________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
અધ્યાત્મ વૈભવ આત્માના ચતુષ્ટયથી નથી. જ્ઞાનમાત્ર જીવવસ્તુ સ્વદ્રવ્યપણે, સ્વક્ષેત્રપણે, સ્વકાળપણે અને સ્વભાવપણે અસ્તિ છે, પરંતુ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવપણે નાસ્તિ છે. સ્વદ્રવ્ય અનંત ગુણ અને પર્યાયનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે. એક સમયની પર્યાય તે પોતાનો સ્વકાળ છે અને પોતાના ગુણ તે સ્વભાવ છે. આવા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અરિહંત અને સિદ્ધ ભગવાનનો આત્મા અદ્રવ્ય, અક્ષત્ર, અકાળ અને અસ્વાભાવ છે. આ તો પરથી ભિન્નતાની (ભેદજ્ઞાનની ) વાત છે.
(૨-૧૪૯) (૩૪૩). જેમ નાળિયેરમાં ઉપરનાં છાલાં તેમ જ કાચલી છે તે નાળિયેર નથી. તથા તે કાચલી તરફની લાલ છાલ છે તે પણ નાળિયેર નથી. અંદર ધોળો અને મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આ શરીર છે તે ઉપરનાં છાલાં છે, અંદર જે કર્મ છે તે કાચલી છે તથા જે દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધ આદિ પુણ્ય-પાપના જે ભાવ છે તે લાલ છાલ છે અને અંદર આનંદનો શુદ્ધ ગોળો છે એ ભગવાન આત્મા છે. જેમ ધોળો અને મીઠો ગોળો તે નાળિયેર છે એમ જ્ઞાનાનંદ શુદ્ધ ગોળો એ આત્મા છે. આમ સર્વ ભિન્ન ભિન્ન છે. આવો સંતોનો ઉપદેશ છે. જન્મ-મરણ રહિત થવાની ચીજ તો જગતથી જુદી છે, ભાઈ ! તું જન્મ-મરણ કરીને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે છતાં તને થાક નથી લાગ્યો?
(૨-૧૭૭) (૩૪૪) દહીં અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે. એમાં દહીં અને ખાંડ એકમેક જેવાં માલુમ પડે છે તો પણ ખાટા-મીઠા સ્વાદના ભેદથી બન્ને જુદાં જુદાં જણાય છે. તેવી રીતે દ્રવ્યકર્મના ઉદયનો સ્વાદ જે રાગાદિ છે તે, ભગવાન જ્ઞાયકસ્વભાવની જે પરિણતિ પ્રગટ થાય છે તેનાથી સ્વાદભેદને લીધે ભિન્ન છે. દ્રવ્યકર્મ જે જડ છે તે ભાવક છે અને તેના તરફનો ભાવ્યરૂપ જે રાગ છે તેના સ્વાદની જાત આત્માની ભિન્ન છે. રાગનો સ્વાદ કલુષિત આકુળતામય છે અને ભગવાન આત્માનો સ્વાદ અનાકુળ આનંદ છે. આમ સ્વાદભેદથીલક્ષણભેદથી ભેદજ્ઞાન કરવું એ ધર્મધારા છે, ધર્મ છે.
(૨-૧૯૨) (૩૪૫) સર્વ પદ્રવ્યો મારા સંબંધી નથી કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્ત્વ તો હું છું. હું તો જ્ઞાયકસ્વભાવના-સ્વરસના સનું સત્ત્વ છું. હું આત્મા સત્ અને જ્ઞાયકપણું એ મારું સત્ત્વ છે. તેથી જ્ઞાયક સ્વભાવપણાથી હું અંતરંગ તત્ત્વ છું અને તે પદ્રવ્યો, મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. અહાહા! સિદ્ધ ભગવાન અને સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પરમેષ્ઠી પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. તેથી તેઓ પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. બાહ્ય પદાર્થો મારા સ્વભાવથી ભિન્ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com