________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫
ભગવાન આત્મા પરમાત્મા અનંત પાંખડીએ ખીલી ગયા છે. એ પ્રભુની પ્રસિદ્ધિ છે. ભગવાન! તારાં વખાણ કઈ રીતે કરીએ? અહા! અનંત આનંદ-જ્ઞાન આદિ અનંત ગુણની નિર્મળ પર્યાયનો ઉત્પાદવ્યય થવો અથવા ગુણના આશ્રયે ઉત્પાદ-વ્યય થવો એ આત્માની પ્રસિદ્ધિ છે. પરંતુ પરના આશ્રયે જે રાગાદિ થાય છે તે આત્માની પ્રસિદ્ધિ નથી.
(૩–૧૫૭) (૪૪). અંદર ઝળહળજ્યોતિરૂપ ચૈતન્યભગવાન છે તેને જાણવાનો અભ્યાસ કરવો જોઈએ.
બાપુ! અંદર જે આ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે એ જ આત્મા છે, હોં. આ જાણનાર-જાણનાર જે જ્ઞાયકમાત્ર વસ્તુ છે એ આત્મા છે. ભાઈ ! એ શરીરાદિવાળો નથી, હોં. આ શરીરાદિ છે એ તો ધૂળ-માટી-પુદ્ગલ છે. અરે, આ શુભાશુભ રાગ અને ગુણસ્થાન આદિ ભેદ પણ રૂપી પુદગલમય છે એમ કહે છે.
(૩-૧૬૬) (૪૫) આત્માનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન કરતાં સમ્યગ્દર્શન થાય છે. પરંતુ તે આત્મા કેવો છે? તો કહે છે કે રંગ-રાગ અને ભેદથી રહિત જે અભેદ શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે તે આત્મા છે. તથા જે રંગ-રાગ અને ભેદ સહિત છે એ તો મૂર્તિક પુદ્ગલ છે. આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે મૂર્તિક પુદ્ગલરૂપ છે. જો તો સ્વનું જ્ઞાન હોય તો સાથે અતીન્દ્રિય આનંદ આવવો જોઈએ. પરંતુ શાસ્ત્રજ્ઞાન સાથે આનંદનો સ્વાદ તો આવતો નથી. માટે શાસ્ત્રજ્ઞાન પુગલમય છે. તેવી રીતે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા અને પંચમહાવ્રતના પાલનનો ભાવ ઇત્યાદિ સર્વ પુદ્ગલરૂપ છે. અને આ ભાવ જો આત્માના થઈ જાય તો આત્મા જડ-પુદ્ગલમય થઈ જાય એમ કહે છે.
(૩–૧૭૧) (૪૬) ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે, એ ચૈતન્યસૂર્યનો ઝબકારો ચૈતન્યમય જ હોય. એમાં શું રાગનો અંધકાર હોય ? એ રાગનો અંધકાર તો અચેતન પુદ્ગલનું જ કાર્ય છે. આવો ભગવાનનો માર્ગ છે ભાઈ ! ખૂબ ધીર અને શૂરવીરનું કામ છે.
(૩–૧૮૭). (૪૭) આત્મા રંગ-રાગ-ભેદથી વ્યાપ્ત નથી, ભિન્ન છે, તો તે શું છે? તો કહે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે. આવો ચૈતન્યસ્વભાવ સદાય પ્રગટ છે, ફુટ છે, પ્રત્યક્ષ છે. અહાહા! શુદ્ધ ચૈતન્યની પરિણતિથી જણાય એવો તે વર્તમાનમાં પ્રત્યક્ષ છે. મતિશ્રુતજ્ઞાનની પર્યાયમાં એ જણાય એવો વર્તમાનમાં પ્રત્યક્ષ, પ્રગટપણે બિરાજમાન છે. રાગની અપેક્ષાએ તે ચૈતન્યસ્વરૂપ આત્મા ગુપ્ત છે, ઢંકાયેલો છે, કેમકે રાગમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com