________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન
૧૨૧ પ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે છે એવી અંતરંગમાં ચકચકાટ કરતી જ્ઞાનરૂપી પ્રકાશની મૂર્તિ અસંખ્ય પ્રકારના શુભાશુભ વિકલ્પો સાથે એકરૂપ જેવી માનવામાં આવતાં ઢંકાઈ ગઈ છે, રાગની એકત્વબુદ્ધિ આડે એ નજરમાં આવતી નથી.
(૧-૭૫ ) (૩૩૯ ) આ તો સ્વાતંત્ર્યનો ઢઢરો છે, ભાઈ. રાગાદિ છે તે પર છે, અને પર્યાયમાં રાગાદિનું જે જ્ઞાન છે એ (સ્વ) મારું છે એવો ભેદજ્ઞાનસ્વરૂપ અનુભવ ક્યારે થાય? કે જ્યારે રાગાદિનું લક્ષ છોડી સ્વના લક્ષમાં જાય ત્યારે એની પરિણતિમાં ભેદજ્ઞાન થાય. શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ અને રાગાદિ કર્મ એ પર પુદ્ગલના જ છે અને એ શેયોને જાણનારું જ્ઞાન તે મારું જ્ઞાયકનું છે એમ ભિન્નતા જાણી એક શાયકની સત્તામાં જ લક્ષ કરે તેને ભેદજ્ઞાન થાય છે.
(૨-૫૮) (૩૪૦) અહાહા ! એકલો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયકભાવ જે નિર્મળ શુદ્ધ ઉપયોગમય સ્વભાવ ભાવ છે તે રાગાદિ પુણ્ય-પાપના પરિણામને વશ થયો થકો ઢકાઈ ગયો છે અને તેથી એની સમસ્ત ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ છે. એટલે આ રાગાદિ તે હું નહિ, પણ આ ઉપયોગ છે તે હું છું એવા ભેદને પ્રકાશનારી ભેદજ્ઞાનજ્યોતિ એને અસ્ત થઈ ગઈ છે. અહાહા! “હું તો ચૈતન્યસ્વરૂપ છું' એવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ જે ઊઠે એ હું નહિ કેમકે એ વિકલ્પ તો અજીવ છે, અચેતન છે, અણ-ઉપયોગરૂપ છે, પુદ્ગલ છે. આ ભેદજ્ઞાન છે. (૨-૮૧)
(૩૪૧) અહાહા! ભગવાન ચૈતન્યચિંતામણિ નિર્મળ જ્ઞાનજ્યોતિ અનાદિઅનંત નિત્ય ધ્રુવ સ્વભાવભાવરૂપ જે આત્મા તેનાથી ભિન્ન કર્મની નિકટતાથી ઉત્પન્ન અસ્વભાવ ભાવો ઉપર એની દષ્ટિ હોવાથી એ અનાદિ પર્યાયબુદ્ધિ છે. તેથી એને રાગ અને જ્ઞાયકની ભિન્નતા કરનારી ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ ગઈ છે.
(૨-૮૨) (૩૪૨). જેમ પર પદાર્થ આ જીવ નથી એ અપેક્ષાએ અજીવ છે, તેમ નિજ દ્રવ્યરૂપ ભગવાન આત્માની અપેક્ષાએ બીજાં દ્રવ્યો અદ્રવ્ય છે. બીજાં દ્રવ્યો પોતપોતાની અપેક્ષાએ તો સ્વદ્રવ્યરૂપ છે, પણ આ જીવદ્રવ્યની અપેક્ષાએ તેઓ અદ્રવ્ય છે. તેવી રીતે આ આત્માના ક્ષેત્રની અપેક્ષાએ પરક્ષેત્ર એ અક્ષત્ર છે, આ આત્માના સ્વકાળની અપેક્ષાએ પરકાળ અકાળ છે અને આ આત્માના સ્વભાવની અપેક્ષાએ પરસ્વભાવ તે અસ્વભાવ છે. સમયસારમાં પાછળ અનેકાન્તના પરિશિષ્ટના ૧૪ બોલમાં આ વાત આવે છે. આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુયથી નથી. તેમ જ પર પોતાના સ્વચતુષ્ટયથી છે પણ આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com