે નવતત્ત્વો છે તેમાં ત્રણલોકનો નાથ ભગવાન આત્મા ચૈતન્યહીરલો બિરાજમાન છે. જેમ હીરાને અનેક પાસા છે તેમ આ ચૈતન્યહીરલાને ગુણરૂપ અનંત પાસા છે. એ અનંત પાસા (ગુણ ) સ્વયં પરિપૂર્ણ છે તથા વસ્તુમાં અભેદ એકરૂપ પડેલા છે. આવી અનંતગુણમંડિત અભેદ એકરૂપ વસ્તુ જે ચૈતન્યઘનસ્વરૂપ આત્મા તેને ભૂતાર્થનય વડે જાણવી તે નિયમથી સમ્યગ્દર્શન છે. (૧–૧૯૨ )
(૫૧૩)
અહાહા.....! જેને જાણ્યે અનંત જન્મ-મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અતીન્દ્રિય-આનંદની પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય એ કારણ કેવું હોય ? બાપુ! ( એ સાધારણ ન હોય) એ તો પૂર્ણ સ્વરૂપ છે જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે. એવી ઝળહળ ચૈતન્ય જ્યોતિસ્વરૂપ અભેદ એકરૂપ જ્ઞાયક વસ્તુમાં દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે. આ તો મુદ્દાની મૂળ રકમની વાત છે. (૧–૧૯૨ )
(૫૧૪ )
આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. નવતત્ત્વોમાં સત્ દષ્ટિથી દ્રવ્યદષ્ટિથી જોતાં જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ઘનયપણે અનુભવાય છે. એ એકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ ‘શુદ્ધ આવો છે એમ આત્મ-પ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ જ છે, બાધા રહિત છે. અહાહા...! આ એકરૂપ ચૈતન્યઘનસ્વભાવની અનુભૂતિ તે આત્મખ્યાતિ આત્માની ઓળખાણ, અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન છે. (૧–૧૯૮ )
(૫૧૫ )
જ્ઞાયક ધ્રુવ, ચૈતન્યપ્રકાશની દષ્ટિ કરતાં નિમિત્ત-નૈમિત્તિકભાવનો અભાવ થઈ જાય છે. એકલા જ્ઞાયકને જોતાં ચૈતન્યસ્વરૂપ જે રાગની રુચિમાં ઢંકાઈ ગયું હતું તે પ્રગટ થાય છે. એનું નામ સમ્યગ્દર્શન છે. નવમાંથી એકલો જાણક, જાણક, જાણક–એવા ધ્રુવ સ્વભાવને ભિન્ન તા૨વી અનુભવવો એ સમ્યગ્દર્શન છે. આ સિવાય લાખો કરોડો રૂપિયા ખર્ચે અને મંદિરો બનાવે, દેવ-શાસ્ત્ર-ગુરુને બહારથી માને કે નવતત્ત્વને ભેદરૂપ માને-એ બધું થોથેથોથાં છે, સમ્યગ્દર્શન નથી. ( ૧–૧૯૯ )
( ૫૧૬ )
શુદ્ઘનયથી જીવને જાણવાથી જ સમકિત છે, અન્યથા નહીં. પર્યાયથી વસ્તુને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com