________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
અધ્યાત્મ વૈભવ સ્વભાવનો-જ્ઞાનાદિ ગુણોનો ઘાત થતો નથી. અહાહા...! જેમ ઘડાનો નાશ થતાં દીવાનો નાશ થતો નથી, ને દીવાનો નાશ થતાં ઘડાનો નાશ થતો નથી, તેમ, કહે છે-આ ભગવાન આત્મા જ્ઞાનપ્રકાશનું બિંબ પ્રભુ ચૈતન્યદીવો છે. તેના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રની જે નિર્વિકલ્પ દશા થઈ તેનો, શરીરાદિરૂપ ઘડાનો ઘાત થવા છતાં, ઘાત થતો નથી; તથા શરીરની ક્રિયા ને રાગની ક્રિયા મારી છે એવી અજ્ઞાનમય માન્યતા વડે એના દર્શન-જ્ઞાન-ચારિત્ર-ગુણોનો ઘાત થાય છે તેને પ્રસંગે એ શરીરાદિની ક્રિયાનો ઘાત થાય જ છે એમ હોતું નથી. અહો ! આ તો જૈન પરમેશ્વરે કહેલું કોઈ અચિંત્ય અલૌકિક તત્ત્વ આચાર્યદવે જાહેર કર્યું છે. (૯-૪૧૩)
(૪૫૭) પ્રશ્ન:- - તો મુખ્યપણે ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે ને? સમ્યગ્દર્શન-જ્ઞાન તો મોક્ષમાર્ગનું કારણ છે.
ઉત્તર:- - ભાઈ ! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર-એમ ત્રણ ભેદ તો સમજાવવા માટે છે, પણ છે તો ત્રણે સાથે એક સમયમાં. ત્રણે મળીને જ મોક્ષમાર્ગ છે એમ યથાર્થ સમજવું.
(૧૦-૮૦) (૪૫૮) -પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિ કરવી તે મોક્ષમાર્ગ છે. મુનિરાજને જે વ્યવહારનો વિકલ્પ ઊઠે તે મોક્ષમાર્ગ નથી. એ તો એને રાગબોજો છે. અને છોડીને સ્વરૂપમાં રમણતા કરે તે મોક્ષમાર્ગ છે. મુનિરાજ નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણાવીને સંપુર્ણ વિજ્ઞાનઘન સ્વભાવને પ્રાપ્ત કરી લે છે. જુઓ, આ મોક્ષમાર્ગનું ફળ! સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવની પ્રાપ્તિ અર્થાત્ કેવળજ્ઞાન તે મોક્ષમાર્ગનું ફળ છે. હવે તે ત્યાગ-ગ્રહણથી રહિત થયો છે. સ્વસ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ પણ હવે ત્યાં રહ્યું નથી. તે સાક્ષાત્ સમયસારભૂત છે. વસ્તુ દ્રવ્ય છે તે તો સમયસાર છે અને હવે તે પર્યાયમાં સાક્ષાત્ પ્રગટ સમયસાર છે.
(૧૦-૨૦૧) (૪૫૯) બધાય ભગવાન અતદેવોને શુદ્ધજ્ઞાનમયપણું છે. અહાહા....! ભગવાન આત્મા તો સદા શુદ્ધજ્ઞાનમય જ્ઞાતાદ્રષ્ટા પ્રભુ છે. તેના આશ્રયે ઉત્પન્ન આત્માની નિર્મળ દર્શન-જ્ઞાનચારિત્રમય પરિણતિ તે મોક્ષમાર્ગ છે. અહીં કહે છે-બધાય ભગવાન અહંતદેવોને દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ છે અને તેથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે તેઓને શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે જુઓ, શરીરની ક્રિયા અને રાગની ક્રિયાનો ત્યાગ-અભાવ કરી દર્શન-શાન ચારિત્રની ઉપાસના કરવીય તે જિનમાર્ગ છે, મોક્ષમાર્ગ છે. બધાય ભગવાન અહંતદેવોએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com