________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન
૧૨૯
પ્રકારથી ભગવાન આત્માને રાગથી ભિન્ન કરીને ભેદવિજ્ઞાન પ્રગટ થયું છે. અહાહા...! ભેદવિજ્ઞાન થતાં વિભાવનો કોઈ અંશ સ્વપણે ભાસતો નથી. ભેદવિજ્ઞાન આત્માને અને રાગને ચોતરફથી ભિન્ન કરતું પ્રગટ થયું છે. મતલબ કે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્ર-પ્રદેશથી ભિન્ન, કાળથી અને ભાવથી ભિન્ન-એમ રાગથી આત્માને સર્વ પ્રકારે ભિન્ન કરતું ભેદજ્ઞાન પ્રગટ થયું છે.
અહાહા! આ વસ્તુ આત્મા જે ત્રિકાળ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તેને પરથી-રાગથી ભેદ પાડતાં આ પ્રત્યક્ષ નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ભાઈ ! ચૈતન્યની મૂળ પુંજી ગ્રહણ કરવામાં ચૈતન્યનું પરિણમન કાર્ય કરે, તેમાં રાગ કાર્ય ન કરે, વ્યવહારરત્નત્રયનો રાગ પણ એમાં કામ ન આવે; કેમકે જ્ઞાનનું પરિણમન ધરતો આત્મા છે અને જડરૂપતા ધરતો રાગ છે. બન્નેના ભિન્ન સ્વભાવ છે.
(૬-૩૮૬) (૩૬૬) અનાદિથી જે રાગમાં સ્થિત હતો તે પર્યાયબુદ્ધિ હતી, અજ્ઞાનભાવ હતો. હવે રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનકુંજમાં સ્થિત થયો તે વીતરાગ-વિજ્ઞાનરૂપ ભેદવિજ્ઞાન છે, મોક્ષમાર્ગ છે. આવું ભેદવિજ્ઞાન જ્ઞાનના લક્ષે થાય છે. રાગના લક્ષે અંદર ભેદવિજ્ઞાન ન થાય. સ્વનું-જ્ઞાનકુંજ એવા આત્માનું લક્ષ થતાં ભેદવિજ્ઞાનનું પરિણમન થાય છે.
જેમ ખેતરમાં સો સો મણના ઘાસના ગંજ-પુંજ હોય છે એમ આત્મા જ્ઞાનઘનનો પુંજ એટલે ગંજ-ઢગલો છે. એમ સ્થિત અને બીજાથી રહિત-તે બીજું કોણ? જ્ઞાનસ્વભાવથી રાગ બીજો છે. માટે જ્ઞાનમાં સ્થિત અને રાગથી રહિત એવા હે પુરુષો ! તમે મુદિત થાઓ અર્થાત્ આનંદિત થાઓ, સુખી થાઓ, રાગની એકતામાં દુઃખ હતું તે હવે રાગની ભિન્નતા કરી આત્મસ્થિત થતાં સુખી થાઓ-એમ કહે છે.
. અહીં કહે છે-શુદ્ધજ્ઞાનઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ અને એકાગ્રતા થતાં રાગનીપર્યાયની દષ્ટિ ઊડી ગઈ અને અતીન્દ્રિય આનંદની લહર ઊઠી. માટે કહે છે કે ભેદજ્ઞાનના અભ્યાસ વડે આનંદિત થાઓ.
(૬-૩૮૭) (૩૬૭) આ પ્રમાણે જ્ઞાન અને રાગાદિના ભેદનું ભાન થાય છે ત્યારે-ભેદનો ઉગ્ર અભ્યાસ કરવાથી આનંદના સ્વાદ સહિત આત્માનો અનુભવ થાય છે. આનું નામ ભેદજ્ઞાન છે.
તેથી તો આચાર્ય કહે છે-હે સપુરુષો! જે કાળ ગયો તે ગયો, પણ હવે રાગથી ભેદના અભ્યાસ વડે ભેદજ્ઞાન પ્રગટ કરીને આનંદને પામો, મુદિત થાઓ.
(૬-૩૯૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com