________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મ
૪૫૩
(૧૨૭૧). ધર્મ તો વસ્તુના સ્વભાવને કહે છે. કહ્યું છે ને કે – “વલ્થ સદાવો ઘમ્મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વસ્તુ જે આત્મા છે તેમાં અનંતગુણો (ધર્મો) રહેલા છે. વસેલા છે. તેથી તેને વસ્તુ કહે છે. ગોમ્મદસારમાં આવે છે કે જેમાં અનંત ગુણ વસ્યા-રહેલા છે તેને વસ્તુ કહે છે. અહાહા..! જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતા, સ્વચ્છતા, ઈશ્વરતા ઇત્યાદિ અનંતગુણ વસ્તુમાં વસેલા છે એવી અંતરદષ્ટિપૂર્વક સ્વીકાર, શ્રદ્ધા-પ્રતીતિ કરીને, અનંતગુણસંપન્ન ભગવાન આત્મા છે તેની તરફના ઝુકાવથી-સ્વભાવ-સન્મુખતાથી એક્તા થવી તેનું નામ ધર્મ છે. બાકી બધી વાતો છે, ભાઈ !
(૨-૪૭) (૧ર૭૨) આ ધર્મની વાત ચાલે છે. પર પદાર્થોનું જ્ઞાન કરવાનો મારો સહજ સ્વભાવ છે એમ જાણવું એનું નામ ધર્મ છે. ધર્મ એટલે શું? કે પરપદાર્થ અને મારે કાંઈ પણ સંબંધ નથી. પરંતુ પરપદાર્થ સંબંધી જ્ઞાન કરવાનું મારામાં સ્વપરપ્રકાશક સામર્થ્ય છે. એ સ્વરપ્રકાશક સામર્થ્યમાં સ્વનું પરિણમન કરવું એ ધર્મ છે.
(૨-૨૦૩) (૧ર૭૩) પ્રશ્ન- તો બહારમાં ધર્મનો પ્રચાર કરવો કે નહિ?
ઉતર:- બાપુ! ધર્મ ક્યાં બહારમાં રહ્યો છે? ધર્મની પર્યાય તો ચૈતન્યસ્વભાવથી વ્યાસ ચિદાનંદ ભગવાનની તરફ ઢળતાં પ્રગટ થાય છે, અને ત્યારે શુભરાગ તો ભિન્ન રહી જાય છે. ભાઈ ! જેને ધર્મની પર્યાય-અનુભૂતિ પ્રગટ થાય છે તે ધર્મીને તો એ રાગની પર્યાય પોતાની ભિન્ન ભાસે છે. અનુભવમાં રાગ આવતો નથી એમ કહે છે. અહાહા ! શુભરાગ હોય છે ખરો, પણ એ તો સ્વથી ભિન્ન છે એમ ધર્મી જીવ જ્ઞાન કરે છે. (૩-૨૧૧)
(૧૨૭૪). શુભ આચરણથી જીવને ધર્મ થાય એ વાત અજ્ઞાનીને એવી અતિશયપણે દઢ થઈ છે કે ત્યાંથી ખસવુ એને કઠણ પડે છે. એને મન પ્રશ્ન થાય છે કે શુભભાવને તમે ધર્મ નથી કહેતાં તો શું ખાવું-પીવું અને મોજ-મઝા કરવી એ ધર્મ છે? અરે, પ્રભુ! તું શું કહે છે? એ વાત જ અહીં ક્યાં છે? ખાવા-પીવામાં જે શરીરાદિની ક્રિયા છે એ તો જડની છે. એને તો તું કરી શક્તો નથી, તથા ખાવા-પીવાનો જે રાગ છે એ તો અશુભ જ છે. એનાથી તો ધર્મ કેમ હોય? પરંતુ જે વ્રત-તપ-ઉપવાસાદિનો ભાવ છે તે પણ શુભરાગ જ છે. આ શુભાશુભ બન્ને પ્રકારના રાગ સ્વયં થયેલા ચૈતન્યના વિકાર છે, ચૈતન્ય-સ્વરૂપ નથી, સ્વભાવની દષ્ટિથી જોતાં તેઓ ચૈતન્યથી ભિન્ન જણાય છે.
(૩-૨૨૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com