SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ જ એનું અસ્તિત્વ નથી. મોક્ષની પર્યાય જેટલો પણ એ નથી, એ તો પૂર્ણ ચિદાનંદધન પરમાત્મા છે. તારા શ્રદ્ધાનને એનો રંગ ચઢાવી દે પ્રભુ ! તે શ્રદ્ધાન અને જ્ઞાનનું થયું તે જ જ્ઞાનસ્વરૂપ આત્માનું થયું છે. રાગ તો અન્યદ્રવ્યનું પરિણમન છે, એને જ્ઞાનના થવા સાથે કાંઈ સંબંધ નથી. માટે જો મોક્ષની ઈચ્છા છે તો વ્યવહારના ક્રિયાકાંડથી ધર્મ થશે એ વાત જવા દે. આ હિતની વાત છે ભાઈ! (૧૦-૨૮૨) (૧૮૧) કર્મનો ઉદય છે તે જડ છે, તે રાગને અડતો નથી, રાગભાવ છે તે કર્મને અડતો નથી. વળી રાગભાવ છે તે શુદ્ધ સ્વાનુભવની પર્યાયને અડતો નથી. આવી જ વસ્તુ છે. ભાઈ ! વસ્તુનું હોવાપણું જ આ રીતે ચમત્કારિક છે. લોકો બહાર ચમત્કાર માને છે પણ તેમને અંદર ચૈતન્યના ચમત્કારની ખબર નથી. વસ્તુનાં દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાં સ્વતંત્ર છે એવી વસ્તુની ચમત્કારિક શક્તિનો જાણનાર ભગવાન આત્મા ચૈતન્યચમત્કારી વસ્તુ છે. ભાઈ ! જેમાં સર્વ પ્રત્યક્ષ જણાય એવો જ્ઞાનની પૂર્ણતાનો કોઈ અદભુત અલૌકિક મહિમા છે, અને આવું જેનું સામર્થ્ય છે તે ભગવાન આત્મા પરમ અદભુત ચૈતન્યચમત્કારમય વસ્તુ છે. અહીં કહે છે-એ પરમાર્થવસ્તુને એકને જ અનુભવો. અહાહા... નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવા માત્ર જે સમયસાર તેનાથી ઊંચું બીજું કાંઈ નથી. અહાહા...! જે નિર્મળ પર્યાય પ્રગટ થવામાં કોઈ અન્ય દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવનો આશ્રય-સહાય નથી એવી જે નિજરસથી ભરપુર છે એવી અદ્દભુત... અદ્ભુત પર્યાય શક્તિની વિસ્ફરસામાત્ર સમયસાર વિશ્વમાં પરમ સારભૂત છે. આ પર્યાયની વાત છે હોં. સવારે આવ્યું હતું ને! કે એ (આત્મા) સુખદેવ સંન્યાસી છે; મતલબ કે સુખનો દેવ અને રાગનો ત્યાગી છે. આવી વાત ! (૧૦-૨૯૨) (૧૮૨) આત્માનો એવો સહજ અદ્દભુત વૈભવ છે કે અંતર્મુખ જુએ તો મુક્તસ્વરૂપ ભાસે છે, ને બહારમાં નજર કરે તો રાગ ભાસે છે; અંદર જુએ તો અભેદ એકરૂપ ભાસે છે; ને ભેદથી જુએ તો અનેકરૂપ ભાસે છે, અંતર્મુખ જુએ કપાયરહિત શાંતિનો પિંડ ભાસે છે, ને બહારમાં જુએ તો કષાયનો કલેશ ભાસે છે. અહા! આવો આત્માનો અભુતથી અદ્દભુત મહિમાવંત સ્વભાવ વર્તે છે. (૧૦-૨૯૩) (૧૮૩) અહીં કહે છે–સમયસારભૂત પરમસ્વરૂપ-પરમાત્માસ્વરૂપ એવો આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિથસમય છે. અહાહા...! ચૈતન્યના નૂરનું પૂર એવો ભગવાન આત્મા સ્વપરસહિત સંપૂર્ણ ત્રિકાળવર્તી લોકાલોકનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. અહાહા...! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008203
Book TitleAdhyatma Vaibhav1
Original Sutra AuthorN/A
AuthorRajkumar Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year1989
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy