________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શાસ્ત્ર
૪૧૫
ક્યાં નવરાશ મળે ? પણ આ બધામાં આત્માનું શું છે ભાઈ ? અરેરે! એનું શું થશે ? આ કાળે જો નહિ સમજે તો કે દિ સમજશે પ્રભુ! આવો અવસર ક્યાં મળશે ? શ્રી ટોડરમલજીએ તો કહ્યું છે કે- ‘સબ અવસર આ ચુકા હૈ' –બધો અવસર આવી મળ્યો છે. અહા! સાચી જિનવાણી સાંભળવાનો યોગ મળ્યો ત્યાં સુધી તો તું આવી ગયો છો. માટે હૈ ભાઈ! તું અંતરષ્ટિ કર અને જ્યાં આ આત્મા ભગવાન સ્વરૂપે પોતે વિરાજી રહ્યો છે ત્યાં જો.
(૬-૮૬)
(૧૧૫૭)
લોકો બિચારા આખો દિવસ બાયડી-છોકરાં સાચવવામાં અને ધંધા-વેપારમાં-એકલી
પાપની મજૂરીમાં બળદની જેમ વખત ગાળે તેમને આ સાંભળવાની ફુરસદ ક્યાંથી મળે ? અરે! મોક્ષનો માર્ગ તો છે નહિ અને સત્સમાગમ અને શાસ્ત્ર-સ્વાધ્યાયની ફુરસદેય ન મળે, તો તેઓ ક્યાં જશે ? રોજનું શાસ્ત્ર-શ્રવણ-વાંચન બે ચાર કલાક જોઈએ એ પણ જો નથી તો ભલે મોટા શેઠીઆ હોય તોપણ મરીને તિર્યંચે-કૂતરે-બિલાડે જ જશે. શું થાય ? એવા પરિણામનું એવું જ ફળ છે. (૬-૧૦૪)
( ૧૧૫૮ )
લોકો શાંતિથી સ્વાધ્યાય કરતા નથી. આવાં શાસ્ત્રો પડયાં છે એ તો વીતરાગ ૫રમેશ્વરની વાણીનો અમૂલ્ય વારસો છે. અહો ! દિગંબર શાસ્ત્ર બનાવીને ભગવાનનો મા આશ્ચર્યકારી વારસો મૂકતા ગયા છે. બાપ પૈસા મૂકી ગયા હોય તો એને તરત સંભાળે; પણ અરે ! વીતરાગની વાણીનો આ અમૂલ્ય વારસો અત્યંત નિસ્પૃહ થઈ સંતો મૂકી ગયા છે તેને તે સંભાળતો નથી! ( અરે! એના દુર્ભાગ્યનો મહિમા કોણ કહે?)
બાપુ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞદેવ જેમની એક સમયની દશામાં (કેવલજ્ઞાનમાં ) ત્રણકાળ ત્રણલોક ઝળકી ઊઠયા છે એવા જિન પરમેશ્વરની જે ઇચ્છા વિના દિવ્યધ્વનિ ખરી તેનો આ દિવ્ય વારસો આચાર્ય ભગવંતો મૂકી ગયા છે. બનારસી વિલાસમાં શારદાષ્ટકમાં આવે છે કે–
“ નમો કેવળ નમો કેવલ રૂપ ભગવાન, મુખ ઓંકારધુનિ સુનિ અર્થ ગણધર વિચારે, રિચ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે, સો સત્યા૨થ શારદા તાસુ ભક્તિ ઉર આન, ઈન્દ ભુજંગપ્રયાતમેં અષ્ટક કોં બખાન.
',
ભગવાનના શ્રીમુખેથી ૐૐ ધ્વનિ નીકળે છે. તે હોઠ હલ્યા વિના, કંઠ ધ્રૂજ્યા વિના જ ૐ એવો ધ્વનિ ઊઠે છે. અહીં ‘મુખ’ શબ્દ તો લોકમાં મુખથી વાણી નીકળે એમ લોકો માને છે માટે લખ્યો છે; બાકી ભગવાનની ૐૐ ધ્વનિ સર્વ પ્રદેશથી ઊઠે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com