________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪. ભેદજ્ઞાન
( ૩૩૫ )
સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશે તે કેવળજ્ઞાન છે. એવા કેવળજ્ઞાનને ભેદજ્ઞાનજ્યોતિ
પ્રગટ કરે છે. આ ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થતાં સર્વ પદ્રવ્યોથી છૂટી, દર્શનજ્ઞાન-સ્વભાવમાં, પર્યયરહિત અભેદ ત્રિકાળ ધ્રુવ, ચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં દષ્ટિ કરી તેની સાથે એકત્વગતપણે
વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થયો એમ કહેવામાં આવે છે.
(૧-૫૦)
( ૩૩૬ )
સર્વ પદ્રવ્યોથી ભિન્ન પડી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયતવૃત્તિ-એટલે ત્રિકાળ આત્મતત્ત્વ તેની સાથે એકત્વપણે વર્તવાપણું છે તે ભેદજ્ઞાન છે. આવું ભેદજ્ઞાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. (9-40)
(૩૩૭)
રાગથી ભિન્ન અને પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન અને પોતાથી અભિન્ન એવા આત્માનું એકપણું, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. જીવે પરલક્ષી જ્ઞાન પણ અનંત વાર કર્યું છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન છે એ પણ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માનું ભિન્ન દેખાતું નથી. રાગ અને પ૨નું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાન-પ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાનપ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદ્દાની વાત છે, ભાઈ ! બાકી દયા પાળો, ભક્તિ કરો, વ્રત કો ઇત્યાદિ બધાં થોથાં છે. ( ૧-૭૫ )
( ૩૩૮ )
અહો ! માત્ર આ ભિન્ન આત્માનું એકપણું સ્વભાવથી જ સદા પ્રવટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તે ભેદજ્ઞાનપ્રકાશથી દેખાય છે. આનંદનો નાથ ચૈતન્યચમત્કાર પ્રભુ અંદરમાં પ્રકાશમાન છે તેને ભેદજ્ઞાનપ્રકાશથી જોવા કદી દરકાર કરી નથી. આવું અંદરમાં ચકચકાટ કરતી આત્મવસ્તુનું એકપણું કાયચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ ગયું છે. દયા, દાન, ભક્તિ આદિ શુભ વિકલ્પો અને હિંસાદિ અશુભ વિકલ્પોમાં એકરૂપ થતાં (માનતાં ) ભગવાન આત્માનું એકપણું ઢંકાઈ ગયું છે. અહાહા...! ભેદજ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com