________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૪
અંતરમાં બેસે છે.
અધ્યાત્મ વૈભવ (૫-૧૯૭)
(૧૧૫૪ )
રાગનો પ્રેમ છૂટયા વગર તારું સાંભળેલું બધું જ નિરર્થક ગયું; કેમકે શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. શાસ્ત્ર સાભંળીને પણ તને રાગની રુચિ ન છૂટી અને સ્વભાવની દૃષ્ટિ ન થઈ તેથી તું શાસ્ત્રનું તાત્પર્ય પામ્યો જ નહિ. ચાહે પ્રથમાનુયોગ હો કે કરણાનુયોગ હો, ચરણાનુયો હો કે દ્રવ્યાનુયોગ હો; દરેકનું તાત્પર્ય વીતરાગતા છે. એ નિમિત્તની ઉપેક્ષા કરીને સ્વભાવની અપેક્ષા કરવી એ બધાનું તાત્પર્ય છે. પરંતુ સ્વભાવની અપેક્ષા કરી નહિ અને ખાલી વાણી સાંભળી એમાં તને (–આત્માને) શું લાભ થયો? કાંઈ નહિ. સમજાણું કાંઈ ? ભાઈ ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે, બાપુ ! (૬-૬૫ )
(૧૧૫૫ )
મોટાં લાંબાં લાંબાં પુસ્તકો-શાસ્ત્રોની વાત કરે પણ પરમાર્થ પ્રગટ ન કરે તો તેથી શું? જેનાથી જન્મ-મરણ ન મટે એ ચીજ ગમે તેટલી બહારથી ઊંચી જણાય તોપણ તેની કાંઈ કિંમત નથી. (૬–૭૨ )
( ૧૧૫૬ )
શાસ્ત્રના અર્થ કરવા માટે પંચ બોલ આવે છે ને ? શબ્દાર્થ, નયાર્થ, આગમાર્થ, મતાર્થ, અને ભાવાર્થ. શબ્દનો અર્થ કરવો તે શબ્દાર્થ. આ વ્યવહારનયનું કથન છે કે નિશ્ચયનયનું એ નક્કી કરી સમજવું તે નથાર્થ, આ આગમનું વાક્ય છે એમ જાણવું તે આગમાર્થ, આ અન્યમતનો કઈ રીતે નિષેધ કરે છે એ સમજવું તે મતાર્થ અને એનું તાત્પર્ય શું છે એ જાણવું તે ભાવાર્થ. આમ પાંચ રીતે વાક્યનો અર્થ નક્કી કરવો તે સૂત્ર-તાત્પર્ય, અને શાસ્ત્રતાત્પર્ય વીતરાગતા બતાવ્યું છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે–સૂત્ર તાત્પર્ય સાધક છે અને શાસ્ત્ર-તાત્પર્ય ( –વીતરાગતા ) સાધ્ય છે.
શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે; તે સાધ્ય છે અને સૂત્રતાત્પર્ય સાધક છે. મતલબ કે જે ગાથાસૂત્ર ચાલતું હોય તેના અર્થ ઉપરાંત તેમાંથી શાસ્ત્રના તાત્પર્યરૂપ વીતરાગતા કાઢવી જોઈએ. એ વીતરાગતા કેમ થાય? તો કહે છે-૫૨ની-નિમિત્ત, રાગ અને પર્યાયની ઉપેક્ષા કરીને સ્વની-ત્રિકાળ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે વીતરાગતા ઉત્પન્ન થાય છે. નિમિત્ત, રાગ કે પર્યાયના લક્ષે વીતરાગતા થતી નથી. તેથી સ્વની અપેક્ષા અને ૫૨ની ઉપેક્ષા જેમાં થાય તે શાસ્ત્ર-તાત્પર્ય છે.
હવે આવી વાત સમજવાનો વખત કોને છે? એને એવી નિવૃત્તિ ક્યાં છે? આખો દિ વેપાર આદિ પાપના ધંધા કરે, બે ત્રણ કલાક બાયડી-છોકરાં સાથે રમતમાં જાય, બે કલાક ખાવામાં જાય અને છ-સાત કલાક ઊંઘમાં જાય. હવે આમાં એને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com